________________
સાતસો માનીતિ
છે. આ બધા હર્ષના કારણો મરણનો ભય દૂર કરવા માટે જણાવ્યા. તેથી મોત આવ્યે હર્ષ માનવો જોઈએ.
૧૬૬. કોઈના મોતથી હસવું નહીં.
બીજાના મરણ વખતે હસવું તે બહુ વિચારશૂન્ય, હલકી દશા છે. મરણ છે તે વૈરાગ્યનું નિમિત્ત છે. એથી પોતાની અવસ્થા પણ સાંભરે કે આપણે પણ બધું છોડીને આમ જ જવાનું છે. બધા પ્રસંગોમાં મરણ એક ગંભીર પ્રસંગ છે.
એક છોકરાનું દૃષ્ટાંત – કોઈ એક છોકરો તળાવમાં દેડકા ઉપર ઢેફાં ફેંકતો હતો. તેમાંના એક દેડકે આવીને કહ્યું કે ભાઈ, “ તમારી તો રમત થાય કે ગમ્મત થાય છે, પણ અમારા તો પ્રાણ જાય છે.'' આવા ગંભીર પ્રસંગે હસવું એ છોકરવાદ જેવું છે. કોઈને વિચાર ન હોય અથવા ગાંડો હોય તે હસે. આવા વખતે તો ગંભીર વિચારમાં પડી જવું જોઈએ કે આપણું પણ આ મરણ કેમ ટળે? અને જન્મમરણના ફેરામાં ફરી ન જવું પડે તેના શા ઉપાય હશે? એવા વિચાર કરવા જોઈએ.
એક મશ્કરાનું દૃષ્ટાંત – એક મશ્કરો હતો. તેણે મારા મરણ પછી પણ બધા ટર્સ એવા વિચારથી ભીંતે પગ ઊંચા અડાડીને સૂઈ ગયો. તેજ સ્થિતિમાં તેનું મરણ થયું. ઠાઠડીમાં સુવડાવવા જાય ત્યારે અક્કડ થયેલું શરીર બેઠું થઈ જાય. આખી જિંદગી હાંસી મશ્કરીમાં ગાળી તેથી છેવટે પણ એવી મતિ ઉત્પન્ન થઈ.
કાજીનું દૃષ્ટાંત – પૂ. પ્રભુશ્રીજી એક કાજીનું દૃષ્ટાંત આપતા. કોઈ મુસલમાન રાજાને કા રોજ કુરાન સંભળાવવા જાય પણ રાજાને નવરાશ ન મળે. કાજી રોજ ખોટી થાય અને એમને એમ પાછા જાય. એક દિવસે એ રાજાનો દેહ છૂટ્યો તે વખતે પણ કુરાન લઈને કાજી આવ્યા. દફનની તૈયારી બધા કરતા હતા તે વખતે કુરાન વાંચવા બેઠા. તે જોઈ બધાએ કહ્યું – રાજા સાહેબ તો મરી ગયા. હવે કોને કુરાન સંભળાવો છો ? ત્યારે કાજીએ કહ્યું કે એમને આખી જિંદગી વખત મળ્યો નહીં. હવે વખત મળ્યો છે, માટે સંભળાવું છું. બધા કહે એ તો જીવતા નથી તો શું સાંભળે. ત્યારે કાજીએ કહ્યું-તમે તો બધા જીવતા છો ને ! તમે સાંભળો. તમને પણ બીજો વખત ક્યાં મળે છે.
૧૬૭. વિદેહી હૃદયને કરતો જઉં,
વિદેહી હૃદયને કરતો જઉં.' એમ મનમાં હોય તો રોજ રોજ વિશેષ વિશેષ દશા વિદેહી કરતો જાય. પણ સંવત્ ૧૯૭૭ની તત્ત્વજ્ઞાનમાં 'વિદેશી હૃદયને કરતો જોઉં' એમ છે તો હું ‘મારા હ્રદયને વિદેહી કરતો જોઉં.’’ દિવસે દિવસે હૃદય વિદેહી થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરું. આ એક અહીં અભિલાષા કરી છે. આવો વિદેહી થવાનો પુરુષાર્થ કરતો હું મારા આત્માને જોઉં. વિદેહી દશાનો પોતે સાક્ષીરૂપ છે. વિદેહી દશા થઈ હોય અને આત્મા પોતે બધી ક્રિયાઓને સાક્ષીરૂપે થતી જોતો હોય એમ ભાવના કરી છે.
'ઉપદેશામૃત'માંથી :–
જનક વિદેહીનું દૃષ્ટાંત – જનકવિદેહીના ગુરુ જ્યારે જનક રાજા સભામાં આવે ત્યારે વ્યાખ્યાન શરૂ કરતા હતા. શ્રોતાઓમાં ઘણા સંન્યાસીઓ પણ હતા. તે નદીકિનારે ઝૂંપડા બાંધીને રહેતા હતા. તેમને ઈર્ષા થવા લાગી કે અમે ત્યાગી છીએ અને આ જનકરાજા ગૃહસ્થ છે, છતાં ગુરુ તેમનું બહુમાનપણું કેમ રાખે છે? તે વાત ગુરુના સમજવામાં આવી. તેથી એક દિવસે ગુરુએ નદીકિનારા ઉપરના ઝૂંપડા બળતાં
८०