________________
૯૪
તત્ત્વત્રયીની પ્રરતાવના.
કલ્પના અતીત ગણત્રીનો વિષય, (૬) સવજ્ઞાએ બતાવેલા સ્યાદ્વાદનો વિષય, (૭) સર્વજ્ઞાએ બતાવેલા દેવાનો વિષય, (૮) સ`જ્ઞાએ ખતાવેલા ઇતિહ્રાસનો વિષય.
ઇત્યાદિક અનેક વિષયામાં વૈશ્વિકાએ મેટા ફેરફાર કરેલા છે. તેમાંના કેટલાક વિષયા તે અમે જૈન–વૈદિકની તુલના રૂપે બતાવતા આવ્યા છીએ. તત્ત્વાના વિષયની શેાધ ખાળમાં મચી રહેલા આજકાલના પાશ્ચાત્યવિદ્યાના એવા નિણ ય અતાવે છે કે—
હિંદુસ્તાનના પ્રાચીન સાહિત્યનો ઇતિહાસ કુદરતી રીતે એ મુખ્ય વિભાગમાં વ્હેચાઈ જાય છે. પહેલા વિભાગ તે વેદના ગ્રંથાનો છે. એ સાહિત્ય ઘણું કરીને ઇ. સ. પૂર્વે ૧૫૦૦ વર્ષ જેટલા પ્રાચીન સમયથી શરૂ થાય છે, અને એના છેલ્લામાં છેલ્લા સ્વરૂપમાં એ સાહિત્ય આસરે ઇ. સ. પૂર્વે ૨૦૦ વર્ષ સુધી પહોંચે છે. વૈદિક યુગના પ્રથમાનું સાહિત્ય સશક્તિ અને કવિત્વથી 'કિત થયેલું હતું અને સિંધુ વગેરે નદીએ જ્યાં વહે છે અને હાલના સમયમાં જે ૫ જામના નામથી ઓળખાય છે. તે મુલકમાં એ સમયના સુધારાનું મુખ્ય સ્થાન હતું.
એજ યુગના દ્વિતીયાનું સાહિત્ય અંતગત વસ્તુ તરફ જોતાં ધમ વિષયક ચર્ચા ચલાવનારૂ અને બાહ્ય સ્વરૂપ તરફ જોતાં ગદ્યમાં લખાયેલું હતું અને પજામને બદલે ગગા નદીની પાસેના પ્રદેશમાં એ સમયના આધ્યાત્મિક ચિંતન માટેનુ મુખ્ય સ્થાન હતુ. એ પ્રમાણે વૈદિક યુગ પ્રવત તા હતા એટલામાંજ આય લોકોનો સુધારા આખા હિંદુસ્તાનમાં, એટલે સિંધુ નદીના મુખ આગળથી તે ગંગા નદીના મુખ સુધીના, જેની ઉત્તરે હિમાલય પર્વત આવી રહ્યો છે અને જેની દક્ષિણે વિંધ્યાચલ પર્યંત આવી રહ્યો છે, તે વિસ્તીણ પ્રદેશમાં ફેલાઈ વળયા હતા.
દ્વિતીય યુગના પ્રારંભમાં વૈદિક સાહિત્યના છેલ્લા ગ્રંથા હજી લખાતા હતા અને ઇ. સ. ૧૦૦૦ પછી મુસલમાનોની જીત થઇ ત્યારથી એ યુગ પૂરો થ. એ યુગ તે ખરેખરા સસ્કૃત યુગ કહી શકાય. સાહિત્યમાં, મુખ્યત્વે કરીને ટીકાના ગ્રંથમાં સંસ્કૃતનો ઉપયોગ ચાલુ રહ્યો એટલે અમુક અર્થાંમાં આ દ્વિતીય યુગ આજ દિન સુધી ટકી રહ્યો છે એમ કહી શકાય. આ દ્વિતીય યુગમાં બ્રાહ્મણાનો સુધારા દક્ષિણુના નામથી ઓળખાતા દક્ષિણ પ્રદેશમાં પ્રવેશ પામ્યા અને ત્યાં ફેલાયા. આ અતે યુગને એકઠા લઈએ તે એટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org