________________
સાતસો મહાનીતિ
કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ.” (વ.પૃ.૮૨૩) એટલે ઇન્દ્રિયોના વિષયોમાં જે ઉત્સુકતા છે તેને બદલે વિષયભોગોમાં શિથિલતા આવો અને ઘર્મના કાર્યમાં હાલ શિથિલતા છે ત્યાં જાગૃત થાઓ. આત્મજાગૃતિ આવે તો એમ થાય કે બહુ ખાધું, બહુ પીધું, બહુ જોયું, બહુ ભોગવ્યું, હવે કોણ એની ઇચ્છા કરે! એવી કોઈ મનમાં વિષયોની વૃત્તિ ઊઠે તો થાય કે જવા દે હવે, કોણ એ પંચાતમાં પડે. વિષયકષાય પ્રત્યે આવી શિથિલતા આવે તો તે કામની છે. જેને એ આવે, તેને ઉનો પવન આવતો હોય તો કોણ બારણું વાસવા જાય, થોડું સહન જ કરી લેવા દે, એમ થાય. નિદ્રા - વ્યવહારમાં ઊંધવુ અને પરમાર્થમાં જાગ્રત રહેવું.
“વ્યવહાર સૂતો મૂકે, તો જાગે આત્મકાર્યમાં;
ચિંતવે વ્યવહારો છે, તે ઊંઘે આત્મકાર્યમાં;” -શ્રી સમાધિશતક કેવળજ્ઞાનીઓ જેમના ચારેય ઘાતિ કર્મનો ક્ષય થયો છે તે ઊંઘતા નથી. જેને જેને એ દર્શનાવરણીય વગેરે કર્મનો ક્ષય કરવો છે તે પણ નિદ્રાની સામે પડે છે.
નિશદિન નયનમેં નીંદ ન આવે, તબ નરહી નારાયણ પાવે.” સાઘક શું કરે છે? જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તે
“અહર્નિશ અધિકો પ્રેમ લગાવે, જોગાનલ ઘટમાંહિ જગાવે;
અલ્પ આહાર આસન દઢ ઘરે, નયન થકી નિદ્રા પરહરે.” -શ્રી ચિદાનંદજી (‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં' તેના જેવું છે. જોગાના=યોગરૂપ અગ્નિ)
અર્થ - રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપ અગ્નિ જે કર્મને બાળી દેનાર છે તેને ઘટમાં જગાવે. હવે તેને સહાયક એવા સાઘન બોઘે છે –
થોડો આહાર અને આસનનું દ્રઢપણું કરે. પ, વીર, સિદ્ધ કે ગમે તેવું આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું આસન આ સ્થળે સમજાવ્યું છે. એ પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. અહીં પરિત્યાગ શબ્દથી દેશપરિત્યાગ સમજાવ્યો છે. મન, વચન, કાયાના યોગની સ્થિરતામાં જે નિદ્રાથી બાઘ થાય છે તે નિદ્રા અર્થાતુ પ્રમત્તપણાનું કારણ એવી દર્શનાવરણીય કર્મથી ઉત્પન્ન થતી નિદ્રા અથવા અકાલિક નિદ્રા એટલે ગમે ત્યારે ઊંઘ આવી જાય છે તેનો ત્યાગ કરે.
પહેલી જરૂર પ્રમાદ ઓછો કરવાની છે. પ્રમાદના પંદર ભેદ છે – ૫ વિષય, ૪ કષાય, ૪ વિકથા, ૧ સ્નેહ અને ૧ નિદ્રા. આ પ્રમાદ ઓછો કરવો જ છે એટલું રહે તો વિચાર સ્ફરે.
માટે આત્મહિત ઇચ્છનારે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવાં. ૮. સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું.
- ગૃહસ્થ અવસ્થામાં પણ વેપારાદિકની ઉપાથિથી જેમ બને તેમ નિવૃત્તિ મેળવવી, એને નિવૃત્તિની ભાવના કહે છે. કૃપાળુદેવના પત્રમાં અનેકવાર આવે છે કે સર્વસંગ પરિત્યાગ ન બને તો વેપારરૂપ પ્રવૃત્તિથી તો નિવૃત્ત થવું અને સત્સંગ કરવો. “જેમ જેમ ઉપાથિનો ત્યાગ થાય તેમ તેમ સમાથિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાથિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે.” (વ. પૃ. ૪૫૨)
“તજ તજ બન્ને પરિગ્રહો, આરંભ ઝટ નિવાર; પરિહર પરિહર મોહ તું, કર કર આત્મવિચાર.