________________
સાતસો મહાનીતિ
લાગ્યો હોય તેને હું ત્રિવિષે ત્રિવિશે નિંદુ છું. ઘર્મક્રિયા કરવામાં મેં જે કાંઈ છતા વીર્યને ગોપવ્યું હોય તે વીર્યાચાર સંબંધી અતિચારની પણ હું ત્રિવિશે નિંદા કરું છું. જે કોઈ મારો મિત્ર હોય અથવા અમિત્ર હોય અને સ્વજન હોય અથવા શત્રુ હોય તે સર્વે મારા અપરાઘને ખમો, હું તે સર્વને ખમું , સર્વની સાથે હું સમાન છું. મેં તિર્યંચના ભવમાં તિર્યંચોને, નારકીના ભવમાં નારકીઓને, મનુષ્યના ભવમાં મનુષ્યોને તથા દેવભવમાં દેવતાઓને જે કાંઈ દુઃખમાં સ્થાપન કર્યા હોય-દુઃખ આપ્યું હોય તે સર્વ મારો અપરાધ ક્ષમા કરો, હું તે સર્વને ખમાવું છું, અને મારો તે સર્વને વિષે મૈત્રીભાવ છે. આયુષ્ય, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિયજનનો સમાગમ, તે સર્વ વાયુએ ચલિત કરેલા સમુદ્રના તરંગની જેવા ચપળ છે. આ જગતમાં વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસિત થયેલા પ્રાણીઓને જિનેશ્વરે કહેલા ઘર્મ વિના બીજું કોઈ શરણ નથી. સર્વ જીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે, તો તેમને વિષે કયો પંડિત પુરુષ જરા પણ પ્રતિબંઘ કરે? કોઈ ન કરે. અરિહંતનું મારે શરણ હો, સિદ્ધનું મારે શરણ હો, સાધુ મુનિરાજનું મારે શરણ હો અને કેવળીએ કહેલો ઘર્મ મને શરણભૂત હો. અત્યારથી જીવનપર્યત હું ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું, અને છેલ્લા શ્વાસોશ્વાસે આ દેહને પણ હું તજું છું.
આ પ્રમાણે તે નન્દન મુનિએ દુષ્કર્મની નિંદા, સર્વ જીવોની ક્ષમાપના, શુભ ભાવના, ચાર શરણ, નમસ્કારનું સ્મરણ અને અનશન એ છએ પ્રકારની આરાધના કરીને ઘર્મગુરુને તથા સાધુ સાધ્વીને ખમાવ્યા. પછી સમાધિમાં સ્થિત થયેલા તે મુનિ સાઠ દિવસનું અનશન પાળીને પચીશ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કરી, મમતારહિતપણે કાળધર્મ પામીને દશમા પ્રાણત નામના દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય તેમણે પૂર્ણ કર્યું. આયુષ્યને અંતે પણ તેઓ અધિક અધિક કાંતિવડે દેદીપ્યમાન રહ્યા. બીજા દેવતાઓ છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે અત્યંત કાંતિ હીન થાય છે અને વિદ્યારે મોહ પામે છે; પરંતુ તીર્થકરોને તો પુણ્યનો ઉદય નજીક હોવાથી છ માસ અવશેષ આયુષ્ય રહે, ત્યારે પણ દેહ કાંતિ વિગેરે ઘટવાને બદલે ઊલટા અધિક વૃદ્ધિમાન થાય છે. તે દેવ ત્યાંથી ચ્યવીને શ્રી મહાવીરસ્વામી નામે ચરમ તીર્થંકરપણે ઉત્પન્ન થયા.
શ્રી વર્ધમાન સ્વામીના જીવે સમતિ પામ્યા પછીના પચીશમા ભવે જે તપ કર્યું તે તપ અમારા જેવાને મહા ઉત્તમ ભાવમંગલરૂપ થઈ અક્ષય સુખ સંપત્તિને આપો.” (પૃ.૧૭૦) ૬૯૭. સઘળાં કરતાં ઘર્મવર્ગ પ્રિય માનીશ.
ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગ એટલે ચાર પ્રકાર છે. ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારમાંથી ઘર્મવર્ગને પ્રિય માનીશ, કારણ કે ઘર્મ પુરુષાર્થ વડે જ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેણે મરણની છેલ્લી ઘડી સુધી સત્યઘર્મનો આશ્રય ત્યાગ્યો નથી તેનો નિકટ ભવિષ્યમાં મોક્ષ નિશ્ચિત છે એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી :- “ઘર્મને પહેલા મૂકવાનો હેતુ એટલો જ છે કે “અર્થ” અને “કામ” એવા હોવા જોઈએ કે “ઘર્મ' જેનું મૂળ હોવું જોઈએ. એટલા માટે જ “અર્થ” અને “કામ” પછી મૂકવામાં આવ્યા છે. ગૃહસ્થાશ્રમી એકાંત શર્મસાઘન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વ સંગ પરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃત્ય યોગ્ય નથી.” (વ.પૃ.૨૦૭)
૫૦૫