________________
સાતસો મહાનીતિ
સરળ નથી કે અનાયાસે પુરુષાર્થ કર્યા વગર તે પ્રાપ્ત થાય! અનાયાસે ઉપાધિથી મુક્ત થયા છતાં ચાહીને ઉપાધિમાં પડવું અને પછી મોક્ષ મેળવવાની આશા રાખવી એ નહીં બનવા જેવું છે. આત્મદશાની વાતો કરવાથી તે પ્રાપ્ત થાય એમ નથી.”
આ પ્રસંગ ઉપરથી મેં તો મારા માટે એવો નિર્ણય કર્યો કે હવે મારે ફરીથી પરણવું નહીં. પ૪૩. પુત્રીને ભણાવ્યા વગર રહું નહીં.
પુત્રીને અવશ્ય ભણાવું. ભણાવવાથી બુદ્ધિનો વિકાસ થાય, હિતાહિતનું ભાન થાય તેમજ નિર્ભયતા આવે. વ્યવહાર કે પરમાર્થ બન્નેમાં ભણતર કામનું છે. જે ભણેલ હોય તે વ્યવહારમાં આવેલ મુશ્કેલીઓનો સહેલાઈથી ઉકેલ લાવી શકે. તેમજ પરમાર્થ સમજવા માટે પણ ભણતરની જરૂર છે. ભણેલ હોય અને પાપના ઉદયે પતિ તલાક આપી દે અથવા મરી જાય તો પણ તે પોતાના પગ ઉપર ઊભી રહીને જીવન સુખે ગુજારી શકે. અભણ હોય તો આર્તધ્યાન કરી પોતે કાળ કાઢે અને ઘરના બીજાને પણ ભારરૂપ થાય. પણ ભણેલ હોય તો જ્ઞાનીપુરુષના બોઘેલા વચનોને વાંચી વિચારીને આત્મશાંતિ મેળવી કલ્યાણ સાથી શકે. પરમકૃપાળુદેવે અભણ સ્ત્રીને ધિક્કાર આપ્યો છે. તે નીચે પ્રમાણે ગરબીમાં જણાવેલ છે – “સ્ત્રી નીતિ બોઘકીમાંથી :
અભણ સ્ત્રીને ધિક્કાર (પ્રેમની પ્રેમની પ્રેમની રે મને લાગી કટારી પ્રેમની – એ રાગ) ધિક્ક છે ધિક્ક છે ધિક્ક છે રે, બહુ અભણ નારીને ધિક્ક છે; ભણ્યા વિના અઠીક છે રે, બહુ અભણ નારીને ધિક્ક છે. ભણ્યા વિના છે પશુસમાનિક, ભણ્યાથી સુખ અધિક છે રે- બહુ૦૧ જીવતર ભણ્યા વિનાનું એળે, માટે ભણ્યાની શીખ છે રે - બહુ૨ ભણ્યા વિના નહીં સુખ લગારે, વળી ભયાથી ઠીક છે રે- બહ૦૩ હેમી વદે છે નારી ભણ્યાથી, બગડી જવાની બીક છે રે- બહુ૦૪ પણ અભણ તે ઢોર ગણિજે, ઊંથી બુદ્ધિ અઠીક છે રે- બહુ૦૫ કૂડું કરમ વિદ્યા અટકાવે, માટે ભણવું ઘટિત છે રે- બહુ૦૬ સજ્જનમાં વખાણ ન પામે, લક્ષણ બહુ અઠીક છે રે- બહુ૦૭ હિત ઇચ્છે જો તારું પોતાનું, વિદ્યા ગુણો અધિક છે રે - બહુ૦૮ માટે ભણી લે ભાવથી મૂરખી, નહિ તો તુજને ધિક્ક છે રે- બહ૦૯ ભણ્યા થકી બહુ ગ્રંથ વાંચીને, સાર લેવો ઘટિત છે રે- બહુ ૧૦ રાયચંદ હેતે કહે છે તુજને, અભણતાથી ધિક્ક છે રે- બહુ૦૧૧
માન કહેલું મારું પ્રીતે, ભણતર સગુણ-નીક છે રે - બહુ૦૧૨ (પૃ.૧૦૪) ૫૪૪. સ્ત્રી વિદ્યાશાળી શોધું, કરું.
સ્ત્રી વિદ્યાશાળી શોધું કે જેથી તે પરમાર્થ આરાધી શકે. ઉત્તમ ગ્રંથો વાંચી પોતાની સમજણને સવળી કરી શકે. શ્રી લઘુરાજ સ્વામી કહે છે કે “સમજણ એ જ સુખ છે અને અણસમજણ એ જ દુઃખ છે'. ઘર્મ વિદ્યાનું જ્ઞાન વિશેષ મેળવવાથી પોતાના બાળકોને પણ સુસંસ્કાર આપી શકે તથા ઘરના સર્વને વિનય વિવેક વડે શાંતિ ઉપજાવી શકે. માટે સ્ત્રી વિદ્યાશાળી શોધું અથવા ન હોય તો આત્મવિદ્યા
૪૧૧