________________
સાતસો મહાનીતિ
ફતેહપુર સંઘના મુખ્ય માણસોએ બાદશાહને સૂરિના આગમનના ખબર આપ્યા. પછી બાદશાહની આજ્ઞાથી શ્રીસંઘ મોટા ઉત્સવપૂર્વક ફતેહપુરથી બાદશાહની રાજધાનીના
શાખાપુર (ગામ બહારનું પરું) સુધી સૂરિ સાથે આવ્યો. પછી બાદશાહના કહેવાથી બાહશાહનો સર્વશાસ્ત્રસંપન્ન શેખગુરુ, સૂરિને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સૂરિએ પ્રથમ તે શેખની સાથે જ ઘર્મગોષ્ઠિ કરીને તે શેખના મનના દરેક સંશયો દૂર કરી તેને પ્રતિબોધ પમાડ્યો. પછી સૂરિ અકબર બાદશાહ પાસે આવ્યા, તેમને બાદશાહે બહુ આદરપૂર્વક અનેક પ્રશ્નો પૂછ્યાં. તેના પ્રત્યુત્તરો આપીને ગુરુએ યમ, નિયમ અને જિન તીર્થાદિકનું સ્વરૂપ પ્રકાશિત કરી બાદશાહનું ચિત્ત દયાથર્મથી સુવાસિત કર્યું. પછી બાદશાહ સૂરિને પોતાની ચિત્રશાળામાં લઈ ગયા. ત્યાં બાદશાહે ત્રણ પગથિયાંવાળા ઊંચા સિંહાસન પર બેસીને ગુરુને કહ્યું કે “હે સૂરીશ્વર! રાજાઓને બેસવા લાયક આ સભાભૂમિમાં આચ્છાદન કરેલા ગાલીચા ઉપર આપના ચરણકમળ મૂકી તેને પવિત્ર કરો.” ગુરુ બોલ્યા કે “હે રાજ! કદાચ તેની નીચે કીડીઓ હોય, માટે અમે તેના પર પગ ન મૂકીએ.” બાદશાહે કહ્યું કે “હે ગુરુ! દેવલોકના મંદિર જેવી સ્વચ્છ આ સભામાં કીડીઓ વગેરે કાંઈ હોય જ નહીં.” ગુરુ બોલ્યા કે “અમારો આચાર જ એવો છે, માટે અમે જોયા વિના પગ મૂકતા નથી.મુમુક્ષુએ પોતાના આચરણનું ચિંતામણિ રત્નની જેમ રક્ષણ કરવું જોઈએ.” પછી બાદશાહે તે ગાલીચો ઊંચો કરાવ્યો તો તેની નીચે બાદશાહે પોતે જ અનેક કીડીઓ જોઈ, તેથી આશ્ચર્ય પામી તેણે સૂરિની અતિ પ્રશંસા કરી. પછી વિધિપૂર્વક યોગ્ય સ્થાને બેસી નિઃસ્પૃહ ગુરુએ ઘર્મના રહસ્યને પ્રકાશિત કર્યું.
સૂરિને દાનને માટે બાદશાહે વારંવાર આગ્રહ કર્યો ત્યારે સૂરિએ પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માંગ્યું, એટલે બાદશાહે સર્વ પક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં બાર દિવસ સુધી અમારી પડહ વરતાવવાનું ફરમાન કર્યું. સરોવરમાં રહેલા માછલાદિક જંતુનો વધ કરવાનો સર્વથા નિષેધ કર્યો. આજથી શિકારવડે જીવ હિંસા કરીશ નહીં. એમ અનેક પ્રકારે પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિ અન્યત્ર વિહાર કરી ગયા. પછી બાદશાહના કહેવાથી ત્યાં વાચકેન્દ્ર એટલે ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્રજીને ઘર્મ સંભળાવવા માટે રાખી પોતે વિહાર કર્યો.
એકવાર અટક દેશના રાજાના કિલ્લાને બાર વર્ષ સુધી ઘેરો ઘાલી રાખવા છતાં તે કિલ્લો તાબે થયો નહીં. ત્યારે મુસલમાનો, કાઝીઓ અને મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે- “હે અકબર બાદશાહ! તું હમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે.” બાદશાહે આ વૃત્તાંત વાચકેન્દ્ર ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસે કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમ જ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” ગુરુના આવાં વચન સાંભળી બાદશાહે પડહની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષઘ કર્યો અને પ્રાતઃકાળે તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક મ્લેચ્છો કહેવા લાગ્યા – “આ કાફર હિંદુ અકબરને શત્રના હાથમાં સોંપી દેશે.”
અહીં વાચકેન્દ્ર શ્રી શાંતિચંદ્રજી ગુરુએ કિલ્લા પાસે આવી એક ફંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીથી, બીજી કુંકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફેંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને
४४७