________________
સાતસો મહાનીતિ
૨૯૧. કારણ વિના મોં મલકાવું નહીં. કોઈને એવી ટેવ હોય છે કે કારણ વિના હસહસ કરે. પરમકૃપાળદેવ કહે છે કે કારણ
વિના મોં મલકાવવું નહીં. હાસ્ય એ કષાયનું કારણ છે. કારણ વિના કોઈની સામે મોં મલકાવવાથી કોઈ દિવસ તેનો ઊંધો અર્થ થઈ જાય અને વ્યક્તિ આપત્તિમાં આવી પડે. ૨૯૨. કોઈ વેળા હસું નહીં.
ય કર્મના ૨૮ ભેદ છે. તેમાં હાસ્ય પણ એક મોહનીય છે, માટે કોઈ વેળા હસું નહીં એવો અભ્યાસ કરું. ગંભીરતા ગુણ પ્રગટાવવા પ્રયાસ કરું. ૨૯૩. મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું.
મનનો આનંદ નાટક, સિનેમા, ટી.વી., સંગીત વગેરે કરતાં આત્માનો આનંદ વિશેષ છે. ઇન્દ્રિયોથી મળતો આનંદ તે ક્ષણિક છે, પરાધીન છે તથા જીવને આકુળતા ઉત્પન્ન કરાવનાર છે; જ્યારે આત્માનો આનંદ સ્વાધીન છે, નિર્દોષ છે તથા સદા શાંતિ આપનાર છે.
“ઉપદેશામૃત'માંથી - “શ્રી લલ્લુજીમુનિ વનમાં એકલા જઈ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનો સ્વાધ્યાય કરતા તે વખતની વાત કરતા પોતે જણાવ્યું છે કે, “તે વાંચતા અને કોઈ કોઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદના ઊભરા આવતા. એક એક પદમાં અપૂર્વ માહાભ્ય છે એમ મને લાગ્યા કરતું. આત્મસિદ્ધિનું મનન, સ્વાધ્યાય નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે વાત કે બીજી ક્રિયા કરતાં આત્મસિદ્ધિની સ્મૃતિ રહેતી. પરમકૃપાળુદેવની શાંત મુખમુદ્રા કિંવા “આત્મસિદ્ધિની આનંદ આપનારી ગાથાનું સ્મરણ સહજ રહ્યા કરતું. અન્ય કશું ગમતું નહીં. બીજી વાતો પર તુચ્છ ભાવ રહ્યા કરતો. માહામ્ય માત્ર સગુરુ અને તેના ભાવનું આત્મામાં ભાસ્યમાન થતું હતું.” (ઉ.પૃ.૧૧)
“અત્રે સુખશાતા ગુરુપ્રતાપે છેજી. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ” ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી; તે જોગ ગુરુપ્રતાપે બની આવ્યો છેજ. જો કે સત્સંગ એ ઠીક છે; પણ
જ્યારે પોતીકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નીકર હજાર-લાખ સત્સંગ કરે, પ્રત્યક્ષ સદ્ગુરુ પાસે પડ્યો રહે; પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જતું નથી. આપના ચિત્તમાં શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે. કોઈને જણાવવાની જરૂર નથી.” (ઉ.પૃ.૧૬)
ગુણસેનકુમારનું દ્રષ્ટાંત – મનનો આનંદ બીજાને દુઃખનું કારણ
ગુણસેનકુમાર એક રાજાનો પુત્ર હતો. તેણે મનના આનંદ માટે પુરોહિત પુત્ર અગ્નિશર્મા કે જેના શરીરના અવયવો બરાબર નથી, તેને ગઘેડા ઉપર બેસાડી માથા ઉપર છત્રના સ્થાને સુપડું મૂકી ગામમાં ફેરવે અને બધા મળી આનંદ માને. અગ્નિશર્માના મનમાં ઘણું દુઃખ થાય પણ ગુણસેન રાજાનો પુત્ર હોવાથી તેને કોણ કહી શકે! અંતે રાજકુમારથી થાકી-કંટાળી અગ્નિશર્માએ તાપસના આશ્રમમાં જઈને તાપસી દીક્ષા લીધી. પછી ગુણસેન રાજા થયો. તેણે સર્વ હકીકત જાણી તાપસના આશ્રમમાં ગયો. ત્યાં તે તાપસને એક માસના ઉપવાસી જાણી માસખમણના પારણા માટે વિનંતી કરીને પોતાના ઘેર આવ્યો. પણ પારણાના દિવસે પોતે બિમાર પડી જવાથી તાપસને માસિક ઉપવાસને પારણે આહાર પાણી આપવાનું
૧૯૮