________________
સાતસો માનીતિ
દિવસના ઉદયમાં અને અસ્તમાં બે બે ઘડી છોડીને ભોજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે.’ વળી ‘રાત્રિભોજન કરવાથી ઘુવડ, કાક, માર્જર, ગીધ, સાબર, સુવર, સર્પ, વીંછી અને ઘોનો અવતાર આવે છે.’ આ પ્રમાણે રાત્રિભોજનનું પારલૌકિક ફળ છે. રાત્રિભોજન વિષે રામાયણમાં પણ દોષ જણાવ્યો છે. તે આ પ્રમાણે છે
વનમાળાનું દૃષ્ટાંત – લક્ષ્મણ અને સીતા સહિત રામચંદ્ર વનવાસમાં ગયા હતા. તે પ્રસંગે એક દિવસ કુર્બર નગરની બહાર એક વડના વૃક્ષ નીચે રાત્રિવાસો રહ્યા હતા. તે નગરના રાજા મહીધરને વનમાળા નામે એક પુત્રી હતી. તે લક્ષ્મણની ઉપર પ્રથમથી રાગી થયેલી હતી. તે લક્ષ્મણનો વનવાસ સાંભળી ખેદયુક્ત થઈ સતી દૈવયોગે તે જ વનમાં તે જ રાત્રે ગળે ફાંસો ખાવા આવી. આ દેખાવ રાત્રે જાગૃત । રહેલા લક્ષ્મણના જોવામાં આવ્યો. લક્ષ્મણે તેની પાસે જઈને પૂછ્યું, એટલે તેણે જે સત્ય હતું તે કહી દીધું. તત્કાળ લક્ષ્મણે પાશ છેદી નાખીને તેનું પાલિગ્રખ્સ કર્યું. વનમાળા કે જે શુભ લક્ષણવાળી સુચરિતા હતી, તેણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે લક્ષ્મણને યોગ્ય વર જાણી પોતાનો સ્વામી કર્યો.પછી લક્ષ્મણે તેને જણાવ્યું કે, ‘હમણાં તમે પિતાને ઘેર રહો. જ્યારે હું વનવાસ પૂર્ણ કરી પાછો વળીશ ત્યારે તમને સાથે લઈ જઈશ.’ તથાપિ તે રાગી રમણીએ માન્યું નહીં. પછી લક્ષ્મણે સ્ત્રીહત્યા, ગોહત્યા, બાલહત્યા વગેરે સોગન લીધા કે જો હું ન આવું તો આ હત્યાઓનું પાપ મને લાગે; તો પણ તેણે માન્યું નહીં. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, ‘જે તમે કહો તે સોગન હું લઉં.’ વનમાળા બોલી કે – ‘આ જગતમાં રાત્રિભોજન કરનારને જેટલું પાપ લાગે તેટલું પાપ જો હું પાછો ન આવું તો મને લાગે' આવા જો સોગન લો તો હું સત્ય માનું. લક્ષ્મણે તેવા સોગન લીધા; એટલે તેણે લક્ષ્મણને મુક્ત કર્યા. (જવા દીધા)
—
ઉપરના દૃષ્ટાંતમાં વનમાળાએ સ્ત્રીહત્યા, ગોહત્યા અને બાલહત્યા કરતાં પણ રાત્રિભોજનનું પાપ બહુ મોટું માનીને લક્ષ્મણને તેવા સોગન આપ્યા હતા, તેથી રાત્રિભોજનનું પાપ ઘણું ઉગ્ર છે એમ સિદ્ધ થાય છે. માટે સર્વ ભવિ પ્રાણીઓએ અવશ્ય રાત્રિભોજન કરું નહીં એવો નિયમ ગ્રહણ કરવો.’’ (પૃ.૧૬૫) ૬૧. જેમાંથી નશો, તે સેવું નહીં.
કેફી વસ્તુ કોઈ વાપરું નહીં. ભાંગ, ગાંજો, ચરસ, અફીણ, દારૂ, તમાકુ
૩૫
વગેરે.
બ્રાહ્મણનું દૃષ્ટાંત એક બ્રાહ્મણ કાશીથી ભણીને પોતાને ગામ જતો હતો. રસ્તામાં એક ભીલોની પલ્લી આગળથી જવાનું થયું. ત્યાં દારૂ પીને નશે ચઢેલા ભીલો ગાંડા જેવા થઈ ઊભા હતા. તેમણે તે બ્રાહ્મણને દીઠો એટલે બોલ્યા કે મહારાજની મહેમાનગીરી કરો. એમ કહી બધા ચારેબાજુ ફરી વળ્યા અને કહે કે ‘તમને જવા નહીં દઈએ. કાં તો આ માંસનું મિષ્ટાન્ન ખાઓ, કાં સ્ત્રી સેવન કરો, કાં તો દારૂ પીઓ.' પછી પેલા બ્રાહ્મણે વિચાર્યું કે આ લોકો મને છોડશે નહીં. પણ માંસ ખાઉં તો નરકે જવું પડે, પરસ્ત્રી સેવનથી પણ નરકે જવું પડે અને દારૂ જો કે ખરાબ તો છે, પણ વનસ્પતિમાંથી થયેલો છે એટલે તે લેવામાં કોઈ હરકત નથી, એમ જાણી તેણે એ પસંદ કર્યો.
—