________________
શ્રીવિજયપદ્યસૂરિકૃત–
-
હાથમાં રહેલાં જણાય છે. તે વખતે દુર્મુખે કહ્યું કે આનું તે નામ પણ લેવા ગ્ય નથી. કારણ કે પિતાના નાના બાળકને ગાદીએ બેસાડીને મંત્રીઓને કારભાર સેંપીને તેણે દીક્ષા લીધી. રાજા બાળક હોવાથી પડેશના રાજાઓ તેના ઉપર ચઢી આવ્યા છે. મંત્રીઓ પણ તેમની સાથે મળી ગયા છે અને રાણીઓ નાશી ગઈ છે. આ વાતચીત પ્રસન્નચંદ્ર રાષિએ સાંભળી. અને તેથી તેમને એકદમ કોધ ચઢયો. એટલે મનમાં વિચારવા લાગ્યા કે જે હું અત્યારે ત્યાં હોત તે મંત્રીઓને સજા કરત અને રાજાઓને હરાવીને નસાડી મૂકત. એ પ્રમાણે વિચારમાં ને વિચારમાં શત્રુઓ સાથે મનથી યુદ્ધ કરવા લાગ્યા. તે પોતાના વ્રતને ભૂલી ગયા. જાણે પતે નવા નવા શસ્ત્રોથી લડે છે. આવા ધ્યાનમાં તેઓએ અશુભ કર્મને બંધ કરવા માંડે અને એવા અશુભ પરિણામમાં ચડયા કે સાતમી નારકીનાં દલીયાં બાંધ્યા. તે વખતે શ્રેણિક રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે પ્રસન્નચંદ્રને વંદન ક્યું. પછી સમેવસરણમાં ગયા. ત્યાં વીર પ્રભુને પૂછ્યું કે પ્રસનચંદ્ર રાજર્ષિ
મેં જ્યારે તેમને વંદન કર્યું ત્યારે મરણ પામે તે ક્યાં - જાય. ત્યારે પ્રભુએ કહ્યું કે સાતમી નરકે જાય. થોડી વાર પછી ફરીથી પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે સર્વાર્થસિધ્ધ જાય. શ્રેણિક રાજાએ પૂછ્યું કે આવું બે પ્રકારનું વ્યાખ્યાન શાથી? ત્યારે પ્રભુએ કહ્યું કે તે વખતે તેઓ દુમુખનાં વચન સાંભળી દુર્ગાનમાં ચઢયા હતા અને તેથી તે વખતે તેમને સાતમી નારકીનાં દલિક બંધાતાં હતાં. તે વખતે તેઓ મનથી શત્રુ રાજાઓ સાથે લડી રહ્યા હતા. લડતાં લડતાં બધા શસ્ત્રો ખુટી ગયાં એટલે માથાને મુગટ ફેંકવા માટે માથે હાથ મૂકે છે.