________________
સાતસો માનીતિ
લોઢાની કોઠીમાં નાખી પકાવ્યો. અહીં પણ નરકની વેદના ભોગવીને સાતમી નરકે ગયો. ઉદેશમાળા)
એમ કાલિકાચાર્યની જેમ સત્ય ઉપદેશ આપું. પણ ડરનો માર્યો કદી અસત્ય ઉપદેશ
આપું નહીં.
૪૬. અસત્ય ઉપદેશ આપું નહીં.
અસત્ય ઉપદેશ એટલે ઉત્સૂત્ર પ્રરૂપણા. એ મોટો દોષ છે. કેટલાક રાજ્યના ત્રાસ કે ભયથી કે લાલચથી પોતાની માન્યતાની વિરુદ્ધ ઉપદેશ આપે છે; તે પોતાનું અંતઃકરણ વેચ્યા જેવું છે. રાજાના ડરથી કોઈને પ્રસન્ન કરવા અસત્ય કહેવું તે ન્યાય નથી. સાચું હોય તે નિર્ભયપણે જણાવવું જોઈએ. મૌન રહેવું પણ અસત્યનો ઉપદેશ તો ન જ આપવો. સત્ય પર જેને વિશ્વાસ છે તે ડરતો નથી. અસત્ય પક્ષનો ને દાસ થતો નથી.
લુથરનું દૃષ્ટાંત – સુથર નામનો અંગ્રેજ એક વખત પોપ અને યુરોપના બધા ધર્માચાર્યોની સામે એક્લે હાથે લડ્યો. તેણે બધા માણસો પોતાના પક્ષમાં હોય તો અસત્યની સામું થવું એવો વિચાર કર્યો નહીં; પણ પોતે સત્ય હોવાથી એના પક્ષમાં પછી આખું યુરોપ આવી ગયું,
૪૭. ક્રિયા સદોષી કરું નહીં.
દોષ ટાળવા માટે ક્રિયા છે, અને ક્રિયા દોષ સહિત કરવાથી તે દોષ કાયમ રહે છે. કેટલાક એમ કહે છે કે ગમે તેવી દોષવાળી ક્રિયા પણ લોકો કરતા રહેશે તો ધર્મ ટકશે. તેના ઉત્તરમાં સામા પક્ષવાળાએ કહ્યું કે દોષવાળી ક્રિયા તે જ ઘર્મનો પાયો ડગાવનાર છે. કલ્યાન્ન તો સત્પુરુષ કે ભગવાનના વચનથી છે. તેમાં દોષ ઉમેરવા એટલે કે દોષવાળી ક્રિયા કરવી તે ઉત્તમ રસોઈમાં ઝેર નાખવા જેવું છે. થોડું કરવું પણ સારું કરવું, દોષરહિત કરવું એમ બીજા પક્ષવાળાનું માનવું છે.
ભાવ સહિત ક્રિયાનું ઉત્કૃષ્ટ ફળ – જેમ આકાશમાં તારા ઘણા હોય પણ પ્રકાશ પડતો નથી. જયારે ચંદ્ર કે સૂર્ય એક હોય તો પણ પ્રકાશ આપે છે. માટે ધર્મમાં સંખ્યાની જરૂર નથી. ઘણી સંખ્યા હોય તેથી મોટો કે સારો ધર્મ ગણાય નહીં. પ્રભુશ્રીજી કહેતા કે સાચી અગ્નિની એક ચિનગારી હોય તે પણ કરોડો મણ રૂને બાળી નાખે; પણ કાગળ પર કરોડો વાર અગ્નિ શબ્દ લખી તે કાગળ રૂમાં નાખે તેથી એક પૂણી સરખી પણ બળે નહીં. તેમ સાચા ભાવરૂપ અગ્નિ સહિતની ક્રિયા જો ધોડી પણ હશે તો તે ઘણા કર્મને બાળી નાખશે અને ઉત્કૃષ્ટ ફળ આપશે.
પહેલા પક્ષવાળા કહે છે કે સદોષવાળી પણ સામાયિક, પ્રતિક્રમણ કરવાની ટેવ રાખી હશે તો કોઈક વખતે સાચી સામાયિકાદિ ક્રિયા કરશે. કોઈ પક્ષ એકાંતે ગ્રહણ કરવા યોગ્ય નથી. પણ બનતાં સુધી સદોષી ક્રિયા થતી હોય તો પણ દોષ ટાળવાની બુદ્ધિ રાખવા યોગ્ય છે. બને તો દોષ રહિત ક્રિયા કરવી. મહાપુરુષોનો સ્વભાવ તો એવો હોય છે કે કોઈ ક્રિયા કરવા જેટલી પોતાનામાં શક્તિ ન હોય ત્યાં સુઘી તે કરવાની ઉતાવળ કરતા નથી. જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીય કે પ્રત્યાખ્યાનાવરણીય કાયનો ઉદય હોય ત્યાં સુધી દેશવ્રત કે મહાવ્રત લેતા નથી, પણ તે વ્રતોની ભાવના રાખીને કષાય ટાળવાનો પુરુષાર્થ કરે છે. કોઈએ વ્રત ન લેવું એમ એકાંતે કહેવું નથી. પણ જેને પોતાના કષાયની ખબર છે તે કષાય ટાળવા પહેલો પ્રયત્ન કરે છે. વ્રતને માટે ઉતાવળ કરતાં નથી. કષાયના અભાવે વ્રત સહેજે પ્રાપ્ત થશે. એ વિષે
૨૪