________________
સાતસો મહાનીતિ
તેને બઘાએ મળી ઘણો આગ્રહ કર્યો. એક કહે મારો પીવો, બીજો કહે મારો પીવો. એમ બઘાએ મળી એને ખૂબ દારૂ પીવડાવ્યો. તેથી તે ગાંડો થઈ ગયો. પછી એણે માંસ
ખાધું, સ્ત્રીસેવન કર્યું, બધુંય કર્યું. ભાન ભૂલાય એ મોટો દોષ છે. પછી શું કરે ને શું ન કરે તે કશું કહેવાય નહીં. જ્યાં જ્યાં આત્મા ભુલાય, તે મોટો દોષ છે. દેહમાં એકાકાર-તન્મય થઈ જઈ પોતાને ભૂલી જાય છે એ મોહનું ગાંડપણ જ છે.
એક વ્યસન સેવતા બઘા વળગે. માટે જેમાંથી નશો ચઢે તેનું સેવન કરું નહીં. ૬૨. પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં.
આપણું વચન માનીને કોઈ, બીજા જીવોને દુઃખ દેવા તત્પર થાય તેવું જૂઠ કહું નહીં. જેમકે આપણને ખબર પડતી ન હોય અને લોકોને લાલચ લાગે એવું કહીએ તો લોકો બિચારા લોભના માર્યા ખેતી વગેરે કરે. અથવા કોઈને પાંદડા વાટીને દવા કરવા કહેવું. ચિકિત્સા જાણતો ન હોય અને અધ્ધર ગમે તે કહી દે. લોકો તેમ કરે તેથી હિંસા થાય. પણ બોલતાં પહેલાં વિચાર કરે કે હું જે કહું છું તેથી કોઈને દુઃખ કે હિંસા થાય તેવું છે? એટલું વિચારી લે તો ઘણા પાપમાંથી બચી જવાય. એક તો નાના જંતુઓની હિંસા બચે અને સામો માણસ હિંસામાં પ્રવર્તે તેથી પાપકર્મ બાંધે, તેનું ફળ દુઃખ આવે તે તેને ભોગવવું પડે. માટે વિચાર કરીને બોલવું. મનુષ્યને વિચારની લબ્ધિ પ્રાપ્ત થઈ છે તો તેનો સદુપયોગ કરવો જોઈએ. ૬૩. અતિથિનું સન્માન કરું.
વ્યવહારમાં મહેમાનને અતિથિ કહે છે. અતિથિ ઘાર્મિક શબ્દ છે. જે અમુક તિથિએ જ ઘર્મ કરે એવું નહીં પણ નિરંતર ઘર્મ કરે છે, અને અમુક તિથિએ અમુકને ત્યાં જવું એવું જેને નથી એવા અપ્રતિબદ્ધ વિહારી મુનિને માટે અતિથિ શબ્દ વપરાય છે. કોઈપણ ગુણી માણસનું ગમે ત્યાં સન્માન કરવા યોગ્ય છે. પોતાને ઘેર તેવો માણસ આવ્યો હોય તો અવશ્ય સન્માન કરવું જોઈએ. આહાર માટે મુનિ આવ્યા હોય તો ભક્તિપૂર્વક આહારાદિકનું દાન કરવું તે આત્મહિતનું કારણ છે. શ્રાવકના બાર વ્રતમાં છેલ્લું અતિથિસંવિભાગ નામનું વ્રત છે, એટલે પોતાને માટે આહાર તૈયાર કર્યો હોય તેમાંથી મુનિને અમુક ભાગ આપવો. જમવાનો વખત થાય તે પહેલાં એવા વ્રતવાળા શ્રાવક બારણે આવી મુનિની રાહ જુએ છે, અને કોઈ ન આવે તો ભાવના કરે કે આજે તો મુનિ આવ્યા નહીં, આવ્યા હોત તો વહોરાવત. એમ ભાવના ભાવી પછી પોતે આહાર કરે. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે એકદમ ખાવા ન બેસી જવું. પણ એટલી ભાવના, ઉપર કહી તે કરીને પછી આહાર કરવા બેસવું. પણ મોહને લઈને આત્મા કે મુનિ કશું સાંભરતું નથી. ખાવું એ આહાર સંજ્ઞા છે પણ તે આત્માનો ઘર્મ નથી. માટે ઉપરોક્ત ત્યાગ ભાવના કરવા યોગ્ય છે.
પુણિયા શ્રાવકનું દ્રષ્ટાંત – પુણિયો શ્રાવક તથા એની પત્ની એકાંતરા ઉપવાસ કરીને રોજ એક શ્રાવકને જમાડી અતિથિનું સન્માન કરે અને સામાયિક કરે. તેની સામાયિકનું મૂલ્ય અતુલ્ય છે.
ચંપકશેઠનું દ્રષ્ટાંત – એક વખતે એવું બન્યું કે ચંપકશેઠ કોઈ ભિક્ષા માટે ફરતા મુનિને જોઈ હર્ષથી બોલાવી લાવ્યો. મુનિને ઘી આપવા ઉદ્યમવંત થયો. ભાવથી અખંડ ઘારા વડે મુનિના પાત્રમાં ઘી રેડવા માંડ્યું. આથી તેણે અનુત્તર વિમાનની સંપત્તિ ઉપાર્જન કરી. મુનિએ તેને પુણ્યનો લાભ થતો જોઈ ઘીની ઘારા પડવા દીધી. મુનિએ ના કહી નહીં, એટલે ચંપકશેઠે મનમાં ચિંતવ્યું કે “અહો! આ મુનિ લોભી લાગે છે, પોતે એકલા છે અને આટલું બધું ઘી શું કરશે?” આવા ચિંતવનથી જે ક્રમ વડે તે દેવગતિ
૩૬