________________
સાતસો મહાનીતિ
ગજબુર
પ્રઘાનના છે, માટે તેનું ઘર લૂંટવા નહીં દઉં. રાજા ખુશી થયો, પ્રઘાનને માન આપી શિરપાવ આપ્યો.” (ઉ.પૃ.૩૮૬) બોઘામૃત ભાગ-૧'માંથી – “પૂજ્યશ્રી - સમભાવ કેમ આવે?
“સમજ સાર સંસારમેં, સમજુ ટાળે દોષ;
સમજ સમજ કરી જીવ હી, ગયા અનંતા મોક્ષ.” - બૃહદ્ આલોચના સમજ આવે તો સમભાવ સહેજે રહે. સમજ કેવી જોઈએ? સવળી. આ દેહ તે જ હું, આ સ્ત્રી, આ પુરુષ, આ પશુ, આ ઘર, આ ઘન એમ દેહદ્રષ્ટિ થઈ ગઈ છે. તે જો મટે તો સહજ સમજ પ્રગટે. વિચાર કરે તો પોતાને પ્રગટ લાગે કે શરીર મારું માનું છું. પણ ક્ષણમાં એનું રૂપ બદલાઈ જાય છે. તેમજ એની અંદર શું ભરેલું છે? એમાં કેવી વસ્તુઓ છે? એમ જો વિચાર કરવા બેસે તો બઘાનું સ્વરૂપ જેવું છે તેવું જ સદ્ગુરુ આજ્ઞાએ પ્રત્યક્ષ દેખાય. એમ જો વસ્તુનું સાચું સ્વરૂપ દેખાય તો પછી રાગદ્વેષ ન થાય. માટે વિચારે કરી સમજ આવે તો સમભાવ અવશ્ય થાય. મનને બધેથી ખેંચી સદ્ગુરુ આજ્ઞામાં રાખે તો વિચાર પ્રગટે.” (બો.૧ પૃ.૩૬)
“સમભાવ એ મોટી વસ્તુ છે. સમભાવે કર્મને વેદે તો ઝટ પતી જાય. કર્મની રચના બહુ ગહન છે. પ્રકૃતિ, ઉદય, ઉદીરણા એમ કર્મની રચના અનેક પ્રકારે છે, પણ ભોગવવાવાળો એક આત્મા છે.'' (બો.૧ પૃ.૫૬)
ગજસુકુમારે સમભાવ રાખ્યો તો મોક્ષ પામ્યા. પાંડવોને લોખંડના દાગીના તપાવીને પહેરાવ્યા છતાં પણ સમભાવે સ્થિત રહ્યા તો મોક્ષગતિના ભાજન થયા. ૨૮૦. માયાથી દૂર રહું છું. તપસ્વી છે તે સર્વ પ્રકારની મોહમાયાથી કે માયાકપટથી દૂર રહે છે.
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની.” શ્રીમદ્ રાજચંદ્ર સાક્ષીભાવે માયાને જોવાથી માયામાં લીન થવાય નહીં. મોહમાયાને લઈને જીવને અહંભાવ મમત્વ ભાવ થાય છે. મોહમાયા એટલે સંસારમાં આસક્તિ કે જેના વિના એને ગમે નહીં તે. અથવા માયા કપટથી દૂર રહેવા પ્રયત્ન કરું.
“શ્રીમદ્ રાજચંદ્ર'માંથી - “આત્માનું જ્ઞાન માયાને લઈને દબાઈ રહે છે.” (વ.પૃ.૭૨૯)
“માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ઘન મેળવવા માટે જૂઠું બોલે તો તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તો પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે.” (વ.પૃ.૭૦૧)
અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય, તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે; તો પણ કહીએ છીએ; માયા દુસ્તર છે; દુરંત છે; ક્ષણવાર પણ, સમય એક પણ, એને આત્માને વિષે સ્થાપન કરવા યોગ્ય નથી.” (વ.પૃ.૩૧૩)
સત્યમાર્ગને આરાધના કરવા માટે માયાથી દૂર રહેવું. ત્યાગ કર્યા જ કરવો. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દ્રષ્ટાંત :
એક સંન્યાસીનું દ્રષ્ટાંત – કોઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે હું માયાને ગરવા દઉં
૧૮૫