________________
૪૮
શ્રીવિજયેપદ્મસૂરિકૃતટુંકાણમાં આ પ્રમાણે - ભરત ક્ષેત્રના, ૫ એરવત ક્ષેત્રના, અને ૫ મહાવિદેહના મનુષ્ય એ પ્રમાણે ૧૫ ભેદ કર્મભૂમિના મનુષ્યના જાણવા તથા અકર્મભૂમિ એટલે જ્યાં. યુગલીયા મનુષ્ય ઉપજે છે, તેમના ૩૦ પ્રકાર-૫ હિમવંત ૫ અરણ્યવત ૫ હરિવર્ષ ૫ રમ્યક ૫ દેવકુરૂ અને ૨ ઉત્તરકુરૂ એ પ્રમાણે ૩૦ અકર્મભૂમિના મનુષ્ય તથા પદ અંતરદ્વીપ એ પ્રમાણે ૧૫૩૦૫૬ મળી ૧૦૧ ભેદ થયા. તે દરેકના ત્રણ ત્રણ ભેદ ૧૦૧ ગર્ભજ પર્યાપ્ત મનુષ્યના, ૧૦૧ ગર્ભજ અપર્યાપ્ત મનુષ્યના, અને ૧૦૧ સંમૂર્ણિમ અપર્યાપ્ત મનુષ્યના એ પ્રમાણે ૩૦૩ ભેદ જાણવા. અહીં મનુષ્યના ટુંકાણમાં ત્રણ ભેદ જણાવ્યા છે- ૧ મૂઢ બુદ્ધિવાલા એટલે ખરી સમજણ વિનાના જી, ૨ શિથિલ બુદ્ધિવાળા એટલે મંદ બુદ્ધિવાળા અથવા ડામાડોળ પરિગુમવાળા જીવો અને ત્રીજા દઢ બુદ્ધિવાળા એટલે ધર્મસાધનામાં ઉદ્યમ કરનાર છે. આ ત્રણ પ્રકારના મનુષ્ય અનુક્રમે ત્રણ પ્રકારની કર્મરૂપી વસ્તુ ખરીદે છે અથવા ત્રણ પ્રકારનાં કર્મ બાંધે છે, તેમાં પ્રથમ પ્રકારનાં મનુષ્ય તેવા પ્રકારનાં કર્મ બાંધે છે કે જેનાથી તેમને પ્રથમની બે મુગતિએ એટલે અત્યંત દુખવાળી હોવાથી ક્રૂર કેદખાના સરખી નરક ગતિ અથવા દુઃખવાળી તિર્યંચ ગતિ મળે છે. તથા બીજા પ્રકારના શિથિલ પરિણામવાળા જી ઘણું કરીને દુઃખથી પણ સ્વર્ગ ન પામવા યોગ્યગતિ અથવા મનુષ્ય ગતિને પ્રાપ્ત કરે તેવા પ્રકારને કર્મબંધ કરે છે. તથા ત્રીજા પ્રકારના ઉત્તમ પરિણામવાળા દઢ બુદ્ધિવાળા જે મનુષ્યો તે અંતે ઘણા