________________
સાતસો માનીતિ
૫૩૯. સમય વિના વ્યવહાર બોલવો નહીં.
અવસર આવ્યા વિના વ્યવહારમાં બોલવું નહીં. સમય આવ્યે બોલવાથી તે વાતની કિંમત થાય છે અને કાર્યસિદ્ધિ પણ થાય છે.
શ્રી જૈન હિતોપદેશ'માંથી – ''ઉચિત અવસર પામ્યા વિના બોલવું નહીં. ઉચિત અવસર પામીને પણ પ્રસંગને લગતું જ મિત ભાષણ કરવું. વિના અવસરે તેમજ માપ વિનાનું બોલવાથી મનગમતું કામ થઈ શકતું નથી; પણ ઊલટું કામ બગડે છે, એમ સમજી સદા સત્ય, હિત, મિત ભાષણ વિવેકથી જ કરવા ખપ કરવો. અપ્રસ્તાવે ભાષન્ન કરનાર બહુ બોલવામાં-ગાંડામાં ખપે છે તે યાદ રાખવું”. ૫૪. પુત્ર લગ્ન કરું,
ગૃહસ્થ છું તો પુત્રનાં લગ્ન કરવાં પડે તો યોગ્ય ગુણવાળી કન્યા સાથે કરું. પણ લોભને વશ થઈ ગમે તેવી કન્યા સાથે લગ્ન કરાવું નહીં. એમ કરવાથી બન્નેને ફ્લેશનું કારણ જીવનપર્યંત થાય. સરખા ધર્મવાળા, ગુણ સંસ્કારવાળા શોધવાથી સુખી થાય અને માતાપિતાના મનને પણ શાંતિનું કારણ થાય છે. ૫૪૧. પુત્રી લગ્ન કર્યું.
ગૃહસ્થ હોવાથી પુત્રીના લગ્ન કરવા પડે તો યોગ્ય ગુણવાળો છોકરો જોઈ પોતાની પુત્રી આપું, જો પુત્રી વિશેષ ભણેલ હોય અને છોકરો થોડું ભણેલ હોય અથવા પોતાની પુત્રી ભણેલી ન હોય અને છોકરો વિશેષ ભણેલો હોય તો પણ મેળ ન ખાવાથી બન્નેના મન અશાંત રહે, ક્લેશના કારણ પણ બને, અથવા પરસ્પર તલાક લઈ લે. માટે પ્રથમથી જ બન્નેના ગુણધર્મ યોગ્ય જોઈ કન્યાના લગ્ન કરું. જેથી પોતાને ભવિષ્યમાં ફરીથી કન્યા વિષેની ચિંતા કે ઉપાધિ રહે નહીં.
૫૪૨, પુનર્લગ્ન કરું નહીં.
પુનર્લગ્ન કરવાથી વૃત્તિ વિશેષ ચંચળ થાય અને આત્માર્થ સાધવાનો અવસર હાથમાંથી ચાલ્યો જાય. જીવનપર્યંત ઉપાધિ જ ભોગવવાનું દુર્ભાગ્ય લલાટે લખાય; માટે પુનર્લગ્ન કરું નહીં.
શ્રી વ્રજદાસભાઈના પ્રસંગમાંથી :
એક વણિકનું દૃષ્ટાંત – હું ઉત્તરસંડા હતો ત્યારે ત્રણ વાણિયા પરમકૃપાળુદેવ પાસે આવ્યા હતા. તેમાંના એક ભાઈને પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમોએ પ્રથમ ચારિત્ર લેવાનો વિચાર રાખેલો અને પછી પરણ્યા કેમ? આ વિચારો પલટાવી ખાડામાં શું કામ પડ્યા? આ હકીકત વગર કીધે સાહેબજીએ જણાવી જેથી તેઓ ઘણું જ આશ્ચર્ય પામ્યા હતા, અને તે વખતે જવાબમાં કીધું કે પહેલાં દીક્ષા લેવાનો વિચાર થયો હતો પણ મારો છોકરો ગુજરી ગયો, જેથી મારે ફરીથી લગ્ન કરવાં પડ્યાં હતાં.
શ્રી મનસુખભાઈ દેવસીભાઈ લીંબડીવાળાના પ્રસંગમાંથી :
શ્રી રાચચંદ રતનશીનું દૃષ્ટાંત – પરમકૃપાળુદેવે મને બોટાદવાસી શ્રી રાયચંદ રતનશીના ખબર પૂછતાં હું ખચકાયો. પણ પરમકૃપાળુદેવે ફરીથી મને પૂછ્યું, તેથી મેં જણાવ્યું કે તેમની સ્ત્રી ગુજરી જવાથી તેઓએ ફરી વાર લગ્ન કર્યું છે. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમને સંતતિ શું છે ? મેં જણાવ્યું કે બે ત્રણ દીકરા છે અને બે ત્રણ દીકરીઓ છે અને દીકરાના ઘેર દીકરા છે. ત્યારે પોતે પ્રકાશ્યું કે –‘આ પ્રમાણે હોવા છતાં અને અનાયાસે સ્ત્રી-પરિગ્રહથી મુક્ત થયા છતાં ફરી લગ્ન કરે અને બીજી તરફ આત્મજ્ઞાનની તથા કેવળજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી વાર્તા લખે; તો મોક્ષદશા અથવા આત્મદશા એવી
૪૧૦