________________
સાતસો મહાનીતિ
જ નહીં. નગ્ન થઈને વિચરીશ.” ત્યારે માયાએ કહ્યું કે હું તારી આગળ ને આગળ ચાલીશ.” “જંગલમાં એકલો વિચરીશ” એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, “હું
સામી થઈશ'. સંન્યાસી પછી જંગલમાં રહેતા. અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી ઉપર સૂતા. પછી માયાને કહ્યું કે તું ક્યાં છે?” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢ્યો છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારો મોટો પુત્ર અહંકાર તારી હજૂરમાં મૂકેલો હતો.”
માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, “હું બઘાથી ન્યારો છું, સર્વથા ત્યાગી થયો છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.”
જરા સમતા આવે કે અહંકાર આવીને ભૂલાવે છે કે હું સમતાવાળો છું'. માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે.” (વ.પૃ.૭૦૬)
“સમાધિસોપાન'માંથી :- “માયાચાર પ્રગટ થાય ત્યારે પ્રીતિનો ભંગ થાય છે. મીઠાથી દૂધ ફાટી જાય છે તેમ માયાકપટ કરનાર પોતાનું કપટ છુપાવવા બહુ પ્રયત્ન કરે છે તો પણ આખરે ઉઘાડું પડ્યા વિના રહેતું નથી. બીજાની ચાડી ખાય કે છાની નિંદા કરે તે આપોઆપ પ્રગટ થઈ જાય છે. તેથી માયા કપટ કરવું તે પોતાની આબરૂ બગાડવા બરાબર છે; ઘર્મ બગાડવારૂપ છે. કપટીના સર્વ મિત્રો આપોઆપ શત્રુ થઈ જાય છે. કોઈ વ્રત પાળનાર, તપ કરનાર ત્યાગી હોય તેનું કપટ એકવાર જગતમાં જાહેર થાય તો તેને સર્વ લોક અધર્મી માની તેનો વિશ્વાસ કોઈ કરતું નથી. કપટીની મા પણ તેનો વિશ્વાસ રાખતી નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ઘર્મદ્રોહી, કૃતધ્રી છે. વીતરાગ ઘર્મ તો છળ-કપટ રહિત છે. વાંકા મ્યાનમાં જેમ સીધી તરવાર પેસી શકે નહીં, તેમ વક્રપરિણામીના હૃદયમાં વીતરાગનો આર્જવ એટલે સરળ ઘર્મ પ્રવેશ કરી શકતો નથી. કપટીના બન્ને લોક બગડે છે. તેથી જો યશની ઇચ્છા હોય, આબરૂની ઇચ્છા હોય, ઘર્મની ઇચ્છા હોય તો માયા કપટનો ત્યાગ કરી આર્જવ ઘર્મ ઘારણ કરો. નિષ્કપટીની પ્રશંસા તેના વેરી પણ કરે છે. કપટ રહિત સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો પણ દંડ દેવા યોગ્ય નથી. આર્જવ ઘર્મનો ઘારક તો પરમાત્મસ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે; કષાય જીતવાનો, સંતોષી થવાનો સંકલ્પ કરે છે; જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે, આત્માને એક ચૈતન્ય માત્ર જાણે છે. જે ઘન, સંપત્તિ, કુટુંબ આદિને પોતાનાં માને છે તે જ છળ, કપટ, ઠગાઈ કરે છે. પરદ્રવ્યથી પોતાને ભિન્ન એકલો જાણે તે ઘન કે જીવનને અર્થે કદી કપટ કરે નહીં. તેથી આત્માને સંસાર-પરિભ્રમણથી મુક્ત કરવા ઇચ્છતા હો તો માયાચારનો ત્યાગ કરી આર્જવ ઘર્મ ઘારણ કરો.” (પૃ.૨૭૬)
શ્રીપાળ રાજાના રાસ'માંથી - માયાવી ઘવળશેઠની નરકગતિ
ઘવળશેઠનું દ્રષ્ટાંત - ઘવળશેઠે વહાણના કિનારે એક માંચડો બાંધ્યો. પછી તે શેઠ માંચડા ઉપર બેસી શ્રીપાળ કુંવરને કહેવા લાગ્યો કે હે સાહેબ! એક અલૌકિક આશ્ચર્ય જોઈને મારું મન ઉત્સાહિત થયું છે. તે આશ્ચર્ય એવું છે કે - મગર એક છે, પણ તેને આઠ મુખ છે. વળી તે દરેક જુદી જુદી જાતના છે. આવા રૂપ અને સ્વરૂપવાળા મગર થશે નહીં અને થયા નથી. તો હે સાહેબ! જો આપ જોવાને ઇચ્છતા હો, તો જલ્દી આવો, નહીં તો પછી મારો વાંક કાઢશો નહીં કે અમને કેમ કંઈ કહ્યું નહીં?
ત્યારે શ્રીપાળ કુંવર કૌતુક જોવા માંચડા ઉપર ચઢ્યો. તે જ વખતે ઘવળશેઠ મનમાં માયાકપટ
૧૮૬