________________
શરદા સાગર
૩૩
માળીયા ઉપર ચઢી પાટડા ઉપર દેરડું બાંધવા જાય છે ત્યાં પેલે શ્લોક વાંચે ને થયું કે નકકી આ મારા પિતાએ લખ્યો લાગે છે. દોરડું છોડી નીચે ઉતર્યો. નંદાને કહે છે માતાજી! ચાલો, હવે આપણે અહીં રહેવું નથી. વાત એમ બની હતી કે શ્રેણુક પિતાજી પાસે ગયા. પિતાજીના મૃત્યુ પછી રાજ્ય તેમને મળ્યું. રાજ્ય સુખમાં નંદાને ભૂલી ગયા. એવા સુખમાં પડી ગયા કે પોતાને દુઃખમાં દિલાસો દેનાર નંદાને તદન વિસરી ગયા.
બંધુઓ! જુઓ, તમારે સંસાર કેવો છે. શ્રેણીક રાજા જેની સાથે વર્ષો સુધી રહ્યા તેને પણ ભૂલી ગયા. આવા સંસારને વળગવા જેવું નથી. માટે તેનાથી પર બને, સ્વભાવમાં આવે. અભય કહે છે માતા! ચાલે. નંદા કહે-કયાં? તે કહે છે પિતાજી તને પરણીને ભૂલી ગયા છે ત્યાં લઈ જાઉં. એ પિતાજીને પણ બતાવી દઉં. સંભાળવાની, ત્રેવડ નહોતી તે શા માટે પરણ્યા? જુઓ, આ શ્લોક પાટડામાં લખ્યો છે. નંદાને લઈને અભયકુમાર આવે છે. ગામ બહાર બગીચામાં નંદાને છૂપી રાખી. પોતે ગામમાં ગયે. બરાબર એ અરસામાં શ્રેણીક રાજાને ૪૯ પ્રધાને ઉપરી મહામંત્રી બનાવે છે, તેની પરીક્ષા કરવા માટે એક કીમિયો રચે છે. ચાર પાંચ હાથ ઊંડે ફે બનાવ્યો છે. તેમાં રાજાની વીંટી નાંખી છે. હવે કોઈએ વાંકા વળવાનું નહિ. અંદર ઉતરવાનું નહિ ને કૂવાના કાંઠે ઊભા ઊભા વીંટી લાવી આપે તેને મહામંત્રીનું પદ મળે. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે. પણ કોઈ વીંટી કાઢી શકતું નથી. અભયકુમાર ફરતે ફરતે ત્યાં જાય છે. બધી વાત જાણે લીધી. એ કહે છે આમાં કઈ મોટી વાત છે. લાવે, હું વીંટી કાઢી આપું. તેણે વીંટી ઉપર લીલું છાણ નાંખ્યું એટલે વીંટી તેમાં એંટી ગઈ. પછી ઘાસ સળગાવીને તેના ઉપર નાંખ્યું એટલે છાણ સૂકાઈને પાકું છાણ થઈ ગયું. પાણીની હેલો મંગાવી કૂવામાં નંખાવી એટલે પાણીના હડસેલાથી છાણું તરીને ઉપર આવી ગયું ને પાણીના જોરથી છાણું બહાર આવ્યું. વીંટી લઈને રાજાના હાથમાં આપી. તેની બુદ્ધિ જોઈ રાજા ચકિત થઈ ગયા. અભયકુમારને ઊંચકી લીધે ને પૂછે છે ધન્ય છે દીકરા ! તારી ઉંમર નાની છે પણ બુદ્ધિ મેટી છે. ધન્ય છે તારા માતાપિતાને! તું કઈ માતાને જાયે છે? તારા પિતા કોણ છે? તું કયા ગામને છે? ત્યારે કહે હું બેનાતટથી આ છું. નામ સાંભળીને તરત જ શ્રેણીકને યાદ આવ્યું. પોતે ત્યાં નંદાને પરણ્યો છે, નંદા તેને યાદ આવી. પૂછે છે દીકરા! તારું નામ શું? ત્યારે અભય કહે છે તમારે નામનું શું કામ છે? ત્યારે પૂછે છે એ ગામમાં ધનાવાહ શેઠ રહે છે તેમને તું ઓળખે છે? તે કહે છે હા. એ તો મારા નજીકના સગા છે, તેમને નંદા નામની એક દીકરી છે ને? તે અભય કહે હા, નંદાને તે હું ખૂબ વહાલું છું. તે પૂછે છે તેને એક બાળક છે ને? તે કહે-હા. એક દીકરે છે, એ કેટલો છે? તે કહે મારા જેટલો છે. તેનું નામ શું છે? અભય. તે રૂપેરશે કે છે? તે કહે-મહારાજા! મારા જેવો જ છે. કેપી ટુ કપી. જરા ય ફેર નહિ. રૂપે-રગે-ઊંચ-નીચે–જા-પાતળે બધી રીતે