Page #1
--------------------------------------------------------------------------
________________
દર્શન
..કંકાવાતી પ્રqયુનો
પ્રવચનકાર વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ 'તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ 'શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
સંપાદક 'પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
Rહીં C| |
fans is
HHIgIdી પ્રq fler S
iS SE
રાઈ થાઈ વાઈ) પ્રવચનકાર વ્યાખ્યાનવાચસ્પતિ જૈન શાસનશિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવા શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
સંપાદક પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ
પ્રકાશક સુન્નાથ પ્રકારત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargp@icenet.net
નઝારો
હVLI
Page #3
--------------------------------------------------------------------------
________________
સંદ કરી
૨|
| &Í[ -૨
ISBN-81-87163-76-3
તૃતીય આવૃત્તિ : ગુજરાતી :વિ. સં. ૨૦૭૨૦ નકલ: ૩૦૦૦ વિમોચન દિવસ : વિ.સં. ૨૦૭૨ આસો સુદ ૯, રવિવાર, તા. ૧-૧૦-૨૦૦૬ વિમોચન સ્થળ : શ્રીપાલનગર, મુંબઈ અને સ્મૃતિમંદિર, સાબરમતી, અમદાવાદ. મુદ્રણ ખર્ચ : સેટ (ભાગ ૧થી ૩) ના રૂપિયા ૨૭૫/
ભાગ પહેલો: પ્રવચન ૧ થી ૪૦, ભાગ બીજો : પ્રવચન ૪૧ થી ૮૦, . ભાગ ત્રીજો : પ્રવચન ૮૧ થી ૧૧૮, | કુલ પ્રવચનો : ૧૧૮
ની
પૃષ્ઠ - ૫૮૬ | પૃષ્ઠ - ૩૪
– ક૨૩ કુલ પૃષ્ઠ – ૧૮૪૩
પ્રાપ્તિસ્થાન
જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોન : ૨પ૩પ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯
E-mail : sanmargp@icenet.net • મુંબઈ •
સુરત જયંતકુમાર શાંતિલાલ મહેતા
નવીનભાઈ ટી. વોહરા Mo. : 9820081532.
Mo. : 9824101180
હિમાંશુભાઈ પ્રવિણચંદ રાજા
Mo. : 9820044882
ધનેશકુમાર મોહનલાલ સંઘવી
Mo. : 9825100296
નક
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ મનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
સંઘ મહાશ્વ
संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदियो एसो । तित्थयरेहि वि णियमा पणमिज्जइ देसणारंभे ।। સંઘ મહાનુભાવ છે, દેવેન્દ્ર અને નરેન્દ્રોથી એ વંદાયેલો છે. તીર્થંકરો દ્વારા પણ દેશનાના પ્રારંભે એને નક્કી પ્રણામ કરાય છે.
Susie
૧ નગરની જેમ સુરક્ષિત છે.
૨ ચક્રની જેમ સુસ્થિત અને ઉન્માર્ગને કાપનારો છે. ૩. રથની જેમ મુક્તિ માર્ગ પર પ્રયાણ કરાવનારો છે. ૪ પદ્મની જેમ વિષય-કષાય-પંકથી અલિપ્ત છે. ૫ ચંદ્રની જેમ શીતળ અને સૌમ્ય છે. ૬. સૂર્યની જેમ પ્રકાશકર અને પ્રતાપી છે. ૭ સમુદ્રની જેમ વિશાળ અને ગંભીર છે. ૮ મેરુપર્વતની જેમ સુસ્થિર અને તેજસ્વી છે.
- ચેઈયવંદણમહાભાસ
festo fares thes
she
શ્રી જિનેશ્વર ભગવાને સ્થાપેલો ચતુર્વિધ શ્રી સંઘ...
*
Alges Assiswis shic. અહિીર
it spacious us
For Free નિ 3.BABASE JIG TECH TIP લા ગોપ
૬૦
શ્રીસંઘ તરીકે આપણું ઉર્તવ્ય... સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા આ ચાર વિભાગમાં વહેંચાયેલો શ્રીસંઘ પ્રભુની આજ્ઞાને જ સર્વસ્વ માનનારો હોય. અવસર આવ્યે પ્રભુની આજ્ઞા ખાતર એને જે છોડવું પડે તે બધું જ છોડવા તે તૈયાર હોય. પ્રભુના આ સંઘમાં આપણું સ્થાન અચળ રહે તે જોવાની ફ૨જ આપણી પોતાની જ છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રHISાય
સંઘસન્માર્ગદર્શક, જૈનશાસનશિરતાજ, તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાના રહસ્યોને સાવ સરળ છતાંય સંપૂર્ણ શાસ્ત્ર સાપેક્ષ શૈલીમાં રજુ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરી મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છતા હજારો ભવ્યાત્માઓ સુધી પહોંચાડવા માટે અમોએ તેઓશ્રીજીના પુણ્ય નામને સાંકળી ‘પૂ.આ.શ્રી. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા’નું ગૂંથણ પ્રારંવ્યું હતું. પ્રથમ પાંચ વર્ષમાં વિવિધ વિષયક પ્રવચનોથી યુક્ત ૧૦૮ પુસ્તિકાનું પ્રકાશન સંપન્ન કર્યા બાદ એ જ શ્રેણીમાં અન્ય અનેક દળદાર પુસ્તકો તૈયાર કરી પ્રકાશિત કરાયાં છે.
આચારાંગ સૂત્ર - ધૂતાધ્યયનના પ્રારંભિક સાત ભાગોનું એક સાથે થયેલ પ્રકાશન પણ એનું જ એક યશસ્વી પાસું છે. '
હવે એ જ શ્રેણીમાં સોનેરી પૃષ્ઠ ઉમેરવારૂપ સંઘ સ્વરૂપ દર્શન ભાગ ૧-૨૩ નો સેટ નવતર રીતે છાપી પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અમને સાંપડ્યું છે.
આ ત્રણ ભાગમાં પ્રકાશિત થતાં ૧૧૮ પ્રવચનોનું સંપાદન પ્રવચનકાર પૂજ્યપાદ તપાગચ્છાધિરાજશ્રીજીની આજ્ઞાથી તેઓશ્રીમના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે કર્યું છે. આ એ જ પ્રવચનો વર્તમાનકાલીન જરૂરને ધ્યાનમાં લઈ ત્રણ ભાગરૂપે આ સાથે પુનઃ પ્રકાશિત કરાઈ રહ્યાં છે.
સૌ કોઈ આ પ્રવચનોનાં વાચન-શ્રવણાદિ દ્વારા ભવજલતારણહાર શ્રીસંઘનું વાસ્તવિક સ્વરૂપ જાણી, એને સત્યાર્થમાં આરાધી સર્વ કર્મનો ક્ષય કરવા સાથે શાશ્વત શિવપદને પ્રાપ્ત કરનારા બને એ જ અભિલાષા.
- Riel WEારત
Page #8
--------------------------------------------------------------------------
________________
હાર્દિક નિમોહી
સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સિંઘ સ્વરૂપ દર્શન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર
પ૦૦ નકલ અ.સૌ. ભારતીબેન મોહનભાઈ સંઘવીના વર્ષીતપની અનુમોદનાર્થે ભેરુ તારક તીર્થધામવાલા શ્રી ભરમલજી હુકમાજી સંઘવી પરિવાર -માલગામ શ્રી માણેકલાલ મોહોલાલ ઝવેરી પરિવાર હ. હેમેન્દ્રભાઈ ઝવેરી -મુંબઈ
૧૦૦ નકલ. શ્રી કકલચંદ હીરાચંદ અજબાણી – ધાનેરા શ્રી હિંમતલાલ શિવલાલ ટોપીવાલા - બોટાદ શ્રી વીરચંદ પૂનમચંદ શાહ – બાપલા શ્રી શાંતિલાલ ગમનાજી બાલાજી રાંકા - મંડાર
શ્રી રમણલાલ વાડીલાલ - આનંદ મંગલ 0 અ.સૌ. સુભદ્રાબેન કાંતિલાલ અમરતલાલ – વહેલાલ
શ્રી બાબુભાઈ લક્ષ્મીચંદ મહેતા પરિવાર - દાંતરાઈ • શ્રી મહેન્દ્રભાઈ ચીમનલાલ પરીખ -મુંબઈ
શ્રી પૂરણભાઈ સ્વરૂપચંદ શ્રોફ –મુંબઈ ૯ શ્રીમતી ચંપાબેન જયંતિલાલ દાનસંગભાઈ અજબાણી -ધાનેરા હરિબાઈ મૂળચંદ મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ –મુંબઈ હ. હરસુખભાઈ મહેતા અ.સૌ. વંદનાબેન શેખરભાઈ શાહ –મુંબઈ
શ્રી બાબુલાલ મંગળજી શાહ પરિવાર –ઉંબરી 0 શ્રીમતી કલાબેન કાંતિલાલ શાહ –જેતાવાડા શ્રી કેસરીચંદ મોતીચંદ -દમણ
(પાછળ)
Page #9
--------------------------------------------------------------------------
________________
શાર્દિક રાત્મકી
સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત થતા પુસ્તક સંઘ સ્વરૂપ દર્શન ભાગ -૧થી ૩ના સેટોને પહેલેથી નોંધાવી પ્રકાશન કાર્યમાં લાભ લેનાર પરિવાર
પ૦ નકલ શ્રી હસમુખભાઈ મોહનલાલ સાબુગોળા -અમદાવાદ ૦ શ્રી સનાભાઈ ચંદુલાલ દલાલ -અમદાવાદ
શ્રી અશોકભાઈ મોહનલાલ -મુલુંડ-મુંબઈ શ્રી જયંતિલાલ આત્મારામ શાહ -અમદાવાદ ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા -ધાનેરા સ્વ. પાવલબેન મણિલાલ નિહાલચંદ શાહ -પાલનપુર શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ -પિલુચા પૂ.સા.શ્રી જિનાજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે શ્રી પાનાચંદ નાનુભાઈ ઝવેરી-મુંબઈ પૂ.સા.શ્રી ચિત્તપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના સંયમ અનુમોદનાર્થે અ.સૌ. મીનાક્ષીબેન અનિલભાઈ ઝવેરી-મુંબઈ
3પ નકલ ૭ શ્રી કાંતિલાલ શિવલાલ ઝવેરી – મણિનગર શ્રી મોહનલાલ ભભૂતમલ શાહ – વિસલપુર (મણિનગર)
રૂ. ૧૧૦૦૦/શ્રી રીખવચંદ મોહનલાલ હ. ભરતભાઈ -સર્વોદયનગર -મુંબઈ શ્રી પાવલબેન મણિલાલ શાહ હ. રેખાબેન સુરેશભાઈ –પાલનપુર
આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો
એવી શુભેચ્છા પાઠવીએ છીએ.
લિ. શ્નન્સાઈ પ્રફાઇન
Page #10
--------------------------------------------------------------------------
________________
Thો વિકાસ
નમો તિત્કસ - પદ દ્વારા જગદુદ્ધારક, ત્રિલોકવંદ્ય, જગદ્ગુરુ અરિહંતો પણ જેને નમસ્કાર કરે છે, તે શ્રીસંઘ કેવો મહાન, મહનીય, સ્તવનીય, સ્પૃહણીય, આદરણીય હોય તે સમજાય તેવી વાત છે.
આજ સુધીમાં થયેલા અનેક મહાપુરુષોએ અનેક ગ્રંથોમાં શ્રીસંઘની અન્વય/વ્યતિરેકથી અનેક પ્રકારે સ્તવનાઓ કરી છે.
એ જ પરંપરાને અનુસરીને જૈન શાસનના - મહાન જ્યોતિર્ધર, દીર્ઘદર્શી, અમૂઢલક્ષી, સકળ સંઘ તાત્ત્વિક હિતચિંતક, પરમારાધ્ધપાદ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પોતાના “રામવિજયજી” તરીકેના પર્યાયમાં મુખ્યપણે શ્રી નંદીસૂત્ર અને અંતે શ્રી સંબોધ પ્રકરણનું અવલંબન લઈને વર્તમાન કાળના સંદર્ભમાં શ્રીસંઘના સ્વરૂપ અને કર્તવ્યનું યથાર્થ દર્શન કરાવી “માIIકુત્તો સંયો”ના શરણે રહીને ‘સેસો પુન દ્વિસંધામો'થી દૂર રહેવાનું ઉત્તમ માર્ગદર્શન આપ્યું છે
વિ.સં. ૨૦૩૦ની આસપાસ જ્યારે એ પ્રવચનોના સંપાદનની જવાબદારી મારા શીરે આવી, ત્યારે તો એક જ મન:કામના હતી કે, ૧૧૮ પ્રવચનો સુધી લંબાતી આ પ્રવચન શ્રેણીનું સદ્ય સંપાદન કરી પૂજ્યશ્રીના કરકમળમાં તેને સમર્પિત કરી શકીશ. પરંતુ ભવિતવ્યતાને કાંઈક જુદું જ મંજુર હશે. જેથી પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં માત્ર ચાર ભાગમાં ૯૭ સુધીનાં પ્રવચનો તૈયાર થઈ શક્યાં. અને ચાર ભાગરૂપે છપાઈ બહાર પડ્યાં. પૂજ્યશ્રીની વિદાયને બે વર્ષ જેવો કાળ વીત્યા પછી પણ તે પ્રવચન માળાને
Page #11
--------------------------------------------------------------------------
________________
પાંચમા ભાગ તરીકે સંપાદિત કરીને પૂર્ણ કરી શક્યો, તેને મારા જીવનની એક આનંદની ક્ષણ ગણું છું. જો કે પાંચેય ભાગના બધાં જ પ્રવચનોની પ્રેસ -કોપી પૂજ્યપાદશ્રીજીની ગીતાર્થ નજર હેઠળથી પસાર થઈ હતી, એ જેવું તેવું સૌભાગ્ય નથી. એ પાંચ ભાગમાં સમાયેલાં ૧૧૮ પ્રવચનો સંપૂર્ણપણે આવી જાય એ રીતે ત્રણ ભાગ વાળી આ તૃતીય આવૃત્તિનું સંપાદન કર્યું છે.
| બે ભાગરૂપે પહેલી આવૃત્તિમાં ૪૦ જેટલાં પ્રવચનો વીરશાસન કાર્યાલય તરફથી પ્રકાશિત થયાં હતાં. તો પાંચ ભાગરૂપે બીજી આવૃત્તિમાં ૧૧૮ જેટલાં પ્રવચનો શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયાં હતાં. તે ત્રીજી આવૃત્તિરૂપે હવે સન્માર્ગ પ્રકાશન તરફથી પ્રકાશિત થઈ રહ્યાં છે.
- પૂજ્યશ્રીએ આચારાંગ સૂત્રને અવલંબીને આપેલ આશરે ૨૨૦ પ્રવચનો કે જે અદ્યાવધિ અડઘા ઉપરાંત અપ્રકાશિત છે, તેનું સંપાદન-સંકલન સ્વ. પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં જ તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થયેલ આજ્ઞાથી ચાલુ કર્યું હતું, જે આશરે ૧૫ ભાગમાં તૈયાર થશે, એમાંથી ભાગ ૧થી ૭ પ્રકાશિત થઈ પણ ચૂક્યા છે, જ્યારે બાકીના ભાગોનું કામ ચાલી રહ્યું છે. તે તેઓશ્રીની જ કૃપાથી વિનાવિલંબે પરિપૂર્ણ થાય એમ ઇચ્છું છું.
પ્રાંતે આ પ્રવચનોના સંપાદનમાં અજ્ઞાતપણે પણ શ્રી શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કાંઈ સંપાદિત થયું હોય તો તેની ક્ષમાયાચના સહ પ્રસ્તુત સંપાદનથી જે કાંઈ સુકૃત પ્રાપ્ત થયું હોય, તેનાથી જગતના જીવમાત્રને શ્રીસંઘનું અંગ બનાવવાની ક્ષમતા પામી, સ્વપરનું સાચું હિત સાધી શકું એ જ એક મન:કામના.
વિ.સં. ૨૦૬૨ :
ભાદરવા વદ ૧૪ : તા. ૨૧-૯-૨૦૦૬, ગુરુવાર પૂ. બાપજી મહારાજાની
સ્વર્ગતિથિ સ્મૃતિમંદિર, સાબરમતી.
.... વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી.
વિજય ગુણયશસૂરીશ્વરજી મ.સા.નો ચરણરેણુ વિજય કીર્તિયશસૂરિ
Page #12
--------------------------------------------------------------------------
________________
ISH
F
Jef
મું
J
Isis
Az 19 de nivelk was the see suspes is 31 D
pd
વિધા પ્રથમ આવૃત્તિના 7500191
JSIP
પહેલા-બીજા ભાગનું
નવુ
પ
....પ્રાસ્તાવિક zer
HIT LIKE UP & ch 1 આ વીસમી સદીમાં પરમપુરુષ તરીકે વિશ્વવિશ્રુત થયેલા સ્વર્ગત ન્યાયાંભોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજાના સમસ્ત સાધુ સમુહે અને ભક્ત સમૂહે પ્રતિષ્ઠાપિત કરેલા પટ્ટપ્રભાવક સ્વર્ગસ્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સકલાગમ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ આજે જયવંતા વર્તે છે. તેઓશ્રીના શિષ્યવર્ય સિદ્ધાંતમહોદધિ વાચકવર્ય શ્રીમદ્ પ્રેમવિજયજી ગણિવર પણ આજે જયવંતા વર્તે છે. આ પૂજ્યવરના પરમ વિનેય બાલબ્રહ્મચારી, શાસન-પ્રભાવક, વ્યાખ્યાન-વાચસ્પતિ પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવર, પ્રસ્તુત ગ્રન્થ ““શ્રીસંઘનું સ્વરૂપ”માં અપાયેલાં પ્રવચનોના દાતા છે.
૧.પહેલી આવૃત્તિ પ્રસંગે આ નામ હતું.
Page #13
--------------------------------------------------------------------------
________________
પતિપ્રાચTHIRTો
પoિldmયિય
પૂ. પંન્યાસપ્રવરશ્રીએ બાલવય ને યુવાવયની મધ્યમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. ચરમ તીર્થપતિ શ્રીમાન મહાવીરદેવના સમ્યક્ત પ્રાપ્તિ પછીનો જેમ સત્તાવીશ ભવની નોંધ શ્રી જૈનશાસને લીધી છે, તેમજ પૂર્વકાળના સાધુપુરુષોનાં જીવનો જે કાંઈ ઉપલબ્ધ થાય છે, તેમાં પ્રાયઃ પ્રભુશાસનમાં વિશિષ્ટ રીતે આવ્યા પછીની જ નોંધ હોય છે. એટલે પૂ. પંન્યાસપ્રવરશ્રીનું સાચું જીવન તો તેઓશ્રીની સત્તર વર્ષની વયથી જ શરૂ થાય છે. પરંતુ તેઓશ્રીની તીવ્ર બુદ્ધિ, ગુરુદેવો પ્રત્યેની વિનયશીલતા અને અધ્યયન કરવાની ખંત તેઓશ્રીની પ્રગતિને વેગવંતી બનાવે છે. થોડા જ વખતમાં તેઓશ્રી સંસ્કૃત, પ્રાકૃત અને માગધી ભાષા ઉપર કાબુ મેળવે છે, તેમજ જૈનદર્શનનાં અર્થગંભીર સૂત્રોનો સારામાં સારો અભ્યાસ કરી લે છે. ઉપરાંત જૈનેતર દર્શનો વિષે પણ તેઓશ્રી થોડા જ વખતમાં સારી વિદ્વત્તા પ્રાપ્ત કરે છે. છેઆ વિદ્વત્તાને તેઓશ્રીની સ્વાભાવિક તાર્કિક શક્તિ ખૂબ ખીલવે છે. તેઓશ્રી પોતાની પાસે શંકા નિવારણ કે વાદ કરવા આવનારને માત્ર શાસ્ત્ર પાઠો દર્શાવીને જ શાંત કરતા નથી, પરંતુ તાર્કિક દલીલોનો તાર્કિક પદ્ધતિથી પણ સંતોષકારક જવાબ આપીને જૈનમતનું પ્રતિપાદન કરે છે. આવી શક્તિ પૂર્વભવની અપૂર્વ આરાધના અને સંસ્કારિતા વિના કેમ જ સંભવે ? [ પૂ. પંન્યાસપ્રવરશ્રીની વાણી શ્રોતાજનોને ખૂબ જ મોહક, રોચક અને બોધક લાગે છે. તેઓશ્રીની દરેક વિષયમાં તલસ્પર્શી વિવેચના શ્રોતાઓના અને વિરોધીઓના અંતરને પણ હચમચાવી મૂકે છે. મુંબઈમાં જ્યારે તેઓશ્રીનાં જાહેર પ્રવચનો થતાં, ત્યારે હજારો જૈનો અને જૈનતરોની ઠઠ જામતી. જેઓએ ટાઉન હોલની સભાનું, શ્રી મહાવીર વિદ્યાલય વ્યાખ્યાન હોલમાં મળેલી સભાનું અને લાલવાડીમાં થયેલી અનેક સભાઓનું દૃશ્ય નિહાળ્યું છે, તેઓ મુક્તકંઠે કહે છે કે, “કોઈપણ ધર્મગુરુના ધાર્મિક પ્રવચનમાં આવો ઉભરાતો માનવસાગર કદી પણ જોયો નથી !”
પૂ. પંન્યાસપ્રવરશ્રી જૈન ધર્મગુરુ હોવા છતાંય, તેઓશ્રી જ્યારે જાહેર પ્રવચનો આપે
Page #14
--------------------------------------------------------------------------
________________
છે, ત્યારે જૈનો અને જૈનેતરોને તે વ્યાખ્યાનો એકસરખી રીતે ઉપયોગી ને બોધક નીવડે છે. ચોમેર વ્યાપી રહેલા અને વ્યાપતા જતા જડવાદના આ યુગમાં આત્મવાદનો દુદુભિનાદ ગજવનાર આ શક્તિશાળી મહાત્માને જ્યારે જ્યારે હિંદુ, મુસલમાન, પારસી કે અન્ય કોમવાળાએ સાંભળ્યા છે, ત્યારે ત્યારે તેમણે પૂ. પંન્યાસપ્રવરશ્રીની અને જૈનધર્મના સંગીન તત્ત્વોની પ્રશંસા કરી છે. પ્રભુ શાસનની આ એક અનુપમ પ્રભાવના જ છે. - પૂ. પંન્યાસપ્રવરશ્રીના ટૂંક જીવનમાં સૌથી વધુ મહત્વનું કામ તો એ થયું છે કે, તેઓશ્રીએ અનેક યુવાનોને ઉન્માર્ગમાંથી બચાવી લઈને સન્માર્ગમાં સ્થાપિત કર્યા છે અને આથી જ તેઓશ્રી આજે “યુવાનોના તારણહાર” તરીકે પણ ઓળખાય છે. પાશ્ચાત્ય શિક્ષણ, પશ્ચિમાત્ય સંસ્કાર અને આત્મહિતને સંહારનારા જડવાદ તરફ ઝૂકેલો જુવાન, કુલસંસ્કાર, પૂર્વ સંસ્કાર કે જિજ્ઞાસાના યોગે તેઓશ્રીમદ્ પાસે આવતાં. તેઓશ્રીના સદુપદેશથી આત્માનુલક્ષી બની જાય છે. આજે આવા સંખ્યાબંધ જુવાનો છે એટલું જ નહિ, પરંતુ આ પૂજ્યવર જોડે ચર્ચાસ્પદ વિષયોમાં વાદ કરવા આવેલો અને વિરોધભાવ ધરાવનારો આજનો યુવાન શિક્ષિત પણ જ્યારે તેઓશ્રી પાસે આવે છે, પોતાની દલીલોના મજબૂત રદીયા મેળવે છે અને આત્મહિતની પ્રેરણા પાતો સચોટ ઉપદેશ સાંભળે છે, ત્યારે એનો ગર્વ ગળી જાય છે. એની વાદ કરવાની વૃત્તિ નષ્ટ થઈ જાય છે. પ્રભુ શાસનનો સેવક બનીને તે આત્મવાદ તરફ ઝૂકે છે. આજે શાસનસેવામાં પોતાનાં તન, મન, ધન ખર્ચનાર કેટલાય જુવાનો પહેલાં આ પૂજ્યવરના વિરોધી હતા, પણ પાછળથી તેઓશ્રીના પરિચયમાં આવતાં તેઓનો જીવનપલ્ટો થયાનું તેઓ કબુલે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
ટૂંકમાં, જૈનો અને જૈનેતરોમાં આજે આ પૂ. પંન્યાસપ્રવરશ્રીનો મોટો ભક્તસમૂહ છે. તેઓશ્રીની પ્રભાવક પ્રવચનશક્તિ કઈ જૈનેતરોના અંતરમાં વર્ષો પછી પણ પૂ. પંન્યાસપ્રવરશ્રી માટે માન ઉત્પન્ન કરે તેવી રીતે અંકાઈ ગઈ છે. મુંબઈની સ્મોલ કોઝ કોર્ટના રીટાયર્ડ જજ, સાક્ષરવર્ય દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, જાણીતા દેશસેવક જમનાદાસ માધવજી મહેતા બાર. એટ લો અને મુંબઈની વિલ્સન કોલેજના પ્રોફેસર મંજુલાલ દવે વગેરે જૈનેતર વિદ્વાનોએ આ પૂ. પંન્યાસપ્રવરશ્રીની ખૂબ જ જાહેર પ્રશંસા કરી છે.
વિ.સં. ૧૯૮૫, એટલે કે ઈ.સ. ૧૯૨૯નું ચાતુર્માસ મુંબઈના શ્રીસંઘની આગ્રહભરી વર્ષોની વિનંતીથી, પૂ. પંન્યાસપ્રવરશ્રીએ, પોતાના પરમગુરુ અને ગુરુદેવની પુણ્ય છાયામાં મુંબઈમાં કર્યું હતું. ) - ઈ.સ. ૧૯૨૯માં જૈન સમાજનું વાતાવરણ ખૂબ સંક્ષુબ્ધ હતું. શાસનદ્રોહીઓ ઠેર ઠેર સંઘના નામે પ્રવૃત્તિ અને ઠરાવો કરતા હતા અને લોકોને છેતરતા હતા. પાંચસોમાંથી પાંચ ભેગા થઈ ઠરાવ કરે અને સંઘના નામે જાહેર કરે. પોતાની દરેક પ્રવૃત્તિ, એ પચીસમા તીર્થંકર વત્ પૂજ્ય શ્રીસંઘની છે, એવી ભ્રમણા તેઓ ફેલાવી રહ્યા હતા. આવા શાસનદ્રોહીઓની કાળી પ્રવૃત્તિઓનું પૂ. સુવિહિત સાધુવરો ખંડન કરતા હતા, ત્યારે તેઓ એવો ભ્રમ ઉત્પન્ન કરવાને મથતા કે, “આ સાધુઓ શ્રીસંઘનું અપમાન કરે છે.” જ્યારે સાધુઓ કહેતા કે, “શાસનદ્રોહની પ્રવૃત્તિ કરનાર સમૂહ એ તીર્થકરવતુ પૂજ્ય તો નથી જ, પરંતુ હાડકાંના સમૂહરૂપ છે.” ત્યારે એ લોકો જનતાને એમ જ સમજાવીને ઉશ્કેરતા કે, “જોયું, શ્રી તીર્થંકર ભગવાન જે શ્રીસંઘને નમીને દેશના દેવા બેસે, પૂર્વાચાર્યો જેને પચીસમા તીર્થંકરવતુ પૂજ્ય હોવાનું કહે અને જે શ્રીસંઘની આજ્ઞા દરેક જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા દરેકે મસ્તકે ચઢાવવી જોઈએ, તેવા શ્રીસંઘને આ સાધુઓ હાડકાંનો સમૂહ કહે છે.”
30
Page #16
--------------------------------------------------------------------------
________________
[ આ સંજોગો વચ્ચે ૧-શ્રી તીર્થકરવતુ પૂજ્ય શ્રીસંઘ કોને કહેવાય?, ૨-કયા સમૂહને હાડકાંનો સમૂહ કહેવાય?, ૩-ગુણહીન શ્રાવક સંઘ સુવિહિત સાધુને આજ્ઞા કરી શકે કે નહિ? અને ૪-ગુણહીન શ્રાવક સંઘ આજ્ઞા કરે અને સુવિહિત સાધુઓ તે ન માને તો તેને શ્રી તીર્થકરવત્ પૂજ્ય શ્રીસંઘનું અપમાન ગણાય કે નહિ ? આ બાબતો શાસ્ત્રદષ્ટિએ સ્પષ્ટ થવાની અનિવાર્ય આવશ્યકતા જણાવાથી, મુંબઈના ધર્મિ-સમાજે એ આવશ્યકતાની પૂર્તિ કરવાની પૂ.પંન્યાસપ્રવરશ્રીને નમ્ર વિજ્ઞપ્તિ કરતાં તે પૂજ્યવરે તે સ્વીકારી અને મુંબઈ-લાલબાગમાં તા. ૧૫-૧૨-૧૯૨૯ના દિવસથી “શ્રીસંઘનું સ્વરૂપ” વિષયક વ્યાખ્યાનો શરૂ થયાં. મુંબઈમાં તેમજ મુંબઈના પરામાં વસતા દેશદેશાવરનાં સેંકડો જૈન સ્ત્રી-પુરુષોએ આ વ્યાખ્યાનો નિયમિત સાંભળ્યાં. તેમજ પૂ. પંન્યાસપ્રવરશ્રીનાં જ વ્યાખ્યાનોને પ્રસિદ્ધ કરનાર “જૈન પ્રવચન” સાપ્તાહિકના વાંચકો હજુ પણ તે વ્યાખ્યાનો વાંચે છે. શ્રીસંઘોમાં આ પ્રવચનોએ સુંદર અસર નિપજાવી અને વડોદરાના સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધનો સંખ્યાબંધ સંઘોએ કરેલો પ્રબલ વિરોધ એ તેનો તાદૃશ્ય પુરાવો છે.
શ્રી નંદીસૂત્રના આધારે આ વ્યાખ્યાનો અપાયાં છે. શ્રી નંદીસૂત્રકારે 'મંગલાચરણમાં ૧-નગર, ૨-ચક્ર, ૩-રથ, ૪-કમલ, પ-ચંદ્ર, સૂર્ય, ૭-સાગર અને ૮-મેરુ એમ આઠ ઉપમાથી શ્રીસંઘની સ્તવના કરી છે. શ્રી નંદીસૂત્રના ટીકાકાર મહર્ષિ શ્રી મલયગિરિજી મહારાજે તે તે ઉપમાઓ ઉપર વિશેષ વિવેચન કર્યું છે અને પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રીએ તેના જ આધારે પ્રસ્તુત પ્રવચનો આપ્યાં છે. આ વિષે તેઓશ્રીએ આપેલાં પ્રવચનોથી કોણ જાણે કેટલાક ગ્રંથ ભરાશે, પરંતુ આ ગ્રંથમાં તો માત્ર પહેલાં બાવીસ (બીજી આવૃત્તિમાં પચ્ચીસ) અને બીજા ભાગમાં તેવીસથી ચાલીસ (બીજી આવૃત્તિમાં છવ્વીસથી એકાવન) વ્યાખ્યાનોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પહેલાં એકવીસ વ્યાખ્યાનોમાં પહેલી સાત ઉપમાઓ આવી જાય છે અને બાવીસમાંથી શ્રી મેરુપર્વતની ઉપમા શરૂ થાય છે. વાહ 1100 150 1150 151 2
પ્રાંતે આ સંગ્રહમાં જે કાંઈ દોષ રહેવા પામ્યો હોય, તદર્થે ક્ષમા યાચી વિરમીએ છીએ.
- શ્રી વીરશાસન કાર્યાલય, અમદાવાદ.
૧૧
Page #17
--------------------------------------------------------------------------
________________
(દ્વિતીય આવૃત્તિના એકથી પાંચ ભરત અં? ,
ન શકાફાકg GિIST]
શ્રી નંદીસૂત્ર અને તેના ઉપર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજાએ રચેલી ટીકાને અવલંબીને અપાયેલાં આ પ્રવચનોમાં શ્રીસંઘનું સ્વરૂપ, તેની મહત્તા, તેની મર્યાદાઓ, તેની ફરજો ઇત્યાદિ વિષયક અત્યંત વિશદ અને મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. વિ.સં. ૧૯૮૫-૮૬ના એ સંક્રાતિ કાળમાં હજારોની મેદની સમક્ષ થતાં એ પ્રવચનોએ મોહમસ્ત મુંબઈ નગરીના વિલાસી વાતાવરણમાં ધર્મની એક અદ્ભુત ચેતના ફેલાવી હતી – એ એવો સમય હતો કે જે વખતે જૈન સંઘનો જ ગણાતો અમુક વર્ગ મુક્તિના રાજમાર્ગ સ્વરૂપ દીક્ષામાર્ગને નષ્ટ,કરવા કટિબદ્ધ થયો હતો. એટલું જ નહિ. પણ ઉદ્યાપન, ઉપધાન, સાધર્મિક વાત્સલ્ય જેવા પવિત્ર ધર્માનુષ્ઠાનો સામે પણ એ વર્ગે ઝનૂની આક્રમણ શરૂ કર્યું હતું. સુધારાના નામે અનેક કુધારાઓને અમલી બનાવવા તનતોડ પ્રયત્નો તેણે આરંભ્યા હતા. લોકહેરી અને ગાંધીવાદના ચલતા પ્રવાહમાં ખેંચાયેલા કેટલાક સાધુઓ તેમજ સમાજમાં શિક્ષિત ગણાતી કેટલીક નામાંકિત વ્યક્તિઓનો પણ એ ટોળાંને સીધો તેમજ આડકતરો સાથ મળવાથી શ્રી જૈનસંઘના મોટા ભાગનો અજ્ઞાન અને ભદ્રિક વર્ગ એ જાળમાં ફસાઈ ધર્મવિમુખ બનતો જતો હતો. એવા વિકટ અને આક્રમક ઝંઝાવાતના સમયે પૂજ્ય પ્રવચનકારશ્રીએ પહાડની જેમ નિશ્ચલ રહીને પોતાના નીડર વ્યક્તિત્વ અને અખ્ખલિત વાણી પ્રવાહ દ્વારા શ્રી જૈન શાસનના પવિત્ર દીક્ષામાર્ગ અને કલ્યાણકારી ધર્માનુષ્ઠાનો જેવા સનાતન સત્યોનું રક્ષણ કરવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો અને ધર્મ વિરોધીઓના બળને છિન્નભિન્ન કરવામાં તેઓશ્રીના એ પુરુષાર્થે કેવો સફળ ભાગ ભજવ્યો, તે તે સમયના ઇતિહાસના પરિચિતો સારી રીતે જાણે છે. આજના વિષમ વાતાવરણમાં પણ કોઈપણ જાતના અવરોધ વિના સરળતાથી વહી રહેલો દીક્ષા માર્ગ વિશેષતયા એ પુણ્ય પુરુષના અથાગ પ્રયત્નોને આભારી છે, તેમ કહીએ તો તેમાં કાંઈ અતિશયોક્તિ જેવું નથી. આવી પશ્ચાદુ ભૂમિકાને દૃષ્ટિપથમાં રાખી પ્રસ્તુત પ્રવચનોનું વાંચક કરવા વાચકોને નમ્ર સૂચન છે.
૧૨
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી નંદીસૂત્રના કર્તા મહર્ષિએ નગર આદિ આઠ મનોહર ઉપમાઓ દ્વારા શ્રીસંઘની સ્તવના કરી છે. તે પ્રત્યેક ઉપમાઓનું અવલંબન લઈને તત્કાલીન શ્રીસંઘમાં પ્રવર્તતી કેટલીક ગેરસમજૂતિઓનું સચોટ દિગ્દર્શન કરાવવાપૂર્વક શ્રીસંઘનું વાસ્તવિક વિશદ દર્શન આ પ્રવચન સંગ્રહમાં કરાવવામાં આવ્યું છે. એમાંના એકાવન પ્રવચનો પૂર્વે શ્રી જૈન પ્રવચન સાપ્તાહિકમાં પ્રકાશિત થઈ ચૂકેલાં છે. તે પૈકીનાં ચાલીસ પ્રવચનો ‘શ્રીસંઘનું સ્વરૂપ' બે ભાગમાં પુસ્તકરૂપે પણ પૂર્વે, શ્રી વી૨ શાસન કાર્યાલય દ્વારા પ્રકાશિત થયેલાં છે, પરંતુ હાલ તે ઉપલબ્ધ નથી. આ વ્યાખ્યાનો પુનઃ પ્રકાશિત થાય તે માટે ઘણા જિજ્ઞાસુઓની માંગ હતી. તે માંગ પુરી પાડવાના પ્રયત્નરૂપે પ્રથમ ભાગમાં પચીસ વ્યાખ્યાનો તેમજ તેના અનુસંધાનમાં કેટલાંક પરિશિષ્ટો પ્રકાશિત થયાં છે. બીજા ભાગમાં છવ્વીસથી એકાવન એમ કુલ છવ્વીસ પ્રગટ થયાં છે. ત્રીજા ભાગમાં પૂર્વે પ્રગટ નહિ થયેલાં બાવનથી છોંતેર એમ કુલ પચ્ચીસ પ્રવચનો પ્રગટ થયાં છે. ચોથા ભાગમાં સીત્યોતેથી સત્તાણું એમ કુલ એકવીસ પ્રવચનો પ્રગટ થયાં છે અને પાંચમા ભાગમાં ૯૮ થી ૧૧૮ એમ કુલ એકવીસ પ્રવચનો પ્રગટ થાય છે અને આ રીતે સંઘના સ્વરૂપને સમજાવતાં ૧૧૮ પ્રવચનોમાં આ વિષય સમાપ્ત થાય છે. Resu
આ સઘળાં મુદ્રિત-અમુદ્રિત વ્યાખ્યાનોનું પુનરાવલોકન, સંકલન અને સંપાદન કરી આપવા બદલ ૫૨મ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીજીના તપસ્વી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મહારા મહારાજના અમે અત્યંત ઋણી છીએ. ઉપરાંત બીજા પણ જેઓ ત૨ફથી આ પ્રકાશમાં સીધી યા આડકતરી સહાય મળી છે તે સૌના અમે અત્યંત આભારી છીએ.
અંતમાં, આ પુસ્તક પ્રકાશનમાં ભગવાન શ્રી જિનેશ્વર ભગવાન શ્રી જિનેશ્વર દેવોની આજ્ઞા વિરુદ્ધ કે શ્રી પ્રવચનકાર મહાત્માના વાસ્તવિક આશયથી વિરુદ્ધ કોઈપણ ઉક્તિ પ્રગટ થઈ જવા પામી હોય તો તે અંગે મિચ્છા મિ દુક્કડં દેવા સાથે પ્રૂફ સંશોધનની ત્રુટિ કે પ્રેસ દોષ જેવા અન્ય કારણે જે કાંઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તે માટે ક્ષમાયાચનાપૂર્વક સુજ્ઞ વાચકોને સુધારીને વાંચવા ભલામણ સાથે વિરમીએ છીએ.
- શ્રી જિનવાણી પ્રચારક ટ્રસ્ટ - મુંબઈ (બીજી આવૃત્તિના એકથી પાંચ ભાગની પ્રસ્તાવનામાંથી ટુંકાવીને)
૧૩
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉGE BE KE છે ?
હા ?
एगो साहु एगा य साहुणी, सावओ य सड्डी वा ।
आणाजुत्तो संघो, सेसो पुण अट्ठिसंघाओ ।। - એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ જો જિનાજ્ઞાથી યુક્ત હોય તો તે ‘સંઘ’ છે. એ સિવાયનો (જિનાજ્ઞાહિત) તો હાડકાંનો ઢગલો છે.
– પૂ.આ.શ્રી હરિભદ્રસૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં. अम्मापियसारिच्छो, सिवघरथंभो य होइ सुसंघो ।
आणाबज्झो संघो, सप्पुव्व भयंकरो होइ ।। | મા-બાપ, સમાન, મોક્ષરૂપી મહેલના મોભ સમાન સુસંઘ હોય છે; જ્યારે જિનાજ્ઞા રહિત સંઘ સર્પની જેમ ભયંકર હોય છે. |
- પૂ.આ.શ્રી. હરિભદ્રસૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં
सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स । P 4 आणाभट्ठाओ बहुजणाओ मा भणह संघु त्ति ।।
સુખશીલીયા, સ્વચ્છંદ આચરણા કરનાર, મોક્ષમાર્ગના વૈરી અને જિનાજ્ઞાથી ભ્રષ્ટ એવા ઘણા લોકો હોય તો પણ તેને ‘સંઘ’ ન કહો !
- પૂ.આ.શ્રી. હરિભદ્ર સુ.મ.સા. સંબોધ પ્રકરણમાં इक्को वि नायवाई, अवलंबंतो विसुद्धववहारं ।
सो होइ भावसंघो, जिणाणमाणं अलंघतो ।। ન્યાયવાદી, વિશુદ્ધ વ્યવહારનો આશ્રય કરતાં, જિનેશ્વરની આજ્ઞાને નહિ ઓળંગતો એક પણ હોય તો તે ભાવ સંઘ છે.
- પૂ.આ.શ્રી. હરિભદ્ર સૂ.મ.સા. સંબોધ પ્રકરણમાં सो धन्नो सो पुन्नो, स माणणिज्जो य वंदणिज्जो य ।
गड्डरिगाइपवाहं, मुत्तुं जो मन्नए आणं ।। તે ધન્ય છે, તે પુણ્યવાન છે, તે માનનીય છે, તે વંદનીય છે, કે જે ગાડરિયો પ્રવાહ છોડીને જિનાજ્ઞાને માને છે.
- સમ્યકત્વકુલક
Page #20
--------------------------------------------------------------------------
________________
ગંદા
૨C[9]
શe
વર્તમાન પરિવાર )
0ા થઇ ગઇ છે.) જૈન સંઘના ' ' ,
એટલે જ Tags આપણા સહુના ઝg . . આચાર-વિચાર અને ઉચ્ચારના કથળેલા અને કથળતા કવિ કાલિ (1) D
સ્તરને કાના [2]=>g) js Jes) છે. 114 vies - ફરી.
fillo fois file illes (en5 ઉપર ઉઠાવવા
Up 25 arris (@B) 5 M ale () અને
છે ||gb] કુદી જ્વલંત બનાવવા In 19 રાંડ 08 05
-માટે ગઇ રાઝદાર સંઘ સ્વરૂ૫ દર્શનનાં-ઝંઝાવાતી પ્રવચનો કે ! (છે) છે ?
હતી વાંચવા જ રહ્યાં, તારા પરિવારને પ્રારા થી વોક ડાયરો ર સફ
સ્વજનોને વાર મિત્રોને પણ
વિંચાવવા જ રહ્યાં, કલ્યાણની કેડી પર બિનદાસ્ત ગતિશીલ કરી
થવા માટે આ પ્રવચનો પ્રેરક ભોમિયાનંsal Sાઈ ગોગોઇ ઉર કર્તવ્ય અદા કરશે.
૧પ
Page #21
--------------------------------------------------------------------------
________________
સંઘ
પ દર્શન -૨
પ્ર.નં. વિષય
પૃ.નં.
૧ (41) : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! ૨ (42) : કાંક્ષાનું મૂળ – અનુકૂળતાની ઇચ્છા ૫૮૮
૫૭૧
૩ (43) : ઉપકાર-અપકારનો વિવેક
૬૦૦
૪ (44) : સંસારનું સર્જન રાગથી,
વિસર્જન ત્યાગથી
૬૧૧
ધર્મ શા માટે ધર્મ પાસે શું મગાય ? ૬૩૦
૫ (45) ૬ (46) : સંસારના સુખ
માટે ધર્મ કેમ ન થાય ? ૭ (47) : ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર ૮ (48) : ધર્મમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ
૯ (49) : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા
૧૦ (50) : સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ ૧૧ (51) : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય ૧૨ (52) : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ
૧૩ (53) : વિચારધારાને નિર્મળ બનાવો ! ૧૪ (54) ઃ શાસનની રક્ષામાં પ્રભુસેવા ! ૧૫ (55) : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ૧૭ (56) : સાધર્મિક ભક્તિ ૧૭ (57) : સંસારમાં રહે ન ૨મે, તે સંઘ
હું છતાં સંસારમાં
૧૮ (58) : જો ધર્મની કિંમત
સમજાય તો ધર્મ આવે
..... પ્રવચન ક્રમ દર્શન
વિષય
પૃ.નં.
: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય ભવિષ્યનો વિચાર કરો !
૨૧ (61) :
૨૨ (62) : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો !
૨૩ (63) : વિવેકદૃષ્ટિની અનિવાર્યખા ૨૪ (64) : ધર્મ અને સંવેગ
૭૪૭
ૐ | ૨૫ (65) : ભવ ભયંકર : મોક્ષ ભદ્રં કર ૨૬ (66) : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે
૩૬૦
૧૯ (59) : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય
666
૬૮૭
૬૯૭
૭૧૩
eic
પ્ર.નં.
૨૦ (60)
૧૦૩ ૩૪ ૭૫૫૨
૭૪૧ |
૩૪ (74) : ધર્મોપદેશકો ભાટ
જેવા બને છે, ત્યારે ! ? ૭૬૯ | ૩૫ (75) ઃ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ,
૭૮૩
ત્યાગ નથી
isse
૩૬ (76) : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ ૭૯૪ – ૩૭ (77) : સંઘની મર્યાદા
૩૮ (78): મુનિજીવનની મર્યાદાઓ
८४०
૯૫૭
૨૭ (67) : ધર્મની મહત્તા સ્વતઃ સિદ્ધ છે ૨૮ (68) : અદાલતના આંગણે ૨૯ (69) : સાવધ રહેવાની જરૂર
૯૭૪
૯૯૩
૩૦ (70) : સર્વત્ર ત્યાગની જ વાત
૧૦૧૨
૩૧ (71) : જેનાથી ડૂબ્યા એનાથી તરવાનું ૧૦૨૮ ૩૨ (72) : રક્ષા માટે રોષ પણ જરૂરી ૩૩ (73) : વફાદારી તો શાસનના
૧૦૪૫
SE} ચરણે જ
૮૦૫ ૨ ૩૯ (79) ઃ સેવા વિનશ્વરની કે
અવિનશ્વરી ? ૮૨૦ ૪૦ (80) ઃ મુક્તિ માટે જીવનનો સટ્ટો
રણ
૨૨૦ ૪૦ (૭૦)
00
૮૩૫
૮૭૧
८८०
૮૯૭
૯૧૨
૯૨૪
૧૦૬૦
૧૦૭૫
૧૦૮૯
૧૧૧૦
૧૧૨૮
૧૧૪૩
૧૧૫૫
૧૧૭૨
Page #22
--------------------------------------------------------------------------
________________
૧ઃ શંકાથી સર્જાતી અનર્થની પરંપરા !
વીર સં.૨૪૫૯,વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૧૦, શુક્રવાર, તા. ૨૪-૧-૧૯૩૦
• પહેલો દોષ શંકા : • શંકાદોષનો ઉપસંહાર : • શંકાને આધીન આચાર્ય અષાઢાભૂતિની દશા : • આષાઢાભૂતિ આચાર્યનું ગુણસમૃદ્ધ જીવન:
પરોપકારકરણ : • શિષ્યોને આજ્ઞા : • હૃદયમાં ઉદ્ભવેલી શકી અને પતન : • પ્રતિબોધના ઉપાયો : • પૃથ્વીકાયે કહેલી કથા : • અપૂકાયે કહેલી કથા :
તેજસ્કાયે કહેલી કથા : છે વાયુકાયે કહેલી કથા : ૦ વનસ્પતિકાયે કહેલી કથા : • ત્રસકાયે કહેલી કથા : • પ્રયત્નની સફળતા : છે. કથાનકનો ઉપસંહાર :
પહેલો દોષ શંકા ! - સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની વિવિધ પ્રકારે સ્તવના કરતાં, શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓ આપ્યા બાદ શ્રી મેરૂશૈલની ઉપમા આપે છે. મેરૂની પીઠ શ્રેષ્ઠ વજરત્નની છે, તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજરત્નની છે. મેરૂ પર્વતની પીઠ જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. તેમ શ્રીસંઘરૂપ મેરૂશૈલની સમ્યગ્દર્શન રૂપ પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દોષ એ છિદ્ર જેવા છે, એ જો મેરૂના મૂળમાં છિદ્ર પડે તો કુમતની વાસનારૂપ જળ તેમાં ઘૂસે અને તેમ થાય તો શૈલ ઢીલો થાય. દોષો પાંચ છે; તેમાં પહેલો દોષ શંકા છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
52
શંકાંદોષનો ઉપસંહાર:
શ્રી જિનેશ્વરદેવનાં વચનો સ્વાભાવિક હોઈ એમાં શંકાને સ્થાન નથી, છતાં મતિદુર્બલતા વગેરે કારણે શંકા થવાની સંભાવના છે, તે હેતુઓથી કદાચ શંકા થઈ જાય તો તેને પરમોપકારી પરમર્ષિઓએ ફરમાવેલી વિચારણાથી ગતિમાન આત્મા શમાવી શકે છે; અને એવો નિર્ણય કરી શકે છે કે, “વગર ઉપકારે પરનો અનુગ્રહ કરનારા, રાગ, દ્વેષ અને મોહને જીતનારા, એ જ કારણે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ, એવા શ્રી જિનેશ્વરદેવોને અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી. એ જ કારણે તે પરમર્ષિઓના મુખમાંથી અસત્ય વચન કદી નીકળે જ નહિ.” આવા અનુપમ નિર્ણય દ્વારા, શ્રીસંઘરૂપ મેરૂ શૈલની સમ્યગદર્શન રૂપ શ્રેષ્ઠ વજરત્નમણી, પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષો પૈકીના પ્રથમ અને મહાદોષરૂપ શંકાનો સમૂળ નાશ કરવા માટે કલ્યાણના અર્થીએ સદાય સુસજ્જ રહેવું ઘટે. * *
જો આ દોષ હૃદયમાં જન્મ ન પામે તો કાંક્ષા આદિ દોષો પ્રગટવાની, સંભાવના પણ ઘણી જ ઓછી છે. જે આત્માઓનું હૃદય “શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાની આરાધનામાં જ આત્માની મુક્તિ છે એવી માન્યતામાં દૃઢ નિશ્ચયવાળું છે, તે આત્માઓ ભાગ્યે જ “કાંક્ષા' આદિ દોષોથી દૂષિત થઈ શકે છે. પ્રભુવચનમાં નિઃશંક દશા, આત્માને અનેક દોષોથી સહેજે સહેજે બચાવી લે છે. એ જ કારણે કલ્યાણના અર્થી આત્માઓએ, પ્રભુવચનમાં નિઃશંક રહી શકાય એવા જ સંયોગોમાં રહેવું જોઈએ; અને ક્ષણે ક્ષણે નિષ્કારણ ઉપકારી એવા શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનું અને તે પરમતારક પરમર્ષિઓની એકાંતહિતકર આજ્ઞાનું નિરંતર શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરવું જોઈએ. શંકાને આધીન આચાર્ય આષાઢાભૂતિની દશાઃ
નિષ્કારણ ઉપકારી શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનું અને તે પરમતારક પરમપુરુષની એકાંતહિતકર તથા ત્રિકાલાબાધિત આજ્ઞાનું ચિંતન નહિ કરતાં, કર્મની આધીન થઈ, જે આત્માઓ ભિન્ન પ્રકારના વિચારો કરવામાં રક્ત બને છે, તે આત્માઓ મહાજ્ઞાની છતાં અજ્ઞાની કરતાંય અધમ બની જાય છે; તો પછી પ્રવચનમાં સાશંક દશાને ધરાવતા અન્ય સામાન્ય આત્માઓ માટે તો પૂછવું જ શું ? “કર્મયોગે પ્રભુવચનમાં સાશંક દશાને ધરાવતા પરમજ્ઞાની સૂરિપુરંદર “શ્રી આર્ય આષાઢાભૂતિ' નામના એક સમર્થ આચાર્યવર્ટ કેવી. ભયંકર દશામાં મુકાઈ ગયા” એ દર્શાવતું એક કથાનક, શાસ્ત્રકાર મહર્ષિઓ શંકા દોષથી બચાવવા માટે આપે છે. શંકાદોષથી બચવા માટે, એ દૃષ્ટાંત ઘણું જ અનુપમ છે. એ દૃષ્ટાંતથી પુણ્યશાળી આત્માઓ સમજી શકે તેમ છે કે –
Page #24
--------------------------------------------------------------------------
________________
57s ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! 41 – ૩
“પ્રભુવચનમાં શંકિત થવું એનું પરિણામ ઘણું જ વિષય હોય છે, અને જો કોઈ બચાવનાર ન મળે તો એ દશામાંથી ઊગરવું એ પણ ઘણું જ મુશ્કેલ છે.”
આર્ય શ્રી આષાઢાભૂતિ' નામના આચાર્યવર્યનું આખ્યાન આલેખતાં પરમોપકારી પરમર્ષિ ફરમાવે છે કે -
આજ ભરતવર્ષમાં સપુરુષોના હર્ષનો ઉત્કર્ષ કરનારી દુશ્મનોથી પરાભવને ન પમાડી શકાય એવી અને લક્ષ્મીથ સ્વર્ગપુરીને જીતવાના સ્વભાવવાળી 'અયોધ્યા નામની એક નગરી હતી તે નગરીમાં એક દિવસ શ્રી આર્ય આષાઢાભૂતિ નામના એક સૂરિ-મહારાજા પધાર્યા. આષાઢાભૂતિ આચાર્યનું ગુણસમૃદ્ધ જીવન:
એ સૂરિ મહારાજાનું વર્ણન કરતાં ચરિત્રકાર મહર્ષિએ ફરમાવ્યું છે કે,
તે સૂરિ મહારાજા ઘણી જ નામનાવાળા હતા, અંગસહિત જે પ્રવચન તેના જાણ પુરુષોની શ્રેણીમાં મુકુટ સમા હતા, પ્રશંસાપાત્ર શિષ્યોના પરિવારવાળા હતા, દેશનારૂપી અમૃતને વરસાવનારા હતા, “મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આ ત્રણે પ્રકારની ગુપ્તિઓથી ગુપ્ત હતા અને ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આંદાન-નિક્ષેપ-સમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ' - આ પાંચે સમિતિઓથી સમિત હતા, તથા “સખ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર' રૂપ જે રત્નત્રય તેની શોભાને ધરનારા હતા.” પરોપકારકરણ :
આવા સૂરિ મહારાજા શ્રી જિનેશ્વરદેવના શાસનની પ્રભાવના કરે એમાં આશ્ચર્ય પણ શું છે ? ખરેખર આવા ગુણસંપન્ન સૂરિ મહારાજા પ્રભુશાસનમાં અલંકારસમા છે. આવા સૂરિ મહારાજા સ્વહિત સાધવા સાથે વિશ્વના હિતને પણ સાધનારા હોય છે. આવા સૂરિ મહારાજા પોતાની નિશ્રામાં રહેલા શિષ્યગણનું હિત સાધે એમાં કશું જ આશ્ચર્ય નથી.
સૂરિ મહારાજા પોતાના શિષ્યગણનું હિત થાય તે માટે અંતિમ અવસ્થામાં કેવા પ્રકારે નિર્જરા કરાવતા હતા, એનું વર્ણન કરતાં ચરિત્રકાર મહર્ષિ લખે છે કે –
* “સૂરો મૂરિનામાનોડનુયાનાિરા !
शस्यशिष्यपरीवारा, देशनामृतवर्षिणः । ત્રિગુપ્તા: પન્નક્ષમતા, રત્નત્રયવિમુપUT: "
Page #25
--------------------------------------------------------------------------
________________
-
574
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - એ સૂરિ મહારાજાની સેવામાં વિહરતા જે જે અણગાર આહારનો પરિહાર કરે છે, તે તે અણગારને તે સૂરિ મહારાજા, નિર્વેદને ઝરવાવાળી વાણી દ્વારા નિર્જરા કરાવતા હતા.” શિષ્યોને આજ્ઞા
નિશ્રામાં રહેતા શિષ્યોને જે રીતે હિત થાય તે જ રીતની પ્રવૃત્તિ કરતા સૂરિ મહારાજાની એ પણ ફરજ છે કે, “અંતિમ અવસ્થામાં વર્તતા શિષ્યગણને સારામાં સારી રીતની આરાધના કરાવવી.” અને એ અનુપમ તથા અનિવાર્ય ફરજને અદા કરતા સૂરિ-મહારાજા, અનશન દ્વારા પરલોકને સાધતા પોતાના ' શિષ્યોને ફરમાવતા કે –
“દેવલોકમાં ગયેલા તમારે ફરી અમને દર્શન દેવું.” *.
આ ફરમાનને અંગીકાર કરવા છતાં પણ તે શિષ્યો, દેવલોકમાં ગયા પછી દેવપણામાં કરવા લાયક કૃત્યોની વ્યગ્રતાના પ્રતાપે આવીને પોતાના ઉપકારી એવા પણ ગુરુને દર્શન ન આપી શક્યા. આ પછી પોતાને બહુમત એક શિષ્ય, કે જે ખૂબ વિરાગભાવને પોષી રહ્યો હતો, તેણે એક દિવસે અનશન અંગીકાર કર્યું; તે શિષ્યને સૂરિ-મહારાજાએ અતિશય પ્રાર્થનાના રૂપમાં ફરમાવ્યું કે -
હે પવિત્ર આશયવાળા વત્સ ! અહીંથી વેગપૂર્વક દેવલોકમાં ગયેલા તારે અવશ્ય અહીં આવીને અમને તારું પોતાનું દર્શન દેવું.”.
પોતાના પરમ ગુરુદેવના આ ફરમાનને સાંભળીને આચાર્યવર્યના તે શિષ્ય ગુરુદેવની આજ્ઞા મુજબ આવવાની પ્રતિજ્ઞા કરી, તે છતાં પણ દિવ્ય સ્ત્રીઓના ભોગની લાલસામાં પડી ગયેલો તે, પોતાના ગુરુદેવને દેવ તરીકેનું પોતાનું દર્શન દઈ શક્યો નહિ. હૃદયમાં ઉદ્ભવેલી શંકા અને પતન?
જ્યારે અનેક શિષ્યો કાળધર્મ પામીને સ્વર્ગમાં ગયા અને કહેવા છતાં પણ અનેકમાંથી એક પણ દર્શન દેવા ન આવ્યો, ત્યારે તેવા તત્ત્વવેદી આચાર્યશ્રીના
* રોડનાર મદિર -રારં વારતિ દિન
સં સં નિર્નવાની-તે નિર્વેવિારા જિર પાર"
+ “સુરમિતેર્ખો, રેવં વં સર્જન દિન: ”
“થર્વવ વત્સ ! વેન, નર્તન ઐશ પમ્ | अवश्यमेत्य देयं नो, दर्शनं स्वं महाशय ।।१।।"
Page #26
--------------------------------------------------------------------------
________________
515 – ૧: શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! .41 -- ૫ અંતરમાં પણ કર્મયોગે પરિવર્તન થયું.એ જ અવસરે જો આચાર્યશ્રીએ એ સંબંધમાં - શાસ્ત્ર જે ફરમાવ્યું છે તે વિચાર્યું હોત, તો કદી જ તેઓ ભયંકર પરિવર્તનને પામત નહિ; પણ એ બનવાનું નિમિત્ત પામીને ઉદય પામેલા કર્મને આધીન થયેલા આચાર્યશ્રી એકદમ પરિવર્તન પામી ગયા અને વિચારવા લાગ્યા કે –
“પરલોકની વાત ખોટી છે.” . અર્થાત્ પરલોક છે જ નહિ, કારણ કે -
ખરેખર જો પરલોક હોત, તો જરૂર પ્રતિજ્ઞાને કરનારા મારા શિષ્યો આવીને મને દર્શન આપત, પણ તેમ થયું નહિ. તે કારણથી એ વસ્તુ સ્પષ્ટ જ છે કે, જેમ આકાશનું પુષ્પ નથી, તેમ પરલોક પણ નથી.
અને -
“મૂર્ખ લોકોએ કલ્પેલો આ જીવ પણ શરીરથી અન્ય કોઈ નથી, એ જ કારણે મારા કોઈ પણ મરેલા શિષ્ય મને દર્શન ન આપ્યું.
તથા - .
“જીવના અસદ્ભાવથી એ પણ નિશ્ચિત છે કે, પરલોક હયાતી ભોગવતો નથી, તે કારણથી કયા હેતુ માટે આ વ્રતોનો કલેશ સહન કરવો; અર્થાત્ જ્યારે જીવ પણ નથી અને પરલોકપણ નથી, ત્યારે આ વ્રતોનું પાલન કરવાનો કલેશ સહન કરવો એ વ્યર્થ છે. • “પરસ્પર વિરુદ્ધ એવાં અન્ય દર્શનોએ કરીને પણ મારે સર્યું. આજથી
આરંભીને તો હું સુખને માટે સ્ત્રીઓનું દર્શન કરીશ; અર્થાતુ હવે પરસ્પર . વિરોધી એવાં દર્શનોનું દર્શન માટે ન જોઈએ, પણ સુખની ખાતર સ્ત્રીઓનું દર્શન જ મારે માટે બસ છે.
૦ “પરસ્ત્રોથ વૃથા ” ૧. “ િદિ ચારો જોવો, મછિદ્યા: વૃતસરઃ |
तदैत्य दर्शनं दद्यु-स्तस्मानास्ति खपुष्पवत् ।।१।। ૨. “શરીર પર નતિ, ગીતોડવં મૂઢલ્પિતઃ |
ગત વ મૃતઃ શિષ્યો, નાવીને વોડપિ રનમ્ પારા ૩. “વાસંતીવાતો નૂન, પરોવો ન વિદ્યતે તકિયં વ્રતવિશ:, સતે ચ હેતવે રૂા ૪. “પરસ્પર વિરુદ્ધતુ-
શિવનાન્તરે ! વિધાતઃ પર સ્ત્રીનાં, તને નિવૃતઃ તે ૪ ૩ત્ત -
Page #27
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
–
576
કહ્યું છે કે –
પ્રિયાનું દર્શન જ હો ! અન્ય દર્શાનાન્સરોનું પ્રયોજન પણ શું છે? કારણ કે, જે પ્રિયાદર્શનના પ્રતાપે રાગવાળા ચિત્ત કરીને પણ નિર્વાણ પમાય છે; અર્થાત્ પ્રિયદર્શન એ જ સાચું અને સ્વીકાર્ય દર્શન છે, અન્ય દર્શનોનું કંઈ જ કામ નથી.”
ભાગ્યવાનો ! વિચારો કે, એક નહિ જેવી આશંકાના યોગે એક સમર્થ આચાર્ય મહારાજાના આત્મામાં કેવું ભયંકર પરિવર્તન થઈ ગયું ? જે મહર્ષિ પ્રભુશાસનની શ્રદ્ધાના યોગે અનેક આત્માઓના તારક બન્યા, તે જ મહર્ષિ એ પરમતારકના શાસનમાં શંકા થવાને કારણે પોતાના આત્માની રક્ષા માટે પણ અસમર્થ બની ગયા !અને એક ભયંકરમાં ભયંકર નાસ્તિકના જે વિચારો, તે વિચારોના ઉપાસક બની ગયા ! એટલું જ નહિ. પણ એ વિચારને આધીન થઈ ગયેલા એ આચાર્ય મહારાજા એ દુર્વાસનાને વશ થઈને પોતાના સાધુગણને સૂતો મૂકીને રાતના જ ચાલી નીકળ્યા ! ખરેખર, પ્રભુશાસનમાં શંકા થવાના યોગે થઈ જતી વિમૂઢતા ભયંકર જ હોય છે ! પ્રતિબોધના ઉપાયો :
અનેક આત્માઓના ઉદ્ધારક અને અનંતજ્ઞાની શ્રી વીતરાગ પરમાત્માના શાસનના અનુપમ આરાધક આત્માઓને બચાવનાર પ્રાયઃ કોઈ ને કોઈ મળી જ રહે છે; એ જ ન્યાયે પોતાના ગુરુદેવ શ્રદ્ધાભ્રષ્ટ થઈને રવાના થયા, એ જ અરસામાં આચાર્ય મહારાજાનો અતિશય માનીતો જે લઘુશિષ્ય કાળધર્મને પામીને દેવગતિ પામ્યો હતો, તેણે પોતાના અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને એ અવધિજ્ઞાન દ્વારા પોતાના ગુરુને માર્ગમાં વ્રતોના ત્યાગી તરીકે જોયા.
પરમ ઉપકારી ગુરુદેવના ઉપકારના પ્રત્યુપકારનો આ સમય છે” એમ જાણીને તેણે એકદમ માર્ગમાં એક ગામ વિકવ્યું; એટલે દેવમાયાથી એક ગામ બનાવ્યું, અને એ ગામની પાસે એક અતિશય મનોહર નાટક આરળ્યું; એ નાટકને જોવામાં ઉત્સુક બનેલા આચાર્ય સ્થિર ચિત્તવાળા થઈને એક પગે ઊભા રહ્યા અને દેવતાઈ પ્રભાવથી સુધા અને તૃષાને પણ ન જાણનારા તે આચાર્યે નાટકને જોવામાં છ મહિના વીતાવી દીધા, અર્થાત્ દિવ્ય પ્રભાવથી નાટકને જોવામાં છ મહિના વીતી ગયા, તેની પણ એ પતિત થયેલા આચાર્યને ખબર રહી નહિ. આ પછી દેવતાએ નાટક બંધ કરી દીધું, એટલે તેના ગુરુ આગળ ચાલ્યા.
૧. “પ્રવાહનમેવારૂ, કિમજોનારે ? પ્રાણ વેન નિર્વા, સરોજ ચેતક્ષા IT"
Page #28
--------------------------------------------------------------------------
________________
57 – ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા !.41 – ૭
આગળ ચાલતા ગુરુને તે દેવે માર્ગમાં પૃથ્વીકાય” નામના એક બાળકને બતાવ્યો. એ બાળક ભૂષણોથી ભૂષિત હતો, એ કારણે એવાં ભૂષણોથી ભૂષિત થયેલા બાળકને નિર્જન વનમાં જોઈને ભ્રષ્ટ થયેલા એ આચાર્યે વિચાર્યું કે, જો આ બાળકના અલંકારો હું પડાવી લઉ તો એના યોગે ભોગો સારામાં સારી રીતે ભોગવી શકાય ?” આ પ્રકારના વિચારના યોગે એ ભ્રષ્ટ આચાર્યે એ બાળકનાં ભૂષણો લઈ લેવાની ઇચ્છાથી હાથ લંબાવ્યો; તેટલામાં જ તે બાળક એકદમ બોલ્યો કે -
હે પ્રભો ! એક કથાને સાંભળો. પછીથી પણ આ અલંકારો આપને જ આધીન છે.” ૧. “પૃથ્વીકાયે કહેલી કથા':
બાળકની એ માંગણીને આચાર્યે સ્વીકારી, એટલે એ પૃથ્વીકાય' નામના બાળકે કથા કહેતાં કહ્યું કે –
કોઈ એક ગામમાં કળાથી શોભતો અને ખ્યાતિ પામેલો એક કુંભાર રહેતો હતો. એ કુંભાર માટીથી ઉત્પન્ન કરેલાં વાસણોથી પોતાના કુટુંબનું પોષણ કરતો હતો. કોઈ એક દિવસે તે કુંભાર એક માટીની ખાણને ખોદતો હતો, એ અરસામાં તે ખાણ પડી અને તેનાથી તે દબાયો. દબાયેલા તેણે તટ ઉપર ઊભેલા એક પુરુષને ઉદ્દેશીને કહ્યું કે -
જેના વડે હું બલિ તથા ભિક્ષા આપું છું તથા કુટુંબને પોપું છું, તે જ પૃથ્વી - મારા ઉપર આક્રમણ કરે છે. ખરેખર, આ તો શરણથી જ ભય ઉત્પન્ન થયો.”
. તેવી જ રીતે હું “પૃથ્વીકાય' નામનો બાળક ચોરના ભયથી આપના શરણે આવ્યો છું, તો શું હાલમાં આપ મને લૂંટશો ? - બાળકના આ પ્રશ્નને સાંભળ્યા છતાં પણ ભ્રષ્ટ થયેલા તે આચાર્યે તે બાળકને કહ્યું કે,
હે બાળક ! તું ચતુર છો !”
આ પ્રમાણે કહીને તે બાળકનું ગળું છેદી નાખ્યું અને તેના અલંકારો લઈને પોતાનું પાત્રુ ભરી દીધું. આ પછી તે ઝપાટાબંધ આગળ ચાલ્યા, પણ આગળ ચાલતાં જ માર્ગમાં તે આચાર્યે એક બીજું બાળક જોયું. તેનું નામ “અકાય’ હતું અને તે પણ અલંકારોથી ભરચક હતું. આથી આચાર્યની ઇચ્છા તેના અલંકારો
• “તાર ! વિથોડા !'
Page #29
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
લઈ લેવાની થઈ, એટલે આચાર્ય પોતાના અલંકારો લે તે પહેલાં જ તેણે પણ એક કથા કહેવા માંડી.
૮
578
૨. ‘અકાયે કહેલી કથા' :
કથા કહેતાં તેણે કહ્યું કે, વાણીએ કરીને પટુ ‘પાટલ' નામનો એક ‘તાલાચર’ હતો. તે કોઈ એક દિવસે સામા તટે જવા માટે ગંગા નદીમાં પેઠો. તે નદીમાં તે વખતે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે ભયંકર પૂર આવ્યું. એ પૂરના વેગથી તે પાટલ તણાવા લાગ્યો. તેને તણાતો જોઈને તીર ઉપર રહેલા લોકો બોલી ઊઠ્યાં કે, ‘હે પ્રાજ્ઞ પાટલ ! તને ગંગા તાણી જાય છે, માટે કોઈ. સારો શ્લોક બોલ !' લોકોના કહેવાથી તે પણ બોલ્યો કે -
“જેનાથી બીજો ઊગે છે અને ખેડૂતો જીવે છે, તેની જ મધ્યમાં રહેલો હું મરી જાઉં છું; ખરેખર, આ રીતે મને શરણથી જ ભય ઉત્પન્ન થયો છે.” પાટલનાં એ પ્રકારનાં વૃત્તાંતને કહીને તે,આચાર્યને તે બાળકે કહ્યું કે, “અકાય નામના મને પણ આપના આશ્રયથી-શંરણરૂપ વસ્તુથી જ ભય પેદા થયો છે.”
આ પ્રમાણે એ બાળકે કહેવા છતાં પણ ભ્રષ્ટ થયેલા તે આચાર્યના અંતઃકરણમાં દયાની ભાવના ઉત્પન્ન ન થઈ અને પ્રથમ બાળકની માફક જ એની પણ ડોક મરડી નાંખીને તેનાં સઘળાંય આભરણો.કાઢી લીધાં અને આગળ ચાલવા માંડ્યું.
આગળ ચાલતાં આચાર્યને ‘તેજ કાય’ નામનો ત્રીજો બાળક મળ્યો અને તે પણ અલંકારોના ભારથી લદાયેલો હતો. તેના પણ અલંકારો લઈ લેવા તૈયાર થયેલા તે આચાર્યને તે બાળકે રોક્યા અને કહ્યું કે, ‘મારાથી કહેવાતું એક કથાનક આપ સાંભળો !’
૩. ‘-તેજઃકાયે કહેલી કથા' :
એ ત્રીજા બાળકે પણ પોતાની કથા કહેતાં કહ્યું કે
કોઈક આશ્રમમાં એક તાપસોનો અગ્રણી હતો. તે મૂળ ફળોને ખાનારો હતો અને નિરંતર આહુતિથી અગ્નિત્રિતયને પોષતો હતો. એક દિવસે
૧. “વીનાનિ ચેન તેિિન્ત, નીવત્તિ ૫ પીવાઃ ।
म्रियेऽहं तस्य मध्यस्थो, जातं शरणतो भयम् ।। १ ।। "
Page #30
--------------------------------------------------------------------------
________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
ઉષ્ણકાળના ઉગ્ર પવનથી સળગી ઊઠેલ અગ્નિથી એનું ઝૂંપડું બળી ગયું. તે જોઈને તે લોકોને કહેવા લાગ્યો કે -
579
“જે અગ્નિને હું નિરંતર મધ અને ઘીથી તર્પિત કરું છું, તે જ અગ્નિએ મારૂં ઝૂંપડું બાળી મૂક્યું. આથી ખરેખર, શરણથી જ ભય ઉત્પન્ન થયો એમ કહેવાય.
અથવા -
.
‘કોઈ પણ માણસે વાઘની ભીતિથી જે અગ્નિનું શરણ સ્વીકાર્યું, તે જ અગ્નિના યોગે તેનું અંગ દગ્ધ થઈ ગયું. આ પણ, શરણથી જ ભય થયો એમ કહેવાય..
તેવી જ રીતે -
“હે પ્રભો ! મને અગ્નિકાયને પણ આપના તરફથી એમ જ થયું છે, એટલે કે, શરણરૂપ આપના તરફથી જ પ્રાણનાશક ભય ઉત્પન્ન થયો છે !”
આ પ્રકારના કથનથી પણ આચાર્ય ન પીગળ્યા, એટલું જ નહિ પણ ‘તું ઘણો જ વિશ છો !' - આ પ્રમાણે કહીને તેનું ગળું છેદી નાંખ્યું અને ભૂષણો પડાવી લીધાં. તે પછી આચાર્ય આગળ ચાલ્યા, ત્યાં તો ચોથો બાળક આચાર્યે જોયો. એ બાળક પણ અલંકારોથી અલંકૃત હતો અને એનું નામ ‘વાયુકાય હતું. એના પણ અલંકારોને લૂંટી તેવા તૈયાર થયેલા આચાર્યને એ બાળકે કહ્યું કે, ‘હે પ્રભો ! એક કથા સાંભળો !’ ૪: ‘વાયુકાયે કહેલી કથા' :
ચોથા ‘વાયુકાય’ નામના બાળકે પણ પોતાની કથા કહેતાં કહેવા માંડ્યું
કોઈ એક પુરુષ જે મહા બળવાન હતો, નીરોગી હતો, સુભગમાં અગ્રણી હતો અને ખાઈનાં અગાધ પાણી તરવામાં પ્રવીણ હતો. હવે એ પુરુષને એવો વા થયો કે જેના પરિણામે તેનાં સઘળાંય અંગો ભાંગી ગયાં. આથી એને દંડનું અવલંબન કરવું પડ્યું. આવી સ્થિતિમાં જોઈને કોઈક એક માણસે તેને પૂછ્યું કે -
૧. “યે સર્વવામ્યદું શશ્વન્મ-મધ્યાન્ગેાંતવેવસમ્ ।
स ददाहोटजं मेऽद्य, जातं शरणतो भयम् ।।१।।
૨. “યદા òનાપિ ફ્રિ વ્યાઘ્ર-ભીત્યાઽગ્નિશરમાં વ્રત:। મળ્યું તવાં તેનેવ, નાત શરળતો મમ્ ।।૨ા"
Page #31
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
“પ્રથમ તો તું દઢ અંગવાળો હતો અને હવે અત્યારે આ રીતે લાકડીના ટેકે કેમ ચાલે છે ?”
૧૦
આ પ્રશ્નનો ઉત્તર આપતાં તેણે પણ કહ્યું કે -
“ગ્રીષ્મ ઋતુમાં જે પવન મને સુખકર થતો હતો, તે જ પવનથી આ મારી કાયા ભાંગી નખાય છે; એ કારણે મને શરણથી જ ભય થયો છે.”
580
આ પ્રમાણે કહીને વાયુકાય બોલ્યો કે, ‘હે પ્રભો ! હાલમાં મને પણ આપ જેવા દયાળુ તરફથી આવી હાલત ઊભી થવાના કારણે શરણથી જ ભય પેદા થયો !!!' આ કથનથી એક લેશ પણ દ્રવીભૂત ન થતાં એ આચાર્યે પ્રથમની માફક જ ક્રૂ૨૫ણે તે ચોથા ‘વાયુકાય’ નામના બાળકનું પણ માથું કાપી નાંખીને તેના અંગ ઉપરના અલંકારો પડાવી લીધા અને આગળ ચાલવા માંડ્યું.
આગળ ચાલતાં પાંચમું ‘વનસ્પતિકાય’ નામનું બાળક માર્ગમાં મળ્યું. તે બાળક પણ અલંકારોથી સજ્જ થયેલું હતું, એટ્લે તેના અલંકારોને પણ ઝૂંટવી લેવાને સજ્જ થયેલા આચાર્ય પ્રત્યે તે બાળકે પણ એક કથા કહી.
૫. ‘વનસ્પતિકાયે કહેલી કથા' :
પક્ષીઓની શ્રેણિના નિવાસરૂપ એક વિશાળ વૃક્ષની નીચે મૂળથી એક લતા ઊગી હતી. એ લતાએ મૂળથી આરંભીને આખાયે વૃક્ષને વીંટી લીધું. એ લતા પર આરૂઢ થઈને ક્રમસર એક સર્પ વૃક્ષની શિખાએ પહોંચ્યો અને વૃક્ષની શિખા ઉપર માળામાં રહેલાં પક્ષીઓનાં બચ્ચાંઓને ખાઈ જવા લાગ્યો. આથી બીજાં પક્ષીઓ ઊડીને અન્ય વૃક્ષો ઉપર ચાલ્યાં ગયાં અને શોક તથા ભયથી પીડિત થયેલાં તે પક્ષીઓ તે વૃક્ષને ઉદ્દેશીને કહેવા લાગ્યાં કે કે -
“આ વૃક્ષ ઉપર અમો આટલા કાળ સુધી સુખપૂર્વક રહ્યાં, પણ આ વૃક્ષના મૂળમાં ઉત્પન્ન થયેલી વેલડીના યોગે આ શરણરૂપ વૃક્ષથી અમને આ પ્રકારનો ભય ઉત્પન્ન થયો.”
આ પ્રકારની કથા કહીને તે પાંચમા ‘વનસ્પતિકાય' નામના બાળકે આચાર્યને કહ્યું કે, ‘જેમ એ પક્ષીઓને શરણરૂપ વૃક્ષથી ભય ઉત્પન્ન થયો, તેમ
૧. “દૃઢાઙ્ગ: પૂર્વમાસીત્ત્વ-મધુના મૃિત્મ્યમ્ ।” ૨. “સોડબૂચે પવનો યોઽભૂ-થ્રીબો સુહમ્મમ | भज्यते तेन कायोऽयं, जातं शरणतो भयम् ।।१।।"
૩. “સ્થિતમસ્મિતરો ાણ-મેતાવાં યથાસુલમ્ । મુોત્થવરીયો-ખ્ખાતું શાતો મવમ્ ારા"
Page #32
--------------------------------------------------------------------------
________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૧
મને પણ શરણરૂપ આપના તરફથી આ પ્રકારનો ભયંકર ભય ઉત્પન્ન થયો.’ આ પ્રમાણે કહેવા છતાં પણ એ આચાર્ય ન કંપ્યા, પણ ઊલટા વધુ ક્રૂર બનીને તે બાળકનાય ગળાનો છેદ કરીને તેના પણ અલંકારો લઈ લીધા અને
આગળ વધ્યા.
માર્ગમાં આગળ વધતાં તે આચાર્યને એક છઠ્ઠું બાળક મળ્યું. તે બાળક પણ અલંકારોથી અલંકૃત હતું અને તેનું નામ ‘ત્રસકાય' હતું. તે બાળકના અલંકારોને પણ લઈ લેવાની ભાવનાવાળા આચાર્યને તે બાળકે પણ ‘મારા વચનને સાંભળો' આ પ્રમાણે કહ્યું અને કથા કહેવી શરૂ કરી. ૬. ‘ત્રસકાયે કહેલી કથાઓ' :
581
હે ભગવન ! આ ભરતક્ષેત્રમાં ‘શ્રી વસંતપુર’ નામનું એક નગર હતું. અનેક શત્રુ રાજાઓને જીતનાર ‘જિતશત્રુ’ નામનો રાજા એ નગરને પાળતો હતો. એક દિવસે એ નગર પરચક્રથી ચોમેર ઘેરાઈ ગયું. વૈરીઓ મારી નાંખશે એવી ભીતિથી ભય પામેલા, એ જ કારણે ગામમાં પ્રવેશ કરતા ચંડોળોને, તેમના સ્પર્શની ભીતિથી નગરના લોકો તેમને નગરમાં નહિ પેસવા દેતાં બહાર કાઢે છે, એ જોઈને કેટલાક લોકોએ કહ્યું કે
‘હે માતંગો ! નગરમાં રહેલા લોકો ક્ષુબ્ધ થયેલા હોવાથી તમને નગરની બહાર કાઢી મૂકે છે, માટે હવે તમે કોઈ બીજી જ દિશાનો આશ્રય લો, કારણ કે, તમને શરણથી જ ભય પેદા થયો છે.’
બજા એક નગરમાં રાજા જ એવો હતો કે, જે જાતે જ દિવસે પુરોહિતે જોયેલું રાત્રે ચોરી આવતો.' આ વાતને જાણીને તે નગરની જનતા કહેવા લાગી કે -
“જે નગરમાં રાજા સ્વયં ચોર હોય અને પુરોહિત ભંડિત હોય, તેવા નગરમાં રહેનાર લોકો ! તમે અટવીમાં ચાલ્યા જાઓ, કારણ કે, એ તો શરણથી ભય ઉત્પન્ન થયો કહેવાય.”
બીજા એક નગરમાં ‘ત્રિવિક્રમ’ નામનો એક યજ્ઞ કરનારો રહેતો હતો. તેણે સુંદર પાણીવાળું અને પાળ તથા વૃક્ષોથી શોભતું એક સરોવર કરાવ્યું અને એ સરોવરની પાળ ઉપર ઊગેલાં જે વૃક્ષો તે વૃક્ષોની અંદરના ભાગમાં નરક જેવા જે કુંડો હતો, તે કુંડોમાં ૫૨માધાર્મિક જેવી આચારણા કરનારો તે યજ્ઞકર્તા
૧. “ચોર: સ્વયં રૃપો યંત્ર, પુરોયા, મજ્કિ: પુન । તત્વોરા: નિનું યાત, નાતં શરબતો મયમ્ ।।।।"
Page #33
--------------------------------------------------------------------------
________________
582
૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – અગ્નિત્રયને હોમતો હતો. જાતે મનુષ્ય છતાં પણ પશુ જેવી આચરણ કરનારો તે યજ્ઞકર્તા પોતાના હાથે છેદી છેદીને પશુઓને હોમવાથી પોતાને પાતકોથી અને આકાશને હોમના ધુમોથી વ્યાપ્ત કરતો હતો. તે પાપી બ્રાહ્મણ આર્તધ્યાનથી મરીને બોકડો થયો; અને તે બોકડો પોતાના જ પૂર્વભવના પુત્રોની સાથે રમવા લાગ્યો. યજ્ઞને કરવાની ઇચ્છાવાળા થયેલા તેના જ પુત્રો તે બોકડાને હોમ માટે લઈ જવા લાગ્યા, એટલે ભય પામેલો તે. ‘બેં બેં' એવા સ્વરના બહાનાથી પ્રગટપણે કહેવા લાગ્યો કે, “મારા બંનેય ભવો ફોગટ ગયાં.”
આ સમયે માર્ગમાં જતા એક અતિશય જ્ઞાનીએ મરણથી રિબાતા બેં બોકડાના બોધ માટે અને તેના પુત્રોના બોધ માટે, એ પ્રમાણે વાણી ઉચ્ચારી કે
“હે અજ! તેં પોતે જ વૃક્ષો રોપ્યાં છે અને ખાઈ પણ જાતે જ ખોદાવી છે. તથા સરોવર પણ પોતે જ કરાવ્યું છે, તો પછી હાલમાં હવે શા માટે બુત્કાર છે.”
અતિશય જ્ઞાની મુનિવરના વચનના શ્રવણથી બોકડાને જાતિસ્મરણજ્ઞાન : ઉત્પન્ન થયું. એ જ્ઞાનના યોગે એણે જાણ્યું કે, “આ સઘળોય અનર્થ મેં પોતે જ કર્યો છે.” એથી તેણે પોતે પોતાનો બુસ્કાર બંધ કર્યો અને મૌન સ્વીકાર્યું. આથી તેના પૂર્વભવના પુત્રો આશ્ચર્ય પામ્યા અને તેઓએ એ આશ્ચર્ય દૂર કરવા માટે મુનિ પ્રત્યે પૂછ્યું કે, “આ બોકડો આપના બોલતાંની સાથે જ એકદમ મૌન કેમ થઈ ગયો ?”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં જગતને આનંદ આપનાર તે મુનિએ આ બોકડાના પૂર્વભવનો વૃત્તાંત શરૂઆતથી માંડીને કહ્યો; એટલે પુત્રો પણ સમજ્યા કે, આ બોકડો બીજો કોઈ જ નથી. પણ પૂર્વભવનો અમારો પિતા છે, પણ ધર્મના સ્વરૂપથી અજ્ઞાન એવા તેઓના હૃદયમાં એવી શંકા ઉપસ્થિત થઈ કે, “તેવા પ્રકારનાં યજ્ઞાદિ કૃત્યોમાં પ્રાસક્ત એવા આત્માની આવા પ્રકારની ગતિ કેમ થાય ?” આવી શંકાના યોગે તેઓએ તે મુનિવર પ્રત્યે કહ્યું કે, “આ વિષયમાં વિશ્વાસ ઉત્પન્ન થાય એવી કોઈ વાત આપ ફરમાવો.' આથી મુનિવરે ફરમાવ્યું કે, ‘તમારા ઘરની અંદર રહેલો નિધિ આ બતાવશે !” આ સાંભળીને તે લોકો બોકડાને ઘરે લઈ ગયા, ત્યાં તે બોકડાએ પગના આગળના ભાગની સંજ્ઞાથી તે નિધિ દર્શાવ્યો. આ બનાવથી વિશ્વાસુ બની ગયેલા તે બોકડાના પૂર્વભવના
૧. “ગાપિતાઃ સ્વયં વૃક્ષ, વનિતા તિવા સ્વયમ્ |
સરોડારિ સ્વયં વાન !, મુિ ગુરૂડપુના ? iારા"
Page #34
--------------------------------------------------------------------------
________________
583
--- ૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! -41
–
૧૩
પુત્રોએ તે મુનિવર પાસે શ્રાવકવ્રતોનો સ્વીકાર કર્યો અને બોકડો પણ અનશનથી મરીને સ્વર્ગે ગયો.
આ પ્રમાણેની વાતો કરીને તે “ત્રસકાય” નામના બાળકે તે આચાર્ય પ્રત્યે કહ્યું કે –
જે રીતે પેલા ચંડાળો વગેરેને શરણથી ભય થયો, તે જ રીતે આપના શરણે આવેલા મારા અલંકારોને લૂંટવાને આપ તૈયાર થયા છો, એટલે મારે માટે પણ શરણથી જ ભય ઉત્પન્ન થયો છે !
આ જાતના હૃદયદ્રાવક કથનથી પણ આચાર્યનું હૃદય જરા પણ દ્રવિત ન થતાં ઊલટું વધુ ક્રૂર બન્યું અને એ ક્રૂરતાના યોગે શ્રદ્ધાભ્રષ્ટ બનેલા તે આચાર્ય એકદમ તે બાળકને કહે છે કે
અરે બચ્ચા ! તારું પાંડિત્ય અપૂર્વ છે !” આ પ્રમાણે કહી પૂર્વની જેમ તેને મારીને તેના પણ અલંકારોને પડાવી લઈને, તે આચાર્યો તે અલંકારોને પોતાના પાત્રમાં નાંખ્યા.
ભાગ્યવાનો! વિચારો કે, એક શ્રદ્ધાભ્રષ્ટ થયેલા ઉત્તમ આત્માની પણ કેવી ભયંકર દશા થાય છે ! ષયના રક્ષક આચાર્યને પ્રતિબોધ કરવા માટે દેવે છએ કાયના નામને ધરાવનારા બાળકો બનાવીને બતાવ્યાં, છતાં પણ પોતાના સ્વરૂપમાં ન આવતાં ઊલટા રક્ષક મટીને ભક્ષક બન્યા ! ખરેખર, શ્રદ્ધાભ્રષ્ટ બનેલા આત્માની દશા ઘણી જ ભયંકર થાય છે ! : આટલા આટલા ઉપાયો કરવા છતાં પણ આચાર્ય પ્રતિબોધ ન પામ્યા,
ત્યારે દેવે અલંકારો પાત્રમાં ભરીને ચાલ્યા જતા આચાર્યની સામે માર્ગમાં એક સાધ્વીનો મેળ કરાવ્યો. એ સાધ્વીએ પોતાની આંખો અંજનથી આંજી હતી અને -કંકણાદિ ભૂષણો પહેર્યા હતાં. તે સાધ્વીને જોઈને દુષ્ટ બુદ્ધિને ધરનારા તે આચાર્યે પોતાની ઉત્તમતા દર્શાવવા અને પોતાનું પાપ ન પકડાઈ જાય, એ આશયથી તે સાધ્વી પ્રત્યે કહ્યું કે –
હે શાસનનો ઉહ કરનારી ! કુંડલો, હાર, કડાં અને મુદ્રિકાઓને ધારણ કરતી તું મારા દૃષ્ટિપથથી દૂર જા.” ૧. “અપૂર્વ તવ પત્રક !િ ” ૨. “સપના , હા, ટો મુદ્રિવાસ્તથા
દૃશ્યથા વ્રન રે તૂરું, શાસનgહિરિ "
Page #35
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ભ્રષ્ટ આચાર્યના કથનને સાંભળીને તે સાધ્વીએ પણ આચાર્યને ઉદ્દેશીને
કહ્યું કે,
હે જ્યેષ્ઠ આર્ય ! તું શ્રમણ છો ! ગણી છો !! અને ગુણી છો ! તો હવે મને કહે કે, આ તારા ભાજનમાં શું છે ? ખરેખર, આ આશ્ચર્યની વાત છે કે, તું પારકાનાં સરસવ જેટલાં છિદ્રો જુએ છે ! અને પોતાનાં બીલાં જેટલાં છિદ્રોને હોવા છતાં પણ જોતો નથી !
૧૪
584
આ પ્રમાણે તેણે માર્મિક ઘા કરવા છતાં પણ તે ભ્રષ્ટ આચાર્યને ચાનક ન લાગી ! પણ ધૃષ્ટતાથી મૌન થઈને તે આચાર્ય તો ચુપચાપ આગળ જ ચાલ્યા !. વિચારો કે, કર્મના યોગે કેવા પ્રકારની ધૃષ્ટતા આવે છે ! ગમે તેવી ધૃષ્ટતા કરે પણ પ્રતિબોધ કરવા આવેલો દેવ ઓછો જ છોડે તેમ છે ! આચાર્ય તો ધીકા થઈને આગળ ચાલ્યા, પણ આગળ ચાલતાં આચાર્યે સામેથી સેના સાથે આવતા, એક રાજાને જોયો ! અને તે રાજાએ નમસ્કાર કરીને આહાર માટે આચાર્યને નિયંત્રણ કર્યું ! આ નિમંત્રણથી આચાર્ય મૂંઝાયા અને ‘મારાં ભૂષણોને આ ન જોઈ જાય.' આ વિચારથી આચાર્યે રાજાનું આમંત્રણ ન સ્વીકાર્યું ! આથી રાજાએ હઠથી તે આચાર્ય પાસેથી પાત્ર ખેંચ્યું અને એમાં અલંકારો જોઈને એકદમ તેનું મુખ ભયંકર બની ગયું. ભ્રકુટિના ભંગથી ભયંકર મુખવાળા બનેલા રાજાએ સૂરિની તર્જના કરતાં કહ્યું કે
“હા ! હા ! શું તેં મારાં સઘળાંય તે બાળકોને મારી નાખ્યાં ? ચોક્કસ એમ જ લાગે છે, કારણ કે, તારા ભાજનમાં તે બાળકોના અલંકારો દેખાય છે !” રાજાની આ વાત સાંભળીને તે આચાર્ય પોતાના કર્મથી ખૂબ ખૂબ ભય પામ્યા. તેમનું મોં એકદમ વિલખું થઈ ગયું.
એ રીતે પોતાના ૫૨મ ઉ૫કા૨ી પ૨મ ગુરુદેવને વિલખા વદનવાળા જોઈને તે દેવતા એકદમ ક્ષુલ્લકનું એટલે પોતે પોતાના ગુરુની નિશ્રામાં જેવા સાધુ તરીકે હતો, તેવું રૂપ કરીને તે આચાર્ય પ્રત્યે બોલ્યો કે –
“હે પરમગુરુદેવ ! આપ ડરો નહિ, કારણ કે, ‘બાળક વગેરે સઘળુંય મેં આપના પ્રતિબોધ માટે કરેલું છે.' પણ હું આપને એ પૂછું છું કે, ગણને ધરનારા
૧. ‘‘દત્તા ત્વયા હતા: હ્રિ તે, સર્વેઽપિ મન દ્વારા: । મજ્જારા નિરીક્ષ્યન્તે, તેમાં યદ્વાનને તવ શા" ૨. “મા મેષીરિવું વારાવિ, ત્વોષાય મા વૃતમ્ । गणर्धार्यपि चारित्र त्यागी जातः कथं वद ।।१।। "
Page #36
--------------------------------------------------------------------------
________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૫
એવા પણ આપ આવી રીતે ચારિત્રનો ત્યાગ કરનારા કેમ થયા ? એ આપ
ફરમાવો.”
આ પ્રશ્નનો ઉત્તર આપતાં સૂરિ-મહારાજા પણ સ્પષ્ટપણે બોલ્યા કે -
“જે કારણથી તું પ્રીતિમાન છતાં, ભક્ત છતાં અને પ્રતિજ્ઞા કરનાર છતાં પણ ન આવ્યો, તે કારણથી મને સંયમ-સંબંધી વિધિમાં ભ્રમણા ઉત્પન્ન થઈ ગઈ; અર્થાત્ પ્રીતિવાળો, ભક્ત અને પ્રતિજ્ઞા કરનારો પણ તું ન આવ્યો. એથી મને એમ થયું કે, ‘આ સંયમના પ્રતાપે દેવગતિ આદિ મળે છે એ વગેરે વાતો બનાવટી છે; એટલે પરલોક આદિની વાતો ફોગટ છે, અને એ ફોગટ છે એટલે આ સંયમ આદિનું કષ્ટ પણ ફોગટ છે.' એ જ કારણે આવા પ્રકારની પતિત અવસ્થા મારી થઈ, બીજું કશું જ કારણ નથી.”
585
તે ધર્મની શંકાના નાશ માટે ક્ષુલ્લક, પોતાનું દેવરૂપ દર્શાવીને પોતાના પરમ ઉપકારી સૂરિ-મહારાજા પ્રત્યે બોલ્યો કે -
“દેવતાઓ નિરંતર અભંગુર મહાભોગોના ભોગમાં અતિશય રક્ત હોય છે, આથી કારણ વિના તેઓ અતિશય દુર્ગંધથી વ્યાપ્ત એવી આ પૃથ્વી ઉપર આવતા નથી.
વળી, મેં નીર્મેલા નાટકને જોતાં અને તે જોવામાં રસિક બની ગયેલા આપે છ માસ પર્યંત તૃષ્ણા અને ક્ષુધા વગેરે ન જાણ્યું.
*આથી હે વિભો ! આપ વિચારો કે, ‘આ દિવ્ય વિષયગ્રામ અને સંગીત આદિ અતિશય દુસ્યજ છે, તો પછી એ સઘળું છોડીને દેવતાઓ અહીં શી રીતે · આવે ?’ અર્થાત્ આપ પણ સમજી શકશો કે, દુઃખે કરીને તજી શકાય એવા દિવ્ય વિષયગ્રામને અને સંગીત આદિને તજી અહીં આવવું, એ દેવતાઓ માટે ઘણું જ મુશ્કેલ છે.
૧. “સોપ્યૂર્વે પ્રીતિમાનું મવત્ત:, નૃતસયોપિ નાત:। યત્ત્વે તેન મમ પ્રાન્તિ:, સંનને સાંયને વિધો ।।।"
૨. “મન્નુરમહામોળ-નિરતા: સતતં સુરાઃ ।
नैवायान्ति विना हेतुं, सुदुर्गन्धाविलामिलाम् ॥२॥" 3. " षषण्मासीं प्रेक्षमाणेन, प्रेक्षणं निर्मितं मया ।
વિવિષે ન ત્વયા તૃષ્ણા-ક્ષુવાવિ રસિદ્યાત્મના ।।રૂ।। ४. “ दिव्योऽयं विषयग्रामः, सङ्गीतादिः सुदुस्त्यजः । વિદાય ત્રિશેત્ર, થમાળમ્યતે વિમો ! ।।૪।
Page #37
--------------------------------------------------------------------------
________________
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
586 "તે કારણથી તે આચાર્યદેવ ! ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલા માર્ગમાં શંકારૂપ કાદવના અનુપથી આપે કોઈ પણ દિવસે સમ્યગુદર્શનની મલિનતા કરવી એ યોગ્ય નથી.
“હે આચાર્યદેવ ! “શ્રી જિનેશ્વરદેવોએ જે જે ફરમાવ્યું છે, તે તે તે પ્રમાણે જ છે' એ પ્રમાણે આપે આપના હૃદયમાં ધારવું કે, જેથી નિર્વાણરમામોક્ષલક્ષ્મી આપને વરે; અર્થાત્ હે નાથ ! મુક્તિરમાને વરવા માટે એક સમ્યગદર્શન જ પરમ કારણ છે, અને એ સમ્યગ્દર્શન, પરમ વીતરાગ શ્રી જિનેશ્વરદેવના કથનને સર્વાશે સત્ય માનવામાં જ છે; માટે કોઈ પણ કારણ પામીને, કોઈ પણ કાળે, આપે શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા માર્ગમાં શંકા કરી તે સમ્યગદર્શન જેવા અનુપમ રત્નને જરા પણ મલિન થવા દેવું નહિ.” પ્રયત્નની સફળતાઃ
આ પ્રમાણેના અનેક ઉપાયો દ્વારા, પ્રમાદમાં પડી ગયેલા પોતાના પરમગુરુ : શ્રી આચાર્ય મહારાજાને પ્રતિબોધ પમાડીને, દૈવતા પોતાને સ્થાને ચાલ્યો ગયો અને તે સૂરિપુંગવ પણ પ્રતિબોધ પામીને તરત જ પાછા ફર્યા અને ફરીને ગચ્છનો આશ્રય કરીને તથા દીક્ષાની સારામાં સારી રીતની આરાધના કરી કૃતકૃત્ય થઈ ગયા, એટલે પોતાનું આત્મશ્રેય સાધી ગયા. કથાનકનો ઉપસંહાર:
પ્રભુવચનમાં કારણવશ થઈ જતા શંકા દોષથી ભવ્ય આત્માઓને બચાવી લેવા માટે આ “શ્રી આર્ય આષાઢાભૂતિ' નામના આચાર્યદેવની કથાનો ઉપસંહાર કરતાં ચરિત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે –
શ્રમણગણાધિપતિ “આર્ય આષાઢાભૂતિનાં પુષ્ટિકર અમૃતરૂપ ઔષધના દ્રવ્ય જેવું, સુંદર અને આશ્ચર્યકારી ચરિત્રનું નિશ્ચયપૂર્વક શ્રોત્રરૂપ પાત્રો દ્વારા પાન કરીને; હે સંસારવર્તી પ્રાણીઓ ! તમે “શંકા'રૂપ દોષનો
१. तस्मात्त्वयाऽऽर्हते मार्गे, शङ्कापङ्कानुलेपनात् ।
सम्यग्दर्शनमालिन्यं, न विधेयं कदापि हि ।।४।। ૨, યમ્બિનેશ્વરે: પ્રવક્ત, તત્તથતિ ચેસિ |
धार्यमाचार्य ! निर्वाण-रमा त्वां वृणुते यथा ।।५।। 3. "इत्यार्याषाढभूतेः श्रमणगणपतेश्चारु चित्रं चरित्रं,
पुष्यत्पीयूषयूषद्रवमिव नियतं श्रोत्रपात्रेनिपीय । शङ्कादोषापहारात्तनुत भवभृतोऽर्हन्मते सन्मतिं भो! એન ત્રહોવિયત્રશ્ન: શ્રતિ તિ વ: સર્વલાડડનન્દલાત્રી
દા”
Page #38
--------------------------------------------------------------------------
________________
૧ : શંકાથી સર્જાતી અનર્થની પરંપરા ! - 41
૧૭
અપહાર કરીને, શ્રી અરિહંત પરમાત્માના મતમાં સન્મતિને વિસ્તારો; કે જેના યોગે સદાને માટે આનંદને આપનારી ત્રણે લોકની લક્ષ્મી શીઘ્રતાથી તમારો આશ્રય કરે.”
587
આ કથાનક ઉ૫૨થી પુણ્યશાળી આત્માઓ સહેલાઈથી સમજી શકે તેમ છે, ૫૨મ વીતરાગ શ્રી અરિહંત પરમાત્માએ પ્રરૂપેલી એક પણ વાતમાં શંકા કરવી, એ પોતાના જ હાથે પોતાના આત્માની કતલ કરવા બરાબર છે. આથી જે આત્માઓ પોતાના આત્માનું શાશ્વત હિત કરવા ઇચ્છતા હોય, તે આત્માઓએ પ્રથમ તો ગમે તેવી દશામાં અને ગમે તેવા પ્રસંગમાં પણ, પ્રભુવચનમાં શંકા કરવી જોઈએ નહિ અને કદાચ મતિમંદતા આદિ જે જે કારણો અનંતજ્ઞાનીઓએ દર્શાવ્યાં છે, તે તે કારણો દ્વારા શંકા થઈ જાય, તો તેણે પરમોપકારી પરમર્ષિઓના વચનનો વિચાર કરવો કે
૧“જે કારણથી વિશ્વમાં શ્રેષ્ઠ એવા શ્રી જિનેશ્વરદેવો વગર ઉપકાર કર્યો પર આત્માઓનો અનુગ્રહ કરવામાં પરાયણ છે અને રાગ, દ્વેષ અને મોહને જીતનાર છે, તે કારણથી અન્યથાવાદી એટલે અસત્ય બોલનારા હોતા નથી.”
આ કથનને હૃદયપટ ઉપર કોતરી લઈ, તે શંકાને મૂલમાંથી જ નષ્ટ કરવાના અવિરતપણે અખંડિત પ્રયત્નો કરવા જોઈએ. એ પ્રયત્નો દ્વારા શંકાનો નિર્મૂલ નાશ કરી, અનંતજ્ઞાની શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલા ‘સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર' રૂપ મોક્ષમાર્ગની જ એક આરાધનામાં રક્ત થઈ જવું જોઈએ અને તે દ્વારા આ લોક તથા પરલોકને સુધારી, મોક્ષસુખને સ્વાધીન બનાવી લેવું જોઈએ; એમાં જ જૈનત્વ છે અને એમાં જ પ્રભુશાસનનું સંઘત્વ છે.
આ રીતે શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શન રૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમયી જે પીઠ, તેમાં ભયંકર પોલાણ ક૨ના૨ જે ‘શંકા’ રૂપી પહેલો અને ભયાનક દોષ, તેની ઉપર આપણે અત્યાર સુધીમાં વિવેચન કરી આવ્યા. હવે બીજો દોષ જે ‘કાંક્ષા’ તેનું સ્વરૂપ શું છે ? એ વગેરે હવે પછી
૧. ‘ગળુવજ્યપરાળુ દ્દ-પરાવળા નં નિળા નાખવરા | जियरागदोसमोहा य, नन्नहा वाइणो तेणं ।।१।।”
Page #39
--------------------------------------------------------------------------
________________
૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઈચ્છા વીરસં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૬, પોષ વદ-૧૧.શનિવાર, તા. ૨૫-૧-૧૯૩૦
42
• બીજો દોષ કાંક્ષા : • અનુકૂળતાની ભૂખમાંથી કાંક્ષાનો જન્મ !
સ્વાર્થ માટે ધર્મને નબળો પાડવાની વૃત્તિ ! ચાર આશ્રમ અને જૈનદર્શન : • શું “ગૃહસ્થાશ્રમ' એ ધર્મ છે ?
સાચી ચિકિત્સા : • સુખ ક્યાં છે ? • ખરેખર દુઃખ શામાં છે?
બીજો દોષ કાંક્ષાઃ
સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની વિવિધ પ્રકારે સ્તવના કરતાં, શ્રીસંઘને નગર આદિ સાત ઉપમાઓથી સ્તવ્યા બાદ શ્રી સુરગિરિની ઉપમાથી શ્રીસંઘને સ્તવી રહ્યા છે. શ્રીસંઘની સરખામણી સુરગિરિની સાથે કરતાં અગિયાર વિશેષણો વાપર્યા છે, તેમાંના પ્રથમ વિશેષણ દ્વારા સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા કે -
"તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગુદર્શન તે જ મોક્ષનું પ્રથમ અંગ હોવાથી સારભૂત છે એટલે કે સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજથી બનેલ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠવાળા શ્રીસંઘરૂપ મહામંદરગિરિને અથવા એવા શ્રીસંઘરૂપ મહામંદરગિરિના માહાભ્યને વિનયથી ઝૂકી પડેલો હું વંદન કરું છું.
આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ છે કે, સુરગિરિનો આધાર જેમ પીઠ ઉપર છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરિનો આધાર પણ સમ્યગુદર્શનરૂપ પીઠ ઉપર છે. જેમ શ્રીમેરૂ પર્વતની વજૂમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રીસંઘરૂપસુરગિરિની સમ્યગદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને
૧. “સમેહંસUવિરવર-દઢઢઢાવIઢપેઢમ્ |
वंदामि विणयपणओ, संघमहामंदरगिरिस्स ।।"
Page #40
--------------------------------------------------------------------------
________________
589 – ૨: કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા 42 - અવગાઢ જોઈએ. શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગદર્શનરૂપ પીઠ દૃઢ ત્યારે જ બને કે, જ્યારે શંકાદિ દોષોરૂપ પોલાણથી રહિત હોય. શંકાદિ દોષો એ વિવર છે, એ જો પીઠમાં થાય તો કુમતની વાસનારૂપ જળ તેમાં પ્રવેશે. તેમ થાય તો અવશ્ય શ્રીસંઘરૂપ સુરગિરિ દઢ ન રહી શકે. પીઠમાં વિવર જેવા દોષો પાંચ છે.
પાંચ દોષો પૈકીનો પ્રથમ “શંકા” દોષ જેમ શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગુદર્શનરૂપ સર્વશ્રેષ્ઠ વજરત્નમયી પીઠને પોલી કરનારો છે; તેમ કાંક્ષાદિ ચાર દોષો પણ એ પીઠમાં અવશ્ય પોલાણ કરનારા જ છે. પાંચ દોષોમાં “શંકા” દોષ પહેલો છે અને “કાંક્ષા' દોષ બીજો છે. “શંકા દોષ ઉપર આપણે વિચાર કરી આવ્યા. હવે આપણે બીજો દોષ જે કાંક્ષા છે, તેના ઉપર વિચાર કરીએ.
બીજા “કાંક્ષા' નામના દોષનું સ્વરૂપ અને પરિણામ સમજાવતાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
કાંક્ષા' એટલે અન્ય અન્ય દર્શનોનો ગ્રહ, તે કાંક્ષા પણ બે પ્રકારની છે. એક “સર્વવિષય' અને બીજી “તેશવિષય.' સર્વવિષયા એટલે સઘળાય પાખંડીઓના ધર્મને ઇચ્છવારૂપ અને રેશવિષય એટલે એકાદિ દર્શનને વિષય કરનારી જેમ કે, સુગતે સ્નાન, અન્ન, પાન આચ્છાદન અને શયન આદિના સુખનો અનુભવ કરવા દ્વારા અફ્લેશકારી ધર્મ ભિક્ષુઓ માટે ઉપદેશ્યો છે. કહ્યું
કોમળ શય્યામાં શયન કરવું. પ્રાતઃકાલમાં ઊઠીને પીવા લાયક વસ્તુનું , પાન કરવું, મધ્યાહુન કાળે ભોજન કરવું. અપરાહ્ન સમયે પણ પીવા લાયક વસ્તુનું પાન કરવું અને અડધી રાતે દ્રાક્ષાખંડ અને શર્કરાનો ઉપયોગ કરવો.” આટલું કરવા છતાં પણ શાક્યસિંહે અંતે મોક્ષ જોયો છે અર્થાત્ મોક્ષ માટે તપ આદિની આવશ્યકતા નથી. આ પ્રમાણે બૌદ્ધ શાસન કહે છે; એ પણ અઘટિત નથી, કિંતુ ઘટિત જ છે તથા પરિવ્રાજકો, ભૌતો અને બ્રાહ્મણો વિષયોનો ઉપભોગ કરતા જ પરલોકમાં પણ સુખની સાથે યોજાય છે અર્થાત્ સુખના ભોક્તા બને છે એ કારણે એ ધર્મ પણ ઘણો સારો છે.
१. कांक्षा अन्यान्यदर्शनग्रह सापि सर्वविषया देशविषया च । सर्वविषया सर्वपाखण्डि
धर्माकांक्षारूपा । देशकांक्षा त्वेकादिदर्शनविषया । यथा सुगतेन भिक्षुणामक्लेशको धर्म
उपदिष्टः स्नानानपानाच्छादनशयनीयादिषु सुखानुभवरूपेण यदाह - ૨. “મૃET શાળા પ્રતિસ્થા જેવા, મળે મવત્તિ પાન વાપરા
द्राक्षाखण्डं शर्करा चार्द्धरात्रे, मोक्षश्चान्ते शाक्यसिंहेन दृष्टः ।।१।।"
Page #41
--------------------------------------------------------------------------
________________
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 590 આવા પ્રકારની - કાંક્ષા પણ પરમાર્થ દૃષ્ટિએ વિચારીએ તો ભગવાન શ્રી અરિહંત પરમાત્માએ પ્રણીત કરેલ આગમો ઉપર અવિશ્વાસ પેદા કરનાર છે. એ કારણે ‘કાંક્ષા' નામનો દોષ પણ સમ્યકત્વને દૂષિત કરનાર છે.
જેનામાં આસ્તિકાય અજંપ્ય હોય તેને આ કાંક્ષા દોષ ન નડી શકે, એમ સહેલાઈથી સમજી શકાય તેવું છે. શ્રી જિનેશ્વરદેવોએ જે ફરમાવ્યું છે, તેમાં ફેરફાર હોય જ નહિ.' આવા દૃઢ નિશ્ચયવાળાને કાંક્ષાદોષ સતાવી શકતો નથી. કાંક્ષાથી બચવા માટે ભગવાનનો માર્ગ કઠોર છે એટલા માત્રથી પ્રભુમાર્ગમાં ચલચિત્ત ના થઈ જવાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ.. અનુકૂળતાની ભૂખમાંથી કાંક્ષાનો જન્મ!
સભાઃ જગતમાં સારું મૂકીને ખોટું લેવાની ઇચ્છા કોને થાય ?
બુદ્ધ સાધુઓ માટે તકલીફ વગરનો માર્ગ પણ કાલ્યો જ ને ? માટે સમજો કે તકલીફ વિના થતા ધર્મ તરફ દુનિયા સહેજે આકર્ષાય છે, ઇતર દર્શનનું આકર્ષણ થવાનો પ્રધાન હેતુ તકલીફનો અભાવ હોવો એ છે. જ્યાં શારીરિક તકલીફ ન હોય, તકલીફ વિના ધર્મ થાય છે એમ કહેવાનું હોય અને વગર મહેનતે ધર્મમાં ખપાતું હોય ત્યાં તો ઢગલાબંધ ધર્મી મળે. “મુક્તિ તો બેય ધર્મ કહે છે તો સહેલાઈથી જ્યાં મુક્તિ મળે એ ધર્મ કેમ ન લેવો ? આવા ભાવના તરત આવે છે. પછી એમાં સારાસારનો વિચાર કરવાપણું નથી રહેતું, પણ બુદ્ધિમાન સહેજે વિચારી શકે છે કે, “થોડી મહેનતે ઊંચું સાધ્ય કેમ જ સધાય?” દેવદારની નિસરણી તો સામાન્ય મકાનમાં ચાલે પણ મોટા બંગલામાં કેમ જ ચાલે ? જ્યાં હજારોની અવરજવર હોય ત્યાં દેવદારની નિસરણીથી ન જ ચાલે ! પણ આજે એવી વિચારણા આત્મહિતકર વિષયમાં નષ્ટપ્રાય થઈ ગઈ છે. આ જ કારણે આજે એમ કહી દેવામાં આવે કે, “જૈન થવા માટે તિલક સિવાય બીજા કશાની જરૂર નથી.” ઘરે હળદરના ગાંઠિયાથી પણ તિલક કરી જૈન ગણાવી શકાય છે, તેવા એવા જૈન થનારા ઘણા; અને ઉપરથી મહિને પાંચ-પાંચ રૂપિયા આપવાનું કહેવામાં આવે તો તો પૂછવું જ શું ?
શ્રી ઋષભદેવસ્વામીજીના જમાનામાં પણ શ્રી ભરત મહારાજાને પરીક્ષા
१. इति, एतदपि घटमानकमेव न दूरापेतम् । तथा परिवाटभौतब्राह्मणादयो विषयानुपमुञ्जाना एव
परलोकेऽपि सुखेन युज्यन्त इति साधीयानेषोऽपि धर्म इति । एवं च कांक्षापि परमार्थतो भगवदर्हत्प्रणीतागमानाश्वासरूपा सम्यक्त्वं दूषयति ।"
Page #42
--------------------------------------------------------------------------
________________
591 –– ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા 42 ૨૧ કરવી પડી હતી. તો પછી, આજના આવા વિચિત્ર સમય માટે તો પૂછવું જ શું? કંઈ પણ કરવું ન પડે અને જૈન કહેવરાવાતું હોય એમાં આજે એવા આત્માઓને હરકત ન હોય એમાં શું આશ્ચર્ય છે ? શ્રી જિનેશ્વરદેવનો મત સુંદર, પણ સહેલાઈ માટે ઇતર દર્શનમાં જવાની ભાવના થાય; એ કાંઈ અસંભવિત નથી. બૌદ્ધ દર્શનમાં સ્નાન, ઇચ્છિત ભોજન અને પાન વગેરેની છૂટ, ગાદલાં વગેરેમાં સૂવાની છૂટ, તમામ સુખસામગ્રીની છૂટ થતાં ત્યાં ધર્મ ગણાવાયો એટલે એવા ધર્મમાં જવાની ભાવના ઝટ થાય પણ એ કાંક્ષા નામનો દોષ છે અને એ સમ્યક્ત્વને દૂષિત કરનારો છે; એ વાત કદી જ ભુલાવી જોઈએ નહિ.૭
જે આત્માઓ, ધર્મની ઇચ્છા કરતાં અનુકૂળતાને અધિક ઇચ્છનારાઓ છે, તેઓને એ ખ્યાલ ભાગ્યે જ રહી શકે છે. એવા આત્માઓ પ્રાપ્ત થયેલા પ્રભુશાસનને સહેલાઈથી હારી જાય છે, કારણ કે, પુદ્ગલાનંદિતા એ ઘણી જ ભયંકર વસ્તુ છે. આત્મા અનાદિ કાળથી પુદ્ગલનો રાગી છે, પુગલનો પ્રેમ તો એનો જીવતો ને જાગતો છે. પુદ્ગલને હરકત ન પડે એ ભાવના તો એની નિશ્ચિત છે, એટલે કોઈ પણ શાસ્ત્રમાં એની સેવાની વાત આવે કે એ તરત
પકડે ! “ધર્મ સાચવવામાં આ (પગલ)ને પ્રધાન ન ગણવું જોઈએ.” એવી વાત . આવે ત્યાં શક્તિનાં બહાનાં કાઢે કે જેવી શક્તિ તેવી ભક્તિ અને “આ (શરીર) વિના ધર્મ થઈ શકે તેમ નથી માટે એની સેવા બરાબર કરવી જોઈએ.” એ વાત આવે કે ઝટ પકડે !! અરે એટલું જ નહિ પણ અનુકૂળતાનો અર્થ એવા આધાર તો શોધતો જ ફરે !!! - કેવળ પુલભાવની દૃષ્ટિ અને એમાં ઉપાદેયબુદ્ધિ એ મિથ્યાત્વ છે; પુદ્ગલને અનુકૂળ આવે એવી સહેલાઈવાળી ચીજને આત્મા સહેજે પસંદ કરે છે. એને લઈને જ શ્રી જિનેશ્વરદેવનાં સુંદર દર્શનને મૂકી ઇતર દર્શનની વાતો ગ્રહણ કરવાની અભિલાષા જાગૃત થાય એ કાંક્ષા નામનો દોષ છે. ઇતર દર્શનમાં તેવા પ્રતિબંધનો અભાવ છે. એટલે તેવી તકલીફનું નામ નહિ અને અમુક અમુક ક્રિયા દુનિયાની કરવી પડે તે પણ ધર્મરૂપે મનાય છે માટે એ તરફ સહેજે આકર્ષણ થાય છે, એટલે એ કાંક્ષા દોષ છે એનું પણ અનૂકૂળતાના અર્થીને ભાન રહેતું નથી. સ્વાર્થ માટે ધર્મને નબળો પાડવાની વૃત્તિ ? | ઇતર દર્શનમાં ગૃહસ્થપણું (ગૃહસ્થાશ્રમ) પણ ધર્મ ગણાય છે, અમુક સમયની અમુક ક્રિયા પણ એમાં ધર્મ ગણાય છે. જ્યારે આ દર્શનમાં તો આત્મા
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
592 માટેની પ્રવૃત્તિ તે જ ધર્મ. પણ દુનિયાની કાર્યવાહી ધર્મ નથી જ ગણાતી. ઇતર દર્શનમાં તો એ દુન્યવી ક્રિયા પણ ધર્મ ગણાય છે ને ! “વેપાર એ સાધુ માટે પાપ, પણ ગૃહસ્થ માટે તો ધર્મ. કેમ કે એ વેપાર પર દુનિયા જીવે છે' એ ભાષા જૈનદર્શનની નથી પણ કુમતની છે. છતાં એમાં અનુકૂળતા હોવાના કારણે એ વાત એકદમ રૂચિ જાય છે. આથી ધ્યાનમાં રાખવું જોઈએ કે જૈનદર્શનથી વિપરીત સિદ્ધાંતો તરફ અભિરુચિ એ કાંક્ષા નામનો બીજો દોષ છે અને તે સમ્યકત્વને મલિન કરનારો છે. એક સાધુ પાપ અને પુણ્યનો વિવેક કરે તથા દુનિયાના રાગમાંથી ખસેડી ત્યાગ તરફ વાળે ત્યારે એ જ લેબાસમાં રહેલો બીજો સાધુ રાગની પ્રશંસા કરે; સાંભળનારા તો એ જ, નવા નથી, છતાં એ વાતોમાંથી પહેલી વાત ન રુચિ એનું કારણ કાં તો અજ્ઞાન કાં તો કાંક્ષા. જેને શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલા ત્યાગની રૂચિ હોય તેનામાં તો શ્રી જિનેશ્વરદેવના.ધર્મ, પ્રત્યે રાગ ગણાય પણ સંસાર પ્રત્યેના રાગની રૂચિ હોય ત્યાં શું ? રહેવું છે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પણ ચાલે છે તે ચાલતું રહે તો ઠીક, એ વાત હૈયામાં . બેઠી હોય તે કેમ ચાલે ? એક રીતે તો એ પણ કુમતની અભિલાષા જેવું જ છે; પણ એવાઓ કહે છે કે, “અમે જન્મના જૈન, જૈન કહેવાયા અને જૈનમાં આગેવાન ગણાયા, હવે ઇતરમાં જઈએ શી રીતે ? માટે આમાં થી જ પોલ નીકળે અને ટટ્ટ ચાલે તો ઠીક. આ કેવી અજ્ઞાનતા ? અત્યાર સુધી જેને દેવ ગુરુ ધર્મ માન્યા એમાંથી દેખીતી રીતે ખસવું પાલવતું નથી માટે આમાં જ પોલ પાડી એના આધારે ટટ્ટ ચલાવવાનો પ્રયત્ન એ તો ભયંકરમાં ભયંકર જ અજ્ઞાનતા અને અધમતા ગણાવી જોઈએ. ચાર આશ્રમ અને જૈનદર્શનઃ | ઇતરમાં ચાર આશ્રમ કહ્યા છે - “બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ.” પણ આ દર્શને તો સીધી જ સંયસ્તની વાત કરી છે. પેલા લોકોને રહેવું અહીં અને ભાવના લાવવી છે ત્યાંની. એ શું, એ વિચારો. શ્રી જિનેશ્વરદેવ બ્રહ્મચર્યનું વિધાન કરે. સંન્યસ્તનું કરે, વાનપ્રસ્થાશ્રમનું પણ કરે કેમ કે એમાં અંશે નિવૃત્તિ છે પણ વચલા ગૃહસ્થાશ્રમનું વિધાન કેમ અને કઈ રીતે કરે એ વિચાર્યું ? એ વિચાર શાથી નથી થતો ? કહેવું જ જોઈએ કે, કાં તો પ્રભુનું દર્શન રૂચ્યું જ નથી અને રૂ હોય તો હવે “કાંક્ષા નામના દોષે પોતાની સત્તા જમાવી છે. એ કાંક્ષા કાંક્ષારૂપે ન મુકાય અને સમ્યક્ત્વરૂપે મુકાય એવા બે લોકોના મનોરથ છે માટે એ દોષ તો ભયંકર કોટિમાં જાય છે. સામાન્ય વ્યક્તિ પણ જો તે વિચારે તો કહી શકે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન ઘર માંડવાનું કે સ્ત્રી પરણવાનું વિધાન ન જ કરી શકે.
Page #44
--------------------------------------------------------------------------
________________
59s - ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 - ૨૩
શ્રી જિનેશ્વરદેવ વીતરાગ એ શ્રી જિનેશ્વરદેવના શાસનના ગુરુઓ પણ પંચમહાવ્રતધારી છે અને એ આગમમાં પણ પાંચ મહાવ્રતોની જ મુખ્યતા છે; આમાંથી હવે બીજું નીકળે ક્યાંથી ? આજના કેટલાક માને છે કે, “જો કોઈ પણ રીતે આ દાખલ થાય, ભોળા સાધુઓ આમાં ફસાય અને એ રીતે કહેવા માંડે તો અમારો બેડો પાર ! આવા દોષને લઈને આજે બધા જ દોષોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવનું દર્શન સુંદર છે, એ જ તારક છે. પણ બીજા સામાન્ય દર્શનની ઇચ્છાનું કારણ એના આચારોમાં સહેલાઈ છે, એ છે અને અનુકૂળતાના અર્થીઓ સહેજે એમાં ફસાઈ પડે છે. શું “ગૃહસ્થાશ્રમ' એ ધર્મ છે?
સભા ગૃહસ્થાશ્રમને ભગવાને ધર્મ કહ્યો છે ને ?
ભગવાને ગૃહસ્થાશ્રમને ધર્મ નથી જ કહ્યો. ભગવાને બે પ્રકારનો ધર્મ કહ્યો છે એ વાત સાચી. બે પ્રકારના ધર્મમાં એક સાધુધર્મ અને બીજો ગૃહસ્વધર્મ, પણ એથી ગૃહસ્થાશ્રમ ધર્મ છે એમ માનવાનું નથી, કારણ કે, એમ કહીને એ ઉપકારીઓએ ગૃહસ્થાશ્રમને ધર્મ નથી કહ્યો પણ ઘરબાર આદિ ન તજી શકાય તેને માટે ત્યાં રહીને પણ આચરવાનો ધર્મ કહ્યો છે. ગૃહસ્થાશ્રમ એ તો પાપ જ છે.” એમ પ્રભુનું શાસન સ્પષ્ટપણે જણાવે છે. ભગવાને કહ્યું શું ? એ જ કે, સાધુપણું એ જ મુક્તિસાધનાનો રાજમાર્ગ છે. જેનાથી સાધુપણું ન લેવાય તે ગૃહસ્થપણામાં રહેવા છતાં પણ સાધુપણાની ભાવના રાખીને અણુવ્રતાદિ ધર્મને . આરાધે. “થોડાએ સાધુ થવું જોઈએ અને બાકીનાએ ઘરમાં રહેવું જોઈએ.” એમ “ભગવાને નથી કહ્યું. છોકરાં રમાડવા પંપાળવાની વાતો કરવા ભગવાન નવરા નહોતા. ભગવાને તો સાધુધર્મ જ પ્રધાનપદે ફરમાવ્યો છે. જે સાધુ ન થઈ શકે તેને માટે ગૃહસ્થપણામાં પણ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત, દાન, શીલ, તપ, ભાવ, જિનપૂજન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધાદિ ધર્મ બતાવ્યો છે. આ બધી ક્રિયાઓ એ ધર્મ ખરો. પણ ગૃહસ્થાશ્રમ એ ધર્મ નહિ. ભગવાને કહેલો ગૃહસ્થધર્મ જ એવો છે કે સાધુ થવાની ભાવના વિના પળે જ નહિ, ઘરમાં રહેવા માટે પળાતો ધર્મ એ વાસ્તવિક ધર્મ જ નથી.
પૈસા કમાવા કે ગ્રાહકોની સંખ્યા વધારવા માટે જ નીતિ પાળવી એ વાસ્તવિક નીતિ નથી. પણ એ તો લોભ છે અને લોભ એ કષાય છે, તથા કષાય એ પાપ છે.
તપસ્વી કહેરાવવા માટે જ ઉપવાસ કરવો એ વસ્તુતઃ તપ નથી, કારણ કે, એને મન તપની કિંમત નથી પણ નામનાની કિંમત છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આથી સમજવું જોઈએ કે, સાધુધર્મની વાસના વિના ગૃહસ્થધર્મ પળતો જ નથી. પૈસા મળે, જિંદગી સુખી થાય, પરલોકમાં પણ સાહ્યબી મળે એ માટે જ જિનપૂજનાદિ થાય, એ પણ વસ્તુતઃ ધર્મ નથી. પણ સંસા૨થી છૂટવા માટે થાય તે ધર્મ છે. સંસા૨થી છૂટવાની ભાવનાથી પૂજા કરનારા કેટલા ? શ્રી જિનેશ્વરદેવના પૂજારીને વૈરાગ્ય કેમ ન હોય ? વૈરાગ્ય નથી આવતો, નથી ગમતો, એનું કારણ એક જ છે અને તે એ જ કે જે હેતુથી પૂજા થવી જોઈએ તે હેતુથી થતી નથી. ‘ક્યારે ભગવાન જેવો થાઉં !' એવી ઊર્મિ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતાં આવવી જોઈએ. ‘આવો ક્યારે થાઉં’ એવું ત્યાગીને (સાધુને) જોઈને થવું જોઈએ. જે ભાવનાએ થવી જોઈએ તે ભાવનાએ એક પણ ધર્મક્રિયા ન થાય એનું પરિણામ જોઈએ તેવું ન આવે એમાં શું આશ્ચર્ય છે ?
૨૪
594
જ
જ્ઞાનીઓ તો કહે છે કે દુનિયા પ્રત્યેનો અભાવ (દુન્યવી પદાર્થો પ્રત્યેની અરુચિ) થયા વિના શ્રી જિનેશ્વરદેવનો ધર્મ વસ્તુતઃ પળતો નથી. દુન્યવી પદાર્થો પ્રત્યે અભાવ આવ્યા વિના ધર્મ થાય શી રીતે ? શ્રી જિનેશ્વરદેવની વાતો હૈયામાં ઊતરે ક્યારે ? ત્યારે જ કે જ્યારે હૈયાનું મિથ્યાત્વ નીકળે. દુન્યવી પદાર્થોને ઉપાદેય માની તેની પ્રાપ્તિ માટે જ પ્રભુની પૂજા કરવી એ ધર્મ નથી. કેટલાક તો એવા છે કે પૂજા કરવા છતાં જેની પૂજા કરે તેની કિંમત ઘટાડે. અહીં આવીને કહે કે, વેપારની મંદી છે, શું કરીએ ?' આવાઓને કહેવું પણ શું ? દેવ, ગુરુ, ધર્મ પાસે દુનિયાની ભીખ કેમ મગાય ? આત્મગુણ અને આત્મગુણને ખીલવનારાં સાધનો મગાય પણ આત્મગુણનાશક પદાર્થોની ભીખ દેવ, ગુરુ અને ધર્મ પાસે કેમ જ મગાય ? હાનિનું ખરેખરું કારણ જ આ છે. ‘આવક ઘટી, વેપારમાં મંદી આવી' એમાં શાસનને શું ? શાસ્ત્ર તો કહે છે કે, ‘આવક ઘટે ! સંસારનું સ્વરૂપ જ એવું છે' કોઈક કહે છે કે, ‘ઘર બળ્યું !’ શાસન કહે છે કે, ‘પાપોદય !’ કોઈક કહે કે, ‘બાયડી મરી ગઈ, શું કરું ?' સાધુ બ્રહ્મચર્ય પાળવાનું કહે. ‘નથી પળતું’ એમ પેલો કહે. સાધુ એને મર્યાદામાં રહેવાનું કહે, પણ એમાં પણ એ કહે કે મર્યાદામાં રહેવાય તેમ નથી, તો એને સૂઝે તે કરે, એમાં સાધુ બીજું કહે પણ શું ? આ બધી વાતો ઉપરથી સમજાશે કે, ગૃહસ્થાશ્રમ એ ધર્મરૂપ નથી જ.
સાચી ચિકિત્સા :
સભા જૈનદર્શનમાં રહેલા સાધુ શું જૈનોને દુઃખી જોઈ શકે ?
જૈનદર્શનના સાધુ તો આખી દુનિયાને દુ:ખી જોઈ રહ્યા છે. બીજી વાત એ છે કે જૈનદર્શનને પામેલા આત્માઓ ક્યાં દુઃખી છે ? નાડીપરીક્ષક એ જ સાચો વૈદ્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
595 – ૨ : કક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 – ૨૫ બાકી દરદીનું ગાયું ગાય તે સાચો વૈદ્ય નથી. નિદાન કરે તે સાચો વૈદ્ય પણ દરદી કહે તેમ કહે તે સાચો વૈદ્ય નથી. દરદીના કહેવા પર નાડીવૈદ્ય આધાર ન રાખે. હવે વિચારો કે, દુઃખ શાથી અને દુ:ખી કેમ ? ધર્મીનું કાંમ છે કે, ધર્મીની ભક્તિ અને સામાન્ય-દુઃખીને સહાય કરે, એનું રક્ષણ કરે, એને શાંતિ આપે, એને ઉચ્ચ દશાએ ચડાવવા યોગ્ય પ્રયત્નો કરે, પણ પેલો કહે તેમ કરવા કોઈ ઓછું જ બંધાયેલ છે ? નિર્ધન જ દુઃખી છે એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. પૈસાવાળા પણ દુઃખી છે. ધનવાનને પણ દુઃખ, નિર્ધનને પણ દુઃખ, મોટાને પણ દુઃખ, નાનાને પણ દુ:ખ, પત્નીવાળાને પણ દુઃખ અને પત્ની વગરનાને પણ દુઃખ, અર્થાત્ સંસારમાં એક ધર્મ સિવાય સુખ છે જ ક્યાં? સુખ ક્યાં છે?
સભા: ‘એ દુઃખ નથી દેખાતું !”
નથી દેખાતું તો ઊંધા ચશ્મા પહેર્યા હશે ! જોઈએ એ સદ્ગણ નથી અને વિષયકષાય ઉપર અંકુશ નથી, એ જીવનમાં સુખ ક્યાંથી મળે ?
સો આદમી સલામ ભરે અને એક આદમી સલામ ન ભરે ત્યાં પણ દુઃખ થાય છે, કારણ કે, માની માણસ સો આદમીની સલામને ભૂલી જાય છે ! અને એક માણસે સલામ ન ભરી ને તેને યાદ આવે છે. જન્મ્યો ત્યારે પાઈ નહોતી અને પચ્ચીસ લાખ ભેગા કર્યા છતાં એમાં એક લાખની ખોટ ગઈ એટલે મોટી પોક મૂકે પણ ચોવીસ લાખ છે એ ન જુએ !
બે બંગલાવાળાને ત્રીજો બંગલો નથી એ દુઃખ છે !! પચીશવાળાને પચાસ, 'પછી સો, બસો, પાંચસો હજાર એમ ઇચ્છા વધતી જાય છે, વિચારો કે, સુખ છે
ક્યાં ? - પત્ની નહોતી મળતી ત્યારે બૂમ મારનારો પરણ્યા પછી પણ પોક મૂકે છે કે, “ફાવતું નથી કહો સુખ ક્યાં છે?
શાસ્ત્ર તો કહે છે કે, “આત્મા પર કાબૂ રાખો તો જ શાંતિ મળે. દુનિયાની અમુક વસ્તુના અભાવમાં દુઃખ કે સદ્ભાવમાં સુખ નથી. દુઃખના નાશનો રસ્તો તો સંતોષ જ છે, વિરાગ છે. લાખમાં સુખ નથી. બધાને રાજ્ય મળે તો એ સુખ ક્યાં છે ? બધાને રાજ્ય મળે તોય સુખ ન આવે કેમ કે પાપ છે. - શ્રી શ્રેણિકરાજા તથા શ્રી શાલિભદ્ર બેય સુખી હતા એનું કારણ વિચારો. શ્રેણિક મહારાજે શ્રી શાલિભદ્રની રિદ્ધિ જોઈને કહ્યું કે, “ક્યાં આ અને ક્યાં હું ! ભગવાને પુણ્યના અનેક પ્રકાર કહ્યા છે. આનું ભોગપુણ્ય એ ભોગવે છે, મારું
Page #47
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
-
595.
રાજપુણ્ય હું ભોગવું છું.' આવી ભાવનાના યોગે એમને દુઃખ ન થયું, નહિ તો લૂંટવાની ભાવના ન થાત ? માટે વિચારો કે, સુખનો આધાર શાના ઉપર છે ?
પુણ્ય તેમજ પાપ, બેયનો ભોગવટો કરતાં ન આવડે તો સુખ નથી, દુઃખ જ છે. પુણ્ય અને પાપ બેય પર માને, એના યોગે મળેલી સામગ્રીથી પોતાને જુદો માને તો એ બેયનો ભોગવટો કરતાં આવડે અને છોડતાંય આવડે એના અભાવે બધા જ દુઃખી છે. આવી ભાવનાવાળો સાધર્મિક છે અને એની ભક્તિ કરવી તે તો ધર્મની જ ભક્તિ છે. શક્તિ હોવા છતાં આવા જે સાધર્મિકની ભક્તિ ન કરે તે અનુપમ ધર્મની આરાધનાથી વંચિત રહે છે.
સભાઃ “સાહેબ ! સાધર્મિક વાત્સલ્યનો અભાવ છે.”
સાધર્મિકપણાનો પણ અભાવ છે ને ! સાધર્મિકપણે કેળવો એટલે વાત્સલ્ય આપોઆપ ઊભરાશે. પાપાનુબંધી પુણ્યના પ્રતાપે બનેલા શ્રીમાનો, લક્ષ્મીના લોભી છે અને પાપાનુબંધી પાપના યોગે દરિદ્રી બનેલાઓ, લક્ષ્મીના અર્થી છે;. બેયમાં આ ખામી છે. શાસ્ત્રકારો કહે છે કે, શ્રીમાનો જો લક્ષ્મીની ગુલામી મૂકી દે અને દરિદ્રી જો એનું અર્થપણું મૂકી દે તો તરત બધુંય ઠેકાણે પડે. આજે મોટે ભાગે બેમાંથી એક પણ પ્રશંસાપાત્ર નથી; એકેનાં વખાણ થાય કે ગુણ ગવાય તેમ નથી. ઉભયમાં યોગ્યતા આવે તો આજે પણ બધુંયે છે; માટે આ દુઃખી છે એટલો જ માત્ર વિચાર કરી ઉન્માર્ગે દોરાઈ જવા જેવી વિચારણાઓને હૃદયમાં સ્થાન આપવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. દુઃખનું નિદાન એવું કરો કે જેથી રિબાવું ન પડે. ઘરબાર, કુટુંબ, લક્ષ્મી વગેરેના અભાવમાં મિથ્યાદૃષ્ટિ તો દુઃખ માને પણ શ્રાવકોય માને ? અજ્ઞાનો જેને દુઃખ માને છે, તે દુઃખ માનવામનાવવામાં સાધુ ભેગા કેમ ભળે ? દરદીનો સન્નિપાત વૈદ્યને ઓછો જ થાય ?
સન્નિપાતના દરદીને તો વૈદ્ય દોરડે બાંધવાનું પણ કહે. સંબંધીઓ બાંધવાની ના કહે તો પણ વૈદ્ય તો કહી દે કે, “ઊઠશે, માથું ભટકાશે અને દરદી રિબાઈને મરશે, દોરડે બાંધવાથી ભટકાવું વગેરે નહિ બને અને એથી પડ્યો પડ્યો ભલે ધ્રુજે પણ વધારે રિબાશે નહિ.” એ જ રીતે આ પણ સાચા ચિકિત્સકો કહી દે કે, “લક્ષ્મી ન મળે, સુખ ન મળે તો સંતોષ પકડવો, માનવું કે ભાગ્ય નથી અને વધુમાં વિચારવું કે મળવાથી ફાયદો પણ શું છે ?' આ વિચારથી આત્માને અપૂર્વ શાંતિ થાય છે અને સાચું જૈનત્વ ખીલી ઊઠે છે, પણ આ વિચારો આજે પસંદ જ શાના પડે ? આજે તો આવક થોડી અને ખરચા ઘણા પછી સુખ મળે જ શાનું ? સાધન ન હોય તો ખરચા ઓછા કરવા જોઈએ અને સાચા સંયમી બનવું જોઈએ. પાન, બીડી, સિગારેટ, હોટલ, ચાહ, નાટક,
Page #48
--------------------------------------------------------------------------
________________
597 – ૨ : કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42 ચેટક, એ બધું શા માટે ? ખીસ્સાં ખાલી છે અને ખરચવું ઘણું છે માટે દુઃખ છે. વગર પૈસે ખરચવાની ભાવના એ જ દુઃખ.
સભાઃ શ્રીમંતોની કૃપણતાથી દેવદ્રવ્ય પર નજર ગઈ ને !
એ ન્યાય ક્યાંનો કે કોઈની ઉદારતાના અભાવે બીજો દેવાળું કાઢે ? કોઈ લક્ષ્મીવાન છે પણ પાપોદયે એનામાં ઉદારતા નથી માટે બીજો પાપ કરે ? અને એના ગુનાનો આરોપ બીજે ? બધાં જ પાપ શ્રીમાનોના જ માથે ? કોઈ શ્રીમાનને કહે કે, “આપ ! નહિ તો મંદિરનું દ્રવ્ય ખાઈ જઈએ છીએ અને એનું પાપ તને !' એમ કહીને દેવદ્રવ્ય ખાઈ જાય એનું પાપ શ્રીમાનને લાગે કે એ પાપાત્માને લાગે ? જે જે આત્મામાં તેટલી ખામી છે એમ સમજાઈ જાય તો બધી જ પંચાત ટળી જાય. વળી કેવળ રોટલાની વાત જ આજ ક્યાં છે ? ધર્મના અર્થી હોય અને કેવળ રોટલાની જ અપેક્ષા હોય તો તો બધા રસ્તા છે. પણ એવું ક્યાં છે ?
સભાઃ “પત્ની, પરિવાર, ઠાઠમાઠ બધું જોઈએ છે.'
હવે સમજ્યા ! અરે ! રોટલા ખાનારા, સહાય લેનાર પણ આજે કહે છે કે, “અમે તમારું માનવા બંધાયેલા નથી. અમે ભણ્યા ભલે, તમે અમને ભણાવ્યા પણ તમે કહો તેમ વર્તવાને અમે બંધાયેલા નથી. મરજી આવે તેમ વર્તવાના !” કહો ક્યાં છે સાધર્મિકપણું ? પાપના યોગે ગમે તે અવસ્થામાં પણ અર્થ-કામના અભાવની ફરિયાદ દેવગુરુધર્મ પાસે લઈ જવાય ? કેટલાક તો એવી વાત કરે છે, કહે છે કે, “દેવ પૈસા અપાવે એવા ચમત્કારી જોઈએ અને ગુરુ બેકારી ટાળે એવા જોઈએ. પણ એ વિચાર નથી આવતો કે પાપના યોગે આવેલી બેકારીને કોઈ પણ શી રીતે કાઢે ? ભણેલા ગણાતાઓ પણ પોતાની સહીના મેનીફેસ્ટા બહાર પાડે છે કે, “જૈન સાધુઓએ જૈન સમાજની બેકારીનો સવાલ ચર્ચા વિના 'છૂટકો નથી. હું કહું છું કે સાધુ કદી એ સવાલ ન ચર્ચે.” બેકારી પાપના યોગે આવી છે માટે પાપ ખસેડો, લોભ ટાળી સંતોષ આદરો અને વિષયકષાયને
મૂકી દો.
ખરેખર દુખ શામાં છે ?
સભાઃ મૂળ કારણ તરફ દષ્ટિ જતી નથી.
આજે તો એવા લોકો દુનિયાના સવાલોને ધર્મદ્રષ્ટિએ વિચારવા માંગે છે, અનાચારમાં ધર્મની છાપ મરાવવા માંગે છે ! પણ તેઓને એ વિચાર નથી આવતો કે, પાપમાં ધર્મની છાપ કેમ હોય ? એક માણસ એમ કહે છે, “મારે મરી
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૮
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
598 જવું છે, મને ઝેર લાવી આપ, નહિ લાવી આપે તો ખંજરેથી મરીશ માટે ઝેર આપ.' તો એને લાવી આપવું ? નહિ જ. કારણ કે, એને સૂઝે તેમ એ કરે પણ એને ઝેર લાવીને કેમ જ અપાય ? એ રીતે ઉન્માર્ગે ચઢેલાઓ તેમને ફાવે તેમ કરે પણ તેવાઓને ધર્મદષ્ટિએ વિચારીને ઉત્તેજન કેમ અપાય ? ધર્મદષ્ટિએ ઉન્માર્ગ કેમ જ પોષાય ? કોઈને પોતાને જ નરકે જવું હોય તો એને સ્વર્ગ મોકલવાની આપણી તાકાત નથી.
એ લોકો તો એમ કહે છે કે, “દેવ તો અમને આપે એવા ચમત્કારી જોઈએ, અને સમાજની ચિંતા ન કરે તે ગુરુ નહિ અને બધી વાતની જેમાં હા ન હોય તે ધર્મ નહિ” શું આ ખરું છે ? નહિ જ. કારણ કે શાસ્ત્ર તો કહે છે કે, “દેવ તો . વીતરાગ જ, એ દેવ ભક્તિ કરે તેના ઉપર રાગી ન થાય અને ગાળ આપે એના ઉપર દ્વેષી ન થાય, ગુરુ છે કે જેને ઘરબાર નહિ અને દુનિયાને પણ ઘરબાર વગેરે છોડવા જેવું છે એમ જ સમજાવનારા અને દુનિયાને એટલે વિષય કષાયરૂપ સંસારને ખોટો સમજાવવાની જેમાં વાત તે ધર્મ, અર્થાત્ વિષયના વિરાગને, કષાયના ત્યાગને, ગુણના અનુરાગને અને એ ત્રણેય કરનારી જે ધર્મક્રિયા, તેમાં અપ્રમત્તપણું લાવે તે ધર્મ.
'દેવ પોતાના ભક્તોને લાખો આપે, ગુરુ સંસારનો ઉપદેશ આપે અને ધર્મ વિષયકષાયની છૂટ આપે એવું અહીં કોઈએ કહ્યું જ નથી. સૌમાં સુખી થવાની શક્તિ છે પણ એવો પ્રયત્ન થાય તો. ઉપાય દુઃખી થવાના થાય ત્યાં સુધી સુખી થવાય જ શી રીતે ? સુખી થવાની ભાવના હોય તો “ગૃહસ્થપણામાં રહેવાની શ્રી જિનેશ્વરદેવે છૂટ તો આપી નથી જ' એ ગોખો. એ ઉપકારીઓએ ગૃહસ્થધર્મ જરૂર કહ્યો છે. પણ ગૃહસ્થાશ્રમમાં રહેવું એમ નથી કહ્યું. સાધુ થવું એ પરમધર્મ છે. - સાધુ થવું હોય તેણે પાંચ મહાવ્રતો પાળવાં જોઈએ, જેનાથી એ ન બને તે ગૃહસ્થપણામાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રત પાળે, દાન દે, શીલ પાળે, તપ કરે અને ભાવના ઊંચી રાખે.
વિચારો - “ગૃહસ્થનો ધર્મ દાન કે લક્ષ્મી ? ગુહસ્થનો ધર્મ શીલ કે સદાચાર? ગૃહસ્થનો ધર્મ તપ કે ખાવું ? ગૃહસ્થનો ધર્મ સારી ભાવના કે નરસી ? સારી ભાવના કઈ ? ‘લાખ મેળવું, કંપની કાઢે, બંગલો બંધાવું' એ શું ? સારી ભાવના છે ? કહેવું જ પડશે કે નહિ, તો વિચારો કે, સમ્યગુદષ્ટિની ભાવના કઈ ? કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રાવકે કરવાની ભાવનામાં ફરમાવે છે કે -
Page #50
--------------------------------------------------------------------------
________________
૨ ઃ કાંક્ષાનું મૂળ - અનુકૂળતાની ઇચ્છા - 42
૨૯
૧૪
શ્રી જિનેશ્વરદેવના ધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં અને શ્રી જિનેશ્વરદેવના ધર્મથી વાસિત એવો હું દાસ પણ થાઉં અને દરિદ્ર પણ થાઉં.”
599
અર્થાત્ શ્રી જિનેશ્વરદેવના ધર્મના અભાવમાં ચક્રવર્તીપણું પણ મારે ન જોઈએ અને જ્યાં શ્રી જિનેશ્વરદેવનો ધર્મ હોય ત્યાં દારિત્ર્ય હોય તો પણ ભલે હોય. ‘એ ધર્મ પામ્યા પછી હું દાસ નથી.' એ ભાવના છે. આ ભાવના આવી ત્યાં દુઃખ હોય જ શાનું ? ધર્મ હોય તો દરિદ્રતાનોય એને વાંધો નથી પણ ધર્મરહિતપણામાં તો ચક્રવર્તીપણાનોય એ ઇન્કાર કરે છે. એટલે કે નથી માંગતો, અને ધર્મની હયાતીવાળા દારિદ્રચપણાનો પણ એને વાંધો નથી. સમ્યષ્ટિની આ ભાવના હોય છે. ચક્રવર્તીપણામાં સુખ હોત તો ધર્મરહિતપણે એ ન માગ્યું તે કેમ બનત ? આથી સમજો કે, ‘ચક્રવર્તીપણામાં સુખ નથી અને દારિદ્રયમાં દુ:ખ નથી.’ ‘સુખ તો ધર્મમાં છે અને દુઃખ ધર્મના અભાવમાં છે,’ એ નિશ્ચિતપણે સમજો !
આ પ્રકારનો જો નિશ્ચય થઈ જાય તો પ્રભુશાસનમાં અવિચળ શ્રદ્ધા થઈ જાય અને એ શ્રદ્ધાના પ્રતાપે, નહિ તો થાય શંકા કે નહિ તો કાંક્ષા થાય. ‘કાંક્ષા’ દોષ પ્રભુશાસનની રુચિ ઘટાડીને ઇતર શાસનની અભિલાષા પેદા કરે છે. એથી બચવા માટે સાચા વિવેકી બનવું જોઈએ અને એ વિવેક દ્વારા વસ્તુમાત્રના સ્વરૂપનો વિચાર કરી પ્રભુશાસનમાં ખૂબ દૃઢ બનવું જોઈએ.
*
૧. “નિનધર્મવિનિર્માવતો, મા પૂર્વ ચક્રવત્તિ ।
સ્યાં રેટોપિ રિટ્રોપિ, બિનધર્માધિવાસિતઃ ।।।"
Page #51
--------------------------------------------------------------------------
________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક
વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, પોષ વદ-૧૨ રવિવાર, તા. ૨૩-૧-૧૯૩૦
• પૌદ્ગલિક રસિકતા એ જ પાપ : • સમયધર્મના નામે સગવડિયા ધર્મની શોધમાં :
સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ : પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવાય ખરું પણ મનાવાય નહિ :
એ તો વાંદરાને દારૂ પાઈ નિસરણી આપવા જેવું! • ઉપકારનું સ્વરૂપ સમજો !
સાધુ શાના વિરોધી છે ? • જીવનમાં કાંઈ નહિ ને અમે પચ્ચીસમા તીર્થંકર?
પદ્ગલિક રસિકતા એ જ પાપ:
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી. શ્રીસંઘને સુરગિરિની સાથે સરખાવતાં, એની વજમયી પીઠને સ્થાને સમ્યગ્દર્શન કહે છે, તે સમ્યગ્દર્શન મેરૂપીઠની જેમ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. પાંચ દોષો સમ્યગ્દર્શન, રૂપ પીઠમાં પોલાણ કરનારા છે. જો એ પાંચ દોષો દ્વારા એ પીઠમાં પોલાણ થાય તો કુમતની વાસનારૂપ પાણીનો એમાં પ્રવેશ થાય; અને જો એમ થાય તો શ્રીસંઘરૂપ સુરગિરિ સ્થિર રહી શકે નહિ. એ જ કારણે એ પાંચ દોષોમાં પહેલો દોષ શંકા છે. એ શંકા દોષ ઘણો જ કારમો છે. એ દોષનું પરિણામ પણ આપણે “અષાઢાભૂતિ' નામના આચાર્યના આખ્યાનથી જોઈ આવ્યા છીએ. એ શંકા દોષથી મલિન અંતઃકરણવાળા આત્માને શ્રી જિનેશ્વરદેવના વચનમાં જેવો જોઈએ તેવો વિશ્વાસ નથી રહેતો અને એ અવિશ્વાસ તત્ત્વદૃષ્ટિ માટે ઘણો જ અનિષ્ટકર છે, એમાં કશી જ શંકા નથી. એ જ કારણે અનંત ઉપકારી મહાપુરુષો ફરમાવે છે કે -
_ "जिनमतगतां शङ्कां कुर्वननेकपार त्रिकापायपदं स्यात्"
“શ્રી જિનેશ્વરદેવના મતમાં કહેલા કોઈ પણ પદાર્થની અંદર શંકા કરનારો આત્મા, પરલોક સંબંધી અનેક અપાયોનું સ્થાન થાય, અર્થાત્ એવા આત્માને પરલોકમાં અનેક અપાયોના ભોક્તા થવું પડે છે.”
Page #52
--------------------------------------------------------------------------
________________
601
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
તે જ કારણે કહ્યું છે કે
-
૩૧
“विमलमपि हि चेतः शङ्कया पङ्किल स्यात्, पय इव च पयोधेः कर्दमोद्दामयोगात् ।
तदनु च जिनवाक्ये प्रत्ययः स्यादगाढः, स च खलु परिपन्थी तत्त्वदृष्टेरनिष्टः । । १ । । "
‘ઉદ્દામ કીચડના યોગથી જેમ સાગરનું પાણી કાદવવાળું થાય તેમ નિર્મલ પણ અંતઃકરણ શંકાથી મલિન થાય. એ મલિનતા થયા પછી શ્રી જિનેશ્વરદેવના વચનમાં રહેલો જે વિશ્વાસ, તે શિથિલ થઈ જાય છે અને એ શિથિલ વિશ્વાસ તત્ત્વદૃષ્ટિનો કારમો શત્રુ છે.’
જેમ શંકા દોષ કારમો શત્રુ છે તેમ કાંક્ષા દોષ પણ ભયંકર શત્રુ છે. અત્રે એ જ દોષની વાત ચાલે છે. પરમતની અભિલાષા તે કાંક્ષા. ‘શ્રી જિનેશ્વરદેવના કલ્પતરૂ જેવા મતને મૂકી, બાવળ જેવા અન્ય મતની ઇચ્છા કરે કોણ ?’ આ વાત ખરી, પણ આત્માને જ્યાં સુધી આત્મભાવનું ભાન નથી થતું ત્યાં સુધી એને સત્ય કરતાં સહેલું બહુ ગમે છે. મુશીબતે અહીં આવ્યો, પણ વિના તકલીફે ધર્મી મનાવાતું હોય તો એ ઇચ્છા ઝટ થાય છે. દુનિયાના પ્રાણીઓની ભાવના સહેજે સહેલાઈ તરફ વળે છે, કારણ કે, પુદ્ગલાનંદી આત્માઓને પુદ્ગલનો આનંદ મળતો હોય અને ધર્મી‘મનાવાતું હોય, તો તે બહુ ગમે છે. જગતના જીવો પુદ્ગલના રસિયા છે, એટલે એની ખાતર આત્મા વસ્તુ ભૂલવા તૈયાર છે. આસ્તિક માત્ર માને છે કે, આત્મા અને શરીર ભિન્ન છે, શરીરને છોડીને આત્મા જવાનો છે; છતાં શરીરની ચિંતામાં આત્માને પ્રાયઃ કોઈ યાદ પણ કરતું નથી. કહો કે, શરીર માટે આત્માને ભૂલનારા કેટલા ?
સભાઃ લગભગ બધા જ !
જ્યારે શરીરની ચિંતામાં આત્માને ભૂલનારા લગભગ બધા જ ત્યારે આત્મા માટે શરીરની ચિંતાને ભૂલનાર શોધવા પડે, અરે, શોધતાંયે હાથ ન આવે એ શું ઓછું શોચનીય છે ? શરીર અને આત્માની ભિન્નતાનો સ્વીકાર કરવાં છતાં પણ શરીરની ઉપાસના એ જ પ્રધાનપદે રહે છે. દૂધની મધુરતા પાણીથી વધારે છે, છતાં પણ ‘હંસ’ પક્ષીમાં જ એ ગુણ છે કે, પાણીને દૂર કાઢીને દૂધ પીએ પણ બીજા પક્ષીમાં એ ગુણ નથી; તેમ શરીર અને આત્માની ભિન્નતા આસ્તિક માત્ર સ્વીકારે, પણ આત્માને જડના સંસર્ગથી અલગ કરવા ખાતર શરીરનાં સુખ વર્જનાની શક્તિ તો જૈનમુનિરૂપી હંસમાં જ છે. જાણે ઘણા, બોલવામાં કોઈને હરકત નહિ. પણ વર્તાવમાં જ મુશ્કેલી છે. આથી
Page #53
--------------------------------------------------------------------------
________________
602
૩૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ પુલાનંદી જીવોને સહેલા ધર્મની અભિલાષા થાય એ સહજ છે. વળી, કેટલાક આજે અન્ય મતમાં ઘણું ટોળું જોઈને સાચા માર્ગમાં ખામી માની બેસે છે. આજે ઘણા કહે છે કે, “બહુમતીને માનવી ! સાચું હોય તો બહુમતી કેમ નહિ ?' એ જ સૂચવે છે કે, અજ્ઞાનને, એટલે વસ્તુસ્વરૂપને નહિ સમજનારને ખોટા પ્રત્યે પણ આડંબરથી અભિલાષા થવાનો સંભવ છે. એ જ કારણે અજ્ઞાન આત્માઓને, પરિણામે અસુંદર એવા ધર્મ પ્રત્યે પણ અભિલાષા થાય એમાં આશ્ચર્ય નથી અને એમ થવામાં પુદ્ગલાનંદ એ પ્રબળ કારણ છે. ' સમયધર્મના નામે સગવડિયા ધર્મની શોધમાં! સભાઃ “સાહેબ ! એથી જ આજે સમયધર્મના નામે સગવડિયો ધર્મ ચાલી રહ્યો
આ છે ને ? સમયધર્મના નામે સગવડિયો ધર્મ ચાલવાનું એ જ મુખ્ય કારણ છે, એમાં કશી જ શંકા નથી. આજે કહેવાતા સુધારકો જેને સમયધર્મ કહે છે. તેં એ. સગવડિયો ધર્મ જ છે. બાકી વાસ્તવિક રીતે તો શ્રી જિનેશ્વરદેવનું શાસન એ જ સાચો સમયધર્મ છે. “સમય”નો અર્થ આગમ પણ થાય અને સમય પણ થાય. પ્રભુએ પ્રરૂપેલો ધર્મ સર્વ સમયને અનુકૂળ જ છે. સાચું સમયનું દર્શન તો પ્રભુશાસનમાં જ થઈ શકે તેમ છે પણ અન્યત્ર નહિ. “પ્રભુનું શાસન સમયને અનુકૂળ છે.” એનો અર્થ એ નથી જ કે સમયની નાશક પ્રવૃત્તિઓમાં પણ પ્રભુશાસન સમ્મત છે. એનો અર્થ તો એટલો જ છે કે જે, જે સમયે જે જે રીતે આત્મશ્રેય સાધી શકાય તેમ હોય છે તે રીતોનું વિધાયક પ્રભુશાસન છે. એ જ કારણે એ શાસનનાં વિધાનો ત્રિકાલાબાધિત હોય છે. આથી એ વસ્તુ સ્પષ્ટ જ છે કે આજના જમાનાવાદીઓ જે પ્રકારે સમય જોવાનું કહે છે તે પ્રકારે સમય જોવાનું આ શાસન ફરમાવતું જ નથી. પ્રભુનું શાસન તો પ્રાણી માત્રનું એકાંતે કલ્યાણ થાય એવું જ વિધાન કરનાર છે. આવા સુંદર શાસનને પામવા છતાં પણ તુચ્છ સુખના અર્થીઓને અથવા તો આડમ્બરના પૂજારીઓને કાંક્ષા થવી અસંભવિત નથી. કારણ કે પુગલાનંદી જીવોનું પુદ્ગલરસિકપણું એ એક ભયંકરમાં ભયંકર પાપ છે. બાકી ‘ઉદારતા સારી છે' એમ કોણ નથી જાણતું ? પ્રાયઃ સૌ જાણે છે પણ લક્ષ્મીની લાલસા ઉપર છીણી કેટલા મૂકે છે ?
સદાચારો સારા છે.” એમ સૌને કબૂલ કરવું પડે છે; તે છતાં પણ વિષયની તીવ્ર લાલસા એ સદાચારોનો ભાંગીને ભુક્કો કરે છે. તપ સારો હોવા છતાં પણ રસની લાલસા તમને ક્યાંય સુવાડી દે છે. ઊંચી ભાવનામાં આત્મહિત હોવા છતાં પણ એ ભાવનાનું મોટા ભાગમાં નામોનિશાન પણ
Page #54
--------------------------------------------------------------------------
________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
જણાતું નથી. આનું કારણ વિચારીશું તો પુદ્ગલાનંદ એ જ મુખ્ય કારણ છે; એમ કબૂલ કર્યા વિના ચાલે તેમ જ નથી. ‘ઉદારતા' એ પ્રશંસા પાત્ર છે એમ કોણ નથી જાણતું ? છૂપું દાન કરનારાની પ્રશંસા શું કામ છે ? છૂપી સહાય કરનારના હિતસ્વી કેટલા ? આપત્તિ વખતે એના સહાયક કેટલા ? છૂપા દાતાર માટે એના દુઃખ વખતે આંસુ સારનારનો પાર નથી અને મોટો શ્રીમંત હોવા છતાં પણ જેણે એક પાઈ પણ નથી આપી, એની પાછળ ‘પાપ ગયું’ એમ કહેનારનો પણ પાર નથી.' આ પ્રમાણે કહેનારાઓમાં પણ ઉદારતા કેમ નથી આવતી ? માન ઉદારને કે શ્રીમાનને ? શ્રીમાન આવે તો ઊભા થવાનું મન થાય કે ઉદાર આવે તો ? શ્રીમાન આવે ત્યારે ઊભા થવું પડે એ વાત જુદી, પણ ઊભા થવાનું મન ક્યાં થાય ? આ સમજાય તેવી વાત હોવા છતાં પણ પુદ્ગલરસિકતા રૂપ પાપના પ્રતાપે આત્માને ‘ઉદારતા' ગુણની પ્રાપ્તિ થવી અશક્ય થઈ પડી છે. એ જ સ્થિતિ દરેક ગુણો માટે પણ છે. સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ :
આથી જ એક વાત નિશ્ચિત કરવી પડશે કે પુદ્ગલાનંદ એ પ્રભુના શાસનમાંથી ખસેડનાર ભયંકર દુર્ગુણ છે. સમ્યગ્દષ્ટિના રોમરોમમાંથી સંસારની અસારતાના ધ્વનિ નીકળે. સમ્યગ્દષ્ટિ અઢાર પાપ-સ્થાનમાંના એકને પણ પુણ્યસ્થાનક ન માને. એ પાપસ્થાનકને પાપસ્થાનક તરીકે જરા પણ ઢીલા શબ્દોમાં ન કહે. પોતાના ગુનાને ગુના તરીકે જ જાહેર કરે. પોતાના પ્રમાદને ડહાપણનું રૂપ આપવાનો સમ્યગ્દષ્ટિને વિચાર સરખોય ન આવે.
603
૩૩
એના દૃષ્ટાંત તરીકે શ્રીમતી મૃગાવતીજીને લઈએ. એ મહાસતીનો ગુનો કરવાનો ઇરાદો નહોતો. સમવસરણ પ્રભુનું હતું, શ્રી વીતરાગદેવ સામે બેઠેલા હતા, અંધારું થાય ત્યાં સુધી બેસવાની ભાવના નહોતી, પ્રકાશની ભ્રાંતિએ પોતે બેઠાં પણ એને ગુનો માની જ્યારે ગુરુણી ચંદનબાળાજીએ ઠપકો આપ્યો, ત્યારે પોતે માન્યું કે, ભૂલ નક્કી થઈ; જેવો ઉ૫યોગ કરવો જોઈએ તેવો રહ્યો નહિ. માટે ગુનાની ના ન પડાય. સમ્યગ્દષ્ટિનાં વિવેકચક્ષુ આ રીતે ઉઘાડાં રહે છે. આ જ કારણે કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો રહે પણ સંસારને વખાણવાનો ખ્યાલ તો એ પુણ્યાત્માને સ્વપ્નેય ન આવે. પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવાય ખરું, પણ મનાવાય નહિ !
પાપ કરવાં પડે એ કારણે પાપ કરે છતાં પણ એ પાપને પાપ માનવામાં ઇન્કાર ન કરે, પાપને પાપ તરીકે જ જાહેર કરે. એ આત્મા કદી જ પાપનો બચાવ ન કરે. આથી સમજી શકાશે કે, પાપના બચાવ કરવાની રીત સામે જ
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૪.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
–
604
આપણને આજે વાંધો છે, એની સામે જ આપણો ધર્મસંગ્રામ છે. આપણી લડત અન્ય કોઈની જ સામે નથી, પણ પાપને પાપ નહિ માનવાની ભાવના સામે જ છે. “ચૂલો કેમ સળગાવ્યો?, ઘર કેમ માંડ્યું !, છોકરાં કેમ રમાડો છો ?,” એ કદી ન પુછાય, પણ “એ બધું પાપ છે કે પુણ્ય એ તો જરૂર પુછાય. “દુકાને કેમ જાઓ છો ?, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં કેમ રહ્યા છો ? એ ન પુછાય, પણ
એ રહેવા જેવું છે કે છોડવા જેવું છે અને એ પાપ છે કે પુણ્ય છે ?' એ જરૂર પૂછાય. “છોકરા ઉપર પ્રેમ, અગર દુનિયાદારીનો પરસ્પરનો પ્રેમ,” એ પાપસ્થાનક કે પુણ્યસ્થાનક?' - આ વસ્તુ તમારે બરાબર સમજી લેવી જોઈએ: એ પાપસ્થાનકને પુણ્યસ્થાનક બનાવવા માંગો એ તો ઠીક, પણ પાપસ્થાનકને . પુણ્યસ્થાનક મનાવવા માંગો એ કેમ ચાલે ?
સભાઃ “દીકરા ઉપર પ્રેમ રાખવો, એ ગૃહસ્થની ફરજ ખરી કે નહિ? .
એ ફરજ ધર્મરૂપ કે મોહરૂપ ? આજે ફરજનો અર્થ ધર્મમાં લઈ જવાય છે, માટે એ નક્કી કરો કે, ફરજ ધર્મરૂપ કે મોહરૂપ ? એમ કહો કે, જન્મ આપ્યો, ઉપાધિ વહોરી, માટે હાથ ફેરવવો જોઈએ. નવરાવવો - ધોવરાવવો પડે એ ઠીક, પણ હું પૂછું છું કે, એ બધું ઉપાદેય તરીકે માનીને કરવા જોણું ખરું કે નહિ ? કહેવું જ પડશે કે નહિ જ, કારણ કે, સમ્યગુદૃષ્ટિ રાજાઓ પણ માનતા કે, રાજ્યના માલિક બન્યા માટે બધું કરવું પડે છે અને એથી રાજ્યનું પાપ અમારી સાથે આવે છે.”
શ્રી ભરત મહારાજાએ શ્રી બાહુબલીજી સાથે ભયંકર યુદ્ધ કર્યું અને ચક્ર મૂકવાની અનીતિ પણ કરી ચૂક્યા, પણ જ્યારે શ્રી બાહુબલીચેત્યા અને એમણે મુનિપણું લીધું કે તરત જ શ્રી ભરત મહારાજા શ્રી બાહુબલીજીના ચરણમાં નમી પડ્યા અને સ્પષ્ટ શબ્દોમાં બોલ્યા કે -
તેં મારા પ્રત્યેની અનુકંપાથી રાજ્યનો ત્યાગ કર્યો માટે તું ધન્ય છે અને હું પાપી છું, કારણ કે, અસંતુષ્ટ હોવાના કારણે દુર્મદ બનેલા એવા મેં તારા ઉપર ઉપદ્રવ કર્યો છે !
જેઓ પોતાની શક્તિને જાણતા નથી, જેઓ અન્યાય કરે છે અને જેઓ લોભથી જિતાય છે, તેમાં હું ધુરંધર છું !
રાજ્ય એ ભવતરુનું બીજ છે” એમ જેઓ નથી જાણતા તેઓ અધમ છે અને જાણતાં છતાં પણ તેનો ત્યાગ નહિ કરનારો હું તેના કરતાં પણ વિશેષ અધમ છું !!!
Page #56
--------------------------------------------------------------------------
________________
605
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43.
તું જ પિતાનો પુત્ર છો કે જેથી પિતાના પંથે અનુગમન કરે છે, હું પણ તે પિતાનો પુત્ર ત્યારે જ ગણાઉં કે જ્યારે તારા જેવો થાઉં !!'
આવા આવા અનુપમ પ્રસંગોનો અભ્યાસ કરી કરીને તમે જે જે દુનિયાદારીની ક્રિયા કરો તેને પુણ્યરૂપ મનાવવા આગ્રહી ન બનો, પણ પુણ્યરૂપ બનાવવા પ્રયત્નવાન બનો. પુણ્યના અંશ એમાં નાંખતાં આવડે, તો જરૂર એ પણ પુણ્યરૂપ બનો; આખા પાપસ્થાનકને પલટાવી પુણ્યસ્થાનક બનાવી શકાય; પણ તે પહેલાં સત્ય કબૂલવું જ પડશે કે, ઘરબાર અને કુટુંબ આદિ ભારરૂપ છે. માટે તમે જો પાપસ્થાનકને પુણ્યસ્થાનક તરીકે સમજાવી શકતા હો તો મને ખુશીથી સમજાવો અને જો તેમ ન હોય તો કબૂલ કરો. એ તો વાંદરાને દારૂ પાઈ નિસરણી આપવા જેવું!
તમે પ્રતિક્રમણ બે વાર કરો છો ? બધાયે શ્રાવક છો ને ? જો જૈન કુળના આચારો સાચવ્યા હોત, તો આજે આ વિગ્રહ જ ન હોત. જન્મથી માંડીને ધર્મક્રિયામાં રંગ નથી, તેનું જ આ તોફાન છે. જેઓ ધર્મથી વિપરીત બન્યા છે તેઓને જેટલું ભણાવાય તેટલું નુકસાન છે; વાંદરાઓને દારૂ પાઈને નિસરણી આપવા જેવું છે. આવડત વિનાના રૂપાળા દીકરાને પણ પેઢી સોંપાય ? એવાને ચાવી આપવામાં પણ હરકત ખરીને ? શેઠિયા મુનીમને ચાવી આપે છે, પણ નાલાયક દીકરાને નથી આપતા. નાલાયકાતના કારણે તો વેપારીઓ ઘરના માણસોને પેઢીથી બહાર રાખી, બહારના માણસને વધારે પગાર આપી પેઢીનું કામ ચલાવે છે.
આ ઉપરથી સમાજનાં સંતાનોને સહાય કરવાનો નિષેધ ન માનતા ! સાધર્મિકને સહાય કરવા માટે તો પોતાના ભોગે પણ બધું જ કરવાની છૂટ છે. પોતે ભૂખ્યા રહીને પણ સાધર્મિકની ભક્તિ કરવી, એ પણ અનુપમ છે. પોતાનાં સંતાનને જેટલું કલ્યાણકારી ભણાવો તેટલું જ સમાજનાં સંતાનોને પણ ભણાવો; પણ એ સમાજનાં સંતાન જોઈએ ને ?
ખેર ! તમારા સમાજનાં કદી ન હોય તો પણ કૃતઘ્ન સમાજનાં તો ન જ જોઈએ. એવાં તો ન જ જોઈએ કે, જે જેના પૈસાથી ભણે તેને જ કાલે સવારે કહે કે, અમને ભણવાની સહાય આપનારા બેવકૂફ, ગધ્ધા અને અભણ છે. એવાને તો કહેવું જોઈએ કે, ઓ હૈયા વિનાના ! એનામાં ઉદારતા છે અને તું ભણ્યો છતાં પણ તારામાં એ ઉદારતા ન આવી, માટે એ ભણેલો અને તે અભણ છે. વિચારો કે, ભણેલો કોણ ? અને પંડિત કોણ ?
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૯ – – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
606 પાપભીર પંડિત કે પાપનો સાથી પંડિત ? પાપથી નહિ ડરનારા લાખો પંડિતો તો સત્યાનાશ વાળે. પાપથી નહિ ડરનારા પંડિતોને પેદા કરનારાં કારસ્થાનો અને કારખાનાં બંધ જ થવાં જોઈએ. પાપના પ્રચારનારાઓને પકવનારાં કારખાનાં ઉપર તાગડધીન્ના કરનારાઓને કહી દ્યો કે નામવરો ! તમારા વિના અમે નભાવીશું.
અમને ખબર નહોતી કે, ભણીને તમે જિનમંદિર ઉપર ઘુરકિયાં કરશો! દેવદ્રવ્ય સામે ખોટી નજર કરશો !! મૂર્તિ અને મંદિરને જોવાથી તમારી આંખોમાં બળતરા થશે !! જો એવો સ્વપ્ન પણ ખ્યાલ આવ્યો હોત, તો તમારા પર અમે, આવો ઉપકાર કરત જ નહિ ! દશ ચોપડી ભણીને તરત જ શ્રી જિનેશ્વરદેવના . માર્ગને શુદ્ધ રીતે પ્રકાશિત કરનારા મહાપુરુષોને ગાળો ભાંડશો એવું અમે ધાર્યું , નહોતું. જે શિક્ષણથી દેશ પ્રત્યેની વફાદારી ન ટકે, તે શિક્ષણ બંધ કરો એવી આજે હિન્દુસ્તાનની પણ લડત છે. શિક્ષણની અસરને સમજી શકેલા દેશનેતાઓ આજે એમ જ કહે છે કે, એવું શિક્ષણ બંધ થવું જોઈએ. તેમ સાચા શાસનના પૂજારીઓ પણ એમ જ કહે છે કે ધર્મને બેવફા થાય તેવું શિક્ષણ બંધ થવું જોઈએ. જેને સમાજના પૈસા મફત નથી આવતા. પૈસા પાપથી પેદા થાય છે, એના સદુપયોગ માટે જ દાન છે, એ પૈસાથી પાપશાળા ખોલવાની ન જ હોય.
જૈન સમાજના પૈસાથી જિનમંદિર, ઉપાશ્રય, પૌષધશાળા બંધાય પણ પાપશાળા કેમ જ બંધાય ? કેવળ પેટ માટે જ વિદ્યા ભણવી એ પાપ છે. વિદ્યા પેટ માટે નથી, પેટ તો વિદ્યા સાથે ભરાયેલું જ છે, પણ આજે તો કેવળ પેટ ભરવા માટે જ પ્રાયઃ વિદ્યા લેનારા છે, અરે, એકલા પેટ માટે વિદ્યા લેનારા હોત તોયે ધૂળ નાંખી, પણ આજે તો એના પ્રતાપે પારકાના પેટને ફોડનારા, આત્મહિતૈષીના ખૂની અને આત્મગુણના દુશ્મનસમાં પાકે ત્યાં શું કરવું ? શું જ્ઞાન આવે ત્યાં પાપ, પુષ્ય, આશ્રવ, સંવર, નિર્જરાનો ખ્યાલ ન હોય ? હોવો જ જોઈએ. પણ એ સાચું જ્ઞાન હોય તો ને ? ઉપકારનું સ્વરૂપ સમજો !
દીકરાને શાસનદીપક કરવા મોટો કરો છો ? પાંચ શેર દૂધ પાઓ, પાવાની મના નથી, પણ ત્યાં ભાવના કઈ ? એ મોટો થાય અને શાસનપ્રભાવક બને એ ભાવના છે કે, જ્યારે મોટો થાય અને ગાદી પર બેસે એ ભાવના છે! અને એ ભાવના પણ છે કે, છોકરો છોકરી પરણે અને એનાં છોકરાં રમાડું !! આ ક્રિયા શું પુણ્યસ્થાન છે ? ફરજ પણ કોનું નામ ? ઉપકારબુદ્ધિએ સહાય કરવી તે ફરજ છે, પણ ચારગણું લેવા માટે સહાય કરવી તે કાંઈ ફરજ છે ?
Page #58
--------------------------------------------------------------------------
________________
૩ : ઉપકાર-અપકારનો વિવેક - 43
બેન્કમાં ૨કમ મૂકવી ત્યાં ઉપકારનો ચાંદ શાનો ? લાખ મૂકીને બારે વર્ષે બે લાખ લેવાની ભાવના છે, એ શું દાન છે ? છોકરાને દૂધ પાઓ છો તે ઘર ચલાવવા, સ્વાર્થ સાધવા, એમાં ઉપકાર ક્યાંથી આવ્યો ? દૂધનું ચક્રવૃદ્ધિ વ્યાજ તો એવું લ્યો છો કે, એ મરતાંય ન છૂટે.
607
62
છોકરાને સંસારત્યાગની ભાવના થાય ત્યારે માતા નવ માસ પેટમાં રાખ્યાનું મેણું મારે એ શું ? ખરેખર સમ્યગ્દષ્ટ આત્માને આ વખતે દુઃખ થાય કે આત્મકલ્યાણ વખતે આવું મેણું મારનારી માની કૂખે હું ક્યાં પાક્યો ? ઊંધે માર્ગે ગયો હોત, ચોરી લફંગાઈ કરી હોત ત્યાં કૂખ ભારે માર્યાનું કહ્યું હોત, તો એ વાજબી હતું, પણ આત્મકલ્યાણના માર્ગે જનારને માટે આ વચન ? ધર્મી છોકરાઓ તો આવાં મા-બાપોના સંયોગે ખરેખર છાના રૂએ છે. પોતે લજ્જાળુ હોઈ બોલતા નથી, પોતાની જાંગ ન ખોલવા એ મા-બાપ માટે બહાર કંઈ બબડતા નથી.
ડાહ્યા દીકરાઓએ તો પૂછવું જોઈએ કે, ‘મા ! તેં મને પાપ કરવા; કરાવવા ગર્ભમાં રાખ્યો, તો મારી કેમ ન નાંખ્યો ? કે જેથી પાપ કરી દુર્ગતિએં તો ન જાત ! કલ્યાણમાર્ગે હું જાઉં ત્યાં તને એ નવ મહિના કેમ સાંભર્યા ? નવ મહિનાનું વ્યાજ કેટલું લેવું છે ?' પણ સંસારરસિક મા તો આના ઉત્ત૨માં કહે જ કે, ‘જિંદગીભર તારી સેવા,લેવી છે.’ આનું નામ ફરજ ? ફરજને સમજતા હોત તો આજે આ દશા ન હોત. દીકરો વિરતિધર થવાની વાત કરે ત્યારે ધર્મી મા-બાપ માને કે, ‘પાલન કરવાની અમારી ફરજ હવે પૂરી થઈ, પોતે સ્વયં પોતાનું જીવન સુધારે છે અને અમને ચેતવે છે.’ વધુમાં આજ તો વગર પૈસાનાં મા-બાપ પણ ઘણાં ફૂટી નીકળે છે. અમુકનો દીકરો દીક્ષા લે, એમાં બીજાનું જાય શું ? એવા ઉપકારીને ઉપકાર કરવો હોય, તો સ્થળ ઘણાં છે. દુકાને દુકાને ફરે ને ! દુકાનેં દુકાને અનીતિ કરનારા અને જૂઠું બોલનારા છે, પકડો એમને; જુઠું બોલવા તથા બેના ચાર ન કહેવા કહો, ન માને તો એમને ત્યાં જતા ગ્રાહકને રોકો !
સભા ‘ત્યાં તો લાકડી પડે,’
ત્યારે તમારી ગાળો ખમી ખાય, ત્યાં તોફાનનો ઉપકાર કરવો છે એમ ? લાકડી પડે ત્યાં ઉપકાર નથી કરવો અને સાધુઓ પાસે ધર્મવિરુદ્ધ બોલવું છે એમ ?
સાધુ શાના વિરોધી છે ?
કોઈ પણ સાધુ શિક્ષણના, શિક્ષણસંસ્થાના કે જૈન સુખી થાય એના
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 608 વિરોધી છે. અગર હોય એમ માનતા જ નહિ. જેન સુખી થાય એમાં સાધુને શું કામ દુઃખ હોય ?
પણ એ લોકોએ એક બુટ્ટો ઉઠાવ્યો છે કે, “અમે બહુ ભણીએ તો સાધુઓ ઉત્તર ન આપી શકે, એમની જબાન બંધ થઈ જાય માટે કેળવણીનો વિરોધ કરે છે !” પણ હું એવો બુદ્દો ઉઠાવનારા ભણેલાઓને કહું છું કે, “જરા આવો તો ખરા, ભણેલાનું કૌવત (ભણતર) બતાવો તો ખરા ! એ ભણેલા ભેગા થઈને એકેએક વિદ્વાન સાધુ પાસે જઈ આવે અને સાધુ થાક્યા” એમ કહે તો પછ એમ લખવાનો અધિકાર છે કે એ પહેલાં જ ? એ લોકોએ આજ સુધી એક પણ ધર્મક્રિયાનું યુક્તિથી ખંડન કર્યું છે ? એક કલાક તો સારા સાધુઓ સામે એ બોલે ! એમને કહો કે, તમારા મતનું પ્રતિપાદન કરો ! એટલું જ સાંભળતાં તેઓ અનેક વિચારોમાં ડૂબી જશે. એ તો પાંચ-પચાસ સંગી સાથે ટેબલ પર હાથ પછાડે એ જ. “ઉદ્યાપનાદિ ધર્મક્રિયામાં થતો વ્યય એ ધુમાડો છે' એવા એમના મતનું એમને પ્રતિપાદન કરવાનું તો કહો! કહું છું કે, યુક્તિપૂર્વક કહ્યું : જ નહિ બોલી શકે. એ જ કારણે હું ભારપૂર્વક કહું છું કે, પોતાની વસ્તુ નથી ટકતી, એથી જ તેઓ સાધુઓ ઉપર ખોટા ખોટા આરોપોનો ટોપલો ઠલવે છે.
અમે તો ઇચ્છીએ છીએ કે આખોએ જૈનસમાજ ભણે; “એકેએક જૈન તત્ત્વજ્ઞાની બને એવી તો અમારા હૃદયની ઇચ્છા છે; કોઈ અભણ ન રહે એવી તો અમારી મનોભાવના છે; કોઈ દુઃખી ન રહે એવા તો અમારા મનના રોજના મનોરથો છે. પણ આજના સ્વચ્છંદીઓને સુખ આપવા માટે તો શ્રી જિનેશ્વરદેવો પણ સમર્થ નથી.
આજના સ્વચ્છંદીઓને સુખ શાથી? નાટક સિનેમા વગેરેમાં નહિ જવાની જરા વાત ઉપાડી તેમાં તો કેંકને ફફડાટ થયો ! અને કહેવા લાગ્યા કે, “આઠ દિવસનું વિશ્રાંતિસ્થાન, કંટાળાને દૂર કરવા માટે જવાનું એક સ્થાન, એ પણ સાધુને ખટકે છે,” આવાને સુખ શાથી મળે ? એ તો કહો કે, જૈનસમાજને આજે શું મળે તો એ સુખી થાય ?
સભાઃ તમારી પાસે છે એથી ઊલટું મળે તો.
ઊલટું તો છે, છતાં બૂમ કેમ ? એક પેઢીવાળાનેય સુખ નથી, ચાર પેઢીવાળાને એથી વધારે દુઃખ છે, તો કહો કે, સુખ શાથી મળે ? આજે સુખી ગણાતો શ્રીમાન ઘરથી નીકળે ત્યારથી જ કહે કે, આવ્યો ત્યારે ખરો. બહાર નીકળે કે એક તાર મળે મુંબઈનો; ગાડીમાં બેસે કે બીજો તાર મળે કલકત્તાનો; આદમી એક અને ઉપાધિ ઘણી ! એ તો કહો કે, સુખ શામાં ? કોડમાં કે બે
Page #60
--------------------------------------------------------------------------
________________
609 -
- ૩ઃ ઉપકાર-અપકારનો વિવેક - 43
૩૯
ક્રોડમાં? વિચારો કે, છોકરાને કેવા બનાવો તો સુખી ! મારે તમને ઓળખવા છે! તમે ઘરબાર કુટુંબ પરિવારને ખોટ તથા દુઃખરૂપ ન માનો, ત્યાં સુધી આપણો મેળ ન મળે. છોકરાને ઘરમાં રાખવાની ભાવના, સંસારમાં ચડાવવાની ભાવના, એ સમ્યગુદૃષ્ટિ માટે પાપરૂપ છે. વૈરાગ્ય થાય તેવું શિક્ષણ ન જ દેવું એ છોકરાનું પાલન નથી પણ વિશ્વાસઘાત છે; એ પાલક નથી પણ વિશ્વાસઘાતી છે. જેઓ પોતાના સમજણા બાળકને વૈરાગ્ય તરફ આંગળી પણ ચીંધતાં નથી તે મા-બાપ વિશ્વાસઘાતી છે. બાળકની ત્યાં જવાની ઇચ્છા હોય, છતાં મૂકવા ન જાય એને કેવાં કહેવાં, એ ખૂબ વિચારણીય છે. જીવનમાં કાંઈ નહિ ને અમે પચ્ચીસમા તીર્થંકર ?
સમ્યગ્દષ્ટિ પોતાના છોકરાને શું શીખવે અને કેવો બનાવવા ઇચ્છે ? વકીલ, બૅરિસ્ટર અને સોલિસિટર બનાવવા ઇચ્છે કે સુસાધુ અથવા સારો શ્રાવક બનાવવા ઇચ્છે ? કદી રાત્રે કમિટી ભરીને એ સંબંધી વિચારની આપ-લે કરી? તમારી મોહની કાર્યવાહીને ફરજ ન કહો ! ફરજ તે કહેવાય છે, જેમાં સ્વ-પર હિત હોય ! જેમાં સ્વ-પર હિત નથી તે ફરજ જ નથી. સ્વાર્થની કાર્યવાહી એ તો કોરું પાપ છે. બાળકને ઘોડિયામાંથી આત્મગુણના સંસ્કાર નાંખવા જોઈએ, એની પાસે મહાપુરુષોર્ની કાર્યવાહીનાં ગીત ગાવાં જોઈએ અને એને સંભળાવવું જોઈએ કે, આટલા દીક્ષિત થયા, આટલા આચાર્ય થયા અને આટલા મુક્તિપદે સિધાવ્યા તથા આટલા પરમ શ્રાવક થયા. આ તો ઘોડિયામાં જ કહે કે, મામા આવશે ! અને ફલાણું લાવશે !! અને કાળી કે ગોરી !!! આ દશામાં સંઘત્વ શી રીતે કેળવાય? કેળવવું કંઈ નહિ અને કહેવું કે, “અમે સંઘ !” એ કેમ બને ? સંઘને કાયદા,
બંધારણ બધું હોય પણ કેવું? જેઓ “ભગવાન પાસે નરક નિગોદમાં હું ભમ્યો' 'એમ કહે અને સાધુ પાસે ઇચ્છકારના પાઠ બોલે, તેઓના કાયદા કેવા હોય? આ સંબંધમાં વિચારવાનું કામ નહિ અને કહી દેવું કે, અમે પચ્ચીસમા તીર્થંકર !” એ કેવું કહેવાય ? જે ધર્મની ઠેકડી કરે, જેને ખાતાં ન આવડે, પીતાં ન આવડે, એક જમણ થાય તો ત્યાં ચાર આની ખાય, બાર આની થાળી નીચે નાંખે, કીડા પાડે અને કહે કે, “પચ્ચીસમા તીર્થકર !” ઘરના માટલામાંથી પાણી પીતાં પણ આવડતું નથી ! એના એ પ્યાલા અંદર નાંખે, કોઈ કહે તો કહે કે, છોકરાં ઘણાં છે. છોકરાં કહે કે, બાપાજી જ એમ કરે છે. શ્રાવકના ઘેર એંઠવાડ કેવો હોય ! શ્રાવકના ઘરની મજૂરણ શ્રાવકની નોકરી ઇચ્છે કેમ કે, શ્રાવકની થાળી સાફ હોય, એને ઉટકવી ન પડે, ઉપચાર માત્ર કરવો પડે. કોઈ પણ જાતની શુદ્ધિ વિના અમે પચ્ચીસમા તીર્થંકર' એમ બોલી શ્રી તીર્થકર શબ્દની આશાતના ન કરવી જોઈએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
’તીર્થંક' શબ્દને પાપી આત્મા સાથે ન જ જોડવો જોઈએ. પુણ્યશાળી આત્માઓએ તો એમ જ કહેવું જોઈએ કે અમે તો તીર્થંકરના પગની રજ પણ નથી.
४०
610
એ તો ત્રણ લોકનો ધણી, સંસારથી કોઈ આત્માને મુક્તિએ પહોંચાડનાર. એનો સંઘ સંયમીના પગ ભાંગે ? સંયમીનો નાશ કરે ? સંયમમાર્ગના નાશ માટે રાજાઓ પાસે દોડે ? નીતિથી વિચાર કરો ! જે શ્રી તીર્થંક૨દેવે વર્ષો સુધી ઘોર ઉપસર્ગો અને રેિષહો સહીને કેવળજ્ઞાન મેળવ્યું, તે તારકની સાથે સરખામણી કરતાં પહેલાં વિચારો. એ તારકનું અપૂર્વ દાન અનુપમ શીલ, ઘોર તપ અનેં તમામને તારવાની ભાવના..
એ બધાના યોગે અનંતજ્ઞાન મેળવી એ તા૨કે જગતને તારવા માટે શાસન સ્થાપ્યું. એ શાસનને સેવે અને પ્રચારે તે સંઘ, પણ શાસનને ઉખેડવા મથે તે સંઘ નથી જ. ચતુર્વિધ સંઘના એક અંગરૂપ શ્રાવકસંઘને નાના મુનિને હાથ જોડતાં શરમ આવે ? ‘ચાર ચોપડી ભણેલો હું અને એક ચોપડી ભણેલો મુનિ' એમ સંઘમાં ગણાતો કહે ? નહિ જ, કારણ કે, એ તો વિચારે કે મેં સંસાર ન છોડ્યો માટે હું અભણ અને એણે છોડ્યો માટે એ ભણેલો.' પણ નહિ, આજના નામધારીઓ તો પોતાની પોઝિશનમાં પટકાય છે, ખિસ્સામાંથી હાથ બહાર કાઢતા નથી અને પાછા ઉપરથી કહે છે કે અમે પચ્ચીસમા તીર્થંક૨ !' આવાઓમાં સમ્યગ્દર્શન કેમ જ હોઈ શકે ? ધ્યાનમાં રાખજો કે, સુગિરી સમા શ્રીસંઘની પીઠ સમ્યગ્દર્શન છે.
સભા સર્વોપરી સત્તા ચોવીસ તીર્થંકરની કે પચ્ચીસમાનીં ?
શાસ્ત્ર કહે છે કે, ચોવીસ તીર્થંકરની આજ્ઞા માને તે સંઘ, પણ જે ચોવીસ તીર્થંકરની આજ્ઞાને ચાવી ખાય તે નહિ; આ તો એવા કે સર્વજ્ઞને પણ પોતાના સેવક બનાવવા નીકળ્યા છે. એવાઓને કોઈ પણ પ્રકારે સંઘમાં ગણી શકાય નહિ. શ્રીસંઘરૂપ સુરગિરિની એ સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષોથી બચવાની જરૂર છે. એ પાંચ દોષો પૈકીના પ્રથમના બે દોષો ‘શંકા’ અને ‘કાંક્ષા’, એના ઉપર આપણે વિચાર કરી આવ્યા. આગળના દોષો માટે હવે પછી.
+
Page #62
--------------------------------------------------------------------------
________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી
વીર સં. ૨૪૫૬,વિ.સં.૧૯૮૬, પોષ વદ-૧૩, સોમવાર, તા. ૨૭-૧-૧૯૩૦
♦ ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ?
તપને આર્ત્તધ્યાનનું કારણ કોણ માને ?
♦ પ્રભુશાસનનું તપોવિધાન :
♦ દીક્ષાનો વિરોધ ક્યાંથી જન્મે છે ?
♦ દીક્ષા માટે શાસ્ત્રીય વિધાન :
૭ મમતાના તારથી ચાલતો સંસાર :
·
નથી ખાતા - એનો નિયમ શા માટે ?
♦ શ્રાવક, શ્રાવકજીવન જીવે તો ?
• વગર ઉપયોગે પણ પાપ તો ખરું જ !
મમતા છોડનારને કાંઈ લાગે કે વળગે ?
♦ એકેન્દ્રિયને કર્મબંધ શાથી ?
ક્ષમાપના ક્યાં હોઈ શકે?
♦ ફૂટી કોડીનીય કિંમત નથી : તપ કઈ રીતે કરવાનો છે ?
‘પ્રભુશાસનની અનુપમતા : કેવાં મા-બાપ વિશ્વાસઘાતી છે ? એના કરતાં વાંઝિયા રહેવું ખોટું શું ?
૦ સમ્યક્ત્વ વિના પણ દીક્ષા અપાય ?
ચરણદાસના લેખના ખુલાસા :
શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂ૨ છે :
44
ઓછી મહેનતમાં ધર્મી ગણાવું કોને ન ગમે ?
સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા શ્રીસંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગર આદિની ઉપમાથી સ્તવના કર્યા બાદ શ્રી સુરગિરિની ઉપમાથી સ્તવતાં એ પરમર્ષિએ ફરમાવ્યું કે, ‘શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠ સમ્યગ્દર્શન છે. એમાં પોલાણ કરનારા દોષો પાંચ છે.' એ પાંચ દોષો પૈકીના પ્રથમ ‘શંકા’
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
612 દોષની વિચારણા આપણે કરી આવ્યા અને “કાંક્ષા' દોષ ઉપર વિચારણા ચાલે છે. પરમતની અભિલાષાને કાંક્ષા કહેવાય છે. પુદ્ગલાનંદી આત્મા માટે : ઇતરદર્શનની અભિલાષા એ સહજ છે. એનું કારણ એ છે કે, સહેલાઈ તરફ કે આડંબર તરફ સામાન્ય જનતાની, એટલે કે બાળજીવોની સહેજે જ દૃષ્ટિ જાય છે; કેમ કે, એનામાં તત્ત્વની પરીક્ષા કરવાની તાકાત હોતી નથી. સહેલાઈ, આડંબર અને દેખીતી દયા આદિ ગુણો - આટલું દેખવાથી એવા આત્માઓને એકદમ “કાંક્ષા થઈ જાય છે. “શ્રી જિનેશ્વરદેવ અને શ્રી જિનેશ્વરદેવનો મત એ. બે જ સત્ય છે અને એ સિવાયનું સઘળુંય અસત્ય છે.” આવી મનઃશુદ્ધિને નહિ ધરનારા આત્માઓ સહેલાઈમાં ઝટ ફસાઈ જાય છે. જો એમ ન હોત તો એવાઓ બાળ શું કામ કહેવાત? આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને વિચારો કે,. જગતમાં બાળ ઘણા કે પંડિત ઘણા ? વિચારશો તો સમજાશે કે, બાળની સંખ્યા જ દુનિયામાં મોટી છે.
શ્રી વીતરાગ પરમાત્માની વીતરાગતા સમજીને પૂજા કરનારા કેટલા ? : કહેવું જ પડશે કે ઘણા અલ્પ ! તે છતાં પણ એ ઉત્તમ આલંબનના યોગે તત્ત્વ પામવાની સંભાવના છે; માટે એના નિષેધની જરૂર નથી, પણ એવાઓ માટે પરમતની અભિલાષા તો સહજ જ છે. જ્યાં સહેલાઈ હોય, તકલીફ ઓછી દેખાતી હોય અને છતાં ધર્મી ગણાવાતું હોય, તો ત્યાં એવાઓ ઝટ ઝૂકે ! કોમળ શયામાં સૂવું, સવારે ઊઠીને સ્નાનાદિ કરી ઇષ્ટ પેય પીવું, મધ્યાહ્ન ઇષ્ટ ભોજન કરવું, ત્રીજા પહોરે ઇષ્ટ વસ્તુનું પાન કરવું, રાત્રે પણ અનેક પ્રકારનાં ભોજન લેવાં, આટલું કરવા છતાં પણ અંતે મોક્ષ થવાનો છે એમ શાક્યસિંહે જોયું છે.” આવા પ્રકારનો કુમત કોને ન ગમે ? આવા કુમતની છાયામાં પડેલાઓ ખુલ્લંખુલ્લા કહે છે કે –
કાંઈ ખાધે પીધે મોક્ષ અટકવાનો નથી; જો ખાવાપીવાથી મોક્ષ અટકતો હોત તો કુરગડુનો ન અટકત ? માટે ગમે તે ખાઈએ પીએ, પણ પરિણામ ન બગડે તો મોક્ષ મળવામાં હરકત શી ?' તપને આર્તધ્યાનનું કારણ કોણ માને?
કુમતની કારમી છાયામાં આવી ગયેલા એ લોકો સ્પષ્ટ શબ્દોમાં તપનું ખંડન નથી કરતા, કેમ કે, તેઓ સમજે છે કે, તપનું ખંડન એકદમ કોઈ માનશે નહિ; એ જ કારણે તેઓ કહે છે કે, “તપ સાચો, પણ આર્તધ્યાન કરવાની શાસ્ત્ર ના પાડે છે માટે આર્તધ્યાન થાય તો તપ કરવો નકામો છે; આપણે તો-શુભ ધ્યાન રાખવું, આત્માના પરિણામ બગાડવા નહિ. ખાધા વિના ન ચાલે તો ખાઈ લેવું.
Page #64
--------------------------------------------------------------------------
________________
613 * -- ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 – ૪૩ રાતે ખાવાની મરજી થાય તો પણ ખાઈ લેવું પણ દુર્બાન ન કરવું. આર્તધ્યાન થાય માટે ઇચ્છા પર અંકુશ મૂકવાની જરૂર નથી; જે વખતે જે ભાવના થાય તે વખતે તે રીતે વર્તવું, જેથી આત્માના પરિણામ બગડે જ નહિ અને મોક્ષ અટકે જ નહિ.' આ પ્રમાણે કહેનારાઓ શ્રીસંઘમાં કઈ રીતે રહી શકે ? એ વિચારો ! આવું કહેનારા એ લોકો પોતાની જાતને સંઘમાં ગણાવવા માટે કહે છે કે “અમે તપનું ખંડન ક્યાં કરીએ છીએ ?' પણ એવાઓના એ કથન ઉપર ધ્યાન નહિ આપતાં, શુદ્ધ વિવેકબુદ્ધિથી કલ્યાણના કામીઓએ સમજવું જોઈએ કે એવા પ્રકારના કથનથી “તપ ખોટો છે.' એમ શબ્દથી નથી કહ્યું તો પણ ભાવ તો એ જ નીકળે છે. એવું કથન કરનારા પુદ્ગલાનંદીઓએ તપની કિંમત ન કરી, પણ ઇચ્છાનાં અમલની અને ઇચ્છાની ગુલામીની જ કિંમત કરી.
ઇચ્છાની ગુલામીમાં જ સ્વતંત્રતા માનનારા એ લોકો પોતાની એ વાતને મજબૂત કરવા માંટે કહે છે કે, “અમુકમાં જીવ રહી જાય તો આત્મા ત્યાં ઉત્પન્ન થાય, માટે ઇચ્છા મુજબ જ વર્તવું. તપ કરવાથી મન ઠેકાણે ન રહે તો મોક્ષ અટકે, માટે ઇચ્છા મુજબ ખાવું પીવું વગેરે કરવું કે જેથી મન ઠેકાણે રહે અને મોક્ષ અટકે નહિ.' આ રીતે એ બિચારાઓ કાંક્ષાના પરિણામે કુમતના જ ઉપાસક બની ગયા; કારણ કે, “કાંક્ષા' નામના દોષને આધીન થઈ ગયેલા એ લોકોએ માત્ર “આર્તધ્યાન'ને જ પકડ્યું, પણ આર્તધ્યાનનાં કારણો ન જોયાં. ફાવતું પકડનારા આત્માઓ શ્રી જૈનશાસનના રહસ્યને પામી શકતા જ નથી. ‘તપ એ આર્તધ્યાનનું કારણ નથી. પણ સંસારની આસક્તિ જ આર્તધ્યાનનું
કારણ છે.” એમ એ બીચારાઓ નથી વિચારી શકતા. કાંક્ષા એ દોષ જ એવો છે - કે એની આધીનતા થયા પછી આત્માની સારાસારતાનું વિવેચન કરનારી શક્તિ - વિલુપ્ત થઈ જાય છે, અન્યથા શાસ્ત્રકારો તો ફરમાવે છે કે -
જેમ શીત અને આતપ આદિ, ધનના અર્થીઓને દુઃસહ નથી, તેમ સંસારથી વિરક્ત અને તત્ત્વજ્ઞાનના અર્થી આત્માઓને પણ શીત અને આતપ આદિ દુઃસહ નથી.'
આ ઉપરથી સ્પષ્ટ છે કે, સંસારથી વિરક્ત બનેલા અને તત્ત્વજ્ઞાનના અર્થી આત્માઓને તપ એ દુઃસહ નથી, એટલે કે આર્તધ્યાનનું કારણ નથી; બાકી જે આત્માઓને સંસાર એ જ સારભૂત લાગે છે, તે આત્માઓને માટે તો કઈ ક્રિયા એવી છે કે જે ક્રિયા આર્તધ્યાનનું કારણ ન હોય ? અર્થાત્ સંસારમાં १. धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् ।
तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ।।१।।
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૪
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 614 આસક્ત બનેલા આત્માઓ માટે એવી એક પણ ક્રિયા નથી કે જે આર્તધ્યાનનું કારણ ન હોય ? પ્રભુશાસનનું તપોવિધાનઃ
વળી શ્રી જિનેશ્વર ભગવાને ફરમાવેલો તપ દુઃખરૂપ છે એમ કહેવું એ પણ ઘોર અજ્ઞાનતા છે, કારણ કે શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં તો તપનું વિધાન કરતાં સ્પષ્ટપણે ફરમાવવામાં આવ્યું છે કે –
તે જ તપ કરવો યોગ્ય છે કે જેના યોગે મન અશુભ ન ચિંતવે, જેનાથી ઇંદ્રિયોની હાનિ ન થાય અને જેનાથી યોગો એટલે પ્રત્યુપેક્ષણા આદિ સંયમના વ્યાપારો હીનતાને ન પામે.”
“જેમ આરોગ્યની સિદ્ધિ થતી હોવાથી રોગની ચિકિત્સા કરાવતાં થતી કંઈક કાયાની પીડા બાધારૂપ નથી મનાતી, તેમ અનશન' આદિ તપથી કોઈ દેશમાં અથવા કોઈ કાલમાં ક્વચિત્ જે કાંઈક કાયપીડા થાય છે, તે પણ વાંચ્છિત અર્થને સાધનારી હોવાથી પ્રભુશાસનમાં હૃદયને દુઃખ આપનારી નથી મનાતી.” દીક્ષાનો વિરોધ ક્યાંથી જન્મે છે?
‘અણાહારી પદના અર્થી આત્માઓને અનશનાદિના યોગે ક્વચિત્ થતી કાયપીડા માનસિક બાધાને પેદા ન કરે.' એ વાત શરરના પૂજારીઓ સમજી ન શકે એ સહજ છે. શરીરની પરાધીનતામાં પડેલા આત્માઓને આનંદપૂર્વક ખાવાપીવાની વાત ઝટ ગમે, એ ગમે એટલે કુમતની અભિલાષારૂપ કાંક્ષા થાય અને પરિણામે એ આત્માઓ કુમતમાં પણ પટકાઈ પડે, એમાં કશું જ આશ્ચર્ય નથી. આજે દીક્ષાની બાબતમાં પણ એ જ બન્યું છે. ભવાભિનંદી આત્માઓને સંસારનો ત્યાગ સહેજે ખટકે. એ ખટકવાના પરિણામે એનાથી વિરુદ્ધના વિચારો તરફ તેઓનું હૃદય સહેજે ઢળે. કોઈ એમ કહે કે, “ત્યાગ ઘણો જ સારો. ત્યાગ કોને ન ગમે ? સૌને જ ગમે. પણ એ ત્યાગ થાય ક્યારે ?' એટલે તરત જ તે તરફ હૃદય ઢળે. “ભુક્તભોગી થયા પછી જ અને બધા રાજી હોય તો જ ત્યાગ થાય.” આ સુમત નથી પણ કુમત છે; તે છતાં પણ ત્યાગથી
१. सो हु तवो कायव्वो, जेण मणो मङ्गलं न चिन्तेइ ।
जेण न इन्दियहाणी, जेण य जोगा न हायन्ति ।।२।। २. यापि चानशनादिभ्यः, कायपीडा मनाक् क्वचित् ।
व्याधिक्रियासमा सापि, नेष्टसिद्ध्यत्र बाधनी ।।३।।
Page #66
--------------------------------------------------------------------------
________________
615 – ૪: સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી 4 – ૪૫ ગભરાનારાઓને એ વાત ઝટ ગમે અને એ ગમે એનું નામ કક્ષા. એ “કાંક્ષા” નામના દોષને વશ થવાના કારણે કુમતવાદીઓને પણ ટપી જાય તેવા કદાગ્રહી બની ગયેલાઓ આજે જાહેરમાં કહે છે કે, બાળકને વળી દીક્ષા શી ? અને કોઈ પણ નારાજ થાય એવી રીતે દીક્ષા અપાય જ શાની ?' આ ઉપરથી આપણે એ વાતમાં નિશ્ચિત થઈ શકીએ છીએ કે, “કાંક્ષા' નામના બીજા દોષની જો ઉપેક્ષા જ કરવામાં આવે, તો તે દોષથી પરિણામે સમ્યક્ત્વ નાશ પામે છે. જેટલા સુનય તેટલા જ કુનય. એક સારી યુક્તિ સામે ઘણી કુયુક્તિઓ ઊભી છે. માટે સમ્યકત્વને સાચવવા ઇચ્છનારાએ પ્રભુશાસનમાં ખૂબ જ સુદઢ રહેવું જોઈએ. વાત વાતમાં જરા પણ મૂંઝાયા વિના કલ્યાણકામી આત્માઓએ તો શક્તિ મુજબ પ્રભુશાસનની આજ્ઞાઓ સમજી લેવી જોઈએ. દીક્ષા માટે શાસ્ત્રીય વિધાન :
સભાઃ “દીક્ષા માટે શાસ્ત્રની આજ્ઞા શું છે ?” | સોળ વર્ષની અંદરની ઉંમરનાને દીક્ષા આપવા માટે મા-બાપની આજ્ઞાની જરૂર છે, પણ એમાં બીજા કોઈની પણ આજ્ઞાને જરૂરી માની નથી; અને સોળ વર્ષની ઉપરનાને માટે મા-બાપની આજ્ઞા વિના ન જ અપાય એમ પણ નથી. સોળમાં પણ આઠ અને આઠની ઉપરનાને દીક્ષા અપાય જ એમાં કોઈ હરકત નથી. મા-બાપની આજ્ઞા આઠથી સોળ વર્ષ સુધીના માટે જોઈએ એ વિધિ, પણ તે પછી પણ જોઈએ જ એવી વિધિ નહિ. સોળની અંદરની ઉંમરે દીક્ષા લેનારનાં મા-બાપની રજા હોય તો પછી બીજાઓનું કશું જ લાગતું-વળગતું નથી અને સોળ વર્ષ પછી તો અજ્ઞાન અને મોહવશ મા-બાપ, અજ્ઞાનતા ભરેલી હો-હા કરે તો તેની પણ પરવા રાખવાની નથી હોતી. આ સિવાયની કુકલ્પનાથી ભરેલી જેટલી વાતો બોલાય, તે બધી જ કુમતની અને એના તરફની અભિલાષા તે કાંક્ષાવાળી વાતો છે. જો એની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામે સમ્યકત્વનો નાશ થાય.
દીક્ષાના પ્રસંગોમાં મોહાધીન આત્માઓ તરફથી ઘોંઘાટ થવો અને ભવાભિનંદી આત્માઓ તરફથી તે ઘોંઘાટને ઉત્તેજન મળવું એ બધું જ સુસંભવિત છે, એટલે એથી સમ્યગ્દષ્ટિ આત્માઓને મૂંઝવણ ન જ થવી જોઈએ. વસ્તુ અને વસ્તુના મર્મને નહિ જાણનારાઓ ગમે તેમ બોલે, તેની કિંમત શાણાઓએ ન જ આંકવી જોઈએ. દીક્ષા પ્રસંગે મોહ અને અજ્ઞાનથી ઉત્પન્ન થતા ઘોંઘાટને પાપનું કારણ માનીને “સંયમ ન લેવું જોઈએ અને ન દેવું જોઈએ એવી માન્યતા ત્યાગને માનનાર મિથ્યા મતોની પણ નથી. છતાં પણ
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
616
ભવાભિનંદી આત્માઓને એ વાત ઝટ રૂચી જાય છે અને એથી કહેવાય છે કે, “સારા કામમાં કોઈને પણ દુઃખ શા માટે ?' પણ આની સામે અમે પણ એમ જ કહીએ છીએ કે, “કામ સારું છે, તો હો-હા કરનારાઓ દુઃખ કરે છે કેમ ?” પણ સમજો કે, અજ્ઞાન અને મોહવશ આત્માઓને દુઃખ ન થાય એ સંભવિત નથી. કારણ કે મોહવશતા અને અજ્ઞાનતાના યોગે એમને સારી વસ્તુ સારી લાગતી જ નથી. એથી એ અસંભવિતને સંભવિત બનાવવાની કપોલકલ્પિત અને એક. ક્ષણ પણ ન ટકી શકે તેવી દલીલો લાવીને, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનુસાર જે રૂઢ માર્ગ હોય તેનાથી વિપરીત વાત કરવી, એ માર્ગને બંધ કરવાની વાત છે,. તેથી જ તે કુમતવાદ છે અને એમાં ઢળવું તે સમ્યકત્વને નષ્ટ કરનાર અનેક દોષોનું પ્રગટીકરણ થાય છે, કારણ કે, એવી કક્ષાના યોગે તરત જ એમ થાય કે, “ભગવાનની આજ્ઞા આવી તે હોય ? એવી શંકા થાય અને તેવી શંકાના પરિણામે કુમત તરફ ઢળતાં અને કુમતને અપનાવતાં વાર લાગતી નથી. ' મમતાના તારથી ચાલતો સંસાર : .
સભાઃ ‘સાહેબ ! પણ દીક્ષા લેનારની પાછળ અમુક રડે કરે એનું પાપ કોને ?”
વિધિ મુજબ દીક્ષા લેનારની પાછળ જેઓ રડે, તેનું પાપ રોકનારાઓને જ લાગે. જેમ મરનારો મરતી વખતે બધાને હૃદયથી વોસિરાવીને ગયો હોય, તો પાછળના ગમે તેટલું રડે તોયે એનું પાપ એને નથી લાગતું.
સભાઃ શું ન વોસિરાવ્યા હોય તો મરનારને પણ પાપ લાગે ?
હા ! જરૂર લાગે. અરે, દીક્ષા લેનાર પણ જો પોતાના કુટુંબમાં મમતા રાખે તો કુટુંબીના રુદનાદિનું પાપ એને પણ લાગે. સંવાસાનુમતિ શ્રાવક, માત્ર ઘરમાં ખાય પીએ, બાકી ધર્મ જ કરે. સલાહ પણ કશી ન આપે તોયે એને સાધુ નથી કહ્યો, કેમ કે, એમાં મારાપણું બેઠું છે. મારાપણું જેમાં હોય તે ચીજ ગમે ત્યાં જાય પણ તેના પાપની ભાગીદારી બેઠી જ છે.
કંપનીમાં પચાસ ભાગીદાર હોય એમાં ભલે ઓગણપચાસ ઘેર રહેતા હોય, પણ ખોટ બધાને ભરવી પડે ને ? દૃષ્ટાંત તરીકે એક જણ ચપ્પ મૂકીને મરી જાય. એ જો મનથી તક્યું ન હોય તો તેનાથી થતી કાર્યવાહીનું પાપ મરનારને લાગે છે, પણ જો તજીને મરે તો ન લાગે. સમજો કે, એક ચપ્પા ઉપર તમારું નામ હોય. ભલે એ ચપ્પ બીજા પાસે હોય અને બીજાએ એ ચપ્પાથી કોઈનું ખૂન કર્યું, ખૂની નાસી ગયો, પછી પોલીસ પકડે કોને ? પોલીસ તમને જ પકડે કે બીજાને ? પછી તમે સાબિત કરો કે દસ દિવસ પહેલાં એ ચપ્પ બીજાને આટલા જન સમક્ષ વેચવામાં આવ્યું છે અથવા તો તમે આપ્યું કે ગુમ થયું છે અને તે
Page #68
--------------------------------------------------------------------------
________________
617 – ૪ઃ સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 – ૪૭ • વખતે તમારી માલિકી નહોતી એમ પુરવાર કરો તો જ તમે છૂટો, નહિ તો નહિ જ, કેમ કે, નામ તમારું એમાં રહ્યું છે ને ? એ જ રીતે દુનિયાની કોઈ ચીજમાં મમતા રહે તો પાછળના કાર્યની ભાગપરંપરા ચાલુ છે, માટે તો છેલ્લી વખતે ભવોભવનાં પાપનું મિચ્છામિ દુક્કડ દેવાય છે. છેલ્લે તો બધું છોડવું જ પડે છે, તો પછી હૃદયથી શા માટે ન છોડવું ?
'હૃદયથી છોડ્યા સિવાય પાપની પરંપરા છૂટતી જ નથી મરનાર, ટ્રસ્ટીને વ્યવસ્થા કહી જાય તો એના કહ્યા મુજબ લાભ-હાનિ એને; પછી ટ્રસ્ટી ફેરફાર કરે તેમાં એને લાગતુંવળગતું નથી. દુનિયાની ચીજ પ્રત્યે જે મમત્વ છે તેનું જ પાપ એને છે. જેને તજીને જાય તે માટે કંઈ લાગે-વળગે નહિ.
દીક્ષા લેનારને પણ બીજાઓ મારો માનીને રૂએ છે અને દીક્ષા લેનાર પણ તેઓને “મારાં માને, એટલે એ મમતાનો તાર પરસ્પર સંધાય અને એમ થાય તો એને પણ એનું પાપ લાગે જ. મમતાના તારથી જ આત્માનો સંસાર ચાલે છે. અવિરતિનો ઓઘ આશ્રવ નિયમ વિના બંધ થતો નથી. પાણી તમે શેરબશેર વાપરો, પણ આખી દુનિયાના પાણીની અવિરતિ ઓઘ રીતે તમને લાગુ છે, કેમ કે માનો કે, અચાનક તમે ગમે ત્યાં પહોંચી ગયા અને તૃષા લાગી તો શું તમે નહિ પીઓ ? તૃષા ન લાગે અને ન પીઓ તે વાત જુદી, પણ લાગે તો તો પીઓ જ ને ? એથી જ અવિરતિનું પાપ બેઠું છે. નથી ખાતા એનો નિયમ શા માટે?
સભાઃ જેને માંસાહાર તો ન જ કરે, છતાં પણ તેને પાપ લાગે ? - જૈન , માંસાહાર કરવો નથી, તો નિયમ કેમ નહિ ? અજ્ઞાન અથવા તો વિરતિને નહિ પામી શકવાની અવસ્થામાં નિયમ ન લીધો એ જુદી વાત છે, પણ સમજ્યા પછી અને યોગ્ય અવસ્થાને પામ્યા પછી પણ હેયનો નિયમ કેમ નહિ ? એ નિયમનો અભાવ જ સૂચવે છે કે, કાં તો એવા નિયમો પ્રત્યે શ્રદ્ધા નથી અથવા તો અંદર એવી ભાવના ઘર કરીને બેઠી છે કે, “વખતે ખપ પડે તો!” દૃષ્ટાંત તરીકે સમજો કે, આજે મરજી આવે તે એક-બે શાક ખાવાનાં, પણ બાર મળે તો છોડો ? ન મળવાથી ન ખાઓ એ વાત જુદી પણ વાસના ગઈ નથી. ઘી ન મળે એથી રોટલી લૂખી ખાઓ એ વાત જુદી, પણ જમણનું નોતરું આવે તો ? નિયમ વિનાના દોડ્યા જાય પણ નિયમવાળો જાય ? નહિ જ, તો પછી વિચારો કે નિયમ વગરનાને દોષ કેમ નહિ ? કહેવું જ પડશે કે, દોષ ખરો.
Page #69
--------------------------------------------------------------------------
________________
618
૪૮.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - શ્રાવક, શ્રાવકજીવન જીવે તો ?
સભાઃ કેટલાક કહે છે કે, “રેલગાડી તો ચાલે છે, માટે એમાં બેસવામાં પાપ શું ?'
એ યુક્તિ જ ખોટી છે. જિંદગી સુધી રેલમાં ન બેસવું, એવા નિયમવાળાને પાપ ન લાગે. બાકી જેને છુટ્ટી છે એ તો આરંભમાં બેઠો જ છે. જો એવી કુયુક્તિ માનીએ તો તો દુનિયાની ચાલુ કોઈ પણ ચીજનો ઉપયોગ કરવામાં પાપ જ નહિ એમ થાય અને એ કોઈ પણ રીતે વાજબી નથી, યુક્તિસંગત પણ નથી, તેમજ આગમને અનુકૂળ પણ નથી. વિરતિ નથી ત્યાં સુધી અવિરતિ ઓઘે તો રહી જ છે. ગરમ પાણી પીવાનો નિયમ કરનારને બધા પાણીની અવિરતિ નહિ લાગે. આગળના શ્રાવકો અમુક કૂવો રાખતા. પોતાના ઘરમાં એ જ પાણી આવે; એમાંયે ચોમાસામાં ભરેલા ટાંકાનું જ પાણી, બીજુંય નહિ, બીજી ઋતુનુંયે નહિ ! દુનિયામાં ચીજો તો ઘણી છે પણ અમુક જ અને તે પણ આટલી જ ચીજ વાપરવી, અને બાકીનો નિયમ કરતા, પરિગ્રહનું પ્રમાણ બાંધતા. શ્રાવક શ્રાવકજીવન જીવે તો પણ ઘણાં પાપોથી બચી જાય. ઘણું પાપ તો નકામું લાગે છે. વગર ઉપયોગે પણ પાપ તો ખરું જ!
સભાઃ “ઘણું પાપ એમ ને એમ લાગે છે તેનું કારણ શું ?
હૃદયના તોષના અભાવે. સંતોષના અભાવે બધી જ છૂટ. મને આ મળે તો સારું અને મને તે મળે તો સારું, એ ભાવના તો હૃદયમાં બેઠી જ છે. તો પછી પાપ નહિ એ કેમ બને ? જ્યાં સુધી આવી ભાવના બેઠી હોય ત્યાં સુધી પાપનો બંધ તો થવાનો જ. હીરા, માણેક અને પન્ના વગેરે મળતા નથી એ વાત જુદી, પણ મેળવવાની ભાવના તો છે જ ને ? હા, તો પછી પાપ કેમ નહિ ?
સભાઃ ઇચ્છા કરે તો ને ?
અરે ભાઈ ! ઇચ્છા તો બેઠી જ છે. ઇચ્છા ન હોય તો કરો બંધ ! માટે સમજો કે, ઇચ્છા છૂપી તો ગોઠવાયેલી જ છે. અરે ! ઇચ્છા તો શહેનશાહતની છે, પણ મળવાના સંજોગો નથી માટે ઇચ્છા દેખાતી નથી. અત્યારે જરા ઇચ્છા નથી પણ કોક પાંચ લાખ મળવાનું બતાવે તો છોકરાના વિવાહમાં વીસ હજાર ખરચવાની ભાવના તરત જાગે. હૃદયમાં તો એ બેઠું જ હતું, પણ તિજોરી કાણી હતી માટે એ દેખાતું નહોતું. જોષી વીસ લાખ મળવાનું કહે એટલે વીસ લાખ મળ્યા પહેલાં જ વીસસો મનોરથો કરે. “વીસ લાખ' એ શબ્દોએ ઢંકાયેલ ભાવનાને ઉત્તેજિત કરી, “વિવાહમાં આ ભાઈથી સારો ખર્ચ કરું' એ ભાવના તો
Page #70
--------------------------------------------------------------------------
________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44
હતી જ. ગાડી મોટર નથી મળી માટે એના વિચાર બહુ નથી, પણ વેપારમાં તો એ ભાવના તો ખરી કે, ગાડી મોટર મળે એવો લાભ ક્યારે થાય ! એ વિચાર કદાચ રોજ ન થાય તો પણ ઊંડાણમાં તો છે જ.
619
૪૯
પચાસ કે સોના પગારદારને પાંચ હજારનું પરિગ્રહ પરિમાણ ક૨વા કહો, થશે ઊભો ? આખી જિંદગીમાં હજાર ભેગા ન થાય એવા ઘણા છે, કેમ કે, સોની આવક હોય, લગભગ તેટલો જ ખર્ચ હોય; પાંચ પચ્ચીસ બચે તો એવો પ્રસંગ આવે ત્યારે જાય, છતાં એ પણ નિયમન ન કરે; કેમ કે, હૃદયમાં ઊંડે ઊંડે એવું છે કે, ‘પાંદડું ફરે તો !' પચાસનો પગારદાર પાંચ લાખ મળે તો ન લે ? લે, પણ નિયમવાળો તો લાત જ મારે. એ જ કારણે નિયમ વિનાના માથે ઓઘ અવિરતિનું પાપ બધે જ બેઠું છે; પાપ કરાય અને જેવું એ લાગે તેવું એ પાપ નહિ, બાકી પાપ તો ખરું જ.
ગામમાં લૂંટારુ હોવાની શંકા થાય એટલે સ૨કા૨ બધાની ઝડતી લે. છૂપા શાહુકારની પણ લે ને ? કારણ કે, ત્યાં વસ્યા એ જ ગુનો ! જે લત્તામાં બે બદમાશ વસે ત્યાં વસનારાઓએ ધાડ ન આવે તો અહોભાગ્ય સમજવું. બે બદમાશની ધાડ બારસો પર આવે. સટ્ટો કરે કોક અને રસ્તે ચાલતો પકડાય; ત્યાંથી ચાલ્યો કેમ ? મારામારી જોના૨ને પણ સાક્ષી તરીકે પોલીસ પકડે ને ? મમતા છોડનારને કાંઈ લાગે કે વળગે ?
સભા ખાનારને ખેતીનું અને વસ્ત્ર પહેરનારને મિલનું પાપ લાગે ?’
નિયમ વિનાનાને બધું પાપ લાગે. પંદર કર્માદાનમાં બધું આવી જાય. શ્રાવકે પોતે એ પંદર કર્માદાનનો ત્યાગ કર્યો તો પછી એ પાપ ન લાગે. કુટુંબમાં રહેનારો પણ અમુક મિલકતનો ઉપભોગ નક્કી કરે, તો ત્યાં ગમે તેટલી મિલકત છતાં એનું પાપ ઘટે છે. જેટલો નિયમ તેટલો લાભ ! ‘દશ દ્રવ્ય જ `ખવાં’ એવા નિયમવાળો સો ચીજ હશે તોય અગિયાર ખાઈ શકશે ? નહિ જ, અને અંકુશ ન હોય તો બધું જ ખાય. ન મળવાથી ન ખાય એ વાત જુદી છે. પણ મમતા રહી એટલો હિસ્સો તો છે જ. સાધુને ગૃહસ્થ ભાષા બોલવાનો પણ નિષેધ છે. કોઈને સમજાવવા કહેવું પડે એ વાત જુદી છે. સાધુ થયા પછી મમતા થાય તો એ પણ બંધાય. મમતા છોડનારને કંઈયે લાગતુંવળગતું નથી. એકેન્દ્રિયને કર્મબંધ શાથી ?
એકેન્દ્રિયને કર્મબંધ કેમ ? એનામાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ કંઈ પણ છે ? બંધ શાનો ? જ્યાં પડ્યા ત્યાં પડ્યા ! અગ્નિમાં બેસાડો તો પણ
Page #71
--------------------------------------------------------------------------
________________
620,
૫૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨. હાલે નહિ. ન પ્રાણાતિપાત, ન મૃષા, ન ચોરી, ન મૈથુન, ન પરિગ્રહ છતાં બંધ કેમ ? જો કે આહાર નિદ્રા, મૈથુન તથા ભય સંજ્ઞા છે પણ પ્રગટરૂપે છે ? તમારી દૃષ્ટિએ એ હિંસા કરે છે? જુઠું બોલે છે ? ચોરી કરે છે ? મૈથુન સેવે છે? ખોટી સાક્ષી ભરે છે? ખોટા દસ્તાવેજ કરે છે ? લાખ બે લાખની એને મૂડી છે? એને પાપ શાથી ? શાસ્ત્ર કહે છે કે, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગને તેઓ આધીન છે, એથી કર્મબંધ કાયમ છે. માટે જ સંસારમાં રૂલે છે. પાપપ્રવૃત્તિ કર્યા વિના પણ ઓઘથી પાપ લાગે છે. એકેંદ્રિય પોતે માર ખાય, શેકાય, છેદાય, પીલાય, એ કોઈને મારે નહિ, શેકે નહિ, છેદે નહિ. પીલે નહિ, છતાં એને પણ બંધ; એનું કારણ એ જ કે, એ મિથ્યાત્વાદિને વશ છે. ' ક્ષમાપના ક્યાં હોઈ શકે ?
બાકી કરે એને જ પાપ લાગે એમ માની લઈએ, તો તો એકેંદ્રિયને પાપ લાગત જ નહિ અને એથી સૌથી પહેલાં મુક્તિ એની થાત, પણ શાસ્ત્ર કહે છે, કે, મુક્તિએ તો પંચેંદ્રિય જ જાય, તેમાં પણ મનુષ્ય જ જાય, તેમાં પણ અમુક સામગ્રીવાળા જ જાય અને તેમાં પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારેનો અભાવ થાય તો જ મુક્તિ થાય; એ જ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચારેથી છૂટા થવાની જરૂર છે. એ જ કારણે મિથ્યાત્વ અને અવિરતિથી બચેલા એવા સાધુઓએ પણ યોગો ઉપર અંકુશ રાખી, કષાયનો પણ નાશ કરવામાં જ મચ્યા રહેવાનું છે. એ જ કારણે સાધુને થયેલો કષાય જો પંદર દિવસમાં ન શકે, ક્ષમાપના ન માંગે, આગળ વધી ચાર મહિનામાં ન શકે, ત્યારે પણ ક્ષમાપના ન માંગે, છેવટ એક વર્ષમાં ન શમે અને છેલ્લે છેલ્લે એ વખતે પણ ક્ષમા ન માંગે, તો એને સમુદાયથી બહાર કરવાની પણ શાસ્ત્રાજ્ઞા છે; પણ એ કયો કષાય ? એ સમજવાની ઘણી જ જરૂર છે. નિનવો સાથે થયેલા દેખીતા કષાયની એ વાત જ નથી; કારણ કે ત્યાં તો જિંદગી સુધી ન બોલે તો પણ હરકત નથી, કારણ કે, એ કષાય, કષાયનું કામ કરનાર નથી.
કુમતવાદી તથા કુદર્શનનું ખંડન તો પ્રસંગે પ્રસંગે કરવાનું હોય, પણ એની માફી માંગવાની ન હોય. ટૂંકમાં સ્વાર્થ માટે બીજાને દુઃખ લગાડ્યું હોય અગર ટપાટપી કે મારામારી થઈ ગઈ હોય અથવા બીજાનું મનથી પણ ભૂડું ચિંતવ્યું હોય, એ બદલ માફી માગવાની છે. પોતાના સ્વાર્થ માટે બગાડ કર્યો હોય એની ક્ષમાપના છે, પણ ધર્મવિરોધી સાથે નહિ બોલવાથી એને દુઃખ લાગે તેની માફી નથી. જો એમ માફી માગવાની હોય તો તો સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા પહેલાં જૈન સાધુએ બધા કુમતવાદીને શોધવા પડે અને માફી માંગવી પડે અને એમ
Page #72
--------------------------------------------------------------------------
________________
← ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 — ૫૧ માફી માગે તો તો લોક જાણે કે, માફી માગવા આવ્યા માટે ક્યાંક ખોટા હશે. આથી સમજો કે, માફી ભૂલની હોય છે. પણ સાચા માટે નથી હોતી. સસ્તુની પ્રરૂપણાની માફી હોતી નથી. ગુરુએ શિષ્યના ભલા માટે ઉપાલંભ દીધો તેમાં શિષ્યને માઠું લાગે, એની માફી હોય ? એ છતાં મિચ્છામિ દુક્કડં દેવાય છે, ત્યાં એ આશય છે કે, ઉપાલંભ દેતી વખતે, જો કદાચ બૂરાં પરિણામ થઈ ગયાં હોય, એની એ માફી છે; બાકી માફી ન હોય. પણ આ બધી વાતોને તે જ સમજી શકે કે, જે જ્ઞાનીઓનાં વચનમાં સંપૂર્ણપણે નિઃશંક હોય.
621
ફૂટી કોડીનીય કિંમત નથી !
અનંતજ્ઞાનીઓના વચન પ્રત્યે સંપૂર્ણ નિઃશંકતાના યોગે જ્ઞાનીઓએ પ્રરૂપેલા માર્ગ કરતાં સહેલા લાગતા અન્ય માર્ગ તરફની રુચિથી અવશ્ય બચવું જોઈએ, કારણ કે,જ્ઞાનીએ કહ્યા કરતાં સહેલા માર્ગ તરફ ઢળી પડવાની રુચિ, એ કાંક્ષા છે. ‘શાસ્ત્ર ગમે તે કહે પણ સમયને અનુકૂળ જ કરવું' એમ કહેવામાં સન્માર્ગનું ઉત્થાપન અને ઉન્માર્ગનું સ્થાપન છે. મહાન આચાર્યોએ પણ અમુક અમુક કાળે અમુક અમુક આચરણા જરૂર કરી છે, પણ તે સઘળી જ શાસ્ત્રથી અવિરુદ્ધ, નિરવદ્ય અને ગીતાર્થોની સંમતિપૂર્વક કરી છે ! સઘળા ગીતાર્થોની સંમતિ વિના અને સાવદ્ય તથા શાસ્ત્રવિરુદ્ધ એવી પણ આચરણા જો કોઈ મોટા : ગણાતાં આચાર્યે કરી હોય, તો પણ તેની પ્રભુશાસનમાં એક ફૂટી કોડીની પણ કિંમત નથી.
આજે રાજા પણ જો કાયદા વિરુદ્ધ કાર્ય કરે છે તો કોર્ટમાં ઘસડાય છે, ન્યાય · મળે કે અન્યાય મળે એ વાત જુદી, પણ કોર્ટે તો ઘસડાય છે ને ? તેમ આચાર્ય એ શાસનના નાયક ખરા, પરંતુ એ પણ શ્રી જિનેશ્વરદેવના કાયદાને આધીન જ, એટલે એમને પણ આજ્ઞાને જોયા વિના વિચાર સરખોય કરવાનો અધિકાર નથી. અયોગ્ય અધિકાર નહિ હોવાનો જ એ પ્રતાપ છે કે, આજે પણ શાસન અબાધિતપણે ચાલ્યા કરે છે. મુક્તિના સાચા માર્ગ કઠિન જ હોય, માટે એથી ગભરાઈને ‘પ્રભુના માર્ગની કઠિનતા બતાવી, બીજે સહેલાઈ અને સુંદરતા બતાવવી' એ કુમતનો પ્રચાર કરવા બરાબર છે. સહેલાઈને શરણે જવાની ભાવના થાય તે કાંક્ષા છે અને એ પરિણામે આત્માને કુમતનો ઉપાસક બનાવે છે. તપની ભાવનામાં પણ શરીરના પૂજારીઓએ એવી દશા ઊભી કરી છે. તપ કઈ રીતે કરવાનો છે ?
સભા : ‘અનશનાદિ તપથી યોગોની શિથિલતા થાય તેનું શું ?'
આ પ્રશ્ન જ અસ્થાને છે, કારણ કે, પ્રથમ જ આપણે કહી આવ્યા કે, ‘મન
Page #73
--------------------------------------------------------------------------
________________
પર ,
I :
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અશુભ ન ચિતવે, ઇંદ્રિયો અને યોગોની હાનિ ન થાય તેવા પ્રકારનો તપ. કરવાની જ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા છે.” અને શક્તિ મુજબના તપથી યોગની શિથિલતા ન જ થાય. તપ તો આત્માને પ્રભુમાર્ગમાં અધિક રક્ત બનાવનાર છે. શ્રી જિનશાસનનો તપ સંયમની શુદ્ધિ માટે છે પણ ઘાત માટે નથી. સંયમના ઘાતક તપને જૈનશાસને તપ માન્યો જ નથી. શુદ્ધ તપનું સ્વરૂપ દર્શાવતાં સ્વપરસમયના પારદર્શી પરમર્ષિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર ફરમાવે છે કે –
જે તપમાં બ્રહ્મચર્યનું પાલન છે, શ્રી જિનેશ્વરદેવની ચર્ચા છે, કષાયોની હાનિ છે અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું એવું પાલન છે કે જે પાલનના પ્રતાપે આજ્ઞાનું પાલન અખંડિત બનતું જાય, તે તપને શ્રી જિનેશ્વરદેવનું શાસન શુદ્ધ તપ તરીકે માને છે.” પ્રભુશાસનની અનુપમતા :
શ્રી જિનેશ્વરદેવનું શાસન એ જ કારણે સર્વશ્રેષ્ઠ મનાય છે કે જે એકાંતે મુક્તિસાધક હોઈ, હર કોઈ મુક્તિના અર્થી માટે આરાધી શકાય એવું છે. શરત એટલી કે, એના આરાધકે સંસારની આરાધના બંધ કરવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવના શાસનનો એક પણ સિદ્ધાંત કે એક પણ આચરણા એવી નથી કે, જેની ઉત્તમતા અને અનુપમતા સાથે કોઈ પણ દર્શન સર્વ રીતે સરસાઈ કરી શકે. કોઈ પણ સુયુક્તિ શ્રી જિનશાસનની સામે આવી શકતી નથી અને કુયુક્તિઓ અનેક હોવા છતાં તે શ્રી જિનશાસનની સામે ટકી શકતી નથી. એ રીતે શ્રી જિનશાસન આ વિશ્વમાં સૌ માટે સેવ્ય છે અને કોઈથી પણ પરાભવ પામે તેવું નથી.
સભાઃ “યુક્તિઓ ઘણી છે, એને થોડી સુયુક્તિઓ પહોંચે ?
હા ! લૂંટારા ઘણા હોવા છતાં પણ પોલીસ થોડી હોય તો પણ બસ. લૂંટારામાં રહેલી લૂંટ જ જેમ લુંટારાનો નાશ કરે છે, તેમ કુયુક્તિમાં રહેલું કુત્સિતપણું જ તે કુયુક્તિનો નાશ કરે છે. કેવાં મા-બાપ વિશ્વાસઘાતી છે?
સભાઃ જૈનદર્શનને પામેલાં મા-બાપ સંયમ લેવા જતા સંતાનને ના કહે ?
૧. ચત્ર બ્રહ્મ નિના , પાવા તથા રતિઃ |
सानुबन्धा जिनाज्ञा च, तत्तपः शुद्धमिष्यते ।।१।।
Page #74
--------------------------------------------------------------------------
________________
693 – ૪ઃ સંસારનું સર્જન રાગથી. વિસર્જન ત્યાગથી 4 – ૧૩
મોહના યોગે ના પણ કહે; પણ મા-બાપને છાજતી ક્રિયા કરે, અમાનુષીપણું તો ન જ કરે.
સભાઃ ગઈકાલે વિશ્વાસઘાતી શાથી કહ્યાં હતાં ?
આ વસ્તુનો ખુલાસો કાલે જ થઈ ગયો છે, છતાં પણ આજે કંઈક વધુ એ વાતને વિચારીએ. કહો, મા-બાપ બાળકના પાલક ખરાં ને ? મા-બાપને બાળકનાં હિતૈષી તો માનો છો ને ? બુદ્ધિ અનુસાર પણ તે હિતૈષી તો ખરાં જ ને ? બાળક સુખી થાય એવી મા-બાપની ભાવના ખરી ને ?
સભા: હી.
વા; બાળક પણ માને કે મા-બાપ રસ્તો સીધો જ બતાવે, કારણ કે, કુદરતી રીતે જ બાળકની એવી માન્યતા હોય, દુનિયાની દૃષ્ટિએ પણ મા-બાપ પાલક, પોષક અને હિતૈષી મનાય છે. જે મા-બાપ જેમાં હિત દેખે તેમાં જ સંતાનને જોડે, એમાં દેખીતી રીતે કોઈ ગુનો ન કહી શકે, પણ જે મા-બાપ નુકસાન જાણવા છતાં પણ બાળકને એનાથી બચાવે નહિ અથવા ત્યાં જોડે તો એ ગુનો નથી એમ કેમ જ કહેવાય ? સાચાં મા-બાપની ફરજ છે કે, બાળકને સાચા માર્ગ તરફ આંગળી ચીંધે. સમ્યગુદષ્ટિ કહેવાતાં મા-બાપ સ્વાર્થી જ બને અને હિતકર માર્ગ સૂચવે જ નહિ તો ? એ નહિ સૂચવવાની ભાવના કેવી કહેવાય ? વળી સંતાન સન્માર્ગે જવા ધારે અને મા-બાપ સન્માર્ગને કુમાર્ગ તરીકે ઓળખાવે તો ? એ રીતે તુચ્છ સ્વાર્થના યોગે જે મા-બાપ ગમે તેમ વર્તે, એને હિતૈષી તરીકે શી રીતે ઓળખાવાય? પોતે સન્માર્ગ તરફ આંગળી ચીંધે . છતાંય બાળક સન્માર્ગે પ્રયાણ ન કરે, તો મા-બાપ ગુનેગાર નથી, પણ સન્માર્ગનું ભાન જ ન કરાવે અને ઊલટાં સન્માર્ગને ઉન્માર્ગ તરીકે ઓળખાવે, તો એ વિશ્વાસઘાતી કેમ ન કહેવાય? . વ્યવહારમાં પણ કહેવાય છે કે, જે મા-બાપ બાળકને ભણાવે નહિ તે દુશમન
છે. લાલચથી ભણાવે, ન માને તો મારીને પણ નિશાળે મોકલીને ભણાવે. શિક્ષકને પણ ભલામણ કરે કે, “બહાર નીકળવા ન દેતા” એ રીતે કરીને પણ બાળકને ભણાવે છે. વ્યવહારમાં મા-બાપની એ ફરજ ખરી ને ? એ રીતે અહીં પણ સમજવું જોઈએ. સમ્યગ્દષ્ટિ મા-બાપ પણ પોતાના સમ્યક્ત્વની નિર્મલતા મુજબ પોતાના બાળકને પ્રભુનો માર્ગ ચીંધે જ ને ? પોતે જેટલું જાણે તેટલું બતાવવા તો એ બંધાયેલ છે ને? શું દૂધ પાઈ ખવરાવી, પીવરાવીને મોટા કરવા પૂરતી જ મા-બાપની ફરજ છે એમ? કહેવું જ પડશે કે, સમ્યગુદૃષ્ટિ મા-બાપની એટલી જ ફરજ નથી, પણ સન્માર્ગ દર્શાવવાની અવશ્ય ફરજ છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૪
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 624 બીજી વાત. ચોર બાપ ચોરીની સજા જાણે છે, પોતે દશ વાર જેલમાં જઈ આવેલ છે, છતાં પોતાના સંતાનને ચોરીના ધંધા શીખવે છે, ઇરાદાપૂર્વક શીખવે છે; એને કારણ પૂછો તો કહે કે, “એ તો અમારો કુળધર્મ છે કે, ચોરી કરવી અને જેલમાં જવું.” શું આ વાજબી છે ? નહિ જ, તો પછી આપણે સમ્યગુદૃષ્ટિ માબાપને પૂછીએ કે, તમે વિષયકષાયમાં ફસાયાની દુર્દશાને જાણો છો તો બાળકને કેમ ફસાવો છો ? આના ઉત્તરમાં એ પોતાની ભૂલ ન કબૂલે, એ કેમ વાજબી ગણાય ? જૈનદર્શનને પામેલાં મા-બાપ બનવું છે અને સંતાનને સન્માર્ગ ન બતાવવો, એ વિશ્વાસઘાત કેમ ન ગણાય ? એ ખૂબ વિચારો !
છોકરો નાની વયમાં ચોરી કરી આવે અને કોર્ટમાં કહે કે મા-બાપના • કહેવાથી કરી હતી, તો કદાચ દુનિયાદારીની કોર્ટ રહેમથી તેને છોડી દે, પણ કર્મનો કાયદો એ નથી. એ જ કારણે વિષય કષાયના વિપાકને જાણનાર સમ્યગુદૃષ્ટિ મા-બાપે તો, બાળક સમક્ષ વિષયકષાયના ભયંકર વિપાકનું પ્રતિપાદન કરવું જોઈએ અને એના પરિણામથી એને ચેતવવો જ જોઈએ. એમાં. જ બાળકે પોતા ઉપર મૂકેલા વિશ્વાસનું પાલન છે. હું તો હજુ આગળ વધીશ અને કહીશ કે, સાચાં મા-બાપ તો શ્રીકૃષ્ણ મહારાજાની જેમ બળાત્કારે પણ સંતાનને સન્માર્ગે ચડાવે.
બાળક ઘણું વહાલું હોય પણ રૂપિયો બહાર ફેંકી આવે તો ? બાળકને પણ મારો, કેમ કે, રૂપિયાની કિંમત છે. એટલે હવે એમ કહો કે, અહીં સન્માર્ગની તથા સ્વ-પર હિતની એટલી કિંમત નથી ! નિશાળે મૂકવામાં સ્વ-પર હિત કે સ્વાર્થ, જે કહો તે જોઈ શકો છો અને અહીં જોઈ શકતા નથી, એ કેમ ચાલશે ? પોતાને સંઘમાં મનાવનાર સમ્યગુદૃષ્ટિ સ્વ-પરહિત શામાં માને ? પોતાનું સંતાન રાજ્યનો ગુનો કરે તો કરવા દો ? નહિ, તો એ જ રીતે અહીં તમારા સંતાન શ્રી જિનેશ્વરદેવના શાસનનો દ્રોહ કરવા તૈયાર થાય તો તમારે શું કરવું જોઈએ ?
સભાઃ “અટકાયત.”
હવે સમજ્યા, પણ કેટલાક તો કહે છે કે, “પહેલેથી હિતમાર્ગે ચડાવ્યો નહિ, એનામાં સારા સંસ્કાર નાંખ્યા નહિ અને મોટો બની ધર્મદ્રોહી બન્યો એટલે હવે અમે શું કરીએ ?' આ પ્રમાણે કહેનારાઓને હું તો કહું છું કે, બાપપણું ભૂંસી નાંખવું જોઈએ, અર્થાત્ જાહેર કરવું જોઈએ કે, ધર્મનો દ્રોહી બનેલો આ દીકરો અમારા કુલનો દીપક નથી. પણ અમારા કુલનો અંગારો-છે અને એથી હવે અમારે તેની સાથે કશો સંબંધ નથી.” આ રીતે જાહેર કરી એનો સંબંધ તોડવામાં ન આવે અને એનામાં પણ મારાપણું રાખવામાં આવે, ત્યાં સુધી એ પાપનો હિસ્સો એ મા-બાપને શિર પણ છે જ.
Page #76
--------------------------------------------------------------------------
________________
625 – ૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી 44 - ૫૫ એના કરતાં વાંઝિયા રહેવું ખોટું શું? * તમારા છોકરા સ્વચ્છંદી વર્તને પૈસા ગુમાવે તો તમારી આબરૂને શું બટ્ટો ન લાગે ? કહેવું જ પડશે કે લાગે. અરે ! સારાં મા-બાપને તો પૈસા પણ ચૂકવવા પડે છે, અને માટે તો નોટિસ પણ આપે છે; એ જ રીતે ધર્મદ્રોહી બનેલા દીકરા માટે કરવું જોઈએ, પણ “શું કરીએ ?એમ કહીને બેસી ન રહેવું જોઈએ. શુદ્ધ સમ્યગુદૃષ્ટિ મા-બાપથી એમ ન થાય. શું મફતના બાપ બનવું છે ? ઠોઠ નિશાળિયો પોતે ન ભણે તે પાલવે. પણ બીજાને પણ ભણવા ન દે તે કેમ પાલવે ? એ ન ભણે ત્યાં સુધી તો કદાચ શિક્ષક આંખ આડા કાન કરે, પણ ઘોંઘાટ કરે તો શિક્ષા કરે કે નહિ? જો એવાને તોફાન કરવાની પણ છૂટ આપે તો એ શિક્ષક કેમ કહેવાય ? એ જ રીતે પોતાનો દીકરો ધર્મ કરે નહિ, બીજાને કરવા દે નહિ અને બીજો કરે, તેને આડખીલી કરે એવાના બાપ બનવા કરતાં પથ્થરના બાપ બનવું અથવા વાંઝિયા રહેવું ખોટું શું? બાપ જો પોતાના એવા દીકરાને નાલાયક જાહેર કરે તો દુનિયા પણ એને યોગ્ય કહે અને કહે કે, એવો અયોગ્ય છે કે બાપને પણ માનતો નથી.” બાપ એવા દીકરાને અયોગ્ય જાહેર કરે તો એકે અહીં ઊભા ન રહી શકે, પણ એ લોકો એવા હોશિયાર છે કે કાગળમાં તો બાપને શિરછત્ર અને તીર્થરૂપ' લખે; પણ કહી દે કે, “તમારે મારી આજ્ઞા માનવાની, મારે તમારી નહિ.” વીસમી સદીની આવી સભ્યતા જ અશાંતિની હોળી સળગાવનારી છે. આથી જ કહું છું કે, ખોટી સભ્યતા તજી સાચી સભ્યતાના ઉપાસક બનો.
નાનપણથી જ બાળકને સુંદર શિક્ષણ આપો. બાળકને કહી દો કે, “દેરે ગયા વિના, ઉપાશ્રયે ગયા વિના, દેવની પૂજા અને ગુરુને વંદન કર્યા વિના મારા દીકરા તરીકે મારે ઘેર રોટલી નહિ મળે.” મુનીમને સોનો પગાર ક્યારે આપો ? અક્ષર જુઓ, કામ જુઓ તો ને ? નાના બાળકને આંગળીએ લઈ જાઓ, એથી નાનો હોય તો કેડે લઈ જાઓ. સમજે એટલે દોડતો મોકલો, તમે પાછળ જાઓ; નહિ તો કેટલાક એવા પણ હોય છે કે, રમી આવે અને કહી દે કે જઈ આવ્યો ! આવું કરો તો છોકરા કેવા પાકે ? મા-બાપ બનવું હોય તો બની જાણો. બાળકમાં ધર્મસંસ્કાર ન નાખનાર બાળકનાં સાચાં મા-બાપ નથી બની શકતાં. એવાં મા-બાપને જેનશાસનમાં સ્થાન નથી. ધર્મદ્રોહી દીકરાને સારા 'દીકરા ગણનારાં મા-બાપ, આ દર્શનમાં રહી શકતાં નથી.
સભાઃ “એ દીકરાઓ પણ એમને મા-બાપ નથી ગણતા !” એ તો નથી જ ગણતા, ગણવાનાય નથી; પણ દુનિયા ગણે છે ને ! માટે
Page #77
--------------------------------------------------------------------------
________________
પક
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 888 જ મા-બાપ બનવું હોય તો બની જાણો. જાતમાં ગુણ કેળવો અને સંતાનને સન્માર્ગમાં જોડો. સમ્યગુદષ્ટિ આત્માની આ ફરજ છે. ચરણદાસના લેખના ખુલાસા:
સભાઃ “સમ્યક્ત્વ વિના દીક્ષા અપાય ?'
શાસ્ત્ર કહે છે કે, સમ્યક્ત્વ ન પણ હોય છતાંય જો સંસાર પ્રત્યે વિરાગ આવ્યો હોય અને વ્રતના પાલનમાં ધીર જણાય તો એવા મિથ્યાત્વદૃષ્ટિને પણ દ્રવ્ય સમ્યકત્વનો આરોપ કરીને દીક્ષા દેવાય. આ પ્રશ્ન “ચરણદાસ'ની સહીથી આવેલા લેખને અંગે છે ને ?
સભાઃ “એ ચરણનો દાસ કોણ ?
કોને ખબર ? જ્યાં મળે ત્યાં ચરણના દાસ બનનારાનો ક્યાં તોટો છે ? એમનાં નામ બહાર આવે તો તો તમારી આંખો પણ ફાટી જાય; પણ તમે તો અહીંયાં ભોળા બનો છો. આવા ભોળા જો તમે વેપારમાં, ઘરમાં કે બજારમાં બન્યા હોત તો ભીખ માંગતા હોત ને ! ધર્મ માટે કશું વિચારવાનો તમને ટાઇમ નથી, હિતઅહિત, સાચું-ખોટું જાણવાની તમને દરકાર ક્યાં છે! જો એ હોય તો ચરણદાસ કોણ, કાન્તિ કોણ, એ બધા હમણાં જ હાથમાં આવે; પણ એ તમારા હાથમાં નહિ આવે; કેમ કે, તમને કાળજી નથી.
નિગ્રંથ-પ્રવચનોપાસકે લખેલી દીક્ષાની લેખમાળાનું બે કૉલમમાં ફાવે તેમ લખી મનમાનતી રીતે ખંડન કરી નાંખ્યું. અને કહે છે કે, “આ જમાનામાં દીક્ષા અપાય ? સમ્યક્ત્વ હોય તેને જ દિક્ષા અપાય ? વારુ ! શી ખાતરી કે અમુકમાં સમ્યકત્વ છે? એ ચરણદાસે ડહાપણ તો ત્યાં સુધી ડહોળ્યું છે કે, પોતાની વાત સાચી મનાવવા ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને પણ અજ્ઞાન ઠરાવ્યા છે ! કહે છે કે, ગૌતમસ્વામી જેવા પણ એવા અજ્ઞાન હતા કે વારંવાર પ્રશ્ન પૂછતા હતા !” પણ એ ચરણદાસને કોઈ પૂછે કે, “સમ્યક્ત્વની તો તમારા કહેવા મુજબ કોઈને ખાતરી છે નહિ. ત્યારે પૂર્વાચાર્યોએ આજ સુધી દીક્ષાઓ શી રીતે આપી અને આજના આચાર્યો પણ શી રીતે આપે છે?
સભાઃ “એણે જાતે કઈ રીતે લીધી ?”
તમે વળગી પડો છો કોને ? ખબર છે કે, ચરણદાસ તે સાધુ જ છે ? જ્યાં સુધી જણાય નહિ ત્યાં સુધી બોલાય નહિ. માટે હાલ એ વાત બાજુએ રાખી આપણે એ લેખને અંગેની કેટલીક જરૂરી વાતોના ખુલાસા કરી દઈએ –
Page #78
--------------------------------------------------------------------------
________________
હan – ૪: સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી ૧ – ૫૭
૧. મનને બરાબર જાણ્યા વિના જો દીક્ષા ન જ દેવાય તો વિશિષ્ટ - જ્ઞાનીઓના કાળ સિવાયના કાળમાં શાસન રહે જ નહિ અને એ વાત તો સ્પષ્ટપણે આગમવિરુદ્ધ છે, કારણ કે, પ્રભુઆગમ પાંચમા આરાના અંત સુધી શાસન રહેવાની ઉદ્ઘોષણા કરે છે.
૨. બીજી વાત એ છે કે, ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજને અજ્ઞાન કહેનાર ખુદ જ અજ્ઞાન છે, કારણ કે, ભગવાન શ્રી ગૌતમસ્વામીજી તો ચાર જ્ઞાનને ધરાવતા હતા અને દ્વાદશાંગીના સ્વયં રચયિતા હતા. ભગવાન શ્રી ગૌતમ મહારાજા ભવ્ય જીવોના લાભ અર્થે પ્રશ્નો કરતા. એવા પરમજ્ઞાની પરમર્ષિ અને પ્રભુશ્રી વીરના શાસનમાં શિરતાજ તરીકે શોભતા તથા પચાસ હજાર કેવલજ્ઞાની ઋષિઓના ગુરુ તરીકે પ્રસિદ્ધિને પામેલા, અનેક લબ્ધિસંપન્ન એ પ્રથમ ગણધર દેવને “અજ્ઞાન' શબ્દથી સંબોધતાં એ ચરણદાસનું હૃદય કંપી કેમ નહિ ઊઠ્ય હોય ? એ પરમર્ષિને પણ અજ્ઞાન કહેવાની કળા, એ કયા ગુરુની પાસે શીખ્યો ? ખરેખર, આવા આત્માઓ માટે કહેવાય પણ શું? જેઓ તદ્દન વિવેકહીન હોય તેઓને આ શાસન સમજાય પણ શી રીતે ?
૩. ત્રીજી વાત મિથ્યાદૃષ્ટિને દીક્ષા આપવા અંગે છે. મિથ્યાષ્ટિપણામાં દીક્ષા લેવા છતાં પણ ગુર્વાશાને આધીન થઈને આરાધના કરનારા અનેક આત્માઓ આજ સુધીમાં પોતાનું કલ્યાણ કરી ગયા.
મિથ્યાદૃષ્ટિ હોવા છતાં પણ જે આત્માનું મિથ્યાત મંદ પડ્યું હોય, એના યોગે સંસાર એને હેય લાગતો હોય, મોક્ષ મેળવવાની ઝંખના હોય, સ્વીકારેલાં વ્રતોને પાળવાની પૂરેપૂરી તૈયારી હોય અને ગુરુ પ્રત્યે સમર્પણભાવ હોય તો એવા આત્માને દ્રવ્યથી પણ સમ્યક્ત્વનો આરોપ કરી દીક્ષા આપવાનું જૈનશાસનમાં વિધાન છે. વળી વર્તમાનમાં વિશિષ્ટ કક્ષાનું જ્ઞાન ન હોવાને કારણે કયો જીવ મિથ્યાદષ્ટિ છે અને કયો જીવ સમ્યગુદૃષ્ટિ છે, કયો જીવ ભવ્ય છે કે કયો જીવ અભવ્ય છે એનો એકાંત નિશ્ચય થઈ શકે નહિ અને જ્યાં સુધી તેવો નિશ્ચય ન થાય ત્યાં સુધી દીક્ષા ન અપાય તો માર્ગનો વિચ્છેદ થઈ જાય. માટે આજના કાળમાં બાહ્ય લક્ષણો જોતાં યોગ્ય જણાય તો એને દ્રવ્યથી સમ્યક્ત્વનો આરોપ કરીને પણ દીક્ષા આપવાનું વિધાન છે એવું પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે અધ્યાત્મસારમાં ફરમાવ્યું છે.
આ રીતે બાહ્ય લક્ષણોથી પરીક્ષા કરવા છતાં છબસ્થ અવસ્થાના કારણે પરીક્ષકની ભૂલ થાય અને તેમાં કોઈ ગાઢ મિથ્યાદૃષ્ટિ કે અભવ્ય જીવ પણ
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૮ ----- - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 628 આવી જાય, તે છતાંય પરીક્ષક દોષને પાત્ર બનતો નથી અને જ્યારે ખ્યાલ આવે કે આ ગાઢ મિથ્યાદષ્ટિ કે અભવ્ય છે ત્યારે તેનો ત્યાગ કરવાનું વિધાન પણ શાસ્ત્રકારોએ કર્યું છે. આથી તો શાસ્ત્રમાં પણ એવાં અનેક દૃષ્ટાંતો સાંભળવા મળે છે કે સમવસરણમાં શ્રી જિનેશ્વરદેવની ઋષિ સિદ્ધિ જોઈ મન થવાથી અભવ્ય પણ દીક્ષા લે છે. અભવ્ય પણ દીક્ષાના દ્રવ્યપાલનના પ્રતાપે નવમા રૈવેયક સુધી જાય છે. એવી જ સ્થિતિ ગાઢ મિથ્યાદૃષ્ટિની પણ થાય છે. પણ આવા આત્માઓની સ્થિતિ પરિણામે અત્યંત દારુણ બને છે. એ જીવો નવમા રૈવેયકમાં પણ અંતરથી સુખી નથી હોતા અને ત્યાર પછી તો તેમને માટે દુર્ગતિની પરંપરાનું સર્જન થાય છે. આથી એવા જીવોને દીક્ષા આપવાનું વિધાન શ્રી જૈનશાસનમાં નથી, પણ ઉપર જેનું વર્ણન કરી ગયા તેવા મંદ મિથ્યાદૃષ્ટિ આત્માઓને દીક્ષા આપવાનું સ્પષ્ટ વિધાન છે પણ જેનેં સર્વશંનાં વિધાનો સાથે લેવાદેવા જ ન હોય અને પોતાની મૂઢ મતિના આધારે જ બોલવું લખવું હોય તેને કોણ સમજાવી શકે? : : શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂર છે:
વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે માટે યથેચ્છ લખનારને શોધી કાઢવા જોઈએ. સભાઃ “પણ એ તો મોટી ટોળી છે, એક ચરણદાસને શોધે શું થાય ?'
છીંડેથી એક ચોર પકડાય પછી પોલીસ બધાને પકડે, એના બાપ પાસે જાય, બાપ પાસેથી એના મિત્રોને ઓળખે અને એ રીતે બધાને પકડે. શાસનમાં પણ ડિટેક્ટિવોની જરૂર છે. શાસનમાં છૂપી પોલીસ થાય તો આખી ટોળી અને એનો નાયક પણ પકડાયા વિના રહે જ નહિ. એક જ મુદ્દાથી આ બોલાય છે કે, અણસમજુઓ એમના બોલવામાં ન ફસાય. તમને એમ લાગશે કે, અણસમજુઓને બચાવવા માટે આવાઓને શોધીને બહાર લાવવા જ જોઈએ.” તો જરૂર એ લોકોને શોધવાનું તમને મન થશે. જો એવાઓને શોધવાનું મન ઉપર લઈ પ્રયત્ન કરશો તો એ નંગો જરૂર ઓળખાશે. કાંતિ, ચરણદાસ અને એના નાયક વગેરે બધા જ જણાશે.
બાબર લૂંટાર પહેલાં ભલે ન પકડાયો, પણ આખરે પોલીસે પકડ્યો. પોલીસ પછવાડે પડે એટલે કાં તો એને લૂંટ મૂકીને વગડામાં ભાગવું પડે અને કાં તો પકડાવું પડે. શાસનની પોલીસ પણ કામ કરે તો આવી શાસનનાશક ચળવળ બંધ પડે; અથવા ઉઠાઉગીરો એના નાયક સાથે હાથ આવે.બાબર દેવા માટે તો ફાંસી હતી. પણ આપણે ત્યાં ફાંસી નથી હોં ! આપણે તો એમને એક
Page #80
--------------------------------------------------------------------------
________________
૪ : સંસારનું સર્જન રાગથી, વિસર્જન ત્યાગથી - 44 — ૫૯
ન
ઊંચા આસને બેસાડવા અને એમનાં વખાણ કરવાં કે, ‘તે નામચીન આ કે જેની • આપણે વાત કરતા હતા. જેના ફંદામાં ન ફસાવાનું કહેવામાં આવતું હતું તે આ ઓળખી લો.’ એ વખતે કેંકને થશે કે, એમને આવા જાણ્યા હોત તો ત્યાં ન ભળત, આપણી ભૂલ થઈ અને આવી ભૂલ ફરીથી નહિ કરીએ.' આટલા માટે આ બધી મહેનત છે. પરિણામ આવે કે ન આવે, પણ મહેનત કરનારનું તો અવશ્ય આત્મકલ્યાણ છે જ. આ બધી વાત તેને જ સમજાય કે, જેનું સમ્યક્ત્વ પોલું ન હોય. એ જ કારણે સૂત્રકાર પરમર્ષિ સમ્યક્ત્વને સંઘરૂપ સુરગિરિની પીઠ કહે છે અને ટીકાકાર મહર્ષિ એ પીઠને પોલી કરનારા દોષોથી બચવાનું કહે છે, જેમ ‘શંકા’ દોષ કારમો છે, તેમ ‘કાંક્ષા' દોષ પણ કારમો છે. એ બંનેય દોષના સ્વરૂપનું અને પરિણામનું જરૂરી વિવેચન આપણે કરી ગયા અને બાકીના દોષોનું હવે પછી.
629
Page #81
--------------------------------------------------------------------------
________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ?
વીરસં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, પોષ વદ-૧૪, મંગળવાર, તા.૨૮-૧-૧૯૩૦
♦ ધર્મક્રિયાનો હેતુ :
♦ મનોદશા કેવી હોવી જોઈએ ?
૦ લોકોત્તર મિથ્યાત્વ :
જૈનશાસન ઉત્તમ શાથી ?
♦ શ્રદ્ધાળુ બનો તો સાચા બનો :
♦ ધર્મ, એ ફુરસદ મળે ત્યારે જ કરવાની ચીજ નથી :
૭ સાધર્મિક ભક્તિ કરો છો ?
૭ ખોટા બચાવ ન શોધો :
♦ ધર્મમાર્ગે ચડાવવામાં જ મુશીબત :
• કૃતઘ્ન નહિ પણ કૃતજ્ઞ બનો !
♦ ખોટી માન્યતામાં ન ફસાઓ !
♦ મૂર્તિપૂજા કળાની દૃષ્ટિએ નથી !
♦ ખોટી બળતરા તજો અને વસ્તુ સમજો !
45
ધર્મક્રિયાનો હેતુઃ
સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રીસંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગરાદિ સાત રૂપકો સાથે સરખામણી કર્યા બાદ હવે સૂત્રકાર મહર્ષિ પૂ. શ્રીસંઘની, શ્રી મેરૂ સાથે સરખામણી કરી રહ્યા છે. તેમાં મોક્ષનું મુખ્ય અંગ જે શ્રી સમ્યગ્દર્શન, તેને વજ્રરત્નમય વ૨પીઠને સ્થાને સ્થાપેલ છે; જે દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં કુમતની વાસનારૂપ પાણી પ્રવેશે તો પીઠ અવશ્ય પોલી થાય. એ પીઠમાં દોષો એ જ પોલાણ છે. શ્રી જિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસનો અભાવ એ જ શંકા દોષ છે, કાંક્ષામાં પણ એ જ છે; એ જ રીતે વિચિકિત્સામાં પણ એ જ દશા છે. આત્માને બનાવટી વસ્તુ પર જેટલો રાગ છે, તેટલો વાસ્તવિક વસ્તુ પર રાગ નથી માટે શંકા થાય છે.
પુદ્ગલાનંદી આત્માને કઠિન કરતાં સહેલું બહુ ગમે છે, એને અંદરની સુંદરતા કરતાં બહારનો અડંબર બહુ રૂચે છે; એનું કારણ એનામાં પડેલો કાંક્ષા
Page #82
--------------------------------------------------------------------------
________________
હan - ૫: ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય?-ક – ૭૧ દોષ છે. જેને કુદરતી વસ્તુ પર પ્રેમ હોય તેને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને કારણ નથી; કેમ કે, ત્યાં કૃત્રિમતા નથી; પણ એ વિચારાય તો હૃદયમાં બેસે, ન વિચારે તેને માટે આ વાત નથી.
શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતનો એક જ હેતુ છે કે, દબાયેલું આત્મસ્વરૂપ ખલું થાય, મંદિર તથા મૂર્તિને માનવા અને પૂજવાના તથા વ્યાખ્યાન-શ્રવણના તેમજ અનેક ધર્મક્રિયા કરવાના વિધાનનો હેતુ કર્મથી દબાયેલા આત્માને છૂટો કરવાનો છે. અનેક જીવોનાં સ્થાન તથા સ્વરૂપ બતાવ્યાં, એનો હેતુ પણ એ જ કે, આત્મા એની હિંસાદિ કરી કર્મથી બંધાય નહિ. પૃથ્વીકાય આદિ બધામાં જીવો છે, એ બતાવવાનો એ સિવાય બીજો કોઈ જ હેતુ નથી. એક તો વસ્તુસ્વરૂપનું પ્રતિપાદન થાય છે અને બીજું એ કે એ જાણીને આત્મા કોઈને હાનિ ન કરે, જેથી પાપ ન લાગે અને પાપ ન લાગે તો આત્મા નિર્મલ બને. વસ્તુસ્થિતિ આ હોવા છતાં એના ઉપરનો વિશ્વાસ ડામાડોળ બને છે એનું નામ શંકા છે અને કઠિનતા કરતાં સહેલાઈ પસંદ કરવી તથા જેમાં પુદ્ગલપ્રાપ્તિ વધુ હોય તેવા ધર્મની પસંદગી કરવાની ઇચ્છા થવી તે કાંક્ષા દોષ છે.
શ્રી સિદ્ધગિરિ મોટામાં મોટું તીર્થ હોવા છતાં પણ કેટલાકને કેસરિયાજી પ્રત્યે પ્રેમ વધારે કેમ? એ ઋષભદેવ જુદા છે અને શ્રી સિદ્ધગિરિજીના ઋષભદેવ જુદા છે? નહિ જ, છતાં પણ ત્યાં વધુ માન્યતાનું કારણ મોટા ભાગે એ જ છે કે, ત્યાં ચમત્કાર માન્યો છે !એટલે કે મનની માનેલી પુદ્ગલસાધનાની લાલસા આખી દશા જ ફેરવી નાંખે છે !!! કેસરિયાજી ચમત્કારી છે, જે માંગીએ તે આપે છે' એમ કહેતાં સમ્યગુદૃષ્ટિને શરમ ન આવે? શું વીતરાગ તુષ્ટમાન થાય?” એમ કોઈ પૂછે તો એવાઓ શું ઉત્તર આપે? પણ આવા વિચાર કરવાનું નથી સૂઝતું
એનું કારણ એ છે કે, ધર્મક્રિયા કરતાં કરતાં પણ હૃદયમાં ઊંડે ઊંડે અભિલાષા * પુલ પ્રાપ્તિની રહેલી હોય છે. મનોદશા કેવી હોવી જોઈએ?
ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીજીને માનો છો વીતરાગ અને એમની પાસે પણ અર્થ-કામની કામના રાખો એ કેવી ભયંકરતા ? શું વિતરાગપણે ભૂલી જવાય છે? જેઓ શ્રી વીતરાગ પરમાત્મા પાસે પણ રાગના પદાર્થો માંગે તેઓને ઇતર દર્શન કે જેમાં એમ કહ્યું છે કે “ઈશ્વર જ આપે છે ત્યાં અભિલાષા થતાં વાર કેમ લાગે ? પુદ્ગલપ્રેમી આત્માને દુનિયાના પદાર્થો પ્રત્યે રાગ થવો એ તદ્દન સહેલું છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
કર
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
632 શંકા અને કાંક્ષા થાય એ જ સૂચવે છે કે, શ્રી જિનેશ્વરદેવના વચન પર . યથાર્થ પ્રતીતિ નથી. પ્રભુમાર્ગમાં મરજી આવે તેવી શંકા કરનાર, ઘડી ઘડી ઇતર માર્ગની અભિલાષા કરનાર આત્મા, પોતાના જૈનત્વને શી રીતે સાચવી શકે ? જૈન તે કહેવાય કે જેને શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય જ નહિ; સમજવા માટે શંકા થાય પણ વસ્તુને નહિ માનવારૂપ શંકા ન જ થાય. જૈનને ઇતર મતની અભિલાષા ન જ થાય. કેમ ન થાય ? સાચો જૈન મત સારો. માન્યો માટે જ ને ? તમે જૈન મત સારો માન્યો એની ખાતરી ત્યારે જ ગણાય કે, જ્યારે તમે “આ વસ્તુ જેવી વસ્તુ દુનિયામાં કોઈ સ્થળે નથી દેખાતી આવી માન્યતાવાળા બન્યા હો ! તમારી મનોદશા - દેવ, વીતરાગ, ગુરુ, નિગ્રંથ અને ધર્મ ત્યાગમય જ; ત્યાં કમીના શી ?' આવી જ હોવી જોઈએ. લોકોત્તર મિથ્યાત્વઃ સભાઃ “વાત ખરી, પણ સાહેબ ! પોતાનું જાણતા નથી અને પારકામાં માથું
મરાય છે માટે જ ગૂંચવણ ઊભી થાય છે.' , પોતાનું ન જાણે ત્યાં સુધી પારકાના સહવાસની મના છે.” એ વાત આગળ આવવાની છે, એટલે હાલ એને મુલતવી રાખો અને એ જ વિચારો કે, આ વસ્તુ ઊંચી શાથી ?” “પોતાના આત્મીય સ્વરૂપને પ્રગટાવનારી છે માટે જ ઉત્તમ છે એમ માનો છો ને ? આ માન્યતા ભૂલ્યા તો પરમાં પડાશે અને પરમાં પડ્યા તો આ શ્રદ્ધાથી ઝટ ખસવાના, માટે જ શ્રદ્ધામાં મજબૂતપણે સ્થિર રહેવાની આવશ્યકતા છે. આ શાસનમાં/માર્ગમાં, આ દેવ, ગુરુ પાસે દુનિયાની વસ્તુ માંગવાની વાત હોય જ નહિ.” એ વાતમાં ખૂબ નિશ્ચિત બનો. શાસનમાં વસ્તુની પ્રસંશા પણ નથી, તમે જ્યાં બેઠા છો ત્યાંના પણ આ શાસનમાં વખાણ નથી; માટે આમાંથી ખસતાં વાર ન લાગે એ બનવા જોગ છે. એ જ હેતુથી આટલા ટકી રહ્યા છે એ પણ તેઓનું અહોભાગ્ય સૂચિત થાય છે.
જ્ઞાની કહે છે કે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામવું અતિશય દુર્લભ છે, શ્રી જિનેશ્વરદેવના વચનનું શ્રવણ એનાથી પણ અતિશય દુર્લભ છે, એના તરફ રુચિની દુર્લભતા તો એ કરતાં પણ વધારે છે, એ રૂચિ અસ્થિમજ્જા થવી એ વળી મહાકઠિન છે અને અમલ તો એકદમ કઠિન છે. દુનિયાના પદાર્થો પ્રત્યેની કામના અરુચિકર લાગશે ત્યારે “આ મત સારો છે” એ ભાવના ટકશે. આ જ કારણે સમ્યગુદૃષ્ટિ આત્માઓ લોકોત્તર મિથ્યાત્વમાં ન ફસી જાય એ વાત ઉપર જ્ઞાનીઓ ઘણો ભાર મૂકે છે.
લૌકિક મિથ્યાત્વ સૌને હાનિ કરે છે તેમ લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્રષ્ટિને
Page #84
--------------------------------------------------------------------------
________________
ess - ૫ઃ ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય? - 45 – ૯૩ ઘણી હાનિ કરે છે. લોકોત્તર મિથ્યાત્વની સેવનાના પ્રભાવે જતે દિવસે સમ્યગુદૃષ્ટિને સમ્યકત્વ પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે. માન્યતા મુજબ શ્રી કેસરિયાજી ચાર વાર ફળ્યા અને પાંચમી વાર પોતાના અશુભોદયે ન ફળ્યા
તો ?
ગુરુએ દુનિયાની વાત એક-બે વાર કહી એમાં ફાવ્યા અને ત્રીજી વાર ન ફાવ્યા તો ?
ધર્મ પ્રતાપે દુનિયાની સામગ્રી થોડો વખત શુભોદયે મળી અને અશુભોદયે ન મળી તો ?
માટે સમજો કે, લોકોત્તર મિથ્યાત્વની સેવનાના પ્રતાપે સમ્યદૃષ્ટિ આત્માને પણ શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે અવિશ્વાસ પેદા થાય છે અને એ રીતે ગયેલો વિશ્વાસ ફરી આવવો મુશ્કેલ થઈ પડે છે. વિવેકી આત્મા લોકોત્તર, તો એનું મિથ્યાત્વ પણ લોકોત્તર, લૌકિક અવસ્થામાં પડેલા ભદ્રિકજીવને તો લોકોત્તર મિથ્યાત્વની પ્રવૃત્તિથી કદાચ લાભ પણ થઈ જાય, પણ લોકોત્તરને તો લોકોત્તર મિથ્યાત્વ મારી પાડે.
લૌકિક અવસ્થામાં પડેલો તો અજ્ઞાન છે, ધર્મના સ્વરૂપને સમજતો નથી, કુદેવ, કુગુરુ અને કુધર્મની ક્યાસનામાં પડ્યો છે, દેવને જ જગતનો કર્તા માને છે, સુખ-શાંતિના દાતા એને માને છે, માટે એ તો ત્યાં માંગે, કેમ કે, એને તો મિથ્યાત્વ ચાલુ છે, રૂઢ છે : પણ તમે તો જાણો છો કે, દેવ તો વીતરાગ કે, જે ભક્તિથી તુષ્ટમાન થાય નહિ અને સેવાથી રાજી થાય નહિ; ગુરુ તે કહેવાય કે જે મહાવ્રત ધરે અને જેણે સંસાર છોડ્યો હોય; આવું માનનારા જ્યારે તે જ દેવ અને ગુરુ પાસે પૌદ્ગલિક પદાર્થોની આશા રાખે તો એમનું સમ્યક્ત્વ . ખસતાં વાર પણ લાગે નહિ અને પછી એ સીધા ઠેકાણે પણ આવે નહિ. જૈનશાસન ઉત્તમ શાથી?
હું પૂછું છું કે, જૈન ધર્મ તમે સારો માનો છો પણ કઈ ભાવનાએ માનો છો એ કહો ! મોક્ષનો માર્ગ બતાવનાર છે માટે જ કે બીજી રીતે ? ‘વિષયકષાયથી છોડાવી, દુનિયાના રંગરાગથી દૂર કરાવી, સંસારના બંધનથી છોડાવી, મુક્તિમાર્ગે ચડાવી, સંસારનો પાર પમાડી આત્માને મોક્ષમાં લઈ જનાર છે, માટે જ સારો છે એમ માનો છો ને ? પૈસા, રાજ્ય, દેવલોકની રિદ્ધિ-સિદ્ધિ એ વગેરે મળે છે એ જ માટે સારો માનો છો એમ તો નથી ને ? જેટલું સારું તે બધું ભલે એનાથી મળે પણ એ માટે એને સારો માનો છો એમ તો નથી ને ? જો એ
Page #85
--------------------------------------------------------------------------
________________
634
૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માટે જ એને સારો માનો તો તો કહેવું જ પડે કે તમારા હૃદયમાં દુનિયાના પદાર્થો કરતાં એ મતની કિંમત વધતી નથી.
આ દર્શનના અનુયાયીને જેમ એ બધું મળે છે તેમ ઇતર ધર્મના અનુયાયીઓને એ ધર્મના પ્રભાવે પણ એ બધું તો મળે છે. જો કે, આ દર્શનના અનુયાયીઓને ઘણું જ સારું મળે છે એ વાત ખરી; પણ એથી કાંઈ આ દર્શનની મહત્તા જેવી જોઈએ તેવી વધતી નથી ! આ દર્શનની મહત્તા તો મોક્ષ અપાવે છે, એ માટે છે. આ દર્શનનો અનુયાયી જ્યારે પોતાને મળેલા ભોગમાં રંગાતો નથી ત્યારે ઇતર દર્શનનો અનુયાયી તો મળેલા ભોગમાં રંગાય છે. આ દર્શનમાં મોક્ષની સાધના સહજ છે. આ દર્શનના અનુયાયીનો સંસાર પાતળો. પડે, દુનિયાના રંગરાગ એના મોળા પડે અને કુટુંબી વગેરે ઉપરનો સ્વાર્થી પ્રેમ પણ ઘટે.
સમ્યગ્દષ્ટિને કોઈ કહે છે કે, ‘અમુક દેવ તો લાખ આપે છે' તો એ કહે કે, અમારે એ ન જોઈએ, અમારે તો છોડાવનારા જોઈએ. કોઈ કહે કે, ‘અમુક ગુરુ બધું બતાવે છે, બધું આપે છે’ તો એ કહે કે, ‘અમારા ગુરુ તો કેવળ મોક્ષમાર્ગ જ કહે, ગુરુ થઈને ઘરબાર આપે એ ન પાલવે, ગુરુ કદી ઘરબાર માંડવાનું ન કહે, જો ગુરુ એમ કહે તો કહીએ કે તમે અમારાથી ભૂંડા છો' આ બધું હોઠેથી નહિ પણ હૈયાથી નીકળવું જોઈએ. હોઠે તો આ મતને સારો કહો છો પણ, ટકે ત્યારે કે જ્યારે હૃદયથી કહો.
જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્મની મહત્તા જે હેતુથી છે તે હેતુ નહિ સમજાય ત્યાં સુધી શ્રેય નહિ થાય. શ્રી જિનશાસનની મહત્તા શ્રીસંઘ ન સમજે એ કેમ ચાલે ? પોતાને જૈનસંઘમાં ગણાવતી એક વ્યક્તિ કહે છે કે, ‘જે સમાજમાં ચારસો સાધુ વસે છે તે સમાજ ભીખ માંગે ? એક પણ સાધુ એવા ચમત્કારી નહિ કે લક્ષ્મીવાન બનાવી દે ?' વિચારો, આ મહાનુભાવે કેટલી અક્કલ દોડાવી ? મહાવ્રતો સાથે આ વાતને કશો પણ મેળ છે ?
સભા નહિ સાહેબ.
પણ જ્યાં સાંસારિક ઉદય એ જ ધ્યેય હોય ત્યાં પ્રભુશાસનની મહત્તા શી રીતે સમજાય ! ‘સાધુ સંસારના પોષક ન હોય પણ શોષક જ હોય,’ એવો નિશ્ચય જેઓને ન હોય તેઓ આવું બોલે એમાં કશી નવાઈ નથી; પણ જ્યારે તેઓ પોતાને સંઘના પ્રતિનિધિ તરીકે ઓળખાવવા બહાર આવે છે ત્યારે જ નવાઈ લાગે છે કે, આવાઓ, અને સંઘમાં ? તમે પણ ધર્મમાં સારાપણાની બુદ્ધિ
Page #86
--------------------------------------------------------------------------
________________
635
- ૫ : ધર્મ શા માટે
-
ધર્મ પાસે શું મગાય ? - 45
૬૫
શાથી રાખવાની એ ખૂબ સમજો, કારણ કે, એ સમજાયા વિના કયે દિવસે ધર્મથી ખસી જવાશે તે કહી શકાય નહિ. જેનું હૃદય સંસારમાં આસક્ત છે, તે કાલે જ ખસી જાય તો પણ આશ્ચર્ય ન થાય, કારણ કે, એવાઓથી તો ન ખસાય એ જ એઓનું મહાભાગ્ય !
શ્રદ્ધાળુ બનો તો સાચા બનો
વૈરાગ્યની વાતો લાગે મીઠી પણ એવો ઘરમાં પ્રસંગ આવે ત્યારે ફરી ન જવાય, એ વસ્તુની પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. એવે સમયે - ‘આપે ઉતાવળ કરી, આપને વૈરાગ્યની વાતો કરવાની છૂટ પણ મારા ઘરમાં અને મારા સંબંધીઓમાં આ વાત હોય ? હું આપનો ખરો પણ આ પ્રસંગે મારે આવે ઊભા રહેવું પડશે, કદાચ વચ્ચે પણ આવવું પડશે. હું રોજ આવનારો છું માટે મારી શરમ ખાંતર પણ માની જાઓ !' આવું બોલવાની દશા હોય એ કેવી અધમ દશા છે એના ઉપર વિચાર કરો. ‘જે વસ્તુ સારી છે એ પોતામાં કે પોતાના પરિવારમાં આવવી જ જોઈએ. એવી દશા જેનામાં ન હોય એ પ્રભુશાસન પામ્યા છે, એ કેમ જ કહેવાય ?
સભા પારકા છોકરાને જતી કરવાની કહેવત શાથી ?'
એ ગાંડાની કહેતી છે,જતી થવું ખોટું માનો છો ? પોતાથી સારી વસ્તુ ન . બને તો પારકાને પણ સહાય કરવામાં ધર્મ છે. અહીં આવનારે અગર અહીં પોતાના સંતાનને મોકલનારે તો એ જ માનવું જોઈએ કે, ‘સદ્ગુરુઓની સેવામાં રહેનારને વૈરાગ્ય થવો જ જોઈએ.' આવી માન્યતાવાળાને તો વૈરાગ્ય ન થાય એમાં જ નવાઈ લાગવી જોઈએ. એવા આત્માઓ પોતાને વૈરાગ્ય આવે તો ખુશ થાય અને ‘પોતાનો બાળક વૈરાગ્ય પામ્યો' એવા સમાચારથી તેઓને આનંદ થાય એટલે તેઓ કહે કે, ‘અમે એ ઇચ્છતા જ હતા' એમ કહીને સમાચાર -આપનારને વધામણી આપે. આ સિવાય સાચી માન્યતા છે એની ખાતરી શી, એ કહો ! એમાં પોલ હોય એ કેમ નભે ? શું શ્રાવકના ઘરમાં આ વાત નવી છે ? પૂર્વે તો માથે ધોળા વાળ આવેલાઓ, સંસારમાં ૨હેતાં શ૨માતા હતા અને કહેતા કે, ‘પૂર્વજો તો ધોળા વાળ પહેલાં નીકળી ગયા અને અમે તો ધોળા વાળ આવ્યા છતાંય રહી ગયા ! બાલ્યકાળમાં તો નહિ પણ ધોળા વાળ આવ્યા ત્યાં સુધી પણ વિરાગ ન થવા માટે એમને શોક થતો હતો. આજે તો કાળા વાળ કરતાં ધોળા વાળવાળા વધુ મ્હાલે છે. માટે તો એ કહે છે કે, ‘અલ્યા ! અમને ત્યાગ નહિ અને તને કેમ ? આ શી ધાંધલ !!!' સમજદારની આ દશા શાથી ? કહેવું પડશે કે ‘જિનમત સારો છે.’ એ હજી સમજાયું જ નથી.
Page #87
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
636.
| શ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, “શ્રી જિનમત રૂપ સુરતરુને છોડી અન્ય મતરૂપ બાવળને કોણ વળગે ?” કહો આ મત સુરતરુ છે એની તમને ખાતરી છે ? જો છે તો એનાં કારણ સમજો. એ નહિ સમજો તો આપત્તિમાં ભાગી જવાનો પૂરો સંભવ ! કદી લજ્જાથી ધર્મ નહિ છોડો પણ હૈયામાં થશે કે કાંઈ નહિ !' એ કાંઈ નહિ” એમ થવાનું અને એના પરિણામે કઈ વખતે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ છૂટી જાય તે કહેવાય નહિ.
કેવળ મોક્ષની સાધના માટે શ્રી જિનેશ્વરદેવનું શાસન છે એ શ્રદ્ધા અણીશુદ્ધ કેળવવી જોઈએ. આ શાસન પામ્યા છતાં એ ભાવના જાગૃત ન થવા માટે પશ્ચાત્તાપ થવો જોઈએ. ઘરના તથા કુટુંબીઓ પામે એવા મનોરથ થવા જોઈએ. ન પામે તો પમાડવાના પ્રયત્ન કરવા જોઈએ. જેઓ ધર્મ નથી પામેલા તેઓ ધર્મ પામ્યા છે એવા સમાચાર મળે તો હર્ષ થવો જોઈએ. આ સ્વરૂપે વર્ષોથી લખાયું છે, ઘણા મહર્ષિઓએ તમને સંભળાવ્યું છે, “હાજી, હાજી'થી તમે વધાવી પણ લીધું છે, પણ એના પરિણમનને પુરવાર નથી કરી શક્યા, હવે એ કરવું પડશે ! ઓઘદૃષ્ટિએ માત્ર ગતાનુગતિકપણાથી શ્રદ્ધા વિના જૈન મતને સારો કહેનારને શાસ્ત્ર મિથ્યાદષ્ટિ કહે છે, કુળની રૂઢિથી શ્રદ્ધા વિના આચરણા માત્ર કરવાથી સમ્યગ્દષ્ટિ ન થવાય, માટે વસ્તુની પરીક્ષા કરો અને સાચા શ્રદ્ધાળુ બનો.
વસ્તુનું પરિણમન થયું છે, એમ તો ત્યારે જ મનાય કે; જ્યારે “ઘર ભલે જાય પણ ધર્મ રહેવો જોઈએ.” આવી માન્યતા દઢમૂળ થાય. ધર્મ એટલે દયા અને સત્ય આદિ; તેની ખાતર પૂર્વના પુરુષોએ રાજ્ય જતાં કરી ભયંકર આપત્તિઓ વહોલી લીધી છે, ભીખ માંગી છે, એ કયા બળે ?
શ્રી હરીશ્ચન્દ્ર સત્ય માટે બધું જતું કર્યું, પોતે વેચાયો, સ્ત્રી વેચાણી, સંકટો વહોર્યા, વિચારો કે, “એ સત્યને કેવુંક સમજ્યો હશે ?'
મોટો પંડિત થઈ, ચૌદ વિવાનો પારગામી થઈ આવનાર, રાજાનું તથા આખા નગરનું માન પામનાર અને રાજા જેને સામે લેવા જાય એવા દીકરાને તરત જ દૃષ્ટિવાદ ભણાવવા મોકલનાર માતાને ધર્મ કેવો પરિણમ્યો હશે !
સત્ય એ આત્મધર્મ છે એવું સમજાય તો સત્ય એ ધર્મ; પણ સત્યનો ઉપયોગ સોદા માટે હોય ? સોદો હોય તો એ ધર્મ નહિ. ફાવ્યું તો ઠીક નહિતર કંઈ નહિ, એ સત્ય નથી પણ સોદો છે. વધારે ઊંડાણથી વિચારીએ તો એ સોદો પણ નથી કિંતુ લુચ્ચાઈ છે, “અનુકૂળતા હોય તો ધર્મ કરીએ, નહિ તો નહિ' એવું કહેનાર, ધર્મ નથી પણ ડોળઘાલુ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
637 – ૫ ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય? -45 – કચ્છ ધર્મ એ ફુરસદ મળે ત્યારે જ કરવાની ચીજ નથી.
અનુકૂળતાએ ધર્મ કરે એમાં વિશિષ્ટતા શી ? એ ઠીક છે કે અનુકૂળતાએ પણ ધર્મ નહીં સાધનારા કરતાં, અનુકૂળતાએ પણ સાધનારા સારા; પણ એના ઉપર વિશ્વાસ રાખી આગળ ન ચલાય. “ભય ન આવે ત્યાં સુધી હું રક્ષક, અટવી લંઘવી હોય તો ભલે આવે” આવું કહેનારને સાર્થવાહ કહેવાય ? ભય ન હોય ત્યારે જ રક્ષામાં સાર્થવાહપણું મનાતું હોય તો તો સૌ સાર્થવાહ થાય; સાર્થવાહ તો તે કહેવાય છે, જે આપત્તિ વખતે રક્ષા કરે. એ જ રીતે જે એમ કહે કે, અમને હરકત ન આવે, કંઈયે વિઘ્ન ન નડે અને અમારા ટાઇમમાં વાંધો ન આવે તો જ અમે ધર્મ કરીએ; પણ અમારું બગાડીને ધર્મ ન કરીએ” આવાનો વિશ્વાસ કેમ રખાય ? - સાધુને આપત્તિ નથી, મજેથી બેઠા છે, ત્યારે વંદન કરવા આવે, એમાં આશ્ચર્ય શું ? ધાડ પડી એમ ખબર પડે ત્યારે આવનારા કેટલા ? અનૂકૂળતા જોનારાના આધારે ધર્મ ચાલે નહિ; ટકે જ નહિ, અનુકૂળતાને માનનાર ધર્મની કિંમત વધુ માને છે કે પોતાની ? પહેલાં પોતાને માનનારો અને ધર્મને પછી માનનારો ધર્મને કઈ રીતે ઉજાળશે? આજે આ દોષો તો ભારોભાર પડ્યા છે. આથી જ પૂછું છું કે ધર્મને કઈ દૃષ્ટિએ તમે સારો માનો છો ? સારો છે તો કાયમ માટે કરવાનો હોય, ફુરસદે જ એમ નહિ. ફુરસદ ન હોય તો એના માટે લાવવી જોઈએ. દુનિયાના કામને કહેવાય કે, “હાલ નહિ, ધર્મ સધાયા પછી તમે, તમને મેળવવા ધર્મ ન ગુમાવાય.'
આજ તો કહે છે કે, “મોસમ વખતે ધર્મને આઘો રાખવો; મોસમમાં કમાઈ લેવું પછી સુખે સુખે ધર્મ કરવો.’ હું પૂછું છું કે, મોસમમાં ધર્મને આઘો મૂકનારા ધર્મના રાગી છે ? નહિ જ, કારણ કે, “મોસમમાં મરી ગયા તો ?' દુનિયાની મોસમ યાદ આવે છે તો શાસ્ત્ર આખા મનુષ્ય જીવનને ધર્મની મોસમ કહે છે. લોક દુનિયાની મોસમ કોને કહે છે? પાક ઘણો હોય, વકરો ઘણો હોય, ઘરાકી ઘણી હોય, આવક સારી હોય, ખરીદનારા ઘણા હોય, એને જ ને ? હા, તો શ્રી જિનેશ્વર ભગવાને મનુષ્યજીવનને ધર્મની મોસમ કહી છે, કેમ કે, એ જીવનમાં સામગ્રી બહુ છે, સાધ્યને સાધવાનાં સાધન ઘણાં છે; આવી ધર્મમોસમને પેલી મોસમમાં સુવાડી દેનારને ધર્મનો પ્રેમ કયા ખૂણામાં છે ?
શ્રી જિનેશ્વરદેવની પૂજા ન થાય ત્યારે આંખમાં પાણી ન આવે ? ખાવાનું ભાવે ? આવું કદી થાય છે ? કમાણી ન થાય તે દિવસે શું થાય છે ? ધર્મ પર આપત્તિ આવે તો કાંઈ નહિ અને ઘરમાં બે-પાંચ હજાર જાય તો ? ધર્મની
Page #89
--------------------------------------------------------------------------
________________
૯૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વાતમાં કહી દે કે, “ભાવિ, ભગવાન કહી ગયા છે કે, પંચમ કાળમાં પાખંડીઓ પાકવાના છે.' આવાના આધારે ધર્મ જીવે ? નહિ જ. આથી જ કહું છું કે, ધર્મમાં કેવળ ફુરસદિયા જ ન જોઈએ !
આજે તો કેટલાક નિયમ એવો લે કે, “હોટલ ન આવે અર્થાતું ન મળે તો જ ન પીઉં.” એ શું નિયમ છે ? જંગલમાં ક્યાં ચા પીવા જવાનો હતો ? હોટલ માર્ગમાં આવે એટલે મળે તો ખરી જ ને ? પણ ત્યાં ચા છોડે ત્યારે જ ખરું. એ જ કસોટીનો સમય છે.
ચોરીના નિયમમાં રસ્તામાં પડેલી ચીજ સામે શ્રાવક જુએ પણ નહિ, એમ ' છે ને ? લાખ રૂપિયાનો હીરો પણ શ્રાવક રસ્તામાંથી ન લે ! શ્રાવકની આંખ નીચે ઢળેલી રહે તે શા માટે ? જીવ જંતુ મરે નહિ તે માટે. એવું જોનારની આંખે હીરો દેખાય જ નહિ એમ ન માનતા. પરંતુ તે પુણ્યવાન તો હીરો જુએ કે કીડી મંકોડી ? આજના તો એવા છે કે, રસ્તાની પાઈ પણ ન છોડે. પાઈને પગ તળે . દબાવી, કાંટો વાગ્યાનો ડોળ કરી, કાંટો કાઢવા જેવું બતાવી, પાઈ ઉપાડીને ચાલવા માંડે, આ દશા છે. જે પાઈ માટે ધર્મ ભૂલે તે શાસનનું શું ઉકાળે ? ઠીક છે, ઓઘ દૃષ્ટિએ રાગ છે તે કોઈ વખતે ખીલશે માટે અવગણના નથી કરતો, પણ એનાં વખાણ કઈ રીતે કરાય ? સાધર્મિક ભક્તિ કરો છો ?
લક્ષ્મી તથા સંસારની અસારતા માટે ઘણું કહેવાયું, ત્યાગ માટે તથા સાધર્મિક ભક્તિ માટે પણ ઘણું કહેવાયું, પણ અમલ કયો કર્યો એ બતાવો ! સાધર્મિક પોતાનું હૈયું ખોલીને વાત કરવા આવે એવી કોઈએ એને તક આપી ? પોતાની ઉત્તમ ભાવના વ્યક્ત કરવાથી તેને શાંતિ, વિશ્રાંતિ અને સહાય મળવાની એને કોઈએ ખાતરી આપી ? લાગતાવળગતા ચાર સાધર્મિકને કોઈએ કહ્યું કે, “ફીકર ન કરો ! અમારા પાલનની જેમ તમારું પણ પાલન કરશું' આપત્તિ વખતે સંકોચ વિના ચાલ્યા આવજો - એમ કહ્યું ?
શ્રી કૃષ્ણ મહારાજાએ આખી દ્વારિકામાં દાંડી પિટાવી હતી, તમે પાડોશમાં તો પિટાવો ! ચાર લાગતાવળગતા સાધર્મિકને તો સેવો ! સહાયના અભાવે ધર્મની આરાધનાથી કેટલા પાછળ હઠ્યા એ જોયું ? પાસેના પાંચ પડોશી ન સચવાય ? મહેલાનો શ્રીમાન, વાતો મોટી કરે અને પોતાના મહોલ્લાની પણ આપત્તિ ન ટાળે એ શું ? વારુ, ધર્મના ફળમાં વિશ્વાસ છે ? સાધર્મીને આપેલા સો, બસો, પાંચસો જવાના નથી એવો વિશ્વાસ છે ? કદી દૈવયોગે એ રૂપિયા સાધર્મિક ઉન્માર્ગે વાપરે તો પણ તમારું હિત તો ખાતરીપૂર્વક છે, એ વાતની
Page #90
--------------------------------------------------------------------------
________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ? - 45
ખાતરી છે ? આવી ખાતરી વિના અને પ્રભુશાસન ઉપર સુંદર શ્રદ્ધા વિના, - ‘ફાવે ત્યારે અને ફુરસદે તથા ઠીક પડે તો કરું' આવી માન્યતાથી કરેલા ધર્મનું તત્ત્વદૃષ્ટિએ ફળ પણ શું ?
ખોટા બચાવ ન શોધો ?
639
૬૯
સભા ‘સાધર્મિકને એમ ને એમ સહાય કરવાથી એ એદી બને - એવી આજની દલીલ છે એનું શું ?’
એ બધી કૃપણતાની વાતો છે. એમ તો કહેનારા કહે છે કે, ‘દાન દેવું એ દંભનું પોષણ છે.’ એવું પણ કહેનાર પડ્યા છે કે, ‘સાધુએ પોતાની આજીવિકા પોતે ચલાવવી જોઈએ. પણ પારકા ઉપર જીવવું નહિ.’ આવી વાહિયાત વાતો કરનારા તરફ જોવાનું આપણું કામ નથી. આ શાસનને બરાબર સમજો એટલે આપોઆપ બધું જ સમજાશે. શ્રી જિનેશ્વરદેવના ધર્મને અનુસરવો હોય તો ઇતરને ભૂલી જાઓ. ‘ગરીબને બે પૈસા આપવાથી એદી થાય' એવું વિચારવાની બુદ્ધિ પૂર્વના મહાપુરુષોમાં નહોતી ? આ તો એવું થયું કે, ‘શિષ્ય એમ વિચારે કે, ‘ગુરુની ભક્તિ કરું તો ગુરુ એદી થઈ જાય.' આજે આવા વિચારો આવ્યાં ક્યાંથી ? તિજોરીમાંથી કાઢવું પડે છે માટે એ વિચારો આવ્યા. શાસ્ત્રમાં વિધિએ લાખ્ખોનાં દાનના દાખલા આવે છે, સાધનસામગ્રી આપ્યાના દાખલા આવે છે, ઉછાળીને આપવાના દાખલા આવે છે, પણ દાનથી દુનિયા એદી બને એવી શિખામણ આપ્યાનો એક પણ દાખલો છે ? ધર્મ અને દુનિયાનો ભેદ સમજો. સંસાર પામ્યો અને ધર્મ પામ્યો એમાં ભેદ છે. પૈસા ધીર્યા અને પૈસા દીધા એમાં કાંઈ ફેર જણાય છે ?' દેવું તે જ દાન નથી, એ કારણે આગળ વધવું પડશે. જો દેવું તે જ દાન હોય તો તો બધા જ દાનેશ્વરી થઈ જાય, માટે દેવું તે જ દાન નથી પણ મૂર્છા ઉતારીને ઉપકારની બુદ્ધિએ દેવાય તે દાન. અનુકંપા તરીકે ‘જેને આપીએ તે શું કરશે ?' એ ન જોવાય. એવી જોખમદારી લેવાય તો એક પાઈ કોઈને ના અપાય. અનુકંપાદાન કુપાત્ર માટે છે. સુપાત્ર માટે તો ભક્તિ છે. સુપાત્રને હાથ જોડીને ‘અમને તારો, અમારો ઉદ્ધાર કરો. અમારો વિસ્તાર કરો.’ એમ કહેવાનું છે. ત્યાં ‘લે અલ્યા ! લઈ જા !' એમ નથી કહેવાનું અને કુપાત્રમાં અનુકંપા છે. મૂર્છા ઉતારી, સામાનું કલ્યાણ થાય તેવા તેને સંસ્કાર આપી દાન દ્યો. ‘સર્વે સુખી થાઓ, નિરારંભી થાઓ' – એ ભાવના કેળવો, એવું કહો, એ રીતે દાન દ્યો. ગાયને છોડાવતાં, ‘પૈસાથી એ કસાઈ શું કરશે’ - એ વિચાર ન થાય. હા, કોઈ પણ સ્થળે વિવેકબુદ્ધિ ન ગુમાવીએ, એ વાત પણ સાથે જ છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
640
ધર્મમાર્ગે ચડાવવામાં જ મુશીબત ઃ
આખો સંસાર પાપથી ઘેરાયેલો છે. હિંસાની વાડમાં અહિંસા છુપાયેલી છે : અસત્યના કિલ્લામાં સત્ય છુપાયેલું છે : ચોટ્ટાઓના ટોળામાં અસ્તેય ધર્મ સાધવાનો છે : વિષયાસક્તોના ટોળામાં રહી બ્રહ્મચર્ય પાળવું છે : વાસનાનો પાર નથી, દુનિયા મોહમાં ફસાયેલી છે, વિષયકષાય ભારોભાર ભર્યા છે, એમાં સાધવું છે. આ દશામાં આંખ મીંચ્યા વિના છૂટકો નથી.
સાથિયામાં પહેલાં ચાર પાંખડાં શા માટે ? ચાર ગતિથી છૂટવાનું સૂચવવાં. ત્રણ વસ્તુના યોગે જ્યાં જવું છે ત્યાં જવાય ક્યારે ? ચાર ભુલાય તો ને ? હિંસા ભુલાતી નથી અને અહિંસા ડગલે ને પગલે ભુલાય છે. કોઈનું માથું કેમ કપાય એ ભણવું પડે ? અસત્ય બોલવા માટે ભણવાની નિશાળ હોય ? નહિ, એવું તો પ્રાયઃ શીખેલો જ છે. પાણીને ખાડામાં લઈ જવા પ્રયત્ન કરવો પડે? ના, એ તો સીધું જ જાય ! ત્યારે ઊંચે લઈ જવા માટે વિધિવિધાન કરવાં પડે. તેમ જીવો નીચે તો જઈ જ રહ્યા છે. પણ ઊંચે ચડાવવા માટે તો વિધિવિધાન કરવાં પડે ને ? શું આત્માને દુનિયામાં રૂલાવવા બાકી છે ? નહિ જ, કારણ કે, રૂલેલા તો છે જ ! પૈસાના મોહ પમાડવાની બુદ્ધિની જરૂર છે ? નહિ, કારણ કે, એ મોહ તો છે જ. કામ ભોગમાં તો લીન છે જ. મુશીબત બધી ધર્મમાં આવે છે !’
શુદ્ધ ધર્મના પ્રણેતા શ્રી જિનેશ્વરદેવના વચનમાં નિશ્ચય ન થાય એ શંકા છે અને શ્રી જિનમત સિવાય અન્ય મતની અભિલાષા એ કાંક્ષા છે. એ બે દોષો આજના મોટા ભાગને ગળે વળગેલા છે. શંકા-કાંક્ષા ક્યાં થઈ એનું પણ ભાન નથી. સુમત અને કુમતનું પણ જ્ઞાન કે ભાન નથી. વારુ, તમને ચોખ્ખી વૈરાગ્યની વાતો ગમે કે રાગામિશ્રિત ? હું કહું છું કે, રાગમિશ્રિત વૈરાગ્યની વાત જૈનદર્શનની નથી પણ કુમતની છે; પણ એટલી ઝીણવટમાં હું તમને અત્યારે લઈ જવા માંગતો નથી; એ વાત સમજવી બહુ કઠિન છે, એટલે બાળક પણ સમજે તેવી મોટી મોટી વાત કહું છું. તમે ઘરમાં પણ ડાંડી પિટાવી છે કે, ‘ભગવાનનું શાસન સુરતરુ છે, અનુપમ છે, જે સાધે તે પુણ્યવાન, જેને સાધવાની ભાવના થાય તે પણ પુણ્યવાન, હું ન સાધી શકું તો પણ જેને સાધવું હોય તેને હું સહાયક છું' આવું કહ્યું ? નગરીમાં નહિ, સમાજમાં નહિ, પણ ઘરમાંય નહિ ? અરે, હૈયામાં પણ એમ વિચાર્યું ? આટલું પણ નહિ કરવા છતાં કહેવું કે, ‘અમે ધર્મી !' એવાઓને કંઈ કહેવાય પણ નહિ. એ કેવી દશા ?
જૈનધર્મ કેવળ ફુરસદિયાઓને નથી. એ તો ચોવીસે કલાક સામે રહેવો જોઈએ. દુનિયાની કાર્યવાહીમાં પણ નજર સામે એ જ હોય. જો એમ ન હોય
Page #92
--------------------------------------------------------------------------
________________
૫ : ધર્મ શા માટે - ધર્મ પાસે શું મગાય ? - 45
૭૧
તો એનો રસ ન જ આવે. આ ધર્મ નવરા માટે નથી પણ કામગરા માટે છે. - ઘરના વ્યવહારમાં પણ નજરથી એક મિનિટ પણ આ ધર્મ દૂર ન કરવો જોઈએ. દુનિયાની કાર્યવાહી ધર્મને ટક્કર મારે એ દશા ન જોઈએ. આ દશા આવે તો માનું કે શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જરૂ૨ ઓતપ્રોત થયો છે; નહિ તો સારો કહો એટલા માત્રથી વિશ્વાસ કેમ રખાય ?
641
――――――――
કૃતઘ્ન નહિ પણ કૃતજ્ઞ બનો :
પ્રથમ કાગળિયામાં સહી કરે, પછી લાગે કે પોલીસ પકડવા આવશે, તો કહે કે, ‘જોખમદારી હોય તો સહી નહિ' - આ કઈ દશા ? સહી શોભા માટે હતી કે સેવા માટે ? એ વિચારી લો!
ન
આ તો કહે છે કે, ‘આડુંઅવળું ન હોય તો ઊભો રહું.’ શું ધર્મની સેવામાં જોખમદારી નહિ જોઈએ ?
પેઢીમાં ભાગ ખરો પણ નફામાં, તોટામાં નહિ એમ ચાલે ? નહિ.
તો ફળ માંગું પણ આપત્તિમાં ઊભો ન રહું, એ કેવી વાત ?
પૂજા ખરી પણ ભગવાનને ઉપાડી જાય તો ‘ક્યાં મારા એકલાના છે ?’ એ કેવી ભાવના ?•
ટ્રસ્ટી લાખ્ખોનો વહીવટ કરે પણ મંદિરમાં શું થાય છે એની ખબર ન રાખે અને ત્યાં કહી કે, ‘સામાજિક મિલકત છે; સમાજ ગમે તેમ કરે' એ ચાલે ? જેનો વહીવટ કરે એની ખામી અને નડતર નહિ જોવાનાં ?
જે ઘરમાં રહે તે ઘરની ભીંત પડે તો એ રહેનાર સમારે કે બીજો ? છોકરો મરી જાય તો બાળવા ન જાય ? ‘હું તો રમાડું, બાળવા ન જાઉં’ એમ કહે તો ? એમ કોઈએ પણ કહ્યું છે ?
ઘરમાં કોઈ માંદું થાય તો એને સાજું કરવાના ઉપાય ન કરો ? વેપારની હાનિ પૂરો કે નહિ ?
તેમ ધર્મ ઉપર આવતી આપત્તિ ટાળવાની તમારી ફરજ ખરી કે નહિ ?
તકલીફ ભોગવીને પણ ધર્મનું રક્ષણ કરવાની ફરજ ખરી કે નહિ ? ‘શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સંસારનાં બંધન છોડી મોક્ષમાં જવા માટે છે' આ નક્કી કરો તો શંકા ન થાય.
જે છે તે છોડવાની ધર્મમાં ભાવના હોય, આવી અખંડ માન્યતા ધર્મીની હોવી જોઈએ. આવી માન્યતાવાળાથી ક્વચિત્ ધર્મ ન થાય એ બને, પણ એનું
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૨
642
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - દુઃખ તો એને જરૂર જ થાય : હૈયે પીડા તો થાય જ. જેનો એ સેવક, એની સેવામાં એ બહાનાં કાઢે ? જે ઘરના માલિકે તમને સુખી કર્યા, તે માંદો પડે તો એને જોવા ન જાઓ, દવા ખાવા કે સારવાર કરવા ન જાઓ, તો તમે કુટુંબી કેવા ? તેમ જે ધર્મે તમને આર્યદેશમાં માનવજીવન અને એમાં પણ ઉત્તમ કુલ આપ્યું, આવી સામગ્રી આપી, તે ધર્મ પર આપત્તિ વખતે તમે એનાથી આઘા જાઓ એ કેવું?
તમને જે મળ્યું છે તે ધર્મથી મળ્યું છે, એમ તો માનો છો ને ? અનાર્યદેશમાં ન જતાં આર્યદેશમાં આવ્યા. શ્રાવક-કુલમાં જન્મ્યા, એ સઘળો ધર્મનો પ્રભાવ છે, એમ માનો છો કે નહિ ?
ખાનપાન અને સુખસાહ્યબી વગેરે જે મળ્યું અને આ તમામ પામ્યા છે : ધર્મના યોગે કે તમારી બુદ્ધિથી ?
તમારા કરતાં કેટલાય ગુણી બુદ્ધિવાળા ભીખ માંગે છે, એ શું તમે નથી જાણતા ?
અગિયાર વાગે તૈયાર રસોઈ મળે છે એ તમારા મોંને ? જે ધર્મથી આ બધું મળ્યું તેનું શું થાય છે એનો વિચાર પણ ન કરો એ તો કૃતજ્ઞતા કહેવાય કે કૃતજ્ઞતા ? બોલો ને, ચૂપ કેમ ?
જે ધર્મે આવી યોગ્ય સામગ્રીમાં તમને મૂક્યા તે ધર્મ પર આપત્તિ આવે તે વખતે ‘જોઈશું, થાય છે, ફુરસદ નથી, મોસમ છે, મુંબઈ જેવું શહેર તે થતું હોય તેમ થાય' આ બધું કેમ બોલાય અને કયા મોઢે બોલાય ? આવા વખતે કટુ શબ્દોમાં પણ હિતશિક્ષા આપનાર જોઈએ કે નહિ ? ખોટી માન્યતામાં ન ફસાઓ :
સભાઃ “જે ધર્મ માટે આટલું બધું વર્ણવો તેને રક્ષાની શી જરૂર ?'
ધર્મ તમારી રક્ષા ક્યાં માંગે છે! હું તમારી ફરજ તમને યાદ આપું છું. ધર્મ, તમારા પર નથી જીવતો. તમારી આબરૂના આધારે ધર્મનું જીવન નથી પણ તમે ફરજહીન ન બનો એમ હું કહું છું. ફરજહીન બનશો તો ખાડામાં જશો, એમ ચેતવું છું. ધર્મ તમારા વિના મરી નહિ જાય, પણ ફરજહીન બન્યા તો મરી જશો. જે ધર્મયોગે આ સ્થિતિ પામ્યા તેની સેવા નહિ કરો તો તમારી ભૂંડી હાલત થશે એમ ચેતવું છું. ફરજભંગનો ગુનો સાબિત થશે અને સજા થશે. તમારા આધારે ધર્મ જીવે છે; એવું ન માનતા. જે ધર્મથી સુખી થયા છતાં એને ભૂલો એ ફરજનો ભંગ છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
૫ : ધર્મ શા માટે – ધર્મ પાસે શું મગાય ? - 45
‘ભગવાનનો મહિમા વધારવા પૂજીએ છીએ' એવું ન કહેતા, ‘અમારે આધારે દેવ, ગુરુ અને ધર્મ છે' એવું ન કહેતા અને ન માનતા પણ ‘અમારી સંસા૨વાસના ઘટે, પાપબંધ ઘટે, પુણ્યબંધ થાય, સારી ગતિ અને સારી સામગ્રી મળે. જેથી મોક્ષમાર્ગ આરાધી શકાય માટે મૂર્તિ, મંદિર, સેવા, પૂજા તમામ છે’ એમ કહો અને એમ માનો !
મૂર્તિપૂજા કળાની દૃષ્ટિએ નથી !
સભા : એક જણ તો કહે છે કે, ઘોડિયામાં સૂતેલી, હસતી અને રમતી મૂર્તિ બનાવો.'
643
_____________
૭૩
એ લોકોને ફાવે તેવી એ બનાવે અને જુદાં મંદિર કરી જૈન તરીકે જાહેર કરે; ખબર તો પડે ! મૂર્તિમાં તો વીતરાગ-ભાવના જ જોઈએ, પણ વીતરાગતાથી બેપરવા બની મનમાનતી કળાના પૂજારી બનેલાઓ આજે કળાના નામે મૂર્તિના સદ્ભાવ તરફ ઘા કરે છે. શાસ્ત્ર કહ્યું છે, પ્રતિષ્ઠિત, અંજનશલાકા થયેલી મૂર્તિ પૂજાને યોગ્ય છે, પણ અંજનશલાકા થયા વગરની પણ શ્રી અરિહંત પરમાત્માની મૂર્તિની આશાતના ન થાય, એને નખ ને અડાડાય, કેમ કે, આકૃતિ કોની ? ભલે, એમાં મંત્રાક્ષ૨થી આરોપ નથી થયો માટે પૂજન ન થાય, પણ આશાતના ન થાય. આપણે મૂર્તિને કળાની દૃષ્ટિએ જ પૂજવા નથી ઇચ્છતા. એમ કહી શકો કે, પહેલાં સરખા શ૨ી૨વાળી સમચતુરસ સંસ્થા વાળી મૂર્તિ બનતી હતી, લક્ષણસંપન્ન બનતી હતી અને આજે તેવી પ્રાયઃ નથી બનતી.' એમ કહેવામાં હરકત નથી. શાસ્ત્રના જ્ઞાતા પાસે વસ્તુને સમજ્યા વિના જેણે તેણે ભરાવી હોય તો એમ પણ બને, પણ તમે નવી ભરાવો ત્યારે ઉપયોગ રાખો ! શ્રી સંપ્રતિ મહારાજાએ સવાક્રોડ મૂર્તિ ભરાવી તે વિધિપૂર્વક બનાવી છે ને ? તમે પણ એમ કરો; પણ એથી બીજી મૂર્તિમાં વીતરાગતા નથી દેખાતી એમ કહી શકાય તેમ નથી.
જ્યારથી મંદિરમાં ઇલેક્ટ્રિક આવી ત્યારથી વાતાવરણ બગડ્યું છે, શુદ્ધિ ગંઈ, હવા ભ્રષ્ટ બની. એ લાઇટ જ એવી છે. લાઇટ સ્નિગ્ધ અને કોમળતા ફેલાય તેવી જોઈએ. થોડા દિવસ બટન બંધ રાખીને એ અનુભવ તો કરો ! એ પ્રાચીન વિધિપૂર્વક પ્રથા શરૂ કરી જુઓ ! કઈ ભાવના આવે છે ? સુધારાને બગાડવો અને સુધારાની વાત કરવી એ ક્યાંનો ન્યાય ? મનમાનતી કળાની વાતો કરનારા, આમ પરદેશી વસ્તુના બોયકોટની બૂમ મારે છે અને મંદિરમાં લાઇટ એ લોકો બળાત્કારે પણ મુકાવે એનો અર્થ નથી ત્યાં મુકાવવાના એ લોકો પ્રયત્નો કરે છે તો કહે કે, પરદેશીનો બોયકોટ ક્યાં થયો ?
?
Page #95
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ખરેખર, આ લોકોની દશા જ જુદી છે !!! જે સુધારા જોઈએ છે તેનો સંહાર કરે છે અને નથી જોઈતા તે દાખલ કરાવવા મથે છે. આવી આજનાઓની દયાજનક દશા છે. જૈનદૃષ્ટિએ સ્થાપના માની, વસ્તુ માની, પાછી મન:કલ્પિત કલાના આરોપના બહાને વસ્તુને ઉડાવવાનો પ્રયત્ન કરનારામાં વસ્તુતઃ જૈનત્વ જ નથી.
૭૪
644
ખોટી બળતરા તજો અને વસ્તુ સમજો :
પાસે પાસે મંદિર હોય એને ખડકાયેલા ઢગલા કહેનારા શું જૈન છે ? પાંચ મંદિરોમાં ત્રણ તો વચ્ચે છે. મંદિર પાસે મંદિર હોય તો વાતાવરણ શુદ્ધ કે ગૃહસ્થના બંગલા હોય તો વાતાવરણ શુદ્ધ ? મંદિર ખડકાયેલા ઢગલા તો બંગલા ઢગલા નહિ ? ઘણી મૂર્તિને પ્રદર્શન કહે છે તો ઘરમાં છોકરા પંદર કેમ ? તિજોરીમાં થેલી શા માટે ? થેલીમાં કેટલા ? હજાર ! એક કેમ નહિ ? હીરા, માણેક, પન્ના, વગેરે શા માટે ? ઘરમાં અને તિજોરીમાં બધું જોઈએ તો મંદિરમાં મૂર્તિ જ મૂર્તિ અને ઉપાશ્રયમાં સાધુ જ સાધુ કેમ ન જોઈએ ? મંદિરમાં મૂર્તિ અને ઉપાશ્રયમાં સાધુ કેટલા જોઈએ ? એક ? નહિં, અનેક જોઈએ. અર્થકામની વાસનાની વસ્તુનો તો પાર નથી. ટેબલ, ખુરર્શી, તળાઈ, ફર્નિચર, ચૂલા, સ્ટવ બધુંય ગોઠવાયેલું તૈયાર, તેમ મંદિરમાં ભગવાન, ભગવાન, જ્યાં જુઓ ત્યાં ભગવાન જ દેખાય અને ઉપાશ્રયમાં સાધુ જ દેખાય એમાં આંખમાં બળતરા કેમ થાય છે ?
શ્રી જિનેશ્વરદેવના મંદિર જેવું જગતમાં કોઈ મંદિર નથી. એવી સ્વચ્છતા, સુંદરતા બીજે ક્યાંય નથી. એક સરખા ભાવવાહી શબ્દો બીજે નથી. મંદિરમાં જે આવે તે શું બોલે ? ‘ભગવન્ ! મને તારો કહે, ‘કોઈ કહે, ‘સંભવ જિનવર વિનંતી' તો કોઈ કહે કે, ‘પ્રશમરસનિમન' તો કોઈ કહે કે, ‘નરક નિગોદમાં હું ભમ્યો.' પુરુષ કે, સ્ત્રી, નાના કે મોટા, બોલે તો આ ને ? બાળક હોય તો ‘જે જે' કહે, હાથ જોડે, પણ કોઈ પૈસા માંગે ? ‘ચાર પાઈ અને છ પાઈ આપ' એમ કોઈ કહે ? જૈનમંદિર જેવું મંદિર બીજે લાવો તો ખરા ? આવા એકધારા શબ્દ, એકધારી વૈરાગ્યવાસના, એકધારા ઉત્તમ ભાવનાના ફુવારા આ મંદિર સિવાય બીજે ક્યાંય છે ?
સભા ‘કેટલાક કહે છે કે, કોઈ મૂર્તિ માથે હાથ દઈને બેસાડો તો કોઈ સૂતી પધરાવો' એમ જુદી જુદી આકૃતિ બનાવો.'
ભગવાન દુ:ખી હતા કે લમણે હાથ દેવરાવીએ ? ચોવીસે તીર્થંક૨, ત્રણે ચોવીસીના બહોંતેર તીર્થંક૨, મહાવિદેહના વીસે તીર્થક૨, બધાની મૂર્તિ એક જ
Page #96
--------------------------------------------------------------------------
________________
645
– ૫ : ઘર્મ શા માટે - ધર્મ પાસે શું મનાય ? -45
-
૭૫
સરખી, એ જ વીતરાગભાવ દર્શાવનારી હોય. શ્રાવક બધા એને નમે, સ્નાત્ર - કરે, પૂજા કરે, ત્યાં ચૈત્યવંદન કરે, સ્તવન બોલે, ફળ-નૈવેદ્ય ધરે. ત્યાં બોલાય શું ? એ જ કે, “ખોટાથી છોડાવો, ખોટાથી છોડાવો ! બધાં સ્તવનમાં વાત શી ? ‘ભગવન્! આપ આવા અને હું પાપી – મને તારો.” કોઈ પણ મહાપુરુષનું સ્તવન લ્યો પણ વાત તો એ જ ને ? આમ છતાં પણ આજે જે વિરુદ્ધ વાતાવરણ વિલસી રહ્યું છે, એનું કારણ શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નથી પીઠમાં શંકા અને કાંક્ષારૂપ દોષે પોલાણ કર્યું છે એ છે. કોઈ પણ રીતે એ પોલાણ પૂરવા જેવું છે. એ દોષોથી અને આગળના દોષોથી થતી દુર્દશાનું વર્ણન હવે પછી.
Page #97
--------------------------------------------------------------------------
________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ?
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, પોષ વદ-૦)), બુધવાર, તા. ૨૯-૧-૧૯૩૦
♦ સંઘ-વ્યવસ્થાને કોણ શિથિલ કરે છે ?
♦ વિચિકિત્સા દોષની ઓળખાણ :
♦ ધર્મ કરવાનો શા માટે ?
• આદર્શો લાવવા માટે શ્રદ્ધામાં નિશ્ચલ થવાની જરૂ૨ :
·
ક્ષમા કેળવતાં શીખો !
૭ ભક્તિને સ્થાને ભય શાથી થાય છે ?
♦ માનવજીવનની પ્રશંસા શા માટે ?
• તમારાં વર્ષ સફળ થયાં કે નિષ્ફળ ગયાં ?
♦ હું કડવું બોલતો નથી પણ મારે બોલવું પડે છે ! કોઈની દીક્ષા જોઈ ધર્મી ધર્મથી ખસે ખરો ?
46
સંઘ-વ્યવસ્થાને કોણ શિથિલ કરે છે ?
સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની અનેક રૂપકોથી સ્તવના કરી રહ્યા છે. અનેક રૂપકોથી સ્તવનામાં ‘નગર’ આદિ સાત રૂપકોની સ્તવના આપણે વિચારી અને આઠમા ‘સુરગિરિ’ના રૂપકથી કરેલી સ્તવનાનો વિચાર ચાલે છે. એ રૂપકથી સ્તવના કરતાં સૂત્રકાર પ૨મર્ષિએ ફરમાવ્યું કે
-
‘જેમ સુરગિરિની પીઠ શ્રેષ્ઠ વજ્રરત્નમય હોવા સાથે દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રીસંઘરૂપ સુગિરિની પીઠ પણ સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમય છે અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે.’
શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠ દૃઢ તો બની રહે કે, તેમાં શંકાદિ દોષોરૂપ પોલાણ ન થાય. જો શંકાદિ દોષોરૂપ પોલાણ થાય તો જરૂર તેમાં કુમતોની વાસનારૂપ પાણીનો પ્રવેશ થાય અને જો તેમ થાય તો જરૂ૨ શ્રીસંઘરૂપ સુગિરિની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમય પીઠ દૃઢ ન રહી શકે. શ્રીસંઘમાં રહેવા ઇચ્છતા દરેકે એ પીઠને દૃઢ રાખવા માટે શંકાદિ દોષોથી બચવું જોઈએ.
Page #98
--------------------------------------------------------------------------
________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46
જે વ્યક્તિ એ પાંચે પ્રકારના દોષોથી બચવાની પોતાની ફરજ નથી સમજતી અને એ ફરજને સમજનાર તરફ કુદૃષ્ટિથી જુએ છે, તે વ્યક્તિ આપોઆપ જ પોતાની જાતને શ્રીસંઘથી અલગ તરીકે જાહેર કરે છે.
647
66
પીઠરૂપ સમ્યક્ત્વને દૂષિત કરનાર દૂષણોથી ઇરાદાપૂર્વક અલગ નહિ રહેવું અને શ્રીસંઘમાં ગણાવું એ ખરે જ દંભની પરાકાષ્ઠા છે. ગમે ત્યારે પણ શ્રીસંઘની વ્યવસ્થાને શિથિલ બનાવનારા જો કોઈ પણ હોય તો તેવા જ આત્માઓ છે. શંકાદિથી રિબાતા અને અન્યને પણ એ દૂષણોથી દૂષિત બનાવવાનો પ્રયત્ન કરનારા આત્માઓ, શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠમાં જ પોલાણ કરનારા છે. એવા પાપાત્માઓની છાયાથી પણ દૂર રહેવું, એ પ્રત્યેક જૈનની આવશ્યક અને અનિવાર્ય ફરજ છે. શક્તિ હોય તો તો એવા પાપાત્માઓને તેમ કરતાં અટકાવવા માટે સઘળું જ કરી છૂટવું જોઈએ, પણ તેવી તાકાત જો ન જ હોય તો તેવાઓની છાયાથી પણ દૂર રહેવાની જ ફરજ છે. તેનાથી તો ભ્રષ્ટ ન જ થવું જોઈએ.
‘વિચિકિત્સા' દોષની ઓળખાણ :
બે
શ્રીસંઘરૂપં સુરગિરિની શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પોલાણ કરનારા પાંચ દોષો પૈકીના પ્રથમ બે દોષો જે ‘શંકા’ અને ‘કાંક્ષા' એ બેનું સ્વરૂપ વગેરે આપણે જોઈ આવ્યા. એ ઉપરથી એ વાત નિશ્ચિત થઈ ગઈ કે, તેવા પ્રકારના ક્ષયોપશમાદિના અભાવે જ્યાં સુધી આત્માને સ્વાભાવિક વસ્તુનો ખ્યાલ ન થયા, ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના વચનમાં વિશ્વાસ ન બેસે અને એનું નામ તે શંકા, તેમજ અન્ય દર્શનની અભિલાષા તે ‘કાંક્ષા.’ આ બે દોષો પછી ત્રીજો દોષ છે ‘વિચિકિત્સા.’ એ ‘વિચિકિત્સા' દોષનું લક્ષણ અને સ્વરૂપ આદિ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે -
“વિચિકિત્સા એટલે ‘ચિત્તનો વિપ્લવ’ યુક્તિ તથા આગમ એ ઉભયથી ઉત્પન્ન એવા શ્રી જિનધર્મની હયાતી હોવા છતાં પણ ‘રેતીના કોળિયાની માફક સ્વાદરહિત એવા મોટા આ તપરૂપ ક્લેશની ફલસંપત્ ભવિષ્યકાલમાં થશે કે નિર્જરા ફલથી રહિત એવું આ તપકર્મ માત્ર ક્લેશરૂપ જ છે.’ આવા પ્રકારની વિચારણા એ વિચિકિત્સાનું સ્વરૂપ છે.”
१. "विचिकित्सा चित्तविप्लवः, सा च सत्यपि युक्त्यागमोपपत्रे जिनधर्मेऽस्य महंतस्तपः क्लेशस्य सिकताकणकवलवन्निः स्वादस्यायत्यां फलसम्पद्भवित्री अथ क्लेशमात्रमेवेदं निर्जराफलविकलમિતિ ?
Page #99
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
648 કારણ કે, ક્રિયાઓ ઉભય પ્રકારની દેખાય છે : કેટલીક સફળ અને . કેટલીક અફળ : ખેડૂત આદિની ક્રિયાઓ પણ ઉભય પ્રકારની દેખાય છે તેમ આ ક્રિયા પણ ઉભય પ્રકારની હોય એમ સંભાવના કરી શકાય છે.”
એનું કારણ એમ કહેવામાં આવે છે કે, ‘પૂર્વ પુરુષો શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવ્યા મુજબના માર્ગની આચરણા કરનારા હતા. એ કારણથી તેઓને તો ફલનો યોગ ઘટે છે અને અમારામાં તો બુદ્ધિ અને સંઘયણનો વિરહ હોવાથી તે ક્રિયાઓનું તેવું ફલ ન ઘટે' - આવા પ્રકારની વિચિકિત્સા પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યકત્વનો દોષ છે.” *
૩“આ વિચિકિત્સા શંકાથી ભિન્ન નથી એમ નથી કિંતુ ભિન્ન જ છે કારણ કે, “શંકા' એ સકલ અને અસકલ પદાર્થોને ભજનાર હોવાથી દ્રવ્ય અને ગુણનો વિષય કરનારી છે અને આ “વિચિકિત્સા' તો માત્ર ક્રિયાનો જ વિષય કરનારી છે :”
અથવા “વિચિકિત્સા” એટલે “નિંદા અને તે “સુંદર આચારોને ધરનારા મુનિવરોને વિષય કરનારી છે. જેવી કે અસ્નાન કરીને એટલે મુનિવરો સ્નાન નહિ કરતા હોવાથી એમ કહેવું કે “પરસેવાના પાણીથી કિલન્ન થયેલા મલવાળા હોવાના કારણે આ સાધુઓ દુર્ગધથી ભરેલા શરીરવાળા છે : આ સાધુઓ જો પ્રાસુક પાણીથી અંગનું ક્ષાલન કરે તો શું દોષ થાય તેમ છે.” આવા પ્રકારની ‘વિચિકિત્સા' પણ પરમાર્થથી ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધર્મ ઉપર અવિશ્વાસરૂપ હોવાથી સમ્યત્વનો દોષ છે.”
શ્રી સમ્યક્ત્વ સપ્તતિકાના કર્તા પરમર્ષિ પણ “વિચિકિત્સા' નામના ત્રીજા દોષનું વર્ણન કરતાં પ્રરૂપે છે કે -
१. उभयथा हि क्रिया दृश्यन्ते सफला अफलाश्च कृषीवलादीनामिव इयमपि तथा सम्भाव्यते । २. यदाह-"पुवपुरिसा अहोइअ-मग्गचरा घडइ तेसि फलजोगो । अम्हेसु य धीसंघयण-विरहओ न तह
तेसि फलं ।।१।।" इति ।। विचिकित्सापि भगवद्वचनानाश्वासरूपत्वात् सम्यक्त्वस्य दोषः । 3. न च शंकातो नेयं भिद्यते । शङ्का हि सकलासकलपदार्थभाक्त्वेनद्रव्यगुणविषया, इयं तु
ક્રિયવિષયૅવા. ४. यद्वा विचिकित्सा निन्दा सा च सदाचारमनिविषया यथा अस्नानेन प्रस्वेदजलक्लिनमलत्वाद्
दुर्गन्धवपुष एत इति । को दोषः स्याद्यदि प्रासुकवारिणाऽङ्गक्षालनं कुर्वीरनिति । इयमपि तत्त्वत्तो भगवद्धानाश्वासरूपत्वात् सम्यक्त्वदोषः ।
Page #100
--------------------------------------------------------------------------
________________
649 - ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46 – ૭૯ - “શ્રી જિનેશ્વરદેવના વચનની આરાધનાના ફલ પ્રત્યે સંદેહ એનું નામ ‘વિચિકિત્સા' અથવા “વિચિકિત્સા' એટલે મુનિજનો વિષે જુગુપ્સા કરવી તે.”
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ, પણ વિચિકિત્સાનું સ્વરૂપ આલેખતાં ફરમાવ્યું છે કે –
સંશય ધર્મના ફળ તણો, ‘વિતિગિચ્છા' નામે;
ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.” આ બધુંય વર્ણન સમજાવે છે કે, “શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા ધર્મની આરાધનાના ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા છે. આ બધું ખૂબ સારી રીતે યાદ રાખવાનું છે. “પ્રભુના વચનમાં શંકા એનું નામ “શંકા' નામનો પ્રથમ દોષ : ‘કુમતની અભિલાષા” એનું નામ “કાંક્ષા'. આ કાંક્ષા નામનો બીજો દોષ છે અને “પ્રભુપ્રણીત ધર્મનાં અનુષ્ઠાનોના ફલની શંકા એનું નામ “વિચિકિત્સા નામનો ત્રીજો દોષ છે. ધર્મ કરવાનો શા માટે?
આ ત્રીજો દોષ પણ એવો છે કે, “કોઈ પણ ધર્મક્રિયામાં ચિત્તની સ્થિરતાને ટકવા દે નહિ.” ફલાર્થી આત્માને આરાધનાના ફળમાં શંકા, એ મૂંઝવ્યા વિના . કેમ જ રહે ? ફળમાં મૂંઝવનારી આ “વિચિકિત્સા' નામના દોષના યોગે
ધર્મક્રિયામાં એકતાનતા રહી શકતી નથી અને વાત પણ સાચી જ છે કે, જ્યાં ફળની શંકા હોય ત્યાં ક્રિયામાં સ્થિરતા આવે કઈ રીતે ? આ જ કારણે પરમોપકારી જ્ઞાનીઓ કહે છે કે, દુનિયાના કોઈ પણ ફળની અપેક્ષા વિના ધર્મ કરવો જોઈએ. દુન્યવી ફળની આશા થઈ કે, ધર્મ ડગ્યો સમજો, કારણ કે, એ આશાના પરિણામે ધર્મક્રિયાઓ ઉપર અવિશ્વાસ આવે છે, શાસ્ત્રવચનો પર અપ્રતીતિ થાય છે, ધર્મક્રિયામાં એકતાનતા આવી શકતી નથી અને ચિત્તમાં ' વિપ્લવ થયા વિના પણ રહેતો નથી. આ બધા ઉપરથી સમજો કે, “દુનિયાના સુખની ઇચ્છાથી જ ધર્મ ન કરવો જોઈએ.” જો એ રીતે ધર્મ કર્યો તો સંદેહ જરૂર થવાનો. “ધર્મ કરવાથી આ લોકમાં તકલીફ ન થાય, પરલોકમાં શાંતિ મળે.' એમ શાસ્ત્ર કહ્યું છે, એ ઉપરથી “આ લોકમાં તકલીફ ન થાય.' એ વચનને જ પકડી ધર્મ કરવા માંડ્યો અને પૂર્વના અશુભોદયે કદાચ તકલીફ આવી, એટલે તરત મનમાં થાય કે, “ધર્મથી આ લોકની તકલીફ તો મટતી નથી તો પછી પરલોકની તો વાત જ શી ?”
१. वितिगिच्छा सफलं पइ, संदेहो मुणिजणम्मि उ दुगंछा ।
Page #101
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 650 . દુઃખ શાથી આવે છે એનો વિચાર કર્યા વિના ધર્મ પર સીધો જ આરોપ ઓઢાડે અને કહી દે કે, “જે ધર્મ આ તકલીફોને પણ દૂર કરતો નથી, એ વળી રાજ્ય, ઋદ્ધિ, સ્વર્ગ અને મુક્તિ શી રીતે આપે ?'
૫ગલાનંદી આત્માઓ અશુભના ઉદયથી આવેલી તકલીફને પણ ધર્મના નામે જ ચડાવે. એવા આત્માઓ એવું જ માને કે, “ગમે તેવું પાપ કર્યું હોય પણ ભગવાનને કેવળ હાથ જોડીએ એટલે તકલીફ જવી જ જોઈએ.' પણ એમ શી: રીતે જાય ? ખરેખર ધર્મ શાને માટે અને કઈ રીતે સેવવો જોઈએ, એ ન સમજાય અને ફળની શંકા થયા જ કરે ત્યાં સુધી વિચિકિત્સા દોષ બેઠો જ છે ! તથા એ દોષની હયાતીમાં આરાધનાની અંદર અંતઃકરણની એકતાનતા થવી એ અશક્ય પ્રાયઃ છે. આદર્શો લાવવા માટે શ્રદ્ધામાં નિચ્ચળ થવાની જરૂરઃ
ધર્મ કયું સુખ આપે, ક્યારે આપે, કેવી રીતે સેવાય તો એનાથી સુખ મળે, એ નિશ્ચિત કરવાની બહુ જ જરૂર છે. પ્રભુશાસ્ત્ર તો ગમે તેવી અવસ્થામાં પણ ધર્મીને સુખી જ કહે છે. આ બધું કહેવાનો મુદ્દો એ છે કે, ધર્મ કરનારે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. આજના સંસારપિપાસુઓ તો કહે છે કે, “પૂજા કરીએ ને લક્ષ્મી ઝટ કેમ ન મળે ?” પૂર્વે તીવ્ર અંતરાય બાંધ્યો છે અને તિલક કરવાથી ઝટ લક્ષ્મી મળે એમ એવાઓ માને, એટલા જ માત્રથી કેમ મળે ? પણ એ બિચારાઓને ક્યાં ખબર છે કે, જ્યાં સુધી અંતરાય તૂટે નહિ, અશુભનો ઉદય ખસે નહિ, ત્યાં સુધી ધર્મ વાસ્તવિક રીતે બાહ્યસુખની સામગ્રી આપી શકતો નથી; નહિ તો મુનિને ઉપસર્ગ-પરિષહ કેમ જ આવે ? ગૃહસ્થ ગમે તેવો તોયે પાપમાં બેઠો છે, પણ મુનિ તો ધર્મ જ છે ને ? ભગવાન શ્રી મહાવીરદેવને પણ ઉપસર્ગ-પરિષહ આવ્યા છે એ જાણો છો ને ? શ્રી ઢંઢણકુમાર મુનિ તેમજ શ્રી મેતાર્યમુનિ વગેરેને પણ ઉપસર્ગ આવ્યા છે ને ? જો કે, તીવ્ર ધર્મ તથા તીવ્ર પાપનું ફળ તરત પણ મળે છે, પણ અત્યારે તો હું એ માટે આ સમજાવી રહ્યો છું કે, જેથી ધર્મક્રિયા કરતાં જ્ઞાનીએ કહેલા ધર્મના ફળ પ્રત્યે શંકા ન થાય, ધર્મવૃત્તિ ડહોળાય નહિ અને પરિણામે શ્રી જિનેશ્વરદેવના માર્ગની શ્રદ્ધા ખસે નહિ. પ્રાણી માત્રને દોષોથી બચાવવાનો પ્રયત્ન કરણીય છે. સમ્યકત્વની પીઠ પોલી બને તો કુમતની વાસનારૂપી પાણી પ્રવેશે અને તેમ થાય તો મેરૂના સ્થાને બેસાડવાની વૃત્તિ પાર પડી શકે તેમ નથી. શ્રીસંઘ કેવો હોય, તે સમજાવવાનો જ આ વર્ણનમાં ઇરાદો છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
૯ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? -6
વિચિકિત્સા દોષ સામાન્ય કક્ષાના જીવને તરત આવે છે. ધર્મના સ્વરૂપને નહિ સમજનારમાં શંકા અને કાંક્ષાની જેમ વિચિકિત્સા પણ વાત વાતમાં આવી જાય છે. એને તો વીતરાગની વીતરાગતામાં અને સાધુની સાધુતામાંયે શંકા થાય. એના જ પ્રતાપે ઘણા કહે છે કે, “સેવા ફળે નહિ તો સાધુ શાના ? અમે પગે લાગીએ, ભક્તિ કરીએ, પગચંપી કરીએ અને અમારું દળદર ફીટે નહિ તો. સાધુ શાના ? બીમાર પાસે સાધુને લાવીએ અને દરદી સારો ન થાય તો એ સાધુ શાના ?” વિચારો કે, આ શાથી બોલાય છે ? કહેવું જ પડશે કે, ધર્મના સ્વરૂપને સમજેલા નહિ હોવાથી જ. - જ્ઞાની પુરુષો તો ફરમાવે છે કે, શ્રી વીતરાગની સેવા કરી વીતરાગ થવું હોય તો આત્મા પરનાં રાગનાં બંધન ખસેડો, એ તારકની ભક્તિ કરો અને એ તારકની આજ્ઞા જીવનમાં ઉતારો ! આજ્ઞા પૂરી પળાય તો કર્મક્ષય થાય અને કર્મક્ષય થાય તો વીતરાગતા વગેરે આપોઆપ જ પ્રગટ થાય. આદર્શો લાવવા માટે શ્રદ્ધાસંપન્ન બનવું જોઈએ. દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે અવિચળ શ્રદ્ધા ત્યારે જ રહે કે જ્યારે દેવ, ગુરુ અને ધર્મ તેના વાસ્તવિક સ્વરૂપે સમજાય. ક્ષમા કેળવતાં શીખો !
સંતોષ, ક્ષમા, સરલતા, નિર્લોભતા વગેરે ધર્મ છે, પણ એ કયા સ્થાનમાં અને ક્યા સ્વરૂપે, એ વિચારણીય છે. ક્ષમાધર્મનું ફળ કયું?કષાયો આત્માને ન બાળે, કષાયોથી કર્મ ન બંધાય, ભવિષ્યમાં આપત્તિ ન આવે, બીજા કર્મોનો પણ ક્ષય થાય. એના યોગે આગળની દુનિયામાં સુખ-સાહ્યબી સ્વર્ગાદિ મળે છે અને પરિણામે મુક્તિ પણ મળે એ ક્ષમાનું ઉત્તમ ફળ છે !
ક્ષમાનો પહેલો લાભ તો એ કે, એને ધારણ કરનારો ગમે તેવા પ્રસંગે પણ મૂંઝાય નહિ. જ્યાં ક્ષમા નથી ત્યાં ક્રોધ આવે અને એ આવે કે પહેલાં જ એ પોતે બળે બીજાને તો બાળશે. ત્યારે બાળશે, સામાનો અશુભોદય હશે તો સામો કદાચ બળશે, પણ પહેલાં તો એ પોતે જ બળશે. જ્યાં ક્ષમા નથી ત્યાં ક્રોધના યોગે ગમે તેવા પ્રસંગે બળતરા પહેલી થશે અને ક્ષમા હોય તો કાંઈ જ ન થાય.
જેને ક્ષમાની ટેવ નથી, એ સામાન્ય પ્રસંગમાં પણ અંદર બળ્યા જ કરે; ભલે બહારથી કહી ન શકે. પણ અંદર તો સળગે જ. ચિંતાથી વિચારશક્તિ પણ નષ્ટ થાય અને એથી એ સારાસારને વિચારી ન શકે, જ્યારે ક્ષમાગુણથી તો ગમે તેવા પ્રસંગે પણ શાંતિ જ રહે. એ શાંતિ મડદાની કે મૂર્માની નહિ પણ સાચી. જે સારું-નરસું સમજે જ નહિ તેને ગુસ્સો ન થાય એ જુદી વસ્તુ છે, પણ જે સમજીને બળે નહિ એનામાં જ ક્ષમા આવી કહેવાય.
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
652. જેનામાં ક્ષમા ધર્મ આવ્યો તેને પહેલું ફળ તો એ જ મળે છે કે, તેની શાંતિ કદી જ ન જાય, પણ જેઓ એ ધર્મના રહસ્યને સમજી શકતા નથી, તેઓ કહે છે કે, “ક્ષમા રાખી, તો સામો બે ગાળ દઈ ગયો ને ? આંખ લાલ કરી હોત તો ગાળો દેત ? કેવી વિચિત્ર વાત છે ? પેલાએ ગાળ દીધી એ શું ક્ષમાનું ફળ છે ? નહિ જ, કારણ કે, શાસ્ત્ર તો કહે છે કે અશુભોદયે ગાળ ખાવી પડી અને જો ક્ષમા ન હોત તો એને બદલે બાર ગાળો ખાવી પડત અને કદાચ એવું વૈર પણ થાત કે, જે ભવાંતરમાં પણ સાથે આવત. પણ આ બધું એવાઓને જોવું જ નથી ત્યાં શું થાય ? આવા આત્માઓને ધર્મનું ફળ સમજાવવું બહુ કઠિન છે. ભક્તિને સ્થાને ભય શાથી થાય છે?
આથી જ કહું છું કે, ધર્મના સ્વરૂપને સાવધગીરીથી સમજો તો ફળના વિષયમાં કદી જ શંકા નહિ થાય, નહિ તો ડગલે ને પગલે શંકા થવાની અને એના પ્રતાપે ત્રીજા વિચિકિત્સા દોષનું સામ્રાજ્ય છવાયેલું જ રહેવાનું. વસ્તુતત્ત્વને તાત્ત્વિક દૃષ્ટિએ વિચારતા નથી એ જ કારણે શંકા, કાંક્ષા અને વિચિકિત્સા દેખાતાં નથી; જરા એકાંતે અમને પૂછો તો ખબર પડે. સ્વરૂપ સમજાય નહિ અગર શુદ્ધ વસ્તુ રૂચે નહિ ત્યાં સુધી શંકા થાય જ. શુદ્ધ ધર્મને બદલે સહેલાઈની ઇચ્છાથી બીજે ઢળવાની ભાવના તે કાંક્ષા. “આ કર્યું, આટલું કર્યું પણ કંઈ ન થયું !' એ વિચિકિત્સા ! પ્રથમ ઝીણા દોષની ખબર પડતી નથી, પછી ભયંકર દોષો આવે છે. વસ્તુમાં નિશ્ચળતા થયા વિના બીજું થાય પણ શું ?
ધર્મના ફળમાં સંદેહરૂપ વિચિકિત્સા દોષ તો આજના કેટલાય આત્માઓમાં ડગલે ને પગલે દેખાય છે. સમ્યગદર્શનના સ્વરૂપને સમજવામાં ન આવે ત્યાં સુધી શંકા, કાંક્ષા અને વિચિકિત્સા જવાની પણ નથી. શાસ્ત્ર તો કહે છે કે ત્યાગીના ત્યાગને, ત્યાગીના કષ્ટને સાંભળી પાછા પડવાની મનોવૃત્તિ પણ દોષરૂપ છે. ત્યાગીના ત્યાગને જોઈ ભક્તિ થાય એ તો સમ્યકત્વની નિર્મળતાનું કારણ છે, પણ કંપારી આવે એ તો દૂષણ જ છે. સમ્યગુદૃષ્ટિ આત્મા તો ત્યાગીના ત્યાગને જોઈ ભક્તિ કરે, શિર ઝુકાવે અને ત્યાગીના ત્યાગના દર્શનથી એના હૃદયમાં આનંદની ઊર્મિઓ જ ઊછળે પણ કંપારી તો ન જ થાય.
ત્યાગીના ત્યાગથી ગભરામણ થાય એનો અર્થ શો ? એ જ કે ઊંચી કોટિનો ધર્મ એના હૃદયમાં પ્રવેશી શક્યો નથી અને સહેલાઈમાં એ રંગાયો છે, માટે કઠિનતા દેખાય ત્યાં ભક્તિને બદલે ભય પેદા થાય છે. ખરેખર, ભવથી
Page #104
--------------------------------------------------------------------------
________________
65s' – ૯ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય? - 48 – ૮૩ ડરે તે ધર્મ છે પણ ધર્મથી ડરે તે ધર્મી કહેવાતો નથી. ભવને ભયંકર માને એ સમ્યગુદૃષ્ટિ પણ ધર્મને ભયંકર માને તે તો નહિ જ.
આત્માનંદી આત્માને ભવ ભયંકર અને ધર્મ ભદ્રંકર લાગે છે, ત્યારે પુલાનંદી આત્માને ધર્મ ભયંકર અને ભવ ભદ્રંકર લાગે છે.
દુનિયાના જીવનમાં પૈસા પેદા કરવા માટે છોકરો ભૂખે પેટે કામ કરે એમાં મા-બાપને દુઃખ ન થાય, છોકરો કહે કે, “ભૂખે મરી ગયો તો આશ્વાસન તો આપે પણ પાછો કહે કે, “એ તો હોય' અર્થાતુ અંતરથી રાજી છે. દુનિયાની સાહ્યબી મેળવવામાં તકલીફ પડે તેમાં સાથી-સંબંધી વાંધો ન લે. કારણ કે, તેઓ તો એમાં રાજી હોય. વેપારમાં ગયેલા શેઠ મોડા આવે તો એમના માટે રાહ જોઈને સ્ત્રી ખાધા વિના બેસી રહે, પણ એને સમાચાર મળે કે, “શેઠ ધર્મના કામે ગયા હતા તો પાંચ સંભળાવે. ધર્મક્રિયા માટે કોઈ તપ કરતો માલુમ પડે તો કહે કે, “ઘેલા ! કરે તેને હાથ જોડીએ ! પણ આપણે એ હોય ? વિચારો કે, આ કેવી મનોદશા છે ? ભવાભિનંદીનો એ ગુણ છે કે, તેને ભવની ક્રિયા મીઠી લાગે અને ધર્મક્રિયા કરડી લાગે. સ્કૂલમાં શિક્ષક મારે ત્યાં રાજી થાય પણ પાઠશાળાનો માસ્તર મારે તો કહી આવે કે, “નહિ મરાય ! એ ભણવા અમારાં છોકરાં નવરાં નથી !” . . . સભાઃ ‘સાહેબ ! સામાયિક પ્રતિક્રમણાદિના ભણતરમાં રોટલા ઓછા જ
છે ? આ વ્યવહારુ ભણતરમાં તો રોટલા છે ને ? - વારે, તો કહો કે, “રોટલા માટે હોય તે જરૂરી અને આત્મા માટે હોય તે * જરૂરી નથી, એવી ભાવનાવાળો સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ? આવા ‘આત્માઓને પેઢીનો ટાઇમ નિયત, પેઢીની કાર્યવાહી બધી નિયત, માત્ર સાંધા
અને વાંધા બધા અહીં જ ! કેટલાક કહે છે કે, “અમને ટોણા મારે છે ! આ “વીસમી સદીમાં આવા પ્રવૃત્તિમય જમાનામાં દેરા ઉપાશ્રયનો ટાઇમ કાઢીએ એ કાંઈ ઓછું છે ?” આ મનોવૃત્તિ આજે છે. હું એવાઓને પૂછું છું કે, તમે જીવનની કિંમત સમજો છો કે નહિ ? આ જીવન જરૂરી કે બિનજરૂરી ? માનવજીવનની પ્રશંસા શા માટે ?
જ્ઞાનીએ દેવજીવનનાં નહિ અને માનવજીવનનાં અનેક પ્રકારે વખાણ શા માટે કર્યો? શરીર તો દેવતાનાં દિવ્ય છે અને અહીં તો હાડ ગામના કોથળા છે. શક્તિ પણ દેવતાની અચિંત્ય છે છતાં માનવજીવનને શાસ્ત્ર કેમ વખાણું ? માનવજીવનની દશ દૃષ્ટાંતે દુર્લભતા ઘણીવાર સાંભળી ગયા હશો, પણ ભૂલી
Page #105
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ગયા હશો કેમ ? માનવજીવન મોજશોખ માટે છે ? ખાન-પાન માટે છે ? પાંચપચાસ લાખ મેળવવામાં, મોટ૨-ગાડી દોડાવવામાં કે ઇચ્છાનુસાર વર્તવામાં માનવજીવનની સફળતા છે એમ ? માનવજીવનની સાર્થકતાને અંગે તમે કર્યું શું એ તો કહો !
૮૪
654
કડવા શબ્દો અનેક રીતે કહેવાય. દુશ્મનદાવે પણ કહેવાય અને દયાભાવે પણ કહેવાય. બચાવવા પણ કહેવાય અને હબકાવી મારવા પણ કહેવાય. આ હું દ્વેષથી નથી કહેતો, પણ દયાથી કહું છું. તમે દયાપાત્ર છો એમ તમને લાગે છે ખરું ? માનવજીવનની સાર્થકતા કરવાને બદલે તેનો નાશ કરી રહ્યા છો, એમ તમને જણાય છે ખરું ? માનવજીવનમાં કરવા લાયક ચીજ કઈ ? ત્રણ ચીજ કહી હતી તે યાદ છે ? એટલુંય યાદ રાખતા નથી ! આવા વિદ્યાર્થી પરીક્ષામાં શી રીતે પાસ થાય ? સ્કૂલમાં તો શિક્ષક આવા વિદ્યાર્થીને અંગૂઠા પકડાવે પણ અહીં તો એવું કાંઈ છે જ નહિ.
હું રોજ સામાન્ય રીતે એકની એક વાત ફરી ફરીને કહું છું. પહેલાંનું જુદા શબ્દોમાં કહી પછી થોડું નવું આગળ કહું છું. છતાં યાદ ન રહે એ વિદ્યાર્થી કેવા ? આટલો વખત સાંભળ્યા પછી યાદ ન રાખો તો તમે ટોણા મારવાને યોગ્ય કે પંપાળવાને યોગ્ય ? તમને તમારાપણાનું ભાન નહિ થાય ત્યાં સુધી ડાહ્યા માણસોના શબ્દોની કિંમત નહિ સમજાય. શબ્દોની કિંમત સમજાયા વિના મહાપુરુષોની મહત્તા નહિ સમજાય. તમે તો માન્યું કે; ધર્મની વાતમાં મરજી મુજબ છૂટછાટ ચાલે, પણ ધર્મના અભાવે માનવજીવનનાંય દોઢિયાં નહિ ઊપજે ! કેટલાય સડીને રાખ થઈ ગયા. અનંતકાળે અનંત પુણ્યરાશિએ માનવજીવન મળ્યું છે, એ એળે ચાલ્યું જશે તો પછી રોવું પડશે; પૂર્વનું પુણ્ય હોય ત્યાં સુધી ભલે મ્હાલી લ્યો ! અત્યારે તો પૂર્વનું પુણ્ય જાગતું છે માટે કોઈ પૂછનાર નથી ! એ પુણ્યયોગે બધા તમારા પર આંખ ઢાળે છે ! એ પુણ્યયોગે કેટલાક સાધુ પણ તમને તમારા આત્મનાશક દુર્ગુણો કહેતાં ખચકાય છે ! સાધુને પણ એમ થાય કે, ‘વખતે ખસી જાય તો !' એમાં થોડી દયા પણ હોય કે, ‘આટલુંયે કરે છે તે નહિ કરે !' પણ એ રીતે સાધુ અંજાય એમાં તમારો નાશ નિર્માય છે. મળેલા પુણ્યનો આ ભોગવટો નથી થતો પણ દેવાળું નીકળે છે. દુનિયામાં પણ સાચો વેપારી તે કહેવાય છે કે જે વ્યાજ મેળવીને યા વેપા૨ીથી કમાઈને ખાય પણ મૂડીને આંચ ન આવવા દે; મૂડીને આંચ આવવા દે તે વેપારી નથી કહેવાતો. તો હવે તમે કહો કે, તમે જે મૂડી લઈને આવ્યા છો તે કાયમ રાખવી છે, ખાઈ જવી છે, વધારવી છે કે ખાડો પાડવો છે ?
Page #106
--------------------------------------------------------------------------
________________
૬ : સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46
૮૫
કાલે કૃતઘ્ન કોને કહ્યા હતા એ યાદ છે ? કરેલા ગુણનો ઘાત કરે અને ઊલટો સામાને કલંકિત કરે, તે કૃતઘ્ન. જે ધર્મે આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, તેમાં એ શ્રાવક કુળમાં જન્મ આપ્યો એને કેટલી મિનિટ યાદ કરો છો ? આ ખાનપાન, માનપાન, કપડાં-લત્તાં, એ તમારા રૂપરંગને મળે છે કે તમારા મોંને મળે છે, એવું રખે માનતા ! તેજવાળા આવા તો કેટલાય રોયા કરે છે, જે ધર્મ આત્માને ઉન્નત અવસ્થામાં લાવે તેને ભૂલનારની હાલત કફોડી થાય છે. વાતો બધી કરે પણ વસ્તુ માત્ર વાતમાં જ ૨હે છે, અમલમાં નથી, એ જ દુઃખ છે. માટે જ્ઞાનીઓએ કહ્યું છે તે મુજબ હું પણ કહું છું કે, એવી કાર્યવાહી શીખો અને આચરો કે જેથી માનવજીવન દીપે.
655
માનવજીવનમાં ગાંડાની જેમ લવ લવ કરાય નહિ, જેમ તેમ બોલાય નહિ, જેમ તેમ ચલાય નહિ, જેમ તેમ બેસાય-ઉઠાય નહિ. જે તે ખવાય-પીવાય નહિ. એ રીતે તો પશુ કરે. જેમ તેમ કરવું એ તો પશુજીવન છે. જ્યાં ત્યાં પડતું મેલવું, જેને તેને શીંગડાં મારવાં, ગમે તે ખાવું એ પશુનું કામ છે. માનવ તો ચાલે જોઈને, બોલે વિચારીને, બેસે તપાસીને અને ખાય ભક્ષ્યાભક્ષ્યનો વિવેક રાખીને ! ઇચ્છા મુજબ ગમે તેમ વર્તે એ તો માનવ નહિ પણ ઢોર છે. પોતાની ભૂલથી સામાને ઠોકર વાગી, ત્યાં ‘એ અથડાયો કેમ ?' એમ માનવથી ન બોલાય. મનુષ્યજીવન એટલે મોટામાં મોટું અંકુશમય જીવન છે. આજના જડવાદના વાયરામાં તણાયેલા લોકો અંકુશ વિનાના બનવા માંગે છે, પણ તેઓ આજે ભૂલી રહ્યા છે.
તમારાં વર્ષ સફળ થયાં કે નિષ્ફળ ગયાં !
‘હું કોણ ? મારું શું ?’ એ વિષે ચોવીસ કલાકમાં કંઈ વિચાર્યું ? નહિ જ, કારણ કે, તમારી દશા આજે યંત્ર જેવી બની છે. સવારે આંખો ચોળતાં ચોળતાં ઊભા થયા. સ્ટવ સળગાવ્યો. પેટમાં ગરમાગરમ ચ્હા રેડી, જરા ટાઈટ થયા. એટલે ચાલ્યા બજારમાં ! કોઈ જરા ઠીક હોય તો ભગવાનનું મોં જુવે. કોઈ વળી ભગવાનને બે-પાંચ તિલક કરે, પણ એ કેવાં ? રીતસર તિલક તો પોતાના કપાળમાં કરે ! ભગવાનને તો જેમ આવે તેમ ચાલે, કોઈ પુણ્યશાળી ભગવાનને રીતસર તિલક કરતા હોય, તો એ એટલા ભાગ્યવાન.
બજારમાં જઈને શું કરે, તે તો તે જ જાણે ! ઘ૨માંય કોઈને ખબર ન પડે, એમની એ વાતો તો કહેતાં શરમ થાય તેમ છે, પણ એટલું સમજો કે, ‘તેઓ ત્યાં કમાવા જાય છે, દાન દેવા નહિ ? ઘર ભરવા જાય છે, કોઈનું ભલું કરવા નહિ ! શ્રીમંત બનવા જાય છે, શાહુકાર બનવા નહિ ! યેન કેન પ્રકારેણ આવક
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ક૨વી છે ! ખરચો પૂરો કરવો છે ! સાહ્યબી અને ઠાઠ મેળવવા છે ! દુકાનનાં અને ઘરનાં ભાડાં તથા ખર્ચો તેમજ નોકર-ચાકરના પગાર વગેરે કાઢવાં છે ! ત્યાં બધી ભાવના જ જુદી. ઉદારતા, દાન, સદાચાર, ભલમનસાઈ, સુનીતિ, ઉત્તમ વિચાર, સજ્જનના સત્કાર સન્માનની ભાવના ત્યાં આવે જ નહિ. કમાવું કેમ એ જ ત્યાં તો વાત. પુણ્યવાન હોય તો સાંજે વહેલો ઘરે જાય, નહિ તો અંધારે સહી ! રાત્રે ખાવામાં વાંધો માને તો ને ? આ રીતે બધું કામ યંત્રની
જેમ ચાલે છે.
656
રાત્રે ખાય, પછી થોડી ૨મત ગમત કરે અને પછી ઘોરે !' અર્થ અને કામ . એ બેની ચોવીસે કલાક મારામારી. વચ્ચે થોડો ધર્મ ચટણી જેવો, એનો હિસાબ શો ? આવી રીતે રોજ ધપાવે જાઓ, દિવસો, મહિના અને વર્ષો કાઢો અને કહો કે, ‘મોટા થયા’. જ્ઞાની કહે છે કે, આ ગાંડો નાનો થતો જાય છે ત્યારે મોટો થયો હોવાની વાતો કરે છે. શાસ્ત્ર તો કહે છે કે જેમ દિવસ જાય તેમ ધર્મ ન સધાય તો મોટા તો રૂએ કે, ઘટ્યા ! પણ આ તો કહે છે, ‘અમે આટલા વર્ષના !' પણ એ વિચારવું જોઈએ કે, એ વર્ષ સફળ થયાં, નિષ્ફળ ગયાં કે નુકસાનકારક થયા ? આ રીતે જીવન ધપાવો અને સાધુ તમને સારા કહે એ બને ?
હું કડવું બોલતો નથી પણ મારે બોલવું પડે છે !
તમને કેવું કહેનાર મળે તો તમે ઊંચા આંવો એ કહો ! તમારા માનવજીવનને સાર્થક બનાવવા તમને કેવું કહેનાર જોઈએ ? કોઈક કહે છે કે, ‘મહારાજ બહુ કડવું કહે છે, અમને કૃતઘ્ન કહે છે, અમારા પર કૃતઘ્નતાનો આરોપ મૂકે છે.’ હું પણ ઇચ્છું છું કે, ન મૂકવો પડે. આ આરોપ મૂકતાં મને બહુ દુઃખ થાય છે. હું હસીને કહું છું એવું ન માનતા ! ક૨ડા થઈને કહેવા જોગા તમે છો કે નહિ ? ભૂલેચૂકે પણ ડાહ્યાને મૂર્ખ કહેવાતા હોય તો માફી માંગવા તૈયાર છું. તમારા જેવા બુદ્ધિશાળીને કમઅક્કલ કહેવાની મને જરૂર પડે એ ઓછું છે ? દુનિયા તમને બુદ્ધિશાળી માને ત્યારે જ્ઞાનીની દૃષ્ટિએ જુદું જ દેખાય છે. જ્યાં ત્યાં તમે શેઠ કહેવાઓ અને અહીં મારે તમને શું શું નથી સંભળાવવું પડતું ? શો ઉપાલંભ નથી દેવો પડતો ? હું તો કહું છું કે, ખૂબ જ આગળ વધારીને તમને કીમતી બનાવવાની કાળજી તો જરૂર છે; પણ વગર કિંમતે કીમતી કેમ કહું ? અને એમ કહું તો તો પાપ છોડવાને બદલે તમે વધારે પાપ કરો અને હું વિશ્વાસઘાતી બનું ! માનપાન માટે, જૈનશાસનમાં પાપાત્માને સારા કહેનાર પર વિશ્વાસઘાતીપણાનો આરોપ આવે છે. જૈનશાસનની કોર્ટમાં
Page #108
--------------------------------------------------------------------------
________________
857 – ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય? - 46 – ૮૭ ન્યાયશીલતા જીવતી જાગતી છે. એ કેસમાં ધારાશાસ્ત્રીની જરૂર નથી. ગુનો થયો કે રેકર્ડમાં કેસ નોંધાઈ જ જાય. એ પૂછે નહિ. સાંભળે નહિ, સીધો જ ચાર્જ મૂકે. ટાઇમ થયો કે તરત પકડીને લઈ જાય. “જવાનો મોખ નથી કહીએ તો પણ ન જ ચાલે. અમારે આવી તકલીફમાં ઊતરવું ન પડે, અમારા પર ગુનો લાગુ ન થાય અને તમારું ભલું થાય, વળી તમને ખોટું પણ ન લાગે એવો કોઈ રસ્તો છે ? હોય તો બતાવો !
માનવજીવન જેવું દેવજીવન પણ નથી. દેવજીવનથી આ જીવન વધુ કીમતી છે. દેવોએ માણસને પૂજ્યાના દાખલા છે ને ? શ્રી અરિહતદેવ મનુષ્ય હતા. પણ દેવોએ પૂજ્યોને ? કેટલા દેવોએ પૂજ્યા ? અસંખ્ય દેવોએ ! એવા મહામૂલા જીવનમાં ફાવે તેમ વર્તાય ? ઊંચે જવું છે કે નીચે ? હું જાણું છું કે, જવું ઊંચે જોઈએ તમારી ઇચ્છા ઊંચે જવાની છે, પણ હું જોઈ રહ્યો છું કે, તમે નીચે ગબડી રહ્યા છો. માટે બૂમ મારું છું. કિનારે જઈને ગબડો નહિ તે માટે મારી બૂમ છે. બૂમ ન સાંભળે એને માટે મારી ભયંકર રાડ છે. એ રાડમાં ઉપલક દેખાતી કઠોરતા આવે છે. એ કઠોરતા તમને ખટકે છે કેમ ? જેને ખટકતી હોય તેને ભલે ખટકે અને ખટક્યા છતાંય જો પાપથી અટકે તોયે જીત્યો માનું. જેટલી વાર ખટકે તેટલી વાર પણ જો પાપ અટકે તો પણ હું મારી જાતને કૃતાર્થ માનું. જેટલું પામ્યા તેટલું તો પુણ્ય ખરું. ધીરે ધીરે આગળ વધાય. પછી તો અણીચૂક્યો સો વર્ષ જીવે. બસ, એ વિચારે હું બૂમ મારું છું. કોઈની દીક્ષા જોઈ ધર્મી ધર્મથી ખસે ખરો? - કેટલાક કહે છે કે, ત્રિકાળપૂજન કરનારા, સાધુની કાયમ સેવા કરનારા, • પર્વતિથિએ પૌષધ કરનારા, તિથિએ ઉપવાસ કરનારા, સામાયિક પ્રતિક્રમણ કરનારા પણ એક દીક્ષાના પ્રસંગે ધર્મથી ખસી ગયા. ". સભા કયો બનાવ ?”
કહે છે કે, “નાનાં બચ્ચાંને દીક્ષા આપવી તે !' ખરેખર, આવી વાતો જ્યારે સાંભળવામાં આવે છે ત્યારે તેવા જીવો પ્રત્યે દયા ઊપજ્યા વિના રહેતી નથી. બીજાની દીક્ષા જોઈને ધર્મથી પતિત થનારા તે ધર્મી - સાચા ધર્મી હતા ? ઊલટું એમ પણ કોઈ કહેશે કે સારું થયું ! હાશ ! પ્રસંગ આવ્યો કે જેથી નંગ ઓળખાઈ ગયો ! અને સમજાયું કે, એ સંયમના રાગી નહોતા. એવાઓ પહેલાં રોજ ઉપાશ્રયે આવતા એ સાધુને રાજી કરવા કે લોકમાં ધર્મ મનાવા. જો એમ ન હોય તો કહો કે, ધર્મક્રિયા કરતા હતા એનો હેતુ શો ? બે ઘડીનું સામાયિક શા માટે ? સાવદ્ય જોગનું પચ્ચકખાણ શા માટે ? બે ઘડીનું સામાયિક કરનારને
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
658 જિંદગીપર્યંતના સામાયિકની ભાવના હોય કે નહિ ? માવજીવની સામાયિકમાં બે ઘડીનું સામાયિક કરનાર કલ્યાણ માને કે નહિ ? માવજીવ સામાયિકના સમાચારથી એને આનંદ થાય કે નહિ ?
સભાઃ એ ફરિયાદ બનાવટી છે.
બધી ફરિયાદ બનાવટી છે, પણ ઊભી કરાયેલી ફરિયાદના પણ રદિયા તો આપવા જ જોઈએ. સત્ય પ્રચારની તક કેમ જવા દેવાય ? પ્રસંગ પામીને એક પણ વાત જતી ન કરાય. વ્યવહારમાં કહે છે કે અવસર ન સાચવે તે મૂખ. તો હું અવસર કેમ જવા દઉં ? મારે તો બની શકે તે દરેક રીતથી માનવજીવનની સુંદરતા સમજાવવી છે ને ! એટલે હું એવી ફરિયાદો શા માટે . જતી કરું ? પોતાના બાળકને મા-બાપ સંયમ આપવા જાય, ત્યાં બીજા ભાડૂતી મા-બાપ ક્યાંથી નીકળે છે ?
પોતાના સ્વાર્થ માટે પોતાના બાળકને ગમે તેમ હોમી દેનારા પરમા- . ર્થીઓ (?) પારકા બાળકની આવી હિતચિંતા કરે ?'
શું તેઓ જિંદગીપર્યતની સામાયિકથી ધર્મને આઘાત થતો માને ? સંયમ અને નહિ લેવા લાયક એમ તેઓ માને છે ? સંયમ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આજ્ઞાનુસાર છે એમાં શું એમને શંકા છે?
એમને સંયમના ફળમાં શંકા છે ? છોડીને નીકળે છે ત્યાં એમને દુઃખની માન્યતા છે ?
છતી સાહ્યબીએ રંગ-રાગ ભોગવ્યા વિના નીકળ્યો એનું શું થાય, એવી એમની ભાવના છે ?
વર્તમાન સમયમાં સાહ્યબી ન ભોગવવામાં કે સાધુ થવામાં પાપ માને છે ? ભોગને ભોગવ્યા વિના નાની વયમાં સંયમની ભાવનાને એ પાપોદય માને છે ?
જે મા-બાપ પોતાનાં સંતાનને પાપસ્થાનકોનું શિક્ષણ આપે છે, એવું શિક્ષણ આપતી શાળામાં મોકલે છે, એવા શિક્ષણમાં પાવરધા બનાવે છે, એવાં મા-બાપ કરતાં પોતાનાં સંતાનને સંયમમાર્ગે મોકલનારાં મા-બાપ પોતાનાં સંતાનોનું કે પોતાનું ભૂરું કરે છે એવી એ ધર્મીઓની માન્યતા છે?
દુનિયામાં રહેવામાં માનવજીવનની સફળતા છે અને સાધુજીવનમાં એ જે જીવનની નિષ્ફળતા છે એમ તેઓ માને છે ?
નાના બાળકને પાપ શીખવવું વાજબી અને ધર્મક્રિયા શીખવવી ભૂંડી એમ તેઓ માને છે ?
Page #110
--------------------------------------------------------------------------
________________
659 -- ૬ઃ સંસારના સુખ માટે ધર્મ કેમ ન થાય ? - 46 – ૮૯
દબાણથી પણ પાપ કરાવાય તે વાજબી, પણ રુચિ પેદા કરીને ધર્મ કરાવાય તે વાજબી નહિ, એમ શું તેઓ માને છે ?
કહો તો ખરા કે, એ કહેવાતા ધર્મીની માન્યતા શી છે?
રમકડાં આપીને દુનિયાદારીમાં જોડી શકાય, પણ એના કહેવાતા અજ્ઞાનનો લાભ લઈ સારી વસ્તુમાં ન જોડી શકાય, તેઓ એમ માને છે ?
દુનિયાની કાર્યવાહીમાં જોડવા દબાણ થાય, પણ ઉપદેશ આપીને સન્માર્ગમાં ન મુકાય શું તેઓ એમ માને છે ?
જેટલો સમય સંયમધર્મની આરાધના થઈ તેટલો સમય જીવનસિદ્ધિ નિશ્ચિત થઈ, એમાં એમને શંકા છે ?
જો આ બધા પ્રશ્નોનો ઉત્તર “ન' કારમાં હોય તો પછી એ ધર્મીઓ ગભરાય છે શાથી? -
સભાઃ “શું આવી શંકા ધર્મી ગણાતા પણ કરે છે ?'
એ વાત પછી. હાલ તો એમને ધર્મ માનીને વાત કરો ! સામાયિક કરનારા અને કપડાં ખંખેરનારા અહીં પણ હોય અને ત્યાં પણ હોય ! આ તો સર્વસાધારણ રીતે કહેવાય છે. આ પ્રશ્નોમાં ધર્મીની કઈ માન્યતા છે ? જો વિપરીત માન્યતા હોય તો તેવા આપોઆપ અધર્મી સાબિત થાય છે અને સંમત હોય તો ધર્મી પુરવાર થાય છે અને પછી વિરોધ કરી શકે એમ નથી. કેટલીક વખત સીધી કાનપટી ન પકડાવતાં હાથને માથેથી ફેરવીને ડાબી તરફથી પણ - પકડાવવી પડે છે. જેવો આદમી ! સામાયિક, પ્રતિક્રમણ, જિનપૂજન કરનાર, વ્યાખ્યાન સાંભળનારને રૂઢ દૃષ્ટિએ ધર્મી કહેવાય, પણ ધર્મની વ્યાખ્યા કરાય ત્યાં ઘણા ટકા બાતલ કરવા પડે; બાતલ કર્યા વગર પણ આપોઆપ બાતલ થઈ જાય. વ્રત લેનાર દેશવિરતિ કહેવાય પછી બાર વ્રત લે કે યાવત્ એક લે ! પણે જો એને સર્વવિરતિ પ્રત્યે અનુરાગ ન હોય તો એ મિથ્યાષ્ટિ તથા ઘોર અવિરતિ છે. વ્રતધારી દેશવિરતિ ખરો પણ સાથે જ શરત એ છે કે, એ સંયમનો રાગી હોવો જોઈએ.
આ બધું એક જ ઇરાદે કહેવાય છે કે, ધર્મીઓ સાચા શ્રદ્ધાસંપન્ન બને અને શ્રદ્ધાસંપન્ન એટલે સમ્યકત્વરૂપ પીઠમાં પોલાણ કરનારા દોષોથી મુક્ત રહેવાની કાળજીવાળા. એ દોષો પૈકીના ત્રણ દોષોની વિચારણા આપણે કરી અને બાકીના બે દોષો માટે વળી હવે પછી.
Page #111
--------------------------------------------------------------------------
________________
૭ : ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનોપ્રચાર
વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, મહા સુદ-૧, ગુરુવાર, તા. ૩૦-૧-૧૯૩૦
♦ વિપરીત ધ્યેયનું પરિણામ !
♦ મિથ્યામતિ-પ્રશંસાનો કારમો ઉત્પાત :
• ચોથા દોષનું પરિણામ :
♦ પાત્રભેદે ગુણ પણ દોષ - દોષ પણ ગુણ :
પ્રશસ્ત રાગાદિની આવશ્યકતા :
• અવળી દિષ્ટ !
♦ સ્વતંત્રતાના નામે પરતંત્ર બનવાની પ્રવૃત્તિ :
♦ ગુણાનુરાગના નામે કરાતી મિથ્યામતિની પ્રશંસા
• શ્રી જૈનશાસન જ સૌથી શ્રેષ્ઠ :
• પ્રમોદ અને અનુમોદનામાં ભેદ :
પ્રમોદ ભાવના :
♦ એક દૃષ્ટાંત :
♦ સમ્યકૃત્વની યતના :
♦ અયોગ્ય સ્થાને રહેલા ગુણ :
• શ્રી હરિભદ્રસૂરિ :
♦ શાસ્ત્રોમાં અભવ્યોનું વર્ણન છે, પ્રશંસા નહિ !
♦ વર્તમાન સમય :
47
વિપરીત ધ્યેયનું પરિણામ :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘરૂપ સુરગિરિની વજ્રમયી સમ્યગ્દર્શનરૂપી પીઠની દૃઢતાનું વર્ણન કરતાં કહે છે કે, એમાં દોષરૂપી છિદ્રો ન હોવાં જોઈએ. સમ્યક્ત્વના દોષો પાંચ છે. તેમાંના પ્રથમ બે શંકા અને કાંક્ષાના સંબંધમાં આપણે મહાપુરુષોનાં વચનો દ્વારા ઘણું કહ્યું. એમાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે એક બાળક પણ સમજે એવી ભાષામાં કહ્યું કે -
‘રાજા અને રંક એ બેયમાં સમભાવ ધરનાર શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકાને સ્થાન નથી, એ દેવમાં મારાપણું કે પારકાપણું કોઈ માટે નથી માટે એ કદી ફેરફાર કહે જ નહિ.’
Page #112
--------------------------------------------------------------------------
________________
661
૭ઃ ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર -47
―
૯૧
કાંક્ષા માટે પણ એ મહાપુરુષે કહ્યું કે, ‘સુરતરુને છોડીને બાવળિયાને વળગવાનું કામ ડાહ્યાનું નથી અને શ્રી જિનમત એ સુરતરુ જેવો છે ત્યારે અન્ય મતો બાવળિયા જેવા છે.’
“સંશય ધર્મના ફલ તણો, વિતિગિચ્છા નામે; ત્રીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે.”
ત્રીજો દોષ વિચિકિત્સા યાને વિતિગિચ્છા છે. શ્રી જિનેશ્વરદેવે બતાવેલ ધર્મના ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા છે. એ જો આત્મામાં શુભ પરિણામ આવે તો અવશ્ય ટાળી શકાય છે. એ જ કારણે એનું સ્વરૂપ દર્શાવી, તેનાથી બચવાના ઉપાય દર્શાવવાપૂર્વક એનો પરિહાર કરવાનો ઉપદેશ આપતાં એ જ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ ફરમાવ્યું છે કે -
આ ઉપરથી સ્પષ્ટ છે કે, શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી શંકા થવાનો સંભવ પૂરો છે અને આડમ્બર જોવાની વૃત્તિવાળા આત્માઓને તથા સહેલું લેવાની ઇચ્છાવાળા પુદ્ગલાનંદીઓને સહેજે કાંક્ષા થાય એ જ રીતે દુનિયાના પદાર્થો તરફ જ દૃષ્ટિ રાખનારાઓને અને એ જ કા૨ણે જોઈતા શુભ પરિણામથી પ૨વા૨ી બેઠેલાઓને ધર્મક્રિયાના ફળમાં પણ અવશ્ય સંદેહ થાય છે.
એવા ધર્મીઓ ઘણા છે કે, જેઓ રોજ ધર્મ કરે પણ જરાક આપત્તિ આવે કે તરંત તેના મનમાં એમ થાય કે, “ધર્મમાં શું છે ?’ એનું કારણ જ એ છે કે, ‘તેઓએ શુભ પરિણામના અભાવે ધર્મક્રિયાનું ધ્યેય સંવર અને નિર્જરા · તથા પરિણામે મુક્તિ નહિ રાખતાં દુનિયાદારી જ રાખી હતી.’ એવું ઊલટું ધ્યેય રાખે એનું પરિણામ એ આવે એમાં આશ્ચર્ય પણ શું ? ધર્મ ક૨વાનું ધ્યેય એ હોવું ન જોઈએ.
ધર્મી પોતાને નીરોગી ઇચ્છે કે જેથી ધર્મસાધના સારી રીતે કરી શકાય પણ તેમ છતાંય અશુભના ઉદયે રોગ આવે તો એનો દોષ એ ધર્મ ઉપર ન ઢોળે.‘કુટુંબ આદિ ન જોઈએ. પણ જો મળે તો ધર્મને અનુકૂળ મળે એમ ધર્મી ઇચ્છે. સાધન મળે તો અનુકૂળ મળવાનું ઇચ્છે છે કે જેથી ધર્મ સધાય પણ સાધન ન મળે અથવા ઊલટું સૂલટું મળે તો પણ ધર્મી આત્મા, ધર્મ તરફ કુદૃષ્ટિ ન કરે કારણ કે, એ પોતાની જ ખામી માને : પણ આ વસ્તુ ધ્યેયશુદ્ધિ થાય તો જ બને. વિચિકિત્સાનો બીજો એ પણ અર્થ છે કે, ‘સદાચારમાં રહેલા મુનિઓના મેલાં વસ્ત્ર કે ગાત્ર જોઈને, ‘આ સાધુઓ અસ્નાનના યોગે પરસેવાથી કિલન્ન બની ગયેલા મલના
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
662 યોગે દુર્ગધી શરીરવાળા છે ! જો અચિત્ત પાણીથી અંગનું ક્ષાલન કરે તો દોષ શું લાગી જાય !” “આવા પ્રકારની નિંદા કરવી.' આવા પ્રકારની નિંદા એ પણ દોષ છે. આ દોષ પણ ધ્યેયશુદ્ધિ હોય તો થવાનો સંભવ નથી. મિથ્યામતિ-પ્રશંસાનો કારમો ઉત્પાત ઃ
હવે ચોથો દોષ મિથ્થામતિઓના ગુણવર્ણનનો અને પાંચમો દોષ મિથ્થામતિઓના પરિચયનો છે.
એમાં ઘણા મૂંઝાયા છે. જો કે શંકા, કાંક્ષા અને વિડિગિચ્છામાં કમીના નથી, તો પણ વસ્તુનો વિવેક નહિ કરી શકનારાઓને આ ચોથા અને પાંચમો દૂષણમાં મૂંઝાતાં વાર લાગતી નથી.
ઘણા એવા છે કે, “TUTIનુરા'ના નામે મિથ્યાદૃષ્ટિની પ્રશંસાં” નામના ચોથા દોષમાં ફસાય છે. “ગુણાનુરાગના સ્વરૂપને નહિ જાણનારાઓ આજે કારમા મિથ્થામતિઓની પ્રશંસાને જોરશોરથી પ્રચારી રહ્યા છે અને એમ કરીને તેઓ સ્વ-પરના સમ્યત્વને લૂંટવાનો ધંધો ચલાવી રહ્યા છે. એવાઓના પ્રતાપે આજે સાચા ગુણી આત્માઓ નિંદાઈ રહ્યા છે અને દંભીઓ પૂજાઈ રહ્યા છે. એ પાપાત્માઓનો આજે ગુણાનુરાગ'ના નામે જેવો તેવો ઉત્પાત નથી મચી રહ્યો.
“ગુણીના ગુણને દેખી જેને આનંદ ન થાય તે ગુણરાગી નથી.' - આવાં વચનોનો આધાર લઈને કારમો ઉત્પાત મચાવનારાઓ એમ કહે છે કે, “જે ગુણથી આનંદ થાય એની પ્રશંસા કરવામાં હાનિ શી ?” પણ એમ પૂછનારાઓને ખબર નથી કે, “જેટલી વસ્તુ અનુમોદવા જોગી હોય તેટલી બધી જ વખાણવા જોગી નથી હોતી. જેને જોઈને હૈયામાં આનંદ થાય, તેને પણ બહાર ન કહેવાય એવી અનેક વસ્તુઓ છે.
જેટલી ચીજ અનુમોદનીય છે તેટલીની પ્રશંસા થવી જ જોઈએ એવો કાયદો નથી. ઘણાના ગુણ એવા પણ હોય છે કે, જે જોઈને આનંદ થાય પણ એને બહાર મુકાય તો મૂકનારની આબરૂને પણ બટ્ટો લાગે. ચોરનું દાન, એનાં તે વળી વખાણ હોય ? દાન તો સારું પણ ચોરના દાનની પ્રશંસા કરનારને પણ દુનિયા ચોરનો સાથી સમજે. દુનિયા પૂછે કે, “જો એ દાતાર છે તો ચોર કેમ ? જેનામાં દાતારવૃત્તિ હોય તેનામાં ચોરી કરવાની વૃત્તિ શું સંભવિત છે ? કહેવું જ પડશે કે નહિ. એ જ રીતે શું વેશ્યાની સુંદરતાનાં વખાણ થાય ? સુંદરતા તો ગુણ છે ને? વેશ્યાની સુંદરતાને વખાણનાર સદાચારી કે વ્યભિચારી? એ ગુણ ખરો પણ ક્યાં રહેલો ? વિષ્ટામાં પડેલા ચંપકના પુષ્પને સુંઘાય ? હાથમાં
Page #114
--------------------------------------------------------------------------
________________
663 – ૭ ચોથો દોષ એટલે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૯૩ લેવાય? આ બધા પ્રશ્નો ઉપર ખૂબ ખૂબ વિચાર કરો તો આપોઆપ સમજાશે -કે, ખરાબ જગ્યામાં પડેલો સારો ગુણ અનુમોદાય પણ બહાર ન મુકાય; ખરાબ વ્યક્તિમાં રહેલા ગુણને ગુણ તરીકે બહાર મુકાય; પણ એ વ્યક્તિના ગુણ તરીકે બહાર ન મુકાય.” આથી સ્પષ્ટ થશે કે, “જેઓ ગુણાનુરાગના નામે ભયંકર મિથ્યામતિઓની પ્રશંસા ફેલાવી રહ્યા છે તેઓ કારમો ઉત્પાત જ મચાવી રહ્યા છે અને એ ઉત્પાત દ્વારા પોતાના સમત્વને ફના કરવા સાથે અન્યના સમ્યકત્વને પણ ફના કરવાની જ કાર્યવાહી કરી રહ્યા છે. ચોથા દોષનું પરિણામ
આ ચોથો દોષ કારમો છે, એ જ કારણે ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે –
“મિથ્થામતિ ગુણ વર્ણનો, ટાળો ચોથો દોષ;
ઉન્માર્ગી ગુણતાં હુવે, ઉન્માર્ગનો પોષ.” આ કથન, ગુણરાગના નામે કારમો ઉત્પાત મચાવનારાઓ માટે ખૂબ વિચારવા યોગ્ય છે. આ કથન દ્વારા તેઓએ સમજવું જોઈએ કે, ‘ઉન્માર્ગમાં રહેલા ગુણના વખાણથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે; કેમ કે એ આકર્ષણથી બીજા એને માર્ગે જાય છે. “આવો પણ એને વખાણે છે” એમ સમજી જનતા પેલાની પાછળ ઘસડાય છે, પરિણામે અનેક આત્મા ઉન્માર્ગે ચઢે છે : માટે ગુણાનુરાગના નામે મિથ્યાદૃષ્ટિની પ્રશંસા અવશ્ય તજવા યોગ્ય છે.” પાત્રભેદે ગુણ પણ દોષ - દોષ પણ ગુણ ! • સુંદર ગુણ અયોગ્ય સ્થાને દેખાય તો હૈયામાં એમ થાય કે આ ગુણ જો - યોગ્ય વ્યક્તિમાં હોત તો પૂજ્ય બનત પણ કમનસીબી છે કે કુપાત્રમાં છે. એ
વાત તદન સાચી છે કે, સન્માર્ગમાં રહેલો આત્મા દોષને પણ ગુણ બનાવે છે, - જ્યારે ઉન્માર્ગમાં રહેલો આત્મ ગુણને પણ દોષ બનાવે છે. - સમ્યગુદૃષ્ટિ આત્મા, કષાય જેવા દોષને પણ પ્રશસ્ત બનાવી ગુણરૂપ બનાવે છે; ત્યારે મિથ્યાદષ્ટિ આત્મા ગુણને પણ ખરાબ કરે છે. સમ્યગુદૃષ્ટિ આત્મા જ્યારે ક્રોધથી પણ લાભ મેળવે છે અને માન, માયા તથા લોભથી પણ સ્વ-પરનું ભલું કરે છે એટલે કે, સ્વ-પરનો વિસ્તાર કરે છે ત્યારે મિથ્યાષ્ટિ આત્મા ક્ષમા આદિથી પણ સ્વ-પરનું અહિત કરે છે; કારણ કે, એ બિચારાને ગુણ પણ દોષરૂપે પરિણમે છે.
વૈદ્યના હાથમાં આવેલું ઝેર પણ જ્યારે ઔષધ બને છે ત્યારે મૂખના
Page #115
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
હાથમાં ગયેલું અમૃત પણ ઝેર થાય છે. ખરેખર એ જ રીતિ મિથ્યાદ્દષ્ટિ આત્માઓ જ્યારે ગુણને પણ દોષ બનાવે છે ત્યારે સમ્યગ્દષ્ટ આત્મા દોષને ગુણ બનાવે છે.
૯૪
664
જે કષાયો આત્માને ડુબાવનાર છે, જે રાગદ્વેષ આત્માને ખરાબ કરનાર છે, તેને જ સમ્યગ્દષ્ટિ આત્મા સ્વ-૫૨ના ભલાના ઉપયોગમાં લે છે. ગુસ્સાથી કર્મબંધ થાય પણ વાલી મુનિએ ગુસ્સાથી તીર્થરક્ષા કરી. એમને એ ગુસ્સો કર્મક્ષયનું કા૨ણ થયો. પણ કર્મબંધનું નહિ. રાગ હાનિ કરનાર છે પણ ભગવાન શ્રી ગૌતમ મહારાજાને ગુરુભક્તિ માટે થયો. એ રાગના જ યોગે શ્રી ગૌતમ મહારાજા શાસનના શિરતાજ બન્યા. માન દુનિયાને પાડનાર છે પણ તે માને શ્રી ગૌતમ મહારાજાને શ્રી મહાવીર ભગવાન ભેટાડ્યા-પમાડ્યા; ખેદથી કર્મબંધન થાય છે. પણ તે ખેદથી શ્રી ગૌતમ ભગવાનને કેવળજ્ઞાન થયું.
પ્રશસ્ત રાગાદિની આવશ્યકતા :
‘રાગ-દ્વેષ ન જ કરાય, રાગ-દ્વેષ ન થાય એ જ ધર્મ,' એમ કોઈ કહે તો કહેવું પડશે કે એ ધર્મ આપણા માટે નથી. કષાય સર્વ પ્રકારે જાય ત્યારે રાગદ્વેષ ન થાય માટે એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી તો અયોગ્ય વસ્તુ ઉપરના રાગને ખસેડીને યોગ્ય વસ્તુમાં રાગ સ્થાપવો એ જ ધર્મ છે.
કેટલાક કહે છે કે, ‘આપણે રાગ-દ્વેષ શા ? બધા દેવ, ગુરુ, ધર્મ સરખા ! આય ઠીક અને તેય ઠીક !' પણ આમ કહેનારા ચોખ્ખા મિથ્યાષ્ટિ જ છે. આત્મા જ્યાં સુધી રાગ-દ્વેષમાં પડ્યો છે, ત્યાં સુધી સારી વસ્તુમાં રાગ અને ખોટી વસ્તુમાં દ્વેષને કેળવ્યા વિના વીતરાગ થઈ શકવાનો નથી.
કોઈ કહે કે, ‘તમે શ્રી વીતરાગની મૂર્તિ પાછળ આટલા બધા ઘેલા કેમ ?' તો કહેજો કે, ‘આજ સુધી અમે પૈસા તથા ૨મણી પાછળ ઘેલા હતા તે હવે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પાછળ ઘેલા થયા છીએ; અમે ઘેલછાની દિશા પલટી છે. આજ સુધી બંગલા સારા બનાવવામાં ઘેલા હતા, અને હવે મંદિર સારાં બનાવવામાં ઘેલા થયા છીએ ! કારણ કે, આ રીતે દિશા પલટવા વિના શ્રેય નથી.
પ્રભુ, પ્રભુની મૂર્તિ, પ્રભુનો માર્ગ, પ્રભુનું પ્રવચન (આગમ) આ બધા પર જેને રાગ નથી, આની હાનિમાં જેનો આત્મા કંપતો નથી, આના ઉપરના આક્રમણ સમયે જે આત્માને દુઃખ થતું નથી તે વાસ્તવિક રીતે ધર્મ પામ્યો જ નથી. દુનિયાની ચીજના નાશ વખતે જેને દુઃખ થાય છે તેને ધર્મના નાશમાં દુઃખ થતું નથી. તેનામાં ધર્મીપણું હોય જ શી રીતે ? ન જ હોઈ શકે. એ જ કારણે દુનિયા
Page #116
--------------------------------------------------------------------------
________________
૭: ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર “47
પ્રત્યેના રાગને ખસેડી આત્મકલ્યાણકર વસ્તુ પ્રત્યે એ રાગને કેળવવો જોઈએ. સભા ‘પછી એને નાબૂદ કરવો ?'
:
પછી તો આપોઆપ એ નાબૂદ થશે, એને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવાની જરૂ૨ જ નથી પડતી. વળાઉ એની મેળે જ પાછો જાય છે. આથી સ્પષ્ટ છે કે, સમ્યગ્દષ્ટ આત્મા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ અને મોહ વગેરે દોષને ગુણ બનાવે છે, જ્યારે મિથ્યાદ્ગષ્ટિ આત્મા ગુણને પણ દોષ બનાવે છે.
665
૯૫
અવળી દૃષ્ટિ
વિદ્યાર્થીને શિક્ષક કહે કે, ‘બરાબર પાંચ કલાક બેસ, વાંચ અને કહું તેમ કર.’ તે વખતે અયોગ્ય વિદ્યાર્થી કહે કે, ‘અમે તમારા ગુલામ નથી, તમે અમારા પર તમારી સત્તા‘જમાવવા માંગો છો !, ત્યારે માસ્તર કહી દે કે મૂર્ખા ! સત્તા જમાવવા નથી કહેતો પણ તારામાં લાયકાત નિપજાવવા કહું છું. આજ સુધી તું રખડતાં શીખ્યો હતો, તારામાં એ કુટેવ હતી તે કુટેવ કાઢવા માટે બેસતાં શીખવી રહ્યો છું, એ કુટેવ કાઢવા માટે બેસવાની ફ૨જ મૂકું છું. મારે મારું સ્વામિત્વ જમાવધું નથી. પણ તારામાં લાયકાત પેદા કરવી છે.' પણ આ સત્યકથનને નહિ સ્વીકારતાં ઉલ્લંઠ વિદ્યાર્થીઓ, પોતાનું જ બબડ્યા કરે છે. આ જ રીતે અવળી દૃષ્ટિના ઉપાસક બનેલા અજના લોકો પણ એ જ રીતે કહે છે કે, ‘શાસ્ત્ર તથા શાસ્ત્રકારો અમારી સ્વતંત્રતા છીનવી લેવા માંગે છે, અમને બંધનમાં નાંખી રહ્યાં છે; અમારે ફાવે તો ત્રિકાલપૂજન કરીએ નહિ તો ન પણ કરીએ. સામાયિકમાં બે ઘડી શા માટે ? અમારે ફાવે તો પાંચ ઘડી બેસીએ, ન ફાવે તો એક મિનિટ પણ ન બેસીએ, પણ બંધન શા માટે ?' આવી રીતે અવળી દૃષ્ટિના ઉપાસકો, મનસ્વી પ્રલાપો દ્વારા અનંતજ્ઞાનીઓએ ફરમાવેલી વસ્તુઓને પણ વગોવી રહ્યા છે અને એથી જ જે ચીજો ગુણરૂપે છે તે પણ એમને દોષરૂપે જ પરિણમે છે.
સ્વતંત્રતાના નામે પરતંત્ર બનવાની પ્રવૃત્તિ :
સ્વતંત્ર અને સ્વતંત્રતા એ શબ્દ સુંદર છે. શ્રી જિનેશ્વરદેવો પણ સ્વતંત્રતા મેળવીને સ્વતંત્ર બનાવવાનું ફ૨માવે છે. અનાદિ કાળથી આત્મા પરતંત્ર છે એને સ્વતંત્ર બનાવવાનું શ્રી જિનેશ્વરદેવો કહે છે અને એ માટે તો મુનિધર્મને એ પરમતારકોએ મુખ્ય માર્ગ તરીકે પ્રરૂપ્યો છે. ખરેખર એ પ૨મતા૨કોએ પ્રરૂપેલું મુનિપણું એ તો સ્વતંત્રતાનો રાજમાર્ગ છે. જ્યારે મુનિપણું સ્વતંત્રતાનો
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૯ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 666 રાજમાર્ગ છે ત્યારે ગૃહસ્થપણું એ આત્માની સ્વતંત્રતાને પીસી નાખનારું ભયંકર યંત્ર છે. આ છતાં પણ અજ્ઞાનીઓ, મુનિપણાને હલકું પાડી ગૃહસ્થપણાને પુષ્ટ કરવાની જ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વિચારવામાં આવે તો દુનિયામાં પડેલાની સ્વતંત્રતા તો પિસાઈ જ રહી છે.” આ વસ્તુ બરાબર સમજાય તો “મુનિપણું એ એક સ્વતંત્રતાનો રાજમાર્ગ છે.” એ તરત જ નિશ્ચિત થાય. રાજમાર્ગમાં ચાલનારને એવી સ્વતંત્રતા પેદા થાય છે કે,. દુનિયાની કોઈ પણ વસ્તુ એને અસર કરતી નથી. જગતનો એક પણ પદાર્થ એને આકર્ષી શકતો નથી; પણ શરત એટલી કે, “એ રાજમાર્ગે બરાબર ચાલવું જોઈએ.” બાકી બંગલા, બગીચા અને મોટર ગાડી વગેરેમાં સ્વતંત્રતા, એ તો બન્યું પણ નથી અને બનશે નહિ. પગે ચાલનારો મોડો પહોંચે. પણ ઇચ્છા મુજબ. ત્યારે “મોટરમાં ચાલનારની કઈ દશા ?' - એ વિચારો. જો મોટર અટકી તો એ બિચારો ત્યાં જ રહે. એ મોટરને ખેંચવા માટે બીજું સાધન જોઈએ. ચાલવાની ટેવ તો ભૂલી ગયા. એટલે જ્યારે બીજું સાધન મળે અને એમાં જગ્યા હોય તો બેસાય ત્યારે ઘર ભેગા થવાય. પગે ચાલનાર સ્વતંત્ર કે રેલમાં જનાર ? રેલ ગામેગામ ન ઊભી રહે, સ્ટેશને જ ઊભી રહે. તેમાંય મેલ તો અમુક જગ્યાએ જ ઊભો રહે. પગે ચાલનારો તો પાંચ ઘરના ગામડે પણ બેસે, એક માઈલે, પાંચ માઈલે, પચીસ માઈલે, અરે ! પોતાને ફાવે ત્યારે બેસે. હવે કહો કે, “સ્વતંત્ર કોણ ?”
સ્વતંત્રતાની વાત કરવાની ભાવનાવાળાએ સૌથી પહેલાં દુનિયાની ગુલામી છોડવી પડશે. “આ જોઈએ ને તે જોઈએ.” એ ભાવનાને દૂર કરવી પડશે. “મળે તો ભલે અને ન મળે તો ઠીક એ ભાવના કેળવવી પડશે. ‘અમુક જોઈએ' એ કાઢી નાંખવું પડશે. પોતાના સ્વરૂપને પેદા કરવું તે પરતંત્રના નથી. દુઃખને દૂર કરનારાં સાધન મેળવવામાં પડતી મહેનત એ મહેનત નથી. ઉનાળામાં રસોડાની અંદર ગરમી ઘણી લાગે છે તે સહન થાય છે કેમ કે, અગિયાર વાગે ગરમા ગરમ રસોઈની લાલસા છે. માટે એ તકલીફ તકલીફરૂપે મનાતી નથી. એ વખતે અમુક સાધન ન હોય અને ચીજ કર્યા વિના રહી જવાય એ દુઃખ ગણાય છે. પણ રસોડાની ગરમી, દુ:ખરૂપ ગણાતી નથી. સાધન હોય તો એ ગરમીમાં બીજી પણ ચીજો બનાવે. ખાવાની લાલસાને લઈને એ ગરમી ગરમી ગણાતી નથી, મહેનત ગણાતી નથી, એ રીતે આત્મગુણને ખીલવવાની મહેનત તે મહેનત જ નથી અને સાચી સ્વતંત્રતા મેળવંવાનો રસ્તો પણ એ જ છે. પણ એ બધું ત્યારે જ સમજાય કે, જ્યારે ગુણ, ગુણાભાસ અને
Page #118
--------------------------------------------------------------------------
________________
887 – ૭ ચોથો દોષ એટલે સમત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૭ અવગુણની પરીક્ષા કરતાં આવડે. આથી જ કહેવું પડે છે કે, દોષ અને દોષાભાસને તથા ગુણ અને ગુણાભાસને પણ સમજતાં શીખો. ગુણાનુસારના નામે કરાતી મિથ્યામતિની પ્રશંસા:
ગુણ એ પ્રશંસાપાત્ર છે એ વાત તદ્દન સાચી છે. પણ એમાંય વિવેકની ઘણી જ આવશ્યકતા છે. મિથ્યાષ્ટિમાં પણ રહેલા પ્રભુમાર્ગાનુસારી ગુણો જરૂર પ્રશંસાપાત્ર છે, પણ મિથ્યાદૃષ્ટિ કોઈ પણ રીતે પ્રશંસાપાત્ર નથી, એ વાત સમ્યકત્વની શુદ્ધિના અર્થીએ કદી પણ વિસરવી જોઈએ નહિ. મિથ્યામતિના ગુણની પ્રશંસાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે એ વાત તો આપણે શ્રી ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જોઈ આવ્યા. હવે આપણે જોઈએ કે, સમ્યકત્વના ચોથા દોષનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શું ફરમાવે છે. સમ્યત્વના ચોથા દોષનું વર્ણન કરતાં શ્રી યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
જે આત્માઓની દષ્ટિ, મિથ્યા એટલે શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય છે; તે આત્માઓ, મિથ્યાદર્શનવાળા હોઈ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે; તેઓની પ્રશંસ કરવી એ સમ્યકત્વનું દૂષણ છે : એ પ્રશંસા બે પ્રકારની છે : એક સર્વવિષયક અને બીજી દેશવિષયક. “સઘળાંય “કપિલ' આદિનાં દર્શનો યુક્તિથી યુક્ત છે.” આ પ્રમાણેની મધ્યસ્થપણાના સારવાળી સ્તુતિ કરવી એ સર્વવિષયક પ્રશંસા કહેવાય છે અને એ સમ્યકત્વનું દૂષણ છે : “આ “બુદ્ધનું વચન જ તત્ત્વ છે અથવા તો આ સાંખ્ય” અને “કણાદ' આદિનું વચન જ તત્ત્વ છે.” આ પ્રમાણેની પ્રશંસા કરવી એ દેશવિષયક પ્રશંસા કહેવાય છે અને આ તો પ્રગટપણે જ સમ્યકત્વનું દૂષણ છે.” - આ વર્ણનથી સ્પષ્ટ થશે કે મિથ્થામતિની પ્રશંસા એ સમ્યકત્વને દૂષણ લગાડનારી વસ્તુ છે. આ દૂષણને જો ગુણ જ માની લેવામાં આવે તો પછી સમ્યકત્વ ટકી શકતું જ નથી. આ દૂષણના પરિણામે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વની પ્રાપ્તિ સહજ છે. “ગુણની પ્રશંસા કરવામાં શું વાંધો છે ” આમ બોલનારાઓએ આ વસ્તુ ખૂબ જ વિચારણીય છે. ગુણાનુરાગના નામે મિથ્યા
• १. मिथ्या जिनागमविपरीता दृष्टिदर्शनं येषां ते मिथ्यादृष्टयस्तेषां प्रशंसनं प्रशंसा तच सर्वविषयं देशविषयं ___ च । सर्वविषयं 'सर्वाण्यपि कपिलादिदर्शनानि युक्तियुक्तानी ति माध्यस्थ्यसारा स्तुतिः सम्यक्त्वस्य
दूषणम् ।। +++ देशविषयं तु इदमेव बुद्धवचनं साङ्खयकणादादिवचनं वा तत्त्वमिति इदं तु व्यक्तमेव सम्यक्त्वदूषणम् ।।
Page #119
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મતની અને મિથ્યામતિઓની કૂટ માન્યતાઓની માન્યતા વધી જાય એમ કરવું એ બુદ્ધિમત્તા નથી. પણ બુદ્ધિમત્તાનું કારમું દેવાળું છે. ઘર વેચીને વરો કરવા જેવો એ ધંધો છે. ‘ગુણની પ્રશંસા’ એ, સદ્ગુણ પામવા અને પ્રચારવા માટે જ ઉપકારીઓએ વિહિત કરી છે. એનો ઉપયોગ સદ્ગુણોના નાશ માટે અગર તો સદ્ગુણોને ઢાંકી દેવા માટે કરવો એ ખરે જ કારમી અજ્ઞાનતા છે. એવા અજ્ઞાનનો સમ્યક્ત્વના અર્થીઓએ નાશ જ કરવો જોઈએ. એવી ઊંધી પ્રવૃત્તિ સમ્યગ્દર્શનના પૂજારીઓ કરી શકે જ નહિ. જેઓ, એવી ઊંધી ઊંધી પ્રવૃત્તિ કરે છે, તેઓ સમ્યગ્દર્શનીના સ્વાંગમાં રહેવા છતાં પણ હૃદયથી મિથ્યાદર્શનના જ પૂજારીઓ છે એ નિઃસંશય વાત છે. એવા આત્માઓ, પોતાનું અહિત કરવા સાથે અનેક ભદ્રિક આત્માઓના હિતનો સંહાર કરનારી કારમી પ્રવૃત્તિ કરે છે. એવી કારમી પ્રવૃત્તિ કરનારાઓ, તેમ કરતાં અટકે એવી વ્યવસ્થા દરેકેદરેક શ્રીસંઘે કરવી જોઈએ. પણ આજના કૃત્રિમ સમાનવાદના પ્રચારે આ આવશ્યક ભાવનાનો જ સંહાર કર્યો છે. મર્યાદામાત્રનો ઇરાદપૂર્વક નાશ કરવા માટે જ આજની સુધારક હિલચાલ છે. આવી હિલચાલના યોગે જ આજે આ ભયંકર દોષ મરકીની માફક પ્રસરી રહ્યો છે. આ દોષના નાશ માટે હમણાં નહિ તો અવસરે પણ સમજદારોને ભગીરથ પ્રયત્નો કરવા જ પડશે. જે પ્રયત્નો કરવા જ પડવાના છે તે આજથી નથી થતા એ એક કમનસીબી છે પણ સમજુ ગણાતાઓનીય આંખો ન ઊઘડે ત્યાં ઉપાય શું ?
શ્રી જૈનશાસન જ સૌથી શ્રેષ્ઠ :
આજે ઢોંગ, દંભ, પ્રપંચ એટલો વધ્યો છે કે જેની સીમા જ નથી. ‘અહીં કંઈ અને ત્યાં કંઈ ! વાણી, વચન અને વર્તાવમાં મેળ જ નહિ !!!' એ આજની દશા છે !!!! આથી જ હું કહું છું કે, ‘આપણે ગુણના રાગી જરૂર છીએ. પણ ગુણાભાસના તો કટ્ટર વિરોધી જ છીએ.' આપણે ત્યાગ જોઈએ ત્યાં આપણને આનંદ જરૂ૨ થાય, પણ એ ત્યાગ જો સન્માર્ગે હોય તો જ એ ત્યાગના ઉપાસકની પ્રશંસા કરીએ નહિ તો સત્યને સત્ય તરીકે જાહેર કરીએ અને એ માટે સમય અનુકૂળ ન હોય તો મૌન પણ રહીએ. ‘કયો ત્યાગી પ્રશંસાપાત્ર ?’ એ વાત ગુણાનુરાગીએ અવશ્ય વિચારવી જોઈએ. આજે આ વસ્તુને નહિ વિચારનારો સહેલાઈથી ગુણાભાસનો પ્રશંસક બની જાય તેમ છે.
૯૮
668
સમ્યગ્દષ્ટિની એક નવકારશીને મિથ્યામતિઓનું હજારો વર્ષનું તપ પણ નથી પહોંચી શકતું એ એક નિર્વિવાદ વાત છે. આથી હું ભલામણ કરું છું કે ગમે તે સ્થિતિમાં પણ પ્રભુમાર્ગથી ખસી ન જવાય તેની કાળજી રાખતાં શીખો !
Page #120
--------------------------------------------------------------------------
________________
669 - ૭:ચોથો દોષ એટલે સમજ્યનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૯૯
દેવતત્ત્વના વિષયમાં જુઓ તો આ શ્રી અરિહંતદેવ જેવા દુનિયામાં કોઈ દેવ નથી. ગુરુતત્ત્વના વિષયમાં વિચારો તો શ્રી જૈનશાસનમાં જે સુસાધુ છે તે દુનિયાના કોઈ પડમાંયે નથી અને ધર્મતત્ત્વના વિષયમાં કોઈ પણ દર્શન, શ્રી જૈનદર્શને પ્રરૂપેલ ધર્મતત્ત્વની સાથે સરસાઈ કરી શકે તેમ નથી. વિશ્વમાં એક શ્રી જૈનદર્શન જ સર્વશ્રેષ્ઠ છે,” આ સત્ય ગમે ત્યાં અને ગમે ત્યારે પુરવાર થઈ શકે તેમ છે. માટે ગુણાનુરાગના નામે પરમપુણ્યોદયે મળેલું શ્રી જૈનશાસન ન હારી જવાય એની પૂરતી કાળજી રાખવી જોઈએ. એની જેટલી ઉપેક્ષા તેટલો આત્મહિતનો કારમો નાશ છે એ કદી જ ન ભૂલતા. પ્રમોદ અને અનુમોદનામાં ભેદઃ
જે ગુણો, યોગ્ય સ્થાનમાં હોય તેની પ્રશંસા વાજબી છે. પણ જે ગુણો પણ અયોગ્ય સ્થાનમાં હોય તે ગુણ ગુણાભાસ છે. એ કારણે એની પ્રશંસા, એ સમ્યકત્વમાં દૂષણ છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, મિથ્યામતિના ગુણની પ્રશંસાથી ઉન્માર્ગની પુષ્ટિ થાય છે. ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા પણ કહે છે કે, શ્રી જિનાગમથી વિપરીત દૃષ્ટિ જેમની છે, તે બધા મિથ્યાદષ્ટિ આત્માઓ છે અને એમની પ્રશંસા એ સમ્યકત્વમાં દૂષણરૂપ છે.
જેઓની શ્રી જિનેશ્વરદેવના આગમને અનુસરતી દૃષ્ટિ નથી તેમનામાં કોઈ ગુણ હોતો નથી એમ નહિ, ત્યાં સારી વસ્તુ નથી હોતી એમ નહિ, એની સારી કરણીની અનુમોદના ન થાય એમ નહિ. પણ એ ગુણ, સારી વસ્તુ કે - સારી કરણીને લઈ મિથ્યામતિની પ્રશંસા ન થાય.
* ચાર ભાવનામાં બીજી ભાવના પ્રમોદ ભાવના છે. પહેલી મૈત્રી, બીજી પ્રમોદ, ત્રીજી કારુણ્ય અને ચોથી માધ્યશ્મભાવના. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં તે જોઈને આનંદ થાય એ પ્રમોદભાવના છે. પણ એ ગુણ તરીકે બહાર ક્યારે મુકાય ? જેનામાં ગુણ દેખાયો તેની દૃષ્ટિ સમ્યગુ થયા પછી જ. ગુણ જોઈ આનંદ થાય એ પ્રમોદ ભાવના છે. પણ અયોગ્ય સ્થળે રહેલા ગુણની પ્રશંસા એ સમ્યકત્વને દૂષિત કરનાર છે. ગુણ જોઈને આનંદ થવો એ તો સમ્યત્વને પોષનાર છે. પણ અયોગ્ય સ્થળના ગુણની પ્રશંસા સમ્યકત્વને દૂષિત કરે છે. પ્રમોદ ભાવના અને સમ્યકત્વનો ચોથો દોષ એ બેનો ભેદ બહુ વિચારવા યોગ્ય છે. સમ્યગુદૃષ્ટિ આત્માને જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં આનંદ થાય જ, ગુણ જોઈને તો એનો આત્મા ઉલ્લાસ પામે, આનંદનો અતિરેક પણ થાય, રોમરાજી વિકસ્વર પણ થાય, એની પ્રસન્નતાનો પાર પણ ન રહે પણ એ ગંભીર એટલો
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
670
બધો હોય કે મુખથી બોલતાં પહેલાં સો વખત વિચાર કરે. બધાના ગુણ હૈયામાં રાખે, ગુણ જોઈને નિરવધિ આનંદ થાય પણ પ્રશંસા તો યોગ્ય ગુણવાનની જ કરે. જેમ તેમ અને જેના તેના ગુણનાં વખાણ કરનાર તો પરિણામે ગુણનો ઘાતક બને છે.
ખરાબના પણ ગુણની પ્રશંસામાં વાંધો શો ?” એમ કહેનારને શાસ્ત્ર કહે છે કે એ રીતે બોલનાર ગુણનો રક્ષક, પૂજક કે પ્રેમી નથી પણ ગુણનો ઘાતક અને ખૂની છે; એને ગુણની કિંમત જ નથી. એ પોતે પણ અવળે માર્ગે જાય છે, બીજાને પણ અવળે માર્ગે લઈ જાય છે અને થોડું ઘણું પામ્યો હોય એ પણ હારી જાય છે; એ રીતે એમાં અનેક હાનિ રહેલી છે. પ્રમોદભાવના :
અયોગ્ય વ્યક્તિમાં રહેલા ગુણને વજન આપવાના અને પ્રકાશિત કરવાના પરિણામે આજે સન્માર્ગનો સંહાર થઈ રહ્યો છે. જ્યાં હીરા જડેલા હોય તે બધી " જ વસ્તુઓ માથે ન મુકાય. મોજડીમાં હીરા જડેલા હોય તો પણ એ પગે જ પહેરાય, માથે ન મુકાય. છતાં ગુણાનુરાગના નામે અજ્ઞાનીઓની આજે એવી જ દશા છે. ગુણાનુરાગની વાતો કરનારા એવાઓ, પ્રમોદભાવનાના મર્મને સમજી શક્યા નથી.
પ્રમોદભાવનાનો હેતુ ગુણપ્રાપ્તિનો છે. ગુણ, દેખીને આનંદ થવો, ગુણવાનના ગુણ ગ્રહણ કરવાની ઇચ્છા થવી, અન્યમાં રહેલા ગુણો ક્યારે મળે એ જ ભાવના રહેવી એ પ્રમોદભાવનાનું કાર્ય છે. પરંતુ એ ગુણવાન વ્યક્તિની પ્રશંસા તો, ત્યારે જ થાય કે જો એ વ્યક્તિ શુદ્ધ હોય કે શુદ્ધની જે પક્ષપાતી હોય, એટલે કે મિથ્યાત્વથી દૂષિત ન હોય. આજે ગુણના નામે અયોગ્ય વ્યક્તિની પ્રશંસાના પરિણામે સજ્જનોને હાનિ થઈ રહી છે, એટલું જ નહિ પણ ગુણનો જ નાશ થઈ રહ્યો છે; આ ચોથા ભયંકર દૂષણના પ્રતપે આજે શાસન ઘણી રીતે છિન્નભિન્ન થઈ રહ્યું છે.
ગુણનો રાગ કેળવતાં પહેલાં ગુણ, ગુણાભાસ અને અવગુણને ઓળખવા જોઈએ. કેટલાય ગુણો એવા હોય છે, કે તે ગુણરૂપે દેખાતા હોવા છતાં પરિણામે નાશક હોય છે. સમ્યગુદૃષ્ટિએ એટલા વિવેકી બનવાની જરૂર છે કે, સારી કરણી દ્વારા પણ અયોગ્ય વ્યક્તિ કદી પૂજાઈ ન જાય; અયોગ્ય વ્યક્તિ સારા દેખાવથી પણ કદી સમ્યગુદૃષ્ટિને ઠગી ન જાય. ડાહ્યા અને ચાલાક તથા કુશળ વહેપારીને ઉઠાઉગીર વહેપારી કે ગ્રાહક ગમે તેવા આડંબરથી પણ છેતરી
Page #122
--------------------------------------------------------------------------
________________
૭ઃ ચોથો દોષ એટલે સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર - 47
ન શકે. મોટી મોટી વાતોથી, કે સોનૈયાના દેખાવથી ડાહ્યો વેપારી અંજાય નહિ, “છેતરાય નહિ. પૂર્વે વસ્તુની પરીક્ષા આ ઢબે હતી.
એક દૃષ્ટાંત
671
૧૦૧
કહેવાય છે કે, ભેંસાશા નામનો મોટો શેઠ હતો. એ, એવો શ્રીમાન અને શાખવાળો હતો કે એના નામે ગમે ત્યાં જે માંગો તે મળે. એની માતા યાત્રાએ નીકળી ત્યારે સામગ્રી તો બધી લીધી છતાં માર્ગમાં ઘટે તો શું કરવું એમ પૂછતાં ભેંસાશાએ પોતાની મૂછનો વાળ આપીને કહ્યું કે, ‘તું ભેંસાસાની મા છે, આ મારા મૂછના વાળથી ગમે ત્યાં જે માંગીશ તે મળશે.' આ વાત એક બીજા માણસે સાંભળી, અને એ પણ પોતાની મૂછનો વાળ લઈને પૈસા લેવા ગયો. એણે વિચાર્યું કે દુનિયામાં મૂછના વાળના પણ પૈસા મળે છે, પણ એ અક્કલ ન રહી કે કોની મૂછના વાળના મળે ? એની કે શાખવાળાની ? એ બીજે ગામ ગયો અને મૂછના એક વાળ પર પૈસા માંગ્યા. પેલાએ એને વાંકો વાળ કહ્યો કે ઝટ એણે બીજો ચૂંટ્યો કે તરત પેલાએ તેને ઉઠાડી મૂક્યો. મૂછના વાળનો આ રીતે ઉપયોગ કરનારને રાતી પાઈ પણ ન મળે. મૂછ તો બધાને હોય છે પણ બધા મૂછાળા નથી હોતા ઃ ઘણા તો મૂછનો માત્ર ભાર જ ઉપાડનારા હોય છે.
સભા ઃ હવે તો મૂછો કાંઢી નંખાવાય છે.
એ વાત છોડી દ્યો. જેઓ મર્યાદા જ છોડે છે તેની વાત આપણે નથી કરતા. અત્યારે દુનિયાની વસ્તુઓનું વર્ણન નથી કરવું. જે આદમીને જે વંસ્તુની કિંમત નથી તેની આગળ તેનું વર્ણન એ બહે૨ા પાસે ગાણા ગાવા જેવું છે. ગુણો પણ સ્થાનમાં શોભે છે. અયોગ્ય સ્થાનમાં રહેલ ગુણ માટે હૃદયમાં ભલે આનંદ થાય પણ એ વ્યક્તિનું મહત્ત્વ ન વધારાય.
સભા: શ્રી કૃષ્ણ મહારાજે કૂતરાના દાંતનાં વખાણ કર્યાં હતાં ને ?
કૂતરું કુમત ફેલાવવા જવાનું હતું ? શાસ્ત્રમાં આવતી વાતો જે રીતે લેવાવી જોઈએ તે રીતે લેવાતી નથી, એ કારણે આવી મૂંઝવણ થાય છે. ગુણ જરૂર પ્રશંસવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય, પૂજવા યોગ્ય પણ અયોગ્ય સ્થળે રહેલો ગુણ પ્રશંસા યોગ્ય રહેતો નથી. હૃદયમાં ૨ખાય તો રાખો પણ વખાણ તો
ન જ કરાય.
સમ્યક્ત્વની યતના
સમ્યક્ત્વની યતનાઓમાં પણ આવે છે કે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા પણ અન્ય તીર્થકોએ ગ્રહણ કર્યા પછી ન પૂજાય કેમ કે અનેકના મિથ્યાત્વની વૃદ્ધિનું
Page #123
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કારણ છે. ડાહ્યો ગમે તે માનીને જતો હોય પણ ઇતર શું સમજે ? એ કાંઈ ઘેર ઘેર કહેવા જાય ? જે સ્થાને જવાથી બીજી ભાવના ઉદ્ભવે ત્યાં ન જવું. એથી મૂર્તિ પ્રત્યે અરાગ નથી પણ એ સ્થળ પ્રત્યે અરાગ છે. વિવેકહીનપણે જેના તેના ગુણની પ્રશંસાને શાસ્ત્રકાર ચોથો દોષ કહે છે. કેમ કે, એથી સમ્યક્ત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર થાય છે. આજે વીતરાગદેવ, સાચા નિગ્રંથ ગુરુ અને સાચા ત્યાગધર્મ પ્રત્યે અનુરાગ ઘટતો ગયો એ શાથી ? કહેવું જ પડશે કે અયોગ્ય સ્થળના ગુણોની પ્રશંસાના પ્રચારથી. આથી ગુણ પ્રત્યે વૈર કેળવાય છે એમ ન માનતા ! ગુણ પ્રત્યે પ્રેમ છે, પણ એ જરૂર કે હીરાથી જડેલી મોજડી માથે ન મુકાય. ઝવેરી પણ એમ ન કહે. સારી ચીજ પણ નાશકના હાથમાં જાય તો ભયંકર છે. દ્વાદશાંગી પણ મિથ્યાદષ્ટિના હાથમાં મિથ્યાશ્રુત થાય છે, નકામી બને છે અને ઊલટી હાનિ કરનારી થાય છે. જે હીરો તિજોરીને શોભાવે તે જ મોંમાં ઘાલે તો ? આબરૂ ગયા પછી આબરૂદાર, પોષક હીરાથી પોતાનો ઘાત કરે છે. જેની આબરૂ જવા બેઠી તેને બચાવવો હોય તો એના હાથમાંથી હીરાની વીંટી અને ખિસ્સામાંથી પૈસા લઈ લેવા તથા જે ઓરડામાં એ હોય ત્યાંથી કડું, ખીલો, દોરડું આદિ કાઢી લેવાં. જો ન લેવાય તો તે સઘળાનો દુરૂપયોગ કરશે. એ જ રીતે મિથ્યાદ્દષ્ટિમાં રહેલા ગુણો માટે આનંદ થાય પણ એ ગુણવાન છે એવી હવાનો પ્રચાર બહાર ન થાય.
૧૦૨
672
અયોગ્ય સ્થાને રહેલા ગુણ :
સમ્યક્ત્વ અંગે જેટલી વસ્તુ જરૂરી છે તેટલી આવશે તો જ સમ્યક્ત્વ દીપશે, બાકી ઓઘદૃષ્ટિએ ‘અમે સમ્યગ્દષ્ટિ' એમ માનવાથી કે કહેવાથી કલ્યાણ નથી. દૃષ્ટિ એટલી દીર્ઘ બનવી જોઈએ કે દરેક વસ્તુનાં પરિણામ પરખાય. સ્વયં ન આવડે તો જાણકા૨ને અનુસરવું જોઈએ. આજે તો અક્કલ થોડી અને ડહાપણનો પાર નથી. આજના માણસોને કોઈ સારા-સમજુની સલાહની પણ લગભગ ૫૨વા નથી. વ્યવહારમાં તો સલાહકાર, વડીલ, મોટા, રક્ષક, પાલક બધાને માને છે. કેમ કે, ત્યાં તો સાચવવું છે; એક ધર્મમાં એ બધાની જરૂ૨ નથી માનતા. કેમ કે, ધર્મની જરૂ૨ માની નથી.
ચોથા દોષમાં જ મોટી મુશ્કેલી છે. શંકા તો નજરે દેખાય એવી છે. કાંક્ષા પણ પરખાય કે પાર આવે. વિચિકિત્સાવાળાને આઘો કરાય. પણ ‘હું' તો ગુણાનુરાગી' ! એમ પચાસમાં કહે ત્યાં કોઈ સમજાવવા જાય એટલે તો બધા જ બોલી ઊઠે કે આ તો ટૂંકી દૃષ્ટિવાળા છે. ગુણરાગનો બચાવ કરવો ભયંકર છે. જ્યાં ત્યાં ગુણરાગના નામે પડતું મૂકનારનું કદી ભલું ન થાય. ‘વાપિ હિત
Page #124
--------------------------------------------------------------------------
________________
673 - ૭ ચોથો દોષ એટલે સમ્યકત્વનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૧૦૩ પ્રા' એ વાત કબૂલ છે. વિષ્ટામાં પડેલા ફૂલને કદી લોભવશાત્ કે ન છૂટકે લીધું, સાફ કરીને ઉપયોગમાં પણ લીધું. પણ ક્યાંથી લીધું ?' એમ કોઈ પૂછે તો “જાજરૂમાંથી' એમ કહેશો ? કહેશો તો સાંભળનાર કેવા કહેશે ? તુરત જ કહેશે કે મહેરબાનીની રૂચે એ સ્થાન ન બતાવો. સાંભળનારને ફૂલની સુંદરતાની અસર ન થાય પણ બીજી અસર થાય. ખરાબ સ્થળે રહેલી વસ્તુ ગમે તેવી સારી હોય; તો પણ એ સ્થળની પ્રશંસા તો કદી જ ન થાય. એની પ્રશંસા જે કરે તે પોતાના સમ્યત્વને કલંક્તિ કરનારા છે. દુનિયામાં આવાં અનેક દૃષ્ટાંતો છે બગલાનું ધ્યાન વખાણાય ? ચોટ્ટાની સુશિયારી અને ચતુરાઈ વખાણાય ? કહેવત છે કે “શાહુકારની બે અને ચોરનારની ચાર” “ખૂનીની નીડરતા વખાણાય ? સેંકડો જીવો તરફડતાં છતાં તલવાર ફેરવે જ જાય એની હિંમત વખાણાય? હિંમત, ચતુરાઈ વગેરે છે તો ગુણ પણ અયોગ્યોમાં રહેલા વખાણાય ? નહિ જ, કારણ કે, વેશ્યાની સુંદરતા, ચોરની ચતુરાઈ અને શેઠ આદિની સફાઈ ન જ વખાણાય; કેમ કે, એ ગુણ ખરા પણ સ્થાન ખોટું છે. - સજજન જાણે બધું પણ આચરે યોગ્ય જ; જ્યારે દુર્જન જાણે બધું પણ અમલ અયોગ્યનો જ કરે. સજ્જન અને દુર્જનમાં આ અંતર છે. અયોગ્યનો અમલ કરનારના ગુણો વિષ્ટામાં પડેલા ફૂલ જેવા છે અને એ અસ્વીકાર્ય છે. આગળ કહેવત હતી, શાહુકાર ધૂળમાંથી પૈસા ન લે કેમ કે એ તો ધૂળધોયાનું કામ. તેમાં એમની શાહુકારી વખાણાતી હતી. શેઠ શાહુકારોનાં વર્ણન ગ્રંથકારે લખ્યાં તે યોગ્યતા હતી માટે. અયોગ્યની લક્ષ્મીનાં વખાણ તો મદાંધ બનાવવા માટે છે. એ જ રીતે ગુણ માટે પણ સમજવું. એ જ કારણે ઉપકારીઓ કહે છે કે શ્રી જિનાગમથી વિપરીત જેની દૃષ્ટિ તે બધા મિથ્યાદૃષ્ટિ. એમાંથી કોઈ એકને ન લેવાય. કપિલાદિ બધા કુદર્શનમાં અને જૈનદર્શનમાં સમાન ભાવ રાખવો એ સમ્યત્વનું દૂષણ છે. બધાં દર્શન જો યુક્તિયુક્ત હોય તો એક જ દર્શનનું અનુયાયીપણું કેમ પકડો છો ! જૈન જ કેમ કહેવાઓ છો ? સર્વમતાનુયાયી કહેવાઓ ને ! શ્રી હરિભદ્રસૂરિ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા
મને વીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલ વગેરે પ્રત્યે દ્વેષ નથી. જેનું વચન યુક્તિવાળું છે તેને જ ગ્રહણ કરવું જોઈએ.” ૧. પક્ષપાતો જ એ વીરે, ર કેપઃ પારિપુ !
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ।।
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
674 આ પ્રમાણે કહે છે એ વાત સાચી છે : પણ એ પરમર્ષિ, “નમમ વીર;' કહે છે પણ નમામિ પરું !' એમ નથી કહેતા. જે લોકો એમનું એક જ વાક્ય લે છે અને બીજું નથી લેતા તેઓ શાસ્ત્રના ચોર છે; એવાઓને આ મહાપુરુષના વચનને બોલવાનો પણ અધિકાર નથી. વાક્ય બીજું અને ક્રિયા પોતાની એ કેમ પાલવે ? શ્રી હરિભદ્રસૂરિ કોણ હતા ? ચૌદ વિદ્યાના પારગામી હતા. પણ
જ્યારે સત્ય સમજાયું કે તરત વેદાંત છોડી જૈનશાસનને શરણે આવ્યા. પણ હું વિચાર સ્વાતંત્ર્યને માનનારો છું. ભલે વેદ મને માન્ય નથી પણ ઉત્તેજન તો આપવાનો જ.” એમ ન કહ્યું. ‘લુચ્ચાઈ મને ગમતી નથી. પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે એને ઉત્તેજન આપવાનો” એમ શાહુકાર કહે ? કદી એ સાબિત થાય અને પકડાય તો સજા ન થાય ? ભગવાન શ્રી હરિભદ્રસૂરિએ જૈનદર્શનના સ્વીકાર : પછી તમામ વિપરીત દર્શનનું ખંડન કર્યું છે. શાસ્ત્રોમાં અભવ્યનું વર્ણન છે, પ્રશંસા નહિ?
પ્રશ્ન અયોગ્યની પ્રશંસા ન જ થાય તો અભવ્યથી અનેક તર્યા એમ કેમ
કહ્યું?
શાસ્ત્ર એમ કહ્યું કે, અભવ્યોથી અનેક તર્યા; એ તો બનેલો બનાવ કહ્યો; અભવ્યથી અનેક તરી શકે એ વસ્તુરૂપ કહ્યું. પણ એમાં અભવ્યની પ્રશંસા ક્યાં આવી ? અભવ્ય પણ પોતાના અભવ્યપણાને અંદર રાખી પ્રભુએ કહેલા માર્ગને યથાર્થ દેખાડે છે અને બીજા પાસે આરાધના કરાવે છે તો બીજાને તારી શકે છે અને બીજા તરી શકે છે. અભવ્યથી ઘણા તર્યા એમ કહ્યું. પણ અભવ્યને સારો કહ્યો છે ? નહિ જ. કારણ કે અભવ્યના જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે. એના સંયમને અસંયમ કહ્યું છે અને એનો ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી એમ પણ કહ્યું છે. એના તપને પણ વખાણ્યો નથી.
શ્રી જિનેશ્વરદેવની રિદ્ધિસિદ્ધિ દેખી સ્વર્ગાદિકની અભિલાષાથી એ મળે તે માટે અભવ્ય સંસાર તજે છે, પોતે બાહ્ય ત્યાગનો સ્વીકાર કરે છે અને અનેકને ત્યાગમાર્ગે વાળે છે એથી અનેક તરે છે. આ જે બીના છે તેને શાસ્ત્ર કેમ છુપાવે ? અભવ્યના જ્ઞાન, સંયમ અને તપને સારું કહ્યું હોત તો આ પ્રશ્નને અવકાશ હોત પણ તેમ નથી. અભવ્ય છે એમ જાણ્યા પછી પણ માનવા અને વાંદવાનું કહ્યું હોત તો વાત જુદી હતી. પણ એમ નથી કહ્યું. શાસ્ત્ર તો કહ્યું કે, અભવ્યની નિશ્રામાં હજારો આદમી હોય પણ જ્ઞાનીને માલુમ પડે કે એ હજારો અભવ્યની નિશ્રામાં છે તો એ જ્ઞાની હજારોને જણાવી દે કે, “આ અભવ્ય છે, ત્યાજ્ય છે અને એમ જણાવીને એમને બચાવી લે છે. અભવ્યથી અનેક તર્યા કે તરે એ બનાવ, વસ્તુ-સ્વરૂપના વર્ણનનો છે. નહિ કે અભવ્યની પ્રશંસાનો.
Page #126
--------------------------------------------------------------------------
________________
65 – ૭ ચોથો દોષ એટલે સમ્યફ્ટનો સંહાર અને મિથ્યાત્વનો પ્રચાર-47 – ૧૦૫
કેટલાક કહે છે, કહોને કે અહીં એવો જ બીજો પ્રશ્ન થઈ શકે છે કે, દુનિયાનો વ્યવહાર પાપરૂપ લાગ્યો તો શાસ્ત્ર લખ્યો કેમ ? ઘર કુટુંબ પરિવારનું વર્ણન કર્યું કેમ? જવાબ એ છે કે, શાસ્ત્ર શું નથી કહ્યું? સાચું અને ખોટું બધું કહ્યું છે.
મન:પર્યવજ્ઞાની શું ન જાણે ? સભામાં બેઠેલાના મનમાંનું બધું ન જાણે ? જેટલું જાણે તેટલું કહે ? કહે તો પરિણામ શું આવે? અહિંસા જોય તો હિંસા શેય નથી ? શેય અને ઉપાદેય બેય શેય છે; સત્ય અને અસત્ય, અદત્તાદાન વિરમણ અને અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અબ્રહ્મ, અપરિગ્રહ અને પરિગ્રહ બધું શેય છે. બધાંનું શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. પણ હેયને હેય કહ્યું, ઉપાદેયને ઉપાદેય કહ્યું. ખોટાથી બચાવવા અને સાથે માર્ગે વાળવા વર્ણન તો બેયનું કરવું પડે. આમાં બધાની પ્રશંસા નથી. અભવ્યના જ્ઞાનને અજ્ઞાન અને સંયમને અસંયમ કહ્યું છે. એ સંયમના પાલનથી અભવ્ય નવ રૈવેયેક સુધી જઈ શકે. પણ એની મુક્તિ કદી ન થાય. અભવ્યને જાણ્યા પછી એની દેશના સંભળાય નહિ, એનાં વખાણ થાય નહિ ને એને સારો પણ કહેવાય નહિ. વર્તમાન સમય - મિથ્યાદૃષ્ટિની પ્રશંસા દોષરૂપ છે. ગુણને જોઈ પ્રમોદ થાય તેમાં વાંધો નથી. અયોગ્યના ગુણને મોટું રૂપક આપવાથી આજે બધી ધમાચકડી મચી છે. હજી પણ ઊંધ્યા કરશો, દુનિયાની આળપંપાળથી ઊંચા નહિ આવો, “હશે-હશે” ન કરીને ઘકેલ્યા કરશો તો પરિસ્થિતિ ભયંકર થશે. દિવસ જાય છે તેમ
પરિસ્થિતિ ભયંકર બને છે. અત્યારે એ સમય છે કે ભાગ્યવાન બચે. ભગવાન પાસે પ્રાર્થો કે એવા સંયોગ મળે કે સાધ્ય સાધી શકાય. વસ્તુસ્થિતિ બરાબર સમજાય, હૈયામાં બેસે તે છતાં પણ પ્રમાદ કરો તો તમારા જેવા કમનસીબ કોઈ નહિ. સમજ્યા છતાં વ્યવહાર. દુનિયા કે પોઝિશન પાછળ તણાઈ ધર્મ ન સેવો, શાસનસેવા ન કરો તો શાસ્ત્ર કહે છે કે કલ્યાણની કામના છે ક્યાં? વાત વાતમાં હું અને મારી પોઝિશન” કરનારને શાસ્ત્ર કહે છે કે એ ધર્મ પામ્યો જ નથી. આજે સમ્યગુદૃષ્ટિની મશ્કરી કરનારા પણ ઘણા છે. કોઈ એમને કહે કે, જૈનકુળમાં જન્મ્યા પછી આપણાથી આવી રીતે કરાય? તો તેઓ કહે કે “બેસ બેસ હવે સમ્યગુદૃષ્ટિના પૂંછડા દુનિયામાં રહીએ તો બધું કરવું પડે. આ સ્થિતિનું કારણ એ છે કે, “ધર્મને છોડીને પોતાપણાની ચિંતા ઘણી છે અને એ ધર્મને વફાદાર ક્યાં સુધી રહી શકે ? કહેવું જ પડશે કે, પોતાને માન-પાન,
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
676
સારી જગ્યા મળે ત્યાં સુધી; માલૂમ પડે કે હવે જગ્યા નથી કે તરત મહારાજને અને આગમને ખમાસમણા દઈ ચાલ્યો જાય.
ગુણરાગી કેટલો વિવેકી હોય ? બહારની ક્રિયાથી એ મૂંઝાય ? દાન, શીલ, તપ અને ભાવના સ્વરૂપને એ બરાબર સમજે કેમ કે એ દરેકની પાછળ અનેક પ્રકારના ભાવો કામ કરતા હોય છે. પ્રશંસા ક્યા દાનની ? વેપારી ગ્રાહકને ચા, પાય, પાન ખવરાવે એ દાન છે ?
સભાઃ “ઉચિત દાન નહિ ?”
ના ! મહેમાનને કે ઓળખીતાને ચા પાય એ હજી ઉચિત દાન. આ તો ચાના ગરમાવામાં મૂંઝાવી એની પાસેથી મનમાનતા પૈસા કઢાવવા માટે પાયે છે. એથી ઉચિત દાન પણ ન કહેવાય.
ગુણોનું માપ કાઢો. જેમાં તેનાં ગુણગાનથી તો દુનિયાનું ઊંધું વળે છે, આ દોષ ધર્મના સ્વરૂપથી અજ્ઞાન જૈન સમાજમાં રગે રગે પ્રસર્યો છે. પુણ્યવાન કોઈ વીરલા બચ્ચા હશે અયોગ્ય સ્થાને રહેલા ગુણની પ્રશંસાથી સ્વપરનો નાશ થાય છે માટે એનાથી અવશ્ય બચવું જોઈએ.
Page #128
--------------------------------------------------------------------------
________________
૮ : ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ વીરસં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૯, મહા સુદ-૨, શુક્રવાર, તા. ૩૧-૧-૧૯૩૦
48
• વિવેકનાશનું પરિણામ :
ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો ! • હિતની દરકાર વિનાની ક્ષમા : • આજની દશા : .
સાચા ગુણ મેળવવામાં જ મહેનત પડે છે : • સિંહની શૂરતા અને હાથીની સાવધાની :
પ્રીતિ અને ભીતિ ઉભય જોઈએ : • અવસરે બધું જ કામ લાગવું જોઈએ :
કોણ ક્યારે કલ્પતરુ, ક્યારે કંટકતરુ ? • ધર્મ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની : • યોગ્યને બધું જ હિતકર બને ! • ત્યાગની તૈયારી તો જોઈએ જ :
વિવેકનાશનું પરિણામ .
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી, શ્રીસંઘની મેરૂ સાથે સરખામણી કરતાં ફરમાવી ગયા કે, જેમ મેરૂની પીઠ વજરત્નમયી છે, તેમા શ્રીસંઘરૂપ મેરૂની પીઠ પણ સમ્યગ્દર્શનરૂપી વજરત્નમયી છે. મેરૂની પીઠની જેમ એ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. શંકાદિ દોષરૂપ વિવર (પોલાણ) ન હોય તો સમ્યગ્દર્શનરૂપ પીઠમાં દઢતા આવે. દોષ પાંચ છે એમાં શંકા, કાંક્ષા અને વિતિગિચ્છાનું સ્વરૂપ આપણે વિચારી ગયા. ચોથો દોષ મિથ્યામતિના ગુણની પ્રશંસા કરવી” એ છે અને એ દોષની વિચારણા ચાલી રહી છે. એ દોષના સેવનથી મિથ્યામાર્ગની પુષ્ટિ થાય છે. એથી જનતા સન્માર્ગને બદલે ઉન્માર્ગે દોરાયા છે. ગુણ તરીકે ગુણ જરૂર પ્રશંસાપાત્ર પણ.
જ્યાં ગુણ હોય તે બધા પ્રશંસાપાત્ર છે એ કાયદો નથી. ગુણની પ્રશંસનો નિષેધ નથી પણ અયોગ્ય વ્યક્તિની પ્રશંસાનો નિષેધ છે. ગુણના નામે અયોગ્ય વ્યક્તિને ઉદ્દેશીને પ્રશંસા ન થાય. ગુણની પ્રશંસાની હરકત નથી. પણ ગુણને
Page #129
--------------------------------------------------------------------------
________________
678
૧૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જોઈને જેની તેની પ્રશંસા કરતાં પહેલાં વિચારવાનું છે. કેવળ ગુણને વળગી ગમે તેવાની પ્રશંસાના પરિણામે આખી વસ્તુ બગડી જાય છે. અમુક ગુણને લઈને ગમે તેવી વ્યક્તિની પ્રશંસાના પરિણામે સામાન્ય આત્માઓ એને ગુણી માને, એની સલાહ માને અને પરિણામે સન્માર્ગને બદલે ઉન્માર્ગે જાય એ ભયંકર નુકસાન છે.
ગુણનાં વખાણ ચોવીસેય કલાક કરો, પણ વ્યક્તિની પ્રશંસા કરવામાં જરા થોભો. વ્યક્તિને જુઓ ! એની પ્રશંસા કરવાથી કોઈનું અહિત તો નહિ થાય ને ? એ વિચારો. તો જો એની પ્રશંસામાં નુકસાન ન દેખાય તો કરો; લાભ ન થાય તો કાંઈ નહિ પણ હરકત તો ન જ થવી જોઈએ.
વાતથી, પ્રશંસાથી સામો પામી જાય તો સારું, ન પામે તો કાંઈ નહિ. પણ નાશ ન થવો જોઈએ. એવી પ્રશંસા ન થાય કે જેથી દુર્ગુણી પૂજાઈ જાય. ‘કેટલો બધો ત્યાગ !' એમ કહેતાં પહેલાં એની પાછળ શું છે એ જુઓ, કહે છે કે ‘એ તો ન જોઉં’ તો એ કેમ નભે ? એથી તો ડુંગુરુ પોષાય છે. વેષ એ ગુણ છે પણ કોણ પહેરે તો ? વેષ મહત્ત્વનો જરૂ૨ પણ કોના માટે ? વેષના યોગે કેવળજ્ઞાન પણ કોને ? શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદિને ! શાથી કે વેષનો મહિમા એ પુણ્યાત્માઓના હૃદયમાં અંકાયો હતો માટે. સારી ચીજ ગુણ કોને કરે ? સારી ચીજ અયોગ્યને લાભ ન કરે. માટે એ ચીજ ખોટી નથી. મૂર્તિ જોઈને પણ અનેકનાં હૈયાં બળે છે માટે મૂર્તિ ખરાબ છે એમ ન કહેવાય. સારી ચીજ પણ અયોગ્ય પાસે જવાથી ઊંધું પરિણામ લાવે છે તો અયોગ્ય પાસેના ગુણની પ્રસંશા થાય તો હાનિનું પૂછવું જ શું ? પણ આજે આ વિવેક લગભગ નાશ પામ્યો છે અને એથી ભયંકર નુકસાન થઈ રહ્યું છે. ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો :
કહે છે કે, ‘કોઈના ગુણ ગાવામાં પણ દ્વેષ ? આવી ક્ષુદ્રતા ?' આની સામે આપણે કહીએ છીએ કે, ‘ભાઈ ! ગુણ ગાને !! ગુણ ગાવાની ના પણ કોણ પાડે છે ? પણ ગુણના નામે અયોગ્ય વ્યક્તિને વચ્ચે લાવવાની જરૂર શી છે ? જે વ્યક્તિ ભયંકર છે અને જે બનાવટી ગુણને સારી રીતે કેળવી જાણે છે, તેની પ્રશંસાથી ફાયદો પણ શો છે ? વધુમાં સમજો કે, જેને કુમત ફેલાવવો હોય છે તેની સમતા અજબ હોય છે !
દુનિયામાં પણ જે આખી પેઢી પચાવવા માંગે તેની ક્ષમા જેટલી ક્ષમા પેઢીના સાચા માલિકની ન જ હોય. પેઢી બથાવી પાડવા આવનાર તો બહુ ઠંડો હોય, જરાયે ઊંચો ન થાય; પેઢીવાળો એને ગાળ દે તોયે એ હાથ જોડે; અને કહે
Page #130
--------------------------------------------------------------------------
________________
679 – ૮ : ધર્મમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48 – ૧૦૯ કે “આવો વિશ્વાસઘાત ! તને સારો માણસ જાણી દસ્તાવેજ ન કર્યો, ખાતું પતરું ન કર્યું એનો આ બદલો ?' આથી પેઢીનો માલિક ચિડાય પણ પેઢીના માલિકની ગાળોથી પણ પેલો ઉઠાવગીર ન ચિડાય. કારણ કે એને ખોટી રીતે પારકી પેઢીને માલિક બનવું છે. એથી એ ઉઠાવગીરની ક્ષમા, શાંતિ, નમ્રતા અને દિીનતા પાષાણને પણ પીગળાવે તેવી હોય. વખતે એને જોનાર કોઈ કહે કે, “આ કેવો શાંત અને આ કેવો કઠોર !” તો એ સાંભળી પેઢીના માલિકને શું થાય ?' ખરેખર જેને ખોટી વાત ફેલાવવી હોય તે કદી ગુસ્સે ન થાય; કેમ કે એ સમજે છે કે મૂળમાં પોલાણ છે, ગુસ્સો કરીને રહું ક્યાં ? માટે એ આબાદ દંભ કેળવે, જ્યારે સાચાથી એવો દંભ કેળવી શકાતો જ નથી.
પાડોશી કહે કે, “કાંઈ નહિ, બાળક રૂએ છે, દવા ન પાવી’ પણ મા એ વાત કેમ માને ? મા તો બળાત્કારે પણ પાય, બાળકને પકડીને, રોવરાવીને, મોંમાં વેલણ ઘાલીને, બે પગ વચ્ચે એને દાબીને પણ દવા પાય. પાડોશી જેવી દયા અને ઉઠાવગીરો જેવી ક્ષમા ન ઇચ્છવી જોઈએ. ધ્વાથી દોડતો બાળક તો પાડોશીના ઘરમાં પણ પેસી જાય પણ મા ત્યાંથી પકડી લાવીને પણ દવા પાય.
સભાઃ “બાળકને મા કરતાં પાડોશી સારાં લાગે ને ?'
એ દવા પીવા પૂરતાં લાગે. જેને ખોટી વસ્તુ બહાર મૂકવી હોય એને ગુસ્સો ન આવે. એનામાં શાંતિ હોવી ઘટે. કેમ કે એને ચિડાવું ન પાલવે. ‘એક જ ભાવવાળો વેપારી ગ્રાહકની દાઢીમાં હાથ ન ઘાલે. જેને આનો બે આના નિયત નફો લેવો છે તે દાઢીમાં હાથ ન ઘાલે. પણ જેને આનો કહીને બાર આના લેવા હોય તે બધું કરે. ચોખ્ખા માલવાળો પલ્સી ન કરે પણ જેને બનાવટી દેવું હોય એ પલ્લી કરે. માલ દઈને પૈસા લેવા એમાં ધાંધલ શી ? એ તો ભાવ પણ લખી નાંખે. એકના બાર કરનારો બધું કરે પણ એ બાર મહિને એક તરફ બસો-પાંચસો વધારે કમાય તો બીજી તરફ એના હજાર ગુમાવે એ નિયમ છે અને અનીતિ નફામાં રહે. ખોટી વાત ફેલાવનારો સમતા ન રાખે તો એને ઊભું પણ કોણ રહેવા દે? કેમ કે યુક્તિ, શાસ્ત્રાર્થ કે દલીલમાં તો એ ટકે તેમ હોય જ નહિ. જુઠ્ઠાને ફાવવા માટે એવી ક્ષમા વગેરે ગુણો સિવાય છૂટકો નથી. આથી જ કહેવું પડે છે કે, “ગુણના નામે થઈ રહેલા દંભથી ચેતો.” હિતની દરકાર વિનાની ક્ષમા ઃ
ખોટાઓની ક્ષમા જ્યારે કૃત્રિમ હોય છે ત્યારે સાચાની ક્ષમા સ્વાભાવિક હોય છે. એટલે હિતના અવસરે એ ક્ષમા પણ ભયંકર રૂપ લીધા વિના નથી રહેતી. ઠેઠ સુધી એ ક્ષમાના નામે મરવા દે નહિ. શિખામણ દેનાર હિતૈષીની
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦ - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
680. મધુરું બોલવાની પણ હદ હોય છે. સમયે એ કડક થતાં પણ ન ગભરાય. જેને સામાના હિતની દરકાર નથી એ મરતાં સુધીયે ઠંડું બોલે; એ ગરમ થાય જ નહિ. કેમ કે, એને સામાના હિતની કશી પડી નથી. કુપથ્ય ખાતાં કોણ રોકે ? સાચો હિતેષી હોય તે જ. સાચો હિતૈષી ઝૂંટવી લે, ભાઈ કહીને લઈ લે અને એમ ન માને તો કાંડુ પકડીને પણ પડાવી લે.
સભાઃ “આજના વૈદ્યો એટલી દરકાર કરતા નથી.”: ' '
દરદી રોગી રહે તો તિજોરી ભરાય” એવી દૃષ્ટિ હોય ત્યાં એમ જ થાય બાકી દરદીનું સાચું હિત ઇચ્છનારા વૈદ્યો, કુપથ્યની તદ્દન ના જ પાડે અને દરદી ન માને તો એની દવા જ ન કરે; એવો વૈદ્યો પણ આજે પડ્યા છે. વ્યવહારમાં છતાં જેઓ પ્રમાણિક છે, જેમનામાં થોડી દયાની લાગણી અને થોડી પણ ધર્મબુદ્ધિ છે, તેઓ સામાનો ભયંકર વિશ્વાસઘાત કદી નહિ કરે, એ નિશ્ચિત વાત છે. સાચો વેપારી ઉઠાવગીર ગ્રાહક પ્રત્યે એકદમ લાલ થાય. જે એવા ગ્રાહકો સાથે કલાકો સુધી લમણાંફોડ કરે તેને જરૂર પ્રપંચી માનવો. પૈસા લઈ માલ આપવો. એમાં ખોટી માથાફોડ શી ? અયોગ્ય ગ્રાહક સાથે કલાકો સુધી માથાફોડ કરનારા પ્રાયઃ જુઠ્ઠા હોય છે. બાકી સાચાની દશા તો બધી જ વાતમાં જુદી હોય છે. આજની દશાઃ
પણ આજે વેપાર જ ક્યાં ? આજ તો સટ્ટા છે. ત્યાં પણ જુગાર ! લોકોએ, એ ધંધાને આજે મજેનો માન્યો છે. એ ધંધા બહારથી ફુરસદ દેખાડે છે પણ અંદર ચિંતાની ચિતા સળગાવે છે. આગળના લોકોને પેઢી પર બેસે ત્યાં સુધી ચિંતા; એ પણ એવી ચિંતા નહિ. સામાન્ય પ્રવૃત્તિરૂપ જ ફીકર. એમની આબરૂ અંત સુધી સચવાતી હતી. આજના લોકોની આબરૂ હથેલીમાં રમતી હોય છે. “જવાની નક્કી” એમ પોતે જાણે અને કહે કે, “રહી ત્યાં સુધી ભાગ્ય.” ઘણા સટોડિયા ખુલ્લું કહે છે કે, પચીસ વરસ આબરૂ ટકાવી એ અમારી હુશિયારી બાકી ગઈ એ જવાની તો હતી જ. કારણ કે, જવાનો તો ધંધો માંડ્યો જ હતો. આવી દશામાં ચોવીસે કલાક ચિંતાની ચિતા સળગતી જ હોય પછી ધર્મ હૃદયમાં પ્રવેશે શી રીતે ? પહેલાંના પુરુષો તે નિયત સમયે વેપાર કરે પછી અહીં તો નિરાંતે બેસતા. હૃદય ચોટતું એટલે ગુણનો વધારો થતો. આજે આવક થોડી અને ચિંતા ઘણી, કદી આવક ઘણી તો એની પાછળ જાવકનો પણ પાર નહિ, કારણ કે, એવી જાવક રાખ્યા વિના એમનું ટટ્ટ ચાલે પણ નહિ એ તો
Page #132
--------------------------------------------------------------------------
________________
681 – ૮ : ધર્મમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48 – ૧૧૧ આજની દશા. કેટલીક વખત બજારમાં રહેવા માટે બજારના માણસોને પણ ખુશ રાખવો પડે છે એ આજની દશા છે. સાચા ગુણ મેળવવામાં જ મહેનત પડે છેઃ - સાચો જ સાચી સલાહ આપે અને ત્યાં કટુતા પણ આવે. કટુતા ત્યાં જ આવે. અયોગ્યને ગુણ વરેલા છે કેમ કે બનાવટી છે. સાચાને ગુણપ્રાપ્તિ માટે મહેનત કરવી પડે છે; ત્યારે જુઠાને ગુણપ્રાપ્તિ માટે મહેનત નથી કરવી પડતી. કારણ કે, સાચાને સાચા ગુણ જોઈએ છે, ત્યારે જુઠ્ઠાને બનાવટી જોઈએ છે. નબળાને ક્ષમા શીખવી ન પડે. જ્યારે બળવાનને ક્ષમાનો અભ્યાસ કરવો પડે છે. નબળાને કોઈ ગાળો દે તોયે એ ન બોલે અને બળવાનને અભ્યાસ કરવો પડે કે રખે ગુસ્સો ન થઈ જાય. કારણ કે, બળવાનની ક્ષમા સારી હોય છે ત્યારે નબળાની ક્ષમા ખોટી હોય છે. નબળાને પોતાથી નબળો મળે તો એ, એના ઉપર ધાર્યો જુલમ ગુજારે : જ્યારે વિવેકી સબળ તો, જરૂર પડ્યે પોતાથી બળવાન પ્રત્યે ગુસ્સો કરે. પણ પોતાથી નબળા પ્રત્યે તો કરે જ નહિ. આથી મહેનત છે સાચા ગુણ મેળવવામાં જ. સિંહની શૂરતા અને હાથીની સાવધાનીઃ
સિંહનો ગર્જાવ, ત્રાડ તથા પૂછડું પછાડવું એ બધું હાથી સામે : બાકી શિયાળિયા તરફ તો એ જુએ પણ નહિ. જંગલી જાનવરોને જેટલી નિર્ભયતા સિંહ તરફની છે તેટલી નાના તરફની નથી. એમને (નાનાને) તો પરસ્પરનો બહુ ભય હોય છે. સામાન્ય બળવાનને પરસ્પરનો બહુ ભય હોય છે. બાકી મોટા બળવાનનો બહુ ભય નથી હોતો. સિંહની ત્રાડ એવી કે એનાથી બધા ભાગે એ વાત જુદી પણ ચોવીસે કલાકની નિર્ભયતા તો સિંહ તરફની જ હોય છે. સિંહ જ્યાં ત્યાં જાય જ નહિ, એ જેના તેના પર તરાપ મારે જ નહિ, જેને તેને નખના નખોરિયાં મારે જ નહિ. હાથીને પણ મગતરા માટે કાન હલાવ્યા કરવા પડે છે. પણ સિંહ માટે નહિ; એ ચોવીસે કલાક કાન હલાવે તે ક્ષુદ્ર મગતરા માટે. સિંહ તો ત્રાડ પાડી, પૂછડું પછાડી હાથીને ચેતવે પછી ત્રાપ મારે એટલે હાથીને સિંહ માટે ભયભીત રહેવું પડતું નથી. પણ મગતરા (મુદ્ર) માટે ચોવીસે કલાક એને કાન હલાવવા પડે છે.
એ મગતરું જરાક ફાવે, એને તક મળે, તો હાથીનો જીવ લઈ જાય, આથી ભય મુદ્ર તરફથી છે. હાથી પ્રમાદ કરે તો એને માથું જ ફોડવું પડે ! સિંહવૃત્તિ જરૂર કેળવો પણ સાથે સાવધાનતા પણ હાથી જેવી હોવી જોઈએ. નાનાની ફાવટમાં તો આબરૂ જાય. સિંહથી હાથી મરે એમાં એને દુઃખ ન થાય. કેમ કે
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 682 સાચા બળવાનના હાથે મરે છે, પણ મગતરાથી મરવું પડે ત્યારે માથું પછાડીને જ મરવું પડે. સિંહ જેવા શૂરવીર બનો અને હાથી જેવા સાવધ બનો. તમારા તરફથી ક્ષુદ્રને ભય ન જોઈએ. પણ એમનાથી સાવધ તો પૂરા રહેવું જોઈએ. ધર્મના દુશ્મનો માટે સિંહ જેવા બનો. પણ સાવધ હાથી જેવા બનો. આજે નથી સિંહ જેવી ક્રૂરતા અને નથી હાથી જેવી સાવધાની.
સભાઃ “સાહેબ ! સાવધાની તો ઘણી છે.”
છે પણ તે આ ખોખા (શરીર) માટે; એમાં તો એક્કા છો. પણ આ તો આત્માની વાત ચાલે છે : માટે જો આત્મા માટે સાવધ હો તો, ધર્મની હાનિ પહોંચાડવા ઇચ્છતા શુદ્રોને કહી દ્યો કે -
અમે તમારા જેવા કદી નહિ થઈએ, તમારું નહિ બગાડવાની કાળજી રાખીશું, અમારા સ્વાર્થ માટે પણ તમને હાનિ નહિ પહોંચાડીએ, બનશે ત્યાં સુધી ભલું કરીશું; આ અમારી સિંહવૃત્તિ છે. પણ છળ કરવા માંગશો તો નહિ ફાવો, અમે જીવતા છીએ, અમારામાં વિવેક વિનાની નરી સિંહવૃત્તિ જ નથી. પણ હાથી જેવી સાવધગિરિ પડે છે. વાસ્તવિક ગુણ-અવગુણ સમજાય તો આ બધું જ સહજ બને. પ્રીતિ અને ભીતિ ઉભય જોઈએ ?
રાજામાં “ભીમપણું અને કાંતપણું' આ બેય ગુણ જોઈએ. એની એક આંખમાં પ્રીતિ હોય અને એક આંખમાં ભીતિ હોય. જેની બેય આંખ કડવી કે બેય આંખ મીઠી હોય એ રાજા, રાજા તરીકે જીવે નહિ. એ જ રીતે ધર્મી કે જેની એક આંખમાં કઠોરતા અને એક આંખમાં મૃદુતા હોય. અમી પણ ઝરે અને અગ્નિ પણ ઝરે. ધર્મવિરોધી એને દેખીને કંપે જ્યારે સામાન્ય આત્મા એને મળવાને ચાહે.
કવિએ કહ્યું કે, “મીમાન્તપુછો રાના' - રાજા તદ્દન ભીમ પણ નકામો અને તદ્દન કાન્ત પણ નકામો. જગતમાં સર્જન અને દુર્જન બેય છે અને એ બેયની વચ્ચે જીવવું છે તો એક ગુણે કેમ જ નભે ? શ્રી જિનેશ્વરદેવની વાણીમાં પણ એ તાકાત છે – પોતે વીતરાગ છતાં એમની વાણીમાં પણ એ તાકાત છે કે ત્યાં કલ્યાણાર્થી ઝૂકે અને સંસારાર્થી ધ્રૂજે. દરેકેદરેક યોગ્ય વ્યક્તિમાં બે ગુણ જોઈએ, ધર્મીની સાથે ધર્મી તથા અધર્મી જે રીતે વાત કરી શકે તે જ રીતે જો ધર્મવિરોધી પણ કરી શકે તો ત્યાં ધર્મ છે જ નહિ એમ માનવું પડે. ધર્મીને ધર્મી ભેટી શકે, અધર્મી મજેથી પાસે આવી શકે. પણ ધર્મવિરોધી તો એની છાયા
Page #134
--------------------------------------------------------------------------
________________
: ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48
પણ ન જોઈ શકે; એ તો કંપે. રાજા ટૂંકનો બેલી અને શ્રીમાનનો સાથી પણ લૂંટારાનો તો કાળ. રાજા, રંક માટે ભંડાર ખુલ્લા મૂકે અને કહે કે તમારા દ્વારા તો મારા ખજાનાની સાર્થકતા છે. શ્રીમાનને પાસે બેસાડે અને કહે કે, તમે તો મારા રાજ્યની શોભા છો; પણ લૂંટારાઓને તો કહે કે, ‘તમે તો કોટડીના માલિક છો.' જે રાજાને રંક પ્રત્યે રહેમ નથી, પોતાના જેવો ગમતો નથી અને લૂંટારા પ્રત્યે કડકાઈ નથી તે રાજ્ય શી રીતે ચલાવે ? આ દૃષ્ટાંત બધે જ ઘટાવાય. એટલે સંઘળી યોગ્ય વ્યક્તિઓ માટે આ દૃષ્ટાંતનો ઉપયોગ થાય. અવસરે બધું જ કામ લાગવું જોઈએ ઃ
683
૧૧૩
વસ્તુ માત્રને યથાસ્થિતપણે દર્શાવનારું શ્રી જૈનશાસન સદાને માટે જયવંતુ છે. એની સામે કોઈ આંગળી ચીંધી શકે તેમ નથી. એની સામે આંગળી ચીંધનારાઓ એક ક્ષણ પણ ટકી શકતા નથી. એની સામે થનારને રોકનાર અનેક છે. જે કમનસીબને રોકનાર ન મળે તેને સ્વયં પાછું પડવું પડે તેમ છે. પર્વત સામે હાથી દોડ્યો જતો હોય તો સામે કોઈ ડાહ્યો મળે તો વાળે અને વળે. પણ જો વાળનાર ન મળે તો ટિચાઈને, દાંત પાડીને અને લોહીલુહાણ થઈને પાછો વળે : બાકી એનામાં એ તાકાત નથી કે, એ પર્વતને ભેદી જાય. શ્રી જૈનશાસન પણ સુગિરિની માફક અપ્રકંપ્ય છે. ગાંડા હાથીને વાળનાર સજ્જન હોય તો એને ઓછું વાગે. સજ્જન હયાત હોય તો ગાંડા હાથી જેવાઓને બચવવાની એમની ફરજ છે જ. એ વખતે તન, મન, ધનની કિંમત ન અંકાય. સામગ્રી જો સમયે કામ ન આવે તો એ ધૂળમાં જ મળેલી છે. વસ્તુ, સમયે કામ લાગવી જોઈએ. આદમી જીવતો હોય ત્યાં સુધી બધાં ઔષધ કામ લાગવાં જોઈએ; મૂઆ પછી વૈદ્ય કહે કે, ઘણું હતું તો શા કામનું ? એ લઈ ગયો હોત અને દરદીએ ન ખાધાં હોત તો હજી એ ક્ષન્તવ્ય ગણાય. સાચો વૈદ્ય હિતકર ઔષધ જેમ પાયા વગર રહે જ નહિ, તેમ સજ્જનોએ, ઉન્માર્ગે જતા આત્માઓને બચાવવા માટે સઘળું કરી છૂટવું જ જોઈએ.
કોણ ક્યારે કલ્પતરુ, ક્યારે કંટકતરુ ?
‘જ્ઞાની, સત્તાધીશ, રૂપવાન, બળવાન અને લક્ષ્મીવાન એ પાંચ કલ્પતરુ છે. શ્રી તીર્થંકરદેવમાં પાંચે વસ્તુ હતી. જ્ઞાન તો ગર્ભથી જ ત્રણ હોય છે. રૂપ એવું હોય છે કે એની પાસે અનુત્તર વિમાનના દેવોનું રૂપ પણ અંગારા જેવું લાગે. કારણ કે એ તારકોનું રૂપ એનાથી પણ અનંતગણું છે; સત્તા ત્રણ લોકની છે, ઇંદ્રો પણ એમને હાથ જોડે છે. લક્ષ્મી કેટલી ? તો કહે પાર વિનાની. બળ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
684 'કેટલું ? તો કહે પૃથ્વીને ઊંધી-ચત્તી કરે એટલું. જગતનો નાશ તથા ઉદ્ધાર કરવા એ તારકો સમર્થ હોય છે.
જ્ઞાની કલ્પતરુ ખરો પણ કયો ? ઉપકારીઓ ફરમાવે છે કે વિનીત જ્ઞાની કલ્પતરુ. વિનીત તે કહેવાય કે જે આત્માને લાગેલાં કર્મના ક્ષયમાં પ્રયત્નશીલ હોય. કર્મને ભેળાં કરવા પ્રયત્ન કરે એ જ્ઞાની તો કંટકતરુ એને તો જેનો હાથ અડે એને લોહી નીકળે. જે એનાથી ભટકાય તે લોહીલુહાણ થાય, એમાં જે ફસાય તે બહાર ન આવે. ત્રણ જ્ઞાનના એ ધણી પણ કેવળજ્ઞાન થયું ત્યાં સુધી કંઈ ન બોલે, એ નાનીસૂની વાત છે ? મતિ, શ્રુત, અવધિ અને દીક્ષા પછી તો ચોથું મન:પર્યવજ્ઞાન થાય છે. આ રીતે ચાર જ્ઞાનના ધણી, જે સામાના મનના પર્યાય પણ જાણે છતાં કેવળજ્ઞાન થાય ત્યાં સુધી પ્રાયઃ મૌન જ સાચવે. મહિનાઓ સુધી ઊભા ઊભા ઘોર ઉપસર્ગો સહે અને આપત્તિની દરકાર પણ ન કરે, એ કેવો યોગ્ય પ્રયત્ન ! અદ્ભુત રૂપ સાથે સદાચાર પણ અભુત. અનુપમ સત્તાવાન હોવા છતાં ગોવાળિયા જેવા ઉપસર્ગ કરી જાય તો પણ તારકને પોપચું ઊંચું કરવાનું મન ન થાય. બળ એટલે કે પોપચું ઊંચું કરે તો પહાડ તૂટે. પણ કદી તેમ કરવાનું જ નહિ. લક્ષ્મીને મારી કહીને તિજોરીમાં ભરી રાખી નહિ પણ છૂટે હાથે દીધી.
આ પાંચે વસ્તુનો સમાગમ શ્રી તીર્થંકરદેવમાં હોય છે.
જ્ઞાની વિનીત હોય તો કલ્પતરુ, નહિ તો કંટકતરુ છે. રૂપવાન સદાચારી હોય તો કલ્પતરુ પણ દુરાચારી હોય તો કંટકતરુ છે. સત્તાધીશ નીતિમાર્ગે હોય તો કલ્પતરુ પણ અનીતિના માર્ગે હોય તો કંટકતરુ, બળવાન ક્ષમાશીલ હોય તો કલ્પતરુ, નહિ તો એ પણ કંટકતરુ. લક્ષ્મીવાન ઉદાર હોય તો કલ્પતરુ નહિ તો એ પણ કંટકતરુ. ધર્મ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની
શ્રી જૈનશાસનમાં રાજા, શ્રીમાન, ધર્મી થવું એ બધું જ કઠિન. આ શાસનમાં બધું જ કઠિન છે. એ જ કારણે આ શાસનમાં જે હોય તે લાયક હોય પણ ઉદ્ધત ન હોય; બાહોશ હોય પણ બેહોશ ન હોય. શ્રી જિનેશ્વરદેવના શાસનનો શ્રીમાન, વસ્તુનો વિચાર વિના વ્યય કરનાર ન હોય તેમ વ્યય સમયે મૂઠી વાળનાર પણ ન હોય. મહારાજા શ્રી કુમારપાળની દયા એટલી કે નાના જંતુને પણ કોઈ મારે નહિ એવી ઉદ્ઘોષણા કરાવી; પણ એ જ આજ્ઞા ભાંગનાર માટે બધી સજા તૈયાર; એને છોડતા નહિ. ,
Page #136
--------------------------------------------------------------------------
________________
૮ : ધર્મીમાં પ્રીતિ અને ભીતિ બેય જોઈએ - 48
૧૧૫
એકલા કાન્ત, મીઠાં સાકર જેવા, અહીં પણ ઠીક ને તહીં પણ ઠીક કહેનાર માર્ગસ્થ હોઈ જ નથી શકતા. એવાઓ તો ઉન્માર્ગગામીઓની પ્રશંસા અને સન્માર્ગગામીઓની નિંદા કરી પોતાના આત્માને મલિન કરનારા જ હોય છે. આ શાસનની સઘળી જ વસ્તુ પામવી એ પણ કઠિન છે અને આરાધવી એ પણ કઠિન છે માટે જ યોગ્યતા જોવાની વિધિ ઉપકારીઓએ ફરમાવી છે.
685
એ વિધિના પાલનથી જ શાસનનો વિજય છે. ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી પાસે પાંચસો જણા ભણવા આવ્યા; ચારસો નવાણું ચાલ્યા ગયા, એક રહ્યા એમણે પણ ચૂક કરી કે ‘અયોગ્ય’ કહી ના પાડી. હોય તે લાયકને જ અપાય એમ તે તારક માનતા હતા. પણ જ્યાં ત્યાં ફેંકાય એમ નહોતા માનતા.
યોગ્યને બધું જ હિતકર બને
ઃ
અર્થ અને કામ એકાંતે અનર્થકર છે. પણ યોગ્ય પાસે હોય તો હિતકર પણ બની શકે છે. સમ્યગ્દષ્ટિની સાધનસામગ્રી મોટે ભાગે હિતમાર્ગે જ યોજાય છે.
પાત્રે પડેલી વસ્તુ સારું જ ફળ આપે. વિગઈ વિકાર કરે. પણ મુનિને દાન દેતાં શ્રાવક એ ન વિચારે, કેમ કે, મુનિ એ ઉત્તમ કોટિનું સુપાત્ર છે. પાત્રમાં વિગઈ વિષયાસક્તિ ન કરે. પણ વિગઈના યોગે પુષ્ટ થયેલો સંયમી પોતાનો અને શાસનનો પણ ઉદ્ધાર કરે.
ત્યાગની તૈયારી તો જોઈએ જ ઃ
સાધર્મિક ભક્તિ કરનાર, ‘સાધર્મિકને કેસરિયા મોદક પચશે કે નહિ’ એવો વિચાર ન કરે; એ વિચાર જમનાર કરે પણ જમાડનાર ન કરે. શ્રી જૈનશાસનને પામેલા આત્માઓ, તેવા આસક્ત ન હોય. એ પુણ્યાત્માઓમાં વિરતિ અને ત્યાગ ન હોય તે નભે પણ તેઓમાં ત્યાગની તૈયારી ન હોય એ ન નભે. શાસન માટે ઘર પણ આપી દેવાની તૈયારી જોઈએ. લશ્કરમાં સૈનિકને જિંદગીભર પગાર મળે છે તે એની પાસે રોજ કામ નથી લેવાતું, એ તો મોજ કરે. પણ જિંદગીમાં બે-પાંચ ટાઇમ એવા આવે કે, જેમાં જીવનનો સોદો હોય. એ વખતે જે સૈનિક ઊભા ન રહે એની ખબર એ સત્તા બરાબર લે.
ડાહ્યાને સારા માણસ પોષે તે અવસરે કામ માટે. એ જ રીતે શ્રી જૈનશાસન પામેલા રોજ ભલે ત્યાગ ન કરી શકે, પણ ત્યાગના સમયે, જ્યારે ત્યાગ માટે માંગણી થાય ત્યારે તો એ તૈયાર જોઈએ જ. તે વખતે ‘શું કરવું ?’ એમ પૂછવા ન અવાય.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૯
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી કુમારપાળ મહારાજા, રાજ્યાદિના ત્યાગી નહોતા, પણ કંટકેશ્વરીને તાબે ન થયા. કંટકેશ્વરીએ કહ્યું કે, “રાજ્ય પાયમાલ થશે, તારા પ્રાણ જશે.” કુમારપાળે કહ્યું, ‘તેની પરવા નથી, રાજ્ય ભલે જાય પણ ધર્મ રહેવો જોઈએ, મને પ્રાણની પરવા નથી.” એ જ રીતનો એક બીજો પ્રસંગ. શ્રી હેમચંદ્રસૂરિ ગ્રંથો રચતા અને લહિયાઓ તાડપત્ર પર લખતા. એક વખત તાડપત્ર ખૂટ્યાં. શ્રીકુમારપાળ મહારાજે વિચાર્યું કે, “ગુરુ પુસ્તક નવાં રચે અને હું, લખવા તાડપત્ર પણ પૂરાં ન પાડી શકું ?' એમણે અભિગ્રહ કર્યો કે, “જ્યાં સુધી તાડપત્ર પૂરાં ન પડાય ત્યાં સુધી અન્ન-પાણીનો ત્યાગ.” શું આ બધું ત્યાગની તૈયારી વિના શક્ય છે ? નહિ જ, માટે પ્રભુશાસનને પામેલામાં ત્યાગની તૈયારી તો જોઈએ જ. ધર્મના પ્રભાવે વૃક્ષોને હાથ લાગતાં અન્ય જાતિનાં વૃક્ષો તાડનાં વૃક્ષો બન્યાં. આ બનાવ પાટણમાં બનેલો.
સભા: ‘એ જ પાટણ આ ?” હા ! એ જ પાટણ આ.
એ બનાવથી સમજો કે, ધર્મ માટે કરેલી મહેનત, વાપરેલા પૈસા, કરેલી દોડધામ કદી નિષ્ફળ ગઈ નથી, જતી નથી અને જશે પણ નહિ. આથી હયાત સાધનસામગ્રીનો લાભ લેવાય તેટલો લઈ લ્યો, બાકી સાધનસામગ્રી ગયા પછીનો પશ્ચાત્તાપ નિષ્ફળ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા
વીર સં. ૨૪૫૬, વિ.સં. ૧૯૮૬, મહા સુદ પ્ર. ૩, શનિવાર, તા. ૧-૨-૧૯૩૦
• ગુણરાગીએ કેવા બનવું જોઈએ ?
·
શ્રી જૈનદર્શન જ એક સર્વાંગ સત્ય છે : રત્ન તો રત્નાકરનું જ :
• વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શનમાં જ :
♦ એ જ કારણે અન્ય દર્શનની પ્રશંસા, એ પણ દોષ છે :
♦ ભાડૂતી લેખકો, ભાટ અને ભાંડથી પણ ભૂંડા :
49
ગુણરાગીએ કેવા બનવું જોઈએ ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની સ્તુતિ કરતાં શ્રીસંઘને સુરિિગર સાથે સરખાવે છે. ‘સુરિગિરની પીઠ, જેમ શ્રેષ્ઠ વજ્રરત્નની છે : તેમ શ્રીસંઘરૂપ સુરગિરિની પીઠ પણ; સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજ્રરત્નમયી છે.’ એમ સૂત્રકાર પરમર્ષિ ફરમાવી ગયા. એ સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમયી પીઠને દૃઢ બનાવવા તેમાં દોષરૂપ વિવર ન પડવા દેવાં જોઈએ. જો તેમ થાય તો જરૂર તેમાં કુમતવાસનારૂપ પાણી પ્રવેશે અને તે પીઠ પોલી થાય. તે માટે. પીઠને દૃઢ રાખવા ઇચ્છનારા આત્માએ, ‘શંકા' આદિ પાંચ દોષોનો ત્યાગ કરવો જોઈએ એમ સૂત્રકા૨ ૫૨મર્ષિ ફ૨માવે છે. એ પાંચ દોષો પૈકીના શંકા, કાંક્ષા અને વિતિગિચ્છા.’ આ ત્રણ દોષો આપણે વિચારી ગયા અને ‘મિથ્યામતિના ગુણની પ્રશંસા' નામના ચોથા દોષનું વર્ણન ચાલે છે.
મિથ્યામતિમાં પણ ગુણ તો હોઈ શકે છે. પણ એ ગુણ વાસ્તવિક રીતે પ્રશંસાપાત્ર નથી. એ ગુણથી સમ્યગ્દષ્ટિ આત્માને આનંદ જરૂ૨ થાય. એ ગુણ પોતાના જીવનમાં ઉતારવાની ભાવના પણ સમ્યગ્દષ્ટ આત્માને જાગે પણ એ ગુણને લઈને જેનામાં એ ગુણ હોય તેની, ઉન્માર્ગનો પ્રચાર થાય એ રીતની પ્રશંસા તો ન જ કરાય. આથી સ્પષ્ટ છે કે, આપણને, ગુણ સાથે વાંધો નથી પણ વ્યક્તિ સાથે વાંધો છે : કારણ કે, જે ગુણથી સમ્યગ્દષ્ટિ આત્મા હિત સાથે છે તે જ ગુણથી મિથ્યાદૃષ્ટિ આત્મા, અહિત સાધે છે ઃ તે માટે એવા ગુણવાનની પ્રશંસા ન થાય કે જેના પરિણામે અન્ય આત્માઓ, અયોગ્ય માર્ગે ચઢી જાય. જો
Page #139
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ રીતની પ્રશંસા કરવામાં આવે તો એ રીતની પ્રશંસા કરનાર, બીજાઓને ઉન્માર્ગે ચડાવવાના પાપનો પણ ભાગીદાર થાય. એ જ કા૨ણે ગુણરાગી બનનારે વિવેકી, પરીક્ષક અને વિચારશીલ બનવું જોઈએ તથા દેખાવમાત્રના ગુણમાં રાચવા ન મંડી પડવું જોઈએ. દેખાવમાત્રના ગુણમાં રાચી પડવું એ વિવેક નથી પણ અવિવેક છે.
૧૧૮
688
સજ્જનના ગુણો જેટલા પ્રમાણમાં હોય તેટલા જ બહાર આવે અને દુર્જનમાં ગુણો હોય થોડા પણ દેખાય ઘણા કેમ કે, એનો આડંબર તો પોતાની જાતને પૂજાવવાનો હોય છે. એ કારણે ગુણરાગી, દેખાવમાત્રથી લોભાય તો કદી પણ સન્માર્ગે ન ટકી શકે. હિતના અર્થીઓએ, પોતાને સન્માર્ગમાં સ્થિર રાખવા તથા બીજા ઉન્માર્ગે ન ચઢે એ માટે ‘ગુણ, પણ કોનો છે.?’ એ અવશ્ય જોવું જોઈએ. આ જ કારણે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત જેની દૃષ્ટિ તે બધાય મિથ્યાદષ્ટિ છે અને એવા આત્માઓના ગુણની પ્રશંસા કરવી એ સમ્યક્ત્વનો ચોથો દોષ છે. આથી સ્પષ્ટ છે કે, મિથ્યાદૃષ્ટિ વિદ્વાન અને શક્તિસંપન્ન હોઈ શકે, પણ એની વિદ્વત્તા જ્ઞાન કોટિની નથી હોતી. પણ અજ્ઞાન કોટિની હોય છે અને એની શક્તિ સદ્ગુણ કોટિની નથી હોતી. પણ દુર્ગુણ કોટિની હોય છે. ઘોર મિથ્યાદૃષ્ટિ, પોતાના જ્ઞાન, શક્તિ અને ક્ષમા આદિ ગુણોનો ઉપયોગ આત્મહિત માટે નથી કરી શકતો. ‘દ્વીપાયને, તપની શક્તિનો ઉપયોગ શામાં કર્યો ?' એ તો તમે જાણો જ છો. ખરેખર સદ્ગુણ પચાવવા માટે દૃષ્ટિ શુદ્ધ જોઈએ; નહિ તો એ ગુણને દુર્ગુણ બનતાં વિલંબ નથી લાગતો : એ જ કારણે ગુણરાગી, સ્વ-પરનો ઘાત થાય એવી પ્રશંસા ન કરે. આ કથનથી એ વાત પુરવાર કરવાની જરૂર નથી જ રહેતી કે, ‘સાચાને ખોટું મનાવવા આ શાસ્ત્રકાર માગતા જ નથી.' કારણ કે, જો એમ હોત તો તો એ ઉપકારીઓ, ‘ત્યાં ગુણ જ નથી અથવા તો અમુક જ સાચા.' એમ જ કહેત : પણ એમ નહિ કહેતાં આ તો કહે છે કે ગુણ તો અવશ્ય હોય, ત્યાં પણ ઉદારતા, સદાચાર, તપ, ભાવના પણ હોય : પણ એ ગુણથી, એ મુક્તિની સાધનાને બદલે સંસારની સાધના કરે છે : માટે એ ગુણો, જેવું ફળ આપવું જોઈએ તેવું ફળ નથી આપી શકતા : એથી જ એ ગુણોને લઈને એ ગુણના સ્વામીઓ, પ્રશંસાપાત્ર રહેતા નથી. એક મિથ્યામતિના ગુણની કે સઘળા મિથ્યામતિના ગુણની અને એક દર્શનની કે સર્વદર્શનની પ્રશંસાથી સમ્યક્ત્વમાં દોષ લાગ્યા વિના રહેતો નથી એ જ કારણે ગુણરાગીએ, ખૂબ જ સાવધ ૨હેવું જોઈએ અને ચકોર વિવેકી બનવું જોઈએ.
Page #140
--------------------------------------------------------------------------
________________
689 – ૯ર જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49 - ૧૧૯ શ્રી જૈનદર્શન જ એક સર્વાગ સત્ય છેઃ સભાઃ “જેમ જૈનદર્શન ઉત્તમ છે તેમ બીજાં પણ દર્શનો સુંદર છે, યુક્તિયુક્ત
છે, એ દષ્ટિએ એની સ્તુતિ કરવામાં હરકત શી ?” સુંદર તેમ જ યુક્તિયુક્ત જ હોય તો તો પ્રશંસા કરવામાં કશી જ હરકત નથી. પણ એવું એક પણ દર્શન હોવું જોઈએ ને ? અને જો સઘળાંય દર્શનો એવાં જ હોય તો તો એ સઘળાંય સેવવાને આપણે બંધાયેલા જ છીએ. અમુક ચીજ આપણી છે માટે સેવવી અને અમુક પારકી છે માટે ન જ સેવવી એવા આંધળા પક્ષપાતી આપણે નથી.
જૈનદર્શનને પામેલો, પોતાની મરજીમાં આવે એને જ પૂજે એમ નહિ; એણે તો ગુણવાન માત્રને પૂજવા જોઈએ. મરજી ન હોય તો પણ ગુણવાનને પૂજવાની તો એની ફરજ છે. “આંને જ માનું' એમ તો મિથ્યાષ્ટિ કહે પણ સમ્યગુદૃષ્ટિ એમ ન જ કહે. કારણ કે, આ શાસનને પામેલાએ તો યોગ્ય હોય એ સર્વને માનવા પડે. મરજીમાં આવે એને માને એવી છૂટ અહીં નથી. વધુમાં જો બધાં જ દર્શન યુક્તિયુક્ત, વાસ્તવિક અને સત્ય જ હોય તો આપણે શ્રી જૈનદર્શનના જ અનુયાયી શું કામ કહેવરાવીએ ? શા માટે સર્વ દર્શનના અનુયાયી. ન કહેવરાવીએ ? જે વસ્તુ યુક્તિયુક્ત હોય તેને ન માનવાની છૂટ સમ્યદૃષ્ટિ આત્મા લઈ શકે તેમ નથી; જો એવી છૂટ લે તો મિથ્યાષ્ટિમાં અને એમાં ફેર પણ શો ? ત્યાં કુલપરંપરાનો બચાવ ન ચાલે. કુલપરંપરામાં પણ સાચું હોય તે જ મનાય પણ ખોટું ન જ મનાય. બધાંય દર્શન જો યુક્તિયુક્તિ જ હોત તો એકાંતે ગુણના જ પૂજારી એવા આપણા પૂર્વાચાર્યો, પોતાને જૈનાચાર્યો” તરીકે ઓળખાવતાં “સર્વદર્શનાચાર્યો' તરીકે જ ઓળખાવત : પણ એમ હતું જ નહિ. એ જ કારણ કે કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, માધ્યશ્મના ડોળથી સર્વદર્શનને યુક્તિયુક્ત કહી એની સ્તુતિ કરવી એ પણ સમ્યકત્વમાં દૂષણ છે. આથી સ્પષ્ટ જ છે કે, આ વિશ્વમાં સર્વાગ સત્ય દર્શન કોઈ પણ હોય તો તે એક શ્રી જૈનદર્શન જ છે. રત્ન તો રત્નાકરનું જ ઃ
સભાઃ “આટલાં બધાં દર્શનો છે, એમાં શું જરાય સારાપણું નથી ?'
શ્રી. જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનોમાં બિલકુલ સારાપણું નથી એમ નથી જ; પણ વ્યવહાર (દુનિયા)નો નિયમ છે કે, નદી-નાળામાંથી કદી રત્ન નીકળી તો તે પણ રત્નાકરના જ ગણાય. રત્નાદિક નીકળી જાય માટે એ નદી
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- 690 નાળાનાં ન કહેવાય અથવા નદી નાળાંને રત્નાકર ન કહેવાય. કહેવું જ પડે કે રત્ન તો રત્નાકરમાંથી જ નીકળે પણ બીજેથી હાથ આવે તો પણ માનવું કે પાણીની છોળ ભેગાં આવી ગયેલાં તે નીકળ્યાં. બીજેથી નીકળે જ નહિ એવો આગ્રહ નથી. પણ એ રત્નો નીકળ્યાં તે તો રત્નાકરનાં જ. તેમ અન્ય દર્શનોમાં જે સારાપણું આવ્યું છે. તેમાં પણ પ્રભાવ મૂળ વસ્તુનો છે, પણ જ્યાં સારાપણું આવ્યું છે તેનો નથી. અન્ય દર્શનમાં સારી વસ્તુ છે પણ તે શ્રી જૈનદર્શનની છે. એથી ત્યાં રહેલી વસ્તુ સારી છે પણ તે સ્થાન સારું નથી. અન્ય દર્શનોમાં દેખાતા ગુણો એ એમના પોતાના નથી. પણ શ્રી જૈનદર્શનના ગુણો જ એમાં ગયેલા છે. અન્ય દર્શનોમાં જે સુંદરતાનું દર્શન થાય છે તે તેમનો પોતાનો પ્રભાવ નથી. પણ શ્રી જૈનદર્શનનો જ પ્રભાવ છે. કોઈ કોઈ ગુણ લઈને આગળ કરી દેવા માત્રથી કોઈ પણ કાળે અને કોઈ પણ રીતે કુદર્શન સુદર્શન નથી બનતાં. ગુણમાત્રની ઉત્પત્તિભૂમિ શ્રી જેનદર્શન છે. વિશ્વમાં ગુણમાત્રનું પ્રવર્તન કરનાર એક શ્રી જૈનદર્શન જ છે. એ જ કારણે ગુણરત્નની અપેક્ષાએ રત્નાકર કોઈ હોય તો એક શ્રી જૈનદર્શન જ છે. અન્ય દર્શનોમાં જે જે ગુણ દષ્ટિગોચર થાય છે તે શ્રી જૈનદર્શનની જ મિલકત છે. વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શનમાં જ
એ જ કારણે વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શન સિવાય અન્યત્ર લભ્ય જ નથી. કોઈ પણ ગુણ લો કે કોઈ પણ તત્ત્વ લો એનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન સિવાય જૈનદર્શન અન્ય કોઈ પણ દર્શનમાં નહિ જ મળે એ નિર્વિવાદ છે. જીવતત્ત્વનું સ્વરૂપ જાણવું એ અહિંસાવાદી માત્ર માટે અતિ આવશ્યક છે, પણ તેનું સ્વરૂપ જાણવા ઇતરનાં ગમે તેટલાં પુસ્તકો વાંચો પણ યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન, કોઈ પણ દર્શનમાં નહિ મળે. કારણ કે, કોઈ તો આત્માને વિષ્ણુ અને એક જ કહેશે. કોઈ એને અનેક જણાવીને સર્વવ્યાપી કહેશે : કોઈ, નિત્ય જ તો કોઈ અનિત્ય જ કહેશે : કોઈ, નિર્લેપ જ તો કોઈ લેપવાન જ કહેશે. આથી વધારે સ્વરૂપ કોઈ પણ સ્થળે નહિ મળે. જ્યારે શ્રી જૈનદર્શનમાં જીવોની અનેકતા અને એની દેહપરિમાણતા ઉપરાંત એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એના પ્રકાર આદિ એને લગતી એકેએક અવસ્થાનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન મળશે.
જીવતત્ત્વના વિષયમાં જેમ યથાસ્થિત વર્ણન શ્રી જૈનદર્શનમાં જ મળી શકે છે તેમ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષતત્ત્વનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન પણ શ્રી જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. આથી એ વસ્તુ સુનિશ્ચિત છે કે વસ્તુમાત્રનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન એક શ્રી
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૧
691
૯ઃ જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49 - જૈનદર્શનમાં જ છે. પણ અન્ય દર્શનોમાં નથી. અન્ય દર્શનોમાં તો, કોઈ પણ વસ્તુનું એકદેશી વર્ણને જ કરવામાં આવ્યું છે અને એને જ સંપૂર્ણ માની લેવામાં આવ્યું છે. એ જ કારણે એને કુદર્શનો માનવામાં આવે છે અને એથી જ એ દર્શનોને યુક્તિયુક્ત કે સુંદર કહેવામાં સમ્યકત્વને દોષ લાગે છે.
આ વિશ્વમાં પરમ વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલું શ્રી જૈનદર્શન જ એવું છે કે જેમાં વસ્તુમાત્રનું સ્વરૂપ સર્વદેશીય અને યથાસ્થિતપણે આલેખાયેલું છે.
દ્રવ્યાર્થિકયે આત્માની નિત્યતા અને પર્યાયાર્થિક નયે અનિત્યતા તથા અનાદિસિદ્ધ એનું સ્વરૂપ, એનું પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે તે, કેમ થાય છે તે, કઈ અવસ્થાએ કોના યોગે કેવું પરિવર્તન થાય છે તે, એ પરિવર્તનના પ્રકાર અને ક્યારે તથા કયા યોગે આત્મા, પોતાનું સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરે છે એ વગેરે અને સંસારવર્તી જીવો કેટલા છે અને કેવા કેવા પ્રકારે રહ્યા છે એ તથા સિદ્ધિપદના આત્માઓ પણ કેટલા છે અને કેવી રીતે રહ્યા છે, વગેરે સઘળુંય જાણવા યોગ્ય જીવતત્ત્વને લગતું સ્વરૂપ એક શ્રી જૈનદર્શનમાં જ આલેખાયેલું છે.
જીવતત્ત્વથી વિપરીત તત્ત્વ અજીવ છે. અજીવ કર્મોના યોગે જીવનું સ્વરૂપ દબાયેલું છે. એ કારણે અજીવતત્ત્વનું સ્વરૂપ જાણવું જરૂરી છે તો એનું સ્વરૂપવર્ણન પણ યથાસ્થિત શ્રી જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. એ જ રીતે પુણ્ય અને પાપ તો સર્વદર્શનો કહેશે, પણ એના સ્વરૂપ તથા પ્રકાર આદિનો વાસ્તવિક પ્રકાશ તો એક શ્રી જૈનદર્શન જ પાડશે. પુણ્ય અને પાપના ફળ તરીકે સ્વર્ગ અને નરક તો ઇતરદર્શનો પણ સ્વીકારશે. પણ એક સ્વર્ગ અને નરકના સ્વરૂપ આદિના વર્ણનમાં અન્ય દર્શનો મૂક જેવાં જ છે, જ્યારે સ્વર્ગ અને નરકનું વર્ણન તથા એ સ્થાનોની વિવિધતા, વિશિષ્ટતા, વિચિત્રતા, વિલક્ષણતા અને વિરૂપતા આદિનું તથા એ સ્થાનોમાં રહેલા જીવોની સ્થિતિ આદિનું સઘળુંય વર્ણન તો શ્રી જૈનદર્શનમાં જ મળશે. | ઇતર દર્શનો, પુણ્ય પાપ માનશે પણ પુણ્યપાપમાં ફળ આપવાની શક્તિ નહિ માને. એ જ કારણે એ દર્શનોમાં એનાં ફળને આપનાર તરીકે ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. એ કલ્પિત ઈશ્વરને એ લોકો એવી રીતનો કર્તા માને છે કે જે માનતાં વસ્તુસ્વરૂપના જ્ઞાતાઓને તો એનો ઇન્કાર જ કરવો પડે.
જે કર્મ આત્માને બંધનમાં રાખી શકે છે તે કર્મ આત્માને ફલ પણ આપી શકે એમાં કશો જ પ્રત્યવાય નથી.” આવી સીધી અને સાદી વાત પણ ઇતર
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
દર્શનના પ્રણેતાઓ મિથ્યાત્વના યોગે નથી સમજી શક્યા. કર્મના ફલદાતા ઈશ્વરને માન્યા એટલે ઇતર દર્શનના પ્રણેતાઓ, શુભાશુભ કર્મનું સ્વરૂપ યથાસ્થિત નથી જાણી શક્યા. ઈશ્વરને કર્મોનો ફલદાતા માની લેવાની તેઓની દૃષ્ટિ એવી ઘેરાઈ ગઈ કે જેથી એ વસ્તુનો વિચા૨ ક૨વાની તાકાત પણ તેઓમાં ન રહી. એ જ હેતુથી આશ્રવ શું કે સંવર શું ? અને બંધ શું કે નિર્જરા શું ?’ એ તો એ બિચારાઓ સમજી જ નથી શક્યા. આવા આત્માઓ મોક્ષતંત્ત્વને પણ તેના વાસ્તવિક સ્વરૂપમાં ન સમજી શકે એ સહજ છે. મોક્ષતત્ત્વના સ્વરૂપને નહિ સમજી શકવાથી જ કોઈએ મુક્ત થયેલા આત્માને અજ્ઞાન આદિ માન્યા તો કોઈએ પોતાના માની લીધેલા એક જ આત્મામાં સમાવી લીધા. આમ એક પણ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ ઇતર દર્શનોમાં નથી; ત્યારે સઘળાંય તત્ત્વોનું વાસ્તિવક સ્વરૂપ શ્રી જૈનદર્શનમાં વિવિધ રીતે વર્ણવાયેલું છે.
692
જેમ જીવાદિ તત્ત્વોનું વાસ્તવિક સ્વરૂપ શ્રી જૈનદર્શનમાં જ વર્ણવાયેલું છે તેમ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ પણ શ્રી જૈનદર્શનમાં જ વર્ણવાયેલું છે. એ જ રીતે ધર્મ-અધર્મીનું સ્વરૂપ પણ શ્રી જૈનદર્શનમાં જ યથાર્થ રીતે મળી શકે તેમ છે. કોઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વર્ણન શ્રી જૈનદર્શનમાં થયેલું ન હોય.
ઇતર દર્શનોની માફક લીલા કરનારાઓને આ દર્શન દેવ તરીકે નહિ મનાવે. આ દર્શન તો તેને જ દેવ મનાવશે કે,’જે અઢારે દોષોથી રહિત હોય.
ઇતર દર્શનો, જેમ આરંભાદિકમાં પડેલાઓને અને આરંભાદિના ઉપદેશકોને ગુરુ મનાવશે, તેમ શ્રી જૈનદર્શન નહિ જ મનાવે. શ્રી જૈનદર્શન તેઓને જ ગુરુ તરીકે મનાવશે કે, ‘જે આરંભાદિથી રહિત થવાનો જ ઉપદેશ આપનારા હશે.’ શ્રી જૈનદર્શન, આરંભાદિમાં સબડતા આત્માઓને સાધુ તરીકે નથી સ્વીકા૨તું. શ્રી જૈનદર્શનમાં તે જ ધર્મગુરુઓ ગણાય છે કે, ‘જેઓ સદ્ગુરુ પાસે મહાવ્રતધારી બની, તે તારકની નિશ્રામાં રહી ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાના સ્વીકાર દ્વારા જીવનને સુવિશુદ્ધ બનાવી સૂત્ર અને અર્થના જ્ઞાતા થઈ ધર્મદેશનાનો અધિકાર પ્રાપ્ત કરે.
શ્રી જૈનદર્શનના ધર્મગુરુઓ નિગ્રંથ હોઈ નિગ્રંથ પ્રવચનના જ ઉપદેશક હોઈ શકે છે. એ મહાપુરુષો મિથ્યાશ્રુતને પણ સભ્યશ્રુત બનાવીને જ અર્થીઓને આપે છે એટલે વિપરીતપણે વર્તનાસઓ એટલે શ્રોતાઓને મિથ્યાદર્શન તરફ ઢળતા કરનારાઓ અથવા તો આરંભાદિમાં યોજી સંસારમાં ૨ક્ત બનાવનારાઓ, જૈનદર્શનમાં ધર્મગુરુઓ તરીકે નથી ઓળખાતા. પણ શ્રી
Page #144
--------------------------------------------------------------------------
________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49
જૈનશાસનમાં- દ્રોહી તરીકે ઓળખાય છે. એવાઓને શ્રી જૈનદર્શન, અદૃષ્ટવ્યમુખ જણાવે છે. એવાઓનું દર્શન પણ અહિત કરનારું છે એમ આ દર્શન ફ૨માવે છે.
693
૧૨૩
આ રીતે જેમ આ શ્રી જૈનદર્શન, દેવતત્ત્વમાં અને ગુરુતત્ત્વમાં પોલ નથી ચલાવતું, તેમ ધર્મતત્ત્વમાં પણ પોલ નથી ચાલવા દેતું. ‘અહિંસા પરમો ધર્મ:'ની બાંગ પોકારવા છતાં પણ ઇતર દર્શનો જેમ ગૃહસ્થાવાસમાં પણ ધર્મ મનાવે છે, તેમ આ શ્રી જૈનદર્શન નથી જ મનાવતું. ગૃહસ્થાવાસને તો આ શ્રી જૈનદર્શન, નરકના પ્રતિનિધિ તરીકે જ ઓળખાવે છે અને
“વૃત્તાશ્રમસમો ધર્મો, ન ભૂતો ન ભવિષ્યતિ”
આ પ્રમાણે કહેનારાઓને ઘોર મિથ્યામતિ તરીકે જણાવે છે. આ શ્રી જૈનદર્શન, ‘સંપૂર્ણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ' - આ પાંચે પ્રકારના મહાધર્મો સર્વવિરતિધરમાં જ સ્વીકારે છે. ‘ગૃહસ્થાવાસમાં ફસાયેલો અને એ પાંચે મહાધર્મોનું પાલન કરનારો' એવી વંધ્યાપુત્ર જેવી વાતને આ શ્રી જૈનદર્શન સ્વીકારતું જ નથી. શ્રી જૈનદર્શનમાં ધર્મ તે જ મનાય છે કે, જે હિંસક ભાવને નહિ પેદા કરતાં આત્માને મુક્તિની સાધનામાં સહાયક થાય. શ્રી જૈનદર્શન જેવું, દેવ, ગુરુ, ધર્મ અને ધર્મીનું દર્શન પણ અન્ય દર્શનોમાં નથી. એવાં દર્શનોમાં જીવાદિ તત્ત્વોનું અને ક્ષમાદિ ધર્મોનું પણ વાસ્તવિક વર્ણન ન હોય એ સહજ છે. આંથી અન્ય દર્શનોમાં ક્વચિત્ કોઈ કોઈ ગુણનું સામાન્ય દર્શન થાય છે-તે પણ શ્રી જૈનદર્શનનું જ છે.
સંપૂર્ણ દર્શન કોઈ હોય તો એક શ્રી જૈનદર્શન જ છે, કારણ કે, એ શ્રી વીતરાગ પરમાત્માનું પ્રરૂપેલું છે. વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન આ દર્શન સિવાય અન્યત્ર નથી જ: ઇતર દર્શનોમાં દેખાતા ગુણ શ્રી જૈનદર્શનના ગુણની દૃષ્ટિએ ક્ષુલ્લક છે. ત્યાં થોડો ગુણ પણ મહાન લાગે, કેમ કે નહિ ત્યાં થોડું પણ સુંદર જ લાગે. દસ રૂપિયાની હીરાની વીંટી સામાન્ય આદમીને સુંદર લાગે અને એ રાજી થાય, પણ ઝવેરીને એ જ વીંટી પહેરતાં શરમ આવે. પચાસ લાખની એસ્ટેટવાળાથી એ વીંટી ન પહેરાય. ભીલની સ્ત્રીઓ પિત્તળનાં ઘરેણાં હાથે તથા પગે પહેરે અને એથી તો ‘અમે મોટાં’ એમ માને પણ એ જ આભૂષણો તમે પહેરો તો ?
સભા ઃ ‘ચલાય નહિ.’
ચલાય તો નહિ પણ લોકેય હસે. જ્યાં જેની કિંમત ત્યાં તેની મહત્તા. એ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
694 કુળમાં તો એ રાણીઓ ગણાય, એ શ્રીમાનની કોટીમાં ગણાય. એ જ રીતે તે દર્શનની અપેક્ષાએ જે મહાગુણ છે તે આ દર્શનની અપેક્ષાએ શુદ્ર ગુણ છે. ગુણમાત્રની સંપૂર્ણતા આ શ્રી જૈનદર્શનમાં જ છે અને એ દર્શનોમાં દોષોનો પાર નથી. એ જ કારણે અન્ય દર્શનની પ્રશંસા, એ પણ દોષ છે?
એ જ કારણે અન્ય દર્શનોની પ્રશંસા પણ દોષરૂપ ફરમાવી છે. અન્ય દર્શનોના ગુણની પ્રશંસાને દોષરૂપ કહી છે એટલું જ નથી પણ એ દર્શનો પ્રત્યેના રાગને દૃષ્ટિરાગ તરીકે વર્ણવી એની સત્પુરુષો માટે દુરુચ્છેદતા વર્ણવી છે, કારણ કે, એ રાગ આત્માને અસદાગ્રહી બનાવી દેનાર છે. કુત્સિત દર્શનો પ્રત્યેનો રાગ, સર્વસ્તુને સમજવામાં મહાન અંતરાયરૂપ છે. આ જ કારણે એવાંદર્શનો પ્રત્યેના જેઓ રાગી તે મિથ્યાદૃષ્ટિ અને તેઓના ગુણની જે પ્રશંસા તે પણ સમ્યકત્વનો ચોથો દોષ. આ દોષથી બચવાની ભાવનાવાળાએ, કુદર્શનોથી ખૂબ જ સાવધ રહેવું જોઈએ. અયોગ્ય સ્થળે રહેલો ગુણ પણ પ્રદર્શનમાં મૂકવા લાયક નથી રહેતો. એ ગુણને પ્રદર્શનમાં મૂકવા માટે એની આધારભૂત વસ્તુ પણ સાથે રાખવી પડે છે અને એ આધારભૂત વસ્તુને સાથે રાખતાં એ વસ્તુને લઈને એ ગુણ પણ દોષરૂપ ભાસે છે. એ જ કારણે એની પ્રશંસા એ પણ દોષરૂપ છે. દુનિયામાં પણ આ વસ્તુ સિદ્ધ છે. દુનિયા પણ કહે છે કે -
અયોગ્ય વસ્તુનો મહિમા ન જ ગણાય અને જો કોઈ ગાતું હોય તો તેનાથી સાવધ રહેવું જોઈએ. અયોગ્ય વસ્તુની શક્તિ પણ ન વખાણાય. સો વાર ધોવાયેલું ઘી ભલે ધોળું બાસતા જેવું હોય તો પણ એ જો ખવાઈ જાય તો મારી નાંખે માટે કોઈને આપતાં કહેવું જ પડે કે, “એ નાશક છે; એ કારણે બહાર લગાડવા માટે છે. પણ મોંમાં નાખવા માટે નથી. એ જ રીતે “આદમી બહુ હોશિયાર” હોવા છતાં પણ જો ચોર હોય તો એને કોઈ પણ ન રાખે. હોશિયાર ભલે પણ હાથનો ચોખ્ખો હોય તો જ રખાય. પણ હાથના મેલાને તો ન જ રખાય. શેઠિયાઓ, મુનીમ વિના ચલાવે એ હા, પણ હાથના મેલાને તો ન જ રાખે. શેઠ સમજે છે કે ઠોઠ ચોરી કરવા જાય તોય પકડાય, પણ હોશિયાર તો જમે ઉધાર બરાબર કરે, પણ વચમાંથી ખાઈ જાય એનું શું થાય? આથી વ્યવહારમાં કહેવાય છે કે, “ચોરનો ભાઈ ઘંટી ચોર' એટલે ચોરની પ્રશંસા કરવા આવનારને પણ ચોરનો જ સાથી સમજવો. ચોરને પેઢીમાં રખાવી એની ચોરીમાંથી પણ તેવાઓ માલ ખાનારા હોય છે. આથી જ કહેવું પડે છે કે, એકલા ગુણ ઉપર જ મૂંઝાતા પણ કોનો ગુણ છે ? એ જરૂર પૂછજો અને જાણજો.
Page #146
--------------------------------------------------------------------------
________________
૯ : જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49
૧૨૫
ગમે તેવો હોશિયાર ઘોડો પણ લગામ વિના એના ૫૨ ન જ બેસાય. હાથી પર બેસવું સારું પણ અંકુશ વિના બેસવું એ ભયંકર જ છે. એ જ રીતે ગુણ સારો પણ સ્થળ જોયા વિના વખાણાય નહિ. નહિ તો અનર્થ થાય. એ જ કારણે જ્ઞાનીઓ કાંક્ષાને અને મિથ્યામતિઓના ગુણવર્ણનને પણ દોષ તરીકે જણાવે છે.
695
ભાડૂતી લેખકો, ભાટ અને ભાંડથી પણ ભૂંડા !
:
ગુણમાત્ર માટે ગુણી કોણ છે એ ઓળખવું આવશ્યક છે. લેખનકળા એ પણ એક ગુણ છે. પણ એ ગુણવાળા જો ભાડૂતી બની જાય તો એ ભાટ અને ભાંડથી પણ ભૂંડા છે, ભાટો, જેમ નિર્ગુણીના ગુણ ગાઈ શકે છે ઃ તેમ ભાંડો, નિર્દોષોના દોષો પણ બોલી શકે છે. એવાઓને બારણે ઊભા રાખવા એ પણ પાપ છે. એવાઓની વૃદ્ધિ દુનિયાને શ્રાપરૂપ છે. એવાઓ કઈ વખતે કયો ઉત્પાત મચાવશે. એ કહેવુંય મુશ્કેલ છે અને કળવુંય મુશ્કેલ છે. ‘આજે ભાડૂતી લેખકોએ સત્યાનાશ વાળ્યું છે.’ એ વાતનો કોનાથી ઇન્કાર થઈ શકે એમ છે ? એવા લેખકોથી થયેલા નુકસાનનો આંક પણ કાઢી શકાય તેમ નથી. એવા લેખકો, પૈસા ખાતર વેચાયેલા છે : એ જ કારણે એવા લેખકો કહે છે કે, ‘અમે તો પરાધીન, સો રૂપિયાના પગારદાર છીએ; માલિક કહે તેમ અમારે તો ઇચ્છાએ કે અનિચ્છાએ પણ લખવું જ પડે.' આવું કહેતાં એવાઓને શરમ લજ્જા આદિ કશું નડે પણ નહિ. ખરેખર જે ભાડૂતી લેખક, ભાડૂતી વક્તા, એવા એવા જે ભાડૂતી આદમીઓએ પોતાના ગુણના ઉપયોગને પૈસા માટે વેચ્યો છે તેઓ જેટલું પાપ ન કરે તેટલું ઓછું.
સભા ‘ભાડૂતી ચારિત્રી ?'
એ પણ એમાં જ. એ જ કારણે ઉપકારીઓએ કહ્યું છે કે, ખ્યાતિ, માન, પૂજા, પ્રતિષ્ઠાને અંગે થતી ધર્મક્રિયા અધ્યાત્મ કોટિની નથી. પણ આત્માના કલ્યાણ માટે થતી ધર્મક્રિયા તે જ ધર્મ છે. દુનિયાની વસ્તુ માટે સધાતો ધર્મ તે વાસ્તવિક ધર્મ નથી. ખરેખર જેઓ, પોતાના ગુણને અને ધર્મને વેચે છે, તેઓનો ત્રાસ આ દુનિયા ઉપર ભારેમાં ભારે છે.
ભાડૂતી લેખકો, જેના સો મળે એટલે તેનું લખે અને બીજાના બસો મળે એટલે પોતાના જ લખાણની પોતે જ એવી કતલ કરે કે સો આપનારને પણ ભૂમિમાં પેસવું પડે ઃ આથી ગુણ૨ાગીએ ગુણની સાથે ગુણીને ઓળખવા માટે પણ ચકોર બનવું જોઈએ. બાકી નિમકહલાલ તો તે કહેવાય કે જે શેઠથી જુદો થાય, પણ એનું વાંકું તો ન જ બોલે અને કહે કે, ‘એને ત્યાં હું રહ્યો છું
Page #147
--------------------------------------------------------------------------
________________
696
૧૨૯.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ એટલે શક્તિ હોય તો એનું ભલું થાય એ હા, પણ મારાથી એનું ભૂવું તો ન જ
થાય.”
સભાઃ એ વખત પણ ગયો અને એ મુનીમોય ગયા.
ભાઈ ! એ મુનીમે ગયા તો એ શેઠ પણ ગયા. કયો શેઠ નોકરની આપત્તિમાં આજે ઊભો રહે છે ? બીમાર પડે તોયે પગાર કાપે એવા પણ શેઠ છે ને?
એવા પણ શેઠિયાઓ છે કે એને દેવાળું કાઢવું પડે તોયે નોકરને પોષે, પગાર ચૂકવે અને પોતાની લાચારી બતાવે. નોકર પણ પગાર ન લે અને કહે કે, “અમારો પગાર આપના દેવામાં ચૂકવો, આપની જેમ અમે પણ ગમે તેવી સ્થિતિમાં નભાવી શકીશું.” ગુણીનું ભૂષણ એ છે
અર્થકામ માટે પારકાની ચિંતા જ ન કરે અને આનંદ માને એને સમ્યગુદૃષ્ટિ પણ કોણે કહ્યો? સમ્યગ્દષ્ટિનું ધ્યેય ગુણ હોય કે લક્ષ્મી ?સમ્યદૃષ્ટિ પૈસા માટે આનંદપૂર્વક ધર્મ છોડે એ કેમ બને ? પોતે ત્યાગી નથી એ સાચું, પણ છતાંય એ એવો ન જ હોય કે, પૈસા માટે ધર્મવિરુદ્ધ આચરણા કરે. ધર્મી તો કહે કે, “મને પૈસાની મમતા ગઈ નથી. પણ પૈસા ખાતર ધર્મવિરુદ્ધ તો હું ન જ કરું. આ દશા આવે તો જ ગુણ, ગુણ તરીકે દીપે. માતાની શરમ પણ યશોભદ્ર આટાનો કૂકડો માર્યો, તોયે પરિણામ ભયંકર આવ્યું ને ?
સભાઃ માની આશાતના નહિ, જો ના પાડે તો ?
એવી આજ્ઞામાં ના પાડે તો એ ના પાડવામાં જ માની ભક્તિ છે. પણ કૂકડો માર્યો એમાં તો માની ઊલ્ટી આશાતના છે. એના કારણે એને અને એની માને કેટલા ભવ કરવા પડ્યા અને કેવી કેવી વિડંબણાઓ ભોગવવી પડી એની તમને ખબર છે ? આથી જ કહું છું કે, વસ્તુના સ્વરૂપને સમજો. વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના આ દોષથી બચવું ઘણું જ મુશ્કેલ છે અને એ દોષથી બચવામાં નહિ આવે તો પીઠમાં જરૂર કુમતની વાસનારૂપ પાણી પ્રવેશવાનું અને તે પોલી બનવાની. માટે જેઓને એ સંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નમયી પીઠને દઢ રાખવી હોય તેઓએ શંકા આદિ દોષોથી બચવાની જરૂર છે, તેમ આ ચોથા દોષથી પણ બચવાની જરૂર છે. સમ્યકત્વ રાખવું અને આંધળા બનવું એ કોઈ પણ રીતે ઉચિત નથી. વધુ વળી હવે પછી.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૦ઃ સમ્યકત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ વીર સં. ૨૪૫૬, વિ.સં.૧૯૮૧, મહા સુદ દ્ધિ. ૩, રવિવાર તા. ૨-૨-૧૯૩૦
50
• ગુણ અને દોષનો વિવેક :
પરમોપકારીઓની સ્પષ્ટભાવિતા : • વિવેક એ દીપક છે : • ક્લેશ થાય એટલા માત્રથી સારાં કાર્યો બંધ ન કરાય ! • “લોગવિરુદ્ધચ્ચાઓ” પદનું તાત્પર્ય સમજો ! .
ક્લેશના ભયથી ધર્મ છોડી દૃષ્ટિને નિર્મળ બનાવો તો વાસ્તવિકતા સમજાય : વિવેકદૃષ્ટિ અને આત્મનિરીક્ષણની અનિવાર્યતા :
વ્યાખ્યાન શા માટે ? • સર્વત્ર ધર્મલાભ !, અર્થલાભ ક્યાંય નહિ : • માત્ર ધર્મમાં જ સમજ નહિ ! . • મોહાંધોની દશા પણ પારઘી જેવી : . .
ડૂબતાને બચાવવા સંમતિની રાહ જોવાય ?.
ગુણ અને દોષનો વિવેકઃ
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા, શ્રીસંઘની સ્તવના કરતાં શ્રીસંઘને નગર આદિની ઉપમાથી સ્તવવા બાદ સુરગિરિની ઉપમાથી સ્તવના કરતાં ફરમાવી ગયા કે, સુરગિરિની પીઠ જેમ શ્રેષ્ઠ વજરત્નમયી હોઈ, દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સુરગિરીની પીઠ પણ સમ્યગુદર્શનરૂપ શ્રેષ્ઠ વજરત્નની છે અને તે પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ.
ટીકાકાર મહર્ષિ આચાર્ય ભગવાન શ્રીમલયગિરિજી મહારાજા પણ ફરમાવી ગયા કે શ્રીસંઘરૂપ સુરગિરિની સમ્યગ્દર્શનરૂપી શ્રેષ્ઠ વજરત્નમયી પીઠને દઢ રાખવા માટે શંકાદિ દોષોરૂપી વિવર ન પડવા દેવું જોઈએ કે જેથી એમાં કુમતોના વાસનારૂપી પાણીનો પ્રવેશ થઈ જાય ! સમ્યકત્વ પીઠને પોલી બનાવનારા દોષો પાંચ છે. એમાંના “શંકા, કાંક્ષા અને વિચિકિત્સા' આ ત્રણ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
દોષોનું સ્વરૂપ આદિ આપણે જોઈ ગયા છીએ અને ચોથા ‘મિથ્યામતિગુણવર્ણન નામના ચોથા દોષનું વર્ણન ચાલે છે.
698
એ દોષના નામથી જ, એ વાત સ્પષ્ટ છે કે, ‘મિથ્યામતિઓના ગુણોનું વર્ણન કરવું’ એ પણ સમ્યક્ત્વને દૂષિત કરનાર છે. કારણ કે ગુણનો મહિમા ગાવા જતાં દુર્ગુણનો મહિમા વધી જાય છે. ગુણ એ, યોગ્ય સ્થળે ગુણનું કામ કરે છે ત્યારે અયોગ્ય સ્થળે દુર્ગુણનું કામ કરે છે.. એ જ કારણે ગુણરાગી, પાત્રની પરીક્ષા કર્યા વિના ગુણી પ્રશંસાનો પ્રયત્ન કરે જ નહિં. ગુણ એ પ્રશંસાપાત્ર છે. પણ અયોગ્ય વ્યક્તિના નામે નહિ, કેમ કે, એ પ્રશંસાથી ગુણ છુપાઈ જાય છે અને અવગુણ પેદા થાય છે.
કોઈની ક્ષમા જુઓ તો, ક્ષમાગુણને ખૂબ વખાણો. પણ જે પાત્રમાં ક્ષમા જુઓ તેની પ્રશંસા કરતાં પહેલાં ખૂબ જ સોચો, કારણ કે એ જ ગુણ અયોગ્ય આત્મામાં જુદી જ સાધના માટે હોય છે. દશ પ્રકારના યતિધર્મમાં પહેલો ધર્મ ક્ષમા છે, પણ એ જ ગુણ ઉન્માર્ગદેશકમાં દોષ (દુર્ગુણ) રૂપ છે. મુક્તિની આરાધના માટે જ્યારે ક્ષમા એ ગુણ છે ત્યારે બીજા માર્ગની આરાધના માટે ક્ષમા એ દોષરૂપ છે. ‘નદીનું મીઠું પાણી પણ સાગરમાં જાય તો ખારું કેમ ?’ આ પ્રશ્નનો ઉત્તર એ જ છે કે, ‘સાગરમાં ગયું માટે.’ એ જ રીતે સારો પણ ગુણ અયોગ્યમાં દોષરૂપ છે, કારણ કે, દુર્ગુણરૂપે પરિણમે છે. મેઘનું પાણી સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો જુદું ફળ આપે અને સર્પના મુખમાં જુદું ફળ આપે છે. પાણી એકનું એક જ પણ ભેદ પાત્રનો છે. ગુણ એકનો એક પણ અયોગ્ય સ્થળે દોષરૂપ થાય છે. ગુણ પ્રશંસાપાત્ર જરૂર છે, પણ જેનામાં ગુણ છે તેનો વિચાર કરે એ સમ્યગ્દષ્ટિ અને વિચાર ન કરે એને મિથ્યાસૃષ્ટિ બનતાં વાર નથી લાગતી.
પરાક્રમ વગેરે ગુણો યોગ્યની પાસે આવવાથી યોગ્ય આત્માઓએ જગતનો ઉદ્ધાર કર્યો અને એનાથી જ અયોગ્યોએ જગતનો સંહાર કર્યો. પ્રાપ્ત થયેલા અનંત બળથી, શ્રી તીર્થંકરદેવોએ કેવળજ્ઞાન મેળવ્યું, જ્યારે હીણકર્મી આત્માઓએ મળેલા બળથી સાતમી નરક આદિ દુર્ગતિ મેળવી. જે સાધનસામગ્રીથી, ઉત્તમ આત્માઓ તર્યા તે જ સાધનસામગ્રીથી અધમ આત્માઓ ડૂબ્યા. પહેલું સંહનન પુણ્યયોગે મળે પણ એનાથી કેટલાય મોક્ષે ગયા અને કેટલાય નરકે ગયા. લખવા બોલવાનો પણ ગુણ છે પણ એ જ શક્તિના યોગે આજે દુનિયામાં ધમાચકડી મચી છે ! આજે બધે કોલાહલ અયોગ્ય લેખકો તથા વક્તાઓનો છે.
‘લખવું બોલવું એ પણ વિકસેલી શક્તિ છે, છતાં ઉત્પાત શાથી ?’ આ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પ્રશ્નનો ઉત્તર, ‘જેને શક્તિ મળી છે તે પાત્ર અયોગ્ય છે,' આ છે. એ શક્તિ સારી, જો ધા૨વામાં આવે તો એ શક્તિથી જગતને સન્માર્ગે દોરાય. પણ એ જ શક્તિ સ્વાર્થી, પેટભરા, દુનિયાના રંગરાગમાં પડેલામાં આવે તો કયો અનર્થ ન થાય ? દુનિયાના જીવોમાં પણ બુદ્ધિ છે; અને ત્યાગીમાં પણ બુદ્ધિ છે; કઈ સુબુદ્ધિ અને કઈ કુબુદ્ધિ ? એ વિચારો; કારણ કે, વસ્તુ સારી અને નરસી બેય રૂપે રહેલી છે. ગુણાનુરાગી ખંડિત થાય નહિ અને એના નામે દુર્ગુણ ફાવી જાય નહિ એ આપણું ધ્યેય છે.
699
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
ગુણાનુરાગમાં જો ખામી આવે તો પ્રમોદભાવના કે જે સમ્યક્ત્વનું બીજ છે અને સમ્યક્ત્વને સીંચનારી, ખીલાવનારી તથા પોષનારી છે તે ઊડી જાય છે અને જો એના નામે દુર્ગુણી ફાવે તો સમ્યક્ત્વમાં દૂષણ લાગે છે. પ્રમોદભાવના જવા દેવી નહિ અને દૂષણ લાગવા દેવું નહિ એ બેય સાચવવું છે. ગુણ જોઈને જો આનંદ ન થાય તો પ્રમોદભાવના જાય અને ગુણાનુરાગના વેગથી જેના તેના ગુણ ગવાય તો સમ્યક્ત્વ દૂષિત થાય છે. આથી ગુણ જોઈને પ્રમોદ પમાય પણ ગાવાના પ્રસંગે તે કોણ છે તે જોવું જોઈએ, એ યોગ્ય હોય તો ગુણ ગવાય. જો આ યોગ્યાયોગ્યતા ન જોવાય તો જતે દિવસે પ્રભુના માર્ગથી વંચિત રહેવાનું અને રાખવાનું પરિણામ આવે. કારણ કે, જેના તેના ગુણ ગાવાના નિમિત્તે, પોતાની સાથે અનેક આત્માઓ ઉન્માર્ગે જાય. એ જ કારણે ઉપકારીઓની આજ્ઞા મુજબ ગુણ અને દોષનો વિવેક કરવો એ આવશ્યક છે.
•
પરમોપકારીઓની સ્પષ્ટભાષિતા :
‘ગુણ અને દોષનો વિવેક’ આવશ્યક છે એ જ હેતુથી ૫૨મ માધ્યસ્થ્યને ધરતા પરમર્ષિઓએ, કોઈ પણ વાતમાં પોતાની સ્પષ્ટભાષિતાને આંચ નથી આવવા દીધી. દરેક દર્શનનું સ્વરૂપ આદિ પરમ માધ્યસ્થ્યભાવે વર્ણવવા છતાં ૫૨મોપકારી ૫૨મર્ષિઓ, એ દર્શનોની હેયતાને સ્પષ્ટ કર્યા વિના નથી જ રહ્યા.
જેઓ, શ્રી આનંદઘનજીના નામે મસ્ત બનીને યથેચ્છ બોલવાની અને લખવાની વાતો કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, શ્રી આનંદઘનજીએ પણ અસત્યનું ઉન્મૂલન કરતી અને સત્યનું સમર્થન કરતી સ્પષ્ટભાષિતાને જતી નથી કરી. તેઓએ પણ શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં -
66
‘કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;”
આ વાત સામાની લખી અને તે પછી તરત જ પોતે લખ્યું કે -
“દોષરહિતને લીલા વિ ઘટે રે, લીલાદોષ વિલાસ.”
Page #151
--------------------------------------------------------------------------
________________
700
૧૩૦
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આ પ્રમાણે લખીને, લીલાવાદીઓની માન્યતાના શ્રી આનંદઘનજીએ ચૂરેચૂરા કરી નાંખ્યા અને સાફ સાફ કહી દીધું કે –
જેઓ ઈશ્વરને લીલા કરનારા માને છે, તેઓ, ઈશ્વરના ઈશ્વરપણાનું લિલામ કરે છે, કારણ કે, એક બાજુ ઈશ્વરને વીતરાગ આદિ કહેવા અને બીજી બાજુ લીલા કરનારા કહેવા એ ઈશ્વરના ઈશ્વરપણાનું ઉઘાડું લિલામ જ છે. દોખરહિતમાં દોષના વિલાસનું સ્થાપન કરવું એ દોષરહિતનીદોષરહિતતાનું લિલામ નહિ તો બીજું છે પણ શું ? આથી સમજો કે દોષના વિલાસરૂપ લીલા ઈશ્વરમાં ઘટતી નથી માટે જે ઈશ્વર છે તે લીલાના કરનારા નથી અને જે લીલાના કરનારા છે તે ઈશ્વર નથી.”
પરમોપકારી પરમર્ષિઓની આવા પ્રકારની સ્પષ્ટભાષિતા હોય છે. પ્રભુશાસનને પામેલાઓની મધ્યસ્થતા, તેમને સાચા-ખોટાની સ્પષ્ટતા માટે મૂંગા કદી જ નથી બનાવતી. જેઓ, આજે સાચા અને ખોટાની સ્પષ્ટતા કરવામાં શક્તિ હોવા છતાં મુંગા બની બેઠા છે, તેઓ “લોકના પૂજારી હોઈ વાસ્તવિક રીતે પ્રભુશાસનના પૂજારી જ નથી' – એમ કહેવામાં કશી જ અત્યુક્તિ નથી. વિવેક એ દીપક છે:
જેઓ, પોતાને પ્રભુશાસનના વિવેકરૂપ દીપકને પામેલા તરીકે મનાવે છે, તેઓ પણ, જો સત્ય અને અસત્યનું પ્રકાશન ન કરે અને સત્યની અર્થી જનતાને પણ અંધકારમાં અથડાવે તો તેઓને, વિવેક નહિ પામ્યા છતાં પામવાનો દંભ કરનારા તરીકે ઓળખાવવામાં લેશ પણ મૂંઝાવાનું નથી. એવાઓના પાપે જ, ભદ્રિક જનતા પણ આજે, મિથ્થામતિઓના ગુણવર્ણનમાં ફસી પડી છે. જે ક્ષમાશીલ આજે ક્ષમાના નામે અનેક જૂઠાણાં પ્રચારી ધર્મજનતાના ભાવપ્રાણો હરી રહેલ છે તેની ક્ષમાનાં વખાણ એ ધર્મ નથી. પણ ઘોર અધર્મ છે.” એમ જાહેર કરી દેવાની આજે અનિવાર્ય આવશ્યકતા છે અને એ આવશ્યકતા મુજબ પ્રભુશાસનની સુવિશુદ્ધ પ્રણાલિકાને અનુસરીને એ વાત હું આજે જાહેર કરી દઉં છું અને કહું છું કે -
ગુણનિરૂપણ ભલે કરો. પણ વ્યક્તિની પ્રશંસા વખતે એકદમ સાવધ થાઓ. જેના તેના ગુણ ગાવાથી પમાયેલું સમ્યકત્વ (જે માનો છે તે) નહિ ટકે. નિરંતર દોષોનું સેવન એ આત્માના શુદ્ધ ગુણનું પણ ઘાતક છે. લોકવાહવાહના શરણે થવું એ પરમતારક ધર્મના શરણનો પરિત્યાગ કરવા જેવું છે. માટે ચેતો અને સમજો કે, ગુણાનુરાગી, ગુણરાગના નામે નિર્ગુણીનો અને દુર્ગુણીનો મહિમા વધારવાની ક્રિયા ન જ કરે.”
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ - 50
બાકી આજના મૂર્ખાઓની તો, પ્રશંસા જ જુદી છે. કારણ કે, આવેશમાં આવીને તેઓ કહે છે કે, ‘અમુક ગૃહસ્થ તો એવા કે સાધુથી પણ વધી જાય !' હવે વિચારો કે, આ રીતે ગુણ ગવાય અને સાધુ પણ આ રીતે ગુણ ગાય તો પેલો કદી પણ ગૃહસ્થપણામાંથી બહાર નીકળે ? નહિ જ, વળી કઈ અપેક્ષાએ ગૃહસ્થને સાધુ કરતાં વધુ કોટિમાં ગણાય ? અને જો ગૃહસ્થ, સાધુ કરતાં વધતા હોત તો તો સાધુતાની કિંમત પણ શી રહે ?' પણ આ બધું વિચારવું છે કોને ? ગૃહસ્થપણામાં પણ શ્રી તીર્થંકરદેવ જેવી વિરક્તાવસ્થા કોઈની પણ હોય છે ? નહિ જ. દેવલોકમાં પણ એ તા૨કનો આત્મા તો વિરક્ત હતો. તે ભવમાં પણ, ગૃહવાસમાં વિરક્ત હતા. છતાં પણ જ્યાં સુધી સંસાર ન તજ્યો ત્યાં સુધી એ મુનિ તરીકે ન ઓળખાયા અને શાસ્ત્ર એમને મુનિ તરીકે ન ઓળખાવ્યા. એ તારકનું જ્ઞાન ઘણું. એ તારકનો વિરાગ ઘણો, એ તારકનો ભોગવટો પણ ભોગકર્મના ક્ષય માટે, એ તારકની જિતેંદ્રિયતા પણ અજબ. કેમ કે, તીવ્ર આરાધના કરીને એ આવેલા છે. ઇંદ્રિયો પર કાબૂ એટલોં કે, દુનિયાની કોઈ ચીજ એ તારકના આત્માને ચલિત કરી શકતી નથી, કોઈ વિષય એ તારકના આત્માને આકર્ષી શકતો નથી. આવા આત્માને પણ શાસ્ત્ર ત્યાગી બન્યા વિના, સર્વ સાવદ્ય યોગના પચ્ચક્ખાણ વિના, મુનિ તરીકે ન ઓળખાવ્યા માટે પ્રશંસા કરતાં પહેલાં વિચારો કે પ્રશંસા કોની ને કેટલી હદે તથા કંઈ મર્યાદામાં થાય ?
ન
701
૧૩૧
પ્રભુશાસનનો વિવેક એ દુનિયામાં મોટામાં મોટો દીપક છે. એ દીપક, સત્ય તથા અસત્યને નિરાળાં કરીને બતાવે છે. કથનની યોગ્યાયોગ્યતાનું એનાથી માપ નીકળે છે. એ દીપક નથી માટે જ આજે કંઈનું કંઈ વેતરાય છે. એ જ કારણથી એ દીપકને પામીને અને દીપકની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ દીપકને પામેલાઓની નિશ્રામાં રહી અનેક પાપોની માફક આ ચોથા દોષરૂપ પાપથી પણ બચવાની અત્યંત જરૂર છે.
આપ આ રીતે વિવેકરૂપી દીપક દ્વારા સત્ય અને અસત્યને નિરાળાં કરવાનું સમજાવો છો. પણ કેટલાંક એવો આક્ષેપ કરે છે કે આપ આમ કરીને ક્લેશ વધારી રહ્યા છો. એ જ રીતે દીક્ષા સંબંધમાં પણ તેઓ એવો પ્રશ્ન કરે છે કે દીક્ષાથી ક્લેશ થાય છે તો દીક્ષા બંધ કેમ ન કરાય ?’
સભા :
ક્લેશ થાય એટલા માત્રથી સારાં કાર્યો બંધ ન કરાય !
દીક્ષાથી ક્લેશ થાય છે, તો એટલા માત્રથી દીક્ષા બંધ ન કરાય ! જગતના મોહવશ જીવોનો ક્લેશ કરવાનો સ્વભાવ છે. ધર્માત્માને ધર્મ કરતો દેખી મોહાધીન આત્માઓ ધાંધલ કરે એટલે ધર્મીએ ધર્મ ક૨વો મૂકી દેવો ? મોહની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 702 મારામારી સંયમના નામે ચડાવાય ? શાંતિના નામે મોહની ક્રિયાને પુષ્ટિ આપવાની ? અજ્ઞાનીઓનો ઉત્પાત જ્ઞાનીના નામે ચડાવવાનો ? - તાર્કિકશિરોમણી આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે, દુનિયાના તમામ કુમતોની ઉત્પત્તિ શ્રી જિનેશ્વરદેવની વાણીમાંથી થઈ છે. ભગવાને ભરતક્ષેત્રમાં ધર્મ સ્થાપ્યો ન હતો, ત્યાં સુધી એક પણ કુમત નહોતો. સૂર્ય ન ઊગે તો અંધારાને જાણે કોણ? કુમતની ઉત્પત્તિ શ્રી જિનેશ્વરદેવની વાણીથી થઈ. પણ એમાં શ્રી જિનેશ્વરદેવે શું કરે ? એ ગમે તેવું સારું કહે પણ કુબુદ્ધિના ધણીઓને ઊંધું જ દેખાય તેમાં ઉપાય શો ? એવાને ઊંધું દેખાય અને કુમતો ફેલાવે તેથી ભગવાન વાણીનો પ્રકાશ ન કરે ? શિખામણની પણ વાત ઊંધાને ઊંધી જ લાગે ત્યાં શિખામણ દેનાર શું કરે ?
દીક્ષા લેનાર કહે છે કે, “બાપાજી!હું સંસારની તમામ સુખસામગ્રી અહીં મૂકીને જાઉં છું, મને એમાં હવે કાંઈ રસ નથી. મારે મારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવું છે, મને રાજીખુશીથી રજા આપો.”તોયે બાપાજી કહે કે, “ના, તને જવા જ ન દઉં' - એનું શું થાય ? અહીં કલેશનું કારણ સંયમ છે કે મોહ છે? બેય વસ્તુના સ્વરૂપને બરાબર સમજો તો આવા પ્રશ્ન ન ઊઠે. દુઃખે પેટ ન ફૂટે માથું, ત્યાં વૈદ્ય શું કરે? કુલેશની ધમાધમ દેખાય છે. પણ તે કોના કારણે છે, એ વિચારો. જો એ સંયમના કારણે છે તેમ સાબિત કરો તો વિચારણા કરવા તૈયાર છું.
ધર્મને દુનિયાના કજિયાના કારણ તરીકે મનાય કેમ ? રાગ એ કજિયાનું કારણ છે. પણ ત્યાગ એ કજિયાનું કારણ નથી. ત્યાગને કજિયાનું કારણ કહેનારાં અજ્ઞાની છે. જે કજિયો કહે છે તેનામાં ત્યાગ નથી. કુટુંબીઓ રોવા બેસે તેની સાથે ત્યાગી પણ રોવા બેસી જાય તો કહેવું પડે કે તેનામાં ત્યાગ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ જ્યારે ત્યાગી થઈને ચાલ્યા ત્યારે નંદીવર્ધનની છાતી ભરાઈ ગઈ, રુદન ચાલુ થયું, પણ ભગવાન ઊભા ન રહ્યા કેમ ? એ જાણતા જ હતા કે ભાઈ તો રડવાના જ. કારણ કે એ મોહને આધીન છે. મોહના બંધનથી બંધાયેલા છે. મોહાધીનોનો એ સ્વભાવ છે. નંદીવર્ધન રાગના બંધનથી બદ્ધ હતા, પ્રભુ પરમ વિરાગી હતા. બંનેયની આંતરદશા જુદી હતી.
શ્રી નંદીવર્ધને પણ એ વાત કબૂલી કે – निराग चित्त ભાઈ ! હું રાગી અને તું વિરાગી' એમણે એમ ન કહ્યું કે, તું મને રડાવીને
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -50
જાય છે. માટે હું રડું એનું કર્મ તને. એક આત્મા સારી કરણી કરે અને બીજાને પોતાની અયોગ્યતાના કારણે એ ન ગમે. એટલા માટે ધર્માત્મા એ ધર્મસ્વરૂપ સા૨ી ક૨ણીને શું છોડી દે ?
703
૧૩૩
‘લોગ વિરુદ્ધચ્ચાઓ' – પદનું તાત્પર્ય સમજો !'
આજના લોકોએ ‘ોવિરુદ્ધશ્ચાઓ' એ પદ પોતાના બચાવ માટે શોધી કાઢ્યું છે. કહે છે કે લોકવિરુદ્ધ ક્રિયા કોઈ કાળે થાય જ નહિ. પણ જો એમ મનાય તો પહેલું લોકવિરુદ્ધ ભગવાને જ કર્યું એમ કહેવું પડે. કારણ કે લોકમાં સર્વવિરતિ કેટલાને ગમે ? અને ભગવાને તો પોતે સર્વવિરતિ સ્વીકારી અને જગતના અન્ય સર્વ યોગ્ય આત્માઓને શક્તિ હોય તો સર્વવિરતિ સ્વીકારવાનું જ ફરમાવ્યું. લોકને તો ખાવું-પીવું, પહેરવું-ઓઢવું, હરવું-ફરવું એ બધું જ ગમે. એને સર્વવિરતિ થોડી ગમે ? લોક તો વાતોનો રાગી. જે બાજુની હવા તે બાજુનું બોલે, એને કાંઈ નિશ્ચય સિદ્ધાંત ન હોય.
સભા લોક એટલે પંચ ને ?’
પંચ તો તે કહેવાય કે, જે વગર વિચાર્યે એક શબ્દ પણ ન બોલે. જેમ તેમ બોલી નાંખનારને પંચ ન કહેવાય. પંચ બધાની વાત ઠંડા કલેજે સાંભળે પણ એના પેટનું પાણી ન હાલે. એ ભલે હજારોની વાતો જાણે પણ એના હૃદયની વાત બહાર, ન જાય. આજે બધી વાત જુદી છે. જેમ તેમ વગર વિચારે બોલનાર બહુ વધી ગયા છે; પણ એ એક પ્રકારનું ગાંડપણ છે.
શ્રી શાલિભદ્રની ઋદ્ધિ જોઈને શ્રી શ્રેણિક મહારાજાએ એમનું ભોગપુણ્ય માન્યું અને શ્રી શ્રેણિક મહારાજાને પોતાના રાજા તરીકે ઓળખ્યા પછી શ્રી શાલિભદ્રે એમનું રાજપુણ્ય માન્યું. શ્રી શાલિભદ્રે વિચાર્યું કે મારે રાજા ન જોઈએ તો દીક્ષા લેવી. પણ સંસારમાં રહેવું અને સ્વામી ન જોઈએ એ ન ભૂતો ન ભવિષ્યતિ । દુનિયામાં દુર્દશાનો અભાવ હોય જ નહિ. દુનિયાના રંગરાગમાં ફસાયેલામાં નિર્લેપતા સંભવે નહિ. વસ્તુના કાર્ય કારણને જુદાં પાડો તો સાચી
વાત સમજાય.
ઘણા વિદ્યાર્થીને માસ્તર પર ગુસ્સો આવે છે. કેમ કે, એ બેસવાની અને વાંચવાની ફરજ પાડે છે. રમતિયાળ સ્વભાવના વિદ્યાર્થીઓને બેસવું અને વાંચવું ગમતું નથી. તેથી એ ફરિયાદ કરે છે કે આ શિક્ષક કડક છે માટે ગમતા નથી. પણ એ ચાલે ? જ્ઞાની કહે છે કે, એ કડકાઈનું કારણ તારો ૨મતિયાળ સ્વભાવ છે. રમત મૂકી વાંચવા-ભણવાનું ચાલુ કર તો શિક્ષણ કડકાઈ નહિ બતાવે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
704
ફ્લેશના ભયથી ધર્મ છોડીએ તો !
અહીં પણ લાલસા તથા મોહ છોડવો નથી તો એ છોડ્યા વિના ક્લેશ કેમ મટે ? ભગવાન ચોખ્ખી ના કહે છે. તમે ગુણ-દોષને ઓળખી શકતા જ નથી. સંયમ એ ગુણ કે મોહ એ ગુણ ? ઘી ન ખાવાના નિયમવાળો માના રોવાથી ઘી ખાઈ લે ? ઝાંઝરીઆ મુનિવર ફસાયા નહિ અને શાસનહીલના કરાવી એના કરતાં એ સ્ત્રીનું જરા માન્યું હોત તો ! એવું કહેવાય ? ન માન્યું એ,એમની ભૂલ ગણાય ? એ બાઈની શી માંગણી હતી ? જરાક ઓઘો આઘો મૂકીને પોતાની સાથે રહેવાનું માંગ્યું હતું ને ? એ માન્યું હોત તો કજિયો મટત અને નાહકની શાસનની ‘હા-હા’ ન થાત એમ હતું ને ? છતાં એમણે માન્યું ? કેમ ન માન્યું ? કહો કે, એ ન માનવામાં જ શાસનની શોભા અને રક્ષા હતી; માનવામાં તો પોતાનો નાશ અને શાસનનું પણ અહિત જ. હતું. સીતાજીએ એમ ન વિચાર્યું કે, ‘થનાર હતું તે થયું; ક્લેશ વધે છે તો રાવણની વાત માની જાઉં !! ભયંકર યુદ્ધ થયું, અનેકની જાનહાનિ થઈ, પણ એ બધી વાત ગણતરીમાં ન લીધી. આ બધી વાત જાણો છો ને ?
આજની દુનિયાનો ન્યાય તો ઊંધો છે. એક માણસ ધર્મ પાળવા માંગે તેથી બીજા નારાજ થાય ત્યારે, કહેનારા ધર્મીને ધર્મ છોડવાનું કહે છે. પણ પેલાને અધર્મ છોડવાનું નથી કહેતા. આનું કારણ વિચારો ! એ વિચારતા નથી તેથી જ આજે પાપ વધ્યું છે. આજના લોકોની સલાહ જ જુદી. કહેશે કે, ‘ધર્મ સારો પણ મા-બાપને કાંઈ નારાજ કરાય ? સંસા૨માં ૨હ્યા માટે બધું જ કરવું પડે. સંસારમાં તો અસત્ય વિના ન ચાલે, અનીતિ પણ કરવી પડે. રોજ ઊઠીને ઘરમાં કજિયા ન કરાય. ટકટક થતી હોય તો માથે દેવું કરીને પણ લાવવું પડે.’ આવી સલાહ આપનારા આજે ઘણા. પછી એ દેવું કોણ બાપ ભરે ? પાઘડી ફેરવવાનો વારો આવે. બૈરી-છોકરાંને રાજી રાખવા જતાં કંઈકને પાઘડી ફેરવવી પડી. ઉપરથી એ જ બૈરી-છોકરાં, દેવાળું કાઢ્યું માટે ગાળો પણ સંભળાવે. આવો છે આજનો તમારો સંસાર.
ધર્મીએ તો કહી દેવું જોઈએ કે સંસારમાં રહ્યો છું તો નીતિથી બનશે તો લાવીશ. બાકી તમારી ખાતર અધર્મ કરવા કાંઈ બંધાયેલો નથી.
દૃષ્ટિ નિર્મળ બનાવો તો વાસ્તવિકતા સમજાય :
તમારે તો ધર્મ કે ધર્મના સ્વરૂપને જાણવું નથી, અધર્મ કે અધર્મના સ્વરૂપનેય જાણવું નથી, ધર્મ-અધર્મના ફળને પણ સમજવું નથી અને અધર્મના ફળને ધર્મના
Page #156
--------------------------------------------------------------------------
________________
705
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
૧૩૫
નામે ચઢાવવું છે, તો એ કેમ બને ? આજે કોઈ જરા દુ:ખી થાય તો પેલા નામદારો તરત કહેશે કે, ‘જોયું ? કરને પોસા પડિક્કમણાં ! શું ફળ કાઢ્યું ? આ જમાનામાં આવું બધું ન ચાલે. વ્યાખ્યાન, પૂજા કરે શું વળે ? બાર કલાકની નોકરી બરાબર કરવી પડે, તો રોટલા ભેગા થશો. આ અમે મરતાં સુધી મહેનત મજૂરી કરી તો આજે સુખી છીએ. દેરું-અપાસરો અને સાધુઓની પાછળ આંટા-ફેરા મારવામાં રહ્યા હોત તો આજે અમારી દશા પણ તમારા જેવી જ હોત માટે જરા સમજો !' આવું સંભળાવનારા આજે ઘણા મળશે.
દુનિયામાં રહેનારા દુનિયામાં રહેનારને ન ઓળખે. તમારા છોકરાની ખોડખાંપણ તમને ન દેખાય; એ તો બીજો જુએ એને દેખાય. પોતાની આંખમાં પડેલું તણખલું કે ફૂલું જોવા માટે દર્પણ જોઈએ. આંખનો એ દુર્ગુણ છે કે પા૨કું બધું જુએ પણ પોતાનું ખરાબ ક ંઈ એને ન દેખાય. દુનિયાનું સ્વરૂપ મોહાંધો જાણે કે દુનિયાથી દૂર રહ્યા હોય તે જાણે ? અમે તમને સાચું સ્વરૂપ સમજાવીએ ત્યારે તમે ‘ઘેર ઘેર માટીના ચૂલા' કહીને ઊભા રહેવાના. દુનિયા આવી ને તેવી કહીને તમે શું કરવાના ? કહો કે, એનું એ જ. હું કોઈ બાપને કહું કે, છોકરાને આવી સલાહ દેવાય ? તો એ તરત કહેશે કે, ‘હું એકલો થોડો દઉં છું ? બધાય એવી જ દે છે.’ પણ બધા કૂવે પડે તો તમેય પડવાના ? ત્યાં તો કહેશે કે, નહિ માટે દરેક વસ્તુના નિદાનને પરખતાં શીખો ! તમે તો એવી કાર્યવાહી આરંભી છે કે કોઈ પણ વસ્તુને સાચી રીતે ઓળખી શકતા નથી. તમે દીર્ઘદર્શિતા ગુમાવી છે. પરિણામ જોવાની તમારી પાસે દૃષ્ટિ નથી અને એ દૃષ્ટિ કેળવવાનો પ્રયત્ન પણ નથી. કેવંળઃ પોતાની માન્યતા પર રાચવાથી કદી ઉદ્ધાર ન થાય. ઘણા કહે છે કે, શું, અમારું માનવું ખોટું ? જ્ઞાની કહે છે કે, શાસ્ત્રદૃષ્ટિ વિના બધું ખોટું છે. દૃષ્ટિને શુદ્ધ બનાવીને પછી આગળ ચાલો. તે માટે ‘અહં’ ભાવને કાઢવો પડશે. અહંભાવ એ એવો દુર્ગુણ છે કે, જે વસ્તુને યથાર્થરૂપે દેખવા ન દે, ગુણને ગુણરૂપે જોવા ન દે, ગુણમાં પણ દોષ શોધવાની મહેનત કરાવે, પરિણામે ગુણીના ગુણને આઘા મુકાવી અવગુણનો ધજાગરો ચઢાવે.
વસ્તુની પરીક્ષા નાશ પામી. તેથી સમ્યક્ત્વના ચોથા દોર્ષ ઘર ઘાલ્યું છે. ગૃહસ્થની પ્રશંસા સદ્ગુણ નથી.
गिहिपसंसा न कुणइ साहु । - સાધુ ગૃહસ્થની પ્રશંસા ન કરે !
વિવેકદૃષ્ટિ અને આત્મનિરીક્ષણની અનિવાર્યતા :
ગૃહસ્થ તો બિચારા મોહમાં પડેલા. જો એમની પ્રશંસા કરવામાં આવશે તો
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ પોતાના સ્થાનથી ઊંચા આવશે જ નહિ. વળી એ પોતે પોતાને સમજદાર અને ડહાપણવાળા માને છે. એમાં એને ટેકો આપવામાં આવે. પછી શું થાય ? મૂર્ખને બુદ્ધિમાન કહેવાથી એને પહેલા નંબરનો સન્નિપાત થવાનો. મૂર્ખાને ડાહ્યાના ઉપનામથી ઓળખાવવામાં આવશે તો એ જ્યાં ત્યાં પોતાનું ડહાપણ બતાવ્યા વિના રહેશે નહિ. માટે એવી ઉતાવળ ન કરવી એ જ હિતકર છે. એવા માણસોનાં સાધુ વખાણ કરે અને એ સાધુને ત્રણ ખમાસમણા દે; તેથી એની કે સાધુની મુક્તિ ન થાય. એ માટે સમજ, વિવેકદ્રુષ્ટિ અને આત્મનિરીક્ષણ જોઈએ. સમજુ દેખાવાનો ડોળ કરનારા પોતાની ખામી જુએ ખરા ?
706
તાવ આવે તો માપો પણ પોતાના આત્માની ખામી કદી માપી ? સૂતાં, બેસતાં, ઊઠતાં પોતાના દોષ જોયા ? જોઈને કાઢવાનો નિર્ણય કર્યો ? જરા સારું કામ થઈ ગયું હોય તો ચોવીસે કલાક જ્યાં ત્યાં ગાયા કરનારા પોતાના દોષને તો વિચારે જ નહિ, એ ચાલે ? હૈયામાં જુદું, વચનમાં જુદું અને વર્તાવમાં જુદું, એ કેમ ચાલે ? પણ આ બધું કોણ સમજે ? પોતાના જીવનનું નિરીક્ષણ કરે તે કે બીજા ? આત્મનિરીક્ષણ વિના ગુણ-દોષની પરીક્ષા થઈ શકે નહિ.
અનંતજ્ઞાનીઓએ સુંદર પરિણામને પણ મિથ્યાત્વના યોગે અસુંદર ઓળખાવ્યો છે. સારી પણ ક્રિયા ખરાબ ધ્યેયથી કરવામાં આવે તો ખરાબ તરીકે ઓળખાવી છે. જેની દૃષ્ટિ શ્રી જિનેશ્વરદેવના આગમથી વિપરીત હોય તે બધા મિથ્યાદષ્ટિ છે. એવાના ગુણ ગવાય ? જેના ગુણ ગાવાથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય, મિથ્યાત્વની પુષ્ટિ થાય, એવું કામ ધર્માત્માથી થાય ? સાધુ પોતાનો ધર્મ સાચવે કે સામાનું મન સાચવે ? સાધુ કોઈનું માન સાચવે કે ભગવાનનો ધર્મ સાચવે ? સાધુ જો ભગવાનના ધર્મના ભોગે સામાનું દિલ સાચવે તો આ ઓધો રાખવાનો તે અધિકારી નથી. સામાનું મન સાચવવાની મહેનત કરે એ સાધુનો ગુણ નથી પણ દુર્ગુણ છે. સાધુએ ધર્મ સાચવવો કે સામાના વિચાર ? તમને સાચું સમજાવવું જરૂરી કે તમારું મન સાચવવું જરૂરી ? વ્યાખ્યાન સામાને ખુશ કરવા માટે નથી. પણ સત્યાસત્યનો વિવેક કરાવવા માટે છે. વ્યાખ્યાન શા માટે ?
આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે કે - वैराग्यरंगो परवंचनाय धर्मोपदेशो जनरंजनाय ।।
‘પરવંચનાય’ એટલે પારકાને ઠગવા માટે શું ? વૈરાગ્યનો રંગ દેખાડવો તે અને ‘જનરંજનાય’ એટલે લોકને રાજી કરવા માટે ધર્મનો ઉપદેશ કરવો તે.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ - 50
૧૩૭
આ બંને દોષ છે. બંને ઠગવિદ્યા છે. લોકરંજન માટે ધર્મદેશના નથી. લોકને રાજી કરવા આ પાટે બેસવાનું નથી. તમને રાજી રાખવા પાટે બેસીએ તો આ પાનાં તો નામનાં જ અમારા હાથમાં રહી જાય. તમે રાજી થાઓ એવું આ પાનાંમાં કાંઈ નથી. તમે રાજી શામાં થાઓ ? તમે રાજી થાઓ એવું આ પાનાંમાંથી મળે તો જરૂર એમ કરું પણ એ અશક્ય છે. હાથમાં શ્રી જિનેશ્વરદેવનું આગમ લેવું અને તમારા મનનું રંજન કરવું એ કોઈ રીતે શક્ય નથી. તો હવે શું કરવું ? તમને રાજી રાખતાં આપણે બેય લાજીએ અને આ આગમને રાજી રાખતાં આપણે બેય રાજીએ (શોભીએ). કયું સારું ? બોલો, તમને શું ગમે ?
707
સભા ‘પાછળ આવતી વૈરાગ્યની વાતો કાઢી નાંખો તો બધું ગમે.’
આ જ વાંધો છે. આ શાસ્ત્ર એમ ક૨વાની ના કહે છે. જ્ઞાનીઓ કહે છે કે, જે કથામાંથી વૈરાગ્ય નીકળી જાય. એ બધી કથાઓ પાપકથા બને છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા માટે પાપકથાઓ વાંચવાનો અને સાંભળવાનો પણ નિષેધ છે. દુર્ગતિમાં લઈ જનારી કથા સારી હોય કે રસમય હોય તો પણ શું કામની ? માણસ રૂડોરૂપાળો હોય પણ એને નાક ન હોય, પાઘડી દુપટ્ટાવાળો હોય પણ એને શાખ ન હોય, રસોઈ મજેની હોય પણ એમાં લૂણ જ ન હોય; આ બધું શું કામનું ? શાસ્ત્ર કહે છે કે; જેની દેશનામાં વૈરાગ્ય નથી તે ધર્મદેશક નથી પણ ભાંડ ભવૈયા છે. આ પાટે બેસીએ છીએ કે કાંઈ નાટક ક૨વા નહિ. ધર્મદેશનાને રાજારાણીની વાત સાથે નિસબત શી ? નિસબત હોય તો પણ તે અંતે વૈરાગ્ય લાવવા માટે, તમને રાજી ક૨વા માટે નહિ. અહીં તો વૈરાગ્ય જ વંચાય. વૈરાગ્ય અને વૈરાગ્યપોષક વાતો સાંભળવાની ઇચ્છા હોય તો જ અહીં આવો એ લાભદાયી. રાંગની કથા સાંભળવા અહીં આવવાનું શું કામ ? એ તો સંસારમાં બધે મળશે. આખો સંસાર રાગથી ભરેલો છે. સ્ત્રી પરિવારનાં મોં જોયા કરો તોયે રાગ પોષાશે. રાગ માટે અહીં આવવાનું યોગ્ય નથી. અહીં તો વિરાગ માટે જ અવાય. વિરાગની વાતો આ સ્થાન સિવાય બીજે દુર્લભ છે.
આચાર્ય ભગવાન શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા હૈયાનો પશ્ચાત્તાપ વ્યક્ત કરતાં કહે છે કે -
धर्मोपदेशो जनरंजनाय -
આથી આપણને એ મહાપુરુષ સમજાવે છે કે ધર્મોપદેશ જનરંજન માટે ન હોય. લોકરંજન ન જોવાય પણ લોકનું ભલું જોવાય. રમતિયાળ છોકરાને સમજુ બાપ કહે કે, તને ૨મતો જોઈને રાજી તો થાઉં પણ પછી શું ? મોટો થાય
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 708 ને કમાઈ ન શકે તો તારું થાય શું ? તારું અહિત થતું જોઈને રાજી કેવી રીતે થાઉં ? એ જ રીતે વ્યાખ્યાન શા માટે ? એનો જવાબ આપો ! સર્વત્ર ધર્મલાભ, અર્થલાભ ક્યાંય નહિ?
તમે તો કહો છો કે, “અમારી સંસારની કાર્યવાહીમાં સાધુ પીઠ થાબડે.' હું કહું છું કે, તો પછી અહીં આવવાની જરૂર પણ શી છે ? અમે જ તમારા ઘરે અને પેઢીએ આવી ધન-ધાન્ય વૃદ્ધિના આશીર્વાદ આપી જઈએ એટલે કામ પતી જાય. પણ પછી શું ? અહીંથી મરીને આપણે બેયને ક્યાં જવાનું ? માટે સમજી રાખો કે અમારાથી એ બને નહિ. અમારે તો અહીં પણ ધર્મલાભ. અને તમારા ઘેર આવીએ તો પણ ધર્મલાભ. દીનને પણ ધર્મલાભ અને શ્રીમાનને પણ ધર્મલાભ. ભક્તને પણ ધર્મલાભ અને દુશ્મનને પણ ધર્મલાભ. હાથ જોડનારને પણ ધર્મલાભ અને ગાળો દેનારને પણ ધર્મલાભ. અમારા પગમાં. પડનાર કે અમારા માટે લાખો ખર્ચનારને પણ અમારે ધર્મલાભ જ આપવાના પણ અર્થલાભ કોઈને નહિ. '
શાસ્ત્ર કહે છે કે કોઈ હાથ જોડે એટલા માત્રથી તેનામાં ધર્મ આવ્યો એમ ન કહેવાય. પણ આત્મકલ્યાણ માટે જોડે ત્યાં ધર્મ આવ્યો એમ કહેવાય. ધર્મક્રિયા દ્વારા સંસારના સુખ મેળવવાની ભાવનાને લઈને તમારી ભીખ મટતી નથી. ધર્મલાભમાં બધું સમાય છે એવું સમજનારા તો એક ધર્મની જ આશાએ હાથ જોડે છે. એના પ્રતાપે મળે બધું પણ એ મળ્યા છતાં ધર્મ જીવંત રહે છે, અને ધનાદિ ઇચ્છવાની વૃત્તિ સદા માટે મટી જાય છે. જૈનપણાને પામેલો આત્મા દુઃખના કાળમાં પણ સમાધિના સુખનો ભોક્તા હોય છે. ખરા જૈનને કર્મના યોગે દુ:ખ હોય તો પણ એ દુઃખી ન હોય. એવા આત્માને સંસારના પદાર્થની ઇચ્છા થાય તો તે ધર્મ સારી રીતે કરવા માટે થાય. પણ સુખમાં મઝા કરવા માટે નહિ. માટે સમજુ છો તો જેને નમો, હાથ જોડો, તે પહેલાં નક્કી કરો કે એમાં કાંઈ પ્રપંચ તો નથી ને ? તમે જે કહો તેમાં હા ભણાવવાની ઇચ્છા માટે હાથ જોડતા હો તો હું કહું છું કે તમે સાચા વાણિયા પણ નથી.
કહેવત છે કે વાણિયો લાભ વિના લોટે નહિ. પૈસો દેખે તો જ ધૂળમાં હાથ નાખે. હીરો દેખે તો જ વાંકો વળે. વેપારી લાભ ગેરલાભ પહેલાં જુએ. આ હું આત્મિક લાભની વાત કરું છું. ખરી વાત એ છે કે તમે ધર્મના માર્ગે બુદ્ધિ કેળવી જ નથી. પૈસા કમાવામાં, વ્યાજ ગણવામાં, જમા ઉધાર કરવામાં, ચોપડા લખવામાં, સહી લેવામાં, સામાને લખતાં ન આવડે તો અંગૂઠો ચીતરાવવામાં, એ બધી વાતોમાં તમે કુશળ છો. વકીલ, બૅરિસ્ટર બધાને પૂછીને પાકું કામ કરો
Page #160
--------------------------------------------------------------------------
________________
709
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -
-50
૧૩૯
એવા છો. એક મિનિટમાં પાંચ ગીની આપીને પણ સલાહ લઈ લો એવા છો. માત્ર અહીં જ કાંઈ સમજવાની વાત નથી. બધા વાંધા જ અહીં નડે છે.
હું કહું છું કે તમે કદી અમારી વાતમાં સમજ્યા વિના હાજી ન ભણો. ન સમજાય ત્યાં સુધી ના કહો. સારો વૈપારી લાખોની ઊથલપાથલ કરનારો અહીં સમજ્યા વિના ‘હાજી' કેમ ભણે ? માટે સમજો, ન સમજાય તો પૂછો અને સમજીને પછી બીજાને સમજાવો. ધર્મ સાથે જાણે કશી નિસબત જ ન હોય એવું ન રાખો.
આજે ધર્મ સંબંધમાં તમારી દશા કેવી છે ? પાડોશી કહે કે, ચોર પેઠો, તોયે કહે કે જોઉં છું. ફરી ચેતવે કે, માલ ઉઠાવ્યો, તોયે કહે કે, ક્યાં જવાનો છે ? પછી કહે કે આ તો ચાલ્યો લઈને ! તોયે કહે કે, ભલે જાય ! કેટલેક જશે ? આ એમ ને એમ ચોર બધું લઈને ચાલ્યો જાય, અદશ્ય થાય, પછી પોલીસમાં ફરિયાદ કરવા જાય ત્યારે પેલો પાડોશી કહે ને કે, ‘ભાઈ ! કાં તો તું ચોરને ઓળખતો નથી. કાં તો બાયલો છે - બાકી આમ ન હોય. તારું લૂંટાય એમાં નવાઈ નથી.' ડાહ્યો માણસ કદાપિ ચોરથી ડરે તો પણ આંખના ઇશારે કે ગળાના ખોંખારે બીજાને જણાવે, માણસ ભેગા કરે, બને તો પોલીસને ખબર પહોંચાડે અને માલ ચોરાતો અટકાવવા કોશિશ કરે. આવું કાંઈ ન કરે એને તમે બેવકૂફ જ કહોને ? તો એમાંનું અહીં કાંઈ નહિ કરવાનું ? એવું કેમ ચાલે ?
પૂર્વાચાર્યોનાં, પૂર્વે થઈ ગયેલા ૫૨મ પ્રભાવકોનાં અને પૂર્વના શ્રાવકોનાં દૃષ્ટાંતો સાંભળ્યાં છે કે નહિ ?
સભા ‘આ ગ્રાહક છે કે ઉઠાવગીર, એ ન સમજાય તો ?’
એવો માણસ પેઢી ખોલીને ન બેસે; નહિ તો વહેલો લૂંટાઈ જાય. સમ્યક્ત્વના ચોથા દોષનું વર્ણન ચાલે છે. પ્રમોદભાવના સાચવવી છે અને સમ્યક્ત્વમાં દોષ લાગવા દેવો નથી. ગુણ દેખીને આનંદ જરૂ૨ થાય પણ ગુણ તેવાના ન ગવાય કે જેથી તેના પરિચયમાં આવનારના ગુણ સળગી જાય. વર્ણન કરતાં ન આવડે અને સમજ્યા વગર બોલાય તો પ્રમોદભાવના નાશ પામે અને સમ્યક્ત્વમાં ઘા પડે. વરસાદ અધિક થાય તો ધાન્ય સડી જાય. એ રીતે ખોટા ગુણની પ્રશંસા થાય તો ડાળાં પાંખડાં સડે અને ફળ મળે નહિ. બીજ સાચવવું અને ફળ ખાવું. ગુણાનુરાગ એ બીજ છે. એ બરાબર સાચવવું. પણ અયોગ્ય સ્થાનમાં રહેલા ગુણની પ્રશંસા ન થાય તો ફળ ખવાય. ગુણ દેખી પ્રમોદ થવો એ ગુણાનુરાગ. જ્યાં ગુણ દેખાય ત્યાં દુઃખ ન થાય, આનંદ જ થાય. એમ થાય કે આ ગુણ મારામાં કેમ નહિ ? વેપા૨ીની ક્ષમા જોઈને સાચા
Page #161
--------------------------------------------------------------------------
________________
710
૧૪૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ગુણાનુરાગીને એમ થાય કે આવી ક્ષમા ધર્મમાં હોય તો ? પણ એ વાત ૨ખાય હૈયામાં. બહાર ગુણ ગાવા હોય ત્યારે એ કોણ છે તે જોવું પડે. મોહાંધોની દશા પણ પારધી જેવી
પારધી જાળ બિછાવી અનાજના દાણા નાંખી સેંકડો કંબૂતરો ભેગાં કરે છે. એક પણ ઊડી ન જાય માટે બરાબર પહેરો ભરે. એની ચાલ પણ એવી હોય કે જે જોઈને મુનિની ચાલ યાદ આવે. દૂરથી આવનારને ઇશારાથી અવાજ ન ક૨વા કહે, જેથી કબૂતરોને દાણા ખાવામાં જરાય અંતરાય ન પડે. ચહેરા પર દયાના ભાવ દેખાડે. ન ઓળખે તે તો ‘કેવો દયાળુ !' એમ કહીને ચાલ્યો જાય. પણ સમજદાર તો પૂછે કે, ‘કોણ છે ?’ જો કોઈ કહે કે, ‘અમુક શૈઠ છે’ તો તો ચાલ્યો જાય, પણ ખબર પડે કે ‘પારધી છે' તો એ એવી બૂમ પાડે કે બધાં કબૂતરો ત્રાસ પામીને ઊડી જાય. કબૂતરો મજેથી ખાતાં હતાં. એને ઉડાડી મૂકયાં, તો એને પાપ લાગ્યું ? કબૂતરોને ત્રાસ પમાડ્યો, ભોજનનો અંતરાય કર્યો અને પારધીને ગુસ્સે કર્યો તો એને કર્મ બંધાયને ?
સભા ‘ના, જરા પણ નહિ. એણે તો કબૂતરોને બચાવ્યાં.’
ત્યાં એણે એમ વિચાર્યું હોત કે આપણે શું ? નાહક કોઈને ત્રાસ શા માટે પમાડવો ? તો એ દયાળુ કહેવાય કે દયાહીન ? આવે વખતે ભોજનના અંતરાયની ચિંતા કરનારા કમઅક્કલના ધણીઓમાં શ્રી જૈનશાસન રહી શકે ખરું ? દયાની આવી વાયડી વાતો કરનારા શ્રી જૈનશાસનને પામેલા કહેવાય કે પામવાનો ડોળ કરનારા કહેવાય ? આ શાસન પામ્યા પછી પણ કપટ-પ્રપંચ ચાલુ રહે અને એનું દુઃખ પણ ન રહે તો એ આત્મઘાત કરવા જેવું છે. આ શાસનને પામ્યા પછી તો વિવેકી અને સરળ બનવું જોઈએ. યોગ્ય સ્થાને ગુનો એકરાર કરવો જોઈએ. લુચ્ચાઈ આ શાસનમાં ન નભે. એ તો મૂર્ખાઓના ટોળામાં નભે. લોકની અજ્ઞાનતાથી અહીં કદાચ ફાવ્યા તોયે કર્મ નહિ છોડે.
આ શાસન અનુપમ છે. કોઈની શરમ અહીં ચાલતી નથી. ચૌદ પૂર્વધરો પણ ભૂલ્યા તો નિગોદમાં ગયા એવું કહેનાર આ શાસન છે. ચારિત્ર મોહનીયનો વ્યય નહિ કરતાં ઉપશમ કરી શ્રી વીતરાગ જેવું ચારિત્ર પામનાર કર્મના ઉદયથી પડે છે. પડતાં પડતાં પણ સાવધ નહિ થઈ શકનારા એવા ગબડ્યા કે
અનંતકાળ પણ ભટક્યા, એવું કહેનારું આ શાસન છે.
પારધીની જાળમાં ફસાયેલાં કબૂતરોને બચાવનારો બચાવે ત્યારે તેના ભોજનમાં અંતરાય કર્યાની ચિંતા શ્રી જૈનશાસનને પામેલો કરે ? જે એવી
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૦: સમ્યક્ત્વના ચોથા દોષનું સ્વરૂપ અને પરિણામ -50
ચિંતા કરે તેને કહેવું પડે કે મૂર્ખ ! જરા સમજ ! એણે ભોજનનો અંતરાય નથી કર્યો. પણ હજારોને મૃત્યુના મુખમાંથી છોડાવ્યાં. ફાંસીના માંચડે ચડતાં બચાવ્યાં. એ જ રીતે એક આત્મા અનંત હિંસાથી અટકતો હોય ત્યારે એને જોવાનો કે મોહાંધોની ચંપે જોવાની ! ચેંમેં કરનાર એ મોહાંધો તો એવા હોય છે કે વખત આવ્યે માંદાના મોં પરની માખીયે ન ઉડાડે, મરતાંને પાણી પાવા પણ ન આવે અને મર્યા બાદ એનું મડદું ચાર મજૂ૨ને બોલાવી ઠેકાણે પાડે. આવા દાખલા જોયા છે નેં ?
711
૧૪૧
તમને ત્રિરાશી માંડતાં પણ નથી આવડતી ? ક૨વો છે સ૨વાળો અને કરો છો બાદબાકી, ત્યાં શું થાય ? પંદર ને પાંચ વીશ, પણ તમે કરો છો દશ. આવું ન થાય માટે બાદબાકી વચ્ચે આડી લીટી, સરવાળા માટે ઊભી ચોકડી અને ગુણકાર માટે વાંકી ચોકડી રાખી. બધું ભેગું કરો તો ભીખ માંગવાનો વારો આવે. પંદર ને પાંચ વીશ, પંદરમાંથી પાંચ જાય તો દશ અને પંદર ગુણ્યા પાંચ પંચોતેર, કેટલો ફેર ? હજાર કબૂતરોના અભયદાનની ચિંતા કરાય કે એના ભોજનના અંતરાયની ચિંતા કરાય ?
ડૂબતાને બચાવવા સંમતિની રાહ જોવાય ?
ઘણા આત્માઓ ઉન્માર્ગે જઈ રહ્યા હોય ત્યારે શાંતિ રાખવાની કે પ્રચંડ અવાજ ઉઠાવવાનો ? કોઈ કૂવામાં ગબડે ત્યારે શાંતિ ૨ખાય કે બૂમરાણ મચાવી તેને રોકાય ? ડૂબતો છોકરો બચાવવાની બૂમ પાડે ત્યારે તેને એમ કહેવાનું કે, ‘ઊભો રહે, તારા બાંમને પૂછીને તે સંમતિ આપે તો તને કાઢું ! તારે પણ બાપની રજા મળે પછી જ બહાર નીકળવું !' પેલો કહે કે, ‘હવે તો મારા નાકમાં પાણી ગયું, મને ગૂંગળામણ થાય છે, જલદી બહાર કાઢો !’ તોયે કહે કે, ‘એ તો જેવું તારું ભાગ્ય ! બાકી અમે તારાં મા-બાપની રજા વિના તો ન જ કાઢીએ.’ બોલો, આવું કહેનારા ડાહ્યા કહેવાય કે મૂર્ખ ? સમજુ કહેવાય કે અક્કલહીન ? દયાળુ કહેવાય કે નિર્દય ? આવી રીતે મરતાંને વહેલો મોત ભેગો કરનાર સંઘ કહેવાય કે ટોળું ? શ્રી જૈનશાસનમાં સંઘના નામે આવા ટોળાં ભેગાં કરાય ? જેનામાં દયાનો છાંટો નહિ, જે શાસ્ત્ર ઉપર છીણી ફેરવવા તૈયાર થાય, એવાં ટોળાંને સંઘના નામે ક્યાં સુધી વળગી રહેવાનું ?
જેઓ ડૂબતાને એમ કહે કે, ‘તારું ભાગ્ય ! પણ અમે ન કાઢીએ, તારાં માબાપની રજા વિના કાઢીએ તો અમને પાપ લાગે ! - આ કેવા દયાળુઓ ? આ મત તો તેરાપંથી ગૃહસ્થોનો છે. તેઓ એમ માને છે કે ગાયના વાડામાં આગ લાગે અને હજારો ગાયો બળતી હોય તો પણ એને કઢાય નહિ, એને કાઢીએ
Page #163
--------------------------------------------------------------------------
________________
712
૧૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અને પછી એ કાચું પાણી પીએ તો એનું પાપ કાઢનારને લાગે ને ? આ દયા છે? પેલા દયાળુઓ (!) કહે છે કે, “અમે તો તને તારા બાપની રજા હોય તો મહિના પછી કાઢીએ, નહિ તો તું નીકળે તોયે ધક્કો મારી પાછો ધકેલીએ.'
શ્રી જૈનશાસનને પામેલા આવું કહે ? તે આયુષ્યને ચંચળ માને કે સ્થિર ? ઘરડા જ મરે કે જુવાન પણ મરે ? મા-બાપને પૂછ્યા વિના ધર્મ ન જ થાય ? એનું કાંઈ કારણ ખરું ? નોકરને પણ છૂટ હોય છે કે લાભનો સોદો હોય તો કરી લેવો – પૂછવા આવવું નહિ. નવાણું વખત નોકર લાભ કરી આવે અને એકાદ વખત ખોટ કરે તો ડાહ્યો શેઠ એને ઠપકો ન આપે. ઉપરથી હિંમત આપે. ઠપકો આપે તો એ શેઠ નહિ પણ કુંભાર કહેવાય. સંતાનને એટલી પણ છૂટ નહિ ?. મા-બાપે સંતાનને કહેવું જોઈએ કે, “ઊંધા માર્ગે જતાં પહેલાં સલાહ લેવા આવજે. પણ સન્માગે જાય તો પૂછવા આવવાની જરૂર નથી.”
માટે સમજો કે નાશ થતો હોય ત્યારે શાંતિ-ક્ષમાની વાતો કરનારા ઇરાદાપૂર્વક નાશને વહેલો ખેંચી લાવનારા છે. કોઈ ગબડશે તેમ લાગે તો સો હાથ દૂરથી પણ બૂમ મારવી. ‘આવો ભાઈ !” એમ્ર ધીમેથી તે વખતે ન બોલાય. ત્યાં ઉતાવળે બોલવાથી સમતા જતી રહેતી નથી. ખેડૂત પણ એટલું સમજે છે. તે પણ ભયના વખતે ગામમાં અવાજ પહોંચાડવા કાનમાં આંગળા ઘાલી એવી રાડ નાંખે કે પાસે ઊભેલા કંપી ઊઠે. આજે જે સમતાની વાતો થાય છે તે સમતા નથી, પણ શબવૃત્તિ છે. એ શાંતિ વાસ્તવિક નહિ, સ્મશાનની શાંતિ છે.
ફરી જણાવું છું કે સરવાળાના ઠેકાણે બાદબાકી ન કરો ? ઉધારમાં સો, પચાસ, પચીસ અને પંદરની રકમો હોય તો એક સો નેવુંનું લેણું થાય, પણ બાદબાકી કરો તો દશ મળે. ભીખ માંગવાનો વખત આવે એવો હિસાબ કરનારો મુનીમ હોય તો તેના શેઠની પેઢી વહેલી ઊઠે. પ્રભુશાસનની પેઢી પર પણ સરવાળાના ઠેકાણે બાદબાકી ન કરો. સમ્યક્ત્વ સાચવનારે પ્રમોદભાવના જવા દેવી નહિ અને સભ્યત્વને દૂષણ લાગવા દેવું નહિ. એ બેય સાચવવાનું છે.
હવે પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય છે - તે હવે પછી.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮ ૬ મહા સુદ-૫ સોમવાર, તા. ૩-૨-૧૯૩૦
૭ પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય :
♦ મિથ્યામતિના પરિચય વિના પણ જો આ દશા ! તો પરિચય પછી શું ?
♦ મોક્ષ એટલું શું ?
♦ મિથ્યાત્વના ઉદય વિના આવું ન બોલાય
♦ દીક્ષા કોણ લઈ શકે ?
:
♦ જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તરી જાય :
૭ જન્મથી જ બાળકમાં સંસ્કાર નાંખો :
•
આ છે, દીક્ષાનો વિરોધ કરનારની મનોદશા :
..
51
પાંચમો દોષ મિથ્યામતિનો પરિચય :
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણીજી શ્રીસંઘરૂપ મેરૂની વજ્રરત્નમયી સમ્યગ્દર્શનરૂપ પીઠમાં દૃઢતા લાવવા તે પીઠમાં દોષોરૂપ પોલાણ ન આવવાની ચેતવણી આપતાં, સમ્યક્ત્વના દોષોનું વર્ણન કરે છે. ચોથા દોષને અંગે આપણે જોઈ ગયા કે સમ્યગ્દષ્ટિએ પ્રમોદભાવના સાચવવી જોઈએ અને દોષથી પણ બચવું જોઈએ. ગુણવાનના ગુણ જોઈને જો આનંદ ન થાય તો સમ્યક્ત્વની ભાવનામાં મંદતા આવે અને અયોગ્યની પ્રશંસા થાય તો સમ્યક્ત્વમાં દૂષણ લાગે. એ બાબતમાં સમ્યગ્દષ્ટએ બરાબર સાવધ રહેવાનું છે. જેટલો ગુણાનુરાગ હોવો જોઈએ તેટલો વ્યક્તિને ઓળખવાનો વિવેક પણ હોવો જોઈએ. વિવેક વિનાનો ગુણાનુરાગ સમ્યક્ત્વને મલિન કરે અને ગુણાનુરાગનો અભાવ સમ્યકૃત્વનો નાંશ કરે. ગુણ પેદા કરવાની ભાવનાવાળો ગુણ ત૨ફ ઝૂકે જ, પરંતુ ગુણાનુરાગી અયોગ્યના ગુણ ગાય તો સમ્યક્ત્વને ગુમાવે. સમ્યગ્દષ્ટિ સાચાખોટા વચ્ચે કદી મધ્યસ્થ ન હોય. વસ્તુ જેવી હોય તેવી અને જેટલા પ્રમાણમાં હોય તેટલા પ્રમાણમાં જ માને, કહે અને એ રીતે વર્તે. તો જ સમ્યક્ત્વ સચવાય, નહિ તો દોષો પેસી જાય. એ દોષોથી સંઘરૂપ મેરૂની સમ્યક્ત્વરૂપ પીઠમાં પોલાણ થાય અને કુમતનાં વાસનારૂપી પાણી એમાં પેસવા માંડે.
આપણે ચાર દોષો અંગે વિચારી ગયા. હવે પાંચમો દોષ છે ‘મિથ્યામતિનો
Page #165
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પરિચય’. વેપારના કામે કે દુનિયાદારીના સંબંધે મળવું પડે એ પરિચય ગણાતો નથી, પણ બેસવા-ઊઠવાનો ગાઢ સંબંધ તે પરિચય છે. મિથ્યામતિના પરિચયના પરિણામે પૂર્વના ચારે દોષો આત્મામાં પ્રવેશ પામે છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, મિથ્યામતિના પરિચયથી દૃઢ સમ્યક્ત્વમાં પણ ભેદ થાય છે, તો સામાન્ય સમ્યક્ત્વમાં પૂછવું જ શું ? મિથ્યામતિઓની પાસે રહેવાથી, એની ક્રિયા જોવાથી, એની સાથેના વાતચીતના અતિ પ્રસંગથી વાતવાતમાં શંકાઓ ઊભી થાય. દૃઢ સમંકિતી પણ પલટો ખાઈ જાય તો સામાન્ય અગર નવા ધર્મીનું શું કહેવું ?
શાસ્ત્રકાર કહે છે કે, સમકિતીએ આ પાંચે દોષોથી દૂર રહેવું જોઈએ. સમર્થ આત્માને માટે કાયદો જુદો છે. એને તો મિથ્યાદષ્ટિઓની સભામાં જવાની પણ છૂટ છે અને એની સાથે વાદ કરવાની પણ છૂટ છે. કેમ કે, એનામાં તો ઉન્માર્ગમાં રહેલા બીજાને પણ અહીં સન્માર્ગમાં ખેંચી લાવવાની શક્તિ છે. ઘણા કહે છે કે, ‘વાડાબંધીથી ફાયદો શો ? જો માર્ગ આપણો સાચો હોય તો વાડાબંધીની જરૂ૨ શી ? શું આપણા દર્શનમાં કંઈ પોલાણ છે ?’ પણ તેમને ખબર નથી દુનિયામાં કહેવત છે કે, ‘તમાકુના ખેતરને વાડની જરૂર નહિ.’ મોંઘા પાકના ખેતરને વાડ હોય જ. વાડ ન હોય ત્યાં સમજવું કે ખેતર માલદાર નથી. દુનિયા કીમતી માલના રક્ષણ માટે પ્રયત્ન કરે છે. માલ વગરની ચીજના રક્ષણની કોઈ ચિંતા કરતું નથી. અનાદિકાળથી મિથ્યાત્વમાં પડેલો, મિથ્યાત્વને સેવતો અને એમાં જ રાચતોમાચતો આત્મા મહાપુણ્ય યોગે આ સમ્યગ્દર્શનને પામે, ત્યારે એના રક્ષણ માટેના યોગ્ય ઉપાયો પ્રયત્નપૂર્વક કરવા જ જોઈએ ને ?
૧૪૪
714
દુનિયામાં કહેવાય છે કે ડાહ્યા પણ મૂર્ખાના સંગે મૂર્ખ બને છે. માટે જ નીતિકારો પણ કહે છે કે -
न मूर्खजनसंसर्गः सुरेन्द्रभवनेष्वपि ।
મૂર્ખના સંસર્ગવાળું સુરેન્દ્રભવન હોય તો તે પણ ન જોઈએ. એથી તો કવિએ ગાયું કે –
‘મૂરખ સંગ અતિ મળે, તો વસીએ વનવાસ; પંડિતશું વાસો વસી, છંદો મોહનો પાશ.'
સોબત સારી ન મળે તો જંગલમાં રહેવું સારું; પરંતુ નગરમાં પણ મૂર્ખનો સંગ થતો હોય તો ન રહેવું, મૂર્ખના રોષ અને તોષ બંને નકામા છે, નુકસાન
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51
૧૪૫
ક૨ના૨ા છો. બેયમાં એ નવા-જૂની કર્યા વિના ન રહે. મૂર્ખા સુરેન્દ્રભવનને પણ નર્કાગાર બનાવે. એનામાં એટલી આવડત હોય છે. મહામુશીબતે, મહાપુણ્યે, અનાદિકાળે, અતિ દુર્લભ એવા સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ જેને થાય એ મિથ્યામતિઓના ટોળામાં જાય એ ચાલે !
715
એ લોકો કહે છે કે, ‘સારું બધાને બતાવતા કેમ નથી ? પણ એમને ખબર નથી કે સારું પણ સારાને જ બતાવાય. બધાને ન બતાવાય. કીમતી ખજાનો ચોર-ડાકુને ન બતાવાય. સારાને પણ બતાવવાની આવડતવાળાથી જ બતાવાય. શું બતાવવું, શું છુપાવવું, એની જાણકારી ન હોય ને બતાવવા જાય તો ઉભયને નુકસાન થાય. એવો ઘમંડ ન રાખવો કે સાચું છે તો બધાને હું કેમ ન સમજાવું ? સામર્થ્ય વિના સમજાવવા જઈશ તો તું તો સમજાવતા સમજાવીશ, પણ સામું એ તને સમજાવી જશે. સમ્યક્ત્વ કીમતી છે માટે એનું રક્ષણ કરવું અત્યંત આવશ્યક છે, એ વાત તમારા મગજમાં બરાબર ઉતારો ! મિથ્યામતિના પરિચય વિના પણ જો આ દશા ! તો પરિચય પછી શું ? સમ્યક્ત્વની ભાવના બહુ દુર્લભ છે. નહિ બોલતા જડ પદાર્થો પણ જો આત્માને મૂંઝવી જાય તો ઉન્માર્ગે રહેલા બોલતા એવા ચેતનવંતા આત્માઓ મૂંઝવી જાય એમાં નવાઈ શી ? પૈસો, માનપાન, સાહ્યબી વગેરે જો આત્માને મૂંઝવે, તો.બોલવાની કુશળતાવાળા મિથ્યામતિનો પરિચય શું ન કરે ? ઘણી વાર તમે કહો છો કે, મુક્તિ જોઈએ છે નક્કી. વિરતિ વિના મુક્તિ મળે નહિ એ પણ નક્કી, એ બધી વાત સો ટકા સાચી પણ... પછી શું ? પછી બધા બચાવ કે, ‘સંયોગ અનુકૂળ નથી, ભાવના એવી થતી નથી, શક્તિ નથી', એમ એક પછી એક બહાનાં બતાવવા માંડો છો ને ! મિથ્યામતિના પરિચય વિના પણ જો આ હાલત છે તો જ્યાં ઉન્માર્ગનું જ મંડાણ છે એવા મિથ્યામતિઓના પરિચયથી શું ન થાય ?
સભા ‘સંયોગ નથી, શક્તિ નથી, વગેરે કહેવામાં સમ્યક્ત્વને દૂષણ ખરું ?’
સાચી રીતે કહેતા હો તો દૂષણ નહિ પણ એ સ્થિતિમાં દૂષણ આવતાં વાર કેટલી ? વસ્તુને સમજ્યા પછી કેવળ સંયોગો જ જોયા કરે, નહિ જેવી અશક્તિને મોટું રૂપ આપ્યા કરે, થાય તેવી વસ્તુને પણ ન થાય તેવી માન્યા કરે તો પરિણામે શું થાય ? લક્ષ્મીનો અર્થી સંયોગ ન હોય તો મોટો સોદો ન કરે. પણ તેની ઝંખના કેવી હોય ? એ બજારમાં જાય, શક્તિશાળી વેપા૨ીઓને મળે, એની દાઢીમાં હાથ નાંખે, શક્ય એટલી બધી કોશિશ કરે, એવું અહીં પણ જોઈએ ને ? એમાંના કોઈ પ્રયત્ન અહીં દેખાય છે ખરા ? સભ્યષ્ટિ કરી ન શકે એ બને પણ પ્રયત્ન જ
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
716 ન કરે એ ચાલે ? ચોવીસ કલાક વિરતિ લેવા માટેના પ્રયત્ન કેટલા ? વિરતિના બાધક સંયોગોને ખસેડવા મહેનત કેટલી ? વિરતિ માટે શક્તિ વધારવા અને અશક્તિ ટાળવાનો પુરુષાર્થ કેટલો ? જે ચીજનું અર્થીપણું હોય તે અશક્તિના યોગે મળે નહિ એ બને પણ તેને માટે પ્રયત્ન જ ન હોય એ ન બને. રોજ “સંયોગ નથી” એમ બોલ્યા કરે શું વળે ? પૂજા ન થાય તો સમકિતીને દુઃખ ન થાય ? વ્યાખ્યાન રહી જાય તો એને મૂંઝવણ ન થાય ? દુનિયાની સારી ચીજ ખાવાનું મન થઈ જાય ત્યારે પોતાની ત્યાગ નહિ કરી શકવાની નિર્બળતાનો વિચાર પણ ન આવે ? ખાતાં પીતાં સ્વાદમાં પડી જવાય ત્યારે “અરે હજી પણ આ સ્વાદ ખસતો નથી” એમ પણ ન થાય ? અણુભર આગળ ન વધે અને કહ્યા કરે છે, સમ્યક્ત્વ સાચું, તો એ સમ્યકત્વ ક્યાં સુધી ટકે ? મિથ્યામતિના પરિચય વિના પણ આ દશા છે તો પરિચયથી તો શી દશા થાય ? ' . .
આ મહર્ષિઓએ જે બંધન મૂક્યાં છે તે ઇરાદાપૂર્વક અને એકાંતે ભલા માટે જ મૂક્યાં છે. પરંતુ આજે કેટલાક ફરિયાદ કરે છે કે, આ રીતે પરિચય ન કરીએ, સંબંધ ન રાખીએ તો રહેવું કઈ રીતે? શાસ્ત્ર કહે છે કે, સમ્યકત્વ સાચવવાની તાકાત આવ્યા પછી ઠીક લાગે ત્યાં ફરજે. હમણાં તો મિથ્યામતિઓના વિના સહવાસે પણ પરિણામ ટકાવવાની તાકાત નથી તો સહવાસમાં ગયા પછી કઈ રીતે ટકાવીશ ? સમર્થો માટે બધી છૂટ છે. આપણા સમર્થ આચાર્યોએ છએ દર્શનીઓની સભાઓમાં જઈ વાદ કર્યા છે અને જીત મેળવી છે ને ? એમને માટે એ દોષ નથી. પણ તમારા માટે દોષ છે.
આ રીતે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદૃષ્ટિની પ્રશંસા તથા મિથ્યાદષ્ટિનો પરિચય આ પાંચેય દોષો પ્રયત્નપૂર્વક તજવા યોગ્ય છે. જો આ દોષો જાય તો પીઠની પોલાણ પુરાય અને એ પુરાય તો પીઠ દઢ બને.
શંકા એ પહેલો દોષ છે. શ્રી જિનેશ્વરદેવે કહેલી એક પણ વાત ખોટી ન હોય. કારણ કે, જે જ્ઞાનદૃષ્ટિએ જોયું તે જ એમણે હ્યું. જે કહ્યું તે આત્મસ્વરૂપ પ્રગટાવવા જ કહ્યું છે. એમાં કાંઈ શંકા કરવા જેવું નથી. કદી મોહના યોગે શંકા થાય તો બુદ્ધિમાન એ રીતે સમાધાન મેળવે કે, શ્રી જિનેશ્વરદેવ રાજા તથા રેક બેયમાં સમાન દૃષ્ટિવાળા હતા. એમને ખોટું કહેવાનું કાંઈ પ્રયોજન નથી. મને આ વાત સમજાતી નથી તેમાં કારણ મારી મતિની મંદતા છે. અગર તેવા સમર્થ જ્ઞાનીનો અભાવ છે. વધુમાં હોય તત્ત્વની ગહનતા કે મારા જ્ઞાનાવરણીયનો ઉદય કે વસ્તુની સિદ્ધિ માટે પૂરાં દૃષ્ટાંતોનો અભાવ, એ પણ કારણ હોઈ શકે છે. આ રીતે બુદ્ધિમાન પોતાની શંકાને શમાવી શકે છે. .
Page #168
--------------------------------------------------------------------------
________________
717 - ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51 – ૧૪૭ મોક્ષ એટલે શું?
શ્રી જિનેશ્વરદેવે જે કાંઈ કહ્યું છે તે આત્માના સ્વરૂપને વિકૃત કરનારાં આવરણોને ખસેડી તેનું સ્વાભાવિક રૂપ પ્રગટાવવા કહ્યું છે. મોક્ષ એટલે શું ? મોક્ષમાં કાંઈ મહેલાતો નથી, રૂડારૂપાળાં નગરો નથી કે વાડી વજીફા, બંગલા બગીચા કે હાટહવેલી પણ ત્યાં નથી. ત્યાં કાંઈ પુષ્પની શય્યામાં સૂવાનું નથી. બેસવું, ઊઠવું, સૂવું, નહાવું, ધોવું, ખાવું, પીવું વગેરે કશું ત્યાં નથી. ઇચ્છા થાય અને ન કરી શકાય કે ન મળે તેમ નહિ પણ ત્યાં ઇચ્છા જ નહિ. કોઈ ચીજની જરૂર જ નહિ.
સભાઃ “તેઓ કઈ સ્થિતિમાં રહે ?' '
પોતે જે સ્થિતિમાં નિર્મળ થયા તે સ્થિતિમાં જ રહે તો તેમનું સુખ અનિર્વચનીય છે.
ખાવું એ સુખ નથી. પણ સુધાવેદનીયરૂપ રોગનું ઔષધ છે. એમ સમ્યગ્દષ્ટિ માને છે. ઔષધ કોને જોઈએ ? માંદાને. નીરોગ.ને ઔષધ ન જોઈએ. ઔષધ માનીને ભોજન લેનારો કેટલું છે અને કેવી રીતે લે ? દુનિયા જે ચીજોમાં સુખ માને છે તે બધી ચીજોને સમ્યગુદૃષ્ટિ ઔષધ માનીને સેવવી પડે તો સેવે. જેને ઔષધ માને તે કઈ રીતે સેવાય ? આજે તો ઔષધ નહિ પણ સુખનાં સાધન માનીને સેવાય છે. દુનિયાના કોઈ પણ પદાર્થને સુખનાં માનીને સેવવાં એ જ મિથ્યાત્વ. દેવલોકના સુખને પણ જ્ઞાની દુઃખ કહે છે.
સભાઃ નાશવંત છે માટે જ ને ?
એ તો અહમિન્દ્રો અને મહાપુણ્યવાન દેવો માટે સામાન્ય દેવોમાં તો બીજા પણ ઇર્ષ્યાદિ ઘણા દોષો ભરેલો હોવાથી દુઃખ અનુભવે છે. પોતે ઉત્પન્ન થાય ત્યારે તો આનંદ પામે પણ પછી બીજા દેવોને અધિક સુખી જુએ એટલે હૈયામાં બળતરા શરૂ થાય. ઈર્ષાદિની ધમાધમ ત્યાં પણ ઘણી છે. અહમિન્દ્રો, સ્વરૂપના જ્ઞાતા સમ્યગદષ્ટિ દેવો, શ્રી જિનેશ્વરદેવોના ખૂબ પરિચયમાં આવતા દેવો, એ બધા દેવોને ઈર્ષાદિનાં દુઃખ ઓછાં હોય તો પણ તેમનું પૌદ્ગલિક સુખ એ સંયોગજન્ય સુખ છે માટે દુઃખરૂપ છે. વિયોગ નક્કી છે.
સંસારમાં રહેલો સમ્યગૃષ્ટિ દુનિયાના પદાર્થોને ઔષધ તરીકે ભોગવે. જેથી ભોગવતાં પણ કર્મ ક્ષીણ થાય. શ્રી તીર્થંકરદેવો નિકાચિત ભોગાવલી કર્મના ઉદયે ભોગો ભોગવે પણ તેને રોગ માનીને ભોગવે છે. માટે જ પૂજામાં પણ ગાયું કે –
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૮ –
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – ભોગ કર્મ પણ રોગ તણી પેરે, ભોગવે રાગ નિવારી રે,
પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અધિકારી રે. માટે તો ભોગો ભોગવવા છતાં એમને મહાવિરાગી માન્યા. સમકિતી ખાવા બેસે ત્યારે સુધાવેદનીય સહેવાની શક્તિ નથી એમ સમજીને ખાય. પછી એ ચટણી માંગે ખરો ? ભાણામાં આવે અને ખાય એ વાત જુદી. એને એ પુણ્યનો પ્રકાર માને પણ એમાં લેપાય નહિ. લેપાવામાં નવી ઉપાધિ માને છે. જે ભોજનને દુઃખ માને તે વળી સ્વાદને સુખ માને ?
સભાઃ આ બધું અમલમાં મૂકવું બહુ કઠિન છે.
કઠિન માનો પણ એ ખામી છે. એમ કબૂલ કરો તો પણ અહોભાગ્ય ! પેઢી ખોલ્યાં પછી મોટી કમાણીનું ધ્યેય ભુલાય ? ' . '
રસકસમાં આસક્ત બનેલાને પ્રભુમાર્ગમાં વાતવાતમાં શંકા થાય. “આ ખાઈએ તો પાપ ? રાતે ખાઈએ તો પાપ ? વાતવાતમાં પાપ ?' આમ એને શંકા થયા જ કરે. આ જ મિથ્યાત્વ.
દેવતા કવલાહાર ન કરે. જેમ ઉપરના દેવતા તેમ એને ભૂખ થોડી. જેમ આહાર પાણીની અભિલાષા ઓછી તેમ સુખ વધારે. દશ દિવસ સુધી તમને ભૂખ ન લાગે, ખાધા વિના ચાલે અને કામકાજમાં બિલકુલ બાધા ન આવતી હોય તો સારું ન માનો ? ખાવા માંગો ખચ ? ખાવાની પીડા કેટલી છે ? રસોડું કાળું થાય, ઘરમાં ધુમાડો થાય, વાસણ માંજવાં પડે, બાઈઓને ચૂલા પાસે બેસવું પડે અને હાથ તથા મોં ગંદાં કરવા પડે, આ બધું ખાવાના પ્રતાપે જ ને ? મોં બગડે શાથી ? રોગો થાય શાથી ? વેઠ કરવાની શા માટે ? બધું પેટ ખાતર જ ને ? આ બધી વાત તમને નહિ બેસે પણ વિચારો તો વસ્તુસ્થિતિ આ જ છે. સુધા ન લાગે અને આનંદથી બધું કામ બરાબર ચાલે તો કોઈ ખાવાને ઇચ્છે ? , આહાર પાણીની ઇચ્છા વારંવાર ન થાય એ જ દેવલોકમાં સુખ છે. બહુ લાંબા સમયે ઇચ્છા થાય કે તરત તૃપ્તિ થઈ જાય એ એની ઉત્તમતા છે.
સમ્યગ્દષ્ટિ વસ્તુને વસ્તસ્વરૂપે સમજે એટલે એનો આનંદ ઓર છે. નાશવંતી અને પારકી ચીજને પોતાની માનવી એ જ મિથ્યાત્વ. એને શ્રી જિનેશ્વરદેવનો માર્ગ પામવો, હૈયામાં રૂચવો કઠિન અને પામેલો હોય તો ક્યારે ચાલ્યો જાય તે કહેવાય નહિ. મોક્ષમાં ખાવાપીવાની પંચાત નથી માટે જ પરમ સુખ છે.ખાવુંપીવું કોને પડે !ભૂખ્યા તરસ્યાને બેસવું કોને પડે?ઊભા રહીને થાકેલાને. સૂવું કોને પડે ? શ્રમિત થયેલાને. તમને જો શ્રમ ન લાગતો હોત તો રાત્રિ વીતાવવી
Page #170
--------------------------------------------------------------------------
________________
719 - ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય -5 - ૧૪૯ ભારે પડત.મોસમમાં તમને દહાડો ટૂંકો લાગે છે. ઊંઘમાંથી ક્યારે ઊઠીને કામે લાગી જાઉં, એમ થાય છે. ચાર કલાક ઊંઘવું પડે, પણ શા માટે ? શ્રમ લાગે છે માટે શ્રમ લાગે છે, ઝોકાં આવે છે, આંખો પરાણે મીંચાઈ જાય છે માટે જ સૂઈ જાઓ છો ને ? નહિ તો તમે જંપીને આરામ કરો. તેવા નથી. શ્રમ ન લાગે ને મોસમ ચાલુ હોય તો કોઈ સૂવે ? આમ જે સુખ કમ્યું તે બનાવટી છે, દુઃખોથી બચવા માટે છે. દુઃખ જ ન હોય તો એ બનાવટી સુખના સાધનની જરૂર જ નથી.
આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે સ્વરૂપ પ્રગટે તે મોક્ષ. ત્યાં લાડી, વાડી, ગાડી, બંગલા, બગીચા અને મારું, તારું એ કશું નથી. આ બધું જ્યાં છે તે તો આ સંસાર છે. જીવ ચરમાવર્તમાં આવે પછી જ તેનામાં મોક્ષની ઇચ્છા જાગે અને અર્ધપુદ્ગલ પરાવર્તની અંદર આવે પછી જ સમ્યકત્વને પામે. આ કાળ પણ અનંતો છે. અનંતો એટલે અંત વગરનો એમ નહિ. પણ ઘણો લાંબો. એમ છતાં અનંતા પુદ્ગલ પરાવર્તની અપેક્ષાએ ઘણો ઓછો. અહીં અનંતનો રૂઢ અર્થ લેવાનો, વ્યુત્પત્તિ અર્થ નહિ. અંત જ નહિ, એવો અર્થ ન લેવાય. અનંત અને અસંખ્ય એ શબ્દો પારિભાષિક છે. વ્યાકરણકાર કહે છે કે રૂઢ અર્થને બાધ કરનાર વ્યુત્પત્તિ અર્થ ન લેવાય. રૂઢ અર્થને બાધક ન હોય તો લેવાય. ગૌ એટલે “ચાલે તે ગાય” એ વ્યુત્પત્યર્થ. તમે બધાં પણ ચાલો છો ને ? છતાં
ગૌ'નો રૂઢ અર્થ ગાય જ થાય. અનંત શબ્દનો વ્યુત્પજ્યર્થ “અંત જ નહિ' એવો થાય. પણ અહીં “અનંત' શબ્દ રૂઢ અર્થમાં લેવાનો છે. એમ ન હોય તો અનંતકાળ ગયો, એમ નહિ કહેવાય. અનંતનો અંત તો હોય જ નહિ. પછી એ કહેવાય કઈ રીતે ? ભગવાન મહાવીરનો આત્મા સંસારમાં અનંત કાળ ભમ્યો, એમ પણ નહિ કહેવાય, માટે રૂઢ અર્થ જ લેવાનો. મિથ્યાત્વના ઉદય વિના આવું ન બોલાય ?
પહેલાં મોક્ષની ઇચ્છા થાય, પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. દીક્ષા લેવા આવેલા મુમુક્ષુને પુછાય કે શા માટે લેવી છે ? જવાબમાં એ કહે કે, “સંસાર ખોટો છે અને મોક્ષ મેળવવા જેવો છે એમ લાગ્યું છે માટે.” આવું કહેનારને કદાચ બીજું જ્ઞાન ઓછું હોય તો ચાલે. નાના બચ્ચાને તો “કીડી મારવામાં પાપ” એટલું જ જ્ઞાન જોઈએ. એ બેઇંદ્રિય કે તેઇંદ્રિય, એવું એને ન પુછાય. મંદિરમાં હાથ જોડાવવા અને “જે દાદા' બોલાવવું. એટલું જ્ઞાન એના માટે પૂરતું છે. ભગવાન કોણ, કેવા એ બધું તે વખતે એને સમજાવવા ન બેસાય. મંદિરનું પતાનું બાળક ઉપાડે તો “પાપ લાગે” એમ કહીને મુકાવી દેવાય. પણ એ દેવદ્રવ્ય કહેવાય વગેરે એને સમજાવવા જાઓ તો એ સાંભળે ? એ તો રમતો
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - જાય અને “જે દાદા' કર, એમ કહો એટલે હાથ જોડી માથું નમાવતો જાય. જૈનશાસનમાં જન્મેલાને દયા કેમ ? કહો કે પાપના જ્ઞાનથી. જૈનશાસનમાં જન્મેલા બધા એટલા પૂરતા સમ્યગ્દષ્ટિ કે એ બધા પાપથી ડરે. “પાપ, પાપ શું કરો છો ?' એમ બોલે એટલે મિથ્યાત્વ આવ્યું. કીડી, મંકોડી મારવામાં પાપ શું? એવા પ્રશ્ન જૈનકુળમાં જન્મેલાને ઊઠે? જો ઊઠે તો માનવું કે કુપાત્ર પાક્યો. કીડી શું ? એને ઇંદ્રિય કેટલી ? વગેરે ભલે પૂછે પણ એમાં પાપ શાનું ?' એમ બોલે તો જૈન બાપ કહી દે કે, “તું કુપુત્ર પેદા થયો, આ ઘરમાં રહેવા લાયક નથી.' આવી સાવચેતી રખાય તો જૈનકુળો સારાં બન્યાં રહે.
જૈનકુળમાં જન્મેલું નાનું બાળક પણ પાપથી પાછું હઠે, નાના જીવને પણ કોઈ મારે તો એ કંપી ઊઠે, તેનાથી બૂમ પડાઈ જાય. ‘એમાં પાપ શું ? એમ બોલે તો સમજવું કે જૈન સંસ્કારમાં દાવાનળ લાગ્યો. રાત્રિભોજનમાં પાપ, અમુક અમુકમાં પાપ, એ તો જૈનકુળમાં રૂઢ હોય. નાના બાળકને પણ એ રીતે કેળવાય કે ધીમે ધીમે રાત્રે ધાવતું કે દૂધ પીતું મટી જાય. સમજી જાય કે રાત્રે ન ખવાય. તમારે કદાપિ રાત્રે ખાવું પડે તો નબળાઈ માનો. પણ એમાં પાપ શું ? એવું તો ન જ બોલો ને ? આજે તો કહે છે કે પહેલો લાઇટો નહોતી, હવે તો વીજળીની બત્તીઓ છે, પછી શું વાંધો ? એમને પૂછો કે ભગવાન શ્રી જિનેશ્વરદેવને તમારી વીજળીની બત્તીઓની ખબર ન હતી ? ગમે તેટલી બત્તાઓ સૂર્ય જેટલો પ્રકાશ આપે ? દૂર પડેલો પૈસો દિવસે દેખાય પણ રાત્રે દેખાય ? એ કૃત્રિમ પ્રકાશ છે. આંખોને આજે છે. કુદરતી પ્રકાશમાં જિંદગીભર કામ કરો તોયે વાંધો ન આવે અને આ બત્તીઓના પ્રકાશમાં લાંબો વખત કામ કરનારા આંખો ગુમાવે છે, એ અનુભવની વાત છે. માટે આવા કુતર્કો છોડી દો. બાર કલાકનો દિવસ છે. પછી રાત્રે ખાવાની જરૂર શી ? એટલે, “રાત્રે ખાવામાં પાપ શું ? કીડી મંકોડી જેવા નાના જીવો મરી જાય એમાં શું થઈ ગયું ?' આવું જૈન ન બોલે. કેટલાક મૂર્ખાઓ વળી એમ પણ બોલે છે કે, “એમ પાપ, પાપ કરીએ તો ભગવાનને હાથ જોડવામાં પણ પાપ લાગે. કારણ વાઉકાયના જીવો મરી જાય.’ આ તે દલીલ છે કે એક પ્રકારનો રોગ છે ? મિથ્યાત્વ નામના રોગ સિવાય આવું બોલાય નહિ. સંસાર ખોટો અને મોક્ષ સાચો, માટે સંસારથી છૂટવા અને મોક્ષ મેળવવા મારે દીક્ષા લેવી છે, આટલું જ્ઞાન દીક્ષા લેવા આવનાર માટે બસ છે. દીક્ષા કોણ લઈ શકે ?
સભાઃ “કેવળ લોકોને પગે લગાડવાના ભાવથી લેતાં હોય તો ? એ જ ભાવના હોય તો ન અપાય. પણ બધા જ ઍવી ભાવનાથી લે છે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૧ ૨ પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય -51
૧૫૧
એમ માનવું એ એક ભ્રમણા છે. પગે લગાડનારના પણ પગ અકડાય છે એમ એ સમજે છે. દીક્ષા લેવી એ કાંઈ ખાવાના ખેલ નથી. ઉઘાડા પગે અને ઉઘાડા માથે ચાલવાનું છે. કલ્પના ખાતર માની લો કે અહીં મુંબઈમાં કદાચ શીરા-પુરી મળે છે પણ બીજે શું ? આ બધું એના ખ્યાલ બહાર નથી હોતું.
સભા શ્રાવકોને વશ કરી લે એટલે ગાડી ચાલે ને ?
આ વીસમી સંદીના શ્રાવકો એમ વશ થઈ જાય એવા છે ?
721
સભા ‘મંત્ર-તંત્ર, દોરાધાગાથી વશ ન થાય ?'
એ વાતમાં કાંઈ માલ નથી. એમ છતાં કોઈ એવા હોય પણ ખરા. ગામ હોય ત્યાં ઢેઢવાડો પણ હોય. પણ એ કેટલા ? ગણત્રીના. આખા સાધુસમુદાયમાં કોઈ અપવાદરૂપ એવા પણ હોય તેથી શું ? બધા એવા હોય એ સંભવિત નથી. આજે તો કહે છે કે, જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જોઈએ. તે વિના દીક્ષા અપાય જ નહિ. આવું કહેનારા પોતે જ અજ્ઞાન અને મૂર્ખ છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો દીક્ષા લે તે ઉત્તમ વાત છે. પણ બધા જ એવા હોય એમ ન બને. પ્રારંભમાં તો અસારોડયું સંસારઃ એટલું સમજે અને આ અસાર સંસારથી ઉગારનારા આ ગુરુ ભગવંત જેમ કહે તેમ જીવવું એમાં મારું કલ્યાણ છે, આટલું જ્ઞાન હોય્ તો બસ છે. આવી રીતે જ્ઞાનીની નિશ્રામાં સમર્પિતભાવ કેળવીને રહ્યા અને ઉત્તમ જીવન જીવ્યા, તેવા તો અનંતા તરી ગયા. પ્રારંભમાં દ્રવ્ય ચારિત્ર પામી ગીતાર્થ ગુરુની નિશ્રામાં સમર્પિતભાવ કેળવીને રહ્યા તો પરિણામે વીર્યોલ્લાસ પ્રગટતાં કંઈકનો ઉદ્ધાર થઈ ગયો. છયે દર્શનનું અને છયે દ્રવ્યોનું પૂરું જ્ઞાન પામીંને જ દીક્ષા લેનાર કેટલા ? ભગવાન તીર્થંકરદેવો સિવાય સ્વયં દ્વાદશાંગીના રેંચનારા શ્રી ગણધરદેવોએ પણ દીક્ષા લીધા પછી જ દ્વાદશાંગી જાણી અને રચી. ગણધરદેવને પણ ગુરુના શરણે જવું પડ્યું. ભગવાનને જોઈ ભગવત્ પ્રભાવે મને પૂર્વનું જ્ઞાન તાજું થાય છે. ભગવાનને તત્ત્વ પૂછે છે. ભગવાન પન્નેવા કહે છે. ઝટ ઉત્પન્ન થતાં પદાર્થો નજરે જુએ છે. છતાં અધૂરું લાગે છે એટલે ફરી પૂછે છે. ભગવાન વિનમેરૂ વા કહે છે. એ પણ નજર સામે દેખાય છે. તો પણ હજી કાંઈક અધૂરું લાગવાથી ફરી પૂછે છે. ત્યારે ભગવાન કહે છે વેડ્ વા. આ રીતે ભગવાનના શ્રીમુખે ત્રિપદી સાંભળતાં જ તેઓશ્રીને સમગ્ર શ્રુતજ્ઞાનનો અપૂર્વ પ્રકાશ લાધે છે અને પછી તે ગણધ૨દેવો દ્વાદશાંગીની રચના કરે છે.
આજે અહીં પહેલેથી બધું ભણેલા હોય એવા લાવવા ક્યાંથી ? વ્યવહારમાં ગમે તેવા હોશિયાર માટે પણ અહીં તો બધું નવું જ ને ? દીક્ષાને યોગ્ય સઘળું
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 2 જ્ઞાન પહેલેથી જ આવી જાય ? બાળકો પંડિત થયા કઈ રીતે ? વગર આવડત નિશાળે જઈને બેઠા તો ને ? આવડે પછી નિશાળની જરૂર શી ? કક્કો બારાખડી કાંઈ જાણે નહિ; મા-બાપ કહે, “નિશાળે જવું પડે એટલે મને-કમને જાય. ન જાય તો પતાસું કે પીપરમેંટ આપીને મોકલે. એમ કરતાં જતું થઈ જાય. પછી તો એવી લગની લાગે કે વગર ખાધે ટાઇમસર ભાગે. એવું અહીં પણ ન બને ! જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તરી જાય !
જ્ઞાનીની પાછળ અજ્ઞાની ન તરી શકે ? પેઢીવાળાની પાછળ પેઢી વગરના નથી રળી ખાતા ? પેઢીવાળા વધારે કે પેઢી વગરના ? પેઢીવાળાની નિશ્રાએ પેઢી વિનાનાઓનાં પેટ ભરાય કે નહિ ? એક પેઢીની પાછળ અનેક માણસો નભે છે. એક કારખાનામાં હજારો માણસો નભે છે. એ રીતે એક જ્ઞાનીની નિશ્રાએ સંખ્યાબંધ આત્માઓ તરે છે. એક જિનેશ્વરદેવની પાછળ અસંખ્યાતા મુક્તિએ પહોંચે છે. ઋષભદેવ ભગવાનના શાસનના યોગે અસંખ્યાતા આત્માઓ મુક્તિએ ગયા. મુક્તિની પરંપરા ચાલી. કારણ તો ભગવાન ઋષભદેવ ને ? એમની ઉત્પત્તિ પહેલાં આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કોઈ મુક્તિએ ગયું? ત્રીજા આરાને અંતે એમને કેવળજ્ઞાન થયું. પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ ખૂલ્યો તે જંબુસ્વામી સુધી રહ્યો. એ મોક્ષમાર્ગના મૂળ નિદાન ચોવીસ તીર્થંકરદેવો. એકની પાછળ અનેક તરે. શ્રી જિનેશ્વરદેવ જેવું જ્ઞાન લઈને આવ્યાં તેવું જ્ઞાન લઈને બીજા કોણ આવે ? એવા એક જ્ઞાનીની નિશ્રાએ અસંખ્યાત અજ્ઞાની મોક્ષ પામે એવાં કાંઈ નવાઈ નથી. .
સંવત્સરી પ્રતિક્રમણ બધા કરે. પણ તેમાં કંઈકને મુહપત્તિ પડિલેહતા નથી આવડતી. એને પડિકમણું કર્યું ન કહેવાય. વ્યાખ્યાનમાં આવનાર બધા સમજે છે ? કેટલાક એવા પણ આવે કે સમજે કાંઈ નહિ પણ માને કે મહારાજનું વ્યાખ્યાન સાંભળવું સારું. એવાને પણ લાભ થઈ જાય. આજે માત્ર શબ્દો સાંભળનારને આઠ-દશ દિવસે એ શબ્દો સમજવાની શક્તિ આપશે. ધીરે ધીરે બોલતા થશે અને છ મહિને સારા જાણકાર બની જશે. સમજેલા હોય તે આવે, એવો કાંઈ કાયદો બંધાય ? હું અહીં નવો આવ્યો ત્યારે સમ્યકત્વ એ વળી શું ?' એમ ઘણા પૂછતા હતા. હવે કોઈ પૂછે છે ? સો સાધુ હોય અને કોઈ આવીને પૂછે કે, “આત્મા શું? તો કહે કે, “ગુરુ પાસે જાઓ.” તે વખતે સામે એમ પુછાય કે “તો સાધુ શું કામ થયા ?' અને પૂછે તો પેલા એમ જ કહે કે “ભાઈ ! તારી પાસે નથી થયા, ગુરુ પાસે થયા છીએ. અમને કાંઈ આવડતું નથી. પણ ગુરુ તો
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧ :.પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51
૧૫૩
જાણે છે ને ?’ સ્ટીમરમાં બેસનારાને સ્ટીમર કેમ ચલાવવી એ આવડે નહિ. એ તો કપ્તાન જાણે, છતાં એમાં બેસનારા બંદરે પહોંચે. બેસનારા તો અમન ચમન કરતા હોય, ૨મત-ગમતમાં મશગૂલ હોય છતાં સ્થાને આવી જાય ને ? એ જ રીતે જાણકાર ગુરુને શરણે આવેલો ઓછું ભણેલો પણ આરાધક બને. વિધિ છે કે ગીતાર્થ શિષ્યો ગોચરી જાય ત્યાં કોઈ કાંઈ પૂછે તો ‘ગુરુ જાણે’ એમ જ કહે. ગીતાર્થો પણ ગુરુને બતાવ્યા વિના ભિક્ષા ન વાપરે. ગુરુને પૂછ્યા વિના એક કદમ પણ ન ભરાય. અરે ! આંખનું પોપચું પણ ગુરુને પૂછ્યા વિના ઊંચુંનીચું ન થાય. પણ એ પૂછવાનો સમય રહેતો નથી. તેથી રોજ સવારે ‘બહુવેલ સંદિસાહુ, બહુવેલ કશું'ના આદેશ માંગવામાં આવે છે.
723
સભા ‘સાધુ એકલા વિહાર કરતા હોય તો પુછાય ?’
હા. જરૂર પુછાય. જૈનશાસનમાં બે પ્રકારના વિહાર કહ્યા છે. એક ગીતાર્થનો, બીજો ગીતાર્થની નિશ્રાનો, એકલો હોય તો જ્ઞાની જોઈએ અને બેકલામાં એક અજ્ઞાની હોય તો પણ ચાલે. અટવીમાં એક ભીલની પાછળ બધું ટોળું અટવી પાર કરી જાય. કારણ કે ભીલ રસ્તાનો જાણકાર છે. એક દીવો બધાને માર્ગ દેખાડે – માણસ એટલા દીવા ન જોઈએ. ઘણા દીવા હોય તો સારું પણ એક હોય તો ચાલે. એ જ રીતે એક જ્ઞાની ગુરુના યોગે અનેક આત્માઓ સંસાર અટવીને લંઘી જાય.
માટે વિચારો કે દીક્ષા લેનારની યોગ્યતા કેટલી જોવાની ? ‘સંસાર ખોટો, મોક્ષ સાચો અને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી તેઓ કહે તેમ કરવું.’ આટલી યોગ્યતા હોય તો બીજું બધું આપોઆપ ખેંચાઈ આવે. એ લોકો ‘પઢમં નાળ તો વવા' એ સૂત્રને આગળ ધરે છે. પણ તેના રહસ્યને વિચારતા નથી. જેટલા જૈન એટલા જીવવિચાર જાણે ? જાણે એ ઉત્તમ, પણ ન જાણે તે કીડી મંકોડીની દયા ન-પાળે ? જીવવિચાર ન જાણે એની કીડી મંકોડીની દયા ખોટી એમ કહેવાય ? જૈનશાસનમાં પાંચ વરસના બાળકને પણ હિંસામાં પાપ અને દયામાં લાભ ન થાય ? ન થાય તો કદાચ એ ઉંમરમાં એ મરી જાય તો શુભાશુભ ગતિમાં એ કોના યોગે જાય ? સમજે નહિ એને પાપ-પુણ્ય નહિ. એમ માનો તો એની ગતિ કયા આધારે ? એ તો કહો ! ઓળખ્યા વિના ભગવાનને હાથ જોડાવવાથી બાળકને લાભ થાય કે નહિ ?
શાસ્ત્ર કહે છે કે વગર સમજે દયા પાળનારા સ્વર્ગે ગયા. વગર સમજે જે જે કરી ભગવાનનાં દર્શન કરનારા સ્વર્ગે ગયા. વગર સમજે ‘નમો અરિહંતાણં’ બોલનારા સ્વર્ગે ગયા. નમો અરિહંતાણં ગોખતાં ગોખતાં મરનારા સ્વર્ગે ગયા.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1. 724 આનો અર્થ એવો ન માનવો કે છતી શક્તિએ પણ સમજવાનો પ્રયત્ન ન કરે કે સમજવાની દરકાર ન રાખે તો પણ લાભ થઈ જાય. આ સભાઃ “બાળક દયા પાળે, દર્શન કરે વગેરે તો એના પૂર્વના પુણ્યથી ને ?”
પૂર્વના પુણ્યથી તો મનુષ્ય થયો પણ પરભવનું આયુષ્ય તો આ ભવમાં બાંધે ને ? બીજાં કર્મો એવાં છે કે આ ભવમાં ભોગવાય, પરભવમાં ભોગવાય અને લાંબા કાળે પણ ભોગવાય. પણ આયુષ્ય કર્મ એવું છે કે ગયા ભવનું આ ભવમાં ભોગવાય અને અહીં બાંધેલું આવતા ભવમાં જ ભોગવાય તો બાળક આવતા ભવની ગતિ માટેનું આયુષ્ય અહીં બાંધે ને ? આજના સુધારાવાદીઓ કાયદો કરે છે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને દીક્ષા ન આપવી. તો અઢાર વર્ષની અંદર મરે તેને સદ્ગતિના દ્વાર બંધ ને ? આવી વાતોથી બરાબર સાવધ રહેવા જેવું છે. જન્મથી જ બાળકમાં સંસ્કાર નાંખો:
સંસ્કાર એ બહુ અદ્ભુત ચીજ છે. ઢબુ અને રૂપિયો જુએ ત્યારે બાળક પણ ઢબુ મૂકી રૂપિયો જ ઉપાડે છે. કારણ ? રૂપિયાના ચોસઠ પૈસા, બત્રીસ ઢબુ આવે એવું એ કાંઈ સમજતો નથી. પણ મા-બાપ પહેલો રૂપિયા લે છે એમ એ જાણે છે. મા-બાપની એ ક્રિયા જોઈ એનામાં પણ એ સંસ્કાર પડ્યા. બાળકને એક-બે વખત અગ્નિમાં હાથ નાખતો અટકાવો એટલે સમજી જાય, પછી નહિ નાંખે. મા કહે કે, “બાવો આવ્યો એટલે તરત ચૂપ થઈ જાય. બાવો કેવો હોય એની એને કાંઈ ખબર નથી, પણ એને થાય કે કંઈક ભય પામવા જેવું છે. બાપ હાથ લાંબા કરે એટલે બાળક ઊંચું થાય. આ બધા સંસ્કાર છે કે બીજું કાંઈ ? સંસ્કાર કામ કરે છે માટે સમજો કે મોહમાં પડેલાને કર્મ બંધાય.
માટે જ ભગવાન પાસે “જે' બોલાવતાં બાળકને પુણ્ય થાય. જેવું આયુષ્ય બંધાય તેવી ગતિમાં જાય. અજ્ઞાનનાં પણ પરિણામ સુધારવા એ સંસ્કાર અપાય તેને આધીન છે. કક્કો ભણ્યા વિના બાળક “કાકા' બોલે છે ને ? નિશાળે ગયા પહેલાં કાકા, મામા, બાપા, મા, રોટલો, રોટલી, લાડવો, શીરો, ઘર, બજાર, દુકાન, બધું બોલતાં શીખી જાય છે ને ? “બાપા” કેમ બોલે છે ? માએ શીખવાડ્યું માટે. એટલે બાળક તો ધાર્યું કામ આપે. અરે, પઢાવેલા પોપટ પણ ધાર્યું કામ આપે છે. જનાવરો અને પક્ષીઓ ધાર્યા કામ આપે છે, માણસ કરતાંયે ઉત્તમ નોકરી બજાવે છે તો બાળક સંસ્કાર આપ્ટે તૈયાર થાય એમાં કાંઈ વાંધો? જુવાનિયા ને ઘરડાં તો સંસારમાં પડ્યા પણ બાળક એમાં ન ખેંચે તો વાંધો શો ? સંસારની અસારતા વિષયોની સામગ્રીમાં ડૂબેલાને સમજાવવી કઠિન. બાળકે
Page #176
--------------------------------------------------------------------------
________________
725
– ૧૧ : પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51 – ૧૫૫ પતાંસાનો સ્વાદ ન ચાખ્યો હોય ત્યાં સુધી મા છી-છી કરી પડાવી લે પણ એક વાર સ્વાદ ચાખ્યા પછી મા છી કહે તોયે ન મૂકે. પકડેલું છોડાવવું મુશ્કેલ પડે. પછી તો એનાથી પતાસાં સંતાડવાં પડે. કારણ કે, એથી બાળક માંદા પડે છે. વિરાગી બનેલાને વિષયની સામગ્રીમાં ગોઠવવા એ સંન્નિપાત છે. પરણ્યા પછી મા-બાપનેય વેચી ખાનારાઓ ગુરુ અને શાસ્ત્રને માને ? સ્ત્રીને સહચારિણી કહે અને મા-બાપને આઘાં કાઢે, કહી દે કે, “ભેગાં રહેવું હોય તો અમારી અનુકૂળતા જાળવવી પડશે. જરા ડાહ્યો હોય તો આટલું જ બોલે અને ગાંડો હોય તો એથી આગળ પણ વધે. વિષયના સંગીને વૈરાગ્ય આવવો સહેલો નથી. છેલ્લી હદે વ્યાધિ થઈ ગયા પછી. વૈદ્યને હાથ ખંખેરવા પડે. વિષયના સંગમાં ગયા પછી બચનારા થોડાં વર્ષો સુધી અભ્યાસ પાડે ત્યારે માંડ માંડ બચે.
બાળકને વૈરાગ્યની વાસના જાગી અને ગુરુસેવામાં એ રહેવા માંગે તો ત્યાં મૂકવામાં ગુનો કર્યો ? સારું-નરસું, લેણું-દેણું એ બધું આઠ વર્ષના બાળકનું ન જોવાય, અઢાર વર્ષનાનું જોવું પડે. આઠ વર્ષનો બાળક દીક્ષા લેવા આવે એને વધારે પૂછવું ન પડે. એને એટલું જ પુછાય કે, “તને અહીં ગમશે ? અહીં તારાં મા-બાપ નથી, માંગીશ તે બધું નહિ મળે.” બાળક કહે કે, ભલે. આટલું કહે તો તેને દીક્ષા આપી દેવાય, પણ અઢાર વર્ષનો આવે તો બધું પૂછવું પડે. એના બાપને પૂછવું પડે કે, “કાંઈ અપલક્ષણ તો નથી ને ? કોઈનું ઉઠાવી લે એવો નથી ને ? કહ્યું કરે એવો છે ને ? વગેરે વગેરે... કેમ કે અમારે એને પગ પાસે બેસાડવાનો છે, માથે બેસાડવાનો નથી. બે દિવસ રહીને ભાગી જાય તો અમારી પાસે પોલીસ નથી કે પકડી લાવે. લોકો પણ બોલે કે, “કેવાને મૂંડ્યો કે બે દિવસમાં ભાગ્યો?' આ બધી જોખમદારી અમારા માથે છે. તેનો અમને ખ્યાલ છે. નાના બાળકની કુટેવો સુધારતાં વાર ન લાગે. તમે નાના બાળકને કહો કે,
આ ઘેર ન જવાય' તો જરા વાર કદાચ રડે. પણ પછી સમજી જાય. મોટાને રોકવો ભારે પડે. નાનપણથી તાલીમ આપી જેમ દુનિયાદારીમાં પાવરધા બનાવી શકાય છે તેમ અહીં પણ બનાવી શકાય. આ છે દીક્ષાનો વિરોધ કરનારી મનોદશા :
વિષયમાં રંગાયા પછી વૈરાગ્ય આવવો કઠિન છે. સ્વાદ ચાખ્યા પછી મોજ મૂકવી ભારે છે. જીવને અનાદિકાળનો એ જ અભ્યાસ છે માટે એનો ચેપ લાગ્યા પહેલાં ખસેડવામાં સલામતી છે. જેથી એ બધી બુદ્ધિ અહીં કામ લાગે. બાકી ચૌદ આની બુદ્ધિ દુનિયામાં ખર્ચાઈ જાય, તમામ શક્તિનો દુનિયાનાં કામોમાં ભાંગીને ભુક્કો થઈ જાય, બધી વાતે પરવારી જાય. પછી દીક્ષા લેતો હોય તો
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
_726 ભલે લે ! એવું કહેનારો વર્ગ આજે પાક્યો છે. જો કે પછી પણ એ વાંધા ઊભા કર્યા વિના રહે એવા નથી. એવાઓને તો ઓળખી લેવા જેવા છે. ઘરડા દીક્ષા લે તો એ કહે કે, બૂઢા બેલ જેવા દીક્ષા લઈને ઉકાળશે શું ? પ્રૌઢ દીક્ષા લે તો કહે કે, ચાર છોકરાનો બાપ, ઘર ચલાવવાની ત્રેવડ નથી એટલે જવાબદારી ફગાવીને ભાગ્યો, પરણ્યા પછી જાય તેને કહે કે, બાયડી મૂકીને ભાગ્યો તો પરણ્યો તો શું કામ ? બાયડીને વિધવા બનાવવી છે ? પરણ્યા વગરનો નીકળે તો કહે કે એણે ભોગવ્યું શું ? નાનો લે તો અજ્ઞાન સમજે શું ? આમ દરેક વાતે વાંધા કાઢે તેની ભાવના કેવી, એ વિચારો. એમનો અંતગર્ત હેતુ વિચારીએ તો સમજાય કે એમને ધર્મ જ જોઈતો નથી. હવે આ ભાવનામાં સમ્યકત્વ ટકે કે જૈનતત્ત્વનો નાશ થાય ?
માટે પઢમં નાdi તો રથ નું રહસ્ય સમજો. દરેકની કક્ષા વિચારી એનો અર્થ બેસાડો. બાળકને “આ પાપ' એ જ જ્ઞાન. એકલવિહારી જિનકલ્પીને સાડા નવ પૂર્વ સુધીનું જ્ઞાન અને સામાન્ય સાધુને “સંસાર અસાર માટે ગુરુ એ જ શરણ” એટલું જ્ઞાન. આમ દરેકના જ્ઞાનમાં તરતમતા હોય.
આર્દ્રકુમાર સાથે પાંચસો જણાએ દીક્ષા લીધી, એમને કહ્યું જ્ઞાન હતું ? એક નવકારમંત્રનું. અનાર્યદેશના હતા. આર્યદેશમાં આવી ચોરી લૂંટફાટનો ધંધો કરતા-માંસાહારી, મદિરાપાની અને હિંસક હતા; છતાં દીક્ષા લીધી. આદ્રકુમાર ઉપર ભક્તિવાળા હતા. “આપ જાઓ તો અમારું શું થાય ?' એવો પ્રશ્ન કર્યો. આદ્રકુમાર કહે, ‘તમે પણ આવો. અહીં બહુ મજા છે.” આટલું સાંભળી દીક્ષા લીધી. કયું જ્ઞાન ? આદ્રકુમાર પ્રત્યેનો સમર્પિતભાવ, એ કહે એમ કરવું એ જ જ્ઞાન. આ બધી વાતો બરાબર વિચારો.
આ રીતે સમ્યક્ત્વના પાંચે દોષો જાય તો સમ્યક્ત્વ દૃઢ થાય અને એની પીઠમાં પોલાણ ન પડે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ
52
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૭, મંગળવાર, તા. ૪-૨-૧૯૩૦
• શ્રી જન સંઘનું કર્તવ્ય : • શ્રી સંઘની વિચારશ્રેણી કઈ હોય ? • - તો તમે અમે કોણ? • એ સંઘ નહિ, ટોળાં છે ? • બગડેલા જૈનોએ પરદેશીઓને પણ બગાડ્યા :
વર્તમાનમાં આધાર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમ : . સમ્યગ્દષ્ટિની પરિણામધારા :
શ્રી જિનમૂર્તિ માટે જૈનની ભાવના : " • તો... સમજજો કે, અધ:પાત નિર્માઈ ચૂક્યો છે : • જૈન સમુદાય આ સાંભળી શકે ? • સાધુઓ શહેરમાં કેમ આવે છે ? - સાધુને ખાનગી ટપાલ હોય ? " • આપણી ફરજ :
શ્રી જૈનસંઘનું કર્તવ્યઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી સંઘની મેરૂ પર્વત સાથે તુલના કરતાં ફરમાવે છે કે – જેમ મેરૂની પીઠ વજમયી છે, તે જેમ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. પર્વતની પીઠમાં પોલાણ ન હોય, એમાં પાણી ન પેસે, તો એ દઢ બને, તેમ સમ્યગ્દર્શનરૂપ પીઠમાં પણ શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા મતિપ્રશંસા અને મિથ્યામતિ પરિચય - એ દોષોરૂપી પોલાણ ન જોઈએ. એ પોલાણ ન હોય એટલે કુમતવાસનારૂપી જળ એમાં ન પેસે. આ પાંચ દોષો જાય ત્યારે સમ્યગ્દર્શનરૂપી પીઠમાં દઢતા આવે - એ પાંચેય દોષોને આપણે ફરીથી વિચારી જઈએ.
પહેલો દોષ “શંકા” છે, શ્રી જિનેશ્વરદેવના મનમાં શંકા ન હોવી જોઈએ; કારણ કે રાગ-દ્વેષ તથા મોહથી એ સર્વથા મુક્ત હતા. તેથી તેઓ યથાર્થભાષી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
- 728 હતા. તેમનું કોઈ વચન ન સમજાય તો તેમાં પોતાની મતિની મંદતા, શેય તત્ત્વની ગહનતા, પોતાના જ્ઞાનાવરણીય કર્મનો ઉદય, તેવા પ્રકારનાં સમર્થ જ્ઞાનીની ગેરહાજરી અને વસ્તુની સિદ્ધિ માટે દૃષ્ટાંત તથા પ્રમાણનો અભાવ – એવાં બધાં કારણો વિચારી બુદ્ધિમાન આત્મા પોતાના “શંકા” દોષને દૂર રાખી શકે છે.
બીજો દોષ “કાંક્ષા' છે. શ્રી જિનેશ્વરદેવના મતનો ભાવથી સ્વીકાર કર્યા વિના આત્મસ્વરૂપ કદી પ્રગટી શકતું નથી; માટે પરમતની અભિલાષા ન કરવી.
ત્રીજો દોષ “વિચિકિત્સા” છે. ધર્મના ફળમાં સંદેહ થવાથી એ દોષ પેદા થાય છે. સમ્યગ્દષ્ટિ આત્મા એ દોષના સેવનથી દૂર રહે. '
ચોથો દોષ છે “મિચ્યામતિની પ્રશંસા'. એનું વર્ણન કરતાં આપણે જોઈ. ગયા કે સમ્યગ્દષ્ટિએ ગુણાનુરાગ નામના ગુણને સાચવવાનો છે અને તેમ છતાં કોઈની પણ પ્રશંસા કરતાં સાવચેત રહેવાનું છે. ગુણાનુરાગ જાય તો પ્રમોદભાવ નષ્ટ થાય એટલે કે સમ્યકત્વની જડનો જ નાશ થાય અને ગુણાનુરાગના નામે જેના તેના ગુણો ગવાય તો સમ્યકત્વમાં દૂષણ લાગે. ગુણાનુરાગ જરૂર સાચવવો, પણ પ્રશંસા કરતાં પહેલાં બરાબર વિચારવું. ગુણાનુરાગ ભૂલીએ તો મૂળમાં બગાડો થાય અને પ્રશંસા કરતાં સાવચેતી ન રહે તો વૃક્ષના મૂળમાં સડો પેસે. સમ્યગ્દષ્ટિ આત્મા ગુણનો રાગી જરૂર હોય, કોઈના પણ ગુણને જોઈને એને આનંદ થયા વિના ન રહે, પણ વ્યક્તિની પ્રશંસા કરવાના પ્રસંગે એ પરીક્ષા કર્યા વિના ન રહે. એ કદી મિથ્યામતિની પ્રશંસા જાહેરમાં ન કરે. '
પાંચમો દોષ છે “મિથ્યામતિનો પરિચય.” સમ્યગ્દષ્ટિ આત્મા મિથ્યામતિના પરિચયથી હંમેશાં પ્રયત્નપૂર્વક દૂર રહે.
આ પાંચેય દોષો જાય તો પીઠ દઢ બને.
મેરૂની પીઠ પોલી નથી તેમ શ્રી સંઘની પીઠ પોલી ન જોઈએ. પોલાણ જાય એટલે દઢતા આવે. મેરૂની પીઠ જેમ દઢ છે તેમ રૂઢ છે. દઢ છે એટલે મજબૂત છે, તેમ રૂઢ છે એટલે ચિરકાળથી મજબૂત છે, એનો પાયો જામેલો છે, એ નવો જમાવવાનો નથી. શ્રી સંઘરૂપ મેરૂ શૈલની સમ્યગ્દર્શનરૂપી પીઠમાં દઢતા આવ્યા બાદ રૂઢતા ક્યારે આવે તે જણાવતાં શ્રી ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે –
रूढ प्रतिसमयं विशुद्धयमानतया प्रशस्ताध्यवसायेषु चिरकालं वर्तनात् ।
Page #180
--------------------------------------------------------------------------
________________
729 – ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૫૯
અર્થ : જે સમ્યગ્દષ્ટિ આત્મા પ્રતિસમય ઉત્તરોત્તર વિશુદ્ધભાવે લાંબા કાળ સુધી પ્રશસ્તકોટિના અધ્યવસાયમાં રહે છે, તેના સમ્યગ્દર્શનને રૂઢ સમ્યગ્દર્શન કહેવાય છે.
- દઢતામાં જેમ પોલાણનો અભાવ સૂચવ્યો તેમ રૂઢતામાં સૂચવે છે કે – સમ્યગ્દષ્ટિ આત્મા પ્રત્યેક સમેય ઉત્તરોત્તર વિશુદ્ધ થતા ઉત્તમ અધ્યવસાયમાં ઘણા કાળ સુધી રહે, અર્થાત્ એ અધ્યવસાયને ઘણા કાળ સુધી ટકાવે. શ્રી સંઘની વિચારશ્રેણી કઈ હોય ?
અધ્યવસાય એટલે પરિણામની ધારા. એ કેવી હોવી જોઈએ ? દિવસે દિવસે નહિ, કલાકે કલાકે નહિ પણ સમયે સમયે, એટલે કે જ્ઞાનીની દૃષ્ટિએ સૂક્ષ્મમાં સૂક્ષ્યકાળ છે તે સમયે પણ અધ્યવસાયશુદ્ધિમાં જ સમ્યગ્દષ્ટિ રહે તો પીઠ રૂઢ થાય. સંઘમાં જેમ સાધુ-સાધ્વી છે, તેમ શ્રાવક-શ્રાવિકા પણ છે. ચારેયમાં પરિણામની ધારા કઈ હોય તો સંઘ ગણાય – એ વાત બરાબર વિચારો.
આજે તો કહે છે કે – સંઘ એ તો ઉપનામ છે, બાકી ગમે તેમ વર્તે, તો પણ ચાલે ! આ વાત કેમ ચાલે ? કહેવાય સંઘ અને વર્તે ગમે તેમ, એ કેમ નભે ? શ્રી સંઘને ઉત્તમ મેરૂ બનાવવો છે ને ? તમે સમ્યગ્દર્શનરૂપી પીઠને દૃઢ બનાવી ? હું વાંચી ગયો, તમે સાંભળી ગયો, એટલા માત્રથી બધું આવી જાય એમ ન માનતા. શંકાદિ દોષોથી સાવધ રહો તો દઢતા આવે. દૃઢ બન્યા પછી રૂઢ ન બનાવાય તોય પીઠમાં પોલાણ આવતાં વાર ન લાગે. પગલે પગલે પોલાણનાં સાધનો પડ્યાં છે. મજબૂત પીઠ પર પણ ઘા પડે તો એ ચલવિચલ થયા વિના ન રહે. માટે પીઠને રૂઢ પણ બનાવવી છે, એકલી દૃઢ નહિ.
મેરૂની પીઠનાં ચાર વિશેષણ છે. દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ. ગાઢ એટલે જેનાં મૂળિયાં ઊંડાં છે અને અવગાઢ એટલે સામાન્ય નહિ પણ ઘણાં ઘણાં ઊંડાં છે. એવી પીઠ છે માટે મેરૂ શૈલ શાશ્વત છે. એના પર અનંતા તીર્થંકર ભગવંતોના જન્માભિષેક થયા અને હજી અનંતા તીર્થંકરદેવોના જન્માભિષેક થશે. એ સમયે અસંખ્યાતા દેવો ત્યાં આવે, નાચે, કૂદે પણ મેરૂ કદી હાલે નહિ. એવી રીતે શ્રી સંઘને પણ કદી ચલાયમાન ન થાય એવો બનાવવો છે.
સભાઃ “ભગવાન મહાવીરદેવ વખતે તો મેરૂ કંપ્યો છે ને ?'
એ તો આનંદથી નાચ્યો છે ! એ રીતે નાચવાની તો તમને પણ છૂટ છે. કવિએ ત્યાં કલ્પના કરી છે કે – કોઈ તીર્થંકર દેવે પોતાના ચરણથી મારો સ્પર્શ કર્યો નથી પણ આ પરમાત્માએ કર્યો તેના હર્ષથી એ નાચી ઊઠ્યો છે. તમે પણ
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૦. - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
30 એ રીતે જરૂ૨ નાચો ! એ નાચ્યો છતાં એનું મૂળિયું હાલ્યું નથી. એ પહાડ ગબડીને નીચે પડ્યો નથી. આજે પણ ઊભો છે અને સદાકાળ એ જ રીતે ઊભો રહેવાનો છે. કારણ કે એની પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. રૂઢતા માટે પરિણામની ધારા શુદ્ધ જોઈએ. શ્રી સંઘની પરિણામની ધારા કેવી હોય ?
માત્ર સાધુએ જ સંસારની અસારતા ચિંતવવાની, એમ ન માનતા, માત્ર સાધુએ જ અઢાર પાપસ્થાનકથી દૂર રહેવાનું, એમ ન માનતા. આખા સંઘના માથે આ જવાબદારી છે. મહાવ્રતોની વાત દૂર રહો પણ સમ્યગ્દર્શન તો જે રીતે સાધુ-સાધ્વીને તે જ રીતે શ્રાવક-શ્રાવિકાને પણ ન હોય. વિશુદ્ધ પરિણામોની ધારા જેમ સાધુ-સાધ્વીને હોય તેમ શ્રાવક-શ્રાવિકાને પણ હોય. મુનિમાં જેમ વિરતિને ઉદ્દેશીને પરિણામની ધારા તીવ્ર હોય તેમ શ્રાવક સંઘમાં સમ્યગ્દર્શનને લગતી ઊંચા પ્રકારની પરિણામની ધારા હોય. પરિણામની ધારા ઊંચી હોય તો સમ્યગ્દર્શનરૂપી પીઠ રૂઢ બને. પીઠ દૃઢ બનાવી. બેસી ન રહો પરંતુ રૂઢ પણ બનાવો !
માનો કે હવે શંકા, કાંક્ષા, વિતિગિચ્છા દોષ નથી રહ્યા, મિથ્યામતિના પ્રશંસા કે તેનો પરિચય નથી કરતા, ત્યાં સુધીની અવસ્થા પ્રાપ્ત કરી પણ જ્યારે તેવા સંયોગ ઉપસ્થિત થાય, પ્રસંગ જ એવો આવી પડે, તે વખતે સમ્યગ્દર્શન ચલવિચલ થાય કે પરિણામ ગબડે એવી દશા છે ? એવા પ્રસંગે ગબડવું ન જોઈએ. ત્યારે જ ખરી કસોટી છે. “શ્રી જિનેશ્વરદેવનું શાસન બહુ ઉત્તમ, શ્રી જિનેશ્વરદેવે કહ્યું એ તમામ સાચું, શ્રી જિનેશ્વરદેવનો માર્ગ ઊંચો, સાચા ગુણ તો શ્રી જિનેશ્વરદેવના શાસનને સેવવાથી જ આવે” આવું આવું વિચારો ખરા અને મિથ્યામતિની પ્રશંસા કે પરિચય ન પણ કરો પરંતુ એવો અવસર આવી લાગે, સંયોગો એવા ઊભા થાય, દુનિયામાં અનેક જાતની કૂટ વિચારણાઓનો પ્રચાર ચાલી રહ્યો હોય, તેવા પ્રસંગે ટકે કોણ ? તે વખતે કહેનારા તમને કહેશે - “આખી દુનિયા પ્રશંસા કરે છે અને તમે એક જ સમજેદાર છો, કે નથી કરતા ? આટલા બધા જેને માને છે એ બધા ખોટા અને તમે એક સાચા ? ઘેલા લાગો છો !” આ સાંભળી તમને થઈ જાય કે – “ભૂલતા તો નથી ને ?” કેમ કે ચારેય તરફનું વાતાવરણ તેવું છે, ચારે તરફ હવા જ એવી ફેલાઈ છે. એવા સમયે ટકવું સહેલું નથી. એ કહેનારા એમ પણ કહેશે કે “તમે એકલી સંસારની અસારતાની જ વાત કરો છો પણ જુઓ ! સંસારમાં રહેલા પણ આવા-આવા નથી ? એ સાધુથી પણ ચડી જાય તેવા છે.” આવું સાંભળી ટકનારા કેટલા ? વળી એમ પણ કહેશે કે સંસારની અસારતાની વાતો કરવી છે, તો સંસારમાં
Page #182
--------------------------------------------------------------------------
________________
731 – ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૬૧ રહ્યા છો કેમ ? ઘરમાં રહ્યા છો તો ઘરની ચીજોને પોતાની માન્યા વિના ચાલે ? બધો વ્યવહાર યોગ્ય રીતે કેળવ્યા વિના કેમ ચાલે ?' આવી જ હવા ચારે તરફ ચાલુ રહે તો દઢ સમ્યગ્દષ્ટિ પણ ટકે ક્યાંથી ? એટલે કે ખસે; માટે દૃઢ ઉપરાંત રૂઢ પણ જોઈએ...
ઇચ્છિત વસ્તુ કમાયા, કમાયેલું તિજોરીમાં પૂર્યું, તિજોરીને મોટું તાળું માર્યું, કૂંચી કેડે ભરાવી, હવે તો કામ પાકું થઈ ગયું ને ? એમ છતાં હવેલીનાં કમાડ કે કમ્પાઉન્ડનો દરવાજો સૂતો પહેલાં બંધ કરો કે નહિ ? કેમ ? કહો કે દઢ તો થયું પણ પાછું રૂઢ પણ કરવાનું - ત્યાં આવું સમજો છો. અહીં જ્ઞાની કહે છે કે સમ્યક્ત પામ્યા તો હવે એને એવી રીતે પેક કરો કે જેમાં દોષરૂપી ચોરોને પેસવું ભારે પડે. એવા પણ ચોર પડ્યા છે કે તિજોરીની ચાવી તમારી કેડે જ રહે અને આખી તિજોરી જ ઊપડી જાય. માટે જ ડેલીનું બારણું અને કમ્પાઉન્ડનો દરવાજો પણ બંધ કરવાં પડે. ઉત્તમ પરિણામની ધારા સેવીને પીઠને રૂઢ ન બનાવો તો સમ્યક્ત જતાં વાર ન લાગે. પ્રભુશાસન અર્થાત્ સમ્યકત્વ પામ્યા પછી કાંઈ પણ કરવાપણું નથી રહેતું એમ ન માનતા. સમ્યક્ત આવ્યા માત્રથી કોઈ ઊંચકીને મોક્ષમાં લઈ જશે એવું નથી. સમ્યક્ત પામીને હારેલા કેટલા નિગોદમાં ગયા, એ જાણો છો ને ? પરિણામની ધારા એવી સુંદર બનાવો કે સમ્યકત્વને નાશ કરનારા દુર્ગુણી ફાવી ન શકે.
ટીકાકાર મહર્ષિ ગ્રંથકાર મહર્ષિના મુદ્દાને સ્પષ્ટ કરતાં કહે છે કે – પ્રતિસમય અતિશય શુદ્ધિને પામે તેવા પ્રશસ્ત અધ્યવસાયને સેવો. અધ્યવસાય તો જગતના જીવમાત્રને હોય પણ ઉત્તમ અધ્યવસાયની આ વાત છે. એ સેવાય તો જ દૃઢ સમ્યકત્વ રૂઢ બને. પ્રભુનું શાસન પામીને ચોવીસે કલાક કઈ ભાવના જોઈએ તે નિશ્ચિત કરો ! – તો તમે અમે કોણ ?
કેટલાક કહે છે કે – “વસ્તુ પામ્યા પછી થોડી જવાની છે ?” હા, જાય પણ ખરી – મોટા પીરની પણ જાય.
ભગવાન મહાવીરદેવનો આત્મા, એક નહિ જેવી વાતમાં ગબડ્યો, તો તમે અમે કોણ ?
એવા આત્માએ પણ મદમાં ચડી નીચગોત્ર બાંધ્યું, તો તમે અમે કોણ ?
એવો આત્મા પણ દુન્યવી સુખ માટે શિષ્યની લાલસાએ ઉસૂત્રભાષી બન્યો અને કોટાકોટી સંસાર વધારી દીધો, તો તમે અમે કોણ ?
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
732 એ પરમાત્માને તો રોમ રોમ વિરાગાવસ્થા છતાં એમની એવી દશા થઈ, તો આજ જ્યાં વિરાગનું નામનિશાન નથી, એવા આપણી કઈ દશા થાય ? - દઢતા માની બેસી રહીએ અને યોગ્ય પરિણામ ન સેવીએ તો જઈએ ક્યાં ? એ સંઘ નહિ, ટોળાં છે
આવી વિષમતાના યોગે શ્રી સંઘરૂપ મેરૂનો મોટો ભાગ આજે કંપી ઊઠ્યો છે. કંપી ઊઠ્યો છે એટલું જ નહીં પણ પડું પડું થઈ રહ્યો છે. “એ પડ્યો.....'ની બૂમો સંભળાઈ રહી છે. આખા વિશ્વનો રક્ષક ગણાતો એ આજે સંહારક થવાની તૈયારીમાં છે. આપણો બચાવ છે કે એ વાસ્તવમાં સંઘ નથી પણ ટોળાં છે. અરિહંત પરમાત્માએ સ્થાપેલો શ્રી સંઘ તો આજે પણ સાબૂત છે. વિશ્વની રક્ષા કરવા સમર્થ છે. સંખ્યામાં કદાપિ અલ્પ હોય તો પણ શું ? એ જ સાચો સંઘ છે કે જે શાસનને વફાદાર હોય. ટોળાંના નામે સાચી વસ્તુને આંચ આવે તે આપણે સહેવા તૈયાર નથી.
જગતમાં ત્યાગ વધુ ન ફેલાય માટે એને ફરતી કાંટાની વાડ કરે એ શ્રી સંઘ કહેવાય ? “આ રીતે ત્યાગ પસર્યા કરે તો સંસાર કેમ નભે ?' એ વિચાર શ્રી સંઘના હોય ? શ્રી જિનેશ્વરદેવના સંઘમાં ગણાતા એમ બોલે કે-“મને આટલાં આટલાં જિનમંદિરો ને ધર્મસ્થાનકો જોઈ કંઈ કંઈ થઈ જાય છે, આ બધો પૈસાનો ધુમાડો છે. સામાયિક તો ઓટલે બેસીને પણ થાય. એને માટે આલીશાન મકાનોની જરૂર શી ? વકીલો, બૅરિસ્ટરો કે ડૉક્ટરો જેઓ જગતનું ભલું કરી શકે તેમને માટે એવા આલીશાન મકાનોની જરૂર છે. આખો દિવસ સામાયિક કરી નિરુદ્યમી થઈ બેસી રહેનારા શ્રાવકો અને સાધુઓ જગતને તદ્દન નિરુપયોગી છે. મુહપત્તિ આમથી તેમ ફેરવવામાં કલ્યાણ શું થવાનું ? દુકાન પર બેસી લોભ ન કરવાની વાતો કરનારાથી વિકાસ શું થવાનો ? રાત્રે ખાવું નહિ, કંદમૂળ ખાવું નહિ. ખાવી વેવલી વાતો આ જમાનામાં કેમ ચાલે ? ન આવે પાર્ટીઓમાં, ન આવે ખાણીપીણીના મેળાવડાઓમાં, ન આવે દુન્યવી રમતગમતોમાં; આ તો એ ભલા, એમનાં મંદિર ઉપાશ્રયો ભલાં અને એમની ધર્મક્રિયાઓ ભલી એવાથી દુનિયાનો શો ઉદ્ધાર થવાનો ?”
ભગવાન શ્રી મહાવીરના શ્રી સંઘમાં ગણાતાઓની પણ આજે આ મનોદશા છે. આવી મનોદશાવાળા પણ સંઘનું લેબલ લગાડીને ફરે ત્યાં સુધી શ્રી સંઘનું શ્રેય નથી. આ વિશ્વને હિતકારક કોણ ? ઉપકારક કોણ ? એની
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ
પરીક્ષા કરીને માપ કાઢવું પડશે. દૃઢ સમ્યગ્દર્શનને રૂઢ બનાવવા પરિણામની ધારા કઈ હોય, એ વાત મારે તમારી પાસે કરવી છે.
733
- 52
-
૧૬૩
આજે કેટલાક કહે છે કે ‘દેરાસરોમાં ઘણા પૈસા પડ્યા છે. એ પૈસાથી એક બૅંક ઊભી કરો અને ગરીબ જૈનોને પૈસા ધીરો' હું પૂછું છું કે ‘જૈનોમાં કોઈ શ્રીમાન શ્રાવક નથી કે જે ગરીબ શ્રાવકોને બસો-પાંચસો ધીરીને લાઇને ચડાવે ?’ ‘દેરાસરમાં પૈસો મૂકવા જેવો નથી, ત્યાં પૈસાની શી જરૂ૨ છે ?’ આવું બોલનારા જ દેરાસરમાં જે પૈસા પડ્યા છે, તે આપી દેવાની બૂમો મારે છે. એટલે નવું મૂકવું નહીં અને જૂના ધીરી દેવા. ધીર્યા પછી ન ભરે તો એ જ કહેવા આવે કે-‘મૂકોને પંચાત, બીચારો ગરીબ છે. ક્યાં તારા ઘરનું જાય છે ? ભલે ને ન આપતો !’ આમ દેરાસરના પૈસા ખવાઈ જાય તો દસકા પછી હાલત શું થાય ? આ મંદિરો શાના આધારે ઊભાં રહેશે ? છઠ્ઠા આરામાં ધર્મનો નાશ થવાનો છે તે હવે અત્યારથી જ કરવા માંડવો છે ? આવા ઠરાવો ધર્મભાવનાના નાશક છે. બગડેલા જૈનોએ પરદેશીઓને પણ બગાડ્યા :
જૈન સમાજના ઉદ્ધારકોનું બિરુદ લેનારાઓને પૂછો કે આજે પરદેશમાં જૈનોની ખ્યાતિ શાથી છે ? આબુ દેલવાડા અને રાણકપુરજીનાં મંદિરો જોઈ પરદેશીઓ પણ માથાં હલાવે છે. ‘જૈનો પોતાના દેવની ભક્તિમાં પાણીની જેમ પૈસા વહેવડાવે છે,' એ ખ્યાતિ એ મંદિરોએઁ ઊભી કરી છે. ‘જૈનો જેને ઈશ્વર માને છે તેની પાછળ કેટલો વ્યય કરે છે !' એ નામના જૈનોની પશ્ચિમના દેશોમાં એ મંદિરોના યોગે જ ફેલાઈ છે. એ મંદિરો ન હોત તો જૈન ધર્મ છે એવું પશ્ચિમવાળા કદાચ એ રીતે ન પણ જાણત. આજના આપણા જૈનો જેઓ પશ્ચિમમાં જાય છે, તેમનામાં જૈનત્વની ખુમારી છે ? એ તો ત્યાં પરદેશીઓને મળીને એમના સારા વિચારોમાં પણ અગ્નિ મૂકી આવે એવા છે. એક વખત ત્યાંના વિદ્વાનો જૈનધર્મની પ્રશંસા કરતા, તે પણ નિંદા કરતા થયા હોય તો આપણા એ નામદારોનાં પરિચયને આભારી છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથો જોઈ, એ વિદ્વાનો કહેતા કે ‘આવા ગુરુ આજે મળે તો એમના શિષ્ય થઈ જઈએ.' આવી પ્રશંસાનો ભાવ હતો. એ ભાવના યોગે તો ભવાંત૨માં માર્ગની પ્રાપ્તિ થઈ જાય. પણ તમે જેમને ભણાવ્યા એ લોકોએ તો આ ભાવનાનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો. મહાન પૂર્વાચાર્યો માટે પણ યથેચ્છા બોલતાં એ લોકો અચકાતા નથી.
શ્રી જિનેશ્વરદેવનાં મંદિરો, મૂર્તિ, આગમ આદિ તો શ્રી જૈનશાસનનો અખૂટ ખજાનો છે. એને માટે પોતાને સંઘ મનાવનારા એમ કહે છે કે -
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
‘વીતરાગની મૂર્તિ પાછળ આટલા ખર્ચા શા ? બરાસ કે કેસર વિના ન ચાલે ? સોનારૂપાના વરખ લગાડવાથી શું ? માત્ર સુખડના ચાંલ્લા કરો તોયે બસ છે. જમાનો એવો છે કે મંદિરની શોભાનાં, પૂજાનાં, સેવા-ભક્તિનાં સાધનોમાં જેમ બને તેમ ખર્ચા ઓછા કરો. ઓછો કરો એમ નહિ પણ બંધ કરો.’ સંઘના નામે આવા ઠરાવો થવા લાગ્યા છે. આવા ઠરાવથી બહારની દુનિયામાં જૈનોની આબરૂ શી વધશે ? વ્યસનો છોડવાના, તુચ્છ મોજશોખના ખર્ચા વધ્યા છે તેમ સામે ચાંપતા ઇલાજ લેવાના ઠરાવ કરો તો લોકોમાં આબરૂ પણ વધે. લોકો પણ માને કે જૈન સમાજ સદાચારના પંથે આગળ વધ્યો.
734
વર્તમાનમાં આધાર શ્રી જિનમૂર્તિ અને શ્રી જિનાગમ :
ભગવાનની મૂર્તિ અને આગમો વડે તો શ્રી જૈનશાસન જીવતું છે. આ બે કેવાં છે ? મરૂદેશમાં સુરતરુની લૂંબ જેવાં અને ભરદરિયે પ્રર્વહણ જેવાં છે, એમ જ્ઞાનીઓ કહે છે-આમ છતાં તમારા પૈસાથી જ ભણીગણીને તૈયાર થયેલાઓ આ બેની રક્ષા કરનારને અંધશ્રદ્ધાળુ અને ઘેલા ભક્તો કહે છે. તમારા પૈસાથી જ ભણેલાઓ તમને તદ્દન સમજ વિનાના તરીકે ચીતરે છે. જેમને એ અંધશ્રદ્ધાળુ કહે છે એમના જ રોટલે એ જીવી રહ્યા છે, છતાં એ બધા બુદ્ધિનિધાનો ! શ્રી જિનમૂર્તિ તથા શ્રી જિનાગમની રક્ષા કરનારા બધા અંધશ્રદ્ધાળુ ! કેવી નવાઈની વાત ? જૈન સમાજમાં આવું ચાલ્યા કરે તો પરિણામ શું આવે ? જો કે આવી વાતોથી .સત્ય કદી આચ્છાદિત થવાનું નથી પણ ભદ્રિક લોકો કેટલા ભુલાવામાં પડે ?
સમ્યગ્દષ્ટિની પરિણામધારા :
સમ્યગ્દર્શન ધરાવનારાની પરિણામધારા કેવી હોય ? કેવી વિચારધારાવાળા પ્રભુના સંઘમાં ગણાય ? તમે જૈન ગણાઓ છો તે કોના બળે ? શરીરના બળે ? લક્ષ્મીના બળે ? જરઝવેરાતના બળે ? એવું હોય તો પશ્ચિમના દેશોમાં લક્ષ્મી ઘણી છે. શું એ બધા જૈન કહેવાય ? જૈનત્વ તો વિરાગના બળે આવે. સાચા જૈનની પ્રત્યક પ્રવૃત્તિમાં વિરાગ ઝળહળતો હોય. જૈનજાતિમાં જન્મવા માત્રથી સાચા જૈન બની ગયા એમ ન કહેવાય. જૈન બનવા માટે તો જૈનત્વને છાજે તેવા વિચારોના પૂજારી બનવું જોઈએ. જૈનકુળમાં જન્મેલો કદાચ શ્રી જિનેશ્વરદેવની બધી આજ્ઞાઓનો અમલ ન પણ કરી શકે પરંતુ એના વિચારો તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરતા જ હોય ને ? જેને આપણે તા૨ક માનીએ, જેને આપણે આધારરૂપ માનીએ, તેમની સાથે જેમને રહેવું ન ફાવે તેવાની સાથે આપણને રહેવું કેમ ફાવે ? જરા પણ ન ફાવે.
Page #186
--------------------------------------------------------------------------
________________
735
- ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 – ૧૬૫
શ્રી જિનમૂર્તિ માટે જેનની ભાવના :
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ માટે જૈનોને કેવા ભાવ હોય ? ગમે તેવો જૈન પણ મોટે ભાગે વર્ષમાં એક વાર તો તીર્થે જાય જ. શ્રી સિદ્ધગિરિ કે શ્રી સમેતશિખરજી. ન જવાય તો મુંબઈમાં રહેનારો છેવટ અગાશી તીર્થે પણ જાય. ભલે થોડો શ્રમ પડે, થોડું ચાલવું પડે, બે પૈસાનો ખર્ચ પણ કરવો પડે તો પણ જૈન તીર્થયાત્રાએ જાય, કારણ કે એ માને છે કે એથી પોતાનો આત્મા પવિત્ર બને છે. જ્યારે આજના ભણેલા કહેવાતાઓ જુદી હવા ફેલાવે છે. એ કહે છે કે ભલે પાડોશમાં મંદિર હોય, પણ અમારે ફુરસદ હોય તો જઈએ. ન જઈએ તો પણ શું ? એટલા માત્રથી જૈન થોડા મટી ગયા ? પથ્થરની મૂર્તિને ભગવાન માની બે-પાંચ ચાંલ્લા કરી આવો તો ભલે કરો પણ તેની પાછળ સોના-ચાંદીહીરાના દાગીનાના આ બધા ઠઠારા.શા ?' આપણે એમને કહેવું છે કે-તમારે ભક્તિ ન કરવી હોય તો ન કરો પણ કરનારને કરવા દો તો સારું-મંદિરો તમને ન પાલવતાં હોય તો તમે મંદિરે ન આવો પણ એની અવગણના ન કરો તો સારું. ‘અમને નથી મળતું અને ભગવાનની ભક્તિમાં આટલું બધું કેમ ?' એવી ઈર્ષ્યા ન કરો. એ તારકે ત્રણ લોકનું પુણ્ય એકત્રિત કર્યું છે માટે આ રીતે પૂજાય છે. પૂજા કરનારાઓની ઉદારતાથી એ નથી પૂજાતા પણ પોતાના પુણ્યબળે જ પૂજાય છે. લાખો રૂપિયાના અલંકાર પોતે પહેરી શકે તેમ હોવા છતાં પોતે એ નહીં પહેરતાં ભગવાનના અંગે ચડાવવા શ્રીમંતો દોડાદોડ કરતા હોય તો તેમાં પણ પ્રભાવ પરમાત્માના અપ્રતિમ પુણ્યબળનો જ છે. તો.. સમજો કે અધ:પાત નિર્માઈ ચૂક્યો છે?
આજે શહેરોમાં એવી દશા થઈ ગઈ છે કે કોઈ અતિથિ નજરે ચડે તો જોયો ન જોયો કરી મોઢું ફેરવી ચાલવા માંડે-૨ખે સામે મળી જાય તો ક્યારે આવ્યા છો ? અને ક્યારે જવાના છો ?' એમ પૂછે. અમે કહીએ છીએ કે આ તો ગૃહસ્થાઈનો ભંગ છે. ગૃહસ્થ તે જ કહેવાય કે જે અતિથિ મળતાં જ તેના ખબરઅંતર પૂછે. “ઘણે દિવસે આવ્યા, પધારો, મારે ત્યાં આવ્યા સિવાય જવાશે નહિ,” એમ કહી બાવડું પકડે. ખબર પડે કે લોજમાં ઊતર્યા છે તો કહે કે-“આ શું ? અમારી આબરૂ લેવી છે ?” એમ કહી જાતે સામાન ઉપાડી ઘરે લઈ જાય. અતિથિ પ્રત્યેની આ ભાવના આજે શહેરોમાંથી નષ્ટ થઈ ગઈ. એનું પરિણામ એ આવ્યું કે જે અભાવ અતિથિ પ્રત્યે આવ્યો તે હવે સાધુ પ્રત્યે પણ થવા માંડ્યો. જૈન સમાજના તરીકે ઓળખાનારા અમુક વર્ગે દેવ-ગુરુ માટે આડીઅવળી વાતો કરીને લોકોના હૈયામાંથી દેવ-ગુરુ પ્રત્યેની ભક્તિને
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૯૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
735 નષ્ટ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો છે. આવાઓની તો જૈન સમાજના આગેવાનોએ બરાબર ખબર લેવી જોઈએ. એવાઓની ખબર ન લેવાય તે જૈન સમાજ માટે કલંકરૂપ છે. ઓલ ઇંડિયાના જૈન સમુદાયનું પ્રતિનિધિત્વ ધરાવવાનો દાવો રાખનારી સંસ્થાના સંમેલનમાં ભેગા થયેલા સમુદાયે ત્યાં શ્રદ્ધાવિહોણા કેટલાકો આવીને દેવ-ગુરુ-ધર્મના વિષયમાં ગમે તેવી વાતો કરે તો તેને સાંભળવી જ ન જોઈએ. એવાઓને બોલતાં જ અટકાવી દેવા જોઈએ. તેમની ધર્મનાશક વાતો પ્રત્યે સખ્ત નારાજી દર્શાવવી જોઈએ. જો એવાઓની વાત જૈન સમુદાય પણ ધ્યાનમાં લે તો કહેવું જ પડે-એ સમુદાયનો અધ:પાત નિર્માઈ ચૂક્યો છે. જૈન સમુદાય આ સાંભળી શકે ?
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાય એટલે શું ? એ કાંઈ ગાડરોનું ટોળું છે ? એની સામે ધર્મવિરોધી અને ગમે તેવી શુદ્ર વાતો કોઈ કરી શકે ? કરે તો એ સાંભળે ? એ તો તરત જ કહે કે-અમે કાંઈ મૂર્ખ નથી. તમારી આવી વાતો સાંભળવા આવ્યા નથી. “ફલાણા ધર્મ કેમ કરે છે ? મંદિરો કેમ બાંધે છે ? ઉપધાન-ઉજમણાં કેમ કરે છે ?' આવું આવું વિચારવા કાંઈ ભેગા નથી થયા, પણ જૈનોનું જૈનત્વ કેમ ટકે ? કેમ ઝળકે ?-એ વિચારવા ભેગા થયા છીએ. “મંદિરોમાં આટલી બધી પૂજા કેમ થાય છે ? ભગવાનને હીરા મોતીના હાર કેમ ચડે છે ? ભંડારમાં આટલા પૈસા કેમ નખાય છે ? આવું આવું બોલાય અને એ બધું બંધ કરવાનાં ઠરાવો કરાય તો શું એ વાજબી છે ? એક જણે તો એમ પણ કહ્યું કે-“દાન દેવાથી યાચકો એદી થાય છે માટે દાન ન દેવું' આ વાજબી છે ? જૈન સમુદાયે ભેગા થઈને જો આવા જ ઠરાવો લાવવા હોય તો હું પણ તેમને કહું છું કે નીચે મુજબના ઠરાવો કરો ને ?
(૧) સ્ત્રી પરણીને વિધવા થાય છે માટે પરણવું જ નહિ. (૨) મરવાનું નક્કી છે માટે કોઈ જન્મે એવું થવા દેવું જ નહિ. (૩) દેવાળું નીકળે માટે દુકાન ખોલવી જ નહિ. (૪) અજીર્ણ થાય માટે ખાવું જ નહિ. (૫) નાપાસ થવાય માટે શિક્ષણ લેવું જ નહિ. આવા આવા ઠરાવો કરશો ?
શ્રી જિનેશ્વરદેવ જેવા પાત્રાપાત્રનો વિચાર કરવાનો ઉપદેશ આપનારા પણ કહે છે કે-અનુકંપાદાનમાં પાત્રાપાત્રનો વિચાર ન કરવો. ભક્તિના પ્રસંગે
Page #188
--------------------------------------------------------------------------
________________
737
૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 - ૧૯૭ એ વિચાર જરૂ૨ ક૨વો. દુઃખીનું દુઃખ દૂર કરતી વખતે એને કાંઈ પૂછવાનું નહિ-એ પાત્ર છે કે અપાત્ર છે એ જોવાનું નહિ. જ્ઞાનીઓ આમ કહે ત્યારે આ બુદ્ધિના નિધાનો કહે છે કે-એદીપણું વધી જાય માટે યાચકોને દાન ન દેવું.’ હૈયાની ઉદારતા મરી પરવારી છે માટે આવું બોલાય છે !
―
સમાજનો ઉદય કરવો હોય તો જે પાપોથી સમાજનો અધઃપાત થઈ રહ્યો છે, એ પાપોથી બચાવવા સમાજના આગેવાનોએ જાગવું જોઈએ અને મંચ ૫૨થી જાહે૨ ક૨વું જોઈએ કે-જેઓ આવી આવી સમજ વગરની વાતો કરી રહ્યા છે, તે અયોગ્ય છે. આવી વાતોને ટેકો આપી શકાય નહિ. પાપોદય અને દરિદ્રતા શું શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી આવ્યાં છે ? એને માટે શું સાધુઓ જવાબદાર છે ? જીવનમાંથી દેવ-ગુરુની ભક્તિ નષ્ટ થઈ એના પરિણામે એ આવ્યાં છે ? બેકારી ટાળવાનો રસ્તો પ્રભુભક્તિ વધા૨વી એ છે કે પ્રભુભક્તિ ઘટાડવી એ છે ? શ્રાવકોને કોઈ એમ કહે કે ‘હું પ્રભુભક્તિ બંધ કરીને તને સહાય કરીશ' તો એ શ્રાવક કહી દે કે-મરી જાઉં તો પણ તારી સહાય નહીં લઉં. પ્રભુભક્તિ બંધ કરીને સહાય હોય ? એ લોકો એમ કહે છે કે ‘ઉત્સવમહોત્સવો બંધ કરીને શ્રાવોનાં પેટ ભરો-સાધુઓના પ્રવેશના વરઘોડાઓનો રિવાજં ઘૂસી ગયો છે તે બંધ કરો. એ બધાં પૈસાનાં પાણી છે. નેતાઓનાં સરઘસો તો જરૂરી છે. એનાથી તો જાગૃતિ આવે છે. સમાજનો અને દેશનો એનાથી ઉદ્ધાર થાય છે ! સાધુઓના સામૈયાથી શું ભલું થવાનું છે ?' આ બધી ખરી વાત છે ? એમને જે શબ્દો લખતાંયે મૂંઝવણ નથી થઈ તે શબ્દો વાંચતાં, વિચારતાં અને તેમારી પાસે મૂકતાં પણ અમને ખેદ થાય છે ! સાધુઓ શહેરમાં કેમ આવે છે ?
કહે છે કે-“સાધુઓ ગામડાંમાં નથી જતા માટે ગામડાંના જૈનો જૈન મટી ગયા. માટે સાધુઓએ શહેરો છોડીને ગામડાંમાં જવું જોઈએ-પણ ગામડાંમાં તેમને તકલીફ પડે છે અને શહેરોમાં અનુકૂળતાઓ મળે છે માટે શહેરો છોડતા નથી.’’ મારે કહેવું ન જોઈએ છતાં કહું છું કે ગામડાંમાં જેવી અનુકૂળતા છે તેવી શહેરોમાં નથી. તે છતાંયે સાધુઓ શહે૨માં આવે છે, કારણ કે શહે૨માં ગામ ગામના લોકો ભેગા થયા હોય છે-જે કામ ગામડાંમાં મહિનાઓમાં ન થાય તે શહે૨માં દિવસોમાં થઈ શકે છે. ઘણા ગામના ઘણા લોકો ધર્મથી પતિત થતા બચે અને ધર્મ પામે. એ લોકો પોતાના ગામમાં જાય ત્યારે ત્યાં પણ જાગૃતિ લાવે. આ એક જ ઇરાદે સાધુઓ શહે૨માં ૨હે. પણ સાધુઓએ શહે૨માં ન રહેવું એવી તેઓ ફ૨જ નાખવા માંગે છે. એમાં તેમનો હેતુ એ છે કે શહે૨માં
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ બોલનાર ન હોય તો તેઓ નિરંકુશપણે વર્તી શકે. ગમે તેમ બોલે તોય કોઈ સામો જવાબ આપનાર ન રહે. સારો સાધુ હોય તો બસો-પાંચસોને ભેગા કરે. મંદિર અને ધર્મસ્થાનો તેમજ ધર્માનુષ્ઠાનો સામે આવતા તેમના હલ્લા અટકાવે ! નાનો સાધુ હોય તોય પાંચ-પચીસ જણા તો નવકારસીનું પચ્ચક્ખાણ લેવા પણ આવે. એ પાંચ-પચીસ પણ તેમની ધર્મવિરોધી પ્રવૃત્તિ સામે ઊભા રહે. એટલે ઉપાશ્રયમાં સાધુ હોય ત્યાં સુધી એ બધા ફાવે નહિ . નાનું બચ્ચું પણ ઊં....ઊં... કરે ત્યાં સુધી ચોરથી ઘૂસાય નહિ. એ બાળક પણ બધાને જાગતા રાખે. એમને તો ઉપાશ્રયોને, પાંજરાપોળોને અને મંદિરોને કાલેજોમાં ફેરવી નાખવા છે. જો કે પાંજરાપોળો પણ એમને બહુ ફાવતી નથી એટલે હૉસ્પિટલોની વાત કરે છે. એમને પૂજા કરવી નથી, ધર્મક્રિયાઓ જોઈતી નથી અને ધર્મસ્થાનો સાથે નિસ્બત નથી છતાં હક્ક કરવા આવે છે. કેસ ચાલે અને સારો ન્યાયાધીશ હોય તો એમનો હક્ક ઘડીના છઠ્ઠા ભાગમાં ઊંડી જાય. પણ સાચી રીતે લડનાર જોઈએ ને ?
738
સાધુને ખાનગી ટપાલ હોય ?
એ લોકો કહે છે કે-‘ગામના આગેવાનોએ સાધુની ટપાલ વાંચીને પછી આપવી.' મારે એમને પૂછવું છે કે-ટપાલ ખાનગી ગૃહસ્થની કે સાધુની ? ગૃહસ્થને ખાનગી હોય તો ભાવતાલ કે લીધાદીધાના સોદાની વાત હોય. જ્યારે સાધુની ટપાલ તો એવી ખાનગી હોય કે આચાર્ય પાસે બેઠેલા ગીતાર્થ પણ એ વાંચી ન શકે. કેટલાય આત્માઓ પોતાના જીવનની ખાનગીમાં ખાનગી વાતો લખી તેનાં પ્રાયશ્ચિત્તો મંગાવે, તરવાનો ઉપાય પુછાવે, જે વાત કોઈને ન કહે તે ગુરુને કહે. જે ગુનો ન્યાયાસન પાસે ન કબૂલ્યો હોય, ગમે તેમ કરીને છૂટી આવ્યો હોય, તે ગુનો ગુરુને કહે. આલોચના લેનાર ગૃહસ્થો બધી વાતો પુછાવે. પરદેશમાં રહેલાને વાંચતાં વાંચતાં બોધ થાય તો એ પણ પોતાની હૈયાની વાત ગુરુને જણાવે અને પૂછવા યોગ્ય પુછાવે. આ બધી વ્યક્તિગત ખાનગી વાતો હોય. એ આમને જાણવી છે. એ જાણે પછી પરિણામ શું આવે ? ‘સાધુની ટપાલ ગામના આગેવાન વાંચે પછી સાધુને આપે' આવું કહેનારા શું એમ માને છે કે-‘એ બધા શાહુકાર અને સાધુ બધા ચોર ?’ સાધુની ટપાલ ફૂટવામાં સાધુનું તો કાંઈ જવાનું નથી પણ કંઈકની આબરૂનું લિલામ થઈ જાય, કંઈકની સમાધિ નષ્ટ થઈ જાય, કંઈકને ઝેર પીવાનો વખત આવે, એ બધી જવાબદારી કોની ? માટે કહું છું કાંઈક સમજીને બોલાય તો સારું.
Page #190
--------------------------------------------------------------------------
________________
739
– ૧૨ : સંઘનો આધાર, જિનમૂર્તિ અને જિનાગમ - 52 - ૧૬૯
આપણી ફરજ ઃ
મારો મુદ્દો એ છે કે – પ્રભુની મૂર્તિને, મંદિરને, આગમોને, સાધુઓને આવા લોકો બહારની દુનિયા પાસે કેવા કદરૂપા ચીતરવા માગે છે, એનું એ બિચારાઓને ભાન જ નથી. નહિ તો જૈન જાતિમાં જન્મેલાઓના આવા હીન વિચારો હોય ? કોઈ શ્રાવક આવીને એમ કહે કે-“ફલાણાએ અવિધિ કરી” તો સાંભળનાર કહે કે-ભાઈ! એનો ઇરાદો શો હતો ? ભક્તિનો ? તો પ્રસંગે એને સમજાવાય પણ ભક્તિનો નિષેધ ન જ થાય. આ બધી વાતો હું હજી બહુ શાંતિથી બોલું છું પણ સમય એવો આવી લાગ્યો છે કે જોરથી કહેવું પડે. એટલે અવસરે જોરથી પણ કહીશ. જેટલા ટકશે તેટલાને નભાવાશે. મોટી સભાના લોભે સાચી વાતો બોલવી બંધ નહિ કરાય. જે વાત કહી ગયો તે બરાબર સમજો ! આવી વાતો સામે ફિટકાર વરસાવવો જ પડશે. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયમાં આવી વાતો પ્રત્યે ફિટકાર ન થાય તો તે કેમ ચાલે ? આપણે એ કરવો જ પડે. આવા સમયે જો ન કરીએ તો આપણે આપણી ફરજ ચૂક્યા ગણાઈએ. '
સંસ્થા મોટી, નામ મોટું, તેમ એની કાર્યવાહી પણ મોટી હોય ને ? સમુદાયનું ગૌરવ વધારે તેવી જ હોય ને ? આ સરકારની પૉલિસી જુઓ ! ધારાસભામાં ચૂંટાયા પછી પણ તેને ખુરશી ક્યારે મળે ? વફાદારીના સોગંદ લે ત્યારે ને ? “હું નામદાર શહેનશાહની સરકારને વફાદાર રહીશ, તેને હાનિ થાય એવી એક પણ પ્રવૃત્તિ નહિ કરું અને બનતી સેવા કરીશ'-આવા સોગંદ લીધા પછી ખુરશી મળે છે અને બોલવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. કેર્ટમાં સાક્ષીના પીંજરામાં પણ ઈશ્વરને માથે રાખીને વાત કરવાની પ્રતિજ્ઞા પહેલાં લેવડાવાય છે. આ સમુદાયમાં પણ એ વફાદારીના સોગંદ હોય કે “શ્રી જિનેશ્વરદેવના આગમને ટક્કર લાગે એવી એક પણ વાત નહિ બોલું.” બોલનારનું મોઢું બંધ કરી નીચે ઉતારવા પડે. આજે તો એવું પણ બોલનારા છે કે
ભગવાનને કેવળજ્ઞાન હતું કે નહિ ! ફલાણા આચાર્ય સાચા હતા કે નહિ ! ફલાણું આગમ પ્રમાણિક છે કે નહિ ! એ બધું હું વિચારું છું.” એવાને પૂછો કે ભાઈ ! તું જૈન છો ? તારા બોલવા ઉપરથી તો લાગતું નથી. માટે મહેરબાની કરી મંચ ઉપરથી નીચે ઊતરી જા ! આ ભરતક્ષેત્રમાં વીસમી સદીમાં પાકેલા પંડિતોને પણ શ્રી જિનેશ્વરદેવના કેવળજ્ઞાનમાં શંકા છે એ જાણો છો ને? એટલે તેઓ આવું આવું પણ બોલવાના- તો ત્યાં કહી દેવું કે-આગમને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અનુસરતી પ્રવૃત્તિ જ અહીં થશે. આગમથી વિરુદ્ધ એક પણ પ્રવૃત્તિ નહીં થઈ શકે. અમારાથી પણ વિરુદ્ધ પ્રવૃત્તિ થઈ હોત તો પાછી ખેંચવા, માફી માગવા તૈયાર છીએ. ધારાસભામાં અંગ્રેજો પણ ભૂલથી બીજી વાત બોલાઈ હોય તો પાછી ખેંચે છે. કાનૂન પાસે એ પણ પોતાનો ટોપો ઉતારે છે. આ પૉલિસીથી સરકારનું રાજ્યતંત્ર ચાલે છે. જેટલા ઉધામા આ રાજ્યતંત્રને ખસેડવા થયા છે તેટલા કોઈ માટે થયા નથી. છતાં જોઈએ છીએ કે વાયુસંચાર પણ થઈ શકતો નથી. બહાર ગમે તેટલી બૂમરાણ મચે પણ એ સરકારનું એક પણ ખાતું બંધ નથી. એનો વહીવટ જોઈ બધા સારા માણસોને બરાબર છે” એમ કહેવું પડે છે. કાયદાની બારીકી પાસે પોતાના ખોટા શબ્દો પાછા ખેંચતાં એને શરમ નડતી નથી. સત્તાસ્થાનેથી કરાયેલો નાના અમલદારનો હુકમ એનાથી દસગુણા પગારવાળો પણ પાળે જ. બસોનો પગારદાર મૅજિસ્ટ્રેટ મોટા પોલીસ અધિકારીને અમુક ગુનેગારને પકડવા કે કબજે રાખવા હુકમ કરે તો એને એનો અમલ કરવો જ પડે. સભા: “અહીં તો બધી વાતો જુદી જ છે. આવા સંયોગોમાં તો કોન્ફરન્સ
પ્રમુખે રાજીનામું આપી દેવું જોઈએ.’ એવું ન બોલો; રાજીનામું શું કામ આપે ? આપણે તો કહીએ છીએ કે પ્રમુખ પ્રમુખપદને દીપાવે. આવા સમયે રાજીનામું આપવાનું ન હોય, સેવા કરવાની હોય. ભણેલાઓએ પોતે જેને અભણ કહે છે એવા પ્રમુખની નિશ્રા લીધી છે. મંદિર અને મૂર્તિને માટે ગમે તેમ બોંલનારાઓએ મંદિરના ઉપાસક અને વહીવટદાર પ્રમુખની નિશ્રા સ્વીકારી છે. એમને રાજીનામું આપવાનું આપણે કેમ કહીએ ? આ પ્રમુખ તો કચ્છી કોમના આગેવાન છે. એ રાજીનામું ન આપે. એ તો કહે કે મારી બધી સત્તાનો અમલ કરીશ. એમણે તો ધર્મવિરોધીઓના વિરોધનો નશો ઉતારી નાખવો જોઈએ. જેટલા ગોટાળા થયા હોય તેના હિસાબ માગવા જોઈએ; ગુનેગારોને નશીયત કરવી જોઈએ. પ્રમુખ તો ધારે તો બધું જ કરી શકે. અસ્તુ
હવે સમ્યગ્દર્શન રૂઢ કેમ થાય તે સંબંધે વધુ વિચારીએ :
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો !
53
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૭, બુધવાર, તા. ૫-૨-૧૯૩૦
• દેઢ સમ્યક્ત રૂઢ ક્યારે બને ? • જડ-ચેતનનો વિવેક : • સાચો શાહુકાર કોણ ? • શ્રી સંઘ પૂજ્ય છે, પણ એની ઓળખ જરૂરી છે : • સંસારની વાસનાનું પરિણામ :
ઉદય કોણ કરે ? ભગવાન શ્રી મહાવીર દેવના આત્માનું દૃષ્ટાંત : ધનાં નેત્રો કેવાં હોય ?
વ્યાખ્યાન કઈ રીતે સાંભળશો ? • પાપના રસિયાઓને સાધુઓ નડતરરૂપ લાગે :
દઢ સમ્યક્ત રૂટ ક્યારે બને ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ મેરૂ પર્વતની પીઠની જેમ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ એમ ફરમાવી ગયા.
શંકા, કાંક્ષાં, વિચિકિત્સા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્યામતિનો પરિચય, એ પાંચ દોષોથી એ પીઠમાં પોલાણ થાય છે અને એ પાંચ દોષો ટાળવાથી એ પીઠ દૃઢ બને છે. સમ્યગ્દર્શન એ આત્માનો ગુણ છે, એને વિકસાવવા અથવા સ્થિર કરવા આ પાંચેય દોષોનો ત્યાગ કર્યા વિના છૂટકો નથી. જેને સમ્યગ્દર્શનની કિંમત છે તે એમ ન માને કે-“આવી ઉત્તમ ચીજ છે; તો તેનો નાશ કેમ થાય ?' કીમતી ચીજોનો નાશ જલદી થાય, કારણ કે તેને માથે જોખમ ઘણાં છે; તેના ઉપર ઘણાની બૂરી નજર હોય છે. સામાન્ય ચીજ ગમે ત્યાં પડી રહે, તેને કાંઈ વાંધો ન આવે. ત્રાંબાનો પૈસો ખિસ્સામાં પડી રહે પણ સોનામહોર માટે તો પાકીટ જોઈએ. જેમ વસ્તુ કિમતી તેમ તેની રક્ષાની ચિંતા વધારે. માટે સમ્યગ્દર્શનરૂપી પીઠને દઢ બનાવવા ગ્રંથકાર પાંચેય દોષોથી બચવાનો ભારપૂર્વક ઉપદેશ આપે છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી જિનેશ્વરદેવના વચનમાં પ્રાણાંતે પણ શંકા ન થવી . જોઈએ. ક્ષયોપશમની મંદતાના યોગે ન સમજાય એ બને, પણ તેથી એ એમ ન વિચારે કે -‘આવું તે હોય ? આપણા મગજમાં ઊતરતું નથી અને આપણને નથી સમજાતું માટે એ કેમ બની શકે ?’
૧૭૨
742
એ જ રીતે બાહ્ય ગમે તેવા આડંબરથી પણ એને પરમતની અભિલાષા ન થાય. પ્રભુશાસનની જ્યોતિ પ્રકાશવંતી જ છે પણ કાળના મહિમાથી આપણી અલ્પ નજરે એ ન દેખાય, છતાં પરમતની અભિલાષા તો ન જ કરાય.
વળી ધર્મના ફળમાં સંદેહ ન ૨ખાય. જે ધર્માનુષ્ઠાન કરતા હોઈએ કે કરવાનું હોય, તેનું જે ફળ જ્ઞાનીઓએ બતાવ્યું છે, તેમાં જરા પણ સંદેહ ન રાખવો જોઈએ.
ગુણાનુરાગ બહુ જરૂરી છે. એ બરાબર કેળવવાનો જ છે, પરંતુ ગુણાનુરાગના નામે જ્યાં ત્યાં ન ઝુકાય, એ ખ્યાલ રાખવો પણ એટલો જ જરૂરી છે. આજે ગુણાનુરાગના નામે ઘોર મિથ્યાત્વનો પ્રચાર થઈ રહ્યો છે. જેના ગુણોની પ્રશંસા કરવી છે, એ વ્યક્તિ કેવી છે, એ ન જુએ તેને સમજદાર કોણ કહે ? શાસ્ત્ર એવી પ્રશંસા કરવાની ના પાડે છે, પણ આજે તો કેટલાક કહે છે કે આપણે તો ગુણ જોવા, ગુણ ક્યાં ૨હેલા છે, એ જોવાની જરૂર શી ?’ આવું બોલનારા કાં તો અજ્ઞાનીઓ છે અથવા દંભી છે. જો આ રીતે જેની તેની પ્રશંસા કરવામાં આવે કે જેની તેની આગળ ઝૂકવામાં આવે તો ઉઠાવગીરો ગુણનો દેખાવ કરી તમને ઝુકાવે અને લોકો માને કે આ બધા તો યોગ્ય સ્થાને જ ઝૂકનારા હોય તેથી તમારી પાછળ દોરવાઈ પેલા ઉઠાવગીરના પડખે ચડી ઉન્માર્ગે ખેંચાઈ જાય તો એ પાપના ભાગીદાર કોણ ? માટે ગુણરાગી જરૂર બનવું પણ ગુણી સુપાત્ર જોઈએ. કુપાત્રના દેખીતા ગુણોને જરા પણ વજન ન અપાય. ગુણનું અનુમોદન હૈયામાં જરૂ૨ થાય પણ પ્રશંસા તો વ્યક્તિ યોગ્ય હોય તો જ કરાય, નહિ તો મરતાં પણ ન કરાય. ગુણાનુરાગ રાખવાનો, પણ એના નામે ગાંડપણ ન આવવું જોઈએ. એ જ રીતે મિથ્યામતિનો પરિચય પણ ન કરવો.
મિથ્યામતિ જીવો ઘણા પ્રકારના છે. કેટલાક જીવો ઓઘ મિથ્યાદૃષ્ટિ હોય છે. એમને ધર્મ સાથે બહુ લેવા દેવા નહીં. દેવ, ગુરુ, ધર્મનો કશો ખ્યાલ જ ન હોય. એ બીજાને ‘મારા દેવ સાચા અને તારા ખોટા' એવું કશું સમજાવવાની પંચાતમાં પડતા જ નથી, એવાના પરિચયથી હજી બહુ નુકસાન ન થાય. કેટલાક મિથ્યાદ્દષ્ટિ જીવો એવા હોય છે, જે પોતાના મંતવ્યને પ્રચા૨વા અને
Page #194
--------------------------------------------------------------------------
________________
743.
– ૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
– ૧૭૩
દૃઢપણે ઠસાવવા અવશ્ય પ્રયત્ન કરે છે. આવાનો પરિચય જોખમી છે. તેનાથી બચવા સાવધ રહેવું જોઈએ. પણ આ બે સિવાય ત્રીજા કેટલાક મિથ્યાદૃષ્ટિ જીવો એવા હોય છે કે જે પોતે જૈન કહેવરાવવા છતાં શ્રી જિનેશ્વરદેવના નામે જ ભળતી વાતો કરે છે. એના નામે જ પોતાની મન:કલ્પિત માન્યતાઓનો પ્રચાર કરે છે. આ ત્રીજા પ્રકારના મિથ્યાદૃષ્ટિ જીવો સૌથી ભયંકર છે. શાસ્ત્ર આવા જીવોને ઉત્સુત્રભાષી કહ્યા છે. એમાં કેટલાક નિહ્નવ પણ હોય છે. આવા ઉસૂત્રભાષી અને નિહ્નવોનો પરિચય આત્મઘાતક છે, સમ્યગ્દર્શન ગુણનો નાશક છે, માટે તેનાથી દૂર જ રહેવું જોઈએ.
હવે દઢ સમ્યક્વરૂપ પીઠમાં રૂઢતા લાવવી છે. એ માટે પરિણામની સુંદર ધારા ચાલુ રહેવી જોઈએ. એ ન રહે તો રૂઢતા આવવાના બદલે દઢતા પણ ચાલી જાય. પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી એવી પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઉત્તમ પરિણામની ધારામાં આત્મા ઘણો કાળ વર્તે તો દઢ સમ્યક્ત રૂઢ બને. રૂઢતા લાવવાના પ્રયત્ન વિના ઘણા દૃઢ તો ભેદાઈ ગયા. તમારે ચોવીસે કલાક રહેવાનું ક્યાં ? અર્થકામના જ ભરચક સંયોગોમાં ને ? સંયોગો એ, રીતભાત બધી એને જ લગતી અને પ્રવૃત્તિ પણ લગભગ સંસારની, આ સ્થિતિમાં પ્રશસ્ત અધ્યવસાયરૂપ ઉત્તમ પરિણામની ધારા ન હોય તો દઢ સમ્યક્તનું પણ જીવન કેટલું ? પૌગલિક સંયોગોની આત્મા પર અસર નથી થતી એમ ન માનતા. જો એમ ન હોય તો તમે સંસારમાં શા માટે પડી રહ્યા છો ? પાંચ-દશ લાખ જાય ત્યારે ક્ષણભર વૈરાગ્ય આવે પણ બીજી જ ક્ષણે મન મનાવે કે – “કાંઈ નહિ ! ફરી મેળવી લઈશું.’ આ અસર નથી ? જડ-ચેતનનો વિવેક:
પોલિક પદાર્થોની લાલસાના યોગે તો સંસાર ચાલે છે. પુદ્ગલની આત્મા પર અસર જ ન હોત તો સંસાર કેમ ચાલત?
સમ્યગ્દર્શન થયું ત્યારથી જડ અને ચેતન જુદાં એવો વિવેક જાગૃત થયો. આવી જાગૃતિવાળામાં હવે કઈ ભાવના ટકે તો સમ્યકત્વ ચાલુ રહે ? જડની સેવાની કે ચેતનની સેવાની ? આજે તમારા હૃદયમાં કઈ ભાવના છે ? કેટલાક તો એમ બોલે છે કે-“જડ ચેતન જુદા ખરા, પણ જડની સેવામાં ચેતન હણાય તો વાંધો નહિ. બધા એમ જ કરે છે ને ? શ્રી તીર્થંકરદેવે પણ ક્યાં ભોગો નથી ભોગવ્યા ? ભોગાવળી કર્મને તો એ પણ આધીન થયા ને ? વળી આનંદકામદેવ જેવા અગિયાર અગિયાર પ્રતિમા વહન કરનારા શ્રાવકો પણ સર્વવિરતિ ન લઈ શક્યા. તો અમે તો કોણ માત્ર ! અરે ! જે આનંદ શ્રાવકને
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ગૃહસ્થપણામાં અવધિજ્ઞાન થયું અને જેમની પાસે ગૌતમ મહારાજાને પણ મિચ્છામિ દુક્કડ' કરવા પડ્યા, એવા પણ સંસાર ન ત્યજી શક્યા તો અમારી શી વાત ?” આવું માનનારા અને બોલનારાઓનું સમ્યકત્વ શુદ્ધ કે મેલું ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિને આવા વિચારો ન આવે. દૃષ્ટાંતોમાંથી આવા ભાવો તારવવા એ શ્રી જૈનશાસનને બંધબેસતી વાત નથી. મહાપુરુષોનાં દૃષ્ટાંતોમાંથી આ લેવાનું છે ? ચેતન અને જડ જુદા એ વિવેક હૈયાનો કે હોઠનો ? આ વિવેકના અભાવે, સમ્યક્તની સભાવનાના અભાવે ભલભલા આત્માઓ ધર્મના શિખર પરથી ગબડી ગયા, તો તમે અમે કોણ માત્ર ?
સમ્યગ્દર્શન ટકાવવાની ભાવના હૃદયમાં ન હોય તો તમારો કે અમારો અધ:પાત નિશ્ચિત છે. ત્યાં અમારા સાધુ વેષની કે તમારા તિલકની શરમ નહિ ચાલે. આ શાસન જુદું છે. ત્યાં કોઈનો પક્ષપાત નથી. જેનપણાના નાતે કે સાધુ યા શ્રાવકપણાના ઇલકાબે પાપ કરવા છતાં બચી જવાશે એ-ન ભૂતો ન ભવિષ્યતિ. કર્મસત્તાએ શ્રી તીર્થંકરદેવના આત્માની પણ એક એક દોષની નોંધ લીધી છે. મરીચિના ભવમાં કરેલો કુળમદ ભગવાનના ભવમાં બદલો લેવા આવીને હાજર થયો. કહે છે કે તીર્થકર ભલે બનો પણ કરેલા કર્મનો વિપાક ચૂકવો. અને એટલા માટે તો વ્યાશી દિવસ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ભગવાનને રહેવું પડ્યું. બંધાયેલું કર્મ ભોગવ્યા વિના ચાલે ? ગર્ભથી જ અસંખ્યાત દેવો જેમની સેવા કરે, ઇદ્રોનાં આસન જેમના પુણ્ય પ્રભાવે કંપે, એવા પ્રભાવશાળી ભગવંતને પણ મદના યોગે બંધાયેલા કર્મે જતા ન કર્યા ! જેને અસંખ્યાતા ઇંદ્રો સેવે એને એક ગોવાળીઓ મારી જાય ? કાનમાં ખીલા સુધ્ધાં ઠોકી જાય ?
જે કર્મસત્તા આવા આત્માઓને ન છોડે તે તમને અને અમને છોડે ? ત્યાં કોઈની સિફારસ ચાલશે ?
ત્યાં એમ કહેશો કે-ભાવના તો સારી હતી, સંસાર કાંઈ ગમતો ન હતો, પણ કુટુંબ પરિવારની દયા ખાતર જ રહ્યો હતો - તો એ ચાલશે ?
તમે બધા કોઈના ઉપકાર માટે સંસારમાં રહ્યા છો ?
દુનિયાના પદાર્થોની મમતા છૂટી નથી એમ કહો. એ બંધનના યોગે રહ્યા છો અને એ બંધનને સુખરૂપ માનો છો. આજે તો વળી એના પ્રેમપૂર્વકના પાલનમાં ધર્મ મનાવવાની પેરવી થઈ રહી છે. જો એમાં પણ ધર્મ હોય તો પછી ધર્મ-અધર્મનો ભેદ શી રીતે ? જડ અને ચેતનની ભિન્નતાની માન્યતા ક્યાં રહી ? એ વિવેકને ટકાવવા ઉત્તમ પરિણામની ધારાના સેવન વિના છૂટકો
Page #196
--------------------------------------------------------------------------
________________
745
: વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
૧૭૫
નથી. પણ એ ધારાનું સેવન બહુ કઠિન છે. તમને સંસાર ગમે છે. એ ધારા સંસારને કાપવાનું કામ કરે છે. એ ધારામાં સંસારને વહેરવાની જ વાત છે. શ્રી સંઘને મેરૂ જેવો બનાવવો છે ને ? એ મેરૂની પીઠ તો એવી બળવાન હોય કે અસંખ્યાતા દેવો ત્યાં આવે તો પણ એનો એક અણુ માત્ર પણ ન હાલે.
સભા: આવો સંઘ આજે શક્ય છે ?
આજે પણ શક્ય છે અને ભવિષ્યમાં ભગવાનનું શાસન રહેશે ત્યાં સુધી પણ શક્ય છે. ભગવાનનું શાસન જશે ત્યારે જ એ નાશ પામશે. માટે તો સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકામાં સંઘ રહેશે એમ કહીને સંખ્યા ટૂંકાવી નાખી. જો એ શક્ય જ ન હોત તો શાસન રહેત ક્યાં ?
શાસન ડહોળાતામાં નથી. “ધર્મક્રિયા કરી તોયે ઠીક અને ન કરી તોયે ઠીક' -આવું માનનારામાં શાસન નથી. ધર્મક્રિયા કદી ન પણ કરે પરંતુ કરવી જ જોઈએ અને નથી થતી માટે પોતાને પામર માને-એનામાં શાસન ટકે. “ધર્મક્રિયા કરી તોયે ઠીક અને ન કરી તોયે ઠીક-આવા ઉદ્ગાર તો શું, પણ આવો વિચાર પણ જૈનશાસનવર્તી આત્માને ન આવે. “સંસારમાં રહેવામાં વાંધો શો ? એમ બોલનારામાં શાસન નથી. છુટાય નહિ એ બને પણ એમાં પોતાની પામરતા માને એનો નિતાર વહેલો મોડો નિશ્ચિત છે. સાચો શાહુકાર કોણ ?
સંયોગવશાત્ ભલે પૈસા ન આપી શકે પણ લેણદારને હાથ જોડીને પોતાની લાચારી બતાવે તે સાચો શાહુકાર છે. પણ એમ કહે કે-જા, જા, હોય તો આપીએ, ન હોય તો ક્યાંથી લાવીએ ? કાંઈ ભાગી થોડા ગયા છીએ ?' આ પ્રમાણે બોલવું એ શાહુકારીનું લક્ષણ નથી. દુર્ભાગ્યના યોગે લેણદારને ન પણ આપી શકાય, નાદારી પણ નોંધાવવી પડે, છતાં લાચારી કબૂલનારની શાહુકારીને બટ્ટો લાગતો નથી. આજે તો નાદારીની છૂટ હોઈ પોતાનું બધું અકબંધ રાખી નાદારી નોંધાવનારા પાક્યા છે. તેમના લેણદારો રૂએ છે અને તેમના પોતાના દૂધ ચોખા અકબંધ રહે છે. શાસ્ત્ર કહે છે કે એ તો શાહુકારીનો પ્રેમી પણ નથી. દુષ્કર્મના યોગે કદી નાદારી નોંધાવવાનો સમય આવે તો પહેલાં બધું રજૂ કર્યા પછી જ નાદારી નોંધાવે એ સાચો શાહુકાર કહેવાય, પણ પહેલાં બધું સ્ત્રી, છોકરાં કે ભાઈના નામે ચઢાવી પછી નાદારીમાં જાય એનામાં શાહુકારીની ભાવના ક્યાં રહી ? એમ ભલે તમારાથી સંસાર ન છૂટે પણ પામરતા તો મનાય ને ? આ બધું સંઘસ્વરૂપનું વર્ણન થાય છે. સમ્યગ્દર્શન વિવરણ તો તેની અંતર્ગત આવે એટલે એ પણ કહેવું જ પડે ને ?
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શ્રી સંઘ પૂજ્ય છે, પણ તેની ઓળખ જરૂરી છે ઃ
શ્રી સંઘ પૂજવા યોગ્ય છે. શ્રી તીર્થંકરદેવની ગેરહાજરીમાં એ તીર્થંકર સમાન છે. એ વાતની પુષ્ટિ માટે જ આ બધી મહેનત છે. પણ સાથે જ એ ખ્યાલ રાખવાનો છે કે શ્રી સંઘના નામે ક્યાંક પથરા ન પૂજાઈ જાય. કોઈ એવાં ટોળાંની પૂજા ન થઈ જાય કે ૨ખે આત્માનું અહિત થાય. ગુણાનુરાગના નામે મૂર્ખ ન બની જવાય ! ભક્તિના નામે આશાતના ન થઈ જાય ! સંઘપૂજાના નામે જ શાસનનો સંહાર ન થાય ! આ બધું જોવાનું ખરું કે નહિ ? કોઈ કહેતા આવે કે - ‘અમે સંઘ !’ તો એમને કહો કે- ‘ભાઈ ! તમે સંઘ કબૂલ ! પણ તમારો નાયક કોણ ?' તો કહે કે- એક પાઘડીવાળો, એને ફાવે તેમ ચલાવે અને અમે તેની પાછળ ચાલીએ' તો એમને કહી દો કે- ‘એ ન ચાલે,’ ચાલતી ટ્રેને ચઢવાનો હક્ક ધરાવનારાના ટોપા પર સિક્કો ચોડેલો હોય છે. વૉરંટ બજાવનાર બેલીફ પાસે પટ્ટો હોય છે. પટ્ટા વગ૨ પકડવા આવે તો એ જ પકડાય, જો સામો કાયદાનો જાણ હોય તો ! એ જ રીતે સંઘનું નામ લેતાં આવે તો તેની પાસે પણ પટ્ટો તો જોઈએ ને ?
746
જે કોઈ ‘અમે સંઘ, અમે સંઘ' એમ કહે તેને પૂછો કે - ‘તમારો સંઘ કોનો ? વાણિયાનો કે શ્રાવકનો ?' એ કહે કે - ‘શ્રાવકનો.’ તો પછી એને પૂછો કે - શ્રાવક કોને કહેવાય ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને તેને કે ન માને તેને ? તમે એવા હોશિયાર થાઓ કે વાણીના બંધનથી કોઈ તમને બાંધી શકે નહિ. તમે કહો કે - ‘અમે જ્યાં ત્યાં ન નમીએ. માથું એ તો ઉત્તમાંગ એ યોગ્યને જ નમે.' પેલા કહેશે કે - તો અમે તમને અભિમાની, દુરાગ્રહી કહીશું.' તો કહેવું કે - ‘લાખવાર કહેજો. જરાયે બાકી ન રાખજો.' પણ આ બધું કોણ કહે ? જેને મસ્તકની કિંમત હોય તે. બાકી આ તો દશ શેરીયો ગોળો, ફાવે તેમ ગબડાવો ત્યાં શું થાય ? તમારી ભાવના તો એવી છે કે - અમે આમ ને આમ ખાંતા પીતા રહીએ અને ભગવાનનું શાસન આરાધાઈ જાય તો બસ ! અમારું કામ થઈ જાય. પણ એમ જરાયે શ્રમ લીધા વિના, બુદ્ધિના સદુપયોગ વગર શાસન આરાધાઈ જતું હોત તો સંસા૨માં રહેત કોણ ? બધા મોક્ષમાં જઈને જ બેઠા હોત ને ?
સંસારની વાસનાનું પરિણામ :
એક એક વસ્તુના મર્મ સુધી પહોંચી તેની બરાબર પરખ કરો તો શાસન સમજાય. વસ્તુ માત્રને નિદાન વિના ન વળગો તો શાસનસેવા થાય. શ્રી સંઘને
Page #198
--------------------------------------------------------------------------
________________
77
– ૧૩ઃ વિચારધારાને નિર્મળ બનાવો ! - 5૩ - ૧૭૭ ન માનવાનું સમજાવવાની આ બધી મહેનત થાય છે એમ ન માનતા. શ્રી સંઘ પૂજ્ય છે. એની આશાતના અમારાથી કે તમારાથી ભૂલેચૂકે ન થવી જોઈએ એની આજ્ઞાનું ખંડન અજાણતાંય ન થઈ જાય એની કાળજી રાખવી જોઈએ. પણ સંઘ સંઘ હોવો જોઈએ અને તેની આજ્ઞા એ પ્રભુશાસનની આજ્ઞા હોવી જોઈએ. એમ નહિ વર્તે તો સમય એવો આવી લાગ્યો છે કે-એવા સમુદાયના શરણે જવામાં બધું જ છોડવું પડશે. “ભગવાનની મૂર્તિ પાછળ આ બધી ધમાલ શી ? પથ્થની મૂર્તિ પાછળ લાખ્ખોનો વ્યય ? સુપાત્રના નામે ત્યાગી કહેવાતા સાધુઓનાં આટલાં બધાં માન ? આ વીસમી સદીમાં જ્યારે જમાનો વીજળી વેગે આગળ વધી રહ્યો છે ત્યારે આ બધું કેમ નભે ?' આવું કહેનારો વર્ગ આજે વધતો જાય છે. એ લોકો કહે છે કે – આજના ઝડપથી આગળ વધી રહેલા જમાનામાં આ મૂર્તિઓ, આ સાધુઓ કે આ આગમો કઈ રીતે ઉદ્ધાર કરવાના છે ? મૂર્તિ તો વીતરાગભાવ દર્શાવે છે, નિષ્ક્રિય બેઠી છે, ન રાગ પ્રેરે, ન સુખ સાહ્યબી આપે, માત્ર વીતરાગ થવાની ભાવના પ્રેરે અને સાધુ કેવળ વિરાગી થવાની વાતો કરે. હવે વીતરાગની મૂર્તિ અને વિરાગના વાઘા પહેરેલા સાધુઓ આ જમાનામાં શો ઉદય લાવવાના છે ? ઉદય કોણ કરે ?
એ કહે છે કે – “ઉદય તો તે જ કરે જે દિવસ ઊગ્યે નવી નવી શોધખોળો કરતા હોય, નવા નવા અખતરા કરતા હોય, વેપાર ઉદ્યોગોની નવી નવી યોજનાઓ તૈયાર કરતા હોય. એવા વેજ્ઞાનિકો, વકીલો, બૅરિસ્ટરો, ડૉક્ટરો, ધારાસભ્યો વગેરે ઉદય કરી શકે. જૂના કાળમાં આચાર્યોએ હિત કર્યું હશે ! મૂર્તિથી લાભ થયો હશે ! પણ આજે એમનાથી કાંઈ લાભ ન થાય.” આગળ વધીને કહે છે કે - “જ્યારે દુનિયામાં ધમધોકાર મોટી મોટી કંપનીઓ અને કારખાનાં સ્થપાઈ રહ્યાં હોય ત્યારે જૈન સમાજ આરંભ-સમારંભના નામે આળસુ બની પાછળ રહી જાય એ કેમ ચાલે ? મંદિરમાં જઈને “તાર હો તાર હો” કરે એમાં કાંઈ દી' ન વળે. એવી ચેતનવંતી યોજનાઓ તૈયાર કરો કે જેથી સમાજમાં ચેતન આવે. આ બધી વર્તમાન માન્યતાઓ છે. એ સમજાવે છે કે – મૂર્તિ, આગમ, પૂજા, સાધુ એ બધું ખરું પણ આજના યુગમાં એ કાંઈ કામ ન આવે. આવી સ્પષ્ટ વાત એમની છે.
સભા: ‘આવી બધી માન્યતાઓનું મૂળ શું ?'
એનું મૂળ સંસારની વાસના. જે આ શાસનને માને તેની સંસારની વાસનાઓ ઉપર કાપ પડે. આવી બધી માન્યતાઓ તેને ન સતાવે. જે કાળમાં
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – જેમની સંસારની વાસના ઘટી તેઓ જ શાસનને પામ્યા. મૂર્તિ, આગમ, સાધુ વગેરે સંસારવાસના વધારવા માટે નથી પણ કાપવા માટે છે. સંસારના પ્રેમી પાસે અમે વીતરાગને મનાવવા માગતા જ નથી. વીતરાગ, સાધુ, આગમ વગેરેમાં શું પડ્યું છે તે એ માને ? જેની સંસારવાસના ગઈ હોય તે જ એને માને. સંસારવાસનાને પોષવા પૂર્વના શ્રાવકો એમને પૂજતા હતા અને લાભ ઉઠાવતા હતા એમ ન માનતા. સંસારવાસના જીવતી રાખી જિનપૂજાથી લાભ મેળવનારાને તો એ લાભ પચાવવો ભારે થઈ પડ્યો છે. -. ભગવાન શ્રી મહાવીરદેવના આત્માનું દાંત:
ભગવાન મહાવીરદેવના જીવે વિશ્વભૂતિના ભવમાં સંયમનાં ફળના બદલામાં માત્ર બળ માગ્યું, તો એનું પરિણામ શું આવ્યું? એ પચાવતાં એમનું તેલ નીકળી ગયું. વાસુદેવ તો થયા પણ પછી સાતમી નરકે જવું પડ્યું ને ? “આટલી શરીરની મમતા તજી, આવો ઘોર તપ તપ્યા, તો ફક્ત આટલી નજીવી વાતમાં આવડી મોટી શિક્ષા ?' એવી શરમ કર્મસત્તાને ન આવી. જૈનશાસને વર્ણવેલી કર્મસત્તા બહુ ભયંકર છે. જેવું જૈનશાસન ઊંચું તેવી કર્મસત્તા ભયંકર. કેવી ભયંકર ? એ ઉદયમાં આવે ત્યારે સાક્ષાત્ તીર્થંકરદેવના આત્માને પણ ન જુએ. અવધિજ્ઞાનના ધણી એવા અસંખ્યાતા ઇંદ્રો પણ ન માલૂમ એવે સમયે ક્યાં છુપાઈ જતા હતા ! સુધર્માઇન્દ્ર ભગવાન મહાવીર પાસે સિદ્ધાર્થ યક્ષને મૂક્યો હતો. શા માટે ? પ્રાણાંત ઉપસર્ગમાં પ્રભુની રક્ષા કરવા માટે. યક્ષના મંદિરમાં પ્રભુને ભયંકર ઉપસર્ગો થયા ત્યારે એ જ રાત્રિના એ નામદાર ફરવા ગયેલા. સેવામાં રહેલા એ સિદ્ધાર્થે અમુક ગામમાં ભગવાનના નામે કેટલાક ઉપદ્રવો કર્યા હતા. કર્મસત્તા આવી છે; માટે ચેતો. પાંચ-પચીસ વર્ષના ભોગવટાનો બદલો એવો ભોગવવો પડશે કે નવ ને પાણી ઊતરી જશે. કરેલાં કર્મનું ફળ ભોગવવું પડશે, એ વાતમાં શ્રદ્ધા છે કે નહિ ? પુણ્યવાન પણ ગબડી ગયા ત્યાં તમે અમે શું હિસાબમાં ? તમારી તો માન્યતા છે કે-“ચાલે તેમ ચાલવા દો, ભગવાનને બે તિલક કરી આવશું એટલે પત્યું, આપણે ક્યાં લાંબુ પાપ કરીએ છીએ ?' જેને જે જોઈએ તે માટે જે કાંઈ કરવું પડે તે કરી લેવામાં એ લાંબુ પાપ માનતો જ નથી. અને કદાચ માનતો હોય તો વિચારે કે બારે મહિને સંવત્સરી પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડ'દઈ દેશું અગર એકાદ પૂજા ભણાવી પ્રાયશ્ચિત્ત કરી લેશું એટલે બસ ! બધું પતી જશે. આ ભાવના આજે છે. ધર્મીનાં નેત્રો કેવો હોય ?
ભોંય પર પડેલા પાંચ રૂપિયા લેવા માટે પગથી દાબી દેવામાં પાપ માનો
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૩: વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
છો ? અદત્તાદાનના પચ્ચક્ખાણવાળો પણ મનમાં સમાધાન કરી લે કે-બીજાના હાથમાં જાય એના બદલે મારા હાથમાં આવે તે ખોટું શું છે ? એમાં વળી બે-પાંચ હજારનો હીરો હાથમાં આવી જાય તો વિચારે કે આરંભ નહિ કરવો પડે. મનમાં જ માની લે કે-અદત્તાદાનનો દોષ તો લાગે છે પણ આરંભના દોષથી તો બચાય છે ને ? પણ એ ગાંડાને ખબર નથી કે એ આવેલા હરામના હીરાથી હજાર જાતની મલિન ભાવનાઓ મનમાં જાગશે અને બીજાં અનેક પાપો બંધાશે. કમાવા માટે તો આરંભ હતો, હવે તો ભોગવવાં કેમ ! એની હોળી મનમાં ઊભી થશે. વળી અદત્તાદાનનો દોષ નફામાં અને કોઈનું પડેલું ઘર ભેગું કરવાની ટેવ ઇનામ ખાતે. આ રીતે ધીમે ધીમે વ્રતમાં પોલ પડે તો સમ્યક્ત્વ જાય, મિથ્યાત્વ આવે, તીવ્ર બંધ થાય અને પછી કર્મસત્તા કાનબુટ્ટી પકડીને આત્માને જ્યાં લઈ જવો હોય ત્યાં ઉપાડી જાય.
749
૧૭૯
આજના શ્રાવકો તો કહે છે કે સાધુનો ધર્મ જુદો અને આપણો ધર્મ જુદો’-આ વાત ખરી છે ? એ કહે છે કે-સાધુ તો એકાંતે ત્યાગની વાત કરે પણ એ આપણાથી થાય ? શાસ્ત્ર તો કહે છે કે-શ્રાવક અને સાધુની ભાવના એક જ હોય. પ્રવૃત્તિમાં ભેદ હોય. સાધુ આચારે સાધુ છે, શ્રાવક વિચારે સાધુ છે. શ્રાવક નિયમા સાધુ બને એ કાયદો નથી પણ એને સાધુ થવાના મનો૨થ તો જરૂર હોય જ.
સભા ‘જંગલમાં નવું નગર વસતું હોય, રાજા વગેરે ન હોય તો ત્યાં વિના મૂલ્યે વસનારને અદત્તાદાનનો દોષ લાગે ?’
જ્યાં સર્વથા માલિકી ન સંભવતી હોય ત્યાં દોષ ન લાગે એ વાત પછી કરશું પણ ત્રીજું વ્રત લેનાર માટે તો એ પણ છૂટ નથી. ભલે કોઈની માલિકી નથી છતાં એ ન લે. બદલો આપીને હક્કપૂર્વકનું જે મળે તેનાથી એ ચલાવે. પારકો ઇચ્છાપૂર્વક આપે તે લે, એ વાત જુદી. આજે એક એવી માન્યતા છે કે રસ્તામાં પડેલી ચીજ હોય તો તે લઈને દેરાસ૨માં મૂકવી, પૈસા હોય તો લઈને ભંડારમાં નાખી દેવા. પણ શાસ્ત્ર ના પાડે છે. કેમકે બે-ચાર આના કે બે પાંચ રૂપિયા સુધી તો એ ભાવના ટકી રહે પણ જ્યાં કીમતી ચીજ મળી જાય ત્યાં લેનારને એમ થાય કે ‘જે ચીજ ભગવાનને ખપે તે મને કેમ ન ખપે ?' એમ વિચારી ખીસામાં મૂકે. ધર્મી આત્મા આ રીતે શરૂઆતથી જ અનાયાસે પાપમાર્ગે ખેંચાય છે. માટે સાવચેતીની બહુ જરૂ૨ છે. અદત્તાદાનના નિયમના દૃષ્ટાંતમાં એવી વાત આવે છે કે એક રાજા વનમાંથી એકલો પસાર થઈ રહ્યો હતો. ત્યાં દેવે પરીક્ષા કરવા રસ્તામાં માયાથી એક પછી એક મૂલ્યવાન વસ્તુઓ પડેલી
Page #201
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
બતાવી છતાં રાજા તે તરફ નજર સરખી ન કરતાં પસાર થઈ ગયો. ત્યારે દેવે પ્રગટ થઈને કહ્યું કે તુષ્ટોઽમ્ । સાચો વ્રતધારી તે આ.
ધર્મીનાં નેત્રો એવાં કેળવાયેલાં હોય કે એ બીજું ન જોવાનું જુએ જ નહીં. સામેથી દેવાંગના ચાલી જતી હોય તો પણ શ્રાવકનું આંખનું પોપચું ઊંચું ન થાય તો પછી કુદૃષ્ટિથી જોવાની વાત તો ક્યાં રહી ? આ રીતે રહેનાર જ વ્રત પાળી શકે. અયોગ્ય વસ્તુ જોવામાં લીન બનેલા વ્રત શી રીતે પાળે ? પર્વતિથિએ શીલપાલનના નિયમવાળા તે જ દિવસે નાટકચેટક કે સિનેમા જોવા જાય ? જાય તો તેની કઈ હાલત થાય ? વેશ્યાના ઘરમાં રહીને બ્રહ્મચર્ય પાળવાની તાકાતવાળા તો તમે બધા નથી ને ? નાટક ચેટક અને સિનેમા જોનારાની વ્રતમાં સ્થિરતા રહે ? ત્યાં એક એક નંગને જોઈને કઈ ભાવના થાય ? તમારાં મન કેટલાં સ્થિર છે ? વિષયોમાં લીન બનેલા અને પાઈ માટે પણ અનીતિ કરનારા આવા ભયંકર પ્રલોભનવાળા સ્થાનમાં જઈને હૃદય શુદ્ધ રાખી ઘેર આવે ખરા ? આજનાં નાટક, સિનેમા આદિ તો ક્ષયરોગનાં, મૂળ છે. રાત્રિભોજનના નિયમવાળા પણ મહિનામાં બે-ચાર દિવસની છૂટ રાખે છે તે શા માટે ? આ નાટક આદિમાં જાય ત્યારે ભાઈસાહેબને જોઈએ માટે જ ને ? શ્રાવકના દીકરાએ રાત્રે ખાવાનો પ્રસંગ આવે એવી સ્થિતિ શા માટે ઊભી કરવી ? નાટક ચેટકમાં સારી ભાવના ટકે ?
વ્યાખ્યાન કઈ રીતે સાંભળશો ?
૧૮૦
750
સમ્યક્ત્વની પીઠની રૂઢતા માટે જે પરિણામની ધારાની વાત કરવી છે તે માટે આ પીઠિકા બાંધી રહ્યો છું. દૃઢતામાં તો દોષ ટાળવાના હતા; રૂઢતામાં હૃદયને કેળવવાનું છે. દૃઢતામાં દોષોથી આઘા રહેવાનું હતું; રૂઢતામાં તો ચોવીસે કલાક કયા મનોરથો ઊછળે એ નક્કી કરવાનું છે. તમને વિચારે સાધુ બનાવવા છે. આચારે બનો એ તો ઉત્તમ વાત છે પણ એ ન બનાય તો વિચારે તો સાધુ બનો ને ?
તમે તૈયાર થઈને સાંભળવા આવો ! તૈયારી વિના આવો છો માટે ફાવટ આવતી નથી.
કપડાં પહેરવાં એનું નામ તૈયારી નથી. દોષ દોષ રૂપે દેખાય અને ગુણ ગુણ રૂપે દેખાય એટલે દોષને તજવાની અને ગુણને લેવાની તૈયારી જોઈએ. એ હોય તો વ્યાખ્યાન ફળે.
તમારી આ તૈયારી હોત તો આ છ-છ મહિનાથી વ્યાખ્યાન વંચાય છે, તો રાત્રિભોજન ચાલુ રહ્યું હોત ? અબ્રહ્મ એવું ને એવું રહ્યું હોત ? નાટક, ચેટક,
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૩ : વિચારધારાને નિર્મળ બનાવો ! - 53
૧૮૧
સિનેમા, ચાહ, પ્રાન, બીડી, સિગારેટ જેવી ક્ષુદ્ર ચીજોને જીવનમાં હજી સ્થાન રહ્યું હોત ? ‘આ ન છૂટે ! આ ન બને !' એમ જ કર્યા કરશો તો આગળનું પામશો કઈ રીતે ? એવું ન માનતા કે એકી સાથે ન છૂટે, ક્રમે ક્રમે જ છૂટે-તમારે એકી સાથે છોડવું હોય તો ન છૂટે એવી આ બધી ચીજો નથી. આ તો દોષ તજવો નથી, ગુણ લેવો નથી ત્યાં વ્યાખ્યાનમાં રસ આવે ક્યાંથી ? બે-પાંચ વાક્યોથી ઊભરા જેવો ઉછાળો આવી જાય પણ એને શમી જતાં વાર ન લાગે, કારણ કે અમલ વિના એ ટકે શી રીતે ? રસ તેનું નામ કે દોષને દોષ તરીકે જાણ્યા પછી એ તજવા માટે આકાશ-પાતાળ એક કરે. એમ જ થાય કે-કેમ ન તજાય ?
751
‘હું કેવો ? હું શું કરું છું ? મારાથી શું કરાય ? મારાથી શું ન કરાય ?’ ચોવીસ કલાકમાં એક કલાક પણ આ અંગે વિચારવા માટે રાખ્યો છે ? જો તમે બધા આવું કાંઈ ન વિચારો તો મારો અને તમારો મેળ લાંબો કાળ ન નભે. છ મહિના વ્યાખ્યાન સાંભળ્યા પછી શું પામ્યા, તેની કાંઈ નોંધ રાખી છે ? ભાવના, વિચારો અને વર્તનમાં શુદ્ધિ અને ઉત્તમાં આવતી જવી જોઈએ. વિચાર અને વાણી એવા થઈ જાય કે જે સાંભળી સામાને શિ૨ ઝુકાવવાનું મન થાય. તમારી કુટેવો ન જાય ત્યાં સુધી વ્યાખ્યાન પરિણામ ન પામે. મારું એક મહિનાનું વ્યાખ્યાન અને તમારો એક દિવસનો સિનેમા ! મારી મહિનાની મહેનત પર પાણી ફરી વળે. પૂર્વના પુણ્યવાનો એવા હતા કે હજારો વર્ષ સંસારની કાર્યવાહી કરે પણ એક જ ધર્મદેશના સાંભળતાં જીવનમાં પરિવર્તન આવી જતું-એક જ ધર્મદેશના એમના માટે કલ્યાણકારિણી બની જતી. આમ કેમ ? તમને જેટલી લહેજત ત્યાં નાટકસિનેમામાં આવે છે તેટલી લહેજતથી અહીં સંભળાતું નથી. અહીં તો દૃષ્ટિ ક્યાં, વિચારો ક્યાં અને બેસવાની રીત પણ નિરાળી-અને ત્યાં તો પડદો ઊપડ્યો કે હૈયું એકતાન, બીજી બધી ક્રિયાઓ બંધ, આંખો સ્થિર, જાણે જીવતા જાગતા પણ ચીતરેલાં પૂતળાં જોઈ લો ! રિદ્રી દરિદ્રતા ભૂલી જાય અને શ્રીમાન પણ બીજી ચિંતા ભૂલી જાય. બધા એકાકાર.
પ્રભુની મૂર્તિનાં દર્શન એ રીતે કદી કર્યાં ?
સભા ‘ત્યાં તો પૈસા ખર્ચી ટિકિટ લેવી પડે છે ને ?’
ઉપકાર માટે, દીન, હીન, ગરીબ, તવંગર બધા લાભ લઈ શકે તે માટે અહીં ટિકિટ ન રાખી માટે આ અકીમતી એમ ? પૈસા આપીને લાવો તે ઘડાને ટકોરો મારે અને પૈસા વગર ઘડો લાવો ત્યાં કાંઈ ન જુઓ એમ ? તો પછી આ વ્યાખ્યાન તમને ફળે શી રીતે ? ભગવાન પાસે બધા જે રીતે આવે છે એ પણ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 752. જોવા જેવું છે. જો કે આટલી પણ રૂઢિ ચાલુ ન હોત તો કોઈ આવત પણ નહિ. એટલે આવે છે એ તો ઠીક છે પણ આવે છે કઈ રીતે ? મંદિરમાં આવે, પ્રદક્ષિણા કરે, ગોખેલા એકાદ શ્લોકો કે દુહા બોલી જાય, (તેમાં પણ અશુદ્ધિઓ તો હોય) સાથિયો કાઢે, બદામ મૂકે, યંત્રવત્ બધું કરી રવાના થઈ જાય-પણ એ ન વિચારે કે-હું કોણ ? ક્યાં આવ્યો છું ? આ ભગવાન કોણ છે ? અહીં કઈ રીતે અવાય ? કઈ રીતે બોલાય ? એ કશો ખ્યાલ જ ન હોય એવી દશા છે. ઉતાવળો ઉતાવળો આવે, ચીજ-વસ્તુ હડફેટમાં લેતો જાય એનું ધ્યાન પણ ન રહે અને જેટલા જોશથી આવ્યો એટલા જોશથી પાછો જાય. પછી ભગવાન એનો પણ એને ખ્યાલ ન હોય-આવી આજની તમારી સ્થિતિ છે.
વિચારશીલ માણસને તો મંદિરમાં પગ મૂકતાં પણ પગ ભારે થઈ જાયએને તરત મનમાં વિચાર જાગે કે-આ સર્વ દોષમુક્ત અને હું પાપથી ભરેલો, આવા પરમાત્મા પાસે કેમ જવાય ? કેમ ઊભું રહેવાય ? કેમ સ્તુતિ થાય ? એ બધા વિચારો પછી એને આવે. પછી મંદિરમાંથી નીકળતાં પણ એને ત્રાસ થાય. એને એમ થાય કે- “હવે આ પવિત્ર સંગ છૂએ ન માલૂમ હવે આ આત્મા ક્યાં જઈ પટકાશે ?' આવા કોઈ વિચારો આવે છે ખરા ? શાસ્ત્ર એટલા માટે તો એવાં વિધાન અને એવાં સૂત્રો બોલવાનાં ફરમાવ્યાં છે કે જેના એક એક શબ્દના અર્થને વિચારો તો પણ ભારે પરિવર્તન આવી જાય. પણ એ બધું છે ક્યાં ? આ તો સૂત્ર બોલ્યા ન બોલ્યા, દોંડાદોડ કરી અને ફૂદડી ફરીને ચાલ્યા; આ સ્થિતિ હોય ત્યાં શું થાય ? | નાટક સિનેમામાં સારી બેઠક શોધીને બેસે પછી ભલે ચાર આનાનો ટિકિટવાળો હોય કે પાંચ રૂપિયાવાળો હોય. બરાબર ધ્યાનથી જુએ, જોયા પછી વારંવાર એ દૃશ્યો વાગોળે, જે મળે એને રસપૂર્વક એની વાતો સંભળાવે, બીજી વખત જોવા જવા ચાર સાથી પણ તૈયાર કરે, આમ કંઈકને પાયમાલ કરે. જ્યારે અહીં સ્થિતિ સાવ ઊલટી. હું ફેરવી ફેરવીને એક એક વાત અનેક વાર સમજાવું છું. છતાં બહાર જઈને એ વાત બીજાને સમજાવે એવા કેટલા ? ઊલટું કોઈ પૂછે તો કહે કે “મહારાજ સમકિત, સમકિત કરતા હતા, વાત બહુ મજાની હતી, ગમે એવી હતી, પણ આપણને કાંઈ યાદ રહે નહિ અને આપણાથી કાંઈ બને પણ નહિ.” આમ સરવાળે વાત શૂન્યમાં આવે. ઉપરથી બે સાથી આવવા તૈયાર થયા હોય તે પણ ગુમાવે. અહીંના સાંભળનારાઓએ નવા શ્રોતા કેટલા બનાવ્યા ? અહીં કેળવવામાં આવતા વિચારો કેટલાના હૃદયમાં ઉતાર્યા ? આ બધાનો સરવાળો માંડો તો જવાબમાં પ્રાય: મીડું જ આવે એવું દેખાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
753 – ૧૩ વિચારધારાને નિર્મળ બનાવો ! - 53 – – ૧૮૩
ધર્મક્રિયામાં ઘરનો નાયક પણ કહી દે કે-“શું કરીએ ? એને રૂચે તો કરે, આપણો ઉપાય નથી.” એ જ વડીલ શાળાના શિક્ષણ માટે કે દુકાનદારી માટે બરાબર કડકાઈ રાખે. જરા પણ ગફલત ચાલવા ન દે. ચાર દીકરાના બાપને પૂછીએ કે બધા પૂજા કરે છે ? તો કહેશે કે-મોટાને તો ફુરસદ જ નથી, નાનો રમતિયાળ છે, વચલા બે કદી કદી પૂજા કરવા જાય છે પણ રોજ તો એ પણ જઈ શકતા નથી. શું કરીએ ? આ તો સંસાર છે ! એમ જ ચાલ્યા કરે.” આ બધા પાછા દુનિયાદારીની વાતમાં કેવા છે ! એમ પૂછો તો કહેશે કે-મોટો પેઢી બરાબર સંભાળે છે, બીજો વકીલ બનવાનો છે, ત્રીજો મેડિકલનું કરે છે, ચોથો વળી કાંઈક બીજું, પણ એકેય નવરા નથી. બધા કામે લાગી ગયા છે. રાત્રે ખાવાનું કેટલાને બંધ ! એવું પૂછો તો કહે કે-સાહેબ.! એ ન પૂછતા. કુટુંબ મોટું, ક્યાં રોજ રોજ કજિયા કરવા બેસીએ. કોઈ કોઈવાર કહીએ છીએ પણ હવે એ તો જેને રૂચે તે કરે. જોરજુલમથી કાંઈ થોડું કરાવાય છે ? સામાયિકનું પૂછીએ તો કહેશે કે-સાહેબ, હું જ કોઈ કોઈવાર કરતો હોઉં ત્યાં એમને શું કહું ? એ જ દીકરાઓ જો ઘરના કામમાં અખાડા કરે તો સંભળાવી દે કે-આવા પથરા ક્યાંથી પાક્યા ? અમે કાંઈ તમારી ગધામજૂરી કરવા થોડા જમ્યા છીએ ? માટે ગરબડ કર્યા વિના કામે લાગી જાઓ:
આમ “વ્યાખ્યાને ફાવે તો જાય પણ દુકાને જવું જ જોઈએ, સામાયિકપ્રતિક્રમણ ફાવે તો કરે બાકી નામું તો લખવું જ જોઈએ, ચોપડા તૈયાર જોઈએ, ખતવણી બાકી ન રહે, વ્યાજ ગણતાં બરાબર આવડવું જોઈએ, માલ લેવાવેચવાની આવડત હોવી જ જોઈએ, સામાયિક લેતાં ન આવડે તો ચાલે, પ્રતિક્રમણ ન આવડે તો બીજા કરાવે અને આપણે સાંભળીએ એમાં કાંઈ વાંધો ન આવે.” આવી મનોવૃત્તિવાળાના કયા ખૂણામાં સમ્યક્ત રહે, એ વિચારણીય છે. પાપના રસિયાઓને સાધુઓ નડતરરૂપ લાગે?
જો મા-બાપ કે વાલી પોતાના સંતાનને બળાત્કારે પણ ધર્મ ન કરાવે તો કરાવે કોણ ? દવા બળાત્કારે પવાય, કડવા ઉકાળા બળાત્કારે પિવડાવાય, ડૉક્ટરને બોલાવી તીવ્ર હથિયારો બળાત્કારે શરીરમાં ખોસાવાય, જરૂર પડ્યું. આઠ દહાડા બળાત્કારે ભૂખ્યા પણ રખાય; શરીરના રોગ માટે આ બધું થાય અને આત્માના રોગ માટે જરાય દબાણપૂર્વક કાંઈ ન કરાવાય. એ તો એને મનમાં આવેં તો કરે, નહિ તો કાંઈ નહિ, આવું બધું ચાલે ?
છોકરો જૂઠું બોલતો થાય, અનીતિ કરે, અનાચાર સેવે તો એના ઉપાય માટે કોઈ ડૉક્ટર રાખ્યા છે ?
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
754
સભા ‘સાધુ મહારાજ છે ને ?’
તો એ સાધુ મહારાજનો પાક બંધ થાય એવી પેરવી કેમ કરવા માંડી છે ? તમારા રોગોની પોલો ઉઘાડી ન પાડે માટે ? એ કહે છે કે-સાધુઓ અમારી પ્રગતિમાં આડે આવનારા છે; અઢાર પાપસ્થાનકનો હાઉ ઊભો કરી વિકાસ રૂંધી રહ્યા છે, નાની નાની બાબતોમાં હિંસા, જૂઠ, ચોરી કહીને પાપ-પાપનો પોકાર કરી રહ્યા છે, પૈસાટકાને પરિગ્રહ કહીને અને આરંભાદિમાં હિંસા-હિંસા કરીને પ્રગતિની આડે દીવાલો ઊભી કરી રહ્યા છે. આ કારણથી તો સાધુઓ આજે એમની આંખમાં કણાની જેમ ખટકી રહ્યા છે.
સભા એ કહે છે કે, જૈન સમાજનું નિકંદન સાધુઓએ કાઢ્યું છે.’
એ ભલે કહે પણ તમે સમજી રાખો કે સમાજનું નિકંદન સાધુઓએ નહીં પણ એ રખડતા લોકોએ જ કાઢ્યું છે. સમાજનું ધર્મરૂપી ધન એ લૂંટારાઓએ જ લૂંટ્યું છે. મંદિર તથા સાધુ પ્રત્યેની અવિચળ પૂજ્ય ભાવનાનો નાંશ એ જ શ્રદ્ધાહીનો કરી રહ્યા છે. શ્રી વીતરાગ પ૨માત્માની મૂર્તિ પ્રત્યે અવજ્ઞાભાવ પેદા કરનારા એ જ દુરાત્માઓ છે. શ્રી જિનેશ્વરદેવનાં મંદિર, મૂર્તિ, આગમ, સાધુ વગેરેને માનવામાં જૈનત્વ છે. એ જૈનત્વનો નાશ કરવા માટેના એમના પ્રયત્નો છે. એનાથી બચવા માટે સુંદર પરિણામની ધારાનો ઉપાય આપણે લેવો જોઈએ. દૃઢ સમ્યક્ત્વને પરિણામની ધારાથી આપણે રૂઢ કરવું એ કરવા માટે જે જે ભૌતિક પદાર્થો આપણને ઇષ્ટ છે તેને અનિષ્ટ માનવા પડશે. એ માટે જ સુવિહિતશિરોમણી સૂરિપુરંદર આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કહેલી ભાવના તથા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાએ કહેલા શ્રાવકના મનોરથો હું તમને કહેવાનો છું.
સમ્યગ્દર્શન રૂપી પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ કરવાનો પ્રયત્ન છે. એ સમ્યગ્દર્શનની સામે સંઘના નામે એલફેલ બોલનારાઓ સાથે આપણને કાંઈ મેળ નથી. એવા સંઘનો ઇનકાર કરવાના અને એવી સત્તાને ભૂશાયી કરવાના પ્રયત્નો કરવાની આપણી ફરજ છે અને એ ફરજ બજાવતાં કજિયાખોરના ઇલકાબને સુખપૂર્વક વધાવી લેવા આપણે તૈયાર છીએ. એ માટે વિશેષ વર્ણન હવે પછી.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા !
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા સુદ-૮, ગુરુવાર, તા. ૬-૨-૧૯૩૦
ધર્મની સાધના શા માટે ?
૦ શ્રી જૈનશાસન એટલે ?
♦ ધર્મની કિંમત સમજાય તો ?
• આર્ય કોણ, અનાર્ય કોણ ?
• જૈનશાસનનો ઉપદેશ શાનો ઉપદેશ આપે ?
હક્કનો હડકવા :
♦ જો હજુ પણ મૌન રહ્યા તો ?
•
કર્તવ્યનો વિવેક : ચાલો કોન્ફરન્સમાં :
54
ધર્મની સાધના શા માટે ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણીજી શ્રી સંઘની સ્તુતિ કરતાં ફરમાવી ગયા કે જેમ મેરૂની પીઠ વજ્રરત્નમય છે અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે તેમ શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ અને એમ હોય તો જ એ શ્રી સંઘરૂપ મેરૂ ટકે. એ પીઠમાં જો દોષરૂપ છિદ્રો પડે તો કુમતવાસનારૂપ જળ પેસે અને પર્વત પોલો બને. પોલો બનેલો પર્વત રક્ષણહાર બનવાને બદલે સંહારક થાય.
સમ્યગ્દર્શનરૂપ પીઠને પોલી બનાવનારા દોષો પાંચ છે. શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યામતિની પ્રશંસા અને તેનો પરિચય. એ આપણે જોઈ ગયા. આ પાંચ દોષો જ્યાં હોય ત્યાં સંઘત્વ રહી શકતું નથી. જ્યાં પાયો પોલો થાય ત્યાં પહાડ ટકે શી રીતે ? આ તો મેરૂ જેવા પહાડની સાથે સરખામણી છે ! મેરૂ એટલે લાખ યોજન ઊંચો. એ કાંઈ નાનોસૂનો નથી. ઊંચે પદે બેસવાની ભાવનાવાળો વાતવાતમાં ડોલી ઊઠે, ચળ-વિચળ થઈ જાય એ નભે નહિ. આ શાસનમાં રહેનારથી શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા થાય જ નહિ. પોતાને જે વાત ન સમજાય ત્યાં મતિમંદતાદિ કારણો માને પણ ‘આ કેમ હોઈ શકે ?’ એવી શંકા ન ઉઠાવે. તેમજ એનાથી કાંક્ષા એટલે પરમતની અભિલાષા ન થાય. દુઃખ જાય અને સુખ આવે એવી ભાવનાથી ધર્મ કરે અને દુષ્કર્મના યોગે દુઃખ
Page #207
--------------------------------------------------------------------------
________________
. ૧૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- ' : 756
આવે, સુખ જાય તો ઘણાને ધર્મના ફળમાં સંદેહ થાય છે. પરંતુ આમ ન બનવું જોઈએ. માટે તો કહ્યું કે-ધર્મની સાધના આત્મકલ્યાણ માટે છે, પૌદ્ગલિક સુખ માટે નથી. કેમ કે એ સુખ એ વાસ્તવિક સુખ જ નથી. મિથ્યામતિની પ્રશંસા થાય જ નહિ. આજે તો ગુણાનુરાગના નામે જૈનસમાજમાં એવા પુરુષો ગવાઈ રહ્યા છે કે જેથી જૈનશાસન છિન્નભિન્ન થઈ જાય. એ જ રીતે મિથ્યામતિનો પરિચય પણ ન કરાય.
આ દોષો જાય ત્યારે સમ્યગ્દર્શનરૂપી પીઠ દૃઢ બને. દઢ બન્યા પછી રૂઢ, રૂઢતા આવ્યા પછી ગાઢ અને ત્યાર બાદ એ અવગાઢ બને. અવગાઢ બની ગયા પછી તો એ એવી નિર્ચાળ બને કે ડગાવી ડગાવાય નહિ. પરંતુ, જ્યાં વસ્તુનું જ ઠેકાણું ન હોય, મૂળમાં જ દઢતા ન હોય ત્યાં રૂઢતા, ગાઢતા અને અવગાઢતાની વાત ક્યાં કરવી ?
આપણે કાલે કહી ગયા કે-આ પીઠને રૂઢ બનાવવા સાધુ નહીં બની શકનાર આત્માએ પણ વિચારે સાધુ થવું જ જોઈએ. પ્રભુના શાસનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચારેયને સ્થાન છે. તેમાં પ્રથમના બે તો સર્વવિરતિધર છે અને પાછળના બે યદ્યપિ સર્વવિરતિ વિનાના છે તો પણ એની ભાવના તો સર્વવિરતિધર બનવાની જ છે. ક્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય ! એ એનો મનોરથ છે. સર્વવિરતિની રક્ષામાં પોતાનું સર્વસ્વ હોમી દેવું પડે તો હોમી દેવું એવી એ ભાવનાવાળા છે. આવી ભાવના હોય તો જ સમ્યક્ત્વ દઢ બને. પછી રૂઢતા માટે પરિણામની ધારા કેવી જોઈએ ? શ્રી સંઘમાં ચોવીસેય કલાક કેવા પ્રકારની પરિણામની ધારા વહેતી રહે તો રૂઢતા આવે ? સમયે સમયે પરિણામની વધતી જતી શુદ્ધિવાળા ઉત્તમ અધ્યવસાયોમાં શ્રી સંઘ રમે તો રૂઢતા આવે અને તો શ્રી સંઘ સામેનાં આક્રમણો આપોઆપ દબાઈ જાય. પણ એવા સારા વિચાર ત્યારે જ આવે કે જ્યારે શ્રી જિનેશ્વરદેવના માર્ગમાં અવિચળ શ્રદ્ધા થાય. શાસ્ત્રની કોઈ વાત એને ન સમજાય તો પણ એ એમ માને કે-એવી ઘણી વાતો હોય કે જે ન પણ સમજાય. પરંતુ
તમેવ સર્જં નિસંવ, ગં નિહિં પડ્યું !'
શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું છે.” એ માન્યતા એવી દૃઢ હોય. અહીં જ પોલ હોય તો શું થાય ? આજે તો કોઈ એકાદ કલ્પિત વાત વહેતી મૂકે ત્યાં અનેકનાં મન ડહોળાય. આજની તો દશા જ જુદી છે. પ્રભુના માર્ગે ચડેલા કોઈને પડેલો સાંભળે કે માર્ગમાં બેઠેલા ઘણાને એવી મૂંઝવણ થાય છે કે-માર્ગમાં જ કાંઈક ખામી છે. આ કેવી દશા ? બજારમાં કોઈ
Page #208
--------------------------------------------------------------------------
________________
757 - ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૮૭ દેવાળું કાઢે તો બીજા વેપારીઓ વેપારને ભૂંડો નથી કહેતા. જ્યારે અહીં તો મૂળ વસ્તુ પર જ હલ્લો લાવે છે. આવી કફોડી આજની હાલત છે. એ સૂચવે છે કે દઢતા નથી આવી. કોઈ કાળ એવો પણ આવે કે જ્યારે સારા સારા પણ ખસે તોય શ્રધ્ધાળુ તો કહે કે એ બિચારો પાંગળો ! પણ એની સાથે પોતે પણ ભૂસકો ન મારે. આજે તો પડનારા પાછળ કંઈક પડતું મૂકનારા છે. શ્રી જૈનશાસન એટલે ?
શ્રી જૈનશાસન એ આ સંસારમાં ઊંચામાં ઊંચો પર્વત છે. ત્યાં તો પુણ્યવાન ટકે. અક્કલ વિનાના તો ગબડે જ. આ શાસનની ખૂબી એ કે ખાવું નહિ પણ દેવું; માલ આપણો પણ ભોગ બીજાને. જેને દુનિયા પોતાનું માને તેને આ શાસનમાં પારકું મનાવાય છે. રહેવું દુનિયામાં, જીવવું દુનિયામાં અને ભાવના દુનિયાથી પર થવાની છે. લૂંટારુઓ સાથે વસવું અને શાહુકારી અખંડિત સાચવવાની છે. ચોટ્ટાઓના સાથમાં રહીને પ્રામાણિકતાને આંચ આવવા ન દેવી, એ આ શાસન છે. રહેવું બંગલામાં પણ માનવા એને કેદખાનાં, એ આ શાસન છે !
સભાઃ “અન્ય દર્શનો પણ મમત્વ ઘટાડવાનું તો કહે છે !”
કહે છે, પણ એ નામનું! જ્યાં બેઠા જે વસ્તુ કરવી પડે એને એ ધર્મ મનાવે છે. ગૃહસ્થાશ્રમને એ ધર્મ કહે, કન્યાદાનને એ મહાપુણ્ય કહે-પછી ? અહીં તો કન્યાદાન નિવારવાની વાત છે. જૈનશાસન શું ચીજ છે તે તમે હજી સમજ્યા નથી. અહીં તો આવે એ જ આશ્ચર્ય, આવ્યા પછી ન પડે એ જ નવાઈ, પામેલું ન હારે એ જ અદ્ભુત, બાકી ન આવે એમાં આશ્ચર્ય નથી, પડે એમાં કાંઈ નવાઈ નથી. પામેલું હારી જાય એ કાંઈ નવું નથી. સિંહના ગર્જારવ થાય ત્યાં ન ભાગે એ જ પરાક્રમી. સિંહની ત્રાડથી હાથીના ટોળામાં નાસભાગ થાય તો હરણિયાં વગેરેનો શો હિસાબ ?
સભા: “આ ધર્મ એટલો બધો સખ્ત ?'
જરૂર ! અહીં કાંઈ પોલ નથી. જેમ ઘર મોટું તેમ સખ્તાઈ વધારે. સામગ્રી ઘણી તેમ કિલ્લો મજબૂત અને ચોકીપહેરો વધારે. ભીલના ઘરને બારણાંના ઠેકાણાં નહીં અને તમારા ઘરનાં બારણાં એવાં મજબૂત કે ચોરનાં હથિયાર પણ બુઠ્ઠાં બને. જેમ ચીજ ઊંચી તેમ તેના રક્ષણની ચોકસાઈ વધારે. મકાન ઊંચું તેમ પાયો ઊંડો. ઉપર જેવું વજન તેવા જ મજબૂત અને મોટા થાંભલા. આ તો એક આદમી પડે કે તરત કહે કે-ધર્મમાં કાંઈ ખામી પણ આપણા બાપ (જ્ઞાની પુરુષો).
Page #209
--------------------------------------------------------------------------
________________
-
75
૧૮૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - કહી ગયા છે કે પડે એમાં કાંઈ નવાઈ જ નથી; ન પડે તો જ નવાઈ સમજવી. પડેલાની સંખ્યા ન પડેલા કરતાં અનંતગુણી છે. એટલે મહેનત ચડાવવાની થાય, ચડાવ્યા પછી સાચવવાની થાય. પડતાને ટેકો અપાય તેમ હોય તો ટેકો આપવાની, ઝિલાય તેમ હોય તો ઝીલવાની, ગોઠવાય તેમ હોય તો ગોઠવવાની મહેનત થાય પણ એને ધક્કો મારવાની કે એની પાછળ પડતું મૂકવાની મૂર્ખાઈ ન કરાય.
સભાઃ “તો પછી ચઢવાના સાધનને નિસરણી નામ કેમ આપ્યું ?”
સારી રીતે ચઢી શકાય માટે નિસરણી. જો કાળજીથી ચાલે, આંખ ઉઘાડી રાખે, કઠેડો બરાબર પકડે અને ચૂકે નહિ તો ઉપર જાય; નહિ તો ભોંયતળિયે પટકાવાનું તો લખેલું જ છે. બચ્ચે ચઢવા માંડે કે “જોઈને ચઢજે” એમ કહેવું પડે. ચઢવાની વસ્તુ હોય ત્યાં ન પડવાની સાવચેતી આપવી જ પડે. એ ન રાખે તે ચઢી ન શકે. સારી વસ્તુની પાછળ ભયના હેતુ ઘણા છે. હજારની રકમ લઈને બહારગામ જતો હોય તો “ચોરથી સાવધ રહેજે” એમ કહેવું પડે. પેલો કહે કે મંગલમાં જ ચોર ? તો કહેવું પડે કે હા ! ચોર તો એ ચીજની પાછળ રહેલા જ છે. માટે તો સાવચેતી આપવી પડે છે. ખાલી ખીસ્સાવાળો પાટિયા પર ઊંઘી જાય પણ પાસે જોખમવાળો પ્રાય: ઊંધે નહિ અને કદાચ ઊંઘે તોય બે કલાકમાં બાવીસવાર ઝબકીને જાગી જાય. આ બધો અનુભવ છે ને ? જૈનશાસન નાનુંસૂનું નથી. ધર્મની કિંમત સમજાય તો...!
અનંત પુણ્યરાશિ એકઠી થાય ત્યારે માનવભવ મળે અને તે પછી અનંતી અનંતી વધતી પુણ્યરાશિએ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ મળે અને તેથી પણ પુયાઈ વધે ત્યારે શ્રાવકનું કુળ મળે. ત્યાં પણ સુસંસ્કારિત ઘર કેટલાં ? તેમાંયે શ્રી જિનેશ્વરદેવના શાસનની વાસનાથી વાસિત ઘર કેટલાં ? એમાંયે સુસ્થિર રહેનારાં કેટલા ? અમલ કરનારાં કેટલાં અને આરંભ કર્યા પછી છેવટ સુધી ટકી રહે એવા પરિણત કેટલાં ? અહીં આટલા ભેગા થયા છે પણ અણીના અવસરે ઊભા રહે એવા કેટલા ? કેટલાક તો એવા છે કે જે જરાક ખબર પડે કે કંઈક ધમાલ છે તો તરત ઊઠીને ચાલવા માંડે. એ તો એમ જ માને છે કે અમારા વડે જ ધર્મ જીવે છે તેથી અમે જીવતા હોઈશું તો પછી ધર્મનંજિવાડીશું માટે જાતને પહેલાં સાચવી લેવી. ધર્મના ભોગે પણ અમારે જીવી જવાનું. અમારા ભોગે કાંઈ ધર્મને ન જિવાડાય.” આજે મોટા ભાગે આવી દશા છે.
સભા: કહેવત છે ને કે જીવતો નર ભદ્રા પામે !
Page #210
--------------------------------------------------------------------------
________________
s
- - ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૮૯
સ્વાર્થીઓની એ કહેવત છે. ધર્મના ભોગે જીવનાર ધર્મી નથી. પૈસા માટે જીવ એ માણસ નથી પણ જનાવર છે. તમે પહેલા મરવા તૈયાર છો કે પહેલાં ધર્મને મારવા તૈયાર છો ? શ્રી તીર્થકર દેવોએ પોતાના ભોગે ધર્મને સાચવ્યો છે ત્યારે એમને કેવળજ્ઞાન થયું. “ઘેર ગયું એ સંયમ ! એક ગોવાળિયા જેવો ખીલા મારી જાય અને હું માર ખાઈ લઉં એ કેમ બને ?” આવું ભગવાન શ્રી મહાવીરદેવે વિચાર્યું હોત તો એમને કેવળજ્ઞાન થાત ? બળ તો ઘણું હતું, આંખનું પોપચું ઊંચું કરે તો અસંખ્યાતા ઇંદ્રો પણ ભાગાભાગ કરે એટલું બળ હતું છતાં એમણે ધર્મ સાચવ્યો તો એમને કેવળજ્ઞાન થયું. તમારે કેવળજ્ઞાન કઈ રીતે લેવું છે ? ભગવાન શ્રી મહાવીરદેવનું સાચું અનુયાયીપણું ક્યારે આવે ? ધર્મ માટે સર્વસ્વ પવાની ભાવના આવે તો ને ? આ તો કહે છે કે “અમે હોઈશું તો ધર્મ રહેશે ને ?' જૈનશાસન વડે જૈનો કે જૈનો વડે જૈનશાસન ? તમે પહેલાં જન્મ્યા કે જૈનશાસન પહેલાં જન્મે ? પહેલા, બીજા અને ત્રીજા આરાના છેવટ સુધીના સમયમાં જૈનો હતા ? માણસો હતા પણ જૈનો ન હતા. જૈનો ક્યારથી થયા ?
ભરતક્ષેત્રમાં પહેલા, બીજા, ત્રીજા આરામાં ધર્મ ન હતો. મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ છે. સદા સ્થિર છે. ત્યાં સદા ચોથો આરો છે. વસ્તુને શાશ્વતી સિદ્ધ કરવા જે ન હતું તે હતું એમ કહેવાય? અહીં નવું ઊભું થયું છે માટે એમ કહ્યું-ખોટી બડાઈ હાંકવી નથી. ધર્મને યોગ્ય જીવો ન હોય ત્યાં શાસન ન હતું એમ જ કહેવું છે. આજે પણ પાપાત્મામાં શાસન નથી એમ કહેવાય. જૈનશાસન માટે પોતાના સર્વસ્વનો ભોગ આપનારા થોડા ઘણા પણ રહે ત્યાં સુધી શાસને રહેશે. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, બંગલા, બગીચા વગેરે શાસન ખાતર છોડનારા જૈનશાસનમાં છે પણ શાસનને બાજુ પર મૂકી એ બધી ચીજોને પંપાળ્યા કરનારા તો શાસન બહાર છે. એમનાથી શાસન લાંબો કાળ ન ટકે. આજે સાધુ થવાનું બંધ થાય, સાધુતાનો ઉપદેશ બંધ થાય તો પચાસ વર્ષ પછી શાસનનો નાશ સમજવો. દરેક નક્કી કરે કે ઘરબાર છોડવાં જ નથી તો શાસનને તાળાં લાગે. સાધુ વિના શાસન નહિ.
સભા: એ તો બાપ વિના દીકરો નહિ એના જેવું થયું.
હા, એમ જ. શું સાધુ શ્રાવકના બાપ નહિ ? બાપ મરે તો દીકરો પણ એકલો રહે. પછી એને બીજો ભાઈ થાય ? જૈનશાસનના રક્ષકો શાસન માટે ફકરી લેનારાઓ નહિ હોય ત્યારે શાસનનો વિચ્છેદ થશે. કુટુંબ પરિવારને જ સાચવનારા, પૈસાને પંપાળનારા, બંગલા-બગીચાની મમતામાં જ રાચનારા શું
Page #211
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શાસનને સાચવશે ? આટલા સાધુ છે તો આડાં અવરોધીને પણ ગળિયા બળદ જેવા તમને ઊભા કરે છે, તે પછી થશે ? આટલી બૂમો મરાય છે તોય ઊંચા થતાં નવ નેજે પાણી આવે છે, ચાર ભેગા થતાં ત્રણ ભાગે છે, કોઈ પાઘડીના ભયથી તો કોઈ પૈસાના ભયથી તો કોઈ વળી પોઝીશનના ભયથી ભાગાભાગ કરે છે. કોઈ વળી કહે છે કે-“અમે રહ્યા ગૃહસ્થ એટલે સંસારી, અમારે બધું જોવું પડે, અમને પાલવે તો ધર્મસ્થાનમાં આવીએ અને અમારાથી બને તે કરીએ.” આવું કહીને ઊભા રહે ત્યાં શું થાય ? વધારે કહીએ તો કહેશે‘મહારાજ, હમણાં મંદી ચાલે છે,’ ‘બગડી રહ્યું છે' કહીએ તો કહી દે કે-‘એમાં અમે શું કરીએ ? આવાઓ શું ઉકાળે ?
૧૯૦
760
સંસારનગરના વિવેકપહાડ ઉપર જૈનશાસનરૂપ નગર છે. એના કિનારેથી પણ ખસ્યો તે ગબડે. એ નગરમાં મોહરાજાના લુચ્ચા સુભટો ઘૂસ્યા છે કે જે એ નગરના લોકોને ભોળવીને કિનારે લાવીને ગબડાવે છે. એ સંસા૨નગ૨માં ધર્મ સુભટોની ખામી છે અને જે છે તે પાલા છે, દહીં-દૂધિયા છે. અમને કાંઈ કહે અને બહાર કાંઈ બોલે એવા છે. સારું છે કે અમે એમના પાઠ ભણવાનું મોકૂફ રાખ્યું છે. અને એટલે જ અત્યાર સુધી જીવતા રહ્યા છીએ. એ તો અમને વાતવાતમાં સમયને ઓળખવાનું કહે. એ સમજે છે કે-આ સાધુઓ જેટલા મક્કમ હશે તેટલા આપણાં ખિસ્સાં કાણાં થવાનાં- અહીં તો પાઘડી પણ ઉતા૨વી પડે, થેલીઓનાં મોઢાં ખુલ્લાં કરવા પડે અને બંગલા પણ છોડવા પડે માટે એ સાધુઓ પોલા થાય તો ઠીક.’ માટે એ અમને એવા પાઠ ભણાવવા આવે જ.
સભા : શું આપની પાસે પણ એવા આવે છે ?
હા, આવે છે અને આવીને અમને કહે છે કે-‘જુઓ મહારાજ ! દીક્ષા તો બહુ ઉત્તમ, હાથ જોડીએ પણ જમાનો તો જોવો જોઈએ ને ? અમારે જ્યારે અમારા દીકરાને દીક્ષા નથી અપાવવી પછી તમારે શી પંચાત ? જ્યારે લોકો દીક્ષાની ભાવનાવાળા હતા ત્યારે તો તમે ઉપદેશ આપતા હતા તે ઠીક પણ હવે અત્યારે ચોમેર જ્યારે એની સામે બળવો છે તો હમણાં પચીસ-પચાસ વરસ એ વાત માંડી વાળો તો શું વાંધો છે ? પછી જ્યારે એમને ભાન થાય ત્યારે વાત.’ અમને આમ કહી જાય અને ત્યાં જઈને કહે કે- “બેફીકર રહો ! અમે બરાબર સમજાવી આવ્યા છીએ, હવે નહિ બોલે !” અમને એવું સમજાવે કે ‘પચાસ વરસ કોઈ સાધુ નહિ થાય તો બગડી શું જવાનું છે ? જૈનોની વસતિ વધશે એ ફાયદો જ છે ને ? પરદેશમાં તો વસતિ વધારવા માટે સસ્કાર કાયદા કરે છે, ઇનામો કાઢે છે. અહીં પણ એવું કરવું જોઈએ.’ જેના હૃદયમાં આવા વિચારો
Page #212
--------------------------------------------------------------------------
________________
761
- ૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 - ૧૯૧ આવે તેનામાં શાસન ટકે ? અમને દેશકાળ જોવાની સલાહ આપે છે. દેશકાળના નામે કઈ વાત કરાય ? સાધુ ત્યાગ તથા ધર્મનો ઉપદેશ બંધ કરે એવો કોઈ દેશકાળ છે ? જો સાધુ ત્યાગ અને ધર્મનો ઉપદેશ બંધ કરે તો આર્ય અને અનાર્યમાં ફરક શો ? આર્ય કોણ, અનાર્ય કોણ?
જ્યાં “ધર્મ' શબ્દ પણ સાંભળવા ન મળે તે અનાર્ય દેશ છે. જેના કાનમાં ધર્મ શબ્દ પડે નહિ તે અનાર્ય જાતિ-કુળના કહેવાય. સભાઃ “ત્યાં પણ દેવળ, ધર્મ વગેરે તો છે.”
જ્યાં એ છે તે એટલા અંશે આર્ય કોટિના છે. જ્યાં એ પણ નથી તે સંપૂર્ણ અનાર્ય કોટિના છે. આજે જેને તમે અનાર્ય કહો છો, એમણે પોતે જેને ધર્મ માન્યો છે, પછી તે સમ્યક છે કે મિથ્યા એ વાત જવા દો, પણ તેનો વિરોધ કરનાર માટે ફાંસીના માંચડા તૈયાર રાખ્યા છે. ગવર્નર જનરલ જેવો હોદ્દેદાર, હિંદનો સૂબો, નામદાર શહેનશાહનો પ્રતિનિધિ પણ રવિવારે એના ચર્ચમાં જાય જ. એ તો અહીં જ એવા કેટલાક કહેવાતા ભણેલાઓ પાક્યા છે કે જે સંવત્સરીએ પણ ધર્મની મશ્કરી ઉડાવે. પેલા મોટામાં મોટા હોદ્દેદારો પણ ધર્મ પાસે માથું નમાવે. જ્યારે મને એવો હોદ્દો મળી જાય તો દુનિયા રસાતાળ જાય. આજે સાઠ-સિત્તેરના પગારમાં પણ જમીનથી ચાર વેંત અધ્ધર ચાલે છે, છાતી કાઢીને ફરે છે અને ઉન્મત્તની જેમ ચાલે છે તો જો એમને આવી ઊંચી ખુરશી મળી જાય તો શું ન કરે ?* ધર્મનું સ્વપ્ન પણ ન આવે. પશ્ચિમના દેશો પાસેથી તમે શીખ્યા શું? એમની નીતિ, એમનું એકવચનીપણું, સમયે નિવૃત્તિ લેવાની રીત, એવું કાંઈ શીખ્યા ? ગધ્ધામધૂરી છોડવાનું શીખ્યા ? યુરોપિયન બચ્ચો છે કલોકથી અધિક કામ ન કરે. અને આ તો ઘાંચીના બેલની જેમ દિવસ-રાત નવરો જ ન પડે. ઘરનાં સ્ત્રી છોકરાંને પણ થાય કે આ માલિક કેવો કે જેનાં દર્શન પણ દુર્લભ ! તમારા સમયમાં કોઈ ઠેકાણાં નહિ. પેલાનું ટાઇમ-ટેબલ નિયત. પશ્ચિમથી તમે શીખ્યા શું ? એની નકામી વાતો બધી શીખ્યા, સારી વાત એક પણ ન શીખ્યા આ કેવી કમનસીબી ?
જૈનશાસનનો ઉપદેશક શાનો ઉપદેશ આપે ?
શ્રી જૈનશાસનમાં કોઈ દેશકાળ એવો નથી કે જેમાં ત્યાગનો ઉપદેશ ન અપાય. આજે કહે છે કે-જમાનો જોઈને ઉપદેશ આપો !” આ જમાનામાં કયો ઉપદેશ હોય ? આજના જમાનાને શું જોઈએ છે ? આજનો જમાનો તો * વર્ષે પહેલાં કહેવાયેલી આ વાત આજે અનુભવમાં આવી રહી છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
_792 વિલાસી અને વિકારી વાતાવરણ ઊભું કરવાનો છે ને ? તો સાધુ શું એનો ઉપદેશ આપે ? જેમ બને તેમ વધુ પૈસા કમાઓ!' એવો ઉપદેશ સાધુ આપે ? જો કે કમાવાનું આજે રહેલું નથી. મહેનત વધી અને આવક ઘટી કેમ કે પુણ્ય ગયું અને પાપ જાગ્યું. આજે તો બોલતાં શીખ્યા છે કે “ટાઇમ ઇઝ મની' - “સમય એ પૈસો છે.” એમને પૂછો કે “ભાઈ ! પૂજા કરી ?” તો કહેશે કે સમય જ
ક્યાં છે ? પણ એમના ચોવીસે કલાકની કાર્યવાહી તપાસો તો ખબર પડશે કે નકામાં ગપ્પાં મારવાનો ટાઇમ કેટલો ? નવરી વાતો કરવાનો ટાઇમ કેટલો ? પારકી નિંદા કરવાનો ટાઇમ કેટલો ? “ફલાણા તૂટ્યા અને ફલાણા તૂટવાની તૈયારીમાં છે” આવી વાતો વહેતી કરવામાં આંચકો પણ ન આવે. આપણે કહીએ કે તારે શું ? તો કહે કે- “હું જાણું છું તો કેમ ન બોલું ? એને કહીએ કેતારી વાતો કોઈ કરે તો ? તો એનું મોઢું બગડે પણ પાછો પોતે તો બીજની વાત કરે જ. એ માને છે કે પોતાને તો બધી વાતની છૂટ છે. ગમે તેની ગમે તેવી વાતો કરવાનો હક્ક છે. હક્કનો હડકવાઃ
આ હિંદુસ્તાનમાં આજે હક્કની મારામારી બહુ વધી ગઈ છે. પરદેશી રાજકર્તાઓ સમજે છે કે આ હક્કનો હડકવા આ દેશમાં જીવતો છે, ત્યાં સુધી આપણી ગાદી સલામત છે. જે દેશમાં હક્કનો હડકવા હોય છે ત્યાંના રાજાને કશી ચિંતા નથી એમ ઇતિહાસ કહે છે. જ્યાં હક્કની લડાઈ છે પણ હક્કના સ્વરૂપનું જ્ઞાન નથી ત્યાંની રાજસત્તા ત્રિકાળાબધિત છે. શ્રાવકો પાસે સાચી વસ્તુ કહેવાનો મને હક્ક ખરો પણ એ કઈ રીતે ? ધારાશાસ્ત્રીને પોતાની વાત ન્યાયાધીશના મગજમાં ઠસાવવાનો હક્ક ખરો પણ કઈ રીતે ? ધારાશાસ્ત્રી ભલે કલાકો સુધી બોલે, છ છ કલાક લેકચર ચલાવે, દલીલો બધી કરે, લાંબુંટૂંક વિવેચન કરે, મૅજિસ્ટ્રેટના મગજમાં વાત ઉતારે અને એ અસરથી મેજિસ્ટ્રેટ હકારમાં માથું હલાવે તો ભલે પણ નકારમાં માથું ધુણાવે તો બોચી પકડીને હકારમાં માથું હલાવવાનો ધારાશાસ્ત્રીને હક્ક ખરો ? આજે તો આવી દશા છે. પોતાના વિચારો દુનિયામાં દલીલથી ફેલાવવાનો પ્રયત્ન હોત તો હિંદની આજે આ હાલત ન હોત.
તને તારા વિચારો ફેલાવવાનો જેટલો હક્ક તેટલો જ સામાને એના વિચારો ફેલાવવાનો હક્ક કાયમ રાખે તો હક્કનું સ્વરૂપ સમજ્યો કહેવાય કે એમ ને એમ ? આજના લખનારાએ બધા પૂર્વાચાર્યોને અહમિંદ્ર, અંગારા અને ઇન્દ્રજાળિયા કહ્યા તેથી એવું કહેનારાને કોઈ અંગારા કહે તો પેલા કહે છે કે
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૪ : શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54
‘અસભ્ય ભાષા !’ પણ એને એકલાને એમ કહ્યું એમાં જેને અસભ્ય ભાષા લાગે છે તેને, એના બાપના સ્થાને રહેલા હજારોને પેલાએ અંગારા કહ્યા તેમાં અસભ્ય ભાષા નથી લાગતી ? કહે છે કે ‘દીક્ષા છાની રીતે અપાય છે.' ખરી વાત છે. પણ દીક્ષાના ધાડપાડુઓ ત્યાં જઈ લૂંટે નહીં માટે એમનાથી બચવા એમના માટે બારણાં બંધ કર્યાં તેને એ છાની દીક્ષા કહે છે તો આજનું હેંડબીલ વાંચો ! (તા. ૬-૨-૧૯૩૦નું) એમાં સાફ લખે છે કે ‘અમારી વાતને માને તે જ અમારી સભામાં આવે.' જ્યારે તમારા કચરાપટ્ટી જેવા વિચારોને લુટાવાનો ભય અને તેથી તમે બીજાઓ માટે બારણાં બંધ રાખો તો હીરા, માણેક, પન્ના જેવી અમારી મિલકતને લુટાવાનો ભય નહિ ? એન લુટાય માટે અમે પણ ખંભાતી તાળાં ન લગાવીએ ? થોડુંક વ્યવહારિક જ્ઞાન હોત તો પણ આમ ન બોલાત પણ આજે હક્કનું જ્ઞાન નથી છતાં હક્કનો હડકવા છે અને એથી જે સત્તાને ઉખેડવા માગો છો તેનાં મૂળિયાં ઊંડાં જતાં જાય છે. એનું પુણ્ય છે ત્યાં સુધી એનો વાળ પણ વાંકો નહિ થાય. જેમ તેમ ભાષણો ભલે કરે, એ છૂટ છે, કોઈની જીભ નહિ પકડાય પણ યાદ રાખો, અંતે ભીખ ભેગા થવાના છે. જેમ અહીં મારા વિચારો મહિનાઓથી કહું છું, તેમ તેઓ પણ આવીને બોલે. બોલવાની અહીં છૂટ છે પણ એ મનુષ્યને, જનાવરને નહિ. જાહેર સભાઓ ભરે. પોતે બોલે ને સામાને બોલવાંની છૂટ આપે.
૧૯૩
763
સભા ‘એ..તો એમની સભામાં એમના જ વિચારો બોલાય. બીજાને બોલવાની छूट ન આપે. એવો એમનો કાયદો છે !'
આજે હિંદમાં મારામારી જ આ છે કે પોતાનાથી વિપરીત વિચારના માણસોની પાઘડી ઉછાળવી. તેમ છતાં આ બધા કહેવાય સ્વતંત્રતાવાદી. સ્વરાજ લેવા એ નીકળ્યા છે. જો એ એમ કહેતા હોય કે-નાનો પક્ષ મરવાનો, મોટો જ જીવે’ તો હું કહું છું કે ગવર્મેન્ટ સામે તોફાનો શા માટે કરે છે ? એ કહે છે કે-‘અમે સત્તાધીશ છીએ, તમે ગુલામ છો માટે પિસાઓ !' ત્યાં તમારા જ ન્યાયે તોફાન ટકતાં નથી. હવે તમને ફરિયાદ કરવાનો હક્ક નથી. જંગલી લોકોનો કાયદો કે અટવીમાં શહેરીને લૂંટે-‘શહેરી બહુ બોલે તો પેલો કહે કે‘શહે૨માં આવીએ ત્યારે તું અમને લૂંટજે.'
સભા પણ એ પક્ષ આમ તો નાનો છે !'
કબૂલ, પણ ગાડરિયો વર્ગ બીજો મોટો છે ને ? એ પક્ષને નાનો માની ચુપકીદી સેવી તો ગાડરિયો વર્ગ જે આમ વળે તેવો હોય તે એ તરફ વળી ગયો ને ?
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
764
જો હજુ પણ મૌન રહ્યા તો...!
વીસ વર્ષ બેદરકારી રાખી તો આવું જોવા-સાંભળવાનો વખત આવ્યો. તો હજી દસકો આવો કાઢ્યો તો ભારે થઈ પડશે. હું કહી ગયો છું કે ચાર આની ૫૨મ શ્રદ્ધાળુ વર્ગ છે. બે આની શ્રદ્ધાહીન વર્ગ છે. અર્ધી આની કેવળ ધાંધલિયો વર્ગ છે. અને બાકીનો સાડી નવ આની વર્ગ એવો છે કે જે એમાં ઘૂમે તેની સાથે એ ભળે. ચાર આની વર્ગ જે છે એ તો હાલ મરવાની આશાએ જીવે છે. અર્ધી આની તો મરતાં મરતાંયે દોડધામ કરે છે. એ ચોમેર એવો ઘૂમે છે કે ન પૂછો વાત. આ સ્થિતિમાં ચાર આની વર્ગની ચુપકીદીથી પેલા દશ આની વર્ગને એમ થાય છે કે આટલું બધું કહે છે તો ‘કાંક’ તો હશે ને ? એ ‘કાક’ ભારે નુકસાન કરે છે. તમે જો થોડી પણ મહેનત કરી હોત તો એ દશ આની વર્ગ ધર્મ ત૨ફ વળ્યો હોત અને પેલા વર્ગને ધાણીની જેમ ફૂંક મારી ઉડાવી દીધો હોત.
એ દશ આની વર્ગ એવો ડહોળાયેલો છે કે-“એ આવીને કહે છે કે-સમજીએ છીએ, જાણીએ છીએ કે એ અધર્મી લોકો છે, અયોગ્ય છે પણ પાછું એમ થાય છે કે આટલું બધું કહે છે તો ‘કાંક’ તો હોય ને ? આ ‘કાંક’ મારી નાખે છે. આખા શરીરે ક્ષય થાય એ પહેલાં શરૂઆતમાં કાંઈક જ હોય છે. એ કાંઈક અસ૨ જણાય એટલે ડૉક્ટ૨ તરત સલાહ આપે કે ‘શહેર છોડો, ભોગવિલાસ બંધ કરો, વ્યસનો છોડી દો, સૂકી હવામાં જાઓ, માથેરાન, મહાબલેશ્વર પહોંચો નહીં તો દર્દ વધી જશે અને હેરાન-હેરાન થઈ જશો !' પેલો કહે કે ‘પણ હજી તો કાંઈક છે ને ?’ તો એ ચાલે ? પેલો પૂછે કે ઘ૨ની સ્ત્રી પાસે પણ ન જાઉં ? તો ડૉક્ટર કહેશે ‘ના.’ એકલા જ જાઓ. ! રસોયો લઈ જાઓ. ! જો ડૉક્ટરનું માને તો ઠીક નહિ તો એ ‘કાંક’માંથી રાંક થાય. પહેલામાંથી બીજા સ્ટેજમાં જાય. ફરી ડૉક્ટર ચેતવે અને તો પણ ન માને તો અંતે ત્રીજા સ્ટેજમાં જાય. પછી ઉપાય નહિ, દવા નહિ છતાં ડૉક્ટ૨ કહે કે હજી બચવું હોય તો બધું છોડ, જેમ ક૨વાનું કહ્યું છે તેમ ક૨, જવાનું કહ્યું છે ત્યાં જા, ભાગ્ય હશે તો ગ્રીશ. બાકી હવે ઉપાય નથી. આયુષ્ય પૂરું કરે અને જીવે ત્યાં સુધી ખોં ખોં કર્યા કરે.
અહીં પણ અમે તમને ચેતવાનું કહીએ છીએ. જો ઉપલા સ્ટેજમાં દર્દ ગયું તો અમારે પણ હાથ ખંખેરવા પડશે. નિદાનની થોડી ઘણી શક્તિ અમારામાં પણ છે; નથી એમ ન માનતા. લોક ભલે બૂમ મારે પણ બેકારી અમને હજી સાલતી નથી, જેટલાં એનાં કારણો સાલે છે.
કર્તવ્યનો વિવેક :
આજે જૈન સમાજમાં જે પ્રકારની વિકૃત વિચારસરણીઓનો પ્રચાર થઈ
Page #216
--------------------------------------------------------------------------
________________
765
૧૪.: શાસનની રક્ષામાં પ્રભુસેવા ! - 54 – ૧૯૫ રહ્યો છે અને એ માટે જે જે યોજનાઓ ઘડાઈ રહી છે, તે જ આ બધાના મૂળમાં છે. માટે જ તેવી વસ્તુઓને અટકાવવા સૌએ પોતપોતાની કક્ષાએ પ્રયત્નો કરવા જ પડશે.
[અહીં શ્રી ગિરધરલાલ પરસોત્તમદાસે ઊભા થઈને સર્વેને થોડા દિવસો બાદ ભરાનારી કૉન્ફરન્સમાં જવા ભારપૂર્વક જણાવ્યું હતું અને કહ્યું હતું કે-આ વખતે કૉન્ફરસના બંધારણનો પશ્ન છે. પંચાંગી માનવાનું કહેવાની આપણી વાત છે. માને તો વાંધો નથી. ન માને તો પછી આપણે તેને નૉન-જૈન કૉન્ફરન્સ માનીશું. પણ આપણે જવું તો જોઈએ જ. ગુજરાત, કાઠિયાવાડમાંથી બહુ થોડા લોકો આવશે કારણ કે અધિવેશનનું સ્થાન ઘણું દૂર છે, એક ખૂણામાં પડી ગયું છે. અત્યારે બીજાં દરેક કારણો ગૌણ કરી ત્યાં જવું જોઈએ. આ વખતે ભાડા ભથ્થાંનો કે બીજી તકલીફોનો હિસાબ ગણવાનો નથી. પ્રભુશાસનની પંચાંગીની રક્ષા માટે જવાનું છે. દેવદ્રવ્ય સામે હવે ધાડ આવવાની છે. તેની રક્ષાનો પણ સવાલ છે. કજિયો આપણે કરવો નથી. ધર્મવિરુદ્ધ કાંઈ ન થાય તે માટે જવાનું છે આપણી સાચી વાત તેઓ માનશે એમ માનીને જવું છે. તેમ છતાં ન માને, જૈનો છતાં પંચાંગી પ્રત્યે વફાદારી જાહેર ન કરે તો એ નૉન જૈન કૉન્ફરન્સ છે એમ સાબિત થશે. પછી તો એવા છે એમ માની આપણે ચાલ્યા આવવું છે. છ છ મહિનાથી આપણે વ્યાખ્યાન સાંભળીએ છીએ તેની અસર શી છે તે અત્યારે જણાય. આમાં કાંઈ બહુ મોટી વાત નથી. બંધારણનો પ્રશ્ન પહેલે દિવસે ચર્ચાવાનો છે માટે ત્યારે જે હાજરીની જરૂર છે. પછી ભલે ચાલ્યા આવો. દશમે અગાસીનો મહોત્સવ છે એ પણ કીમતી છે, તેમ આ પણ મહોત્સવ જેવો જ આજ્ઞાપાલનનો પ્રસંગ છે માટે એ જવા ન દેવાય. દરેકેદરેક ઘરના છોકરા પણ સાથે આવે. ઘરનું એક જણ અગાસીક જાય બાકી બધા આમાં આવે. બહેનો પણ જરૂર આવે કારણ કે ત્યાં મહિલા સમાજ પણ છે, એટલે જરૂર આવી શકે છે. વગેરે વગેરે બહુ અસરકારક વાતો કરી.]
- પૂજ્યશ્રી:- આવા સમયે હાજરી આપવામાં બેમત હોય જ નહિ. કેટલાક માને છે કે શાસનુપક્ષ કજિયો કરવા માગે છે પણ એવું નથી. હું ઘણીવાર કહી ગયો છું કે જે સંસ્થા જે વસ્તુ ટકાવવા માગતી હોય તે સંસ્થાએ તે વસ્તુ પ્રત્યેની વફાદારી અવશ્ય જાહેર કરવી જોઈએ. આજે સમય એવો સારો આવી લાગ્યો છે કે એ લોકો જ તમને શાસનપ્રેમી-શાસનરસિક તરીકે ઓળખાવે છે અને પોતપોતાને તેનાથી ઇતર તરીકે ઓળખાવે છે માટે હવે તમારે શાસનરસિકતા બતાવવી જ રહી. તમારે એક જ કહેવાનું છે કે-અમારે કોન્ફરન્સની સત્તા જોઈતી નથી, અમે એનો વહીવટ કરવા માગતા નથી. ગામેગામના જૈનો ભેગા થઈને જૈનોના ઉદયની કાર્યવાહી કરે તેમાં અમને આનંદ જ હોય. પણ ભગવાનનાં ભાખેલાં પિસ્તાલીસે આગમ (પંચાંગી સહિત) પ્રત્યે વફાદારી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જાહે૨ ક૨વી જોઈએ. એ કરો પછી બીજું કાંઈ જોવા અમે માગતા નથી. પછી જૈન સમાજની બદીઓ દૂર કરવા એક લાખને એક ઠરાવ પસાર કરે તે બધા અમને કબૂલ છે. વૃદ્ધોને લગ્ન કરતા અટકાવે તેને અમે તાળી પાડી વધાવીશું, પચીસ વર્ષ સુધી ભાઈ-બાઈ બ્રહ્મચર્ય પાળે એ ઠરાવને અમારી પહેલી સંમતિ હશે. બદી દૂર કરાવવાના ઠરાવોના અમલમાં અમે બધી સહાય આપવાના. આ જ સમયે અગાસીમાં એક મોટો પ્રસંગ છે તેમ છતાં સુરતનો મોટો ભાગ ત્યાં (કૉન્ફરન્સમાં) પહોંચશે. બને તેટલા વધુ જવું જોઈએ એ દ્વારા સંદેશો મોકલી શકે-જે સ્થળે જવાની વાત છે, વિનંતી કરાય છે તે પણ મહોત્સવની આજ્ઞાપાલનની સ્થાપના માટે છે.*
766
* [અત્રે સુરતના એક ગૃહસ્થ બોલ્યા હતા કે અત્યારનું વાતાવરણ જોતાં ત્યાં જવું ઘણું જરૂરી છે. અત્યારે કેટલોક વર્ગ એવો ઊભો થયો છે કે જેથી ત્યાં ધર્મવિરુદ્ધ ઠરાવો પસાર થવાનો પૂરો ભય છે. અને પછી એ નામે જાહેર પ્રચા૨ ક૨શે માટે ખાસ ત્યાં જવું જરૂરી છે. ત્યાં પણ જો એ ખરેખર ઉઘાડા થાય તો આપણે ચાલ્યા આવવાનું છે. એવા શાસનવિરોધીઓની આપણને પરવા નથી. આપણે ખોટી મેજોરિટીને માનતા નથી. પણ ત્યાં જવું તો જોઈએ.]
[અહીં ફરીને ગિરધરલાલ પરસોત્તમદાસે ઊભા થઈને જણાવ્યું કેઆપણાથી સ્થાનકવાસી જુદા છે, દિગંબર જુદા છે, એ પણ બધા એમ માને છે કે-આ કૉન્ફરન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે. ત્યાં પંચાંગી માનવામાં વાંધો હોય નહિ. ગુજરાત કાઠિયાવાડથી ઘણા આવી શકે એમ નથી. ધર્મવિરુદ્ધ ઠરાવો કરી જાય તો એ નામે એ લોકો પ્રચાર કરે માટે ફરી ફરી ભારપૂર્વક કહું છું કે ત્યાં દરેકેદરેક જણે આવવું.]
પૂજ્યશ્રી :- ત્યાં જવાનું પ્રભુઆજ્ઞાને અવિચળ બનાવવા માટે છે. એટલા માટે જ આ બે ભાઈઓ વારંવાર ભારપૂર્વક કહે છે. મહોત્સવમાં જવું એ પણ ઉત્તમ છે; પણ કદી આ કારણે ન જવાય તો એ જ મહોત્સવની આજ્ઞાની સ્થાપના માટે અહીં જવાનું છે, એ ધ્યાન રાખો ! પહેલાં પણ તમને એ વાત સમજાવી છે કે પર્વતિથિએ પૌષધ લેનારો (નિયમવાળો) શ્રાવક, જો એને ખબર પડે કે બે માઈલ છેટે બીમાર મુનિ છે અને પોતે પૌષધના નિયમના બહાને ત્યાં ન જાય તો શાસ્ત્ર એને વિરાધક કહે છે. એ જાય તો એનો પૌષધનો નિયમ ભાંગતો નથી પણ પોતાના તે નિયમને દીપાવે છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહ્યું છે કે-એક મુનિએ ઉપવાસના પચ્ચક્ખાણ કર્યાં હોય, બહારગામથી શાસનના કાર્ય માટે એ મુનિને બોલાવવામાં આવે અને કહેવડાવવામાં આવે કે-‘તમારા વિના
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૭
આ કામ થાય તેમ નથી' તો સમુદાયના આચાર્ય એ ઉપવાસી મુનિને કહે કે-જો ઉપવાસમાં જંઈ શકે તો ભલે, નહિ તો તને આહા૨ ક૨વાની રજા છે પણ ત્યાં પહોંચી જા ! ત્યાં પચ્ચક્ખાણનો ભંગ નથી. એ જ ન્યાયે અત્યારે આપણે ધાર્મિક મહોત્સવને પૂજ્ય માનીએ છીએ અને અહીં પણ પંચાંગીની આજ્ઞાની અવિચળ સત્તા સ્થાપવા માટે જવાનું છે. અહીં વિઘ્ન આવે તો ઓચ્છવો અટકે. અહીં બચાવ થાય તો લાખ્ખો ઓચ્છવો થાય માટે એક દૃષ્ટિએ તો અહીં જવું એ ઊંચી કોટિનું છે.
૧૪ ઃ શાસનની રક્ષામાં પ્રભુસેવા ! 54
-
767
કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-‘હે વીતરાગ ! તારી પૂજા કરતાં તારી આજ્ઞાનું પાલન વધારે શ્રેષ્ઠ છે. આજ્ઞા આઘી મૂકે અને પૂજા કરે એનું કાંઈ ન વળે. અને આજ્ઞાને વળગનારને કદાચ પૂજાનો અવસર ન મળે તો પણ એનું કેવળજ્ઞાન ન અટકે.
તમારું ધ્યાન વારંવાર ખેંચનારનો આશય બરાબર સમજો ! શ્રી જિનેશ્વરદેવની પૂજામાં હજારો ખર્ચનારા તમે આજ્ઞાપાલન પ્રસંગે જવું વધારે કીમતી માનો એ એમનો કહેવાનો આશય છે. માટે એ ભાઈઓ તમને ફરી ફરીને વિનંતી કરે છે. એથી કદાચ પાંચ-પચાસની હાજરી ઓચ્છવમાં ઓછી થાય તો તે ઓછી ગણાય નહિ. જોનાર પણ કહેશે કે પ્રભુભક્તિ કરનારા આજ્ઞાપાલનના અવસરે પ્રાણ પણ પાથરે છે ખરા ! દશ-પંદર ભાડાના થશે તે નિષ્ફળ જવાના નથી. બાર મહિને બે હજારનો ખર્ચ રાખનારા આવા પ્રસંગે દશ-પંદરનો હિસાબ ગણે તો કહેવું પડે કે ધર્મસિદ્ધાંત રક્ષાની કોઈ લગની જ નથી. એ ભાઈ વિંનતી કરે છે તે તમને પોતાના માને છે માટે કરે છે.
[* અત્રે અગાસી તીર્થમાં પ્રભુ મસ્તકે ચડનાર પવિત્ર મુકુટનાં દર્શન કરાવવામાં આવ્યાં હતાં; જે જોઈ અનેક ભવ્યાત્માઓનાં નેત્રો ઠર્યાં હતાં. અનેકના હૃદયમાં ભક્તિનો ઉદ્રેક઼ થયો હતો. મનાય છે કે આવા વ્યયને ધુમાડો કહેનાર કોઈ હાજર હોય એના પણ રોમ ઘડીભર વિકસિત થયા હોય. મુકુટ ચડાવવાનું ઘી બોલાવવામાં આવ્યું હતું.
* અત્રે ગિરધરલાલ પરસોત્તમદાસે જણાવ્યું હતું કે-અહીં ઘી બોલવાનો ઉત્સાહ જોઈ મને આનંદ થાય છે. દેવદ્રવ્ય સામે આટલો વિરોધ છતાં જે ઉત્સાહથી ઘી બોલાય છે તે જોઈ આનંદ થાય છે. માટે જ કહું છું કે એ જ દેવદ્રવ્ય ઉપર ધાડ લાવવા માટે ઠરાવ આવવાનો છે તો ત્યાં દરેકે આવવાની જરૂ૨ છે.]
પૂજ્યશ્રી :- આ ભાઈનો કહેવાનો આશય એ છે કે કૉન્ફરન્સમાં જઈને આપણો સાચો સૂર જાહેર કરવાનો છે. આપણે અંગત કાંઈ લેવા-દેવા નથી.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૮
–
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
ગામેગામના જૈનો, જૈનોનો ઉદય કરવાના પ્રયત્ન માટે ભેગા થાય ત્યાં એકસો એક ટકા આપણી સહાનુભૂતિ હોય તેમાં બે મત નથી. વાતાવરણ જે જાતનું ફેલાઈ રહ્યું છે તે જોતાં ત્યાં જવાની અગત્યતા ઘણી જ છે. મુંબઈવાળા જઈ શકે. દૂરનાઓ જઈ શકે તેવી શક્યતા ઓછી છે. માટે તમને ભારપૂર્વક કહેવાય છે. આ કૉન્ફરન્સ દૂરના ખૂણામાં રહેલા એક નાના ગામમાં ભરાય છે. જે ગામ સ્ટેનશનથી પણ સાઠ માઈલ અંદર છે. ત્યાં પહોંચવા માટે સાધનોની સ્થિતિ પણ એવી જ હોય એ બનવાજોગ છે. એ તકનો લાભ લઈને ધાંધલિયાઓ ધમાધમ કરી ધર્મને ઘાતક ઠરાવો ન કરી જાય. માટે ધર્મા પક્ષે પોતાનો અવાજ સંભળાવવા જવાની જરૂ૨ છે. કૉન્ફરન્સ, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોની છે. ત્યાં પંચાંગી સહિત પિસ્તાલીસે આગમ પ્રતિ વફાદારીના સોગંદ લેવાય તો દુનિયા પણ જાણે કે જૈન સમાજ હજી તેના ધર્મ પ્રત્યે વફાદાર છે. જો ત્યાં તમારી આ સાચી વાત પણ ન સાંભળવામાં આવે તો તમે અને એ જુદા છે એ સિદ્ધ થાય છે. તે તમે જગતને જણાવી શકો છો. • -
છ મહિના વ્યાખ્યાન સાંભળ્યાની અસર માટે ભારપૂર્વક એ ભાઈ તમને ત્યાં જવા વિનવે છે. તે કારણે અહીં કદાપિ વ્યાખ્યાન બંધ રાખવાં પડે તો પણ હરકત નથી; અને સંઘસ્વરૂપ ચાલે છે તે કદી અહીં રહેલાને સંભળાવીશ તો એનું એ જ ફરીને પણ તમને સંભળાવીશ; પછી કાંઈ કહેવું છે ? બધા જતા હો તો ત્રણ દિવસ વ્યાખ્યાન બંધ રાખવામાં પણ હરકત નથી. બહાર જઈને વાતો ફેલાવનારા કહેશે કે “આ રીતે મોકલ્યા.” એ ભલે કહે-આપણો તો વફાદારી જાહેર કરવાનો હેતુ છે. આપણે વફાદારી જાહેર કરવી છે અને બીજાને એમાં જોડવા છે એમાં વાંધો શો ? . - યુરોપિયન બચ્ચો પણ કાનૂન પાસે ટોપો ઉતારે છે. દશ-પંદરના ભાડાનો હિસાબ આવા વખતે ન ગણાય. બેકારીના નાશનો સાચો ઉપાય આ છે અને અહીં બેદરકારી કરી તો બેકારીને આમંત્રણ આપ્યું સમજજો.
[અહીં એક કચ્છી ભાઈએ મોટાઓને પણ બેદરકારી છોડી ત્યાં આવવા આહવાન કર્યું હતું અને ત્યાર બાદ વ્યાખ્યાન સમાપ્ત કરવામાં આવ્યું હતું.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ?
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૯, શુક્રવાર, તા. ૭-૨-૧૯૩૦
♦ સંસાર છોડ્યા વિના મોક્ષ ન મળે :
♦ ધર્મની ઉપેક્ષા, વિધિનો અનાદર :
આ શાસનમાં રાજા અને રંક બેય સમાન :
·
શ્રીમંત અને દરિદ્ર બેય ફરજ ભૂલ્યા :
♦ સમ્યક્ત્વને રૂઢ બનાવવા શું કરવાનું ?
♦ શું ધર્મ ક૨વા માટે જ સમય નથી ? આજ્ઞાના વિરાધક ન બનો !
•
♦ અમારે નિમકહરામ નથી બનવું :
♦ ગુરુ કે ગોર ?
♦ સુધારવાની પણ રીત હોય છે :
55
સંસાર છોડ્યા વિના મોક્ષ ન મળે ઃ
સૂત્રકા૨ મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કે-શ્રી સંઘ એ મેરૂ જેવો છે. મેરૂની પીઠ વજ્રની છે, દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે; તેમ શ્રી સંઘરૂપ મેરૂની પીઠ સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એ પીઠમાં પોલાણ ન પડે માટે એમાં દઢતા લાવવા શંકાદિ પાંચ દોષો દૂર કરવા જોઈએ દૃઢ પીઠને રૂઢ બનાવવા સમયે સમયે વિશુદ્ધિ પામતા ઉત્તમ વિચારોમાં સ્થિર થવું જોઈએ. કાયમ માટે શુદ્ધ પરિણામની ધારા ચઢતી રહે તો દૃઢ સમ્યક્ત્વ પણ ઢીલું પડતાં વાર ન લાગે, કારણ કે અનાદિથી આત્મા પૌદ્ગલિક સંયોગોમાં ફસાયેલો છે. પુદ્ગલ સેવાનો અભ્યાસ એનો અનાદિનો છે. વિષય-કષાયાદિ તો આત્મા સાથે બેઠેલા જ છે. એ સ્થિતિમાં સુંદર પરિણામની ધારા જો ચાલુ ન હોય તો મહામુસીબતે અને અનંત પુણ્યરાશિથી મળેલું સમ્યક્ત્વ ટકે કઈ રીતે ? જે ચીજને ટકાવવી હોય તેનામાં તન્મય બનવું જોઈએ. જો તન્મય ન બનાય તો ૨ક્ષા ન થાય. માટે આત્માએ સમ્યગ્દર્શનની ભાવનામાં તન્મય બનવું જોઈએ. ચોવીસે કલાક તેના વિચાર હોવા જોઈએ. ભાવના એકસરખી ટકાવી રાખવી જોઈએ. ધર્મના ભોગે
Page #221
--------------------------------------------------------------------------
________________
-
Do
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – સંસારના વ્યવહારો સાચવવાની વૃત્તિ કે પ્રવૃત્તિમાં જૈનશાસન નથી. દુનિયાદારીના ભોગે ધર્મ સાચવવો એ જ સમ્યગ્દષ્ટિનું કામ છે. - ભગવાન શ્રી મહાવીરદેવે ગમે તેવી આપત્તિ સહીને સંયમમાં સ્થિરતા જાળવી તો કેવળજ્ઞાન મેળવ્યું-શરીર સાચવવા ધ્યાન તથા સંયમ એ પરમાત્માએ ત્યજ્યાં હોત તો ? જે જે આત્માઓ મુક્તિમાં ગયા તે સંસાર તજીને કે સંસાર ભજીને ? આ તો કહે છે કે “અમે છીએ તેવા રહીએ, દુનિયાની સાધના થયા કરે, કુટુંબપરિવાર રિદ્ધિ-સિદ્ધિ અખંડિત રહે, એની સેવામાં જરાયે વાંધો ન આવે અને પ્રભુશાસન પળાય તો ઠીક,” આ બને ? આ બે તો પ્રતિપક્ષી વસ્તુ છે. સંસારને અને મોક્ષને મેળ હોય ? સંસાર છોડ્યા વિના મોક્ષ જોઈએ તે કોણ લાવી આપે ? પ્રતિબંધક વસ્તુને વેગળી મૂક્યા વિના ઇષ્ટ વસ્તુને સાધવાની ભાવના વસ્તુત: વાંઝણી છે; ફળ આપવા સર્વથા અસમર્થ છે. આજે મોક્ષમાર્ગની આરાધના કરનારા એવું માનનારા પાક્યાં છે કે “મોક્ષ જોઈએ તેમાં સંસારને અસાર માનવાની જરૂર શી ?” તેમને પ્રશ્ન છે કે જો સંસારની અસારતાં માનવા તૈયાર નથી તો મોક્ષનું કામ શું? જો સંસાર સારભૂત છે તો મોક્ષ શા માટે જોઈએ ? એ કહે છે કે “મોક્ષની આરાધના તો ઇષ્ટ છે પણ શરતી ધર્મ ન જોઈએ. મરજી મુજબ ધર્મ કરીએ.” મરજી મુજબના વર્તનને ધર્મ ગણાય ?
કહે છે કે અમે પૂજા કરીએ છીએ તો ધર્મી કેમ ન કહો ? શા માટે કરીએ છીએ એ ન પૂછો; એ ચાલે ? શાસ્ત્ર કહે છે કે હેતની શુદ્ધિ વિના ધર્મની શુદ્ધિ નથી. માટે તો હેતુની શુદ્ધિ ન હોય તો વસ્તુત: તે ધર્મી નથી. જો ધર્મક્રિયા કરવી હોય તો એ ધર્મક્રિયાના શાસ્ત્ર બતાવેલ વાસ્તવિક હેતુને માન્યા વિના ચાલે નહિ. | ઉન્નતિ સાધવાના પ્રયત્નોની વાતો કરે અને એમને પૂછીએ કે ઉન્નતિ થાય શાથી ? તો કહે કે “એ જોવાનું કામ અમારું નથી' આ ચાલે ? આજે ચોમેરથી બેકારી, ગરીબાઈ, રોગ, દુ:ખ વધ્યાની બૂમો સંભળાય છે. એ કબૂલ, એનો નાશ કરવો જોઈએ એ પણ કબૂલ પણ આ શાસ્ત્ર એમને પૂછે છે કે એ બધું શાથી છે ? દુનિયામાં બે ચીજ છે. શ્રીમંતાઈ અને દરિદ્રતા, સુખ અને દુઃખ, રોગ અને નીરોગીપણું આ બેયમાં હેતુ વિના જ બધું બને છે ? વગર માટીએ ઘડા બને ? હેતુ વિના દુઃખ દૂર થઈ જાય અને સુખ મળી જાય ? જો માત્ર મહેનતથી એમ થતું હોય તો દુનિયામાં મહેનત મજૂરી કરનારની સંખ્યા ઓછી છે ? પણ એ મહેનત સાચી દિશાની જોઈએ. ઊલટી દિશાની મહેનતથી તો કામ થવાને બદલે કામ આછું ઠેલાય. ઉન્નતિ કરવાની જરૂર છે પણ જે
Page #222
--------------------------------------------------------------------------
________________
– ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક? - 55 - ૨૦૧ કાર્યવાહી કરી રહ્યા છો તેનાથી ઉન્નતિ થશે કે અવનતિ થશે, એ વિચારવાની જરૂર નથી ? ધર્મની ઉપેક્ષા, વિધિનો અનાદર :
આજે મોટી વિટંબણા તો એ છે કે નિયમિત વ્યાખ્યાને આવનારા, પૂજાપ્રતિક્રમણ-પૌષધાદિ કરનારા, ધર્મ ગણાતા પણ શાસનને સમજ્યા નથી તો વિરોધીઓની વાત ક્યાં કરવી ? આમને જ બે-પાંચ વાત પૂછીએ તો માથાં ખંજવાળે, એક વાતનો સીધો ઉત્તર ન આપી શકે. માન્યતા જ એ કે રૂઢિ મુજબ પૂજા કરી લેવી, વ્યાખ્યાન સાંભળી લેવું, વ્યાખ્યાનમાં સામાયિક કરી લેવી, નવકારવાળી ફેરવવી પર્વતિથિએ પૌષધ કરવો, પડિક્કમણું કરવું; પણ આ બધું એ કરે છે શા માટે, એનો કોઈ સરખો જવાબ મળે ? પૌષધ બધા કરે પણ કોઈએ વિધિ પૂછી ? મારી ક્રિયામાં ક્યાંય ખામી છે કે કેમ, એ પૂછ્યું? પૂજામાં, ચૈત્યવંદનમાં વિધિઅવિધિની વાત પૂછી ? ચૈત્યવંદન કઈ મુદ્રાએ થાય, એ પૂછુયું ? પચાસ વરસથી ધર્મ કરનારની પણ આ દશા ! એટલે કે ધર્મક્રિયાના સ્વરૂપને જાણતા નથી તો બહારનાની વાત જ શી કરવી ? આ બધી ચીજનો અભ્યાસ કરવાની તમને જરૂર કેમ ન લાગી ? વર્ષોથી ક્રિયા ચાલુ છતાં દુનિયાની આસક્તિ ઘટી ? વય વધી, ધર્મક્રિયાના દિવસો વધ્યા પણ મળ્યું શું એ પૂછુયું? * દરેક પેઢી બાર મહિને હિસાબ કરે પછી વેપાર આગળ ચાલે. અહીં બધો વગર હિસાબનો વેપાર નહિ તો, એક ધર્મ એક લાખ અધર્મીની સામે બસ છે. કેમકે એની ભાષા, વાતચીત, વર્તન જ સામાને ચકિત કરી નાખે; પણ ધર્મનું સ્વરૂપ જ ન સમજે ત્યાં શું ? લાંબું તત્ત્વજ્ઞાન ન હોય એ બને પણ જે ક્રિયા કરો તેના હેતુ પણ ન જાણો ? તેની વિધિની કાળજી ન હોય ? ભૂલો કરતો હોય તે કરે જ જાય ? આટલા દિવસથી સમજાવાય છે, છતાં હજી પ્રતિમાજીને જે રીતે ઉપાડતા હોય તે રીતે ઉપાડે જ જાય, એ ઓછા દુ:ખની વાત છે ? એક હાથમાં બબ્બે પ્રતિમાજી પકડે, લેતાં મૂકતાં ખખડાટ થાય એ રીતે લે-મૂકે, એ બધું કેમ સુધરતું નથી ? આ ફક્ત ક્રિયાની જડતા જ છે એવું નથી, ભારે અનાદર પણ છે, બહુમાનનો અભાવ છે; શ્રી જિનેશ્વરદેવની જિનેશ્વરદેવ તરીકેની પ્રતીતિનો અભાવ છે.
સભા: “સૂચક બોર્ડ ન મુકાય ? ટ્રસ્ટીઓ એટલું ન કરે ?”
જરૂર મુકાય. તમે પણ મૂકી શકો છો. એટલું કામ તમે કરો ! જેને જે હિતકર કામ સૂઝે તેનો તે આરંભ કરે. બોર્ડ મૂકવા જાઓ અને ટ્રસ્ટી ના પાડે
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૨ - - સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
2 ત્યારે વાત છે ને ? આજે તો નિર્ણાયક જમાનો આવ્યો છે. ધર્મભાવના લુખ્ખી થતી જાય છે. પૌદ્ગલિક ભાવનો પારો વધતો જાય છે. પારકાની આશાએ બેસી રહેવા જેવું નથી. આ શાસનમાં રાજા અને રંક બેય સમાનઃ
શ્રીમંત જ ધર્મ કરે અને ગરીબ ન કરી શકે એમ ન માનો ! ધર્મ પૈસાવાળા પણ કરી શકે અને પૈસા વગરના પણ કરી શકે. પૈસાવાળા રહી જાય અને સામાન્ય માણસ વધી જાય, એમ પણ બને. જૈનશાસનમાં રાજા અને રંક બેય સમાન છે. રાજાઓ મુક્તિએ ગયા છે અને રંક પણ મુક્તિએ ગયા છે. બેય નરકે પણ ગયા છે. રાજા હોય કે રંક, જેણે ધર્મ આરાધ્યો તે મુક્તિએ ગયા. ત્યાં મુકુટ કે પાઘડીની શરમ નથી. આ શાસનમાં તો સર્વવિરતિ, દેશુવિરતિ, સમ્યગ્દષ્ટિ, માર્ગાનુસારી, એવા બધા ઇલકાબ છે. શ્રીમાન કે રાજા-એવા ઇલકાબ નથી. ઠીક છે, સમ્યગ્દષ્ટિ અને શ્રીમાન હોય તો બહુ સારું, શ્રાવક અને શક્તિસંપન્ન હોય તો ઘણું મજેનું, ધર્મી પાસે અબજો હોય તો ઉત્તમ, કૃપણ પાસે પરાદ્ધ હોય તોય નકામા-ધર્મી તો લક્ષ્મીને અસાર માને છે. વસ્તુપાલ-તેજપાલ પાસે લક્ષ્મી ઘણી થઈ, શું કરવું એ વિચારવા લાગ્યા. તીર્થયાત્રાએ જવાનું નક્કી કર્યું પણ સાથે ધન કેટલું લેવું ? અનુપમાદેવીની સલાહ માગી-દેવીએ કહ્યું પાછા આવીએ ત્યારે ખાવા જોઈએ એટલું રાખી બાકીનું બધું લઈ લો. ખાવા જેટલું ધન ભૂમિમાં દાટવા ગયા ત્યાં ભૂમિમાંથી બીજું નીકળ્યું. ફરી અનુપમાદેવીને પૂછ્યું કે-હવે શું કરવું ? તો કહે-તમે ભાગ્યવાન છો. આ સૂચવે છે કે લક્ષ્મી તમને છોડવાની નથી. માટે હવે તો બધુંય લઈ લો હતું તે અને નીકળેલું પણ, બધું લઈ તીર્થયાત્રાએ ચાલો અને વાપરો ! શ્રીમંત અને દરિદ્ર બેય ફરજ ભૂલ્યા :
સભા : “આવા ભાવ શી રીતે આવે ?
મંત્ર જોઈએ છે ? લક્ષ્મીની અસારતાનું ભાન આવે તો એવા ભાવ આવે. આજે તો શ્રીમંત અને દરિદ્રી બેયની બૂરી દશા છે. દરિદ્રી લાલચુ બન્યા છે તો શ્રીમંત કૃપણ બન્યા છે. એકને હાડકાં ચલાવવાં નથી અને બીજાને મૂઠી ઉઘાડવી નથી. પેલા પાંગળાને એકેય કદમ ચાલવું નથી તો શ્રીમંત લે-લે કરે પણ હાથમાંથી છૂટે નહિ. એવી દશા છે. બેમાંથી એકેય પ્રશંસાપાત્ર નથી. આવી કફોડી હાલતના કારણે ટટ્ટ વચ્ચે અટક્યું છે. દિવસે દિવસે સંયોગો વિષમ થતા જાય છે. શ્રીમાનને આજે તિજોરીમાં પડેલા લાખને સંભાળવાની ચિંતા વધારે રહે છે. એ માની જ બેઠા છે કે તિજોરીમાં પડેલા પૂછ્યા વિના જશે જ નહિ.
Page #224
--------------------------------------------------------------------------
________________
T૩ - ૧૫ : સંઘ. સાધુનો રક્ષક હોય કે નિંદક? - 55 – ૨૦૩ પણ એ હીણભાગીને ખબર નથી કે સૂતો હોઈશ ને ચાલ્યું જશે, ત્યારે મદદ કરવા કોઈ નહિ આવે. જનારી ચીજને હાથે કાઢવામાં ડહાપણ નથી ?
ભર્તુહરિ કહે છે કે-સામગ્રી જવાની છે એ નક્કી છે તો એને યોગ્ય માર્ગે કેમ ન વાપરવી ? વસ્તુ પાત્રમાં આપીએ તો હૈયે આનંદ થાય અને ધર્મની પ્રભાવના થાય. એ જ ચીજ લુટાય તો હૈયામાં શોક થાય અને દુનિયા બેવકૂફ કહે. પછી પસ્તાવો કર્યો શું વળે ? ઘણાં મા-બાપ એવાં જોયા છે કે પોતાના સંતાનને ધર્મમાં અંતરાય કરે અને એ બાળક આઠ દિવસે મરી જાય ત્યારે પોક મૂકે અને બોલે કે મેં ધર્મ કરવા ન દીધો. પણ પછી રોયે શું વળે ? સભા: ‘અમને એ સમજાવો કે લક્ષ્મી વાપરવાથી વધે છે અને રાખવાથી
રાખોડી થાય છે.” આ શાસનમાં આ સમજવું હજી તમારે બાકી છે ? સુપાત્રે દેવાથી લક્ષ્મી ઘટે છે એવો તમને સંદેહ છે ? જો એમ હોય તો કહેવું જ જોઈએ કે તમે વ્યાખ્યાન સાંભળ્યા જ નથી અને સાધુને ઠગવાની તમારી ટેવ ગઈ નથી. લક્ષ્મી તો શું, શરીર સુધ્ધાંને આ શાસનમાં નાશવંત કહ્યું છે એ તમે નથી જાણતા ? ધર્મીની પાછળ લક્ષ્મી દાસીની જેમ ઘૂમે છે એ તો નાનું બાળક પણ જાણે છે. જેની દાનપ્રકૃતિ નથી તેની માંહોમાંહે શી ખ્યાતિ છે ? ખૂબી એ કે એવા ચાર ભેગા થાય ત્યારે પહેલો બીજાની અને બીજો ત્રીજાની કૃપણતાની નિંદા કરે પણ એ ગમારો પોતાની તો વાત કરે જ નહિ. જે માણસોએ જે સ્વરૂપમાં વર્તવું જોઈએ તે માણસો એ સ્વરૂપમાં નથી વર્તતા તેની આ બધી મુસીબત છે. શાસન જેઓ પામ્યા તે સમજ્યા નહિ માટે વિરોધીઓને વિરોધનાં સાધન મળી ગયાં છે. જો કે એ બોલે એની કિંમત નથી, કારણ કે હૃદયમાં ધર્મભાવનાનો અભાવ છે તેને લઈને એ બોલે છે. એટલે તેના બોલેલાને ટાળવું શક્ય છે પણ એ માટે ધર્મીએ ધર્મનું સ્વરૂપ જાણવાની જરૂર છે.
ધર્મી દરેક વસ્તુના સ્વરૂપને બરાબર વિચારે. ધર્મી શ્રીમાન લક્ષ્મીને જોઈને રોજ વિચારે કે-“આ લક્ષ્મી વસ્તુત: મારી નથી. સાંભળ્યું છે કે રાત્રે સૂતેલા ઘણા શ્રીમંતો સવારે ભિખારી બન્યા છે. પુણ્ય જીવતું છે ત્યાં સુધી લક્ષ્મી નહિ ખસે પણ પુણ્ય પરવારે ત્યારે પૂછવા નહિ રોકાય માટે એનો સદુપયોગ કરી લેવામાં ડહાપણ છે. અમારી પાસે એવું કહેનારા આવ્યા છે કે“સાહેબ ! કેવી રીતે લક્ષ્મી ગઈ એ ખબર જ ન પડી. ચોમેરથી સમાચાર આવ્યા કે ચાર ક્રોડ ગયા અને ઉપરથી પચાસ લાખનું દેવું થયું, હવે જિવાય શી રીતે ? સાંજે પાંચ લાખની આવક ગણનારાને સવારમાં એ પાંચ લાખ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જતાં ઉપ૨થી પાંચ લાખની ખોટ આવી. આજના બજારોની વધઘટ કેવી છે ? રાજા રંક અને રંક રાજા બને. આજે વેપાર નથી પણ સટ્ટો છે. આવા સમયમાં લક્ષ્મીને પંપાળ્યા કરો એમાં કઈ બુદ્ધિમત્તા છે ? વાપરવાનાં ક્ષેત્ર નથી ? સાતે ક્ષેત્રો મોજૂદ છે ને ? જો લક્ષ્મી તજાય તો અનુપમ; ન તજાય તો શાસ્ત્ર સામાન્ય રીતે વિધિ બતાવી છે કે પોતાની મિલકતનો અડધો ભાગ કે ત્રીજો ભાગ ધર્મમાં વાપરવા ખાતે રાખી બાકીની મૂડીના ત્રણ ભાગ કરી એક ભાગ જમીનમાં, એક ભાગ વેપાર ખાતે અને એક ભાગ આજીવિકા માટે ! આ રીતે વ્યવસ્થા કરનાર કદી દુઃખી થાય ?
સભા ‘મુંબઈના ખર્ચા આ રીતે નભે ?’
774
મુંબઈના ખર્ચા તો નભે પણ તમારી લાલસા ન નભે. મુંબઈમાં જો સાધુની સાધુતા જળવાય તો શ્રાવકનું શ્રાવકપણું કેમ ન જળવાય ? આ મુંબઈમાં એવા પણ પડ્યા છે જે છતી શક્તિએ કાયમ આયંબિલ તપ કરે છે. ભાવના હોય તો ધર્મ જળવાય. અહીં ધર્મને આરાધવાની સામગ્રી ઓછી નથી. એમ કહો કે તૃષ્ણા ૫૨ અંકુશ મૂકવાની ટેવ પાડી નથી. તૃષ્ણા થાય એટલે એને પૂરી કરવાના વિચાર કરો છો પણ પરિણામ નથી જોતા. પરિણામ જુઓ તો એ તૃષ્ણાને શમાવવાનું મન થાય. બેકારી શાથી આવી ? પૂર્વનો પાપોદય તો છે જ, એમાં વર્તમાનની પાપકરણી ભળી. શાસ્ત્ર કહે છે કે અયોગ્ય વિચારને આધીન ન થવાય તો પૂર્વનું પાપ, પુણ્યરૂપ થઈ જાય; જ્યારે આધીન થવાય તો પૂર્વનું પુણ્ય પણ પાપમાં પલટાઈ છે.
પુણ્ય-પાપ પણ નિમિત્ત પામીને ફળે છે. અયોગ્ય નિમિત્તથી બચવા માટે સાવધ રહો ! ચૌદ નિયમ શા માટે છે ? વ્રતમાં પોલ વધારે રાખી છે માટે ને ? ચૌદ નિયમ ધાર્યા પછી પણ ભાણે આવેલી વસ્તુમાંથી હજી કેમ ઓછી થાય અને છોડાય એમ વિચારવાનું કહ્યું, એમાંયે સારી ચીજ, જેની લાલસા વધારે, તે ખાસ છોડી દેવા કહ્યું. આવી રીતે વર્તવામાં શરૂમાં કઠિનતા લાગે, તકલીફ જણાય, મૂંઝવણ ઊભી થાય, આડાંઅવળાં વિઘ્નો પણ આવે, આજુબાજુવાળા હા-ના કરે પણ જો એક દિવસ એ ટેક જળવાય તો બીજે દિવસે કોઈ વિતાવે નહિ. અને બધા એમ જ કહે કે-ભાઈ ! હવે એને છોડવો નહિ, નહિ તો ક્યાંક ઘ૨ મૂકીને ભાગશે. એવા એક ધર્મની.છાયા આખા કુટુંબ ઉપર પડે આખા કુટુંબના સંસ્કાર શુદ્ધ બને. ઘ૨માં એક વ્યક્તિ અયોગ્ય માર્ગે જાય તો બીજાઓ ઉપર એવી છાયા પડે અને એક ધર્મી થાય તો ધારે તો બધાને ધર્મ તરફ ખેંચે.
Page #226
--------------------------------------------------------------------------
________________
775
૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55
――――――――――――――――――
૨૦૫
સમ્યક્ત્વને રૂઢ બનાવવા શું કરવાનું ?
આ સ્થિતિ કેળવ્યા વિના સંઘ મેરૂ બને ? એની સમ્યક્ત્વરૂપ પીઠ મજબૂત થાય ? સાંભળ્યું એટલું નહિ તો અંશે તો અમલ કરો.
સભા ‘કદી અમલ કરે તોય આપ રહો ત્યાં સુધી.’
ત્યાં સુધી કરો તોયે અમને ખાતરી છે કે અમલમાં એટલી તાકાત છે કે પછી પણ છોડવાનું મન નહીં થાય. પણ શરૂઆત કરો તો ને ? દૃઢ સમ્યક્ત્વને રૂઢ બનાવવાની આ વાત ચાલે છે. રૂઢતા માટે કેવાં પરિણામ જાઈએ, એ સમજાવવું છે. એ પરિણામ એવાં છે કે જે સાંભળી શરૂમાં તો તમને ત્રાસ થાય. જેને તમે સુખ માનો તેને દુ:ખ માનવાની અને જેને તમે લેવા દોડો છો તેને મૂકવાની એમાં વાત છે. તમારી પાસે એક વાત મૂકતાં પહેલાં બે-ચાર દિવસ તો હું એની પીઠિકા કરું છું. જો એમને એમ કહી દઉં તો અસર શી થાય ? ‘જી-જી’ કરો અને જે કરતા હો તે કરતા રહો એવું થાય. એ ‘જી-હા’માં કાંઈ જામે નહિ. માટે જી-હા કહેવરાવતાં પહેલાં આટલી લાંબી લાંબી વાતો કરું છું, નહિ તો બે ગાથા કહેતાં વાર કેટલી ? ઘણાઓ મોટાં મોટાં આગમો સાંભળ્યાની વાતો કરે છે. અમુકે ઋદ્ધિ-સિદ્ધિ તજી, ચક્રવર્તીઓએ છ ખંડ તજ્યા, રાજાઓએ રાજ્ય છોડ્યાં, શેઠિયાઓએ શેઠાઈ છોડી, એ બધા મહાપુણ્યવાન એવી વાતો કરે પણ તેમની પોતાની વાત પૂછીએ તો કહે કે-‘આપણે તો ભાઈ ! પગે લાગીએ એ બધાને ! આપણાથી તો કાંઈ છોડાય નહિ.'
ધર્મશાસ્ત્રકારોએ ધર્મીની કથા શા માટે કહી ? નવરા હતા માટે ? એકે એક રાજાની ઋદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ, સત્તાનું વિસ્તા૨થી વર્ણન કર્યું તે શા માટે ? એ સમજાવવા કે આવી સ્થિતિવાળાઓએ પણ પ્રભુશાસન પામીને એ બધું તજ્યું. શ્રી જિનેશ્વરદેવના શાસનનો મહિમા જ તજવામાં છે. આજે તો ઋદ્ધિસિદ્ધિ મળ્યાની વાત યાદ રાખે અને તજ્યું એ વાત ભૂલી જાય. વિચારો પણ કેવા કરે ?‘એમને ત્યાં ચોરાશી લાખ હાથી, અને આપણું પુણ્ય કેવું ? એકનુંયે ઠેકાણું નહિ ! એમને છ ખંડનું રાજ્ય, આપણું તો ઘ૨માંયે કોઈ માને નહિ ! આવા આવા વિચારો કર્યા કરે ત્યાં થાય શું ?
શું ધર્મ કરવા માટે જ સમય નથી ?
પૂજા સામાયિકાદિમાં ટાઇમ નથી એમ કહે, લાખ મેળવવાનો મંત્ર આપું તો એનો જાપ કરવાનો ટાઇમ મળી જાય. એ મંત્ર લેવા બધા ઊભા થાય એટલે સામાયિક માટે ટાઇમનું બહાનું ખોટું છે. મૂળમાં ધર્મની જરૂ૨ જ નથી લાગી. ધર્મની જરૂ૨ વિનાના અહીં આવે એમાં લાભ પણ શો થાય ? ‘ધર્મની જરૂર
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – છે' એવું જેને જચતું નથી. એવાઓનો મોટો શુંભ મેળો જોઈ હરખાવું એના જેવી બેવકૂફી એકે નથી. અહીં પણ ધર્મ ન જોઈએ તો જોઈએ શું ? | તમને પૈસાની વાતમાં ટાઇમ મળે, ધર્મ માટે ન મળે. આડતિયો ચાર દિવસ રહે તો એની સેવામાં બધો ટાઇમ મળે. ઊંચે પાટલે બેસાડી ઊંચાં માલપાણી જમાડો. તાર આવે તો સ્ટેશને લેવા દોડો. દેખાય એટલે વળગી પડો, જાણે ભારોભાર પ્રેમ ઊભરાયો ! અને અહીં ભગવાનની ભક્તિ ભગવાન ઉપર જાણે ઉપકાર કરતા હો એ રીતે કરો તો પછી ધર્મનો ખપ છે, એમ કેવી રીતે કહેવાય ? ઘણા તો એવા છે કે દોડાદોડ કરતા મંદિરે આવે, ફાવે તેમ સ્તુતિ બોલી જાય, ફાવે તેમ પૂજા કરી લે, ત્રણ લોકના નાથ અહીં બેઠા છે, એનો ખ્યાલ પણ એને ન હોય ચાર જણા ચૈત્યવંદન કરતા હોય પણ આ નામદાર એવા ઘાંટા પાડે કે બધાનું ડહોળાઈ જાય. ચાલે પણ એવી રીતે કે બેઠેલા માણસો કે પડેલી ધર્મસામગ્રીને ઠોકર મારતો જાય. ઘંટ એવો ઠોકે કે સાંભળનારને ત્રાસ થાય. આ રીતે ઘંટ ઠોકવાની વિધિ છે ? પ્રભુદર્શનનો આનંદ વ્યક્ત કરવા ઘંટનાદ કરવાનો છે, તે એવી રીતે કરે કે ગાનારના સૂરમાં સૂર ભળી જાય. આ તો આંખો મીંચીને ઠોકવા જ માંડે. આમાં વિવેક ક્યાં રહ્યો ?
ધર્મ માટે ટાઇમ નથી એમ કહેનારા ખોટા છે. સામાયિક, પ્રતિક્રમણ અને પૂજા માટે ધારે તો સમય ન મેળવી શકે એવો શ્રાવક મને કોઈ દેખાતો નથી. આજે મોટા ભાગે આઠ કલાક ઊંઘનારા ઘણા છે, આઠ કલાક ઊંઘવું એ એદીનું લક્ષણ છે ! વૈદક શાસ્ત્ર છ કલાકથી વધારે ઊંઘવાની ના પાડે છે. આ તો આઠ કલાક ઊંધ્યા પછી પાછો નવરો પડે તો દહાડે પણ ઊંઘે પણ સામાયિક ન કરે, ધર્મનાં પુસ્તક ન વાંચે, તત્ત્વગોષ્ઠિ ન કરે. નવરો પડે ત્યારે ગપ્પાં મારે, કોઈની નિંદા કરે અને થાકે ત્યારે ઊંઘે અને પછી ટાઇમનાં ખોટાં બહાનાં કાઢે. તમારું ટાઇમ ટેબલ આપો તો બધાં કામ તમને ગોઠવી આપું. પણ ધર્મનો ખપ હોય તો બધું થાય. આજ્ઞાના વિરાધક ન બનો !
ઘણા આવીને મને કહે છે કે-આજે મંદી એવી આવી છે કે દુકાને બેસી માખો ઉડાવવી પડે છે, હું પૂછું છું કે-આ હાલત શાથી ?
સભા: “પરભવનો અશુભોદય.”
અને સાથે વર્તમાનની કરણી, એમ પણ બોલો ! પામપ્રવૃત્તિથી પાછા નહિ હઠો, અયોગ્ય વિચાર પર અંકુશ નહિ મૂકો, પ્રભુઆજ્ઞાથી વિરુદ્ધ ન જવાય એની કાળજી નહિ રાખો અને જેમ ચાલે છે, તેમ દુનિયાના પ્રવાહમાં ઘસડાયે
Page #228
--------------------------------------------------------------------------
________________
– ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55 – ૨૦૭ જશો તો હજી વધારે ભીખ માગવાનો સમય આવશે. એ વખતે કોઈ બાપ પણ સહાય નહિ કરે. ભગવાનની આજ્ઞાના વિરાધકને સહાયક પણ મળતા નથી. વાસુદેવ વગેરેએ પાપ કર્યા ખરાં પણ એ પ્રભઆજ્ઞાના વિરોધી ન હતા. જિંદગી સુધી પ્રભુ આજ્ઞાને મસ્તકે રાખી હતી. એ નરકે ગયા તો એમના સ્નેહીઓ ત્યાં પણ એમને સહાય કરવા ગયા. ન કરી શક્યા એ જુદી વાત છે. એ જીવોને નરકમાં પણ શાંતિ છે કેમ કે એમનું સમ્યક્ત્વ જીવતું જાગતું છે. સમ્યગ્દર્શન નહિ પામેલા પામરો આજ્ઞા વિરાધી દુર્ગતિમાં જવાના અને ત્યાં એમને કોઈ સહાયક પણ નહિ મળવાના.
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અમલ શક્તિ ન હોય તો ન કરો; એટલે ન કરો એમ કહેતો નથી, કરો જ, પણ કદી શક્તિના અભાવે ન કરો પણ વિરુદ્ધ અમલ તો ન જ કરો ! જો વિરુદ્ધ અમલ થયો તો માનજો કે જિંદગીના અધ:પાતનું પગરણ શરૂ થયું. ગમે ત્યારે કોઈ સમજાવે કે-“આવું પ્રભુઆજ્ઞા વિરુદ્ધ ન બોલાય” તો તરત જ “ભૂલ્યો” કહી માફી માગજો; પણ તે વખતે “એમ પણ થાય, એમાં શો વાંધો” એવી ખોટી દલીલો કે ખોટો બચાવ ન કરતા. પિતાની ભક્તિ થાય એ ઉત્તમ, ન થાય તો ન કરતા પણ એમની સામે તો ન જ બોલાય, એમના અવર્ણવાદ તો ન જ ગવાય. મા-બાપ સાથે ન ફાવ્યું તો કદાપિ સ્ત્રીને લઈને અલગ થવું પડે તો થાઓ ત્યાં સુધી તો સમજ્યા પણ મા-બાપને કનડગત તો ન કરો ને ? એવું કરનારા તો કુદક્ક દીકરા છે. સ્વાર્થ સર્યા પછી જે દીકરા મા-બાપને પણ તરછોડી દે, એ જૈનશાસનનો શો ઉદ્ધાર કરે ? તમારાથી ભક્તિ ન થાય તો “કમ ભાગી છીએ” એમ જાહેરાત કરો પણ “એમાં શું પડ્યું છે ?' એવું ઘસાતું ન બોલો. તમારે પૂજા ન કરવી હોય, તમને સાધુ તથા જિનાગમ ન ગમતાં હોય તો મૂંગા રહો, પણ “એ આગમો બરાબર નથી” એવા બખાળા ન કાઢો ! જો કાઢો તો ચોગાનમાં ઊભા રહી એ રીતે પુરવાર કરો, એના હેતુઓ આપો, એક એક વાત યુક્તિથી સાબિત કરો ! એમ ન કરી શકો તો “અમારી વાત ખોટી હતી' એમ જાહેર કરો. તમારે આગમને ન માનવું હોય તો ન માનો પણ તે માટે તેના ઉપર ખોટાં કલંક ન આપો !જે સાધુ તમારા કુમતને ન વળગે તેને ન માનવા હોય તો ન માનો પણ એટલા માટે તેમના અંગે ખોટી વાતો બહાર ન ફેલાવો ! અમારે નિમકહરામ નથી બનવું
એક વાતથી તમને ચેતવી દઉં. અહીંના કેટલાક સાંભળનાર અહીં નથી બોલાતી એવી વાતો બહાર ફેલાવે છે. ગઈ કાલે કૉન્ફરન્સ અંગે આપણે શી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વાત કરી હતી ? ત્યાં જઈને આગમની વફાદારી પ્રગટ કરવી અને તેનો સ્વીકાર કરાવવાનો. એ લોકો ન માને તો “તમે-અમે” એક નથી, એમ જાહેર કરવું. આ આપણી વાત હતી. વાત કરનારાએ બહાર વાત ફેલાવી કે મહારાજે કહ્યું કે-“માથાં ફૂટે એની પરવા નહિ પણ જાઓ, ટિકિટના રૂપિયા મળી રહેશે.
ત્યાં લગન છે પછી અચકાઓ છો શા માટે ?” ઠંડા કલેજાની, શાંતિપૂર્વક ફરજ સમજાવવાની આપણી વાતને આવી વિકૃત રીતે જાહેર કરે ત્યાં થાય શું?
હું એક પણ વાત છોડું નહિ. આડીઅવળી બધી વાતો રોજ ચર્ચ પણ તે કેવા સ્વરૂપમાં અને કેટલી મર્યાદામાં રજૂ કરવી એ મારી મુખત્યારી છે. આગમ સામેનાં વિદ્ગો ટાળવાનો મારો પ્રયત્ન હોય જ. હું જેનો મુનીમ એ માલિકનું કામ કરવાનું જ. જેના સિદ્ધાંત ફેલાવવા માગું એની વચ્ચે આવતી આડખીલીઓને ખોદીને ઉખેડવાનો પ્રયત્ન કરું જ. હજારોનો વિરોધ વહોરીને, લાખ ગાળસહીને પણ એ ફરજ બજાવું જ. કહેનારા મને કહે છે કે-મહારાજ!બહુ ઠીક નથી, કદી મુશ્કેલીમાં આવી પડશો.” તેમને પણ મારે કહેવું છે કે-એ માટે તો જમ્યા છીએ. જેની પાછળ મન-વચન-કાયા સમર્ણા ત્યાં એ ભય હોય ? જેની આજ્ઞામાં કલ્યાણ માન્યું, જેના સિદ્ધાંતની સેવામાં, પ્રચારમાં આત્મકલ્યાણ માન્યું ત્યાં કોઈ જાતનો ભય રાખવાનો હોય ? સર્વ પાપથી આત્માને વોસિરાવ્યો, શુદ્ધ બનેલા આત્માને જ્યાં સર્વથા સમર્યો ત્યાં ભય હોય ? જ્યાં આત્મા સમર્પો, જ્યાં મન-વચન-કાયાના યોગો સમર્યા એની સેવામાં વિઘ્ન વખતે પાછો હઠે એનિમકહરામ છે. આ વીસમી સદીમાં એવી નિમકહરામી કરવી અમને પાલવતી નથી. આજે નિમકહરામી કરનારાનો તોટો નથી. એમાં હવે અમારે વધારો કરવો નથી.
ભગવાન શ્રી મહાવીરદેવના નામે ફરવું, એમના નામે માનપાન લેવાં, એમના જ નામે ભક્તિ અને ખ્યાતિ પામવી અને એમના જ આગમો પર પગ મૂકવો એવી હીનતા તો દુર્ગતિગામી અને બહુસંસારી આત્મા સિવાય બીજાને સૂઝે નહિ. - સાધુ ભગવાન શ્રી મહાવીરદેવના, વેષ ભગવાન્ શ્રી મહાવીરદેવનો અને વર્તન મતિકલ્પના મુજબનું, એ કેમ ચાલે ?
મુનિમ શેઠનો, પણ ગાદી પર બેસી પોતાની મરજી મુજબ વર્તે, એ ક્યાં સુધી નભે ?
મોટો અમલદાર પણ કાનૂનની રૂએ જ વર્તે. પોતાના ઘરનું કામ સરકારી નોકરને બતાવી ન શકે. કદી બતાવે તો ચાલ્યું ત્યાં સુધી ઠીક પણ પેલો ફરિયાદ કરે તો અમલદાર દંડાય. બધા સરખા ભેગા થયા હોય ને છટકી જાય એ વાત જુદી.
Page #230
--------------------------------------------------------------------------
________________
–– ૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55 – ૨૦૯ એટલે અમે કોના ? ભગવાન શ્રી મહાવીરદેવના ને ? તમને શંકા પડે તો પૂછજો ! વારંવાર પૂછજો ! પૂછીને અમને જાગતા રાખો ! “અમે તમારા' એમ કદી અમારાથી ન કહેવાય. અમે તમારા ખરા, પણ શું ? ગુરુ. તમારા ચેલા નહિ. ચેલા કોના ? ચેલા તો અમારા ગુરુના, આગમના અને ભગવાનના. એ કહે તેમ અમારે કરવાનું, તમે કહો તેમ નહિ-એ સમજી રાખો ! ઊલટું અમે કહીએ તેમ કરવાની તમારી ફરજ. તમને તમારી ફરજ બજાવવા અમારી ગુરુતાની પરીક્ષા કરવાની છૂટ છે.
સભા: ‘ત્યાં પાછો દષ્ટિરાગ આડે આવે ને ?”
શાસ્ત્ર કહે છે કે દૃષ્ટિરાગી તો મરવા જ જન્મ્યા છે. કેવળ નામથી સત્યમાર્ગના રાગી જીવી ન શકે. કોઈ કહે કે કન્યાદાનમાં પુણ્ય છે એવું અમુક ગ્રંથમાં લખ્યું છે, તો કહેવું પડે કે એ લખનાર કોઈ અજ્ઞાન હશે ! એ કહે કે “બહુ મોટું નામ છે.' તો કહું કે “એ બનાવટી !” એ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીનું નામ આપે તો કહી દઉં કે-એ એવું લખે જ નહિ. “કેમ ?” તો કહું કે પાક્કી ખાતરી છે માટે. વેપારીમાં પણ અમુકની ખાતરી કે એની રૂખ ખોટી ભાગ્યે જ પડે.
જૈન સાધુની ખ્યાતિ શી ? એ બોલે શું ? એ ઉપદેશ શાનો આપે ? આ બધાનો જવાબ આપતાં તમે મૂંઝાઓ તો તમે જૈન નથી. કહો કે ખાતરી જ છે કે-જૈન સાધુ સંસારને અસાર જ કહે, ખોટો જ કહે.
સભાઃ ખોયે કહે કે ખોટો છે જ.
સંસાર સારો છે જ નહિ માટે સારો કહે જ નહિ, ખોટો જ છે માટે ખોટો જ કહે. શ્રી જિનેશ્વરદેવોએ જે છે તે જ કેહ્યું છે, નથી કે નથી કહ્યું. અનાદિને અનાદિ કહ્યું, અનંતને અનંત કહ્યું, યોગ્યને યોગ્ય કહ્યું અને અયોગ્યને અયોગ્ય કહ્યું, ભવ્યોને મોક્ષ માટે યોગ્ય કહ્યા, અભવ્યોને મોક્ષ માટે અયોગ્ય કહ્યા, અભવ્યને મુક્તિ ન જ મળે એમ કહ્યું. જાતિભવ્યને તેવા કહ્યા-આજ્ઞા આરાધે તે જ મુક્તિએ જાય, વિરાધે તે ભટકે; આજ્ઞા પણ પૂરી પળાય ત્યારે જ મુક્તિએ જવાય, અધૂરી રહે તો મુક્તિ ન જ મળે; આ બધું કહ્યું. આ શાસનમાં એક પણ વાત અનિશ્ચિત છે જ નહિ. ગુરુ કે ગોર?
સમ્યક્ત પામેલા માટે અર્ધ પુદ્ગલ પરાવર્તનનો જ કાળ કહ્યો, વધારે નહિ. દેશવિરતિ તે જ કે જે સર્વવિરતિની લાલસાવાળો હોય. સમ્યગ્દષ્ટિ તે જ કે જે સંસારને ખોટો માને, કુટુંબાદિને બંધન માને, લક્ષ્મીને નાશવંત માને.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
780 લગ્નમાં મુહૂર્ત તો ગોર સાચવી આપે, ગુરુ તો દીક્ષાનાં મુહૂર્ત સાચવે. સાધુ કે શ્રાવક કેમ બનાય તે ગુરુ બતાવે પણ વેપારી કેમ બનાય ? એ બતાવે આ બધા ભેદભાવ સમજો છો ? " દરિદ્રી શ્રાવકને પણ જો કોઈ બોલાવીને અર્થની વાત કરે તો એ દરિદ્રી શ્રાવક પણ પૂછે કે “તમે મહારાજ છો ? આ પ્રશ્ન સાંભળતાં ગુરુને ગભરામણ છૂટે. એ પૂછે કે કેમ ? તો પેલો શ્રાવક કહે કે-હું બે ચાર આના કમાઉ કે ન કમાઉ તેની આપને શી ચિંતા ? કયા મહાવ્રતમાં આવું પૂછવાની આપને છૂટ મળી છે ? મારા દીકરા કેટલા ધર્મી છે, એ પૂછો; મારા ઘરમાં અભક્ષ્ય ભક્ષણ, રાત્રિભોજન વગેરેનો ત્યાગ છે કે નહિ, એ પૂછો; તે પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, પૌષધ થાય છે કે નહિ, એ પૂછું; પણ આવું પુછાય ? ;
શ્રાવકો આવું પૂછતા થાય તો જે સાધુઓ ભાષા પર કાબૂ નથી રાખી શકતા તે રાખતા થઈ જાય. આ તો એના જેવું થાય કે જાય માંદને ઘેર ખબર પૂછવા અને કરે પોતાના લેણાની ઉઘરાણી ! એક તો પેલો મરવા પડ્યો હોય, આર્તધ્યાનમાં પીડાતો હોય, ત્યાં એવી વાત થાય ? કહેવું જોઈએ કે “બેફીકર રહો ! આપ નહિ હો તો આપના છોકરા પાસે રૂપિયા નહિ માગું” આવું કહેનારા કેટલા ? આ તો પેલા મરતાને કહે કે છોકરાને કહેતા જજો, પાંચસો પહોંચાડી દે.' પેલો પથારીમાં પડેલો સમજે છે કે તેવડ તો નથી, શું કરવું ? હવે આથી આર્તધ્યાન વધે કે ઘટે ? ગૃહસ્થ પણ બોલતાં શીખવું પડશે. સાધુ પાસે કેમ જવાય, કેમ બેસાય, કેમ બોલાય, આ બધું જાણવું જોઈએ કુટુંબી, સ્નેહી, પાડોશી પાસે, માંદા માણસ-પાસે અને છેવટ મરી ગયા પછી જ્યાં દિલાસો આપવા જાઓ ત્યાં, કેમ જવાય, કેમ બોલાય એ બધું શીખો. આ તો આંખમાં આંસુ આવે નહિ એટલે ખેસ ઓઢી ઓ-ઓ કરતો રોવાના ઢોંગ કરતો જાય; પેલા ઘરવાળાને પથરણું પાથરવું પડે. એ પણ હસતા બોલતા હોય તે બધું બંધ કરી તરત રોવા માંડે, ગમે તેમ કરી રાગડા કાઢી આંખમાંથી બે-ચાર સાચાં ખોટાં આંસુ કાઢી આંખ લાલ કરે ત્યારે જ છૂટકો થાય. આંખ લાલ ન દેખાય તો આવનાર કહે કે “છે કાંઈ લાગણી ?” તોય ભોગ લાગે ! સુધારવાની પણ રીત હોય છે!
દુનિયાની વાત પૂછનાર સાધુને શ્રાવક પૂછે કે “આપ ગુરુ થઈને આ પૂછો છો ?' ગુરુ તરત સાવચેત થઈ જાય. આવા તમારા પ્રશ્નથી નવીન સાધુ પણ સંયમમાં ભૂલતા હોય તો સ્થિર થઈ જાય. આથી જ શ્રીવકને સાધુનાં મા-બાપ પણ કહ્યા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૫ : સંઘ, સાધુનો રક્ષક હોય કે નિંદક ? - 55
એક આચાર્ય જંઘાક્ષીણ થયા હતા-એ નગરમાં દુષ્કાળ પડ્યો. તમામ સાધુને વિહાર કરાવ્યો. પોતે વિહાર ન કરી શક્યા તેથી ત્યાં જ રહ્યા. બે બાળ સાધુ આચાર્યનો વિરહ ન સહી શકવાથી થોડે જઈ પાછા આવ્યા. આવીને કહ્યું કે-‘ભૂખે રહીશું પણ આપને છોડીને જઈશું નહિ.’ એમ કહીને ત્યાં જ રહ્યા.
781
―――――――――
૨૧૧
હવે આહાર વિના ચાલે કેટલા દિવસ ? તેમની પાસે આંખમાં આંજવાથી અદૃશ્ય થઈ જવાય તેવું અંજન હતું. અંજન આંજી અદૃશ્ય થઈ એ બેય બાળ સાધુ રાજમહેલમાં જાય અને રાજાના ભાણામાંથી જમીને આવતા રહે. આ વાતની ગુરુને પણ ખબર નથી. રાજા એકલો લે કેટલું ? ત્રણ જણને થાય તેટલો ખોરાક લેતાં લજ્જા આવે. ભૂખ્યો રહેવા લાગ્યો-શરીર ક્ષીણ થવા લાગ્યું.
મંત્રી પૂછે છે કે આમ કેમ ?
રાજા કહે કે ‘શું કહું ? આહાર અધ્ધર ઊપડી જતો હોય એમ લાગે છે.’ મંત્રી બુદ્ધિશાળી હતો. ભોજનના સમય પહેલાં મહેલમાં અળતો પથરાવ્યો. પેલા બે મુનિ આવ્યા એટલે પગલાં પડ્યાં તે દીઠાં-તરત ધુમાડાના ગોટા કર્યાઆંખમાં પાણી સાથે અંજન નીકળી ગયું કે મુનિ દેખાયા. મંત્રી ચોંક્યો કે આ તો ગજબ થયો ! આ તો જૈન મુનિ અને રાજા અત્યારે કોપે તો શું થાય ? વિચક્ષણ મંત્રી તરત રાજાને કહે છે કે- આપ તો મહા ભાગ્યવાન કે આવા પુણ્યવાન્ મહર્ષિઓ આપના ભાણામાં જમે છે. આવા મહાત્માઓ આંગણે ક્યાંથી ? જે સ્વયં આપને પાવન કરવા પધારે. આપના પુણ્યની અવધિ નથી.' રાજાનો કોપ ત્યાં રસોડામાં જ શમી ગયો અને વાત ક્યાંય બહાર ન ગઈ. પછી ગુરુ પાસે આવી મંત્રીએ કહ્યું કે- ‘કૃપાળુ ! આવા ચોટ્ટા શિષ્યોને રખાય ? મારી જગાએ બીજો હોત તો ફજેતી કેટલી થાત ? અને સાધુઓની હાલત શું થાત ?'
આચાર્ય મંત્રીને કહે છે કે- મંત્રીશ્વર ! એ તારા પાપે ચોર બન્યા છે. આવા ભયંકર દુષ્કાળમાં સાધુઓની ખબર લેવાની તારી ફરજ ન હતી ? કદી દુષ્કાળમાં આવીને પૂછ્યું કે શી રીતે ચાલે છે ?' મંત્રીએ તરત ભૂલ કબૂલી માફી માગી-મંત્રીના ગયા પછી આચાર્યે શિષ્યોને ધમકાવીને કહ્યું કે-‘આટલા માટે રહ્યા હતા ? જલદી વિહાર કરી જાઓ !' શિષ્યોએ પણ પગમાં પડી માફી માંગી અને વિહાર કર્યો.
શ્રાવક મંત્રીએ રાજા દ્વારા મુનિઓ ૫૨ આવનારી આપત્તિ ટાળી, આચાર્યે શ્રાવક પાસે મુનિઓને હલકા ન પડવા દીધા અને શિષ્યોને પણ ધમકાવીને યોગ્ય રસ્તે વાળ્યા-કેટલા સુધર્યા ? રાજા, મંત્રી ને મુનિઓ બધા સુધર્યા અને આચાર્યે શાસનને દીપાવ્યું.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
72 ત્રણેના હૃદયની ભાવના કઈ ? મંત્રીની એ જ ભાવના કે ભગવાનનો ધર્મ હલકો ન પડે. આચાર્યની એ ભાવના કે સાધુઓ શ્રાવક પાસે ખોટી રીતે હલકા ન પડે અને સાથે સાથે સાધુઓ ઉન્માર્ગે ન જાય તેની પણ કાળજી.
આ સમ્યગ્દષ્ટિ કહેવાય. તમે હોત તો શું થાત ? નિંદા જ ને ? આજે તો સાધુમાં દોષ ન હોય તોય નિદા કરનારા છે-સાધુને સાધુત્વમાંથી ખસેડવાના પ્રયત્ન કરવા અને મા-બાપ બનવા આવવું, એ તો નમૂનો ૨ મવિષ્યતિ |
રૂઢતા સંબંધી વિશેષ હવે પછી.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૬ : સાધર્મિક ભક્તિ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા સુદ-૧૦, શનિવાર, તા. ૮-૨-૧૯૩૦
56
• સમ્યગ્દષ્ટિ, સંસારમાં રહે પણ રમે નહિ ?
સાધર્મિકનાં દર્શનનો આનંદ : ' શ્રી સંઘ અને જ્ઞાતિના ભેદ સમજો ! બધી કાર્યવાહી તેને લગતા બંધારણને આધારે થાય :
ધર્મ શામાં, એ સમજો !. • ધર્મ અને વ્યવહારનો વિવેક કરો ! • ધર્મ માટે ધન મેળવવાની જરૂર નથી :
ઘરમાં લગ્ન હોય પણ પેટમાં રોગ હોય તો ?
સાધુને બગાડો નહિ ? • ત્રણ દિવસ પછી...
સમ્યગ્દષ્ટિ સંસારમાં રહે પણ રમે નહિ?
સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ પરત્વે મેરૂની સાથે સરખામણી કરતાં ફરમાવી ગયા કે શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠ દૃઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દઢ સમ્યક્ત રૂઢ ન કરાય તો ખસતાં વાર ન લાગે. સમ્યક્તને દઢ બનાવવા શંકાદિ પાંચ દોષોને તજવાની જરૂર છે અને પછી રૂઢ બનાવવા હંમેશાં ઉત્તમ વિચારો ચાલુ રાખવાની જરૂર છે. શ્રી સંઘમાં ક્યા પ્રકારની વિચારશ્રેણી હોય ? શ્રી સંઘમાં રહેવું બધાને ગમે કેમકે શ્રી સંઘને શાસ્ત્રકારે અલ્પસંસારી કહેલ છે. પ્રભુના સંઘમાં આવ્યો એ થોડા વખતમાં મુક્તિએ જવાનો માટે તો સરખામણીમાં એને પચીસમા તીર્થકર જેવો કહ્યો છે. જેમ ચોવીશ તીર્થકરની આજ્ઞા માન્ય તેમ શ્રી સંઘની પણ આજ્ઞા માન્ય હોય. પણ શ્રીસંઘમાં આવતાં પહેલાં, શ્રીસંઘ તરીકે આજ્ઞા મનાવતાં પહેલાં સંઘ તરીકેના ગુણો તો કેળવવા જોઈશે ને ? યોગ્યતા તો મેળવવી પડશે ને ?
આપણે જોઈ ગયા કે સમ્યક્ત દૃઢ બનાવવા શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન જોઈએ, પરમતની અભિલાષા ન કરાય, ધર્મના ફળમાં સંદેહ ન
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
784
રખાય, મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા તથા પરિચય ન કરાય : આ પાંચે દોષોનો ત્યાગ કરવો જોઈએ.
. હવે રૂઢતાની વાત ચાલે છે. દઢતા જળવાય એટલે રૂઢતા આવે. એના માટે કયા પ્રકારની વિચાર શ્રેણી-પરિણામની ધારા હોય ? સુવિહિત શિરોમણી આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફ૨માવે છે કે-આ વિચારો તો તેને જ રૂચશે, જેને સંસાર ત૨ફ અરુચિ અને મોક્ષ તરફ રુચિ જાગી હશે; કેમ કે સમ્યગ્દર્શનનો અર્થ જ એ છે. જો રુચિ સંસાર ત૨ફની જ હોય તો સમ્યગ્દર્શન પૂર્વેની અને પછીની સ્થિતિમાં ફેર શો ? સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિના વર્તાવમાં ભેદ જ નહિ ? આજે ઘણા કહે છે કે પારકાના વચન ઉપર વિશ્વાસ રાખવો એમાં ડહાપણ નથી. જ્ઞાની કહે છે કે ગમે તેના વચન ઉપર આધાર રાખવો એ વાજબી નથી પણ સર્વજ્ઞના કથનમાં તો શ્રદ્ધા જોઈએ ને ? જો કેવળ પોતાની મતિ મુજબ ચાલે એ જ માણસ કહેવાય તો તો ઘરમાં પણ એવું ચાલતું નથી. કોઈ પણ કામ કરતાં પહેલાં તેના અનુભવીની સલાહ લેવી પડે છે. જો વ્યવહારમાં આમ હોય તો ધર્મની બાબતમાં ન હોય ? એ નથી માટે પરિણામ ખરાબ આવે છે. દુનિયાની આ હવા જૈનસમાજમાં ઘૂસી તેનાથી નુકસાન ઘણું થયું છે.
સમ્યક્ત્વ સ્થિર બનાવવાના વિચારની ધારા તેને જ ગમે કે જે જ્યાં બેઠો છે ત્યાંથી છૂટવાની મહેનતમાં હોય. ગાઢ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાય ત્યારે તો સમ્યક્ત્વ થાય. આ સંસારમાં અનંતાનંત આંત્માઓમાં મનુષ્યો તો ફક્ત સંખ્યાતા જ, એ મનુષ્યભવમાં જ્યારે કોઈ જીવ સમ્યક્ત્વને લઈને આવ્યો હોય અથવા ગ્રંથિ ભેદ કરી સમ્યક્ત્વને લઈને આવ્યો હોય અથવા ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે એની વિશેષતાનું ભાન તો થવું જોઈએ ને ? વ્યવહારમાં પણ મોટા માણસની ચાલચલગત, રીતભાત બધી જુદી હોય છે ને ?
સુવિહિતશિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
सम्यग्दर्शनपूतात्मा, रमते न भवोदधौ ।
સમ્યગ્દર્શનથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રહેવું પડે તો રહે ખરો પણ તેમાં ૨મે નહિ, અર્થાત્ તેમાં મજા ન કરે.
જેને ગ્રંથિભેદ થયો, સમ્યગ્દર્શન થયું, જે આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો અને સંસારસાગરમાં રહેવું પડે તોય મજા ક્યાંથી આવે ? તત્ત્વની શ્રદ્ધા થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય, પ્રભુએ કહેલી એક એક વાત હૈયામાં જચી જાય એ આત્મા એવો ને એવો રહે ? તેનામાં કાંઈ પલટો ન દેખાય ? સંસારમાં
Page #236
--------------------------------------------------------------------------
________________
5
૨૧૫
- ૧૯ : સાધર્મિક ભક્તિ - 56 – પહેલાંની જેમ જ એ મજા કરે ? જો એવું હોય તો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-એ પામ્યો જ નથી. એ આત્મા જો સંસારમાં આનંદ કરે તો સમ્યગ્દર્શન ટકે ક્યાં ? સાધર્મિકનાં દર્શનનો આનંદ
આજે તો કહે છે કે-“આવી ધર્મઘેલી વાતોથી દુનિયામાં જિવાય કેમ ?' વળી કહે છે કે વીતરાગનો સેવક વિતરાગના સેવકને જુએ તો આનંદ પામે, સાક્ષાત્ વીતરાગનાં દર્શન થયાં એમ માને;” સાચી વાત છે; કારણ કે બન્નેના હૈયામાં વીતરાગને સ્થાન છે. વીતરાગને હૈયામાં રાખનાર સમુદાયને જોઈને ધર્મીને પ્રેમ તો થાય પણ પછી એ વીતરાગના સેવકોના સમુદાયમાં વાતો કઈ થાય ? એક શ્રાવક પચીસ શ્રાવકોના સમુદાયને ભેગો કરીને કહે કે-“આજે મારો મહાપુણ્યોદય કે તમારાં દર્શન થયાં. તમારાં દર્શનથી વીતરાગનાં દર્શન જેટલો આનંદ થયો.” આમ કહ્યા પછી “કુટુંબ કબીલો કેમ છે ? વેપારધંધા કેમ ચાલે છે ?' આવું પૂછવા માંડે ? આવું પૂછે તો જે આનંદ થયો હતો તે સાધર્મિકોના દર્શનનો કે સંસારરસિકોનાં દર્શનનો ? શાત્રે કહ્યું કે સાધર્મિકનાં દર્શન, સંયોગ, સહવાસ જેવું પુણ્ય એક પણ નથી એ વાત ખરી, સાધર્મિકો મળ્યાનો આનંદ જરૂર થાય, સાક્ષાત્ વીતરાગનાં દર્શન થયા જેવો લાભ થયો એમ જરૂર કહેવાય, પણ એ ભેગો થયેલો સાધર્મિકોનો મેળો કરે શું ? બોલે શું ?
. *આજના “મુંબઈ સમાચારમાં આ બધી વાત આવી છે. વીતરાગનાં દર્શન જેટલો સાધર્મિકોના દર્શનનાં આનંદ વર્ણવ્યો છે. વર્ણન તો બરાબર છે. સાધર્મિકનો સમુદાય પણ માન્યો, પણ હવે ત્યાં વાત કઈ થશે ? જેનાં દર્શનથી, જેના સંયોગથી શ્રી વીતરાગ મળ્યાનો આનંદ થાય ત્યાં વાતો કઈ થાય ?
એક જણ સ્વામીવાત્સલ્ય કરે, ઉત્તમ ઉત્તમ ચીજો પીરસે પણ પીરસતી વખતે મોઢાં જોવાય કે આ પાંચ લાખની આસામી, આ પચીસ લાખની આસામી આ તો સામાન્ય-મામૂલી, નકામી, આવું કરે તો બહુમાન રહે ? એ સંઘભક્તિ કે શ્રીમંતાઈની ભક્તિ ? આજના માણસો ભેગા થઈને શું બોલે છે, શું વિચારે છે, તેનો તેમને ખ્યાલ નથી. વીતરાગના સેવક તરીકે કોઈને અભિનંદન કે માનપત્ર અપાય તો વાત પણ વીતરાગના સિદ્ધાંતોને છાજતી થાય ને ?
સભાઃ “નવકારશી અને સ્વામીવાત્સલ્યમાં શું ફરક ?'
શહેરોમાં આ ભેદ પડ્યો છે, ગામડામાં નથી. થોડાને અમુકને જમાડવા તે સ્વામીવાત્સલ્ય અને તમામને જમાડવા તે નવકારશી. * તે વખતે ભરાનારી કોન્ફરન્સ અંગેની વાત હોય તેમ લાગે છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત એ છે કે સાધર્મિકો ભેગા થાય એ વાત જુદી અને માણસોનાં ટોળાં ભેગાં થાય એ વાત જુદી. વીતરાગના અનુયાયીઓ ભેગા થાય ત્યારે પરસ્પરને વિતરાગનાં દર્શન થયાનો આનંદ તો થાય પણ પછી ત્યાં વિચારો કયા થાય ? દુનિયામાં કેમ આગળ વધાય, દુનિયામાં કેમ સારા કહેવરાવાય, પૈસાટકા, કુટુંબકબીલામાં કઈ રીતે વધારો થાય, માનપાન, ખ્યાતિ, પ્રતિષ્ઠા કેમ વધે, આ બધી વિચારણાઓ થાય તો કોઈ મેળ મળે ખરો ? સાધર્મિક તરીકે જેને જમાડો તેને કામ પણ ન બતાવાય. તેને એમ ન કહેવાય કે-“જો આ જમાડ્યા છે. પાછા ભૂલી જતા નહિ.” જો એમ હોય તો તો કહેવું પડે કે-સાધર્મિકને નથી જમાડતો પણ મારા કામનો માણસ છે એટલે જમાડું છું.” સાધર્મિકને તો એમ કહેવાય કેતમે મારો નિખાર કર્યો, સુપાત્ર છો, ફરીને મારું ઘર પાવન કરજો !” બાકી ચાર રોટલી ખવડાવી બાર રોટલીનું કામ લેવું અને લહાવા સાધર્મિક ભક્તિના લેવા એ બને ? આજે આ એક મોટી ઉપાધિ છે. આથી સત્ય ઢંકાઈ જાય છે. મીઠા શબ્દ સૌને સારા લાગે, કડવી પણ સાચી વાત ભાગ્યે જ ગમે. બધાને પુણ્યશાળી કહો તો ખુશ થાય પણ સાથે જ સમજાવો કે “મનુષ્યભવ પામ્યા માટે પુણ્યશાળી તો ખરા પણ હમણાં કાર્યવાહી એર્વી છે કે પાપીને છાજે,” તો શું થાય ? પુણ્યશાળી કહેનારે સાચી વસ્તુ સમજાવવાની તૈયારી રાખવીપુણ્યશાળીનો ઇલકાબ લેનારે જ કાર્યવાહી ઊંધી હોય તો પાપીનો ઇલકાબ સાંભળવાની તૈયારી પણ રાખવી જોઈએ.
તમે પુણ્યશાળી તો ખરા, કેમકે આર્ય દેશ-જાતિ-કુળ તેમાંયે શ્રાવકકુળ અને બધા અનુકૂળ સંયોગો મળ્યા પણ આરાધના ન કરો તો ? મમ્મણ શેઠ પાસે લક્ષ્મી તો બહુ હતી પણ આખરે શું થયું ? ન ખાધું, ન પીધું અને કાળી મજૂરી કરી મરીને સાતમી નરકે ગયો. લક્ષ્મી મળી માટે પુણ્યશાળી પણ ગાઢ મૂચ્છ કરી મરીને સાતમીએ ગયો માટે પાપી. એ જ રીતે તમને સામગ્રી મળી માટે પુણ્યશાળી પણ એ સામગ્રીનો સદુપયોગ ન કરો તો તમે કેવાં ?
મોટો સમુદાય એકત્ર થાય એ કાં તો વેપારી, ન્યાતીલા કે ગૃહસ્થ તરીકે અથવા તો સાધર્મી તરીકે એમ બે રીતે ભેગા થાય. હવે પહેલી રીતે ભેગા થાય તે તો સામાજિક વ્યવહારોની કે વેપાર ધંધાની એમ ગમે તે વાતો કરે પણ સાધર્મી તરીકે ભેગા થાય તો આખી વાત જ ફરી જાય છે. ઉપાશ્રયમાં શ્રાવકો ભેગા થાય અને બજારના ભાવતાલની વાતો કરવા માંડે તો એ ચાલે ? તો ધર્મીએ એમને બહાર જવાનું કહેવું પડે ને ? ભેગા થવાની અનુકૂળતા 'ઉપાશ્રયમાં વધારે રહે પણ તેથી ત્યાં વેપાર-રોજગારની કે કુટુંબ-કબીલાના ખબરઅંતર લેવાની વાતો થાય ? બજારમાં જાઓ ત્યાં ગમે તે વાત કરો તે ચાલે
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૬ : સાધર્મિક ભક્તિ - 56
૨૧૭
કેમકે ત્યાં વેપારી તરીકેની છાપ છે. ભલે શ્રાવક વેપા૨ી કહેવાયો પણ મૂળ છાપ તો વેપારી તરીકેની ને ? તેમ અહીં શ્રાવકપણાની છાપ છે. બજારમાં વેપારની વાત કરો તો ત્યાં પાપ ન લાગે એમ સમજવાનું નથી પણ વેપારી છો, સંસાર છોડ્યો નથી અને ત્યાં એ વાત વિના રહેવાના નથી, તેથી એ દૃષ્ટિએ ત્યાં એ વાત કરો તો જુદી વાત છે; પણ ઉપાશ્રયમાં ભેગા થાઓ ત્યાં વેપાર આદિની કે સગપણ-વિવાહ આદિની વાત ન થાય, કારણ કે સ્થળભેદ છે. સાધર્મિકનો સમુદાય ભેળો ક૨વો અને વાત વ્યાપારાદિની કે સંસારનાં કાર્યોમાં પ્રગતિ સાધવાની કરવી, એ કેમ ચાલે ? વસ્તુની ભિન્નતા કરતાં શીખો. ઘરમાં શું કરો છો ? રસોડું જુદું, શયનખંડ જુદો, બેઠકનો ખંડ જુદો, રસોડામાં પાણી ઢળે કે એંઠવાડ પડે તો હરકત નહિ પણ બેઠકના ખંડમાં કે શયનખંડમાં એવું ન થાય એની કાળજી રાખો છો ને ?
શ્રી સંઘ અને જ્ઞાતિના ભેદ સમજો !.
શ્રી સંઘ એકત્રિત થાય ત્યાં શી વાતો થાય ? ‘આટલી ન્યાત જમાડો' એવો ફડચો સંઘ ન આપે. લગ્નના વરઘોડાની રજા સંઘ ન આપે. સંસાર વ્યવહારનાં કાર્યોની જવાબદારી સંઘ ન લે. રથયાત્રાના વરઘોડા, મુનિનાં સામૈયાં, નવકારશીમાં જમણ, કે ઉપધાન ઉજમણાની રજા માટે સંઘ ભેગો થાય અને રજા આપે. આ ત્રણ દિવસ બધા ભેગા થઈ કાંઈક કાર્યવાહી કરવાના છે, માટે આ વાત સમજી લેવા ખાસ ભલામણ છે. સંઘ અને જ્ઞાતિનો ભેદ સમજો. એ ભેગા થયેલા તમને કહેશે કે-શ્રાવકો બેકાર છે માટે અમુક ઉદ્યોગ-ધંધા ખોલવાની જરૂર છે. તો કહેજો કે એ વિચારો સંઘના નામે ન થાય. જ્ઞાતિ કે સમાજના નામે કરવા હોય તો થઈ શકે છે. સંઘના નામે તો પાઠશાળા, ધર્માનુષ્ઠાનો, મંદિરો, ઉપાશ્રયો વગેરેની વિચારણા થાય. સંઘ અને જ્ઞાતિનો ભેદ તમે બેઠા છો, એટલા પણ સમજો તો મજા આવે.
787
ઘણા કહે છે કે સાધુ એમની વાત કહે, તો ગૃહસ્થો પોતાની વાત ન કરે ? કબુલ છે કે કરે, પણ તેના સ્થાને ને ? દેરાસર આવેલી શ્રાવિકા સાથિયો કરતાં ‘ચોખા ઓરીને આવી છું-શાક સમારવાનું બાકી છે' એવી વાત કરે તે ચાલે ? એ દોષ કહેવાય કે ગુણ કહેવાય ? વેપા૨ી સાર્થવાહની સાથે જનારા ઠામ ઠામ વેપા૨ કરે, એ તો સમજ્યા પણ સંઘમાં યાત્રાએ નીકળેલા માર્ગમાં વેપાર કરે એને સંઘયાત્રાનો લાભ મળે ? દેરાસરે પૂજા કરવા જવા નીકળેલો માર્ગમાં બધાને ‘આવું છું, આવું છું' કહેતો મંદિરમાં આવે એની મંદિરમાં ભાવના કઈ રહે ? શાસ્ત્ર વિધિ બાંધી કે મંદિરે જવા નીકળેલાથી રસ્તામાં બીજી વાત ન
Page #239
--------------------------------------------------------------------------
________________
788
૨૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
થાય. બીજાઓ પણ સમજી જાય કે ‘એ નહિ બોલે’-એટલે એ વખતે કોઈ એની સાથે બીજી આડીઅવળી વાત કરે જ નહિ. આવી ટેવ પાડો ! એકત્રિત થયેલા સંઘમાં દુનિયાદારીની વાતો થાય એ દોષ કે ગુણ ? દોષ-ગુણનો વિભાગ ન કરી શકો તો એના પરિણામે શાસનની ખરાબી થાય, ધર્મની હાનિ થાય-આ બધો વિવેક ભુલાતો જાય છે, એના કારણે ધર્મસ્થાનો પાપસ્થાનો થવા માંડ્યાં છે !
શ્રી સંઘ ભેગો થાય એ કયા ઠરાવો કરે ? બધી વાતના યોગ્ય રીતે ભેદ પાડો. બધા ભેગા થઈ દુનિયાની વાતો કરતા હોય ત્યાં સાધર્મિકનાં દર્શનનો આનંદ મનાય ? તીર્થયાત્રા માટે સંઘ નીકળે ત્યારે તેના પ્રર્વેશ-મહોત્સવ ગામેગામના સંઘ કરે છે, જમાડે છે, ભક્તિ કરે છે, બધું કરે છે પણ વેપારીનું ટોળું નીકળે તો કાંઈ કરે છે ? એના સ્નેહી સંબંધીઓ કાંઈ કરે.એ વાત જુદી પણ સંઘ કરે ? કોઈ પરદેશની સફરે જતો હોય તો એના સ્નેહી બહુમાન કરે પણ સંઘ કરે ? જ્યારે, સંઘ તો નાનામાં નાનો અને નજીકના અગાશી જેવા તીર્થનો નીકળે તોયે બાજુના ગામવાળા બધી ભક્તિ કરે. આમ ધર્મની અને દુનિયાની કાર્યવાહીના ભેદ પાડતા થાઓ ! આ વિવેક શીખો તો ધર્મના નામે ચાલતો ધર્મ વધતો જશે અને અધર્મ આપોઆપ બંધ થશે.
બધી કાર્યવાહી તેને લગતા બંધારણના આધારે થાય;
વેપારી ભાવતાલ બજારના આધારે કહે. ધારાશાસ્ત્રી કાનૂનના આધારે વાત કરે. વૈદ્ય ચિકિત્સાશાસ્ત્રના આધારે વર્તે. તેમ સંઘના માણસો ભેગા થાય તે શાના આધારે વિચારે ? ધર્મશાસ્ત્રોના ને ? દર્દી માટે ડૉક્ટરોની કૉન્ફરન્સ ભેગી થાય. ત્યાં વકીલ નકામો આવી ચડ્યો હોય તો બેસે પણ વચ્ચે અભિપ્રાય ન આપે. કાયદાની બારીકી વિચારવાની હોય ત્યાં વકીલોની કૉન્ફરન્સની જરૂ૨. વેપા૨ના નિયમો ઘડવા માટે વેપારીમંડળ જોઈએ. આજે જુઓ ! દરેક સંસ્થાઓ અલગ અલગ છે. મર્ચન્ટ ચેમ્બર જુદી, ડૉક્ટરોનું ઍસોસિયેશન જુદું, વકીલ્લનું મંડળ જુદું, રાજકીય પરિષદ જુદી, મહાસભા જુદી, મોડરેટ જુ, જહાલ જુદા, મવાળ જુદા, ઉદ્દામવાદી જુદા, એમ બધું જુદું છે ને ? એક જાતના વિચારવાળા ભેગા થઈ એમનું અલગ બંધારણ કરી અલગ વ્યવસ્થા ન ગોઠવે તો નભે નહિ . તો પછી અહીં ધર્મમાં જ બધો ખીચડો કેમ ભેગો બાફવામાં આવે છે ? વેપાર, વહેવા૨ અને ધર્મ એ બધાના વિચાર એક જ સંસ્થા કરે ? બધી ચીજના ફડચા એક જ ટોળું ભેગું થઈને કરે એ ચાલે ? કેળવણી અંગે
Page #240
--------------------------------------------------------------------------
________________
૧૬ : સાધર્મિક ભક્તિ - 56
૨૧૯
વિચારણા કરવા અભણ ટોળું ભેગું થાય તો શું કરે ? અભ્યાસક્રમ નક્કી કરવાનો હોય ત્યાં ભણેલાને બેસાડાય કે મજૂરોને ? જૈનો આ બધો વિવેક ન કરે તો ઉદયની વાતો નકામી છે. દુનિયાની વાતો ધર્મના નામે કરાય તો વિનાશ સર્જાઈ ચૂક્યો સમજજો !
ધર્મ શામાં એ સમજો !
વેપાર કરવો એ ધર્મ ? ઘર બંધાવવું એ ધર્મ ? છોકરાં પરણાવવામાં ધર્મ ? રસોઈ બનાવવી એ ધર્મ ? અમે તો બધું મૂકીને અહીં આવ્યા. અમારે એ કાંઈ કરવાનું નથી. તમે કહી શકો છો કે-અમે વેપાર ન કરીએ, ઘર ન બંધાવીએ, ચૂલા ન સળગાવીએ, છોકરા-છોકરી ન પરણાવીએ, એ બધું કેમ બને ? કેમકે અમે હજી વ્યવહારમાં બેઠા છીએ, તો એ વાત કબૂલ પણ એ કાંઈ ધર્મ કહેવાય ? નહાવું, ધોવું, ચાહપાણી પીવાં, વેપાર-ધંધા કરવા, શરીરની સેવા કરવી, એ બધાને ધર્મ કહેવાય ? એ બધું કરતા હો તે તમે જાણો પણ જૈન થઈને અમુક કામ ન કરી શકાય, અમુક સ્થાનોમાં ન જઈ શકાય, એમ તો કહેવાય ને ? આ બધું સમજાય તો ભ્રમણા ન થાય. ક૨વું બધું પડે છે એ વાત જવાદો પણ જે કરવું પડે એ ધંધો ધર્મ ખરો ? ધર્મ અને વ્યવહારનો વિવેક કરો !
789
જો ખાવા-પીવાને ધર્મ માનો તો નવકા૨શી, પોરશી, આયંબિલ, ઉપવાસ વગેરેને શું માનશો ? ઉપવાસ કરો તો દાતણ કરવાના ધર્મનું ખંડન થાય ને ? કહો કે ઉપવાસ એ ધર્મ, દાતણ એ વ્યવહાર. શરીરરૂપી ખોખું વળગ્યું છે, મમતા છૂટતી નથી એટલે એ ખરાબ ન દેખાય માટે કરવું પડે છે. જો દાતણ કરવું, ચાહ પીવી, ભોજન કરવું એ બધો ધર્મ ગણાય તો દાન, શીલ, તપ, ભાવ એ શું ?. દાન એ ધર્મ પણ લક્ષ્મી એ ધર્મ નથી. શીલ એ ધર્મ પણ વિષય સેવવા એ ધર્મ નથી. તપ એ ધર્મ પણ ખાવું પીવું એ ધર્મ નથી. ઉત્તમ ભાવના એ ધર્મ પણ દુનિયાદારીના વિચારો એ ધર્મ નથી. ‘અમુક મરી ગયો, કાલે શું થશે ? પાંચસોનો ખર્ચો ને ચારસો જ મળ્યા, હવે શું કરવું ?' આ બધી છે તો ભાવના પણ એ ધર્મ નથી. આ ભાવનામાં મરે તો કઈ ગતિમાં જાય ? ધર્મની વાતો અને દુનિયાદારીની વાતોની ભેળસેળ ન કરો ! નહીં તો ધર્મ ખસી જશે અને દુનિયાદારીની વાતો જ રહી જશે. કાં તો ધર્મપરિષદ કહો અથવા તો વ્યવહાર પરિષદ કહો : પણ બે વાતનો ભેગો ખીચડો ન બાફો. વ્યવહાર પરિષદ હોય ને વ્યવહા૨ની વાત કરો, ધર્મને બાજુએ રાખો તો તમે જાણો પણ એમાંય ધર્મને બાધક તો કાંઈ થતું નથી ને ? એ જોવું પડે. શાસ્ત્ર કહ્યું કે-“પૈસા
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
790 છે તો છોડવા જેવા પણ છોડી ન શકો અગર એને મેળવ્યા વિના રહી ન શકો તો અનીતિથી તો ન જ મેળવો !”
તમારી વ્યવહાર પરિષદ હોય તો વાત જુદી પણ ધર્મ પરિષદમાં તો આડીઅવળી એક પણ વાત ન થાય. જો એમ થાય તો તો વ્યવહાર એ જ ધર્મ મનાય. જો વ્યવહારને જ ધર્મ માનશો તો આખો સંઘ મિથ્યાદૃષ્ટિ ઠરશે. વેપારને ધર્મ કહે તે સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ? એવું માનનારમાં સંઘપણું ક્યાં રહ્યું ? એવાઓનો કાયદો ધર્મીને બંધનરૂપ ન રહે. જેને પોતાની ફરજનું ભાન ન હોય એ બીજાને શું ભાન કરાવે ? “શ્રાવકો આટલો વેપાર કરે” એવી વાતો સાધુ સંમેલનમાં થાય ? જ્યાં પોતાનું ભૂંડું ત્યાં બીજાનું ભલું કંઈ રીતે ? જે સ્થિતિ છે, તેને તે સ્વરૂપે ઓળખતાં શીખો ! જૈન તરીકે ભેગા થયા હો, તો જૈનત્વયુક્ત વિચારો કરો ! બીજા વિચારો કરવા હોય તો શબ્દ ફેરવી નાખો ! જૈન જ્ઞાતિ તરીકેનું સંમેલન જાહેર કરો. સંઘ ભેગો થાય એ શું વિચારે ? “ભગવાનની પૂજા વિધિપૂર્વક થાય છે કે નહિ ? જૈન સિદ્ધાંતોનો પ્રચાર કેમ થાય ? ધર્મી કેટલા છે ? ધર્મીઓને ધર્મ કરવામાં શી તકલીફો છે ? એ તકલીફો કઈ રીતે દૂર થાય ?” વગેરે વગેરે. સંઘ તો આવા બધા વિચારો કરે.
સંસ્થાનું બંધારણ બરાબર હોવું જોઈએ અને તે બંધારણને વફાદાર રહી સંસ્થાએ વર્તવું જોઈએ. એથી બીજાઓ પણ જાણી શકે કે આ શ્રાવકો ભેગા થયા છે કે આ વેપારીઓ ભેગા થયા છે. વેપારી ભેગા થયા હોય તો એ વેપારની વાત કરે તે વાજબી, પણ શ્રાવકો ભેગા થઈ આડીઅવળી વાતો કરે તો બીજાઓ ઉપર પણ કેવી છાપ પડે ? તમારા સ્નેહીને વેપારની સલાહ પૂછો તો એ વાજબી પણ મને પૂછો કે-“મહારાજ ! હું કાપડીઓ બનું કે ઝવેરી બનું ? કે પછી ગાંધી બનું ?” તો હું શું કહું ? હું તો ઓઘો બતાવું અને કહ્યું કે-કાં તો સર્વવિરતિ, એ ન બનાય તો દેશવિરતિ, એ ન બનાય તો સમ્યગ્દષ્ટિ અને એ પણ ન બનાય તો માર્ગાનુસારી બનો. પણ કાપડીઆ વગેરે બનવાનું કહું તો ?
સભા: “તો આપ સાધુ નહિ !'
વાહ ! આવું બોલો તો તો મને ગમે. આટલી હિંમત તમારામાં આવે તો આજે વાતાવરણ ઘણું સુધરી જાય. આજે તો કહે છે કે સાધુઓ ધર્મગુરુ ખરા પણ એ અમારી સંસારની સ્થિતિની ચિંતા કેમ ન રાખે ? હું પૂછું છું કે તો એ ધર્મગુરુ શાના ? એ તો અર્થગુરુ થયા-એને ધર્મગુરુ કોણ કહે ? ધર્મ માટે ધન મેળવવાની જરૂર નથી !
શાસ્ત્ર કહે છે કે-ધર્મ કરવા માટે પૈસા મેળવવાની ઇચ્છા એ પાપ છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
71 ––– - ૧૬ : સાધર્મિક ભક્તિ - 56 -
૨૨૧ મળેલી લક્ષ્મીની મૂચ્છ ઉતારવા માટે દાન છે પણ લોભ વધારવા માટે દાન નથી. કોઈ સંઘ કાઢી પચીસ હજાર ખર્ચી નાખે પણ પછી કહે કે “હવે બે મહિના ધંધો બરાબર ખેડવો પડશે. કસર કાઢવી પડશે” તો તેને કહેવું પડે કે- ભાઈ તને સંઘ કાઢવા કોણે બાંધી માર્યો હતો ? સંઘ કાઢવો વગેરે ધર્મનાં કામ કરવા માટે પૈસા કમાવાની છૂટ હોય તો બધા એ જ પ્રયત્ન કરે. વળી પ્રયત્ન બધા કરે પણ સંઘ કાઢે કેટલા ? લક્ષાધિપતિ થવું સહેલું છે પણ ધર્મ કરવો મુશ્કેલ છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે પૈસા હોય તો ધર્મ કરો પણ ધર્મ માટે પૈસા કમાવા ન જાઓ. પાણી હોય તેથી વાપરવા માટે કાદવમાં હાથ ઘાલવો એમ કરવું એ ડહાપણ નથી. કાદવ એવો પણ હોય છે કે જેને અડવાથી હાથમાં સડો થાય. ધર્મ માટે પૈસા કમાવાની ઇચ્છા એ સડો કરે એવા પાપરૂપ કાદવમાં હાથ નાખવા જેવી ચેષ્ટા છે. ઘરમાં લગન હોય પણ પેટમાં રોગ હોય તો ?
ડબામાં પડેલું મિષ્ટાન્ન નાખી દેવું ન પડે તેથી ભૂખ વગર કાંઈ પેટમાં ન પધરાવાય ! ભૂખ વગર ખાય તે ડાહ્યો કે ગાંડો ? ખાય ને પેટમાં દુખે તો વૈદ્ય પણ કહે કે તેં હાથે કરીને દુખાવાને આમંત્રણ આપ્યું છે. ફેંકી દીધું હોત તો ડાહ્યો કહેવાત, કોઈને આપ્યું હોત તો ઉદાર કહેવાત પણ ચાર દિવસ પછી બગડી જશે અમે વિચારી વગર ભૂખે ખાઈ જનારો બેવકૂફ કહેવાય. વગર ભૂખે પેટમાં નાખેલું.પચાવતાં દહાડા જાય અને તેમ છતાં ન પચે તો રોગ ઘર કરી જાય, આજે શ્રીમાનો મોટે ભાગે માંદા કેમ રહે છે ? ઘરમાં માલપાણી ભર્યા પડ્યાં હોય, જોઈને મન લલચાઈ જાય, વગર ભૂખે ખાય અને માંદા થાય. ઘેર લગ્ન હોય, પકવાનના તાટ ગોઠવાયા હોય પણ પથારીમાં પડેલો ખાય તો ડાહ્યો કે મૂર્ખ ? ઘરમાં લગ્ન છે પણ પેટમાં શું છે, એ તો એણે વિચારવું જોઈએ ને ? પૈસા કમાવાથી ધર્મ થાય એવું ન માનતા. પૈસા આવ્યા પછી તો ધર્મ ચાર ગાઉ છેટે જવાનો. સોના પાંચસો મળતા થાય એટલે પરિગ્રહ વધે, પાપ વધે, પોઝીશન વધે, બધું વધે ને ધર્મ ઘટે.
માટે શાસ્ત્ર કહે છે કે પાસે હોય તો દાન કરો, સામગ્રી હોય તો પૂજન કરો પણ એના માટે કમાવાનો વિચાર ન કરો. મંદિરે ફળ ચઢાવવા કે શ્રી સિદ્ધગિરિ પર ફૂલ ચઢાવવા રૂપિયો મેળવવા અનીતિ ન કરાય. રૂપિયા માટે અનીતિ કરનારો પછી પાંચ માટે અનીતિ કરશે. અનીતિની એને ટેવ પડી જશે. ધર્મ ધર્મને ત્યાં રહેશે, ફૂલ માળીને ત્યાં રહેશે, આત્મા ઊંધે રસ્તે ચડી જશે અને ધીરે ધીરે સડવા લાગશે.
Page #243
--------------------------------------------------------------------------
________________
-
2
૨૨૨ -
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શ્રાવકની ભાવના કઈ હોય ? પોતાનાં સંતાનોને ભણાવવાં, ડીગ્રીધર બનાવવાં, દુનિયાદારીમાં વળગાડવાં, એ બધું તો આજે પશ્ચિમની પ્રજા પણ કરે છે. ધર્મી તરીકે તમારી વિશેષતા શું ? આજે તો એક સભા થાય ત્યાં મૂંઝવણ ઊભી થાય કે ન માલૂમ કેવાયે ઠરાવો કરશે ! કેમકે એ જે કાંઈ કરે તે પાછું ધર્મના નામે કરે. આ એક મોટી ઉપાધિ છે. ડૉક્ટરનાં પાટિયાં ઘણાં દેખાય પણ એમાં દયાળુ કેટલા? ગમે તેવો ગરીબ બોલાવવા આવે પણ એ કહી દે કે “મારી ફી અને મોટરભાડું આપવાની ત્રેવડ હોય તો જ આવું !” આમાં કોઈ અપવાંદ હોય તેને બાજુ પર રાખો. આમ હોવા છતાં આ બધામાં ધર્મ મનાવવાની મહેનત કેમ થાય છે ? કોઈ ડૉક્ટર કદી થોડો ઉપકાર કરે તો તેની પાછળ ખ્યાતિ પ્રતિષ્ઠા મેળવવાની ભાવના કામ કરતી હોય અને એ ખ્યાતિ દ્વારા પણ વધુ આવક કરવાની ભાવના જીવતી હોય છે. આમ ખરાબ વસ્તુને સારી તરીકે પંકાવવાના પ્રયત્નો કેટલા થાય છે ? આજે તો માંસનો ધંધો કરનારા પણ કહે છે કે અમે માંસાહારીઓની સેવા કરીએ છીએ- તેમને તકલીફ ન પડે માટે બધું કરીએ છીએ. આમ દુનિયાદારીની કાર્યવાહી કરે પેટ માટે, પોતાનો લોભ સંતોષવા માટે અને નામ ધર્મનું આપે તે કેમ ચાલે ? આ બધી વાતોનો ભેદ પાડો.
સાધર્મિકો ભેગા થાય ત્યાં ધર્મની વાતો ચાલે, વ્રતધારીઓ ભેગા થાય ત્યાં વ્રતની વાતો ચાલે. વ્રતની આરાધના કેમ વધે, વ્રતધારીઓ કેમ વધે, એ બધી વિચારણા થાય. આવું થાય તો શાસનનો ઉદય થાય. શાસનનો ઉદય સંસારમાં મજા કરવાથી ન થાય, સંસારનો ત્યાગ કરવાથી થાય. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા સમ્યગ્દષ્ટિનું વર્ણન કરતાં ફરમાવે છે કે-રમતે ન મોકળો | સંસારસાગરમાં રમે નહિ. સંસારસાગરમાં રમવાથી ઉદય ન થાય. જ્યાં શ્રી સંઘ ભેગો થાય ત્યાં સંસારસાગરમાં રમવાની વાત ન હોય પણ તેનો ત્યાગ કરવાની વાતો ચાલતી હોય. આ વસ્તુ નિશ્ચિત કરવા માટેની મહેનત છે. સાધુને બગાડો નહિ?
કહે છે કે “એ વર્ગ એવો છે.” હું કહું છું કે એ વર્ગ ગમે તેવો હોય પણ તમે સારા થાઓ ! સાધુ ભૂલે તો શ્રાવક ડાહ્યા થઈને ઠેકાણે લાવે. અમુક વર્ગ અથવા બે-પાંચ સાધુ ખરાબ હોય તેથી કોઈ પણ સાધુ શિખામણ આપવા લાયક નથી, એમ બોલાય ? પાંચ આદમી દેવાળું કાઢે એટલે બજારમાં કોઈ સલાહ આપવા લાયક શાહુકાર વેપારી નથી એમ કહેવાય ? અરે ! ભલે બધા દેવાળું કાઢે પણ એક શાહુકાર હોય તો પણ એમ ન બોલાય કે સલાહ આપવા લાયક કોઈ નથી.
Page #244
--------------------------------------------------------------------------
________________
-
૨૨૩
798
_
- - ૧૯ : સાધર્મિક ભક્તિ – 56 લાખ દેવાળિયા કરતાં એક શાહુકારની કિંમત વધારે છે. ઊંધી સલાહ આપનારા શ્રાવકો એક પછી એક બધા અમને મળે અને દિ’ ઊગ્યે પચાસ જણા આવીને એની એ વાત સંભળાવે તો સામાન્ય સાધુનું ગજુ શું ? એ પણ આવ્યા તો તમારામાંથી ને ? બધા પાષાણહૃદયી ક્યાંથી લાવવા ? માટે સાધુને ખરાબ કરનાર શ્રાવક છે. “અમારું ગમે તે થાય પણ તમે અમારી પંચાતમાં ન પડો” એવું તમે સાધુને કહ્યું ? આ તો સાધુ પાસે પણ કીમિયા માગે છે. આંકફરક કાઢે એવા ગુરુ જોઈએ-આ કેવી દશા ? અમને આવીને કહે પણ ખરા કે-મહારાજ ! તમે ગુરુ ખરા પણ કામના શું ? તમારામાં અમારું વળે શું ? બાર મહિનામાં બે દિવસ તમે કામ લાગો. પેલા તો રોજ કામમાં આવે. કારણ કે આંકડા કાઢી આપે. સાધુ અને શ્રાવકના ચાર આની બાર આની ભાગથી વેપાર ચાલતા હોય ત્યાં શું થાય ? આવા શ્રાવકોએ સાધુને બગાડ્યા છે.
સાધુ વ્યવહારની વાત કરે તોય શ્રાવક ના પાડે. આવું ન થાય ત્યાં સુધી જૈન સમાજનો ઉદય થાય એવું હું માનતો નથી. ત્રણ દિવસ પછી. - હવેના ત્રણ દિવસમાં જૈન સમાજનું ભાગ્ય અંકાવાનું છે; એના ભાગ્યનો નિર્ધાર થવાનો છે. કેટલાક કહે છે કે સાધુઓને અમુક સંસ્થાઓ સાથે વૈર છે. વૈર નથી એ જણાવવા ત્યાં જવાનો ઉપદેશ આપીને મોકલાય છે. ત્યાં જઈને એમને કહેવું કે “અમે શાસનના છીએ એવું પુરવાર કરો ! નહિ તો ઊઠાં ભણાવવાં બંધ કરો.” ત્રણ દિવસ પછી જો પરિણામ સારું જોઈશું તો પ્રશંસાના ધોધ વહેવડાવીશું. અને પરિણામમાં ફેરફાર હશે તો અંગારા ખરે તેવી સાચી વાતો સંભળાવવી પડશે. આ ત્રણ દિવસમાં તૈયારી કરવાની છે. ત્યાં જનારા ત્યાં લોકમત કેળવે. અહીં હું લોકમત કેળવું. પછી શું બોલવું તે નક્કી કરો. અમારે કોઈની સાથે અંગત લેવાદેવા નથી; કેમકે અમારે કોઈનું લેણું દેણું નથી. પણ શાસનને અંગે માન્યતાભેદ છે જ. માટે સારું જોઈશું તો મોતીડે વધાવશું. અને ઊંધું દેખાશે તો જુદી રીતે સ્વાગત કરવું પડશે.
એ લોકોએ શ્રી વીતરાગનાં દર્શન જેટલો સાધર્મિકોનાં દર્શનનો આનંદ વર્ણવ્યો છે. આપણે માનીએ છીએ કે શ્રી વીતરાગના ભક્તો ભેગા થાય છે તો વૈરાગ્યની છોળો ઊછળશે; અને એ જો ન ઊછળે અને વૈરાગ્ય ફરતી વાડ ઊભી કરાય તો એ વાડને કાપવા માટે સઘળાં શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે ને ? આજે આટલું બસ છે ? વધુ હવે પછી. ' ,
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૭: સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘઃ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા સુદ-૧૧, રવિવાર, તા. ૯-૨-૧૯૩૦
57
તત્ત્વશ્રદ્ધાની પરીક્ષા : • શ્રી સંઘ-મેરૂ કેવો છે ? • શ્રી જૈનશાસનમાં ત્યાગ અને વિરાગની જ વાત હોય ?
એવી વાતોથી સાવધ રહેવા જેવું છે : • જે પ્રવૃત્તિ પાછળ કોઈ રૂવે તે ન કરવાનું નક્કી કરો ! ! • સાચો પ્રેમ અને મોહજન્ય પ્રેમ : • ધર્મનો પ્રભાવ :
સાચી દયા આવે છે ?
સંખ્યા વધારવા ગમે તેને પ્રવેશ ન અપાય : • કંગાળાના હાથમાં સત્તા આવશે ત્યારે... :
તત્ત્વશ્રદ્ધાની પરીક્ષા :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠનું વર્ણન કરતાં કહી ગયા કે એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. એમાં દઢતા લાવવા માટે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્થામતિની પ્રશંસા તથા મિથ્થામતિના પરિચયનો ત્યાગ કરવો જોઈએ. દૃઢ સમ્યક્ત પણ રૂઢતા વિના ટકે નહિ.
સમ્યગ્દષ્ટિ આત્માને પોતાના દઢ સમ્યક્ત્વમાં રૂઢતા લાવવા કયા વિચારો કરવાના હોય ? ગુણ આવ્યો, મજબૂત બન્યો, એ પછી એ એવો દઢ બનાવવો જોઈએ કે એ ખસેડ્યો ખસે નહિ. ચોવીસે કલાક દુનિયાનાં કામોમાં મશગૂલ રહેનારને સમ્યકત્વ ટકાવવા કાંઈ જોઈએ કે નહિ ? અહીં મોક્ષની આરાધના છે જ્યારે દુનિયામાં સંસારની આરાધના છે. આત્મા ઉત્તમ ભાવનાઓથી ભાવિત બન્યો ન હોય, વિચારો સ્થિર ન હોય તો સમ્યક્ત્વ ખસતાં વાર કેટલી ? શંકા, કાંક્ષાદિ ન હોય છતાં ઉત્તમ ભાવનાઓ વિના દઢતા (મનની દૃઢ પરિણતિ) ટકે નહિ. સમ્યકત્વ માટે જેમ દોષો ભયરૂપ છે તેમ શુદ્ધ પરિણામનો અભાવ પણ જોખમરૂપ છે. સમયે સમયે વિશુદ્ધ થતી જતી ઉત્તમ પરિણામની ધારા હોય તો જ એ દઢ સમ્યકત્વ રૂઢ બને.
Page #246
--------------------------------------------------------------------------
________________
795 – ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ - 57 – ૨૨૫
સમ્યકત્વને રૂઢ બનાવવા માટે જે વિચારો આવવા જોઈએ તે કયા આત્માને રૂચે ? એ વિચારો કાંઈ દરેક આત્માને ન રૂચે. જ્યાં હૃદયમાં ઇચ્છાઓ જ બીજી બેઠી હોય ત્યાં શુદ્ધપરિણામની ધારા આવે ? જ્ઞાનીએ કહ્યું છે કે સમ્યક્ત્વ અતિશય દુર્લભ છે. માનવજીવન જ દુર્લભ છે પણ તેમાંયે યોગ્ય કુળ આદિ મળવું તો અતિશય દુર્લભ. સદ્ગુરુનો યોગ થયા પછી પણ શાસ્ત્રશ્રવણની રુચિ થવી દુષ્કર, એ પછી પ્રેમથી શ્રવણ કરવું એ એથી પણ દુષ્કર અને સાંભળ્યા પછી વસ્તુ જચી જવી તે તો અત્યંત દુષ્કર. આ બધી દુષ્કરતાઓ ખોટી નથી, કારણ કે આ બધી વસ્તુઓ આત્માને માટે અપરિચિત છે.
દુનિયામાં આત્માએ અનંત કાળ ગુમાવ્યો પણ આ બધી વસ્તુઓથી પરિચિત થયો નથી. અનાદિ કાળથી એ જે રીતે વર્યો છે તેથી જુદી રીતે વર્તવા માટે આ શાસન છે. જુદી રીતે વર્તવાની ભાવના જાગે, એવી આજ્ઞા કરનાર પ્રત્યે વિશ્વાસ જાગે, એમાં શંકાદિ દોષ ન હોય તો સમ્યકત્વ દૃઢ થાય અને ઉત્તમ પરિણામની ધોરા સ્થિર રહે તો સમ્યક્ત્વ રૂઢ થાય. એ વિચારો કયા ? એની પીઠિકા કરતાં સૂરિપુરંદર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે
સનિપૂણાત્મા, ન રમો મેવોયો ” જેનો આત્મા તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બન્યો છે, તે સંસારસાગરમાં રમે નહિ. તો એ શું વિચારે ? જ્યાં રહ્યો છે ત્યાં રમવાનું ક્યારે બને ? જે વિચારધારા ચાલુ છે તે બંદલાય ત્યારે ને ? નહિ તો આ સંસારમાં રમવાનું મન થાય જ.
બધા કહે છે-અમારામાં તત્ત્વની શ્રદ્ધા પૂરી છે; પણ એમ કહ્યું ન ચાલે. આ મહાત્મા અહીં એની ખાતરી માગે છે. માં પણ પ્રમાણપત્ર મંગાય છે. અહીં પ્રમાણપત્ર કયું ? તત્ત્વશ્રદ્ધા રુચિનું પ્રમાણપત્ર એ છે કે તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં કદી રમે નહીં. રહેવું પડે તો રહે ભલે પણ રમે તો નહિ જ.
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બનેલા આત્માનું જીવન જગતના સામાન્ય લોકો કરતાં જુદું હોય. સંયોગવશાત્ પાલન ઓછું વતું દેખાય પણ તેની દિશા તો નક્કી જ હોય. દિશા નક્કી ન હોય એ ન ચાલે. દક્ષિણ દિશાએ જવાનું નક્કી થયું પછી ભલે કોઈ લોકલમાં જાય કે કોઈ ફાસ્ટમાં જાય : કોઈ સવારે જાય તો કોઈ બપોરે કે સાંજે જાય : કોઈ વહેલો થાય કે કોઈ મોડો થાય એની કશી ગભરામણ નહિ, પણ દિશા સાચી જોઈએ. તત્ત્વશ્રદ્ધાથી ધ્યેય નિશ્ચિત થયા
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પછી કાંઈ મૂંઝવણ નથી. એ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ એમ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે. જેને તત્ત્વ રૂચે તે તો ગમે તે કહે પણ જે તત્ત્વ રૂચ્યાનું કહે તેણે તો પરિણામ બતાવ્યા વિના કેમ ચાલે ?
796
શ્રી સંઘ કે જેને તીર્થંકરવત્ પૂજ્ય કહ્યો છે, ત્યાં ગાંભીર્ય, ધૈર્ય કેટલાં હોય ? એની વાતો, એની પ્રવૃત્તિ કેવી હોય ? જ્ઞાનીઓએ શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય કહ્યો છે તે બહુ શુદ્ધબુદ્ધિથી કહ્યો છે. શ્રી સંઘને તીર્થંક૨વત્ પૂજ્ય ન માને તે તો દુર્ભાગી આત્મા છે. કલિકાળમાં શ્રી સંઘ તીર્થંકરવત્ પૂજ્ય છે, એનો ઇન્કાર કયો પાપાત્મા કરે ? પણ એવું કહેનારે કે લખનારે. જે હેતુથી એ જણાવ્યું છે તે સમજાવવા આ રૂપક છે.
શ્રી સંઘ-મેરૂ કેવો છે !
શ્રી સંઘ કાંઈ પહાડ નથી; પણ મેરૂગિરિની ઉપમાથી પહાડના ગુણો ત્યાં જોઈએ એમ જણાવવું છે. મેરૂ સમગ્ર લોકની મધ્યમાં છે; આખા લોકની મર્યાદા ત્યાંથી બંધાય છે; તમામ દિશાએ પ્રકાશ ત્યાંથી થાય છે; જગતને પ્રકાશિત કરનારા સૂર્ય-ચંદ્ર પણ એની આસપાસ ફરે છે; સઘળા પહાડોમાં સુંદરમાં સુંદર તે છે; બધા પહાડો કરતાં ઉઘાનો, મંદિરો, મૂર્તિઓ વગેરે ત્યાં ઘણાં છે; જેટલા શ્રી તીર્થંક૨દેવો આ જંબૂટ્ટીપમાં જન્મે એ બધાનો જન્માભિષેક ત્યાં થાય છે; પાવન પહાડ છે; દેવતાઓનો કાયમ ત્યાં વાસ છે; શ્રી જિનેશ્વરદેવની શાશ્વત મૂર્તિઓ ત્યાં વિરાજે છે; અનેક વિદ્યાધરો અને દેવતાઓ ત્યાં આવી ક્રીડા કરે છે અને મહોત્સવો પણ કરે છે; વળી શાશ્વત છે એટલે અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાનો છે; સદૈવ એકસરખા પ્રમાણવાળો છે; જેટલી જગતમાં પહાડની ઉત્તમતા ગણાય છે, તે બધી ત્યાં છે; એ જ રીતે શ્રી સંઘમાં પણ આવા અનેક ગુણો સમાયા છે. એવો અનાદિ અનંત શ્રી સંઘ પણ શાશ્વત છે.
હવે એ વર્ણન ચાલતાં પહેલી વાત પીઠની આવે છે. એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ, અવગાઢ હોય તો પછી ઉપર બીજી રચના થાય. જો પીઠ એવી ન હોય તો ફાવટ ન આવે. શંકાદિ દોષથી રહિત થયેલા અને તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર બનેલા આત્માએ ખાતરી તો આપવી પડે, એમ શ્રી સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે. એ ખાતરી એક જ કે એ આત્મા સંસારમાં આનંદ ન માને. સંસારમાં રહે છતાં સંસારમાં એને ગમે નહિ. પાયો અહીં જ છે. જૈનદર્શનમાં પામવાનું શું ? સંસા૨માં ૨મવાનું મન ન થાય એ જ. સર્વવિરતિ અને દેશવરતિની વાત દૂર રાખો ! પણ સમ્યગ્દર્શનમાંયે ‘સંસા૨ ૨હેવા જેવો છે' એવી વાત આવશે ?
Page #248
--------------------------------------------------------------------------
________________
797
— ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ : - 57
૨૨૭
શ્રી જૈનશાસનમાં ત્યાગ અને વિરાગની જ વાત હોય ઃ
આ શાસનમાં આવે તેને સંસારથી છૂટવાની ભાવના થાય તેમાં નવાઈ નથી અને ત્યાં અમારા જેવા સંસારથી છૂટવાનું કહે એમાં નવાઈ નથી. પણ આજે એક વર્ગ અમને કાંઈક જુદું જ કહે છે. એ શું કહે છે તે સમજો. એ અમને કહે છે કે
“તમારી પાસે જે આવે તેને તમે સંસાર છોડવાની જ વાત કરો છો. આગળ વધીને જેને નીકળવાની તીવ્ર ભાવના થાય એને કોઈ પ્રતિબંધ કરે તો તેનું માનવું નહિ, એવી સલાહ આપો છો. એ કારણથી ઘણા સંસાર છોડવા તૈયાર થાય છે. તમે વ્યાખ્યાન ભલે વાંચો પણ એના યોગે કોઈ સંસારનો ત્યાગ ક૨શે તો કાયદેસ૨ પગલાં લઈશું. બધાને બાવા બનાવવાનો તમને અધિકાર નથી.” આ મુદ્દો બહુ વિચારણીય છે. એને બરાબર સમજો. શ્રી જૈનશાસન જ એક એવું છે કે એના સહવાસમાં જે આવે તેને સંસારથી છૂટવાની ભાવના જાગે જ. જે એનાથી આઘા રહે તેની વાત જુદી.
જેને ઘેર લગ્ન હોય એને થાક લાગ્યા વિના રહે ? બહારનાને ન લાગે. એ ભલે અમનચમન કરે. શાસનમાં આવનારને તો એકેએકને સંસા૨થી છૂટવાની ભાવના થાય જ. બહારના ભલે કહે કે તે વાત સારી પણ મારી ઇચ્છા નથી.’ જેમ લગ્નમાં પણ બહારના તો કહે કે ખૂબ મિષ્ટાન્ન બનાવો પણ ઘરના તો કહે કે તિજોરી જોઈનેં બધું થશે. જૈનશાસન રૂપ ઘરમાં આવેલાને સંસાર અસાર લાગે ત્યાં મતભેદ હોય ? બહાર રહેલાની વાત જુદી છે. મેરૂની પીઠમાં સર્વ વિરતિની વાત તો હજી દૂર છે. આમાં તો સમ્યગ્દર્શનની વાત છે ને ? અહીં તો ૫૨મોપકારી આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક જ બાંયધરી માગે છે અને તે એ કે-એ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ.
તમને કોઈ પૂછે કે તમે સંસારસાગરમાં કેમ રહ્યા છો ? તો તમે કહોને કે રહ્યો નથી પણ રહેવું પડ્યું છે ?
સભા : ‘ભોગાવલી ?’
‘ભોગાવલી’ કહેતાં પણ એ હસે નહિ પરંતુ એને લજ્જા આવે. માથું નીચું નમે. આંખમાં ઝળઝળિયાં આવે. કારણ કે એ શબ્દો ખાલી બોલવાના નહિ પણ હૈયાના હોય છે. શબ્દના ભેદને પરખતાં શીખો. ‘મને તાવ આવે છે' અને ‘બાપુજીને તાવ આવે છે' એ બે વાક્યો બોલવામાં ભેદ ખરો કે નહિ ? બોલવાની ઢબમાં ફેર પડી જ જાય. ભલે બાપ, પણ આખર કોણ ? પોતાથી તો પરને ? બાપાજી માંદા હોય તો છોકરો ભૂખ્યો રહે ? જેના પેટમાં દુઃખે એ રાડ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
78 પાડે કે બીજો ? સ્નેહીની બીમારીથી આંખમાં આંસુ પણ આવે પરંતુ સ્નેહીની તથા પોતાની બીમારીની ડૉક્ટર પાસે વાત કરે એની ઢબમાં ભેદ પડી જ જાય. અહીં એ ભેદ ટાળવો છે. પરની વાતમાં પડેલા આત્માઓ પ્રભુના માર્ગને આરાધી શકતા નથી. જ્ઞાનીએ એ માન્યું છે કે બધા જ શ્રદ્ધાળુઓ સર્વવિરતિ કે દેશવિરતિ લઈ શકવાના નથી. એવા જીવો છે કે લેવાની ભાવના ગળા સુધી હોય પણ લઈ ન શકે. એમાં કારણ કાં તો અશક્તિનું, કાં તો વિપ્નોનું કે કાં તો તીવ્ર કર્મોદયનું છે; પણ એને ઢોંગી ન કહેવાય. પણ જે હૃદયપૂર્વક સંસારમાં રાચીમાચીને રહેતા હોય એ તો ઢોંગી જ કહેવાય. એ જાતિનો ધર્મ હૃદયમાં પરિણામ પામે નહિ ત્યાં સુધી એ માણસ પછી શું કરશે તે કહેવાય નહિ. એવી વાતોથી સાવધ રહેવા જેવું છેઃ
આજના જમાનાની સ્વતંત્રતા એ પણ એક ઢોંગ છે, વ્યક્તિ સ્વાતંત્ર્યની વાતો કરવામાં આવે છે પરંતુ એ પણ એક પ્રકારની ચાલબાજી છે. કોઈના વિચારો નહિ દબાવવાની વાતો એ માત્ર બનાવટ છે. ભોળાઓનું સત્યાનાશ કાઢવાનો એ પયગામ છે. સારા વિચારવાળાઓ પોતાના વિચારો ફેલાવવા ઇચ્છે ત્યારે બગડેલા વિચારવાળાઓ પોતાનો ચેપ બધે લગાડવા ઇચ્છે છે. કોઢીઆની એ આદત હોય છે કે ન અડવું જોઈએ છતાં બીજાને અડે. જાણે છે કે બીજાને અડીશ તો એ પણ રોગી થશે છતાં અડ્યા વિના રહેતો નથી. એ રોગના યોગે એને પરિણામ જ એવાં થાય છે કે હું આવો રોગી અને આ નીરોગી કેમ ? એટલા માટે ઘણી જગ્યાએ કોઢીઆને અલગ રખાય છે. નાતની જાજમ પર એને બેસવા દેવામાં આવતા નથી. છતાં એ આવે. અપમાન ખમીને પણ આવે. ભલે પછી પાછા જવું પડે પણ આવે ખરા. પોતાના દીકરાને કોઢ વળગે એની પણ એને દરકાર નહિ. એ રોગમાં એવો ભયંકર દુર્ગુણ છે. એ ચેપી રોગ છે. એવું જ બગડેલા વિચારવાળાનું સમજવું. “સ્વતંત્ર પ્રવૃત્તિને રોકાય કેમ ? આવો શબ્દાડંબર આજે ચાલુ છે. પણ એ શબ્દાડંબરથી જે વસ્તુનું રક્ષણ થવું જોઈએ તેનો જ નાશ થાય છે. પૂર્વે શ્રદ્ધાળુ ઘણા હતા પણ ધર્મ નહિ કરનારને તેમણે કદી સતાવ્યા ? આજે પણ ધર્મીઓ ધર્મ નહિ કરનારને સતાવે છે ? એ કહે ખરા કે-“મનુષ્યજન્મ પામ્યો તો ધર્મની કાર્યવાહી કરી લે !” પણ પેલો ના કરે તો પકડી બાંધીને-કરાવે એવો એક દાખલો નથી. પણ ધર્મીને ધર્મ કરતાં ખસેડવાના પ્રયત્નો ચાલે છે. આ જુલમ ધર્મીનો છે કે અધર્મીનો ? જેને ધર્મ ન કરવો હોય તે ન કરે, ઉપાશ્રયે ન આવવું હોય તે ન આવે, ભલે બજારમાં આંટાફેરા મારે, પણ આવનારને શા માટે સતાવે ? બજારમાં પુણ્ય અને અહીં પાપ, એવું તો નથી ને ?
Page #250
--------------------------------------------------------------------------
________________
79૭
- ૧૭ઃ સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે. તે સંઘ ઃ - 57 –
૨૨૯
જે પ્રવૃત્તિ પાછળ કોઈ રૂવે તે ન કરવાનું નક્કી કરો !
કહે છે કે દીક્ષા લેનારની પાછળ રોકકળ થાય છે માટે દીક્ષા ન લેવી. હું પૂછું છું કે સંયમ લેનારની પાછળ પાંચ-પચીસ થોડા દિવસ રૂએ, પણ તમારી પાછળ રોજ કેટલા રૂએ છે ? ઘરમાં જાઓ ને ફાવટ ન આવી તો રોવાનું ચાલુ. આજે તમે પાંચસો કમાયા પણ સામાએ ખોયા, તો એ રૂએ કે હસે ? “પાછળ કોઈ રૂએ એવી ક્રિયા કરવી જ નહિ” એવો નિયમ કરો તો બહુ સારી વાત ખાનગી કે જાહેરમાં, પહેલાં કે પાછળથી, જે ક્રિયા પાછળ કોઈને રોવું પડે એવી ક્રિયા ન કરવાની તમે પ્રતિજ્ઞા કરો તો હું પણ એવી દીક્ષા ન આપવાનો નિયમ કરું. પાછળ રોનારાની દયા ખાવી તો મને પણ ગમે છે. મન, વચન, કાયાથી કરવા, કરાવવા, અનુમોદવા રૂપે પાછળ કોઈ રૂએ એવી ક્રિયા ન કરવાનો નિયમ કરો તો દીક્ષામાં બાકી શું રહ્યું ? સ વ તીક્ષા - તે જ દીક્ષા.
સાધુ જીવે ત્યાં સુધી “ધર્મલાભે કહે-એ મરે એટલે પાછળ “જય જય નિંદા' કહેવાય, તમે જીવો ત્યાં સુધી રોજ કેંકને રોવરાવો અને તમારી પાછળ પણ શું ? ફજેતીના ફાળકા. આ બાજુ સ્ત્રી રૂએ, બીજી બાજુ કુટુંબીઓ રૂએ, સૌ પોતાના સ્વાર્થને રૂએ અને બોલે કે બધું કર્યું પણ અમારું કાંઈ ન કર્યું. કોર્ટે જો કાયદો કે વ્યવસ્થા રાખી હોત કે મરનારની પાછળ પણ ફરિયાદ ચાલે તો કોર્ટને એવી પંચાત થાત કે એક મરનાર પાછળ હજાર ફરિયાદ નોંધાત. તમે કાંઈ એમ ને એમ મરો? કોઈને વાયદા આપીને કે કોઈની થાપણ રાખીને મરો. મરતા પહેલાંની કાર્યવાહી કઈ ? આ બધા દયાળુ એ કહે છે કે-“પાછળના રૂએ છે, તે દુ:ખ સહાતું નથી !” અરે બુદ્ધિના ભંડારો ! મૂર્ખ આગળ એવી વાતો કરો : ડાહ્યા ઍ વાત નહિ માને. બનાવ એવા બને છે કે ધીમે ધીમે ધર્મ-વિરોધી આત્માની મનોદશા સમજાયા વિના ન રહે. પણ તમે હજી સમજી શકતા નથી એ વાંધો છે. તમે જો સમજો તો ધર્મ માટે શું કરાય, શું ન કરાય તે હસ્તામલકવતું દેખાય. એ લોકો કહે છે કે-“સાધુઓ નિર્દય છે.” એ હું કહું છું કે-સાધુઓ જેવા જગતમાં કોઈ દયાળુ નથી. એ વાત ખરી કે ચાર જણના ચાર દિવસના રુદનથી એ નથી પીગળતા, પણ એને પીગળવામાં ભાવના અને હેતુ જુદા છે.
સભાઃ “પબ્લિક એમ નથી જાણતી.”
પબ્લિકને તો હમણાં સમજાવીએ પણ એને નહિ સમજવા દેનારા આપણા ઘરના જ ભૂવા છે. કાંઈ હોય નહિ છતાં એ ભૂવા ખોટાં માથાં ધુણાવે. જેની દયા દેખાડે એનાં જ ખિસ્સાં ખાલી કરાવે. વાત દયાની કરે પણ દયાનું
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 800 નામનિશાન મળે નહિ. દયા તો તેનું નામ જેની દયા કરાય તેને ફરી રોવું જ ન પડે. સાચો પ્રેમ અને મોહજન્ય પ્રેમઃ
શાલિભદ્રના સંયમની વાત સાંભળી માતાને એવી મૂર્છા આવી કે શરીર પરના અલંકારો પણ તૂટી ગયા. પડવાના અવાજથી દાસ-દાસી બધાં દોડી આવ્યાં; પણ રોજ ભક્તિ કરનાર શાલિભદ્ર નજીક ન ગયા હતા ત્યાં જ ઊભા રહ્યા. એ શાલિભદ્રને નિર્દય કહેવાય ? નહિ. એ વિચારે છે કે મૂચ્છ ખવરાવવાની બેવકૂફી કોણ કરે ? આ પછાડ એ તો મોહને વધારનારી છે. દાસદાસીઓની સારવારથી માતાની આંખો જ્યારે ઊઘડી અને જોયું કે શાલિભદ્ર તો પાસે પણ નથી આવ્યો ત્યારે તરત જ માતાને થયું કે- “શાલિભદ્ર બદલાઈ ગયો. આ મારો શાલિભદ્ર ન હોય. હું પડી ગઈ તોયે પાસે પણ આવતો નથી. દાસ-દાસી આવ્યાં પણ એ આવ્યો નહિ ! વધી ગયેલી મોહની માત્રા ઘટી ગઈ. શાલિભદ્રનું ધાર્યું થયું. '
વારુ ! જગતમાં મા-દીકરા જીવન સુધી પરસ્પર મોહમાં રહે અને એ જ સ્થિતિમાં મરે તો કઈ ગતિમાં જાય ? મા-દીકરા ખરા પણ આ ભવના કે ભવોભવના ? માએ દીકરા માટે બધું કર્યું, કુદેવની માનતા માની, નાળિયેર પૈસો ચઢાવ્યાં, કુગુરુ, કુધર્મ સેવ્યા અને દીકરાએ મા ખાતર બધું કર્યું અને એમાં જ ઉૐ ફુટુ ફુ સ્વાહા થાય તો કઈ ગતિ થાય ?
સભા: “પ્રેમ અને મોહમાં ફેર ખરો ?”
ફેર ખરો, પણ આજે બહુલતા દુનિયામાં જેને પ્રેમ કહે છે તે મોહ છે. કંઈક ઠીક દેખાતો પ્રેમ પણ મોહના ઘરનો છે. સાચા પ્રેમનો અર્થ તમને પાલવશે નહિ. દીક્ષા લેવાની ભાવના એ જ માતા-પિતા પરનો સાચો પ્રેમ છે. એની પાછળ રૂએ એ ખોટો પ્રેમ, ન રૂએ એ સાચો પ્રેમ. આ વાત તમારા માનવામાં આવશે ? માટે તમે જેને પ્રેમ કરો છો, તેને હું મોહના ઘરનો કહું છું. કયા પ્રેમીએ પોતાના પ્રેમીના આત્માની ચિંતા કરી ? સ્વાર્થની માત્રા ઓછી હોય તો પ્રેમી ખાતર કદાચ પોતે સહન કરે પણ એય ક્રિયા શાની ? બહારની જ ને ? પોતાનો પ્રેમી આત્મા દુર્ગતિમાં ન જાય તે માટે શું કર્યું ?
મૈત્રીભાવના એ સાચો પ્રેમ છે. પરહિતચિંતા એ મૈત્રીભાવના છે. મૈત્રીભાવના એટલે પરસ્પર ભેગા થઈને ચા-પાણી પીવાં કે અરસપરસ ભેટ સોગાદો આપવી એ નહિ પણ એકબીજાના આત્માની ચિંતા કરવી એ છે. સાધર્મિક પરસ્પર ભેગા થઈ ભોજન આદિ કરે એમાં વાંધો નથી પણ તે સાથે
Page #252
--------------------------------------------------------------------------
________________
801 – ૧૭ સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ - 57 – ૨૩૧ પરસ્પરના હિતની ચિંતા હોવી જોઈએ ને ? એ આજે ક્યાં છે ? એ આવી જાય તો ધાર્યું કામ થાય.
પાછળ રોકકળ થાય છે માટે દીક્ષા વગેરે ધર્મક્રિયા નથી ગમતી’ એમ કહે છે એ વાત ખોટી છે. ખરી વાત એ છે કે એમને વાસ્તવમાં દીક્ષા વગેરે ધર્મક્રિયા જ નથી ગમતી.
સભાઃ “સમ્યગ્દર્શનની ભાવના આવે તો ને ?'
એ માટે તો આ મહેનત છે. આ ભાવના કોઈને કદાચિત્ આવે માટે જ આટલું કહેવાય છે. આ ભાવના આવે ક્વચિત્, આવે કોઈને, આવ્યા પછી ચાલી પણ જાય અને એવી જાય કે ગયા પછી પત્તો પણ ન લાગે. માટે જ એને માટે આટલી બધી મહેનત કરવી પડે છે. જે ક્રિયા પાછળ કોઈ પણ માણસ ખાનગી કે જાહેરમાં રુએ તે કરવી જ નહિ. આવો નિયમ એટલે વગર દીક્ષાએ દીક્ષા. તમારી ક્રિયા પાછળ તો રોજ દુ:ખ અને ક્લેશ રહેલાં જ છે. જિંદગી સુધી ચોવીસે કલાક બીજાને રોવડાવવાની ક્રિયા કરનારાઓ, દીક્ષા લેનાર પાછળ ચાર જણા ચાર દી માટે રૂએ તે પ્રત્યેની દયાની વાત કરે છે, એ વાજબી છે કે બનાવટી ?
સભાઃ “અજ્ઞાની આ સમજતા નથી.”
અજ્ઞાની તો જ્યાં ત્યાં હા જી ભણે. બધા જ જ્ઞાની હોત તો તકલીફ જ ક્યાં હતી ? અહીં આવનારાને એટલા માટે સમજાવું છું કે-જેથી અહીં બોલે તેવું જ બહાર બોલે. તમે અહીં જ વાંકું બોલો તો બહારની શી વાત ? અહીં જ એમ કહો કે-આ તે કઈ સદીની વાત ?” તો પછી બહાર શું કહો ?
જે સદીમાં સુખ જોઈએ તે સદીની આ વાત છે. આ સદીમાં સુખ જોઈએ તો આ જ વાત કરવી પડશે. જે સદીમાં સુખ ન જોઈએ તે સદીના જીવો માટે આ વાત છે પણ નહિ. સુખ તો દરેક સદીમાં સૌને જોઈએ છે. જે સદીમાં આ વાત નહીં હોય તે સદીના જીવો રિબાઈ રિબાઈને મરવાના છે. ધર્મનો પ્રભાવ : - પંચમ કાળ તો હજી સારો છે કે થોડા પણ જીવો સુખપૂર્વક જીવી શકે છે, તે આ ધર્મના પ્રભાવે. છઠ્ઠા આરામાં તો આકાશમાંથી અગ્નિ વરસશે, મેઘ નહિ વરસે. ભૂમિ લોઢા જેવી તપશે અને ક્ષારમય બની જશે. આજે જે નિયમિત વૃષ્ટિ થાય છે, સૂર્ય-ચન્દ્ર નિયમિત પ્રકાશ આપે છે, એ ધર્મનો પ્રભાવ છે. જે દી ધર્મ ગયો ત્યારે સૂર્ય એવો તપશે કે જમીન પર પગ નહિ મુકાય. વરસાદ પાણીનો
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
802 નહિ વરસે અને કદી પાણી વરસશે તો એવું વરસશે કે બધું સાફ કરી નાંખશે. અત્યારે અમુક અંશે સુખ છે, તે ધર્મનો પ્રભાવ છે. અમુક દેશમાં આજે પણ વારંવાર ભૂકંપ થાય છે અને જ્વાળામૂખી ફાટે છે. આગ એવી લાગે કે માઈલો સુધી બધું ભસ્મ થઈ જાય. હિંદમાં આ નથી. અહીં ભૂકંપ ક્વચિત જ થાય છે. આનું કારણ ધર્મનો પ્રભાવ છે. ઇતર દેશના માણસો વધુ બુદ્ધિશાળી મનાય છે, સાધનો ત્યાં વધારે છે છતાં આવા અકસ્માતો ત્યાં વધારે છે અને અહીં સાધનો થોડાં છતાં અકસ્માતો થોડા, એનું કારણ ધર્મનો પ્રભાવ છે. -
અત્યારે સૂર્યોદય પછી બહાર કામે નીકળાય છે. જ્યારે છઠ્ઠા આરામાં તો સૂર્ય ઊગે એટલે ગુફામાં જ પેસી જવાનું અને ત્યાં પણ તરફડવાનું. ક્યારે સૂર્યાસ્ત થાય એની જ રાહ જોવાની. સૂર્યાસ્ત થયા પછી અમુક કલાકો પછી જ્યારે ભૂમિ જરા ઠંડી થાય ત્યારે એ બહાર નીકળે અને જે મળે તે ખાય. આજે પણ જેમનાં ઘરોમાંથી, જેમના હૈયામાંથી ધર્મ ગયો છે, તેમના હૈયામાં સગડી સળગે છે. ભલે લાલ મોઢાં રાખી ફરે પણ ત્યાં સુખનું સ્વપ્ન પણ નથી. હું જ્ઞાની નથી કે બધું વિવરણ કરું પણ નિકટના પરિચયમાં રહેનારાને એ સ્પષ્ટ માલૂમ પડી જાય છે.
કેટલાક તો એવા પણ ધર્મવિરોધીઓ છે કે જે ચોવીસે કલાક એક જ ચિંતા કરે છે કે ક્યારે આ બધા ધર્મના ઢીંગલા ઠેકાણે પડી જાય ! ધર્મના નામે લોકોનું સત્યાનાશ કાઢનારા ક્યારે જાય !” એ લોકોને દુનિયામાં સેંકડો પાપ કરનારા બદમાશો, ચોરો, અનાચારીઓ, ઉઠાવગીરો નજરે ચઢતા નથી પરંતુ પાંચ-પચાસ સાધુ તથા થોડા ધર્મીઓ તરફ તેમની દૃષ્ટિ જાય છે. અને એના નાશ માટે ચોવીસે કલાક ચિંતા સેવે છે; બનતા ઉપાયો કરે છે. એમના કહેવા મુજબ કલ્પના ખાતર માનો કે ભગવાનની મૂર્તિઓ નકામી, સાધુઓ પેટભરા, ધર્મીઓ એદી અને આળસુ પણ આ દુનિયામાં કરપીણ કાર્યો કરનારા બીજા કેટલા છે ? એમને અને આમને સામસામે પલ્લામાં ગોઠવો તો ખબર પડે કે ઘોર પાપી અને દુનિયાનું સત્યાનાશ કાઢનારા કોણ છે ! સાચી દયા આવે છે ?
જો દુનિયાની દયા આવતી હોય તો આવાઓની પાપ કાર્યવાહી અટકાવો ને ! પણ ત્યાં તો કહે છે કે-“એના વિના ન ચાલે. કાયદાના નામે કતલ ચલાવનારાની પણ જરૂર છે.' આજે કાયદાના નામે કેવું ચાલી રહ્યું છે ? એક માણસ કાયદાબાજની, ડૉક્ટરની કે વેપારીની ચુંગાલમાં ફસાયો કે મૂઓ ગામડામાં જુઓ ! કોઈ ગરીબ માણસે કરજ કર્યું કે ચક્રવર્તી વ્યાજના ચક્કરમાં ફસાયો. પછી એનો છુટકારો જ ન થાય. જીવે ત્યાં સુધી ભરે તોય લેણું કાયમનું
Page #254
--------------------------------------------------------------------------
________________
~ ૧૭ : સંસારમાં રહે છતાં સંસારમાં ન રમે, તે સંઘ ઃ - 57 — ૨૩૩
કાયમ. કોઈ વરસ વરસાદ ન પડે તો જપ્તી પણ લાવે. આવા વેપારી આજે કેટલા ? પચાસનો પગાર લઈ સો ખાઈ જનારા નોકરો કેટલા ? આઠ કલાકનો પગાર લઈ ચાર કલાક પણ પૂરું કામ નહીં કરનારા કેટલા ? નોકરના શરીરને જાળવનારા શેઠ કેટલા ? પથારીએ પડેલા ગરીબ દરદી પાસે પણ પોતાનું બીલ વસૂલ કરનારા ડૉક્ટરો કેટલા ? ઘરના કહે કે ‘કમાનારો આ હતો.' તોયે ડૉક્ટ૨ ન સાંભળે. કોઈ એવો નીકળ્યો કે ઉપરથી સહાય કરે ! અપવાદ કોઈ હોય એની ના નથી. આવા અનીતિ, અન્યાય દૂર કરવા આ ભણેલાઓએ કેટલી મહેનત કરી ?
803
એમને તો ભગવાનનાં મંદિર, મૂર્તિ, આગમ, દીક્ષા, દાન, સાધર્મિક વાત્સલ્ય, ઉપધાન, ઉજમણાં, એ બધું ખટકે છે. એને એ બેકારીનાં કારણો માને છે. પણ આ બધા તો ઉન્નતિના ઉપાયો છે. ચોંવીશે કલાક અનીતિ આદિમાં મશગૂલ રહેવું એ જ બેકારીનો રસ્તો છે. આ આર્યદેશ આજે અનાર્ય બની રહ્યો છે એવી શંકા ઊપજે છે. શાસ્ત્ર કહે છે કે આર્યદેશ પણ કાળબળે તેવા સંસર્ગથી અનાર્ય પણ થાય અને અનાર્ય આર્ય પણ થાય. કાઢવા જેવી વાતોને કાઢવાનું સ્વપ્નમાં પણ નથી સૂઝતું અને આત્માની પોષક વાતોને કાઢવા તૈયાર થાય છે એ ઓછા દુઃખની વાત નથી.
સંખ્યા વધારવા ગમે તેને પ્રવેશ ન અપાય ઃ
એ લોકો‘જૈનોની સંખ્યા વધા૨વી જોઈએ' એવી બૂમો પાડે છે. હું કહું છું કે ટોળામાં રાજી થવાનું નથી. શંભુમેળો ભેગો કરવાથી લાભ શો છે ? સંખ્યા વધા૨વા ગમે તેને ભેગા ન કરાય. સંખ્યા વધારવા તોફાનીઓને ભેગા કરશું તો એ જ આપણને મારી પાડશે. ઘરમાં ચાર માણસો હોય તેના બાર કરવા બહારના આઠને થોડા અંદર આવવા દેવાય ? ડાહ્યા તો સલાહ આપે કે ચારને માર ખાઈને બહાર નીકળવું હોય તો આઠને અંદર આવવા દેવાય. આઠ તો સમજે છે કે અંદર ઘૂસી સત્તા જમાવીશું તો ચારને કાઢતાં શી વાર ?
કહ્યું છે કે-પર: પ્રવિષ્ટઃ તે વિનાશમ્ ।
પારકો પેસે એટલે નાશ જ સમજ્યો.
શ્વેતાંબર મૂર્તિપૂજક ચાર લાખને બદલે એક લાખ, અરે ! પચાસ હજાર પણ હોય તો હરકત નહિ. પણ એની પાસે આ શરત જોઈએ કે-ભવોથ્થો ન રમતે । ભવોધિમાં ૨મે નહિ. આવી શરત કબૂલે એવાને વધારો. પણ કહે કે ‘એ નથી ગમતું’તો એવાને દૂર રાખો. પેલા પચાસ હજાર તો એક દાયકામાં પાંચ લાખ પેદા ક૨શે. ભવોદધિમાં ન ૨મે એવા જોઈએ. આવા બધા થાય તો યુગ પલટાય.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કંગાળોના હાથમાં સત્તા આવશે ત્યારે
...:
આનાથી વિરુદ્ધ વર્તાવ થાય તો ફાયદો નથી. અંગ્રેજોનું રાજ્ય છે, તે આપણે આજે આ બોલી શકીએ છીએ. મંદિરોમાં ઘંટ વગાડી શકીએ છીએ; ધજા ચઢાવી શકીએ છીએ. જે દિવસે આવા કંગાળોના હાથમાં સત્તા આવશે
804
ત્યારે પહેલી ત્રાપ મંદિરો પર પડશે. એ કહેશે કે મંદિરો બંધ કરો, કારખાનાં ખોલો. એવો સમય આવી રહ્યો છે. એવો પણ સમય આવશે કે જ્યારે ધર્મ ઘ૨માં જ થઈ શકશે. ત્યાગના ઉપદેશ જાહેરમાં અપાય છે, તે નહિ આપી શકાય. આપનારને ચાલ્યા જવાનું કહેશે. સ્વતંત્રતાની વાતો કરનારા, બીજાની સ્વતંત્રતા નહિ સ્વીકારે. કહેશે કે - ‘અમે કહીએ એમ જ કરવું પડશે..’ એ લોકો કહે છે કે-‘ત્યાગના રાગડા નથી જોઈતા.’ એમને પૂછો કે તો શેના જોઈએ છે ? કાણ મોકાણના ? આગળ વધીને કહે છે કે-આગમની વાયડી વાતો નથી. જોઈતી; દીક્ષાની ઘેલી વાતો બંધ કરો; પંચાંગીની જરૂર નથી; અમારે લકીરના ફકીર નથી બનવું.’
વાત ખરી છે કે તમે એ માટે જન્મ્યા જ નથી. લકીરના ફકીર તો તે થાય કે જેનો પૂર્ણ પુણ્યોદય હોય; જેનો આત્મા સદ્ગતિમાં જવાનો હોય. પુણ્યહીન અને દુર્ગતિગામી આત્માઓને આ બધું ન રૂચે. દીક્ષામાં એમને ગાંડપણ લાગે, પંચાંગી એમને વાહિયાત લાગે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. આખી દુનિયા કદી દીક્ષાની વાતને ગાંડી કહે, પંચાંગીને વાહિયાત કહે તોયે શ્રદ્ધાળુ તો કહે કે-એ ઘેલછા એમને મુબા૨ક હો ! પણ અમે તો નાશક અને સંહા૨ક એવા તમારા શરણે આવવા તૈયાર નથી.
માટે વસ્તુને વસ્તુસ્વરૂપે સમજો.
સમ્યગ્દર્શનની રૂઢતા માટે ‘મોઘો ન રમત્તે' એ શરતની વાત કરી. હવે આગળ શું જોઈએ, તે કહે છે.
#
મ
૧. આજથી છપ્પન વર્ષ પૂર્વે ઉચ્ચારેલી આ વાણી આજે અક્ષરશઃ અનુભવમાં આવી રહી છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૨, સોમવાર, તા. ૧૦-૨-૧૯૩૦
♦ પીઠ ઉપર મોટો આધાર છે :
♦ સમ્યગ્દષ્ટિના વિચારો કેવા હોય ?
♦ એ કુતર્કોની જાળને ભેઘે જ છૂટકો :
♦ સંઘ, સંસારમાં હોવા છતાં સંસારને કેવો માને ?
♦ અહીં તો જે સાચું હશે તે જ કહેવાશે :
જેને ધર્મની કિંમત હોય તેની પાસે જમાનો પામર છે ઃ
ધર્માત્મા પાસે સીતાજી જેવું હૈયું જોઈએં :
ધર્મીને અધર્મી સાથે મેળ ન હોય :
તમારી બહાદુરીની અમને ઈર્ષ્યા થાય છે ઃ બાળકના જેટલું પણ સ્વમાન છે
?
♦ ધર્મ ક૨વો હોય તેણે ભોગ તો આપવો જ પડશે ?
58
પીઠ ઉપર મોટો આધાર છે :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘને મેરૂ સાથે સરખાવી સ્તવના ક૨તાં ફરમાવે છે કે જેમ મેરૂની પીઠ વજ્રરત્નમય અને દૃઢ, ગાઢ, અવગાઢ છે તેવી જ રીતે શ્રી સંધરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી હોઈએ. સમ્યગ્દર્શનરૂપ પીઠને દઢ બનાવવા શંક઼ાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ. પાંચ દોષોનો પરિત્યાગ ન થાય ત્યાં સુધી એમાં દૃઢતા ન આવે. દૃઢ બન્યા પછી એ પીઠને રૂઢ બનાવવા માટે શું કરવું જોઈએ, એ વિચાર ચાલે છે. પીઠ દૃઢ બન્યા પછી રૂઢ બનાવવા પ્રયત્ન ન થાય તો એને પણ ભેદાતાં વાર ન લાગે.
મેરૂની સાથે શ્રી સંઘની સરખામણી ચાલે છે. મેરૂ એ અનાદિ અનંત અને લાખ યોજન પ્રમાણની શાશ્વતી વસ્તુ છે. એમાં કોઈ કાળે પરિવર્તન થાય તેમ નથી. વસ્તુ જેટલી મહત્ત્વની તેટલી જ એમાં દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દૃઢતા વગેરે હોવી જોઈએ. શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ પીઠ માટે દઢતા વગેરે એટલી જ જરૂરી છે. આજે કેવળ સંઘની
Page #257
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
શિથિલતા છે એમ નથી પણ પીઠની પણ શિથિલતા છે. પીઠની શિથિલતાને કા૨ણે તો ઉપ૨નો સમુદાય બોજારૂપ બને. પીઠ ઢીલી હોવાથી એ સમુદાય ક્યારે શું કરે તે ન કહેવાય. સંઘત્વના રસિયાએ પીઠને દૃઢ, રૂઢ, ગાઢ, અવગાઢ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ.
૨૩૬
806
શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી એ સમ્યગ્દર્શનરૂપ પીઠને દૃઢ બનાવવી જેથી કુમતવાસના રૂપી જળ અંદર ન પેસે. એ રીતે દઢ બન્યા પછી પણ વિચારોની સ્થિરતા નહિ હોય, ભાવનાની મક્કમતા નહિ હોય, સમયે સમયે વિશુદ્ધ થતી જતી ઉત્તમ પરિણામની ધારા કાયમ નહિ હોય તો એમાં રૂઢતા નહિ આવે અને દઢતા નહીં ટકે.
દુનિયામાં રહેવું અને પીઠ સાચવવી એ ઘણું કપરું કામ છે; કેમકે આજનો હલ્લો આ પીઠ ઉપર છે. ઉ૫૨ની બધી વસ્તુઓ ટકવાનો આંધાર પીઠની મજબૂતાઈ ઉ૫૨ છે. પીઠ ગઈ તો ઉપરનું બધું રાખ્યું પણ ન રહે: આજે મોટે ભાગે પોલાણ પીઠમાં છે.
સમ્યગ્દષ્ટિના વિચારો કેવા હોય ?
શ્રી વીતરાગના અનુયાયીઓ ભેગા થયા હોય એમને જોવાથી શ્રી વીતરાગનાં દર્શન જેવો આનંદ થાય એમ જે કહેવાયું છે તે શા કારણે ? એના ચહેરા ઉપર એવું શું આકર્ષણ હોય, કે જેથી એટલો આનંદ થાય ? એના ભાલપ્રદેશ ઉપર કાંઈ મણિ લટકાવ્યો હોય છે ? કે એની પાઘડી મોટી હોય તેથી આનંદ આવે ? આ બધું બરાબર વિચારો. દઢતા પછી રૂઢતા માટે આપણે જે વિચારો બતાવવા માંગીએ છીએ, જે ભાવના કેળવવા માગીએ છીએ, એ ભાવના જ ન હોય ત્યાં સંધત્વ રહે શી રીતે ?
શ્રી સંઘનું વર્ણન શા માટે ચાલે છે ? ચોવીસ તીર્થંકરની ગેરહાજરીમાં શ્રી સંઘ પચીસમા તીર્થંકર સમો છે, માટે. એ શ્રી સંઘને શાસ્ત્ર નગર, ચક્ર, ૨૫, પદ્મ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાતેય ઉપમાઓથી સ્તવ્યો અને હવે આઠમી ઉપમા મેરૂફિંગિરની ઘટાવે છે. તે ઉપમાના ગુણો શ્રી સંઘમાં હોવા જોઈએ. એમાંના ગુણોનો એક અંશ પણ ન હોય એવા સમુદાયને જોઈને જો શ્રી વીતરાગનાં દર્શન જેટલો આનંદ થાય તો તો કહેવું જોઈએ કે એના વીતરાગ પણ કોઈ જુદો હશે ! વેપા૨ી નાતો કોની સાથે રાખે ? બધું લૂંટી જાય એની સાથે ના તો રાખે ? એક વાર સો લઈને ન આપ્યા, બીજી વાર લઈ ગયો ને ન આપ્યા પછી એની સાથે નાતો રાખે ખરો ? છતાં એવી વાતો થાય છે તેથી લાગે છે કે આવા વિચાર ધરાવનારાઓમાં સમજ જ ઓછી છે. શાસ્ત્રનું એમનામાં
Page #258
--------------------------------------------------------------------------
________________
— ૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58
જ્ઞાન નથી, શ્રી જિનેશ્વરદેવના શાસનને એ ઓળખતા જ નથી. સાધર્મિક ભક્તિ ટકાવવાનો ઇન્કાર નથી અને શ્રી સંઘ એ પચીસમો તીર્થંકર છે, તેથી એનું અપમાન આપણાથી ન થાય એની કાળજી રાખવી જોઈએ એ વાતનો પણ ઇન્કાર નથી. પણ વસ્તુમાં તત્ત્વ છે કે નહિ, એ તો જોવું પડે ને ?
સભા : પાટ પર બેઠેલા બોલે તો ને ?
807
૨૩૭
હું કહેતો હતો કે આ ભાઈ કહે છે. અને કોઈ પણ સમજુ માણસ એમ કહે. પરંતુ એ વાત હમણાં બાજુએ રાખો. અહીં તો જે ફ૨જ બજાવે તે લાભ ઉઠાવે. ધર્મ જનોના હૈયામાં શું શું ચાલી રહ્યું છે અને કેવી નિરાશા જન્મી છે, તે સમજાય છે ને ? આ સમયે બેસી રહેવાથી નહિ ચાલે. પોતાની સઘળી શક્તિનો ઉપયોગ કરી પોતાની જાતને અને પોતાના સાથીઓને બચાવવા શક્ય તમામ પ્રયત્નો કરવા. બહાર લાગેલી આગ પોતાના ઘર સુધી આવે તોયે બીજાની આશાએ કેમ બેસી રહેવાય ? જે વિચારો પ્રભુના સંઘમાં હોવા ઘટે તે ન હોય, તો વર્તન અને પરિણામની વાત જ ક્યાં રહે ?વિચારોનો મેળ નથી એ જ મોટી વિષમતા છે.
પોતાની માનેલી ચીજ રાખવી જોઈએ, તેમ છતાં અવસરે એ પણ મૂકવી પડે. શરીરનાં અંગો આપણાં જ છે ને ? પણ તેમાં પણ અવસરે કોઈ અંગમાં
સડો પેસે ને તે અંગ કપાવવું પડે. તો કપાવાય કે રાખી મુકાય ? મારું ક્યાં સુધી ? કહો કે સુધરે ત્યાં સુધી. તદ્દન સડે, અંદર કીડા પટે છતાં રાખવું એ તો મૂર્ખાઈ જ છે ને ? આવી જ મૂર્ખાઈ કરવામાં જૈન સંઘે આજ સુધી ઘણું ગુમાવ્યું છે. ધર્મને હાનિ પહોંચી છે અને કરવા જોગી કાર્યવાહી કરી શક્યા નથી. માટે સંઘનું સ્વરૂપ સમજી એના બંધારણને બરાબર મજબૂત કરવું પડશે. બંધારણ મજબૂત હશે તો ધાર્યું કામ પાર પાડશે. માટે સૂત્રકાર મહર્ષિ સમ્યક્ત્વની દૃઢ પીઠને રૂઢ બનાવવા કહે છે.
એ કુતર્કોની જાળને ભેદો જ છૂટકો :
સૂત્રકા૨ ૫૨મર્ષિએ કહેલા વિચારો આ વીસમી સદીમાં ચાલે કે કેમ ? એ પ્રશ્ન ઊભો થયો છે. કહે છે કે આ તો વાતવાતમાં સંસારની અસારતા લાવે છે. એ લોકોની દલીલ છે કે “ગૃહસ્થાવાસ એ જો પાપ છે તો ગૃહસ્થનાં અન્નપાણી વિના કર્યો સાધુ જીવી શકે છે ?” જૈન દર્શનને સમજેલાનાં આ વચન હોય ? હું પૂછું છું કે કયા તીર્થંકર ભગવંતે ગૃહસ્થના અન્નપાણીનો ઉપયોગ ન કર્યો ? છતાં કોઈ તીર્થંકરે ગૃહસ્થાવાસની પુષ્ટિ કરી ? જે પાપના આધાર વિના ન ચાલે તે પાપને પાપ ન કહેવાય ? આ તો કહે છે કે “પાપ-પાપ કહેવું અને
Page #259
--------------------------------------------------------------------------
________________
808
૨૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એની નિશ્રા વિના રહેવું નહિ, એનો અર્થ શો ?” હું કહું છું કે-ગૃહસ્થના આહાર પાણી વહોરનારો સાધુ પાપની નિશ્રા લે છે, એમ પુ૨વા૨ કરી શકશો ? મોક્ષમાં જના૨ને છ કાયની નિશ્રા ખરી કે નહિ ? મનુષ્ય યોનિ વિના મોક્ષમાં જવાય ? ના. તો મનુષ્ય યોનિમાં આવવાનો દરવાજો તો અબ્રહ્મ છે, છતાં તીર્થંક૨દેવે અબ્રહ્મને પાપ કેમ કહ્યું ? બધા બ્રહ્મચારી બને તો માણસ જન્મે ક્યાંથી ? અને માણસ જન્મે નહિ તો મુક્તિએ જાય કોણ ? આવી બધી જાણ શ્રી તીર્થંકરદેવોને નહોતી એમ ? છતાં એમણે બ્રહ્મને પાપ કહ્યું અને બ્રહ્મચર્યને મહાવ્રત કહ્યું ને ? જે અબ્રહ્મના યોગે મુક્તિએ જવાય (અબ્રહ્મના યોગે મનુષ્યભવ-મનુષ્યભવના યોગે મુક્તિ) એ જ અબ્રહ્મનાં પચ્ચક્ખાણ કરવાનું શ્રી તીર્થંક૨દેવોએ ફરમાવ્યું ને ? આ લોકોનું તર્કશાસ્ત્ર કઈ જાતનું છે એની એમને પણ ગતાગમ નથી. પરંતુ તેમના આવા અયોગ્ય વિચારોની સામાન્ય જનતા ઉપર કેવી છાપ પડે, તે જ વિચારવા યોગ્ય છે.
ગૃહસ્થાશ્રમના ટેકા વિના સાધુઓ જીવન ન શકે તો પછી ગૃહસ્થાશ્રમને ત્યાજ્ય કેમ કહે ?' આ તેમનો સવાલ છે. વારું ! તો કહો કે ત્યજ્યું તે અજ્ઞાન કે જ્ઞાન ? ભગવાને પણ ત્યજ્યું અને ત્યજવાનો જ ઉપદેશ આપ્યો ને ? તો પછી આવા પ્રશ્નો કેમ થાય છે ?
સભા એમના વિચારો એવા છે.
એમના વિચારો ગમે તેવા હોય પણ તમારા વિચારો કેવા છે ? આ ડાળાં પાંખડાં નથી હલાવાતાં પણ મૂળ જ ખોદાય છે, વૃક્ષમાં અગ્નિ નથી મુકાતો પણ તેના મૂળમાં જ અગ્નિ મુકાઈ રહ્યો છે. વૃક્ષમાં અગ્નિ મુકાય તો મૂળને સીંચીને વૃક્ષને ફરી નવપલ્લવિત બનાવી શકાય પણ મૂળમાં અગ્નિ મુકાય એટલે તો સર્વનાશ થઈને જ રહે. આજે અમુક વર્ગ ધર્મને મૂળમાંથી જ સાફ કરવા માગે છે. છતાં અજ્ઞાન લોકો તેમની પાછળ દોડી રહ્યા છે. ઝાંઝવાનાં જળ પાછળની આ દોટનું પરિણામ શું આવશે ? જૈનશાસનથી પરવારી બેઠેલાઓની આ બધી ધમાલ છે. માટે તમે એમનાથી ચેતી જાઓ. ઝેરનાં પારખાં વારંવાર ન હોય. દુનિયામાં કહેતી છે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ. માટે તમને કહું છું કે હવે બરાબર સાવધાન થઈ જાઓ.
આજે એવી કમનસીબ સ્થિતિ સર્જાઈ છે કે તમારામાં અને અમારામાં એવા લોકો પેસી ગયા છે કે જેમને આપણે ઓળખવા પડશે. અહીં બેઠેલામાંની પણ ચકાસણી કરવી પડશે. શાહના સમુદાયમાં દેવાળીઆ પેંસી જાય, તેમ અહીં આવીને પણ સંસારની વાતને પુષ્ટિ આપનારા હોય. આ દોષમાં પણ તમારી
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૯
૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58 જવાબદારી છે. સ્વાર્થ, માનપાન, પોઝિશન ખાતર તમે ઘણું જતું કર્યું તેનું આ પરિણામ આવ્યું. માટે હવે તો ‘તમે ફરજમાં મક્કમ રહી અમને પણ મક્કમ બનાવો.’ એવું આ પાટે બેઠેલાને તમારે કહેવું પડશે.
દેવ, ગુરુ, ધર્મને મુક્તિ માટે માનવાના છે. અમુકને જ દેવ માનવા એવું આ શાસનમાં નથી પણ અમુક વિશિષ્ટતાવાળા વીતરાગને જ દેવ માનવા એવો કાયદો છે. બધા જ ગુરુ-એવું નહિ પણ સુસાધુને જ ગુરુ માનવાના છે. અને જેના યોગે મુક્તિની સાધના થાય તેને જ ધર્મ માનવાનો છે. આવી યોગ્યતા તપાસીને વર્તવાનું છે. પછી એક તરફનો વાંક કાઢી ખસવા માંડો તે કેમ ચાલે ? એથી તો તમારી ભૂલને છુપાવવા માગો છો, એવું નક્કી થાય. દેવ, ગુરુ, ધર્મની સુંદરતાની જેમ હવે શ્રી સંઘની સુંદરતાનું વર્ણન ચાલે છે. શ્રી સંઘ શું બોલે, શું વિચારે કઈ પ્રવૃત્તિ કરે, એ બધું જોવું પડશે અને જાણવું પડશે. પાંચ-પચીસ ભેગા થયા એટલા માત્રથી તેને સંઘ ન કહેવાય. એ જે કહે તે બધું માની ન લેવાય. જો માની લો તો તમારું સ્થાન સંઘમાં કે ટોળામાં ? સંઘમાં નીતિ કેવી હોય ? સંઘમાં બેઠેલાને મરજી મુજબ કરવાની છૂટ ખરી ? જે મરજી મુજબ વર્તે તે સંઘમાં રહી શકે ખરા ? સંઘમાં કોણ રહી શકે ? પોતાની મરજી મુજબ વર્તે તે કે ભગવાનની આજ્ઞા મુજબ વર્તે તે ? `
809
આ પીઠની વાત ચાલે છે. પીઠમાં માત્ર કાણાં નથી પડ્યાં પણ કીડા પડ્યા હોય એવી સ્થિતિ થઈ છે આનો દોષ તમે કોઈના પર ઢોળી શકતા નથી. આપણે સૌ ઓછે-વત્તે અંશે જવાબદાર છીએ. ‘ભગવાન ભૂલ્યા’ એમ ગુરુ જ કહે છે, તો અમારે શું ? એવું જમાલીના પાંચસો શિષ્યોએ નથી કહ્યું. એમણે તો તરત જ જમાલીનો ત્યાગ કર્યો. ગુરુની બુદ્ધિ ફરે, એ ઉન્માર્ગે જાય, પતનશીલ થાય, તો એ વાત વચ્ચે લાવી તમે આઘાપાછા થાઓ અને પછી બચાવ કરો એ ન ચાલે. સંસારની મોજમજામાં ઉદય માનનારાઓ પાસેથી શ્રી સંઘના ભલાની આશા કેમ રખાય !...અસ્તુ.
સંઘ અને જ્ઞાતિનો ભેદ સમજો. લગ્નની રજા જ્ઞાતિ આપે કે સંઘ ? જો એકલા સંઘથી જ બધું કામ ચાલતું હોત તો ન્યાતની જરૂ૨ શી ? પણ અમુક કાર્યો ન્યાત જ કરે અને અમુક કાર્યો સંઘ જ કરે. સંઘ શાનો નિર્ણય કરે ? સંઘ એટલે શું ? સહાય પણ કરે અને અંતરાય પણ નાખે ? સાધર્મિકને જોઈને શ્રી વીતરાગનાં દર્શન જેવો આનંદ થયા પછી ત્યાં બોલાય શું ? વર્તાય કેમ ? મંદિરની ચોરાશી આશાતના યાદ છે ? ત્યાં દુનિયાની વાતો થાય ? હાંસી,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મશ્કરી થાય ? શ્રી વીતરાગના અનુયાયીઓ શ્રી વીતરાગના માર્ગને સુવ્યવસ્થિત કરવા ભેગા થાય, તો શા શા વિચાર થાય ?
810
જૈન જ્ઞાતિ ભેગી થાય, જૈનોનો સામાન્ય સમુદાય ભેગો થાય તો ત્યાં એ જ્ઞાતિને લગતાં કાર્યો કરે તેમાં કોઈને વાંધો ન હોય પણ સંઘના નામે ભેગા થાય ત્યાં શું કરે ? શું થઈ શકે ? એ વિચારવું જરૂરી છે.
બીમાર આગળ કૉન્ફરન્સ ડૉક્ટરોની કે વકીલોની ? ત્યાં ધારાશાસ્ત્રીનો અભિપ્રાય કામ લાગે ? ધારાશાસ્ત્રી કહે કે ‘હજી તો પચીસ વર્ષનો થયો છે, એ મરે શાનો ? મરે તો ફરિયાદ માંડું ! તો કઈ કૉર્ટ પાસે ફરિયાદ માંડે ? ડૉક્ટરો ભૂંગળી મૂકે, ફેફસાં તપાસે, પ્રેશ૨ માપે, પલ્સ જુએ અને ઘટતી વ્યવસ્થા કરે. એ ડૉક્ટરની જગ્યાએ બીજા ડહાપણ કરવા જાય તો દરદી કાલે મરતો હોય તો આજે મરે. જે સમુદાય જે માટે ભેગો થયો હોય, તે તે અંગેના નિર્ણયો લે કે બીજા ? ‘અમે ગૃહસ્થો શા માટે બધું ન કરીએ ?' એવો બચાવ કરો તે ન ચાલે. સમ્યગ્દષ્ટિ થવા માગતા હો, ભગવાનના સંઘમાં રહેવા માગતા હો તો ભાવના કઈ હોવી જોઈએ, વિચાર કયા હોવા જોઈએ, પ્રવૃત્તિ કઈ હોય-એ વિચાર્યું ? પ્રવૃત્તિ ન હોય તો હજી નભે પણ વિચાર તો યોગ્ય હોવા જ જોઈએ ને ? સંઘ સંસારમાં હોવા છતાં સંસારને કેવો માને ?
તમે ગૃહસ્થાવાસમાં રહેવા છતાં જૈનશાસનમાં રહી શકો છો, પણ ગૃહસ્થાવાસમાં રહેવું જોઈએ એમ કહો તો સંઘમાં કેમ રહી શકો ? તમારે પૃથ્વીકાયાદિની હિંસા વિના નથી ચાલતું માટે ઉપયોગ કરવા છતાં સંઘમાં રહી શકો છો, પણ ‘એના ઉપયોગમાં કાંઈ વાંધો નહિ' એમ બોલો તો સંઘમાં ટકાય ! પ્રતિક્રમણમાં સાત લાખથી માંડી ચોરાશી લાખ જીવયોનિ હણ્યા, હણાવ્યા, અનુમોદ્યાની ક્ષમાપના કરો છો, ત્યાં ‘રોજ હણીએ એની વળી ક્ષમાપના શું કામ ?' એમ કહો તો ચાલે ? ‘ગૃહસ્થ વિના સાધુ જીવી શકે નહિ, તો પછી ગૃહસ્થપણામાં પાપ શેનું ?’-એક વર્ગની આ દલીલ છે. હું પૂછું છું કે ગૃહસ્થો ઘર માંડીને બેઠા છે તે શું સાધુની રક્ષા માટે જ એમ ? સાધુઓ ચાલ્યા જાય તો ગૃહસ્થો ઘેર તાળાં મારીને ચાલ્યા જવાના એમ ? મુંબઈના આ બધા માળાઓ સાધુઓ આવ્યા પછી બંધાયા કે પહેલાં હતા ? શ્રી નેમનાથ ભગવાનના ચરિત્રમાં આવે છે ને-ભાભીઓ ભગવાનને કહે છે કે *સ્ત્રી વિના મહેમાનને કોણ જમાડે ? યાત્રામાં સાથે કોણ આવે ?' તો તમે બધા પણ એ માટે જ પરણ્યા છો ને ? બાર મહિનામાં તીર્થયાત્રા કેટલી કરો છો ? સાધર્મિક મહેમાનો કેટલા જમાડો છો ? તમે જો સાધુ માટે જ ગૃહસ્થાવાસ માંડ્યો હોય
Page #262
--------------------------------------------------------------------------
________________
81 – ૧૮ઃ જે ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 – ૨૪૧ તો તો માનવું પડે કે સાધુએ તમારી નિશ્રા લીધી માટે પાપના ભાગીદાર બન્યા. પણ આ સંસારમાં ગૃહસ્થાવાસ કાયમી છે કે હમણાં નવો શરૂ થયો છે ? સાધુ હોય તો જ એ ચાલે કે ન હોય તો પણ ચાલે ? સાધુ આવે તો જ તમે ખાઓ કે ન આવે તો પણ ખાઓ ખરા ? સાધુને ઉપવાસ તો તમારે પણ ઉપવાસ એમ ? સાધુને વહોરાવ્યા પછી જ જમનારા કેટલા ? અને બાર મહિને એક દિવસ પણ સાધુને ઘેર ન લઈ ગયા હોય એવાં ઘર કેટલાં ? અને આગળ વધીને આવાને આપવામાં લાભ શો ?” એવું કહેનારા કેટલા ?
માટે સમજો કે ગૃહસ્થાવાસ તો કાયમનો છે. એની સાથે સાધુને સંબંધ શો ? ગૃહસ્થનું બધું બગડતું હતું, બધું અન્ન પાપી પેટમાં જતું હતું, તે સાધુએ આવીને એમાંનું થોડું સન્માર્ગે વાળ્યું. એમાં સાધુને પાપ સાથે મેળ ક્યાંથી થયો ? તમારી પાપક્રિયા એ પુણ્યશાળીને માથે ચડાવાય ? તમારી કાયમની આરંભાદિની પ્રવૃત્તિ એમના માટે છે એમ મનાવવું એ સમ્યક્તની ક્રિયા કે મિથ્યાત્વની ક્રિયા ? આ બધો પ્રચાર શાનો છે ? જેટલી સારી ચીજ, એનું ઉત્પત્તિસ્થાન અયોગ્ય જ હોય. કમળ કાદવમાં પેદા થાય છે, માટે એને કાદવ જેવું કહેવું, એ મૂર્ખાઈ છે. કાદવ હાથમાં ન લેવાય અને કમળ સુંઘાય. એને માથે પણ ચડાવાય. શ્રી સંઘને કમળની ઉપમા આપી, પણ ત્યાં કહ્યું શું ? શાસ્ત્ર કહે છે કે સંઘ અલ્પ સંસારી છે, માટે એ ઉપમા આપી છે. કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થવા છતાં અને પાણીથી વધવા છતાં એ બંનેથી અધ્ધર-નિર્લેપ થઈને રહે છે; તેમ શ્રી સંઘ સંસારમાં ઉત્પન્ન થવા છતાં એને સંસાર અને ભોગ ન ગમે. એ બંનેથી એ નિર્લેપ બનીને રહે.
આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે જે આત્મા તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયો કહે, તેને પ્રમાણ પૂછો ! જેમ મેટ્રિક પાસ થયેલા પાસે સર્ટિફિકેટ માંગો છો, તેમ એની તત્ત્વશ્રદ્ધાનું પ્રમાણ માંગો એ પ્રમાણ શું ?
ન રમતે મો - સંસારસાગરમાં રમે નહિ.
તત્ત્વશ્રદ્ધા થયાનું આ પ્રમાણ છે. આ ન પાલવે તેનું અહીંયાં કામ નહિ. જેને સંસાર ગમે એને પૂરેપૂરું રૂચે નવ તત્ત્વમાં કયું તત્ત્વ છે ? સંસારમાં રમવા ઇચ્છે તે સમ્યગ્દષ્ટિ કહેવાય ? સમ્યગ્દષ્ટિ કહેવરાવવું અને સંસારની રમત મજેથી ચાલુ રાખવી એ કેમ બને ? આ તો ભગવાનને સંસારતારક કહે અને સાથે જ કહે કે-“મને તો સંસારમાં મજા છે માટે અહીં જ રહેવા દો ! આવી વાત છે. મોટા થયા પછી ધૂળમાં હાથ ન નખાય.બાળક વિષ્ટામાં હાથ નાખે તો ક્ષમ્ય છે પણ મોટા નાખે તો ?
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
812
સભા ‘મૂર્ખ કહેવાય.’
તેમ પોતાને સમ્યગ્દષ્ટિ કહેવરાવે તે સંસારમાં ૨મે તો તે કેવો કંહેવાય ? માટે સમજો કે સમ્યગ્દષ્ટિ સંસારમાં ૨મે જ નહિ-એ વાતો શાની કરે ? નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે
બે પંડિત ભેગા થાય તો તત્ત્વની વાત કરે અને બે ગધ્ધા ભેગા થાય તો લાતાલાત કરે. અને ગધેડા પાસે સજ્જન જાય તો ? એને પણ લાત ખાવી પડે. ડાહ્યો માણસ ભૂલથી ઘોડો સમજી ગધેડા પાસે જઈ ચડે પણ જેવી ખબર પડે તેવો જ તેનાથી દૂર ભાગે. એ રીતે માણસ પણ શબ્દાડંબરથી કદી ન ઓળખાય ને સંપર્કમાં આવી જવાય, પણ જેવો ઓળખાય કે તરત તેનો સંબંધ કાપી નાખે. નહિ તો પેલાની જેમ લાતો ખાવાનો વારો આવે. સમ્યગ્દષ્ટિ સંમ્યગ્દષ્ટિ સાથે જ અંતરનો મેળ જામે, અન્યની સાથે કેમ જામે ?
જ
અહીં તો જે સાચું હશે તે જ કહેવાશેઃ
શ્રી સંઘ સર્વ પ્રકારે પૂજ્ય ખરો પણ ત્યાં સંઘત્વ જોઈએ. સંઘત્વ ન હોય તો કેમ નભે ? દૃઢ પીઠમાં રૂઢતા લાવવા માટે જોઈતા વિચારોમાં તન્મય બનવું જોઈશે. એને અનુસરતી ભાવના જોઈશે. આ તો કહે છે કે-‘અમારા સંસારને વગોવવાનો મુનિઓને હક્ક શો ?' હું કહું છું કે તમારા સંસારને વગોવવાનો, તમને સંસા૨થી છોડાવવાનો, પાઘડીવાળાને ઉઘાડા માથાવાળા બનાવવાનો ભગવાને અમને હક્ક આપ્યો છે. એ હક્ક જેને સ્વીકાર્ય ન હોય તેઓ અહીંથી ઊઠી જઈ શકે છે. આપણે તો ખુલ્લેખુલ્લી વાત કરવી છે. એમ ને એમ કોઈને ગળે કાંઈ વળગાડવા માગતા નથી. ઘણા કહે છે કે-મહારાજ બધાને ઓછા વળગાડી દે છે. પણ એમ કોઈને વળગાડાય નહીં. વળગાડવાની એ ચીજ નથી. દીક્ષા લેવા આવનાર પણ હાથ જોડીને માગણી કરે કે
" इच्छकारी भगवन् पसाय करी मम मुंडावेह, मम पव्वावेह, मम वेसं સમચ્છેદ ।"
ત્યારે જ અમે ઓઘો આપીએ છીએ.
દીક્ષા લેવા તરફ તમારી મનોવૃત્તિ કેળવવાનો અમને હક્ક છે. અને એ માટે તમારા સંસારની વાસ્તવિક ખરાબી પ્રગટ કરવાનો પણ અમને હક્ક છે. તમારું હિત કરવું છે માટે તમારી ખામીઓ જ બતાવવાની અને તમારા ગુણ મનમાં રાખવાના. સાધુ કાંઈ તમને રાજી રાખનારા ભાટચારણ નથી. ખામીઓ સાંભળવાની શક્તિ હોય તેમણે જ અહીં આવવું. ખોટા કામની પાછળ ભલે
Page #264
--------------------------------------------------------------------------
________________
813 - ૧૮ : જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે : - 58
લાખ માણસો હોય તોયે ખોટાને ખોટું કહેતાં અમે અચકાવાના નહિ. પાછળ સમૂહબળ જાણ્યા છતાં ખોટાને ખોટું જાહે૨ ક૨વામાં આવશે જ અને એની ઉદ્દઘોષણા થશે જ. એ સાંભળવાની શક્તિ હોય અને બહાર જઈ એવો જ સૂર પૂરવાની ભાવના હોય તો જ અહીં આવવું. કોઈ કહે કે ‘પણ ફલાણા એમાં છે’ પણ મોટો ચમરબંધી હોય તોયે શું ? તમે-અમે કોના આધારે જીવીએ છીએ ? પ્રભુશાસનના આધારે. એ બળ ગયા પછી જીવવામાં રસ પણ શું ૨હેવાનો ? પછી તો છઠ્ઠો આરો જ છે. પાંચમા આરામાં ભગવાનનું શાસન મળ્યું, માટે દુઃખ ભૂલી ગયા.
૨૪૩
આ પંચમ કાળ છે. ફણિધર જેવો ભયંકર છતાં શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ મણિના યોગે મનોહર પણ છે. વિષયુક્ત છતાં વિષમુક્ત પણ છે. એ મણિ જાય એ પહેલાં મરવાનું માગજો ! આમ મરવાનું ન મંગાય છતાં આ હેતુએ મંગાય. શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ ઉત્તમ મણિની રક્ષામાં કદી ફણિધર કરડે અને કદાપિ મરણ આવે તો પણ સદ્ગતિ જ થાય. આત્મકલ્યાણ થાય. એ મણિના નાશ પહેલાં મરવું ઇચ્છાય. એના નાશ પછી જીવવું ભયંકર. શાસનરૂપ મણિ ગયા પછીનું જીવન, જીવન નહિ પણ હાડકાંનો ઢગલો જ કહેવાશે.
છઠ્ઠો આરો કોને કહે ? પ્રભુનું શાસન વિદ્યમાન ન હોય તેને ને ? શાસન જશે પછી તો સૂર્યમાંથી પણ અગ્નિ વરસશે.
સભા ‘સૂર્ય પણ પક્ષપાતી ?'
હા ! દેવો પણ ધર્મના પક્ષપાતી હોય છે. શાણાનો પક્ષ ધર્મમાં જ હોય. સજ્જનનો પક્ષ ક્યાં ? ધર્મમાં.
તમે અને અમે શ્રી જિનશાસનરૂપી મણિના આધારે જીવીએ છીએ. એ જાય કે છઠ્ઠો આરો આવ્યો ! છી તો એક ચીજ પણ અનુકૂળ ન રહે. આ મણિના આધારે જીવનારાની મનોવૃત્તિ કઈ હોય ? એની ભાવના અને પ્રવૃત્તિ કઈ હોય ? એ આજનાઓની જેમ એમ ન કહે કે-‘તમે અમને માનો, અમને ધર્મી કહો, અમને સારા અને સમકિતી કહો અને અમે ગમે તેમ કરીએ તેમાં સંમત થઈ જાઓ.'
પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજા તો કહે છે કે તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયાનું કહેનાર પાસે પ્રમાણ માગો. પ્રમાણ એ કે-એ સંસારસાગરમાં ૨મે નહિ. જો ૨મે તો મિથ્યાત્વ આવ્યું સમજો. ખોટાને ખોટું ન માને એને સમ્યગ્દષ્ટિ કહેવાય ?
Page #265
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ધર્મની કિંમત હોય તેની પાસે જમાનો પામર છે ઃ
સભા : ‘જમાનો જોવો જોઈએ ને ?'
૨૪૪
814
જમાનો જોવાનો, પણ શા માટે જોવાનો ? ધર્મ ટકાવવા કે ધર્મ ગુમાવવા ? શાસ્ત્ર તો કહે છે કે જે જમાનામાં ધર્મ ન આચરી શકાય, તે જમાનામાં જીવીને પણ શું કરવાનું ?
સીતાજીને રાવણ ઉપાડી ગયો. લંકામાં કોઈ તેમનું બેલી ન હતું. ઉદ્યાન, દાસ, દાસી બધું રાવણનું હતું. બોલો... સીતાજી માટે એ જમાનો કેવો ? રાવણનું માન્યું હોત તો તમે આજે એમને યાદ કરત ? શીલ પાળવા માટે અનુકૂળ સામગ્રી હતી ? જેવો ઘેરો આજે આપણી ચારેય બાજુ છે, તેનાથી કેટલાય ગુણો મોટો ઘેરો એમની ચારેય ત૨ફ હતો ને ? જીંગ જાગ્યો એ હા, પણ એમણે રાવણ પાસે નમતું ન જોખ્યું. પોતાના સમાન સ્ત્રી જાતની રાવણની પટ્ટરાણી સતી મંદોદરી એમને કહે છે કે-‘દેવી ! માની જાઓ ! તમે પુણ્યશાળી છો કે આ ત્રણ ખંડનો માલિક તમારા ઉપર રીઝયો છે. આપ એની વાત માનો તો અમે સોળે હજાર આપની દાસીની માફક રહેશું. આવો માલિક મળે છતાં ભટકતા ભૂચરની પાછળ કાં પડ્યા રહો છો ?’
અહીં સીતાજી એકલાં હતાં. ઓગણીસ-ઓગણીસ દિવસથી ભયંકર ઉદ્યાનમાં અન્નપાણી વિના ભૂખ્યાં રહ્યાં હતાં. ત્રાસ વર્તવામાં કાંઈ બાકી ન હતું. નોકર, ચાકર અને જાનવરો પણ રાવણનાં હતાં. આવે વખતે મંદોદરી જ્યારે આમ કહે છે, ત્યારે સીતાજી એને શું સંભળાવે છે ? એ કહે છે કે-“ઊઠ ! ઊઠ ! પાપિણી ! તું અહીંથી ચાલી જા ! હવે હું સમજી કે રાવણને તું યોગ્ય જ મળી છે. કાગડાના કંઠે હંસલી હોય જ નહિ. જેવો એ એવી જ તું છે. ખરેખરી કુભાર્યા મળી છો. અહીંથી જલદી ઊઠી જા, જેથી મારા તારે જેવી પાપિણીનું મોઢું જોવું ન પડે.”
આ સાંભળી મંદોદરી સ્તબ્ધ થઈ ગઈ. એને લજ્જા આવી ગઈ. આવી સ્થિતિમાં જરા પણ મુંઝાયા વિના સિતાજી એને આગળ કહે છે કે-‘સાંભળ ! રામ જે છે, તે છે. મારે તારી ત્રણ ખંડની સાહ્યબી નહિ જોઈએ. સાહ્યબીની હું ગુલામ નથી. મારા શીલ પાસે એ સાહ્યબીને હું ઠોકરે મારું છં.” સીતાજીના આવા અનુપમ સત્ત્વના કા૨ણે આજે એને દુનિયા હાથ જોડે છે. આ સંયોગોમાં રાવણની પટ્ટરાણી પાસે આવા શબ્દો બોલવા એ નાનીસૂની વાત નથી. એમને પ્રાણની પરવા ન હતી પણ શીલની પરવા હતી. શીલ ગુમાવવાનો વખત આવે તો તે પહેલાં પ્રાણત્યાગનો નિર્ણય અને સામર્થ્ય હતું. ‘હશે ત્યારે' એમ એમણે
Page #266
--------------------------------------------------------------------------
________________
815 – ૧૮ઃ જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 –- ૨૪૫ ન વિચાર્યું. આજે ધર્મ ઉપર ગમે તેવાં આક્રમણો આવે ત્યારે પણ “હશે ત્યારે” એમ કહેનારા ઘણા છે. એ પાછા આડતિયા સાથે હિસાબ કરવા બેસે ત્યારે “હશે ત્યારે એવું નથી બોલતા. કિંમત શાની લાગે છે તે આથી પરખાઈ આવે છે.
જમાનો ભયંકર છે. પણ ભયંકર જમાનામાં ધર્મ સાધે-સાચવે તે ધર્મી, ફુરસદે કે અનુકૂળતાએ જ ધર્મ કરે અને એમાં ડહાપણ માને એની કિંમત શી ? મોસમમાં પણ પૂજા ન ચૂકે એ ધર્મી. ભરયૌવને વ્રત પાળે તે ધર્મી. ઘરડો થાય, ખાવાનું ન ભાવે ત્યારે કહે કે હવે ખવાય તેમ નથી માટે દેખાવ માટે પચ્ચખ્ખાણ કરે એથી શું ? આજે તો કહે છે કે-“ધર્મ ખરો પણ અત્યારે હોય ?” અત્યારે ન હોય તો ક્યારે હોય ? મરણ આવી લાગે ત્યારે જે ધર્મ કરે તે દેખાવનો હોય તો ? વળી તેઓ કહે છે કે-ધર્મ ખરો પણ સંસારને ખરાબ ન કહો. મોક્ષની વાત કરો પણ ઓઘો બતાવ્યા ન કરો. અમે વિધવાને પરણીએ તેમાં તમને શું થાય છે ? વિધવાવિવાહ ન હોય તો વાંઢા ક્યાં જાય ?' હીણકર્મી વાંઢા પણ રહે, પણ તેથી વિધવાનાં શીલ ભંગાવાય ? આવું બોલતાં એમને લજ્જા પણ ન આવે ? અને એવાની સાથે બેસવાનું હજી તમને મન છે ? જો હોય તો તમારા માટે પણ શું સમજવું ? ધર્માત્મા પાસે સીતાજી જેવું હૈયું જોઈએ?
રાવણ જેવો પણ સીતાજી સામે જોઈ શકતો ન હતો એવો એ સતીનો તાપ હતો. શયામાં તરફડિયાં મારતાં પાપનો પસ્તાવો કરતો. વિચારતો કે-“એ સતી છે, હું પામર છું.” આ બધું શાથી ? સામે મહાસતી હતી માટે ને ? એ ન હોત તો ? “જંગ થાય છે, કારમી કતલ થાય છે, હું અહિંસાપ્રેમી છું, અને હિંસા ન થાય માટે સમ્ય ઓળખી રાવણની માગણી સ્વીકારી લઉં છું.” આવું સીતાજીએ રામને કહેવરાવ્યું ? ન કહેવરાવ્યું. એ સતી તમારા જેટલાં ઉદાર નહિ. તમે તો એવા ઉદાર કે વાતવાતમાં “હશે હવે” એમ કહીને બંધ વાળો. આજનો ધર્મ વર્ગ, વગર કજિયાએ વગર તોફાને, સભ્યતાની રૂએ, વર્તમાન કાયદાનો સદુપયોગ કરે અને એ માર્ગે ચાર કદમ ભરે તો પણ ઘણો સુધારો થાય. સામા પણ સુધરે. ધર્મીને અધર્મી સાથે મેળ ન હોય? - ઓગણીસ દિવસ સુધી ભયંકર ઉદ્યાનમાં અન્નપાણી વિના સતાજી એકલાં રહ્યા. ભયંકર ભૂતાવળવાળું સ્થાન, ત્રાસ ઉપજાવે તેવું વાતાવરણ, સ્ત્રી જાતિ, પણ નવકાર ગણતાં અને યક્ માવિ તલ્ ભવતિ એમ માનીને રહ્યાં. આજનો જમાનો કાંઈ આટલો ભયંકર નથી. ધર્મની સાધના માટે આજનો જમાનો તો
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - -
816 બહુ અનુકૂળ છે. પૂર્વે તો રાજ્યનો ભય હતો. મંદિરમાં ઘંટ ન વગાડાય, ધજા ન ચડાવાય, મૂર્તિને ક્યારેક ભોંયરામાં સંતાડવી પડે. આજે આવું કાંઈ છે ? આજે તો બધું કરી શકો છો. ધર્મમાં પ્રતિબંધક કોઈ વસ્તુ આજે નથી. ફક્ત તમે વિલાસી વાતાવરણમાં ફસાયા છો એ જ મોટામાં મોટું નડતર છે. જમાનાના નામે ધર્મને આઘો કરવા તમે તૈયાર થયા છો.
સભા: “સાચી વાત ગળે ઊતરે તો કોમ થાય !” -
તમે સાચા બનો તો સાચી વાત ગળે ઊતરે ને ? બધી કાયરતા ખંખેરવી પડશે. કાકા-મામાના સંબંધ ગૌણ કરવા પડશે. સાધુએ સર્વથા ત્યાગ કર્યો તો તમારે મર્યાદિત ત્યાગ કરવો પડશે. આટલું કૌવત બતાવશો તો. શ્રાવકપણું ટકશે. સાધુને જાવજીવ ત્રિવિધ ત્રિવિધ ત્યાગ તો તમારે પણ મર્યાદિત ત્યાગ ખરો ને ? વેપારમાં સ્વાર્થ ખાતર ત્યાગ કરતાં તમે અચકાતા નથી. પચાસ વરસના સંબંધી આડતિયા સાથે વાંધો પડે તો સંબંધ કાપી નાખોર્ને ? પેલો કહેશે કે- તારા બાપના વખતનો સંબંધ છે.' તો કહી દો છો ને કે-“તારા બાપ શાહુકાર હતા માટે સંબંધ હતો. તેં શાહુકારી ગુમાવી દીધી છે. એટલે સંબંધ નહીં રહે.” પાંચ હજાર વસૂલ કરવા અવસરે પચીસ હજાર પણ ખર્ચી નાખો ને ? એ કદી ખાતું પાડી આપે, છૂટ માગે, જતા કરવાનું કહે તો તમે કરો. એ વાત જુદી. એ નાતો સચવાય. પણ એ એમ કહે કે-“લેણા જ ક્યાં છે ?” એમ કહીને ચોપડો જ ખોટો ઠરાવવા માગે તો ? ફરિયાદ માંડી કોર્ટે ઘસડી જાઓ અને ચોપડા સાચા સાબિત કરો ને ? એવી છાપ ઊભી કરો કે બધા સમજી જાય કે આના પૈસા નહિ રખાય. એવું ન કરો અને બધા એમ કરવા માંડે તો પેઢી ઊઠી જાય ને ?
ધર્મ તો ફુરસદ હોય તો થાય, એમ ન કહેવાય. આજે તો કહે છે કે “ટાઇમ હોય, માર્ગમાં કોઈ મળી જાય નહિ, બીજો કોઈ અંતરાય ન આવે અને મંદિરે પહોંચાય, ભગવાનને તિલક થઈ જાય તો થઈ જાય; નહિ તો રહી પણ જાય. પણ એટલા માત્રથી કાંઈ જૈનત્વ જતું રહેતું નથી.” લોકોને મૂંઝવનારી આવી વાતો કરે અને વળી કહે કે સાધુઓના વિચારો બહુ સંકુચિત છે. એ બધી ચીજમાં પાપ-પાપ કરે છે. સંસારને ખરાબ જ કહ્યા કરે છે. પાપને પાપ કહે અને સંસારને અસાર કહે માટે સાધુના વિચાર સંકુચિત ? ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પણ એમ જ કહ્યું છે. ફુરસદ મળે ત્યારે કરાય એમ બોલવું એ બરાબર નથી. તમે જમાનાનો વાંક જ ન કાઢો. સમજો તો આ જમાનો તો ધર્મ કરવાનું કહે છે. જમાનાની એક એક ચીજ ધર્મ કરવાનું કહે છે. આજનાં
Page #268
--------------------------------------------------------------------------
________________
917 – ૧૮ઃ જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 – ૨૪૭ વાહનો એમાં બેસવાની ના પાડે છે. પૂર્વનાં વાહનોને અકસ્માત નડતા ન હતા. આજના વાહન તો કહે છે કે બેઠા પછી જીવતા રહ્યા તો ભાગ્યવાન ! આજની બધી સામગ્રી ભગવાનનો ધર્મ આરાધવા માટે બિલકુલ અનુકૂળ છે. તમારી બહાદુરીની અમને પણ ઈર્ષ્યા થાય છે:
પૂર્વે તો ભોગસામગ્રી પણ જોરદાર હતી. એટલે ચોથા આરામાં જેમ મોક્ષમાર્ગ ખુલ્લો હતો તેમ સાતમી નરક પણ ખુલ્લી હતી. આજે એટલી નરક ખુલ્લી નથી. આજે ભોગસામગ્રી પણ નથી. પૂર્વે પતિ આવે તો પત્ની સામે લેવા જાય, સત્કાર કરે. આજના સમાન હક્કના જમાનામાં એ દૃશ્ય જોવા ન મળે. આજના બઝારના વ્યવહાર પણ કેવા ? તાર ટપાલનો મારો કેવો ? બઝારની ધડાધડી કેવી ? રાત-દિવસ ચિંતાનો પાર નહિ ઘેર આવો ત્યાં હુકમ કેવા છૂટે ? ખરેખર ! તમે બહાદુર છો !તમારી બહાદુરીની અમને ઈર્ષ્યા થાય છે કે જો એવી બહાદુરી અમારામાં અહીં આવે તો ધાર્યું કામ થાય. તમને તો આવી દશામાં પણ ત્યાગની વાત ગમતી નથી. બાળક જેટલું પણ સ્વમાન છે?
આજે ભૌતિક સુખ-સામગ્રી બહુ મળી ગઈ છે, માટે તમે તેમાં બહુ લુબ્ધ બન્યા છો, તેવું નથી; પરંતુ લાલસા વધી ગઈ છે, માટે જ આમ બન્યું છે. ચીકાશના યોગે માખી શ્લેખમાં ફસાઈ ગઈ છે. તમે સાકર પર બેઠેલી માખી જેવા નથી કે જ્યારે ઇચ્છા થાય ત્યારે ઊડી જઈ શકો. તમે તો એવા બહાદુર છો કે ભોગ જાય તો પણ તેને પકડી રાખો. ભોગ જાય તો તમે રડવા બેસો. લક્ષ્મી જાય તો પણ રડવા બેસો. તો એ ભોગ અને લક્ષ્મી તમારાં કે તમે ભોગ અને લક્ષ્મીના? વેપારના કારણે ધર્મને આઘો મૂકો તો તમે વેપારના કે વેપાર તમારો ? ધર્મના પ્રસંગે સંસારનાં કામ છોડો કે સંસારના કામ માટે ધર્મ છોડો ? તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવના કે સંસારના ? કેટલાક તો કહે છે કે-“અમારાં કાંઈ ઠેકાણાં નહિ અને ભગવાનને હીરાના મુકુટ કેમ ?” આવું બોલનારાનો સાથ ન કરતા. એવાને સાથે ન રખાય. છોકરાઓ કાંકરાની રમત રમે તેમાંયે ફાવટ ન આવે તો અરસપરસ સંબંધ તોડી નાખે છે. પેલો બે દહાડે અકળાય અને મનાવે ત્યારે પાછો સંબંધ જોડે. કાંકરાની રમત કરનારા બાળકમાં પણ આટલું સ્વમાન હોય તો ધર્મ ખાતર તમારામાં કાંઈ સ્વમાન ખરું કે નહિ ? પ્રભુશાસનનો વિરોધ કરે એની સાથે સ્નેહ રખાય ?
Page #269
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ધર્મ કરવો હોય તેણે ભોગ તો આપવો જ પડશે ઃ
ધર્મ ખાતર ભોગ તો આપવો જ પડશે. તમને લાગે કે અધર્મીઓ ફાવે છે, ધર્મીઓ પાછા પડે છે. તો બસો-ચારસો યુવાનો તૈયાર થાઓ ! સો-બસો ઓધા લો ! અને ઠે૨ ઠે૨ ‘સંસાર ખોટો’ કહ્યા કરો, તો ધારી અસર થાય. સાચી વાતને પણ ‘ખોટી છે-ખોટી છે’ એમ કહ્યા કરનારા અનેકને મૂંઝવી નાંખે છે, તો આ
તો સાચી છે તેને જ સાચી કહેવાની છે.
૨૪૮
818
બ્રાહ્મણ ખભા પર બકરીનું બચ્ચું લઈને ચાલ્યો જતો હતો. ધૂતારા સામે મળ્યા. બચ્ચું પડાવી લેવા યુક્તિ કરી. બ્રાહ્મણ એમ તો ન આપે. પેલા થોડા અંતરે ગોઠવાઈ ગયા. પછી પહેલાં એક સામો મળ્યો અને બ્રાહ્મણને પૂછ્યું કે ભટજી ! આ કૂતરું ક્યાંથી લાવ્યા ? બ્રાહ્મણ કહે કૂતરું નથી, બકરું છે. આગળ ચાલ્યો ત્યાં બીજો મળ્યો. એણે પણ એમ જ પૂછ્યું અને કહ્યું કે બ્રાહ્મણ થઈને ખભે કૂતરું રાખ્યું તો રખાય ? બ્રાહ્મણ કહે અરે ભાઈ ! આ તો બકરું છે, કૂતરું ક્યાં છે ? પછી આગળ જતાં ત્રીજો મળ્યો અને મોટેથી બોલ્યોં કે ‘અરે રે ! શું કાળ આવ્યો છે ? બ્રાહ્મણ જેવા બ્રાહ્મણ પણ ખભે કૂતરું રાખતા થઈ ગયા.' હવે, પેલો શંકામાં પડી ગયો. બકરું જોઈ ખાતરી કરી આગળ ચાલ્યો. ત્યાં ચોથો ધૂતારો મળ્યો કહે ‘મહારાજ ! તમારા જેવાને આ છાજે છે ? કૂતરાને અડાય ? નહાવું નહીં પડે ?’ બ્રાહ્મણને થઈ ગયું કે બધા આમ કહે છે તો નક્કી આ કૂતરું જ છે, બકરું નથી. એટલે એ બકરીના બચ્ચાને નીચે મૂકી ચાલતો થયો. આ રીતે ખોટી વાત વારંવા૨ કરીને પણ બકરું છોડાવી દીધું. આપણે તો સાચી વાત કરી છોડવા લાયક છોડાવવું છે. માટે તમે પણ આ રીતે સંસારની પાછળ પડી જાઓ તો સંસાર છોડાવવામાં વાર ન લાગે. પણ તમે પ્રચાર કરવા લાગો ત્યારે ને ? સંસાર ખોટો. કુટુંબ, પરિવાર, સગાંવહાલાંના સંબંધ ખોટા, બંગલા બગીચા ખોટા, ધનવૈભવ મોજશોખ ખોટા-આવી વાતોના ધ્વનિ વાતાવરણમાં ગાજ્યા કરે તો ઉદય જલદી થાય. બાકી એ બધામાં મચ્યા રહેવાથી ઉદય નહીં થાય. ધનવાન પૈસા ન ખર્ચે, બળવાન બળ ન ખર્ચે, બુદ્ધિમાન બુદ્ધિ ન ખર્ચે તો ઉદય ક્યાંથી થાય ? એ તો
‘ન ભૂતો ન ભવિષ્યતિ' ।
પૂર્વાચાર્યોએ લોહીનાં પાણી કરી આગમોને સાચવ્યાં હતાં. પૂર્વના શ્રાવકોએ લક્ષ્મીના ધોધ વહેવડાવી જૈનશાસનને જયવંતુ રાખ્યું હતું. ભગવાનની પ્રતિષ્ઠા નિર્વિઘ્નપણે થાય ત્યારે તેના આનંદમાં શ્રાવકો શિખર પર ચડી સૌનૈયા વરસાવતા. આ ઉદારતા હતી. શાસનના પ્રભાવક એ કહેવાય.
Page #270
--------------------------------------------------------------------------
________________
819
– ૧૮ ? જો ધર્મની કિંમત સમજાય તો ધર્મ આવે ? - 58 –
૨૪૯
આજની સ્થિતિ કેવી છે ? લગ્ન પ્રસંગ હોય તો કહે કે-“પાડોશીએ પાંચ હજાર ખર્મા તો મારે સાત હજાર ખરચવા.” અને ટીપની વાત આવે ત્યાં પૂછે કેઆગળ બેઠેલાએ શું લખાવ્યું ?' આવા કૃપણોથી શાસનપ્રભાવના ન થાય.
સભા: “સાહેબ ! પાટ ઉપરથી જ વિરુદ્ધ અવાજ સંભળાય છે. એનું શું ?'
કોણ વિરુદ્ધ અવાજ કાઢે છે ? “સંસાર સારો' એવું કયો સાધુ કહે છે ? ત્યાગને ખોટો કયો સાધુ કહે છે ? નામ આપો તો ખબર પડે. ઉતાવળથી હું નામ આપે એવી અહીં કોઈએ આશા રાખવી જ નહિ. અને એવી ઇચ્છાથી અહીં કોઈ પ્રશ્ન પૂછવો જ નહિ. આવડા મોટા સમાજમાં કોઈ જુદા વિચારવાળા પણ હોય. એક ઘરમાં પણ પાંચ મત હોય છે પણ તેથી કાંઈ મૂળવસ્તુને બાધ આવતો નથી. વાતો કરે ઉદય નહીં થાય. લેવાય તો આખી દીક્ષા લો ! ન લેવાય અને શક્તિ ન હોય તો અરધી લો ! પણ ખાલી વાતો ન કરો.
સભા: “શક્તિનો અતિરેક થાય ?
એવું કોઈ કહેતું નથી. વૈદ્ય પર વિશ્વાસ રાખો. વૈદ્ય માત્રા એકદમ ન આપે. પાસે બેસાડે, પૂછે, તેલનું ટીપું પણ ન લેવાય એવી શરત માગે, એ મળે ને ખાતરી થાય ત્યારે માત્રા આપે. પણ તમને વૈદ્ય પર જેવો વિશ્વાસ એવો અમારા પર ખરો ? વૈદ્યના હાથમાં આખો હાથ આપનારા અને આંગળી પણ ન આપે. જાણે કે રખે ઓઘો વળગાડશે. પણ અમને અમારી જોખમદારીનું ભાન છે. ઓઘો આપી દેવા માત્રથી શું ? પછી સાચવવાની જવાબદારી નથી ? બહાર તો લડાઈ ઊભી છે. દી' ઊગ્યે નવા ફતવા બહાર પડે છે, ત્યાં વળી ઘરમાં લડાઈ વધારું ?
શાસનના ઉદયની તીવ્ર અભિલાષાવાળા જેને તત્ત્વશ્રદ્ધા થઈ તેની પાસે એ પ્રમાણે જોઈએ કે એ-.
ભવોથી ન રમતે . - સંસારસાગરમાં એ રમે નહિ. હવે રૂઢતા માટે વિશેષ જે કહે છે તે વિચારીએ.
Page #271
--------------------------------------------------------------------------
________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા સુદ-૧૩, મંગળવાર, તા. ૧૧-૨-૧૯૩૦.
59
• ગુણાનુરાગના નામે ચાલતો અનર્થ : • બહુમતીની બહુમતી માન્ય રખાય : - અંગત વિચારો અંગત ૨ખાય, જાહેરમાં ન મુકાય :
આજના શિક્ષણનું પરિણામ : • શ્રી જૈનશાસનમાં સ્વાતંત્ર્ય કયા પ્રકારનું ? • ગુણનું પૂજારી જૈનશાસન : • શ્રાવકની સાંસારિક ચિંતા સાધુ કરે ? - સાધુઓના દોષ ગાનારાઓની આ પ્રામાણિકતા કેવી ? • મિથ્યામતિની પ્રશંસાના યોગે શ્રી જૈન શાસનનું સર્વસ્વ લુંટાયું છે : • સ્વતંત્રતા-પરતંત્રતાનો ભેદ વિચારો !
ગુણાનુરાગના નામે ચાલતો અનર્થઃ .
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠનું વર્ણન કરતાં કહે છે કે એ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. શંકા, કાંક્ષા, વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા તથા એનો પરિચય એ પાંચ દોષો જાય ત્યારે એમાં દઢતા આવે. પછી એને રૂઢ બનાવવા માટે સમયે સમયે વિશુદ્ધ બનતી પ્રશસ્ત વિચારોની ઉત્કટ પરિણામની ધારા જોઈએ.
શ્રી સંઘના વિચારો કેવો હોય ? શ્રી સંઘનું ધ્યેય કર્યું હોય ? રૂઢતાની વાત કરવી છે પણ હજી દઢતા ક્યાં આવી છે ? આ બધું વિચારવાનું છે.
આજે તો શંકાદિ પાંચેય દોષોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. વાતવાતમાં શંકા થાય છે, કાંક્ષાનું પણ પૂછવા જેવું નથી, પછી વિચિકિત્સા તો હોય જ, મિથ્થામતિની પ્રશંસાએ તો ઘર ઘાલ્યું છે અને તેનો પરિચય વધી રહ્યો છે. ગુણાનુરાગના નામે ભારે પાપાત્માઓની પણ પ્રશંસા તમારાથી થઈ જાય છે. ગુણાનુરાગના નામે હિંસક વૃત્તિ ધરાવનારાઓને પણ મંચ ઉપર બેસાડવા તમે તૈયાર થઈ જાઓ છો. સમર્થ સંયમનો ધરનાર હોય, આગમનો જ્ઞાતા હોય પણ
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૧
જો એ એક અક્ષર, સૂત્ર વિરુદ્ધ બોલે તો એની પણ પ્રશંસા ન થાય. ત્યાં એના સંયમ કે જ્ઞાન ન જોવાય. અભવીમાં સાડા નવ પૂર્વનું જ્ઞાન હોય, ભવીના સંયમને પણ ટક્કર મારે તેવું સંયમ હોય, સંખ્યાબંધ આત્માઓને મુક્તિએ મોકલે એવી એમની દેશના હોય છે પણ એ જો અભવ્ય તરીકે જણાઈ જાય તો આ શાસનમાં એનો બહિષ્કાર કરવાનું ફરમાવ્યું છે. ઘેલા ગુણાનુરાગને અહીં સ્થાન નથી. ગુણાનુરાગના નામે પાપપોષક આત્માઓની પ્રશંસા એ સમ્યક્ત્વમાં મહાન દોષ છે. એમાંથી બચવાની બારી નથી.
821
શંકા તથા કાંક્ષા કરનાર તો પોતે મરે, વિચિકિત્સા કરનાર પોતે કરેલું હારે પણ મિથ્યામતિની પ્રશંસા કરનાર તો પોતે ડૂબે અને બીજા પણ અનેકને ડુબાડે. એ તો આખી નાવને કાણી કરવાનો ધંધો કરે છે. હજારોની સાથે નાવમાં બેસીને એ નાવોને કાણી કરવી, પોતે ડૂબવું અને બીજા અનેકને ડુબાડવા એના જેવું ભયંકર પાપ બીજું કયું છે ? અજ્ઞાનતાથી થાય તેની વાત જુદી છે પણ જેઓ સમજપૂર્વક આવું પાપ કરે છે તેઓ કોઈ પણ રીતે દયાપાત્ર નથી. તેઓ ઇરાદાપૂર્વક આ બધું કરે છે. શાસ્ત્રકારોએ આવાઓને ૨ાસભવૃત્તિના કહ્યા છે.
સભા : 'રાસભ દયાપાત્ર નહિ ?'
આપણે વૃત્તિએ એમને રાસભ જેવા કહ્યા છે. આકારે તો એ પણ માણસ છે ને ? માણસોની સભામાં એ આવે છે, બેસે છે અને આગેવાનીભર્યો ભાગ લે છે. વક્તા અને લેખક હોવાનો દાવો ધરાવે છે. સમકિતી હોય તે આ બધી વાતનો વિવેક કર્યા વિના રહે નહિ.
આપણે સમજાવી ગયા કે સમ્યગ્દષ્ટિને ગુણાનુરાગ તો હોય કારણ કે એના વિના પ્રમોદભાવના જ ન ટકે. પણ એ ભાવના સાચવવી અને સાથે મિથ્યામતિની પ્રશંસારૂપ ચોથું દૂષણ ન લાગવા દેવું, એ બંને વાતનો ખ્યાલ રાખવાનો છે: જો ગુણાનુરાગ જાય તો પ્રમોદભાવના ખંડિત થાય અને એના નામે મિથ્યામતિની પ્રશંસા થાય તો સમ્યક્ત્વ દૂષિત થાય. ગુણાનુરાગ અખંડિત રાખવો અને વાણી પર અંકુશ રખાય તો જ સમ્યક્ત્વ સચવાય. ગુણને જોયા પછી આનંદ ન આવે તો પ્રમોદભાવ ઘવાય અને બોલવામાં ભૂલ થાય તો
સમ્યક્ત્વ ઘવાય.
અન્યમાં ગુણ ન જ હોય અથવા અન્યના ગુણ જોઈ ખુશ ન થવું એવું આપણે કહેવા નથી માગતા. ગુણ જોઈને જરૂર ખુશ થવું પણ ઘેલા ન બનવું. ગ્રાહક એને સામાન્ય સભ્યતાનો ગુણ માને ત્યાં સુધી ઠીક પણ જો એ એમાં
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૨
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ લપટાય અને માની બેસે-“આ તો બહુ સારો માણસ, અહીં ભાવતાલ કરાય જ નહિ.” તો ગ્રાહક કદાચ લુંટાઈ પણ જાય. સભ્યતાને નામે આજે લુંટાઈ જતાં વાર લાગે એવું નથી. માટે સાવધ રહેવાની બહુ જરૂર છે. શાંતિ, સભ્યતા, ક્ષમાશીલતા આદિ ગુણો જોઈ ખુશ થવાય પણ વખાણવા જેવા હોય તો જ વખાણવા નહિ તો મૌન રાખવું. " કુમત ફેલાવનારમાં શાંતિ એ કુદરતી ગુણ છે. ભિખારીને ચાર ગાળ દો તોયે એ મોટું નહિ બગાડે પણ ઉપરથી “અન્નદાતા” કહેશે. એ ગુસ્સો નહિ લાવે પણ નહિ આવતાં હોય તોયે આંખમાં આંસુ લાવશે. એ સમજે છે કે અહીં ક્ષમા ન રખાય તો રોટલો જાય. આ ક્ષમાનાં વખાણ થાય ? આ ક્ષમાં જોઈને એમ જરૂર થાય કે આવી ક્ષમા આપણને મોક્ષની સાધનામાં જરૂર હોવી જોઈએ. ભિખારીને રોટલીના ટુકડા માટે જેટલી ઇચ્છા અને પ્રવૃત્તિ છે તેટલી આપણને મોક્ષ માટે નથી, ધર્મ માટે નથી. જેટલો પ્રેમ, ગરજ અને આતુરતા ભિખારીને રોટલીના ટુકડા માટે છે એના સોમાભાગે પણ જો આપણને ધર્મ માટે હોય તોયે ધાર્યું કામ થઈ જાય. પછી આજના જેવી આપૂણી હાલત ન રહે. આ રીતે ભિખારીની ક્ષમા માટે મનમાં જરૂર વિચારાય પણ એની પ્રશંસા ન કરાય. એ તો કપણને પણ દાનવી કહે, અધર્મીને પણ ધર્મી કહે, એને જે રોટલીનો ટુકડો આપે તેને ધર્માત્મા કહે. કોઈ ભિખારીને કહે કે “આ તો કસાઈ છે' તોયે એ કહે કે-એ ગમે તેવો છે પણ મને તો ટુકડો આપે છે.ને ? માટે મારો તો એ અન્નદાતા, મારે માટે એ ધર્માત્મા. ભિખારીની આ ક્ષમા અને ઉદારતાનો ગુણ ધર્મસાધના માટે આવી જાય તો સારું, એમ હૈયામાં વિચારાય પણ મોઢેથી એની પ્રશંસા જાહેરમાં ન જ કરાય.
બગલાની શાંતિ માછલાં પકડવા માટે છે. પાપમાં ન ઢળવા માટે એવી શાંતિ આવે તો લાભ થઈ જાય. એ જ રીતે વેપારીની ક્ષમા, ઉદારતા ઇત્યાદિ ગુણો માટે પણ સમજવું. આ બધા ગુણોની હૈયામાં એ રીતે અનુમોદના થાય કે આવા ગુણો, ધર્મબુદ્ધિથી આવી જાય તો કેવું સારું ? પણ એની પ્રશંસા જાહેરમાં કદી ન કરાય.
સમ્યગ્દષ્ટિનું ધ્યેય શું ? તમને હજી ધ્યેયની જ ખબર નથી. સભાઃ “ધ્યેય મોક્ષનું.” તો સંસારને શું કરવો ? સભા: ‘તજવો.” આ વાત ક્યાં છે ? આજે તજવાની વાત માનવામાં પણ વાંધા પડે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
823
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : -
59
૨૫૩
સભા: માનનારા માને છે.’
આ સમષ્ટિની વાત છે ? કોઈ માનતા હોય તેને નિષેધ નથી. આજે તો નથી સમજણ અનુમોદનાની કે, નથી વિવેક પ્રશંસાનો. નથી જળવાતી પ્રમોદ ભાવના કે, નથી બચાતું દૂષણોથી. સમ્યગ્દષ્ટિ કોઈના ગુણ જોઈને રાજી થાય પણ અયોગ્યની પ્રશંસા તો એ કદી ન કરે. આ મુદ્દો જાળવવા બધો પ્રયત્ન છે. એ ન જળવાય તો સમ્યક્ત્વની દૃઢતા નહિ રહે; પછી રૂઢતા આદિની તો વાત જ શી ? આજે તો ગુણાનુરાગના નામે સમ્યક્ત્વ પર ઘા થાય છે. બધા ગુણની અનુમોદના જરૂ૨ થાય, પણ એ હૈયામાં થાય. પ્રશંસા કરવી એટલે બહાર બોલવું, ત્યાં થોભવું પડે, વિચારવું પડે. પ્રશંસા કોની થાય ? શાસ્ત્ર કહે છે કે શ્રી વીતરાગદેવની, નિગ્રંથ ગુરુઓની અને એમના કહેલા માર્ગે ચાલનાર ધર્મીજનોની; એ સિવાય બીજાની ન થાય.
સભા : ‘બીજા બધાને કાઢી નાખ્યા ?’
એ તો ગયેલા જ છે ને ? કાઢવાની જરૂર જ ક્યાં છે ? શ્રી વીતરાગ એટલે રાગ-દ્વેષરહિત અને તે જ દેવ, એમના માર્ગે ચાલના૨ નિગ્રંથો અને એમને માની એ માર્ગે ચાલનારા ધર્મીઓની પ્રશંસા થાય.
સભા : આ પક્ષપાત નથી ?’
પક્ષપાત ખરો પણ કોનો ? શ્રી વીતરાગ પરમાત્માનો - એ પક્ષપાત તો જરૂર હોય. જેને શ્રી વીતરાગ પરમાત્માનો પક્ષપાત નથી તે સમજુ નથી. પક્ષપાત એ દોષ છે પણ કોનો ? રાગીનો કે દ્વેષીનો ? સત્યનો પક્ષપાત તો દેવતા પણ કરે છે. અસત્યનો પક્ષ પછી તે સગા બાપનો હોય તો પણ ન કરાય અને પક્ષે દુશ્મન હોય તો પણ એનો પક્ષ કરાય. અનુમોદના બધાની થાય પણ પ્રશંસા તો સુદેવ, સુગુરુ, સુધર્મ અને સુધર્મીની જ થાય. ગુણ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા માટે અનુમોદના છે. જેને એવી ભાવના ન હોય તેની અનુમોદના પણ સાચી નથી.
આજે જેની તેની પ્રશંસા કેમ થાય છે ? પ્રસિદ્ધિમાં આવવા માટે. જે પ્રસિદ્ધિમાં આવ્યો હોય તેની પ્રશંસા કરવાથી પોતાનું પણ કામ થઈ જાય. ગુણદૃષ્ટિએ પ્રશંસાભાવ આવે તો આખી ભાવના ફરી જાય. આજે પ્રશંસાની રીત વિલક્ષણ છે. હજાર માણસ બેઠા હોય ત્યારે જુએ કે બધા કઈ બાજુ ઢળેલા છે અને કોની ‘જય’ બોલાવવાથી તાળીઓ પડે તેમ છે, ત્યાં જેમનું પલ્લું નમે તે તરફ એ બેસે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સભા સભા જોઈને બોલવું એ તો સારું ને ?’
ચોરની પલ્લીમાં ગયેલા શાહુકારે ત્યાં ચોરીના ગુણ ગાવા એમ ? “તમે ન હોત તો શ્રીમંતોની લક્ષ્મીનો ઉપયોગ કોણ કરત ? શેઠીઆઓ ઊંચી છાતી રાખી ચાલતા હતા તેમને તમે ઠંડા પાડ્યા તે બહુ સારું કર્યું, અમારે ઘેર પણ ધન વધે ત્યારે ખુશીથી આવજો.” ચોરની પલ્લીમાં જઈને આવું બોલશો તો તાળીઓ પડશે. બોલશો ને ? તમારે તો સભા જોઈને બોલવાનું ને ?
સભા : ના, એમ તો નહિ.’
824
માણસનું મોઢું જોઈને બોલનાર એ માણસ ન કહેવાય પણ માણસનું ભલું થાય એવું બોલનાર એ માણસ કહેવાય.
બહુમતીની બહુમતી માન્ય રખાય :
સભા બહુમતીને માનવી પડે ને ?’
બહુમતી એટલે ‘ઘણી બુદ્ધિ' જેનામાં હોય, એવાની બહુમતી હોય તેને માનવામાં વાંધો નથી. પણ મૂર્ખાઓની બહુમતી શા કામની ? જો થોડી તિ અને મોટું ટોળું - એને જ માનવું હોય તો નિગોદ તૈયાર છે ? ત્યાં અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો છે અને ટોળું ન ગણી શકાય એટલું મોટું છે. ભગવાન તીર્થંકરદેવ કહી ગયા છે કે નિગોદિયા અનંતાનંત છે. એ કદી ખૂટશે નહિ. શ્રી તીર્થંક૨દેવને જ્યારે પૂછો ત્યારે એમ જ કહે કે એક નિગોદનો અનંતમો ભાગ મુક્તિએ ગયો છે. દેશકાળના નામે, સમયના નામે, જમાનાના નામે, બહુમતીના નામે આજે એવી એવી વાતો બની રહી છે કે જે સજ્જનોની સભામાં એક ક્ષણ પણ ન ટકે. બહુમતીનો પ્રશ્ન એવો ગૂંચવણવાળો થયો છે કે સજ્જનોને તો એનાથી આઘા જ રહેવું પડે છે. જૈન સમાજમાં જ આમ છે એવું નથી પણ આજે તો સર્વત્ર આ દશા છે. જે સર્દીમાં સમગ્ર વિશ્વ ગુંચવાયું છે ત્યાં જૈન સમાજ કેમ બાકાત રહે ? દુનિયાની હવા એને પણ લાગ્યા વગર કેમ રહે ? ફાંટાઓ, તડાતડી, મારામારી કયા સ્થાને નથી ? ખુરશીઓ બધે ઊડે છે. ભણેલાઓ પણ ભાન ભૂલ્યા છે. ખોટી સ્વતંત્રતાની હવારૂપ મરકી ચારે ત૨ફ ફેલાઈ ગઈ છે.
પણ એ સ્વતંત્રતા છે કે સ્વચ્છંદતા છે, એ પણ તેઓ સમજી શકતા નથી. સાચી સ્વતંત્રતામાં માનતા હોત તો આટલા કાબૂ બહાર તેઓ ન હોત. આ સભામાં કોઈ ગમે તેમ પૂછે કે બોલે તોયે હું શાંતિ રાખું; કેમકે એ ખુલ્લી વાત છે કે બધા કાંઈ શાસ્ત્રના જ્ઞાતા ન હોય. ઇરાદાપૂર્વક અયોગ્ય પ્રશ્ન કરનારને
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૫
રોકવાનો પ્રયત્ન કરાય પણ અજ્ઞાનતાથી પૂછનારને રોકાય નહિ. એને તો યોગ્ય રીતે સમજાવાય. સ્વતંત્રતા જો સાચા અર્થમાં પરિણામ પામી હોત તો આજે આ હાલત ન હોત. બધા શ્રી તીર્થંકરદેવોએ ‘કેમ બોધ પામતા નથી ? બોધ પામો’ એવો ઉપદેશ કર્યો પણ એવો હુકમ ન કર્યો - હુકમ કર્યો હોત તો એક પણ ઊભો ન રહેત - સ્વતંત્રતા તો એ કહેવાય.
825
અંગત વિચારો અંગત રખાય, જાહેરમાં ન મુકાય ઃ
આજે કેટલાકો પોતે માનેલું સત્ય પુરવાર કરવાનો વખત આવે ત્યારે ગભરાય છે. પણ પોતે બોલી ચૂક્યા માટે એ સત્ય માનવું જ જોઈએ એવો કદાગ્રહ પણ રાખે છે. સત્ય લાગે તે જાહેરમાં મૂકે, ટકે તો ભલે, નહિ તો પાછા ફરે; એ નિયમ હોત તો નાના મોટા બધાને એ છૂટ હોત. પણ આજે એ નથી. પોતાનું માનેલું સત્ય ન ટકે ત્યારે એ કહી દે કે - ‘એ અમારા અંગત વિચારો છે.’ પણ અંગત વિચારો હોય તો એને અંગત રાખી મૂકે. જો બહાર મૂકવા હોય તો સાબિત કરવા પડે. એ સંબંધી જે કોઈ પૂછે એને રદિયો આપવો પડે. કોઈનો પોતાનો નિગોદ કે નરકે જવાનો અંગત વિચાર હોય તો એ જાય, પણ બીજાને લઈ જવા દેવાય ? ‘ચોરી આ રીતે થાય' એમ કોઈ જાહે૨માં સમજાવે તો સ૨કા૨ એને રોકે કે નહિ ? ત્યાં પોતાના અંગત વિચારનો બચાવ ચાલે ? ચોરી ખીલવવાની સ્કૂલ કદી ચલાવી ન શકાય. પોતાના અંગત વિચાર સમાજને ભયરૂપ નથી, એમ સાબિત કરવું પડે. જો બધાને પોતાના વિચારો બહાર મૂકવાનો અધિકાર હોય, તો તો પાપી અને હરામખોર લોકોની જ બહુમતી થઈ જાય.
વેપારી સારી રીતે જૂઠું બોલી, ગ્રાહક પાસે કપટ કેળવી જાણે છે પણ બોલે શું ? ‘હું જૂઠું બોલું ? કોઈ.દિવસ બે ભાવ કરતો નથી. ભગવાનના સોગન ખાઈને કહું છું - તમારી પાસે વધારે ભાવ લેવાય ? જુઓ, આ ભરતિયું ને પડત જુઓ, ખોટું કેટલા ભવ માટે બોલવાનું ? જૂઠું બોલનાર વેપારીને પણ આવું આવું બોલવું પડે છે.
સભા ‘એટલે જૂઠ્ઠું બોલતી વખતે પણ પ્રતિપાદન તો સત્યનું જ કરવું પડે છે, એ વાત સાચી છે.'
એમાં છૂટકો જ નહિ. કોર્ટમાં ખૂની પણ બચાવ એ જ કરે કે મા૨વાનો ઇરાદો ન હતો, બચાવ કરતાં વાગી ગયું. પણ માર્યાનું કબૂલે તો ફાંસી તૈયા૨. આ સરકારનો કાયદો તો અંગત વિચારનો અધિકાર પોતાની જાતને પણ આપતો નથી. અંગત અભિપ્રાયથી કરાતા આપઘાતને પણ સ૨કા૨ ગુનો
Page #277
--------------------------------------------------------------------------
________________
826
૨૫૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માને છે. જૈન સમાજના વકીલો અને ધારાશાસ્ત્રી ગણાતાઓની દયા આવે છે કે તેઓ આટલું પણ સમજતા નથી. કાયદા ભણેલા એવા એમના કરતાં કાયદા નહીં ભણેલા અમે સારા કે આટલું તો દીવા જેવું સ્પષ્ટ સમજી શકીએ છીએ ! કયા અંગત વિચાર બહાર મુકાય ? સમાજના હિતમાં હોય તે જ બહાર મુકાય.
સભા ‘બધા વકીલો આવા છે ?’
એવું ક્યાં કહ્યું ! જે આવું માને અને બોલે છે, તેની વાત છે. ઘણા એવા છે કે જે પોતાના વિચારો બીજાને નથી રૂચતા તે બહાર નથી મૂકતા. જેટલા પ્રમાણમાં મૂકતા હોય તેટલું તેમનું અજ્ઞાન. બધાને બધા વિચારો પ્રચાર કરવાની છૂટ મળે તો દુનિયામાં સજ્જનો વધે કે દુર્જનો ? હિંસકો વધે કે અહિંસકો ? અતીન્દ્રિય પદાર્થની વાત જુદી છે. ત્યાં હિતાહિતનો સંબંધ ફક્ત પોતાની સાથે છે. પાણીમાં જ્ઞાનીઓ અસંખ્યાતા જીવ કહે છે. માનો તો હિંસાથી બચી શકશો, ન માનો તો દુનિયાનું એમાં બીજું ખાસ અહિત નથી. પુણ્ય પાપ માનો તો બચી શકશો, નહિ માનો તો તમને ભારે છે; પણ ‘અનીતિ કરી શકાય, જૂઠું બોલી શકાય', એવું તો નાસ્તિક પણ ન કહે કારણ કે સામાન્ય જનતાની દૃષ્ટિએ પણ જૂઠ, ચોરી, હિંસા ખૂન, અનાચાર એ સારાં મનાતાં નથી. સારાં સાબિત કરી શકાતાં પણ નથી.
.
દરેક વાતો બહાર મૂકતાં પહેલાં આજના ભણેલાને પણ ‘જનતાના ભલા માટે' એમ કહેવું પડે છે, તો એમાં ભલું હોવું જોઈએ કે નહિ ? અફીણની દુકાનો થોડી. લાઇસન્સવાળા જ રાખી શકે. એના વેચાણનું પ્રમાણ વગેરે શરતો નિયત હોય. અફીણ માટે આ બધું ખરું પણ ઝવેરાત માટે કેમ નહિ ? હીરો ચૂસવાથી પણ માણસ મરે તો છે. કેટલાક હીરા એવા છે, જે ચૂસવાથી નક્કી મરી જવાય. કેટલાકથી ભલે ન મરાય પણ એ નડે તો ખરો જ. એ મોઢામાં મૂકવા લાયક તો નથી જ.
આમ છતાં હીરા માટે લાઇસન્સ કેમ નહિ ? કારણ, અફીણથી મરનારા કરતાં હીરાથી મરનારા કેટલા ? ઘણા ઓછા-કોઈક જ. હીરો કાંઈ જ્યાં ત્યાં હોય ? અફીણ તો બે પૈસામાં મળે - માટે એના પર જાપતો. અફીણ માટે જાપતો અને હીરા માટે કેમ નહિ, એ પુછાય ? જે વિચારની બહાર પ્રસિદ્ધિથી હાનિ વધારે હોય તે અંગત માને તો મનમાં રાખે પણ બહાર ન મુકાય. કયા વિચારો હિતકર અને કયા હાનિકર, એનીં મર્યાદા બાંધો. શાસ્ત્ર તો મજેની બાંધી છે. જે વિચારોથી અહિંસાદિ ગુણો ખીલે તે હિતકર અને
Page #278
--------------------------------------------------------------------------
________________
૧૯: ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૭
જેનાથી એ ગુણો ઊડી જાય, હિંસાદિ ગુણો ખીલે તે હિતકર અને જેનાથી એ ગુણો ઊડી જાય, હિંસાદિ દોષો પ્રચાર પામે તે હાનિકર. આ સીધું થર્મોમીટર જેવું માપ છે. અહિંસાદિ ગુણોનું પાલન થતું હોય, પ્રચાર થતો હોય એવા વિચારો દરેકને બહાર મૂકવાની છૂટ છે. ઘરડો કે બાળક બધા મૂકે. ‘ચોરી ન કરાય, જૂઠું ન બોલાય' એવું બધાથી બોલાય પણ ‘ચોરી કરાય' એવું બોલવાની તો બધાને મના જ હોય. કોઈ સુધારીને ગોઠવીને એમ બોલે કે “આપત્તિકાળે આમ પણ લવાય તો વાંધો નહિ” તો એમ પણ બોલવા ન દેવાય. કારણ એ પણ ચોરી જ કહેવાય.
827
અહિંસાદિ પુણ્યસ્થાનકના વિચારો હૈયામાં પણ થાય અને હોઠે પણ લવાય. હિંસાદિ પાપસ્થાનકના વિચારો બોલાય તો નહિ જ, હૈયે પણ લવાય નહિ. ઘણા અજ્ઞાનીઓ કહે છે કે - અમે તો જેવું હોય એવું કહી દઈએ. જેવું હોય તેવું કહી દેવાથી જાણે પાપ ન લાગે એમ તેઓ માનતા હોય છે. ચોરી, ખૂન વગેરે ગુના કરે પણ સાચું બોલે તો છોડી મૂકવો એવો કાયદો હોય તો પરિણામ શું આવે ? પાંચ-પચાસને મારીને ‘માર્યા’ એમ કબૂલે તો કોર્ટ છોડે ? સાચું બોલવાથી ગુનેગારનો ગુનો મટી શકતો નથી.
હિંસાદિ પાપ વધારનારા અહિતકર વિચારો હૈયામાં પણ ન આવે તો સારું પણ એવી સત્તા લાવવી ક્યાંથી, કે જે એને અટકાવી શકે ! શ્રી શ્રેણિક મહારાજા પણ કાલસૌકરિકને અટકાવી શક્યા નહિ. જ્યારે તેમણે કાલસૌકરિકને બોલાવીને કહ્યું કે - તું રોજ પાંચસો પાડા મારે છે એ ઠીક નથી.' ત્યારે એ કસાઈએ કહ્યું કે ‘રાજન્, એ તો મારો ધર્મ છે. હું પાંચસો પાડા ન મારું તો માંસાહારીઓને કેટલી તકલીફ પડે ? હું રોજ મારું છું તેથી જ એ લોકો સુખે જીવી શકે છે. માટે આપ મને અટકાવી શકતા નથી.' કાલસૌકરિકના આ અંગત વિચારો હતા. ત્યાં શ્રેણિક મહારાજા પણ શું કરે ? પણ જો એ જાહેરમાં એ. જાતનો પ્રચાર કરતો હોત તો રાજાએ એને જરૂ૨ શિક્ષા કરી હોત. આજે હિતાહિતનો વિચાર કરી શકનાર વર્ગ ઘટ્યો છે, તેની આ બધી પંચાત છે. જે વિચારો બહાર મૂકવા હોય, તેને હિતકારી તરીકે સાબિત કરવા જોઈએ. ‘મારા આ વિચાર છે, માટે હું કેમ બહાર ન મૂકું’ અ બોલવું એ તો સ્વચ્છંદતા છે.
આજના શિક્ષણનું પરિણામ :
આજે તો આ હવા આખા દેશમાં સર્વત્ર છે. વર્તમાન દેશનાયકો પણ આજની શિક્ષણપદ્ધતિને તિરસ્કારે છે. ભણેલાને આજના ભણતરથી
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
828 ગરમીનો પારો ચડે છે. “હું કોણ ? એમ થઈ જાય છે. વિચારકોને કહેવું પડ્યું કે આ ભણતર આધ્યાત્મિકવાદનું ઘાતક છે. પૂર્વપુરુષો જ્ઞાનીના વચનના વિશ્વાસે આ વાત કહેતા હતા. જ્યારે આ દેશનાયકો ઠોકર ખાઈને હવે એ વાત કબૂલી રહ્યા છે. વાર્યા ન માને તે હાર્યા માને એ આનું નામ. ડાહ્યાની શિખામણથી ખાડામાં પડતાં અટકે એ ડાહ્યા કે ખાડામાં પડીને પછી એ વાત માને એ ડાહ્યા ?
આજનું શિક્ષણ યુવાનોમાં ઉદ્ધતાઈ અને નાસ્તિકતા લાવે છે. શાસ્ત્રની વાતોની હાંસી ઉડાવવામાં તેઓ ગૌરવ અનુભવે છે. જ્ઞાનાવરણીય કર્મ વગેરેમાં તેમને શ્રદ્ધા નથી. ભણવાનાં પુસ્તકોને તેઓ માથા નીચે કે પગ નીચેં પણ રાખે અને તેના ઉપર બેસે પણ ખરા. કાગળના ઢગલા ઉપર પેશાબ કરતાં તેમને વિચાર પણ ન આવે. બોર્ડિંગના વિદ્યાર્થીઓની આવી વર્તણૂક જોઈ વર્ષો પહેલા એક આચાર્યશ્રીએ પોકાર પાડેલો, કે “આ કેળવણી સંસ્કારોનો નાશ કરશે.” પુસ્તકો કેળવણીનાં સાધન છે. એનાથી જ્ઞાન મેળવવાનું છે, માટે એ ઉપકારક છે. એની આવી આશાતના થાય ? પણ તમેં એ સમજાવવા જાઓ તો આજના વિદ્યાર્થીઓ તમારી ઠેકડી ઉડાડે. આજની વિદ્યાનો આ પ્રતાપ છે. પેલા આચાર્યશ્રીએ તે વખતે કહ્યું હતું કે “આસ્તિક મા-બાપોએ પોતાનાં સંતાનોને આવા નાસ્તિક બનાવવા તેના કરતાં અભણ રાખવા સારા. આ તો સંતાનોની કતલ કરવાનો ધંધો છે.” આવી ચેતવણી આપવા માટે તેમની સામે જંગ જગાડવામાં આવ્યો હતો. આજે દેશનાયકો પણ આ જ ફરિયાદ કરી રહ્યા છે અને વર્તમાન શિક્ષણ પદ્ધતિનો તિરસ્કાર કરે છે. સભાઃ “દેશના નાયકોને તો આજના ભણેલાઓ માને છે, તો એમની વાતને
એ કેમ નથી માનતા ?' વસ્તુત: આજના ભણેલાઓ તો કોઈને માનતા નથી. એમને ફાવતું આવે ત્યાં જ એ માને છે. બાકી તો સગાં મા-બાપને પણ એ માનવા તૈયાર નથી. બાપને બાપ કહેતાં પણ કેટલાકને શરમ આવે છે. એ તો એમ પણ કહી દે કે - “જન્મ આપ્યો માટે બાપ કહેવા પડે એ ઠીક, પણ એમને પગે પડવું વગેરે ઢોંગ શા ?' તમે પુણ્યશાળી છો કે તમારા ઘરમાં આવી સ્થિતિ નથી. બાકી આજે સુધરેલાં કુટુંબોનાં ઘરની વાત કરીએ તો ત્રાસ થાય એવું છે. આપણી વાત એ છે કે ખોટા વિચારો હૈયામાં ન આવે તો સારું. પણ કદાચ પાપોદયે આવ્યા તો એને બહાર મૂકવાનો આગ્રહ ન હોય. “ગમે તેવા વિચારો બહાર મૂકવાની છૂટ' - એવી સ્વતંત્રતાના ભૂગલનો તો આજે દુનિયામાં ઉત્પાત છે.
Page #280
--------------------------------------------------------------------------
________________
829
૧૯ : ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
૨૫૯
શ્રી જૈનશાસનમાં સ્વાતંત્ર્ય કયા પ્રકારનું ?
સ્વતંત્રતાને તો જૈનશાસને જરા પણ ખંડિત થવા દીધી નથી; બરાબર જાળવી છે. જૈનશાસન જેવી સ્વતંત્રતા તો દુનિયાભરમાં નથી. સમ્યગ્દષ્ટિ તે કે જે શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરુને જ માને. કુગુરુ, સમ્યગ્દષ્ટિને પોતાને ગુરુ માનવાની ફરજ ન પાડી શકે. સાધુ સાચો પણ હોય, પરંતુ જો શ્રાવકને એનામાં શંકા પડે અને ન વાંદે તો સાધુથી કાંઈ ન કહેવાય. એને ગુરુતા દેખાય તો નમે. ગુરુતા નિશ્ચિત થયા પછી ન નમે તો એ પાપનો ભાગીદાર બને; ત્યાં સુધી નહીં.
ભગવાન પાર્શ્વનાથેના શાસનના ગાંગેય મુનિ ભગવાન મહાવીરના સમવસરણમાં આવ્યા, પણ શંકા પડવાથી નમ્યા નથી. ભગવાન પાર્શ્વનાથે ‘મહાવીરદેવ થવાના' એમ જણાવ્યું છે, એ જાણતા હતા. પણ એ મહાવીર આ કે બીજા, એ શંકા હતી. સમવસરણાદિ પ્રત્યક્ષ છતાં એ ઇંદ્રજાળ કેમ ન હોય ? એ શંકાથી વંદન કર્યું નથી. હાથ જોડીને ઊભા રહ્યા છે. ‘વાંદતા કેમ નથી ?' એમ કોઈએ ન કહ્યું. આ સ્વતંત્રતા નથી ? આ ગાંગેય મુનિએ ભગવાનને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. ભગવાને તમામ ઉત્તર આપ્યા હતા. પછી અતીન્દ્રિય પદાર્થોના પ્રશ્નો પૂછી, એના પણ ખુલાસા મેળવ્યા. પછી જ્યારે હૈયામાં નિર્ણય થયો કે સર્વજ્ઞ સિવાય આવો નિર્ણય કોઈ ન કંહી શકે કે તરત પોતે નમ્યા અને પોતે એમની કરેલી પરીંક્ષા બદલ માફી માગી. ત્યારે ભગવાને એમ નથી કહ્યું કે
‘મારી પરીક્ષા ?’ જૈનશાસનમાં જેવી છૂટ છે, એવી બીજે ક્યાં છે ? આવી સ્વતંત્રતા ક્યાંય નથી. જ્યાં વેષ ત્યાં ઝૂકી પડવાની ભગવાને પણ ના પાડી. વેષની મહત્તા ખાતર ફેટાવંદન જરૂર કરો કે જેથી દુનિયામાં અપ્રીતિ ન જણાય અને એ મહાપુરુષ હોય તો એની અવગણના ન થાય. પણ એકદમ અદ્ઘિઓ ન ખમાવાય - આ ઓછી સ્વતંત્રતા છે ?
ગુણનું પૂજારી જૈનશાસન :
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ પણ કહ્યું કે અમે મહાવીરના નામ પાછળ નથી પડ્યા, પણ એના કામ પાછળ પડ્યા છીએ. અમે માત્ર એના નામને નથી નમતા પણ એના ગુણને નમીએ છીએ. સિદ્ધાર્થના દીકરા તો ઘણા હોય પણ નમીએ તમને જ, બીજાને નહિ. પૂર્વના એકેએક આચાર્યે આમ જ કહ્યું. તેઓએ જાહેર કહ્યું છે કે આ અમારો પક્ષપાત નથી પણ શ્રેષ્ઠતા ભાસી છે, માટે આ શાસન માન્યું છે. આ કેવી સ્વતંત્રતા છે, તે જુઓ ! ‘અમુકને માનવા જ' એમ ન કહ્યું. ફરમાવ્યું કે વ્યક્તિગત મોહ ન કરો પણ પદના - ગુણના
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ પૂજારી બનો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પાંચેય પદના પૂજારી બનો.
સભા: “કોઈનો ઉપકાર હોય તો ?'
તો એના પર પ્રેમ વધારે થાય એ બને, પણ સાધુપદે તો બધા સરખા. જેમ વડીલ બધા સરખા, પણ બાપ તો એકને જ કહેવાય. બીજાને કહીએ તે તેમનું માન જાળવવા માટે. ફક્ત બોલવામાં. જેનાથી ઉપકાર થયો હોય, એ પણ ઉન્માર્ગે જાય તો તેમને પણ ન મનાય – એમનો ઉપકાર ન ભુલાય પણ મનાય, પૂજાય નહિ. શા માટે ? એમના જ ભલા માટે. એમણે ફરમાવેલા ઉપદેશનો જ અમલ કરવા માટે - એમને પણ એ હેતુ જણાવો તો એ પણ કદાચ જાગી ઊઠે. કહી શકો કે - આપે જ એ પાઠ ભણાવ્યો હતો કે પંચ મહાવ્રતધારી, પ્રભુવચનને માને એ જ ગુરુ - આજે આપનામાં એ જણાતું નથી માટે આપ ગુરુ નહિ. એમ કહેવાથી કદાચ એ પણ ચોંકી ઊઠે અને કદી સુધરી જાય તો તમને પણ ઉપકારનો બદલો વાળ્યાનો લાભ મળે – મોઢે કહી શકાય કે “ઉપકારી છો, પણ હવે ગુરુ નહિ. હૈયે પૂજ્ય પણ હોઠે નહિ –' એ પ્રયત્ન એમને સુધારવા જ છે એમ પણ કહી શકો છો. દુનિયાને પણ કહી શકાય કે “એ ઉપકારી હતા પણ હવે ફેરફાર થઈ ગયો છે.' એમ કહેવામાં વાંધો નથી.
ભગવાન મહાવીર તો આજે હૈયામાં છે ને ? પણ એ મરીચીના ભાવમાં ઉત્સુત્રભાષી બન્યા, સંયમ તથા માર્ગથી ભ્રષ્ટ થયા, કપિલને “અહીં પણ ધર્મ અને તહીં પણ ધર્મ” કહીને કોટાકોટિ પ્રમાણ સંસાર વધાર્યો, વસુભૂતિના ભવમાં નિયાણું કરી વાસુદેવ થઈ સિંહને ચીર્યો, દ્વારપાળના કાનમાં સીસાનો ઊકળતો રસ રેડાવ્યો, સાતમી નરક ખરીદી, મરીને સીધા સાતમી નરકે પહોંચ્યા. તો “ભગવાન પણ સાતમી નરકે ગયા હતા” એમ કહેવાય ને ? એમ કહેવામાં ભક્તિ ચાલી ગઈ ? કોઈ પૂછે કે નરકે કેમ ગયા ? કહેવું પડે કે “પાપી બન્યા, પાપ કર્યું માટે.' પૂછે કે “આત્યારે કેમ માનો છો ? તો કહીએ કે
ભગવાન બન્યા માટે, મોક્ષે ગયા માટે.” આમાં વાંધો શું ? ઉપકારીનો ઉપકાર મનાય પણ અપકારક ભાવના ન પોષાય. કૃષ્ણજી ભવિષ્યમાં તીર્થકર થવાના છે પણ કોઈ પૂછે કે અત્યારે ક્યાં ? તો કહેવું પડે કે “નરકમાં'. “કેમ ?” “પાપ કર્યું હતું માટે. “એમને ભગવાન ક્યારે માનશો ?” “તીર્થકર થશે ત્યારે.” આમ કહેવામાં શું વાંધો ? શાસ્ત્ર કહે છે કે એવાને પણ કર્મે ન છોડ્યા તો તમે અમે કોણ ? એમને માટે પણ શાસ્ત્ર આવું લખે, તો તમને અમને ફાવે તેમ બોલવામાં
Page #282
--------------------------------------------------------------------------
________________
831 – ૧૯ઃ ગુણાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59 – ૨૯૧ વાંધો જ નહિ ? “અમે મરજી મુજબ કેમ ન વર્તીએ ?” એમ કહેનારે કહેવું જોઈએ કે – “અમે શાસન બહાર જવા માગીએ છીએ.' શ્રાવકની સાંસારિક ચિંતા સાધુ કરે ?
મરીચીના પ્રતિબોધેલા હજારો આત્માએ ભગવાન ઋષભદેવ સ્વામી પાસે દીક્ષા લીધી હતી, મરીચી ભગવાનની સાથે જ ફરતા હતા. અને માંદા પડ્યા ત્યારે કોઈએ એમની સેવા ન કરી, સંભાળ પણ ન લીધી. ભલે હૈયામાં ઉપકાર માને છે. મરીચીના મનમાં એક વાર એમ પણ થયું કે - આમને લોકવ્યવહારનું પણ ભાન નથી, પણ તરત બીજી જ ક્ષણે ભૂલ સુધારીને વિચારે છે કે – “હું ભૂલ્યો, આ તો નિર્મમ ! એ મારા જેવા અસંયતિની સેવા કેમ કરે ?” આ એ શાસન છે. આજે તો કહે છે કે – “સાધુઓ અમારી ચિંતા કેમ ન કરે ?' મરીચી તો બ્રહ્મચારી હતા, અણુ વ્રતધારી હતા અને પ્રતિબોધ કરી હજારોને ભગવાન પાસે દીક્ષા લેવા મોકલતા હતા; છતાં એમની સેવા સાધુઓએ ન કરી. ત્યારે આજનાઓ તો કહે છે કે – “દીક્ષા લેવા તો ન દઈએ પણ લેનારનો પગ ખેંચી પાછો વાળીએ.” આવું બોલનારા પાછા એમ કહે છે કે – સાધુઓ અમારી ગૃહસ્થોની ચિંતા કેમ ન કરે ? શાસ્ત્ર કહે છે કે સાધુઓ ગૃહસ્થોની સાંસારિક ચિંતા કરે તો પાપ લાગે. “તારું શરીર કેમ છે? માથું દુખે છે ? વેપાર ધંધા કેમ ચાલે છે ?' ગૃહસ્થોની આવી વાતોમાં સાધુ પડે તો એ પાપથી બંધાયા વિના ન રહે.
- સંઘ એટલે શંભુમેળો નથી. એમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા-એ ચારને જ સ્થાન છે. પાંચમો કોઈ એમાં ન આવે. શ્રાવક કોણ ? સાધુ પાસે સેવા માગે તે ? કે સાધુ પાસે આજ્ઞા પળાવવા ઇચ્છે છે ?
સભાં: “એ તો તમારી ખબર લેવા ઇચ્છે છે.” કઈ જાતની ખબર લેવા ઇચ્છે છે, એ તો કહો ? સભા કહે છે કે સંઘ અમે – સાધુ નહિ.”
દીકરા કહે કે માલિક અમે, બાપ નહિ.” એના જેવી આ વાત છે. જરા બુદ્ધિપૂર્વક વિચારો. વર્તમાન સાધુઓ સ્વતંત્રતાની આડે નથી આવવા માગતા. પણ સ્વતંત્રતાને શુદ્ધ બનાવવા માગે છે, ઇચ્છે છે, અને પ્રયત્ન કરે છે. અહીં ચાલુ વ્યાખ્યાનમાં કોઈને પણ અર્ધો કલાક બોલવાની છૂટ છે. કેમકે એનાથી આ શ્રોતાઓ ભરમાય એવી મને શંકા નથી. એ અરધા કલાકનું વાતાવરણ પા કલાકમાં ફેરવી શકું એવી મને શ્રદ્ધા છે, પછી વાંધો શો ? તમારા વિચારો હિતકર બનાવીને મૂકો. સ્વચ્છંદી બનો એ ન ચાલે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સાધુઓના દોષ ગાનારાઓની આ પ્રમાણિકતા કેવી ?
હજારોની સમક્ષ એક પણ પુરાવા વિના સાધુઓના દોષ ગવાય ? ‘અમુક સાધુ આવા !' એમ કહેવાય ? મા, બાપ, ભાઈ, બહેન કે દીકરા-દીકરીમાં દોષ હોય તો બહાર બોલો છો ? ત્યાં સ્વતંત્રતા નહિ ? પોતે કેવો ? પોતાની સાચી વાત કોઈને કહે ? અરે કોઈ જો એને માટે બોલે તો ધમાધમ કરી મૂકે, ‘બદનક્ષીનો કેસ માંડું' એમ કહે. પોતે તદ્દન શુદ્ધ હોવાનો દાવો રાખે. કોઈ એની નબળી વાત કરે તો કહી દે કે ‘એ તો ઈર્ષ્યાળુ છે.' જાતના છતા દોષને છુપાવવા આટલું કરનારા સાધુસંસ્થાના અછતા દોષો ગાવા કેમ બેસી જાય છે ? સાધુસંસ્થાને સડેલી કહે ત્યાં તાલી પાડનારા બેવકૂફ છે. દેવાળું કાઢે એ દેવાળીઓ કહેવાય પણ કોઈ દેવાળીઓ બજારમાં હોય માટે આખા બજારને એવું કહેવાય ? જાહે૨માં બોલે કે ‘સાધુસંસ્થા સડી ગઈ છે.' પણ એને ભાન નથી કે એ કોની સમક્ષ બોલે છે. સામે તો પારકા લોકો બેઠા છે. એ ગમે તેમ લખશે, એ કોણ વાંચશે ? વિચા૨ બહાર કોના મુકાય ? કઈ રીતે મુકાય ? એ બરાબર સમજો. દઢતાના અર્થીથી મિથ્યામતિની પ્રશંસા ન કરાય. ગુણાનુરાગના નામે આજે દુર્ગુણીઓ ફાવે છે. જેનો પાયો પોલો એ મહેલમાં રહેનારા મરવા જ સરજાયા છે ને ?
832
કિંપાકફળના ગુણોનો ગુણાનુવાદ થાય ?
મિથ્યામતિની પ્રશંસાના યોગે શ્રી જૈનશાસનનું સર્વસ્વ લુંટાયું છે ઃ
કહે છે કે ‘અમે તો ગુણાનુરાગી ! કૃષ્ણ મહારાજાએ પણ કૂતરાના દાંત વખાણ્યા હતા ને ?' કૃષ્ણ મહારાજાએ શું કહ્યું હતું ? કૂતરું ભયંકર સડેલું અને ગંધાતું છે પણ તેના દાંત સારા-દાડમની કળી જેવા છે.’ ત્યાં પહેલું વાક્ય કેમ નથી ધ્યાનમાં લેતા ? જેમાં કૂતરાની વાસ્તવિક પરિસ્થિતિ જણાવી પછી જ દાંત વખાણ્યા છે. વેશ્યાને રૂપાળી કહેવી હોય તો સાથે કહેવું પડે કે રૂપાળી તો છે પણ અગ્નિની જ્વાળા જેવી છે. અનેકને ફસાવનારી છે. પૈસા ખાતર જાતને વેચનારી છે અને નક્કી કરેલા પૈસા ન આપે તેના પ્રાણ લેનારી છે. આમ પૂરી વાત ન કરે અને કેવળ રૂપનાં વખાણ કરે એ કેમ ચાલે ? એનાથી તો અનેક લોકો ફસાય એની જોખમદારી કોની ? હોશિયાર માણસ પણ ઉઠાવગીર હોય તો કેવળ તેની હોશિયારીનાં વખાણ થાય ? કે સાથે કહેવું પડે કે સાવચેત રહેજો ! મુરતિયાનાં વખાણ કરે પણ રતાંધળો હોય છેં વાત છુપાવે, કન્યાપક્ષ કન્યાનાં વખાણ કરે પણ તેની ખોડખાંપણ છુપાવે તો તેધી કેંકના સંસાર નષ્ટ
ન
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૯ : ગાનુરાગ, બહુમતી અને સ્વાતંત્ર્ય : - 59
થયાના દાખલા છે ને ? ત્યાં કહે કે-‘અમે તો ગુણાનુરાગી ! એ ચાલે ? ઇતિહાસમાં વિષકન્યાની વાતો આવે છે. એ રૂપે રંગે સુંદર, બુદ્ધિશાળી ઘણી, ગુણવાન પણ ખરી પણ સ્પર્શ કરે એના પ્રાણ જાય. એના રૂપરંગનાં વખાણ કરે પણ બીજી વાત ન કરે તો ચાલે ? કિંપાકનાં ફળ દેખાવમાં સુંદર, પણ સૂંઘતાં એનું ઝેર ચઢે અને ખાતાં પ્રાણ લે, એની સુંદરતાનાં વખાણ કરાય ? કરાય તો સાથે ‘પ્રાણ લેનારાં છે' એમ કહેવું પડે કે નહિ ? જ્ઞાનીઓએ સંસારને કિંપાકના ફળ જેવો કહ્યો છે. ગુણાનુરાગીએ પ્રશંસા કરતાં બહુ વિવેક રાખવો પડે. સ્વતંત્રતા – પરતંત્રતાનો ભેદ વિચારો !
833
૨૭૩
સાધુઓને સ્વતંત્રતા ગમતી નથી એમ નથી. પરતંત્રતા ગમતી નથી તેને માટે જ આ બધી મહેનત છે. સ્વતંત્રતા એવી જોઈએ કે કોઈ કદી આડે આવી ન શકે. દેવ, ગુરુ કે સગાં મા-બાપને ન માને પણ બીજા હજારોની ગુલામી સ્વીકારે એ સ્વતંત્રતા છે ? દુકાનને, ગાદીને રોજ પગે લાગવા કરતાં દેવ ગુરુને પગે લાગવું શું ખોટું ? રોજ કૂંચી આંખે લગાડવા છતાં દવ લાગ્યાના દાખલા છે ને ? ધનતેરસે ચોખ્ખા ગાયના દૂધથી મુહૂર્ત જોવડાવી ધનની પૂજા કરનારા પણ દેવાળિયા બન્યાના દાખલા નથી ? આવું નહિ કરનારા છતાં ભગવાનની ભક્તિ નિયમિત ક૨ના૨ા એવા ને એવા રહ્યાં જોવામાં આવે છે. એ સૂચવે છે કે પણે ફળ નિશ્ચિંત નથી. પૈસાની સેવાથી પૈસા રહે એ નક્કી નથી. કોટના અંદરના ખિસ્સામાં પૈસા મૂકી બટન ભિડાવે એટલે એ રહે જ એમ ? તિજોરીઓ એમ ને એમ રહી અને એના માલિક ઊપડી ગયા, એ નથી જાણતા ? એ મરનારે પહેરેલા અલંકારો એના અંગ પરથી કાઢી લે કે ભેગાં જ બળવા દે ? જેનું પરિણામ આ જાતનું છે એ લક્ષ્મીની સેવા કરવાનું કહી તારકની સેવા સામે બંડ ઉઠાવનારાને કઈ કોટિના કહેવા ? લક્ષ્મીની સેવા માટે આઠ કલાકની મજૂરી કબૂલ, શરીર માટે સવાર-સાંજ બે-ચાર માઈલ પગે ચાલવું કબૂલ, પણ હું ત્રિકાળ પૂજાની વાત કરું તો કહે કે-‘વીસમી સદીમાં એ કેમ ચાલે ? એ જમાનો ગયો.' મૂર્ખ ! જે લક્ષ્મી મૂકીને જવાની, ત્યાં આઠ કલાક મજૂરી કરવાની અને અહીં વિરોધ ? ભૂલ થાય તો દંડ પણ થાય, તુંકારા સહેવાના, રજા જોઈએ તો ન મળે, ત્રણ-ત્રણ અરજી કરે ત્યારે કદાચ મળે તો મળે, આ બધી સ્વતંત્રતા છે ? ભણેલા ડિગ્રીધરો સોની નોકરી મેળવવા ધક્કા ખાય છે. છ-આઠ કલાકની ગુલામી સ્વીકારે છે. કોર્ટમાં વકીલની, દવાખાનામાં ડૉક્ટરની, સરકારી ખાતામાં અમલદારની એમ બધાની ગુલામી સ્વીકારનારા
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
834
સ્વતંત્રતાની વાતો કયા મોઢે કરે છે ? ત્યાં સ્વાર્થ તો સરે. પરંતુ આ તારકની સેવામાં તો કલ્યાણ નક્કી જ છે, છતાં ત્યાં સ્વતંત્રતાની વાતો કયા મોઢે કરે છે ? ત્યાં સ્વાર્થ તો સરે ત્યારે સરે પરંતુ આ તારકની સેવામાં તો કલ્યાણ નક્કી જ છે, છતાં ત્યાં સ્વતંત્રતાને આગળ કરી છટકબારી શોધાય છે. આ બધું એ બતાવે છે કે આજે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાનું સામ્રાજ્ય વ્યાપ્યું છે.
શ્રી સંઘરૂપ મેરૂની સમ્યકત્વરૂપી પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો તજવા જોઈએ – એ દઢ પીઠને રૂઢ બનાવવા માટે વિશેષ શું કરવું જોઈએ તે હવે પછી.
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા સુદ-૧૪, બુધવાર, તા. ૧૨-૨-૧૯૩૦
♦ ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય :
૦ ગુણનો ઉપયોગ મોક્ષ માટે થાય, પણ સંસાર માટે ન થાય :
• સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો નિર્લેપભાવે રહે :
♦ પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની :
♦ નિર્વાણનો પ્રધાનમાર્ગ, ત્યાગ :
♦ અધૂરા વાંચન-શ્રવણનો પ્રતાપ :
♦ કયો ધર્મ મુક્તિ આપે ?
♦ ધર્મ માટે સંસારનો ભોગ કે સંસાર માટે ધર્મનો ભોગ ?
♦ સાધુ શરીરના નહિ, પણ આત્માના લાભની વાત કરે :
·
ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ કોને માટે ?
સમ્યગ્દર્શન એટલે જ સાચો વિવેક :
નબળા વૈરાગ્યને સબળો બનાવાય, પણ તોડી નખાય નહીં : બાલ્યવયમાં પણ વૈરાગ્ય :
૦ વૈરાગ્ય ભાવ ન આવે તો તે લાવવા માટે પણ ધર્મક્રિયા ખૂબ કરો ! ♦ કોઈ પણ પ્રકારે આવેલો વૈરાગ્ય, જો તે સાચો હોય તો ઉપકારક છે :
નવો વૈરાગ્ય નાના બાળક જેવો છે, એને પંપાળાય પણ કરમાવાય નહિ : ૭૦ વૈરાગ્યના પરીક્ષકની દાનત કેવી હોવી જોઈએ ?
• બાળમુનિ અતિમુક્તકનો વૈરાગ્ય :
વૈરાગ્યની ટીકા-ટીપ્પણ ન કરો !
60
ઓળખ્યા વિના અનુમોદના થાય પણ પ્રશંસા ન થાય :
અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રીસંઘની સ્તુતિ કરતાં એની મેરિંગિંર સાથે સરખામણી કરે છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય હોય, દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય તેમ શ્રીસંઘની સમ્યગ્દર્શનરૂપી પીઠ વજ્રરત્નમય તેમજ દૃઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોય. જ્યાં સુધી એ પીઠમાં પોલાણ હોય ત્યાં સુધી શ્રીસંઘને મેરૂની ઉપમા ઘટે નહિ. શ્રીસંઘ પૂજ્ય છે, સેવ્ય
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૩
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - છે, આરાધ્ય છે, પચીસમા તીર્થંકર સમો છે એ બધી સાચી વાત પણ તે કયો સંઘ ? એ સમજાવવા સૂત્રકાર મહર્ષિનો આ પ્રયત્ન છે. આ શ્રી સંઘની નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાતે રૂપકોથી સ્તવના કરી હવે મેરૂના રૂપક દ્વારા એ મહાત્મા શ્રીસંઘને સ્તવે છે.
મેરૂની પીઠ જેમ વજરત્નની છે તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ સમ્યગુદર્શનરૂપ વજરત્નની છે. એ પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગની જરૂર છે, તે આપણે જોઈ આવ્યા. પીઠ પોલી હોય તો તેમાં કુમતવાસનારૂપ જળ પેસે અને એથી પાયો દાદરો બને, માટે પીઠને દૃઢ બનાવવા પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. વળી ગમે તેવા દઢ સમ્યક્તને પણ ઉત્તમ વિચારોના સેવનથી, દિવસે દિવસે સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત વિચારોના સતત સેવનથી રૂઢ નહિ બનાવાય તો એને જતાં વાર નહિ લાગે. દુનિયામાં રહેવું અને સમ્યક્ત જાળવવું એ કઠિન છે. આત્મા સારી ભાવનાઓથી રંગાએલો હોય તો જ દુનિયામાં રહેવાય છતાં સમ્યક્ત જળવાય. * *
સમ્યક્તના પાંચ દોષોના વર્ણનમાં ચોથો દોષ મિથ્યામતિની પ્રશંસા વિષે આપણે જોઈ ગયા કે ગુણાનુરાગ કાયમ જોઈએ પણ એ ગુણાનુરાગના નામે દુર્ગુણીની પ્રશંસા ન થવી જોઈએ.
દઢતામાં જેમ બે વાત સાચવવાની છે કે-એક તો પ્રમોદભાવના જાળવવી અને બીજી-દુર્ગુણીની પ્રશંસા ન થાય તેની કાળજી રાખવી, એમ રૂઢતાને અંગે પણ એવું જ છે. એક તો આસક્તિ છૂટતી નથી માટે સંસારમાં રહેવું પડે છે અને બીજું મોક્ષ જોઈએ છે માટે સમ્યક્ત સાચવવું પડે છે. જો ગુણનો રાગ જાય તો પ્રમોદભાવના જાય અને ગુણાનુસારના નામે ગમે તેની પ્રશંસા કરવાની કુટેવ પડી જાય તો સમ્યક્ત દૂષિત થાય. આ બધી વાતો આત્મગુણની ચાલે છે“એમાં શું ?' એમ દુનિયાદારીમાં કહી શકાય પણ અહીં ન ચાલે. સમ્યક્ત શુદ્ધ બનાવવા માટે પ્રમોદભાવના સાચવવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર સમ્યક્ત દઢ બનાવવા માટે જેના તેના ગુણ ન ગાવાની કાળજી રાખવાની છે. કોઈના ગુણ જોઈ હૃદયમાં આનંદ જરૂર થાય પણ જે વ્યક્તિમાં એ ગુણ છે તેની પ્રશંસા કરવી હોય તો એ વ્યક્તિ કોણ છે, તેની પરીક્ષા કરવી જોઈએ. થોડાશા દેખાતા ગુણને જોઈને બીજા અનેક દુર્ગુણોથી ભરેલી વ્યક્તિની જાહેરાત કરાય, પ્રશંસા કરાય અને એમાં ગુણાનુરાગના નામે સમ્યક્તનું પોષણ થાય છે એમ મનાય તો એ ખોટું છે, એમાં સમ્યક્તનું પોષણ નહીં પણ
Page #288
--------------------------------------------------------------------------
________________
- ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય: - 60 – ૨૭૭ સમ્યક્તનું શોષણ છે. પોતાના અને બીજા અનેકના સમ્યક્તના નાશની એ પ્રવૃત્તિ છે.
છઠ્ઠા ગુણઠાણા જેટલો વર્ષોલ્લાસ ચોથે પાંચમે ગુણસ્થાનકે જાગૃત નથી થયો એ માન્યું; માટે એને સંસારમાં રહેવું પડે છે એ કબૂલ; પણ એને મોક્ષ જોઈએ છે તો સમ્યક્ત તો જાળવવું પડે ને ? એ સમ્યગ્દર્શન જાળવવા શું કરવું જોઈએ એ સમજાવવા સૂત્રકારનો આ બધો પ્રયત્ન છે. દઢ સમ્યક્ત રૂઢ બન્યા વિના ધાર્યું કામ તો ન આપે પણ એના ટકવામાંયે શંકા છે. દોષોથી બચવા માટે ગમે તેના ગુણાનુરાગમાં વાંધો નથી પણ ગુણાનુરાગના નામે ઘેલછા ન જોઈએ. વ્યક્તિને ઓળખ્યા વિના ગમે તેના ગુણની પ્રશંસા કરવાની શાસ્ત્ર ના પાડી. હૈયાથી ખુશ થવાનું કહ્યું-“એનો અમુક ગુણ મારામાં આવે તો સારું' એવું વિચારવામાં વાંધો નથી. પરંતુ વ્યક્તિની પરીક્ષા કર્યા વિના એની મહત્તા ન ગાવી કે જેથી અનેક આત્માઓ ઉન્માર્ગે ન ચઢી જાય. અયોગ્ય વ્યક્તિમાં પણ અમુક સારાપણું હોઈ શકે છે. અને આપણે ઇચ્છીએ તો એ સારાપણું લઈ શકીએ છીએ પણ એના યોગે એ વ્યક્તિ સારી ન કહેવાય કે તેની પ્રશંસા ન કરાય. ગુણનો ઉપયોગ મોક્ષ માટે થાય, પણ સંસાર માટે તો ન જ થાય ?
ગુણો અનેક રીતે આવે છે. જે ગુણ મોક્ષ માટે ઉપયોગી બને છે તે જ ગુણ સંસાર માટે પણ ઉપયોગી બને છે. મોક્ષસાધના માટે જેમ ક્ષમા મેળવવી, કેળવવી અને જાળવવી પડે છે તેમ સંસારસાધના માટે પણ ક્ષમા મેળવવી, કેળવવી અને જાળવવી પડે છે. ક્ષમા બેય સ્થાને છે. પણ સંસારસાધના માટેની ક્ષમાં જોઈ હૃદયમાં આનંદ અનુભવાય અને એવું જરૂર વિચારાય કે આવી ક્ષમા મને મોક્ષમાર્ગની સાધના માટે આવે તો બહુ સારું પણ એ ક્ષમા જોઈને એ વ્યક્તિની પ્રશંસા ન કરાય. અયોગ્યમાં ગુણ ન જ હોય એવું આપણે માનતા નથી. ગુણ અમુકમાં જ હોય એવું પણ આપણે કહેતા નથી. ઓછાવત્તા અંશે ગુણ તો દરેકમાં હોય પણ એ ગુણ શા માટે છે તે જોવું જોઈએ. મુનિની ક્ષમા શા માટે અને વેપારીની ક્ષમા શા માટે એ ભેદ પાડવો પડશે. ગુણ જ્યાં દેખાય ત્યાંથી લેવા એ ફરજ, ખરાબમાંથી પણ સારું લેવું એ ધર્મ, પણ નહિ જેવા સારા ગુણને જોઈને ગુણાનુરાગના નામે કોઈ વ્યક્તિનાં ગુણગાન ગાવાના યોગે તો એના દોષોની બીજા પર છાયા પડે, જગતભરમાં ગુણના નામે દોષો ફેલાય અને ભોળા લોકો ગુણ ભૂલી દોષ પ્રત્યે ખેંચાય, એ પરિણામ આવે. માટે સમ્યગ્દષ્ટિએ ગુણાનુરાગની પ્રમોદભાવના જરૂચ જાળવવી પણ અયોગ્યના ગુણ ગાવાના દોષથી જરૂર બચવું.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
= 888 ખરાબ વ્યક્તિમાં રહેલા પણ ગુણ આંખો છે માટે દેખાય જરૂ૨, બુદ્ધિ છે માટે પરખાય પણ ખરા, શક્તિ છે માટે ઓળખાય પણ ખરા પણ એ વ્યક્તિની પ્રશંસા ન થાય. એકલા ગુણનું વર્ણન ગમે તેટલું કરો તેમાં વાંધો નથી પણ વ્યક્તિના નામ સાથે વર્ણન કરવું હોય તો વ્યક્તિને ઓળખ્યા વિના એ વર્ણન ન કરાય. વ્યક્તિને ઓળખ્યા વિના ગુણ ગાવા એ પોતાને, એ વ્યક્તિને તેમજ બીજા અનેકને ઉન્માર્ગે લઈ જવાનું કારણ છે. સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો નિર્લેપ ભાવે રહેઃ
મોક્ષ જોઈએ છે અને સંસાર છૂટતો નથી તો સમ્યગ્દર્શન સાચવવું જોઈએ. કોઈ પોતાને સમ્યગ્દષ્ટિ જણાવે તો તે વાત બરાબર છે પણ એની ખાતરી શી? શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-જે પોતાને સમ્યગ્દષ્ટિ હોવાનું, તત્ત્વની શ્રદ્ધા પૂરી થઈ હોવાનું જણાવે તેની પાસે શરત મૂકવી. એ શરત. સ્વીકાર્યા વિના તેની વાત માની ન લેવી એ શરત કઈ ?
भवोदधौ न रमते । એ આત્મા સંસારમાં રમે નહિ. સંસાર પણ મજેનો લાગે અને તત્ત્વરુચિ પણ છે, એ બે વાત બને નહિ-તાવ પણ છે અને ખાવું પણ ભાવે, એ બે વાત બને ? તાવના વિકારમાં સારી પણ ચીજ કડવી લાગે તેમ તત્ત્વની શ્રદ્ધા થયા પછી સંસાર ગમે ? સંસાર રૂચે અને તત્ત્વ ગમે એ કેમ બને ? સમ્યગ્દષ્ટિની પરીક્ષા માટે જૈનશાસનમાં આ રૂઢ વાત છે. સમ્યગ્દર્શન હોવાનું આ પ્રમાણ છે કે એ આત્મા સંસારમાં રમે નહિ, અર્થાત્ સંસાર એને ગમે નહિ. સંસારમાં રમે કોણ ? જેને સંસારમાં ગમે તે. રહે કોણ ? એ પ્રશ્ન ન થાય. રહેવું પડે માટે પણ રહે. પણ રમવું પડે એવું ખરું ?
જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ, જેને શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોની રુચિ થઈ, જેને આત્મા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોની પિછાન થઈ, જેને સ્વર્ગ-નરકાદિ ગતિઓની જાણ થઈ તેને સંસાર પર પ્રેમ થાય કઈ રીતે ?
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી એ ચાર ગતિ છે. જડના સંસર્ગના સર્વથા અભાવ વિના ચેતન પોતાના સ્વરૂપને કદી પામી શકવાનો નંથી. જડના સંયોગથી છૂટ્યા વિના આત્માને એનું અનંત સુખ કદી,મળવાનું નથી. આવું તત્ત્વ જાણ્યા પછી એ આત્મા જડના સંસર્ગમાં રાચે શી રીતે ? જડના સંસર્ગમાં રહેવું પડે એ વાત જુદી પણ રહેવાની ઇચ્છા કેમ હોય ?
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૩૭
- ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય :- 60 – ૨૭૯
પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની :
સભામાં બહારગામના એક જૈનેતર ન્યાયાધીશ આવેલા હતા. તેમણે અહીં કેટલાક પ્રશ્નો કર્યા હતા. આખા વ્યાખ્યાનમાં મોટા ભાગે તેમના ઘણા સુંદર પ્રશ્નો થયા જેના પૂજ્યશ્રીએ અત્યંત સંતોષકારક ખુલાસા કર્યા હતા એ પ્રશ્નોથી જૈન જનતાને પણ ઘણું જાણવાનું મળ્યું હતું-ન્યાયાધીશ જૈનેતર ગૃહસ્થ હોઈ એમના પ્રશ્નો ચાર આશ્રમોને અનુલક્ષીને હતા. એ ચારે આશ્રમોની યોજના, સંકલના, હેતુઓ વગેરે પૂજ્યશ્રીએ બહુ સુંદર રીતે સમજાવ્યા હતા. તેમાં જૈનદર્શનના પારિભાષિક શબ્દોની વાત સામાન્ય ભાષામાં જૈનેતર પણ સમજી શકે એ રીતે સમજાવી હતી.
ન્યાયાઃ “ગૃહસ્થાશ્રમમાં ઉત્તમ ધ્યેયને અનુલક્ષીને રહી શકે ?”
- રહેવું પડે તો રહે પણ રહેવું જોઈએ એમ નહિ. ત્યાં રહેવા છતાં રહેવામાં હરકત નથી એમ એ માને ?
ન્યાયાઃ “એમ તો ન જ મનાય.” -“પાપથી ક્યારે છૂટું” એ ભાવના સમ્યગ્દષ્ટિની સદા જાગૃત હોય. ન્યાયાઃ “રહેવું પડે તો રહી શકે !'
રહેવું પડે તો રહે શકે પણ રહેવું જોઈએ એમ માનીને નહિ. રહેવું જોઈએ એ ભાવના આવી તો મૂળ વસ્તુ ઊડી ગઈ. પૂર્વસંચિતના યોગે, તીવ્રકર્મના યોગે સંસાર છોડી ન શકે, સંસારથી છૂટે એવા સંયોગો ન હોય તો સંસાર છોડવાની ભાવના મજબૂતપણે રાખીને સંસારમાં રહ્યો હોય તો માત્ર એટલા ઉપરથી એને સંસારનો પિપાસુ કહેવાનો કોઈને અધિકાર નથી. સંસારમાં રહ્યો માટે સંસારનો પિપાસુ એમ ન કહેવાય.
શાસ્ત્ર ત્રણ વસ્તુ માની છે. સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્રસમ્મચારિત્ર એ છેલ્લી કોટિની અને ઊંચી વસ્તુ છે. જે સમ્યફચારિત્ર પામે તેનામાં પહેલી બે હોય જ. સમ્યગ્દર્શન પામે તેનામાં સમ્યકુચારિત્ર ક્રિયારૂપ છે, અમલરૂપ છે. ત્યાગ કર્યો એ બાહ્ય વસ્તુ છે અને ત્યાગની ભાવના એ આંતેર વસ્તુ છે. ભાવના હોય અને વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ બને. સમ્યગ્દર્શન છતાં સમ્યકૂચારિત્ર લઈ શકાતું નથી એટલે વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ સંભવિત છે. જેમ શ્રેણિક મહારાજા જિંદગી પર્યંત ચારિત્ર ન લઈ શક્યા, પણ એમનું સમ્યગ્દર્શન કેવું? મેલું કે ચોખ્ખું ? અનંત જ્ઞાનીએ એમના સમ્યક્ત્વને ક્ષાયિક કહ્યું, જરા પણ મળ વગરનું જણાવ્યું.
સંસાર ખોટો છે એવી એમની સ્પષ્ટ માન્યતા હતી. “ક્યારે છૂટું એવી પૂરી
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 40 ભાવના હતી. છૂટ્યા વિના મુક્તિ નથી એવું એમના મનમાં નિશ્ચિત હતું. સંસારનો બાહ્યત્યાગ કર્યા વિના આંતરત્યાગની ભાવનાથી બ્રહ્મજ્ઞાની (જને જૈનો કેવળજ્ઞાની કહે છે) થયાનાં શાસ્ત્રોમાં દૃષ્ટાંતો છે. ઉત્તમ ભાવનાથી ક્ષપકશ્રેણિએ ચઢી તેના યોગે કર્મમળને બાળી કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન પામ્યાના દાખલા શાસ્ત્રમાં જરૂર મળે છે પણ ત્યાં મંતવ્ય કયું ? સ્થિતિ કઈ ? એ જ કે સંસારમાં રહેવું પડે તો રહે, રહી શકે પણ રમી શકે નહિ. રહેવું અને રમવું એ એમાં બહુ ફરક છે. રહેવું પડે એમાં કર્મની પરવશતા છે અને રમવું એટલે આનંદ અનુભવવો, ત્યાં આત્માની લીનતા છે. સંસારમાં આનંદ અનુભવ્યા સિવાય આત્મા નિર્લેપપણે રહે તો જ એને હૃદયનો ત્યાગી મનાય. નિર્વાણનો પ્રધાનમાર્ગ ત્યાગ :
જે આત્માઓ દુનિયાના રંગરાગમાં મજા માને છે તે તો સંસારનાં વખાણ, પણ કરે. એવાઓ તો કહે છે કે “ત્યાગમાં શું પડ્યું છે ? ઘરમાં રહીને ધર્મ ક્યાં નથી થતો ?' આવું કોણ બોલે ? સંસારમાં રમનારા બોલે. રહેવું પડ્યું હોય ને રહ્યા હોય એ આવું ન બોલે. સંસારમાં રમનારા તો એમ પણ બોલે કે-“હૃદય ચોખ્યું હોય તો ગમે તેમ વર્તવામાં હરકત શી ?'
સંસારમાં નહિ રમનારા આત્માઓ ગમે તેવા પ્રસંગે પણ એમ તો ન જ કહે કે- ત્યાગમાં કાંઈ છે જ નહિ”. જે આત્માઓ સંસારમાં રહીને સાધી ગયા તે પણ ત્યાગ તરફ બહુમાન ધરાવીને જ, સંસારને ખોટો માનીને જ અને પોતાની પામરતા સ્વકારીને જ. સંસારમાં રહીને જે પવિત્ર આત્માઓ તરી ગયા તે પણ સંસારની અસારતાની ભાવના રોમ રોમ પરિણમ્યા પછી જ. સંસારની અસારતાની ભાવના જેને રોમ રોમ પરિણમે તે સંસારમાં ક્યારે રહે ? ન છૂટકે જ રહે. નિર્વાણનો પ્રધાનમાર્ગ ત્યાગ જ છે. અધૂરા વાંચન-શ્રવણનો પ્રતાપ ઃ
શરીર વળગેલું છે ત્યાં સુધી આત્માની મુક્તિ નથી એમ તો માનો છો ને ? શરીર સાથે લઈને મુક્તિએ જવાય એમ તો નથી માનતા ને ? એથીયે આગળ ચાલો-શરીરને છોડવું પડ્યું માટે છોડ્યું. પણ એમાં મમતા રહી તોયે મુક્તિ મળવાની નથી. આત્મા સાથેના જડના સંયોગો સર્વથા છૂટે, એ જડ સંયોગોથી આત્મા સર્વથા નિરાળો બને તો જ મુક્તિ મળે, તો પછી એ જંડ સંસર્ગો છોડવાના પ્રયત્નોમાં તત્પર રહેવું ત્યાં આશ્ચર્ય શું ? આજે તો કહે છે કેબંગલામાં રહીને ખાતે પોતે પણ મુક્તિએ જઈ શકાય તો છોડવાનું શું કામ ?” ઇરાદાપૂર્વક દુરુપયોગ થાય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : – 60 — ૨૭૧
આજે શાસ્ત્રનું વાંચન અને શ્રવણ અધૂરું થાય છે. મહિનાઓથી ત્યાગની વાત કરું ત્યાં લક્ષ્ય ન ૨હે પણ જો ધીમેથી એક વાત એવી કરું કે-‘સંસારમાં રહ્યા છતાં અમુક મોક્ષમાં ગયા માટે એ રીતે પણ જવાય' તો તરત એ વાત પકડી લે. આજુબાજુની મહિનાઓ સુધી કરેલી વાતો વ્યર્થ વહી જાય. બાર મહિના સુધી દાંડી પીટી તે નકામી થાય અને આવી વાત પકડી લે. વળી બહાર જઈને બોલે કે-‘મહારાજ પણ કહેતા હતા કે ત્યાગ ઉત્તમ પણ ન થાય તો ઘરે બેઠા મોક્ષ મળ્યાનાં દૃષ્ટાંત છે.' અધૂરા વાંચન-શ્રવણનો આ પ્રતાપ છે. એ દૃષ્ટાંત લખનાર પવિત્ર મહાત્મા પુરુષોનો આશય એ હતો કે ઘ૨માં ૨હેવા છતાં કોઈ વખત મમતાનો એકદમ અભાવ થાય તો ત્યાં રહ્યા છતાં પણ આત્મા તરી શકે છે. જેને ત્યાગ કહેવામાં આવે છે તે હ્રદયમાં રહ્યો હોય તોયે આવો અનુપમ, તો જીવનમાં ઊતરે તેનું તો પૂછવું જ શું ? દૃષ્ટાંત આપવા પાછળનો શાસ્ત્રકારોનો આ ધ્વનિ આખો ઉડાડી મૂક્યો અને ઊલટી લોકોએ કહેતી ઊભી કરી કે
841
‘મન ચંગા તો કથરોટમેં ગંગા’
એ કહે છે કે ‘આત્મા જ્ઞાની પછી ક્રિયાનું પ્રયોજન શું ?' પણ આવું કહેનારા એ નથી વિચારતા કે ‘છતે જ્ઞાને ક્રિયા વિના ડૂબ્યા કેટલા ?' બાહ્યક્રિયા વિના આત્માના તીવ્ર પરિણામના યોગે તર્યાના દાખલા તો આંગળીના વેઢે ગણાય એટલા જ. જો કે ત્યાં પણ તીવ્ર પરિણામ એ પણ ક્રિયા તો છે જ.
દુનિયામાં પણ કહેવાય છે કે ગમે તેવો હોશિયાર માણસ હોય પણ બજા૨માં ન જાય તો એનું પેટ ન ભરાય. ભાગ્યનું માપ ઘેરા બેઠા ન નીકળે. પેઢી ખોલવી પડે, નોકરી કરવી પડે કે મજૂરી કરવી પડે. પછી ન મળે તો કપાળે હાથ દેવાય પણ પહેલેથી જ કાંઈ કપાળે હાથ મુકાય ? વ્યવહારમાં સૌ આ વાત માને છે. શાસ્ત્ર પણ કહે છે કે જ્ઞાન ગમે તેટલું હોય પણ ઉચિત ક્રિયા વિના ધ્યેયપ્રાપ્તિ થાય શી રીતે ? જ્ઞાનથી જ મુક્તિ કે જ્ઞાનક્રિયા ઉભયથી ? કહ્યું છે કે
ज्ञान क्रियाभ्यां मोक्षः ।
જ્ઞાન અને ક્રિયા ઉભયથી જ્યાં મુક્તિ છે ત્યાં એકલા જ્ઞાનથી મુક્તિ થઈ શકે કે નહિ, એ આગ્રહ રહી શકે તેમ નથી. પૂર્વસંસ્કારના યોગે કોઈ આત્માને ગૃહસ્થાશ્રમમાં પણ તથાપ્રકા૨ની ક્રિયા આવી જાય, ક્રિયાનો આવિર્ભાવ એકદમ થઈ જાય તેના ઇન્કાર નથી. સંયોગાધીન ગૃહસ્થપણામાં રહ્યા છતાં જે આત્માઓ તરી ગયાનાં પૂર્વનાં દૃષ્ટાંતો છે ત્યાં પણ એમ માનવું પડ્યું કે એ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
42
આત્મા ભૂતકાળમાં એવી તીવ્ર આરાધના કરીને આવ્યા હતા કે ત્યાં એમને ગૃહસ્થાશ્રમમાં જ એ ઉદય આવ્યું. એ ઉપરથી તો ઊલટું એ સાબિત થાય છે કે આપણે આ ભવમાં એવી તીવ્ર આરાધના કરવી જોઈએ કે જેથી ભવાંતરમાં કદી વિષમ સંયોગોમાં, સાધ્યસાધક સંયોગો ન સાંપડે તોય આ ઉદયમાં આવે; જેથી ડૂબાય નહિ. કયો ધર્મ મુક્તિ આપે ?
ન્યાયા: ‘ત્યાગની ઇચ્છા છતાં ગૃહસ્થાશ્રમમાં રહી શકાય ?
-ત્યાગની ભાવના હોય, સંસારમાં રહેવાની મનોવૃત્તિ ન હોય છતાં સંસારમાં રહેવું પડે તો રહી શકાય, પણ “રહેવાય, વાંધો નહિ, રહેવું જોઈએ, રહેવાથી ગભરાવું નહિ' એમ કહેવામાં આવે તો ? તો તો બધા જ કહે કે “અમને ત્યાગની ભાવના છે. એટલા માટે તો શાસ્ત્ર ધર્મનું સ્વરૂપ બાંધ્યું. કયો ધર્મ મુક્તિ આપી શકે ? તો કહ્યું કે
जत्थय विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ ।
किरियासु अपमाओ, सो धम्मो सिवसुहोवाहो ।।१।। અર્થ : “જેમાં વિષયનો વિરાગ હોય, કષાયનો ત્યાગ હોય, ગુણોમાં અનુરાગ હોય અને ક્રિયાઓમાં અપ્રમાદ હોય તે ધર્મ શિવસુખનો ઉપાય છે.”
જે ધર્મની સેવાથી વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણનો અનુરાગ અને એ ત્રણેને લગતી ક્રિયામાં અપ્રમત્તાવસ્થા થાય તે ધર્મમુક્તિ આપી શકે. અહીં વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ-આ ત્રણ કહીને શાસ્ત્રકાર થોભ્યા નહિ, કેમકે એ ત્રણમાં ઢોંગ, પ્રપંચ, આડંબર બધું ચાલે. વિષયને ભોગવે છતાં દરેક પોતાને વિરાગી જણાવે અને વિષયને ભોગવવાના કારણમાં પૂર્વસંચિત (કર્મ)ને આગળ ધરે એને પકડવા શી રીતે ? એ ઓળખાય કઈ રીતે ? સો પોતાને કષાયના ત્યાગી જણાવે અને ગુસ્સો કરે ત્યારે કહે કે એ તો સામાના ભલા માટે કર્યો હતો. કહે કે “ગુણનો રાગ તો મારામાં રોમ રોમ ભર્યો છે. હવે આ બધું દેખાય શી રીતે ? કોઈ યંત્ર મૂકીને મપાય એવું છે ? ત્યારે જ્ઞાનીને કહેવું પડ્યું કે એ ત્રણેને લગતી ક્રિયામાં અપ્રમત્તાવસ્થાવાળો ધર્મ જ મુક્તિ આપે. આ એ ત્રણેનું માપક યંત્ર છે. જેને વિષયનો વિરાગ થયો તેને વિષયના ત્યાગની ક્રિયામાં આનંદ કેમ ન આવે ? જેનામાં કષાયનો ત્યાગ આવ્યો તેને કષાય છોડવાની પ્રવૃત્તિમાં જાગૃતિ કેમ ન આવે ? જેને ગુણનો અનુરાગ થયો તેને ગુણ લેવાની વૃત્તિ કેમ ન જાગે ? હીરાનો પરીક્ષક પથરામાં
Page #294
--------------------------------------------------------------------------
________________
૭૧૩ – ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૭૩ પડેલા હીરાને જોઈ હાથ લાંબો કર્યા વગર રહે? આ પ્રસંગે બે જણ હાથ લાંબો ન કરે. કાં તો ત્યાગી ન કરે; કાં તો મૂર્ખ ન કરે. પણ જે ડાહ્યો છે અને ત્યાગી નથી તે હીરા દેખી હાથ લાંબો કર્યા વિના રહે ? તેવી રીતે વિષયનો વિરાગી, કષાયનો ત્યાગી અને ગુણનો અનુરાગી એને લગતી પ્રવૃત્તિ છતી શક્તિએ, છતા સંયોગે ન કરે એ બને ? એને ક્રિયામાં બાધક કાંઈ છે જ નહિ, પછી કેમ ન કરે ? જેનાં દૃષ્ટાંત લ્યો તેના સંપૂર્ણ ભાવને, હેતુને, પરિણામને વિચારો કે એમણે કઈ ક્રિયા કઈ વખતે કરી, એનો હેતુ શો, એનું પરિણામ શું, ઉપાદાન શું, વગેરે બધું વિચારો !
સમ્યગ્દર્શન સાધુમાં જ હોય અને સંસારીમાં ન હોય એમ કાંઈ શાસ્ત્રકાર નથી કહેતા પણ એ ખાતરી તો જરૂર માગે છે કે એ આત્મા મવથી નરમ ા સંસારસાગરમાં ન રમે. સંસારસાગરમાં એ આત્માની રમણતા ન જ હોય. સંસારમાં રમણતા હોય ત્યાં સમ્યગ્દર્શન ન હોય એમ જ્ઞાની કહે છે. તમારા માટે “નથી' એમ એકદમ હું કહેતો નથી. ગભરાઓ નહિ ! પણ જ્ઞાની એ વાત સ્પષ્ટ કરે છે કે મોહના યોગે કદી સંસારમાં રમણતા થઈ પણ જાય પરંતુ જાગૃત થાય કે તરત ‘ભૂલ્યો' એમ આત્માને જરૂર થાય. આ એક છેલ્લો બચાવ છે. પણ “ભૂલ્યો” એમ મરતાં સુધી કહ્યા કરે એ ન ચાલે. એ તો એક જાતની ભયંકર કુટેવ કહેવાય. ધર્મ માટે સંસારનો ભોગ કે સંસાર માટે ધર્મનો ભોગ ?
આજે સંસાર એટલો તો પ્રિય થઈ પડ્યો છે કે ધર્મ માટે સંસારનો ભોગ દેવાતો નથી જ્યારે સંસાર માટે ધર્મનો ભોગ દેવાનાં દૃષ્ટાંત તો આ પંચમકાળમાં પાર વિનાનાં છે. જેટલા આદમી એટલાં દૃષ્ટાંત. અરે માનવીના જીવનની જેટલી પળો એટલાં દૃષ્ટાંત છે. પણ ધર્મ માટે સંસારનો ભોગ આપ્યાનાં દૃષ્ટાંત શોધવાં હોય તો મીશીબતનો પાર ન રહે. લાવવાં ક્યાંથી ? જો કે આજે પૈસા માટે, ખાવાપીવા માટે, ઇંદ્રિયોના આનંદના ઉપભોગ માટે ત્યાગ થાય છે. પણ આત્મકલ્યાણ માટે ત્યાગ કરવો કઠિન પડે છે. એ દૃષ્ટિએ તો અમારા કરતાં તમને વધારે ત્યાગી કહેવા પડે. ખરેખર તમારા જેટલી ચિંતાનો બોજ અમારાથી તો સહન ન થાય.
સભા: “બીજી રીતે ત્યાગથી કંઈ લાભ નહિ ?' - લાભ તો નહિ પણ ઊલટી હાનિ છે. તમે જે તકલીફ સહન કરો છો, માનાપમાન સહો છો, તે માટે ખરેખર
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
.. 844 તમે હાથ જોડવા લાયક છો. તમારી દશા જોઈને અમને તમારી એકાંતે દયા આવે છે કે – “આ બિચારા વિના કારણે શા માટે દુઃખી થાય છે ?' શ્રીમંત, ગરીબ બધા એક રીતે દુ:ખી છે. એ બિચારા ન શાંતિથી ખાય, ન શાંતિથી બેસેઊઠે, ન શાંતિથી સૂએ, ન શાંતિથી વાતચીત કરે, ન શાંતિથી સ્નેહી સાથે બોલચાલે, ન શાંતિથી પાંચ મિનિટ પણ બેસી શકે - આવા એ બંધા દુ:ખી છે. કદી સ્નેહી સાથે વાત કરે ત્યારે પણ હૈયામાં બળતરા કોઈ જુદી જ ચાલતી હોય. કોઈની સાથે હાથ મીલાવે ત્યારે પણ તેને ઊઠાં ભણાવવાનું ચાલુ જ હોય. આ રીતે ન સુખે ખાવું પીવું કે ન સુખે બેસવું ઊઠવું કે ઊંઘવું, આ બધો ત્યાગ એ કાંઈ ત્યાગ નથી પણ એ તો રાગનોયે બાપ છે. રાગના માટે કરાયેલા ત્યાગને હિતકર કહેવાય ? ઇચ્છા વિના સારી કરણી થઈ જાય એનો લાભ જરૂર મળે પણ રાગને પોષવા માટેનો ત્યાગ તો ભયંકર છે. અત્યારે આ વાત આત્મકલ્યાણ માટેના ત્યાગની ચાલે છે. ધર્મક્રિયાની વાત જુદી છે. ઇચ્છા વિના થયેલી ધર્મક્રિયા પણ લાભદાયક તો છે જ. સાધુ શરીરના લાભની નહિ પણ આત્માના લાભની વાત કરે.”
ત્યાગ પણ અનેક હેતુએ થાય છે. મોક્ષની સાધના માટે પણ થાય છે અને સંસારની સાધના માટે પણ થાય છે. શરીરને સાચવવા માટે આજે ન ખાય એ ત્યાગ નથી, કારણ કે એ તો કાલે સારી રીતે ખવાય માટે આજે નથી ખાતો. તાવ આવે ત્યારે વૈદ્ય કહે કે-“આજે નહિ ખાય તો જ કાલે ખાઈ શકીશ” માટે એ આજે ખાવાનો ત્યાગ કરે છે. ત્યાં ભાવના ત્યાગની નથી પણ બીજે દિવસે સારી રીતે ખાવાની છે.
સભા: “પણ એથી શરીરને તો લાભ થાય ને ?'
-અહીં આત્માના લાભની વાત ચાલે છે. શરીરના લાભની વાત સમજાવવા હું બેઠો નથી. શરીરનો લાભ બતાવનારા નહિ મળે તો પૈસા આપીને પણ તમે તે મેળવવા જવાના. એમાં વાંધો નહિ આવે. જે લાભ દુનિયામાં ક્યાંય ન મળે તે લાભ વગર પૈસે, હજારો ગાળો ખાઈને પણ સમજાવવા હું મહેનત કરું છું. શરીર માટે તો બધી ક્રિયા કરવા લોકો તૈયાર છેશરીર સાચવવા માટે ચાર વાગે ઊઠે, ઉઘાડા શરીરે અખાડામાં પહોંચે, નાચે કૂદ બધું કરે-એમ કરતાં ઠોકર વાગે, હાથપગ ભાંગે તો તેથી પણ ગભરાય નહીં - કહે કે – વાગે પણ ખરું – પણ આ કંઈ ત્યાગ નથી. શાસ્ત્ર પણ આને ત્યાગ નથી કહેતું - પૈસા માટે ધારું તો હમણાં તમારી પાસે ત્યાગ કરાવી શકું. મૂઠી વાળીને કહું કે “આમાં કાંઈક છે” તો ઘડીવારમાં પાંચ હજાર હાથ જોડતા આવે-“ક્યાંથી
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60
૨૭૫
આવ્યું ?’ એમ એ ગાંડાઓ ન વિચારે. દુનિયાના પદાર્થોનો લોભ એવો છે કે એની લાલચ બતાવી લોકોને ક્ષણવા૨માં અનુયાયી બનાવાય.
845
વૈદ્યો અને ડૉક્ટરો ગમે તેવા વ્યસનીઓનાં વ્યસન છોડાવવા સમર્થ છે, ગમે તેવું ખાવાની ટેવવાળાને એ ખાવું પીવું બંધ કરાવવા સમર્થ છે, ગમે તેવા વિલાસીઓના વિલાસ બંધ કરાવવા સમર્થ છે; કેમકે ત્યાં શરીરની સાચવણી એ મુદ્દો છે. ડૉક્ટર કહે કે વિલાસભુવનમાં ગયો તો મરી જઈશ તો ‘હેં !’ કહીને ન જવાનું કબૂલે પણ મુનિ કહે કે ‘અબ્રહ્મમાં પાપ છે' તો તરત કહે કે - ‘હશે ! પણ અમારાથી એનો ત્યાગ થાય એમ નથી. આ જમાનામાં આવી વાતો ન ચાલે - પોતે છોડ્યું માટે બર્ધાને છોડાવવા નીકળ્યા છે વગેરે'. આત્મીય લાભ સમજીને કોઈ કશું છોડવા તૈયાર નથી - લાખના સવા લાખ કરવા માટે બૅન્કમાં મૂકવા ખુશીથી જાય છે કાગળ‘લઈ આવે ને લાખ મૂકી આવે છે. અહીં ધર્મસ્થાનમાં જરૂર હોય ત્યાં આપવામાં વાંધા. કદી આપે તો આટલા નહીં પણ આટલા એમ બને તેટલા ઓછેથી જ પતાવે.
-
સભા ‘અહીં લાભ પ્રત્યક્ષ દેખાતો નથી.’
-અધૂરું ન બોલો. કહો કે પ્રત્યક્ષ દેખાતો નથી અને પરોક્ષ મનાતો નથી. આજની તમારી શ્રદ્ધા સાચી છે કે બનાંવટી એ કહો ! ધર્મના ફળની શ્રદ્ધામાં આજના આસ્તિકો. સાચા છે કે કાચા ? એ અહીં મુદ્દો છે. આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક જાણ્યા પછી એની વાતો કરતાં છતાં, અવસરે એ ભુલાય ? ન૨ક જેવી ચીજ દરેક પાપપ્રવૃત્તિ કરતાં યાદ કેમ ન આવે ? અસત્ય ન બોલાય એમ જાણવા છતાં દરેક વેપારી ગ્રાહક સાથે કેવી વાત કરે છે ? ‘હું જૂઠું બોલું ? જોઈ લ્યો આ ભરતિયું !' એમ કહે, પણ પાછું ભરતિયું પણ બનાવટી હોય, આવી આજે દશા છે. ‘જૂઠું એ પાપ છે’ એ માન્યતા છે એવી શ્રદ્ધા આવા વર્તનથી કેમ રખાય ? માનો કે માન્યતા છે પણ તે આવા વર્તનથી પછી ક્યાં સુધી ટકે ? સારા અને સાચા નિમિત્તે ખોટાં વ્યસનો છોડવાનું જ્ઞાનીએ કહ્યું. જે લોકોએ ગુણના નામે ભયંકર દોષો અપનાવ્યા, પરિણામે એમના ગુણ ગયા અને દોષો બહાર આવ્યા; એ સ્થિતિ ન આવવા દેવા માટે આ મહેનત છે.
સંસારમાં નથી રહેવું એ માન્યતાવાળો સંસારમાં કેવી રીતે રહ્યો હોય ? ક્રિયા ભલે એકની એક હોય પણ જુદી જુદી રીતે રહેનારની રહેણીકહેણીમાં ભેદ પડે કે નહિ ? આજે સંસાર પણ કેવો છે એનું વર્ણન થાય એમ નથી. આજે મોટે ભાગે કોઈ સાચો ગૃહસ્થ પણ નથી. ગૃહસ્થ એટલે ભાગાભાગ કરનાર
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૬ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
46 હોય ? ધાર્મિક ક્રિયા માટે ફુરસદ નથી એમ ગૃહસ્થ કહે ? ફુરસદ મજૂરને ન હોય કે ગૃહસ્થને ? સંસારની અસારતાની ભાવના વધશે તો જ ગૃહસ્થ ગૃહસ્થ બની શકશે, નહીં તો કદી નહીં બની શકે. જૈનશાસનમાં કૃપણ નભે પણ લક્ષ્મી સારી માનનાર નહિ નભે. સંસારમાં રહેવું પડ્યું છે માટે રહ્યો છું એમ કહેનાર આ શાસનમાં નભે પણ “રહેવું જોઈએ” એમ કહે એ ન નભે-રહેવામાં હરકત શી ? એમ કહેનાર ન નભે. ચાર આશ્રમમાં ગૃહસ્થાશ્રમ કોને માટે ?
ન્યાયા: “ન તજી શકે તેને સંસારમાં રહેવાનું કહી શકો ?
-ના. એમ કહું કે સંસાર તજવા જેવો છે. પહેલો માર્ગ એ છે. પણ ન તજાય તો ત્યાં આ રીતે વર્તાય-ભાવના તજવાની જ રખાય, પ્રયત્નો તેવા જ કરાય અને તેને અનુસરતી આવી આવી ક્રિયાઓ કરાય. .
ન્યાયા: ‘વાનપ્રસ્થાશ્રમે રહી શકે ને?ગૃહસ્થ ગુરુ હોઈ શકે ને ?'
-ગૃહસ્થ ગુરુની મર્યાદા બાંધવી પડશે. ગૃહસ્થાશ્રમના ભોગવટાના પરિણામે વાનપ્રસ્થાશ્રમ આવે એવી તમારી માન્યતા છે ? ગૃહસ્થાશ્રમનો ભોગવટો એ વાનપ્રસ્થાશ્રમનું કારણ છે કે ગૃહસ્થાશ્રમને પાપરૂપ માનવો એ વાનપ્રસ્થાશ્રમનું કારણ છે ?
ન્યાયાઃ “યોગ્ય રીતે ગૃહસ્થાશ્રમ ભોગવાય તો ?” -એટલે શું કહેવા માગો છો ? ન્યાયo: ‘પૂર્વના સંચિતના ભોગવટા માટે રહે તો ?' - એ સ્થિતિ ફરી ગઈ. પૂર્વનાં સંચિત પોતાને સંસારથી ખસવા દેતાં ન હતો માટે સંસારમાં રહ્યો, એમ કહેવા માગો છો ને ?
ન્યાયાવ: “હા.”
- તો તો ત્યાં પૂર્વના સંચિતની આધીનતા થઈ. એ આધીનતા ન હોત તો તો એ ગૃહસ્થાશ્રમ ન ભોગવત ને ?
(અહીં ન્યાયાધીશે એક દષ્ટાંત જણાવ્યું જેમાં સંન્યાસ લેનારને કોઈ મહાત્માએ થોભી જવા જણાવ્યું હોય એવું જૈનેતર દર્શનનું દૃષ્ટાંત હતું.)
-એ મહાત્મા પેલાની ભાવિ સ્થિતિ કળી શકતા હશે. સર્વજ્ઞ કે વિશિષ્ટ જ્ઞાની હોય એ બધું જાણી શકે અને એના જ્ઞાનમાં સામાના ઉપકારમાં જેવું દેખાય તેવું એ સામાના ભલા માટે કહી શકે. પણ જો એ નિયમ બધા માટે હોય
Page #298
--------------------------------------------------------------------------
________________
847 — ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60
તો તો એવું થાય કે એવા જ્ઞાનીની હયાતીમાં જ ધર્મોપદેશ થાય. દરેક કાળમાં એવા જ્ઞાનીઓની હયાતી હોતી નથી. દરેક કાળમાં એવા મહાપુરુષ નથી હોતા કે જે પૂર્વસંચિત પા૨ખી શકે.
૨૭૭
જે જે વસ્તુ જે જે સ્વરૂપે કહેવાય તેને તે તે સ્વરૂપે માનવાની આ વાત ચાલે છે.
તમારામાં ચાર આશ્રમની યોજના છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. બ્રહચર્યાશ્રમમાંથી ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થા-શ્રમમાં ગયા વિના સંન્યસ્તાશ્રમમાં ન જ જઈ શકાય, એમ માનો છો ? જઈ શકાય. એમ જ માનું પડશે. કારણ કે બાલબ્રહ્મચારી યોગી તમારે ત્યાં પણ વધુ પૂજ્ય ગણાય છે ને ? એટલે હવે સંન્યસ્તાશ્રમ સ્વીકારનારે તે પહેલાં ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવોં જ જોઈએ, એવો કોઈ નિયમ રહેતો નથી. જેનાં સંચિત (પૂર્વકાળમાં ઉપાર્જેલ ભોગકર્મ) બાકી હોય તેને માટે ગૃહસ્થાશ્રમ છે એમ નિશ્ચિત થયું.
આ બધું જોતાં ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ કેવા ગણાય ? સંચિત (પૂર્વકર્મના) યોગે જેનામાં સંન્યસ્તાશ્રમ સ્વીકારવાની શક્તિ ન હોય તેને માટે એ બંને વિસામારૂપ છે.
જેઓ આજે એમ કહે છે કે ક્રમસર એક એક આશ્રમનો સ્વીકાર કર્યા પછી જ છેલ્લો આશ્રમ સ્વીકારાય' તેઓની એ વાત કોઈ પણ રીતે સાચી કહી શકાય તેમ છે ?
ન્યાયા૰ : `‘ના, ન કહી શકાય.'
એટલે હવે એ વાત સારી રીતે સ્પષ્ટ થાય છે કે જેઓમાં સીધો જ સંન્યસ્તાશ્રમ સ્વીકારવાની તાકાત ન હોય, તેવા નબળા જીવો માટે જ વચ્ચેના બે આશ્રમો વિસામારૂપ છે. ગૃહસ્થાશ્રમ પૂર્વસંચિતના ભોગવટારૂપ છે પણ તે સંન્યસ્તાશ્રમનું કારણ (સાધન) નથી.
-
‘કારણ' કોને કહેવાય?
જેના યોગે જે મળે તે તેનું કારણ કહેવાય. માટી એ ઘડાનું કારણ છે પણ રેતી ઘડાનું કારણ નથી. માટીમાં ઘડો બનવાની યોગ્યતા છે. એ યોગ્યતા રેતીમાં નથી. જે આત્મામાં તથાપ્રકારની યોગ્યતા હોય તે સંન્યસ્તને પામે પણ ગૃહસ્થાશ્રમના યોગે અર્થાત્ ગૃહસ્થાશ્રમના ભોગો ભોગવવાના કારણે સંન્યસ્ત પામે એમ નહિ.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
848
સમ્યગ્દર્શન એટલે જ સાચો વિવેક :
ન્યાયા૦ :‘વિષયો ભોગવતાં વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ સ્વીકારે.’
વિષયનો ભોગવટો એ વૈરાગ્યનું કારણ છે કે વિષય પ્રત્યે અરુચિ એ વૈરાગ્યનું કારણ છે ? વિષય પ્રત્યેની વિરક્તિ પરિણામે વૈરાગ્ય લાવે પણ વિષયનો ભોગવટો વૈરાગ્ય લાવે ? વિષયના વિપાકનું ભાન વૈરાગ્ય લાવે પણ વિષયના સેવનથી વૈરાગ્ય ન આવે.
ન્યાયા૦ : ‘ત્યાં વિવેક જોઈએ.'
વિવેક કહો કે વિષયના સ્વરૂપનું ભાન કહો એ એક જ છે. તમે જેને વિવેક કહો છો તેને જૈનદર્શનમાં સમ્યગ્દર્શન કહે છે. સારા ખોટાનો, સસનો વિવેક એ જ સમ્યગ્દર્શન. હેય (ત્યાજ્ય), જ્ઞેય, (જાણવા યોગ્ય) અને ઉપાદેય (સ્વીકારવા યોગ્ય)નો વિવેક એ જ સમ્યગ્દર્શન. વિષયના વિપાકનું જ્ઞાન થાય ત્યારે વૈરાગ્ય આવે પણ વિષયના ભોગવટાથી વૈરાગ્ય ન આવે. મુદ્દો એ છે કે ગૃહસ્થાશ્રમનો ભોગવટો એ વૈરાગ્યનો હેતુ નથી પણ ત્યાં રહેલો (આત્મામાં પ્રગટેલો) વિવેક એ વૈરાગ્યનો હેતુ છે. ચાર આશ્રમોના નામે આજે એવી ગેરસમજ ફેલાવવામાં આવે છે કે-ચાર આશ્રમના ક્રમે જ આત્મા આગળ વધે-પણ આ વાત બરાબર નથી. સમર્થ માટે ક્રમની જરૂર નથી. ક્રમ તો નબળા માટે છે. જ્યાં ચારા આશ્રમોની વાત કરી છે ત્યાં કહ્યું કે-ગૃહસ્થાશ્રમ તથા વાનપ્રસ્થાશ્રમ-એ વિસામા લેવા પડે તો ત્યાં રહેલો જીવ વિવેક જાગતો રાખે. સંચિત ભોગવવા માટે સંસારમાં રહેવું પડે એ બને પણ ત્યાં વિવેક ન ભૂલે-‘ક્યારે છૂટું ?’ એ જ ભાવના હૃદયમાં જાગૃત હોય.
જેને સમ્યગ્દર્શન થયું, જેને તમે વિવેક કહો છો એ જેને થાય તે સંસારથી ડરે કે સંસારને સારો માને ?
નબળા વૈરાગ્યને સબળો બનાવાય પણ ક્યારેય તોડી નખાય નહિ :
ન્યાયા‘આવેશથી વૈરાગ્ય થાય કે ત્યાગ કરે એ ચાલે ?’
આવેશપૂર્વકનો વૈરાગ્ય અને ત્યાગ ખામીવાળો હોય માટે કેમ ચાલે ? એમ તમારો પ્રશ્ન છે. મારે તમને સમજાવવું છે કે સારી ચીજ દરેક શરૂઆતમાં ખામીવાળી હોય છે. જ્યાં સુધી ચીજ ખામીવાળી હોય ત્યાં સુધી અંગીકાર કરાય નહિ એવું માનીએ તો આ દુનિયામાં સારી ચીજ કોઈ આત્મા કોઈ કાળે પામી શકે જ નહિ-મોટાભાગના જીવને શરૂઆતનો વૈરાગ્ય તો આવેશવાળો જ થવાનો કારણ કે આત્માને અનાદિકાળનો અભ્યાસ ાગનો જ છે. રાગીને
Page #300
--------------------------------------------------------------------------
________________
849 – ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૭૯ શરૂઆતનો વૈરાગ્ય આવેશવાળો જ હોય-તદ્દન અભણ માણસ પણ સારામાં સારો વિદ્વાન થઈ શકે છે ને ? શિક્ષકે લખી આપેલો એકડો બાળક કદી સીધો ઘૂંટી શકે છે ? ઇચ્છા હોય તોયે સીધો ઘૂંટી શકતો નથી. તેનો હાથ વાંકોચૂંકો થયા વિના રહે જ નહિ. પણ બાળક સીધો-ખામી વિનાનો એકડો ઘૂટે પછી જ નિશાળે આવે એવો કાયદો થાય ?
ન્યાયાઃ “પાટીમાં ઘાટ કોતરાય છે. એમાં જ ઘૂંટે તો ?' તોયે શરૂઆતમાં બહાર લીટા જાય કે નહિ ? ન્યાયા: ‘એમ તો જાય.”
એ જાય તો પણ બાળકના અભ્યાસને અવગણાતો નથી. એ જ રીતે જીવ ભલે એકવાર સારી ચીજ આવેશથી પામે પણ પછી તે જીવ સાચી રીતે પામી શકવાનો પૂરો સંભવ છે. આવેશ વિના શરૂઆતમાં તદ્દન ચોખ્ખો વૈરાગ્ય થાય એ વસ્તુ દરેક જીવ માટે ન ભૂતો ન ભવિષ્યતિ એ બનવાનું નથી. દર્દીને અમુક માંદગીમાં વૈદ્ય-ડૉક્ટરો રુચિ વિના પણ ખવડાવે છે. ન ખવડાવે તો એ ઊઠી ના શકે, મગના પાણી પર રાખેલા દર્દીને એકદમ ખાતો ન કરાય પણ ધીરે ધીરે ખાતો કરી મૂળ ખોરાક પર લાવવામાં આવે છે ને ? અનાદિકાળથી રાગથી રંગાયેલા આત્મા માટે એ જ રીતે ઉપાયો કરવા પડે તો એમાં કાંઈ વાંધો છે ? એ કર્યા સિવાય છૂટકો જ નહિ. દુનિયાદારીથી રંગાયેલા આત્માને પ્રાથમિક ભૂમિકામાં સાચો વૈરાગ્ય જાગ્રત કરવો એ સહેલું નથી.
પૂર્વસંસ્કારથી કે શાસ્ત્રશ્રવણના યોગે સંસાર અસાર અને ત્યાગમાર્ગ સારો લાગે એ વૈશાય-સમ્યગ્દષ્ટિ જીવ સંસારમાં રહે તોયે પ્રભુમાર્ગને ધ્યાનમાં રાખીને રહે પણ સંસારમાં રમે તો નહિ જ.
આજના જીવોની વાત જુદી છે. આજે તો સંસારની અસારતા જોરશોરથી સમજાવવી પડે તેમ છે. એ સમજાય તો જ ત્યાગ પ્રાપ્તિની ભાવના જાગે અને ત્યાગ સન્મુખ દૃષ્ટિ રહે. તેમ છતાં ત્યાગ ન લઈ શકે તેને દુનિયાદારીની કાર્યવાહીમાં રહ્યા છતાં નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરવાનું શાસ્ત્ર કહ્યું. આગળ વધીને કહ્યું કે તમે જ્યારે એકદમ વૈરાગ્ય નથી પામી શકતા તો જેઓ એકદમ વૈરાગ્ય પામી ત્યાગી થવા નીકળે તેમની વચ્ચે આવવાનો અધિકાર તમને નથી. ન્યાયા): ‘અતિ તીવ્ર વૈરાગ્ય હોય તો વાત જુદી, તો તો રજાની જરૂર નહીં
પણ એવો તીવ્ર વૈરાગ્ય ન હોય તો વચ્ચે ન અવાય ?' સંસારનો ત્યાગ કરનારની થોડી પણ મનોવૃત્તિ પોતાના કુટુંબ તરફ
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
850 ખેંચાયેલી રહે તો એ બધા પાછળનાઓ જે કાંઈ ક્લેશ કરી કર્મબંધ કરે તેમાં એ પણ ભાગીદાર બને એમ શાસ્ત્ર કહે છે. ત્યાગી બનનારો વૈરાગ્ય વિના બીજા કોઈ સ્વાર્થ માટે જો નીકળે અને પાછળનાને રખડાવે તો એ કબૂલ નથી. પણ વૈરાગીને રાગના (રાગીઓના) ભોગ થવાનું કહેવાય નહિ એ પણ સાથે જ ફરમાવ્યું છે. વૈરાગ્યના સ્વરૂપને સમજો. વૈરાગ્યને રાગના બહાને રાગીઓની ખાતર ધક્કો પહોંચાડવાની સંમતિ અપાય નહિ-કોઈ આત્મામાં પૂર્વકર્મના યોગે નાની વયથી જ દુનિયાના પદાર્થોની, ખાનપાનની અને વ્યવહારની કુશળતા દેખાય છે અને તે તમે માનો છો, તેમ કોઈ આત્માને પૂર્વના સંસ્કારના યોગે કે સારા નિમિત્તથી કે શિખામણથી દુનિયાના પદાર્થો પ્રત્યે વૈરાગ્યભાવ વધે અને સંસારત્યાગ કરવાની ભાવના જાગે તો એવા આત્માને ત્યાગના માર્ગે ચડાવવો એ વૈરાગ્યના પ્રેમીનો ધર્મ છે. ભવિષ્યમાં એના જીવનમાં શું બનવાનું છે એ તો જ્ઞાની જાણી શકે. અરે ! જ્ઞાની પણ ભવિષ્યમાં એ પતિત થવાનો છે એમ જાણવા છતાં એને વર્તમાનમાં ત્યાગ આપવામાં જ લાભ જુએ તો દીક્ષા આપે છે. .
ન્યાયા: “એકંદરે તો લાભ જ છે.” * મારો મુદ્દો ત્યાં જ છે. સભાઃ “પરીક્ષા કરવાની ખરી !' શાસ્ત્રદૃષ્ટિએ સ્થિતિના પ્રમાણમાં પરીક્ષા જરૂર કરવાની. સભા: વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમમાં ફેર શું ?
વાનપ્રસ્થાશ્રમમાં સંન્યસ્ત જેટલો ત્યાગ નહિ-બ્રહ્મચર્ય ભલે પાળે પણ સ્ત્રી સાથે રહી શકે વગેરે.
સભાઃ જેનદર્શનમાં ચાર આશ્રમો છે ?
-નથી. પણ માનો કે જે સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે ચોથું વ્રત લે, વૈરાગ્ય જીવંત રાખી આરંભ સમારંભ ઘટાડી ધર્મક્રિયામાં રક્ત રહે, એ વાનપ્રસ્થાશ્રમ. કોઈ આવીને મને કહે કે-દીક્ષાની ભાવના છે, પણ વયના કારણે પળાશે કે નહિ એ શંકા છે માટે અભ્યાસ કરું-તો એને કહ્યું કે સિદ્ધગિરિ વગેરે તીર્થમાં રહો, સાધુઓનો સહવાસ કરો, વ્યાખ્યાન વાણી સાંભળો તો ભાવના વધશે અને શક્તિ જાગશે. હવે એ રીતે રહે એને વાનપ્રસ્થાશ્રમ કહેવામાં વાંધો છે ? બાર વ્રતધારી શ્રાવક, સાધુપણાના અભ્યાસ માટે શ્રાવકની પ્રતિમાઓ વહન કરનારો તો વાનપ્રસ્થથી પણ ચડી જાય તેવા ઊંચા પ્રકારનું જીવન જીવનારો હોય છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
851
– ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય :- 60 – ૨૮૧
બાલ્યવયમાં પણ વૈરાગ્ય :
સભા : “આ કાળમાં તીવ્ર વૈરાગ્ય થવા માટે વયની કોઈ મર્યાદા ખરી ?
હા. આ કાળમાં પણ તીવ્ર વૈરાગ્ય માટે જ્ઞાનીઓએ આઠ વર્ષની વયની મર્યાદા બાંધી છે. તે પહેલાં પણ વૈરાગ્ય થાય પણ એ સર્વવિરતિ જોગો નથી થતો..
સભા: “આઠ વર્ષની વયમાં એવો વૈરાગ્ય કયા કારણથી થાય ?'
પૂર્વસંસ્કારથી. પૂર્વસંસ્કારને તો માનો છો ને ? એ વયમાં સમજી ગયો એનું કારણ એ કે આ વસ્તુ પ્રત્યે પૂર્વસંસ્કારના યોગે રાગ જાગ્યો. કોઈ બાળકને દિવસ ઊગ્યે દૂધ પીવાનું મન થાય ત્યારે કોઈ બાળકને દિવસ ઊગ્યે મંદિરઉપાશ્રય જવાનું મન થાય એનું કારણ શું ? ભલે સમજે કાંઈ નહિ પણ એવાયે બાળક છે કે જે દર્શન કર્યા વિના દૂધ નહિ પીવે. ભલે સ્વરૂપ ન સમજે પણ પૂર્વના સંસ્કારના કારણે આ સ્થિતિ હોય છે. એ જ વૈરાગ્યનું પગથિયું છે.
સભા: “ટેવ પડી હોય માટે પણ એમ થાય ?'
ટેવ ખરી પણ સભાવ શાથી ? ગયા વિના ગમે નહિ એ શાથી ? રૂપિયો અને ઓઘો એ બેમાં કોઈ બાળકને ઓઘો ગમે એનું કારણ શું ? શ્રી જિનેશ્વરદેવનું સ્વરૂપ જાણ્યું નથી એવા બાળકને પણ પ્રભુનાં દર્શનથી આનંદ થાય, સાધુનું સ્વરૂપ જાણે નહિ છતાં સાધુને જોઈ હર્ષિત થઈ જાય, મા-બાપ સાધુને શું આપે છે તે જાણે નહિ તો પણ કાંઈક આપે છે એ જોઈને રાજી થાય એને પોતે આપવા દોડે, આ બધામાં પૂર્વસંસ્કાર જ માનવા પડશે. ક્રમે ક્રમે સંસ્કાર ખીલતા જાય અને આઠ વર્ષની વયનો થાય ત્યારે કહે કે મારે હીરા માણેક કે પૈસા ટકા નથી જોઈતા. મારે તો મહારાજ પાસે જવું છે તો એ શું ? એ જ વૈરાગ્ય. અરે, એમ ન થાય અને માનો કે માબાપ સમજાવે કે ખરો માર્ગ તો આ ત્યાગનો જ છે, બીજું બધું ખોટું છે એમ સમજાવતાં સમજાવતાં અમુક સમયે અસર થઈ જાય તો પણ હરકત શી છે ? હા ! એક વાત સાચી, આમાં બળાત્કાર ન કરાય. બાળકને કોઈ ખરાબ કામ કરતાં રોકાય, સમજાવવા છતાં ન રોકાય તો બળાત્કાર પણ કરાય, જૂઠું બોલે તો ધોલ પણ મરાય, અભક્ષ્ય ખાતાં ભય બતાવી અટકાવાય પણ સંસાર છોડવાનું મન ન હોય તો એને દીક્ષા પરાણે ન અપાય.
શિખામણના યોગે બાળકની મરજી વૈરાગ્ય પ્રત્યે વધે તો કાંઈ વાંધો ખરો ? અરે, આ દુનિયામાં ઘણા એવા જીવો છે કે જેમને વૈરાગ્યની વાત ગમે
Page #303
--------------------------------------------------------------------------
________________
32
૨૮૨
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ – જ નહિ-વૈરાગ્યની વાત એ સાંભળે જ નહિ. અરે, નાના બાળકને સાધુ થવાનું કહો તો એ પણ ચોખ્ખી ના કહે. એ તો કહે કે-“મારે તો લગન કરવાં છે, પૈસા કમાવા છે, સાધુ થઈ ભીખ માગીને ખાવાનો ધંધો કરવો નથી.” આવું જ્યાં વાતાવરણ ચારે તરફ છવાયેલું હોય ત્યાં કોઈ બાળક એમ બોલે કે “મારે પરણવું નથી, સંસાર ખોટો છે, મારે તો દીક્ષા લેવી છે, મને ત્યાં જ ગમે છે. તો ભલે એ પૂર્વસંસ્કારના યોગે કે કોઈ નિમિત્તના યોગે કે કોઈની શિખામણના યોગે આવું બોલતો હોય પણ એમાં વૈરાગ્ય માનવામાં હરકત શી છે?
તીવ્ર વૈરાગ્યની વાત કોના માટે ? સંસારમાં પંડ્યા, ભોગોમાં લપેટાયા, એવા જીવ જે અહીં આવવા તૈયાર થાય તેને માટે તીવ્ર વૈરાગ્ય જરૂરી છે. પરંતુ બાલ્યાવસ્થાનો થોડો વૈરાગ્ય ભક્ત ભોગીના તીવ્ર વૈરાગ્યથી ચડી જાય છે. ભોગ ભોગવીને આવેલો સંયમ લે, એની પરિણામની ધારા સ્થિર ન પણ રહે. અને જો પૂર્વ ભોગોનું સ્મરણ થાય તો એના માટે પતનનો સંભવ વધારે છે. પણ જે બાલ્યકાળથી દીક્ષિત છે, મૂળથી જ જેને વિષયનો સંસર્ગ નથી, એના પતનનો સંભવ ઘણો ઓછો છે. તમે બાલ્યકાળથી કીડી, મંકોડી બચાવવા ટેવાયા છો-હવે સંયોગવશાત્ કોઈ હિંસક પડોશમાં રહેવાનો વખત આવે અને અમુક વખત રહેવું પડે તો પણ તમારા જીવદયાના સંસ્કાર એકદમ ન ભૂંસાય શાથી ? બાલ્યકાળના સંસ્કાર છે માટે-બાળકે બાલ્યકાળમાં ગોખેલા “મા-બાપ” એ શબ્દો જીવનભર ભુલાય છે ? બીજું ભણેલું ઘણુંયે ભુલાય પણ “મા-બાપ” એ શબ્દો ઊંઘમાંયે ન ભુલાય-કેમ ? એ સંસ્કાર રૂઢ થઈ ગયા. બાલ્યકાળના એ સંસ્કાર છે.
દરેક દર્શનકારોએ બાલબ્રહ્મચારીનું મહત્ત્વ ગાયું છે. ઉત્તમ શક્તિનું પ્રેરક બ્રહ્મચર્ય છે. દરેક દર્શનના મુખ્ય પ્રણેતા મોટા ભાગે બાલ્યાવસ્થામાં સંસારત્યાગી બનેલા. બાલ્યકાળના વૈરાગ્યમાં કારણરૂપે શાસ્ત્રજ્ઞાનની વાત ન આવે ! એ પ્રભાવ તો પૂર્વના સંસ્કારનો જ માનવો પડે. સંસાર ન ગમે અને ત્યાગ ગમે એ જ વૈરાગ્ય. પછી ભલે પૂર્વસંસ્કારથી એ સ્થિતિ હોય કે કોઈ વર્તમાનના બાહ્ય નિમિત્તથી કે શિખામણથી હોય.
આ જમાનામાં નાટક ચેટક, હૉટેલ સિનેમા વગેરે રંગરાગ છોડી અહીં આવવાનું મન કોને થાય ? જેને વિવેક જાગે તેને જ અથવા તો પૂર્વસંસ્કારથી પણ થાય. હવે એ બાળક એ વાત સમજાવે શી રીતે ? રૂપિયો અને ઢબુ બેમાંથી બાળકનો હાથ રૂપિયા તરફ જાય. રૂપિયાના બત્રીસ ઢબુ આવે એ વાતની એને ખબર છે ? ના-તો પણ એમ કેમ ?
Page #304
--------------------------------------------------------------------------
________________
853
– ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય: - 60 – ૨૮૩
ન્યાયાઃ “પૂર્વના સંસ્કાર.”
તને શું જ્ઞાન છે કે ઢબુ મૂકી રૂપિયો લીધો ? એમ એ બાળકને પુછાય ? જો જ્ઞાન મુજબ જ પ્રવૃત્તિ કરાવવા માગો તો એક પણ બાળક જીવે ? બાળકો જીવ્યા અને નાનાથી મોટા થયા તે જ્ઞાનથી કે શ્રદ્ધાથી ? મા-બાપ જે ચીજ મોંમાં મૂકે એ પોષક જ છે એવું એને જ્ઞાન છે ? ના. હવે એવું જ્ઞાન થયા પછી જ એ ચીજ એના મોંમાં મૂકવી એવો કાયદો કરો તો ? તો એ બાળક જીવે ? શ્રદ્ધા વિના જિવાય જ નહિ. બધે એકલી જ્ઞાનની વાત કરાય ? જન્મથી જ્ઞાની કોણ હોય ? શ્રી તીર્થકર દેવો અને તેવા વિશિષ્ટ જ્ઞાની પુરુષો: બીજા આત્માઓને તો પૂર્વ-સંસ્કારથી, કોઈની પ્રેરણાથી, કોઈના નિમિત્તે, કોઈની શિખામણથી કે શાસ્ત્રથી જ્ઞાન અને વૈરાગ્ય થાય.
શાસ્ત્ર કહે છે કે સમ્યકુદૃષ્ટિ માતાપિતાની મુખ્ય ફરજ પોતાના સંતાનને સારા સંસ્કારિત કરવાની અને મોક્ષમાર્ગે ચડાવવાની છે. છેવટે કાંઈ નહિ તો એને વૈરાગ્ય વાસિત કરવાની અને સમ્યગ્દર્શન પમાડવાની છે. એ ફરજ બજાવતાં બાળકને સન્માર્ગનો પ્રેમ થાય તો એને વૈરાગ્ય માની એ માર્ગે ચઢાવવામાં હિતેષી માતાપિતા વિલંબ ન કરે-ત્યાં તીવ્ર વૈરાગ્યની રાહત ન જુએ. આજે તો કહે છે કે “મોટી ઉમરના થાય, ઘણું ઘણું વાંચે અને પંડિત બને તો જ વૈરાગ્ય આવે” એ માન્યતા વાજબી નથી. વૈરાગ્યભાવ ન આવે તો તે લાવવા માટે પણ ધર્મક્રિયા ખૂબ કરો!
બીજી એક વાત સમજો ! ધર્મધ્યાન સાતમે ગુણસ્થાનકે જ આવે એમ કેમ ? શ્રેષ્ઠ નિરાલંબન અને શ્રેષ્ઠ સાલંબન ધર્મધ્યાન પણ વિશિષ્ટ એકાગ્રતા વિના ન આવે. અમે કે તમે ભગવાનની આજ્ઞાનું વર્ણન કરી શકીએ, કર્મનું-કર્મના વિપાકનું વર્ણન કરી શકીએ પણ શાસ્ત્ર કહે છે કે આજ્ઞામાં એકાગ્રતા તો પ્રમાદ ગયા વિના ન આવે. વસ્તુનું નિરૂપણ કરીએ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા કેવી એનું વર્ણન કલાકો સુધી ભલે કરી શકીએ પણ પ્રમાદ ગયા વિના એકતાનતા ન આવે. પ્રમાદ કયા ? ખાવું, પીવું, સૂવું, ઊંઘવું એ પ્રમાદો છે. શાસ્ત્રકારોએ મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા એ પાંચ પ્રમાદ કહ્યાં છે. બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદ પણ બતાવ્યા છે. એ પ્રમાદ જાય નહિ, અપ્રમત્તાવસ્થા આવે નહિ ત્યાં સુધી તન્મય થવાય નહિ, એટલે ધ્યાન આવે નહિ. હવે એ ધ્યાન ન આવે ત્યાં સુધી ક્રિયા ન કરવી ?
ભગવાન શ્રી વીતરાગ પરમાત્મા છે એવું જાણીએ, સાથિયો કરી ચાર ગતિરૂપ સંસારનો છેદ માગીએ, જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગે મુક્તિ માગીએ પણ
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વીતરાગ ભાવના ક્યાં ? એ મૂળનું ઠેકાણું ન હોય તો મુક્તિ મળે ? મોટેથી સ્તવનો બોલે, જોરદાર વિનંતીઓ કરે પણ પૂછો કે મન વીતરાગમય બન્યું ? તો જવાબ શો આવે ? સ્તવનમાં ગયા કે ‘મારે તું એક ધણી' પણ ધણી રાખ્યા છે ઘણા એનું શું ? ‘મારે તું એક ધણી’ એમ બોલતી વખતે પણ હૈયામાં શેઠ નારાજ થવાની ચિંતા ચાલુ હોય તો એ અવસ્થા કેવી કહેવાય ?
854
હવે બરાબર વિચારો કે વીતરાગતામાં પૂરી લીનતા ન આવે ત્યાં સુધી એને આ સ્તવનાદિ બોલવાનો અને પ્રભુભક્તિની ક્રિયા કરવાનો અધિકાંર ખરો
કે નહિ ?
શાસ્ત્ર કહે છે કે રોજ ક્રિયા કરો ! એ પૂજા, એ સાથિયા, એ વિનંતિ, એ સ્તવના, એ ભક્તિ રોજ કરો, એ ગુણગાન રોજ ગાઓ, એ પોતાની ખામી રોજ પ્રગટ કરો ! એમ રોજ કરતાં કરતાં કોક દિવસ એર્વો આવશે કે જ્યારે ટકો લાગી જશે. ફક્ત હૈયામાં એ ભાવોને પ્રગટાવવાની ભાવના જોઈએ, વૈરાગ્યની વાતમાં પણ એમ જ સમજો.’ત્યાં ચેડાં ન કાઢો ! પૂરો વૈરાગ્ય આવે ત્યારે જ નીકળાય એ કદાગ્રહના પરિણામે તો રાગ ઘ૨ ક૨શે અને વૈરાગ્ય
ક્યાંય હવામાં ઊડી જશે.
કોઈ પણ પ્રકારે આવેલો વૈરાગ્ય જો તે સાચો હોય તો ઉપકાર છેઃ
ફળ પેદા થવાની શક્તિ મૂળમાં છે. મૂળ ક્યાં હોય ? જમીનમાં. કોઈ પૂછે કે મૂળ બતાવ ! તો શી રીતે બતાવાય ?
ન્યાયા૦ : ‘મૂળ ખોદીને બતાવે તો ફળ ગયું !'
હું એ જ કહેવા માગું છું. મૂળ ખોદીને ન બતાવાય. અંકુર પ્રગટે એટલે કહેવાય કે મૂળ હતું. મૂળ ન હોત તો અંકુર ક્યાંથી પેદા થાત ? નાના બાળકને સંસાર છોડવાની ભાવના થાય ત્યાં શાસ્ત્રકાર કહે છે કે મૂળ હતું માટે એ અંકુર પેદા થયો, અંકુરો ફૂટ્યો-પછી તો વાડ કરવી પડે, ક્યારો કરવો પડે, જળસિંચન કરવું પડે, તો એ વધે અને ફળ આવે પણ અંકુર તોડીએ તો ? અંકુરને માટી લાગે તો ? ફળ કદી ન આવે. એવી જ રીતે વૈરાગ્યરૂપ અંકુરને જૈન સમાજે ખીલવવા જોઈએ. એને માટી ન લાગે તેવી કાળજી રાખી નિરંતર જળસિંચન કરવું જોઈએ. જૈન સમાજની એ ફ૨જ છે. એ ફરજ અદા કરનારા જૈન છે, જૈન સંઘ છે, જૈન સંઘમાં છે; અન્યથા નથી.
શરૂઆતના વૈરાગ્યમાં મૂળ જોવાની માગણી ન થાય, આજે તો પૂછે છે કે‘મૂર્ખ ! ક્યાંથી વૈરાગ્ય થયો ?’ આમ કહીને એની પરીક્ષા લેવા માંડે. હું પૂછું છું
Page #306
--------------------------------------------------------------------------
________________
કકક - ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૮૫ કે વૈરાગ્યની પરીક્ષા વિરાગી કરે કે રાગી ? રાગી, વિરાગીની પરીક્ષા કરે એ વાત ભૂલી જાઓ! શુભ કે અશુભ કર્મનો ઉદય આત્માને પૂછીને નથી આવતો. વડોદરાના ગાયકવાડ નરેશ પહેલે દિવસે ઢોર ચારતા હતા અને બીજે દિવસે મોટા રાજા બની ગયા. શુભોદય એમને પૂછવા ન ગયો કે હું આવું ? એ જ રીતે પૂર્વસંસ્કારના યોગે બાળકને વૈરાગ્ય આવે છે. એ પણ કાંઈ પૂછીને નથી આવતો. ચાર-ચાર મોટી હત્યા કરનાર દૃઢપ્રહારીને હત્યા કરી તે જ વખતે વૈરાગ્ય થાય છે ને ? હજી તો હાથમાં તલવાર છે અને હૈયામાં વૈરાગ્ય થાય છે. ત્યાં કાલે કેવો હતો એ પુછાય ? અરે, કલાક પહેલા કેવો હતો એ પણ ન પુછાય. કલાક પહેલાંના રંક, રાજા નથી થતા ? અને રાજા રંક પણ નથી થતા ? શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સમજનારે વૈરાગ્યનું સ્વરૂપ સમજવું પડશે.
સભાઃ કેવા પ્રકારે અને કઈ રીતે વૈરાગ્ય આવે તો યોગ્ય ?”
ગમે તે રીતે આવેલો વૈરાગ્ય યોગ્ય જ છે. નિમિત્તે સારું કે નરસું ગમે તેવું હોય પણ એનાથી જો વૈરાગ્ય પોષાય તો એ સફળ છે. ખરાબ નિમિત્તોથી પણ વૈરાગ્ય આવે કોનો ? વૈરાગ્ય આવવો સહેલો છે ? ખાવાપીવા ન મળે તેવા જગતમાં કેટલાં ? સ્ત્રી વિનાના વાંઢા રખડનારા કેટલા ? કુભાર્યાના ક્લેશથી કંટાળેલા કેટલા ? પૂછો ! એમને વૈરાગ્ય આવ્યો ? ખોટા નિમિત્તે પણ વૈરાગ્ય આવે એ કાયદો છે ? - ખાવા માટે પણ અહીં આવવા તૈયાર કેટલા ? કેમકે એ સમજે છે કે ચોવીસે કલાકે એક સ્થાનમાં રહેવું પડશે અને આટલું આટલું પાળવું પડશે. જો જૈન સાધુપણામાં બીજી કશી ફરજ ન હોત અને ગાડી મોટરની મોજ હોત તો વળી વાત જુદી હતી.
ન્યાયા: “એમ તો નથી. જૈન સાધુઓની ક્રિયા ઊંચી અને બહુ ઠિન છે.”
જૈન સાધુ બને તે ખાય તો ખરા, પણ શું ? જે ભક્ષ્ય હોય અને ૪૨ દોષથી રહિત હોય તે અને તે પણ રાત્રે તો નહિ જ. આ બધી તેને ખબર હોય એટલે એ અહીં આવે જ નહિ. દુ:ખથી બચવા માટે પણ અહીં આવનારા નથી. જો આવતા હોય તો તમે પણ આવી જાઓ ! તમને દુનિયામાં જેટલું દુ:ખ અને ચિંતા છે કે નહીં રહેવા દઉં. તમારે સંસારમાં ઓછું દુઃખ છે ? ઘરે દુઃખ, બજારમાં દુ:ખ અને તેજીમંદીમાંયે દુ:ખ. પરમ દિવસે કોઈ બોલતું હતું કે ભાવની ઊથલપાથલથી બજારમાં ગભરાટ છે. એ બધાથી બચવા તમે અહીં આવી જાઓ! તમારા આહારપાણી પણ મારે જાતે લાવી આપવા અને તમારા બધાની મારે પૂરી કાળજી રાખવી, છો તૈયાર ? દુ:ખના કારણે પણ અહીં
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 858 ભાગ્યવાન જ આવે છે. દુ:ખી પણ તે જ અહીં આવે કે જેને પોતાના આત્મા પર થોડો કાબૂ હોય. બાકી એમને એમ દુ:ખથી અહીં અવાતું જ હોય તો મારું તમને બધાને આમંત્રણ છે; કહો તો કંકોત્રીઓ લખું. અરે, ત્યાં તો કહે કે-બધું ખરું. પણ... અમારાથી તો એ કાંઈ બને નહિ.”
કેમ ન બને ? કારણ કે જાણે છે કે-પછી ચોપાટી ફરવા ન જવાય, રાત્રે ચા-નાસ્તો ન મળે, કપડાં સારાં ન મળે, સૂટબૂટ ન ચડાવાય, પટિયા ન પડાય, બધા “શેઠ-શેઠ” કહેતા હોય તે બંધ થઈ જાય, ઉઘાડા પગે ચાલવાનું, માથે લોચ કરાવવાનો, ખાવાનું પણ જે ભિક્ષામાં આવે તે મળે, કાંઈ મિષ્ટાન્નના ડબ્બા ભરી ન રાખ્યા હોય-તો આ બધું શે બને ? જૈનસાધુપણું એટલે કોઈ વાહિયાત વાત ન માનતા. એને વાહિયાત કહેનારાઓ તો પહેલા નંબરના વાહિયાત છે. થોડો પણ પુણ્યોદય હોય તે જ અહીં આવે. સોમાં પાંચ ખોટા પણ આવી જાય એની ના નથી. પચીસ હાંલ્લામાં એક હાંલ્લું ફૂટે પણ ખરું; ત્યાં શું થાય ? દુનિયાના કાબેલ વેપારી પણ કોઈવાર ઉઠાવગીર ઘરાકથી નથી ઠગાતા ? પણ શું કરે ? આસામી તૂટે છે એમ ધીરનારા નથી જાણતા ? છતાં ધીરવાનું બંધ કર્યું ? થોડી સાવચેતી વધારે રાખે. એમ અમે પણ પરીક્ષા બધી રીતે કરીએ. - તેમાં કદી છેતરાઈએ પણ ખરા. પણ એટલા માત્રથી માર્ગ બંધ ન કરાય. પારખું જરૂર કરવું જોઈએ. પણ એ વૈરાગ્યના પારખાં રાગી તો ન જ કરી શકે. પ્રારંભના વૈરાગીની કસોટી જે રીતે કરાતી હોય તે રીતે જ કરાય. ખાણમાંથી નીકળે એ પણ સોનું અને સો ટચની લગડી બને એ પણ સોનું બન્નેની કસોટી એકસરખી રીતે ન થાય. તેમ શરૂઆતનો વૈરાગ્ય અને પછી પ્રબળ થયેલો વૈરાગ્ય એ બેની કસોટી એકસરખી રીતે કેમ કરાય ? : નવો વૈરાગ્ય નાના બાળક જેવો છે, એને પંપાળાય પણ કરમાવાય નહિ?
આજે તો કહે છે કે-જન્મતાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ. પણ એ બને ખરું ? તમે જન્મતાં જ બોલતાં, ચાલતાં શીખ્યા ? માબાપ જાણે છે કે બાળક જન્મતાં તો ઊ ઊં કરે, એને ખાતાં પીતાં ન આવડે, ઝાડો પેશાબ કરતાં ન આવડે, કપડાં બગાડે, તો પણ એ માબાપ બાળકને મારે ખરાં ? એ વખતે માબાપ એ બાળકનું ગળું દાબે તો એની તાકાત છે કે ચીસ પાડીને પાંચ માણસ ભેગાં કરે ? છતાં બાળકને પંપાળાય છે, પળાય છે ને ? એ જ રીતે નવો વૈરાગ્ય એ તરત જન્મેલા બાળક જેવો છે. એને ટૂંપો દેનાર તો પેલા બાળકનું ગળું દબાવનાર જેવા છે. એ વૈરાગ્યનાં તો મા-બાપ બનો ! એ વૈરાગ્યને જો ન પોષો તો એ મરી જાય એમાં પૂછવું શું ? બાળકને દૂધ ન પાઓ તો કરમાઈને મરી જાય એમાં નવાઈ શું? કોઈ પૂછે કે એ પ્રારંભનો વેરાગ્ય કેવો? તો કહેવું
Page #308
--------------------------------------------------------------------------
________________
857 – ૨૦ઃ અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૮૭ પડે કે મરી જાય એવો. જિવાડો તો જીવ, મારો તો મરે-તમે એ વૈરાગ્યને દબાવી દો તો એ વૈરાગ્ય જીવે કઈ રીતે? ત્યાં તો માબાપ, બાળકને ગોદડીમાં સુવાડે, પંપાળ, પાલન કરે અને બરાબર સાચવે. તો એ બાળકને જિવાડવાના આટલા પ્રયત્ન કરનારા વૈરાગ્યને જિવાડવાના પ્રયત્ન ન કરે એનું કારણ?
જ્યાં મોહ છે ત્યાં બધી મહેનત કરો છો ને ? એક એક છોકરા પાછળ કેટલી મહેનત ? એવાં કેટલાં છોકરાં ? શરીરની સાચવણી માટે, પૈસા માટે, રોગથી બચવા માટે કેટલા પ્રયત્ન ? એ બધા માટે બધું કરાય અને આત્મા માટે કાંઈ નહિ ? આત્માના નાના ગુણને પણ કેમ ન પંપાળવો ? જો તમે જૈન હો, ધર્મી હો તો નવા વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરતા. વૈરાગ્યને ખતમ કરવો હોય તો વાત જુદી. શરૂઆતનો વૈરાગ્ય એવો જ હોય. શરૂઆતના સાધુને કોઈ પૂછે કે “દીક્ષા કેમ લીધી ?' તો બાળસાધુ હોય તો કહે કે “ગુરુએ દીધી તેમ લીધી–પેલો કહેશે “એમ ન લેવાય.તો આ કહી દે કે “તું ન લઈશ.”
અમે આજે બોલીએ ચાલીએ છીએ તે દીક્ષા લીધી ત્યારે તો કાંઈ આવડતું ન હતું. એવા અમને ગુરુએ સંઘર્યા ન હોત તો આજે આ દશાએ પહોંચ્યા હોત ? ગુરુએ કહ્યું હોત કે “મૂર્ખ ! બધું શીખીને પછી આવ ! તો અમારી આજે કઈ હાલત હોત ? તમારાથી પણ હીન દશામાં હોત. જેમ નાના બાળકને પંપાળે તેમ ગુરુએ અમને રાખ્યા તો આ દશામાં અહીં બેઠા છીએ. વૈરાગ્યના પરીક્ષકની દાનત કેવી હોવી જોઈએ ?
નાના સાધુને “વૈરાગ્ય કેમ આવ્યો ? સંસાર કેમ ખોટો લાગ્યો ? શું સમજ્યો ?' એવું એવું ન પુછાય-પૂછો તો કહે કે-“મને ભગવાનના વચનમાં શ્રદ્ધા છે, ભગવાને સંસારને ખોટો કહ્યો છે'-એના વર્તનથી જ સમજાઈ જાય. અત્યારે અહીં તમારા કાકા આવે અને મારા કાકા આવે તો ફેર ન પડે ? તમે ઊભા થઈ સામે લેવા જાઓ અને હું ધર્મલાભ કહી બેસી રહું. શરૂઆતના વૈરાગ્યની કસોટી મળે ? ખાણમાંથી નીકળેલા સોનાને કસોટીએ ચડાવો તો ટચ આવે કે માટી ? કેટલી મહેનત થાય, કેટલા પુટપાક અપાય ત્યારે એ સો ટચનું થાય ? વૈરાગ્યને પણ પોષાય-પછી લાંબે ગાળે, કસોટી કરવી હોય તો થાય. તમને કોઈ કહે કે “સંસાર નથી ગમતો.” તો કહેજો કે “બહુ સારી વાત. સંસાર એવો જ છે, ભયંકર છે, તમે બહુ પુણ્યવાન છો વગેરે.' પણ બીજું આડુતેડું કાંઈ ન બોલતા.
પ્રશ્નો પણ કેળવ્યા પછી થાય. પહેલાં ન થાય. બાળકની પરીક્ષા પણ બાર મહિના અભ્યાસ કરાવ્યા પછી લેવાય છે. ભણવા બેઠો ને તરત ન લેવાય.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
. 859 એકડિયાના પરીક્ષક પણ કેવા હોય ? એ બાળક સામે આંખ ન કાઢે. પ્રશ્નો, હસતું મોઢું રાખી પૂછે. આંખ કાઢે તો બાળક ડરનો માર્યો આવડતું હોય તે પણ ભૂલી જાય. એ પરીક્ષક પણ આટલું સમજે છે. પરીક્ષા લેતાં વહાલ એવું દેખાડે કે બાળકને લાગે કે જાણે મા-બાપ આવ્યાં. એ રમાડતો જાય ને પરીક્ષા લેતો જાય. પૂછે એવી રીતે કે બાળકને ન આવડતું હોય તોયે આવડી જાય.
સભાઃ “વિદ્યાર્થીને નાપાસ કરવાની દાનત પરીક્ષકની હોય કે નહિ ?
નાપાસ કરવાની દાનત હોય એ પરીક્ષક ન કહેવાય. નવો વિદ્યાર્થી ગમે તેવો હોશિયાર હોય તોયે જે પુછાતું હોય તે જ પુછાય. નવદીક્ષિત માટે પણ વિધિ કે ગુરુ પોતે ઊઠીને એને ભિક્ષા આપે અને સારામાં સારી ચીજું એને આપે. બે દિવસ એમ કરે પછી ત્રીજે દિવસે પેલો આપોઆપ સમજી જાય.
સંપ્રતિરાજાની વાત જાણો છો ને ? કેવળ ખાવા માટે જ દીક્ષા લીધી હતી. આર્યસુહસ્તિ સૂરિમહારાજાએ જાતે સારામાં સારી ચીજ આપી. પેલાને થઈ ગયું કે અહો ! કેવો આ ધર્મ ! જેના યોંગે રાજાને પણ પૂજ્ય એવા ગુરુ ભગવંત જાતે મને બધું આપે છે. ભિખારી છે, કાંઈ સમજતો નથી પણ આ ભાવના આવીખાધું અને રાત્રે અજીરણ થયું-મોટા શેઠિયાઓ સેવા કરવા લાગ્યા. જાણતા હતા કે ભિખારી છે. તો પણ પગચંપી કરે છે. ભિખારી પણ વિચારે છે ટુકડો નહોતા આપતા તે આજે પગચંપી કરે છે. ખરેખર કેવો ઉત્તમ ધર્મ છે ! આ ભાવનાના યોગે ત્યાંથી મરીને સીધો સંપ્રતિ થયો. “ખાવા આવ્યો છે ?” એમ ગુરુએ કહ્યું હોત તો ? | મા રુષ અને મા તુષ એટલું પણ જેમને ગોખતાં નહોતું આવડતું, નાના છોકરાંઓ પણ જેમની મશ્કરી કરતાં હતાં તે માષ તષ મુનિને ગુરુ કહેતા કે હોય, પાપનો ઉદય છે તેથી એમ થાય-પણ ગોખો ! એમાં જ આત્મકલ્યાણ છે. ગુરુના વચન પર શ્રદ્ધા રાખી ગોખ્યા કર્યું તો એમણે છ મહિનામાં કેવળજ્ઞાન મેળવ્યું. ચોથા આરામાં પણ આમ હોય તો આ કળિકાળની શી વાત ? બાળમુનિ અતિમુક્તકનો વૈરાગ્ય :
કાણાકૂબડા તોયે પોતાના દીકરાને ફેંકી ન દેવાય. એ જ રીતે જૈનથીસમ્યગુદૃષ્ટિથી પોતાના સંતાનના કે કોઈના પણ વૈરાગ્યને વેડફી ન નખાય પણ એને ખિલવાય. આજનાઓની વાત જુદી છે. કોઈ આવીને મને કહે ભગવાન મહાવીરે તો કાનમાં ખીલા ઠોકાયા તોયે સહન કર્યું માટે એવી સહનશીલતા હોય તો જ સાધુ થવાય, તો આજે મારે ઓઘો મૂકી દેવો પડે. એ સામર્થ્ય લાવવું ક્યાંથી ? ભગવાને તો એક રાત્રિમાં વિસ ભયંકર અને બીજા
Page #310
--------------------------------------------------------------------------
________________
859 — ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 —
૨૮૯
નાના અનેક ઉપસર્ગ સહન કર્યા પણ એના એક ઉપસર્ગથી કેટલાક ગુણા ભાગને સહેવાનું પણ સામર્થ્ય લાવવું ક્યાંથી ? કોઈ કહે કે ‘એવા સહનશીલ ન થાઓ તો સાધુ ન માનીએ' તો કહેવું પડે કે ‘ભાઈ ! અમે તારા સાધુ થવા માગતા નથી.’
અતિમુક્તકના વૈરાગ્યને ભગવાને પોતે ટેકો આપ્યો છે. એ બાળસાધુ બહાર જઈ પાણીના ખાબોચિયામાં કાચલી, નાવડી બનાવી તરાવતા હતા. કાચા પાણીની વિરાધનાની એમને ખબર ન હતી. સ્થવિર સાધુઓને થયું કે આ કેટલો અજ્ઞાન છે. એને આ પાપ કહેવાય એ પણ ખબર નથી. ભગવાને પોતે એને દીક્ષા આપી હતી. સ્થવિરોને ભગવાને કહ્યું કે-‘આવું ન વિચારો, એની આશાતના ન કરો ! હમણાં થોડા વખતમાં જ જાણશો કે એ કોણ છે !' અતિમુક્તકમાં કોઈ જ્ઞાન નહોતું. એક જ ભાવના હતી કે ભગવાન કહે છે કે પાપ ન થાય માટે પાપ ન કરવું. પાપ કોને કહેવાય એ પણ હજી સમજતો નથી. અતિમુક્તક આવ્યો એટલે ભગવાને એને કહ્યું કે ‘અતિમુક્તક, તેં પાપ કર્યું.’ અતિમુક્તક તરત ચોંકયો. ભગવાન પાપ કહે છે માટે પાપ થયું એ નક્કી એમ માની પ્રાયશ્ચિત્ત માગે છે. ભગવાન ઇરિયાવહી પડિક્કમવાનું કહે છે. અતિમુક્તક વિચારે છે કે ‘ભગવાન કહે છે કે ઇરિયાવહીથી પાપ ધોવાય માટે એવી ઇરિયાવહી કરું, એવી ઇરિયાવહી કરું કે પાપ ધોવાઈ જાય. હજી એ ઇરિયાવહીમાં કે એગિદિયા બેઇંદિયામાં કાંઈ સમજતો નથી. ભગવાનના વચન ૫૨ શ્રદ્ધા છેઃ વૈરાગ્યની જડ ત્યાં છે. ઈરિયાવહી પડિક્કમતાં એ અતિમુક્તકને કેવળજ્ઞાન થયું..
એ આવ્યો એવું ભગવાને કહ્યું હોત કે-‘તારામાં જ્ઞાન નથી માટે પહેલા ગણધર જેટલું જ્ઞાન મેળવીને આવ !' તો એની હાલત શી થાય ? ગણધર ભગવંતો પહેલાં - મિથ્યાદષ્ટિ હતા. ભગવાન પાસે આવી ત્રિપદી પામી અંતર્મુહૂર્તમાં આખી દ્વાદશંગી રચે, એટલું જ્ઞાન બીજા લાવે ક્યાંથી ? વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરો
છોકરાંને નિશાળે ભણ્યા પહેલાં મોકલાય કે ભણ્યા પછી ? બાપા કહે કે નિશાળે જઈશ તો ગાદીતકિયે બેસવા મળશે, ત્યારે દીકરો ભણવા તૈયાર થાય. તમને નાનપણથી માબાપે નિશાળે મોકલ્યા તો તમે આવા બન્યા. નાનપણમાં માબાપે પાળીપોષી મોટા કર્યા તો આજે પાઘડી દુપટ્ટો પહેરીને ફરનારા શેઠીઆ બન્યા. એ જ રીતે શરૂઆતના વિરાગીને પોષાય, એને ઉત્તેજન અપાય તો જ એ આગળ વધે ને ? ધર્મી તરીકે વૈરાગ્યને પોષવાની તમારી ફરજ છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- 60 - વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન કરો. શ્રી સંઘને નગરની ઉપમા આપી-એ નગર શું કરે ? વૈરાગ્યને, વિરાગીને, ધર્મીને આશ્રય આપે. ચક્રની ઉપમા આપી-એ ચક્ર શું કરે ? ધર્મીનું રક્ષણ કરે. રથની ઉપમા આપી- એ રથ શું કરે ? આ બધું આપણે વર્ણવી ગયા એ યાદ છે ને ? કોઈ વૈરાગ્ય પામેલો પડે તો ગભરાવું નહિ. બને તો સ્થિર કરવો. જગતમાં જેટલી નિસરણી છે તે ચડવા માટે બની છે. પણ ભાગ્યે જ કોઈ એવી નિસરણી હશે કે જેના પરથી કોઈ પડ્યું ન હોય. છતાં હવે નિસરણી કરવી જ નહિ, કારણ કે લોક પડી જાય છે એવો કાયદો કર્યો ? ના. કારણ પડ્યા ખરા પણ ચડનારા કેટલા ? '
સંસારની આસક્તિ છૂટતી નથી અને મોક્ષ જોઈએ તો સંસારમાં સમ્યક્ત તો જાળવવું જોઈએ ને ? એ સમ્યક્ત્વ જાળવવા માટે શંકાદિ-કોષોનો પરિહાર કરવો પડશે. વૈરાગ્ય મજબૂત બનાવવો પડશે. શંકાદિ દોષોનો પરિહાર કર્યા વિના અને વૈરાગ્યને પુષ્ટ કર્યા વિના સમ્યક્ત જળવાશે નહિ. હવે વૈરાગ્યને મજબૂત કરવા શું કરવું તે હવે પછી... "
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૧ : ભવિષ્યનો વિચાર કરો !
61
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, મહા સુદ-૧૫, ગુરુવાર, તા. ૧૩-૨-૧૯૩૦.
ભવિષ્યની દૃષ્ટિએ સંસારની અસારતા : • લૌકિક અને લોકોત્તર :
નિશ્ચય અને વ્યવહાર : * • સમકિતી ધર્મ શા માટે કરે ? • વીસમી સદીમાં અહિંસાનો પુનરુદ્ધાર : - સાધુ, સંસારીના આધારે જીવે ? • સંસારની ભીતિ-ધર્મની પ્રીતિ : • આવા પાડોશમાં ન રહેતા :
આજ્ઞા ક્યાં અને કોની લેવાની :
દયા કોની ખાવાની ? • વાલીપણું કોનું ઝૂંટવવું જોઈએ ? . • સંસારમાં કદી બધા સમાન હોય ? • જે બળ મળે તેનાથી જ સાધના કરી લો • જૈનકુળમાં જન્મેલા નંગો છે. • વૈરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા :
ભવિષ્યની દષ્ટિએ સંસારની અસારતા ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. નગરાદિ રૂપકથી સ્તવ્યા પછી હવે શ્રી સંઘને મેરૂ સાથે સરખાવે છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપી વજરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતા વિષે કહેતાં શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી એ પીઠમાં દઢતા આવે એમ ફરમાવી ગયા. હવે રૂઢતા માટે સુવિશુદ્ધ સમ્યગ્દષ્ટિનાં પરિણામ કેવાં હોય તે કહે છે.
સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયો વિના સમ્યક્તમાં દઢતા આવતી નથી. તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલામાં શું જોઈએ, તે માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
862 છે કે-એ આત્મા ભવોદધિમાં ન રમે. રહેવું સંસારમાં અને એના રંગે રંગાવું નહિ એ ક્યારે બને ? શુદ્ધ તત્ત્વાનુસારી દૃષ્ટિથી સંસાર જે સ્વરૂપે છે, તે સ્વરૂપે જુએ ત્યારે. જેની આંખમાં કમળો થતો હોય, તે ધોળી વસ્તુને પણ પીળી દેખે. કમળો મટી જાય એટલે વસ્તુ જેવી હોય તેવી દેખે. એ રીતે જેની આંખમાં ગાઢ મિથ્યાત્વનો રોગ હોય, તે સંસારને જેવો છે, તેવો જોઈ શકે નહિ. મિથ્યાત્વ જાય, સમ્યક્ત્વ આવે, તત્ત્વશ્રદ્ધાળુ બને, એ આત્મા શાસ્ત્રાનુસારી ભાવથી બુદ્ધિરૂપી ચક્ષુ દ્વારા સંસારને એ જે સ્વરૂપનો છે, તે સ્વરૂપે જુએ-સમ્યગ્દષ્ટિ સંસારમાં ન રમે તેનો હેતું આ છે. જેઓ સંસારમાં. રમે છે, તેઓ સંસારના સ્વરૂપને જોઈ શક્યા નથી; કેમકે એમની દૃષ્ટિ હજી મિથ્યાત્વથી ભરેલી છે. એ હજી શુદ્ધ બની નથી. એ આત્માઓ શાસ્ત્રદષ્ટિએ સંસારને જોતા નથી પણ પોતાની દૃષ્ટિએ જુએ છે.
શાસ્ત્ર તો કહે છે કે વર્તમાનમાં દેખાતાં સુખનાં સાધનો ઉપાદેય મનાય તો પરિણામે દુ:ખને આપનારાં છે, માટે ચેતો ! પરંતુ મિથ્યાષ્ટિ આત્મા પરિણામ તરફ આંખ મીંચી રાખી વર્તમાનને જ જુએ છે. એ આત્માઓને સાહ્યબી જાય ત્યારે કદી સંસાર અસાર લાગે, પણ જ્યાં સુધી મનગમતું ખાવાપીવા, પહેરવાઓઢવા મળે ત્યાં સુધી એમને સંસારની અસારતા ભાસતી નથી. શાસ્ત્રકારોએ સંસારની અસારતા વર્ણવી છે તે ભવિષ્યના પરિણામને ઉદ્દેશીને. વર્તમાનકાળે બધા જ દુ:ખી હોય એવો કાયદો નથી. મનુષ્યમાં અને દેવમાં કેટલાક સુખી પણ હોય, પણ તે સુખ વર્તમાનનું છે. જ્ઞાનીએ પરિણામના દુ:ખની ચિંતાથી સંસારની દુ:ખમયતા વર્ણવી છે. ભવિષ્યના પરિણામનો વિચાર ન કરે અને વર્તમાનની દૃષ્ટિએ જ વિચારે તેને સંસારની અસારતા લાગે ?
ચક્રવર્તી દીક્ષા લે તે વર્તમાનના દુ:ખની ચિંતાથી ? એ છ ખંડના માલિકનો વર્તમાન કેવો છે ? ચક્રવર્તી એટલે પરમ પુણ્યશાળી. જેના શરીરમાં એક પણ રોગ નહિ, જેનું રાજ્ય સેનાના બળ ઉપર નહિ પણ પોતાના ભુજાબળ ઉપર નિર્ભર હોય, એનું પુણ્ય અને બળ એવું કે દુશ્મન પણ એની આજ્ઞા માનવા તૈયાર, એવા ચક્રવર્તીને વર્તમાનમાં વાંધો શો છે ? એમને વર્તમાન દૃષ્ટિએ સંસારને દુ:ખમય બતાવી વૈરાગ્ય પેદા કરાવાય ? જ્ઞાનીએ સદા માટે સંસારની અસારતા વર્ણવી તે ભાવિ પરિણામની દૃષ્ટિએ. વર્તમાનની વાત કરીએ તો દુનિયામાં એવા પણ છે, કે જે પોતાને ફક્ત એક રોટલો પણ મળે, થોડામાં થોડું પણ મળે, ત્યાં સુધી એ સંસારની અસારતા માનવા તૈયાર નથી. પણ માનો કે એ જીવો એવા સંયોગોમાં કદાચ સંસારને અસાર માંને પણ ઇંદ્રો અને
Page #314
--------------------------------------------------------------------------
________________
853
- ૨૧ : ભવિષ્યનો વિચાર કરો!- 61 – ૨૯૩ ચક્રવર્તીઓ શા માટે માને ? જો વર્તમાન દૃષ્ટિએ જ સંસારની અસારતા વિચારવાની હોય તો એ માને ?
ચક્રવર્તીને ચોસઠ હજાર રાણીઓ છે અને તેઓ ચક્રવર્તીનો પડ્યો બોલ ઝીલનારી છે, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ જેના ચરણમાં ઝૂકે છે, જેની આંખનું પોપચું ઊંચું થતાં તમામ મુકુટો ત્યાં નમે છે, એવા ચક્રવર્તીને વર્તમાનમાં દુ:ખ શું ? જો કે આવાય ચક્રવર્તીઓને નિકાચિત પાપનો ઉદય આવે, ત્યારે આ ભવમાંય દુ:ખ આવ્યા વિના રહેતું નથી. શ્રી સનતકમાર ચક્રવર્તીની આખીય કાયા મહારોગથી ઘેરાઈ ગયેલી. બ્રહ્મદત્ત ચક્રવર્તીની બંને આંખો એક પામર મનુષ્ય ફોડી નાંખેલી. આવા અપવાદોને બાદ કરતાં એમ જરૂર કહી શકાય કે મનુષ્યલોકનાં બધાંય સુખો ચક્રવર્તીના ચરણોમાં હોય છે અને આ લોકનાં કોઈ દુ:ખોનો એમને અનુભવ થતો નથી. આવા ચક્રવર્તીઓ વૈરાગ્ય પામીને સંસાર છોડે, દીક્ષા લે, તે વર્તમાનથી કંટાળીને નહિ, પરંતુ આ વર્તમાન સુખોની પ્રાપ્તિ અને ભોગવટામાં બંધાતાં પાપોથી ભવિષ્યમાં દુર્ગતિ ન થાય એ માટે ઇન્દ્રાદિ દેવો પણ સુખી નથી એમ જ્ઞાનીઓ ફરમાવે છે. તે મુખ્યત્વે તેમના વર્તમાનની અપેક્ષાએ નહિ પણ ભવિષ્યની અપેક્ષાએ સમજવાનું છે. દુનિયાના જીવોને સંસાર અસાર નથી લાગતો તે વર્તમાન દૃષ્ટિએ, ભવિષ્ય સામે આંખ માંડે તો સંસાર અસાર લાગ્યા વિના ન રહે. વર્તમાન સુખમાં મૂંઝાઈ ભવિષ્યની દુઃખરૂપ સ્થિતિ ન જોવી એ જ મિથ્યાત્વ.
સભા: ‘દુઃખમય શી રીતે ?'
મોહ નામના પાપના ઉદય વિના સંસારનું સુખ મજેથી ભોગવાતું નથી અને આ જગતમાં જે કાંઈ પાપ થઈ રહ્યાં છે, તે બધાંનું મૂળ સંસારના સુખનો રાગ છે. એ રાંગથી કરેલી પ્રવૃત્તિથી સુખ મળે કે ન મળે પણ પાપ તો બંધાયા વિના ન જ રહે. અને એ પાપનું પરિણામ દુ:ખમાં આવવાનું તેમાં શંકા જ શી ? પણ બિલાડો દૂધમાં દૃષ્ટિ રાખી ત્યાં મોં ઘાલે છે, ત્યારે એને પાછળની ડાંગ દેખાતી નથી. દૂધ જોઈને એ મલકાય છે, પણ એને એ વિચાર નથી આવતો કે જેણે દૂધનો પ્યાલો મૂક્યો હશે, તેની આંખો નહિ હોય ? આ બિલાડાનું દૃષ્ટાંત બધા આપે, પણ પાછા પોતે કેવા તે ન જુએ. દૃષ્ટિ શુદ્ધ બને, સમ્યકત્વ આવે, શાસ્ત્રદૃષ્ટિએ વિચારાય, તો જરૂર સંસાર જેવો છે, તેવો જ દેખાય. માણસ બુદ્ધિહીન નથી. બધું જોવાની શક્તિવાળો છે, પણ એની આંતરચક્ષુનો મિથ્યાત્વરૂપી રોગ જવો જોઈએ. અગર મન્દ થવો જોઈએ. પછી આ બંગલા, બગીચા, સાહ્યબીની પાછળ શું છે, એ એને બરાબર દેખાય. સંસાર
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૪
–
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
864 જેવો છે તેવો જોઈ શકે છે. માટે શુદ્ધ સમ્યગ્દષ્ટિ આત્મા ભવોદધિમાં ન રમે. જેઓ રમે છે, તેઓ સંસારને જેવો છે, તેવો જોઈ શક્યા નથી. સંસારમાં જેઓ વિષય કષાયમાં રાચતા હોય તેઓ સંસારના સ્વરૂપને સમજ્યા જ નથી. - આજે તો આ જ મોટી વિમાસણ છે. કહે છે કે સમ્યગ્દષ્ટિ થઈએ માટે સંસારમાં અમારાથી મોજ થાય જ નહિ એ કેવું ? શું સમ્યગ્દષ્ટિએ કાંઈ ગુનો કર્યો છે ! એનાથી સંસારમાં રમાય જ નહિ ? શાસ્ત્ર કહે છે કે સમ્યગ્દષ્ટિ તરીકેની ઊંચામાં ઊંચી છાપ એમ ને એમ ન મળે. સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવું અને સંસારમાં મજા કરવી એ બે વાતનો મેળ કેમ મળે ?
ઘણા કહે છે કે-“આવું તો કોઈ નહોતું કહેતું. આ તો બધું નવું કહે છે.” પણ હું કહું છું, કે-“આમાં કાંઈ નવું નથી. શાસ્ત્રમાં જે છે, તે જ કહું છું. શાસ્ત્રનાં પાનાં મારા હાથમાં છે. કોઈ પૂછે તો કહેજો કે “શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં આ વાત છે અને આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પોતે જ ફરમાવે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા ભવોદધિમાં ન રમે-' આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનો આશ્રય લેનારાથી સંસારનાં વખાણ ન થાય. આજે તો કહે છે કે “અમને સમ્યગ્દષ્ટિ બનાવો અને મરજી મુજબ જીવવા ઘો,' પણ એ ચાલે ?
આજના લોકોની ભાવના જુદી છે. એ કહે છે કે-“પુણ્યયોગે મળ્યું તો ભોગવીએ કેમ નહિ ? મળેલું મૂકીએ અને ફરી ન મળે તો ? સમ્યક્તની કસોટી અહીં જ છે. જે મૂકવાનું કહે છે તેનાથી અનંતગણું સારું ન મળવાનું હોત તો આ મૂકવાનું કહેત જ નહિ, એવા આ ઉપકારી છે. આ કરુણાનિધિ તમને દરિદ્રી કે દુ:ખી બનાવવા નથી ઇચ્છતા. જેવા છો તેનાથી કેટલાય ગુણા સારા અને સાચા સુખી જોવા એ ઇચ્છે છે. શ્રી તીર્થંકરદેવ પર વિશ્વાસ જાગવો જોઈએ. એ પરમાત્મા આપણું બગાડે કે સુધારે ? શંકા કક્ષાદિ દોષ અહીં જ થાય છે. મૂકીએ તો પાછું ક્યારે મળે ! મળે કે નહિ ! એ ચિંતામાં પડેલો વસ્તુ હિતકર કે અહિતકર તેને વિચારી શકતો નથી. લૌકિક અને લોકોત્તર :
જૈનશાસન મહાન છે. એનું તત્ત્વજ્ઞાન ઘણું ગહન અને ઊંડું છે. કોઈ પુણ્યવાનને એ મળે અને કોઈ પુણ્યવાન જ એને સમજીને સાચવી શકે. આ શાસન લોકોત્તર, એના પ્રણેતા લોકોત્તર અને એના સિદ્ધાંતો પણ લોકોત્તર. આ લોકની તુચ્છ વાતોનો મેળ એની સાથે શી રીતે મળે ? લોક માગે છે દુનિયાનું સુખ, જે નાશવંત અને દુઃખનું મૂળ છે. આ શાસન વાત કરે છે
Page #316
--------------------------------------------------------------------------
________________
855
- ૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
૨૯૫ આત્માના સુખની, જે શાશ્વત અને સંપૂર્ણ છે. લોક શરીરના આરોગ્યની વાત કરે છે જ્યારે આ શાસ્ત્રો આત્માના આરોગ્યની વાત કરે છે. શાસ્ત્ર કહે છે કે શરીર સડે એની ચિંતા ન કરો કેમકે એનો સ્વભાવ જ એવો છે. એ અંતે નાશ પામવાનું જ છે. આત્મામાં બગાડો ન થાય એની ચિંતા જરૂર રાખો. એ ચિંતા નહિ રાખો તો ભારે નુકસાન થઈ જશે, ભવિષ્ય બગડી જશે અને દુર્ગતિની પરંપરા ઊભી થઈ જશે.
ડૉક્ટરની દવાઓ ખાવા છતાં આજે ઘણા મરે છે. તેમ છતાં માંદા પડો એટલે ડૉક્ટર પાસે જ દોડો છો ને ? દવા લેવાનું ભૂલતા નથી ને ? ડૉક્ટરની દવા લેતાં પહેલાં ગામને ભેળું કરો છો ? ડૉક્ટર આઠ દિવસ પડી રહેવાનું કહે તો બધાની સંમતિ લેવા જાઓ છો ?
સભા: ‘ત્યાં વિશ્વાસ છે.”
તો એ રીતે આત્માનો રોગ અમુક દવાથી મટવાની ખાતરી થાય તો બધાને પૂછવા જવાની જરૂર ખરી ? આ સાધુપણું એ આત્માની દવા છે. વિશ્વાસ બેસે કે આનાથી ફાયદો થશે તો કોઈને પૂછવા ન જતા. જેની સમજ ઓછી હોય ને ન રૂચે તે ન સ્વીકારે પણ જેને રૂચે તે તો સ્વીકારે ને ? આજે દીક્ષા લેવી હોય તેણે સંઘ ભેળો કરી પૂછવું જોઈએ એવો ઠરાવ કરવાની વાતો કરનારાને મારે પૂછવું છે કે બીમારે ઔષધ કરાવવા માટે પહેલાં ગામ ભેળું કરી બધાને પૂછવું એવો ઠરાવ કરવો છે ? એવી ફરજ પાડવી છે ? નિશ્ચય અને વ્યવહાર :
અહીં એક ભાઈએ ઊભા થઈ વ્યવહાર-નિશ્ચયની વાત કરી જણાવ્યું કે નિશ્ચયવાળાં દવા ન ખાય. વગેરે... વળી આગળ કેટલાક બહારના દોહરા બોલી લાંબુ લેક્ટર ચલાવવા માંડ્યું એટલે પૂજ્યશ્રીએ તેના જવાબમાં જણાવ્યું કે-]
ભગવાન શ્રી મહાવીરે કેવળજ્ઞાન થયા પછી પણ દવા ખાધી છે એ જાણો છો ? નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ સમજો છો ? એની ગંધ પણ તમને નથી, એવું તમારા બોલવા ઉપરથી જણાઈ આવે છે. બહારની ઉક્તિઓ લાવી જૈનશાસનના નામે વાત કરવી એ ન ચાલે. જૈનશાસન વ્યવહાર અને નિશ્ચય ઉભયથી ચાલે છે અને ઉભયનું રક્ષક છે. સમજો કે આ લેકચર હૉલ નથી-અહીં સીધા પ્રશ્નો કરવાની છૂટ છે. પણ પ્રશ્ન કરવાની રીત શીખવી જરૂરી છેકહો, નિશ્ચયનયનું સમ્યક્ત કયા ગુણઠાણે ? ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણઠાણાવાળા બધા મુખ્યતયા વ્યવહારનયના આરાધક છે. નિશ્ચયનયનું સાતમે ગુણઠાણે આવે-ચોથે ગુણઠાણે શ્રેણિક મહારાજા જેવા અવિરત
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ સમ્યગ્દષ્ટિ, પાંચમે ગુણઠાણે આનંદ શ્રાવક જેવા સર્વવિરતિધર સાધુ, એ બધા વ્યવહારના સમકિતી છે. નિશ્ચયનું લક્ષ્ય એમનું જરૂર હોય, પરંતુ નિશ્ચયનયનું સમ્યક્ત અને ચારિત્ર જુદું છે. આ બધો વિવેક ન આવે ત્યાં સુધી જૈનશાસન નહિ સમજાય-એક વાત ધ્યાનમાં રાખો કે અહીં શાસ્ત્ર વંચાય છે, ગપ્પાં નથી મરાતાં. ન સમજાય ત્યાં પ્રશ્ન જરૂર કરો પણ ડહોળવાનો પ્રયત્ન ન કરો-આ ભાઈ, સંબંધ - વગરનું ઘણું બોલી ગયા માટે આટલો ખુલાસો કરવો પડે છે. હવે આવો આપણી મૂળ વાત ઉપર. સમકિતી ધર્મ શા માટે કરે ?
સમ્યક્ત પીઠને દઢ બનાવવા જેમ શંકાદિ પાંચ દોષનો ત્યાગ કરવો જોઈએ તેમ એને રૂઢ બનાવવા પ્રતિસમયે વિશુદ્ધ બનતી પરિણામની ધારાવાળા ઉત્તમ અધ્યવસાયોમાં આત્મા ચાલુ રમતો રહેવો જોઈએ. આવો આત્મા સંસારમાં રમે ? જેનામાં તત્ત્વરુચિ પ્રગટી, ભગવાનશ્રી મહાવીરદેવનું તત્ત્વજ્ઞાન ગમ્યું, નવ તત્ત્વો જાણ્યાં અને રૂઓ, એ એક પણ તત્ત્વમાં જેને શંકા નથી એ આત્મા કેવો હોય ? પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એક જ વચનમાં કહે છે કે-એ આત્મા ભવોદધિમાં રમે નહિ.
જેને જ્ઞાનીનો માર્ગ રૂઓ, તે સંસારમાં રમે કઈ રીતે ? રમવામાં અને રહેવામાં ભેદ છે. રહેવું પડે તો સમ્યગ્દષ્ટિ રહે ખરો પણ રમે નહિ. આ ચોથા ગુણઠાણાની વાત છે. એ કેમ ન રમે ? કારણ કે એ સંસાર જેવો છે, તેવો જોઈ શકે છે. માટે પહેલાં એ રીતે જોઈ શકતો ન હતો માટે રમતો હતો; હવે જોઈ શકે છે માટે નથી રમતો. કમળો ગયા પછી ધોળું પણ પીળું દેખવાની દશા પલટાઈ ગઈ, એટલે હવે ધોળું એ ધોળું જ દેખાય - તત્ત્વની રુચિ થાય, તત્ત્વની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન આવે, મિથ્યાત્વરૂપ રોગ જાય ત્યારે સંસાર છે તેવો દેખાય; ત્યાં સુધી ન દેખાય.
વર્તમાનની દૃષ્ટિએ કે દેખીતી રીતે સંસાર દુ:ખમય છે, એ વાત ચક્રવર્તી કે ઇંદ્રને ન બેસે કેમકે એમને માટે દુઃખમય નથી. પરંતુ જ્ઞાની જે દૃષ્ટિથી દુ:ખમય કહે છે તે જ દૃષ્ટિ ચક્રવર્તી તથા ઇંદ્રોની છે, માટે માને છે. મિથ્યાત્વ રોગ જાય ત્યારે એ દૃષ્ટિ આવે. એ રોગ હોય ત્યાં સુધી સુખને માટે ધર્મ કરનાર પણ કોઈ જુદા સુખને માટે એ ધર્મ કરે છે. જે સુખને માટે એ ધર્મ કરે છે, તે સુખને પાછા જ્ઞાનીઓ દુ:ખ કહે છે. સમ્યગ્દષ્ટિ ધર્મ શા માટે કરે ? મોક્ષ માટે, બીજા કશા માટે નહિ ને? નહિ તો તો પચીસસો લેવા માટે પચીસનું દાન કરે એ ધર્મ છે ?
Page #318
--------------------------------------------------------------------------
________________
887
– ૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- 61 – –
૨૯૭ જ્ઞાનીએ એને સમ્યફ કોટિમાં ન મૂક્યો; કારણ કે એમાં મલીનતા છે, મિથ્યાત્વ ભળેલું છે. - સંસારની અસારતા સમજવા માટે સાચી દષ્ટિ જોઈએ ?
કેટલાક આત્માઓની અપેક્ષાએ જેમ સંસારની અસારતા વર્તમાન દૃષ્ટિએ સિદ્ધ છે, તેમ અમુક સુખી આત્માઓ માટે ભવિષ્યની દૃષ્ટિએ તે સિદ્ધ છે. ભવિષ્યની દૃષ્ટિની પ્રધાનતા છે, માટે તો છ ખંડના માલિકો મુકુટ ઉતારી ચાલી નીકળ્યા અને ભિક્ષકધર્મ સ્વીકાર્યો-ઇંદ્રો પણ એમના ચરણોમાં નમ્યા અને કહ્યું કે “તમે જ્ઞાની; અમે તેવા નહિ.” ઇંદ્રોને અવધિજ્ઞાન હોય અને મુનિ થયેલાને ન પણ હોય, છતાં અવધિજ્ઞાની ઇંદ્ર અવધિજ્ઞાન વિનાના મુનિના ચરણમાં નમે કે નહિ ? શાથી ? જ્ઞાનનું ફળ મુનિએ મેળવ્યું માટે. જ્ઞાનસ્થ પ્રવિરતિઃ 1 ઇંદ્ર પોતે જ્ઞાની ખરા પણ ફળહીન. એટલા માટે તો અનુત્તરવિમાનવાસી દેવોને પણ ચોથે ગુણસ્થાનકે માન્યા. એ દેવોનું અવધિજ્ઞાન તેજ, એમના કષાયો મંદ, વિષયની આસક્તિ નહિ, વિકારો એમનાથી દૂર, શાસ્ત્ર એમને વીતરાગ પ્રાયઃ જણાવ્યા, છતાં એમને ચોથે ગુણસ્થાનકે કહ્યા છે અને મુનિને છઠ્ઠા ગુણસ્થાનકે કહ્યા એનું કારણ ? મુનિમાં જ્ઞાનનું ફળ આવ્યું માટે. ફળની પ્રાપ્તિ થયા બાદ પેલા જ્ઞાનને વિકસાવતાં વાર ન લાગે. દેવ અવધિજ્ઞાની અસંખ્યાત કાળ એ જ્ઞાનમાં રહે છતાં કદી કેવળજ્ઞાન ન પામે; જ્યારે અષ્ટપ્રવચન માતાના પાલક મુનિ અવધિજ્ઞાન પામ્યા વિના પણ કેવળજ્ઞાન પામે.
* કોઈ કહે કે મેં આટલાં પુસ્તકો વાંચ્યાં એટલે વસ્તુનું જ્ઞાન થયું. શાસ્ત્ર ના પાડે છે. શાસ્ત્ર કહે છે કે જ્ઞાન સાથે પરિણામ જોઈએ. સમકિતી, દેશવિરતિ, સર્વવિરતિનાં પરિણામો માટે જુદી જુદી યોગ્યતાની નિયત શરતો છે. “હું તો પહેલાં હતું એવો જ સદાયે રહીશ' એવું સમ્યગ્દષ્ટિ કહે એ ચાલે ? જેને સમ્યક્ત પ્રાપ્ત થાય એ પાપથી ન કંપે ? એ પાપને પાપ ન માને ? એ રસપૂર્વક પાપ કરે ? કંદી-કરવું પડે. ને કરે તો બને તેટલું ઓછું અને કંપપૂર્વક જ કરે ને ? માટે તો કહ્યું કે-gોસિ દોડ઼ વંથો | સમકિતીને બંધ અલ્પ હોય.
આજની દશા જુદી છે. આજે તો દુ:ખને પણ સંસારની અસારતા મનાવવી મુશ્કેલ છે. ટુકડો પણ મળવાનાં ઠેકાણાં નહિ છતાં સંસારને તો સારો જ માને. છતાં માનીએ કે દુનિયાના દુઃખી આત્માઓ કદી વર્તમાન દૃષ્ટિએ સંસારને અસાર કહે પણ ઇંદ્રો, રાજા, મહારાજા, ધન્ના, શાલિભદ્ર જેવાને સંસારની અસારતા કઈ દૃષ્ટિએ સમજાવાય ? આપણી વાત જવા દ્યો. એમની અપેક્ષાએ તો આજના લોકો કંગાળ છે. આજની રિદ્ધિ-સિદ્ધિ કે બંગલા બગીચામાં કાંઈ
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માલ નથી-પૂર્વના કેટલાક પુણ્યવાનોનું તો પુણ્ય એવું હતું કે આંખનું પોપચું ઊંચું કરે ને પહાડ તૂટી પડે. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું છે કેयेषां भ्रूभंगमात्रेण, भज्यन्ते पर्वता अपि ।
868
“જેમની ભ્રકુટિ ઊંચી થતાં પર્વતો પણ તૂટી પડે.”
આવાઓને સંસારની અસારતા કઈ રીતે સમજાવવી ? પણ જ્ઞાનીઓએ એમને એવી રીતે સંસારની અસારતા સમજાવી કે એવી પણ સાહ્યબી તજીને એ ભિક્ષુક બન્યા; અને એવા ત્યાગી બન્યા, એવા નિશ્ચલ રહ્યા કે'ગમે તેવા સંયોગોમાં ભગવાનના માર્ગથી જરા પણ ચસ્યા કે ખસ્યા નહિ.
શ્રી શાલિભદ્રને સામાન્ય રીતે કહેવામાં આવે કે સંસાર દુ:ખમય છે તો એ કહી શકે કે ‘શું દુ:ખ છે ?’ રોજ નવાણું પેટીઓ ઊતરે છે. દેવતાઈ ભોજન કરું છું. દેવતાઈ વસ્ત્રો ને અલંકારો પહેરું છું. આજનું પહેરેલું કાલે કાઢીને ફેંકી દઉં. છું. સાતમા માળેથી નીચે ઊતરતો નથી. માતા પણ એવી મળીં છે કે મને મહાલવા દે છે. બત્રીસે પત્નીઓ એવી મળી છે કે જે મારી ઇચ્છા જ જોયા કરે છે અને એ પ્રમાણે વર્તે છે. ટાઢ-તડકાની મને ખબર નથી.' ...આવું આવું એ કહી શકે ને ? પણ એ જૈનશાસન પામ્યા હતા. એમની દૃષ્ટિ સમ્યક્ત્વને કારણે નિર્મળ બની હતી. એટલે એમને ‘સ્વામી’ શબ્દ સાંભળી વૈરાગ્ય થયો, આજે ‘સ્વામી’ શબ્દ કેટલીવાર સંભળાય છે ? છતાં વૈરાગ્ય થાય છે ? કહો કે જૈનશાસન હજી સ્પર્યું નથી. જ્યારે શ્રેણિક રાજા. આવ્યા, માતાએ શાલિભદ્રને જણાવ્યું કે ‘આપણા રાજા, મગધના માલિક આપણા આંગણે આવ્યા છે. આપણે તેની પ્રજા છીએ. એમનો સત્કાર કરવાની આપણી ફરજ છે.' તરત શાલિભદ્રને થયું કે ‘જ્ઞાનીઓ સંસારની અસારતા વર્ણવે છે તે સાચી છે.’ આવા સુખીને આવી ભાવના શાથી ? દૃષ્ટિ સમ્યક્ત્વથી નિર્મળ બની હતી માટે ને ? વર્તમાનની સાથે જ ભવિષ્યનાં પરિણામ તરફ દૃષ્ટિ હતી માટે ને ? તમારી દૃષ્ટિ નિર્મળ બની નથી, મલિનતાના કારણે પરિણામ જોઈ શકતી નથી માટે તમને સંસારની અસારતા સમજાતી નથી.
બળ શા માટે માંગો છો ?
આજે તો કહે છે કે ‘મળેલું શું કામ છોડાવો છો ?’ એવા જીવો મળેલામાં મોજ માને છે. જોઈ જોઈને રાજી થાય છે. મલકાય છે. મહાલે છે. સંયોગમાં આનંદ અનુભવે છે. વિયોગથી મૂંઝાય છે. આ બધાંનું કારણ ? માત્ર વર્તમાન તરફ દૃષ્ટિ છે માટે. એ દૃષ્ટિ જો પરિણામ તરફ જાય તો આજે દશા પલટાય.
Page #320
--------------------------------------------------------------------------
________________
859
૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- $1.
૨૯૯
ભગવાન શ્રી મહાવીરદેવની છદ્મસ્થકાળમાં વર્તમાન સ્થિતિ કેવી હતી ? એમને ફરતાં ફરતાં ગોવાળીઓ મારી જાય ? તેઓ આંખ કાઢે તો ગોવાળીઓ તો શું ઇંદ્ર પણ પાસે આવી શકે ? છતાં ભગવાને બળનો ઉપયોગ કર્યો ? જંગલી જાનવરો પણ ભગવાનને મારી જતાં, એ પણ એમણે સહન કર્યું. અનંત બળના ધણી હતા, છતાં “કોણ છો ? આવી જાઓ” એમ ન કહ્યું. સુધર્મા ઇંદ્ર સેવામાં રહેવા આજ્ઞા માગી ત્યારે ભગવાને કહ્યું કે-તીર્થકરો પોતાના બળે જ કેવળજ્ઞાન ઉપાર્જે છે, કોઈની સહાયથી નહિ. બળથી એટલે બીજાને મારીને નહિ, મુક્કો બતાવીને નહિ. બળ ક્યાં ખર્ચવાનું ? ભવિષ્યની સાધના તરફ દૃષ્ટિ રાખી, ગમે તેવી આપત્તિમાં પણ ત્યાંથી અંશમાત્ર નહિ ખસવામાં એ બળ ખર્ચાયું-કોઈને મારી હઠાવવામાં કે કોઈની સામે આંખો કાઢવામાં એ બળ નથી ખર્ચાયું પણ ધ્યેયથી ચલાયમાન ન થવામાં એ બળ ખર્ચાયું ત્યારે કેવળજ્ઞાન મળ્યું. તમને આજે એ બળ મળે તો કઈ ભાવના જાગે ? કોઈનું રાજ્ય પડાવી લેવાની કે કોઈ બીજી ? આજની પ્રજા બળ શા માટે માગે છે એ કહો! તમે ધ્યેય નક્કી કરો તો હું પણ એમાં સંમત્તિ આપું. પરંતુ નામ બીજું, ધ્યેય બીજું, ભાવના બીજી, એ બધું યોગ્ય છે ?
બળ માગી માગીને, મેળવી મેળવીને કેટલાયે સાતમીએ ગયા. ભગવાન મહાવીરના વિશ્વભૂતિના ભવની વાત જાણો છો ને ? એ ભવમાં ભગવાનનો આત્મા યુવરાજનો પુત્ર હતો. તે વખતે ત્યાં નિયમ એવો હતો કે રાજકુટુંબનો કોઈપણ કુમાર ક્રિીડા અર્થે અમુક ઉદ્યાનમાં જઈને રહ્યો હોય તો ત્યાં ખુદ રાજકુમારથી કે રાજાથી પણ એને કાઢીને જઈ શકાય નહિ. વિશ્વભૂતિ એક વખત ત્યાં ક્રિીડાર્થે ગયો હતો. રાજાનો પુત્ર વિશાખાનંદી બહાર ઊભો હતો. વિશ્વભૂતિ ક્યારે બહાર નીકળે તેની રાહ જોતો હતો. આ બધું રાણીની દાસીઓએ જોયું. મહારાણીને વાત કરી. મહારાણીને ઈર્ષ્યા જાગી. પોતાના પુત્રને અંદર મોકલવા રાજાને કહ્યું. રાજાએ કહ્યું કે રાજ્યનો નિયમ છે, તેથી એ યુવરાજ પુત્ર ત્યાં હોય ત્યાં આપણા કુમારને મોકલાય નહિ. યુવરાજપુત્ર એ પણ આપણે જે બાળક છે. પણ રાણી માને ? રાજા રાણીને આધીન થયો. પ્રસંગે ઉપસ્થિત કરી યુવરાજપુત્રને બહાર કામે મોકલ્યો એટલે રાજકુમાર ઉદ્યાનમાં પહોંચી ગયો. પેલો જ્યારે પાછો આવ્યો અને ઉદ્યાનમાં પ્રવેશ કરવા ગયો ત્યારે પહેરગીરે અટકાવ્યો અને કુમાર અંદર હોવાનું જણાવ્યું. યુવરાજપુત્રને બધો પ્રપંચ સમજાઈ ગયો. ગુસ્સો આવી ગયો પણ હૃદયમાં પિતૃભક્તિ હતી તેથી ખામોશી રાખી. પિતાના ભાઈ પણ પિતા જ ગણાય ને ? પેલા કુમારના માણસોને બતાવવા કોઠાના ઝાડ ઉપર એક મુઠ્ઠી મારી બધાં
Page #321
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઠાનાં ફળ નીચે પાડ્યાં અને કહ્યું કે ‘ધારું તો આ જ રીતે તમારા બધાનાં માથાં ભોંય ભેગાં કરું-પણ હૃદયમાં રહેલી પિતૃભક્તિ એમ કરતાં અટકાવે છે-’ પછી તો ત્યાં એને વૈરાગ્ય જાગ્યો. દીક્ષા દીધી. તપસ્વી બન્યા. માસક્ષમણાદિ ઘોર તપ કરી શરી૨ કૃશ કરી નાખ્યું.
૩૦૦
870
એક વખત માસક્ષમણાના પા૨ણે મથુરાનગરીમાં ગોચરીએ નીકળ્યા. ત્યાં તે વખતે પ્રસંગવશાત્ વિશાખાનંદી પણ આવેલો હતો. તપસ્વી મુનિને માર્ગમાં એક ગાયે પાડી નાખ્યા. એ જોઈ વિશાખાનંદી હસ્યો અને મુનિને હ્યું કે ક્યાં ગયું તે બળ કે જ્યારે એક મુઠ્ઠી મારી બધાં કોઠાંનાં ફળ પાડ્યાં હતાં ? મુનિથી આ હાંસી સહન ન થઈ. પેલી ગાયને શીંગડાંથી પકડી ગોળ ગોળ ભમાવી આકાશમાં ઉછાળીને નીચે પડતાં ઝીલી લીધી અને પોતાનું બળ બતાંવી આપ્યું. ત્યાં તે વખતે જન્માંતરમાં બળવાન થવાનું નિયાણું કર્યું. બળ મળ્યું. વાસુદેવ થયા અને ત્યાંથી મરીને સાતમી નરકે ગયા.
કહો ! તમારે બળવાન શા માટે થવું છે ? પરિણામ જુઓ ! કર્મસત્તા પાસે પોપાબાઈનું રાજ્ય નથી ચાલતું. આટલી ચકોરું ગવર્નમેન્ટ પાસેથી કદાચ ગુનો ક૨ના૨ છૂટી શકે, પકડાયા પછી કુશળ ધારાશાસ્ત્રીની દલીલોથી ગુનો કર્યા છતાં છૂટે પણ કર્મસત્તાના સામ્રાજ્યમાં એ નહિ બને. ડોળ, દમામ, આડંબર છોડી સીધા બનવાની જરૂ૨ છે. પૈસા માટે બહુ ઉધમાત ન કરો ! થોડાઘણા સ્વાર્થ માટે આત્માનું સત્યાનાશ ન વાળો ! દૃષ્ટિ ફરે ત્યાંરે જ સંસારની અસારતા સમજાય. દૃષ્ટિ ફે૨વવાનું શિક્ષણ પ્રચલિત ન થાય ત્યાં સુધી જૈનત્વ આવશે નહિ અને ટકશે પણ નહિ. જૈન જાતિમાં જન્મવા માત્રથી જૈનત્વ આવતું નથી, તેમ અન્ય જાતિમાં જન્મવા છતાં ધાંધલ કરવાથી પણ આવતું નથી.
વીસમી સદીમાં અહિંસાનો પુનરુદ્ધાર ?
આજના કેટલાક કહે છે કે વર્તમાનકાળમાં અહિંસાનો ઉદ્ધાર થઈ રહ્યો છે. ભગવાન મહાવીરદેવની અહિંસાનો પુનરુદ્ધાર આ વીસમી સદીમાં થાય છે, એ વાત ખરી છે ? એ અહિંસા આ સદીમાં આગળ વધી કે પાછળ પડી ? એ વાત સાચી કે-ભગવાન શ્રી મહાવીર દેવના જમાનામાં અને તેમની હયાતીમાં અહિંસાનો ઉપયોગ દુનિયાદારીનાં સાધનોમાં નહોતો થતો; જ્યારે આ વીસમી સદીમાં દુનિયાના સ્વાર્થ માટે ‘અહિંસા' શબ્દનો ઉપયોગ થાય છે, થવા લાગ્યો છે.
સભા : “અહિંસા' શબ્દનો ?'
-હા. અર્થ દૂર છે, ઘણો દૂર છે. ભગવાન શ્રી મહાવીરદેવની અહિંસાનો
Page #322
--------------------------------------------------------------------------
________________
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
આ વીસમી સદીના અજ્ઞાનીઓએ ઉદ્ધાર કર્યો એમ ? એમને પૂછો કે અહિંસા એટલે શું ? એના જવાબમાં માથાં એટલા મત સાંભળવા મળશે. કોઈ એક વ્યાખ્યા બાંધે ત્યારે બીજો બીજી બાંધે. અહિંસા એટલે શું ? અહિંસાનો પાયો શું ? અહિંસા શા માટે ? એ બધું પૂછો તો કોઈ સ૨ખો જવાબ નહિ મળે. શાસ્ત્ર કહે છે કે જેને અવ્યાબાધ પદ જોઈએ તેણે પોતાનું જીવન અવ્યાબાધ બનાવવું પડે. વ્યાબાધા એટલે પીડા. જેનાથી કોઈને પીડા ન થાય એ રીતે જીવન જીવવું તેનું નામ અવ્યાબાધ જીવન કહેવાય. એવું જીવન જીવવાથી અવ્યાબાધ પદ એટલે મોક્ષપદ મળે. અવ્યાબાધ જીવન એ જ સાચું અહિંસક જીવન. સાધુ સંસારીના આધારે જીવે ?
871
૩૦૧
બધી વસ્તુ બે રીતે બને છે. નીતિ ધર્મ માટે પણ પળાય છે અને સ્વાર્થ માટે પણ પળાય છે. દશ પ્રકારનો યતિધર્મ મોક્ષ માટે પળાય છે તેમ સંસારની સાધના માટે પણ પળાય છે. મુનિ પણ ક્ષમા પાળે તેમ સંસારી પણ ક્ષમા પાળે. મુનિ મુક્તિ માટે જ્યારે સંસારી સ્વાર્થ માટે ક્ષમા ધારે. સંસારી જુએ કે પોલીસ આવી ઘોદો માર્યો, ક્ષમા નહીં રાખીએ તો બીજા બે પડશે કે તરત ક્ષમા આવે. એ જ સંસારી સાધુ પાસે આવે અને ઉપદેશમાં સાધુ કાંઈક કડક કહે તો તરત આંખ લાલ થાય, તે વખતે ક્યાં ગઈ ક્ષમા ?
સાધુ માટે તો એમની માન્યતા એવી કે ‘એ અમારા પર જીવે છે.' હું કહું છું કે જે સાધુ તમારા પર જીવે એ સાધુ નથી; પણ વેષધારી છે. શ્રાવક શું સાધુના માલિક કહેવાય ? ના. તમે એમ કહો કે સાધુ પ્રભુમાર્ગના અનુયાયી છે અને અમે પણ પ્રભુમાર્ગના અનુયાયી છીએ એટલે અમે પ્રભુમાર્ગના સંયમને ધરનારા સાધુઓના સહાયક છીએ. આ રીતે સહાય કરનારા તમે સાધુ પર ઉપકાર નથી કરતા પણ શ્રમણોપાસક તરીકેનું તમારું કર્તવ્ય બજાવો છો. જો ઉપકાર માનીને તમે એ સહાય કરતા હો તો એ બંધ કરજો; કારણ કે ઉપકાર કરીએ છીએ એમ માનીને સાધુને આહાર, પાણી, વસતિ આદિ દેવાં એ ભક્તિ નથી પણ આશાતના છે.
વળી એવું પણ ન બોલતા કે ‘અમારાં અન્નપાણી ખાય છે ને અમારાં છોકરાં કેમ લઈ જાય ?' હકીકતમાં ગુરુ તરીકે તમે બોલાવ્યા ત્યારથી માલિકી એમની થઈ ચૂકી છે. તમારાં છોકરાંને અમે અહીં નથી લાવી શકતા એટલી અમારી કચાશ ને તમારો પાપોદય. તમારો પુણ્યોદય હોત ને અમારામાં કૌવત હોત તો તમારાં છોકરાંને અમે અહીં લાવ્યા વગર ન રહેત.
અમારામાં વૈરાગ્ય પમાડવાની શક્તિ હોય અને તમે પુણ્યશાળી હો તો
Page #323
--------------------------------------------------------------------------
________________
: ૩૦૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
82 તમારા ઘરમાંથી કોઈ સાધુ થાય એમાં આશ્ચર્ય છે ? “અમારાં આહાર પાણી લે ને અમારાં જ છોકરાં ઉપાડી જાય ?' એ પ્રશ્ન જ અસ્થાને છે. જ્યારથી ગુરુ માન્યા ત્યારથી બધો હક થઈ ચૂક્યો જ છે. જ્યારથી એમની સેવા ભક્તિ સ્વીકારી ત્યારથી તમારા ઘરમાં સંયમની સુવાસ ન હોય એમ મનાય ? વિધિ સમજો !
લેનાર મુનિ અને દેનાર ગૃહસ્થ, તો પણ મુનિને બોલાવવા ગૃહસ્થ જાય, પાછો મૂકવા પણ જાય; કદી વગર બોલાવ્ય મુનિ આવી ચડ્યો હોય તો ઘરનાં બધાં કામ મૂકી મુનિ પાસે આવે, હાથ જોડે, આનંદ પામે, વહોરાવે અને કહે કેઆજે મારો શુભોદય, મારા મનના મનોરથ ફળ્યા !' એ મનોરથ કયા ? ધર્મી બનવું હોય તો આ બધું જાણવું પડશે. બહારની સફાઈ માટે બધાં સાધનો વસાવો પણ આત્માની સફાઈ માટે કાંઈ નહિ, એ ચાલે ?' સંસારની ભીતિ-ધર્મની પ્રીતિઃ
જેટલા પ્રમાણમાં સંસારની ભીતિ તેટલા પ્રમાણમાં ધર્મની પ્રીતિ શ્રી જિનેશ્વરદેવે પણ કહ્યું કે-સંસારમાં ભટકી ભટકીને થાક્યો. આ વાત સાંભળી છે ને ? આજના કેટલાક તો કહે છે કે-“સંસારથી ડરે તે બાયલા-પાપ પાપ કરીને ડરતા રહે તે બાયલા. સંસારનાં કામ, સંસારના રંગરાગ મોજથી કરે એ બહાદુર.” આ વ્યાખ્યા આજના બહાદુરોની છે. પણ આ વ્યાખ્યાથી તો તમારી બહાદુરીનો ઇલકાબ ચોર લૂંટારા લૂંટી જશે-ધોળે દિવસે તમારી તિજોરી ફાડે કે સ્ત્રીઓને ઉપાડી જાય એ બહાદુર ખરા ને ? પાપથી ન ડરે એ બહાદુર કહો તો એ ન્યાયે આવાને બહાદુર કહેવા પડશે.'
સંસારથી ધર્મી ડરે તે એની નિર્માલ્યતા કે સત્ત્વશાલિતાં ? બંગલામાં પેસતાં ધ્રુજે એ નિર્માલ્ય અને ધડાધડ પગથિયાં ચડે એ બહાદુર એમ ? બહાદુર અને બાયલાની ખરખ કરતાં શીખો ! જો પાપથી ડરવાનું નહિ તો દુનિયામાં ડરવાનું શાથી ? આવા પાડોશમાં ન રહેતા :
એક બાળક ગમે તેવા ઉન્માર્ગે જાય ત્યાં કોઈ કશું ન બોલે, પાડોશી પણ કાંઈ ન કહે, રાતે એક વાગે આવે, કોઈનું ઘર બગાડીને આવે, બાપ પણ કહે કે-છોકરો નાપાક પાક્યો' તોયે પાડોશી કહે કે “હોય ! સંસાર છે, છોકરાં છે, જુવાનિયા છે, એમ જ ચાલે. આપણે પણ એ વયે કેવા હતા ?' આવું આવું કહી બચાવ કરે પણ એ જ પાડોશીને સમાચાર મળે કે “છોકરો રાત્રે સાધુના ઉપાશ્રય ગયો હતો” તો અરધી રાત્રે કમાડ ઠોકી જગાડે અને કહે કે-ધ્યાન રાખ ! તારો છોકરો સાધુ પાસે છે. હું જોઈને આવ્યો. ચેત ! નહિ તો વાત બગડી જશે. જો
Page #324
--------------------------------------------------------------------------
________________
88.
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
૩૦૩
એ જ છોકરો રાત્રે નાટક ચટક જોવા જતો હોય તો એ પાડોશી એને પાછો ન વાળે. આવા પાડોશમાં વસતા નહિ. આવા પાડોશીઓ તો હિતશત્રુઓ છે-સાધુ પાસે જાય તો સત્યાનાશ થઈ જાય અને નાટકચેટક સિનેમાથી ઘરનો ઉદ્ધાર થાય એમ ? ' આજ્ઞા ક્યાં અને કોની લેવાની ?
કેટલા જીવો અકાળે મર્યા ? પાપાચરણથી, વ્યસનોથી, ખોટી કુટેવોથી કેટલા પાયમાલ થયા ? એમના ઉદ્ધાર માટે કોઈ સંસ્થા ખૂલી ? ના. પણ કોઈ સાધુ ન થાય એની તકેદારી રાખવા માટે ઉપકારીઓ ! સંસ્થા ખોલવાની વાતો કરે છે. આ કેવા પ્રકારની મતિ ?
કોઈ પાપનાં કાર્યો કરે ત્યાં એ કહે કે-“સ્વતંત્રતાનો જમાનો છે. કોઈને અટકાવાય નહિ. સૌને પોતાની મરજી પ્રમાણે કરવાનો હક્ક છે' કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય કે કોઈ ભીખ માગે એને ન રોકાય પણ કોઈ ધર્મ કરવા તૈયાર થાય તો કહે કે-“ઊભો રહે ! અમારી આજ્ઞા લીધી ?'
છોકરો ચોરી કરે, પોલીસ પકડે, છ મહિનાની સજા થાય તો મા-બાપ પણ કહે કે-“કજાત પાક્યો !” પછી જેલમાં ખબર કાઢવા પણ ન જાય. પરંતુ એ છોકરાને જેલમાં પણ સબુદ્ધિ જાગે અને વિચારે કે “મેં કુછંદે ચડી ખોટું કામ કરી નાંખ્યું, જિંદગી બરબાદ કરી પણ અહીંથી છૂટીને સદ્ગુરુના શરણે જાઉં,” જેલમાંથી છૂટી ચાર દાડા પછી ત્યાગી થવાની વાત કરે ત્યારે બધા ભેગા મળી રોકવા તૈયાર થઈ જાય. તે વખતે પેલો પણ કહી શકે કે- જેલમાં ગયો ત્યારે બધાં ક્યાં ભાગી ગયા હતા ?
એ જ રીતે કોઈ માંદી પડ્યો હોય ત્યારે ખબર પૂછવા પણ નહિ જનારા, ભૂખ્યો કે તરસ્યો મરતો હોય ત્યારે સંભાળ પણ નહિ લેનારા, ભાગ્યયોગે એ દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે દોડાદોડ કરી મૂકે, આડા પડે અને કહે કે “અમારી આજ્ઞા લીધી ?' એ વખતે સંઘપતિ અને નગરશેઠ પણ દોડી આવે-જૈન સંઘ આ કામ કરે ? શ્રી સંઘ કયાં કામ કરે અને કયાં ન કરે, એ નક્કી કરો. દયા કોની ખાવાની ?
શ્રી સંઘ દયાળુ જરૂર હોય. પણ દયા કોની કરવાની ? સંસારથી નીકળનારની કે સંસારના કીચડમાં ફસેલાની ? વ્યસનોથી છૂટનારની કે વ્યસની બનનારની ? પાપથી છૂટનારની કે પાપ કરનારની ? દુકાન પર બેસી સાચાંખોટાં કરનારની કે એ બધી જંજાળ છોડનારની ? હિંસા, જૂઠ, ચોરી,
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૪
-
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
, 874 પ્રપંચ, અનાચાર આદિ કરનારની કે એ બધું તજનારની ? તુચ્છ વસ્તુઓ માટે ઝઘડનારની કે મિલકત માત્રનો ત્યાગ કરી જનારની ? અઢાર પાપસ્થાનક સેવનારની કે તેને તજનારની ? દયા કોની, એ નક્કી કરો. દયાના ભાવને સમજો ? દસ વરસનું બાળક અનીતિ, જૂઠ, પ્રપંચ આદિથી ભરેલા જીવન વ્યવહારમાં પ્રવેશ કરે એ સારું કે એ બધાંનો ત્યાગ કરે એ સારું ? વાલીપણું કોનું ઝૂંટવવું જોઈએ !
આજના લોકો કહે છે કે જેનો બાપ બાળકને સંયમ અપાવશે એનું વાલીપણું ઝૂંટવી લઈશું.” અઢાર પાપસ્થાનકથી બચાવનારનું વાલીપણું ઝૂંટવી લેવા માગે છે. અમે જો ન્યાયની રીતે એમની જેમ વર્તીએ તો એમાંના એકને એમના બાળકના વાલી કે બાપ તરીકે રહેવા ન દઈએ. આપણા લોકો સરકાર પાસે બરાબર રજૂઆત કરતા નથી.
રાજ્યને શું જોઈએ ?હિંસા,જૂઠ,ચોરી, વ્યભિચાર અને કજિયા કંકાસ જોઈએ ? ન જ જોઈએ ને ? તો પછી એનો ત્યાગ કરાવનારનું વાલીપણું ઝૂટવાય ?
જેઓ બાળકને જન્મથી જૂઠું બોલતાં શીખવે છે, ગ્રાહકને ઊઠાં ભણાવી ખિસ્સાં કાતરતાં શીખવે છે, એ બધી પ્રપંચકળા શીખવનારનું વાલીપણું ઝૂંટવાવું જોઈએ કે એ બધા દુર્ગુણોથી મુક્ત કરનારનું ?
આજે સલાહ આપવાનો ધંધો કરનારા શી સલાહ આપે છે ? કહે કે-બે સાક્ષી ઊભા કર “એ વાત ખોટી છે' એમ કહે તો બચાવ થશે. પેલો કહે કે “વાત તો ખોટી નથી એ બધા જાણે છે.' તોયે પેલો સલાહ આપે કે પાંચ-પચાસ ખર્ચાને પણ સાક્ષી ઊભા કર. આ સલાહથી પેલો જૂઠું બોલે. બીજાને બોલાવરાવે અને સલાહ આપનાર જૂઠાનો પ્રચાર કરે-પેલો ગુનેગાર તો ગાંઠ જ વાળે કે ગુનો કરવામાં વાંધો નહિ, ચાર સાક્ષી ઊભા કરવા અને ફલાણા ભાઈને પચાસ રૂપિયા ફીના આપી દેવા એટલે બસ ! બધું કામ પતી જાય. હવે આવાનું વાલીપણું ઝૂટવાય કે સંસારથી છોડાવડાવે તેનું ઝૂટવાય ?
સભાઃ તો તો વકીલ જ ન રહે.”
નામ ન ઘો-ન રહે તો કામ પણ શું છે ? ગુનો કરો જ નહિ કે જેથી એમની જરૂર પડે. તમે એમના આધારે જીવો છો કે ધર્મના આધારે ? ધર્મ જાય તો બધું જાય-ખરી વાત એ છે કે ધર્મી ધર્મના સ્વરૂપને સમજ્યો જ નથી અને માટે જ પેલાઓની ગાડી ચાલે છે. ધર્મી ધર્મને સમજે તો એમની ગાડી ચાલે નહિ. તો કહો કે સંસારથી ડરે તે બાયલો ?
ભગવાન નેમનાથ, માતાપિતાને કહે છે કે અનાદિકાળથી સંસારમાં એવો
Page #326
--------------------------------------------------------------------------
________________
875
–
- ૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
-
૩૦૫
ભટક્યો કે કોઈ સ્થાન બાકી રહ્યું નથી. હવે તો થાકી ગયો છું-માતાપિતા જ્યારે નેમનાથ ભગવાનને પરણવાનું કહે છે, ત્યારે ભગવાન આ ઉત્તર આપે છે. પોતે અનંત બળના સ્વામી છતાં આ રીતે કહે છે. માતા-પિતાની પ્રાર્થના છતાં દીકરો આ રીતે કહે છે, ત્યારે આજનો બાપ દીકરા માટે કન્યા શોધે ત્યાં દીકરો કહી દે કે-શોધી લઈશ. તમે વચ્ચે નહિ આવતા.” આ આજની મર્યાદા છે. સંસારમાં કદી બધા સમાન હોય ?
વળી આજે એક સમાનતાનો પવન ફેલાયો છે. સ્ત્રી-પુરુષની સમાનતાની વાત પછી કરશું પણ કહે છે કે-બે હાથ બે પગ વગેરે આકારે બધા સરખા છતાં એક શેઠ અને એક નોકર કેમ ? પણ કુદરતી જે ભેદ છે, તે કઈ રીતે મટી જવાનો ?
કહે કે-નાનો તોયે શેઠ એ“શેઠ.અને કહે કે-મોટો તોયે નોકર એ નોકર ! સુકલકડી તોયે શેઠ અને અલમસ્ત તોયે નોકર એ નોકર ! શેઠ પાશેર ભાર પણ ન ઉપાડે અને પેલો દસ મણ ઉપાડે તોયે નોકર. આજના કહે છે કે “આ ભેદ શા માટે ?” બધા સરખાં જોઈએ. માનો કે કોઈ લખપતિએ બધાને સરખા બનાવવા સો સો રૂપિયા આપી દીધા પણ બધા એ સાચવશે એની ખાતરી છે ? કંઈક કોટિપતિ રંક બન્યા કંઈક રંક રાજા બન્યા એ નથી સાંભળ્યું ? તમે જૈન છો ને ? કર્મ, પુણ્ય, પાપ વગેરે માનો છો કે નહિ ? પુણ્ય-પાપ માનનારો જૈન સમાજ આવી વાહિયાત વાતો કરે ? બધાની સમાનતા લાવવી ક્યાંથી ? એક જ બાપના બે દીકરા પણ સમાન છે ? નહિ. એક કાળો છે, તો એક ગોરો છે. એકની નાસિકા લાંબી, તો એકની બેઠી. એક મેટ્રિક પાસ થાય, તો એક ઠોઠ રહે. આ બધો ફેરફાર કેમ ?
આજે શાબ્દિક ચર્ચા બહુ ચાલે છે. મારી ભલામણ છે કે એ ચર્ચામાં ન પડતા. . . . .
એક નાસ્તિક મતને છોડીને દરેક આસ્તિક દર્શનકારો દેવ-ગુરુ-ધર્મને માને છે, આપણો ભેદ એના સ્વરૂપમાં છે. આપણો સુધારો છે કે દેવ તો તે જ કહેવાય કે જે વીતરાગ હોય, એ લીલા કરનારા ન હોય, એ જગતની ભાંજગડમાં ન પડે. ગુરુ તે જ કહેવાય કે જેણે સંસાર તજ્યો હોય અને બીજાને તજાવવાનો પ્રયત્ન કરતા હોય. ધર્મ તે જ કહેવાય કે જે અઢારે પાપસ્થાનકથી આત્માને બચાવે, આશ્રવથી બચાવે, સંવર સધાવે અને કર્મથી છોડાવી મુક્તિએ મોકલે. આ આપણો સુધારો છે. બીજી કોઈ તકરાર નથી. કોઈ કહે કે ન માનું, તો કહેવું પડે કે-રખડો ! જેવી તમારી મરજી.
Page #327
--------------------------------------------------------------------------
________________
876
૩૦૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમાનતા ક્યાં થાય ? એક જગ્યાએ થાય. મોક્ષમાં-કેવળજ્ઞાની આત્માઓમાં પણ પૂરી સમાનતા નથી, કેમકે ચાર ઘાતી કર્મો ક્ષય થયાં પણ ચાર અઘાતી કર્મો બાકી છે, તેમાં કોઈનાં કેવાં હોય તો કોઈનાં કેવાં હોય. સર્વ રીતે સમાનતા મોક્ષમાં છે.
સમાનતા જોઈએ છે પણ સંસાર છોડવો નથી તો સમાનતા ક્યાંથી આવવાની છે ? આજનાઓને તો કહે છે કે રાજ્ય મળશે ત્યારે મળશે પણ હમણાં તો ડફણાં પડે છે. દુનિયાની નીતિ છે કે મૂર્ખાને સમજાવવાની રીત જુદી છે. ગધેડા ૫૨ ચાર મણનું છાલકું ચડાવે ત્યારે એને ભાર લાગે એટલે ચાલે નહીં પછી કુંભાર એના પર ચડી બેસે એટલે સાડા સાત મણ ભાર થાય. પછી ધીરે ધીરે ચલાવી થોડે જઈ કુંભાર ઊતરી જાય એટલે ગધેડું માને કે ભાર ઊતરી ગયો અને સારી રીતે ચાલવા માંડે. ચાર મણ ભાર તો હજી છે જ પણ મૂર્ખાને સમજાવવાની આ રીત છે. આ પ્રાણી જેવી અક્કલ વગરની કોઈ જાત નથી. જે બળ મળ્યું છે, તેનાથી જ સાધના કરી લો !
આજના લોકોની પણ લગભગ આવી દશા છે. આપણે સમજાવીએ કે જુઓ ! વર્તમાનમાં આવું આવું દુ:ખ છે તો કહેશે કે ‘વાંધો નહિ, પણ સ્વરાજ આવવા દો, પછી જુઓ ! કેવા સુખના ઢગલા થાય છે.’ બસ આવી જ મિથ્યા કલ્પનામાં રાચે છે. પણ જરા વાસ્તવિક સ્વરૂપ વિચારો ! બાકી તો દુનિયાની નીતિ ચાલે તેમ ચાલવા દો, એમાં વચ્ચે આવવાનું આપણું કામ નથી. આપણી તો જીવનના બચાવની વાત ચાલે છે. ચાર જણની સાથે ઊભા રહેવું પણ પડે, દઈને છૂટવું પણ પડે એ વાત જુદી પણ નિશ્ચય શો ? એ નક્કી કરો અને એટલા માટે જ્ઞાની સંસારની અસારતા વર્ણવે છે. શ્રી જિનેશ્વરદેવે પોતાના બાળકનો ઉપયોગ ધ્યેયની સિદ્ધિમાં કર્યો. બીજામાં એ બળનો ઉપયોગ કર્યો હોત તો કેવળજ્ઞાન થાત ? આજે જે બળ મગાય છે તે શા માટે ?
આજે તો કહે છે કે-‘અત્યારે મળેલી શક્તિથી દુનિયાની સાહ્યબી સાધી લો, પછી ધર્મનું તો થઈ ૨હેશે’-હવે પચાસની આવક વખતે જે ધર્મ નથી કરતો એ પાંચ લાખની આવક વખતે કરશે ? અત્યારે જે શક્તિ મેળવવા પ્રયત્ન કરાય છે, તે ધર્મ માટે ? જરા હૈયાને પૂછો તો ખબર પડે. જ્ઞાનીઓએ બળ મળ્યા પછી જ ધર્મ ક૨વાનું કહ્યું છે ? પોતે પણ એમ કર્યું છે ? ના. એમણે તો જે બળ મળી ગયું તેનાથી સધાતો ધર્મ સાધતા જઈ અધિક અધિક બળ મેળવી અધિક અધિક ધર્મ સાધ્યો તો પરિણામે અનંત બળી થયા. બાકી તો ગમે તેટલી કસરત કરી
Page #328
--------------------------------------------------------------------------
________________
87
• ૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- $1 – ૩૦૭ ભુજાઓને મજબૂત બનાવી પણ એ કપાઈ જાય તો ? ન જ કપાય એવી સ્થિતિ માટે શોધ કરી ?
બ્રહ્મદત્ત ચક્રવર્તી છ ખંડનો માલિક પણ એની આંખો એક ગાયો ચરાવતા છોકરાએ ફોડી નાખી. કર્મયોગે બધું બને. જેટલ ખામી એનું પરિણામ આવવાનું જ. પછી તો ચક્રવર્તી ગુસ્સે થયો. છોકરાએ બ્રાહ્મણના કહેવાથી આખો ફોડેલી તેથી બ્રાહ્મણ જાતિ ઉપર ગુસ્સો ઊતર્યો. બ્રાહ્મણ માત્રની આંખો કાઢી કાઢીને લાવવા મંત્રીઓને હુકમ કર્યો. મંત્રીઓ ડાહ્યા હતા. વિચાર્યું કે આ આંધળો હવે દેખવાનો નથી. નાહક બ્રાહ્મણોના પ્રાણ શું કામ લેવા ? એવા પદાર્થો લાવતા કે જેનો સ્પર્શ આંખો જેવો લાગે. એને ચોળીચોળીને પેલો રાજી થાય. મરીને સાતમી નરકે ગયો. આવું સંસારનું સ્વરૂપ !
કહો ! સંસારથી ડરે તે ધર્મ કે એમાં રાચે તે ? જેનો મિથ્યાત્વ રોગ ગયો છે, તે સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકે છે. શરીરના રોગની દવા કરવા માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી, તેમ આત્માના રોગની દવા માટે પણ કોઈને પૂછવા જવાની જરૂર નથી. બધાને પૂછીને દવા કરવા જાય એ દર્દી લાંબો થઈ જાય અને રોગ વધી જાય. એ જ રીતે આત્માના રોગની દવા માટે કોઈની રાહ જોવાય નહિ.
વૈદ્ય દર્દીને કહ્યું હોય કે “આ દવા સાથે દૂધ ખાવાની મના છે. ખાઈશ તો મરી જઈશ” હવે મા બાપ કહે કે “વૈદ્ય તો કહ્યા કરે, ખાધા વગર ચાલે ? આજના વૈદ્ય તો ભૂખ્યામારી નાખે એવા છે. ઘરે લગન છે. બધા દૂધપાક ખાય ને તું ન ખાય એ ચાલે ? તું ન ખાય તો અમારા ગળે પણ શી રીતે ઊતરે ? તું ખાય તો જ અમે ખાઈએ.” મા-બાપ આવું કહે તો દર્દી ખાઈ લે ?
સભા: ‘પણ મા-બાપ આવું કહે ?”
-હા. કહે, કેટલાંક. મૂર્ખ મા-બાપ લ્હાવો લેવાના રસિયા હોય છે. લગ્નાદિના લ્હાવા લેનારાં આવાં મા-બાપ ઘણાં હોય છે. કન્યા છોકરાને લાયક ન હોય, ઘરમાં પાલવે તેવી ન હોય, છોકરો ના, ના કહેતો હોય તોયે વહુનું મોં જોવાનો લ્હાવામાં બધું ભૂલી જાય અને પરાણે પરણાવી દે. સંસારનું નાટક વિચિત્ર છે.
પેલો દર્દી છોકરો ડાહ્યો હોય તો દૂધપાક ખાય ? ન ખાય. કહી દે કે-વૈદ્યની દવાથી માંડ. આઠ દાડે તો બેઠો થયો છું. હવે ફરીથી પથારીમાં પડવું નથી. તમે બહુ તો “હે ભાઈ ! હે ભાઈ !” કરશો પણ તેમાં મારું શું વળે ? તકલીફ તો મારે જ સહેવી પડે ને ? માટે મારી પાસે દૂધપાકની વાત કરતા નહિ.
Page #329
--------------------------------------------------------------------------
________________
878
૩૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સભા કદી મા-બાપ ના કહે અને છોકરાનું જ મન થાય તો ?
-તો ડાહ્યાં મા-બાપ ન જ ખાવા દે. પરાણે ખાવા જાય તો હાથ પકડી રાખે. સભા ‘ચારિત્ર માટે મા-બાપ ના પાડે તો ?’
-એ મુદ્દાની વાત સમજાવવા માટે તો આ બધી વાત કરી રહ્યો છું. જે રીતે એ માંદાની સ્થિતિનું બીજાને ભાન નથી, તે રીતે જેને વૈરાગ્ય થયો તેની સ્થિતિનું બીજાને ભાન નથી. જેને સંસા૨ ગમતો હોય તેને વિરાગીના હૃદયની હાલતની શી ખબર ? ભણેલાની પરીક્ષા લેવા અભણ બેસે તો ! ભણેલો હિસાબ ગણવા બેસે તો અભણને થાય કે આ શી ધાંધલ ? ભણેલો વાંચે તો અભણને થાય કે આ શો લવારો કરે છે ? નેમનાથ પ્રભુનાં માતા-પિતાએ કહ્યું કે‘ઋષભદેવ, અજિતનાથ આદિ પણ પરણ્યા હતા,' ત્યારે પ્રભુએ વિનયથી હાથ જોડીને કહ્યું કે-‘પિતાજી ! માતાજી ! હું એ બધું જાણું છું. પરંતુ જેને ભોગકર્મ બાકી હોય તે પરણે. આ તો બધાં મોહનાં કામ છે. મારે ભોગાવલી
બાકી નથી.’
આ સાંભળી માતાપિતા ચૂપ થઈ ગયાં.
વૈરાગ્યની વાત સાંભળવા યોગ્ય હૈયું હોય ત્યાં આટલી પણ વાત કહેવાય ને ?
જૈનકુળમાં જન્મેલા નંગો :
આજે કોઈ ગામના સો માણસને ભેગા કરીને વૈરાગ્યની વાત સંભળાવવી હોય તો ? એમાં દશ તો એવા ઉલ્લંઠ હોય કે ગામેગામ ફરીને એવી ધાંધલ ઊભી કરે કે અવસરે ધર્મીને ત્યાંથી ભાગવું પડે અને દશ વળી એવા હોય કે ઓટલે બેસી ભગવાનની પૂજા કરનારને ભગતડો કહી મશ્કરી ઉડાવે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરનારને નવરા કહે. તેરસના લાડુ ખાવા માટે પૌષધ કરે છે એમ કહે-હું એવાને કહ્યું છે કે આવો ! ચાર લાડું ખાઓ અને ચાર ભેગા પણ લઈ જાઓ-બોલો ! પૌષધ ક૨વા છે ? તો કહેશે ના રે ના, અમારાથી એ કાંઈ ન બને ! હવે કહો ! એ પૌષધ કરનારા લાડુના લાલચુ ને આ બોલનારા લાડુના ત્યાગી એમ ? ના-એવું કશું નથી પણ એ ધર્મી વર્ગની હાંસી ક૨વાનો ધંધો લઈને બેઠેલા લોકો છે. એ પાછા જૈનજાતિમાં જન્મેલા અને શ્રાવક ગણાતાં નંગો છે.
વૈરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા ઃ
વળી ધર્મ કરનારે અમારી સંમતિ મેળવી ધર્મ કરવો એવા એ ઠરાવો
Page #330
--------------------------------------------------------------------------
________________
879
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
૩૦૯ કરાવવા માગે છે. હું કહું છું કે દનિયાનાં દરેક કામો ગામની સંમતિ મેળવીને જ કરવાનો ઠરાવ કરશો ? પણ એવી સંમતિ કદી મળી નથી અને કોઈએ મેળવી પણ નથી. ખુદ શ્રી તીર્થંકરદેવ જેવા પણ સાધુધર્મ લેવા નીકળ્યા ત્યારે અનેક સંબંધીઓ રડ્યા છે.
સનતકુમાર ચક્રવર્તીએ તો રાજ્ય ભોગવ્યું, સંસાર ભોગવ્યો, સંતાનો પણ થયાં અને પછી જ્યારે શરીરમાં રોગ પેદા થયા, કીડા પડેલા જોયા ત્યારે પોતે ચાલી નીકળ્યા. તો તે વખતે પણ શું થયું? આખો પરિવાર છ મહિના સુધી રડતો રડતો પાછળ ફર્યો છે. ચક્રવર્તીએ વિચાર્યું કે-“આટલો લાંબો વખત એ બધાંની સારસંભાળ લીધી અને હવે જ્યારે આ શરીર બગડ્યું ત્યારે હું મારા આત્માની સુધારણા કરવા નીકળ્યો તો એ વખતે પણ આ બધા મને નડતર કરી રહ્યા છે, મારો કેડો છોડતા નથી. જે વખતે મને વધાવવો જોઈએ. મારું કલ્યાણ ઇચ્છવું જોઈએ, ત્યારે આવું વર્તન? પણ એ બધાં તો મોહને આધીન છે. હું મોહને જીતવા નીકળ્યો છું. મારે તો એમની સામે પણ ન જોવું જોઈએ. હવે તો નરસિંહ બનું. પશુસિંહ તો સિંહાવલોકન પણ કરે, મારે તો પાછું વાળીને જોવું પણ નહિ.' આ રીતે વિચારી સનતકુમાર ચાલ્યા જાય છે. પાછળ નજર પણ કરતા નથી. પછી શું થયું ? ધીમે ધીમે સૌ પાછા વળવા માંડ્યા. મૃતકની પાછળ ગમે તેટલા હોય પણ ધીમે ધીમે બધા પાછા જાય ને ? નિકટના ચાર રહે, ચાર સ્નેહી રહે અને ચાર ગરજુ નાતીલા રહે, (કેમકે પોતાને ઘેર પ્રસંગ આવે ત્યારે માણસ જોઈએ એવી ગરજ છે.) તે બધી દોડાદોડ કરે, કારણ કે ઝટ લાકડાં ભેગો કરવાની વૃત્તિ હોય. એ રીતે ચક્રવર્તી પાછળના સૌ અંતે પાછા વળી ગયા. ચક્રવર્તી પોતાની સાધનામાં લીન બની અપ્રતિબદ્ધપણે પૃથ્વીતલ પર વિચારવા લાગ્યા.
સંસારના રસિયા જનોને મરતાંયે વૈરાગ્યનો આનંદ ન હોય એવા જીવોને વિરાગીની હાલત કેવી હોય એની શી ખબર હોય ? આજે વિરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા થયો છે. એ મેનીયાનો ભોગ ડાહ્યા ન થાય એવી મારી ભલામણ છે. એ મેનીયાવાળા જીવો દયાપાત્ર છે. એમના પ્રત્યે પણ દુર્ભાવ ન કરવો.
દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયો વિષે આપણે વિચારણા કરી રહ્યા છીએ. શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં હજી પણ આગળ શું ફરમાવે છે, તે હવે પછી.
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૧, શુક્રવાર, તા. ૧૪-૨-૧૯૩૦.
62
• સંસાર અસાર ક્યારે લાગે ? • આજે કેવું કેવું બોલાય છે ?
માત્ર વર્તમાનનો જ વિચાર કરે તે નાસ્તિક : • નિયાણાની વિષમતા અને બ્રહ્મદત્ત : • નિયાણું એટલે શું ?
કબૂલાત પણ બે રીતે : સમ્યગ્દષ્ટિ જીવની મનોદશા : આસ્તિકતા-નાસ્તિકતા : ચાર પુરુષાર્થમાં હેય-ઉપાદેય : - બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા : વ્યાખ્યાન શા માટે ?' ઉપેક્ષાનું પરિણામ :
સંસાર અસાર ક્યારે લાગે ?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરતાં ફરમાવે છે કે-શ્રી સંઘરૂપ મેરૂ પર્વતની સમ્યગ્દર્શરૂપ વજરત્નમય પીઠ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ.
એ પીઠની દઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ અને એની રૂઢતા માટે સમયે સમયે વિશુદ્ધ બની પરિણામની ઉત્કટ ધારાવાળા ઉત્તમ અધ્યવસાયોથી આત્માએ વાસિત હૃદયવાળા રહેવું જોઈએ. સમ્યગ્દષ્ટિ કયા વિચારો કરે તો દઢ સમ્યક્ત રૂઢ થાય ? પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે તત્ત્વશ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસાગરમાં કદી રમે નહિ. કેમ ન રમે ? વિવેકચક્ષુ પેદા થયાં છે માટે. સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી શાસ્ત્રાનુસારી મતિવાળો બનેલો આત્મા સંસાર જે સ્વરૂપે છે, તે સ્વરૂપે તેને જોઈ શકે છે, માટે એ સંસારમાં ન રમે. જેમ નીરોગી ચક્ષુવાળો માણસ, જે વસ્તુ જેવી હોય તેવી દેખે, તેમ મિથ્યાત્વ રોગ વિનાનો
Page #332
--------------------------------------------------------------------------
________________
881
૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો !
-
-
૩૧૧
આત્મા, સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકે છે. એના જ કારણે એ આત્મામાં સંસારની રમણતા રહી શકતી નથી.
62
સંસારની અસારતા કે ભયંકરતા પરિણામ (ભવિષ્ય)ને અવલંબીને પણ વર્ણવી છે; કેવળ વર્તમાનને અવલંબીને નહિ. વર્તમાનમાં તો એવા પણ સુખી જીવો હોય છે કે જેમને તે કાળને ઉદ્દેશીને સંસારની વિષમતા કહેવામાં આવે તો માને જ નહિ. પણ સંસારના વર્તમાન સંયોગો પરિણામે ભયંકર છે, એ સમજાવવાથી જેને એ સમજાય તે આત્મા સંસારના યથાર્થ સ્વરૂપને સમજી શકે.
એકલી વર્તમાનની વાતો કરનારા ધર્મ સાંભળવાને લાયક નથી. શ્રી તીર્થંકરદેવની હાજરીમાં ધર્મ સાંભળનારા દેવો, મનુષ્યો તથા તિર્યંચો ગણાય. બાહ્યદૃષ્ટિએ દેવોનું જીવન સુખમય ગણાય જ્યારે તિર્યંચો અને મનુષ્યનું જીવન મોટે ભાગે થોડું સુખમય તો થોડું દુઃખમય ગણાય. પણ ધર્મ સાંભળવાને વધારે યોગ્ય મનુષ્ય ગણાય. કારણ કે ધર્મને જીવનમાં આચરવા માટે મનુષ્યમાં જે શક્તિ છે, તે દેવોમાં પણ નથી. હવે મનુષ્યમાં પણ જેઓ સુંદર પુણ્ય ઉપાર્જીને આવ્યા છે, તેઓ સુખી બહુ અને દુ:ખી અલ્પ હોય છે. પુણ્યનો ભોગવટો કરનાર, એ આત્માને સંસારની અસારતા ક્યારે જચે ? ધર્મ ક્યારે રૂચે ? એની દૃષ્ટિ વર્તમાન પરથી ભવિષ્ય પર જાય તો. કેવળ વર્તમાન દૃષ્ટિનો વિચાર કયો ? ભૂખ લાગે તો ખાવું, તરસ લાગે તો પાણી પીવું, ઇચ્છાનુસાર ચીજો મેળવવી એમાં જ સુખ માન્યું છે ને ? હવે વિચારો કે ભૂખ્યાને અન્નની જરૂ૨, તરસ્યાને પાણીની જરૂર, તડકાથી તપેલાને છાંયાની જરૂ૨. ઠંડી લાગે ત્યારે ગરમીની જરૂર; આ બધી જરૂરિયાત માને પણ ધર્મની જરૂ૨ ક્યારે માને ?
આજે કહે છે કે-ભૂખ્યાને ધર્મ રૂચે ? તરસ્યાને તત્ત્વની વાતો ગમે ? દરેક અવસ્થામાં આત્માએ દુનિયાના પદાર્થોથી સુખ માન્યું છે. આ સ્થિતિમાં સંસારની અસારતા અને ધર્મની જરૂર જણાય ? સંસારની અસારતા જણાવી ધર્મની જરૂરિયાંત જ્ઞાનીએ ફરમાવી, તે વર્તમાનને જ જોઈએ નહિ પણ પરિણામને જોઈને. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે ‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં ન ૨મે' તેનો હેતુ એક જ છે કે તેનો મિથ્યાત્વ રોગ ગયો છે, બુદ્ધિ શુદ્ધ થઈ છે માટે, શાસ્ત્રાનુસારી દૃષ્ટિથી સંસાર જેવો છે તેવો જોઈ શકે છે-એ ન જોઈ શકાય ત્યાં સુધી ધર્મ સમજાવો કઠિન છે.
અત્યારે મોટો ભાગ કહે છે કે, ‘આ જમાનામાં પૈસાની જરૂ૨ છે, ધર્મની નહિ.
સભા : જરૂર હોય પણ તેથી મળી જાય છે થોડા ?
Page #333
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પણ એ વિચારે તો ને ? ગરીબ કેમ ? તો કહે કે આવડત નથી. આવડત કેમ નથી ? તો કહે કે ભણ્યો નહિ ? તો કહે કે ભણ્યો કેમ નહિ ? તો કહે કે રમતિયાળ હતો-૨મતિયાળ કેમ ? તો કહે કે ટેવ પડી હતી માટે. આવી આવી વાતો કરે પણ આથી આગળ બીજું કાંઈ વિચારે જ નહિ..
૩૧૨
882
એ લોકો કહે છે કે-ભૂતકાળ તો ગયો અને ભવિષ્ય તો આવે ત્યારે ખરો. અત્યારે તો વર્તમાન ચાલે છે માટે એની જ વાત અને એના જ વિચાર કરવા જોઈએ. ભૂતકાળનો વિચાર કર્યા કરનારા ગાંડા છે. ભવિષ્યની ચિંતા કરનારા મૂર્ખ છે, વર્તમાનની વાતો કરનારા ડાહ્યા છે, એવો તેમનો મત છે. આજે કેવું કેવું બોલાય છે
આજે પવન કઈ જાતનો ફૂંકાય છે, તે જુઓ ! એલફેલ બોલનારા ક્યાં સુધી બોલે છે, તે વિચારો ! તેઓ શું બોલી રહ્યા છે તે સમજવાની તેમનામાં બુદ્ધિ નથી. એક બાઈ કહે છે કે- મહાવીર પછી નવસો વર્ષે એટલે આજથી સેંકડો વર્ષો પૂર્વે લખાયેલાં શાસ્ત્રોને વળગી રહેવું એ તો અંધારિયા કૂવામાં ડૂબકી મારવા જેવું છે.' ભાઈઓ જેમ તેમ બોલે તો બાઈઓ કેમ ન બોલે ? વળી આવું બોલનારાં શ્રાવક-શ્રાવિકા જ છે. એક સાધુ કહે છે કે-‘હવે મારાથી ચલાતું નથી માટે લોકોના ઉપકાર માટે હું રેલવિહારી થયો છું.' આ વાત સાધુએ કહી, સાંભળનારાએ તાળી પાડી વધાવી લીધી. એક શ્રાવકે ટેકો આપતાં કહ્યું કે-‘આ વાત બરાબર છે. પહેલાંના જમાનામાં તો વાહનોને ઘોડા, બળદ જેવાં પ્રાણીઓ જોડાતાં હતાં માટે એ વાહનોમાં બેસવું એ પાપ હતું, પણ અત્યારે મોટ૨ કે ટ્રેનમાં બેસવું એમાં પાપ નથી.’ આ શું કહે છે, એ બધું તમે
સમજો છો ?
ભગવાનના જમાનામાં દેવવિમાનો હતાં એ તો જાણો છો ને ? વળી અત્યારનાં ગાડી, મોટર આદિ વાહનો જેવાં એ ભયંકર ન હતાં, એને આજની જેમ વારંવાર અકસ્માત નડતા ન હતા. એ બધું પણ જાણો છો ને ? એ વિમાન એવાં કે થોડીવારમાં ધારો ત્યાં પહોંચાડી દે. દેવો પણ ભગવાનના ભક્ત હતા. જો ઘોડા કે બળદ વિનાના વાહનમાં પાપ ન હોત તો એ વાહનોમાં સાધુને બેસાડી ભગવાને ઉપકાર કેમ ન થવા દીધો ? અરે ! એક અશ્વને પ્રતિબોધ કરવા માટે ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાત્રીમાં સાઠ જોજન ચાલ્યા તો એ વાહનમાં કેમ બેઠા નહિ ? વર્તમાનના વાયરામાં ખેંચાયેલા આ બધું ભૂલી જાય છે. દિવસે દિવસે વિચારોનો આ કચરો વધતો જાય છે, એ ફેંકી દેવા જેવો છે.
શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ આગમો પુસ્તકારૂઢ શા માટે કર્યાં ? એમણે
Page #334
--------------------------------------------------------------------------
________________
883
૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો !
- 62
૩૧૩
જોયું કે આ આગમોને યાદ રાખનારા હવે દેખાતા નથી અને જ્ઞાન તો જવા માંડ્યું, તો એના વિના ભવિષ્યના જીવોનું થશે શું ? માટે એમણે આગમો પુસ્તકારૂઢ કર્યાં જ્યારે આજે એ માટે એવું બોલાય છે કે-એ તો એમના માટે લખ્યાં છે. આપણે શું ?' આ તો શિક્ષક વિદ્યાર્થીને શિખામણ આપે કે-‘નહિ ભણે તો મોટો થઈને ભીખ માગીશ' ત્યારે વિદ્યાર્થી કહે કે-શિક્ષકને પગાર જોઈએ છે માટે ભણવાની શિખામણ આપે છે'-એના જેવી વાત થઈ. એ ઉપકારી, ભવિષ્યના જીવો માટે અપવાદનું આલંબન લઈને આગમો પુસ્તકારૂઢ કરી ગયા, ત્યારે આ કહે છે કે-એ તો એમના માટે કરી ગયા, એ અંધારિયા કૂવાને ક્યાં સુધી વળગી રહેશો ?’
આવી કલ્પનાનું કારણ એક જ છે કે એમની દૃષ્ટિ ભૂતકાળને પરખતી નથી, ભવિષ્યને વિચારતી નથી, કેવળ વર્તમાન પર જ નિર્ભર છે.
એવાને ધર્મ સમજાવવા પ્રયત્ન કરવો એમાં કેવળ કંઠશોષ સિવાય બીજું કાંઈ ફળ નથી. ધર્મને માટે એ જીવો યોગ્ય જ નથી. ભૂતકાળનો વિચાર ન કરે, ભવિષ્યની ચિંતા ન કરે, એવા જીવોને ધર્મ કદી રુચિકર થવાનો નથી. એ લોકો તો માને છે કે ‘ભૂતકાળની વાતોમાં કેવળ ગપ્પાં છે; ભવિષ્યકાળની વાતો માત્ર ભય બતાવવા માટે છે, વર્તમાનમાં જે સમયે યોગ્ય લાગે તે કરવું.' આવાની સાથે વાત શી કરવી ?
જેમ અનુમાન, આગમ, પ્રત્યક્ષ અને ઉપમાન એ ચાર પ્રમાણમાં એકને ન તેમ ભૂત અને માને અને બાકીનાં ત્રણને માને તેને પણ નાસ્તિક કહેવાય છે, ભવિષ્યકાળની અવગણના કરીને માત્ર વર્તમાનને જ માને તે પણ નાસ્તિક
ગણાય.
માત્ર વર્તમાનનો જ વિચાર કરે તે નાસ્તિક :
‘હું કોણ ? ક્યાંથી આવ્યો ? ક્યાં જવાનો ? આ વિચારો એ આસ્તિક્યનું લક્ષણ છે.
સભા ‘વર્તમાન એ શું ?’
ચાલુ જીવન. વધારે સૂક્ષ્મતાથી કહો તો માત્ર ‘સમય' પણ એવાને ‘સમય’ ની વાત ક્યાં સમજાવવી ? વર્તમાન ગયો તે ભૂત બન્યો અને ભવિષ્ય હતો એ વર્તમાન બન્યો.
સભા
‘સમયધર્મ, વર્તમાન જમાનો જોઈ, એ મુજબ ઘડતર ઘ છે.’
-એ રોજ ઘડે ને રોજ ફોડે, એની એને કોણ ના પાડે છે ? પણ ઘડ્યું કેમ ?
Page #335
--------------------------------------------------------------------------
________________
884
૩૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અને ફોડવાનું શા માટે ? એનો વિચાર તો કરવાનો ને ? વ્યવહા૨માં પણ લીધા યાદ ન રાખે તો ન ચાલે. ગઈ કાલે પૈસા આપ્યા અને આજે પેલો લેનારો કહે કે એ તો ભૂતકાળ થયો. હવે ભૂલી જા ! તો આપનારો ભૂલી જાય ?
ન
આસ્તિક તે કહેવાય કે જે ત્રણે કાળ વિચારે-હું કોણ ? ક્યાંથી આવ્યો ? અહીં કેમ ? હવે ક્યાં જવાનો ? વગેરે બધા વિચારો એ કરે ‘હું એટલે હું જ અને હું આવો જ' આવું વિચારે એ નાસ્તિક. આ ‘નાસ્તિક’ શબ્દ ઘણાને ખટકે છે. બહુ જુઠું બોલનારને પણ કોઈ જુઠ્ઠો કહે તો એનાથી સહન થતું નથી. પણ સહન થાય કે ન થાય, ખટકે કે ન ખટકે છતાં સ્વરૂપ જેવું હોય તેવું બતાવ્યા વિના ન ચાલે, એકલા પ્રત્યક્ષ પ્રમાણવાળો નભી શકતો નથી. વસ્તુ જાણવા માટે બધાં પ્રમાણ માને તે જ સાચો આસ્તિક.
આસ્તિકે ભૂત અને ભવિષ્યકાળ બેયને સમજવા તથા વિચારવા પડે. ભૂતકાળના ઇતિહાસને તો આજના લોકો મન:કલ્પના માને છે; અને ભવિષ્યના વિચાર એમને ગમતા નથી. હવે એમને ધર્મ સમજાવાય કઈ રીતે ? શ્રી જૈનસંઘ ત્રણેય કાળ માને કે એક જ ? વર્તમાનને જ આંખ સામે રાખનારા કદી ભૂતકાળની વાત વાંચે તો પણ તે વર્તમાનમાં ફાવતી વાતોની પુષ્ટિ માટે જ વાંચે; જેમ સ્વાર્થી માણસ બધાની સાથે ફરે પણ લાભ પોતાનો જ જુએ, ભલે પછી એમ કરવામાં સામાનું સત્યાનાશ નીકળી જતું હોય.
ધર્મ તો વર્તમાન અનુકૂળતાઓની અવગણનામાં છે. વર્તમાનમાં મળેલી સાહ્યબીમાં લેપાવામાં ધર્મ નથી, પણ એના ત્યાગમાં ધર્મ છે. લક્ષ્મીનો ભોગવટો કરાય કે નહિ એ ભવિષ્યને આંખ સામે રાખી વિચાર કરાય તો જ એનું નુકસાન દેખાય અને એનો ત્યાગ થાય. રાજામહારાજાઓએ સાહ્યબી છોડી સંયમ લીધું તે ભવિષ્યના વિચારે. વર્તમાનનો જ વિચાર હોય તો એવું મળેલું છોડાય ? ચક્રવર્તી, રાજા, મહારાજા વગેરેએ દીક્ષી લીધી ત્યારે એમની પાછળ એમની સ્ત્રીઓના પોકાર હતા કે ‘તમારા વિના નહિ જિવાય,' હૈયાફાટ રુદન હતું, પ્રજાના પણ પોકાર હતા છતાં એ બધાને અવગણીને તેઓ શાના આધારે નીકળ્યા ? ભવિષ્યના વિચારે, નહિ કે વર્તમાનના વિચારે. જે ભવિષ્યને ન માને એને ધર્મની જરૂ૨ શી ? અને જે ભૂતકાળને ન માને તે ક્યાંથી આવ્યા ? કેમ આવ્યા ? એ બધો વિચાર ક્યાંથી કરે ? આવું જૈનશાસન પામવા છતાં કેવળ વર્તમાન દ્રષ્ટિની જ વાતો કરો તો તમે પણ નાસ્તિકમાં ગણાઓ.
પણ આ વાત ઉપર તો આજે ભયંકર ટીકાઓ થાય છે. કહે છે કે-‘આ લોકોએ તો ભવિષ્યની વાતો કરી કરીને વર્તમાનનું સત્યાનાશ વાળ્યું.' પણ
Page #336
--------------------------------------------------------------------------
________________
985
- ૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 -
૩૧૫
વિચાર કરો તો ખબર પડશે કે ભવિષ્યનો વિચાર કરનારો જ ન્યાયશીલ રહી શકે છે. વર્તમાનમાં કેવળ પૈસા જ ભેગા કરવાની ઇચ્છાવાળો અનીતિથી નહિ ડરે. ભવિષ્યનો ખ્યાલ આપવા માટે તો રાજ્યના કાયદા છે અને ભૂતકાળમાં રૂલિંગોનો પણ આધાર લેવાય છે. અમુક ગુના માટે અમુકને આ સજા થઈ તેની નોંધ થાય છે. અને એ દાખલાઓ કેસ ચાલતી વખતે અપાય છે. “કોઈના ઉપર હુમલો કરવાથી કોર્ટમાં પચીસ ધક્કા ખાવા પડશે અને બચાવ નહીં થાય તો સજા થશે.” આ જાણ્યા પછી ગુસ્સો આવે તોયે હાથ ગજવામાં જ રહી જાય. એ ભવિષ્યના પરિણામનો વિચાર ન કરે અને હાથ ચલાવે તો પોલીસ પકડે. તે વખતે પોલીસને કહે કે હું કાયદાને નથી માનતો તો એ ન ચાલે. પોલીસ કહે કે તું ન માને એ તારી મરજી પણ એટલા માત્રથી કાયદો નીકળી ન જાય.
સભા: ‘ત્યાં તો કાયદો જાણતો ન હતો એમ કહે તોયે નથી ચાલતું.”
ન જ ચાલે-કાયદો, ફરજિયાત દરેક નાગરિકે જાણવો જ જોઈએ. દુનિયાના કાયદા માટે ભૂતભવિષ્ય માનવા પડે છે, તો કર્મસત્તાને કેવી માનો છો ? કહે છે કે “દુનિયામાં જીવવા માટે જરા પાપ થાય તો એમાં બગડી શું જાય ? હું કહું છું કે એ ન પૂછો. કર્મસત્તાને ત્યાં તો સમયે સમયે આત્મામાં પેદા થતા પરિણામ મુજબ કર્મનો બંધ થયા જ કરે છે. નાનામાં નાના પણ ખરાબ પરિણામની પણ સજા છે. બચાવ કરે કે “અમુકને માર્યો નથી, ફક્ત વિચાર જ કર્યો હતો” તોયે ન ચાલે. વિચાર કર્યો કે કર્મ બંધાય અને એ કર્મ ઉદયમાં આવે ત્યારે જો ખપાવવાનો પ્રયત્ન ન કર્યો હોય તો સજા ભોગવવી પડે. - જૈનશાસને સમજેલા, જૈનશાસનમાં જન્મેલા આ પરિસ્થિતિ ભૂલે ? આ શાસન સમજનારા આંધળા થઈને ઘૂમે ? દુનિયાના રંગરાગમાં દોડે ? જે જીવો ભાનભૂલા થઈને દુનિયાના રંગરાગમાં જ મસ્ત બનીને રહે એની ગતિ શી ? હું આ દયાથી કહું છું. કોઈને નરકે જવું હોય તો રોકી શકાય તેમ નથી. ભગવાન મહાવીરે કાલસીરિક માટે શ્રેણિક રાજાને એ જ કહ્યું હતું કે-એ તો નરકે જવા જ સરજાયેલો છે. જેને દુર્ગિતમાં જવું જ હોય, માનવજીવન હારી જવું જ હોય તેને માટે કોઈ ઉપાય નથી. ફરજ એટલી કે તાકાત હોય તેટલી ઉદ્ઘોષણા કર્યા કરીએ. આજે કાંઈ બોલીએ કે કરીએ તે તમારા હિત માટે છે. શાસ્ત્ર કહે છે કે પરહિતપ્રવૃત્તિમાં સ્વહિત નિયમા છે. સામો જો યોગ્ય હોય તો એનું હિત થાય, ન હોય તો ન થાય. પણ પોતાનું હિત તો નિયમા થાય. નિયાણાની વિષમતા અને બ્રહ્મદત્તઃ
કેવળ વર્તમાન તરફ દૃષ્ટિ રાખનારને ધર્મ સમજાવવો કઠિન છે. શ્રી
Page #337
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જિનેશ્વરદેવ પણ વર્તમાનને ઉદ્દેશીને સંસારની અસારતા સમજાવી શક્યા નથી. સમજાવાય શી રીતે ? ભારે નિયાણાથી મળેલી સાહ્યબી, દૃષ્ટિને ભવિષ્ય તરફ જવા દેતી નથી, માટે એ નિયમા નરકે જાય છે. એમાંના કેટલાક એ ભવિષ્ય સાંભળે, જચે, મૂંઝાય પણ પરંતુ કહે કે ‘બધું ખરું પણ આ ન છોડાય.’ નિયાણું એ એવું બંધન છે કે જે આત્માને ભવિષ્ય તરફ ઢળવા ન દે.
૩૧૬
886
બ્રહ્મદત્ત ચક્રવર્તીનો પૂર્વભવ યાદ છે ને ? એ ભવમાં પોતે તથા પોતાના ભાઈ બંને મુનિ હતા. ભાઈ મનુષ્યના આ ભવમાં પણ મુનિ થયા છે. અવધિજ્ઞાન થયું અને એના યોગે આ ભવમાં બ્રહ્મદત્તની અવનત દશા જોઈ તેને પ્રતિબોધ ક૨વા આવ્યા. બ્રહ્મદત્તે તેમનો ઉપદેશ સાંભ્યો. મુનિને જોઈ પૂર્વભવના યોગે પ્રેમ પણ થયો. આનંદ પામ્યો. મુનિની એક એક વાત જચી અને કહ્યું કે ‘આપના પર પ્રેમ આવે છે, આપની બધી વાત જચે છે પણ મને
આ સંસાર છોડવાની જરા પણ ઇચ્છા થતી જ નથી.' ઊલટો મુનિને તે કહે છે કે-આપ આ વેષ છોડી મારી પાસે આવી જાઓ-મારી પાસે આટલી સામગ્રી છતાં આપને આવો ત્યાગ શા માટે કરવો જોઈએ ? આટલું કાયકષ્ટ શા માટે સહન કરો છો ?’ આમ ઊલટો મુનિને એ દેશના દેવા બેઠો. મુનિએ એને બહુ બહુ સમજાવ્યો. મુનિની દરેક વાત એણે કબૂલ કરી પણ કહ્યું કે-આ બધું છોડાય તો નહિ.’ આ નિયાણાનો જ પ્રભાવ હતો.
નિયાણું એટલે શું ?
ધર્મના ફળ તરીકે દુનિયાની સાહ્યબી માગવી, એનું નામ નિયાણું. ધર્મનો પ્રભાવ એવો છે કે એનાથી સાહ્યબી મળે જરૂ૨ પણ એ નિયાણું, ભવિષ્ય તથા ભૂતકાળની દૃષ્ટિએ ભુલાવે. પાપાનુબંધી પુણ્ય આ કામ કરે. ભૂતકાળને સાંભળે ખરા, વિચારે પણ ખરા, દષ્ટાંતો માને, પણ સંસાર છોડવાની વાતમાં જરાયે તૈયા૨ ન થાય. પાપાનુબંધી-પુણ્યના યોગે મળેલી લક્ષ્મી એને સંસારમાંથી ખસવા જ ન દે-અરે, મળેલી ચીજ એને ધક્કો મારે તોયે ન ખસે.
સભા : કર્મ નિકાચિત હોય તો ?
-પ્રયત્ન છતાં ન છોડી શકાય ત્યારે નિકાચિત મનાય કે પ્રયત્ન વિના જ ? આંખો મીંચી પથારીમાં પડ્યા રહો તો ચાલે ? ઊભા થાઓ છતાં આંખો મીંચાઈ જાય તો તીવ્ર દર્શનાવરણીયનો ઉદય મનાય. પાપનુબંધી પુણ્યના ઉદયે મળેલી સાહ્યબી એવી છે કે આત્મા એમાં જ રગદોળાય. એ ભૂતકાળ સાંભળે જરૂ૨, એ વાતો એને રૂચે પણ ખરી, સાચી વાતને એ સાચી ન માને એમ પણ નહિ, ‘વિષયાસક્તિ ન તજવાથી અમુક જીવો મહાદુ:ખી થયા' એવી વાત સાંભળે
Page #338
--------------------------------------------------------------------------
________________
887 – ૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 - ૩૧૭ અને માને પણ ખરો, વિષયના ભયંકર ભવિષ્યને પણ સાંભળે, આ બધું છતાં જીવનમાં એ બધી વાતો ઉતારવાનું કોઈ કહે તો એને અડવા ન દે.
ઠીક છે. ભૂત-ભવિષ્યની વાતો સાંભળે, માને એટલે દરજ્જુ ઘોર મિથ્યાદૃષ્ટિઓ કરતાં આ આત્માઓ પુણ્યવાન ખરા; પણ કેવળ માન્યતામાં જ ક્યાં સુધી રહેવાનું ? કેવળ માન્યતા ધરાવનારા પહેલે ગુણઠાણે મંદમિથ્યાવીપણામાં કે ચોથે ગુણઠાણે અવિરત સમ્યગ્યદૃષ્ટિપણામાં હોય. પણ એમને ત્યાંથી પાંચમે, છછું જવાની ઇચ્છા હોય કે નહિ ? તમારે પણ એ રીતે પહેલે કે ચોથે જ રહેવું છે કે પાંચમે છછું જવું છે ? અનુત્તરવિમાનવાસી દેવો તદ્દન નિર્વિકાર હોય છે, લગભગ કષાય વિનાના, જેમની જિંદગી આખી પદ્રવ્યના ચિંતનમાં જ જાય, પણ ગુણસ્થાનક ચોથું ! કારણ કે બધું માન્યતારૂપ હોય છે, વર્તાવ નથી. વિકાર નથી પણ અબ્રહ્મ સેવું નહિ, સેવરાવું નહિ એવી પ્રતિજ્ઞા છે ? નથી. માન્યતા ગમે તેવી ઊંચી પણ એ સ્થાન જ એવું કે ત્યાં વિરતિ ન હોય. મારે તો તમને છછું ગુણઠાણે લાવવા છે. તેની જ આ મહેનત ચાલે છે. કબૂલાત પણ બે રીતે ! '
પુણ્યયોગે સામગ્રી મળી એ છૂટતી કેમ નથી ? છોડવા જેવી માનું છું એમ કહે પણ શાલિભદ્રની વાત આવે, ત્યાં કહે કે “એ મહાન અને અમે પામર !” આમ તરત પોતાની પામરતા કબૂલે જેથી આગળ વધવું જ ન પડે. આ કબૂલાત સાચી છે ? કબૂલાત બે રીતે થાય છે. એક હૃદયના દુઃખથી અને એક પોતાના બચાવ માટે અગર તોં વાતને કાપી નાખવા માટે. તમારી કબૂલાત હૃદયના દુઃખથી હોય તો હું રાજી. એવાને તો બોલતાંયે હૈયામાં ચીરાડો પડે. જ્યારે બચાવ માટે બોલનારા એવી રીતે બોલે કે જેથી વાત આગળ વધે જ નહીં. એવા માટે તો કઈ ઉપમા આપું ? હૃદયના દુ:ખથી કબૂલાત કરનારો તો કદમ કદમ વધે, એ વધ્યા વિના ન જ રહે. આગળ વધવાના એના પ્રયત્નો ચાલુ જ હોય. સમ્યગ્દષ્ટિ જીવની મનોદશા :
જન્મથી સમ્યક્ત્વ યોગે વિરક્ત ભાવનાવાળા સંસારમાં રહેલા આત્માઓ સહજ નિમિત્ત પામતાં તરત સંસારથી ખસે છે. નિમિત્ત મળ્યા પછી જરાયે ઊભા રહેતા નથી. ધનાજીને સ્ત્રીઓએ એટલું જ કહ્યું કે-“કહેવું સહેલું છે, કરવું કઠિન છે' તો એટલી વાતમાં એ ચાલી નીકળ્યા. કહી દીધું કે-“આટલી જ વાર, લો કરી બતાવું !” સ્ત્રીઓએ કહ્યું કે “આ તો મશ્કરી હતી.' ધનાજી કહેઆપણી મશ્કરી પણ આવી-એ નિષ્ફળ ન જાય” તમને તો સ્ત્રીઓ ગમે તેવાં
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
888 કઠોર વચનો સંભળાવે તો એ નઠોર બની સાંભળી લો પણ ત્યાંથી જરાયે ખસો નહિ ને ? . ઉત્તમ આત્માઓ દુનિયાના ગમે તે પ્રસંગને જોઈને વૈરાગ્ય પામે છે. આજ તો કબૂલ કરી લે કે-અમે ગુરુકર્મી છીએ”. આમ પોતાને ભારે કર્મી મનાવવામાં પણ ભય ન હોય ત્યાં વાત શી કરવી ? સામો વાત કરનારો આગળ વધે જ નહિ ને ? વર્તમાન સુખમાં મજેથી પડેલા માટે ધર્મની આરાધના અશક્ય નહિ તો દુઃશક્ય છે. વર્તમાન સુખમાં સુખની માન્યતાવાળાને સમ્યક્ત થવું દુઃશક્ય છે. વર્તમાન સુખ નહિ છોડવાની ભાવનાવાળા માટે ધર્મની આરાધના થવી દુષ્કર છે. મિશ્રાદષ્ટિને સમ્યક્તની પ્રાપ્તિ દુષ્કર છે, કારણ કે, એ વર્તમાન કાળની સાહ્યબીમાં જ સુખ માને છે. સુખ સાહ્યબીમાં ફસાયેલા આત્મા માટે ધર્મની આરાધના દુષ્કર છે; કેમ કે, એ વર્તમાન સુખમાં ફસાયો છે.
આંખનો રોગ જવાથી વસ્તુ વાસ્તવિક સ્વરૂપે દેખાય છે, તેમ મિથ્યાત્વ રોગ જવાથી સંસાર જેવો છે તેવો દેખાય છે અને સંસાર છે તેવો સમજાય તો જ ધર્મની આરાધના માટે સાચો ભાવ જાગે. •
સભાઃ પાપાનુબંધી પુણ્ય ખપે ખરું ?
-પરિણામની તેવી ધારાથી જરૂર ખપે; પણ એ ધારા સાચી હૈયાની હોવી જોઈએ, માત્ર હોઠેથી બોલ્ય ન ચાલે. ભૂમિકા એવી સ્વચ્છ બનાવો કે ચિત્ર આપોઆપ ઊપસી આવે. મલિન ભૂમિકા હોય તો પછી પણ ખરાબ થાય, રંગ બગડે અને મહેનત નકામી જાય. સ્વચ્છ ભૂમિકા ઉપર ચિત્રામણ સુંદર થાય અને જોનારને આકર્ષણ થાય. એ જ રીતે હૈયાને સ્વચ્છ અને નિર્મળ બનાવો. શી રીતે ?
__ अनित्यमेतद भविनां शरीरम શરીર અનિત્ય છે ને ? અનિત્ય શરીરની, શાશ્વત હોય એ રીતે સેવા કરે ત્યાં શું થાય ? એવી સેવા ભગવાનની મૂર્તિની કરે તો ? નહાતી વખતે પોતાના શરીરને નખ ન વાગે એની કેટલી કાળજી ? અહીં પૂજામાં ભગવાનને નખ ન અડે એની કાળજી રખાય છે ? શાશ્વત કોણ ? શરીર કે પરમાત્મા ? આ શરીરને અનિત્ય કહેવાનું કે માનવાનું પણ ખરું ? એક વાર શુદ્ધ માન્યતા આવવી જોઈએ.
શ્રેણિક મહારાજાને ભગવાન શ્રી મહાવીરદેવના નામશ્રવણથી રોમરાજી વિકસ્વર થતી, ભગવાનના સમાચાર રોજ મેળવવા માણસો નિયત કર્યા હતા. રોજ સમાચાર મળતા અને સમાચાર આપનારને રોજ દાન દેવાતાં. એમની ભાવના એવી હતી કે મારા ભગવાનના સમાચાર આપનારને દાન દેવું જ
Page #340
--------------------------------------------------------------------------
________________
889 – ૨૨ : ભૂત ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૧૯ જોઈએ. સમાચાર ઊભા થઈ સાંભળતા પછી પાંચ-સાત કદમ આગળ જઈ વંદન કરી પછી સિંહાસને બેસતા હતા.
આજે તો કહે છે કે “આ જમાનામાં પૂજા, સામાયિક, પડિક્કમણાના ટાઇમ હોય ?' આજના વેપાર જુદા, રીતભાત જુદી, રાતના અગિયાર, બાર, એક વાગે આવે. સવારે આઠ વાગે ઊઠે, બે ગરમાગરમ ચાહના ગ્લાસ પેટમાં રેડી આ ચાલ્યા. આવી દશા છે. એવાને સંસારમાં ન રમવાની વાત ગમે ? સંસારમાં કોણ ન રમે ? જે એને બરાબર જોઈ શકે છે. કોણ જોઈ શકે ? જે માત્ર વર્તમાનને ન જોતાં ભૂત અને ભવિષ્યનો વિચાર કરે તે.
સભાઃ ભૂતકાળનો પણ વિચાર કરવો પડે ?
-વર્તમાનકાળ એ ભૂતકાળની મહેનતનું ફળ છે અને વર્તમાનની કરણીનું ફળ ભવિષ્ય છે. ભૂતકાળના બળે જ આજની સ્થિતિ છે. ભૂતકાળની કિંમત સમજાય તો જ ભવિષ્યની વિચારણા થાય.
વોરં? યુતઃ સમાથાત ? એ ભૂતકાળની વિચારણા છે. સભાઃ “તો પછી અતં શોવ એમ કહ્યું છે, એ શાથી ?”
આત્માને આર્તધ્યાન થાય તેવા પ્રસંગે આર્તધ્યાનથી બચવા માટે એ વિચારવાનું છે. બાકી તો ભૂતકાળની વિચારણા ખાસ કરવાની છે. ભૂતકાળની વિચારણા કરવાથી જ ભૂતકાળની ભૂલોનો અને એનાં પરિણામોનો ખ્યાલ આવે અને ભવિષ્યમાં એવાં પરિણામોથી બચવા વર્તમાનમાં તેવી ભૂલો ન થાય તેની કાળજી, જન્મ. વળી ભગવાન શ્રી મહાવીરદેવ વગેરે ચોવીસેય તીર્થંકરદેવોનું તથા તેમની આજ્ઞાનું સ્મરણ એ પણ ભૂતકાળની જ વાત છે ને ?
સભા: ‘એ તો સ્વાધ્યાય છે.”
-તો એ રીતે “હું કોણ ? ક્યાંથી આવ્યો ?' વગેરે વિચારણા એ પણ સ્વાધ્યાય છે; માટે ગભરાવાની જરૂર નથી.
ભૂતકાળની વિચારણા ભુલાઈ માટે તો ભવિષ્ય તરફ નજર જતી નથી. મારું ઘર, મારી લક્ષ્મી' કરે છે પણ શાસ્ત્ર કહે છે કે એ તારું નથી. એ તારું શાથી ? આવ્યું ક્યાંથી ? એ વિચાર ! એ વિચારવા માટે ભૂતકાળ તરફ નજર દોડાવવી પડશે. ભૂતકાળના ઉપકારોનો વિચાર ન કરે તો બાળક માતાપિતાને હાથ જોડે? ભૂતકાળની વિચારણાની કિંમત બહુ છે. ન માને અને ગમે તેમ બોલે તે જુદી વાત પણ વિચાર કરે તેને માન્યા વિના ચાલે જ નહીં.
સભાઃ “વાણીસ્વાતંત્ર્યનો યુગ છે ને ?
Page #341
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-એવા વાણીસ્વાતંત્ર્યને આ શાસનમાં સ્થાન નથી. દુનિયાના પદાર્થોમાં પણ આવું વાણીસ્વાતંત્ર્ય ચાલતું નથી. ત્યાં પણ વસ્તુને ઉદ્દેશીને જ બોલાય છે. માલ લીધા-દીધાની વાત તિજોરીમાં પૈસા હોય તો બોલાય છે ને ? ન હોય ને બોલે તો ભીખ માગે. ભૂતકાળની આવી મહેનતનું આ ફળ છે. એ દૃષ્ટિ હોય તો જ ભવિષ્યનો વિચાર કરાય. વગર કમાયે જેને લક્ષ્મી મળે, તેને તેની કિંમત નથી હોતી પણ જેની પાસે પહેલાં ન હોય અને પછી ઘણી મહેનતથી મળે તે તો સાત વીસે સો માને છે. પાંચ વીસે નહિ પણ સાત વીસે સો માને એનો અર્થ એ કે એનેં એની મુશીબતના અનુભવનો પૂરો ખ્યાલ છે.
આસ્તિકતા-નાસ્તિકતા :
ભૂતકાળને સમજ્યા વિના ભવિષ્યકાળને સુધારવાનું મન ન થાય. મનુષ્યજીવન એ શાનું પરિણામ ? ભૂતકાળ કેવો હશે ત્યારે આ ભવ મળ્યો ? એ જો વિચારો તો ભવિષ્યની ચિંતા જાગે અને ત્યાગદશા જાગે.
સભા : મેઘકુમારને એમ જ થયું ને ?' .
890
૩૨૦
-બધાને મોટા ભાગે એવું જ બને છે. ભૂતકાળના થોડા ધર્મને અને એના વર્તમાન પરિણામને વિચારે તો ભવિષ્યમાં અધિક કરે-ભૂતકાળને ન વિચારનારા ભવિષ્યનો વિચાર કરી શકતા નથી. ભૂત અને ભવિષ્ય બંને કીમતી છે. પણ ભવિષ્યની જરૂ૨ સમજાય ક્યારે ? ભૂતકાળ સારો હશે માટે જ વર્તમાન સારો છે એમ વિચારાય, સમજાય અને મનાય તો ને ? એય દૃષ્ટિ સામે રાખવી પડશે. એક પણ દૃષ્ટિને બાજુ પર નહિ મુકાય.
વર્તમાનનાં દૃષ્ટાંતો તમને એટલી પ્રેરણા નહીં આપે. ‘જોયો એને હવે !' એમ જ થશે. ભૂતકાળનાં દૃષ્ટાંતોથી હેરત પમાશે. એ દૃષ્ટાંતો અનુકરણીય મનાશે, તો એ દૃષ્ટાંતોના અવલંબને આત્મા ઊંચો આવશે. આસ્તિકતા મેળવવી હોય તો ભૂત-ભવિષ્ય વિચારવાં પડશે અને વર્તમાનને ગૌણ કરવો પડશે. સાધુ, દેશવિરતિ, વ્રતધર, નિયમધર ક્યારે થાય ? સુખસામગ્રીનો ત્યાગ ક્યારે થાય ? ભૂત-ભવિષ્યનો ખ્યાલ કરાય તો. કેવળ વર્તમાન દૃષ્ટિવાળો તો મળ્યું એને ભોગવવાનું માને છે અને કહે છે; જ્યારે ભૂત-ભવિષ્ય દૃષ્ટિવાળો મળ્યું એમાં મૂંઝાવામાં માને છે અને કહે છે.
આસ્તિકે ભૂત-ભવિષ્ય લક્ષ્યમાં રાખી વર્તમાનને ગૌણ કરવો પડશે, સુખ મૂકી દુ:ખ સ્વીકારવું પડશે.
સભા ‘શું વર્તમાન જોવાનો જ નહિ ?'
Page #342
--------------------------------------------------------------------------
________________
891 – ૨૨ : ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૧
-વર્તમાનને જોવાનો પણ તે ભવિષ્યને ઉજ્વળ બનાવે તે રીતે. વર્તમાનનો ઉપયોગ જીવનને વિરાગમાર્ગે વાળવા માટે છે. વર્તમાનમાં લાખ મળતા હોય ત્યાં ધ્યાન રાખવું કે નીતિ છૂટી ન જાય. નીતિ રહેતી હોય તો ભલે, નહિ તો લાખ પાછા જવા દેવા, વર્તમાન આ રીતે જોવાય. પૂર્વની સારી કાર્યવાહીથી આ મળ્યું છે માટે ભવિષ્યની સાધના માટે વર્તમાન કેવો ગાળવો એ ત્યારે જ વિચારાય-એ વિચાર વિના બંગલા બગીચામાં પડેલાને ધર્મ ગમે ? નાસ્તિકતાનું મૂળ અહીં છે.
નાસ્તિકતા તો બધે બેઠેલી છે. આસ્તિકતા એવી છે કે એને લાવવાની મહેનત કરવી પડે. આવ્યા પછી જાળવવાની મહેનત કરવી પડે, જાળવતાં ન આવડે તો ચાલી જતાં વાર ન લાગે, અને તરત નાસ્તિકતા આવે. આજના આસ્તિક ક્યારે નાસ્તિક થાય એ ન કહેવાય, ધર્મ કરતાં જરા આપત્તિ આવી એટલે નાસ્તિકતા આવીને ઊભી રહે. આજની આ દશા છે.
સભા: “નિમિત્તવાસી જીવ છે ને ?'
- માટે તો કહે છે કે સારાં નિમિત્તો મેળવવાની ઉતાવળ કરો ! પૂજા કરવા ગયો અને આપત્તિ આવી કે તરત બોલે કે “ધર્મમાં શું છે એટલે નાસ્તિકતા આવી. શાસ્ત્ર કહે છે કે-પૂજા કરવા આવ્યો એ તો ખરું પણ પૂર્વે ઊંધું વાળીને આવ્યો છે એનું શું ? ચાર પુરુષાર્થમાં હેય-ઉપાદેયઃ
ધર્મને ગૌણ કરી અર્થ-કામને મુખ્ય બનાવવાની આજે કાર્યવાહી ચાલે છે અને એનાં આ પરિણામો છે. હાલ કેટલાક શ્રાવકો પણ એમ કહે છે કે-“ધર્મને હમણાં ગૌણ કરો અને દુનિયાને પૈસેટકે ભરપૂર બનાવો.” ધર્મને બદલે અર્થકામની મુખ્યતા હોય એવો કોઈ કાળ હોય ?
પુરુષાર્થ ધાર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સમ્યગ્દષ્ટિ માટે અર્થ-કામ હેય છે અને મોક્ષ અને એના માટે ધર્મ ઉપાદેય છે. જેઓ કામને સાધ્ય અને અર્થને સાધન માને તે મિથ્યાદૃષ્ટિ છે; અને જેનો મોક્ષને સાધ્ય માની ધર્મને તેનું સાધન માને તે સમ્યગ્દષ્ટિ છે. તેનાથી કપટ ન થાય, એ કોઈને લૂંટે નહિ, કેમકે એ બધું અનિત્ય માને છે-જેનું મોક્ષ સાધ્ય તેનું સાધન શું ? દાન, શીલ, તપ અને ભાવ. જેનું સાધ્ય ભોગ તેને જરૂર અર્થની. એનાથી દાનાદિ ધર્મ થાય ? એને દાન માટે કહેવાય તોયે વિચારે કે-“મહારાજ તો કહે પણ આજે કાંઈ કમાયો ?” ગયે વરસે પાંચ લાખ કમાયો એ ન વિચારે પણ આ સાલ ન કમાયો એ વિચારે.
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
892
દાન, શીલ, તપ, ભાવ ગમે કોને ?
મોક્ષને સાધ્ય અને ધર્મને સાધન માને તેને કે કામને સાધ્ય અને અર્થને સાધન માને તેને ? આજે તો સારા સારા શ્રાવકો, મંદિર, ઉપાશ્રયનો વહિવટ કરનાર ટ્રસ્ટી બનેલા શ્રાવકો કહે છે કે- એકલી ધર્મ કરવાની વાતો હવે બંધ કરો. આવું કહેનારાના હાથમાં મંદિરનો વહિવટ હોય પછી સ્થિતિ શું થાય ? દુનિયામાં જાહેર કરો કે મંદિર, ઉપાશ્રય અને ધર્મસ્થાનોના ટ્રસ્ટી તે જ થઈ શકે કે જેઓ અર્થકામને હેય માનતા હોય, મોક્ષને સાધ્ય અને ધર્મને મોક્ષના સાધન તરીકે માનતા હોય. તમે આવી જાહેરાત કરો પછી પેલાઓ ઊંધી પ્રવૃત્તિ કરતા હોય તો તે દુનિયાની નજરે પણ ખોટી જણાય. આવું જાહેર કર્યા વિના હવે તમારો છૂટકો જ નથી. જેઓ મુક્તિને માનતા નથી, જેમને મુક્તિ જોઈતી નથી, ગમતી નથી, જેમને ધર્મની કિંમત નથી, એવા વહિવટદારો અવસરે શું કરશે ? જરૂ૨ પડે તો લૂંટા૨ો પણ શેઠને સલામ કરે,પગ પણ દાબે પણ એની કિંમત શું ? એ તો દાવ શોધતો રહે અને કોઈ ન હોય ત્યારે પગ દાબતાં દાબતાં ગળું પણ દાબી દે. વાણિયો પણ કહે છે કે કચરો કાઢનારો પાંચ રૂપિયાનો પગારદાર પણ પ્રામાણિક જોઈએ. કચરામાંથી જડેલી પાવલી ખિસ્સામાં મૂકે એવો ન ચાલે. પગારમાં કદી પાંચના સાત આપે પણ વસ્તુ ઉપાડી ખિસ્સામાં ન મૂકે એવો નોકર શોધે. તેમ અહીં ટ્રસ્ટીઓ ધર્મની ગાદીને વફાદાર હોવા જોઈએ.
આપણી વાત એ ચાલે છે કે સમ્યગ્દષ્ટિ શ્રાવક ભૂત ભવિષ્યને વિચારે અને વર્તમાનને ભૂલે. વર્તમાનને કદી જુએ તો પણ એંટલા પૂરતો જુએ કે તેમાં પ્રભુની આજ્ઞાનું પાલન કઈ રીતે વધુ થાય. ચાર પુરુષાર્થમાં સમ્યગ્દષ્ટિ માટે બે ઉપાદેય છે. અને અર્થ-કામ એ બે હેય છે. એ જચે તો સંસાર ઓળખાયો કહેવાય-નહિ તો સંસાર ભયંકર લાગે ? રોજ સંસારની ભયંકરતા વર્ણવાય છે, અનુભવાય છે, છતાં હજી એ વાતમાં શંકા રહે છે, એનું કારણ ? કારણ કે અર્થ-કામ ઉપાદેય મનાઈ ગયા છે. મોઢે ગમે તેમ બોલો પણ હૈયાને પૂછો. અહીંથી બહાર જઈને એવું બોલનારા પણ સાંભળ્યા છે કે-મહારાજ તો કહે પણ પૈસા વિના ઘી-દૂધ આવે ? લુખ્ખા રોટલા ગળે કઈ રીતે ઊતરે, તે મહારાજાને શું ખબર પડે ? પાડોશી મોટરો દોડાવે અને અમે પગ ઘસતા ચાલીએ તો મનને કાંઈ થાય નહિ ? પેલો વિલાયત જઈ આવ્યો અને અહીં તો હજી સ્ટીમર પણ જોવા મળી નથી, કેવી કમનસીબી ! પૈસા વિના આ બધું શી રીતે થાય ? મહારાજ તો પૈસા છોડવાની વાતો કરે પણ અહીં તો પૈસા વિના ડગલું પણ ભરાતું નથી.’ આવું આવું બોલનારા અમારું માપ કઈ રીતે કાઢે છે તે વિચારો.
વળી કહે છે કે ‘સાધુઓએ આ બધું સમજી ગૃહસ્થો સુખી બને, મોટ૨,
Page #344
--------------------------------------------------------------------------
________________
893 – ૨૨ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૩ બંગલા બગીચાવાળા બને એવી યોજનાઓ ઘડી સમાજ સમક્ષ મૂકવી જોઈએ. જો આવું કાંઈ કરે તો એ દેશકાળના જાણ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને સમજનારા કહેવાય. આ તો પાટે બેઠા કે બધું છોડવાની જ વાતો કરે તે આ જમાનામાં કેમ ચાલે ?' આવું બોલનારા સાથે અમારે મેળ કઈ રીતે મળે ?
હું તો કહું છું કે ભૂત-ભવિષ્યને ભૂલનારા અને કેવળ વર્તમાનને ઇચ્છનારાએ જૈન સાધુના વ્યાખ્યાનમાં આવવું જ નહિ.આવવા માટે એક બારી ખુલ્લી છે તે એ કે વર્તમાનમાં પણ સુખપૂર્વક જીવી શકાય એ માટે નીતિ વગેરેના પાઠ શીખવા માટે આવવું હોય તો ભલે આવે.પણ ખાતરી છે કે જેને ભવિષ્યનો ડર નથી તે નીતિના પાઠ સાંભળવાનો કે અમલમાં મૂકવાનો નથી. કદી નીતિનો દેખાવ કરે તોયે એ આડંબર હશે-એવાઓ ક્યારે અનીતિ તરફ ખેંચાય એ કહેવાય નહિ.
જેઓ ભૂત-ભવિષ્યનો વિચાર નથી કરતા, તેઓ વર્તમાનની ધર્મક્રિયા કરે શા માટે ? એ ધર્મક્રિયા એમને આપે શું ? દાન કરવામાં તો આપવાનું છે, શીલ પાળવામાં ભોગસામગ્રીનો કાપ છે, કાયા અને ઇંદ્રિયો પર અંકુશ આવે છે, તપ કરવામાં છતી સામગ્રીએ ન ખાવું કે ઓછું ખાવું થાય છે અને ભવમાં કોઈનું ભૂંડું ઇચ્છવા પર પ્રતિબંધ મુકાય છે. આ બધું એને કેમ ફાવે ? આવા જીવો દાન, શીલ, તપ અને ભાવ કઈ આશાએ કરે ? કોઈ કહેશે કે નામના માટે-પણ નામના માટે દાન, શીલ, તપ, ભાવ વાસ્તવિક સ્વરૂપે થતાં નથી. સાચું દાન તે દઈ ગયા કે જે લક્ષ્મીને અસાર માનતા. લક્ષ્મીની તેમને કિંમત ન હતી. કેમ ? સંસાર જેવો છે તેવો તેઓ જોઈ શક્યા માટે. એ જીવો તત્ત્વશ્રદ્ધાળુ હતા. એવા જીવો સંસારસાગરમાં રમે નહિ.
સભા: ‘અર્થ-કામ હેય છતાં એ પુરુષાર્થ કેમ ?”
-કારણ કે એ પણ મળે છે પ્રયત્નથી માટે. પુરુષોથી એ ઇચ્છાય છે એ દૃષ્ટિએ પણ એને પુરુષાર્થ કહ્યા છે પણ છે તો એ હેય જ. બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા :
હવે પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કેतदृष्टवा चिन्तयत्येवं प्रशान्तेनान्तरात्मना । भावगर्भ यथाभावं परं संवेगमाश्रितः ।।
અર્થ : સંસારના સ્વરૂપને જોઈને પરમ સંવેગને પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા પ્રશાંત એવા અંતરાત્મા દ્વારા ભાવનાને અનુરૂપ એવા ઉપયોગપૂર્વક સંસારના સ્વરૂપની કંથાર્થ વિચારણા કરે છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આત્મા ત્રણ પ્રકારના છે. બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, વચ્ચે મહાત્મા પણ આવે.
બહિરાત્મા પહેલા ગુણઠાણે હોય. ચોથેથી એ અંતરાત્મા કહેવાય, છછુંથી મહાત્મા અને તેરમે ગુણઠાણે પરમાત્મા બને. દુનિયાની વસ્તુને પોતાની માને તે બહિરાત્મા. શરીરને “હું” માને તે બહિરાત્મા. “હું” શરીરથી જુદો, એમ માને તે અંતરાત્મા. શરીરને જે પર માને, તે સંસારની બીજી ચીજને પોતાની માને ? સંસારનું સ્વરૂપ સમજી શકે, શરીરાદિથી આત્માને ભિન્ન માને તે અંતરાત્મા ચોથે, પાંચમે ગુણઠાણે એ હોય. છછું મહાત્મા બની આગળ વધતાં વધતાં તે પરમાત્મા થાય. પરમ આત્મા તે પરમાત્મા. છઠે પહોંચીને મહાત્મા બનેલા ટ્રેન કે મોટરમાં બેસે ? કંદમૂળ આદિ ખાય ? વાડીવજીફા રાખે ? વાડીનો પાક સાચવવા કાળજી રાખે તે મહાત્મા કહેવાય ? સાધુ વેષમાં રહીને સાધુએ ન કરવાનાં કામો કરે તે મહાત્મા કહેવાય કે અધમાત્મા ? '
જૈનો ગાડરીઆ પ્રવાહમાં તણાય ? વસ્તુના એ વિવેકી હોય કે આંખો મીંચીને જેને તેને માનનારા હોય ? જેને ખાવા-પીવાનો વિવેક ન હોય, એ મહાત્મા ? સર્વ દેવ-ગુરુ-ધર્મ સરખા મનાય ? અરે ! એ દૂર રહ્યું પણ જે દેવગુરુ-ધર્મ ન જ માને, તે કયો આત્મા કહેવાય ? આર્યદેશમાં ગુરુ ન મળવાનો હેતુ શું હોય ? પોતે પોતાનામાં ગુરુતા માની એટલે બીજા બધા લઘુ જ દેખાય. એ કહે છે કે-હું અપૂર્ણ ખરો, પણ મેં મારા જેવો પણ કોઈને જોયો નથી; એમ કહે એટલે શું? એટલે એમ કે હું સર્વથી અધિક આ તો એક જાતની વાજાળ છે. “હું અપૂર્ણ ન કહે તો કોઈ સાંભળે નહિ. અપૂર્ણ છતાં સર્વથી તો પોતાને અધિક જ ન માને છે. એવાને દેવ, ગુરુ, ધર્મ માટે પૂછો તો શું કહે ? એ કહે કે દેવ તો છે જ નહિ. પથ્થરને દેવ મનાય નહિ. ગુરુ આ કાળમાં કોઈ જોવા મળતા નથી. અને અંતરનો અવાજ એ જ સાચો ધર્મ આ એની માન્યતા. કહે કે-“શાસ્ત્ર માનું ખરો પણ મારા અંતરના અવાજને અનુસરે તો આવાનું શાસ્ત્ર થવું હોય તેણે એના અંતરના અવાજને અનુસરવું જોઈએ. શાસ્ત્ર પણ કહી દે કે મારે તારું શાસ્ત્ર બનવું નથી.”
આવાને આર્યદેશ તો મળ્યો પણ હૈયામાં અનાર્યતા આવી ગઈ. એ કહે છે કે ગમે તેવી ચીજ પણ અમુક સમયે ખાવામાં હરકત નથી. વસ્તુ અભક્ષ્ય હોય તો પણ સમય આવે ખાવામાં પાપ ન ગણાય.” આમ બોલે એ ચાલે ? માનો કે કદી ખાવી પડી - ખાધી નહિ પણ ખાવી પડી-તોયે પાપ એ પાપ નહિ ? આવી વાતો અંતરાત્મા કે મહાત્માથી કરાય ?
Page #346
--------------------------------------------------------------------------
________________
895
– ૨૨ ઃ ભૂત-ભવિષ્યના લક્ષ્યપૂર્વક વર્તમાન જીવો ! - 62 – ૩૨૫
કલિકાલસર્વજ્ઞ શ્રી આ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
स्याच्छशवै मातृमुखस्तारूण्ये तरूणीमुखः ।
वृद्धभावे सुतमुखो, मुखो नान्तर्मुखः क्वचित् ।।१।। બાલ્યાવસ્થામાં માનું મોં જુએ, જુવાન થાય એટલે પત્ની સામે જુએ, ઘરડો થાય એટલે છોકરા તરફ જુએ પણ એ ગમાર માણસ પોતાના આત્મા તરફ કદી જોતો નથી. '
આ દશા હોય, ત્યાં શું થાય ? આ બધાં બહિરાત્માનાં લક્ષણ છે. સભા: “બહિરાત્મામાં જુદા જુદા ભેદ હોય ?
હોય, પણ તેની મહત્તા નથી. બધાય પથ્થરની ખાણ, કોઈ વાંકો તો કોઈ ગોળ તો કોઈ અણીદાર-પણ આખરે બધા પથ્થર. ભગવાનની મૂર્તિ કયા પથ્થરની થાય ? ટાંકણું મારતાં ભાંગી જાય એની ? ના. ટાંકણાનો ઘા ખમી શકે એવા પથ્થરની જ મૂર્તિ થાય. એ જ રીતે ધર્મના સિદ્ધાંતો પચાવી શકે તે અંતરાત્મા બની ધરી ધીરે પરમાત્મા બની શકે.
સભાઃ મહાત્મા’ શબ્દ પારિભાષિક છે ?'
-જૈનશાસનમાં એ વાત રૂઢ છે કે જે તત્ત્વદૃષ્ટિ ધરાવતો આત્મા પોતાની સમજનો પૂરો અમલ કરે તે મહાત્મા. દુનિયા જેમાં રવડે તેમાં જે ન રવડે તે મહાત્મા. બાકી તો કોઈને રોટલીનો ટુકડો ન મળે અને કોઈને ઘેબર મળે, કોઈને સૂવા કંથા પણ ન મળે અને કોઈને સદાયે પુષ્પની શા મળે, ગધેડો રાખમાં આળોટે અને શ્રીમંત પલંગમાં આળોટે, આ બધામાં ભેદ છે પણ એની કોઈ મહત્તા નથી. બધાંયે બહિરાત્મ દશાનાં લક્ષણ છે. વ્યાખ્યાન શા માટે ?
અંતરાત્મા તે કહેવાય કે જે દુનિયાના એકેએક પદાર્થથી પોતાને પર માને. એ ક્યારે બને ? ભૂત-ભવિષ્યનો વિચાર કરે તો ભૂતને ન માને. ભવિષ્ય ન વિચારે તે નાસ્તિક છે, પછી તમે હો કે હું હોઉં! હું પણ ભૂત-ભવિષ્યને ભૂલીને વર્તમાનમાં થતી વાહવાહ માટે વ્યાખ્યાન વાંચું, તો હું પણ નાસ્તિક. વ્યાખ્યાન તમારી પાસેથી વિદ્વત્તાનું સર્ટિફિકેટ મેળવવા માટે નથી. વાહવાહ માટે વ્યાખ્યાન વાંચનારને પાનાં હાથમાં જ રહી જાય. એ કદી પાનાં વાંચે તોયે નામના માટે બાકી તો મોઢાનાં ગપ્પાં જ મારવાં પડે. કારણ કે વ્યાખ્યાન પણ સામાને રાજી કરવા માટે જ વાંચવાનું છે ને ? એવા ઉપદેશકે કહ્યું કે- ભગવાને ત્યાગ કહ્યો તે અમારા માટે, તમે ત્યાંગ કરવા જશો તો માર્યા જશો. લક્ષ્મી પેદા કરવામાં મૂંઝાવું
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નહિ. વસુ વિનાનો નર પશુ છે. અમે સાધુ, માટે અમારે પૈસા ન હોય, પણ તમારે એના વિના કેમ ચાલે ? અમારે પણ નિભાવ તો તમારા પર છે ને ?” શાસ્ત્રો વાંચવાનું આ પરિણામ ? આવું એક બે કે ચાર આઠ દિવસ વાંચે એટલે ચાલ્યું. એ એના શ્રાવક અને એ એના ગુરુ, બેય પંચમ કાળના કલ્પતરુ અને સમયના જાણ ! માટે સમજો કે વ્યાખ્યાન વાહવાહ માટે નથી.. ઉપેક્ષાનું પરિણામ
કેટલાક કહે છે કે-“આવું કરવું કહેવાય ?' પણ જો કરવું કહેવાનું ન હોત તો વ્યાખ્યાનની જરૂર શી ? જે કરો છો તે જ કહેવાનું હોય તો પિષ્ટપેષણની જરૂર શી ? કરી રહ્યા છો, તે જ કહેવાનું કે નથી કરતા તે ? ઘરબાર, સ્ત્રી પરિવાર, પૈસાટકા માટે તો મહેનત ચાલુ જ છે. આજે તો વળી વિધવાઓને ઠેકાણે પાડવાની પણ વાત ચલાવે છે. પણ એક વિધવાએ ભરસભામાં કહ્યું કે“પંદર વર્ષથી વૈધવ્ય પાળું છું પણ મને વૈધવ્ય જણાયું નથી. વિષય કષાયનો ત્યાગ જાળવી શકું છું. કદી કોઈ વિધવા અપવાદે ખરાબ બની તે માટે વિધવા માત્રને શા માટે વગોવો છો ? તમારી દૃષ્ટિ જ રાગી બની ગઈ જણાય છે !”
આજની ભાવનાઓ અને વિચારો એવા ઉદ્દામ બન્યા છે જે ભૂત અને ભવિષ્યને ભુલાવે છે. એ ભુલાયું કે નાસ્તિકતા આવી. કેવળ વર્તમાનના દૃષ્ટા સાથે શ્રી જૈનશાસનને મેળ નથી ભૂત ભૂલે ભવિષ્ય અવગણે અને કેવળ વર્તમાનમાં રચ્યાપચ્યા રહે એ બહિરાત્મા છે.'
કેટલાંક વર્ષ પહેલાં એક સાધુએ રેલવિહાર કર્યો. ત્યારે અન્ય સાધુઓએ અવાજ ઉઠાવ્યો હતો. પણ બેદરકારી થઈ અને ઉપેક્ષા સેવાઈ. આજે વાત વધી. રેલ પછી હવે સ્ટીમર આવી. સેંકડો જૈનો સમક્ષ રેલવિહાર કરનાર મુનિએ ખુલ્લું કહ્યું કે-“પારકાના ભલા માટે રેલ વિહાર કરું છું.' એક ભાઈ સમજાવે છે કે બળદ, ઘોડા વગેરે જોડાય એ વાહનમાં પાપ, પણ રેલ કે મોટરમાં પાપ નથી, કારણ કે ત્યાં કોઈ જીવ મરતા નથી. આજે જે ત્યાં બોલાયું તે જતા દિવસે મુંબઈના ચોગાનમાં બોલાશે. એક બે પાંચ દશ ભેગા થયા એટલે પ્રવાહ ચાલશે. પછી વાહનમાં નહિ બેસનારા પુરાણપાઠી અને એમનો જ કક્કો ઘંટનારા કહેવાશે.
આવા કોઈ ફંદામાં તમે ન ફસાઓ માટે આટલી ચેતવણી આપું છું. દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે હજી પણ શું કરવું જોઈએ તે હવે પછી.
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ ૨+૩, શનિવાર, તા. ૧૫-૨-૧૯૩૦.
સમ્યગ્દષ્ટિની વિવેકદૃષ્ટિ :
♦ સંવેગ એટલે શું ?
♦ સુખમાં વૈરાગ્ય :
અશક્તિ કે આસક્તિ ?
♦ બીજાને ઠગનાર પોતાને ઠગી રહ્યો છે :
•
મળેલી વસ્તુનો સદુપયોગ કરી જાણો :
•
જે પોતાની ચિંતા ન કરે, તેની ચિંતા સૌ -કરે :
• હું તો... એવાને શેઠિયા નહિ પણ વેઠિયા 'કહું :
63
સમ્યગ્દષ્ટિની વિવેકદૃષ્ટિ:
અનંત ઉપકારી સૂત્રકાર ભગવંત શ્રી દેવવાચકજી ગણિજી શ્રી સંઘની સ્તુતિ કરે છે. નગરાદિ રૂપકથી શ્રી સંઘની સરખામણી કર્યા પછી હવે શ્રી મેરૂપર્વતની ઉપમાથી સ્તવના કરી રહ્યા છે. મેરૂની પીઠ જેમ વજ્રરત્નમય છે, દઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ છે, તેમ શ્રી સંઘ રૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠ પણ દઢ-રૂઢ-ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. એ પીઠની દૃઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ અને રૂઢતા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ.
એ પિરામની ધારાનું સ્વરૂપ સમજાવતાં પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-જેનો આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો હોય તે ‘સંસારમાં ૨મે નહિ.’ ત્યાં પ્રશ્ન થાય છે કે કેમ ૨મે નહિ ? એનું સમાધાન કરતાં એ મહાત્મા જણાવે છે કે જેમ આંખના રોગનો નાશ થવાથી વસ્તુ વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે જોઈ શકાય છે તેમ બુદ્ધિરૂપી ચક્ષુ ખૂલવાથી, મિથ્યાત્વરોગનો નાશ થવાથી, શાસ્ત્રવચનોને અનુસરવાથી એ આત્માને સંસાર જેવો છે તેવો દેખાય છે.
સંસાર જેવો છે તેવો જાણવા ભૂત અને ભવિષ્યકાળનો વિચાર કરવો જોઈએ, એ આપણે જોઈ ગયા. કેવળ વર્તમાનની જ જંજાળમાં પડેલા
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ આત્માઓ સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકતા નથી. ભૂતકાળ કેવો હતો અને ભવિષ્ય કેવો જોઈએ એ વિચારાય તો જ વર્તમાન સુંદર બને. સમ્યગ્દષ્ટિ આત્મા કદી વર્તમાનમાં મળેલી બાહ્ય સામગ્રીમાં મૂંઝાતો નથી. મિથ્યાત્વ રોગ દૂર થવાના કારણે સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યા પછી એ આત્મા પ્રશાંત બને છે. આવા પ્રશાંત બનેલા આત્માને અંતરાત્મા કહેવાય છે. અંતરાત્મદશાને પામેલો તે આત્મા સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણતો હોવાથી સુંદર વિચાર પર આરૂઢ થાય. એ કદી દુનિયાના પદાર્થો તરફ ઢળતો નથી. મારા આત્માનું શું થશે, એ જ એની નિરંતર વિચારણા હોય છે. બાંહ્ય પદાર્થોની પ્રાપ્તિમાં એ કદી પોતાનો ઉદય ન માને. સંસારસ્વરૂપને જાણનારો આત્મા અતિશય શાંત બને, એના કષાયો ઘટે, એની દુન્યવી પ્રવૃત્તિ રસ વગરની હોય, એની વિષયની ક્રિયા તદ્દન મંદ હોય, એના હૈયામાં પરમ સંવેગ હોય
આ વિષે પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે
तदृष्ट्वा चिन्तयत्येवं, प्रशान्तेनान्तरात्मना ।
भावगर्भ यथाभावं, परं संवेगमाश्रितः ।।१०।। અર્થ :- “સંસારના સ્વરૂપને જોઈને પરમ સંવેગને પામેલો એ આત્મા ક્રોધાદિ કષાયો શાંત થવાના કારણે નિરાકુળ થઈને સંસાર જેવો છે તેવું તેનું ભાવપૂર્વક ચિંતન કરે છે.”
* , અર્થાત્ એ આત્મામાં પરમ સંવેગ હોય, હૃદયમાં ઉત્તમ ભાવ હોય અને પદાર્થના વાસ્તવિક સ્વરૂપને એ આત્મા વિચારી શકે છે. જે આત્મા સંસારની સ્થિતિને વાસ્તવિક રીતે ન સમજે તેનામાં સંવેગ આવે ક્યાંથી ? સંવેગ વગર ઉત્તમ ભાવ આવે ક્યાંથી ? ઉત્તમ ભાવ વિના જગતના પદાર્થો મૂળ સ્વરૂપે એને દેખાય શી રીતે ? સંવેગ એટલે શું?
સંસારના સુખને દુ:ખ માનવું અને કેવળ મોક્ષની જ અભિલાષા રાખવી તે. દુનિયાના દુ:ખને દુઃખ તો આખી દુનિયા માને છે પણ આ તો સુખને દુ:ખ માનવાની વાત છે. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે
“સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક.” સંવેગવંત આત્મા દેવ અને માનવના સુખને પણ દુ:ખરૂપ માને અને એક માત્ર મોક્ષસુખની જ ઇચ્છા રાખે. રોગ, શોક વગેરે દુ:ખને તો મિથ્યાષ્ટિ પણ
Page #350
--------------------------------------------------------------------------
________________
899 – ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા ! - 63 - ૩૨૯ દુ:ખરૂપ માને છે. સમ્યગ્દષ્ટિ આત્માનો ભેદ અહીં જ પડે છે કે એ સંસારના સુખને પણ દુ:ખ માને છે.
સુખ માટેની જગતના જીવોની દૃષ્ટિમાં અને સમકિતીની દૃષ્ટિમાં બહુ ફરક હોય છે. જગતના જીવોની દૃષ્ટિએ તો ભૂખ્યાને અનાજ, તરસ્યાને પાણી, ઠંડીમાં ગરમ સાધનો અને ગરમીમાં ઠંડકનાં સાધનો મળે એમાં જ સુખ મળી ગયું એમ લાગે છે. જ્યારે સમ્યગ્દષ્ટિ તો ખાવું પડે એને જ ઉપાધિ માને છે. ભૂખ લાગે ત્યારે ખાય બંને, પણ સ્થિતિ બંનેયની જુદી-પેલો ખાવાનું મળે એમાં આનંદ માને જ્યારે સમ્યગ્દષ્ટિ ખાવું પડે એને ઉપાધિ માને અને ખાવાનું ક્યારે છૂટે એની ચિંતામાં હોય.
દુઃખને દુખ માનવું એમાં નવીનતા શી છે ? નારકી પણ દુ:ખને દુ:ખ માને છે. દેવો પણ શોકાદિ પ્રસંગોને દુ:ખ માને છે. તિર્યંચને પણ હાથ ફેરવો તો રાજી થાય અને પરોણાના ગોદા મારો તો દુઃખી થાય. મનુષ્યમાં પણ એમ જ. પણ સમ્યગ્દષ્ટિ તો સુખને પણ દુ:ખ માને એ વિશિષ્ટતા છે. સુધાવેદનીયને દૂર કરવાનું સાધન ભોજન એમ સમ્યગ્દષ્ટિ માને, પણ ભોજનથી ભૂખ શમે જ એમ ન માને-ઔષધ એ ઉપાય ખરો પણ આયુષ્ય હોય તેના માટે. આયુષ્ય તૂટે એને ઔષધ કાંઈ કામ ન લાગે. ભોજન એ ભૂખનું ઔષધ ખરું પણ સાથે શાતાવેદનીયનો ઉદય હોય તો ! નહિ તો ખાધા પછી નવી ઉપાધિ જાગે. નારકીને ગમે તેટલું ખવાઈ જાય છતાં તેની ભૂખ શમતી જ નથી પણ વધે છે. દેવતાને વખતોવખત ભૂખ લાગતી જ નથી. કદી લાગે તો ઇચ્છા માત્રથી શમે છે. માટે એ સુખી છે. આ બધું વિચારતાં ભોજનથી ભૂખ મટે જ છે એવું ક્યાં રહ્યું ? સિદ્ધ ભગવાનના આત્માને ભૂખ લાગતી જ નથી. ટૂંકમાં ભોજન એ ભૂખના દુ:ખના નાશનો ઉપાય છે એવું એકાંતે નથી-તમને થોડું ખાવાથી ભૂખ મટે છે એ પુણ્યવાન છો માટે. જેને ભસ્મક રોગ થયો હોય તેને ગમે તેટલું ખાવા આપો તોયે ભૂખ્યો જ રહે છે. સમ્યગ્દષ્ટિ આત્મા સુધાવેદનીયના શમનાર્થે જરૂર પડે તો ભોજન સ્વીકારે ભલે, પણ એને આંશિક ઉપચાર માને. પણ ભૂખના રોગને મૂળથી નાશ કરનાર ન માને-ગૂમડા પર પટ્ટી મારો તો. ઉપર ઉપરથી રૂઝાય પણ અંદરનો વિકાર ન જાય. રોજ ખાય ને રોજ ભૂખ લાગે એ વાસ્તવિક ઔષધ કહેવાય ? વાસ્તવિક ઔષધ તો તે કહેવાય કે જે લીધા પછી રોગ જાય અને ગયા પછી ફરી ક્યારેય આવે જ નહિ, આ તો અગિયાર વાગે ખાય ને પાંચ વાગે ફરી ભૂખ્યો થાય. પાંચ વાગે ખાય ને પાછો રાત્રે દશ વાગે ભૂખ્યો; આ કઈ જાતનું ઔષધ ?
Page #351
--------------------------------------------------------------------------
________________
900
૩૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમ્યગ્દષ્ટિ આત્મા સંસારના સુખને પણ દુ:ખ માને છે તેથી જગતના જીવો કરતાં એની દૃષ્ટિ જુદી જ હોય અને એના કારણે એની અભિલાષા પણ જુદી જ હોય. માટે જ કહ્યું કે જેને તત્ત્વશ્રદ્ધા થઈ તે સંસાર-સાગ૨માં ૨મે નહિ, કારણ કે એ આત્માઓ સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે છે અને તેથી તેમના હૈયામાં સંવેગભાવ પેદા થાય છે.
સુખમાં વૈરાગ્ય :
દુઃખને દુ:ખ તો આખું જગત માને છે. દુઃખ દૂર કરવા તો સૌ મરી રહ્યા છે. એ દુઃખને દૂર કરવા એવા એવા ઉપાયો યોજાય છે કે ઊલટું દુઃખ વધતું જાય છે; પણ એ દુ:ખનું નિદાન કોઈ વિચારતું નથી.
દર્દીને વાયુનો કોપ છે કે પિત્તનો પ્રકોપ છે એ જાણ્યા વિના. દવા આપનાર વૈદ્ય તો દર્દીને રિબાવે છે. એવી દશા આજે આપણી છે. તમારી માન્યતા આજે શી છે ? ભૂખ લાગે કે ખાવું, દરિદ્રતા ટાળવા પૈસા મેળવવા, પૈસા મેળવવા માટે અનીતિ, જૂઠ, પ્રપંચ આદિનો પણ આશરો લેવો; આમ જ છે ને ? એ રીતે પૈસા કદાચ મળી જાય પણ કરેલી અનીતિનું પરિણામ વિચાર્યું ? સંસારની પરંપરા આમ જ વધે છે. ગાંડાઓનું ટોળું મોટું હોય છે. શ્રી જિનેશ્વરદેવના શાસનની તમામ વાતો નિદાન ૫૨ છે. સંસારના દુ:ખના નાશ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ચીજ શ્રી જિનેશ્વરદેવે જોઈ છે અને ફરમાવી છે. એ સમજાય તો સંવેગ આવે, રાજા, મહારાજા, શ્રીમંત કે દરિદ્રી ગમે તે હોય પણ હૈયામાં સંવેગ પ્રગટે એટલે એ બાહ્ય વસ્તુમાં સુખ ન માને.
સભા વૈરાગ્ય, સુખથી ઘણાને થાય કે દુઃખથી ?' -દુઃખથી ઘણાને થાય, સુખથી બહુ થોડાને થાય છે. સભા દૃષ્ટાંત તો સુખીનાં ઘણાં આવે છે.’
-દૃષ્ટાંત એમનાં જ લેવાય. ઉપદેશક કહી શકે કે આવાઓએ પણ તજ્યું તો તમે કેમ રહ્યા છો ? એક સુખી જીવ સંસારમાંથી નીકળે એની પાછળ બીજા હજારો નીકળે. એમાં ઘણા દુ:ખી અને સામાન્ય પણ હોય; પરંતુ એ બધાનાં
નામ ન લખાય.
જ્યાં રાજા વૈરાગ્ય પામે ત્યાં શંક કેમ ન પામે ? પરમ સુખી આત્માઓ જો સંસારમાં દુઃખ જોઈ શકે તો દુ:ખે રિબાતા કેમ ન જોઈ શકે ? દુઃખમાં દુઃખ માનવું સહેલું છે. સુખમાં દુ:ખ માનનાર બહુ થોડા. સમ્યક્ત્વ આવ્યા પછી
Page #352
--------------------------------------------------------------------------
________________
છા
– ૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63 - ૩૩૧ સંસારનું સુખ પણ દુઃખરૂપ ભાસે છે. સંસારના સુખને દુ:ખ મનાય એ વર્તમાનને લઈને કે ભવિષ્યના વિચારે ? જો મહાપુરુષોનાં દૃષ્ટાંતો લઈએ તો એમનો વર્તમાન તો અનુકૂળ જ હતો. વાસુદેવ-પ્રતિવાસુદેવ મરીને નરકે ગયા પણ જિંદગી સુધી અનુકૂળતા એમની ઇચ્છા મુજબની હતી, પાંચ ઇંદ્રિયોના વિષયો એમની પાસે નાચતા હતા. એમને એ લેવા જવા ન પડે. એમને તુષ્ટમાન કરવા દેવતા આવે એમનો વર્તમાન કેવો ? છ ખંડના માલિક ચક્રવર્તીનો વર્તમાન એથી પણ વધે છતાં એમનેય છોડવાનું મન થાય એ ભવિષ્યને લઈને; નહિ કે વર્તમાનના વિચારે.
આ આત્માઓ ‘મરીને ક્યાં જઈશું” આ વિચારના યોગે સંવેગ પામે છે. માત્ર વર્તમાન જોનારને સંવેગ ન આવે. અશક્તિ કે આસક્તિ? * .
'અલમસ્ત શરીવાળાને એક વખત ખાવાનું છોડવું પડે તોયે ગભરામણ થાય. અને સુકલકડી શરીરવાળો અટ્ટમ પર અટ્ટમ કર્યે જાય, એનું કારણ અલમસ્ત શરીરવાળામાં અશક્તિ નથી પણ આસક્તિ છે. તેનું આચરણ આસક્તિ ઉપર છે. અશક્તિ ઉપર હોત તો હજુયે કલ્યાણ થાત. પ્રભુએ શ્રાવક માટે ફરમાવેલાં અનુષ્ઠાનો થઈ શકે તેમ નથી એવું કયો શ્રાવક કહે ? પંદર દિવસે એક ઉપવાસ ન થાય ? રોગ આદિના કારણે ન થાય, પણ એવા થોડા. * આજે ધર્મપ્રવૃત્તિના અભાવમાં આસક્તિ એ મુખ્ય કારણ છે. અહીં આસક્તિને બદલે “અંશક્તિ' શબ્દનો પ્રયોગ કરી બચાવ કરો તે ન ચાલે, અશક્તિવાળા ધર્મના રસિયાની વાતચીત અને રીતભાત જુદી હોય. મારી દૃષ્ટિએ તો આજનો મોટો ભાગ આસક્તિવાળાઓનો જણાય છે. ખીસાખર્ચી માટે રૂપિયો સહેજે ખર્ચી નાખનારા આજે ઘણા છે, નોકરિયાતો પણ ચા પાનના સાંજ પડ્યે ચાર-આઠ આના ખર્ચી નાખે છે પણ અહીં ધર્મના કામમાં જરૂર પડે તો “ના” કહી દે એ અશક્તિ કે આસક્તિ ? શક્તિનો ઉપયોગ બધા કરે તો પરિસ્થિતિ ઘણી બદલાઈ જાય. આમાં કાળનું બહાનું ન કાઢો. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ તો ફરમાવે છે કે મારે તો આ પાંચમો આરો ચોથા આરા કરતાં પણ સારો છે કે જ્યાં ભગવાનનું શાસન મને મળ્યું છે-જેને ધર્મ નથી મળ્યો એવા જીવો માટે ભલે આ કાળ સારો ન હોય પણ ધર્મ પામેલા જીવન માટે તો આ કાળ ખરાબ નથી. શક્તિને જરા ગોપવવી નહિ એ ભાવના આવે અને શક્તિથી અર્ધ પણ દાન કરાય તો દાન ક્યાં ક્યાં કરવું એ માટે સ્થાનો શોધવા નીકળવું પડે. વર્તમાનમાં ધર્મનાં કાર્યો
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૨
-
02
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ અટક્યાં દેખાતાં હોય તો તે અશક્તિના કારણે નહીં પણ આસક્તિના કારણે અટક્યાં છે એવું મોટે ભાગે જણાયા વગર રહેતું નથી.
અપ્રમત્ત બનવું, મહામુનિ બનવું, ધર્મધ્યાન-શુક્લધ્યાન પામી કેવળજ્ઞાન મેળવવું એ ન બનવામાં અશક્તિ એ કારણ જરૂર છે. આ કાળમાં એ ન બને પણ નાની નાની ક્રિયાઓ ન બનવામાં તો અશક્તિ નહિ પણ આસક્તિ એ જ કારણભૂત છે-આટલો વિશ્વાસ ધર્મી માત્રના હૈયામાં થાય તો કામ થાય. આ નિશ્ચયથી આત્મા સંવેગ પામે, સંવેગ પામે એટલે આખો સંસાર તાદશ દેખાય, પછી દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ તો જીવનમાં ઓતપ્રોત થઈ જાય. એને દાનનો ઉપદેશ આપવો ન પડે, શીલ એને સમજાવવા મહેનત ન કરવી પડે અને કદી ઉપવાસ ન કરે તો પણ સામાન્ય પચ્ચખાણ તો એ કરે જ. ચોવીસે કલાક ભાવનાની પરિણતિ એની ચાલુ હોય. - હવે વિચારો કે શું ચારેય પ્રકારનો ધર્મ અશક્ય છે? પરિપૂર્ણ બ્રહ્મચારી ના બની શકે તોયે અનાચારી બનતો તો અટકે ને ? કદી લાખોનાં દાન ન દે તો પણ પોતાનાથી બનતું તો આપે ને ? ભલે લખપતિ લાખોના દાન દે, તેથી ઓછી મૂડીવાળા હજારો કે સેંકડોનાં દાન દે પણ પોતે એટલું નહીં તો પણ પોતાની શક્તિ મુજબ થોડું પણ દાન કરે ને ? કમાણીમાંથી રૂપિયે બે-પાંચ પૈસા પણ અલગ કાઢે તો ફંડ કરવા જવું ન પડે. પણ એ અલગ કાઢેલા બાજુ પર જ મૂકવા પડે. એના ઉપર પોતાની સત્તા નહિ. એનું વ્યાજ ન જ ખવાય. એનો તરત જ વ્યય કરવો ઘટે. આ પણ ન થાય એનું કારણ આસક્તિ છે. લાખની મિલકતવાળાને જો ચાર આસામી તૂટે તો આંખો મીંચીને બેસી રહેવું પડે. કસમયે પચાસના પગારદારને ચાલીસ કરે તો કબૂલી લેવું પડે. કરે શું ? ખિસ્સે કપાઈને ચાલ્યા જાય તો રોઈને રહે. તો પછી હોય તે વખતે પોતાના હાથે દાન કરવું શું ખોટું ?
ભર્તુહરીએ કહ્યું છે કે-“વસ્તુનો વિયોગ થવાનો નક્કી છે તો ત્યાગ કેમ ન કરવો ? લાખના ત્યાગથી ખૂબ દુ:ખ થાય છે. ખેદની વાત છે કે આટલું સ્પષ્ટ દેખાય છે છતાં લોકો ત્યાગી કેમ થતા નથી ?'
આજે ધર્મ નહિ કરનારા અશક્તિના કારણે નથી કરતા એમ હું નથી માનતો. હું તો માનું છું કે આસક્તિના કારણે જ ધર્મ ખતમ થઈ રહ્યો છે. જો તમે બચાવમાં અશક્તિ કહેશો તો મારે તમને મૃષાવાદી કહેવા પડે. અશક્તિ કેવી છે તે અમે જોઈ શકીએ છીએ. બજારમાં દોડાદોડ કરનારા, આઠ કલાક ખરે તડકે ઊભા રહેનારા, પ્રતિક્રમણ બેઠા બેઠા કરે અને બચાવ આગળ ધરે એ
Page #354
--------------------------------------------------------------------------
________________
90s – ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા! - 63 – – ૩૩૩ ચાલે ? અહીં જ બધો થાક જણાય ? ભાવ નથી, ઉત્સાહ નથી, એમ અહીં જ કહેવાનું ? મોજશોખ અને વ્યસનોના ખર્ચામાં હાથ છૂટો અને અહીં બંધાયેલો એ અશક્ત કે આસક્તિ ?
જો તમે અશક્તિના કારણે જ ન કરતા હોત તો તમારા પ્રત્યે લાગણી થાત. એમ થાત કે ભાવનાથી તો રંગાયેલા છે પણ બિચારા અશક્ત છે. ફલાણો ન કરે તો હું કેમ કરું ? એવું ધર્મ ન જુએ. એ ન કરે તો નુકસાન એને, પણ તું કર ને ? ચક્રવર્તી નરકે જાય તેથી એના આજ્ઞાંકિત રાજાઓ મુક્તિએ ન જાય ? માલિક ધર્મસાધના ન કરે માટે નોકર પણ ધર્મસાધના ન કરે ? જે ધર્મ કરે એનું કલ્યાણ થાય, ને કરે એનું ન થાય. પણ આજે તો બધા એકબીજા સામું જુએ અને ધર્મ કરવાનું ટાળે, તો કલ્યાણ ક્યાંથી થાય ? કાયાની શક્તિવાળા કહે કે પૈસાવાળા પૈસા નથી ખરચતા તો હું શું કરું ? મારી પાસે ક્યાં પૈસા છે ? ત્યારે એને કહેવાનું મન થાય કે ભલા ભાઈ તારી પાસે પૈસા નથી તો તને કોણ ખર્ચવાનું કહે છે ? પણ તારી કાયાની શક્તિનો તો ઉપયોગ કર ! એમાં શું કામ બીજા સામું જુએ છે ? “બીજા ન કરે તો હું કેમ કરું ?” આ ભાવના જ્યાં સુધી હૈયામાં હશે ત્યાં સુધી ધર્મ પરિણામ નહિ પામે.
અશક્તિની વાત કરવી ખોટી છે. પોતાનો પાપનો ઉદય છે એમ જાહેર કરો. અહીં કહેલી વાતને ટાળવા મોં બગાડે અને બહાર જઈ હસે ! એ કેવા કહેવાય ? ભાવનાનો લેશ ન હોય ને અશક્તિ છે એમ કહેવું એ કેમ નભે ?
શક્તિ ઓં પણ શક્તિના પ્રમાણમાં અમલ થાય તો કામ થાય. અમલ ક્યારે થાય ? બહિરાત્મા મટી અંતરાત્મા બનાય ત્યારે. બહિરાત્માથી અમલ નહિ થાય. આજે ધર્મ પણ મોટે ભાગે બાહ્ય દૃષ્ટિએ થાય છે. એવો ધર્મ કરે કે જે જોઈને હજારો ધર્મ પામે, એનો ઇનકાર નથી. પણ કોઈ જુએ નહિ ત્યારે ખાનગી ધર્મ કરવાનું મન જ ન થાય એ શું ? જે સમયે જે સ્થાને જે જે, જેટલું જેટલું, જેણે જેણે કરવું ઘટે તે સ્થાને તે તે, તેણે તેણે, તેટલું તેટલું કરવું જ જોઈએ. એને આહ્વાન કરી બોલાવવા જવા ન પડે.
તમે શ્રી જિનેશ્વરદેવના સેવક ખરા કે નહિ ? ધર્મના સેવક ખરા કે નહિ ? સેવક કોને કહેવાય ? સ્તવનમાં તો લલકારો છો કે
દાસનો દાસ છું તાહરો.” પણ દાસપણું આવ્યું છે ? દેખાય છે ? દાસ, સ્વામી સામે શી રીતે ઊભો રહે ? એનું મસ્તક નમેલું હોય, એનું શરીર વળેલું હોય. એની આંખો આજ્ઞાને અવલોકતી હોય. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ ત્રણ વાત કરી.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૪
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
- 204 કઈ ? “૧. જેને તત્ત્વશ્રદ્ધા થઈ તે આત્મા સંસારમાં રમે નહિ. ૨. કેમ ન રમે ? આંખનો રોગ જવાથી નીરોગી આંખવાળો થયેલો આદમી જેમ વસ્તુ છે તેવી જુએ તેમ મિથ્યાત્વરોગનો નાશ થવાથી સંસારનું સ્વરૂપ જેવું છે તેવું એ આત્મા જોઈ શકે છે. ૩. એથી અંતરાત્મા બનેલો તે આત્મા પ્રશાંત બને છે, સંવેગમય બને છે.
આગળ કહે છે કે-જેના હૈયામાં સંવેગ હોય એવો એ આત્મા સંસારનું સ્વરૂપ જેવું હોય તેવું ચિંતવે છે. અહીં આપણે સંવેગ માટે થોડું વિવરણ કરવાનું છે.
અહીં મોટો પ્રશ્ન છે કે-દુઃખને હજી દુઃખ નથી મનાતું ત્યાં સુખને તો દુ:ખ માનવાની વાત જ શી ? સુખ જોઈએ એ લૌકિક ભાવના છે. આ શાસનની ભાવના જુદી છે. જૈનશાસનને પામેલો આત્મા સંસારસુખનો રસિયો ન હોય. સુખનો રસિયો એ જરૂર હોય પણ તે સુખ બીજું, ખાવાપીવા આદિનું નહિ. એને તો એ દુ:ખ માને છે. અલંકારોને એ ભાર માને છે. ભોગોને એ રોગ માને છે. આ સ્થિતિ ન આવે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવના શાસનનું પાલન થાય ? હજી દુઃખને દુ:ખ નથી મનાતું ત્યાં સુખને દુ:ખ કેમ મનાય ? એ મોટો પ્રશ્ન છે. આજે દશા બહુ જુદી છે હજી તો વ્યસનો પણ છૂટતાં નથી. નાની નાની ક્રિયાઓમાં “બનતું નથી, બનતું નથી એવા પોકારો ચાલુ છે. પણ એ પોકારોથી તો તમે તમારી જાતને ઠગો છો. મારી ભલામણ છે કે “જાતને ન ઠગો.” બનાવવાની મહેનત વિના “નથી બનતું' કેમ કહેવાય ? વગર મહેનતે એમ કહેવું એ તો આત્મઘાત કરવા જેવું છે. એવો આત્મઘાત ન કરો. બીજાને ઠગનાર પોતાને ઠગી રહ્યો છે:
એક માણસ બીજાને મારી આવીને કહે કે “મારી આવ્યો”. શાસ્ત્ર કહે છે કે તું જ મરી આવ્યો !” પેલો કહે કે “બે ધોલ મારી આવ્યો'. જ્ઞાની કહે છે કે-“તું જ ટિપાયો !” દુનિયાના ઠગને જ્ઞાની ઠગાતા માને છે. પેલા કહે છે કે-“જગતને ઠગીએ છીએ.” જ્ઞાની કહે છે કે-સ્વયં ઠગાય છે. અધર્મ કરનાર-પાપ કરનાર પોતાના આત્માને જ વંચે છે-ઠગે છે. દેવ તથા ગુરુને ઠગનારા, ઠગવામાં
'स पश्यत्यस्य यद्रूपं, भावतो बुद्धिचक्षुषा । सम्यक्शास्त्रानुसारेण, रूपंनष्टाक्षिरोगवत् ।।९।। तदृष्टवा चिन्तयत्येवं, प्रशान्तेनान्तरात्मना । भावगर्भ यथाभावं, परं सम्यक्तत्वमाश्रितः ।।१०।।
- શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક-૯ મો.
Page #356
--------------------------------------------------------------------------
________________
905
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા !
૩૩૫
બહાદુરી માનનારા આજે ઘણા પડ્યા છે. એ કહે છે કે-‘સાધુ પાસે ગયો હતો પણ હું કાંઈ ફસાઉં ? એમણે તો ઘણુંયે ઉલટાવી ઉલટાવીને કહ્યું પણ આપણે કાંઈ અડવા જ ન દીધું. પછી લેવાની વાત ક્યાં ?’ ભલા ! તેં ન લીધું તો એમાં સાધુનું શું ગયું ! તું સારું ન પામી શક્યો એમાં સાધુને શું નુકસાન થયું ? એ પાછો બહાર જઈને કહે કે ‘સાધુને હસીને ઠગ્યા છે. સીધો ના પાડું તો માને નહિ. વાત છોડે નહિ અને એમને ખોટું લાગે. આ તો ના પાડવી નહિ, ખોટું લાગવા દેવું નહિ અને હસીને વાતને ટાળી દેવી. આ રીતે મહારાજને સમજાવીને ઠગી આવ્યો.' એને ખબર નથી કે સાધુ તારા કરતાં વધારે સમજે છે-એ જાણે કે ‘આ માનવાનો નથી તો સાવ હાથથી જાય એના કરતાં થોડો ભલે રહ્યો' માટે કાંઈ ન કહે. એટલે પેલો માને કે ‘સાધુ ઠગાયા.’ આ દશા છેઅરે ! માનો કે ભોળા સાધુ એની હોશિયારીથી ઠગાયા પણ એથી એને શો લાભ ? આજે તો મોટો ભાગ આવો છે.
- 63
ઘણા કહે છે કે-દેરાસર ઉપાશ્રયે જઈએ, સેવા-પૂજા-સામાયિક કરીએ, વ્યાખ્યાન-વાણી સાંભળીએ પછી બીજું કાંઈ કરીએ નહિ. મનમાં સમજીએ કે મહારાજ તો એમની જ વાત કરે. દાન દેવાનું કહે પણ પૈસા કેમ કમાવાય છે એની એમને શી ખબર ?
સભા એ આત્મા કઈ કોટિના કહેવાય ?'
-એ આત્મા બહુ હીન કોટિના ગણાય. દેવ-ગુરુને પણ ઠંગે, સર્વજ્ઞને પણ ઠગે એવા એ છે. ભગવાન પાસે પણ બોલે કાંઈ અને મનમાં હોય કાંઈ. પ્રભુ પાસે પણ એમનું પાખંડ ચલાવે પણ સર્વજ્ઞ એ બધું ન જાણે ? ગ્રાહકના મનની વાત વેપા૨ી જાણી જાય એ તમે નથી જાણતા ? વેપા૨ી મનમાં કહે કે-બચ્ચા ગમે તેટલી વાતો કર પણ ફસાય એ બીજા. મૂછમાં હસીને વાતો ભલે કરે, એ માણસ જરા કામનો લાગે તો એને કાંઈ કહે નહિ, પણ મનમાં ન સમજે ? વેપારીની પેઢી તો એક ગામમાં હોય જ્યારે સાધુની પેઢી ગામેગામ હોય. શાસ્ત્ર નહિ ભણેલો વેપારી ગ્રાહકને પગ ઉપરથી ઓળખી લે તો શાસ્ત્ર ભણેલા અને બાર મહિને પચીસ-પચાસ અને એથી પણ વધારે ગામનું પાણી પીનારા સાધુ આવાને ન પારખી શકે એવા મૂર્ખ માનો છો ? હું કહું છું કે આટલુંયે ન સમજી શકે અને ઠગાય એ ધર્મ સમજાવવાને લાયક નથી. હા ! એ બને કે સાધુ કદી વાત ગળી જાય, મોઢે ન કહે એ બને પણ સમજે નહિ ? ગ્રાહકને ઓળખી શકનારા તમે સાધુને ઠગી આવ્યાની હોશિયારી કરો છો. પણ સાધુ યોગ્યને કહે અને અયોગ્યને ન પણ કહે માટે સાધુ ઠગાયા એવું માનવાની મૂર્ખાઈ ન કરો.
Page #357
--------------------------------------------------------------------------
________________
906
૩૩૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
યોગ્યને બધું કહેવાય. જેને વધુ કહેવાય એ તો વધારે ખુશ થાય. જૈનશાસનની રીતિ એવી છે કે જેને વધુ કહેવાય એ તો પોતાને લાયક માને.
ડાહ્યો દીકરો તો બાપાજી કામ બતાવે તેથી ખુશ થાય પણ ‘આટલા નોકર છતાં મને કામ કેમ બતાવે છે ?’ એમ ન કહે. એ જાણે કે મારા વિના થાય એવું નહિ હોય માટે જ બાપાજી મને બતાવે છે. નોકરને કહેવાનું એ ન કહે-એ રીતે આચાર્ય તથા ગુરુ જેને વધુ આજ્ઞા કરે તે શિષ્ય વધુ ખુશ થાય-એને ચોવીસે કલાક એ જ ભાવના હોય કે ક્યારે ગુરુ આજ્ઞા કરે એ આજ્ઞા કરતાં ગુરુને કે આચાર્યને વિચાર કરવો પડે તો લાયકાતમાં ખામી મનાતી.
ભગવાન મહાવીરદેવ વાતવાતમાં ગૌતમ મહારાજાને આજ્ઞા કરતા હતાશાથી ? યોગ્યતા હતી માટે. આજે તો શું કહે ? ‘બસ ! મને જ જોયો છે ? મને જ વારંવાર કહેવાનું ?' શાસ્ત્ર કહે છે કે આવું બોલનારનું ભાગ્ય ફૂટ્યું સમજવું-આટલા બધામાં પોતાને કહેવાય એ તો પોતાને ભાગ્યશાળી માને. અયોગ્યને કે અપાત્રને કહેવાય ? આમ કહીએ તો કહેશે કે-‘મહારાજ ઠગવા માગે છે.’ પૂર્વે પણ અગત્યનાં કામ તો અમુકને જ કહેવાતાં હતાં.
આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા, કુમારપાળ રાજાની બધી ચિંતા કરતા, છતાં કુમારપાળ તો એમ જ કહેતા કે એમને તો અનેક પણ મારે તો એ એક જ-વાતવાતમાં ‘અમને જ કેમ !’ એ ભાવના હોય ત્યાં સુધી ધર્મ પરિણમ્યો નથી.
મળેલ વસ્તુનો ઉપયોગ કરી જાણો !
તમે સંવેગના માલિક ખરા ને ? મળેલી સામગ્રીને ગુમાવો નહિ. આળપંપાળમાં પડ્યા તો આંખ મીંચાઈ જશે અને પરિણામે રોવું પડશે. મળેલી વસ્તુઓ પારકી છે એ નથી જાણતા ? પુણ્યયોગે પારકી વસ્તુના માલિક થયા છો તો તેનો સદુપયોગ કરી લો-પારકી પાસે આવીને બેઠી તો કામ કરાવી લો-રીસાણા પછી કાંઈ કામમાં નહિ આવે. પુણ્યે પોતાની થઈ છે તો ડાહ્યા થઈને કામ કઢાવી લો. પોતાના રીસાણાં મનાવાશે, પારકાં નહિ મનાવાય. શરીરની ગમે તેટલી સેવા કરો પણ રીસાણું એટલે ખલાસ ! જવાબ જ નહિ આપે. હાલશે નહિ અને ઊઠવા પણ દેશે નહિ. કૌવત છે ત્યાં સુધી સાધી લો. લક્ષ્મી, સ્ત્રી અને જમીન એ ત્રણે પારકી વસ્તુઓ છે. ત્રણે રિસાયા પછી માથું કૂટો તોયે કાંઈ ન વળે. પુણ્યયોગે એની માલિકી મળી તો માલિક ન બની શક્યા એવા કંઈક શ્રીમાન કંગાલ બની ગયા, જમીનદારો ભીખ માગતા થઈ ગયા. પુણ્ય હોય ત્યાં સુધી લક્ષ્મી વધે, સ્ત્રી અનુકૂળ મળે, જમીન ફળે અને વધે; પુણ્ય પરવાર્યું કે બધું ખલાસ.
Page #358
--------------------------------------------------------------------------
________________
07
૩૩૭
- ૨૩ : વિવેકદષ્ટિની અનિવાર્યતા ! - 63 - પારકી આશાએ જીવનારા મરવાને જન્મેલા છે. લક્ષ્મીના આધારે જિવાય ?
માલિક તો કહે કે “હું તને તિજોરીમાં તો ન જ બેસી રહેવા દઉં. જુદો જ ઉપયોગ કરું લક્ષ્મી તમારી કે તમે લક્ષ્મીના ? આ તો થેલી ઉઘાડે ને બંધ કરે, જોયા કરે ને હાથ ફેરવ્યા કરે અને આનંદ પામે. પણ એવા તો ઘણા રવાના થઈ ગયા-શ્રીમાન સો ગાઉ દૂર ગયા ને ફના થવાના તાર સમાચાર આવ્યા. ચાવીનો ઝૂમખો કેડે રહેવામાં આનંદ હતો તે ચાલ્યો ગયો. આવા દાખલા જોયાસાંભળ્યા છે કે નહિ ? એવી રીતે જીવો કે લક્ષ્મી જાય તોયે જગત પૂજે. લક્ષ્મીનાં જ આધારે જીવનારા તો લક્ષ્મીના ગુલામ છે.
તમે આ સાંભળી ગુસ્સો ન કરતા. મને દયા આવે છે કે આ બિચારા રખડી મરશે; માટે જ આટલું કહું છું. આવો. કોઈ લક્ષ્મીવાન મને આંજી ગયો નથી કે હું અંજાવા ઇચ્છતો નથી. જે લક્ષ્મીની ગુલામી કરે છે તે દેવ-ગુરુ-ધર્મની સેવા કરશે ? એનાથી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ થાય ?
પેથડશાહના પિતાએ મૃત્યુ સમયે પેથડશાહને બોલાવીને પૂછયું કેકરોડોની મિલકત છે તેમાંથી તું કહે તેટલી રાખું, બાકીની વાપરી નાખું.' પિતા પાસે સુવર્ણસિદ્ધિ પણ હતી. વિદ્યાથીએ સિદ્ધ થાય. પેથડશાહે એ સુવર્ણસિદ્ધિ પોતાના માટે રાખીને બાકીની બધી મિલકત વાપરી નાંખવા જણાવ્યું. પિતાજીને કહ્યું કે આ બધી મિલકત આપની કમાયેલી છે અને આપ વાપરોમારે એમાંથી એકપાઈ પણ ન જોઈએ.
સભા: “સુવર્ણસિદ્ધિ તો માગી ને ?'
-માગી, પણ એ તો વિદ્યા હતી. ફળે કે નહિ તે શંકા હતી છતાં એક પાઈ પણ ન રાખવા કહ્યું. “બધું વાપરો, માત્ર ચોપડા આપો, ઉઘરાણી વસૂલ કરી રોટલા ખાઈશું એવું કોઈ દીકરાએ એના બાપને કહ્યું ખરું ? ત્યાગની વાતને સમજવાનો પ્રયત્ન કરો, ઉડાડવાની કોશિશ ન કરો !
પિતાએ તમામ મિલકત સાતેય ક્ષેત્રમાં વાપરી નાખી. પાછળથી ભાગ્યયોગે સુવર્ણસિદ્ધિ પણ ન ફળી. પણ કોઈ દિવસ પેથડશાહને ગ્લાનિ ન આવી. સામાન્ય સ્થિતિમાં વર્ષો ગાળ્યાં પણ પ્રભુપૂજા, ધર્મક્રિયા, વ્યાખ્યાન શ્રવણાદિ ને છોડ્યાં. આવી મનોવૃત્તિ જ્યાં હોય ત્યાં લક્ષ્મીને આવ્યા વિના ચાલે ? પછી તે અઢળક લક્ષ્મી કમાયા અને ધર્મકાર્યોમાં પુષ્કળ સદ્વ્યય કર્યો.
જર, જમીન અને જોરુ પુણ્યયોગે મળ્યાં છે પણ એ તમારાં નથી. તમારી
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
08.
માલિકીમાં છે ત્યાં સુધી એની પાસે કામ લઈ લો. આજે ઘણા કહે છે કે “ઘરમાં પણ અમારું ચલણ નથી.” પણ શાથી નથી ? જર, જમીન અને જોરુ (સ્ત્રી) માટે ઝઘડા કર્યા કરે, એ ત્રણની પાછળ ચોવીસે કલાક ભૂતની જેમ ભમ્યા કરે અને એમાં જ રચ્યાપચ્યા રહે; આ રીતે તમે એની ગુલામી સ્વીકારો પછી એ તમારી પર સત્તા ન જમાવે ? તમે જ ગુલામીમાં જીવો તે સ્ત્રી કે લક્ષ્મી તમારા પર સત્તા કેમ ન જમાવે ? તમે લક્ષ્મીના માલિક નથી. માલિક કદી મૂંઝાય ખરા ? માલિક છે કે જેને એની પરવા જ ન હોય.
ધનાજી લક્ષ્મીને જરાયે ગણતા ન હતા, તો લક્ષ્મી એમની પાછળ પાછળ ભમતી હતી. લક્ષ્મી જુએ ત્યાંથી એ ભાગતા અને લક્ષ્મી એમની પાછળ દોડતી. એમનાં પગલાં પડે ત્યાંથી લક્ષ્મી નીકળે અને જ્યાંથી નીકળે ત્યાં જે મળે તેને એ આપી દેતા. એ આટલા ઉદાર હતા તેથી લક્ષ્મી એમની સેવિકા થઈને રહી. જેટલા ત્યાગી એટલી જ સાચી રીતે એ વસ્તુના માલિક.
શ્રી જિનેશ્વરદેવો જેવો દુનિયાની સાહ્યબીનો ભોગવટો કોઈએ કર્યો નથી. જીવનના અંત સુધી એવી સાહ્યબી વચ્ચે રહીને મુક્તિએ ગયા અને જેઓએ લક્ષ્મીની ગુલામી કરી તે એવા રવડ્યા કે પત્તો જ નથી.
સભાઃ “શાલિભદ્રને એવી સાહ્યબી નહિ ?' '
-શાલિભદ્રને સાહ્યબી તીર્થંકર પરમાત્માની સાહ્યબી પાસે કોઈ વિસાતમાં નહિ. અરે, પગની રજ સરખી પણ નહિ. ભગવાન, માતાના ગર્ભમાં આવે ત્યારથી દેવો તથા ઇંદ્રો દોડાદોડ કરે. જન્મે ત્યારે ચોસઠ ઇંદ્રો મેરુ પર્વત ઉપર હાજર થઈ જાય. એમની સાથે ક્રિીડા કરવા પણ દેવો.આવે. એમની કાયાની કાળજી ચોવીસે કલાક ઇંદ્રો કર્યા કરે. શાલિભદ્રજીને તો એક પિતા દેવ તરીકે તેમની સંભાળ લેતા, જ્યારે પરમાત્માની સેવામાં તો સંખ્યાતા અસંખ્યાતા ઇંદ્રો અને દેવો છે. જન્માભિષેક સમયે મેરુપર્વત ઉપર એ બધા દેવો અને ઇંદ્રો આવે. ત્યાં ક્ષીરસમુદ્ર વગેરેના જળથી સ્નાન કરાવે. અને તે પણ કેટલા જળથી ? શું આ સાહ્યબી બીજાને મળે ?
સભાઃ એ જળ કેવું ?
-ઘી, સાકરથી મિશ્રિત કઢેલા દૂધ જેવું-તમે ત્યાં ગયા હો તો પીવા જ માંડો. ભગવાનના હાથના અંગૂઠામાં ઇંદ્ર, અમૃતનો સંચાર કરે. સ્તનપાનની એમને જરૂર નહિ-સુધા લાગે ત્યારે દૂધ માટે એમને રડવું ન પડે. અંગૂઠે અમૃત છતાં એ પરમાત્માનો વિરાગ કેવો ? ઇંદ્રો આવે છતાં સામું ન જુએ-એ આવે ને જાય પણ તેમને કાંઈ અસર ન હોય. તમારી પાસે કોઈ સામાન્ય દેવ
Page #360
--------------------------------------------------------------------------
________________
૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63
૩૩૯
પણ આવે તો ? અને જો વરદાન માગવાનું કહે તો ? શું માગો ? અરે, માગવાના વિચારમાં જ સન્નિપાત થઈ જાય. દેવો તમારી પાસે નથી આવતા એ જ સારું છે. કારણ, જ્યાં જર, જમીન ને જોરુની ગુલામી છે, ત્યાં જો દેવો વરદાન માગવાનું કહે તો મોકાણ જ મંડાઈ જાય. એ ત્રણના રસિયા પાસે દેવો ન આવે, જ્યારે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણના રસિયાને દેવો શોધતા ફરે.
909
દેવ-ગુરુ-ધર્મના રસિયા પાસે દેવો પ્રગટ થઈને વરદાન માગવાનું કહે તોયે એ ન માગે. એ તો કહે કે શ્રી જિનેશ્વરદેવની ભક્તિ મળી એટલે મને બધું જ મળી ગયું છે. કદી દેવ બહુ માગવાનું કહે તો પેલો પોતાની ભક્તિનું જે ફળ મળવાનું હોય તે માગે ત્યારે દેવને કહેવું પડે કે એ ભક્તિનું ફળ આપવાનું સામર્થ્ય હોત તો તારી સેવા શા માટે કરત ? હું જ એ ફળ મેળવીને બેસી ન જાત ? પેલો કહે કે તો મારી બીજા કોઈ ફળનો ખપ નથી.
માટે કહ્યું કે-‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારમાં ૨મે નહિ’-એ ધન વગેરેનો ગુલામ ન હોય પણ માલિક હોય.
સભા : આવી વાણી સાંભળવાથી સાચી વાત ન સમજાય ?
-મોહાંધ જીવોને ન સમજાય. રાજ્ય ખોટું; રિદ્ધિ ખોટી એમ ભગવાન પોતે કહે તોયે કહેનારા હતા કે-એ તો ભગવાન છે માટે કહે પણ આપણે એવું બધું કાંઈ થોડું માની લેવાય ? પછી રાજ્ય ગયું ત્યારે ભલે રોયા, પણ પહેલાં તો ન
જ સમજ્યા.
જે પોતાની ચિંતા ન કરે તેની ચિંતા સૌ કરે
આંત્મા બધા સરખા નથી. કેટલાકને મુક્તિની ચિંતા છે, તો કેટલાકને સંસાર ચાલુ રાખવાની ચિંતા છે. કેટલાકને વળી એવી ચિંતા છે કે-બધા સાધુ થઈ જાય તો સંસારમાં રહેશે કોણ ? આપણે તો અહીં આવનારની ચિંતા ક૨વાની વાત છે. એમને મારે સમજાવવું છે કે સંસારના સુખને દુઃખ માનવું એ સંવેગની વાત છે. એ માટે હૃદયનો પલટો થવો જોઈએ. એકલું માથું હલાવ્યુ કામ નહિ થાય. હૈયામાં એ વાત ઘોળાવી જોઈએ. એ ઘોળાય તો અમલમાં મુકાય-અમલ થાય તો પછી પૂર્વના ભારે પાપોદય વિના લક્ષ્મીહીન નહિ થવાય-પછી તો લક્ષ્મી તમારી દાસી બનશે-અપૂર્વ સુખનો અનુભવ થશે. પછી તો તમારા સુખની ચિંતા તમારે નહિ કરવી પડે, એ ચિંતા જગત ક૨શે. તમારા સુખ-દુઃખને વિચારનારા બીજાઓ તમારી પાછળ ફરશે-ત્યાગીની ચિંતા બીજાને થાય. તમારા પુણ્યની માત્રા જેમ વધે તેમ તમારી ચિંતા બીજાને વધે.
Page #361
--------------------------------------------------------------------------
________________
-
૩૪૦. સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ -
10 પાપાત્માઓને છોડીને આખી દુનિયા આત્માની ચિંતા કરે. અત્યારે તો ઘરના ચિંતા કરે, પછી તો ગામના, નગરના અને છેલ્લે સારી દુનિયાના લોકો એની ચિંતા કરે. આજે તો તમારો કીકો, કીકી, ઘરની સ્ત્રી વગેરે ચાર-આઠ જણા જ તમને માનનારા છે. અરે, એમાં પણ ખરેખર માને કોણ અને ન માને કોણ એ તો તમારે છ-બાર મહિના એવું ચાલે ત્યારે ડાહ્યા થઈને બોલે કે “બાપાજી હવે હેરાન બહુ થાય છે. હવે તો છૂટે તો સારું !' આનો અર્થ સમજ્યા ને? બોલે છે, બાપાજી બહુ હેરાન થાય છે અને મનમાં એ કે “અમે બહુ હેરાન થઈએ છીએ.” બોલે છે, બાપાજી આ દુ:ખથી છૂટે તો સારું અને મનમાં છે કે “અમે આ દુઃખથી છૂટીએ તો સારું.’ આ રીતે મરવા કરતાં સારી રીતે મરવું શું ખોટું ? સ્નેહીઓ જ આપણે છૂટીએ એમ ઇચ્છે એના કરતાં એ રીતે જીવો કે મરતી વખતે હજારો આત્મા સમાધિ આપે. એવી રીતે જીવો અને એવી રીતે કરો કે દુનિયા તમારા જીવન-મરણને યાદ કરે. હં તો એવાને શેઠિયા નહિ પણ વેજ્યિા જ કહું ઃ
આજે તો તમે બે મહત્ત્વનાં સ્થાન નક્કી કર્યા છે. એક બંગલો અને બીજું બજાર. મંદિર અને ઉપાશ્રય તો ફુરસદ મળે ત્યારે. બાકી મનમાં તો ચોવીશે કલાક હવેલી અને પેઢી–અહીંથી મોટરમાં ઊપડે એટલે ત્યાં અને ત્યાંથી ઊપડે કે સીધો અહીં-જાણે ફેરી કરનારો ફેરિયો ! દુકાને નોકર એની રાહ જુએ, ઘરે પત્ની રાહ જુએ. મંદિરે કદી આવે તો કપાળમાં ચાંલ્લો કરી ભગવાનને હાથ જોડી રવાના થાય. કદી પૂજા કરતાં ભગવાન પાસે વીતરાગતાનો અંશ માગ્યો ? આ ઘર તથા પેઢીના આંટાથી કંટાળ્યાની ભગવાન પાસે કદી કબૂલાત કરી ? અરે, મોટર પણ દોડાવે એવી કે છાતીમાં પવન ભરાઈ જાય, કેમકે ટાઇમ ઇઝ મની.” હવે આવાઓ આજે કહે છે કે-“અમને શેઠિયા કહો !” હું તો એવાને વેઠિયા કહું. અમે શેઠ કહીએ તો એને ત્રણ શેર લોહી ચડે અને કહે કેમહારાજ કાંઈક વહેવારુ બન્યા” નહિ તો કહેશે કે “મહારાજ વ્યવહાર પણ જાણતા નથી. પણ જૈનશાસ્ત્ર એવા વ્યવહારને માનતું નથી. ઠીક છે કે-રાજાને રાજન્ કહીએ અને સામાન્યને સામાન્ય સંબોધન કરીએ. કોઈને કરવું અને કોઈને મીઠું કહીને પણ દેવાનું તો એક જ. લક્ષ્મી વગરનાને કહેવાય કે ગભરા મા ! અને લક્ષ્મીવાળાને કહેવાય કે ભાગ્યશાળી ! એમાં મૂંઝાઓ મા ! આમ અલગ અલગ રીતે કહીએ પણ કહેવાનું તો એક જ ‘તમે મોટા કહેવાઓ છો પણ ખોટા ન થતા” એમ પણ કહીએ છતાં કહેવાની વાત તો એ જ ને ?
આચારાંગમાં કહ્યું છે કે
Page #362
--------------------------------------------------------------------------
________________
11
– ૨૩ : વિવેકદૃષ્ટિની અનિવાર્યતા ! - 63
-
૩૪૧
जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ ।
जहा तुच्छस्स कत्थइ तहा पुण्णस्स कत्थइ ।। અર્થ :- જે પુણ્યવાનને કહેવાય તે સામાન્ય જનને કહેવાય.
જે સામાન્ય જનને કહેવાય તે પુણ્યવાનને કહેવાય. અર્થાત્ રાજાને અને રંકને કહેવાનું તો એક જ. રંકને કમાવાનું કહે અને રાજાને ભોગવવાનું કહે તો ધર્મની વાતો કરશે કોણ ?
સભા: ‘તમે છો ને ?'
-પત્યું. પછી ? મારી વાત તમારા કાન સુધી પહોંચે છે ક્યાં ? એ પહોંચે તો કામ થાય. | સંવેગનો માલિક બનેલો આત્મા કયા વિચારો કરે અને સમ્યક્તની રૂઢતા માટે ગ્રંથકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી.
Page #363
--------------------------------------------------------------------------
________________
૨૪ : ધર્મ અને સંગ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ-૪, રવિવાર, તા. ૧૯-૨-૧૯૩૦. .
64
• સંસારના સ્વરૂપનું યથાર્થ દર્શન :
દરેક પ્રકારની ધર્મક્રિયાઓ ધ્યાન પામવા માટે : • માન્યતા જો... હૈયાની હોય તો...? • ધર્મના કોઈપણ અંગનું અપમાન એ સમગ્ર ધર્મશાસનનું અપમાન છે : • ધર્મ પ્રત્યે મારાપણું આવે તો ? • પેથડશાહની અનુપમ ઉદારતા : • ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે ? • અહિંસા અને રાજર્ષિ કુમારપાળ :
સંસારના સ્વરૂપનું યથાર્થ દર્શન :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી, શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠની દૃઢતાનું વર્ણન કરી. ગયા બાદ હવે રૂઢતાનું વર્ણન કરે છે. દૃઢતા આવ્યા પછી એમાં જેમ જેમ તન્મય બનાય તેમ રૂઢતા આવે. એ તન્મયતા ન કેળવાય તો દઢતા પણ નાશ પામે.
રૂઢતા માટે કયા વિચારો જરૂરી છે તે માટે સૂરિપુરંદર આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં જણાવે છે કે- તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલા આત્મા સંસારસાગરમાં રમે નહિ. આંખનો રોગ નાશ પામવાથી જેમ નીરોગી આંખવાળો માણસ વસ્તુને વાસ્તવિક સ્વરૂપમાં જોઈ શકે છે તેમ તત્ત્વશ્રદ્ધાળુ આત્મા સંસારને જેવો છે તેવા સ્વરૂપે જોઈ શકે છે; માટે તે સંસારમાં રમતો નથી-સંસારનું વાસ્તવિક સ્વરૂપ કોણ સમજી શકે ? જે ભવિષ્યનો વિચાર કરે છે. વર્તમાન દૃષ્ટિવાળા એ ન જોઈ શકે. વર્તમાન દૃષ્ટિવાળા તો ખાવું-પીવું, પૈસા મેળવવા, કામભોગની સામગ્રી મેળવવી એમાં જ સુખ માની લે. પણ ધર્મ માટે પ્રયત્ન કોણ કરે ? જે ભવિષ્યનો વિચાર કરે તે. ભગવાન શ્રી જિનેશ્વરદેવો ઇંદ્રો અને ચક્રવર્તીઓ સમક્ષ પણ સંસારને દુઃખમય જણાવે તે વર્તમાન દૃષ્ટિએ નહિ, પણ ભવિષ્યની દૃષ્ટિએ. મેરૂને દંડ બનાવે અને જંબૂઢીપને છત્ર બનાવે એવી શક્તિ ધરાવનારા ઇંદ્રાદિ વર્તમાન
Page #364
--------------------------------------------------------------------------
________________
913 – ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૩ દૃષ્ટિએ પોતાને દુઃખી કઈ રીતે સમજે ? ભવિષ્યના ખ્યાલથી જ એ સમજાવી શકાય.
સંસારના સ્વરૂપને યથાસ્થિત જોઈ શકનાર આત્મા પ્રશાન્ત બને છે. એટલે એની લાલસાઓ માત્ર શમે છે. એ બહિરાત્મા મટી અંતરાત્મા બને છે.
બહિરાત્માનું સ્વરૂપ વર્ણવતાં એક મહાત્માએ જણાવ્યું કે- આ જીવ જન્મ ત્યારે માતા સામે જુએ છે, જરા મોટો થાય ત્યારે રમકડા સામે જુએ છે, ઘરડો થાય ત્યારે પુત્ર સામું જુએ છે, પરંતુ એ મૂર્ખ, અંતર્મુખ થઈ આત્મા સામે ક્યારેય જોતો નથી.
સંસારને તથાસ્વરૂપે-જેવો છે તેવો-જુએ તો અંતરાત્મદશા આવે. જેટલા બાહ્યપદાર્થોમાં લેપાયા છે, તે બહિરાત્માઓ છે. એમને પ્રભુશાસનમાં સ્થાન નથી. જેની બાહ્યપદાર્થોમાંથી દૃષ્ટિ ખસે અને આત્મા ઉપર દૃષ્ટિ મંડાય તે અંતરાત્મા. અંતરાત્મા આત્મગુણમાં પોતાપણું સ્થાપે છે કેમકે એનામાં સંવેગ આવ્યો છે. સંવેગ આવે ત્યારે જેને ભીતરમાં ભાવ છે તે આ પ્રમાણે વિચારે. દરેક પ્રકારની ધર્મક્રિયાઓ ધ્યાન પામવા માટે છેઃ
સભાઃ “સમ્યક્ત્વધરને ક્રિયાનો અમલ નહિ ?
એવું કોણે કહ્યું ? ચોથે ગુણઠાણે પાંચમા છઠ્ઠાની ક્રિયા નથી કરી શકતો પણ ત્યાં ચોથાની ક્રિયા તો છે જ. સમ્યગ્દષ્ટિ તદ્દન નિષ્ક્રિય નથી. એની મન, વચન, કાયાની અપૂર્વ ક્રિયા છે. એ સમજાવવા તો પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ગુજરાતી ભાષામાં સક્ઝાયની રચના કરી છે. સમકિતના સડસઠ બોલની એ સાયમાં સડસઠ સ્થાન કહ્યાં ભગવાનને માને, આગમોને માને, એના માટે કશી કાર્યવાહી ન હોય એવું હોય ? પ્રભુપૂજા, જિનવાણીનું શ્રવણ, દેવગુરુની ભક્તિ, આ બધી ક્રિયા એનામાં ન હોય ? આ બધી પ્રવૃત્તિ એ ક્રિયા નથી ? દેશવિરતિ તથા સર્વવિરતિ સ્વીકારવાના વિચારો તેને આવતા જ હોય. શ્રવણ કર્યા બાદ તેની વિચારણા અને ભાવના એ કાંઈ નાનીસૂની ક્રિયા નથી-જો આ ક્રિયામાં રૂઢ થાય તો એ આત્મા, દ્રવ્યથી સર્વવિરતિપણું સ્વીકાર્યા વિના પણ કેવળજ્ઞાન પામી જાય. બાહ્ય પદાર્થોમાં મૂંઝાયા વિના આ ભાવનામાં રૂઢ થનાર આત્મા, અપ્રમત્તપણામાં આવી જાય તો ત્યાં જ કેવળજ્ઞાન પામી આયુષ્ય પૂર્ણ થાય તો તત્કાળ સિદ્ધિપદે પણ પહોંચી જાય, કારણ કે ચિંતન અને તેમાંથી પેદા થતું ધ્યાન એ અંતિમ ક્રિયા છે ને ?
આત્મા આ બધી ક્રિયાઓ કરે છે તે શા માટે ? સ્થિરતા મેળવવા અને
Page #365
--------------------------------------------------------------------------
________________
શ4.
૩૪૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ કેળવવા માટે જ ને ? પ્રતિક્રમણ કરવું, બધી ક્રિયા ઊભા ઊભા વિધિપૂર્વક કરવી, હાથ જોડવાની કાળજી રાખવી, સ્થાપનાચાર્યથી દૃષ્ટિ ન ખસવા દેવી, એ બધું શા માટે ? સ્થિરતા કેળવવા માટે-આ બધી ક્રિયાઓના યોગે આત્મા એવી સ્થિરતા કેળવે છે કે સમય જતાં એ આત્મા મહિનાઓ સુધી ધારે તેટલો સ્થિર રહી શકે. ઊંચામાં ઊંચી સ્થિરતા તે શુક્લધ્યાન. એ ધ્યાન એક અંતર્મુહૂર્ત માટે આવ્યું કે તરત કેવળજ્ઞાન. માન્યતા છે હૈયાની હોય તો....!
મુનિ આચાર સર્વવિરતિ છે, સમ્યગ્દષ્ટિ વિચારે સર્વવિરતિ છે. ભલે સમકિતીને સર્વવિરતિનો અમલ નથી પણ હૈયામાં તો એ જ છે. પણ તમારે તો આજે એનાયે વાંધા છે ને ? માન્યતાના જ વાંધા હોય ત્યાં શું થાય ? “પૈસા મેળવવા જોઈએ એ માન્યતા છે તો ચોવીસે કલાક કેટલી મહેનત કરો છો? ત્યાં પૈસા વિના ન ચાલે-એ માન્યતા છે. ધર્મ વિના ન ચાલે, એ માન્યતા હૈયાની કે હોઠની ? આજે તો હૈયે હોવું જોઈએ તે હોઠે છે અને હોઠે હોવું જોઈએ તે હૈયે છે. જ્યાં જ હોવું જોઈએ ત્યાં તે નથી પણ તેને બદલે બીજે છે. ધર્મ એ જ શરણ” એમ કહે પણ શરણ મનાય તેના માટે શું ન થાય ? પૈસા માટે શું નથી કરતા ? આત્માની તો કતલ કરી રહ્યા છો. જૂઠથી, અનીતિથી આત્માનો ઘાત થાય છે એ નથી જાણતા ? દુર્ગતિ થાય છે એ નથી જાણતા ? છતાં એ બધું ચાલુ જ છે ને ? કોઈ ઉપદેશ દે તો કહી દો છો ને કે-આ જમાનામાં ન ચાલે ? કહો હવે “ધર્મ એ જ શરણ” એ માન્યતા રહી ? અયોગ્ય વિચારોથી શુદ્ધ માન્યતા ઘસાય છે. શુદ્ધ માન્યતાઓ ઘસાવાથી શુદ્ધ પ્રવૃત્તિ ઘસાય છે અને એ કારણથી દિવસે દિવસે સમાજનો અધ:પાત થાય છે.
જ્ઞાની કહે છે કે-તત્ત્વશ્રદ્ધા જેને થઈ તે સંસારમાં ન રમે. જેને સંસાર ગમે તેનામાં તત્ત્વશ્રદ્ધા નથી. તત્ત્વની શ્રદ્ધાવાળાને સંસાર કેમ ગમે ? શરીરમાં શાંતિ જોઈએ એમ માનો છો માટે જ આંગળીના ખૂણે એક નાની ફોલ્લી થાય એટલે મોં ઉપર એની અસર જણાય; બેચેની થઈ જાય-સાડાત્રણ મણની કાયામાં આંગળીના ટેરવે એક નાની ફોલ્લી થઈ તેમાં આટલા ધમપછાડા કેમ ? જરા ફોલ્લી થાય તેમાં તો બૂમાબૂમ કરે, આખી રાત ઊંઘે નહિ. કોઈ વાત કરે તો એને મૂંગા રહેવાનું કહે. જેની વાત સાંભળ્યા વિના ગમતું ન હતું એ બોલે તો પણ ન ખમાય. કારણ ? મન પેલી ફોલ્લીમાં જ જાય અને બેચેની અનુભવે. એ જ રીતે જેને તત્ત્વની શ્રદ્ધા થઈ તેને સંસાર કોઈ ખૂણેથી પણ સારો ન લાગે
Page #366
--------------------------------------------------------------------------
________________
15
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૫ અને લાગે તો તરત મન બેચેની અનુભવે. સંસાર હતો તેવો જોવાથી એને સંવેગ આવે. અત્યાર સુધી દુ:ખને દુ:ખ માનતો હતો, હવે સુખને દુ:ખ માને છે. બહિરાત્મા પણ દુ:ખને તો દુઃખ માને છે અને સુખ ઇચ્છે છે. અંતરાત્મા બન્યો એટલે ફેર શું પડ્યો ? બહિરાત્મા કરતાં આગળ વધ્યો. એ શું માનવાથી ? સુખને દુ:ખ માનવાથી-જો કે સમ્યગ્દષ્ટિ પણ સુખ તો ઇચ્છે છે પણ તે કયું ? ઓઘદૃષ્ટિએ જગતના પ્રાણીમાત્ર સુખ ઇચ્છે છે તે જુદું અને સમ્યગ્દષ્ટિ ઇચ્છે તે જુદું. જગતના જીવો જેવી જ તમારી ઇચ્છા થાય તો તમે પણ બહિરાત્મા-આ સંવેગની વાત ચાલે છે. સુખને પણ દુ:ખ માને તે સમ્યગ્દષ્ટિ.
સભાઃ “એવો ભાસ થાય ?'
-ચોખ્ખો ભાસ થાય. પુષ્પશપ્યા પણ કંટકશયા જેવી ખૂંચે. ભોગને રોગ માને-મોહના ઝપાટે કદી આત્મા દબાય પણ દૃષ્ટિ તો આ જ હોય. દુનિયાની સઘળી ચીજો એને ત્રાસરૂપ લાગે. દુ:ખને દુઃખ માનવામાં નવાઈ નથી. બે લાખ જવાથી કે છોકરો ગુજરી જવાથી દુઃખ મનાય ત્યાં નવાઈ નથી પણ ધર્મ ઉપર આપત્તિ આવે અને હૈયામાં ઘા પડે તો આ (ધર્મ) પામ્યા કહેવાય. આગ લાગી, પચીસ ઘર બળ્યાં, છવીસમું પોતાનું બળે છે, ત્યારે “પચીસની જેમ મારું પણ” એમ મન વાળ્યું ? ત્યાં તો હું ! મારું ?' એમ થઈ જાય છે. અહીં ધર્મની વાતમાં “જે બધાનું થશે તે આપણું થશે? આવી ભાવના આજે વધતી જાય છે. ધર્મની વાતમાં “એમાં શું ?' એ ભાવના આવે છે તે ખામી નાની-સૂની નથી.
વ્યવહારમાં આબરૂ બચાવવા દેવું કરીને પણ ચૂકવવા તૈયાર થાઓ છો. ઓછું ખાઈને, તકલીફો વેઠીને, લેણદારને હાથે પગે લાગીને પણ આબરૂ સાચવો છો પણે ધર્મ માટે ભોગ આપવાની વાત આવે ત્યાં હજાર વાંધા આવે. કારણ ત્યાં મારાપણું નથી. સંવેગનો પ્રેમ હોય તો એ થાય. સંવેગ પામવાની વાત તો એથી પણ દૂર છે. સંવેગ આવે ત્યારે દુનિયાના સુખને દુ:ખ મનાયતમારે તો બેય કામ કરવાં છે. સંસાર પણ સાચવવો અને ધર્મ પણ કરવો; સંસાર સાચવીને ધર્મ કરવો; વ્યવહારમાં પોઝીશન બરાબર સાચવીને ધર્મ થાય તો કરવો.
ધર્મના કોઈ પણ અંગનું અપમાન એ સમગ્ર ધર્મશાસનનું અપમાન છે :
આજે તો પરિસ્થિતિ એવી ભયંકર છે કે ધર્મીને માટે કોઈ ગમે તેમ બોલે તોયે એમ મનાય કે આ તો અમુકને માટે બોલે છે, મારે શું ? આ એક કમનશીબી નથી ? સમ્યગ્દષ્ટિની આવી માન્યતા હોય ? મિથ્યાત્વના ઉદય વિના આવું બને ? કોઈપણ સાધુનું (સાધુનું હોં!) અપમાન એ આખા શાસનનું
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અપમાન છે. આ માન્યતા વિના ધર્મપ્રાપ્તિ કઠિન છે. પોતાના એક પોલીસના અપમાનમાં સરકાર પોતાનું અપમાન માને છે. હવાલદારના હુકમનો અમલ ન કરે તેને સરકાર પોતાના હુકમનો અનાદર કર્યો હોય તે રીતે સજા કરે છે. માટે જ પચીસ રૂપરડીનો પગારદાર, કરોડપતિનું કાંડું પકડી શકે છે. તરકડાની જાત અને પાંચ રૂપિયાનો માલ પણ કોઈ જેને ધીરે નહિ એવો પટાવાળો, કરોડપતિને પણ ઊભો રાખે એ કઈ હિંમતથી ? એની પાછળ શહેનશાહનું બળ છે. રાજ્ય પણ સમજે છે કે પટાવાળાને ન માને તો રાજસત્તા ઊખડી જતાં વાર ન લાગે. રાજ્યના નોકરોની રક્ષામાં જ રાજ્યનો ટકાવી છે. પોલીસના અપમાનમાં એ પોતાનું અપમાન માને છે. તમે જાતને જ જુઓ છો, બીજું કાંઈ જોતા નથી. એક પગ ભાંગે અને મોટું સારું હોય તોયે લંગડો કહેવાય ને? જેમ શરીરના દરેક અંગોની સંભાળ લેવાય તેમ ધર્મના દરેક અંગની સંભાળ લેવાની કે નહિ ? ધર્મ પ્રત્યે મારાપણું આવે તો ! '
દુ:ખને દુઃખ માનવાથી ધર્મી તરીકે નંબર વધતો નથી. પણ સાહ્યબીને દુઃખ માનો અને મોક્ષની જ અભિલાષા રાખો તો જ ધર્મની કિંમત સમજાઈ છે એમ મનાય. તિજોરીમાં જેને અબજો હોય એ શ્રીમાન નથી પણ એ અબજોને પોતાના ન માનનાર શ્રીમાન છે. જે રૂપિયામાં જ રમે એનો ધર્મ તો સળગી જાય. લાખ જાય તો આંખ ચોળીને રહે એમાં વાંધો ન આવે. સરકાર બે ટકા ઇન્કમટેક્સ વધારે તો “સાહેબ' કહીને આપે ને ?
સભા: ‘ત્યાં તો પ્રત્યક્ષ દંડો છે !'
-એ પ્રત્યક્ષ દંડાને માનો તો પછી આના ઉપર શ્રદ્ધા ન રહી ને ? મિથ્યાત્વનું પહેલું લક્ષણ જ આ છે. આવી નિશ્ચિત વાતોમાં પણ શંકા ? વાત સાચી, પછી પણ-પણ કરો એ કેમ ચાલે ? દુનિયાના સુખને દુ:ખ ન મનાય ત્યાં સુધી ધર્મની આરાધના દુષ્કર છે.
ભર્તુહરિ જેવા મિથ્યાદૃષ્ટિએ પણ આ જ નિચોડ કાઢ્યો છે. સભા: “એવા માર્ગાનુસારીને મિથ્યાદષ્ટિ કહેવાય ?
હા ! માર્ગાનુસારી બે જાતના-સમ્યક્ત પામેલા અને પામ્યા પહેલાંના. સમ્યક્ત પામ્યા પહેલાં જેનું મિથ્યાત્વ મંદ પડ્યું હોય તેનામાં માર્ગાનુસારીપણું આવી શકે છે. આવા માર્ગાનુસારી પણ પહેલા જ ગુણઠાણે હોવાથી મિથ્યાદૃષ્ટિ
Page #368
--------------------------------------------------------------------------
________________
917
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૭
ગણાય છે. આવા મંદ મિથ્યાદૃષ્ટિ માર્ગાનુસારી હોય ત્યારે જેમ અજાણ માણસ વગર જાણ્યું પણ અનાયાસે સીધા માર્ગે ચાલે તેમ આવા મંદમિથ્યાષ્ટિ માર્ગાનુસારી પણ અનાયાસે સીધા માર્ગે ચાલે છે.
ભર્તુહરિ પહેલાં મોહાંધ હતા, ઠોકર લાગી અને જાગ્રત થયા, નજર સામે બધું જોયું-જ્ઞાનદૃષ્ટિ જાગી. પછી કહ્યું કે “વસ્તુ માત્રનો વિયોગ જરૂર થવાનો. જેનો સંયોગ તેનો વિયોગ નક્કી છે ! ક્યાં તો વસ્તુને છોડીને આત્મા જાય, ક્યાં તો આત્માને મૂકીને વસ્તુ જાય. જેનો વિયોગ થવાનો જ છે તેનો ત્યાગ કેમ ન કરવો ?” મિથ્યાદૃષ્ટિ છતાં આ વિચારણા જાગી ! એ વિચારે છે કે “વિયોગ નક્કી છતાં જગત ત્યાગી કેમ નથી બનતું ? વિયોગ થવાથી આત્માને પારાવાર દુ:ખ થાય, ક્લેશ થાય, આત્મા મૂંઝાય; જ્યારે ત્યાગ કરવાથી આનંદ અને સુખ થાય છે.” વાત પણ ખરી છે કે લાખનો હીરો લૂંટાઈ જાય તો માણસ પછાડ ખાય પણ કોઈને દાનમાં આપે, ત્યાગ કરે ત્યારે આનંદ થાય. બન્ને પ્રસંગમાં હીરો જવાનો એ તો નક્કી.
સભા: ‘ત્યાગ કરવાની ભાવનામાં હોય અને ઝુંટવાઈ જાય તો ?”
-ભાવના પૂરી હોત તો દનમાં અપાઈ ગયો હોત, ઝુંટવાત નહિ; પણ ભાવનામાં પોલાણ હતું. હાલ ભાવનાની લૂખી વાતોને ગૌણ કરો. ભાવપૂર્વકની કે ભાવ લાવે તેવી ક્રિયાનો આશ્રય કરો ! જો દે તો દુનિયા ઉદાર કહે અને ઝુંટવાય તો કહે કે-“કૃપણનો કાકો હતો. એ જ દાવનો હતો.” ચીજ જાય, દુઃખ થાય અને ઉપરથી લોકના જૂતાં પડે. બધી રીતે દુર્દશા. શ્રી ભર્તુહરીએ આવો નિચોડ કાઢી રાજ્ય તર્યું. સુખને દુઃખ માને એને મૂંઝવણ શી ? આ સંવેગ છે!
સભાઃ મિથ્યાદષ્ટિને સંવેગ આવે ?'
-હા. એ સ્થિતિમાં આવી શકે એવો આવે. સંવેગ આવ્યા પછી આજે જેમ છતી સામગ્રીએ ધર્મ થતો નથી તેવી અવસ્થા નહિ રહે, સંસાર અને સંસારની સામગ્રીમાં મારાપણાની ભાવના નહિ રહે. ધર્મ અને ધર્મસામગ્રીમાં મારાપણાની ભાવના જાગશે. આજે તો ધર્મ અને ધર્મસામગ્રી પ્રત્યે મારાપણાનો ભાવ નથી. એ મારાપણાનો ભાવ હોય અને પછી ધર્મ ઉપર આવેલ આપત્તિનો સામનો તાકાતના અભાવે ન થાય અને ધર્મને હાનિ થાય તે વાત જુદી-પણ મારાપણાની ભાવનાવાળો આપત્તિ વખતે શક્તિ અનુસાર રક્ષાનો પ્રયત્ન કર્યા વિના ન રહે. એ પ્રયત્ન કર્યા પછી પરિણામ ન આવે તો પણ એને લાભ તો
Page #369
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જરૂ૨ મળે જ. ધર્મીના હૈયામાં ધર્મ પ્રત્યેની મારાપણાની ભાવના આવે એટલે અધર્મીઓને મોટે ભાગે પીછેહઠ કરવી જ પડે.
૩૪૮
918
શું આજે તમે બળવાન છો ? સામો એક મુક્કી ઉગામે તો ? ચાર જણા તલવાર લઈને આવે તો ? તમે સામનો કરી શકો ખરા ? આમ છતાં ચોર રાત્રે કેમ આવે ? ધોળે દહાડે ધાડ કેમ નથી પાડતા ? કારણ કે એ સમજે છે કે “નબળા નબળા પણ ‘મારું ઘર, મારા પૈસા’ એ ભાવનાથી રંગાયેલા, કીમતી વસ્તુ જતી દેખશે ત્યારે શું કરે એ કહેવાય નહિ. એ માર ખાશે તોય સામનો ક૨શે. મ૨શે તોય જીવતો જવા નહિ દે.” કેમ ? તમે એને તમારું માન્યું છે તેથી. તમારાથી સો ગુણો બળવાન પણ એ ચીજ તમારી આંખ સામેથી ઉપાડી લેવાની હામ ભીડી શકતો નથી. કોનું ઘર ? ફલાણાનું ! માટે હાથ ન મરાય. એ રીતે આ કોનું શાસન ? ભગવાન મહાવીરદેવનું ! ત્યાં કાંઈ ઘાલમેલ ન કરાય, ભલે કોઈ ચોરીચપાટી કરી જાય પણ કોઈ ધોળે દિવસે ધાડ ન પાડી શકે, પણ આજે તો ખાતરી એવી કે મંદિર તો પારસનાથનું..એમાં વાણિયાને શું ?
આજે કહે છે કે-‘અમને કાર્યવાહીની દિશા સૂઝતી નથી.' પણ શાની સૂઝે ? મારાપણું જાગ્યું નથી. નોકર ‘ચોર છે' એમ ખબર પડી જાય તો કાઢવાના કેટલા ઉપાય જડે ? જાણ્યું કે નોકર જામી પડ્યો છે તો પણ તેને કાઢવા શેઠિયાઓએ એવા ઉપાય યોજ્યા કે-માન્યું કે તે માનભેર ગયા અને ન માન્યું તે હાથમાં કડી સાથે નોકરીએથી ઊતરી,ગયા અને શેઠે ચાર્જ સંભાળી લીધો. આ ઉપાયો અને આટીઘૂંટીના આ ઉકેલ શાથી જડ્યા ? ચોપડા તથા પેઢીને પોતાના માન્યા તેથી. એવી રીતે ધર્મ તથા ધર્મની પેઢીને પોતાના માનો તો બધા ઉપાય સૂઝે-આજે તો ધર્મ કરનારા પોતે ધર્મ ઉપર ઉપકાર કરતા હોય એ રીતે વર્તે છે.
તમે મંદિર તથા ઉપાશ્રયો અમારા માટે બંધાવો છો ? જો અમારા માટે જ બંધાવતા હો તો ન બંધાવતા. તમારે મંદિરની ગરજ હોય તો બાંધો. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વિના જિવાય નહિ એમ લાગે તો ભગવાનની મૂર્તિ ભરાવો, મંદિર બાંધી પધરાવો, ધર્મક્રિયા કરવા માટે સ્થાનની જરૂર લાગે તો ઉપાશ્રયો ઊભા કરાવો, મુનિના પાત્રમાં દેવાથી મોક્ષ માનતા હો તો વહોરાવોવિધિ આ છે. આ બધું કાંઈ બીજા માટે કરવાનું નથી પણ પોતાના આત્માના વાસ્તવિક લાભ માટે કરવાનું છે. આજે તો બોલે છે કે ‘અમારે સાધુઓ માટે આ બધું કરવું પડે છે-' હું કહું છું કે આવાના આધારે જીવવા કરતાં તો બહેતર છે કે ન જિવાય તો સારું. આવાઓ તો સાધુઓનાં છિદ્રો જ શોધ્યા કરવાના.
Page #370
--------------------------------------------------------------------------
________________
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૯
પેથડશાહની અનુપમ ઉદારતા ?
સુખમાં દુ:ખ માનવું તે સંવેગ. દુ:ખમાં દુઃખ તો સૌ માને છે. મન વિનાના અસંજ્ઞી જીવો પણ માને. તડકેથી છાંયે તો સૌ જાય છે. છાંયેથી તડકે જવાય ત્યાં નવાઈ. મુક્તિએ જવાની ઇચ્છાવાળાએ છાંયો મૂકી તડકે જવું પડશે. છતે અનાજે ભૂખ્યા રહેવું પડશે. છતે પાણીએ ચૌવિહાર કરવા પડશે.
દુનિયાના સુખમાં દુ:ખ માને તેને આ શાસન ગમે. બાકી એ સુખમાં દુઃખ ન માને તેના માટે અમારી બૂમો નકામી છે. સંવેગ વિના શાસ્ત્રકાર જે વિચારણા કહેવા માગે છે તે આગળ કેવી રીતે ચાલે ? સુખને દુ:ખ માનતા હતા માટે તો આગળના રાજા-મહારાજા, શ્રીમાન શેઠિયાઓ ત્રિકાળ પૂજામાં પૂરો ટાઇમ આપતા હતા; ધર્મરક્ષા માટે ન વર્ણવી શકાય તેવા ભોગો આપતા હતા. મિથ્યામતિઓની નગરીમાં શ્રી જિનમંદિરો બંધાવવા માટે પેથડમંત્રીએ શું શું
કર્યું ?
એ નગરમાં મિથ્યાષ્ટિઓનું જ પ્રભુત્વ હતું-મોટા ભાગની પ્રજા જિનમંદિર અને જિનમૂર્તિની વિરોધી હતી. પણ પેથડશાહની ભાવના એ હતી કે એ રીતે પણ શ્રી જિનમંદિરના નામે એમના મોંમાં જિનનું નામ તો પેસશે ! આ નાનીસૂની વાત નથી. એ રાજ્યમાં મંદિર માટે જગ્યા કેવી રીતે મળે ? પેથડશાહે એ રાજ્યના મંત્રી હેમડના નામે એક દાનશાળા ખોલી-જે આવે તેનો સત્કાર થાય અને આદરપૂર્વક જમાડવામાં આવે. આગતા-સ્વાગતા એવી સુંદર થાય કે એ દાનશાળામાં ગયેલો મરતાં સુધી યાદ કરે-રોજના હજારોનો ખર્ચ કરે પોતે, પણ નામ હેડનું મંદિર તો બનશે ત્યારે ખરું પણ અત્યારે મંદિરને માટે પૈસા વેરવા શરૂ કરી દીધા. શાસ્ત્ર કહે છે કે મંદિર બનાવી શકે એ પહેલાં પણ જો એ મંત્રી મૃત્યુ પામે તો પણ મંદિર બંધાવવાના પુણ્યનો લાભ એને મળી જાય; કેમકે મર્યનો આરંભ થઈ ચૂક્યો છે.
આ વાત વહેતી વહેતી હેમડના કાને પહોંચી. એ વિચારે છે કે આ શી વાત ? હું કૃપણનો શિરોમણી અને મારા નામે આ દાનશાળા ! આ બધી ધાંધલ શી છે ? વાત મગજમાં ઊતરતી નથી. પણ એકે કહ્યું , બેએ કહ્યું, ત્યારે કહ્યું, ચૌદે કહ્યું, બધા એક જ વાત કરે. નોકરને ખાનગી તપાસ કરવા મોકલ્યો. પણ ત્યાં વ્યવસ્થા એવી કે હેમડ સિવાય કોઈનું નામ જ ન લેવાય. નોકરે આવીને કહ્યું કે- સંભળાય છે તે વાત સાચી છે. આશ્ચર્ય પામી મંત્રી પોતે ત્યાં ગયો. તો તેને પણ બધા પાસે એ જ વાત સાંભળવા મળી-આખરે ત્યાંના મુખ્ય વ્યવસ્થાપકને ખાનગીમાં બોલાવીને પૂછ્યું કે-“સાચી વાત બોલ ! હેમ તો હું છું-હું પૈસા મોકલતો નથી
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
તો આ બધા પૈસા કોણ આપે છે ?' આટલું જ કામ હતું-એટલે હવે પેલા વ્યવસ્થાપકે કહ્યું કે-પૈસા તો પેથડમંત્રી મોકલે છે-હેમડ વિચારે છે કે ‘મારા જેવા કૃપણને જગતમાં દાનવીર તરીકે મશહૂર બનાવનાર પેથડ મારો ઉપકારી છે. આની પાછળ તેનો જરૂ૨ કાંઈક હેતુ હોવો જોઈએ. વિના કારણ આમ ન કરે’ પોતે પેથડશાહને મળવા એની રાજધાનીમાં ગયો. મંત્રીશ્વરનો મહેમાન બન્યો, વાતચીતમાં પ્રસંગ કાઢી આનો હેતુ પૂછ્યો. મંત્રીશ્વરે ‘એ તો સહજ’ એમ કહી વાત ટાળવા પ્રયત્ન કર્યો. હેમડે કહ્યું-‘આ સહજ ન હોય-પૈસા તમારા ખર્ચાય અને લોકજીભે ગુણ મારા ગવાય-આમ કરવાનું કારણ હોવું જ જોઈએ.’ ત્યારે મંત્રીશ્વરે ખુલાસો કરતા પહેલાં કામ કરી આપવાની કબૂલાત લીધી. અને પછી ત્યાં ગામની મધ્યમાં મોખરાની જગ્યાએ સુંદર જિનમંદિર બન્યું. તરંત બદલો મેળવવાની આશા રાખ-નારાઓથી આવું કામ ન થઈ શકે. હેમડ`મળે અને કામ થાય ત્યારે ખરું પણ ત્યાર પહેલાં મહિનાઓ સુધી હજારો સોનૈયાનો ખર્ચ ચાલુ રાખવો એ નાનુંસૂનું કામ નથી.
ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે...?
પહેલાં દાન ખોબે દેવાતાં, પછી મૂઠીએ દેવાતાં થયાં અને હમણાં તો આંગળીઓ ગણીને અપાવાં લાગ્યાં-આ કઈ દશા આવી ? મૂઠી તો ગઈ પણ આંગળીએ પણ ત્રાંબાનાણું દેવાનું આવ્યું. દાનથી મુક્તિ ખરી પણ તે કયા અને કેવા દાનથી ? આવા દાનથી મુક્તિ થાય ?‘મૂઠી ચોખા આપે એમાંયે દશ દાણા પાછા લઈ લે. જોઈએ મુક્તિ અને દાનમાં યુક્તિ, એ કેમ ચાલે ? શ્રી જિનેશ્વરદેવે કઈ રીતે દાન દીધું ? જેણે જેટલું માગ્યું તેટલું આપ્યું. એવા દાતાર હતા ત્યારે માગનારા મળતાં ન હતા-દાતાર ઘટ્યા તેથી માગનારા તો નહિ પણ ચોર, લૂંટારા અને બદમાશ વધી ગયા.
920
શાસ્ત્ર કહે છે કે માણસ જેવો માણસ ચોર બને એ શાહુકારના પાપે. નહિ તો ઉદાર શ્રીમંતના ઘેરથી ચોર કદી ચોરી કરે ? અરે ! ચોર તો એવાની ચોકી કરે. ચોર જાતિમાં પણ જેમ દુર્ગુણ છે એમ સદ્ગુણ પણ છે. એને અણીના સમયે તમે સહાય કરી હોય તો એ કદી ભૂલે નહિ અને અવસરે માથું આપે. વાણિયો ઉપકાર ભૂલી જાય પણ પેલો ન ભૂલે. જન્મના જૈનોને-નઠોર બની ગયેલા જૈનોને અપાય છે તેટલો ઉપદેશ એમને આપ્યો હોય તો-સો ગણું કામ થાય. વસ્તુ સારી છે એમ ખાતરી થયા પછી પણ બે આના ઓછા આપવાની ભાવનાવાળા વાણિયાથી કદી કેસરિયાં થાય જ નહિ. માટે તો તીર્થંકર દેવો ક્ષત્રિય જ હોય. વાણિયા કદી નહિ. સાચી વાત સમજ્યા પછી વિલંબ ન હોય.
Page #372
--------------------------------------------------------------------------
________________
૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૫૧
વળી, ધર્મમાં સટ્ટો ન રમાય-દેવું થોડું અને લેવું ઘણું એ એક જાતનો સટ્ટો છે. પાંચ ગાંસડીના વેપારમાં પાંચસો કમાઈ લેવાની દાનત એ સટ્ટો. પહેલાં વેપાર હતા-રૂપિયાની સત્તર આની કરતા. જેથી પોતે મોજથી રોટલા ખાતા અને ગ્રાહક પણ વિશ્વાસ રાખી ખરીદી કરતા. આજે ગાળા વધી ગયા. પેલો વેપાર હતો હવે સટ્ટો થઈ ગયો. ખિસ્સામાં પાંચ ન હોય ને પચાસની બીટ મૂકે એ સટ્ટો-આજે ધર્મમાંયે આવો સટ્ટો ચાલ્યો છે તે ઠીક નથી.
921
ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે વિચારમાં સમય ગુમાવાય ? આ તો કહેશે કે ચારને બોલાવીએ, પાંચને ભેળવીએ, સોને ભેગા કરીએ, પછી વિચારીને બધું કામ કરીએ. એમ વિચારમાં ને વિચારમાં બધું સારું થઈ જાય તેનું શું ? ઘર સળગે ત્યારે ‘શી રીતે સળગ્યું' એ પૂછવા ન રહેવાય. તે વખતે તો પાણી છાંટવા જ લાગી જવું પડે. નોકર બીડી પીતો હોય ને તણખો ઊડે, દુકાન સળગે, નોકર ખબર દેવા આવે ત્યારે શેઠ એની સાથે ઝઘડો કરવા બેસે કે‘બસ, તેં બીડી પીધી કેમ ?' ત્યારે પેલો ડાહ્યો હોય તો કહે કે-મેં તો બીડી પીવાની એક મૂર્ખાઈ કરી પણ તમે હવે વાતોમાં સમય ગુમાવવાની બીજી મૂર્ખાઈ ન કરો.' શેઠ કહે કે‘હું તારા પર દાવો કરીશ, જપ્તી લાવીશ' ત્યારે પેલો કહે કે-‘પણ લેશો શું ? પગાર તો પચીસનો આપો છો. બે હાંલ્લાં પડ્યાં છે તે લઈ જજો.’ આ શેઠ ડાહ્યો કે મૂર્ખ ? બે લાખનો માલ બળ્યા પછી એ નોકર પાસે લેવાનો શું ?
દવ લાગે ત્યારે બંગલા ન જોવાય, તિજોરીમાં નાણાં ગણવા ન બેસાય. એ વખતે તો જાતને પણ જોખમમાં મૂકવી પડે. તો જ રક્ષણ થઈ શકે. એવું જ ધર્મના પ્રસંગમાં સમજવું. એ ન બને તો કહી દેવું કે ‘અમે તો વાજાં વાગે ત્યારે આવવાના, દુપટ્ટા-પાઘડી પહેરી આગળ ચાલવાના; બાકી પથરા ઊડવાના હોય તો જણાવી દેજો. આઘાપાછા થઈ જશું-અમે તો શોભાના છીએ. તમે મહેનતમજૂરી કરો ને અમારી નામના થતી હોય તો જરૂર આવીએ, બાકી રાતી પાઈ કાઢવાની વાત કરશો નહિ.'
આવી દશા હોય ત્યાં શું થાય ? કહો કે ધર્મ પ્રત્યે હજી મારાપણું જાગ્યું જ નથી.
અહિંસા અને રાજર્ષિ કુમારપાળ ઃ
કુમારપાળ મહારાજાએ પોતાના સમગ્ર રાજ્યમાં અમારિનું પ્રવર્તન કરાવ્યું હતું. અહિંસા ધર્મના રક્ષણ માટે એક વખત પોતાના બનેવી સામે યુદ્ધે ચડવું પડ્યું-બન્નેનાં સૈન્યો સામસામાં આવી ગયાં. કુમારપાળે લડવાનો હુકમ કર્યો
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૫૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – પણ સેનાએ હથિયાર ન ઊંચક્યાં. મહાવતને પૂછયું કે આમ કેમ ? મહાવત કહે મહારાજ ! આખું સૈન્ય ફૂટી ગયું છે. આપનું કોઈ નથી-ત્યારે મહાવતને પૂછ્યું કે તું કેમ છો ? મહાવત કહે-“મહારાજ ! હું અને આ હાથી, બે જ આપને વફાદાર છીએ-સારું થયું કે આજે આપ પટ્ટહસ્તી પર નથી. બાકી એ પણ આપનો નથી.-કુમારપાળ કહે-“વાંધો નહિ. તું તો બરાબર છે ને ? તો ચલાવ હાથી આગળ-” મહાવતે હાથીને ચલાવ્યો, વીજળીવેગે. ધસી સામા રાજાના હાથી પર છલાંગ મારી કુમારપાળ ચડી ગયા અને તેને નીચે પટક્યો. દુશ્મન સૈન્ય એ જોઈ ગભરાટમાં પડી નાસવા માંડ્યું-કુમારપાળનું સૈન્ય આ જોઈ ડઘાઈ ગયું-દુશ્મન રાજાએ માફી માગી, પગમાં પડ્યો. પછી તો બન્ને સૈન્યોએ કુમારપાળની જય બોલાવી. વિજય મેળવી કુમારપાળ પાછા ફર્યા. પરંતુ તે વખતે કે ત્યાર પછી કદી એક પણ સામંત કે મંત્રીને ફૂટી ગયા સંબંધી એક અક્ષર કહ્યો નથી; અને એક પણ સામંત કે મંત્રીએ તે પછી મરતાં સુધી કુમારપાળ સામે માથું ઊંચક્યું નથી. '
શ્રી કુમારપાળ સમજતા હતા કે ક્ષુદ્ર મનોવૃત્તિ હોય ત્યાં આ હાલત હોયક્ષુદ્ર મનોવૃત્તિવાળાનાં પારખાં ન હોય. આથી જ કુમારપાળને શ્રી જૈનશાસનના પ્રભાવક અને આગેવાન માન્યા છે. રાજા છતાં ધર્મરક્ષાના કાર્યમાં એમણે કદી જાનની પરવા કરી નથી.
નાયક તે કહેવાય, ધર્મી તે કહેવાય કે જે-ધર્મના વિષયમાં જ્યારે આખી દુનિયા કરવા યોગ્ય કામને માટે પણ એમ કહે કે “આ કેમ થાય ?” ત્યારે એ કહે કે-“આ કેમ ન થાય ? ધર્મ ખાતર અશક્યને પણ એ શક્ય બનાવે. લક્ષ્મીવાનને સ્વાર્થીઓ શેઠ કહે, ગરીબને તેની સ્ત્રી શેઠ કહે પણ જગતનો સાચો શેઠ તે કે જે જગતને પાળે, ધર્મનો આગેવાન ધર્મમાં ઊભી થતી એકેએક ગૂંચને ઉકેલે અને એ માટે જે કાંઈ ભોગ આપવો પડે તે આપે. કારણ કે એનું હૈયું સદાયે સંવેગથી રંગાયેલું હોય. સંસારનાં તમામ સુખોને એ દુ:ખરૂપ માનતો હોય. ધર્મ માટે એવાં સુખોને છોડવામાં એને જરાયે દુ:ખ ન હોય. સંસારના સુખને દુ:ખરૂપ માનતો હોવાથી તે એક મોક્ષની જ અભિલાષાવાળો હોય અને એ માટે બધો જ ભોગ આપવા તૈયાર હોય.
મેરૂ જેવા શ્રી સંઘની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠમાં રૂઢતા લાવવા માટેનું વર્ણન ચાલે છે. એ પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો તજવા જોઈએ. રૂઢતા માટે કહી ગયા કે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારામાં આત્મા રમે.
Page #374
--------------------------------------------------------------------------
________________
-
૩૫૩
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64 – તત્ત્વની શ્રદ્ધા થાય તે આત્મા સંસારમાં ન રમે, કારણ કે એણે સંસારનું તાદશ સ્વરૂપજોયું છે. સંસાર-સ્વરૂપ યથાર્થ શાથી દેખાય ? ભવિષ્યના વિચારે દેખાય-જેને એ દેખાય તે આત્મા અંતરાત્મા બને. એને સંવેગ આવે-એ પ્રશાંત બને અને પ્રશાંત બનેલો તે સંવેગી આત્મા શું શું વિચારે તે હવે આગળ ઉપર
જોઈશું.
Page #375
--------------------------------------------------------------------------
________________
૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર
ઃ
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા વદ-૫, સોમવાર, તા. ૧૭-૨-૧૯૩૦.
૭૦ સંસાર ભયંકર કેમ ?
♦ તો મોક્ષ પણ નજીક છે :
૭ જો.... કિંમત સમજાય તો ?
♦ લઘુકર્મી, ભારેકર્મી અને દુર્લભબોધિ :
♦ જો કર્મ બાંધ્યાં છે, તો ભોગવવા તૈયાર રહો !
♦ સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મ કઈ રીતે અને શા માટે કરે ?
♦ ધર્મ, ‘યથામતિ’ નહિ પણ, ‘યથાગમ' કરવાનો
♦ સમ્યગ્દષ્ટિ દુષ્કર કાર્યને પણ સુકર બનાવે :
:
65
સંસાર ભયંકર કેમ ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિ ક્ષમાશ્રમણ મહારાજા શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમયી પીઠની રૂઢતા હવે વર્ણવે છે. એ પીઠને દૃઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ અને રૂઢ બનાવવા માટે પ્રતિસમયે શુદ્ધ થતી પરિણામની ધારાનું સેવન કાયમ કરવું જોઈએ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું મહારાજાનું એ કથન આપણે જોઈ ગયા કે“જે આત્માને તત્ત્વની શ્રદ્ધા થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ-કેમકે ભાવચક્ષુથી શાસ્ત્રાનુસારે સમ્યગ્દષ્ટિ આત્મા, સંસારને એ જે સ્વરૂપે છે તે સ્વરૂપે જોઈ શકે છે. તેથી, એ રીતે સંસારને જોવાથી પ્રશાંત થયેલો, અંતરાત્મા બનેલો, ૫રમ સંવેગને પામેલો આત્મા આ પ્રમાણે વિચારે. અહીં જે વિચારો હવે કહેવાય છે તે ભાવના તન્મય થાય તો એ દઢ પીઠ રૂઢ બને, રૂઢતા આવ્યા પછી ગાઢતા અને અવગાઢતા આવે. આ ચારેય વિશેષણથી યુક્ત પીઠ બને તો તેના ઉપર મેરૂગિરિ જેવી રચના થાય. સમ્યક્ત્વ એ પાયો છે. પાયો જેટલો મજબૂત તેટલું ઉ૫૨નું ચણતર ટકે-પાયો જો નબળો તો ઉ૫૨નું ચણતર જોખમી બને; આશ્રય લેના૨ને ભયંકર આપત્તિમાં મૂકી દે.
સંસારના સ્વરૂપને જોયા પછી આત્મા શું વિચારે ? એ વિચારે કેસંસારસાગર ભયંકર છે, એમાં વર્તતા જીવો માટે એ ક્લેશકર છે. એમાં અનેક
Page #376
--------------------------------------------------------------------------
________________
925 –– – ૨૫ઃ ભવ ભયંકર : મોક્ષ ભટૂંકર - 65 - ૩૫૫ ઉપદ્રવો મોજૂદ છે. પહેલો ઉપદ્રવ જન્મ છે અને છેલ્લો ઉપદ્રવ મૃત્યુ છે. વચ્ચે જરા, વ્યાધિ, અનેક પ્રકારના રોગ, શોક ઇત્યાદિ ઉપદ્રવોથી ભરપૂર છે. આ બધા ઉપદ્રવોથી સંસારસાગર ભરેલો હોવાથી એ કેવળ ક્લેશને માટે થાય છે. જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક આદિ ઉપદ્રવો સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. એમાં નવું શું છે ? એને લઈને સંસાર ભયંકર છે. સંવેગ પામેલા આત્માના આ વિચારો છે. જેને સંવેગ થાય એ સંસારના સુખને પણ દુ:ખ માને. દુનિયાના ક્ષણિક સુખને સુખ માનનારાની તો આંખો બંધ થઈ ગઈ છે, બુદ્ધિ બહેર મારી ગઈ છે અને વિચારશક્તિ હણાઈ ગઈ છે. જો દુનિયાના સુખને ક્ષણિક માન્યાં હોત તો એમની બુદ્ધિ ખીલત. સંસારમાં ‘આમાં મજા, આમાં મજા” એમ જ્યાં ત્યાં મજા માનનારો, મજામાં મસ્ત બનેલો આદમી વસ્તુને વિચારવાની હદ સુધી પહોંચી શકતો નથી.
દુનિયા જે સુખને ઇચ્છે તેમાં અને જેને સંવેગ થયો હોય તે જે સુખને ઇચ્છે એમાં મોટું અંતર છે. દુનિયા તો દેખાતા દુ:ખની તાત્કાલિક પ્રતિપક્ષી વસ્તુમાં સુખ માને છે, જ્યારે જેને સંવેગ થયો હોય તે આત્મા તો દુનિયાના સુખને દુઃખ માને છે અને એ કેવળ મોક્ષસુખને જ ઇચ્છે છે. સંવેગવાળા અને સંવેગ વગરના જીવોની દૃષ્ટિમાં આ ભેદ છે. સમકિતીની દૃષ્ટિ જ જુદી છે. એ તો ગરીબ અવસ્થામાં પણ સુખ માને અને સાહ્યબીમાં દુઃખ માને. આજે તો બીજાથી સારા કહેવડાવવું છે પણ સારાપણું હોવું જોઈએ એવું નથી, એ કેમ નભે ?
' સંસારસાગર ભયંકર શાથી ? જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક ઇત્યાદિથી ભરેલો છે. કોઈના ઘેર જન્મ તો કોઈના ઘેર મૃત્યુ. આ વિના બીજું કાંઈ છે ? પ્રાણીમાત્રને માટે સંસાર ક્લેશકર છે. સમ્યગ્દષ્ટિ આત્મા સંવેગના યોગે આ બધું વિચારે. આ વિચારથી સંસારનો પ્રેમ ઊઠે. એને જન્મ, મરણ, વ્યાધિ આદિથી ભરેલો સંસાર ન ગમે. જેને જન્મ, મરણાદિ ઉપદ્રવો ન ગમે તેને સંસારમાં રહેવું કેમ ગમે ?
આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને પહેલો ઉપદ્રવ જન્મ છે. શાસ્ત્ર જન્મની પીડા ભયંકર કહી છે. લાલચોળ તપાવેલી લોઢાની સોયો એકસાથે પ્રત્યેક રોમમાં ખોસાય એનાથી જે પીડા થાય તેનાથી પણ કેટલાય ગુણી પીડા જીવને જન્મ વખતે થાય છે. શાસ્ત્ર આ પીડા કહી પણ તમે માનો ખરા ? માનો તો શું જોઈએ ? એટલે એને હાલ બાજુએ રાખીએ. એ પીડાનો અનુભવ તમને યાદ નથી, તેથી તેને હાલ દૂર રાખો. પણ પછીના બીજા ઉપદ્રવો તો પ્રત્યક્ષ છે ને ?
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- ses સભાઃ જન્મની જે વેદના કહી તે એવડું બચ્ચું કેમ સહે ?
-એ ન સહે તો જાય ક્યાં ? કર્મસત્તા એ કાંઈ જોતી જ નથી. પાણી તથા ચાહ વિના ન ચાલે એમ કહેનારા ઘણાને જ્યારે કેન્સર જેવો રોગ થયો ત્યારે મહિનાઓ સુધી એના વિના ચલાવ્યું ને ? ઘણા કહે છે કે “મારે બોલ્યા વિના ન ચાલે'-પણ જબાન બંધ થઈ જાય ત્યારે શું કરે છે ? નારકીને દુ:ખ કેટલું ? આપણાથી સાંભળી ન શકાય એટલું. વર્તમાનમાં તો સૌને એક છેવટું સંઘયણ છે પણ તેમાં સામાન્ય ફેરફાર હોય. એમાં નબળાં સંઘયણવાળા પણ વધારે સહે છે એ નથી જોતા ? અમુક સંઘયણમાં વધારે સહન કરી શકે એ વાત ખરી પણ ત્યાં દુ:ખ ઓછું માનવાને કારણ નથી.
જન્મથી પીડાને ન માનો તો પણ વ્યાધિ, જરા, રોગ, શોક, મૃત્યુ આદિ તો નજરે દેખાય છે ને ? જન્મની પાછળ જ આ બધા ઉપદ્રવો છે ને ? આવા સંસારમાં રહેવાની ઇચ્છા થાય ? આ તો એવા છે કે જન્મ, જરા, રોગ, શોક આદિ જોઈએ નહિ પણ સંસાર રાખવો છે, તો એ બને ? સંસાર રાખ્યો તો આ બધું કપાળે લખાયેલું જ છે. સંસાર ક્લેશકારી છે એવી સમજ સમ્યગ્દષ્ટિ હૈયામાં કાયમની હોય. તો મોક્ષ પણ નજીક છે :
જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ કશુંયે નહિ એવું સ્થાન તો એક મોક્ષ જ છે.
સભાઃ “એ તો ક્યારે મળે ? એના માટે તો ભવો જોઈએ ને ?'
-આરાધના ન કરનારને ન મળે. મામૂલી આરાધના કરનારને ભવો જોઈએ પણ બરાબર આરાધનારને તરત મળે. અહીંથી મરીને મહાવિદેહમાં જાય. ત્યાં આઠમે વર્ષે દીક્ષા અને નવમે વર્ષે કેવળજ્ઞાન થાય. મહેનત કર્યા વિના તો પૈસા પણ મળતા નથી. એટલે તો તમે પથારીમાં પડી રહેતા નથી. કેટલી મહેનત કરો છો ? એમ આરાધના કરો તો મોક્ષ પણ તરત મળે.
સભા: “આવી મહેનત કરનાર તો કોઈક !”
-તમે એ “કોઈકથાઓને ? તમે તમને એ “કોઈકથી જુદા માનો છો શું કામ? મોક્ષ પ્રત્યે તેવો પ્રેમ જાગ્યો નથી માટે એમ મનાય છે. દુનિયાના પદાર્થો પ્રત્યે તમારું ખેંચાણ છે પણ એ ખેંચાણથી છૂટ્યા વિના રસ્તો નથી.
સમ્યગ્દષ્ટિની સમ્યક્તની રૂઢતા માટેની પ્રતિસમયની ભાવનાની વાત ચાલે છે. તે સદાય વિચારે કે
Page #378
--------------------------------------------------------------------------
________________
૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65
1
जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः क्लेशाय केवलं पुंसामहो, भीमो महोदधिः । । ११ । । શાસ્ત્રવાર્તા સમુચ્ચય
અર્થ : જન્મ, જરા, વ્યાધિ, રોગ, શોક વગેરે ઉપદ્રવવાળો ભયંકર આ સંસારરૂ૫ મહાસાગર પુરુષોને માટે માત્ર દુઃખનું જ કારણ છે.
927
૩૫૭
ભવ્ય આત્મા ભવ્યપણાની તમામ શક્તિનો ઉપયોગ કરે તો મોક્ષે જાય. માટીમાં ઘડો થવાની યોગ્યતા છે પણ ત્યાં પડ્યે પડ્યે થાય ? કુંભારના હાથમાં એ જાય ત્યારે થાય ને ? કુંભારના હાથમાં જાય તો ઘડો થાય અને તમારા હાથમાં જાય તો હાથ મેલા થાય અને હાથ ધુએ એટલે એ માટી ધોવાઈ જાય. કુંભાર પણ માટીને પલાળે, પગથી ખુંદે, પિંડ બનાંવે, પછી ચાક ૫૨ ચઢાવે, તો ઘડો બને ને ? એ જ રીતે ભવ્ય આંત્મા પણ શક્તિનો તમામ ઉપયોગ કરે તો મુક્તિએ જાય. જેમ કુંભાર માટીને જે સ્વરૂપે ગોઠવે તે રૂપે ગોઠવાય તો એનો ઘડો બને તેમ ભવ્ય પણ સદ્ગુરુના હાથમાં જાય અને એ જે સ્વરૂપે ગોઠવે તે સ્વરૂપે ત્યાં ત્યાં ગોઠવાય તો એ મુક્તિપદનો અધિકારી બને છે. આ તો કહે છે કે ‘અમે ભવ્ય ખરા પણ ગુરુની આધીનતા ન જોઈએ; એ કહે તેમ ન કરીએ.’ તો એ ચાલે ? મુક્તિ કઠિન છે, એ વાત સાચી પણ યોગ્ય આત્મા આરાધના કરે તો એને માટે સહેલી. સદ્ગુરુ ચરણે આરાધના કરનારને મોક્ષપ્રાપ્તિ અઘરી નથી. જેટલી મહેનત સંસાર માટે થાય છે એમાંની અને એ જાતની એથી થોડી ઘણી મહેનત મુક્તિ માટે થતી હોત તો મુક્તિ નિકટ થાત. સંસારમાં પાંચ સ્નેહી વિના ન ચાલે પણ મોક્ષમાં એકાકીપણે બરાબર ચાલે. સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મસ્વરૂપ તરફ હોય - એને સંસાર અસાર જ લાગે. મોક્ષ તરફ એની દૃષ્ટિ અવિચલ હોય – ભોગની સાધનામાં એ લેપાય નહિ. તેથી તેને માટે મુક્તિ નજીક. જો ભવ્ય આત્મા પોતાની બધી શક્તિનો ઉપયોગ કરે તો બધી પીડાથી રહિત બનીને ત્યાં જન્મ, જરા, મરણ, રોગ, શોક આદિ નથી અને એકાંતે સુખ છે એવા મોક્ષપદને પામે.
જો... કિંમત સમજાય તો...!
દૃઢ સમકિતી પણ પોતાના સમ્યક્ત્વને રૂઢ બનાવવા માટે સંસારની ભયંકરતા અને મોક્ષની સુંદરતાની વિચારણા સદાયે કરે. એના જીવનમાં એક દિવસ પણ આ વિચારણા વિનાનો ન હોય- સૂતાં, ઊઠતા બેસતાં બધે એની એ જ વિચારણા હોય-જો એ દશા ન આવે તો કહેવું પડે કે-તમે એ પામ્યા નથી
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
. 928 અગર પામ્યા છો તો એની તમને કિંમત નથી, માટે બેદરકાર છો. વ્યવહાર દૃષ્ટિએ કદી પામ્યા છો એમ મનાય પણ જેની તમને કિંમત ન હોય એ વસ્તુ ટકે
ક્યાં સુધી ? ગમારના હાથમાં ભાગ્યયોગે ચિંતામણી આવે તો શું થાય ? એ મૂર્ખ, સાધવાનું સાધે નહિ અને અંતે વસ્તુ ગુમાવે.
એક રબારીની વાત શાસ્ત્રમાં આવે છે. રબારી પાસે વાણિયાનું એક રૂપિયાનું લેણું હતું-વાણિયાની ઉઘરાણીથી રબારી ગળે આવી ગયો હતો. જેટલું દૂધ આપે એ વ્યાજમાં જાય અને રૂપિયો બાકીનો બાકી જ રહે. એ રબારીને જંગલમાં બકરાં ચારતાં એક ચમકતો પથ્થર મળ્યો હતો. હજારોની કિંમતનો મણિ, પણ રબારીને મન એક દેખાવડા પથ્થર કરતાં એની વધારે કિંમત ન હતી. એણે તો એના વહાલામાં વહાલા બકરીના બચ્ચાના ગળે એ મણિ બાંધી દીધો અને જોઈને ખુશ થવા લાગ્યો. એવામાં વાણિયો ઉઘરાણીએ આવ્યો. એણે આ મણિ જોયો. બહુ કીમતી વસ્તુ છે એ સમજી ગયો. મનમાં વિચાર્યું કે. રૂપિયો લેણો છે એટલે આ મણિ મેળવવામાં બહુ મુશ્કેલી નહીં પડે. રબારીને કહ્યું કે“આ પથરો મને આપ-મારા છોકરાને રમવા કામ લાગશે-રબારી અજ્ઞાન હતો. મણિની કિંમત એ સમજતો ન હતો. એણે કહ્યું કે તારું આ એક રૂપિયાનું લેણું માંડી વાળે તો આપું. વાણિયો કહે-“ના રે ભાઈ ! એમ કાંઈ આખો રૂપિયો માંડી વળાય ?' લોભી વાણિયો દસ હજારના મણિ માટે એક રૂપિયો પણ આપવા તૈયાર નથી. રકઝક કરતાં આઠ આના માંડી વાળવા તૈયાર થયો. પણ રબારી, રૂપિયાથી ઓછે આપવા તૈયાર ન થયો-વાણિયો વિચારે છે કે-કાંઈ નહિ. આજે નહીં તો કાલે આપશે-ક્યાં જવાનો છે ? એને તો કાંઈ ગતાગમ નથી અને બીજો કોઈ ખબર વગર ક્યાં લઈ જવાનો છે ! કાલે વાત ! એમ કરી ઘરે ગયો.
અહીં તેના કમનસીબે એક બીજો વાણિયો એ તરફ નીકળ્યો અને તેની પણ આ મણિ ઉપર નજર પડી ગઈ. એણે પણ રબારી પાસે માગ્યો. રબારીનું મન તો એક રૂપિયામાં હતું એટલે એણે એક રૂપિયો માગ્યો. પેલાએ તો તેને એકને બદલે દસ રૂપિયા આપ્યા. રબારી તો ખુશ ખુશ થઈ ગયો. વાણિયો પણ મણિ લઈ ચાલતો થયો.
પેલા વાણિયાને રાત્રે ઊંઘ ન આવી-તેને ચિંતા થઈ ગઈ કે રખે કોઈ બીજો પહોંચી જશે ને લઈ જશે તો હું રખડી જઈશ. સવારમાં ઊઠી વહેલો પહોંચી ગયો અને રબારીને બાર આનામાં પેલો પથ્થર આપવા કહ્યું-રબારીએ ગુસ્સામાં આવી એક રૂપિયો એની સામે ફેંક્યો અને કહે કે તારો રૂપિયો-હવે ફરી ઉઘરાણીએ આવશે નહિ. વાણિયાને ફાળ પડી-પૂછ્યું કે પથ્થર ક્યાં ગયો ?
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૯
૨૫ : ભવ ભયંકર ઃ મોક્ષ ભદ્રંકર
પેલો કહે તારો કાકો દશ રૂપિયા આપી લઈ ગયો. વાણિયો કહે-‘મૂર્ખ, તું છેતરાઈ ગયો-એ તો દશ હજારની કિંમતનો મણિ હતો.' રબારી કહે-‘હું મૂર્ખ પણ પણ તું તો મહામૂર્ખ ! હું તો અજ્ઞાન હતો પણ તું તો જાણવા છતાં લોભમાં મર્યો અને રૂપિયા ખાતર દશ હજા૨નો મણિ ગુમાવ્યો.’
929
65
જે આવા લોભી હોય તે ગમે તેવા લાભ ગુમાવી નાખે. એ રીતે તમે પણ વિષયના લોભમાં પેલી બધી વાત ધ્યાનમાં લેતા નથી અને નાશવંત વસ્તુઓ પાછળ ખેંચાયા કરો છો. પણ હવે દૃષ્ટિ ફેરવો. મોક્ષમાં જ સંપૂર્ણ સુખ માન્યા પછી સંસાર જીવંત રહે એવી ભાવના હોય ? એને તો સંસાર ન જ ગમે. સમ્યગ્દષ્ટિ ગણાતાને આ ભાવના (જે કહી ગયા તે) ન રૂચે તો કહેવું પડે કે એ સમ્યક્ત્વ પામ્યા જ નથી; અથવા માનો કે કિંમત છે તો પણ નાશવંત વિષયોની આસક્તિને લઈને એમની મતિ મૂંઝાઈ ગઈ છે, જેથી વિચાર કરી શકતા નથી. પેલા વાણિયાને તો તમે મૂખ્ખ કહ્યો પણ તમારી જો આવી દશા હોય તો તમે કેવા ?
સભા : ‘મહામૂર્ખ !'
-એ તમે જાણો-પણ એનાથી તમે ઊંચા કઈ દૃષ્ટિએ ?
લઘુકર્મી, ભારેકર્મી અને દુર્લભબોધિ :
આપણે મેરૂ ઊભો ક૨વો છે. એની પીઠ દૃઢ જોઈએ. દૃઢતા ટકાવવા રૂઢતા જોઈએ. એ માટે સૂત્રકારે છ ગાથા કહી છે એમાં પહેલું પદ ચાલે છે. પીઠ કેવી જોઈએ ? આખા સંઘસ્વરૂપનો વિચાર ચાલે છે. એ સંઘસ્વરૂપને પામેલા, એ સંઘસ્વરૂપના પૂંજારી, એ સંઘસ્વરૂપને ઇચ્છનારા-આ બધા લંઘુકર્મી છે. પામેલા તો લઘુકર્મી છે, પણ પામવા ઇચ્છે છે, તે પણ લઘુકર્મી છે. પામેલા તરફ સન્માન રાખનારા પણ લઘુકર્મી છે.
આથી વિપરીત આચરણાવાળા, વિરુદ્ધ વિચારવાળા ભારેકર્મી છે. સંસાર કેવળ દુઃખમય છે એમાં શંકા છે ? શાસ્ત્રકારને આ બધું કહેવામાં કોઈ સ્વાર્થ છે ? કેવળ હિતદૃષ્ટિએ હિતૈષીએ કહેલી આ વાતો હ્રદયમાં ન જચે, ન સ્થિર રહે તો કેટલો પાપોદય ? સંવેગ પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા નીરોગી બનેલો હોઈ, સંસારના સ્વરૂપને યથાર્થ જોતો હોઈ એક જ ચિંતા કરે છે કે-ભવોદધિ ભયંકર છે.
•
સભા ભારેકર્મી અને દુર્લભબોધિમાં ભેદ ?’
-હા ! ભેદ છે. ભારેકર્મી ઘણાને કહેવાય, દુર્લભબોધિ અમુકને કહેવાય.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૬૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - માર્ગને ન પામે તે ભારેકર્મી પણ માર્ગને અવગણે તે દુર્લભબોધિ. સારા માણસનું સન્માન ન કરે તે મૂર્તો પણ અપમાન કરે તે મહામૂર્ખા. - ઓઘ રીતે એ શબ્દો એકસરખી રીતે વપરાય ભલે પણ અર્થભેદ જરૂર છે. જો અર્થભેદ ન હોય તો શબ્દભિન્નતા ન સંભવે. ભારેકર્મીને આપણે કહી ગયા તે વિચારણા જચતી નથી. “જે સુખ દેખાતું નથી, જે સુખ કદી સાંભળ્યું નથી જેનું વર્ણન કેવળી પણ ન કરી શકે, તેવા મોક્ષસુખને માટે વર્તમાનમાં મળેલા સુખ છોડી દેવાં, એ બને ? આવું માનનારા ભારેકર્મી છે.' જે કર્મ બાંધ્યાં છે, તો ભોગવવા તૈયાર રહો !
સંસારમાં આટલી મહેનત છતાં ઉપદ્રવો આવે છે, એ તો પ્રત્યક્ષ છે ને ? સ્પષ્ટ દીવા જેવું દેખાય છે. “આ સહી શકશે કે નહિ !' એમ કર્મ જોતું નથી. “આના વિના કેમ ચાલે ?” એમ કહેનારાને પણ એવો જ રોગ થાય છે કે એના વિના જ ચલાવવું પડે છે. બાંધેલાં પાવ ઉદયમાં આવે ત્યારે કર્મ સામાની સ્થિતિ જોતાં નથી. છ ખંડના માલિક સનસ્કુમારના શરીરમાં ક્ષણવારમાં કીડા પડી ગયા. ક્ષણ પહેલાં કાંઈ ન હતું અને ક્ષણ પછી કાયા રોગથી ભરાઈ ગઈ. આ કઈ સ્થિતિ ? અશુભોદય કોઈને છોડે ? કર્મ તો કહે છે કે સહન કરવાની શક્તિ ન હતી તો કર્મ બાંધ્યાં કેમ ? બે ગાળ ખાવાની તાકાત ન હતી તો સામાને એક ગાળ દીધી શા માટે ? દુઃખ ભોગવવાની શક્તિ ન હોય તો પાપ રાચીમારીને થાય ? છડેચોક પાપ કરતાં ડરવું નહિ, જેમતેમ બોલતાં ગભરાવું નહિ અને નરકાદિનાં દુઃખ ન જોઈએ, એ ચાલે ? પગ નીચે નાના જંતુને કચડતાં તમને કંપ ન થાય તો તમે કચડાઓ એમાં નવાઈ છે? કચડ્યા પછી કચડાવામાં ભય શા માટે ? અકસ્માતુ, વિના ઇચ્છાએ કોઈ કચડાઈ જાય એ વાત જુદી, પણ એમાં શું ?' એવું કહે એ ચાલે ? જે સ્થિતિ, જે ક્રિયા તમને નથી ગમતી એ આચરણા બીજા પ્રત્યે તમે કેમ આચરો છો ? પાપ કરવું હોય તો તેનો નતીજો ભોગવવા તૈયાર રહેવું જોઈએ.
આપત્તિ વેળાએ સમ્યગ્દષ્ટિ તો વિચારે કે-“પાપ કર્યું છે તો હવે ફરજ છે કે ભોગવવા તૈયાર રહેવું.” આપત્તિને એ આવવા ન દે પણ આવ્યા પછી મૂંઝાય પણ નહિ. એને એ અશુભોદય માને અને વિચારે કે-જેટલા આનંદથી કર્મ બાંધ્યું છે તેટલા આનંદથી વિપાક ભોગવવો જોઈએ, તો કર્મનો નાશ થાય. શ્રી તીર્થંકરદેવોનો એ જ ઉપદેશ છે કે જે કર્મ બાંધ્યાં તે ભોગવી લેવાં અને એ ઉપદેશ તેમણે પોતે પણ અમલમાં મૂક્યો હતો. માટે તો એ પોતે એકાકીપણે
Page #382
--------------------------------------------------------------------------
________________
૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર 65
૩૭૧
વિચરતા હતા. ગમે તેટલી આપત્તિમાં પણ અડગ રહ્યા છે; ઇંદ્રે સેવામાં ૨હેવાનું કહ્યું ત્યારે એને પણ કહ્યું છે કે- તીર્થંકરો પારકા બળે કેવળજ્ઞાન મેળવતા નથી.
931
સમ્યગ્દષ્ટિ આત્મા માને છે કે અશુભોદય વિના આપત્તિ આવતી નથી. હવે જ્યારે કર્મ બાંધ્યું છે, ઉદયમાં આવ્યું છે, તો ભોગવતાં બૂમરાણ શી ? ભવિષ્યમાં ભોગવવું ન હોય તો સાવધ થા. આ તો દશા એવી છે કે પાપના યોગે દુઃખ આવે અને એ દુઃખના નાશ માટે ફરી પાપ કરવું, એ શું ? પાપ ન કરો. કરેલું કર્મ વિપાકમાં આવ્યું તે ભોગવી લો. આસક્તિના યોગે હિંસક ક્રિયા કરી પણ પછી શું ? કર્મ કહે છે કે હવે તું પણ એ ભોગવવા તૈયાર થા. મરજી મુજબ પાપો બાંધ્યાં હોય અને હવે ભોગવતી વખતે આનાકાની કરે તો તે સમ્યગ્દષ્ટિ નથી-એ તો પોતાના આત્માને કહે કે બાંધેલા પાપને વિચારીને ભોગવવા સાવધ થઈ જા !
જીભને આધીન થઈને વધારે પડતું ખાઈ નાંખે એને ઝાડા કે ઊલટી થાય તો એમાં નવાઈ શી છે ? પેટમાં ભરાવો થયો તે આગળથી કે પાછળથી નીકળે ત્યારે જ શાંતિ થાય-ખાતી વખતે ધ્યાન કેમ ન રાખ્યું ? માલ પારકો હતો પણ પેટ પારકું ન હતું ને ? સ્વાદ બહુ કર્યો તો બદલો પણ સહન કરવો પડે. નાખ્યું એટલું કાઢવું પડે-અરે, એથી અધિક પણ કાઢવું પડે. નાખતાં વાર ન લાગે પણ કાઢતાં વાર લાગે-વખતે ભયંકર વ્યાધિ પણ લાગુ થઈ જાય તો મરતાં સુધી ભોગવવો પડેઃ જરા જીભને આધીન થઈને ખાઈ નાખવાથી અહીં પ્રત્યક્ષ આ દશા ભોગવવી પડે છે,તો પાપના નતીજા નહિ ભોગવવા પડે ? પાપ, અનીતિ આદિનો નતીજો કેવો અને કેટલો ? તમારા પાપને વખાણનાર તમારા આત્મહિતની કતલ કરનારા છે, તમારા ભાવપ્રાણનો નાશ કરનારા છે.
સંસારમાં પડેલા અને પાપ આચરી રહેલાને ‘હશે હવે, એમાં હરકત શી ?’ એમ કહેવાય ? ‘સંસારમાં તો પાપ વિના ન ચાલે’ એમ કહેવામાં આવે તો તો એ પાપમાં પાવરધા થાય. તમારી ઢીલાશને પુષ્ટિ મળે તો તો તમારી હાલત વધારે બગડે. ‘ચોરી વિના ન ચાલે' એમ ચોર બોલે, અને ‘હોય, એમ જ ચાલે’ એમ કહીને શાહુકાર પુષ્ટિ કદી આપે ? અયોગ્યને અયોગ્ય કાર્યવાહીની સલાહ દેવાય ? નાની પણ ભૂલનો નતીજો અહીં જો ભયંકર દેખાય છે તો પાપનો નતીજો કેવો આવશે ? નહિ જેવા સ્વાદ માટે ધર્મ ભૂલી અધર્મ આચરો, તો એના વિપાક વખતે દુ:ખ નહિ ભોગવો તો જશો ક્યાં ? વ્યાધિના કારણે ખાવાપીવાનું બંધ થાય, તો ત્યાગ કરો ને ? ભૂખ તરસ વેઠો ને ? શાસ્ત્ર કહે છે કે એ રીતે ભૂખે મરવા કરતાં રાજીખુશીથી અન્નનો ત્યાગ કરો ને ? ભાગ્યયોગ પલટાય અને સુક્કા રોટલા ખાવાનો વખત આવે ત્યારે ત્યાગવૃત્તિ કેળવી
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આયંબિલ ક૨વામાં વાંધો શો ? પણ એ ન સૂઝે. પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં આમ ને આમ પડી રહ્યા અને પાપનો ઉદય આવશે ત્યારે એમાંનું કશું નહિ મળે. તે વખતે બૂમરાણ કરશો એ કોઈ સાંભળશે નહિ. પણ તમને આ વાતમાં શ્રદ્ધા નથી. કેટલાક તો કહે છે કે ‘કાલનો વિચાર શો ? ભાણામાં રેડાતી ઘીની ધારને કેમ છોડાય ?' પણ આ પ્રમાણે ‘કાલની વાત કાલ' એમ કહેનારની હાલત શી થવાની ? સંસાર ભયંકર છે એમાં શંકા છે ?
932
સભા આ જમાનામાં આ બધી વાત જચે ?
-આ જમાનામાં સંસાર ભયંકર છે એ વાત ન જચે તો ક્યારે જચશે? આ જમાનામાં તો ડગલે ને પગલે સંસારની ભયંકરતા દેખાય છે. પૂર્વકાળ કરતાં તો અત્યારે બહુ સ્પષ્ટ જણાય તેમ છે. જો આ ખાતરી ન હોય,તો સમ્યક્ત્વ આવે અને ટકે કઈ રીતે ?
જે ભવને ભયંકર ન માને અને,ભદ્રંકર માને તે ધર્મને લાયક નથી. ધર્મ માટે તે અનધિકારી છે. ધર્મીપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ નકામાં છે તેમ ધર્મ વગરના કહેવાતા ધર્મી નકામા છે. ધર્મી સંસારની ક્રિયા રાચીમાચીને કરે ? ‘રાચીમાચીને થાય' એમ બોલે ? જો એવું બોલે તો કહેવું પડે કે શ્રી જિનેશ્વરદેવની પૂજા, સાધુનો સહવાસ, વ્યાખ્યાન શ્રવણ વગેરે એણે કર્યું જ નથી. એ બધું કરવા છતાં સંસાર ખોટો અને ત્યાજ્ય ન માને તો એની પૂજા વગેરે બધું એળે ગયું સમજવું. ત્યાં” લાંચરુશવત નહિ ચાલે-તમે સાથિયો કરો છો એમાં શી ભાવના છે ? ચારેય ગતિને ચૂરવાની ને ? એમાં કાંઈ પોલ છે ? એ કાંઈ રમકડાં કાઢો છો ? રૂઢતા માટે જણાવાતા આ વિચારો રૂઢ ન થાય તો સમ્યક્ત્વની પીઠ મજબૂત કેમ બને ?
સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મ શા માટે અને કઈ રીતે કરે ?
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-તત્ત્વશ્રદ્ધાળુ આત્મા સંસારમાં ૨મે નહિ. એના મિથ્યાત્વરોગ જવાથી સંસારને યથાર્થ રૂપમાં જોવાથી સંસાર એને ગમે નહિ. ભવને એ ભયંકર માને અને મોક્ષને ભદ્રંકર માને. सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधावर्जितः सदा ।। १२ ।।
हेतुर्भवस्य हिंसादिर्दुःखाद्यन्वयदर्शनात् । मुक्तेः पुनरहिंसादिर्व्याबाधाविनिवृत्तितः ।। १३ ।।
-શાસ્ત્રવાર્તા સમુચ્ચય
Page #384
--------------------------------------------------------------------------
________________
933 –– – ૫ : ભવ ભયંકર ઃ મોક્ષ ભટૂંકર - 65 - ૩૩
અર્થ : જન્મ વગેરે ક્લેશોથી રહિત, ભયનાં કારણોથી રહિત અને સદાય દરેક પ્રકારની ઉત્સુકતા વગેરે વ્યાબાધાથી રહિત મોક્ષ પરમ સુખનું કારણ છે.
દુ:ખરૂપ સંસારનું કારણ હિંસા વગેરે છે. કારણ કે હિંસા વગેરેથી વિષય પિપાસા વગેરે દુખની પરંપરા સર્જાતી દેખાય છે અને સુખરૂપ મોક્ષનું કારણ
અહિંસા વગેરે છે; કારણ કે-અહિંસા વગેરેથી વિષય-પિપાસા વગેરે પીડાની નિવૃત્તિ થાય છે.
સંસાર ભયંકર છે અને મુક્તિ ભદ્રંકર છે. સંસારમાં રાખનારાં હિંસાદિ અઢાર પાપસ્થાનક છે. ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચોરી, ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ (ધનધાન્યાદિ નવ પ્રકારનો), ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. દ્વેષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન, ૧૪. પૈશુન્ય, ૧૫. રતિઅરતિ, ૧૩. પરંપરિવાદ, ૧૭. માયામૃષાવાદ, ૧૮. મિથ્યાત્વશલ્ય. આ અઢારે સંસારના હેતુઓ છે. જે ભવને ભયંકર માને તે હિંસાદિથી ભય પામે. જેને દુ:ખ ન જોઈએ તે ભવથી ડરે-ભવથી ડરે એટલે હિંસાદિથી ડરે.
જ્યાં ભવ છે ત્યાં હિંસા છે. જ્યાં હિસા છે ત્યાં દુઃખ કાયમ છે. આ અન્વય છે. દુ:ખાદિનો સંબંધ હિંસાદિ સાથે છે અને હિંસાદિ, ભવના હેતુ છે. દુઃખ ન જોઈએ તો હિંસાદિ છોડો અને હિંસાદિ છોડવાં હોય તો ભવ છોડો. - હિંસાદિ રાખ્યા તો ભવ રહ્યો અને ભવ રહ્યો તો દુઃખ પણ રહ્યું. પછી બૂમ મારવાથી કાંઈ ન ચાલે. મુક્તિનું સાધન અહિંસાદિ છે, કેમકે એમાં સ્વ-પરની પીડાનો અભાવ છે. -
પૂ.આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા હવે આગળ કહે છે કે- “આ રીતે સંસારના તથા મોક્ષના સ્વરૂપ, હેતુ તથા પરિણામને સમજેલો, સંસારની નિર્ગુણતા-અસારતા અને ભયંકરતા તેમજ મુક્તિની ગુણરૂપતા સમજી વિશુદ્ધ બનેલો આત્મા “કથા' આગમે કહ્યું તેમ, “તર્થ'-મોક્ષ માટે ચેષ્ટા અર્થાત્ પ્રવૃત્તિ કરે.”
ભવને નિર્ગુણ અને મોક્ષને સગુણ માને તો જ આત્મા વિશુદ્ધ બને, મુક્તિને માટે પ્રયત્ન કરે. હવે ક્રિયાની વાત કરે છે એ મુક્તિ માટે ક્રિયા કઈ રીતે કરે ? તો કહે છે કે “યથા મમ્' આગમને અનુસરીને કરે.
કરણીય શું ? ક્યારે થાય અને કેમ થાય ? આ ત્રણ વાતનો જેને નિશ્ચય નથી એ સમ્યગ્દષ્ટિ નથી.
Page #385
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કરણીય શું ? મોક્ષસાધક અનુષ્ઠાનો; એ કરાય કઈ રીતે ? આગમ કહે તે રીતે; એ કરાય શા માટે ? મોક્ષ માટે.
૩૭૪
934
જેને ભવ નિર્ગુણ લાગે નહિ, મુક્તિ ગુણમય ભાસે નહિ, એ બધા સંઘમાં કે સંઘ બહાર ? આ વર્ણન સંઘનું ચાલે છે ને ? જેને મુક્તિની સગુણતા ભાસે નહિ અને સંસાર મજેનો દેખાય એ બધા સંઘ બહાર છે. એવાઓ સંઘમાં અભિપ્રાય આપે એ ચાલે ? એવાઓને અભિપ્રાયની છૂટ અપાય તો. એ સંઘમાં આગ લગાડે કે પાણી છાંટે ? અભિપ્રાય કોણ આપે ?
પ્રભુશાસનવર્તી સમાજમાં અભિપ્રાય આપવાની સત્તા લેભાગુઓને ન હોય. જે સંસારને હેય માને, મોક્ષને જ સાધ્ય માને તેવાને અભિપ્રાય આપવાની આ શાસનમાં છૂટ છે. જેમનાં મૂળ સડેલાં છે, જેમના પાયા દોદરા છે, તેવાના અભિપ્રાયની કોઈ કિંમત નથી. આવું પોતાના આત્માને, સાથીને, કુટુંબીને, ઘરમાં અને બજારમાં સૌને કહી શકશો ? વિરોધીને પણ આ વાત સંભળાવી શકશો ?
સમ્યગ્દષ્ટિ સઘળી પ્રવૃત્તિ શા માટે કરે ? કહે છે કે તર્થક્ મોક્ષ માટે કરેચાર પદમાં કેટલી વાતો કરી ? આખી દ્વાદશાંગીનો સાર એમાં સમાવ્યો છે. આમાં સમ્યગ્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તાવસ્થા, ધર્મધ્યાન, શુક્લધ્યાન, કેવળજ્ઞાન અને મુક્તિપદ એ બધું આવી જાય છે. આ શ્લોક પર ચૌદપૂર્વીને બોલવા બેસાડ્યા હોય તો તમને ઊઠવા’જ ન દે. આપણી એ તાકાત નથી. કેટલા અનુભવથી આ લખાયું હશે ! ભારેકર્મી આત્માને આ વચનો જચે નહિ. આવા સંસારના રસિયાને આ વચનો ન ગમે એમાં આ વચનોનો શો દોષ ? એમનો તો સ્વભાવ જ એવો છે કે એમને તો આ મેનીયા લાગે. ધર્મ ‘યથામતિ' નહિ પણ ‘યથાગમ' કરવાનો !
ન
આ શાસ્ત્રકાર તો કહે છે કે-‘ભવ નિર્ગુણ માની મોક્ષ સગુણ માને તો જ આત્મા વિશુદ્ધ બને; અને પછી મુક્તિને માટે પ્રયત્ન કરે, એ પ્રયત્ન ગમે તેમ કરે ? ના-વથામમ્-આગમમાં કહ્યા મુજબ કરે.
સભા ત્યાં યથામતિ -એમ કહ્યું હોય તો ?
-આજનાઓ એટલું જ માગે છે. પણ ત્યાં ‘મતિ’ શબ્દ મૂકો એટલે આમાંની બીજી એક પણ વાત લાગુ ન થાય. સંકલના એવી છે કે એમાં એક પણ બનાવટી શબ્દ ઘૂસે તો બધું જાય-‘થામતિ' પછી ત્યાં ભવની નિર્ગુણતા, મોક્ષની સગુણતા, તર્થક્ મોક્ષ માટે આત્મવિશુદ્ધિ, આ બધું લાવવું ક્યાંથી ?
Page #386
--------------------------------------------------------------------------
________________
- ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65 – – ૩૯૫ માટે આવી વાતોમાં ખેંચાતા નહિ. તમારા આત્માને એટલો બળવાન બનાવો કે કોઈપણ નિમિત્ત મળતાં પણ એ બળ ઘટે નહિ. પાણીનું પૂર આવે ત્યારે પાળ ન બંધાય. બાંધતાં બાંધતાં તો બધું તાણી જાય. તે વખતે તો એ પૂરને બીજી દિશામાં વાળી લેવાની કાર્યવાહી કરવી જોઈએ.
લોટામાં કે મટકામાં ભાગ કે નશાવાળો પદાર્થ પડ્યો હોય તો તો લોટાને ફેંકી દેવાય અને મટકાને ફોડી નંખાય પણ જે સરોવરમાંથી પાણી આવતું હોય એમાં જ ભાંગ કે નશાવાળો પદાર્થ પડ્યો હોય અને ઘરે ઘરે દરેક નળ દ્વારા એ પદાર્થ પાણી સાથે આવતો હોય ત્યાં શું થાય ? ત્યાં તો બને તેટલું ચોખ્ખું પાણી બહારના કોઈ કૂવા વગેરેમાંથી મેળવી પીવું, બાકીનાથી દૂર રહેવું; એ જ ઉપાય છે.
પ્રભુના શાસનનો સેવક તે કહેવાય કે જે સંસારને નિર્ગુણ માને, મુક્તિને સગુણ માને અને પ્રયત્ન મોક્ષ માટે જ કરે. તે પણ કઈ રીતે કરે ? આગમ કહે તે રીતે-આ પ્રમાણે બોલવું પડશે. કોઈ એમ કહે કે વચ્ચે આગમ ક્યાં લાવ્યા ? તો કહી દેવું કે- “ભાઈ બહાર જાઓ.” પેલો કહે કે “આ તો તમે મોકાણ માંડી” -તો કહી દો કે આગમને અવગણવાથી આટલી તો મંડાઈ છે અને હજી વધારે મંડાશેઅને અંતે પાયમાલ થશો-ચોરે ગમે તેટલા ચકોર હોય પણ આખરે તો સરકાર પકડે જ-એ રીતે આગમની અવગણનાનાં ફળ પ્રત્યક્ષ જોવા મળશે. કહ્યું છે કે
• ગવુપુખથાપનામિદેવ પસ્ટમ્ ' અર્થ: “અતિ ઉગ્ર પુણ્ય-પાપનાં ફળ અહીં જ મળે છે.”
ઉગ્ર પાપનાં ફળ આ લોકમાં જ મળે છે. આ દશકા-વચકામાં આગમની અવગણનામાં કમીના નથી રહી-પરિણામે અત્યારે બેકારી વધી રહી છે. હજી અવગણના થશે તો ભલે મોટી કૉલેજો, કારખાનાં ખોલો, લાખોની આવકના ઢગલા દેખાય પણ તે વખતે ક્યાંય સુરંગ ચંપાઈ જતાં બધું સળગવા માંડશે. અનાયાસે ઉપદ્રવો જગશે. કારખાનાં રહી ગયાં અને પૈસે પાયમાલ થઈ ગયા એવા ઘણા છે. માલ ભરેલી સ્ટીમરો ડૂબી ગઈ જેનો પત્તો પણ ન લાગ્યો. ક્યાં ગઈ બધી મહેનત ? કહો કે પાણીમાં. ઘણી મોટી પેઢીઓ ઘડીવારમાં સાફ થઈ ગઈ. આમ કેમ બન્યું ? પાપનાં પરિણામ-પ્રપંચી ભોળાઓને જાળમાં ફસાવવાનો ધંધો કરે ત્યાં આવાં પરિણામ આવે એમાં નવાઈ શી ? આ તો મામૂલી પરિણામ-પણ પછી દુર્ગતિમાં ફેંકાઈ જશે ત્યારે ખરી ખબર પડશે. એક દિવસ એવો સમય આવશે કે એવાથી અહીં પણ જાહેરમાં ઊભા નહિ રહેવાય.
સંસાર તમને ભયંકર લાગે છે ? શંકા નથી ને ? એમ માનવામાં પેલા
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
938
તમને ગાંડા કહેશે. અધર્મીઓ ધર્મીને ધર્મ પાછળ ગાંડા અને દીક્ષા પાછળ ઘેલા કહે છે. એમની નજરે એવા દેખાઓ તો જ તમે ધર્મી-એમની નજરે સારા દેખાવામાં કાંઈ સાર નથી.
અધર્મી આજે આપણને આગમ પાછળ પડેલા પુરાણપાઠી કહે છે. એમને ખબર નથી કે પુરાણપાઠ વિના તમારા બાપની મુક્તિ થઈ નથી અને કોઈની થવાની પણ નથી. જો કે એમનો ધ્વનિ છે, “પુરાણ એટલે ગપ્પાં' એમ એ કહેવા માગે છે. એ અર્થમાં શાસનપ્રેમીઓને એ પુરાણપ્રેમી કહે છે. પણ એમને ખબર નથી કે આ પુરાણ એ અજ્ઞાનીઓએ રચેલાં પુરાણ નથી. આ તો પૂર્વે થઈ ગયેલા સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને અનુસરનારા મહાપુરુષોએ રચેલાં શાસ્ત્રો છે. એ લોકો તો ગોળ-ખોળને સરખાં મનાવી શાસ્ત્રોની શ્રદ્ધાને તોડવા મથે છે.
એમના ચોવીસ કલાકમાં એક કલાક સારો નહિ મળે. અઢારે પાપસ્થાનક વિના એમાં બીજું કાંઈ ન હોય. માટે તમને ચેતવું છું કે એમનો પ્રેમ કે સાથ મેળવવાના લોભમાં ન પડતા. એમની દૃષ્ટિએ ડાહ્યામાં ખપવા ન ઇચ્છતા.
સમ્યગ્દષ્ટિ આત્મા સંસારને નિર્ગુણ માની, મોક્ષને સગુણ માની વિશુદ્ધ બની મુક્તિ માટે આગમ પ્રમાણે ચેષ્ટા (ક્રિયા) કરે” કેવી સુંદર અને સરળ વાત છે ! આટલું જચે તો બેડો પાર ! આ ભવમાં ઘણું મળી ગયું માનો. બહારની ગમે તેવી વાતોથી આ માનનારો મૂંઝાય નહિ. આજે તો કોઈ એમ કહે કે “ધર્મની વાત ખરી પણ આ જમાનામાં એ ચાલે ?” તો આ પણ એમાં સૂર પુરાવે કેવાત તો સાચી !” તો શું થાય ? મોટા કિલ્લાને તોડવા નીચેથી એક જ ઈંટ ખેંચાય છે. પણ કિલ્લા એવા બનાવો કે અનેક ઈટો ખેંચે છતાં કિલ્લો ન પડે. એકલો ધર્મ નથી કરી શકતો એ ખામી કબૂલ કરો પણ સામાને કહો કે “અમારી માન્યતાથી ખસેડવા ગમે તેટલા પ્રયત્ન કરશો તો પણ જરાય ખસવાના નથી.”
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કેટલા મજબૂત થઈને આ લખ્યું હશે ? ધર્મ કેટલો પરિણમ્યો હશે ? શાસન પામ્યા પૂર્વે પણ પ્રખર જ્ઞાની અને જ્ઞાનના અભિમાની હતા. પૂર્ણ સ્વતંત્રતાના હિમાયતી હતા. કોઈ પણ વિચારના તેઓ ગુલામ ન હતા છતાં એમણે પણ જોયું કે આગમની આધીનતા વિના મુક્તિ નથી. ચૌદ વિદ્યાના પારગામી, કોઈના બોલ્યાનો ભાવ ન સમજાય તો એના શિષ્ય થઈ જવાની પ્રતિજ્ઞાવાળા, પોતાના જ્ઞાનના અભિમાની, ચિતોડની રાજધાનીમાં પહેલા નંબરના વેદાંતવાદી પંડિત હતા. એવા પંડિત પણ અહીં શિર ઝુકાવ્યું અને ભગવાનને કહ્યું કે-“તમારા વિના અમારું થાત શું?” તેઓશ્રીએ એક જગ્યાએ લખ્યું છે કે
Page #388
--------------------------------------------------------------------------
________________
- ૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર - 65 – ૩૬૭
મરિસ ગીવા, સુમોિસિયા | - I UTદી વર્દ હંતા, નફ ન હંતા નિમાં ” .. આવા મહાપુરુષે આ લખ્યું કે યથારામ ! ક્રિયા આગમ કહે તેમ થાય - આ શબ્દો એમના છે. પક્ષપાતો કે વીરે...વાળા એમની ઉક્તિ મુખપૃષ્ઠ ઉપર લખનારાએ તેમની ઉપરની વાતો પણ બરાબર લખવી ઘટે છે. એમના નામે સમાજને ઉન્માર્ગે દોરનારાઓએ તેમની ઉપરની વાતોનું શરણું લેવું જરૂરી છે.
પક્ષપત્તિો જે વીરે. એ પદ તો પોતાની તટસ્થતા તરફ બીજાઓનું ધ્યાન ખેંચવા માટે હતું-પોતે વેદાંતદર્શનમાંથી આવેલા હતા. એ વખતે બધાં દર્શનો પુરપાટ ચાલતાં હતાં. બીજાઓને સાચા માર્ગ તરફ આકર્ષવા માટેનું આ વિધાન હતું. એમણે એ બધાને ઉદ્દેશીને જણાવ્યું કે “ભાઈ ! મહાવીરનો હું કાંઈ પક્ષપાતી નથી અને કપીલનો હું કેવી નથી-“પણ જેનું વચન યુક્તિયુક્ત છે તે મને માન્ય છે પોતાના ભૂતકાલીન સાથીઓ અને પરિચિત પ્રણેતાઓને સાચે માર્ગે ખેંચવા માટે, સાચી વાત તેમના મગજમાં ઉતારવા માટે આ પ્રમાણે તેમણે કહ્યું છે. એ જ પુસ્તકમાં પ્રારંભમાં પ્રખ્ય મહાવીરે લખ્યું છે પણ પ્રાપ્ય વપ. નથી લખ્યું. તે એ લોકોના ધ્યાનમાં નથી આવતું એ વાત ધ્યાનમાં લઈ લોકો આગળ રજૂ કરે તો એમની બધી ઇમારત તૂટી જાય. આ તો ભવને નિર્ગુણ માનવા કહે છે, તે એમને પાલવે.? એક મામૂલી ડીગ્રી મેળવવા ધર્મને વેચી ખાય તે ભવને નિર્ગુણ કહે ? નહિ જેવા માનપાન માટે શાસનને ધક્કો મારે તે ભવને નિર્ગુણ માને ? ખોટી કીર્તિ ખાતર જે પ્રભુના આગમની દરકાર ન કરે તેને ભવ નિર્ગુણ લાગે ?
ભવને નિર્ગુણ અને મોક્ષને સગુણ માનનારો વિશુદ્ધ બનેલો-સંવેગ પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિ માટે જ ચેષ્ટા પ્રવૃત્તિ-ક્રિયા કરે-અને એ પણ યથા મ–આગમમાં કહ્યા પ્રમાણે કરે-પૂજા પણ આગમે કહેલી વિધિથી કરે, પોતે માનેલી વિધિથી નહિ-ધર્મષ્ટાની આ વાત છે. ધર્મચેષ્ટા સિવાયની ક્રિયા એ પાપરૂપ, પરરૂપ અને આત્માને હાનિકર માને; એનાથી એ ધ્રૂજે-ધર્મક્રિયા પણ સ્વર્ગાદિ માટે ન કરે-પોતે ગૃહસ્થ છે. બધું કરવું પડે પણ નેવં રળી આ કરવા યોગ્ય નથી. એમ એ માને-આ બધું “પાપરૂપ છે, ત્યાજ્ય છે' એમ એ
માને.
ભવને નિર્ગુણ માને ત્યારે હવે ભવમાં તો નારકીના જીવો પણ આવે અને અનુત્તર વિમાનવાસી દેવો પણ આવે. જેમ નારકી ન ઇચ્છાય તેમ સર્વાર્થસિદ્ધ વિમાન પણ ન ઇચ્છાય. સંસારનું પ્રગટ અધિકમાં અધિક સુખ સર્વાર્થસિદ્ધ
Page #389
--------------------------------------------------------------------------
________________
-
2
૩૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - વિમાનમાં છે અને ભયંકરમાં ભયંકર દુ:ખ સાતમી નારકીમાં છે. સમ્યગ્દષ્ટિ આત્મા જેમ સાતમી ન ઇચ્છે તેમ સર્વાર્થસિદ્ધ વિમાન પણ ન ઇચ્છે.
સમ્યગ્દષ્ટિ માત્રની આ ભાવના હોય. ભલે ક્ષાયિક ક્ષાયોપથમિક હોય. આ ભાવનામાં તીવ્રતા મંદતા હોય-જેટલી મંદતા તેટલી ખામી. યથાર્ - નેવં વરીયં-એટલે આગમમાં કહ્યું હોય તેમ ક્રિયા થાય. આગમને આઘે રાખીને એક કદમ પણ ન ભરાય.
આ સંઘનું વર્ણન ચાલે છે ને-સંઘને નામે યથેચ્છ બોલનારા પાક્યા તો આપણને આ વર્ણન વાંચવા, સાંભળવા અને વિચારવા મળ્યું-તેમને આ વાત જશે કે ન જચે પણ શુદ્ધ બુદ્ધિથી કહેનાર અને સાંભળનારને તો લાભ જ છે. મારું આમાં કલ્યાણ જ છે અને તમારું પણ કલ્યાણ છે. બીજા બહારનાઓનું એ જાણે. અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી આ ચીજ છે. સમ્યગ્દષ્ટિ દુષ્કર કાર્યને પણ સુકર બનાવેઃ
આ મહર્ષિ હવે કહે છે કે-સમ્યગ્દષ્ટિ રમા એવાં અનુષ્ઠાન આચરે કે જે શુદ્ર આત્માઓ માટે દુષ્કર હોય, ક્ષુદ્ર આત્માઓ એટલે સંસારની આસક્તિમાં પડેલા-એવા ગમે તેવા ભણેલા માટે પણ આ વાણી સિંહનાદ જેવી છે. સિંહનાદ થતાં શિયાળિયાં આપોઆપ નાસવા માંડે-આ શી વાત કહી ?
સમ્યગ્દષ્ટિ આત્માને રોમરોમ સંસારની ભયંકરતા લાગે. મોક્ષ જ એને સુખકર લાગે. તેથી મોક્ષ માટે જ એ મહેનત કરે અને તે પણ આગમમાં કહેલી વિધિ મુજબ કરે-આ બધી વાતો આજનાઓને પાલવે ? કેવળ ચર્મચક્ષુથી જોનારાને આ વાત રૂચે ? એ તો કહેવાના કે-જ્યાં સંસારમાં રહીએ તે ખોટું અને ન જોયેલું મોક્ષનું સુખ સાચું માનવું એ શી રીતે બને ? શાસ્ત્ર કહે તે માનવામાં પરાધીનતા લાગે અને ઘરની સ્ત્રી જેમ કહે તેમ કરવું પડે, એ ગુલામી એને મીઠી લાગે. કંચન અને કામિનીમાં ગુલતાન થયેલાઓને આ વાતો ન જ ગમે.
પ્રભુશાસનના વિરોધીઓને પાપથી તીવ્રતા વધતી જાય છે. એમ કરીને પણ એમને નામના કમાવી છે. એ નામના પણ એક બોજો છે. એ ભલે કમાતા, એની આડે આવવાનું આપણું કામ નથી. બોજો વધે એટલે નાવ તળિયે જઈને બેસે-આ તળિયું એવું ઊંડું છે કે જ્યાં પેઠા પછી નીકળવું ભારે-નદીના આરા પણ કેટલાક એવા હોય છે કે જો ભૂલેચૂકે કોઈ ત્યાં પેઠો કે ગયો. અક્કલ આવે અને આડો પડે તો તરે-પણ હીણકર્મીને એ ન સૂઝે.
Page #390
--------------------------------------------------------------------------
________________
939 – – ૨૫ : ભવ ભયંકર ઃ મોક્ષ ભદ્રંકર - 65 - ૩૬૯
કોઈને પાતાળમાં મોકલવાની મહેનત આપણાથી ન કરાય તેમ એમના ભેગા ઘસડાવાની મૂર્ખાઈ પણ ન કરાય. એમને નામના કમાઈ લેવા દ્યો અને નતીજો ભોગવી લેવા ઘો-એવું વિચારી આપણાથી બેસી પણ ન રહેવાય. આપણે તો લાલ વાવટો બતાવવો. એટલે કે ઉન્માર્ગે જતાં રોકવા-ભૂલેચૂકે લીલો વાવટો ન બતાવવો-ઉન્માર્ગ તરફ કદી આંગળી ન ચીંધવી-વાવટો કોઈ પડાવી લે કે કડી પડી જાય તો પાછા વળો-એમ કહેવું, રોકવા માટે બનતું કરવું, ન માને તો અદબ વાળી ઊભા રહેવું પણ સાથ તો ન જ પુરાવવોઉન્માર્ગ તરફ આંગળી તો ન જ ચીંધવી-જો કદાપિ એમ કર્યું તો તમે પણ પાપના ભાગીદાર બનશો.
આ બધી વાતો સમજી વિચારી, ઉન્માર્ગથી બચી-બચાવી સન્માર્ગે ચાલવાચલાવવાના જ સમ્યગ્દષ્ટિના પ્રયત્ન હોય. સમ્યગ્દષ્ટિની કરણી વિષે હજી પણ આગળ ગ્રંથકાર શું વિશેષ ફરમાવે છે તે હવે પછી.
Page #391
--------------------------------------------------------------------------
________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૬, મંગળવાર, તા. ૧૮-૨-૧૯૩૦.
સંસાર છે ત્યાં દુઃખ છે-મોક્ષમાં સુખ છે ઃ
♦ સંસારનો હેતુ હિંસાદિ છે, મોક્ષનો હેતુ અહિંસાદિ છે : ♦ દૃષ્ટિકોણ બદલો !
• જેનું નામ આપો તેને બરાબર ઓળખો !
♦ જે પાઠ ૨જૂ કરો તેના અર્થને બરાબર સમજો :
શાસનનો-શાસ્ત્રનો રાગ છે, એમ બોલવા માત્રથી ન ચાલે :
♦ સ્વમતિને આગળ કરનારા વિચારે :
♦ પ્રરૂપણાનો અધિકારી કોણ અને તે કઈ રીતે કરે ?
♦ માત્ર મહાવીરનું નામ દેવાથી ન ચાલે, મહાવીરના સિદ્ધાંતો માનવા પડે :
•
બહા૨ના કરતાં ઘરનાનો ભય વધારે :
જે ન જાણીએ ત્યાં મૌન રહેવાય પણ યથેચ્છ ન બોલાય :
શ્વેતાંબર-દિગમ્બર :
♦ સાધુથી શું કરાય, શું ન કરાય ?
♦ માર્ગવિરુદ્ધ પ્રરૂપક મિથ્યાદૃષ્ટિ :
• શ્રાવકને દ્રવ્યપૂજા, સાધુને કેમ નહિ ?
♦ એવાઓથી સાવધ બનો !
સંસાર છે ત્યાં દુઃખ છે–મોક્ષમાં સુખ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી ફરમાવી ગયા કે શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠને દૃઢ બનાવવા જેમ શંકાદિ પાંચેય દોષોનો ત્યાગ કરવો જોઈએ, તેમ તેને રૂઢ બનાવવા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ, એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં સૂરપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર બનેલો આત્મા સંસારસાગરમાં ૨મે નહિ; કેમ કે એણે સંસારને યથાસ્થિતરૂપે જોયો છે. એ આત્મા બહિરાત્મદશાથી પાછો ફરી અંતરાત્મદશા પામી સંવેગમાં લીન થઈ સંસારસ્વરૂપને યથાર્થરૂપે જાણતો હોવાના કારણે સમ્યગ્દર્શનની રૂઢતા માટે આ રીતે વિચારે
છે
66
:
Page #392
--------------------------------------------------------------------------
________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
સંવેગના પ્રતાપે એ આત્માને સંસારનું સુખ પણ દુઃખરૂપ લાગે. દુનિયાના પ્રાણીઓ દુ:ખને દુઃખ માને જ્યારે સંવેગી આત્મા દુનિયાના સુખને પણ દુઃખ માને છે. એ આત્માની સુખની ઇચ્છા દુનિયાના પ્રાણી કરતાં ભિન્ન પ્રકારની છે. એ તો એક જ વિચારે કે આ ભવોદધિ ભયંકર છે અને પ્રાણીમાત્રને કેવળ ક્લેશ ક૨ના૨ો થયો છે. જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ અને રોગ, શોક વગેરે એમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. સંસાર એટલે આ બધા ઉપદ્રવોનો સમૂહ ! જ્યાં એ ઉપદ્રવો નથી એ સંસાર નથી. એ તો મોક્ષ છે-સંસા૨માં રહેવું અને આ બધા ઉપદ્રવો ન જોઈએ તો એ કદી બનવાનું નથી.
ન
941
૩૭૧
જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક આદિ જ્યાં ભરેલા હોય તે સંસાર. જેમાં આધિ, વ્યાધિ, ઉપાધિ નથી તે સંસાર નથી. સંસાર હોય અને આધિ, વ્યાધિ, ઉપાધિ ન હોય એ સંભવિત જ નથી. એટલા માટે જ સમ્યગ્દષ્ટિ, સંસારને ભયંકર અને પ્રાણીમાત્રને માટે ક્લેશકર માને. એ આત્મા સુખ માત્ર મોક્ષમાં જ માને-જન્માદિ ઉપદ્રવોનો જ્યાં અભાવ ત્યાં જ સુખ, ભવ્યાત્મા પોતાની સઘળી શક્તિના ઉપયોગથી સંસારથી.મુક્ત થવા પ્રયત્ન કરે. મુક્તિ મળે એટલે પછી એની સઘળી પીડા નાશ પામે.
સંસારનો હેતુ હિંસાદિ છે : મોક્ષનો હેતુ અહિંસાદિ છે
હિંસા; મૃષા, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વગેરે અઢાર પાપસ્થાનકો જ્યાં છે ત્યાં સંસાર નિયમા છે; અને જ્યાં સંસાર છે ત્યાં દુઃખ નિયમા છે. અહિંસાદિનું સંપૂર્ણ પાલન થાય તો મુક્તિ નિયમા છે; અને મુક્તિમાં સુખ નિયમા છે. જેને સુખ જોઈએ તેણે સંસારથી આઘા ખસવું પડે અને સંસારથી આઘા ખસવા હિંસાદિથી વિરમવું પડે. જેટલી ક્રિયા હિંસાની જનક, પોષક, પ્રે૨ક, વર્ધક તે બધી પ્રવૃત્તિ શ્રી જિનેશ્વરદેવના અનુયાયી માટે અકરણીય છે. હિંસાને વધારનારી બધી વસ્તુ સંસાર વધારનારી છે માટે સુખના અર્થી માટે નકામી છે. દૃષ્ટિકોણ બદલો !
એવી એક પણ ક્રિયા ન જોઈએ કે જેથી સંસાર વધે. હિંસાદિથી સંસાર વધે છે. વર્તમાનમાં કદી હિંસા ન પણ દેખાતી હોય પણ પરિણામે હિંસા થતી હોય તોયે એ વર્જ્ય છે. એટલા માટે તો પૂજા, સામાયિક આદિ ધર્માનુષ્ઠાનો સંસારસુખની લાલસાએ કરવાની ના પાડી કેમકે એ પરિણામે હિંસાના પોષક છે. વર્તમાનમાં હિંસામાં પ્રેરે નહિ, પરિણામે હિંસામાં જોડે નહિ, તેવા જ વિચાર અને પ્રવૃત્તિ કરણીય છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૭૨
– સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ –
42 દુ:ખ ન જોઈએ તો સંસારથી છૂટો અને એનાથી છૂટવા હિંસાદિથી બચો. ભવની નિર્ગુણતા અને મોક્ષની ગુણમયતા સમજી વિશુદ્ધ બનેલો સમ્યગ્દષ્ટિ આત્મા ‘તર્થ' -મુક્તિને માટે, “યથા' –આગમે કહ્યા પ્રમાણે, “નિત્યં’ - સદા, ચેષ્ટા કરે અર્થાત્ પ્રવૃત્તિ કરે. વિચારો ! સમ્યગ્દષ્ટિ શું કરે? ચેષ્ટાપ્રવૃત્તિ-શા માટે ! મુક્તિને માટે. કઈ રીતે ? આગમે કહેલી રીતે : “તુ યથામતિ' -મરજી પ્રમાણે નહિ. શું સમજીને કરે? સંસારને નિર્ગુણ અને મોક્ષને ગુણમય સમજીને કરે-જેટલા સમ્યગ્દષ્ટિ તેટલાની પ્રવૃત્તિ, મુક્તિ અર્થે જ હોયમોક્ષ અર્થેની એની સઘળી પ્રવૃત્તિ પ્રેમપૂર્વકની જ હોય. એ હજી ત્યાગી નથી બની શક્યો એટલે વગર પ્રેમે પણ એને દુનિયાની ઘણી ક્રિયા કરવી પડે છે, પણ એ લુખ્ખી હોય છે. એની કિંમત નથી. પ્રેમપૂર્વક, હૃદયપૂર્વક, ઉલ્લાસપૂર્વક એ જે ક્રિયા કરે તે તો મુક્તિને માટેની જ હોય. ' જેનું નામ આપો એને બરાબર ઓળખો!
સભાઃ “શ્રેણિક મહારાજા સમકિતી છતાં ભાન ભૂલ્યા હતા ને ?
ના, એ ભાન ભૂલ્યા જ નથી. આજની નોવેલોમાં ગપ્પાં ઘણાં આવે છે. શ્રેણિક મહારાજા અવિરતિધર હતા છતાં તીર્થકર નામકર્મ નિકાચી શક્યા એવું સ્થાપવા માટે આજના અવિરતિવાદીઓ એ દૃષ્ટાંત આગળ કરે છે, અને એ રીતે મનાવવા માગે છે કે “વિરતિધર જ મુક્તિમાં જાય એવો નિયમ નથી; અવિરતિધરો પણ જાય, માટે અમે એ રીતે જઈએ તો વાંધો શો ?' આવા તર્કવાદીઓ પણ પાકવાના. એવું સમજીને જ પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે
શ્રેણિક સરિખા રે અવિરતિ થોડલ... માટે એમનો દાખલો ન લો ! એ લોકો મહાપુરુષોને પોતાને ફાવતી ઢબે બહાર મૂકવા માગે છે. સમ્યગ્દષ્ટિએ આવું સાહિત્ય વાંચવું ઘટે નહિ. વાંચવા લાયક લાગે તો પણ એ વંચાય ત્યારે કે જ્યારે એ ગીતાર્થની દૃષ્ટિમાંથી પસાર થયેલ હોય. તીર્થંકર નામકર્મની નિકાચનામાં અરિહંત પદની એમની ભક્તિ કઈ અને કેટલી ? રોમરોમમાં અરિહંત પદની ભક્તિ ભરી હતી. ભગવાન મહાવીરદેવનું નામ સાંભળતાં જ એમની રોમરાજી વિકસ્વર થતી હતી. એમાં જ એ આત્માનું કલ્યાણ માનતા હતા. સમ્યક્ત એવું અવિચલ હતું કે દેવતા પણ ચલાયમાન ન કરી શકે, તો બીજાની શી તાકાત ? સભા: “એ વિરતિધર ન હતા તો તપ વિના રિહંત પદની આરાધના શી
રીતે કરી ?”
Page #394
--------------------------------------------------------------------------
________________
43
- ૨૭: સંઘ-સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે – 66
- ૩૭૩
- શ્રેણિક મહારાજાએ વગર તપે અરિહંત પદ આરાધ્યું. ઉપવાસ કરનારા જ અરિહંત પદ આરાધી શકે એવો નિયમ નથી. ભગવાનના નામ, સ્થિતિ, પદ અને કરણીની એમને અખૂટ અનુમોદના હતી. અખૂટ રાગ હતો અને ભગવાનની આજ્ઞા માટે એ પ્રાણ આપવા પણ તૈયાર હતા. હૃદય એવું રંગાયેલું હોય તો જ એ થઈ શકે. જેમ ગૃહીલિંગે રહેલા, જિંદગી સુધી અવિરતપણાની પાપપ્રવૃત્તિમાં પડ્યા હોય છતાં અંતે એક અંતર્મુહૂર્તમાં ભાવથી સર્વવિરતિપણું પામી, અપ્રમત્તાવસ્થામાં આવી ક્ષપકશ્રેણી માંડી કેવળજ્ઞાન પામી મુક્તિપદે જાય છે ને ? એવી રીતે અહીં પણ અરિહંત પદ પ્રત્યેના તીવ્ર પરિણામ થવાથી એમણે ઉત્કટ આરાધના કરીને તીર્થંકર નામકર્મ નિકામું-પણ એ દૃષ્ટાંતથી આરાધનાની કરણી બંધ ન થાય.
સભા: “એ ભવમાં જ તીર્થકર નામકર્મ બાંધ્યું ?'
બાંધ્યું પૂર્વે પણ હોય પણ નિકાચ્યું એ ભવમાં-માત્ર બાંધ્યું હોય પણ નિકાચના ન કરી હોય તો એ દળિયાં વિખરાઈ પણ જાય. નિકાચના થયા પછી ફેરફાર થાય નહિ. ત્રીજે ભવે એ તીર્થંકર થયા જ
સભાઃ “શ્રેણિક રાજાએ નરકનું આયુષ્ય કયારે બાંધ્યું ?'
સમ્યક્ત થયા પહેલાં સમ્પર્વની પ્રાપ્તિ નરકનું આયુષ્ય બંધાયા પછી થઈ છે.
જે પાઠ રજૂ કરો તેના અર્થને બરાબર સમજો ! સભા: ‘તીર્થકરના પ્રવચન પ્રત્યે રાગ હોય પણ કુગુરુસંગે કે પોતે માનતો હોય
તે રીતે અસત્ પદાર્થને પ્રરૂપે તો તેને સમકિતી કહેવામાં વાંધો ખરો ?
(અત્રે પ્રગ્નકારે એક ગાથા રજૂ કરી હતી.)” ખોટું કરી રહ્યો હોય એવું ન જાણે ત્યાં સુધી તો ઠીક પણ જાણ્યા પછી, કોઈ ચેતવે છતાં ચાલુ રાખે તો એને સમકિતી કહેવાય નહિ. પોતાની મતિને જ વળગે, ઘણા ઇન્કાર કરે તોયે ન અટકે તો ત્યાં મિથ્યાત્વનો ઉદય માનવો પડે. આ ગાથામાં “દિ શબ્દ છે “નિવ' નથી. પોતે માને-એટલી આમાં વાત છે, નિરૂપણની વાત નથી. વચ્ચેથી એક ગાથા લેવાય અને આગળપાછળના સંબંધ તરફ દૃષ્ટિ ન કરાય તેની આ દશા છે. સમ્યત્ત્વનું નિરૂપણ કરતાં આ ગાથામાં એમ કહે છે કે પોતાના અલ્પ ક્ષયોપશમના કારણે, ગુરુના અનુપયોગથી કે કુગુરુના કુગુરુપણાના કારણે જો કોઈ અસત્ વસ્તુને સત્ માને તો એટલા ઉપરથી સમ્યક્તને બાધ નથી, કેમકે ગુરુની નિશ્રામાં તો છે. પણ કોઈ ચેતાવે તોયે ન ફરે તો મિથ્યાદૃષ્ટિ કહેવાય.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૪
–
સંઘ
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
-. 944 શાસનનો-શાસ્ત્રનો રાગ છે, એમ બોલવા માત્રથી ન ચાલે?
અત્રે પ્રશ્નકારે દિગંબર-સ્થાનકવાસીની વાત રજૂ કરી હતી કે-તેઓ પોતે એ રીતે માને છે અને કહે છે છતાં સમકિતી કેમ નહિ ?].
દિગંબર-સ્થાનકવાસીનો પ્રશ્ન આ ભાઈએ છેડ્યો છે માટે આપણે હવે એ વસ્તુ સ્પષ્ટ કરી લેવી જોઈએ. જે ગાથા આ ભાઈ લાવ્યા છે અને જેમની એ લખેલી છે એમણે જ આમને નિહ્નવ કહ્યા છે એ તો જાણો છો ને ? ન જાણતા હો તો હવે જાણો. અધૂરું જાયે વાત ન થાય.' - જ્યારે દિગંબર મત નીકળ્યો ત્યારે એના સ્થાપકને મહિનાઓ સુધી આચાર્ય ભગવંતે યુક્તિથી સમજાવ્યા છે છતાં ન માનવાથી નિહ્નવ કહી સંઘ બહાર કર્યા છે. જ્યાં સંઘ બહાર કરવાની જાહેરાત કરી હોય ત્યાં સમ્યક્ત માનવાની વાત હોય ? એ ગાથાના આગળપાછળના સંબંધ જોઈ એનું રહસ્ય સમજો. પોતાનો ક્ષયોપશમ અલ્પ હોય, ગુરુના અનુપયોગથી કે કુગુરુપણાથી અસત્ વસ્તુની સરૂપે શ્રદ્ધા થાય, છતાં શ્રી જિનેશ્વરે કહ્યું તે સાચું એવી અખંડ માન્યતા હોય તો એના સમ્યકત્વનો ઘાત થતો નથી, કહેવાનો આશય આ છે. બાકી ગમે તેવું પ્રરૂપે અને મોઢેથી બોલે કે “મને પ્રવચનનો રાગ છે” તો એ ચાલે ? સેંકડો ગીતાર્થો રોકે, ઇન્કાર કરે છતાં પોતાની મતિ મુજબ કરે જાય તો એ ચાલે ? એવી મતિનો શ્રી જૈનશાસનમાં નિષેધ કર્યો છે. શાસ્ત્ર કહે છે કે પોતાની બુદ્ધિ જુદી પણ પડે પરંતુ આગળથી સંગત ન હોય, ગીતાર્થોને સંમત ન હોય તો એ વાત પોતાના મનમાં જ દટાઈ જાય પણ કદી બહાર ન કાઢે.
વારૂ ! મિથ્યાદર્શનમાં રહેલા પોતાના દેવને કેવા માને ? સર્વજ્ઞ જ માને અને પોતાની માન્યતા પ્રમાણે એ સર્વજ્ઞની વાત પોતે સાચી માને તો ત્યાં વાંધો શો ? બતાવો ! અહીં તમારી દલીલ કઈ છે ? .
સભા: “માત્ર દિગંબર-સ્થાનકવાસી પૂરતી વાત કરું છું; કેમકે જૈનદર્શન વ્યાપક
છે.'
જૈનદર્શન જેવું દિગંબર-સ્થાનકવાસીમાં વ્યાપક છે તેવું ન્યાય, વૈશેષિક કે સાંખ્ય મતનમાં નથી ? છે જ. પોતાની બુદ્ધિએ માને તે પણ સમ્યગ્દષ્ટિ ગણાય તો તે નિહ્નવ કહ્યા કેમ ? સ્વમતિને આગળ કરનારા વિચાર!
સભા: ‘જમાલીએ તો ભગવાન ભૂલ્યા એમ કહ્યું હતું ને ?' એ પણ જમાલીએ પોતાની મતિએ કહ્યું હતું એ એક વાત અને જમાલી
Page #396
--------------------------------------------------------------------------
________________
945
- ૨૯: સંઘ-સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66 –– ૩૭૫
વિના બીજાઓએ તો એમ નહોતું કહ્યું; એ તો એમ કહેતા કે ભગવાનની દ્વાદશાંગીનો અર્થ આમ નહિ પણ આ રીતે થાય છે. છતાં એમને નિહ્નવ કહ્યા તેનું કારણ ? જો મતિની મુખ્યતા હોય તો “યથા TH' શબ્દ શોભારૂપ જ બની જાય છે ને ? તમે તો ભગવાનને એક વાર સાચા કહો જ્યારે બનાવટી ભક્ત બનેલો સો વાર સાચા કહે. જેને પોતે સાચા કહે તેમના આગમની વાત પોતાને ન બેસે તો નિરૂપણ ન કરે પણ એ પોતાની માન્યતા પેટમાં જ રાખે.
સમર્થ શાસ્ત્રકાર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અવધિજ્ઞાનનું નિરૂપણ કરતાં ક્ષેત્રનું વર્ણન કરે છે ત્યાં ભાષ્યકારથી પોતાની બુદ્ધિ જુદી પડે છે. એમની માન્યતા ગુરુને પણ સાચી લાગે છે. પણ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ત્યાં સાફ લખે છે કે “મને અહીં બુદ્ધિભેદ થાય છે, મારા વિચારમાં ગુરુ પણ સંમત છે પણ મહાબુદ્ધિના નિધાન ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજા જેવા ગંભીર જ્ઞાનીનો ત્યાં વિરોધ આવે છે માટે હું મૂંગો રહું છું-ક્યાં છે અને ક્યાં. હું ?'
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-“હે ભગવદ્ ! તારા શાસનમાં ઉત્પાત ા માટે નથી ? કારણ કે અન્ય દર્શનોની જેમ અહીં ગુરુની વાતનું શિષ્ય ખંડન કરતો નથી...–શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ કવિ પણ કહે છે કે-ક્યાં સિદ્ધસેન દિવાકજીની સ્તુતિઓ અને ક્યાં મારી ! આવી લઘુતા તેઓ ધરાવતા હતા. પોતાના કથનને પૂર્વાચાર્યોના કથન સાથે બાધ આવે ત્યાં તેઓ તરત ચૂપ થતા હતા.
વીતરાગના પ્રવચનને માનું’ એમ કહે અને મતિ મુજબ બોલવાની છૂટ હોય તો એકેય આગમ, એકેય પાટ કે એકેય પરંપરા ન ચાલે. આવેશમાં આવીને “ભગવાન ભૂલ્યા' કહેનારા જમાલિ તો ઉગ્ર નિહનવ થયો, પણ બીજા નિહનવો એવા નથી. એ તો પોતાની વાત માટે આગમનાં જ સેંકડો પ્રમાણ આપતા, પણ આચાર્યોએ સમજાવ્યું કે એ પ્રમાણોને ઊંધે માર્ગે લઈ જવાય છે, છતાં ન માન્યું તો જે માથા પર વાસક્ષેપ નાખેલો ત્યાં રાખ નાખી સંઘ બહાર કર્યો.” “એની મતિ એમ હતી તો તે એમ કહે” એવું ન ચાલવા દીધું-જો એમ જ માનવાનું હોત તો આ બધું લખવાની, સમજાવવાની મહેનત શા માટે ? ગીતાર્થોનો તીવ્ર વીરોધ છતાં, સત્ય સમજાવવા છતાં જેઓએ પોતાની બુદ્ધિની હઠ કરી તેઓને જૈનશાસને નિહ્નવ જાહેર કર્યા છે; માટે તેની સાથે આ ગાથાનો બાધ આવતો નથી.
Page #397
--------------------------------------------------------------------------
________________
વ
૩૭૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 946 પ્રરૂપણાના અધિકારી કોણ? અને તે કઈ રીતે કરે ?
હવે આ ગાથામાં તો “સદહઈ” લખે છે પણ આ ભાઈ તો વળી નિરૂપણની વાત કરે છે. શાસ્ત્ર કહે છે કે ઉત્સર્ગ અપવાદના નયને જાણે તે દેશના ન દે. - પ્રકલ્પ ધરે, ઉત્સર્ગ-અપવાદ જાણે, કઈ વસ્તુ ક્યાં યોજાય તે જાણે તેને પાટે બેસવાનો (નિરૂપણ કરવાનો) અધિકાર ગીતાર્થ આપે; પછી પોતાની મતિ રહી ક્યાં ? પાટે બેઠેલાએ વળગવાનું ક્યાં ? આગમને. “કથન' એટલે આગમ કહે તે બોલવાનું પછી પોતાની મતિ રહી ક્યાં ? આગમથી કદી પોતાની મતિ જુદી પડે તો તરત ચૂપ થાય, બહાર કાંઈ ન બોલે. પ્રવચન માન્ય કરે અને બોલવાનું મતિ પ્રમાણે-એ બે વાતનો મેળ મળે? પછી ત્યાં સમ્યક્ત્વ રહે ? પોતે કદી કુગુરુ યોગે જુદું માન્યું, એ પ્રમાણે બોલ્યો પણ તે વખતે કોઈ ચેતવણી આપે તો તરત ચોંકે, પરસ્પર વિચારણા કરે છતાં પોતે સાબિત ન કરી શકે તો માને કે “યદ્યપિ મને નથી સમજાતું પણ આગમથી સંગત નથી માટે ચૂપ રહું છું ! એમ વિચારી ચૂપ રહે. એ વાતને એ બહાર ન લાવે
જૈનશાસનમાં આ નીતિ ન હોત તો આ બધું સચવાત નહિ. અરે ! પાઠમાં મતાંતર પડ્યા તો ત્યાં પણ એમ જણાવ્યું. ત્યાં બધાના પાઠ નામ સાથે લખ્યા અને કહી દીધું કે તત્ત્વ કેવલી જાણે. જ્યાં આટલો ભય હોય ત્યાં મતિની વાત ચાલે ?
દરેક દર્શનવાળા પોતાના દેવને વીતરાગ અને દોષરહિત માને છે. ત્યાગ વિના કલ્યાણ નથી એમ પણ દરેક આસ્તિક દર્શનકાર માને છે. ખુલ્લી રીતે કોઈ દર્શન હિંસાનું વિધાન કરતું નથી. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચે તત્ત્વો બધામાં સમાન છે. આ પાંચમાં કોઈ દર્શન વાંધો ઉઠાવતું નથી. આટલું છતાં શાસ્ત્ર એમને મિથ્યાદૃષ્ટિ કેમ કહ્યા ? શાસ્ત્ર કહે છે કે એમની ભાવના ખોટી નથી પણ બિચારી સાચો માર્ગ પામી શક્યા નથી.
આ ભાઈના કહેવા મુજબ માત્ર પ્રવચનને માને અને મંતિ મુજબ નિરૂપણ કરે તેનેય સમ્યગ્દષ્ટિ કહેવામાં વાંધો નથી એમ માનીએ તો તો આ કુદર્શનવાદીઓ પણ કહી શકે કે “અમને કેમ મિથ્યાષ્ટિ કહો છો ? અમે પણ દેવને વીતરાગ માનીએ છીએ. માત્ર મહાવીરને ન માનીએ માટે મિથ્યાષ્ટિ ? અને તમારામાં જ મહાવીરને માનીને ફાવે તેવા ગોટાળા વાળે તે સમ્યગ્દષ્ટિ ?' ઇતર દર્શનવાળા પણ પોતાના દેવને સર્વજ્ઞ માને છે, તો એની વાત માને એને મિથ્યાદૃષ્ટિ કેમ કહ્યા ?
Page #398
--------------------------------------------------------------------------
________________
947
- ૨૭ -સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
-
૩૭૭
સભા: “એ શાસ્ત્ર કહેનારા આપ્ત નથી.”
તેઓ તો એમને આપ્ત માને છે ને ? તમે ન માનો તેથી શું ? જેવો પ્રશ્ન દિગંબર-સ્થાનકવાસી પ્રત્યે તેવો જ અહીં લગાડો એટલે ઉત્તર મળી ગયો સમજો. માત્ર મહાવીરનું નામ દેવાથી ન ચાલે, મહાવીરના સિદ્ધાંતો પણ માનવા પડેઃ
આ દર્શનમાં પક્ષપાત નથી. પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને કહેવું પડ્યું કે “મહાવીરનો મને પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી.” ભગવાનના સિદ્ધાંતો સાચા માને, સદ્દહે તે સમ્યગ્દષ્ટિ. આ તો એવી વાત થઈ કે “તું મારા બાપને બાપ કહે પછી ચોરી કરે તોયે તારી સાથે ઊભો રહું', એ ચાલે ? પોતાના બાપને બાપ કહેનારો પણ જો વસ્તુ ચોરી લાવે તો શાહુકારે કહેવું પડે કે-“એમ ન લવાય. માફી માંગ. પાછું મૂકી આવ.' પેલો કહે કે મારી મતિમાં આવ્યું માટે લાવ્યો; બાકી બાપને તો બાપ માનું છું, તો એ ચાલે ? એ મૂકવા ન જાય તો એ કેમ ચાલે ? એ જ રીતે પ્રવચન માનું છું એમ કહે અને ગપ્પાં મારે એ ચાલે ?
પાંચસો શિષ્યના ગુરુ અંભવિ હતા, એનું દૃષ્ટાંત જાણો છો ને ? એ પાંચસો શિષ્યો પોતાના એ ગુરુને તારક માનતા હતા. બીજા એક ગીતાર્થ આચાર્યે એમને ચેતવ્યાં કે “તમારા આ ગુરુ અભવિ છે માટે ત્યાજ્ય છે. પેલાઓએ પૂછ્યું કે એની ખાતરી શી ?,
ખાતરી કરવા માટે રાત્રે માત્ર પરઠવવા જવાની જગ્યાએ ખાનગી રીતે કોલસી પથરાવી દીધી. મુનિઓ રાત્રે શંકા ટાળવા તે તરફ ગયા, તો કેટલાક આગળ ન જતાં પાછા ફરી ગયા, કેટલાક બહુ કંપતે હૈયે ગયા-કોલસીમાં પગ પડતાં અવાજ થાય. એટલે જીવાત છે એમ માને. પછી ગુરુ ઊઠ્યા. કોલસીમાં પગ પડતાં અવાજ થયો. આજુબાજુ કોઈ નથી એની ખાતરી થતાં હળવે રહી ખુશ થતાં બોલ્યા કે-“વાહ ! મહાવીરના કીડા કેવા ચું ચું કરે છે ?” પેલા આચાર્યની સલાહથી શિષ્યો તો જાગતા જ સૂતા હતા. તેમણે આ સાંભળ્યું અને નક્કી કર્યું કે “જીવનું નિરૂપણ ભલે સારામાં સારું કરે પણ શ્રદ્ધા નથી, માટે ત્યાજ્ય છે. પાંચસોયે શિષ્યોએ તરત ગુરુનો ત્યાગ કર્યો. ચેતવ્યા પછી પણ પોતાની વાતને પકડી રાખે તે કેમ ચાલે ? બહારના કરતાં ઘરનો ભય વધારે ! તે આપણને જેટલો ઇતર મિથ્યાષ્ટિનો ભય નથી તેટલો ઘરના મિથ્યાષ્ટિનો ભય છે. ઇંતરો કોઈ વાત મહાવીરના નામે કરવાના નથી.
Page #399
--------------------------------------------------------------------------
________________
-
948
. ૩૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ઘરના તો મહાવીરના નામે બોલે અને તે પણ પોતાની મતિ મુજબનું બોલે, ત્યાં વાંધો છે. પાણીમાં જીવ નથી એમ ઇતર કહે પણ તે મહાવીરના નામે કહે છે ? ના. તો પછી બીજાના નામે કહે ત્યાં વાંધો શો ? આ તો કહે કે-“મહાવીરને માનું, આગમો માનું પણ પાણીમાં જીવ નથી માનતો, મહાવીર પાણીમાં જીવ કહે જ નહિ.” આવું બોલે એ ન નભાવાય, કહેવું પડે કે એ નિદ્ભવ-એક હાથમાં દૂધી અને એક હાથમાં બટેટું રાખીને કહે કે “આમાં થોડી જીવ અને આમાં અનંતા-આવું વળી મહાવીર કહેતા હશે ?”, આવું બોલનારા અને મહાવીરના નામે ખોટી વાતો કરનારા પેલાથીયે ભયંકર છે.
આજે વિરોધી પણ મહાવીરને ખોટા નથી કહેતા, “શ્રદ્ધા નથી” એમ કહે છે ? તમામ આગમને ખોટાં કહે છે ? ખોટાં આગમમાં શ્રદ્ધા નથી એમ કહે છે ? ના. એ કહે છે કે-“શ્રી જિનેશ્વરદેવ ખરા-એમની આજ્ઞા ખરી-પણ એ આજ્ઞા આજે રહી નથી. હવે આમને સમ્યગ્દષ્ટિ મનાય ? એ કહે છે કે“ચોવીસસો વર્ષ પહેલાંની આજ્ઞા તો ભગવાન મહાવીર સાથે ગઈ. આજે છે તે તો બનાવટી છે. પાછળનાઓએ ઊભી કરેલી છે.' આવું બોલે છતાં એને સંઘમાં મનાય ? જો ભગવાન મહાવીરની સાથે બધું ગયું તો શાસન રહ્યું ક્યાંથી ? આચારાંગ, સૂયગડાંગના બનાવનારા સ્વયં ગણધરદેવો છે, તે પણ જો બનાવટી લાગે તો આ. શ્રી હરિભદ્રસૂરિજીની કિંમત શી ? પછી તો કહી દો કે ભગવાનનું શાસન ભગવાનની સાથે ગયું. આમ કહેવું છે ? આવું હોત તો યથા -લખવું ન પડત. “અરિહંતના પ્રવચન પર રાગ છે” એમ બોલવા માત્રથી સમ્યક્ત્વ ન આવેજે ન જાણીએ તેમાં મૌન રહેવાય પણ યથેચ્છ ક્યારેય ન બોલાય?
યામાને વિ સમ્પનં - પોતે ન જાણે છતાં-શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે સાચુંએવા ભાવથી શ્રદ્ધા રાખે તે સમ્યગ્દષ્ટિ, એમ કહ્યું ત્યાં વચ્ચે પોતાની મતિની વાત લાવે તે કેમ ચાલે ? આગમની આજ્ઞા જોઈને જ બોલાય-ન બેસે ત્યાં મૂંગા રહે-સાIIણ થમ્યો-' ધર્મ આજ્ઞામાં છે-ધર્મ મતિમાં નથી.
જૈનદર્શનમાં તો ઘણીયે વસ્તુ હોય પણ મને જેનો અભ્યાસ ન હોય તે કલ્પનથી કહી શકતો હોઉં તો પણ કહેવાની શાસ્ત્ર ના પાડી. આગમ પાસે કલ્પના થાય ? ગીતાર્થોના વિરોધથી ઘણા મુનિઓ મૂંગા રહ્યા પણ પોતાની મતિ મુજબ બોલ્યા નથી. અમને છમસ્થપણું છતાં બોલવાનો હક્ક અને શ્રી જિનેશ્વરદેવને છઘકાળમાં બોલવાનો હક્ક કેમ નહિ ? છઘઉકાળમાં એમણે પોતે બોલવાનો હક્ક સ્વીકાર્યો નથી અને અમને છઘWકાળમાં
Page #400
--------------------------------------------------------------------------
________________
949 - - ૨૭ સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66 - ૩૭૯ બોલવાની છૂટ આપી એનું કારણ ? એ ભૂલ કરે એવા છબસ્થ અને અમે ભૂલ ન કરીએ એવા છદ્મસ્થ, એમ તો નહિ ને ? એમને તો ગર્ભથી ત્રણે વિશુદ્ધ જ્ઞાન સાથે જ છે. પોતાનો જન્મકાળ, દીક્ષાકાળ, કેવળજ્ઞાનકાળ, નિર્વાણકાળ એ બધું પોતે જાણે છે. પૂર્વનું જ્ઞાન પણ એમને પ્રગટ છે. છતાં તેઓ છદ્મસ્થ કાળમાં મોટે ભાગે પ્રાયઃ મૌન રહે છે, કદી પ્રસંગવશાત્ એક-બે વાક્ય બોલે એ વાત જુદી. એમ કેમ? કારણ કે શ્રીજિનેશ્વરદેવને તો સ્વતંત્ર કહેવું છે અને અમારે તો એમનું કહેલું કહેવું છે. જે કહેલાનું જ્ઞાન ન હોય અને તે અંગે કહેવામાં આવે ત્યાં અમારે મૌન રાખવાનું છે.
કેટલાક અમુક વાતને પ્રક્ષિપ્ત (ઉમેરેલી) છે એમ કહે છે. એમને પૂછો કે અમુક પ્રક્ષિપ્ત અને અમુક પ્રક્ષિપ્ત નહીં એ શાના આધારે કહો છો ? ચાર જણા ચાર જુદી જુદી વાતોને પ્રક્ષિપ્ત કહે તો સાચું કોણ ?
શ્રી જિનેશ્વરદેવ તો ત્રણ જ્ઞાનના ધણી. એ બોલવા ધારે તો બોલી શકેતમારી અમારી મતિમાં તો મોટું મીઠું છે. કહેલી ચાર વાતમાં અડધી યાદ રહે ને અડધી ભુલાઈ જાય-કલાક પહેલાંની પણ વાત કંઈકને યાદ રહેતી નથી. કહેલું બધું યાદ રાખનારા તો ભાગ્યે જ કોઈ હોય છે. મતિની આ દશા છે ત્યારે શ્રુતનો અભ્યાસ કેટલો ? એક ગાથા અહીંથી અને બે ગાથા ત્યાંથી ઉઠાવીને આગળ ધરવી એવો જ શ્રુતનો અભ્યાસ છે કે બીજો ? અવધિ તો સાંભળ્યું નથી અને મન:પર્યવ તથા કેવળજ્ઞાન તો છે જ નહીં-આવા આપણને મતિ મુજબ બોલવાની છૂટ હોય?
અરિહંતનું પ્રવચન સાચું-એના પર રાગ ખરો પણ બોલું તો મને ફાવે તેમ–આવું બોલનારનો રાગ કેવો ? , શ્વેતાંબર-દિગમ્બર : "
વારુ ! નિક્ષેપા કેટલા ? ચાર છે ને ? નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવએમાંના ત્રણ માને અને સ્થાપના ન માને તો ? એ પણ પોતાની મતિથી જ એમ માને છે ને ? પણ એ ચાલે ? વળી કોઈ કહે છે કે-“સૂતરનો તંતુ હોય તો સંયમ નહીં. માટે જ સ્ત્રીને કેવળજ્ઞાન ન થાય-” આ પણ મતિની માન્યતા છે. પણ ત્યાં સમ્યક્ત મનાય ? “સ્ત્રી નગ્ન ન રહી શકે માટે એને ચારિત્ર જ નહીં અને તેથી મુક્તિ પણ નહીં' એમ કહી દીધું. હવે પ્રશ્ન થાય છે કે સૂતરના તંતુમાં જો મૂર્છા થાય તો સાડી ત્રણ મણની કાયામાં ન થાય ? તમને પ્રેમ વધારે વસ્ત્ર પર કે શરીર પર ? વસ્ત્ર તો હજી છોડાય, પહેરેલું સળગે તો ઝટ કાઢીને ફેંકી દેવાય પણ સડેલી આંગળી કપાવવી હોય તો ? ડૉક્ટર બેહોશ કરે પછી કાપી શકે.
Page #401
--------------------------------------------------------------------------
________________
૩િ૮૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
50 ઇંજેક્શનથી ચામડી બહેરી કરવી પડે, પછી જ વાઢકાપ થાય. સાડા ત્રણ મણની કાયા સાથે, છતાં એમાં મૂચ્છ નહિ !અને સૂતરના તંતુમાં મૂચ્છ ખરી, આવું માનનારા કહે છે કે-“અરિહંતનું પ્રવચન માનું છું પણ મારી મતિ કહે છે કે “શરીર પર મૂર્છા ન થાય પણ સૂતરના તંતુમાં થાય.” શાસ્ત્ર તો કહે છે કે આવું કહેનારા અજ્ઞાન છે.
શ્વેતાંબરો એવું નથી કહેતા કે નગ્નને કેવળજ્ઞાન ન થાય કે એનામાં સંયમ ન હોય ! વસ્ત્રો હોય પણ લૂંટારો લૂંટી જાય તો સંયમ પણ ભાગી જાય એવું એ નથી માનતા. પરંતુ એવી અવસ્થામાંયે ક્ષપકશ્રેણી માંડે અને કેવળજ્ઞાન પણ પામે એમ તેઓ માને છે. ત્યાં કોઈ પણ પ્રકારની હઠ નથી. આ તો કહે છે કે સૂતરનો તંતુ શરીરને વળગ્યો એટલે કેવળજ્ઞાન ન થાય. માટે તો મલ્લીનાથને મલ્લનાથ કહે છે. આ કદાગ્રહના કારણે એમનામાં ચાર પ્રકારના સંઘમાંથી બે પ્રકારનો જ . રહ્યો. સાધ્વીસંઘ તો રહ્યો જ નહિ અને સાધુ પણ આ સરકારના રાજ્યમાં એમ કરી શકે નહિ. ભગવાને ચાર પ્રકારનો સંઘ સ્થાપ્યો ત્યારે એમણે બે પ્રકારનો જ રહે તેવી યોજના આદરી. વળી એ લોકો કહે છે કે આજે દ્વાદશાંગી છે નહિ. પૂછીએ કે “ત્યારે શું છે ? તો કહે છે કે પુરાણ છે. વારું ! પણ એ પુરાણ બનાવ્યાં કોણે ? તો એનો જવાબ નથી. આમ છતાં એ કહે છે કે “અમને પ્રવચન પર રાગ છે માટે બીજું કાંઈ ન જોવાય.” આ કઈ જાતનો ન્યાય ? સાધુથી શું કરાય, શું ન કરાય?
હવે આજના આપણા ઘરનાઓની દલીલ સાંભળો. એ કહે છે કે-જેમ મુનિ પૂજા ન કરે પણ શ્રાવકને પૂજા કરવાનું કહે છે તે રીતે શ્રાવકને બીજી ક્રિયા કરવાનું કેમ ન કહે ? પોતે ચૂલો ભલે ન સળગાવે પણ શ્રાવકને સળગાવવાનું કહેવામાં શું વાંધો ? પોતે વેપાર ભલે ન કરે પણ શ્રાવકને વેપાર ધંધા કરવાની પ્રેરણા કેમ ન કરે ?આવું બધું પોતાની મતિથી જ કહે છે ને ? આવું કહેવાની ઘટનાને પણ છૂટ ખરી ? તમને ક્યા દીકરા ગમે ? ચાર દીકરા હોય પણ પ્રેમ કોના ઉપર ? તિજોરીમાં લાવે તેના પર કે બહાર ફેંકી આવે તેના ઉપર. ચારમાંથી એક દીકરો કહે કે- “બાપાજી ! તમે તો લોભિયા થયા છો. હું તો તિજોરીમાંથી ફાવે તેમ ઉડાડીશ !” એમ કહી ઉડાડવા માંડે તો બાપાજી શું કરે ? પાગલ થયો છે એમ કહીને ઓરડીમાં જ પૂરે ને ? -
આવા ઘરના મિથ્યાષ્ટિઓ જેટલા પેલા બહારના મિથ્યાષ્ટિઓ ભયંકર નથી. પેલાને તો બધા ઓળખે. ઘરના ઓળખાય નહિ-શાસ્ત્રમાંથી આવી એકાદ ગાથા લઈ તેને એવા વિકૃત સ્વરૂપે રજૂ કરે કે સત્યાનાશ વાળે-એવાને
Page #402
--------------------------------------------------------------------------
________________
૨૬: સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
૩૮૧
તો પીંખી પીંખીને ઓળખાવવા પડે. ખુલ્લા ચોગાનમાં મંચ પર ઊભા કરી જગતને ચેતવવું જોઈએ કે ‘આમને ઓળખી લેજો. પોતાની મતિ પ્રમાણે ચાલી જગતને ઊંધા માર્ગે ઘસડી જનારા આ નામદારો છે. માટે તેમનાથી બરાબર સાવધ રહેજો !’
951
ભગવાનની દ્રવ્યપૂજા અને ચૂલો સળગાવવાની ક્રિયા એ બેની સરખામણી હોય ? એ લોકો કહે છે ‘સાધુ જેમ શ્રાવકના શ્રાવકપણાની ચિંતા કરે તેમ તેના વેપાર રોજગારની ચિંતા કેમ ન કરે ?'
કોઈ તો વળી એમ પણ કહે છે કે-‘આ સાધુઓ કે જેઓ કેવળ ધર્મની જ વાતો કર્યા કરે છે, તે નકામા છે. જેઓ ધર્મની વાત કરે તેમ સંસારની પણ વાત કરે, જેમ બે ઘડીનું સામાયિક કરવાનું કહે તેમ બાકીની ઘડીઓમાં વેપાર ક૨વાનું પણ શીખવે તે સાધુ કામના-સાધુઓ અને કાંઈક એવું બતાવે કે અમારા વેપાર રોજગાર ચાલે, અમે‘કમાઈને ઘી ચોપડ્યું અનાજ મેળવીએ અને એમને પણ વહોરાવીએ, અમે પણ સારી રીતે જીવીએ અને એ પણ જીવે. એમ બેયનું કામ ચાલે. સાધુઓને જીવવાનું તો અમારા આધારે છે ને ?
અમારાં છોકરાંને નવકાર ભણાવે તો કક્કો બારાખડી કેમ ન ભણાવે ? કલાક નવકા૨ ભણાવે તો બાકીના બે-ચાર કલાક કક્કો બારાખડી ભણાવે. એ પણ વિદ્યા નથી ?'
તેમની આવી વાતો સાંભળી ભોળા લોકો એમાં આવી જાય અને કહી દે કે‘હા ભાઈ ! ખરી વાત છે’ તો શું થાય ? આવી રીતે પોતાની મતિ પ્રમાણે વાતો કરે અને ‘અમને અરિહંતના પ્રવચન ૫૨ રાગ છે એમ બોલે એ બેનો કાંઈ મેળ ખરો ?”
હું વારંવાર ‘પ્રવચન પર રાગ’ એમ કેમ બોલું છું ? એ તમે સમજી શકો છો ને ? મુક્તિ માટે સમ્યજ્ઞાન જરૂ૨ી કે મિથ્યાજ્ઞાન ? સમ્યજ્ઞાન પરલોક માટે ઉપયોગી છે-કેવળ આલોક માટે ઉપયોગી હોય તો તે મિથ્યાજ્ઞાન છે. તમારા છોકરાને સોંપી દો તો એકડો પણ ભણાવું, કક્કો બારાખડી પણ ભણાવું અને નવકાર પણ ભણાવું-પણ જો મને સોંપ્યા પછી વળી પાછો લઈ જવાનો હોય તો એકલો નવકાર જ ભણાવું. કેમ ? કારણ કે એને એકડો ભણાવું તો એ શું કરવાનો ? ચોપડા લખવાનો, વ્યાજ વટાવના હિસાબ ગણવાનો, નફાનુકસાનનાં સરવૈયાં કાઢવાનો. અહીં સમર્પિત થયો હોય તો એના ભણતરનો ઉપયોગ આગમનાં ૨હસ્યો સમજવામાં થવાનો. એ લોકો કહે છે કે-‘સાધુઓ ન્યાય તથા વ્યાકરણ કેમ ભણે છે ?' સાધુઓ ન્યાય-વ્યાકરણ પણ આગમો સમજવા માટે ભણે છે. .
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
952
માર્ગવિરુદ્ધ પ્રરૂપક, મિથ્યાદૃષ્ટિ :
‘અરિહંતનું પ્રવચન માન્ય છે' એવું માત્ર જીભે બોલનારા દંભીઓએ તો આ શાસનને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે-શાસ્ત્ર કહે છે કે મહાવીરને માનવાની વાત કરો તો આજ્ઞા એની માનો-કવિવર્ય શ્રી દેવચંદ્રજી કહે છે કેસ્વામીગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરિશન શુદ્ધતા તેહ પામે :
મોઢે અરિહંતના પ્રવચન પર રાગ હોવાનું જણાવે અને પછી પોતાની મતિ ચલાવે તો દર્શન મલિન થાય-અલ્પ ક્ષયોપશમના કારણે ભૂલ થાય પણ કોઈ બતાવે તો તરત સુધારવાની તૈયારી હોય તો સમ્યક્ત્વ ન જાય, પણ જેની ભૂલ સુધા૨વાની તૈયારી ન હોય એનામાં સમ્યક્ત્વ હોય ? અને હોય તો ટકે ? જે પોતાની બુદ્ધિમાં આવે તેમ ચલાવ્યે રાખે અને સમજવા તૈયાર પણ ન હોય તે તો મિથ્યાદષ્ટિ છે.
સૂતરનો તંતુ દેહને વળગે એટલે સંયમ ન રહે, સંયમ ન હોય એટલે કેવળજ્ઞાન ન થાય માટે સ્ત્રીને સંયમ ન હોય, કેવળજ્ઞાન ન થાય, એવું માનનારા તથા ચાર નિક્ષેપને બદલે સ્થાપના નિક્ષેપાને ઉડાવી ત્રણને માનનારામાં સમ્યક્ત્વ કેમ હોઈ શકે ? માર્ગ વિરુદ્ધ પ્રરૂપણા કરનારાને મિથ્યાદ્રષ્ટિ માનવામાં હ૨કત શી ?
શ્રાવકને દ્રવ્યપૂજા અને સાધુને કેમ નહિ ?
સભા ‘દ્રવ્યપૂજા સાધુ પોતે નથી કરતા માટે પાપ છે ? પાપ હોય તો શ્રાવકને દ્રવ્યપૂજા કરવા યોગ્ય છે એમ કેમ કહે ?’
}
દ્રવ્યપૂજામાં પાપ છે માટે સાધુ નથી કરતા એમ નથી. ભગવાનનની પૂજામાં પાપ કેમ મનાય ? ત્યાં અધિકારીપણાનો સવાલ છે. સાધુ દ્રવ્યપૂજાનો અધિકારી નથી-શ્રાવકને દ્રવ્યપૂજા અવશ્ય કરણીય છે. પથારીમાં પડેલા દીકરાને બાપ દવા પાય કે નહિ ? પાય જ. પણ પોતે ન પીવે. કારણ, પોતાને રોગ નથી. દીકરો રોગી છે. એ વખતે દીકરો કહે કે-‘બાપાજી, તમે નથી પીતા તો મને કેમ પાઓ છો ? તો એ ચાલે ? દીકરો માંદો થાય તો ડૉક્ટરને ઘેર બોલાવી પચાસ રૂપિયા વિઝિટ ફીના ખર્ચી દવા લાવે અને પોતે પાય. રોગ સારો નથી, દવાનો પ્રેમ નથી પણ દવા કરવાથી પરિણામ.સારું માન્યું તો દવા કરે છે ને ? દવા પીતાં મોઢું કટાણું કરે તોયે પાય છે ને ? ડૉક્ટર કહે કે ચાહ
Page #404
--------------------------------------------------------------------------
________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે -66
નહિ આપવાની તો કહી દે કે-‘નહિ આપું.’ બાપ ચાહ પીવે અને દીકરો માગે તોયે ન આપે. પોતે દવા ન પીએ અને દીકરાને પાય-એ જ રીતે શ્રાવકને પરિગ્રહ રૂપી રોગ લાગ્યો છે, મુનિને નથી.
953
૩૮૩
શ્રાવકને પરિગ્રહરૂપી રોગ વળગ્યો છે, તે કાઢવા દ્રવ્યપૂજાની જરૂર છે. મુનિને એ રોગ નથી માટે એને દ્રવ્યપૂજા કરવાની નથી-તમે દીક્ષા લો તો તમારા માટે પૂજા વિધેય નહિ રહે, જ્યાં સુધી ખાટલે પડ્યા છો ત્યાં સુધી ત્યાંથી બેઠા કરવા માટે પૂજા એ પરમ ઔષધ છે. એમાં પાપ નથી. એ ઔષધ સેવવું પડે છે એ ખામી છે. સાધુને તો રોગ નથી માટે નથી કરતા. બાકી પૂજામાં પાપ મનાય ? પરિગ્રહરોગથી ઘેરાયેલા તમને પરિગ્રહનો ત્યાગ કરાવવા માટે પૂજા એ ઔષધ રૂપ છે, જેમ ત્યાં રોગી દીકરો ઔષધ પીતો થઈ જાય તો બાપ રાજી થાય. કહે કે-કેવો ડાહ્યો થઈ ગયો કે પોતાની મેળે દવા પી જાય છે. રોજ આમ પીવે તો આનંદ થાય. એ જ રીતે તમે પૂજા કરો તો અમને આનંદ થાય. અમે પ્રશંસા કરીએ-ધન્યવાદ દઈએ, તમે હીરાની આંગી કરો, રોજ સુંદર ભક્તિ કરો તો અમે તમારાં વખાણ કરીએ કેમ કે તમે જાતે દવા પીતા થયા, હોંશે હોંશે ઔષધ લેતા થયા એટલે ખાતરી થઈ કે હવે તમારો રોગ જવાનો-નીરોગ્યએ દવા પીવી એ મૂર્ખતા છે. નીરોગી બાપ રોગી દીકરાને દવા ન પાય ?
માટે દ્રવ્યપૂજાનો નિષેધ કરનારા મિથ્યાદ્ગષ્ટિ છે. પરિગ્રહના ફંદામાં ફસેલાને એ .ફંદામાંથી બહાર કાઢનારી દ્રવ્યપૂજાનો નિષેધ કરનારાઓમાં સમ્યક્ત્વ.કેમ હોઈ શકે ? ગુરુને વાંદવા જાય ત્યાં પાપ નહિ અને ભગવાનની પૂજા ફરવા જાય તો પાપ લાગે ? ગુરુના કપડે પગ અડે ત્યાં પાપ માને અને ભગવાનની મૂર્તિની આશાતનામાં વાંધો ન માને એનું કારણ ? પછી કહે કે‘અરિહંતનું પ્રવચન માનું છું' તો એ સાચું કહેવાય કે ઢોંગ કહેવાય
માલિકના નોકરે માલિકના કૂતરાને પણ ૨માડવો પડે છે. શેઠના ફોટા પર જૂતાં ન મુકાય-એ ફોટા પર કચરો પડ્યો હોય તો ખંખેરવો પડે. સ્નેહીના ફોટાને એનો પ્રેમી જોતાં ધરાતો નથી. સ્વર્ગવાસ પામેલી સ્ત્રીનો ફોટો આંખો પહોળી કરી કરીને જુએ અને વારંવાર રૂવે. અરે ! એને બોલાવવાની કોશિશ પણ કરે-આ બધું ગાંડપણ નથી ? ત્યાં આવો પ્રેમ અને ભગવાનની મૂર્તિ સાથે વાંધો-ભગવાનની મૂર્તિ જોતાં શ્રી જિનેશ્વરદેવની આકૃતિનું ભાન નથી થતું ? એ મૂર્તિ જોઈને હાથ જોડવાનું મન ન થાય અને મોઢે બોલે કે શ્રી
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 954 જિનેશ્વરદેવને માનું છું તો શાસ્ત્ર કહે છે કે એ માનતો જ નથી પણ માનવાનું મનાવવાનો કેવળ ઢોંગ કરે છે. એવાઓથી સાવધ બનો !
સભા: ‘હવે તો ઘઉંમાંથી કાંકરા અલગ કરવા પડે તેમ છે.”
આજની તો વાત જ જુદી છે. ઘઉં પણ સડેલા હોય તો ? વળી કેટલાક એવા પણ છે કે વિણેલા ઘઉંમાં દળતી વખતે પણ પાછળથી કાંકરી નાંખી જાય. કાંકરા નહિ પણ કાંકરી હો ? કે જે વિણાય પણ નહિ. એ ઘઉંને તો પછી ચાળવા અને ઝાપટવા પડે. આજના પાખંડીઓ ભોળાઓ સમક્ષ એક એવી વાત વહેતી મૂકી દે કે પેલા અટવાયા જ કરે. માટે તમને ચેતવું છું કે અધૂરું ન વાંચો ? અધૂરું ન સાંભળો ! સંસારના પિપાસુઓની શાણી લાગતી વાતોમાં આવી જતા નહિ-આજે ભોગના પિપાસુઓ, અર્થ-કામના પ્રેમીઓ સમાજના હિતેષી હોવાનો દાવો કરે છે. સ્ટેજ પર આવી જાતજાતના હાવભાવ દેખાડી આબાદ ખેલ ભજવી જાય-આંખમાં પાણી પણ લાવે અને લોકોને પાણી પાણી કરી નાંખે. આંખમાં ઝળઝળિયાં લાવી બોલે કે- ,
“અહા ! તમારી આવી દુઃખ સ્થિતિ જોઈ મને બહુ દુઃખ થાય છે. આવું કેમ ચાલે ? જે જૈનોના ઘેર ઘેર હાથીઓ ઝૂલતા તે જૈનોની આવી કંગાલ દશા જોઈ મારું હૈયું રડી ઊઠે છે. સંપ્રતિ મહારાજાના વખતમાં જૈનોની જાહોજલાલી કેવી, અને આજની આ દશા કેવી ? માટે હર્વે જાગો ! હવે ધર્મ પાછળ ઘેલા ન થાઓ. ધર્મ ખરો પણ આજનો દેશકાલ જુઓ ! જરા થોભો ! જરા વિચારો ! થોડી દિશા બદલો ! તે સિવાય હવે ઉદ્ધાર નહિ થાય.'
તેમની આવી વાતો સાંભળતાં સાંભળનારાને પણ થઈ જાય કે ઓહો ! આ તો દયાના પયગંબર ઉતારી આવ્યા-નક્કી આપણો ઉદ્ધાર હવે થઈ જવાનો. અર્થ-કામના લોભિયાઓને વશ થતાં વાર કેટલી ? આજના મૂર્ખાઓને ધર્મથી ખસેડવા આટલી વાતો બસ છે.
પછી એ પરગજુઓ આટલેથી નથી અટકતા-એ આગળ વધીને એમ પણ બોલે છે કે-“જુઓ ? ધર્મ તો અમારે પણ જોઈએ છે. પણ ધર્મઘેલા બનવાથી ફાયદો શું ? સમય જુઓ ! દેશકાળ ઓળખો. ખાલી જૂની વાતો પકડી ન રાખો-જે વખતે વિધવાઓની સંખ્યા વધતી હોય, બીજી તરફ વાંઢાઓ પણ વધી રહ્યા હોય તે વખતે એ બેને જોડવામાં પાપની વાત વચ્ચે લાવનારા તો બેવકૂફો છે-આવાઓ તો સમાજનો નાશ નોતરશે. કન્યા મળે નહિ અને
Page #406
--------------------------------------------------------------------------
________________
૨૬ : સંઘ સ્વમતિથી નહિ, શાસ્ત્રમતિથી ચાલે - 66
૩૮૫
વિધાવવિવાહની છૂટ નહિ, તેથી કેટલાય જુવાનીઆ ઉન્માર્ગગામી બની ગયા. જ્યાં ત્યાં ભટકતા થઈ ગયા-છતાં આ ધર્મઘેલાઓ ધર્મનો હાઉ બતાવી વાંઢાઓ અને વિધવાઓને ભેગાં-નથી થવા દેતા, એ સમાજની કેટલી કમનસીબી છે ? આવું બોલે ને પાછા આંખમાં આંસુ લાવે.
955
હવે આગળ યુક્તિ લડાવે અને કહે કે-સાધુને ધર્મની વાતમાં હક્કસમાજીક બાબતોમાં એમને માથું મા૨વાનો હક્ક નથી.’ આવી વાત કરી સાધુને દૂર કર્યા.
વળી એ સાધુઓને માનનારા શ્રાવકો પણ એમને નડે એટલે એમને વચ્ચેથી આઘા કાઢવા એમ કહે કે-પેલા વાણિયા તો વેવલા' સાધુઓની વાતમાં હા એ હા કરનારા, એ બીજું શું સમજે ? આમ બેયને માટે અભિપ્રાય આપ્યા પછી સમજણનો ઇજારો એમનો ર્જ હોય એવી રીતે વાતો કરે-કારણ કે એ માને કે અમે તો ડીગ્રીધારીઓ, વિજ્ઞાનયુગને પીછાણનારા એટલે સર્વ ગુણ અમારામાં. દેશવિદેશ ફરી આવેલા અમે, એટલે અમે જે સમજીએ તે બીજા શું સમજી શકે ?
તેમની આવી વાતો સાંભળ્, સાંભળનારા તાલીઓ પાડે. આમ અરસપરસની ગાડી ચાલે. હું છ મહિનાથી તમાા માથામાં મારી વાતો ઉતારવા કોશિશ કરું છું, છતાં હજી એવું બોલનારા આ સભામાં પણ નીકળે કે ‘એમાં શું ખોટું કહે છે ? આ કેવી દશા ? અહીં તો સમજે દલીલમાં ફાવશું નહિ એટલે ન બોલે પણ પાછા ત્યાં જઈને તાલીઓ પાડે એવા હજી છે. આમાં ઉદય ક્યાંથી થાય ?
વિધવાવિવાહના હિમાયતીઓ એ વિચારતા નથી કે-આ વિધવા થઈ કેમ ? એકને દર્શ કન્યા મળે અને બીજાને એક પણ નહિ એનું કારણ શું ? લોકોમાં આટલી ઠંગાલિયત ક્યાંથી આવી ? આ બધાના મૂળમાં પુણ્ય-પાપ સમજાવીએ તો કહેશે કે ‘આવી વેવલી વાતો ન કરો. અમે આવા નિરાશાવાદમાં માનતા નથી.' સાંભળનારાને પણ પોતે નિર્મમ લાગે એવો દેખાવ કરે.
આજે તમને મીઠું બોલે તે ગમે કે કડવું ? જો કદાચ હું એમ કહું કે-‘ત્યાગ ખરો, પણ કાંઈ સહેલો નથી. ત્યાગ સારો એ વાત સાચી પણ તેય અવસરે હોય’ આ વાત તમને કેવી ગમી જાય ? તે વખતે કહી દો કે-‘જોયું ! મહારાજને કાંઈ હઠ છે ? કેવી આપણી ફીકર રાખે છે ? છે ઉતાવળ ? ધર્મની વાત કરે છે પણ પહેલાં આપણું જુએ છે.’
Page #407
--------------------------------------------------------------------------
________________
.
53
૩૮૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – આજે. શ્રાવકગણમાં આવી મનોવૃત્તિ ફેલાતી જાય છે. આવું ફેલાવનારા મતિમાનોનો સંસર્ગ ન કરો. એવાં સાહિત્ય હાથમાં પણ ન લો. પ્રભુશાસનમાં મતિ કલ્પનાને સ્થાન નથી. મતિએ ચાલનારા મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. મોઢે પ્રવચનનો રાગ કહેનારા પણ મતિ મુજબ ચાલનારા શાસનનો નાશ કરનારા છે. સમ્યગ્દષ્ટિ કરણી કઈ કરે ?
સભાઃ “આ ભાંજગડમાં પડવા કરતાં મહાવીરનું જીવન જ ફેરંવી નંખાય તો ?
આ ભાઈ મહાવીરનું જીવન ફેરવવા કહે છે-એ કહે છે કે એમ થાય તો બધી પંચાત મટી જાય. એમને ખબર નથી કે એ રીતનું મહાવીરનું જીવન લખાય પણ છે. માટે જ કહું છું કે એવા સાહિત્યથી બચો! !
દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે હજી આગળ શું ફરમાવે છે તે હવે પછી..
Page #408
--------------------------------------------------------------------------
________________
૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૭, બુધવાર, તા. ૧૯-૨-૧૯૩૦
61
• યોગ્ય પરિણામનું સેવન કરો !
સમકિતી દ્વારા કરાતું અનુષ્ઠાન અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કર : સ્વરૂપહિંસા : અમારી કાર્યવાહીની આડે ન આવો !
જૈનજીવન : • એમાં દોષ ધર્મશાસનનો નથી :
વ્યક્તિની અયોગ્યતા વસ્તુને લાગુ ન પડાય : દીક્ષા લેનાર ઉપર જુલમ ન ગુજારવો, એવો ઠરાવ કરો! જૈન ધર્મની વિશાળ દૃષ્ટિ :
દેડકાં મારવામાં શું વાંધો ?' એવું શ્રાવક બોલે ?' • એ પોતાની વાત વધારે છે : - • એવી વાત કરનારાઓને ઓળખી લો!. • દીક્ષા અંગેના ઠરાવ શાસ્ત્ર કરેલા જ છે : ' • સંઘ કેવો અને એમાં કોણ આવે ? • જુન્નર અધિવેશનમાં એક વિધવાનું પ્રગટેલું બ્રહ્મતેજ : • સંઘ શું માને અને શું બોલે ? • જૈનદર્શન અને ઇતર દર્શનમાં ભેદ ક્યાં ?
યોગ્ય પરિણામનું સેવન કરો!
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિજી શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠની દૃઢતાને રૂઢ બનાવવા માટે ફરમાવે છે કેતેના માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. અજ્ઞાનીઓની વચ્ચે રહેલો અને દુનિયાના અયોગ્ય સંસર્ગોમાં ઊછરેલો સંસારી જીવ યોગ્ય પરિણામનું સેવન ન કરે તો એનું દઢ સમ્યક્ત પણ ખસી જતાં વાર ન લાગે.
આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે
Page #409
--------------------------------------------------------------------------
________________
958
૩૮૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારમાં ન ૨મે, કેમકે, જેમ આંખનો રોગ જેનો નાશ થયો હોય તે માનવી વસ્તુને પ્રત્યક્ષ જોઈ શકે છે, તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ નાશ પામ્યો છે તે આત્મા સંસારના સ્વરૂપને તે જેવું છે તેવું બરાબર જોઈ શકે છે અને એ રીતે સંસારના યથાર્થ સ્વરૂપને જોયા પછી તેને સંસારમાં ૨મવાનું મન થતું નથી. જેને સંસારમાં રમવું રૂચે છે તે આત્મા સંસારના સ્વરૂપને સમજ્યો જ નથી. આ રીતે સંસારનું સ્વરૂપ જેને સમજાય તે આત્માને તરત જ સંવેગની પ્રાપ્તિ થાય-સંવેગ પ્રાપ્ત થવાથી, એ આત્મા બહિરાત્મા મટી અંતરાત્મા બને છે.
આ રીતે અંતરાત્મા બનેલો જીવ વિચારે છે કે
“આ સંસાર ભયંકર છે, પ્રાણીમાત્રને ક્લેશ આપનારો છે, કેમકે, એ જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક વગેરે અનેક ઉપદ્રવોથી ભરેલો છે. એ બધા ઉપદ્રવો મોક્ષમાં નથી. જે ભવ્યાત્મા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે તે મોક્ષ મેળવે. સંસારના હેતુ હિંસાદિ છે અને મોક્ષના હેતુ અહિંસાદિ છે. સુખપ્રાપ્તિની ઇચ્છાવાળાએ સંસાર તજવો જોઈએ, મોક્ષ તરફ દૃષ્ટિ રાખવી જોઈએ અને તે માટે અહિંસાદિનું સેવન કરવું જોઈએ. એ જ રીતે જેને દુઃખ ન જોઈએ તેણે પણ સંસારને દૂર કરવો જોઈએ અને હિંસાદિથી બચવું જોઈએ.”
આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા આગળ ફ૨માવે છે કે
“જે આત્મા સંસારને નિર્ગુણ માને, મોક્ષને ગુણરૂપ માને તે વિશુદ્ધ બનેલો આત્મા આગમની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે.”
સમ્યગ્દષ્ટિ આત્મા એકલી મોક્ષ માટેની જ કરણી કરે એ અસંભવિત છે. સર્વવિરતિધર સિવાય એકલી જ મોક્ષની કરણી બીજાથી થઈ શકતી નથી. માટે જ સંયમીની કાયા એ ધર્મકાયા કહેવાય છે. એવી ધર્મકાયાની પુષ્ટિ તથા રક્ષા એ ધર્મ છે, કારણ કે એનાથી એકાંતે મુક્તિની જ સાધના થાય છે. એટલે, સાધુના દેહને સાચવવાની બધી ક્રિયા એ ધર્મરૂપ છે, આશ્રવરૂપ નથી. દેશવિરતિ તથા સમ્યગ્દષ્ટિની કાયા એકાંતે મુક્તિની જ સાધનામાં વપરાય છે એવું નથી. સમ્યગ્દષ્ટિને બીજી એવી ઘણી કરણી ક૨વી પડે છે કે જેને મુક્તિની કરણી કહેવાય નહિ. એની ઇચ્છા ભલે એક માત્ર મુક્તિની કરણી જ ક૨વાની હોય તે છતાં તેને કર્મના ઉદયથી અર્થ કામની કરણી પણ ક૨વી પડે માટે કરે, પણ હૃદયપૂર્વક ન કરે.
દૃષ્ટાંત તરીકે-સુપાત્રદાન, અનુકંપા વગેરે એ પ્રેમથી કરે પણ પોતાના પરિવારનું પાલન કરવું પડે માટે કરે. પોતાના બાળકને એ દૂધનો પ્યાલો પ્રેમથી
Page #410
--------------------------------------------------------------------------
________________
50
૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 - ૩૮૯ ન પાય પણ પાવો પડે માટે પાય, કારણ કે ત્યાં પ્રેમ કરે તો પોતે મોહનીયકર્મથી બંધાય છે. પેલી ક્રિયા આત્માની શુદ્ધિ કરનારી જ્યારે આ ક્રિયા આત્માને મલિન કરનારી છે. એટલે સમ્યગ્દષ્ટિ જે કાંઈ ક્રિયા પ્રેમથી કરે તે મુક્તિ માટેની હોય એ જ કરે બાકીની ક્રિયા કરવી પડે માટે કરે. એક ક્રિયા સાધક છે અને બીજી બાધક છે.
સભાઃ “સગાંવહાલાંમાં પણ એમ ?
સગાંવહાલાંમાં સ્વાર્થની ભાવનાથી ન આપતા હો તો એ સાધક છે, પણ ત્યાં તો આપીને પાછું લેવાની વૃત્તિ છે તેથી એ સાધક કઈ રીતે થાય ? સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિની સાધકકરણી જ પ્રેમપૂર્વક કરે. કારણ કે સંસારને એ નિર્ગુણ અને મુક્તિપદને એ ગુણમય માને છે. આવો આત્મા મુક્તિની સાધકકરણી પણ આગમને અનુસરીને જ કરે. મરજી મુજબ એ ચાલે નહિ. આગમ સિવાયની પ્રવૃત્તિમાં એને પોતાનું હિત લાગતું જ નથી. સમકિતી દ્વારા કરાતું અનુષ્ઠાન અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કરઃ
આગળ જતાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે“સમ્યગ્દષ્ટિ આત્મા જે અનુષ્ઠાન કરે તે અલ્પ સત્ત્વવાળા માટે દુષ્કર
જેઓ સમ્યક્ત પામ્યા નથી તે ક્ષુદ્ર છે. એવા આત્મા સમ્યગ્દષ્ટિથી આચરાતાં અનુષ્ઠાનોને એવી શકે નહિ. એ તો જોઈને જ ભડકે. સમ્યગ્દષ્ટિનું એક પણ અનુષ્ઠાન એવું નથી કે જે સંસારનો રસિયો સેવી શકે.
અનંત પુણ્યરાશી ભેગી થાય ત્યારે માનવભવ મળે છે. તેથી અધિક પુણ્ય યોગે સદગુરુનો યોગ મળે–એનાથી અધિક પુણ્યયોગે શાસ્ત્રશ્રવણ, તેથી અધિક પુણ્ય શ્રદ્ધા અને તેથી પણ અધિક પુણ્યયોગે પ્રવૃત્તિ થાય છે. સંસારના પ્રેમને અને ધર્માનુષ્ઠાનની આરાધનાને વૈર છે. સંસારનો પ્રેમી આત્મા ધર્મક્રિયા કરતાંયે દુનિયા સામે દૃષ્ટિ દોડાવે, જ્યારે સમ્યગ્દષ્ટિ આત્મા જેમ જેમ ધર્મક્રિયા કરે તેમ તેમ સંસારથી પરાડભુખ થતો જાય. એનો દૃઢ આગ્રહ મોક્ષ માટે છે, સંસાર માટે નથી. મોક્ષના આગ્રહથી એ જેવી ક્રિયા કરે તેવી સંસારનો આગ્રહી શી રીતે કરી શકે ? સ્વરૂપ હિંસાઃ
ભગવાન શ્રી જિનેશ્વરદેવો મુક્તિના અનુષ્ઠાનમાં થઈ જતી હિંસાને સ્વરૂપ હિંસા કહે છે, જ્યારે આજના સંસારના રસિયાઓ દુનિયાદારીમાં થતી
Page #411
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
હિંસાને સ્વરૂપ હિંસામાં ગોઠવે છે. એ વાસ્તવિક રીતે અનુબંધ હિંસા છે, તેમ છતાં એ એને સ્વરૂપ હિંસા તરીકે ઓળખાવવા માગે છે.
૩૯૦
960
સભા : “આવું કોઈ દૃષ્ટાંત છે ?”
એનું દૃષ્ટાંત છે આજનું આખું દેડકા પ્રકરણ. એ લોકો કહે છે કે એ દેડકા ચી૨વામાં ૫૨માર્થ કેટલો છે ? એમને પૂછો કે એ તમારા પરમાર્થની વ્યાખ્યા શી ? એમનો પરમાર્થ, એમનો ધર્મ, એમની ભાવના, એ બધું જુદું-જ્ઞાનીઓ આવાને ક્ષુદ્ર કહે છે, તેઓ જ્યાં બેઠા છે ત્યાં લીન છે. એ લીનતાના યોગે એમને અનેક પ્રકારની મૂંઝવણ થાય છે. સમ્યગ્દષ્ટિ બનવું હોય તો દુનિયાની પાપકરણીઓથી દૂર રહેવું પડશે-પાપને પાપ માનવું પડશે, પેલા કહે છે કે બધા પાપ સેવીએ છતાં શા માટે સમ્યગ્દષ્ટિ ન રહી શકીએ ?
શાસ્ત્ર કહ્યું છે કે-હિંસાદિ પાપો સેવાઈ જાય તેથી સમ્યક્ત્વ ચાલ્યું ન જાય, પણ શા માટે ન સેવીએ ? એ ભાંવના આવે તો જરૂર ચાલ્યું જાય, તેમનામાં આટલો પણ વિવેક નથી, તેની જ આ બધી મૂંઝવણ છે. -“અમારી કાર્યવાહીની આડે ન આવો” :
એ લોકો કહે છે કે- “મહાવીરને સર્વજ્ઞ અને આગમને સાચા માનવા એ અમને કબૂલ છે પણ તમે એ બેના નામે અમારી દુનિયાની કાર્યવાહીમાં આડા ન આવો-” એમને મરજી મુજબ વર્તવાની છૂટ આપો તો એ મહાવીરનું કે આગમનું વાંકું ન બોલે. એમને મહાવીર કે આગમ નથી નડતાં પણ એ આગમમાંથી નીકળતો ધ્વનિ એમને ખટકે છે-માટે જ આવા લોકો પ્રેમથી ધર્મક્રિયા નથી કરી શકતા-એ જે કરે છે એ આડંબર છે. એટલા માટે જ આ. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે
“સમ્યગ્દષ્ટિ જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર માટે દુષ્કર છે.” ક્ષુદ્રો એ ન જ કરી શકે, પણ એ ન કરી શકે માટે સમ્યગ્દષ્ટિએ મૂંઝાવું નહિ. સમ્યગ્દષ્ટિના અનુષ્ઠાન માટે આ મહાત્મા દૃષ્ટાંત આપે છે કે-જેમ કામનો રસિયો પરસ્ત્રીમાં આસક્ત થયો હોય ત્યારે એની દૃષ્ટિ એ તરફ જ ખેંયાચા કરે, એને બીજું કશું ભાન તે વખતે રહેતું નથી. ઘર-બાર, કુટુંબ-પરિવાર, કુળ-મર્યાદા, પોતાની આબરૂ, એ બધું ભૂલી જાય છે. જ્યારથી એની દૃષ્ટિ ત્યાં ગંઈ ત્યારથી એ માણસ જ મટી ગયો, એને પૂછો તો એ પોતે કહેશે કે ‘મારું હૃદય ત્યાં છે. જે ક્ષણો જાય તે ભયંકર સ્થિતિમાં વીતે છે'-એને ખાવું-પીવું, બેસવું-ઊઠવું, બોલવું-ચાલવું એ કશું ગમતું નથી. એ વખતે પોતાના વ્યક્તિત્વનું પણ તેને
Page #412
--------------------------------------------------------------------------
________________
૨૭ : ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67
=
961
૩૯૧
ભાન રહેતું નથી. સામાની ગમે તેવી ગુલામી કરવા પણ તૈયાર થઈ જાય છે. રામાયણમાં પણ આ જ હાલત આવે છે. રાવણની હાલત કેવી હતી તે જોયું ને ! આ મહાત્મા કહે છે કે કામીને જેવો અન્ય વનિતામાં રાગ છે તેવો સમ્યગ્દષ્ટિને મુક્તિરૂપી વનિતામાં રાગ હોય. કેવું બંધબેસતું દૃષ્ટાંત !’
સભા : આ તો સમ્યગ્દષ્ટિ ઉપર કામી તરીકે દોષારોપ !”
આવો દોષારોપ સ્વીકારવા તૈયાર છીએ. આ દૃષ્ટાંત જેવું તેવું નથીગ્રંથકારો-સૂત્રકા૨ો દુનિયાના સ્વરૂપને નથી સમજી શકતા એમ નહિ માનતા. આ ગ્રંથોમાં બધું ભર્યું છે-કામનું સ્વરૂપ, કામીઓની હાલત. તમે ન જાણો તેટલી આ મહાપુરુષો જાણે છે-પણ જ્ઞાનનો ઉપયોગ તેઓ સાચી દિશાએ કરે છે માટે તેઓ જ્ઞાની અને તમે ઊંધી દિશાએ કરો છો માટે તમે અજ્ઞાની
સભા ‘અનુભવ વગરનું જ્ઞાન સમ્યક્ કહેવાય ?'
તમે તો અનુભવ યોગ્ય પણ નથી. વનિતાને વશ થઈ જાય તે અનુભવી નથી. અનુભવી તો તે કહેવાય કે જે અયોગ્ય સ્થાનમાં ફસાય નહિ-ગમે તે પ્રકારે તેનાથી બચે એ અનુભવી છે. માર્ગને નહિ જોતાં પણ આંખો મીંચીને ચાલે તોયે સીધો જ ચાલે તે અનુભવી કહેવાય પણ ડગલે ને પગલે ભૂલે તે અનુભવી શાનો ? જેવો કામીને પેલી સ્ત્રી પર રાગ તેવો સમ્યગ્દષ્ટિને મુક્તિ પર રાગ હોય. જેમ પેલો બધું ભાન ભૂલી જાય છે તેમ સમ્યગદ્દષ્ટિ મુક્તિ પ્રત્યેના રાગને કા૨ણે સંસારનું બધું ભાન ભૂલી જાય છે. એની તમામ સંસારની ક્રિયાઓ લુખ્ખી હોય-માટે જ એનું સામાયિક, એનું પ્રતિક્રમણ, એની પૂજા, એ બધાં સુંદર બને. આ મહાપુરુષે આપેલા દૃષ્ટાંતમાં જ રહેનારા બહાર નીકળવાના નહિ. આજે ઉદયથી વાતો કરનારા માર્ગ ભૂલેલા છે. તેમના વિચારો મલિન બની ગયા છે. નહિ તો શ્રી જિનેશ્વરદેવના આગમો માટે ખોટા વિચારો કરે ? એલફેલ બોલે ?
નાનામાં નાના જંતુને પણ ન હણાય, કીડી-મંકોડી પણ પગ તળે ન કચરાઈ જાય એની કાળજીના સંસ્કાર જે કુળોમાં જન્મથી હોય તેવાં કુળોમાં જન્મ્યા છતાં જેમને પંચેન્દ્રિય જીવોની કતલથી કંપારી ન થાય એ કયા સંજોગોમાં જીવતા હશે ? એમનાં જીવન કેવાં હશે ? એ વિચારો - જૈનજીવનઃ
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલા, જૈન તરીકે ગણાતા, જૈનોના સામાન્ય આચારો પણ સેવે-પાળે તોયે દુનિયાનાં ઘણાં પાપોથી બચે-જોઈને ચાલતાં શીખેલો શ્રાવક કેટલી હિંસાથી બચે ? પગ નીચે ઘાસ, જંતુ કે કાગળનો
Page #413
--------------------------------------------------------------------------
________________
-
982
૩૯૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ટુકડો ન આવે એવી કાળજી એ ન રાખે ? આવી કાળજી રાખે તેને કેટલો લાભ ? જેનજીવન એટલે પેઢીવાળું કે ધાંધલ-ધમાલવાળું જીવન નહિ-લાખ દીધા ને લાખ લીધા કરનારું જીવન નહિ એ જીવન તો ન છૂટકેનું વ્યવહારુ જીવન છે. પણ ત્યાં વ્યવહારમાં પણ જૈનજીવન જુદું જ તરી આવે, દુનિયાની કાર્યવાહીથી ન્યારો થઈને વર્તનારો અનેક પાપોથી બચી જાય છે-ગ્રાહક માટે માલ કાઢીને બતાવે ને તરત ખોટા ભાવ કહે ? ન જ કહે-એ તો કંપે અને વિચારે કે આ બધું કોના માટે ? એમાં દોષ ધર્મશાસનનો નથીઃ સભાઃ “લાલા લજપતરાય જેવાએ જૈનધર્મ છોડી દીધો, એ જેનો એમને
સાચવી ન શક્યા માટે અથવા તો જૈનધર્મમાં પોલ હશે માટે ને ? એવું
સમજાવે છે તો એમાં શું માનવું ?' એ ઇરાદાપૂર્વક તમને ઊંધુ સમજાવે છે. તમે એમની ચાલમાં ફસાતા નહીંએ લોકો કહે છે કે-જો સાધુઓ દુરાગ્રહી ન બન્યા હોત, “આમાં પાપ-તેમાં પાપ” એવું તેમણે હાંક્ય ન રાખ્યું હોત, તુચ્છ મનોવૃત્તિ ન રાખી હોત તો આવા દેશનેતાને જૈન ધર્મે ન ગુમાવ્યો હોત, બોલો ! આ કેવી વિચિત્ર વાત છે ? હું પૂછું છું કે-ભગવાન મહાવીર તમારે અમારે તો પરોક્ષ છે પણ ગોશાળાને તો પ્રત્યક્ષ હતા ને ? તો એણે ભગવાનને કેમ છોડ્યા ? આપણે તો ભગવાન મહાવીરનો ધર્મ પરંપરાએ પામ્યા પણ ગોશાળાને તો એ સાક્ષાત્ મળ્યા હતા ને ? છતાં એ કેમ ન પામ્યો ? (મરતાં મરતાં સમ્યક્ત પામ્યો એ જુદી વાત છે પણ આ તો પહેલાંની વાત છે) ગોશાળો જેવો તેવો હતો ? અગિયાર લાખ તો એનો પડ્યો બોઝ ઝીલે એવા ભક્તો હતા. આજના દેશનેતા પાછળ તો એવા અગિયારસો પણ નહિ હોય-આવા ગોશાળાએ ભગવાન મહાવીર જેવાને કેમ તજ્યા ? શું ભગવાન એને સાચવી ન શક્યા માટે ?
સભા: “એ લોકો તો એમ જ કહે છે.”
એ તો બધું કહેશે પણ તમે તમારું મગજ ઠેકાણે રાખો. એ તો કહે છે કે“ગોશાળા જેવા વિદ્વાનને આવો ચીતરવામાં શાસ્ત્રકારોએ ભૂલ કરી છે.” હું કહું છું કે આવું કહેનારાને જૈનશાસનનું કશું જ્ઞાન જ નથી, એના સ્વરૂપનું કાંઈ ભાન જ નથી. આ શાસન જેવું નિષ્પક્ષ શાસન દુનિયાભરમાં બીજું નહિ મળે. ભગવાન મહાવીર દેવને ભયંકર વેદના દેનાર, તેજલેશ્યા મૂકી પ્રભુને છ છ મહિના વ્યાધિ રહે એવું ભયંકર વર્તન કરનાર, જે તેજલેશ્યા ભગવાન પાસેથી શીખ્યો એનો ભગવાન પર જ ઉપયોગ અને તે પણ મારી નાંખવાના ઇરાદે,
Page #414
--------------------------------------------------------------------------
________________
968 – ૨૭ ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 –- ૩૯૩ એવો એ ભયંકર પાપાત્મા પણ મરતાં મરતાં મિથ્યાત્વનું આવરણ ખસવાથી ભગવાન મહાવીરને ઓળખી શક્યો અને સમ્યક્ત પામી ગયો-એના મરણ બાદ શ્રી ગૌતમસ્વામી ભગવાનને એની ગતિ પૂછે છે અને ભગવાન સ્વયં કહે છે “પ્રાપ્ત તેન સવā'-એ પામી ગયો-લાવો દુનિયાભરમાં આવી નિષ્પક્ષતા. સાત દિવસ તેજોવેશ્યાની તીવ્ર વેદના સહન કરી અકામ નિર્જરાના યોગે મિથ્યાદૃષ્ટિનું આવરણ ખસી જવાથી સમ્યક્ત પામ્યો.'
સભાઃ “ભગવાનને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યા અસર કરે ?'
કરે, નિરૂપક્રમી આયુષ્ય હોવાથી મરે નહિ પણ તાપ તો લાગે ને ? શરીર શરીરનો ધર્મ બજવ્યા વિના ન રહે. અહીં વિચારવાનું એ છે કે આવા ભયંકર પાપી માટે પણ કેટલો નિષ્પક્ષપાત ! ભગવાનના સેવક છતાં જે ભૂલ્યા ત્યાં આ ગ્રંથકારો ભૂલ્યા લખે છે. અરે ! ભગવાનના જીવનમાં એમના પૂર્વભવોમાં એમની પણ ભૂલો ગ્રંથકારો બતાવ્યા વિના રહ્યા નથી. આ બધું વાંચવું નહીં અને ગમે તેમ ગપ્પાં ચલાવવાં એ ચાલે ?
ગોશાળાને અંગે શું કહેશો ? ભગવાન મહાવીર એને સાચવી ન શક્યા, કે એ પામર ભગવાનને પારખી ન શક્યો ? એની ભૂલનો આરોપ ભગવાન પર મુકાય ? તેવી રીતે કોઈ સંસારનો કીડો શ્રી જિનેશ્વરદેવના ધર્મનો ત્યાગ કરે ત્યાં ધર્મની ખામી બતાવાય ? એ બતાવનારી સમુદાય અને એના નાયક કઈ જાતના હશે તે વિચારી લો-સંસ્કારો નષ્ટ થાય તેનું જ આ પરિણામ છે-નહિ તો આવા વિચાર કેમ આવે.?
સભાઃ “ગોશાળાએ ભગવાનને પરખ્યા તો ખરા ને ?'
છેલ્લે મરતી વખતે પરખ્યા, પહેલાં તો નહિ જ-પહેલાં તો ખીર માટે, માલપાણી માટે જ પરખ્યા હતા. ભગવાનની તીર્થકરપણાની ઋદ્ધિ જોઈને એ તો એવું પણ બોલ્યો છે કે “આટલી આટલી ઋદ્ધિ છતાં હજી આ સંતોષ પામતો નથી.” ભગવાનને પરખ્યા હોય તો આવું બોલે ? ભગવાનને ગાળો દે ? મારવા જાય ?. તેજોવેશ્યા મૂકે? પોતાની તેજોવેશ્યા પોતાને વળગી, તીવ્ર વેદના અનુભવી, એથી અકામ નિર્જરાના યોગે મિથ્યાત્વનું આવરણ ખસ્યું અને મરતાં મરતાં સમક્તિ પામ્યો, ભગવાનને ત્યારે ઓળખ્યા, ખૂબ પસ્તાવો કર્યો-આ બધું કોઈ જાણતું ન હતું પણ ભગવાને પોતે કહ્યું કે “એ પામી ગયો.” આવો નિષ્પક્ષપાત બીજે ક્યાં મળવાનો ?
આજની વાત જુદી છે. શાસ્ત્રોમાંથી પણ ફાવતું લેવું છે, બીજાને અડવું નથી. માની, પ્રપંચી મિથ્યાદૃષ્ટિ આત્માઓનું એ લક્ષણ છે કે ફાવતું લેવું. જે
Page #415
--------------------------------------------------------------------------
________________
964
૩૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત એને ન ફાવે ત્યાંથી એનું અભિમાન અને મિથ્યાત્વ એને આઘો ખસેડે. માન વિનય ન આવવા દે. વિનયના અભાવે એ સજ્જનના શરણે ઝૂકે નહિ-એથી સજ્જન એને ઓળખાય નહિ. શ્રી જિનેશ્વરદેવને તથા એમના ધર્મને ઓળખવામાં વર્તમાનની કેળવણી નકામી છે. પુસ્તકોના ઢગલા વચ્ચે આળોટે તોય એ ભગવાનને કે એમના ધર્મને ન ઓળખી શકે. બહાર પડેલાં લખાણોથી સ્પષ્ટ માલૂમ થાય છે કે જેને જૈનધર્મનું જ્ઞાન નથી, એના સ્વરૂપની ખબર નથી-એવા કદી જૈનધર્મને છોડી ગયા તો એમાં ધર્મનો દોષ ? આવું બોલનારા, સાંભળનારા, લખનારા, વાંચનારા અને એવાને તાળીઓ પાડીને વધાવનારા એ બધો કઈ જાતનો સમુદાય છે એ ઓળખી લેજો. પહેલાંના પાખંડીઓ આવા ન હતા. એ તો પંથ કાઢીને બેઠા હતા-અનુયાયીઓનાં ટોળાં ધરાવતા હતા. દલીલો અને યુક્તિઓથી ટક્કર લે એવા હતા. એવા પણ ભગવાનને ન પારખી શક્યા તો એમાં ભગવાનની ખામી ?
સભા ધર્મનેતાનું સ્થાન ઊંચું કે દેશનેતાનું ?’
મને પૂછો છો ? તમે શું માનો છો ? દેશની,આબાદીથી ધર્મની આબાદી કે ધર્મની આબાદીથી દેશની આબાદી ? તમે જીવો છો તે દુનિયાની સામગ્રીના યોગે કે પુણ્યના યોગે ?
સભા એ લોકો દેશની આબાદી મુખ્ય માને છે.’
એમની વાત છોડો. તમારી વાત કર્રો-એ લોકો બહુ આગળ વધ્યા છે‘મહાવીરને ઉત્પન્ન કરનારા પણ આપણે' એમ એ તો માને છે. મહાવીર પેદા કરવા માટે કયે ટાઇમે, કેવી રીતે કામ ભોગ ક૨વા એની યોજનાઓ ઘડી રહ્યા છે. માટે એમની વાત જ ન કરો. કામની કરણીના આધારે મહાવીર પેદા થાય ? તમે એ માનો છો ?
સભા : ‘સંયોગથી તો ખરું ને ?’
સંયોગ તો બધાને ચાલુ છે. સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલા રાણી કરતાં કંઈક ગુણા બળવાનના સંયોગો ચાલુ ન હતા ? છતાં મહાવીર કેમ પેદા ન કરી શક્યા ? ગાંડાઓની દુનિયાની વાતો ગાંડી જ હોય-તમે એની પાછળ તણાવાની ગાંડાઈ ન કરો.
સભા : ‘લજપતરાયને આ તો ન સાચવી શક્યા પણ એ પોતે સમયધર્મ કેમ ન સાચવી શક્યા ?'
એ તો કહેશે કે અમે તો હમણાં પાક્યા ને ? જવાબ- બધા આપશે. આવો
Page #416
--------------------------------------------------------------------------
________________
985
- ૨૭: ધર્મની મહત્તા સ્વરસિદ્ધ છે – 67 - ૩૯૫ દેશનેતા જૈન ધર્મ અંગીકાર કરતો નથી પણ ધર્મ તજે છે માટે ધર્મમાં ખામી આમ કહેવું એ ન્યાય છે ? તો તો બત્રીસ ક્રોડની વસતીમાં પાંચ લાખ જ જૈનો છે માટે ધર્મની કિંમત નથી, એવું કહે તો પણ એને કોણ રોકી શકે ? હું તો કહું છું કે ધર્મની મહત્તા જ એ છે કે પામરો એમાં પેસી શકતા નથી-ફલાણા ધર્મમાં કેમ ન ટક્યા ? તો કહેવું પડે કે એમનાં અપલક્ષણોથી. જેનામાં ભયંકર ત્રુટિઓ હોય તે કદી ધર્મ સેવી ન શકે.
ભગવાન મહાવીર પાસે ગોશાળો કાયમ રહ્યો, ભગવાનનું ઉત્કટ સંયમ એણે નજરે નિહાળ્યું (આપણે તો એ શાસ્ત્રથી જાણીએ છીએ), ભયંકર ઉપસર્ગોમાં ભગવાનનું ધૈર્ય એણે જાતે જોયું, જ્યારે દવ લાગ્યો ત્યારે
ભગવાન્ ! ભાગો !” એવી બૂમ મારીને એ ભાગ્યો, ભગવાન ઊભા રહ્યા, દવા નજીક આવ્યો, ભગવાનના પગ બળ્યા, દવ બુઝાયો, ભગવાન ધ્યાનમાં અડગ રહ્યા; આવા ઉપસર્ગોમાં પણ ભગવાનની આવી અડગતાને નજરે જોનાર ગોશાળો ભગવાનને કેમ ન પારખી શક્યો ? આટલું આટલું નજરે જોવા છતાં એ પાપાત્માને ભગવાનની સેવાનું મન થતું નથી તો આજના પાપી જીવોને ન થાય ત્યાં નવાઈ શી ? ભગવાન પ્રત્યક્ષ છતાં એ ગોશાળાને ભક્તિરાગ ન થયો તો શાસ્ત્રની વાતોથી અજ્ઞાન એવા આજના કમનસીબ જીવો ન પામી શકે એમાં કાંઈ નવાઈ છે ?
વળી એવા કેટલાક જે જૈનધર્મને તજી ગયા એમાં આજના ભણેલાઓનો જ પ્રતાપ છે, જૈનશાસનનો એ પ્રતાપ નથી. આજના ભણેલાઓ જૈનશાસનને બૂરી રીતે ચીતરે છે, મોહની દૃષ્ટિએ ધર્મની સ્થિતિ મૂલવે છે, ધર્મની વાતમાં મોહનું સામ્રાજ્ય સ્થાપવા માગે છે. “અયોગ્ય દીક્ષા” એમ એ લોકો કહે છે. હવે વિચારો કે એ વાત બરાબર છે ? વ્યક્તિનીં અયોગ્યતા વસ્તુને લાગુ ન પડાય :
શાસ્ત્ર દીક્ષા લેનાર વ્યક્તિની અયોગ્યતાનું વર્ણન કર્યું છે પણ દીક્ષાને અયોગ્ય કહી નથી; જ્યારે આ નામદારો દીક્ષાને જ અયોગ્ય કહે છે. શાસ્ત્ર કહ્યું કે ચોટ્ટા, બદમાશ, ઉઠાવગીર એ બધા દીક્ષાને માટે અયોગ્ય છે. પણ પછી કાયમ માટે અયોગ્ય, એવું તો ન જ કહેવાય ને ? જે દિવસે એના પરિણામ પલટાય, ચોટ્ટાપણાને બદલે શાહુકારીનો પરિણામ આવે ત્યારે એની અયોગ્યતા મટી જાય છે. સતી સ્ત્રી એક વખત શીલ ખંડે તો તે ખંડતી વખતે જ અસતી કહેવાય કે જીવનભર અસતી કહેવાય ? આમ છતાં શીલ પંડ્યા પછી
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એને સાધ્વી થવાનો અધિકાર જ નહિ એમ કહેવાય ? અસતીપણાનો આરોપ કાયમ છતાં એના પરિણામ બદલાય તો એ સાધ્વી ન થઈ શકે ? શાસ્ત્ર કહે છે કે અનાચારના પરિણામમાં એ રક્ત હોય ત્યાં સુધી દીક્ષા માટે અયોગ્ય છે; પણ અનાચાર પ્રત્યે નફરત જાગી, શીલ પ્રત્યે પ્રેમ જાગ્યો કે તરત જ એ આત્મા દીક્ષા માટે યોગ્ય છે.
966
દીક્ષા લેનાર ઉપર જુલમ ન ગુજારવો, એવો ઠરાવ કરો
:
આ લોકો કહે છે કે-‘બાળકને, ભાગીને આવેલાને, ચોરને વગેરેને દીક્ષા ન દેવાય કેમ કે એ અયોગ્ય છે.’ હું એમને પૂછું છું કે શું આ બધા અયોગ્ય છે ? અટવીમાંથી પોતાના ધનની થેલીને પોતાના જાન સાથે ચોર લૂંટારાથી બચાવીને, કોઈ શાહુકાર ચોરીછૂપીથી, નાસીને, દોડીને, ભાગીને, પોતાના ઘેર પહોંચે તે કે નાલાયક ? એવી રીતે ભાગીને આવેલાને નગરના દરવાજામાં પેસવા ન દેવો એવો કોઈ રાજ્ય કાયદો કરે ? તો એ રાજ્ય કેવું કહેવાય ? તેવી રીતે ભાગનારને ભાગવાનું કારણ કોઈએ પૂછ્યું ? દીક્ષા લેનાર પોતાની એવી ભાવના માબાપ કે કુટુંબીઓ પાસે વ્યક્ત કરે, પેલા તેને સમજાવે છતાં એ ન સમજે તો ૨જા આપે; તો પછી ભાગવાનું કાંઈ કારણ છે ખરું ?
પૂર્વનાં દૃષ્ટાંતોમાં શું આવે છે ? બાળકને વૈરાગ્ય થતો ત્યારે મા બાપની રજા લેવા જાય, મા બાપને એકવાર તો આનંદ આવે પણ પાછો મોહ સતાવે એટલે રોકવા પ્રયત્ન કરે. પણ એમનો મોહ આંધળો નહિ. મોહના યોગે દુઃખ થાય, આંખમાંથી પાણી પણ આવે, કદી મૂર્છા પણ આવતી, તેમ છતાં મોહની સાથે જ પેલી વસ્તુ પ્રત્યેની. સદ્ભાવનાનો લોપ ન થતો. બાળક તરફ ગેરવાજબી વર્તણૂક નહોતાં કરતાં. બાળકના માથે વહાલથી હાથ ફેરવે, એને છાતીસરસો ચાંપે, એનો વૈરાગ્ય ખસે એવી હૃદયમાં ભાવના પણ કદાચ સેવે પણ એ બાળકને વૈરાગ્યથી ખસેડવા એને મારકૂટ ન કરે કે એના ઉપર કોઈ પણ પ્રકારનો જુલમ ન ગુજારે. જેને સંયમની ભાવના થાય તેના ઉપર માનસિક, વાચિક કે કાયિક એવા કોઈપણ પ્રકા૨નો જુલમ ગુજા૨વો નહિ એવો ઠરાવ કરવા આજના સુધારકોનો સમુદાય તૈયા૨ છે ? જો ના, તો પછી ભાગનારનો કોઈ ગુનો છે ?
સારી માનસિક વૃત્તિવાળાઓએ સારા રહેવા માટે આવાઓથી દૂર રહેવું જોઈએ. એટલે એવાઓ એમનાથી આઘા ભાગે એ જ યોગ્ય છે. એવી રીતે ભાગીને આવેલાને દીક્ષા અપાય જ. એવી દીક્ષાને અયોગ્ય દીક્ષા કહેનારાની અક્કલ ઠેકાણે નથી. જૈનસમાજને સુધા૨કો ગમતા નથી એવું નથી, ભણેલાનો
Page #418
--------------------------------------------------------------------------
________________
- ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે – 67 – ૩૯૭ ખપ નથી એવું નથી, બધા બુદ્ધિહીન રહે એવું ઇચ્છે છે એમ પણ નથી. છતાં વિરોધ શાથી કરવો પડે છે ?
સભાઃ “વાંકા ચાલે છે માટે.”
સીધા ચાલે તો વાંધો હોય ? સ્ટીમરનો કપ્તાન સ્ટીમરમાં ભણેલાનેય લઈ જાય અને અભણને પણ લઈ જાય. પણ ભણેલો કોઈ ડોળ કરતો આવે અને કપ્તાને કહે કે તું ખસી જા, હું સ્ટીમર ચલવીશ, અથવા હું કહું તેમ ચલાવ, તો એ કપ્તાન એનું માને ? પેલો પોતાને ભણેલો માને તો કપ્તાન એને ડોબો જ કહે. પેલો કહે કે હું એમ.બી.બી.એસ. હું તો કપ્તાન કહે કે-“જા, માંદાની નાડી તપાસ અહીં તારું કામ નથી. તું ભણ્યો નથી પણ પોથાં ફાડ્યાં છે, નહિ તો આવી વાત ન કરત. સ્ટીમર કેમ ચલાવવી, ક્યાં ચલાવવી એમાં તું ન સમજે, એ તો મારું જ કામ.” એ જ રીતે દુનિયાની ગમે તેવી કાર્યવાહી કરનારા, દીક્ષા લેનારની પરખ કરે ? ચોટ્ટાઓ જેને પ્રમાણપત્ર આપે એ શાહુકાર ? આ ન્યાય છે કે અન્યાય ? આ સુધારકો દુનિયાની નજરે ધર્મને હલકો ચીતરી બતાવે છે. એ કહે છે કે-ધર્મમાં યોગ્યતા હોય તો સારા માણસો કેમ એને આધીન ન થાય ? જૈનધર્મની વિશાળ દષ્ટિ ,
જો જૈનધર્મ વિશાળ હોય તો સારા માણસો એને કેમ ન અપનાવે એવું એ લોકો કહી રહ્યા છે. . હું કહું છું કે જૈનધર્મ જેવી વિશાળતા સ્થાપનારો જગતમાં કોઈ ધર્મ નથી. એની વિશાળ દૃષ્ટિનો સુમાર નથી. જૈનદૃષ્ટિ નહિ પામેલાને જેટલાં બંધનાં સ્થાન તેટલાં જ જૈનદૃષ્ટિ પામેલાને નિર્જરાનાં સ્થાન. સારી દુનિયાને જે સાધનો આશ્રવનાં કારણ તે જે સાધનો જૈનદૃષ્ટિ પામેલાને સંવરનાં કારણ. દુનિયા જેનાથી બંધાય તેનાથી જૈનદૃષ્ટિ પામેલો છૂટે. જેના જેના યોગે દુનિયા રાગી બને તેના તેના યોગે જૈનદૃષ્ટિ પામેલો વિરાગી બને. દુનિયાને જેટલાં સંસારનાં સાધન તેટલાં જ જૈનદૃષ્ટિ પામેલાને મુક્તિનાં સાધન.
આનાથી વિશાળ દૃષ્ટિ કઈ હોઈ શકે ? અરે, કસાઈને, ખૂનીને, સાતે વ્યસન સેવનારને પણ આ શાસન અપનાવે પણ શરત એ કે બધી ક્રિયાને એ હૈયાથી પાપ માને. છકાય જીવની વિરાધનામાં તમે પાપ માનો છો પણ અશક્ય પરિહાર જોવો જોઈએ, જ્યાં પાપ મનાય ત્યાં તે પ્રવૃત્તિ વિના ચાલે તેમ ન હોય તો ન છૂટકે જ કરાય. કસાઈ પણ આવીને પૂછે કે-“હું જૈન થવાને લાયક છું ?' તો કહું કે “તારી ક્રિયાને હૈયાપૂર્વક પાપ માનવાને તૈયાર હો તો લાયક છું હૈયાથી આવું માને પછી શક્ય હોય ત્યાં સુધી પાપ કરે એમ માનો છો ? લાવો,
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આવો વિશાળ અને નિષ્પક્ષપાત ધર્મ બીજે હોય તો !
દેડકાં મારવામાં શું વાધો ? આવું ક્યારેય શ્રાવક બોલે ?
એ લોકો તો કહે છે કે-અમે ચાંલ્લા કરીએ પછી શ્રાવક કેમ નહિ ? ચાંલ્લા માત્રથી એમને શ્રાવક મનાવવું છે. વળી કહે છે કે ‘પુરુષને એકથી વધુ સ્ત્રીનો અધિકાર તો સ્ત્રીને એકથી વધુ પુરુષનો અધિકાર કેમ નહિ ?” આવી સોદાબાજી આ શાસનમાં ચાલે ? વળી એવી પણ દલીલ કરવામાં આવે છે કેરાજાઓ યુદ્ધમાં લાખોની તલ કરે. છતાં તેને શ્રાવક માનો, વસ્તુપાલ તેજપાલ યુદ્ધમાં અનેક માનવોનો સંહાર કરે, તેને પણ શ્રાવક માનો, તો અમે થોડાં દેડકાં મારીએ, એટલે શું શ્રાવક મટી ગયા ? મારે તમને કહેવું છે કે ઓ બુદ્ધિનિધાનો ! એ રાજાઓ કે વસ્તુપાલ-તેજપાલ, એ હિંસાને કરવા યોગ્ય માનતા હતા ? અરે, એ પુણ્યવાનો તો યુદ્ધભૂમિમાં એવા કસોટીનાં પ્રસંગે પણ દુશ્મનનો પ્રહાર થયા વિના કદી પહેલો ઘા કરતા નહિ. એમને એવી પ્રતિજ્ઞા કે સામો પ્રહાર કરે પછી જ વળતો પ્રહાર કરવો. સામેના દુશ્મનો પણ જેવા તેવા નહિ. એ પણ પહેલો પ્રહાર કરવા માટે આહ્વાન કરતા-ત્યારે આ કહેતા કે‘એમ ઘા કરે એ બીજા, અમે નહિ-અમે તો શ્રાવક છીએ. પ્રાણ જાય પણ નિયમ ન તૂટે. પ્રહાર આવ્યા વિના કદી સામા પર હથિયાર ન ઉગામીએ.’
968
હવે વિચારો કે આ પુણ્યાત્માઓની હિંસા અને આજનાઓની દેડકાંની હિંસાની સરખામણી થાય ? પેલા મંત્રીશ્વરોની ભાવના અને આ દેડકાં ચીરનારાઓની ભાવના સરખી કહેવાય ? તેઓ લોકોને સમજાવે છે કે‘સાધુઓ તો શાસ્ત્રોના મર્મને સમજી શકતા જ નથી.’ એમાંનો એક જણ તો કહે છે કે-‘ભગવાનનું શાસન ભગવાનની સાથે જ ગયું.' તો બીજો વળી પોતાને વધારે ડાહ્યો માનનાર કહે છે કે-‘ભગવાનનું શાસન તો આનંદઘન સાથે ગયું.’ આગળ વધીને કહે છે કે-‘વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ વગેરેએ આટલી હિંસા કરી તોયે શ્રાવક રહી શક્યા અને અમે પાંચ-પચીસ દેડકાં મારીએ તેમાં આ સાધુઓ આટલી કાગારોળ કેમ મચાવે છે ?’
આવા એ વસ્તુપાળ-તેજપાળ કે કુમારપાળની હિંસા અને નિરપરાધી દેડકાંઓને ટેબલ પર તેમના પગમાં ખીલીઓ ઠોકીને કરાતી હિંસા સરખી ? ત્યાં દુશ્મન એવા કે એક જ પ્રહારે માથું ઉડાવે છતાં ત્યાં નિર્ભયપણે સામાનો ઘા આવ્યા પછી જ વળતો ઘા કરવાનો નિયમ. એ માનતા કે દુશ્મનને ગફલતમાં રાખીને ઘા કરવો એ અનીતિ છે. એની સામે આ લોકો તો બિચારા નિરપરાધી અસહાય એવાં દેડકાંઓના પગમાં ટેબલ ઉપર રાખી ખીલીઓ ઠોકી
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯
S૭
- ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે – 67 - ઠંડા કલેજે તેમને ચીરે અને “એમાં વાંધો શું ?” એમ બોલી પોતાને શ્રાવક કહેવડાવે, એ કેવી અને કેટલી ધૃષ્ટતા ? એ લોકો સામાન્ય જનોને આવી વાતો કરી ભરમાવે છે, બાકી હજારોની મેદની સમક્ષ એવી જાહેરાત કરે કેવસ્તુપાળ-તેજપાળે હિંસા કરી છતાં શ્રાવક રહી શક્યા તો અમે આ રીતે દેડકાં ચીરવા છતાં શ્રાવક કેમ ન રહી શકીએ ? અને એ વાત સાબિત કરે, તો એમને ભણેલા માનું; નહિ તો આ બધી વાતો તેમની વાહિયાત છે એમ જ કહેવું પડે, અજ્ઞાન જનોને ભરમાવવાની ચાલબાજી છે. એ સમજે છે કે આવું જાહેરમાં બોલવાથી તો આપણી ઊલટી નાલેશી થવાની. એ પોતાની ખ્યાત વધારે છેઃ - નાકકટ્ટાનો પંથ એવો હોય છે કે એ પોતાની જાત વધારવા જ ઇચ્છે. એ માને કે આપણું ટોળું મોટું હોય તો સારું, જેથી લોકમાં શરમાવું ન પડે. પાંચ ચોર સાથે મળી એક ઘેર ચોરી કરવા ગયા. ઘરની બાઈને ગમે ત્યાંથી ખબર પડી ગયેલી એટલે તેણે પણ એ ચોરોનું સ્વાગત કરવા તૈયારી કરી રાખી. દીવાલમાં એક બાકોરું પણ પાડી રાખ્યું. ચોરોને તો બાકોરું તૈયાર જોઈને મજા આવી ગઈ કે ચાલો આપણી તો મહેનતુ મટી ગઈ-એક ચોરે આગળ જઈ અંદર શું ચાલે છે, કોઈ જાગતું તો નથી ને ? એ જોવા માટે બાકોરામાંથી માથું નાંખ્યું. પેલી બાઈ હાથમાં છરી રાખી તૈયાર ઊભી હતી-ઝટ દઈને પેલાનું નાક કાપી નાંખ્યું. એટલે ચોરે તરત માથું બહાર ખેંચી લઈને નાકે ડૂચો દાબી દીધો. તેણે વિચાર્યું કે હું તો બૂચો થઈ ગયો પણ બીજા મારી જેવા થાય તો સારું. નહિ તો એ બધા ભેગા થઈમારી મશ્કરી કરશે. ચોરોએ એને પૂછયું કે શું થયું ? તો કહે અંદર બહુ વાસ આવે છે. મારાથી સહન થઈ નહિ. પેલા કહે શેની વાસ છે ? તો કહે એ મને ખબર પડતી નથી. તમે જાઓ તો ખબર પડે. એટલે બીજાએ જઈને બાકોરામાં માથું ઘાલ્યુ-એની પણ એ દશા થઈ. એ સમજી ગયો કે પહેલાએ બરાબર બનાવટ કરી. પણ હવે નક્કી કર્યું કે આપણે પણ એમ જ કરવું, નહિ તો આ ત્રણ અમારા બે સામે હસશે. આમ વારાફરતી પાંચ જણનાં નાક કપાયાં ત્યારે સૌને સંતોષ થયો. કારણ કે સંખ્યા વધી. તેમ આ લોકોને પણ પોતાની સંખ્યા વધારવી છે. પોતે બન્યા છે એવા બીજાને બનાવવા માગે છે. પોતાનું ટોળું વધારવા ઇચ્છે છે. એવી વાતો કરનારાઓને ઓળખી લો!
એ લોકોની યુક્તિ પણ કેવી છે ? પ્રસિદ્ધ દેશનેતાના નામે વાત ઉપાડી. લજપતરાય પ્રસિદ્ધ દેશનેતા. છાપાંઓ એના ગુણગાન ગાય. એવા માણસનો
Page #421
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ વિરોધ કરે તો તેને પડકારનારા ઘણા નીકળે. એ બધા પાછા એમનામાંના જ હોય. એ લોકો સ્વતંત્રતાની વાતો કરે પણ એમની સ્વતંત્રતા બહુ જુદી જાતની. પોતાને ફાવે તેમ બોલવાની સ્વતંત્રતા અને બીજાને માટે બંધી. આવો તો એમનો ન્યાય, એનાં શું વખાણ કરવાં ?
સભા : 'લજપતરાય તો સ્થાનકવાસી જૈન હતા.’
એ તમે કહો છો પણ એમના નામે વાતો કરનારા એ વાત નથી કરતા. એમને તો બધું ગોળગોળ લખી જનતાને ઊંધે માર્ગે દોરવી છે. એમ કરીને પોતાની આબરૂ વધારવી છે ને શાસનની આબરૂ ઘટાડવી છે. શાસનની આબરૂની એમને દરકાર નથી.
૪૦૦
970
એ લજપતરાયે ભારતનો ઇતિહાસ લખ્યો તેમાં જૈનધર્મને એવો કદરૂપો ચીતર્યો છે કે કોઈ જૈનેતર પણ એવું ન લખે. એનો જ્યારે ખૂબ વિરાધ થયો ત્યારે એણે પોતે તો ખુલ્લા દિલે કહ્યું કે-‘આ બધી વાતમાં હું બહુ જાણતો નથી છતાં આવા માણસ પણ ધર્મથી ખસી ગયાનો આરોપ ધર્મ ઉપર, એ શાથી ? એ આરોપ ઘડનારા કોણ છે અને એની પાછળ તેમનો હેતુ શું છે, એ બધું બરાબર સમજો, દીક્ષા અંગેના ઠરાવ શાસ્ત્રે કરેલા જ છેઃ
જૈનોનો સમુદાય એકત્ર થાય, તે જૈનશાસનને પ્રભાવવંતુ કરે કે તેને ઝાંખપ લાગે એવું કરે ? એ સત્યનો ઝંડો ફરકાવે કે અસત્યનો ? ભગવાનને માનનારો સમુદાય એકત્ર થાય ત્યાં ખોટી બૂમો પાડનારા ફાવે ખરા ?
સભા : ‘એમની વાતો તો એક પક્ષીય છે.'
પણ પાછા બે પક્ષીય મનાવવાનો દંભ કરે છે ને ? દુનિયાનો પણ કાયદો એવો છે કે ફરિયાદીને બે વાર બોલવા દે. પહેલાં એ બોલે એટલે સામો એની વાતોને ગમે તે રીતે તોડે. પણ એના પછી ફરી બોલવાનો પહેલાનો હક્ક હોય. આ તો બોલવાનો હક્ક જ નહિ, એ ક્યાંનો ન્યાય ? દીક્ષા જેવી મહત્ત્વની વસ્તુમાં એકપક્ષી વાતો કરે તે કેમ ચાલે ?
દીક્ષાના પ્રશ્નમાં મુખ્ય ત્રણ વસ્તુ વિચારવાની-આજ્ઞા, સંઘ અને યોગ્યતા. આજ્ઞાનું સ્વરૂપ, સંઘની સત્તા અને બંધારણ મુજબની યોગ્યતા, એ ત્રણેય વાતનો નિવેડો લાવ્યા વિના ગમે તેમ ગપ્પાં મારે એ ચાલે ? પાંચ એક તરફ ભેગા થાય, દસ બીજી ત૨ફ ભેગા થાય, પંદર ત્રીજી ત૨ફ ભેગા થાય, એ ત્રણેય પોતાને સંઘ મનાવે અને જુદી જુદી વાતો કરે તો શું થાય ? સો માણસનો સમૂહ પણ સંઘ ક્યારે કહેવાય ? સંઘની રીતે વર્તે તો ને ? મરજી મુજબ વર્તે અને મરજી મુજબ બોલે, એવા બધાને સંઘ કેમ કહેવાય ? દીક્ષા માટે ઠરાવો કરવા
Page #422
--------------------------------------------------------------------------
________________
971
– ૨૭: ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67 – ૪૦૧ ભેગા થયેલાઓએ પહેલાં આજ્ઞાનું લક્ષણ બાંધવું જોઈએ, દીક્ષાનું સ્વરૂપ સમજવું જોઈએ અને યોગ્યયોગ્યતાનો નિશ્ચય કરવો જોઈએ. એ પછી જ ઠરાવો કરી શકે-ગમે તેમ ગપ્પાં મારવાનો અર્થ નથી.
શાસ્ત્ર તો સંઘનું સ્વરૂપ, દીક્ષાનું સ્વરૂપ, દીક્ષાની વય, આજ્ઞા એ બધી વાતોનું નિશ્ચિત વર્ણન કરેલું છે. દીક્ષા માટે શાસ્ત્ર બધા ઠરાવો કરેલા જ છે. કાંઈ બાકી રાખ્યું જ નથી; હવે નવા કયા ઠરાવો કરવાના છે ?
શાસ્ત્ર કહે છે કે મોક્ષના અર્થે સંસાર છોડી સંગુરુના શરણે જીવન આખું સમર્પવું તે દીક્ષા છે. દીક્ષાની વય માટે ફરમાવ્યું કે આઠ વર્ષથી માંડી સાંઠ કે સિત્તેર વર્ષની ઉંમરવાળા દીક્ષા માટે યોગ્ય છે. આજ્ઞા માટે ફરમાવ્યું કે આઠથી સોળ વર્ષ સુધીનાને આજ્ઞા વિના નહિ અને સોળથી ઉપરની વયમાં આજ્ઞા મળે તો ભલે, ન જ મળે તો વિના આજ્ઞાએ પણ લેવાય. યોગ્યતા માટે પણ કહ્યું કેચોટ્ટા, બદમાશ વગેરે યોગ્ય નહિ પણ જ્યારે જેના પરિણામ બદલાય ત્યારે તે યોગ્ય ગણાય. શાસ્ત્ર આટલા ઠરાવો કર્યા છે, હવે કયા બાકી રહ્યા ? સંઘ કેવો અને એમાં કોણ આવે ? " સંઘ માટે પણ શાસ્ત્ર કહ્યું કે એ નગર, ચક્ર, રથ, પધ, ચંદ્ર, સૂર્ય, સાગર અને મેરૂ જેવો હોય. એમાં ચૂંટણીની વાત ન આવે. આજનાઓ તો નવાં બંધારણ ઘડવા માગે છે. કહે છે કે બહુમતના ધોરણે બંધારણ ઘડો. પછી એ બહુમતીમાં ચૂંટાય કોણ ? તેમાં લાયકાતનું કોઈ ધોરણ ખરું ? ભગવાને ચાર પ્રકારનો સંઘ સ્થાપ્યો. દુનિયામાં માણસો કેટલા ? સમવસરણમાં લાખો દેવતા અને મનુષ્યો સમક્ષ ભગવાને દેશના દીધી ત્યારે સાધુ-સાધ્વી તરીકે કોને ચૂંટ્યા ? “ભગવાનનો ધર્મ ગયો’ એમ તો બધાએ કીધું, પણ જેઓ તેને સંપૂર્ણપણે પાળવા તૈયાર થયા તેવા અમુકને જ સાધુસાધ્વી તરીકે ચૂંટ્યાં. એ પાળવા માટે તેમણે અલંકાર ઉતાર્યા, મુકુટ મૂકી દીધા અને ભગવાનના શરણે આવ્યા. ભગવાને એમને સાધુ-સાધ્વી તરીકે જાહેર કર્યા.
પછી શ્રાવક-શ્રાવિકા તરીકે કોને ચૂંટ્યાં ? જેમણે સમ્યક્તનો પહેલાં સ્વીકાર કરીને નક્કી કર્યું કે દેવ તો આ જ, ગુરુ તો આ જ અને ધર્મ તો આ જ; ત્રિકાળપૂજનાદિ ક્રિયા કાયમ કરવાની અને બાર વ્રત, ન બને તો અગિયાર, દશ, નવ, આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, યાવતું એક પણ વ્રત સ્વીકાર્યું, તેને શ્રાવેશ્રાવિકા તરીકે જાહેર કર્યા. કેટલાકે કહ્યું કે વ્રત પાળવાની તાકાત નથી પણ હૈયાથી દેવ-ગુરુ-ધર્મ તો આને જ માનવાના અને એની આજ્ઞા વિરુદ્ધ નહિ વર્તવાના, એવાને સમકિતી તરીકે ચૂંટ્યા. બાકીનું ટોળું કેવું ?
Page #423
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આજે સંઘની ચૂંટણીમાં તમે મત કોને આપો ?
‘આગમો કલ્પિત છે' એવું કહેનારાને ? ‘પૂજા, સામાયિક, પ્રતિક્રમણ એ તો બધાં ફુરસદિયાઓનાં કામ છે' એવું બોલનારને ? ‘વ્યાખ્યાનમાં જૂના જમાનાની વાતો સિવાય બીજું શું આવે છે ?’ એવું જણાવનારાઓને ? આવાને ચૂંટાય ? જ્ઞાનીની શરત મુજબ ચૂંટો તો તમારી બહુમતી પણ કબૂલ છે. આ તો ઝાઝાં માથાં ભેગાં થાય અને ગમે તેમાં હાથ ઊંચા કરે, એવાની બહુમતી શા કામની ?
૪૦૨
972
જુન્નુર અધિવેશનમાં એક વિધવાનું પ્રગટેલું બ્રહ્મતેજ :
કોન્ફરન્સના જુન્નેર અધિવેશનમાં એક બાઈએ આ બહુમતવાદીઓની બરાબર ખબર લઈ નાખી. ત્યાં બહુમતી ઊડી ગઈ. વિધવાવિવાહના પ્રશ્ને એક પવિત્ર વિધવા બાઈએ ઊભા થઈને જણાવ્યું કે-‘હું પંદર વર્ષથી વિધવા થઈ છું. પરંતુ વૈધવ્યની મને ખબર પણ નથી. કમનસીબે કોઈ ખરાબ થાય તેના આરોપ તમામ વિધવા પર કરનારા આ યુવકો ખરેખર ભાન ભૂલે છે-' વગેરે વગેરે કહ્યું. તેથી પેલા પરોપકાર કરવા નીકળેલાનાં મોઢાં તો શ્યામ પડી ગયાં. એમની જબાન બંધ થઈ ગઈ.
હું તો કહું છું કે ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચ છે. રત્નોના ઢગલા ભલે ગયા પણ તેના કણિયા હજુ રહી ગયા છે. એ કણિયા પણ હજારો પથરાને ઓળખાવે. જુન્નેર કોન્ફરન્સમાં એ અનુભવ પ્રત્યક્ષ થઈ ગયો. હવે એ ભલે પોતાની જીતનાં બ્યૂગલો ફૂંકે, બીજાઓને ઉતારી પાડવા કુટિલતા આદરે, પરંતુ રહી ગયેલાં રત્નોના કણિયાઓએ શાસનનું પાણી બતાવી એમને નિસ્તેજ કરી નાખ્યા-પથ્થરોના ગંજ વચ્ચે રત્નનો પ્રકાશ થયો. વિષયલોલુપીઓને એક પવિત્ર વિધવાએ બે બદામના બનાવી દીધા. એમને હાથ ઊંચા કરાવી ઠરાવ પસાર કરવા હતા; પણ આ વિધવાના બ્રહ્મતેજ પાસે એ ‘કામ’ના ગુલામોની કારીગીરી ન ચાલી.
અરે, આવે સમયે કદી હાથ ઊંચા કરવાનો પ્રસંગ આવે ત્યારે પણ એમને ઊભા રાખીને પુછાય કે-તમારે મા છે ? ‘હા’ કહે તો પુછાય કે બાપ છે ? ‘ના’ કહે તો પુછાય કે એ વિધવા મા અગર વિધવા બહેનનાં લગ્નની પહેલ કરી ? જો કે આવું બોલતાંયે ધર્મીને તો દુ:ખ થાય. પેલાઓએ તો કપડાં કાઢી નાખ્યાં છે. એ લાજ વગ૨નાઓ પોતાના ઘરમાં જઈને આવી વાત કરે તો.એમની માબહેન એમને મારવા ઊઠે. વિધવાવિવાહનાં ભાષણ કરનારાની મા તો કહે છે કે-‘આવાને મેં ક્યાં વેંઢાર્યો ? આવો પથ્થર મારા પેટે ક્યાંથી પાક્યો ?' એમની બહેનો પણ આંખમાં આંસુ સારતી બોલે છે કે-‘આવાની બહેન થવાનું અમારા
Page #424
--------------------------------------------------------------------------
________________
૨૭ : ધર્મની મહત્તા સ્વતઃસિદ્ધ છે - 67
ભાગ્યમાં ક્યાંથી સરજાયું ?' એ લોકો કહે છે એવી બહુમતીના કાયદાનો અર્થ તો એ જ કે અનાચારીઓને બજાર વચ્ચે નાચવાની છૂટ પણ પછી નગ૨માં કે ઘરમાં રહેનારી કુળવતીઓના પરિણામ બગડે અને ઘ૨માં ધર્મને બદલે અધર્મનું વાતાવરણ ફેલાય તેનું શું ? એની ચિંતા એમને નથી. બહુમતીની વાતો ક૨ના૨ને પોતાના પગ પર કુહાડો લેવાનું કહો ! એમ કહેશો તો નક્કી બહુમતી આપણી જ થશે. આ થઈ વિધવાવિવાહની વાત. હવે આવો સંઘની વાત ઉપર. સંઘ શું માને અને શું બોલે ?
973
૪૦૩
સંઘના બંધારણની વાતમાં એ બુદ્ધિમાનો કહે છે કે એમાં સાધુ તથા શાસ્ત્રોને વચ્ચે લાવવાનું શું પ્રયોજન ? શાસ્ત્ર કહે છે કે- ગાંડા ભાઈ ! જ્યાં સાધુ તથા શાસ્ત્રો નથી ત્યાં સંઘ જ નથી. એને ટોળાંની ચૂંટણી ભલે કહો પણ એ સંઘની ચૂંટણી ન જ કહેવાય. તો અમને પણ કબૂલ છે, પણ તે કોની ? બહુ છે મતિ જેનામાં, તેની. આવી બહુમતી લાવો તો તેને વધાવી લઈએ. ધારાસભામાં નિયમ કે જે વિષય પર બોલવાનું હોય તે વિષયનો જાણકાર હોય તે જ એ વિષય પર બોલે. એ પણ પરિસ્થિતિને અનુસરતું જ બોલે, અને ‘મને આમ લાગે છે' એમ કહે. પોતાનું બોલવાનું પરિસ્થિતિને અનુકૂળ છે, રાજ્યને આડખીલીરૂપ નથી તથા મૂળ ધ્યેયને હાનિકર્તા નથી એમ સાબિત કરવું પડે. આવી આવડત ન હોય તો બેસી રહેવું પડે. છતાં બોલવા જાય તો ઘંટી મારી બેસાડી દેવામાં આવે. ફાવે તેમ બોલે એ કેમ ચાલે ?
ફલાણાએ ધર્મ કેમ છોડ્યો, એ કોઈ પ્રશ્ન છે ? સારું થયું કે એણે ધર્મ છોડ્યો-આજે થોડા આગળ વધેલા આટલું અવળું વાટે છે તો એ વધારે આગળ વધેલો શું કરત ? જો કે એણે તો ખુલ્લે દિલે ભૂલ્યાનું જાહેર કર્યું છે, પણ આજના કદાગ્રહીઓની વાત ભયંકર છે.
જૈનદર્શન અને ઇતરદર્શનમાં ભેદ ક્યાં ?
ઇતરદર્શનોએ જ્યાં હોશિયારી દેખી ત્યાં દૈવી અંશ મનાવ્યો. હોશિયારને ‘અવતાર’ માન્યા. જૈનશાસન ‘અવતાર’ મનાવતું નથી. જ્યાં ત્યાં દૈવી અંશ માનવાની ના કહે છે. આ શાસન વસ્તુતત્ત્વને માને છે. જેનાં તેનાં બ્યૂગલો ફૂંકી ઓળખાવવાની આ શાસન ના પાડે છે. જેને જચે તે આવે; ન જચે તે જાય. કોઈને રાજી રાખવા સિદ્ધાંતમાં ઘાલમેલ ન ચલાવે. માટે જ કહ્યું કે સમ્યગ્દષ્ટિ આત્માનું અનુષ્ઠાન ક્ષુદ્ર માટે દુષ્કર છે. અસ્તુ. વધુ હવે પછી.
Page #425
--------------------------------------------------------------------------
________________
૨૮ : અદાલતના
68
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ પ્ર. ૮, ગુરુવાર, તા. ૨૦-૨-૧૯૩૦.
• સંવેગથી નવો ફાયદો : • સુખથી છૂટવા કોણ ઇચ્છે ?
સમકિતીની મનોદશા :
શાંત-પ્રશાંત બનો તો સારા વિચાર આવે : • સમકિતી અને સાધુની બીજા ઉપર છાયા પડે :
છાયા એવી હોય કે ખોટી વાત કરનાર ડરે : મહર્ષિઓએ કરેલા આકરા શબ્દપ્રયોગો : -
સમ્યગ્દષ્ટિ, સંસારમાં નિરસ : , • આગમચીંધ્યા રાહે જ ઉદય અને ઉન્નતિ : • પાપથી પેદા થતા આહાર-પાણીથી જીવવા છતાં સાધુનિષ્પાપ કેમ ? • બધા જ દીક્ષા લઈ લે તો ? • દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ, સંઘ એને વધાવવા તૈયાર છે : • શાસનની ભક્તિ માટે :
શાસનપક્ષ અને ઇતરપક્ષ : • તારક તો ગુણહીનને પણ તારે ? • મેં દીક્ષા કોને આપી છે અને કોને આપું :
પૂ. મૂળચંદજી મહારાજ અને પગમાં બેડી : • આ સાધુને, ગમે તે રીતે ફસાવો ! • એ મનોરથ મનમાં રાખો !
સંવેગથી નવો ફાયદોઃ
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂ૫ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી પીઠનું વર્ણન કરતાં ફરમાવે છે કે એ પીઠને દઢ બનાવવા જેમ શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ તેમ એ દઢ બનેલી પીઠને રૂઢ બનાવવા પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. એ પરિણામની ધારાના વિચાર અંગે સૂરિપુરંદર
Page #426
--------------------------------------------------------------------------
________________
૨૮ : અદાલતના આંગણે - 68
૪૦૫
આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજાના શબ્દો આપણે વિચારી રહ્યા છીએ.
975
એ પરમર્ષિ ફરમાવે છે કે-‘સમ્યગ્દષ્ટિ આત્મા સંસારસાગરમાં ૨મે નહિ. જેમ નેત્રના રોગ વિનાનો વસ્તુના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે છે, તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ ગયો છે તે આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. તેમ જેનો મિથ્યાત્વરૂપી રોગ ગયો છે તે આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. સંસારને યથાર્થ સ્વરૂપે જોવાથી એ આત્માને સંવેગ પેદા થાય છે. સંવેગની પ્રાપ્તિ થવાથી એ પ્રશાંત બને છે. પ્રશાંત બનેલો આત્મા બહિર્મુખ મટી અંતર્મુખ થાય છે. દુનિયાના પદાર્થો અત્યાર સુધી આત્માને મૂંઝવતા હતા તે હવે સંવેગ થયા બાદ મૂંઝવતા બંધ થાય છે.’
જે આત્મા સંસારના સુખને સુખ માને તે તેનાથી છૂટી શકતો નથી. એટલે સંવેગથી નવો ફાયદો તો એ થાય છે કે-સંવેગ સંસારના સુખને પણ દુ:ખ મનાવે છે. દુઃખથી છૂટવાના તો સૌના એકસરખા પ્રયત્નો છે. ભયથી, દુનિયાની અનેક ધમાધમથી, જાતજાતના ક્લેશથી છૂટવા તૌ સૌ ઇચ્છે છે પણ રાજરિદ્ધિ, ઘર-બાર, કુટુંબ-પરિવારથી છૂટવા કોણ ઇચ્છે છે ? એ સંવેગ પામેલો હોય તે જ ઇચ્છે છે. સંવેગથી જીવનમાં મોટું પરિવર્તન આવે છે. સુખથી છૂટવા કોણ ઇચ્છે ?
બીમારી તથા ધંધામાં ખોટને તો બધા દુઃખરૂપ કહે છે પણ ઘરબાર, કુટુંબપરિવારને દુઃખરૂપ કોણ કહે ? જેને સંવેગ થયો હોય તે. દુન્યવી વસ્તુઓ અસાર લાગ્યા વિના સંસારની મનોકામના પાછી હઠે નહિ. અને એ હઠે નહિ ત્યાં સુધી આ સાધુપણું ગમે ? મળેલું છોડી દેવું અને પછી જે નિર્દોષ મળે તેના ૫૨ જીવન ગુજારવું ગમે ? દાન, શીલ, તપ અને ભાવ એ દરેકમાં વાત તો છોડવાની છે કે બીજી કોઈ ? સમ્યગ્દષ્ટિપણામાંયે છોડવાનું, શ્રાવકપણામાંયે છોડવાનું અને સાધુપણામાંયે છોડવાનું છે. દુનિયાનાં દુ:ખોથી તો છૂટવા સૌ ઇચ્છે પણ સુખથી છૂટવા કોણ ઇચ્છે ? જે સમ્યગ્દષ્ટિ હોય તે જ.
સભા કહ્યું છે કે,
यो ध्रुवाणि परित्यज्य, अध्रुवं परिसेवते । ध्रुवाणि तस्य नश्यन्ति, अध्रुवं नष्टमेव च ।। '
તો...નીતિકારની આ વાત કેવી રીતે ઘટશે ?
શું તમારા બંગલા-બગીચા ધ્રુવ છે ? તમે આ શ્લોકને યાદ રાખ્યો પણ
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 976 એમાંની મુદ્દાની વાતને કેમ ભૂલી ગયા ? એક કવિએ ગાયું છે કે
“જે ઘર નોબત વાગતી, થાતા છત્રીસે રાગ રે; ખંડેર થઈને તે ખાલી પડ્યા,
બેસણ લાગ્યા કાગ રે.” સંસારની તમામ સામગ્રીને અસાર-નાશવંત-અનિત્ય બતાવનારાં આવાં અનેક વિધાનો તમે યાદ રાખતા નથી-માત્ર ફાવતી વાત પકડો છો એનું કારણ એ જ છે કે હજી સંવેગ પેદા થયો નથી.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સમકિતીની પરીક્ષા માટે સુંદરમાં સુંદર ચાવી બતાવે છે કે-સમ્યગ્દષ્ટિ આત્માના હૈયામાં સંવેગ હોય એટલે એને આખો સંસાર અનિત્ય, અશરણ, અસાર લાગે તેથી જ એ આત્માને સંસારમાં રહેવું પડે તો રહે, પણ રમે નહિ. જેમ રમતિયાળ છોકરાને શિક્ષક કહી દે કે
અહીં શાળામાં આવવું હોય તો પાંચ કલાક રમત છોડીને ભણવું પડશે.” એ રીતે શાસ્ત્ર કહે છે કે સંસારનો રમતિયાળ અહીં ન જોઈએ. સમકિતીની મનોદશા :
તત્ત્વની રુચિ થાય અને સંસારમાં રમવાનું મન થાય ?
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોને જાણે, એમાં હેય, ય, ઉપાદેય કયા કયા, આ બધું સમજે એને સંસારમાં રમવું ગમે ?
સમ્યગ્દષ્ટિ છે કે જેને ધર્મની સાધનામાં ગમે તેટલાં કષ્ટ આવે તો પણ કષ્ટ ન લાગે. જ્યારે હેય સામગ્રી મેળવવામાં અને મુશ્કેલી લાગે. આ વાત આગળ વિસ્તારથી આવવાની છે. તમને જે પદાર્થોમાં આનંદ આવે એમાં સમ્યગ્દષ્ટિને આનંદ ન થાય. એ સંસારમાં કેમ ન રમે ? કારણ કે સંસાર જેવો છે તેવો એ જોઈ શકે છે માટે. સંસારને યથાસ્થિત સ્વરૂપમાં જોવાથી એ આત્મામાં સંવેગ પ્રગટે છે. સંવેગના કારણે પહેલાં ચોવીસે કલાક સંસારમાં રમતો હતો તે હવે શાંત-પ્રશાંત બને છે. બહિર્મુખ મટી અંતર્મુખ બને છે. સંસારને જેવો છે તેવો જોઈ શકવાથી એ આત્મા પહેલાં જે ઊકળતો હતો, ઊછળતો હતો તે હવે શાંત થાય છે. બાહ્ય પદાર્થોમાંથી એ મારાપણું ઉઠાવી લે છે. દુનિયાની કોઈ વસ્તુ તરફ એ ખેંચાતો કે ઘસડાતો નથી, અને એ રીતે નથી ખેંચાતો માટે જ એ વસ્તુને વસ્તુસ્વરૂપે જોઈ શકે છે, તમને આવો અનુભવ નથી, કારણ કે તમે સંવેગ પામ્યા નથી. હજી તમારો આત્મા બહારનો બહાર જ છે. તેથી તમને શાંતિનું સ્વપ્નયે નથી.
Page #428
--------------------------------------------------------------------------
________________
977
૨૮ : અદાલતના આંગણે – 68
૪૦૭
શાંત-પ્રશાંત બનો તો સારા વિચાર આવે
ગહન વસ્તુના વિચાર ઘોંઘાટ વચ્ચે ન થાય, પણ એકાંતમાં જ એ કરવા પડે. અરે ! એ વખતે આંખો પણ મીંચવી પડે. ઉઘાડી આંખે તો ઘણી વસ્તુ દેખાય, જેથી વિચારધારામાં ભંગાણ પડે. આંખો મીંચાય એટલે કશું ન દેખાય, તેથી ઉત્તમ વિચારો જાગવાને અવકાશ મળે-આ તો આંખો ઉઘાડી અને હૈયું પણ બહાર ભટકતું હોય, ત્યાં શું થાય ! દુનિયામાં ચોગરદમ નાટક ચાલી રહ્યું છે, તેના ધડીમ ધડીમ અવાજ઼ ચાલુ હોય ત્યાં સુંદર વિચાર કઈ રીતે આવે ?
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા સંવેગ થવાથી પ્રશાંત અને અંતર્મુખ બનેલા આત્માની વિચારણાનું વર્ણન કરતાં કહે છે કે એ આત્મા સંસારને ભયંકર અને પ્રાણી માત્રને માટે ક્લેશકારી માને, કેમ કે-સંસાર જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક આદિથી ભરેલો એને નજરોનજર દેખાય છે. એને એ પ્રતીતિ થાય છે કે સુખ તો મુક્તિમાં જ છે. મુક્તિ વિના ક્યાંય સુખનું કે શાંતિનું નામનિશાન નથી. ભવ્ય આત્મા પોતાની સઘળી શક્તિના ઉપયોગથી જ એ મુક્તિ મેળવી શકે છે. આવું વિચારીને પછી, હજી આગળ એ વિચારે છે કેસંસા૨ના હેતુ હિંસાદિ છે અને મોક્ષના હેતુ અહિંસાદિ છે. આ બધું એ આત્માની નજર સામે તરે છે.
સમકિતી અને સાધુની બીજા ઉપર છાયા પડે
સમ્યગ્દષ્ટિ ચાર વાતમાં સુનિશ્ચિત હોય-સંસારને એ નિર્ગુણ માને. મોક્ષને ગુણરૂપ માને, પ્રેમથી જેટલી ચેષ્ટા કરવાની તે મુક્તિ માટે અને ‘યથાનમં’ એટલે આગમ કહે તેમ કરવામાં માને અને દુનિયાની ક્રિયામાં એ એવો લુખ્ખો હોય કે જોનારને બરાબર એનો ભાસ થાય. શેઠિયા ને વેઠિયાના કામમાં ભેદ માલૂમ પડે ? માલિક કોણ અને નોકર કોણ ? એ જોનારાને ખબર પડી જ જાય. ભણેલો ભણેલાની પ૨ીક્ષા કરી શકે એ વાત સાચી પણ નહિ ભણેલો પણ, 'આ ભણેલો છે' એટલું તો સમજી શકે-જેમ કામ કરવાની રીત પરથી શેઠ-નોકરની ખબર પડી જાય તેમ ભાષા, બોલચાલ વગેરે ઉપરથી ભણેલાઅભણની ખબર પડી જાય, સાચા-ખોટાની પરીક્ષાની વાત પછી..
પ્રમુખની ખુરશી પર બેઠેલા કેટલાક પૂતળા જેવા હોય છે તો કેટલાક જવાહી જેવા તેજસ્વી હોય છે, એ જોનારા નથી જાણી શકતા ? એક પ્રમુખ એવો કે બીજાનું બોલાવ્યું બોલે, કોઈનું લખેલું વાંચે અને પારકાને પૂછી પૂછીને બધાં કામ કરે. લોકો સમજી જાય કે આ નામના પ્રમુખ છે, બાકી તો કોઈના
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૮
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ હાથનું રમકડું છે. બીજો પ્રમુખ એવો કે પોતાનું ધાર્યું જ કરે-એની સત્તા આડે કોઈ આવી શકે નહિ, પોતાને બોલવું હોય એ જ બોલે અને પોતાને યોગ્ય લાગે એ જ કરે. એ પ્રમુખપદને લાયક ગણાય-લોકોને ભલે પ્રમુખના કાયદાની સમજ ન હોય પણ એટલું તો સમજે છે કે પ્રમુખપણાને યોગ્ય. ઘણા શિક્ષક એવા હોય છે કે જેને જોતાંની સાથે જ ગમે તેવા તોફાની છોકરી પણ શાંત થઈને બેસી જાય. અને બીજા કેટલાક એવા શિક્ષક હોય કે જે ગમે તેટલા હાકોટા કરે તોયે છોકરા ગભરાય નહિ. શિક્ષકની રીતભાતથી જ છોકરાઓ શિક્ષકને ઓળખી જાય. એ જ રીતે સમ્યગ્દષ્ટિની દુનિયાની કરણી એવી લુખી હોય કે જોનારને જણાઈ આવે. જોનાર કહે કે ભલે એ દુનિયામાં રહ્યો છે, પણ એ લુખ્ખો છે.
સભાઃ “એટલે એની છાયા પડે.”
છાયા પડે એ ઓછી વાત છે ? આપણે વાત છાયાની જ કરીએ છીએ. છાયાનું જ કામ છે. છાયા એવી હોય કે ખોટી વાત કરનાર ડરે:
સાધુની છાયા એવી હોય કે દુનિયાના અર્થ-કામના લોભી પણ સાધુ પાસે અર્થ-કામની વાત કરતાં અચકાય-યુવાન સોળ વરસનો દીકરો મરી ગયો હોય તો સાધુ પાસે એ વાત કરતાં મૂંઝાય, કારણ કે એ સમજે છે કે સાધુ એ વાત સાંભળે ભલે, પણ એ તો કહેવાના કે-ભાઈ, સંસારમાં મૃત્યુ તો નિશ્ચિત જ છે, માટે એની પાછળ શોક કરીને નવાં કર્મ ન બાંધવા-સાધુ તો એને યોગ્ય શબ્દોમાં સંસારના પદાર્થોનું નશ્વરપણું સમજાવે. અને એના યોગે વાત કરવા આવેલામાં વૈરાગ્ય જ પ્રેરે. સાધુ કાંઈ એના ભેગો ખરખરો કરવા ન બેસે.
ગૃહસ્થો સાધુ પાસે આવીને મોજથી અર્થ-કામની વાતો કરી જાય તો એ સાધુની સાધુતામાં ઊણપ ગણાય. એવા સાધુની છાયા ન જ પડે-એના ઉપદેશની અસર ન થાય. જ્ઞાની આગળ અજ્ઞાનીને બધું પૂછવાની છૂટ ખરી પણ જ્ઞાનગોષ્ઠિમાં ડખો કરવા માટે નહિ. ડખો કરવા આવેલા સામે એ જ્ઞાની કે ઉપદેશકનું એવું વર્તન હોય કે ફરીને એ ડખો કરવા આવનારને ભય લાગે. એને એમ થઈ જાય કે અહીં આપણા કોઈ ઉધમાત નહિ ચાલે. એટલા માટે જ્ઞાનીએ કદી કડક પણ થવું પડે. ન થાય તો ન ચાલે. એ કડકાઈ એ ગુસ્સો નથી પણ અજ્ઞાનીને ઊંધે માર્ગે જતાં રોકવાની એક જાની તાકાત છે. એ ન કેળવાય તો પેલા ઠેકાણે ન આવે. એક, બે ને ત્રણ વાર એ રીતે કડકાઈ બતાવે તો પેલા ચૂપ થાય. એમ કરતાં એ સાધુને ગુસ્સાખોર પણ કહે પણ તેથી મૂંઝાયે
Page #430
--------------------------------------------------------------------------
________________
૨૮ : અદાલતના આંગણે - 68
ન ચાલે. આપણે સ્મશાનશાંતિની જરૂર નથી. ચેતનવંતાઓ મુડદાની શાંતિને ઇચ્છે ? વસ્તુતત્ત્વ ઘવાય તોયે શાંતિ ? ગ્રાહકની દાઢીમાં વેપારી હાથ ક્યાં સુધી ઘાલે ? બે પૈસા પણ મળતા હોય ત્યાં સુધી તો ગ્રાહકને નારાજ ન કરે પણ ગ્રાહક માલ ઉઠાવી પૈસા આપ્યા વિના જ ચાલતો થાય તોયે એ શાંતિ રાખે ? રાખે તો એ વેપારી કહેવાય કે ગમાર વ્હેવાય ?
979
૪૦૯
એ જ રીતે અહીં સમજવાની બુદ્ધિએ પુછાય ત્યાં સુધી તો મુનિ શાંતિથી સમજાવે પણ ડખો ઘાલવા આવ્યો છે એમ સમજાય તો ઉગ્રતા પણ લાવે. એ ઉગ્રતામાંથી કદી ભડકા પણ ઊઠે-પેલો પણ સમજી જાય કે અહીં કાંઈ નહિ ચાલે. આવું ન સમજાવી શકે તેનાથી આ શાસ્ત્ર કોઈને ન દેવાય. મહર્ષિઓએ કરેલા આકરા શબ્દપ્રયોગો :
. ક્ષમાના સાગર એવા મહર્ષિઓએ લખતાં લખતાં એવા પણ શબ્દના આકરા પ્રહારો કર્યા છે કે ન પૂછો વાત. એ પ્રહારો કાંઈ નાનાસૂના નથી, પણ એ જાણતા હતા કે એવા પ્રહારો વિના વસ્તુનું પરિણમન થાય જ નહિ. મનુષ્યજીવનને ખૂબ ઊંચું કહ્યું, કહેવાય તેટલું ઊંચું કહ્યું, પણ એમાં અયોગ્ય વર્તાવ થાય તો એ જ મનુષ્યજીવનના એમણે છોતરાં ઉખાડી નાખ્યાં. એવા મનુષ્યજીવનની કોડીની પણ કિંમત નથી એમ પણ એમણે જ કહ્યું. માનવજીવનને અતિશય દુર્લભ કહ્યું. પણ તે કયું ? એ જાણવું જરૂરી નથી ?
કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે આ માનવજીવન ઘણું દુર્લભ છે. જે માનવજીવન વિના તીર્થંક૨દેવો પણ મુક્તિ સાધી શક્યાં નથી, મુક્તિની સાધના માટે તેમને પણ જે માનવજીવનનો ખપ પડ્યો છે, અરે એક એક આત્મા જે મુક્તિએ ગયા તે આ માનવજીવનને પામીને જ ગયા છે, વર્તમાનમાં જે જાય છે અને ભવિષ્યમાં જે જવાના છે તે બધા આ માનવજીવનને પામીને જ, આવું અતિ દુર્લભ આ માનવજીવન છે. માનવજીવન, આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ વગેરે તમામ ઉત્તમ સામગ્રીના યોગે જ મુક્તિ પમાય, પરંતુ એ જ માનવજીવન પામી જિંદગી આખી ભોગસુખમાં જ પસાર કરવામાં આવે તો એ મહર્ષિએ કહ્યું કે-એ સુવર્ણપાત્રમાં મદિરા ભરવા જેવું છે.’ તેમણે ફ૨માવ્યું છે કે
“જ્ઞાન-ર્શન-ચારિત્ર-રત્નત્રિતય भाजने I मनुजत्वे पापकर्म, स्वर्णभाण्डेसुरोपमम् ।।१।।"
કહો ! કાંઈ બાકી રાખ્યું ? માનવજીવનના દુરુપયોગને કેવી ઉપમા આપી ? મુક્તિના સાધનભૂત માનવજીવનને જે ભોગનું સાધન સમજે તેને
Page #431
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
માનવજીવનની કિંમત જ નથી. દશ દૃષ્ટાંતે દુર્લભ માનવજીવનને કેટલી ભયંકર ઉપમા આપી ? વસ્તુ જેટલી સારી તેટલી જ તેમાં અયોગ્ય વસ્તુ ભળે એટલે નકામી. યોગ્ય સ્થાને બેઠેલો પૂજાય, પણ એ સ્થાનને અનુરૂપ થઈને રહે તો, જો એ ન આવડે તો એવો ગબડે કે સ્થાને બેઠા પહેલાંની લાયકાત પણ ગુમાવે. હોદ્દાનું પણ એવું છે. હોદ્દે ન બેઠા હોય ત્યાં સુધીની વાત જુદી પણ હોદ્દે બેઠા પછી એની જવાબદારી ન જળવાય તો લાયકાત ગુમાવે અને કિંમત કોડીની થાય.
૪૧૦
980
સમ્યગ્દષ્ટિ સંસારમાં નિરસ :
સમ્યગ્દષ્ટિની સંસારની લુખ્ખાશ સૌ જોઈ શકે. કેટલી લુખ્ખાશ, શાથી લુખ્ખાશ એ ભલે પરોક્ષ રહે પણ લુખ્ખાશ તો પ્રત્યક્ષ જ થાય-મારા શેઠની પેઢી એ મારી પેઢી' એમ મુનીમ ભલે બોલે, પણ પેઢીમાં લહાય લાગે ત્યારે જે આઘાત શેઠને થાય તે મુનીમને ન થાય. ભલે મુનીમની આંખમાં પાણી પણ આવે અને શેઠની આંખમાં પાણી ન આવે, તો પણ જોનારને મોઢાની આકૃતિ પરથી જ ભેદ જણાઈ આવે. શેઠનું મોઢું જોઈને સહેજે ખ્યાલ આવે કે ‘આના દુઃખનો પા૨ નથી.’
પતિના મરણનું દુઃખ છેડા વાળવામાં નથી પરખાતું, પણ એકાંતમાં પરખાય છે. દુ:ખના આઘાત વખતે બોલાય ? દુ:ખનો ડૂમો હૈયે હોય ત્યારે મોંએ ગીત ચાલે ? બધા જાય અને ઘરમાં એકલીં પડે ત્યારે ખરું દુઃખ થાય. એ વખતે બોલાવો તો બોલી પણ ન શકે. પાંચ મિનિટ મૌન રાખવું પડે-એ પાણી પીએ, ડૂમો હેઠો બેસે, પછી એનાથી બોલાય-રાગડા તાણે એ તો ઢોંગ સમજવા.
બે જણા ખાવા બેસે, એક વગર ઇચ્છાએ ખાય અને બીજો રસપૂર્વક ખાય એનો ભેદ ન પરખાય ? પેલાને ગળે ઉતારતાં સાત-પાંચ થાય અને બીજો સબડકા લેતો જ જાય એ વાત કાંઈ છુપાય ?
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા કહે છે કે સમ્યગ્દષ્ટિ સંવેગ પામેલા અને પ્રશાંત બનેલા આત્માની આટલી વસ્તુ પ્રત્યક્ષ દેખાય. કઈ વસ્તુ ?
એ આત્માને સંસાર નિર્ગુણ ભાસે, મોક્ષ ગુણમય લાગે, એની પ્રેમપૂર્વકની ચેષ્ટા મુક્તિ માટે જ હોય અને એ તમામ ચેષ્ટા આગમ કહે તે પ્રમાણે હોય. આગમ ચીંધ્યા રાહે જ ઉદય અને ઉન્નતિ :
શ્રી જિનેશ્વરદેવોના આગમને આઘા મૂકીને સુધારાની, ઉદયની અને પરમાર્થની મોટી મોટી વાતો કરનારાઓ સાચા નથી પણ વસ્તુતઃ મૃષાવાદ અને
Page #432
--------------------------------------------------------------------------
________________
૨૮ : અદાલતના આંગણે - 68
પ્રપંચનો આશ્રય લઈ રહ્યા છે. આગમ આધું મૂકીને શ્રી જૈનશાસનમાં એક પણ સુધારો થયો નથી, થતો નથી. અને થશે પણ નહિ. આગમે જે વસ્તુને જે સ્વરૂપે જોઈ તે સ્વરૂપે જોનારા આજે ક્યાં છે ? ઉદય તથા ઉન્નતિને આગમ જાણે કે તમે ? ઉદય તથા ઉન્નતિના રસ્તા આગમે ચીંધ્યા કે તમે ? ભણીને બોલવા ઊભો થયો ક્યાંથી ? શોધ્યું અને મેળવ્યું આગમમાંથી અને હવે બોલવું ફાવતું, એ ચાલે ? મનફાવતું લેવાથી જ લાભને બદલે હાનિ કરી. આજના એ લોકો સાધુઓને પૂછે કે-આજના સાધુઓ આકાશમાં વિચરે છે કે પૃથ્વી ઉપર ? એ પૂછનારામાં જોવાની શક્તિ હોય તો જોઈ શકે છે કે સાધુઓ આકાશમાં નહિ પણ પૃથ્વી પર જ વિચરે છે. અરે ! અમારા શ્રી જિનેશ્વરદેવો પણ ભૂમિ ઉ૫૨ જ વિચરતા હતા.
981
૪૧૧
શ્રી જિનેશ્વરદેવો પાસે આકાશગામિની લબ્ધિ હોય તો પણ એ ચાલતા ભૂમિ ૫૨ જ. એ તારકો લબ્ધિનો ઉપયોગ કદી કરતા નથી. છદ્મસ્થ મુનિઓ શાસનના લાભ માટે ક્વચિત્ લબ્ધિનો ઉપયોગ કરે પણ દુનિયાની સાધના માટે તો ન જ કરે. નિષ્કારણ લબ્ધિનો ઉપયોગ કરવાની આ શાસનમાં મના છે. દુનિયાની સાધના માટે લબ્ધિનો ઉપયોગ કરવાની આ શાસનમાં મના છે. દુનિયાની સાધના માટે લબ્ધિનો ઉપયોગ કરે તો એ લબ્ધિઓ કદી ટકતી નથી.
મુનિસંઘ પર આપત્તિ આવી ત્યારે વિષ્ણુકુમારમુનિએ પણ લબ્ધિનો ઉપયોગ કર્યો હતો. પણ આ બધું ક્વચિત્. જંઘાચારણ અને વિદ્યાચારણ મુનિઓ લબ્ધિનો ઉપયોગ કરે છે, પણ એ તીર્થયાત્રા માટે જ. ચારણમુનિઓ લાભ દેખે ત્યાં આ લબ્ધિના બળે જાય પણ તે ક્વચિત્. નિયમ છે કે લબ્ધિનો ઉપયોગ પ્રમત્તાવસ્થામાં જ થાય. લબ્ધિના ઉપયોગ વખતે અપ્રમત્તાવસ્થા રહે જ નહિ. સાતમા ગુણઠાણે લબ્ધિના ઉપયોગનાં દ્વાર બંધ થાય છે. છઠ્ઠ ગુણઠાણે જ એનો ઉપયોગ છે.
સભા : ગોશાળા પર શીતલેશ્યા ભગવાને મૂકી ત્યારે ગુણાસ્થાનક કર્યું ?’
છઠ્ઠું. શ્રી જિનેશ્વરદેવોનું ચરિત્ર છદ્મસ્થકાળમાં પણ ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત કહ્યું છે. એટલે એ છઠ્ઠું ગુણઠાણું પણ અતિ ઉચ્ચ કક્ષાનું હોય છે. એ તારકોની છદ્મસ્થકાળમાં પણ અપ્રમત્તાવસ્થા ખરી પણ એ છઠ્ઠા ગુણઠાણાની. સાતમા ગુણસ્થાનકનો કાળ તો ક્રોડ પૂર્વના આયુષ્યમાં પણ દીક્ષા લીધા પછીના આખા જીવનનો ભેગો કરો તો પણ અંતર્મુહૂર્તનો છે, કે જેમાં છેલ્લે ક્ષપકશ્રેણીના યોગે કેવળજ્ઞાન થતા વખતનો સાતમાનો કાળ પણ આવી જાય છે. એક મતે તો છઠ્ઠું પણ એકસાથે અંતર્મુહૂર્ત જ વધુમાં વધુ રહે. જાય આવે તે
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વાત જુદી. આ મતે છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકમાંથી એક પણ ગુણસ્થાનક અંતર્મુહૂર્તથી વધારે ટકે નહિ. તરતમતા બધે હોય.
982
આપણો મુદ્દો એ છે કે લબ્ધિધર મહર્ષિઓ પણ આકાશમાં વિચરતા ન હતા. એ પણ પૃથ્વી પર વિચરતા હતા અને અમે પણ પૃથ્વી પર વિચરીએ છીએ, તે બધા જાણે છે. અરે, જૈનસમાજનું નાનામાં નાનું બાળક પણ એ સમજે છે. કાંઈ નવી વાત નથી. પરંતુ આવો પ્રશ્ન કરી પછી પેલાઓ આગળ કહે છે કે-“પૃથ્વી પર રહેવું અને ‘પાપ-પાપ'ના પોકાર કરવા એ ચાલે ?”
હું એમને કહું છું કે-એ તો ભગવાન મહાવીરદેવને પૂછી આવો. પાપથી પેદા થયેલ અન્ન-પાણી પર જીવવા છતાં સાધુ નિષ્પાપ કેમ ?
ભગવાન પણ પૃથ્વી પર જ રહેતા હતા ને ? એમનું જીવન પણ આહારપાણી ઉપર જ નભતું હતું ને ? આહાર-પાણી આરંભસમારંભથી થાય એ ભગવાન નહોતા જાણતા ? એમ છતાં ભગવાને એ બધામાં પાપનું પીંજણ કેમ કર્યું ?
એ લોકો પૂછે છે કે-‘ગૃહસ્થાવાસ ન હોય તો સાધુ જીવે કઈ રીતે ?’ મારો તેમને પ્રશ્ન છે કે-શ્રી આચારાંગ સૂત્રકારે ગૃહસ્થાવાસને કઈ ઉપમા આપી તે જાણો છો ?
જે લોકો-વૃદ્ઘસ્થાવાસ સમો ધર્મો ન ભૂતો ન ભવિષ્યતિ'-એટલે ‘ગૃહસ્થાવાસ જેવો ધર્મ થયો નથી અને થવાનો નથી' એવી વ્યાખ્યા બાંધે છે, તેમને તો શ્રી આચારાંગ સૂત્રકારે મૂર્ખ અને અજ્ઞાન કહ્યા છે અને એ વ્યાખ્યાને મૂર્ખાનો પ્રલાપ કહ્યો છે.
એ લોકો કહે છે કે-‘પાપથી પેદા થયેલા અન્નના ઉપયોગ વિના જો સાધુને પણ ચાલે તેમ નથી તો ‘પાપ વિના ચાલે’ એમ સાધુઓ કેમ બોલે છે ? અને ‘પાપ વિના ન ચાલે ?’ એવો પ્રશ્ન પણ તેઓ કેમ કરે છે ?
હું કહું છે કે-સાધુને આ બધી વાત બરાબર યાદ છે, માટે તો એકેએક સાધુ સર્વવિરતિમાં જ સર્વ ધર્મ સમજે છે અને અન્યને સમજાવે છે. જે સાધુઓ એવું નથી સમજ્યા તે કાંઈક ભૂલ્યા લાગે છે.
વળી તેઓ પ્રશ્ન કરે છે કે-પાપી ગૃહસ્થાવાસથી પેદા થયેલાં અન્નપાણીથી સાધુ જીવે છે અને પાપમય લક્ષ્મીથી સારાં ખાતાં ચાલે છે, એ વાત સાધુઓ કેમ ભૂલે છે ?'
Page #434
--------------------------------------------------------------------------
________________
૨૮ : અદાલતના આંગણે - 68
૪૧૩
હું કહું છું કે-સાધુઓને એ વાત અણીશુદ્ધ યાદ છે અને જ્ઞાનીઓને પણ યાદ હતી માટે તો સંસારની અસારતા જ પોકારી, સંપૂર્ણ સુંદરતા સંયમમાં જ સ્થાપી અને વાસ્તવિક તેમજ સંપૂર્ણ સુખ મોક્ષમાં જ કહ્યું. એમને સંપૂર્ણતયા યાદ હતું કે-‘દુનિયાના પદાર્થોની મમતા છે, ત્યાં સુધી પ્રાણીઓ પાપથી લેપાયા વિના રહેવાનાં જ નથી. નહિ તો શ્રી જિનેશ્વરદેવ જેવા મનોબળી, વચનબળી અને કાયબળી તેમજ નિયમા મુક્તિગમનની ખાતરીવાળા ગૃહસ્થાવાસ છોડી અટવીમાં વિચરે એનું કારણ ?
983
દોષનું સ્વરૂપ, એ કોને લાગે, કઈ રીતે લાગે અને કેટલા પ્રમાણમાં લાગે તેનું પણ આજનાઓને ભાન નથી. શાસ્ત્ર મુનિને જેમ સર્વથા અહિંસક કહ્યા, તેમ સમ્યગ્દષ્ટિને અલ્પબંધક કહ્યા. જે વસ્તુને જે સ્વરૂપે જે પ્રમાણમાં કહેવી જોઈએ તે વસ્તુને તે સ્વરૂપે તે પ્રમાણમાં કહેવામાં શાસ્ત્ર કચાશ રાખી નથી. ‘જો એમ ન હોય તો છ કાયની નિશ્રાના આધારે જીવનારા મુનિઓ મુક્તિપદ સાધી શકે કઈ રીતે ? મુક્તિમાં જાય ત્યાં સુધી નિશ્રા તો છ કાયની છે જ ને ?
આચારાંગ સૂત્રના પાંચમા લોકસાર અધ્યયનમાં કહ્યું છે કે
યદ્યપિ ગૃહીની નિશ્રાનો સાધુ સ્વીકાર કરે છે, ગૃહીની નિશ્રાથી બનેલા આહાર-પાણીથી સાધુ સંયમ ટકાવે છે,,તો પણ એ રીતે ગૃહીની નિશ્રાનો ભોગવટો કરતા મુનિ, મુનિ ક્યારે રહી શકે ? જેમ કમળ કાદવ અને જળના સંસર્ગથી પેદા થવા છતાં નિર્લેપ થઈને રહે છે તેમ રહે તો, અન્યથા નહિ. કાદવ તથા જળના સંસર્ગથી કમળને દૂર કરો તો એ ચાર કલાકમાં કરમાઈ જાય. તેમજ કાદવ તથા જળમાં એ લેપાઈ જાય-એમાં પડી જાય તો એ સડી જાય-સૂત્રકાર મહર્ષિ કહે છે કે-તે મુનિરૂપી કમળ, કાદવ અને પાણીરૂપ ગૃહસ્થાવાસની નિશ્રામાં રહેવા છતાં નિર્લેપ રહે તો જ જીવે, નહિ તો ખતમ થઈ જાય. વરસાદ ધારાબંધ કમળ પર પડે તો પણ કમળ કોરું જ રહે. તેમ ગૃહીના સંસર્ગમાં આવવા છતાં એ મુનિ પાપને તો પાપ જ પોકારે, ગૃહસ્થાવાસને ત્યાજ્ય જ સમજાવે અને સંસારમાં પડેલાને બહાર પોતાની પાસે ખેંચી લાવે તો જ એ મુનિ જીવી શકે પણ પાપને પુણ્ય બતાવવાની ભૂલ કરે અને બહાર નીકળેલાને સંસારમાં ફસાવે તો કમળરૂપનો નાશ થાય છે. આ બધું ભૂલ્યા તેનું તો આ પરિણામ છે.
પેલા લોકો સાધુઓને કહે છે કે-‘તમે પાપ-પાપની બૂમ શાના મારો છો ? પાપા વિના તમે પણ ક્યાં જીવો છો ?’
Page #435
--------------------------------------------------------------------------
________________
984
૪૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અમારો તેમને જવાબ છે કે-અમે ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો આહાર-પાણી લેવા છતાં અને તમારાં આલીશાન મકાનોમાં રહેવા છતાં નિષ્પાપ રહી શકીએ છીએ. અમારે મુનિજીવન ટકાવવું હોય તો સંસારની એકેએક ક્રિયાને પાપ તરીકે ઓળખાવવાનો અમને હક્ક છે. એ હક્ક જો અમે ગુમાવીએ તો સમજી લેવું કે મુનિપણાને અમે ઓળખી શક્યા નથી. વળી બીજી વાત એ છે કે, દરેકમાં સામાને સમજાવવાની શક્તિ ન હોય પણ-પોતે છોડ્યું એમાં પાપ હતું એ તો દરેક સમજી શકે ને ?
બધા જ દીક્ષા લઈ લે તો ?
પોતાની પાસે આવના૨ને સંસાર છોડવા યોગ્ય કહે ત્યાં સુધી તો મુનિ મુનિ તરીકે રહી શકે, પણ જે મુનિ એમ કહે કે-“ભાઈ, સાંભળ. સંસાર છોડવા જેવો છે એ ઠીક છે, પણ પછી બધા જ છોડવાની ઘેલછા ક૨વા લાગશે તો અમારું શું થશે ? માટે સંસાર છોડવાની વાત સાચી, પણ તે બધાને માટે નહિ.” તો પરિણામ શું આવે ? એક મોટા મહાત્માને એક જણ પૂછવા આવ્યો કે ‘આપના ઉપદેશથી ગામ, નગર કે દેશ આખો ત્યાગી થાય અને બધા ઓઘા લઈ સાધુ થઈ જશે તો તમને રોટલા કોણ વહોરાવશે ?' મહાત્માએ જવાબમાં કહ્યું કે-“ગાંડા ભાઈ ! જે દી'એવું થશે એ દી' ઝાડનાં તમામ પત્તાંની રોટલી બની જશે, જમીનની તમામ રેતી સાકર બની જશે અને સરોવરનું પાણી ઘી બની જશે. એટલે રોટલી ઘીમાં ઝબોળી ઝબોળીને સાકર સાથે ખાશું, સમજ્યો ?” પેલો કહે-“એ તો કદી બનતું હશે ?” મહાત્માએ કહ્યું-“તો મૂરખા, આ પણ કદી બનતું હશે ?”
“આજ પૂર્વે અનંતા તીર્થંકરો થઈ ગયા, તેમની દેશનામાં પુષ્કરાવર્ત્ત મેઘની જેમ ત્યાગ વરસતો હતો. કેઈ ભવ્યાત્માઓ એમાં ઝીલી નિર્મળ થતા હતા. તે છતાં એવી દેશનાથી પણ આખી દુનિયા સાધુ ન બની તો અમારી દેશનાથી આખી દુનિયા સાધુ થઈ જશે ? તને આવી શંકા પણ કેમ થાય છે ?” વાત પણ ખરી છે. જો દી' ઊગ્યે પાંચ-પચીસ સાધુ થતા હોત ને આ શંકા કરી હોત તોયે વાત જુદી હતી, પણ વરસે દહાડે માંડ પાંચ-પંદર નીકળે તેમાં પણ આવી શંકા ? બાર મહિને પાંચસો-હજાર મરે, બસો-પાંચસો રાંડે, પાંચ-પચાસ પેઢીઓ ઊઠે, પાંચપચાસ ઠેકાણે લહાય લાગે, એ બધાની આ કમનસીબોને ફીકર ન જાગી અને પાંચ-પંદર સાધુ થાય તેની ચિંતા થઈ પડી ! આ કેવી વિચિત્રતા ?
Page #436
--------------------------------------------------------------------------
________________
6:5
૪૧૫
- ૨૮ : અદાલતના આંગણે – 68 – દીક્ષિતના કુટુંબની દયા ન ખાઓ ! સંઘ એને વધાવવા તૈયાર છે?
આજે વિધવાને પૂરું ખાવા નથી મળતું, એનાં સાસુ-સસરા એને પૂરું ખાવા પણ નથી આપતાં, ત્યાં શું કર્યું ? છતે પતિએ ત્રાસ સહન કરનારી પત્નીઓ માટે શું કર્યું ? છતે ધણીએ અને છતી ધણિયાણીએ વ્યભિચારી બનનાર માટે શું કર્યું ? છતે બાપે છોકરાં દૂધ વિના ટળવળે છે ત્યાં શું કર્યું ? છતા દીકરાએ અને છતી વહુએ ડોસા-ડોસીને ચૂલા આગળ બેસી ધુમાડો ખાવો પડે છે ત્યાં શું કર્યું ? આ બધા માટે જરા પણ ફીકર નહિ રાખનારા એ પરોપકારીઓ રખે કોઈ બે-પાંચ જણાએ દીક્ષા લીધી ત્યાં તો આગળ આવી પોકાર ઉઠાવશે કે-“એની સ્ત્રીનું શું ? એનાં બાળબચ્ચાંનું શું ? એનાં માબાપનું કોણ ?” અરે ભાઈ તું મફતિયો એની ચિંતા શા માટે કરે છે ? એની ચિંતા રાખનારો તારો બાપ સંઘ બહુ મોટો બેઠો છે. કોઈ દીક્ષિતના કુટુંબને તો સંઘ પુષ્પોથી વધાવવા તૈયાર છે, દીક્ષિતના કુટુંબની ભક્તિ કરવાથી તો સંઘ પોતાને કૃતાર્થ માને છે. એ ભક્તિમાં પોતાની લક્ષ્મી ક્યારે સાર્થક બને એ માટે તો સંઘ સદાયે સુંદર મનોરથો સેવે છે.
એ લોકોને મારે કહેવું છે કે-તમે દીક્ષિતના કુટુંબીઓની દયા ન ખાઓ પણ તમારા પોતાની દયા ખાઓ. ભણેલા કેટલાય પાસે આજે પાટલૂનના પણ પૈસા નથી અને ખુરશી ટેબલના ખર્ચા જેટલી પણ આવક નથી. અમને કોર્ટમાં ખેંચી ગયા ત્યાં અમને આ બધું નજરે જોવા મળ્યું છે. વકીલાતની ડીગ્રીઓ ધરાવનારાને મેં રૂપિયાની નોટિસ લખાવવા માટે અસીલોની દાઢીમાં હાથ નાંખતા જોયા..બે તો બે, પણ લાવ, એ મળશે તો કાલે પાટલૂન ધોવા અપાશે. મને તો એ જોઈને થયું કે-“અરે ! આ આર્યદેશમાં આવો પાક પાક્યો ક્યાંથી ? ભૂખે તો એ મરે છે કે દીક્ષિતના કુટુંબીઓ ?' શાસનની ભક્તિ માટે :
આજે દેશ તરફ નજર કરો. ત્યાં કઈ બૂમરાણ સંભળાય છે ? કહે છે કે“દેશ માટે ઝંપલાવો ! જાનની પણ પરવા ન કરો ! ઘરબાર, માબાપ, કુટુંબપરિવાર બધાને મૂકીને આવો ! સ્ત્રી પરથી પ્રેમ ઉતારીને આવો !” ત્યાં આ પ્રમાણે એલાન કરે છે. એને પૂછો કે, પછી માબાપ ભૂખે મરશે, કુટુંબ રઝળશે, પત્ની, બાળકો રડવા બેસશે, એ બધાંનું શું ? કેટલાય સારા સારા માણસો જેલમાં ગયા. એનાં બૈરાં-છોકરાં અને કુટુંબીઓ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. ત્યાં તો કહે છે કે “એ તો બધું દેશભક્તિ માટે છે.” તો હું કહું છું કે
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શાસનભક્તિ માટે વરસે દહાડે પાંચ-પંદરને ઓઘા આપી પ્રભુમાર્ગે ચડાવું તેમાં આટલો બળાપો કેમ થાય છે ? આ સભા: “એમનો ભાવ પુછાતો બંધ થઈ જાય છે માટે.”
એ લોકો સીધા માર્ગે ચાલતા હોય તો એમનો ભાવ પૂછવા આપણે તૈયાર છીએ. બાકી આવા હલ્લા તો મેં બહુ જોયા છે. પૂર્વે પણ શાસન ઉપર આવાં આક્રમણો ઘણાં આવ્યાં છે, પણ તેથી કાંઈ રોવા ન બેસાય. એનો પ્રતિકાર કરવો જ પડે. કોઈ દીક્ષા લે તો કહે છે કે-“એની પત્નીનું શું થાય ?' ભાવના થાય તો દીક્ષા લે, નહિ તો શ્રાવિકા બની વ્રતનું પાલન કરે. તો પૂછે છે કે “ન પાળી શકે તો શું?” કહેવું પડે કે એનું ભાગ્ય ! છતે પતિએ પણ કુલટા બને તેનું શું ? પડવું જ હોય તેને રોકનાર કોણ છે ? બાકી બાર મહિનામાં દિક્ષા કેટલી ને પડનાર કેટલા? પડે થોડા અને ચડે ઘણા. વેપારમાં ખોટું કેટલી વાર? ખોટા આવ્યા કરે તો પણ વેપાર બંધ કર્યો ? ઘરાકી નથી માટે દુકાન બંધ કરી ? ત્યાં તો કહે કે, દુકાન તો આવકનું સાધન-એ બંધ કેમ કરાય ? તો પ્રભુનાં માર્ગથી કોઈ પડે એટલા માત્રથી માર્ગ બંધ કરવાનું શા આધારે કહે છે ?
દીક્ષા વખતે પોકાર પાડે કે-માબાપનું શું? પણ ખબર નથી કે કેટલાંય માબાપ છતે દીકરે પણ ઘરના ખૂણે રોઈ રહ્યાં છે ? અરે, અમારી પાસે આવીને પણ રૂએ છે. મારે નામ નથી આપવું. કહે છે કે-“આ તો પથરો પાક્યો, એની પાછળ ખુવાર થયા, દેવું કરીને ભણાવ્યો ને બાકી હતું તે પરણાવ્યો. હવે અમને જ બહાર કાઢે છે ક્યાં જઈએ ? અમે કહીએ કે પહેલાં કેમ ન ચેત્યા ? તો કહે કે “પોતાનો માન્યો હતો પણ પારકો નીકળ્યો.” અમે કહીએ કે “તો પછી અહીં આવો' તો કહે છે “તાકાત નથી' એમ કહીને પાછાં રૂએ છે. અમારે દિલાસો દેવો પડે છે કે “નવકાર ગણો. શાંતિથી સહન કરવાની શક્તિ આવશે. અશુભોદય આવ્યો છે તે દૂર થશે. સમાજમાં આબરૂદાર ગણાતાં મા-બાપોને પણ ઘરના ખૂણે બેસી રોવાનો વખત આવ્યો છે ને આવા દીકરાઓને કારણે આબરૂને પણ ધક્કો લાગ્યો છે. શાસનપક્ષ અને ઇતરપક્ષઃ
આજે જૈનસમાજમાં બે પક્ષ થઈ ગયા છે. શાસનપક્ષ અને ઇતરપક્ષ. જે દીક્ષા અને દેવદ્રવ્યની તરફેણ કરે અને વિધવાવિવાહનો વિરોધ કરે તે શાસનપક્ષમાં અને જે દીક્ષાનો વિરોધ કરે, દેવદ્રવ્યનો મનફાવતો ઉપયોગ કરવાની વાતો કરે અને પુનર્લગ્નની હિમાયત કરે તે ઇતરપક્ષમાં.
સભાઃ “સામો પક્ષ જ આપણને શાસનપક્ષ કહે છે.”
Page #438
--------------------------------------------------------------------------
________________
987
- ૨૮: અદાલતના આંગણે – 68
૪૧૭ એ જ તો ખૂબી છે. કુદરત જ એમની પાસે એવું બોલાવે છે. જૈન સમાજમાં આવા બે પક્ષ છે, એમ કહ્યા પછી દીક્ષાવિરોધના ઠરાવને આખી જૈનકોમનો અવાજ કહે છે એ કેવા સમજવા ? એ બુદ્ધિમાનો ને! પૂછો કે શાસનપક્ષ સભા છોડીને ચાલ્યો ગયો એમ બોલ્યા પછી બાકીનાનો અવાજ એ આખી કોમનો અવાજ કઈ રીતે કહેવાય ? શાસનપક્ષ માટે “ગુંડા” અને “શેતાન' જેવા શબ્દોનો પ્રયોગ પણ કરે છે. ભલે કરે. પણ શાસનપક્ષ ગયા પછી “આખી જૈનકોમનો અવાજ !' એમ કઈ રીતે બોલી શકો છો ? એનો કાંઈ જવાબ છે ખરો ? બાકી એમને જૂઠું બોલવાનો ભય નથી. આવી ઉઘાડી વાત માટે જૂઠું બોલે તો બીજાં છૂપાં જૂઠ તો કેટલાં બોલતા હશે ? અજવાળાને અંધારું કહે તો પછી અંધારાને શું કહેતા હશે એ વિચારવા જેવું છે. “મૂર્તિપૂજક” શબ્દ ઉડાવી હવે શ્વેતાંબર નામ રાખી બધાને ભેળવે છે કારણ કે એ વિના સંખ્યાબળ થાય તેમ નથી. આવી બધી પેરવી ચાલે છે. તારકો તો ગુણહીનને પણ તારે ?
શાસ્ત્રકાર કહે છે કે તારક તે કે જે ગુણહીનને પણ તારે, જો એ ગુણવાન બનવા ઇચ્છતો હોય તો-આ લોકો કહે છે કે ગુણહીનને તારવાનો પ્રયત્ન કરાય જ નહીં.
હું પૂછું છું કે ભગવાને સંઘ સ્થાપ્યો તે પહેલાં બધા કેવા હતા ? ભગવાને સ્થાપેલા શાસનના શિરતાજ એવા અગિયાર ગણધરો પણ પહેલા સમોસરણ તરફ આવવા નીકળ્યા ત્યારે કેવા હતા? તમે અમે જે બોલી પણ ન શકીએ તેવું ભગવાનને માટે એ બોલ્યા છે. ઇંદ્રભૂતિએ તો ભગવાનને ધૂર્ત, પ્રપંચી, ઇંદ્રજાળીઆ, માયાનું કુળમંદિર વગેરે વિશેષણોથી નવાજ્યા છે. એવાને ભગવાને ગણધરપદે સ્થાપ્યા અને આપણે રખડતા રહ્યા, એનું કારણ ?
ઇંદ્રભૂતિ ઘોર મિથ્યાષ્ટિ હતા, સમ્યક્તને મૂળથી કાપનારા હતા, કુદેવકુગુરુ-કુધર્મના પૂજારી હતા, પોતે કુગુરુ છતાં ગુરુ તરીકે મનાવનારા હતા. પોતાના મનમાં શંકા હોવા છતાં પોતાને સર્વજ્ઞ મનાવનારા હતા. એવાને પણ ભગવાને ગણધરપદે સ્થાપ્યા. સમવસરણના પગથીએ ચઢ્યા અને ભગવાનને જોઈને ઇંદ્રભૂતિનું હૈયું પલટાયું. મનમાં થયું કે “મારા હૈયામાં રહેલી શંકા જાણીને કહી બતાવે તો ચરણોમાં બેસી જાઉં.” ભગવાને પણ “વત્સ !” કહીને પ્રેમથી બોલાવ્યા. એની શંકાને કહીને નિર્મળ કરી. એ ઇંદ્રભૂતિ આ શાસનના શીરતાજ થયા. ભગવાન શ્રી મહાવીરદેવના શાસનના મુકુટ બન્યા.
આદ્રકુમારના પાંચસો સામંતો આદ્રકુમારની પાછળ આર્યદેશમાં આવ્યા
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૮. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
988 પછી પણ લૂંટ ચલાવતા હતા. ચોર અને માંસાહારી હતા. પણ આદ્રકુમાર મળતાં એમને એ લોકોએ પૂછયું કે-“અમારું હવે શું થાય ? આદ્રકુમારે કહ્યું કેધારો તો મારા જેવા થઈ શકો છો, આ સાંભળીને પાંચસો જણાએ તરત દીક્ષા લીધી અને આદ્રકુમારે આપી.
પ્રભવસ્વામી કોણ હતા ? એ પણ પ્રભુશાસનના શીરતાજ બન્યા. પણ પૂર્વે માત્ર ચોર નહિ પણ ચોરોના સરદાર હતા. જંબૂકુમારનું ઘર ફાડવા આવ્યા હતા. બધું જ લઈ જવું હતું. એ જેવા તેવા ચોર ન હતા. વિદ્યાસિદ્ધ ચોર હતા. શ્રીમંતોને જ લૂંટનારા હતા. પાંચસો ચોરોના માલિક હતા. પણ એ ક્યાં સુધી ? જંબુસ્વામીના ઘરમાં પેઠા ત્યાં સુધી, પછી બધું ફરી ગયું. દીક્ષા લીધી. જંબુસ્વામીની પાટે આવ્યા. ચૌદપૂર્વી થયા. શ્રુતકેવલી કહેવાયા. :
શયંભવસૂરિજી કેવા ? વેશ્યાને ત્યાં બાર વર્ષ રહ્યા પણ પછી ?ચૌદપૂર્વી થયા.
ચોર, લૂંટારા, વેશ્યાગામી એ બધાને દીક્ષા અપાય ? કહો કે પરિણામ પલટાયા પછી અપાય. જો ન અપાય તો આ દષ્ટાંતો કેવી રીતે બન્યાં ? મેં દીક્ષા કોને આપી છે અને કોને આપું ?
સભા: “જેણે દીક્ષા લેવી હોય તેણે બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેવું જોઈએ કે
આ વળી નવો કાયદો ! પરમ દિવસે મેં પૂર્વપક્ષ કહ્યો હતો કે આજે સ્ટેજ ધ્રુજાવનારા કહે છે કે-“અત્યારે બેકારી વધી છે માટે ધર્મને હમણાં આઘો મૂકો.” આ કોના શબ્દો હતા ? સ્ટેજ પર ચઢીને બોલનારાના અને તેનો તે વખતે રદિયો આપ્યો હતો. પણ તે તે દિવસે તેમાંના કેટલાક નામદારો આવેલા તે અધૂરું સાંભળીને અગર અધૂરા આધારે બહાર બોલવા લાગ્યા કે- હવે મહારાજ ઠેકાણે આવ્યા, છ મહિના ન માન્યું, પણ હવે ઠોકર ખાઈને ઠેકાણે આવ્યા. જુવાનીના મદમાં કોઈનું ન સાંભળે પણ આખરે ખત્તાં ખાઈને ઠેકાણે આવે.” આવા મૂર્ખાઓ સુધારકોના પ્રતિનિધિ બનીને સાંભળવા આવે ત્યાં થાય શું?
આજે તો તમે આટલા સાંભળવા આવો છો પણ સમય એવો પણ આવે કે બધાને આ વાત ન રૂચે અને ન પણ આવે, તો તે વખતે હું આ સાધુઓને સંભળાવીશ અને એમને પણ નહિ રૂચે ત્યારે આ દીવાલોને સંભળાવીશ, પણ બોલીશ તો આ જ; બીજું ક્યારે પણ નહિ. જો કે મને વિશ્વાસ છે કે સાંભળનારા ઘટવાના જ નથી. ઘટે શાના ? ભગવાનની કહેલી સારી અને
Page #440
--------------------------------------------------------------------------
________________
S:9
- ૨૮: અદાલતના આંગણે – 68 –
૪૧૯ સાચી વાતો સાંભળનારામાં ઘટાડો થાય નહિ અને થાય તો તેની ચિંતા પણ નથી.
મારા આ શબ્દો બરાબર યાદ રાખો !
હું ચોરને પણ દીક્ષા આપું, જુગારી-બદમાશ-વેશ્યાગામીને પણ દીક્ષા આપું, પરંતુ શરત એટલી કે દીક્ષા લેવા આવનાર પોતાની આજ સુધીની એ બધી ક્રિયાઓને પાપ માને. માબાપની રજા વિના આવેલાને પણ આપું. અહીં આવનારના મોઢા પરથી એની ચેષ્ટા અને વાતચીત વગેરે પરથી જણાય કે એને પાપનો પશ્ચાત્તાપ થાય છે તો પ્રાયશ્ચિત્ત આપી દીક્ષા આપું. જો કે આવાને હજી સુધી આપી નથી, પણ પ્રસંગ આવે તો જરૂર આપું.
બાકી હજી સુધી તો ચોરી માટે સજા પામેલો એક પણ સાધુ મારી પાસે નથી. બદમાશ તરીકે જાહેર થયેલો કોઈ સાધુ અહીં નથી. લૂંટારું કે વેશ્યાગામી બનેલાને અમે દીક્ષા આપી એવો એક પણ પુરાવો નથી, અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને મા બાપની રજા વગર, મેં દીક્ષા આપી એવો એક પણ દાખલો બતાવી શકે તેમ નથી. અઢાર વર્ષની ઉપરની ઉંમરવાળાને પણ માબાપની રજાથી દીક્ષા આપી છે અને રજા માગવા છતાં ન જ મળી તો રજા વિના પણ આપી છે. જેમને રજા વિના આપી તેને માટે કેસ પણ થયા છે. પરંતુ તેમાં હજી સુધી અણીશુદ્ધ પાર ઊતર્યો છું. એ લોકો કહે છે ને કે જેને તેને દીક્ષા આપે છે. પણ હું કહું છું કે એવો એક તો બતાવો ! ખોટા હોબાળો મચાવવાથી કાંઈ નહીં વળે. બાકી અઢાર વર્ષની ઉપરનાને તો રજા ન મળે તો રજા વગર પણ આપવાના. . .
સભા: ‘અઢાર વર્ષની અંદરનાને પણ રજા વગર આપી એમ લખ્યું હતું ને ?”
આપી હોય તો પુરવાર કરે. બાકી આજે લખવાનું તો ક્યાં લેવા જવું છે ? આજે સારા માણૂસોને પણ. લુચ્ચા કહેનારા નથી ? આજે તો કાંઈ સારા માણસને પણ ચાર ગાળો દઈ દેવી કે એને બદમાશ કહેવો કે કલંકિત ચીતરવો એમાં વાર શી છે ? એમ કરનારા સમજે છે કે સામો કાંઈ એટલા માટે કોર્ટકચેરીની ધમાલમાં ઊતરવાનો નથી. તમે ચોર નથી ? શેઠની મુનીમગીરી કેવી કરો છો, તે આત્માને પૂછીને કહો ! પછી શાહુકારીની વાત સમજીને કરો.
સભાઃ “પણ બાર વ્રતધારી આવું લખતા હોય તો ?'
અરે, આંજે તો પંચમહાવ્રતધારી પણ ફાવે તેમ બોલતા હોય ત્યાં બાર વ્રતધારીનો વાંક શું કાઢો છો ?
Page #441
--------------------------------------------------------------------------
________________
60
૪૨૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ મૂળચંદજી મહારાજ અને પગમાં બેડી:
હજી પાંચ મહાવ્રતધારીને બાળદીક્ષા આપનાર-અપાવનારના હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવવાના મનોરથ છે, એ તમે જાણો છો ? મારા કાન સુધી એ ધડાકા આવ્યા છે. મૂળચંદજી મહારાજ વખતે અમદાવાદમાં આવો પ્રસંગ બન્યો હતો.
મૂળચંદજી મહારાજ વખતે સાધુની સંખ્યા બહુ અલ્પ હતી. એમની દેશના સચોટ હતી. ઘણા અમદાવાદીઓ મૂંઝાયા. એમની દેશના સાંભળીને કેટલાકના છોકરા ભાગ્યા પણ ખરા. એ વખતે ત્યાં સંઘ એકત્ર થયો. મૂળચંદજી મહારાજને પાટે બેસાડ્યા. પણ હવે બોલે કોણ ? કોઈ સારા માણસની હિંમત ચાલી નહિ ત્યારે એક નાગા ગણાતા માણસને ઊભો કર્યો. આવા પ્રસંગે બધે નાગાઓને જ આગળ કરાય છે. પેલો ઊભો થઈને બોલ્યો કે “મહારાજ ! સમજીને દેશના આપો. બહુ કરશો તો પગમાં બેડીઓ પડી જશે. એ વખતે મૂળચંદજી મહારાજે જવાબ આપ્યો કે-તારા જેવા કાળા મોંના ધણી સાધુના પગમાં બેડી નંખાવવા જીવતા છે તો તારા બાપ - કેટલાય એ બેડીઓ તોડાવનારા પણ હજી જીવતા છે. માટે ચિંતા કરીશ નહિ.” આ સાંભળી તરત જ સંઘે “જય” બોલાવી અને સૌ ઊભા થઈ ગયા. પેલાને ભો ભારે થઈ ગઈ.
બાળદીક્ષા આપનારાના પગમાં ઝંઝીર નખાવવાના મનોરથ સેવનારે જાણવું જોઈએ કે બાળદીક્ષા આપનારા એના કરતાં કાયદા વધારે જાણે છે. પારકાને ઝંઝીર પહેરાવવા નીકળેલા, કુદરતના નિયમાનુસાર પોતાને એ વળગી ન જાય તેની કાળજી રાખે. બાળદીક્ષા આપનારા બીજાના બળે નથી જીવતા, બાળદીક્ષા એ હજી આ અંગ્રેજોના રાજ્યમાં ગુનો નથી ગણાતો. એ વાત ખરી કે એમના હાથમાં સત્તા આવે તો બાળદીક્ષા આપનારા સાધુ માત્રના પગમાં એ બેડીઓ પહેરાવે; દેવદ્રવ્યની વાતને પકડી રાખનારાને. એ કેદમાં નાંખે અને વિધવાવિવાહનો વિરોધ કરનારાને એ ગુનામાં ફસાવી સજા કરાવે. પણ મારે એમને કહેવું છે કે-“નામદારો ! હમણાં સમતા રાખો. હજી રાજ્ય તમારું નથી. કાયદેસર વર્તનારાને ખોટી રીતે હેરાન કરે એવી કોઈ રાજ્યસત્તા હજી પેદા થઈ નથી. આ સાધુને ગમે તે રીતે ફસાવો!
ખંભાતના બનાવની તમને વાત કરું -રજા વગરની દીક્ષા અંગે કેસ ચાલ્યો. ત્યારે ત્યાંની રાજસત્તા અમારી સામે હતી. અમે ત્યાંના સત્તાધીશોને જણાવી દીધું હતું કે “તમારા કાયદાની કોઈ પણ ચુંગાલમાં અમે આવતા
Page #442
--------------------------------------------------------------------------
________________
991 - ૨૮: અદાલતના આંગણે – 68 -
૪૨૧ હોઈએ, તો કોઈ મહેરબાનીની રાહે તમે અમને છોડતા નહિ.” જાહેર પત્રોમાં અમારા વિરુદ્ધ ઘણું લખાયું હતું. સૌરાષ્ટ્ર' પત્રના અધિપતિએ લખ્યું હતું કે, આ સાધુને ગમે તે રીતે કાયદાની ચુંગાલમાં ફસાવવા જોઈએ. એણે જાહેર કર્યું હતું કે, ગામેગામનાં પોલીસ મથકોમાં આ સાધુના આવવાની ખબર આપવી તથા એને કોઈપણ રીતે કાયદામાં ફસાવવાની યોજના કરવી. અમદાવાદના એક મારા પ્રત્યે ભક્તિ ધરાવનારા અમલદારે પણ મને સાવધ રહેવા વિનંતી કરી હતી. એણે કહ્યું હતું કે-“મહારાજ ! હું જાણું છું કે સત્ય તમારા પક્ષે જ છે પણ તમને ફસાવવા અનેક પેરવીઓ ચાલે છે, જો કે મને વિશ્વાસ છે કે સત્યવાદીઓ હમેશાં પીંજરામાંથી પણ છૂટી આવે છે તેમ તેમ પણ છૂટી આવવાના. તેમ છતાં તમારા પર ભક્તિ છે માટે ચેતવ્યા વિના રહી શકતો નથી.'
આખરે ખંભાતની સરકારે વિરોધીઓને જણાવી દીધું કે-“એ મુનિને અટકાવવા માટે કાયદાની કોઈ કલમ કામ આપે તેમ નથી. સાધુના પગમાં બેડી ? ગુનો શો ? બાલદીક્ષા એ ગુનો છે ? જે દિવસે કર્મના યોગે ગાંડાઈ કરીને ગુનો કરીશું અને પગમાં બેડી પહેરવાનો વખત આવશે, ત્યારે લખી રાખજો કે અમે આ વેષમાં નહિ હોઈએ. વેષ ઉતારી નાંખશું. આ વેષે તો ઝંઝીર ન જ પહેરીએ ! એ મનોરથ મનમાં રાખો !
તમે ખાડા ખોદો તો તેમાં રેતી પૂરવાનું કામ અમારે કરવું જ પડે. બાલદીક્ષા આપનારને બેડી પહેરાવવાના મનોરથ સેવનારા મહાત્મા, તેમના એ મનોરથ હમણાં મનમાં જ રાખે. તાકાત હોય તો છડેચોક પાટ પર બેસી જાહેરમાં બોલે. બાકી ચાર ભક્તો પાસે ગુસપુસ કરે તેની કિંમત નથી. બાળદીક્ષા એ કાંઈ ગુનો છે ?
માતા-પિતા પોતે બાળકને મૂકવા આવ્યાં અને ખુદ ભગવાને અતિમુક્તકને ઉપાડી લીધો એ જાણો છો ને ? માની રજા લઈને ગૌતમસ્વામીજીની આંગળીએ એ ચાલ્યો. માર્ગમાં એ બાળક કહે છે કે-“ભગવન્! આપની પાસે ભાર ઘણો છે. થોડો મને આપો. હું પણ ઉપાડું.” ગૌતમ મહારાજા પ્રેમથી કહે છે કે-“વત્સ ! તને ન અપાય. એ તો દીક્ષા લે તેને જ અપાય.' ત્યારે એ બાળક કહે છે કે-“મને દીક્ષા આપો.' ગૌતમસ્વામી કહે છે કે-“માને પૂછ્યું ?” બાળક કહે છે કે“માતાએ તો સાથે મોકલ્યો જ છે ને ? સમજાય છે આ બાળકની વાત ? હેં હૈ શું કરો છો ? ભગવાને દીક્ષા આપી દીધી. ભગવાનના શાસનમાં બાળદીક્ષા એ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૨૨
9:2
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ - કોઈ નવાઈની વાત નથી. બાળદીક્ષા આપનારને કોઈનો ડર નથી. વાણિયાથી ખોટી રીતે ડરે એ સાધુની નબળાઈ છે. - અમે તમને ‘ભાઈસાહેબ !” શું કામ કહીએ ? અમે તો સ્પષ્ટ કહીએ કે-બને તો આ (ઓશો) લો ! લેવાની શક્તિ ન હોય તો લેવાના ભાવ રાખો. પણ જો તમને આ ન ગમતું હોય તો તમે રખડવા જ સરજાયા છો.
સમ્યગ્દષ્ટિનું અનુષ્ઠાન ક્ષુદ્રને દુષ્કર લાગે. એ માટે આગળ શું કહે તે હવે પછી.
Page #444
--------------------------------------------------------------------------
________________
૨૯ : સાવધ રહેવાની જરૂર
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ દ્વિ. ૮, શુક્રવાર, તા. ૨૧-૨-૧૯૩૦
♦ સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર :
♦ સમ્યગ્દષ્ટિને ખટકે શું ?
જૈનશાસનની ત્યાગભાવના :
• સમ્યગ્દષ્ટિને દુઃખ શાનું ?
♦ સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન-અજ્ઞાન :
♦ મુનિપણું સંસાર ત્યજે ત્યારે આવે અને સમ્યગ્દર્શન સંસાર ન ગમે ત્યારે આવે :
·
જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધ :
♦ ઉપદેશકનું કર્તવ્ય :
• બહાદુર કોણ ?
♦ ત્યાગનું ધ્યેય :
પ્રભાવના શામાં ?
- દરેક વસ્તુને પૈસાના માપે ન મપાય સિદ્ધગિરિની યાત્રા બંધ થઈ ત્યારે !
એ લૂંટારાઓથી સાવધ રહેજો ! એ-મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને પ્રપંચી છે :
69
સમ્યગ્દષ્ટિ માટે સંસારની ક્રિયા દુષ્કર-મોક્ષની ક્રિયા સુકર :
અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર મહારાજા ફરમાવે છે કે-શ્રી સંઘરૂપ મેરૂની વજ્રરત્નમય પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ જોઈએ. દઢતા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. એ દૃઢતાને રૂઢ કરવા અર્થાત્ એ પીઠમાં રૂઢતા લાવવા માટે પ્રતિસમયે શુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન ક૨વું જોઈએ. પરિણામની ધારાનું નિરૂપણ કરતાં ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' નામના ગ્રંથમાં પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-“તત્ત્વની શ્રદ્ધા જેને થઈ તે આત્મા સંસારસાગરમાં ૨મે નહિ .” કેમ ન ૨મે ? કારણ કે-નેત્રનો રોગ જવાથી જેમ માણસ વસ્તુના વાસ્તવિક રૂપને જોઈ શકે છે, તેમ મિથ્યાત્વરોગ નાશ પામવાથી એ આત્માને સંસાર છે તેવો દેખાય છે અને સંસાર છે તેવો દેખાવાથી એને સંવેગ પેદા થાય છે.
Page #445
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સંસારના સુખમાં પણ દુ:ખ માનવું તેનું નામ સંવેગ; કેમ કે એ સુખ વસ્તુત: સુખ જ નથી. સંવેગ થવાથી એ આત્મા બહિર્મુખ મટી અંતર્મુખ બને છે. પછી અંતર્મુખ બનેલો એ પ્રશાંત બને છે. પ્રશાંત બનેલો આત્મા ઉત્તમ પ્રકારની વિચારણા કરે છે. વિચારણા કરતાં એને ભવ ભયંકર ભાસે છે. પ્રાણીમાત્રને માટે આ સંસાર એને ક્લેશકર જણાય છે, કેમકે એ જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ અને શોકથી ભરેલો છે. એ બધા ક્લેશનો જ્યાં સર્વથા અભાવ છે એ જ મોક્ષ છે. અહિંસાદિથી એ મોક્ષ સિદ્ધ થાય છે. ભવ્ય આત્મા પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરે તો મોક્ષ મેળવી શકે છે. સંવેગ જેને થયો છે તેવો પ્રશાંત આત્મા આટલી વિચારણામાં નિશ્ચિત થાય એટલે એને ભવ નિર્ગુણ લાગે અને મોક્ષ ગુણરૂપ લાગે. એ સમ્યગ્દષ્ટિ બને છે. પછી એની પ્રેમપૂર્વકની ચેષ્ટા મોક્ષ માટે જ થાય અને તે પણ “યથામમ્” આગમાનુસાર હોય.
૪૨૪
994
પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-આવી નિશ્ચિત વિચારણા ધરાવતો સમ્યગ્દષ્ટિ આત્મા જે રીતે અનુષ્ઠાન કરે તે તે જ કરે. અન્ય ક્ષુદ્રોથી એ ન થાય. કેમકે સમ્યગ્દષ્ટિનું હૃદય મુક્તિની ભાવનાથી રંગાયેલું છે. એટલે મુક્તિ સાથે એકાકાર હૃદયવાળો એ, જેવું અનુષ્ઠાન કરી શકે તેવું અનુષ્ઠાન ક્ષુદ્ર આત્માઓ ન જ કરી શકે. ક્ષુદ્ર આત્માઓનું હૃદય તો જ્યાં ત્યાં ભટકતું હોય છે. આ વાત સમજાવવા ત્યાં દૃષ્ટાંત આપ્યું કે-કામી માણસ અન્ય સ્ત્રીમાં જેવો આસક્ત હોય અને એને વશ કરવા તે જે જે ક્રિયા કરે તે વખતે એ બહારનું ભાન ભૂલી જાય છે. એ જ રીતે મુક્તિ વનિતામાં રાગી બનેલો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિ માટેની તમામ ક્રિયા કરે. દુનિયાની બીજી ક્રિયાઓમાં એ તદ્દન નિરસ હોય છે.
સમ્યગ્દષ્ટિને ખટકે શું ?
હવે મહાત્મા આગળ વધીને કહે છે કે-સમ્યગ્દષ્ટિ જે જે અનુષ્ઠાન કરે તેનાથી સાધવા લાયક વસ્તુ સમ્યક્ પ્રકારે ન સધાય તો એને ચેન ન પડે. શું ન સધાય તો સમ્યગ્દષ્ટિને દુઃખ થાય અને શું ન સધાય તો આજના ધર્મીને દુ:ખ થાય, એ કહો. જ્યારે જ્યારે પોતાના અનુષ્ઠાનથી દર્શન, જ્ઞાન, ચારિત્ર સમ્યક્ પ્રકારે ન સધાય ત્યારે ત્યારે સમ્યગ્દષ્ટિના હૃદયમાં દુઃખ થાય. દુનિયાની કોઈ વસ્તુ ન મેળવાય ત્યાં એને દુ:ખ થાય, કેમકે એનું હૃદય મુક્તિની ભાવનાથી રંગાયેલું છે. સમ્યગ્દષ્ટિને મુક્તિ ક્યારેક યાદ આવે કે સતત યાદ આવે ? તમને દિવસમાં ક્યારે ક્યારે યાદ આવે છે ? જો ન આવે તો તમારે માટે ઉપરની બધી વાત નકામી થઈ ગઈ.
Page #446
--------------------------------------------------------------------------
________________
૨૯ : સાવધ રહેવાની જરૂર - 69
દુનિયાની સાધના ન થાય તો આજે ઘણાંને દુઃખ થાય છે પણ વાસ્તવિક પૂજા, સામાયિકાદિ ન થયું હોય તો દુ:ખ ગણ્યાગાંઠ્યાને જ થાય છે. આ મહાત્મા ફરમાવે છે એ વિચારણામાં ચડનાર સમ્યગ્દષ્ટિ આત્માને દુનિયાની સાધના મુશ્કેલ લાગે છે. એને ઘરબાર, કુટુંબપરિવાર દુઃખરૂપ લાગે છે. એને ધર્મક્રિયા સહેલી લાગે છે. ધૂનનની વાતમાં આપણે જોઈ ગયા હતા કે શાસ્ત્રકારે સૌથી પહેલું અને સહેલું ધૂનન સ્વજનધૂનન કહ્યું. બહારની આળપંપાળ અને ઘરબાર કુટુંબપરિવારના ધૂનનને સહેલું કહ્યું. સમ્યગ્દષ્ટિ આત્માને મુક્તિનાં પ્રતિબંધક સાધનો ખટકે અને મુક્તિનાં સાધક સાધનો ગમે. મુક્તિની સાધના ન થાય ત્યાં એને દુ:ખ થાય. એને મુક્તિની સાધના સહેલી લાગે અને દુનિયામાં રહેવું કઠિન લાગે.
જૈનશાસનની ત્યાગભાવના
સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિનો રસિયો છે માટે એને દુનિયાના સંયોગ છોડવા સહેલા લાગે છે, કેમકે એ સમજે છે કે સંયોગ જ ભયંકર છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે
995
૪૨૫
संजोगभूला 'जीवेण पत्ता दुःखपरंपरा ।।
સંયોગથી જ જીવો દુઃખની પરંપરા પ્રામે છે. માટે જ સંયોગમાત્ર એને તજવા યોગ્ય લાગે છે, એ તજવા યોગ્ય લાગવા એમાં દીક્ષાની વાત છે ? ઘણા કહે છે કે મહારાજ તો રોજ દીક્ષાની જ વાત કરે છે, પણ આ તો સમ્યગ્દર્શનની જ વાત છે ને ? પણ એમાંય ત્યાગની વાત તો આવે જ. શાસ્ત્રકાર કહે છે કે-આ શાસનમાં કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ત્યાગનો સમાવેશ થતો ન હોય. ત્યાગને જરા બાજુ પર મૂકો તો એ જ અનુષ્ઠાનનો, એ જ ક્રિયાઓ ધર્મરૂપ મટી બધી પાપરૂપ બની જાય. ઇતરનાં ધર્માનુષ્ઠાનોમાં અને આ શાસનનાં ધર્માનુષ્ઠાનોમાં આ ભેદ છે; અહીં આ વિશિષ્ટતા છે. આ વિશિષ્ટતા બાજુ પર રખાય તો વસ્તુનું પરિવર્તન થઈ જાય.
સમ્યગ્દષ્ટિને દુઃખ શાનું ?
સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના અનુષ્ઠાનથી સાધ્યની સમ્યક્ પ્રકારે સિદ્ધિ ન થાય તો દુ:ખ પામે. કહ્યું છે કે
उपादेयविशेषस्य, न यत् सम्यक्प्रसाधनम् । दुनोति चेतोऽनुष्ठानं, तद्भावप्रतिबन्धतः ।। १६ ।।
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ततश्च दुष्करं तन्त्र, सम्यगालोच्यते यदा ।
अतोऽन्यद् दुष्करं न्यायाद्धेयवस्तु प्रसाधकम् ।।१७।।
–
996
અર્થ : “જેમ કોઈ પણ પદાર્થ ઉપાદેય લાગી જાય તો તેને મેળવવા માટે ગમે તેટલું કષ્ટ વેઠવું પડે તો પણ તે પદાર્થ પ્રત્યેના રાગના કારણે મન દુ:ખી બનતું નથી, તેમ મુક્તિ પ્રત્યે અનુરાગ પ્રગટી જાય અને એના સાચા ઉપાયો બરાબર સમજાઈ જાય તો તે ઉપાયરૂપ અનુષ્ઠાનો કદી દુષ્કર લાગતાં નથી. આ સિવાયની બીજી બધી જ પ્રવૃત્તિ કે જે મુક્તિ આપવા અસમર્થ હોય અને હેય એવા અર્થ કામ વગેરે આપવા સમર્થ હોય તેવી દરેક પ્રવૃત્તિ એને કષ્ટકર લાગે છે. એ પ્રવૃત્તિમાં એનું મન દુઃખનો અનુભવ કરે છે.”
આ ઉપરથી સમ્યગ્દષ્ટિ આત્માને દુઃખ શામાં અને સુખ શામાં, એ બરાબર સમજી શકાય તેમ છે. સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષસાધક ધર્મપ્રવૃત્તિથી કદી દુઃખનો અનુભવ ન થાય. ધર્મપ્રવૃત્તિમાં દેખાતું દુઃખ પણ એને સુખનો અનુભવ કરાવે, કારણ કે એ જેમ જેમ ધર્મપ્રવૃત્તિ કરતો જાય તેમ તેમ એનો મોક્ષ નજીક આવતો દેખાય છે. એ આત્માને દુઃખ સંસારની પ્રવૃત્તિ કરતાં થાય છે કારણ કે એનાથી એને મોક્ષ દૂર થતો દેખાય છે. જે ક્રિયાથી મોક્ષ દૂર થતો દેખાય, એ ક્રિયાથી સમકિતીને થાકનો અને દુઃખનો અનુભવ થાય એ સહજ છે.
આથી સમજી લો કે ખાલી વાતો કરવાથી કામ નહિ ચાલે. “હું સમ્યગ્દષ્ટિ છું” એવું કહેવડાવતાં પહેલાં વિચાર કરો કે તમાંરી આવા પ્રકારની દશા છે ? એ દશા ન હોય તો એ દશા પામવાની ભાવના પણ છે ? જો ના, તો સમજો કે કેવળ વાતો કે નામની વિદ્વત્તા અને કેવળ બાહ્ય આડંબર, આ બધું શાસનમાં ટકે તેમ નથી.
સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી ગમે તેવા જ્ઞાનને અજ્ઞાન કહ્યું. ભલે હજારો પુસ્તકો ભણીને એ પંડિત બન્યો હોય પણ જો એનામાં સમ્યગ્દર્શન નથી તો શાસ્ત્રકારો એને અજ્ઞાની કહે છે. કારણ એ કે, એ જ્ઞાન એને સંસારમાં રાચવા માણવામાં સહાય કરે છે, ઇચ્છાનુસાર વર્તવાની એને છૂટ આપે છે અને જ્ઞાનનું ફળ જે વિરતિ છે, એ વિરતિરૂપ ફળથી આત્માને વંચિત રાખે છે. એ મિથ્યાજ્ઞાનરૂપ અજ્ઞાન પણ જ્ઞાનરૂપ બની શકે છે, પણ ક્યારે ? જ્યારે સમ્યગ્દર્શન આવે ત્યારે. કોઈ કહે કે મને સમ્યગ્દર્શન થયું, તો પૂ. આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-એને પૂછો કે-‘સંસાર તને ગમે છે ?’ જો હા, કહે તો સમજવું કે એની વાત ખોટી છે. કેવો સુંદર ક્રમ ? કેવી સરસ મજાની ચાવી ?
Page #448
--------------------------------------------------------------------------
________________
987 - ૨૯: સાવધ રહેવાની જરૂર – 69 -
૪૨૭ એક ત્યાગનું ધ્યેય જરા બાજુ પર મુકાય તો અનુષ્ઠાન રહે પણ એમાંથી જૈનશાસન નાશ પામે. આ શાસનની ક્રિયામાત્રમાં ત્યાગ અને ત્યાગની ભાવના ઠાંસીને ભરેલ છે. અહીં તો શબ્દ શબ્દ અને વાતે વાતે ત્યાગ છે. એક એક આચરણા ત્યાગથી ઓતપ્રોત છે. અને ત્યાગની ભાવનાને બાજુ પર રખાય તો જૈનશાસન ગયું સમજો.
સભા: “ઇતરમાં પણ ત્યાગ તો છે ને ?'
છે, પણ જે દૃષ્ટિએ અહીં છે તે દૃષ્ટિએ ત્યાં નથી. ત્યાગ ત્યાગમાં પણ ઘણો ભેદ પડે છે. વેપારી પણ ત્યાગ નથી કરતો ? કરે છે. પણ ત્યાં એની દૃષ્ટિ કમાવાની છે. દુન્યવી દરેક વસ્તુની સાધનામાં ત્યાગ તો છે જ. ત્યાગ વિના એ સાધના પણ ક્યાં છે ? પરંતુ એક ત્યાગ દુનિયાની વસ્તુ સાધના માટે છે અને બીજો ત્યાગ દુનિયાથી સર્વથા છૂટવા માટે છે, પચાસ સો રૂપિયાનો પગારદાર નોકર ખાવાનો ત્યાગ કરી કામ કરવા દોડે છે ને ? પરંતુ એનો એ ઉપવાસ ત્યાગમાં ગણાય ?
ઘણા કહે છે કે મહારાજ રોજ ત્યાગનું વ્યાખ્યાન જ વાંચે છે. પણ હું પૂછું છું કે એક શ્લોક, એક ગાથા, એક પદ પણ એવું લાવો કે જેમાં ત્યાગની વાત ન હોય. આ શાસ્ત્રમાં એવી એક પંક્તિ નહીં મળે. સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન-અજ્ઞાન
સમ્યગ્દર્શન રૂપી પીઠને રૂઢ બનાવવાની વાત ચાલે છે. પહેલી વાત એ છે કે સમ્યગ્દર્શન ન હોય ત્યાં સુધી દુનિયાનું બધું જ્ઞાન અજ્ઞાન છે. સમ્યગ્દર્શન વિનાના સમર્થ જ્ઞાનીને પણ આ શાસનમાં કોઈ આચાર્ય કે મુનિ અભિમાન કરે ત્યાં દોષ' કહીને ટીકા-ટિપ્પણ કરનારા આ શાસ્ત્રકાર, ત્યાં એમને “બિચારા” કહે છે; કેમકે ત્યાં સેમ્યગ્દર્શન નથી. સાવદ્યાચાર્ય અભિમાનથી એક જ વાતમાં ફેરફારવાળું બોલ્યા કે એને માટે શાસ્ત્ર અનંત સંસાર વધાર્યાનું લખ્યું અને ઇંદ્રભૂતિએ ભગવાનને ઇંદ્રજાલીયા, ઠગ, ધૂર્ત વગેરે બધું કહ્યું તોયે એમને માટે એવું ન લખતાં ફક્ત અજ્ઞાન કહ્યા.
ઇંદ્રભૂતિ વિદ્વાન એવા કે એની સામે ઊભો રહે એવો એક પંડિત તે વખતે ન હતો. યુક્તિથી એમને પરાજિત કરવાની કોઈનામાં તાકાત ન હતી. ઇંદ્રભૂતિ આદિ અગિયારેય સરખા વિદ્વાન હતા દરેકના હૃદયમાં એક એક શંકા હોવા છતાં, તે પરસ્પર જણાવ્યા વિના દરેક પોતાને જગતમાં સર્વજ્ઞ મનાવતા હતા. પોતે પોતાને ખુશીથી સર્વજ્ઞ માનતા હતા, આમ છતાં શાસ્ત્ર એમની
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 998 ટીકા-ટિપ્પણ ન કરી. કેમકે, “દુનિયાદારીનું ગમે તેટલું ભણેલા એ બિચારાને વસ્તુનું વાસ્તવિક જ્ઞાન ક્યાં છે ?' એવું આ શાસ્ત્રકાર જાણતા હતા. જ્યારે એ અગિયારેય ભગવાન પાસે આવ્યા, ભગવાનને મળ્યા, શંકાથી વિરામ પામ્યા, વસ્તુનું જ્ઞાન પામ્યા, ભગવાનનું શરણું સ્વીકાર્યું, ઉપન્નઈ વા-વિગમેઈ વાધુવેઈ વા-એ ત્રિપદી પામી દ્વાદશાંગી રચી, ત્યારે એમને જ, એ જ શાસ્ત્રકારે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની કહ્યા. સમ્યગ્દર્શન વિનાના ગમે તેવું ભણેલાને પણ આ શાસ્ત્રકાર અજ્ઞાની કહે છે. મુનિપણું, સંસાર ત્યજે ત્યારે આવે અને સમ્યગ્દર્શન સંસાર ન ગમે, ત્યારે આવે ? સભાઃ “સમ્યગ્દર્શન સંસાર ન ગમે તો જ આવે કે સંસારને સામે ન માને તોયે
આવે ?' શાસ્ત્રકાર ભગવતે શું કહ્યું ? નવો જ રમતે “સંસારસાગરમાં ન રમેકોણ ન રમે ? સંસાર ગમે તે ન રમે ? કે સંસાર ન ગમે તે ન રમે ? જેને સંસાર ગમે તે સંસારમાં રમ્યા વિના રહે ? અને જેને સંસાર ન ગમે તે સંસારસાગરમાં કેમ રમે ? ઝેરને પ્રાણનાશક માન્યા પછી કોઈ ખાય છે ખરો ? દૂધનો કટોરો, કેસર કસ્તૂરી એલાયચી પિસ્તાં જાયફળ વગેરે મસાલાથી ભરપૂર, કઢેલા અને સુગંધી દૂધનો કટોરો હાથમાં લઈ પીવા માટે મ્હોં સુધી લઈ ગયા, હોઠે અડાડ્યો અને કોઈએ કહ્યું કે એમાં ઝેર છે તો તરત હાથમાંથી ગબડી જાય ? એને મૂકી દેવો ન પડે પણ એની મેળાએ જ પડી જાય ને ? કેમ ? માન્યું છે કે “વિષે પ્રાનાશવમ્' - “વિષ પ્રાણનો નાશ કરનાર છે.” -
જે એવો દાવો કરે કે-મને સમ્યગ્દર્શન થયું છે, તત્ત્વની શ્રદ્ધાથી હું પવિત્ર થયો છું, તો તેને પૂછો કે તને સંસાર ગમે છે ? જો એ “હા” કહે તો તેને કહી ઘો કે તારામાં સમ્યગ્દર્શનનાં ફાંફાં છે. સમ્યગ્દર્શન રસ્તામાં નથી પડ્યું કે એમ આવી જાય. જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધઃ
ઘણા કહે છે કે તત્ત્વ સમજ્યા પછી ગમે તેમ વર્તવામાં હરકત શી ? આવું જે એ બોલે છે એ જ સૂચવે છે કે હજુ એને તત્ત્વ સમજાયું જ નથી. સમ્યગ્દર્શનના વર્ણનમાં ત્યાગ અને ત્યાગની ભાવનાને બાજુ પર મુકાય ? સમ્યજ્ઞાનના વર્ણનમાં ત્યાગની વાત સાથે જ હોય કે બાજુ પર ? સમ્મચારિત્રમાં તો ત્યાગ છે જ. એ ત્રણમાં મોક્ષમાર્ગ છે. તત્ત્વાર્થ સૂત્રકારે શું
Page #450
--------------------------------------------------------------------------
________________
999. 1. ૨૯ : સાવધ રહેવાની જરૂર - 69 -
૪૨૯ કહ્યું ? સયતના -ચરિત્રજિ મોક્ષના | દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેને ભેગાં બહુવચનમાં લીધાં અને મોક્ષમાર્ગ એકવચનમાં. એ વચનભેદથી જણાવ્યું કે ત્રણેય ભેગાં થાય ત્યારે જ મોક્ષમાર્ગ બને છે.
સમ્યગ્દર્શન તથા સમ્યફચારિત્ર વિના સમ્યજ્ઞાન મુક્તિમાર્ગ થાય ? સમ્મચારિત્રમાં બાકીના બે ન હોય તો મુક્તિ સધાય ? સમ્યગ્દર્શનમાં પણ સમ્યક્યારિત્ર ન હોય તો ચાલે ? સમ્યગ્દર્શન એકલાથી જ મુક્તિ, સમ્યજ્ઞાન એકલાથી જ મુક્તિ અગર સમ્યક્યારિત્ર એકલાથી જ મુક્તિ કહેનારા સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ ?
જ્યાં સમ્યગ્દર્શન હોય ત્યાં બીજરૂપે જ્ઞાન-ચરિત્ર પડેલાં જ હોય-જ્યાં સમ્યગૂજ્ઞાન હોય ત્યાં બીજરૂપે દર્શન-ચારિત્ર પહેલાં જ હોય-જ્યાં સમ્યક ચારિત્ર હોય ત્યાં બીજરૂપે જ્ઞાન-દર્શન હોય જ.
આટલું સમજ્યા પછી સમ્યગ્દર્શનમાં ત્યાગની વાતનું શું કામ એ હવે કહેવાય ? ન જ કહેવાય. સાધુ આ ત્રણ સિવાય ચોથી વાત ન કહે-સામાયિકમાં રહેલા મુનિ સામાયિકની જ વાત કરે, બીજું ન કહે. સામાયિક એટલે ? સમય !
જેનાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સંમ્મચારિત્રનો લાભ થાય તે સામાયિક. આમાં કોઈ ચોથી વાત છે ? સાધુ શું વાંચે તો આ ત્રણ ન આવે ? કાંઈ પણ વાંચે એમાં એ આવે છે. માટે સમ્યગ્દર્શનના નિરૂપણમાં ત્યાગ વિના ચાલે ? સમ્યજ્ઞાન કે ચારિત્રના વર્ણનમાં ત્યાગ ન આવે એ બને ? એવું કોઈ શાસ્ત્ર બતાવો કે જેમાં આ ન આવે.
શ્રી સંઘરૂપ મેરુનું વર્ણન ચાલે છે. એમાં હજી તો આપણે સમ્યગ્દર્શનરૂપ પીઠની વાતમાં છીએ. એ પીઠની દઢતા અને રૂઢતા વિચારી રહ્યા છીએ. સમ્યગ્દર્શન અને એની ભાવનાની વાત ચાલે છે. કેટલાક કહે છે કે ત્યાગની વાત કર્યા વિના કર્મની પ્રકૃતિ આદિની વાત કરો તો શું વાંધો ? એ માન્યું, અને પ્રકૃતિ આદિની વાતો કરી, પણ પછી ? એ પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ શા કારણે ? કારણ વિના કાર્ય થાય ?
અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય આત્માના સમ્યગ્દર્શન ગુણનો ઘાત કરે છે. એ ખસે તો સમ્યગ્દર્શન થાય. ત્યાગ અને ત્યાગની ભાવના વિના એ ખસે ? કઈ મનોદશા હોય તો અપૂર્વકરણ આવે ? અપૂર્વકરણ એટલે ? “ય વેરાડપિ પૂર્વે જ પ્રત' જે કદાપિ પૂર્વે પ્રાપ્ત
Page #451
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નથી થયો, એવા પરિણામની પ્રાપ્તિ કે જેનાથી ગ્રંથભેદ થાય એ કદી પ્રાપ્ત થયા ન હોય એવા કયા પરિણામની પ્રાપ્તિ ? ખાવા-પીવા, ૫હે૨વા-ઓઢવાના પરિણામની ? કે કોઈ મોજશોખના પરિણામની ! ના. એ તો હતાં જ. એમાં નવું શું ? અહીં તો એનાથી ઊલટા પરિણામની પ્રાપ્તિની વાત છે. પૂર્વે જે પરિણામમાં આત્મા મરતો હતો તેનાથી જુદા પરિણામની પ્રાપ્તિની વાત છે. ખાવાપીવાની લાલસામાં આત્મા કદી ન હતો એમ તો નથી જ. મોજશોખ અને રંગરાગમાં તો એ પડેલો જ હતો, એ ખુલ્લું જાણી શકાય તેમ છે. પરિણામમાં રૂપાંતરો ભલે થયાં હોય. સંયોગાનુસાર ભાવના ફરે એટલે રૂપાંતર હોય, પણ અપૂર્વ પરિણામ તો એનાથી જુદાં જ. આ એનું ચિત્ર દોરાઈ રહ્યું છે. ઉપદેશકનું કર્તવ્ય :
૪૩૦
1000
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ચેતવણી આપે છે કે-કોઈ કહે છે કે મને તત્ત્વશ્રદ્ધા થઈ તો એની ખાતરી માટે એની પાસે શું માંગશો ? એ જૈનશાસનમાં પ્રવેશ માંગશે તો શું કહેશો ?
સભા ‘પાસ માંગવાનો.’
એ પાસ એટલે શું ? એને સંસાર સાથે ફાવટ છે, એમ પૂછવાનું એ જ ને ? એ હા પાડે, ‘બહુ ફાવટ છે' એમ જણાવે તો એને નહિ પેસવા દેવાનો ને ? એને કહેવાનું કે જેને સંસા૨માં ફાવે તે અહીં કામનો નહિ. અહીં આવીને એ ઉપાધિ જ ઊભી કરવાનો. જેને ત્યાં ન ફાવે એ જ અહીં મેળ કરી શકવાના. જેને ત્યાં ફાવટ હોય એને માટે ત્યાં તો ભગવાન કહે છે કે અહીં જગ્યા જ નથી. તમે આ બધું ભણો. એ નથી ભણ્યા માટે મૂંઝવણ થાય છે, કારણ કે પાયો જ સ્થિર નથી.
બાકી તો સાધકને ગભરામણ શી ? સાધક તો ઉપસર્ગ માટે તૈયાર જ હોય. વિદ્યાસાધક સ્મશાનમાં જાય અને ભૂતપ્રેતથી ડરે કે કૂતરું ભસે ને ડરે, તો એ ચાલે ? કૂતરાં ભસવાનાં એ તો નક્કી જ છે કાળી ચૌદશની અંધારી રાત્રે, વિના પ્રકાશે સ્મશાનભૂમિમાં જવાનું અને ત્યાં કૂતરુંયે ન ભસે, એ બનવાનું છે ? સ્મશાનમાં જાય ત્યાં બધા ભય તો નક્કી જ છે.
સમ્યગ્દર્શનના ત્રીજા લિંગમાં કહ્યું કે :
વૈયાવચ્ચ ગુરુદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર;
વિદ્યાસાધક તણી પરે રે; આળસ નહિય લગાર રે... પ્રાણી.
Page #452
--------------------------------------------------------------------------
________________
1001
૨૯ : સાવધ રહેવાની જરૂર
વિદ્યાસાધક તો જીવતો ઘેર આવે ત્યારે સાચો. બાકી ત્યાં ભૂતપ્રેતાદિના ભયની ધાક નક્કી જ છે. સાધતાં સાધતાં ભયથી કંપે તો ૨ખે ગાંડો પણ થઈ જાય. એ જ રીતે સાધુ કે શ્રાવક ‘આમ થશે તો, તેમ થશે તો’ એવું જ વિચાર્યા કરે તો શાસનને સાધી કે આરાધી ન શકે. આ પાટે બેસી શ્રી જિનેશ્વરદેવની વાણી સંભળાવનારો ‘આ નારાજ થશે તો, પેલો નારાજ થશે તો,' એવું વિચાર્યા કરે તો એનાથી વ્યાખ્યાન વેંચાય જ નહિ. સામાની કાર્યવાહી ઉઘાડી થતી હોય ત્યાં એ નારાજ થવાનો જ છે, પણ એનો ઉપાય શું ? શાસ્ત્રકાર કહે છે કે બધા રાજી થાય અને ભગવાનનાં શાસ્ત્રો વંચાય, એ કદી ન બને. આ શાસ્ત્રોને સાંભળીને રાજી તો તે થાય કે જે લઘુકર્મી હોય, અર્ધપુદ્ગલ પરાવર્તમાં મોક્ષે પહોંચનાર હોય.
·
-
69
૪૩૧
આ તો કહે છે કે-‘હવે તમે પાનાં ન જુઓ પણ અમને જુઓ, અમને રાજી રાખો.’ તમને રાજી તો રાખું પણ આ શાસ્ત્ર સચવાય તો. પણ એને ગુમાવીને તમને કઈ રીતે સાચવું ? હા ! તમને બધાને તા૨ક માનું તો વાત જુદી. હું ડૂબતો હોઈશ ત્યારે આ બધા મને ઊંચકીને સિદ્ધશીલાએ પહોંચાડશે એવી મને શ્રદ્ધા જાગશે ત્યારની વાત જુદી. પણ આ બધા તો એવા કે ત્યાં મોકલશે તોયે એકેન્દ્રિય બનાવીને મોકલશે, કર્મરહિત બનાવીને નહિ; એ વાતની મને ખબર છે. હું તારક તો આ પાનાને માનું છું, પછી મારે જોવું કોની સામે ? જે આમાં નહિ જોતાં માત્ર જમાનો જોઈને બોલે છે, તે શ્રી જિનેશ્વરદેવના આગમને સમજી શકતો નથી, હૃદયમાં પરિણમાવી શકતો નથી અને આમાંથી (શાસ્ત્રમાંથી) આપવાજોણું આપી શકતો નથી. લાખ્ખો માણસ ભેગાં થયાં હોય તો પણ બોલવાનું તો આ આગમો કહે તે જ.
વીશમી સદીનો વિગ્રહ આ એક જ છે. વીશમી સદીમાં પણ એ બુદ્ધિમાનોએ સ્થાપેલી સંસ્થાઓમાં આ વિગ્રહ નથી. ત્યાં એ સામાને જોઈને વર્તવાનું નથી કહેતા પણ સામાને જોઈને કાયદો કહે એમ જ વર્તવાનું કહે છે. અહીં પણ તમારી રીતભાત જોઈને આગમ કહે તે જ કહેવાનું ફરમાન છે. આ આગમ તો કહે છે કે જ્યાં સુધી સંસાર ગમે ત્યાં સુધી શાંતિ નથી. પચીસના પગારદારને પચાસની, પચાસવાળાને સોની, સોવાળાને હજારની અને આગળ વધીને લાખ, ક્રોડ અને અબજની ઇચ્છા થાય છે. એટલું જ નહિ પણ એને રાજા, મહારાજા, ચક્રવર્તી અને ઇંદ્ર થવાની ઇચ્છા હોય છે. એની ઇચ્છાઓનો અંત આવતો જ નથી. આ બધા ઇચ્છામાં જ મરી રહ્યા છે. માટે જ્યાં સંસાર ગમે ત્યાં શાંતિ હોય ?
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1002
બહાદુર કોણ ?
જ્યારે સંસાર ન ગમે ત્યારે શાંતિ આવે. શાંતિ આવે એટલે આત્મા બાહ્યદૃષ્ટિથી વિમુખ બની આંતરદૃષ્ટિવાળો થાય. આંતરદૃષ્ટિ થાય કે સંવેગ આવે. સંવેગ આવે એટલે આ વિચારણા આગળ ચાલે કે-ભવ ભયંકર છે. કોને માટે ? પ્રાણીમાત્રને માટે. શ્રી તીર્થંક૨દેવે પણ (પૂર્વાવસ્થામાં) અવસર પામીને આ જ શબ્દો કહ્યા છે. ભગવાન શ્રી વાસુપૂજ્યસ્વામીને એમનાં માતા-પિતા પાણિગ્રહણ માટે આગ્રહ કરે છે, સેંકડો રાજકન્યાઓ એમને પરણવા તૈયાર છે, ત્યારે અનંત બળનો ધણી એ પરમાત્મા પોતે શું કહે છે ? એ કહે છે કે-‘થાકી ગયો છું. સંસારમાં ભટકી ભટકીને ગળિયા બળદ જેવો થઈ ગયો છું. એવો થાક્યો છું કે હવે આ બોજો ઉપાડી શકું તેમ નથી.’ તમને કોઈ મા-બાપ આવો આગ્રહ કરે તો તરત ઘોડે ચડોને ? બહાદુર એ કે તમે ? સંસારનોં કાયદો જુદો છે. ત્યાંનાં માપ જુદાં છે.
કૃષ્ણની સ્ત્રીઓ ભગવાનશ્રી નેમનાથસ્વામીને શું કહે છે ? કહે છે કે‘તમારા ભાઈ બત્રીસ હજાર સ્ત્રીઓનું પાલન કરે છે તો તમારામાં એક સ્ત્રીનું પાલન કરવાની તાકાત નથી ?' ભગવાન આ સાંભળી હસે છે. આવા સંસારરસિકને કહે શું ? દુનિયાની દૃષ્ટિએ બહાદુર ગણાતા કૃષ્ણ પોતે ભગવાનને શું કહે છે ? એ કહે છે કે- ‘સમર્થ આપ અને પામર હું ! આપ આ બધું છોડીને ચાલ્યા અને હું એમાં ખૂંચ્યો. આપ ઉચ્ચ સ્થાને (મોક્ષમાં) પહોંચવાના અને હું પાતાળમાં જવાનો. અરે રે ! તારા જેવો ત્રણ લોકનો નાથ મારો બંધુ અને સ્વામી, છતાં મારી આ દશા ?' શ્રી નેમનાથ ભગવાન કહે છે કે-બાંધ્યું તે ભોગવ્યા વિના છૂટકો નથી. એકવાર તો ભોગવી લેવું પડશે, પછી મારા જેવો જ થઈશ.’
ભોગ ભોગવે તે બહાદુર કે ભોગથી ગભરાઈને ભાગે તે ? રાજી થઈને પરણે તે બહાદુર કે પરણવાથી દૂર ભાગે તે ? મિષ્ટાન્ન માટે ફાંફાં મારે અથવા એમાં લીન થાય તે બહાદુર કે એનો ત્યાગ કરી આયંબિલ કરે તે ? ત્યાં તો એવા બહાદુર (અજ્ઞાન) કહેનારા પડ્યા છે કે-‘પચતું નહીં હોય એટલે નહીં ખાતો હોય. પચે તો ખાયને ? હોજરી કામ કરવી જોઈએ ને ?’ તમારે આ બધી સ્થિતિને સમજ્યા વિના છૂટકો નથી.
ત્યાગનું ધ્યેય :
તમે ગમે ત્યાં ફરી આવો અને આ શાસ્ત્રના કોઈ પાનામાં, એની કોઈ
Page #454
--------------------------------------------------------------------------
________________
1008 -, ૨૯ઃ સાવધ રહેવાની જરૂર – 69 –
૪૩૩ વાતમાં, એના કોઈ શબ્દમાં ત્યાગ નથી એમ કોઈ પુરવાર કરી આપે તો એનું ભણતર ખરું માનું. જૈનશાસનમાં એક ગાથા, એક કડી કે એક વાત પણ ત્યાગના ધ્યેય, આદર્શ કે ભાવના વિનાની છે જ નહિ. દરેક ક્રિયાના, દરેક વાતના મૂળમાં ત્યાગ, વર્તવામાં ત્યાગની છાયા આવે અને એ સંપૂર્ણતાએ પહોંચે તો જ એ મુક્તિ માટે થાય. એમ ન થાય તો એ ક્રિયા મુક્તિ ન આપે. જેના. મૂળમાં ત્યાગની ભાવના ન હોય, વર્તાવમાં યથાશક્તિ ત્યાગની છોળો ન ઊછળે અને પરિણામે ત્યાગની સંપૂર્ણતા ન થાય ત્યાં સુધી મુક્તિ થાય એવું કદી ન માનતા. આવું શ્રી જિનેશ્વરદેવનું કથન છે. જૈનશાસનનો આ નિર્ણય છે. તમને આ નિર્ણય હોય કે ન હોય પણ અમારાથી તો એક દિવસ પણ ત્યાગની વાત વિના વ્યાખ્યાન થાય તેમ નથી. જેને ત્યાગ ખટકે તેને અમારી સાથે મેળ ન મળે. એવી ભૂલ કરે તેના પર દયા રખાય પણ “એમાં સાથે મેળ ન મળે. એવી ભૂલ કરે તેના પર દયા રખાય પણ “એમાં હરકત શી ?' એમ બોલવાનો એને હક નથી. કોઈ સારા આબરૂદાર પૈસાવાળાનો છોકરો ચોરીના આરોપમાં પકડાય તો ન્યાયાધીશ સંયોગો જોઈ રહેમ કરીને કદી છોડી મૂકે, પણ એ શું કહીને ? એ કહે કે “તારા જેવા માટે આ યોગ્ય નથી. મને લાગે છે કે આ તારું કામ નથી. કોઈની શિખવણીની તેં કર્યું છે. પણ હવે ફરી આવું ન થાય તેની કાળજી રાખજે. હાલ તો રહેમ પર છોડું છું. બાકી તેં કામ તો ઘણું ખોટું કર્યું છે;” પણ એમ ન કહે કે-“કાંઈ નહિ હવે, ઠીક છે, એ તો શેઠનો છોકરો છે ને ? એમાં શું થઈ ગયું?' . પ્રભાવના શામાં?
તમે મોટરમાં અહીં આવો છો; ચાલી શકતા નથી. ચાલવાની શક્તિ ગુમાવી દીધી છે માટે મોટરમાં આવો છો, એ તમે જાણો. પણ તમે એમ બોલો કે-મોટરમાં આવવામાં હરકત શી ?' તો મારે કહેવું પડે કે “હરકત તો પૂરેપૂરી છે. એ વખતે બોલ્યા વિના ચાલે ? તદ્દન ન આવો એના કરતાં મોટરમાં આવો એ વાત જુદી પણ એ કરતાંયે પગે આવો તો ઉત્તમ એ જ. શ્રી સિદ્ધિગિરિજીની યાત્રામાં છરી' કહી છે ને ? હવે કેટલાક ગાડી અને ઠેઠ ઉપર સુધી ડોળી વાપરે છે એનું શું ? એ વાપરો તે તમે જાણો પણ વિધિ શી ? ઠીક છે-એમ પણ તમે શુભ પ્રવૃત્તિમાં છો એ વાત જુદી, પણ ઉત્તમ તો પગે ચાલીને જવાનું જ. ગાડી અને ડોળીથી લાભ ઓછો.
તમને એમ તો ન જ કહેવાય કે-“તમે તો શેઠ છો. તમે તો ગાડી વગેરેમાં આવો એમાં જ પ્રભાવના. તમે કેવા ? જમીન પર તો તમે પગ પણ ન મૂકો
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવા, આવાં તમારા વખાણ કરે તો કહેવું પડે કે એ સાધુ શ્રી જૈનશાસનની મર્યાદાને સમજ્યો જ નથી.
1004
એને તો એમ કહેવાય કે-“મહાનુભાવ ! આ ગાડી, મોટ૨, વગેરે પૂર્વના પુણ્યથી મળ્યાં છે. પણ એમાં ફસાયો તો પાછા ‘ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા' જેવી હાલત થવાની.” એવો કોઈ સાધુને એમ કહે કે-“સાહેબ, અમે પામર છીએ. એ રીતે ટેવાયા છીએ' તો સાધુ એ સાંભળે અને એ ટેવ સુધારવાનું કહે, પણ એ ટેવનાં વખાણ તો ન જ કરે. ‘આ રીતે ગાંડીમાં આવો છો એ ખોટું કરો છો અને હારી જવાના' એમ કહેવાનો આશય નથી. પણ એમાં લેપાયા તો હારી જવાના એ વાત નક્કી છે અને ગાડી વિના આવવું એ વાત ઉત્તમ છે એ નિ:સંશય છે.
સભા એમાં પ્રભાવના નહિ ? ઠાઠમાઠમાં તો પ્રભાવના છે !'
રાજા પટ્ટહસ્તિ પર બેસીને આવે એ પ્રભાવનામાં અને વાજાં ગાજાં સાથે ખુલ્લા પગે ચાલીને મંદિરે આવે એ પ્રભાવનામાં કઈ પ્રભાવના ઉત્તમ ? કુમારપાળ મહારાજાએ છ'રી પાળીને સંઘ કાઢ્યો ને ? કોટ્યાધિપતિ શ્રીમાન મોટ૨ ગાડીમાં બેસીને મંદિર ઉપાશ્રયે આવે અને પગે ચાલીને આવે એ બેમાં એની પ્રશંસા શાથી વધારે થાય ? અહીં ઘણી મોટર ગાડીઓ જોઈને લોકોને થાય કે ‘વાહ, ધન્ય છે કે આવા આવા લોકો પણ અહીં લાભ લેવા આવે છે.’ અને પગે ચાલીને આવતા ઋદ્ધિમાનને જુએ તો લોકો કહે કે જેના ઘેર હાથી, ઘોડા, મોટ૨ વગેરે પુષ્કળ સામગ્રી હોવા છતાં કેવા ધર્મી છે, કે પગે ચાલીને આવે છે.’ ક્રોડપતિ ચાલીને આવે એમાં શાસનની વિશેષ પ્રભાવના ખરી કે નહિ ?
સભા ‘પગે ચાલીને આવે તેમાં ઘણી પ્રભાવના, પણ પેલામાં થોડી તો ખરી ને ’
એનો ક્યાં ઇનકાર છે ?
સભા ‘પ્રભાવના માટે ઠાઠમાઠથી આવવું જોઈએ ને ?’
જરૂર ! પણ તે ધામધૂમથી, વાજાંગાજાં સાથે, માર્ગમાં દાન દેતો દેતો, સોનૈયા ઉછાળતો આવે, તો એ ઓછો ઠાઠમાઠ છે ? હાથી ઉપર કે વાહનમાં બેસીને આવે તો જ ઠાઠમાઠ કહેવાય એવો કાયદો નથી.
સભા : ‘મુંબઈ જેવા શહેરમાં એ કેમ બને ?'
કેમ ન બને ? મુંબઈ જેવા શહે૨માં એવા ધર્મીને ચાલવા માટે કાંઈ
Page #456
--------------------------------------------------------------------------
________________
૧૮ : સાવધ રહેવાની જરૂર - 69
૪૩૫
મુંબઈની સડકો ના પાડે છે ? મોટરમાં આવનારા પ્રભાવના નથી કરતા, એમ કહેવાનો આશય નથી. પણ સરખામણીમાં ઉત્તમ કયું ? એક શ્રીમાન સંઘ કાઢે અને બીજો શ્રીમાન સંયમ લે, એ બેમાં ઉત્તમ કયું ? ઇનકાર એકનો પણ નથી, પરંતુ વધારે ઉત્તમ કયું એ જ અહીં વિચારવાની વાત છે. સંઘ કાઢે ત્યાં એમ કહેવાય કે-‘કરોડપતિએ આટલા લાખ ધર્મમાં ખર્ચ્યા, ધન્ય છે એને.’ એમ અહીં પરિમિત વાત છે એને ! ક્રોડોની સાહ્યબી છોડીને નીકળી ગયો. સો રૂપિયાનું દાન દેનારો ઊંચો નથી એવું કહેવાનો આશય નથી, પણ હજારનું દાન દેનારો એનાથી વધે અને સર્વસ્વ દેનારો સૌથી વધે એમાં નવાઈ શી ?
1005
સભા : ‘જૂના વખતમાં રેલ વગેરે સાધનના અભાવે પગપાળા સંઘની પ્રથા હતી ને ’
તે વખતે પણ ગૃહસ્થો એવા હતા કે પોતે પોતાનાં સાધનોથી જઈ શકે તેવી સામગ્રી ધરાવતા હતા.
સભા : ‘પણ માર્ગમાં ભય રહેતો ને ?’
એ ભયનું નિવારણ કરવાનાં સાધનો એમની પાસે બહુ હતાં, શાસ્ત્રકારોના ધ્યાનમાં આ બધી વાત ન હતી ? પ્રતિ વર્ષ પ્રભાવના થાય તેવી ક્રિયા કરવાનું લખ્યું, ત્યાં ‘આ જમાનામાં થાય પણ સાધનવાળા જમાનામાં ન થાય, એમ લખવું ભૂલી ગયા એમ ?? આવી વાતો કરનારા ભલે કરતા, પણ તમે એમાં ખેંચાઈ ન જાઓ. ઉત્સવ મહોત્સવો અને સાધુઓના નગરપ્રવેશના સામૈયા આદિ માટે પણ એ લોકો તો એમ જ બોલે છે, પણ એમની એ વાત માની લેવાય ખરી ? વાહનોના વપરાશ પછી યાત્રામાં ફેર પડ્યો કે નહિ ? કહો કે લાખ્ખો ગાડાંનો ફેર પડ્યો છે. હવે તો બધા જ ટાઇમ મુકરર હોય. ચેત્રી પૂનમની યાત્રા કર્યા તેરસની રાત્રે અહીં (મુંબઈ)થી નીકળે. ચૌદશ મુસાફરીમાં જાય કોઈ યાદ કરાવે કે ભાઈ ! કાલે તો ચૌદશ છે તો કહી દે કે આપણે યાત્રા કરવા જઈએ છીએ ને ! એમાં ચૌદશ શી જોવાની ? લાગ ફાવે તો ચૌદશની રાત્રે પહોંચીને પણ ચહા-નાસ્તા કરે. સવારે વહેલો ઊઠીને પણ ચહા-પાણી કરે. પછી ઉપર યાત્રાએ જાય. ધમાધમ કરી યાત્રા પતાવી સાંજે નીચે આવી સીધો ગાડીએ પહોંચે અને બીજે દિવસે તો પાછો મુંબઈમાં હાજ૨. ઘરે કહીને જ નીકળ્યો હોય કે-‘આજે જાઉં છું ખરો પણ ત્રીજે દિવસે પાછો હાજર થઈ જઈશ. ચિંતા ન કરતા.’ આ શું કરી આવ્યો ? મને પૂછો તો કહું કે-‘હીરો ઘોઘે
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 1008 જઈ આવ્યો અને ડેલીએ હાથ દઈ આવ્યો.” આજનાં સાધનોએ તો આ બધી હોળી ઊભી કરી છે. એ ત્રણ દિવસમાંયે શાંતિ નહિ. ધમાધમ જ ચાલુ હોય. પેલો તો યાત્રાએ નીકળે એટલે મહિનો બે મહિના શાંતિ, માર્ગમાં યાત્રાના જ વિચાર. ત્યાં આયુષ્ય બંધાય તોયે કામ થઈ જાય. અરે, તથા પ્રકારની આરાધનામાં હોય અને માર્ગમાં આયુષ્ય પૂરું થઈ જાય તોયે મરીને નિયમા સ્વર્ગે જાય. ભાવના ઊંચી જોઈએ. બાકી હાલનાં સાધનોની તો વાત જવા દ્યો. એ સાધનો એવાં છે કે ઘેરથી નીકળે ત્યારથી અનેકને ત્રાસ પમાડતો જાય. ભાવના અને વિચારો પણ એવા ન રહે. આ બધાં તો પાપનાં સાધનો છે; એ કાંઈ ધર્મનાં સાધનો નથી. જ્ઞાનીએ ફરમાવેલ અનુષ્ઠાનો તે કાળ માટે જ હતાં એવું નથી. એ તો ભોળાજનોને ભરમાવવા માટેની વાતો છે કે તે કાળમાં રેલ નહોતી માટે સંઘની જરૂર હતી.
અરે ! હમણાં પણ સંઘ નીકળ્યા ત્યારે લોકોએ શું કહ્યું?
વર્ષોથી આવું જોયું નહોતું એમ હજારો લોકો બોલતા હતા. આ કાંઈ ઓછી પ્રભાવના છે ? પૂર્વકાળના લોકો કરતાં આજના લોકોને એની ઓછી જરૂર છે એવું નથી. દરેક વસ્તુને પૈસાના માપે ન મપાય ઃ .
સભાઃ ‘ત્રિરાશી મૂકો તો વ્યયના પ્રમાણમાં ફળ શું ?
એ ફળ કહેવાને હું તો અસમર્થ છું. ત્યાં વ્યયનું મહત્ત્વ નથી પણ ભાવ અને વિધિ બહુમાનનું મહત્ત્વ છે. વ્યયના આધારે ફળ માપવાની વણિકવૃત્તિ અહીં મ ચાલે. એક ઘોડાને સમ્યક્ત પમાડવા માટે ખુદ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પોતે (કેવળજ્ઞાન થયા પછી) એક રાત્રીમાં સાઠ યોજન ચાલ્યા, એ આ શાસન છે. એક તીર્થંચ ઘોડાની જાતને સમ્યકત્વ પમાડવા ત્રણ લોકના નાથને આ મહેનત ? આવું કોઈ પૂછે તો ? આ રીતે ફળ મપાય ? “જેને માટે શ્રી તીર્થંકરદેવ સાઠ યોજન ચાલે તેને આશાતના કેટલી ?” એમ કોઈ પૂછે તો ? આવું પૂછનારા કેવા ? આ શાસન તો તે છે કે એક અશ્વને સમ્યક્ત્વ પમાડવા શ્રી તીર્થંકરદેવ પણ એક રાતમાં સાઠ યોજનની મજલ કરે. એક સંઘ નીકળે તેમાં પાંચ-પચીસ જણા પણ ધર્મ પામી જાય તો એવી ભક્તિનું ફળ મપાય ? એ લાભ પાસે આ દ્રવ્ય વ્યયની કિંમત કેટલી ? એક જીવબોધિ બીજ પામે એના લાભના ફળની ત્રિરાશી મુકાય ?
Page #458
--------------------------------------------------------------------------
________________
1007
- ૧૯ * તા
૨૯ : સાવધ રહેવાની જરુર - 69.
-
૪૭૭
સિદ્ધગિરિની યાત્ર બંધ થઈ ત્યારે !
શ્રી સિદ્ધગિરિજીની યાત્રા જ્યારે બંધ થઈ હતી અને એ ચાલુ કરાવવા મહેનત થતી હતી ત્યારે એક વકીલે ત્રિરાશી મૂકી હતી. એણે લખ્યું હતું કે“જૈનો તો મૂર્ખ છે કે શ્રી સિદ્ધગિરિજીની યાત્રા ચાલુ કરાવવાની મહેનત કરે છે. વર્ષે દિવસે સરેરાશ પચાસ હજાર યાત્રાળુ યાત્રાએ જાય અને દરેકનું ખર્ચ સરેરાશ દશ રૂપિયા ગણીએ તોયે વર્ષે દિવસે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય. આ પાંચ લાખ બચે તો ચાલુ બેકારીમાં કેટલો ફાયદો થાય ? નાહક આ યાત્રા ચાલુ કરાવવાની મહેનત શી ? આવી ત્રિરાશી મૂકનારાઓ જૈનશાસનમાં રહી શકે? એવાની સાથે સંબંધ રાખનારાઓ, એવાના હાથમાં હાથ મીલાવનારાઓ પોતાના જૈનત્વને જોખમમાં મૂકી રહ્યા છે. એવાને તો કહી દેવું જોઈએ કે “તારા જેવાનું આ સંઘમાં સ્થાન ન હોય.”પચાસ હજાર જાત્રાળુના જાત્રાના લાભ કરતાં પાંચ લાખને વધુ કીમતી માનનારો જૈન નથી. એક જણે તો વળી એમ કહ્યું હતું કે “એવા તો લાખ સિદ્ધિગિરિ ઊભા કરીશું.” અનંતા તીર્થંકર થઈ ગયા તે એકથી બીજો સિદ્ધગિરિ ઊભો ન કરી શક્યા, વિશ વિહરમાન ભગવંતો ત્યાં મહાવિદેહમાં એક સિદ્ધગિરિ ઊભો ન કરી શક્યા અને જેના વર્ણનમાં કહેવાય છે કે-“ચૌદ ક્ષેત્રમાં તીરથ ન એવો” એ સિદ્ધગિરિ, આજનો એ કંગાળ, જેને પેટ ભરવાનાંયે ઠેકાણાં નથી એવો, એ લાખ સિદ્ધિગિરિ ઊભા કરશે ? આવી બડાઈ હાંકનારાની રખેછાતી જ ન બેસી જાય ! જ્યાં કાંકરે કાંકરે અનંતા સિદ્ધિપદને પામ્યા એ ક્ષેત્ર લાવવું ક્યાંથી ?
સભા: કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં અનંતા આત્માઓ મુક્તિએ ન ગયા હોય.” 'હા, એ વાત સાચી. કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાંથી અનંતા આત્માઓ મુક્તિએ ન ગયા હોય, પણ અનંત અનંતમાં ફેર છે. આ અનંતુ પેલા અનંતા કરતાં કેટલાય ગણું વધારે, એ કેમ ભૂલી જાઓ છો ? જ્ઞાનીઓએ જ્ઞાનદૃષ્ટિમાં એ જોયું છે માટે એનો મહિમા છે.
અનંતજ્ઞાનીઓએ કહ્યું છે ને, કે શ્રી સિદ્ધગિરિનાં દર્શન કરનારો નિયમ ભવ્ય. આવા સિદ્ધગિરિ લાખ તો શું પણ એક પણ ઊભો કરી શકાય ખરો ? અમુક માણસો એવા છે કે એ આવી તકનો લાભ લેવા જ બેઠા છે. બેકારીની બૂમ પડે કે તરત આવી વાતો ઊભી કરી છે. એ વાત સાંભળીને ભૂખે મરતાઓ એ વાતને ઉપાડી લે. ભૂખે મરતાઓમાં આવી ભાવના આવા પાપાત્માઓએ જ
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૮ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1008 પેદા કરી છે. પૂર્વે ગમે તેવા ભૂખે મરનારા, પણ કોઈ સંઘ કાઢે તેને હાથ જોડતા. પણ એમ નહોતા કહેતા કે આવા ખર્ચા કરો છો તે અમને કેમ નથી આપતા? ગરીબોના હૃદયમાં દુષ્ટ ભાવના પેદા કરનારા એ પેલા પાપાત્માઓ છે. એ પોતે દુષ્ટ ભાવનાઓથી મરી રહ્યા છે. અને બીજાઓને મારી રહ્યા છે. એ લૂંટારાઓથી સાવધ રહેજો !
ભૂખે મરનારા ભૂખે કેમ મરે છે? પૂર્વના અંતરાયથી કે એમ ને એમ ? યાચકને દાતાર દાન ન દે, તો યાચકોને દાતારને ગાળ દેવાનો હક છે ? જો આવો હક આપશો તો કૃપણનું ઘર લૂંટવાનો પણ હક આપવો પડશે. લાખ રૂપિયા બીજે ખર્ચનારો કદાપિ તને પાંચ રૂપિયા ન આપે, તો તને એને ગાળ દેવાનો હક મળી જાય ? જો એમ હોય તો શ્રીમંતો પણ કહેશું કે “તમે ગરીબ થયા છો માટે અમારી મજૂરી કરવા બંધાયેલા છો, માટે કરો તો એમાં ખોટું શું? તમે પેલાની શ્રીમંતાઈના લાભનો હક કરવા જાઓ, તો એ તમારી ગરીબાઈના લાભનો હક માગે એમાં ખોટું શું છે ? શ્રીમાન દે કે ન દે, એ એની ખુશીની વાત છે. માટે યાચકને ગાળો દેવાનો હક નથી.
આજનો તો ન્યાય જ ઊંધો છે. આજે તો કહે છે કે ફલાણો આમાં પૈસા ખર્ચે છે તો બીજામાં કેમ નથી ખર્ચતો ? પણ એ તો એની મરજીની વાત છે. એની મરજી હોય તો સંઘ કાઢે, મરજી હોય તો પૂજા ભણાવે, મરજી હોય તો સો શ્રાવકને જમાડે અને મરજી હોય તો પાંચ શ્રાવકને સહાય કરે. હજી એને એમ સમજાવાય કે “સાતેય ક્ષેત્ર ધર્મનાં છે. આપના જેવા ધર્મી સાતેય ક્ષેત્રની ખબર રાખે જ. એ સાતેય ક્ષેત્ર તારક છે. આપની ભાવના વધે તેમ કરો. બહુ સીદાતા ક્ષેત્ર પ્રત્યે ખાસ ધ્યાન આપવું ઇષ્ટ છે.’ આ રીતે કહેવાય.
બગીચામાં એક ઝાડ સુકાતું હોય ત્યાં નીક કરી એને પાણી સીંચવાનું કહેવાય, પણ “લીલા ઝાડને પાણી કેમ સીંચો છો ?” એમ કહેવાય ? પાણી સીંચનારો પણ કહે કે “અમારી જાણ બહાર પેલું ઝાડ સુકાતું હતું ત્યાં પાણી સીંચવા માટે અમારું ધ્યાન ખેંચ્યું, એ તે બહુ સારું કર્યું, પણ આ લીલા ઝાડને પાણી પાવાની ના કેમ પાડે છે ?” શું એને સૂકવી નાંખવું છે ?' વળી જેના આધારે જે હોય તેને પહેલું જિવાડાય. શરીરના આધારે સંયમ છે માટે શરીર સાચવવું એ ઠીક, પણ શરીર એ રીતે ન સચવાય કે જેમાં સંયમનો જ ઘાત થતો હોય. પરિણામ દુષ્ટ થયાં અને સંયમની પતન થતું હોય તો શું કરવું ? શાસ્ત્રકાર કહે છે કે જીવનનો અંત આણવો પણ સંયમનો ઘાત ન થવા દેવો.
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૩૯
૨૯ : સાવધ રહેવાની જરૂર - 69
સાત ક્ષેત્રોમાં મુખ્ય કયા ? શ્રી જિનમૂર્તિ, જિનમંદિર અને જિનાગમ. આ ત્રણ વિના પાછળના સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર હોય ? માનો કે કોઈ એવો ઠરાવ લાવે કે
1009
‘મૂર્તિ અને મંદિર ઘણાં છે માટે બધા એક ઠેકાણે એકત્ર કરો અને બેકારી વધી છે, પૂજનારા થોડા છે માટે વધારાની મૂર્તિઓને ભંડારી દો.’ આ એમ નક્કી કરીને ભંડારી દીધી, પછી થોડા વખત પછી પાછી વાત ઊભી કરે કે બેકારી ઓર વધી છે, લોકોને પૂજા-દર્શનનો સમય નથી આ પણ હવે ક્યાંક પધરાવી દો.’ એમ ઠરાવ કરીને ક્યાંક પધરાવી દે, પછી વાત લાવે કે જુઓ ! કૉલેજ, સ્કૂલો માટે મકાનોની જરૂર છે. બીજે વગર ભાડે મળતાં નથી, માટે આ ખાલી પડેલાં મંદિરો વાપરવાં. એવો ઠરાવ કરે અને વાપરે.
સભા ‘પછી એવો ઠરાવ લાવે કે દેવદ્રવ્ય તો આપણું જ મૂકેલું છે અને આપણે હવે જરૂર છે માટે વહેંચીને ખાઈ જવું.’
હા ! એ બરાબર છે. પછી બાકી શું રહ્યું ? દેવ તો ગયા. હવે રહ્યાં આગમ. એ તો જૂના જમાનામાં લખાયેલાં. એ કાંઈ સાચાં થોડાં છે ? અને સાચાં હોય તોયે આજે એને સાંભળનાર કોણ છે ? અને સાંભળનાર હોય તો સમજનાર ક્યાં છે .? માટે એ બધાંને હમણાં બાંધીને ઊંચે મૂકી દો, એવો ઠરાવ કરે. વીતરાગની મૂર્તિઓ અને આગમો કાંઈ બોલે તો નહિ ! પછી રહ્યા ચાર. એમાં સાધુ, સાધ્વી તો બોલ્યા વિના રહે નહિ તો એ એમને કેમ લાવે એટલે એ વિચારે છે .કે-આ સાધુ, સાધ્વી ડખલ કર્યા વિના રહેવાનાં નથી. એ એમની નોકા૨શી ને પોશીની બૂમો માર્યા જ કરવાના, માટે એ પણ ન જોઈએ. એ માટે એમનો પાક જ બંધ કરી દેવો જોઈએ. માટે નવો કોઈ ન થાય અને આ છે એટલા પ૨વા૨ી જાય એવી યોજના એમણે શોધી કાઢી.-એ કઈ યોજના ? પહેલું એ કે અઢાર વરસની ઉંમર પહેલાં દીક્ષા લેવાય જ નહિ. પછી પરણેલો લે તો એની સ્ત્રીને કોણ સાચવે ? અને છતે ધણીએ બાઈને રંડાપો ! માટે એને પણ નહિ. પછી બે છોકરાં થયાં તો એ નાનાં બાળકોનું શું ! માટે એને પણ નહિ. પછી ઘરડો થાય તો એ હવે ત્યાં જઈને શું ઉકાળવાનો ? શ્રાવકના મફતના રોટલા ખાવા જ જાય છે ને ? માટે એને પણ નહિ. બોલો ! આ કેવી યોજના ?
સભા : ‘આ બધામાંથી પસાર થઈને કોઈ નીકળે છે તો એનેય ક્યાં રજા આપે છે ?’
Page #461
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવો કોઈ તૈયાર થાય તો પછી એને આખા સંઘની સંમતિ જોઈએ. તે વખતે એમાં વિરોધ કરે એવા પાંચ દાડિયા તૈયાર રાખ્યા જ હોય. એ ઊભા થાય એટલે પેલાને ઘર ભેગા જ થવું પડે. બસ પછી રહ્યા કોણ ? બધા નફરખંડા ! નવસૃષ્ટિના સર્જનહાર ! જગતના તારણહાર ! સમજી ગયા ને ?
માટે સમજી લો કે-મંદિરો બંધ કરાવવામાં કે દેવદ્રવ્ય તફડાવવામાં સંમતિ આપનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સંઘ નથી પણ- જૈનશાસનના લૂંટારા છે. એક વેષધારી લૂંટારા તો બીજા ગૃહસ્થ લૂંટારા છે. એ ચારેયથી સાવધ રહેવું પડે.
૪૪૦
1010
તો હવે બોલો કે, સાત ક્ષેત્રમાં ભક્તિવાળો ત્યાગનો આદર્શ ઉઠાવવા પ્રયત્ન કરે ? એની મનોવૃત્તિ કઈ હોય ? જે વખતે આ રીતે ત્યાગના આદર્શને ઉડાવવાનો પ્રયત્ન થતો હોય તે વખતે છતી શક્તિએ તેની સામે સામે જે ન બોલે, યોગ્ય પ્રયત્નો ન કરે તેને શાસ્ત્ર ગુનેગાર કહ્યો છે. એ મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની અને પ્રપંચી છે :
ત્યાગના ધ્યેય વિના, એની છાયા વિના, એની અપૂર્વતાના વર્ણન વિના અમારાથી વ્યાખ્યાન વંચાય તેમ નથી. ત્યાગના સાંભળનાર કોઈ નહિ હોય તો એકલો હૈયાને સંભળાવીશ, ત્યાગની નવકારવાળી ગણીશ, પણ જમાના સામે જોઈને ત્યાગની વાત મૂકવાનું અમારાથી નહિ બને. અમારાં શાસ્ત્રો ના પાડે છે.
સભા એકલો લાડુ જ પીરસવાનો ? સાથે બીજું કાંઈ નહિ ?’
બીજું પણ ખરું ! પણ બૂમરાણ શાની ? જમણ શેનું કહેવાય ? જમાડનાર આગ્રહ શેનો કરે ? બૂમરાણ શેના નામની મચાવે ? તો લોકથી વિરુદ્ધ હું પણ કેમ વર્તે ? શાક પર અંકુશ મુકાય પણ મિષ્ટાન્ન પર અંકુશ મૂકે તો આબરૂ જાય. શાક દાળ પીરસનારા તો એકાદ બે ચક્કર મારીને જતા રહે, પણ લાડુને પીરસનારા તો ફર્યા જ કરે. શાક વગેરે પણ મિષ્ટાન્ન જમાડવા માટે છે. દાળભાત પણ પાછળથી એ મિષ્ટાન્ન પાછું ન વળે માટે એને ઠેકાણે પાડવા માટે છે અને પાનપટ્ટી પણ એના ડકાર ટાળવા માટે અને એને પચાવવા માટે છે. માટે બધી વાતમાં મહિમા તો એ મિષ્ટાન્નનો જ છે. માટે દાળ શાકને તાળાં હોઈ શકે પણ મિષ્ટાન્નને ન હોય.
સભા : કોઈ દયાળુ જમાડનારની દયા ચિંતવી એના મિષ્ટાન્નની ઓરડીએ તાળું મારી જાય તો ?’
માલ જમાડનારનો છે કે પેલાના બાપનો છે ? કદાચ પેલો તાળું મારી જાય
Page #462
--------------------------------------------------------------------------
________________
1011 - ૨૯ : સાવધ રહેવાની જરૂર – 69 -
૪૪૧ તો માલિક તાળું તોડાવી નાંખે, અરે, બજારમાંથી બીજું મંગાવીને જમાડે અને બધાને ખુલાસો કરી દે કે-આ તો પેલો લુચ્ચો મારું બગાડવા તાળું મારી ગયો હતો.
અહીં પણ એક ચીજ એવી નથી કે જેમાં ત્યાગ ન હોય. અહીં બૂમ તો ત્યાગની જ મારવાની. બીજું કહેવાય તે પણ ત્યાગને માટે જ.
ત્યાગ વિના સમ્યગ્દર્શન સમજાવનારા મિથ્યાદષ્ટિ છે. ત્યાગ વિના સમ્યજ્ઞાન સમજાવનારા અજ્ઞાની છે. અને ત્યાગ વિના સમ્યફ ચારિત્ર સમજાવનારા પ્રપંચીઓ છે.
ત્યાગની વાત વિના સમયગ્દષ્ટિને ચેન ન પડે. દઢ સમ્યકત્વને રૂઢ. બનાવવા માટે હજી પણ આગળ શું વર્ણન આવે છે તે હવે પછી.
Page #463
--------------------------------------------------------------------------
________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા વદ ૯, શનિવાર, તા. ૨૨-૨-૧૯૩૦.
10
• સંસાર ન ગમે તો જ મોક્ષનો સાચો પુરુષાર્થ થાય : • આર્ય અને અનાર્ય :
સ્વોપકાર અને પરોપકાર : સમ્યગ્દષ્ટિ શું વિચારે ? • બધી વસ્તુના અનુભવ ન કરાય : • જ્ઞાન શા માટે : • દેવ, ગુરુ, ધર્મ માને તેને સંસાર ગમે ?”
જ્યાં જુઓ ત્યાં બધે જ ત્યાગની વાત : • પાછળ કોઈ રુવે એનું પાપ કોને ? • અમને વૈરાગ્ય નહિ અને તમને કેમ ? • સંઘ કોના પક્ષે હોય? • સંઘ હોય ત્યાં દીક્ષા છૂપી ન આપવી પડે :
સંસાર ન ગમે તો જ મોક્ષનો સાચો પુરુષાર્થ થાય ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવરજી શ્રી સંઘની સ્તુતિ કરી રહ્યા છે. શ્રી સંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠની દૃઢતા માટે શંકાદિ પાંચે દોષોનો સર્વથા પરિત્યાગ કરવાનું ફરમાવ્યા બાદ એમાં રૂઢતા લાવવા માટે સમ્યગ્દષ્ટિ આત્માએ પ્રતિસમય વિશુદ્ધ બનતી પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ એમ ફરમાવે છે. એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં પૂ. આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ફરમાવ્યું છે તેનો વિચાર કરતાં આપણે જોઈ ગયા કે - "તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલા આત્માને સંસારમાં આનંદ ન હોય.” પછી
૧. તલના : સત યાસ્મિત્રો ઘચ: સદનસંયુતઃ |
तत्त्वश्रद्धानपूतात्मा रमते न भवोदधौ ।।८।।
Page #464
--------------------------------------------------------------------------
________________
118
૪૪૩
– – ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70 - એ આત્મા પ્રશાંત બને, એને સંવેગ થાય, એ અંતર્મુખ બને અને વિચારે કે
સંસાર ભયંકર છે, પ્રાણી માત્રને માટે ક્લેશકર છે, કેમકે એમાં જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોકાદિ ઉપદ્રવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. એ ઉપદ્રવોનો સર્વથા અભાવ મોક્ષમાં છે. માટે મોક્ષ સુખનું કારણ છે.
હિંસાદિ સંસારના હેતુ છે અને અહિંસાદિ મુક્તિના હેતુ છે.”
“આ જાણ્યા પછી એ આત્મા સંસારને નિર્ગુણ માને અને મોક્ષને ગુણરૂપ માને. એની તમામ પ્રેમમય ચેષ્ટા મુક્તિ માટે જ હોય અને એ આગમને અનુસરીને જ હોય.”
હવે એ મહાત્મા કહે છે કે-“સમ્યગ્દષ્ટિ આત્માને મોક્ષ પ્રત્યે અત્યંત રાગ હોવાથી, તે જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર આત્મા માટે દુષ્કર છે.”
ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલો માર્ગ ક્ષુદ્ર આત્માઓ ન સેવી શકે. જેને સંસારનો રાગ છે તે શ્રી જિનેશ્વરદેવે કહેલાં અનુષ્ઠાનો સેવી શકતા નથી, કેમ કે એ પામરો માટે શ્રી જિનેશ્વરદેવનો માર્ગ ઘણો દુષ્કર છે. જેને સંસાર રૂચે તેને આ માર્ગ કેમ રૂચે ? એને જોઈએ ભોગ અને આ માર્ગ બતાવે ત્યાગ. આ શાસનની નાનામાં નાની પણ ક્રિયામાં ત્યાગ છે. ક્રમે ક્રમે દુનિયાની બધી વસ્તુઓની આસક્તિ જીવનમાં ઘટે એવું આ શાસનનું ધ્યેય, એનો નિર્દેશ તથા ફરમાન છે. જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય તે આ વસ્તુ માને. જેનામાંથી
૧. તુલના :- ઈવા જિન્તવેચે, પ્રશાન્તનાત્તર ત્મિના !
भावगर्भ यथाभावं परं संवेभमाश्रितः ।।१०।। जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपद्रुतः । क्लेशाय केवलं पुंसामहो ! भीमो महोदधिः ।।११।। सुखाय तु परं मोक्षो, जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधवर्जितः सदा ।।१२।। हेतुर्भवस्य हिंसादिर्दुःखाद्यन्वदर्शनात् । મુઃ પુનરહિંસાવિવાથવિનિવૃત્તિતઃ શાહરૂા. बुद्धवैवं भवनैर्गुण्यं मुक्तेश्च गुणरूपताम् । तदर्थं चेष्टते नित्यं विशद्धात्मा यथागमम् ।।१४।। दुष्करं क्षुद्रसत्त्वानामनुष्टानं करोत्यसो । मुक्तौ दृढानुरागत्वात्कामीव वनितान्तरे ।।१५।।
-શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક-૯
Page #465
--------------------------------------------------------------------------
________________
. 1014
૪૪૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ – સમ્યગ્દર્શન જાય, આગમને અનુસરવાની માન્યતા ખસી જાય, એનું જીવન આ શાસનમાં ટકી શકતું નથી. એ નહિ ટકવાના અનેકાનેક હેતુઓ છે તે આપણે ક્રમસર જોઈએ.
એક વસ્તુ સમ્યગ્દષ્ટિને સાધવી સહેલી અને એ જ વસ્તુની સાધના મિથ્યાષ્ટિને દુષ્કર એનું કારણ ? કારણ એ કે-મિથ્યાદૃષ્ટિને સંસાર ગુણમય ભાસે છે અને મુક્તિ નિર્ગુણ ભાસે છે. મુક્તિ હશે કે કેમ ? એ વાતમાં પણ એને મૂંઝવણ થાય છે. સંસારની પ્રતિપક્ષી મુક્તિ પણ છે એવું જેને ભાસે તેને તો સંસારની એક પણ કાર્યવાહી રસરૂપ લાગતી નથી. પરંતુ, જેને સંસાર સગુણ ભાસે અને મુક્તિની શંકા હોય તેને મૂંઝવણ જ થાય. પરિણામે મનોવૃત્તિ એ થાય કે “જ્યાં બેઠા છીએ તેને અનુકૂળ વસ્તુ ભોગવવી કેમ નંહિ ?' એવી મોટા ભાગની દશા છે. આર્ય અને અનાર્યઃ
આર્ય અને અનાર્યમાં ભેદ શો ? અનાર્ય તો કહે કે જે સમયે જે મળે તે ખાવું, પીવું અને ભોગવવું-એમાં કાંઈ વાંધો નથી. જે સમયે જે સામગ્રી મળે તેનો ઉપયોગ કરવામાં એને કાંઈ બાધ જણાતો નથી. જ્યારે આર્ય તો કહે કેભૂખે મરવું પડે તો ભલે પણ અભક્ષ્ય ન ખાવું, તરસ્યા રહેવું પડે તો ભલે પણ અપેય ન પીવું અને સામગ્રી ગમે તેટલી સારી હોય પણ હાનિકર હોય તો એનો સ્વીકાર ન થાય. આર્ય અને અનાર્યમાં આ ભેદ છે. આર્ય અને જૈનમાં એથીયે ભેદ પડશે. જૈનમાં પણ સમ્યગ્દષ્ટિ અને શ્રાવકમાં પણ ભેદ પડશે અને આગળ જતાં શ્રાવક અને સાધુમાં પણ ભેદ પડશે. આ બધા ભેદ ખરા ને ? શ્રાવક મુસાફરીએ નીકળ્યો, માર્ગમાં થાક્યો અને વાહન મળે તો એમાં બેસી જાય તો પણ પતિત નહિ કહેવાય; પણ સાધુ બેસે તો ? સ્વોપકાર અને પરોપકાર :
પારકા ઉપર ઉપકાર કરવાના બહાને વાહનોમાં બેસનારા બેસે છે અને દેશવિદેશમાં ઘૂમે છે પણ જેમાં પોતાનો ઉપકાર નથી ત્યાં પારકાનો ઉપકાર ક્યાંથી ? પૂર્વે સમર્થ મહાત્માઓ થયા, જેમનામાં ઉપકાર કરવાના સામર્થ્યની ઓછપ ન હતી, જેમની એક એક દેશનામાં તે શક્તિ હતી કે હજારો આત્માને સંસારથી વિરાગી બનાવી દેતા, હજારો આત્માને પાપસ્થાનકોથી ખસેડી મુક્તિના માર્ગે ચડાવી દેતા, એવા એ મહાત્માઓ પણ સ્વોપકાર ભૂલીને પરોપકર કરવા નથી ગયા. જે પોતે પોતાનો ઉપકાર નથી કરી શકતો તે પારકાનો કઈ રીતે કરી શકે ? એમને કોઈ પૂછે કે “વાહનમાં કેમ બેઠા ?'
Page #466
--------------------------------------------------------------------------
________________
1915
- ૩૦ઃ સર્વત્ર ત્યાગની જ વાત - 70 - ૪૪૫ એટલે બચાવમાં કહેશે કે શિથિલતા'. તો પછી શ્રાવક પણ વાતવાતમાં શિથિલતા જ કહેશે. શ્રાવકને કહો કે “આ કેમ ખાય છે ? જૂઠું કેમ બોલે છે ? તો એ કહેશે કે-“મન થવાથી ખાઉં છું અને કમાણી દેખી માટે જૂઠું બોલું છું.” સાધુ કહેશે કે-“એમ કેમ થાય ?” તો શ્રાવક પણ કહેશે કે-“આપ કરો છો તેમ !” માટે સમજો કે સૌએ પોતાની મર્યાદા જાળવીને જ સઘળી પ્રવૃત્તિ કરવાની છે. | મુનિ, મુનિમાર્ગ ચૂકે, માર્ગ આઘો મૂકે અને પછી પારકાના ઉપકારની ભાવના જણાવે તેવાને આ શાસ્ત્રકારો દંભી અને પ્રપંચી કહે છે. એવા દંભીઓથી જૈન સમાજનો કદી ઉદ્ધાર થયો નથી, થતો નથી અને થવાનો પણ નથી. એવાથી પણ ઉપકાર થવાનું જેઓ કહી રહ્યા છે એમનું જ્ઞાન અવરાયું છે અને વસ્તુ સમજવાનો વિવેક રહ્યો નથી. જો માર્ગભ્રષ્ટોમાં ઉપકાર કરવાની શક્તિ હોત તો માર્ગની કિંમત, શી? માર્ગહીન આત્મા પણ સામા પર છાયા પાડી શકતા હોત તો માર્ગમાં મક્કમ રહેવાનું શ્રી જિનેશ્વરદેવોને કહેવાની જરૂર શી હતી ? માર્ગની રક્ષા વિના નથી સ્વનો ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતો. જેને પરોપકાર કરવાની ભાવના હોય તેણે પોતાનો ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે આત્મા પોતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે. (સભામાં હાજર રહેલા રેલવિહારી સાધુ આ વખતે ઊઠીને ચાલી ગયા હતા.)
સભા: “આ લબ્ધિ ન કહેવાય ?
ના, એ લબ્ધિ નથી. એ તો પાપપ્રવૃત્તિ છે. બાકી આ શાસ્ત્ર આખુંયે લબ્ધિસંપન્ન છે. પામરો એને પચાવી શકતા નથી. સમ્યગ્દષ્ટિ શું વિચારે ? - સમ્યગ્દષ્ટિ આત્માને મુક્તિની સાધના દુષ્કર નથી લાગતી પણ સહેલી લાગે છે. દુનિયાની સાધના અને મુશ્કેલ લાગે છે. હેયને મેળવવામાં અને જરૂર મુશ્કેલી લાગે છે. એને જેટલું સાધુપણું કે શ્રાવકપણું કઠિન ન લાગે તેટલી જગતના નાશવંત પદાર્થોની સાધના કઠિન લાગે. અંતરાયના ઉદયે, તીવ્ર દુષ્કર્મના યોગે સર્વવિરતિ કે દેશવિરતિ કદી એ ન પણ સાધી શકે પણ એને એમાં જેટલો આનંદ આવે તેટલો સંસારની પ્રવૃત્તિમાં ન જ આવે. સંસાર એને ભયંકર લાગે. મુક્તિની સાધના એનાથી ન થઈ શકે ત્યાં એને પોતાની પામરતા લાગે..
ઘણાથી ઉપવાસ નથી થતો એ બને. ઉપવાસ કર્યો હોય તો રાત્રે મૂંઝવણ થાય એ શક્ય છે કેમકે ઘણા કાળની ખાવાની કુટેવ છે પણ એ વખતે
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમ્યગ્દષ્ટિ એ મૂંઝવણનું કારણ ઉપવાસ ન માને. એ વિચારે કે-‘અરે ! હું કેવો કમનશીબ છું ? ખાવાની આ કેવી કુટેવ પડી છે ? ધન્ય છે તે તપસ્વીઓને, કે જેઓ અનેક ઉપવાસ મજેથી કરી શકે છે.’ એ એવું ન વિચારે કે–‘આ ઉપવાસ ન કર્યો હોત તો ઠીક થાત. શાંતિથી પ્રતિક્રમણ થાત. હવે ફરી આવું સાહસ ન કરવું.’સમ્યગ્દષ્ટિ તો આવા સમયે નિર્ણય કરે કે-‘અનંત શક્તિના ધણી એવા આત્માએ ગમે તે ભોગે ખાવાની લતમાંથી છૂટવું જ. જોઈએ. ઋષભદેવ ભગવાને તેર મહિનાથી વધુ ઉપવાસ કર્યા, મહાવીર પ્રભુએ છ મહિનાના ઉપવાસ કર્યા અને હું પામર એક દિવસ પણ નથી રહી શકતો ? ક્યારે આ ખાવાની ગુલામી છૂટે ?' કહ્યું છે કે
1016
उपादेयविशेषस्य न यत् सम्यक्प्रसाधनम् । दुनोति चोतोऽनुष्ठानं तद्भावप्रतिबन्धतः । । १६ ।। ततश्च दुष्करं तत्र सम्यगालोच्यते यदा । अतोऽन्यद् दुष्करं न्यायांद्धेयवस्तु प्रसाधकम् ।।१७।। શાસ્ત્રવાર્તા સમુચ્ચય સ્તબક ૯
અર્થ :-“મેળવવા યોગ્ય વસ્તુના અવ— કારણભૂત અનુષ્ઠાન તે વસ્તુ પ્રત્યેના રાગને કા૨ણે મનને ક્લેશ આપતું નથી.” “તેથી જો સભ્યપ્રકારે વિચારાય તો મુક્તિસાધક અનુષ્ઠાન દુષ્કર લાગતું નથી. પરંતુ મુક્તિમાં બાધક બને તેવી હેય, સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિમાં કારણભૂત અનુષ્ઠાન દુષ્કર લાગે છે.”
આનું નામ સમ્યગ્ આલોચના વિચારણા છે.
એટલે ‘ઉપવાસમાં ચિત્તની સ્થિરતા ટકતી નથી માટે વિચાર પલટાયો' એમ સમ્યગ્દષ્ટિ ઉપવાસ પર દોષ ન મૂકે પણ એ ખાવાની કુટેવ ૫૨ દોષ મૂકે. એ વિચારે કે-ઋષભદેવ ભગવાન ફાગણ વદ ૭થી બીજા વર્ષની વૈશાખ સુદ ૨ સુધી આહાર પાણી વિના રહ્યા, પણ મૂંઝાયા ? મહાવીર ભગવાન છ મહિના આહાર પાણી વિના રહ્યા પણ મૂંઝાયા ? જો ઉપવાસ એ મૂંઝવણનું કારણ હોય તો એ તારકો કેમ ન મૂંઝાયા ? માટે મૂંઝવણનું કારણ ઉપવાસ નથી પણ ખાવાની લત, લાલસા, કુટેવ છે. સમ્યગ્દષ્ટિ આ રીતે વિચારે. આનું નામ સમ્યક્ આલોચના છે.
સભા ‘લાલસા એ અજ્ઞાન નથી ?’
કુરગડુ મુનિને જ્ઞાન હતું પણ નવકારશી મહામુશ્કેલીએ કરતા. શ્રેણિક
Page #468
--------------------------------------------------------------------------
________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70
૪૪૭
મહારાજાને સંસારની અસારતાનું જ્ઞાન હતું પણ ત્યાગ કરી શકતા ન હતા. કૃષ્ણ મહારાજાને ખ્યાલ હતો પણ મોહના યોગે શક્તિ ન હતી. તમને અમને માનો કે ખ્યાલ નથી એમ કહીએ પણ એમના માટે એમ કહેવાશે ? શ્રેણિક તથા કૃષ્ણ મહારાજાને અજ્ઞાની કહેવાય ? જ્ઞાનીને પણ મૂંઝવણ થાય પણ એ વિચાર કયો કરે ? અહીં વિચારભેદની વાત છે. ઉપવાસ કરવાની હેરાનગતિ થઈ એમ માને તો સમ્યક્ત્વ જાય.
1017
એક ઉપવાસ કરવો હોય તેમાં અંત૨પારણે દાબીને ખાય, એટલે ઉપવાસના દિવસે ઝાડા થાય, પછી પારણે જે તે ખાય એટલે અજીર્ણ થાય અને પછી દોષનો ટોપલો ઉપવાસના માથે ઓઢાડે; આ યોગ્ય છે ? કહેવું પડે કે ત્યાં સમ્યગ્ આલોચનાનો અભાવ છે.
પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શરત મૂકે છે કેસમ્યગ્દષ્ટિને સંસાર ન ગમે. જે સમ્યગ્ આલોચના કરે તે વાસ્તવિક વિચાર કરી શકે એને શ્રી જિનેશ્વરદેવનું અનુષ્ઠાન દુષ્કર ન લાગે પણ સંસારની સાધના દુષ્કર લાગે. સમ્યગ્દષ્ટિ સંસારમાં રહ્યા છે અને રહે છે. એમ માનીને રહે પણ રહેવા માટે ન રહે. ઘણી વખત મોટો વેપારી છ મહિનામાં બધું સમેટવા ધારે પણ છ વર્ષેય સમેટી શકે નહિ. પથારો એવો થઈ ગયો છે કે એક સમેટે ત્યાં બીજી ચાર જગ્યાએ ગુંચાય. ઇચ્છા છતાં સ્થિતિ એવી કે પત્તો જ ન લાગે.
પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના આપણે જોઈ આવ્યા તે શ્લોકો બરાબર યાદ રાખવા જેવા છે.
એ પરથી તમને સમ્યગ્દર્શન તથા સમ્યગ્દષ્ટિની પીછાન થશે. આજે ઢોંગી સમ્યગ્દષ્ટિ ઘણા ફરે છે. એ કહે છે કે-ગમે તેમ ખાઈએ, ગમે તેમ પીએ, ગમે તેમ બોલીએ, ચાલીએ અને ગમે તેમ વર્તીએ એમાં સમ્યક્ત્વને બાધ ક્યાં આવે છે ?' સમ્યગ્દષ્ટિ આવું બોલે ? સમ્યક્ ચારિત્રની ભાવના વિના સમ્યગ્દર્શન હોતું નથી. સમ્યક્ ચારિત્ર લેવા જેવું ન લાગે એનામાં સમ્યગ્દર્શન શી રીતે હોય ?
સભા
‘ગુનેગારને બચાવનો હક્ક નહિ ?”
જરા પણ નહિ. આરોપીને ખરો. આરોપી તે કે જેના પરનો આરોપ વખતે ખોટો પણ હોય. ગુનો સાબિત થયા પછી બચાવ શાનો ? કુટુંબના પાલન માટે અનીતિ કે પાપ કર્યું - એમ કહેવાથી કર્મસત્તા છોડી દેશે ? લાલસા મટતી ન હતી અને તેથી દુર્ધ્યાન ન થાય માટે કંદમૂળ ખાધું એમ કહેવાથી કર્મ છોડશે ? જો એવા
Page #469
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
બચાવ કરવાથી મુક્તિ મળી જતી હોત તો બધા એમ જ કરત.
પાપનો બચાવ ન હોય. એનો ખુલ્લેખુલ્લા એકરાર કરવો એ જ બચાવ. લોક નિંદા કરે તો સહી લેવી અને પાપની સજા ભોગવવા તૈયાર રહેવું એ જ બચાવ. ગુનો કરનારે સજા માટે તૈયાર રહેવું જ જોઈએ. ગુનો ક૨વો અને પછી એને છુપાવવો, એ છુપાવવા સો જુઠ્ઠાં બોલવાં, અનેકને જુઠ્ઠાં બોલતા બનાવવા, એ બધું તો સોનાની થાળીમાં લોઢાની મેખ મારવા જેવું છે. સમ્યગ્દષ્ટિ એવું કદી ન કરે.
૪૪૮
1018
બધી વસ્તુના અનુભવ ન કરાય ઃ
સંસાર તો છોડી શકું પણ એક વખત અનુભવ કરવો છે.' આવું સમ્યગ્દષ્ટિ બોલે ? એવું કહે એ સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ ? કહે છે કે નાનાં બચ્ચાંને અનુભવ વિના સાધુ ન કરાય. એને સંસારનો અનુભવ શો ? હું કહું છું કે - ખાડામાં પાડવાનો અનુભવ કરાય ? નદીમાં પડવાથી ડૂબી જવાય એ અનુભવથી માન્યું કે સાંભળીને ? લપસણી જગ્યામાં પગ મુકાય ? રસ્તો ન હોય ને મૂકવો પડે તો જાળવીને મૂકે પણ એમ ને-એમ આખો પગ ન મૂકે. આ તો કહે છે કે ‘લપસી જવાય એની ખાતરી શી ? માટે પગ મૂકી તપાસી જોઉં.’ સમ્યગ્દષ્ટિ પોતાને સંસારમાં ફસાયેલો માને.
જ્ઞાન શા માટે ?
શરૂઆતના શ્લોક તમને ગમ્યા ? મને તો એ બહુ ગમે છે. મને ગમે તે તમને ગમે તો આપણે મેળ મળે. મને ગમે તે તમારી યોગ્યતા હોય તો તમને પણ ગમે એ ગેરંટી ખરી પણ તમને ગમે તે મને ગમે એ ગેરંટી નથી. ‘પોતાનું અમને ગમાડે છે, અમારું પોતે કેમ નથી ગમાડતા ?’ એવું ન કહેતા. આ વિચારણામાં જેમ જેમ ઊંડા ઊતરાય તેમ તેમ વસ્તુ સ્પષ્ટ થતી જાય. જે વસ્તુ જે સ્વરૂપે છે તેને તે સ્વરૂપે તે પ્રમાણમાં ઓળખવી જોઈએ. ખાલી આડંબર કરવાથી ન ચાલે. એવા આડંબર કરનારને કદી જ્ઞાની ન કહેવાય.
સેંકડો પુસ્તક ભણ્યો હોય, કમ્મપયડીની ઝીણી ગૂંચો કાઢી શકતો હોય, કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓની વાતો કરતો હોય પણ સંસા૨ એને ખારો ન લાગતાં સારો લાગતો હોય તો એ સમજ્યો શું ? એને તો મજૂર કહેવાય પણ જ્ઞાની ન કહેવાય. સમ્યગ્દર્શન કેમ થાય ? એ માટેનાં યથાપ્રવૃત્તિકરણ આદિ સઘળાં કરણો જાણે એને સંસાર સારો લાગે ? આજે તો એ જ્ઞાન પણ પૈસા માટે ભણનારા છે. ‘ભણીશું તો પાઠશાળામાં પચીસ-પચાસનો મહિનો મળશે અને માસ્તર બનાશે’ - આવું વિચારનારને શાસ્ત્ર મહામૂર્ખ કહે છે. શ્રી જિનેશ્વર
Page #470
--------------------------------------------------------------------------
________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70
૪૪૯
દેવના શાસનનું જ્ઞાન પેટ માટે હોય ? જે પેટ માટે ભણવા આવે એને એ કુબુદ્ધિ છોડવાનું કહેવું પડે. આજે વિદ્યા માત્ર પેટ માટે ભણાય છે તેથી એ પરિણામ પામતી નથી. નહિ તો ભણે તેમ અક્કલ વધે કે ઘટે ? અક્કલ વધે તેમ વિવેક વધે કે ઘટે ? વિવેક આવે તે સાચાને વળગે કે ખોટાને ? આજે તો ભણતર વધે તેમ આડંબર વધે છે, વાતવાતમાં ‘હું’ પદ દેખાય; કેમકે જે ઇરાદે ભણવું જોઈએ તે ઇરાદે ભણાતું નથી.
1019
પંડિત થવા માટે, વિદ્વાન કહેવડાવવા માટે, નામના માટે કે પેટ ભરવા માટે ભણવાની મના છે પણ ભણવાનું તો આત્મકલ્યાણ માટે છે. ભણવાનું તો આત્માની અનંત શક્તિ ખીલવવા માટે છે.
પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિ મહારાજા રત્નાકર પચીસીમાં કહે છે કે :'वादाय विद्याऽध्ययनं च भेऽभूत् ।
‘મારું વિદ્યાનું અધ્યયન વાદ માટે થયું.’
સમજવા કે ગુણ ખીલવવા તર્ક થાય પણ વિદ્વત્તા બતાવવા તર્ક કરે છે તે ભીંત ભૂલે છે.
આ
શ્લોકોનો નિષ્કર્ષ સમ્યગ્દર્શન છે, પૂ. આ. ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાતસો શ્લોક પ્રમાણ ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય' નામે ગ્રંથ લખ્યો. તેમાં ઇતર દર્શનની વાર્તા પણ લખી. એનાં પક્ષ પણ માંડ્યા અને પછી એમાંનું ખોટાપણું પણ બતાવ્યું. વચ્ચે રહસ્યભૂત જૈનદર્શનની વાતો મૂકી. આ વાતો હ્રદયમાં ઉતારવા જેવી છે. એ વાતો હ્રદયમાં ઊતર્યા વિના કેવળ પ્રકૃતિની વાતો કર્યે શું વળે ? કર્મપ્રકૃતિઓનો ક્ષય, ઉપશમ, ક્ષયોપશમ શી રીતે થાય ? પ્રકૃતિ પછી પરિણામ કેવાં ? પરિણામ પછી વૃત્તિ કેવી ? આ બધું ન જાણે તો ?
માટે શ્રુતકેવલી ભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું કે
'जहा खरो चंदणभारवाही, भारस्सभागी ण हु चंदणस्स + एवं खु नाणी चरणेण हीणो, नाणस्स भागी न सुग्गईए । '
“જેમ ચંદનનો ભાર વહન કરનાર ખર (ગધેડો) ભારનો ભાગી છે પણ ચંદનનો ભાગી નથી. તેમ ચારિત્રહીન આત્મા માત્ર જ્ઞાનનો ભાગી બને છે પણ સદ્ગતિનો ભાગી બનતો નથી.”
ગધેડા પર ચંદનનો બોજો ગધેડા માટે તો માત્ર ભારભૂત છે. ચંદન જંગલમાંથી કાપે કઠીઆરા, એને ઉપાડી લાવે ગધેડા અને એની ઠંડક ભોગવે
Page #471
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1020
પુણ્યવાન. પુણ્યશાળીના અંગે જ ચંદનના વિલેપન હોય. ગધેડો કાંઈ એની ઠંડક કે સુગંધનો ભોગી નથી, એ તો માત્ર બોજાનો ભાગીદાર છે. એ રીતે ચારિત્રહીન (ચારિત્રની ઇચ્છા વિનાનો) જ્ઞાની પણ સદ્ગતિ પામી શકતો નથી. શ્રુતકેવલી ભગવાને પણ ગધેડાની ઉપમા આપી ને ? હું કાંઈ મારા ઘરની જ વાત કરું છું એવું તો નથી ને ? આ તો કહે છે કે-‘અમને જ્ઞાની માનો.' આ સૂત્રકાર આડંબર માત્રથી જ્ઞાની માનવાની ના પાડે છે..
૪૫૦
સમ્યગ્દષ્ટિ સમ્યક્ રીતે વિચારે માટે જ્ઞાનીનું એક પણ અનુષ્ઠાન એને દુષ્કર ન લાગે. એને તો સંસારની પ્રવૃત્તિઓ દુષ્કર લાગે.
સવારમાં ઊઠીને આત્માને રોજ પૂછો કે-‘સંસારમાં રહેવું ગમે છે ? ‘જો જવાબ સંયમ પક્ષ તરફ ઢળે તો આત્મા કાંઈક પામ્યો છે એમ માનો અને સંસાર તરફ ઢળે તો એ કમનશીબ આત્મા પામ્યો નથી એમ માનો. આમાં કાંઈ કઠિનતા છે ?
દેવ, ગુરુ, ધર્મ માને તેને સંસાર ગમે ?
આ ઓઘો લેવા જેવો ન માને એને પણ જે-સમ્યક્ત્વ આપી શકતા હોય તેને આ શાસન પારકા કહે છે. આ શાસ્ત્રકાર કહે છે કે એવા લોકો શ્રી જૈનશાસનના નથી. ચારિત્ર પ્રત્યે પ્રેમ વિના શ્રદ્ધા શી રીતે બને ? તમે કદી આગમની ઝીણી વાતો કે બધી વાતો ન જાણો પણ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ ઉપર શ્રદ્ધા હોય તો સમકિત એ તો જાણો ને ?
શુદ્ધ દેવ કોણ ? વીતરાગ. શુદ્ધ ગુરુ કોણ ? નિગ્રંથ-જે પંચ મહાવ્રત પાળે તે. શુદ્ધ ધર્મ કયો ? કેવલીભાષિત હોય તે. આ સિવાય બધું ખોટું, એ તો તમને ખબર છે ને ?
આપણા ગુરુ શું કહે ? પાપથી છૂટવાનું કહે કે નહિ ? હિંસાદિ એ પાપ ખરાં કે નહિ ? એ પાપ વિના ગૃહસ્થાવાસ હોય ? ઘરમાં રહો અને પાપ ન થાય એ બને ? જો પાપ વિના ગૃહસ્થાવાસ ન હોય તો એને છોડવાનું સાધુ કહે કે નહિ ? એ કહે તે તમને ગમે કે નહિ ? એ ન ગમે તો સમ્યક્ત્વ રહે ? આ બધી વાતો જે છે તે છે. હું તમને બીજું કાંઈ કહું છું ? જરા ભાર મૂકીને કહું છું એ વાત ખરી. આજ સુધી એ વાતો સામાન્ય રૂપે કહીને આગળ વધાતું હતું. આજે જણાય છે કે એની મજબૂતી કરવી બહુ જરૂરી છે. દેવ, ગુરુ અને ધર્મ ઉપર, એની આજ્ઞા ઉપર સાચો પ્રેમ પ્રગટ્યા વિના સમ્યક્ત્વ ટકે નહિ.
આ તો કહે છે કે-દેવ વીતરાગ પણ વીતરાગતા ન જોઈએ, ગુરુ નિગ્રંથ
Page #472
--------------------------------------------------------------------------
________________
૪૫૧
પણ નિગ્રંથતા ન જોઈએ, ધર્મ સર્વજ્ઞનો પણ એની આજ્ઞાનો વિચાર ન જોઈએ. આ ચાલે ? આવું હોય ત્યાં સમ્યક્ત્વ હોય ?
જેને જેને વીતરાગ દેવ જોઈએ તેને તેને વીતરાગતાની ઇચ્છા જોઈએ જ, નિગ્રંથ જોઈએ તેણે નિગ્રંથતાની ભાવના કેળવવી જ પડે. એ બેની આજ્ઞામાં ધર્મ માન્યા પછી આજ્ઞાપાલનની ભાવના રાખવી જ જોઈએ. હવે કહો ! વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલીભાષિત ધર્મ માને તેને સંસાર ગમે ? એની એ જ વાત આવીને ?
1021
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70 ૩૦
.
જ્યાં જુઓ ત્યાં બધે જ ત્યાગની વાત :
પલંગમાં ગમે તે રીતે સૂઓ, આડા સૂઓ કે ઊભા સૂઓ, માથું આ તરફ રાખો કે તે તરફ રાખો પણ શરીરનો મધ્ય ભાગ તો મધ્યમાં જ આવવાનો.
આ શાસ્ત્રની પણ ગમે તે વાત વિચારો, જીવતત્ત્વ કે અજીવ તત્ત્વ વિચારો, પુણ્ય કે પાપની વિચારણા કરો, આશ્રવ-સંવર વિચારો કે બંધ-નિર્જરા વિચારો, યાવત્ મુક્તિ વિચારો પણ વાત ત્યાગની જ આવવાની.
આચારાંગ વાંચો, ઠાણાંગ વાંચો કે ભગવતીજી વાંચો પણ આવે તો એ જ
ને ?
કર્મગ્રંથ વાંચો કે જીવવિચાર વાંચો પણ આ સિવાય કંઈ આવે ખરું ? ઋષભદેવસ્વામી ચરિત્ર વાંચો કે શાલિભદ્રજીની કથા વાંચો પણ ત્યાંયે આવે તો ત્યાગ જ .
તમે માગો તે એમાં આવે ?
અર્થ-કામની વાત એમાં આવે ?
શ્રી વીતરાગદેવની વાણીમાંથી કે સાધુની દેશનામાંથી આ સિવાય બીજું નીકળે શું ? ' -
સભા : ‘બીજું કાઢવું હોય તે કઢાય ખરું ને ?’
કઢાય જ નહિ. પણ ઘી આપીએ તો ઘી લઈને પણ પાણીએ ધોઈને ઝેર બનાવનારા છે ને ? તેને શું કરીએ ? ઘી તો પોષક છે પણ મૂર્ખા દુરુપયોગ કરે તેનો ઉપાય શો ?
‘સાધુથી આમ ન થાય’-એટલી સામાન્ય વાત કરી તે પણ કેમ ખટકી ? સારી વાત પણ ઊંધી પરિણમે ત્યાં ઉપાય શો ? આ વાત બરાબર સમજો. આજે ઊઠાં ભણાવનારાનો પાર નથી. એ કહે છે કે-‘વાત ચૌદમા ગુણઠાણાની કરે
Page #473
--------------------------------------------------------------------------
________________
102
૪૫૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ અને છઠ્ઠા ગુણઠાણાનું તો ઠેકાણું નથી. એમને પૂછો કે ચૌદમ ગુણઠાણાનો કાળ કેટલો ? ચૌદમા ગુણઠાણાની વાત પણ સમજાવે તો છઠ્ઠાવાળો જ ને ? સિદ્ધિપદને સમજાવે કોણ ? એ પરમાત્માઓ ત્યાંથી સમજાવવા આવવાના છે ? છઠ્ઠા ગુણઠાણાવાળો જ સમજાવે. સાતમા પછી તો બોલવાનું નથી. ફક્ત તેરમે ગુણઠાણે કેવળજ્ઞાની બોલે. તે તો જે કાળમાં હોય ત્યારે. બાકી મોટા ભાગે બોલનારા તો છઠ્ઠા ગુણઠાણે છે ને ? છઠ્ઠાવાળો ચૌદમાની ક્રિયા ન કરી શકે પણ ચૌદમું પામવાની ઇચ્છા તો છે ને ? ઇચ્છા હોય તે નિરૂપમ કરી શકે. છઠે, પાંચમે, ચોથે બધે એવું. જેવી ભાવના, જેવા વિચાર તેવું પ્રકાશન. શ્રી વીતરાગના સેવકને વૈરાગ્ય કે વીતરાગતા સાથે કદી વૈર ન હોય. પાછળ કોઈ રુવે એનું પાપ કોને ?
ભગવાન મુક્તિમાં ગયા ત્યારે ઇંદ્રો બધા રોયા હતા, એનું પાપ ભગવાનને લાગે ? આજે કહે છે કે-દીક્ષા લેનારના કુટુંબીઓ રૂએ તો એનું પાપ દીક્ષા લેનારને લાગે માટે કુટુંબીઓની સંમતિ સિવાય દક્ષા ન અપાય. આ વાત વાજબી છે ? તો પછી ભગવાનથી બધા ભક્તોની સન્મતિ સિવાય મુક્તિમાં જવાય ? માબાપ અને તાજી પરણેલી સ્ત્રીને પણ રડતી મૂકીને પરદેશ જનારા જાય છે. ત્યાં સૌ રડનારાને આશ્વાસન આપવા આવે છે પણ જનારાને રોકતા નથી. જાય એની સામે કોઈ ફરિયાદ પણ કરતું નથી. દીકરો સ્ટીમરમાં બેસે ત્યારે માબાપની આંખમાં પાણી આવે કે નહિ ? છતાં દીકરો જાય છે ને ? કહેતો નથી કે આંખમાં પાણી આવે ત્યાં સુધી ન જ જાઉં-માબાપ પણ કહે છે કે જાણીએ છીએ કે અપમંગલ ન જ કરાય પણ પાણી તો આવે જ. શું કરીએ ? જવું છે તો એ પાણી સામે જોયા વિના એણે જવું જ જોઈએ. - તમારો કાયદો લાગુ કરીએ તો એક દીક્ષા લે તેની પાછળ તો રોનારા થોડા પણ શ્રી જિનેશ્વરદેવ મુક્તિમાં જાય ત્યારે એમના વિરહથી રોનારા ઘણા. એમના પર પ્રેમ ઘણાંને, ઘણા અત્માઓ એમના આધારે જીવે છે. એ બધાની રજા વિના મુક્તિમાં ન જવાય એવો ઠરાવ કરો તો ચાલે?
મરવા માટે કે માંદા પડવા માટે સંમતિ નહિ પણ દીક્ષા માટે તો સંમતિ જોઈએ જ, આ કેવો ન્યાય ? ઘરનો પાલક પથારીમાં પડે તો બધાને ત્રાસ થાય. એવો પડે કે ફરીને ઉઠાડ્યો ઊઠે નહિ તો વળી વધારે ત્રાસ થાય. ત્યાં સંમતિ વિના કેમ પડ્યો, એમ કહો તો ? ત્યાં તો “કર્મનો ઉદય' કહીને મન વાળો ને ?
જ્યારે અહીં તો બધું જ પૂછવાનું. સંઘના ઘરડા ઘરડા માણસો, જેમને કશું લાગતુંવળગતું ન હોય, એવા પણ પૂછે કે “ઊભો રહે, ક્યાં ચાલ્યો ? એમ ન
Page #474
--------------------------------------------------------------------------
________________
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70
૪૫૩
જવાય.’ માંદગી, મરણ, મુસાફરી એ બધું રાજીપા વિના થાય અને દીક્ષામાં એવો તે શો ગુનો છે કે એ રાજીપા વિના લેવાય જ નહિ ? જેનો મોહ છૂટ્યો એ જાય ત્યારે મોહાંધો તો રડે પણ તેથી મોહથી છૂટનારે શું પાછી મોહની ખરીદી કરવી ? સગો દીકરો દીક્ષા લે ત્યારે કદી મોહની થપ્પડ વાગે પણ સમ્યગ્દષ્ટિ બાપ ‘અમને રોવરાવીને ન જવાય એમ કહેવાની મૂર્ખાઈ તો ન જ કરે. ‘અમને મોહ નડે છે પણ માર્ગ તો એ જ સાચો છે' એમ જ કહે. પૂર્વનાં દૃષ્ટાંતો જોશો તો બધાએ એ જ કહ્યું છે.
1023
અમને વૈરાગ્ય નહિ અને તને કેમ ?
જંબુસ્વામીનાં માતા-પિતાને એ એકનો એક દીકરો હતો અને મિલકતમાં નવાણું ક્રોડ સોનૈયા નગદ તિજોરીમાં પડ્યા હતા. તમારી પાસે લાખ બે લાખ હોય તોયે એ કાગળિયામાં, નગદ તો શોધવા પડે. એવા જંબુસ્વામીએ વૈરાગ્ય થવાનું જણાવ્યું ત્યારે માતાપિતાએ એ જ કહ્યું કે-‘પુણ્યવાન તું કે તને વૈરાગ્ય થયો, અમને હજીયે ન થયો.' આજે તો સવાલ ઉઠાવે કે-‘માબાપને વૈરાગ્ય ન થાય ને દીકરાને થાય ?' એમને પૂછો કે-મહાવીર ભગવાનનાં માતા-પિતા મુક્તિમાં ન ગયા અને ભગવાન પોતે કેમ ગયા ? માતાપિતા તીર્થંકર કેમ ? ઇંદ્રભૂતિજીનાં માતાપિતા ઘોરં મિથ્યાદ્દષ્ટિ અને એ પોતે શાસનના ગણધર કેમ ?
આ તો કહે છે કે ‘અમે ઘણા મુનિઓનાં પાસાં સેવ્યાં તોયે અમને વૈરાગ્ય ન થયો અને આ છોકરાંને ઘડીકમાં ક્યાંથી થઈ ગયો ?' એને કહેવું પડે કે તું કમનશીબ કે વર્ષોથી મુનિઓનાં પાસાં સેવવા છતાં વૈરાગ્ય ન આવ્યો. અને આ બાળક પુણ્યશાળી કે એને દર્શન માત્રથી વૈરાગ્ય આવ્યો. દર્શન માત્રથી વૈરાગ્ય આવે કે નહિ ? ઇલાયચીકુમારનું દૃષ્ટાંત વિચારો.
ઇલાયચીકુમાર નટડીના મોહમાં પડી કુળમર્યાદા, આબરૂ, પ્રતિષ્ઠા મૂકી નટ બન્યો છે અને વાંસ ઉપર ચડી નૃત્ય કરે છે. આ વાત બહુ પ્રસિદ્ધ છે. સામે કોઈ શેઠિયાની હવેલીના આંગણામાં એક સ્ત્રી મુનિને વહોરાવી રહી છે ત્યાં એની નજર પડી. સ્ત્રી પદ્મિની છે. એના અંગમાંથી કમળની સુવાસ પ્રસરે છે. એના હાથમાં કેસરીઆ મોદકનો થાળ છે. મુનિને ભક્તિથી ‘લ્યો, લ્યો’ કરે છે. મુનિ લેતા નથી અને સામે જોતા પણ નથી. એ દૃશ્ય જોઈને ઇલાયચીકુમા૨ની વિચારધારાં પલટાઈ અને શુભ ધ્યાનમાં કેવળજ્ઞાન થયું. મુનિની પાસે તો શ્રાવિકા હતી. વળી તે મુનિની ભક્તિ કરતી હતી છતાં એને કેવળજ્ઞાન ન થયું અને ઇલાયચીકુમારને થયું. કારણ ? મુનિને જોઈને ભાવના ઇલાયચીકુમા૨ને
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 1024 થઈ તે એ બાઈને ન થઈ. બાઈ ફરિયાદ કરે કે-“તને નટને કેમ મુનિ ફળ્યા ? અને મને કેમ નહિ ?” તો એ ચાલે ? - ઇલાયચીકુમારની આખી સ્થિતિ ફરી ગઈ. એણે જોયું કે-પદ્મિની સામે છે, મોદકનો ભરેલો થાળ હાથમાં છે, ભક્તિપૂર્વક લ્યો-લ્યો કરે છે, તોયે મુનિ આંખનું પોપચું પણ ઊંચું કરતા નથી. ધન્ય એ મહર્ષિને ! મુનિ પણ ચડતી જુવાનીએ છે, બાઈ પણ નવયૌવના અને પદ્મિની છે, એકાંત છે છતાં આ અડગતા કેવી ? ધન્ય છે એ મહાત્માને ! અને ધિક્કાર છે મને ! મેં આ એક નટડી પાછળ મોહાંધ બની ભાન ગુમાવ્યું. હું કોણ ? મારું સ્વરૂપ શું ? બસ ! આ ભાવનામાં એ ચડ્યા. ચડ્યા તે એવા ચડ્યા કે ભાવથી મુનિપૂણું પામ્યા, અપ્રમત્તાવસ્થા પામ્યા, ક્ષપકશ્રેણિએ ચડ્યા અને કેવળજ્ઞાન પામ્યા. દેવતાએ મુનિવશ આપ્યો, એ જ સ્થળે સિંહાસનની રચના કરી, મુનિએ ત્યાં દેશના આપી, એ દેશનાના પ્રતાપે નટડી, રાજા અને રાણીઓને પણ કેવળજ્ઞાન થયું.
એ બધા કેવા હતા ? ઇલાયચીકુમાર નટડી પાછળ પાગલ બની નટ બન્યો હતો.
રાજા નટડીમાં લુબ્ધ બની ઇનામ આપતો નથી અને ફરી ફરી ઇલાયચીકુમારને નચાવતો હતો.
રાણીઓ રાજાની મનોવૃત્તિને પામી જવાથી ગુસ્સામાં હતી, નટડી. તો હીનકુળ અને હીન જાતિની હતી.
આ બધા રાગ-દ્વેષના રંગે રંગાયેલા અને મોહમાં મૂંઝાયેલા હતા પણ સંયોગ પલટાયા કે બધાની દશા બદલાઈ.
ઇલાયચીકુમારને કેવળજ્ઞાન થયા પછી નટડીને વિચાર જાગ્યો કે “ધિક્કાર છે આ રૂપને ! કે જેની પાછળ શેઠનો દીકરો પાગલ બન્યો, રાજા પણ એ રૂપમાં લુબ્ધ બનીને જ ગાંડો થયો છે. ધિક્કાર છે એ મારા રૂપને !” એમ ભાવનામાં ચડતાં નટડીને પણ કેવળજ્ઞાન થયું એ જાણીને પોતાના પાપનો પશ્ચાત્તાપ થતાં અને ભાવનામાં ચડતાં રાજાને પણ કેવળજ્ઞાન થયું. રાણીઓને પણ સંસારની અસારતાનું ભાન થતા શુભ ચિંતવનમાં ચડતાં ક્ષપકશ્રેણિના યોગે કેવળજ્ઞાન થયું.
સભા: ‘આમાં પૂર્વની આરાધના કારણરૂપ હોય ?' હોય અને ન પણ હોય. મરૂદેવા માતાને ક્યાં હતી ? " સભાઃ “મોટે ભાગે તો હોય ને ?
Page #476
--------------------------------------------------------------------------
________________
15
૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત - 70.
૪૫૫
હા, મોટે ભાગે હોય.
આજે તો ઘરડાઓ કહે છે કે “અમને ધોળા આવી ગયા, ઘણી દિવાળી જોઈ, ઘણી નવાજૂની જોઈ, મોતનાં તેડાં આવ્યાં તોયે અમને વૈરાગ્ય ન થયો અને આ ઊગીને ઊભો થાય છે એનામાં વૈરાગ્ય ક્યાંથી આવી ગયો ?' પોતાને વૈરાગ્ય નથી આવતો એ માટે શરમાવું ઘટે કે આ પ્રમાણે ડહાપણ ડહોળે ? આથી તો પેલો કાચો-પોચો હોય તો એની શી દશા થાય ?
સંયમના પરિણામવાળાને જોઈને સંઘ તો ઊભો થાય, હાથ જોડે અને કહે કે “તમે પુણ્યવાન કે પામી ગયા, અમે કમનશીબ તે રહી ગયા.” આ સાંભળી પેલા સંયમના પરિણામેવાળો ઢીલો હોય તોયે દૃઢ થઈ જાય. એને એમ થાય કે હજી તો માત્ર સંયમના વિચારથી આ સ્થિતિ તો સંયમના પાલનથી કેટલો લાભ ?” પરંતુ આવી રીતે વિચારનારા અને વર્તનારા આજે સંઘમાં કેટલા ?
શાલિભદ્રના અને ધનાજીના વૈરાગ્યને સાંભળી શ્રેણિક મહારાજાએ શું
કહ્યું?
- “ભગવાન મહાવીરનો ખરો ભક્ત તો હું છું, એમનાં સામૈયાં તો હું કરું છું, ઠાઠમાઠથી સામે લેવા હું જાઉં છું, ભગવાન ક્યાં વિચરે છે એના પહેલા સમાચાર રોજ હું મેળવું છું, એ સમાચાર આપનારનું દારિદ્રય તો હું ફેડું છું, સમાચાર સાંભળતાની સાથે સિંહાસનથી ઊતરી સામે જઈ વંદન હું કરું છું, છતાં મને વૈરાગ્ય નહિ અને આમને વૈરાગ્ય ક્યાંથી થઈ ગયો ? –આવું એમણે નથી પૂછ્યું. - એ શ્રેણિક મહારાજાએ તો સમાચાર સાંભળતાંની સાથે જ એમની માતાઓને જઈને કહ્યું છે કે-“એ જેવો તમારો દીકરો છે એવો મારી પ્રજાનો એક ઉત્તમ આત્મા છે. એનો મહોત્સવ તો હું જ કરીશ.” પોતે જ મહોત્સવ કર્યો, દીક્ષા લેનારને પોતાના ઘેર બોલાવ્યા, પોતે સ્નાન કરાવ્યું, પોતે વસ્ત્રાલંકાર પહેરાવ્યા, પોતે પાલખીમાં બેસાડ્યા, પોતે વરઘોડો કાઢી ચોપદાર બની સાથે ચાલ્યા અને પોતે મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. તે વખતે પોતે કહ્યું કે-“ધન્ય છે તને ! કે મેરૂનો પહાડ ઉપાડવા તૈયાર થયો છે. અમે તો ખરેખર કમનશીબ છીએ.' ત્યાં ચારિત્રની મહત્તાનું વર્ણન કર્યું પણ તે એવી ઢબે કે જે સાંભળીને ચારિત્ર પર પ્રેમ થઈ જાય અને જે પ્રેમ હોય તે વધી જાય. આજે સંઘની સંમતિની બૂમો પાડનારામાં આ ગુણોનો અંશ પણ છે ? સંઘ કોના પક્ષે હોય ?
મા-બાપ કહે તેમ કરવું એ સાચી વાત પણ મા-બાપ ઝેર પાય તો ? બાપ
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫૬ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-- 1025 બીજી પત્ની લાવે પછી સગો દીકરો પણ શકિત થાય. કેમકે એ જુએ છે કે હવે બાપાજી બદલાયા. નવી માના થયા. એમ સંઘ પણ વિરતિનો પૂજારી મટી અગિરિતનો પૂજારી અને પછી ત્યાં સંઘત્વ રહે ? વિરતિની સહાયમાં રહેવાને બદલે અવિરતિનો પક્ષ કરે એ કેવા કહેવાય ? એ બીજીને પરણ્યા કહેવાય ને ?
સંઘ થવું હોય તો વિરતિના પ્રેમી બનવું જોઈએ. અવિરતિના બચાવમાં ન ઊભા રહેવાય. આ તો કહે છે કે “જુવાનીઆ શું કહે છે તે સાંભળો!” ઉન્મત્ત બનેલા જુવાનીઆઓનો એ બચાવ કરે છે. કહે છે કે-જુવાનીઆઓનો વેગ . પારખો, નહિ તો અથડાઈ પડશો.” અમે કહીએ છીએ કે “અથડાય છે કે જે એની હડફેટમાં આવે. સાંઢીઆ દોડે તો એની પાછળ કોણ દોડે ? ઉત્તમ જાનવર તો બાજુ પર રહે. એ એની પાછળ ન દોડે. જુવાનીઆઓનો વેગ પારખવામાં વાંધો નથી પણ એ માનવીની મર્યાદામાં રહેતો ને ? મનુષ્યપણું ગુમાવે તો ?
સંઘ વિરતિનો પક્ષકાર કે અવિરતિનો ? અવિરતિની વાતમાં પણ સંઘ ઊભો ન રહે. કોઈ દીક્ષા લેવા આવે તો સંઘ સંહાયક થઈ તેને દીક્ષા અપાવે. પાછળથી કોઈ આવીને કહે કે-સાધુ પાસેથી પાછો અપાવો તો સંઘ કહે કે અમારો એ કાયદો નથી કે પાછો અપાવી શકીએ.' પેલા કહે કે “કોર્ટમાં સાથે ચાલો” તો સંઘ કહે કે-“એ અમારું કામ નથી.'
દીક્ષા લેનારના કુટુંબીઓ રોતા આવે તો સંઘ શું કરે ? સંઘ એમને પગે લાગે, સન્માન કરે અને વિયનથી કહે કે-“તમે મહાપુણ્યવાન કે તમારા ઘમાંથી હીરો નીકળ્યો. અમે કમનશીબ કે અમારા ઘરમાંથી કોઈ નીકળતું નથી.” સંઘ બનીને સંઘની રીતે વાત કરનારાને તો સમજાવીને કે કાનપટ્ટી પકડીને પણ બેસાડી શકાય તેમ છે. સંઘને માનવાનો ઇન્કાર નથી પણ સંઘત્વ જોઈએ. સંઘ હોય ત્યાં દીક્ષા છૂપી ન આપવી પડે ? , સોમચંદ્ર (હેમચંદ્ર)ને લેવા એમના બાપ મંત્રી ઉદયનને ઘેર આવ્યા. ત્યારે મંત્રીશ્વરે એમની ભક્તિ કરવામાં ઓછપ નથી રાખી. પછી પણ શું શું કર્યું તે તમે જાણો છો. એ સંઘ કહેવાય. સંયમ લેવા જાય તેની આડે સંઘ ન આવે. એ તો સહાય જ કરે. અને જ્યાં એવો સહાયક સંઘ હોય ત્યાં કોણ એવા મૂર્ખ હોય કે રજા વિના દીક્ષા આપે અને લે ? હજારો રૂપિયા બજાર વચ્ચેથી લાવવામાં ભય હોય ? શાહુકારોના લત્તામાંથી ગમે તેટલા રૂપિયા લાવવામાં બીક શી ? પણ ચોરના લત્તામાંથી કે અટવીમાંથી લાવવા હોય તો છુપાવીને જ લાવવા પડે અને મૂઠી વાળીને ભાગવું જ પડે.
Page #478
--------------------------------------------------------------------------
________________
• ૩૦ : સર્વત્ર ત્યાગની જ વાત – 70
૪૫૭
જે સંઘ સંમતિ આપે છે તેને જણાવ્યા વિના દીક્ષા કદી થાય છે ખરી ? ગામમાં પાંચસો માણસ હોય તેમાં જુએ કે આટલા પ્રભુશાસનના રાગી અને સત્યના પક્ષપાતી છે, પ્રભુમાર્ગના રક્ષક છે, તેમને તો બોલાવવામાં આવે જ છે; અને તેમની સમક્ષ જ દીક્ષા અપાય છે. આ તો પેલા દીક્ષાના જ વિરોધીઓ કહે છે કે ‘અમને કેમ ન બોલાવો ?' ત્યારે કહેવું પડે કે-‘તમને તો નહિ, નહિ ને નહિ જ બોલાવવાના.’
1027
અહીં શાસ્ત્રકાર ભગવંત કહે છે કે-સમ્યગ્દષ્ટિ આત્માને સંસારની સાધના દુષ્કર લાગે અને મુક્તિની સાધના સહેલી લાગે. હવે એની મનોવૃત્તિ કેવી થાય, વર્તાવ કેવો થાય, વગેરે વર્ણન આવવાનું છે. રૂઢતાની વાત ચાલે છે. તેમાં હવે ઓઘો આવશે. જે હોય એને છુપાવાય ? બળવાન બનો તો લેજો અને પાઘડીવાળા જ રહેવું હોય તો તમારી મરજી-વધુ હવે પછી.
Page #479
--------------------------------------------------------------------------
________________
૩૧ ઃ જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪, મહા વદ-૧૦, રવિવાર, તા. ૨૩-૨-૧૯૩૦
71
• સમ્યગ્દષ્ટિને સંસારની સાધના કઠિન લાગે છે :
સમ્યગ્દષ્ટિ સૌથી જુદો :
બીજરૂપ ભાવના : • એમાં ખામી કોની ? - • લખ પૂરે મનઆશ :
શું બધાને ભિખારી બનાવવા છે ?
કર્તવ્ય સમજાય તો આર્તધ્યાન ન થાય : • મુક્તિની સાધનામાં વિદ્ધભૂત ન બને તે તપ કરવો ! • જેનાથી ડૂળ્યા એનાથી જ તરવાનું છે : • ...તો પ્રાણત્યાગ કરાય પણ આંખો ન ફોડાય : • કોઈ પણ યોગ ન સીદાય તેવાં શ્રી જૈનશાસનનાં વિધાનો :
અપવાદ તો ઉત્સર્ગની રક્ષા માટે છે : • ઔચિત્ય વિના ધર્મ નહિ
સમ્યગ્દષ્ટિને સંસારની સાધના કઠિન લાગે છે :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કેજેમ મેરૂગિરિની પીઠ વજરત્નમય છે તેમ શ્રી સંઘરૂપ મેરૂગિરિની પીઠ પણ સમ્યગ્દર્શન રૂપ વજરત્નમય છે. મેરૂગિરિની પીઠની જેમ એ પણ દૃઢ, રૂઢ, ગાઠ અને અવગાઢ જોઈએ. દઢતા લાવવા માટે શંકાદિ પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. ત્યાર બાદ રૂઢતા માટે એટલે કે દૃઢતાના ટકાવ માટે, દૃઢતાને રૂઢ બનાવવા માટે પ્રતિસમય વિશુદ્ધ બનતી જતી ઉત્કટ પરિણામની ધારાનું સેવન કરવું જોઈએ. એ પરિણામની ધારાનું નિરૂપણ કરતાં પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ જે ફરમાવ્યું છે તે અંગે આપણે વિચારી રહ્યા છીએ.
જેનો આત્મા તત્ત્વની શ્રદ્ધાથી પવિત્ર થયો છે તે સંસારસાગરમાં રમે નહિ, સંસાર એને ગમે નહિ કારણ કે સંસાર જે સ્વરૂપે છે તે સ્વરૂપે તે જોઈ શકે છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
૩૧ : જેનાથી ડૂબ્યા એનાથી તરવાનું - 71
૪૫૯
સંસારને એના વાસ્તવિક સ્વરૂપે જોવાથી એ આત્મા શાન્ત અને પ્રશાંત બને છે, બહિર્મુખ મટી અંતર્મુખ બને છે, સંવેગને પામે છે અને પછી નીચે મુજબ વિચારણા કરે છે :
1029
‘સંસાર ભયંકર છે અને પ્રાણી માત્રને માટે ક્લેશકર છે કેમકે જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક વગેરે અનેક ઉપદ્રવો એમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. એ સઘળા ઉપદ્રવોનો સર્વથા અભાવ મોક્ષમાં છે. હિંસાદિ સંસારના હેતુ છે અને અહિંસાદિ મોક્ષના હેતુ છે.’ આટલું કહ્યા પછી આગળ વધીને હવે ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે
‘એ આત્માને સંસાર નિર્ગુણ લાગે, મોક્ષ ગુણમય લાગે અને એની પ્રેમપૂર્વકની તમામ ચેષ્ટા મુક્તિ માટે હોય અને તે પણ યથામમ્-એટલે આગમ પ્રમાણે જ હોય. વળી સમ્યગ્દષ્ટિ આત્મા જે અનુષ્ઠાન કરે તે ક્ષુદ્ર આત્મા માટે દુષ્કર છે કેમકે સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિના રંગે રંગાયેલો છે જ્યારે ક્ષુદ્ર આત્મા સંસારના રંગે રંગાયેલો છે, સંસા૨ની વાસનાઓથી દબાયેલો છે.’
એટલે, મુક્તિની સાધના સમ્યગ્દષ્ટિને સહેલી લાગે છે જ્યારે સંસારની સાધના એને દુષ્કર લાગે છે. ઉપાદેયની સિદ્ધિ ન થતાં એને દુઃખ થાય છે અને હેયની સિદ્ધિમાં પણ એને દુઃખ થાય છે. યૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આગળ વધીને ત્યાં સુધી કહે છે કે જ્ઞાનીએ કહેલ કઠિન અનુષ્ઠાનો સાંભળીને પણ સમ્યગ્દષ્ટિને લેશ પણ ગભરામણ થતી નથી. ક્ષુદ્ર આત્માઓને જ્યારે ધર્મક્રિયાઓ ભયંકર લાગે છે ત્યારે સમ્યગ્દષ્ટિને સંસારસાધના ભયંકર લાગે છે, કેટલું અંતર છે બે વચ્ચે ? સંસારના મોહને પોષનારી, શરીરને સુખદ અને સહેલી ક્રિયા પણ સમ્યગ્દષ્ટિને કઠિન લાગે અને સંસારના મોહને કાપનારી ત્યાગ તથા તકલીફવાળી કઠિન ક્રિયા પણ એને સહેલી લાગે. એ કેમ બને ? તો આ મહાત્મા કહે છે કે-‘એ બને, જો દૃષ્ટિ ફેરવો તો.’
સમ્યગ્દષ્ટિ સૌથી જુદો :
'
આખી દુનિયા જ્યાં આનંદ માને ત્યાં સમ્યગ્દષ્ટિ દુઃખ અનુભવે અને આખી દુનિયા જ્યાં દુઃખ અનુભવે ત્યાં સમ્યગ્દષ્ટિને આનંદ થાય. સમ્યગ્દષ્ટિ આત્મા આખી દુનિયાથી જુદો પડે. દુનિયાના માણસો એની પ્રશંસા ન કરે એ બનવા જોગ છે. એ આત્માની ભાવના, વિચારો અને ક્રિયા સંસારના રસિયાને ત્રાસરૂપ લાગે એમાં આશ્ચર્ય નથી. શાહુકારની બધી કાર્યવાહી લૂંટારાને ત્રાસરૂપ લાગે કારણ કે બન્નેના સ્વભાવ જ જુદા છે. શાહુકાર દીવો લઈને
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
નીકળે એ ચોરને ન ગમે. એ તો અંધારાને જ ઇચ્છે જ્યારે શાહુકારને પ્રકાશ જોઈએ. ઉઠાવગીર સામાની ગફલત ઇચ્છે અને શાહુકાર સાવચેતી ઇચ્છે. શાહુકાર જેમ જેમ સાવચેત રહે તેમ તેમ ઉઠાવગીર ચીડાય.
1030
સમ્યગ્દષ્ટિની એક એક ક૨ણી જોઈને દુનિયાના આત્માને જરૂર મૂંઝવણ થાય કેમકે એક મોહને આધીન છે, બીજો મોહના ત્યાગને ઇચ્છે છે. સમ્યગ્દષ્ટિને દુનિયાની સહેલી ક્રિયા પણ કઠિન લાગે છે અને મુક્તિ માટેની કઠિન ક્રિયા પણ સહેલી લાગે છે. એ વાત બરાબર સમજાવવા પરમોપકારી આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અહીં એક વ્યવહારુ દૃષ્ટાંત આપે છે:
કોઈ એક માણસ ભયંકર વ્યાધિમાં સપડાયો છે. પોતે ડાહ્યી અને સમજદાર છે પણ વ્યાધિ ભયંકર ચીસો પડાવે છે, રહી શકતો નથી. કોઈ સારો ચિકિત્સક આવે છે, એક પડીકી આપે છે અને દર્દી એકદમ રાહત અનુભવે છે. ચીસો પાડતો બંધ થાય છે. પછી એ દર્દી પેલો વૈદ્ય કહે એમ વર્તવા તૈયાર થાય ને ? વૈદ્ય કહે છે કે જો દર્દ મૂળથી કાઢવું હોય તો આનાથી ભયંકર કડવી દવા પીવી પડશે, કડકમાં કડક ચરી પાળવી પડશે, ખાવા-પીવામાં ઘણુંખરું બંધ કરવું પડશે, બોલવા-ચાલવાનું બંધ કરી મૂંગા પડી રહેવું પડશે. આ બધું કરવા એ દર્દી તૈયાર થાય ને ? જે દવા એને જોવી ગમતી ન હતી, જેની કડવી વાસથી એ ત્રાસ અનુભવતો હતો એવી પણ દવા લેવા તૈયાર થઈ ગયો તે શાથી ? કહો કે આરોગ્યનો ક્ષણભર અનુભવ થયો તેથી. વૈધ જોઈને પણ એ આનંદ અનુભવે છે. વૈદ્ય આવે ત્યારે એમનું સન્માન કરે છે ને ખુશી થાય છે. એ વૈદ્ય માટે કોઈ ઘસાતું બોલે, કોઈ કહે કે-આ તો બહુ આકરી ચરી પળાવે છે. એના કરતાં બીજા ઘણા વૈદ્ય છે એની દવા લો, તો એવી સલાહ સગાં માબાપની કે સગી સ્ત્રીની પણ એ સાંભળવા તૈયાર થતો નથી, કારણ કે એને શ્રદ્ધા બેસી ગઈ છે કે મારો રોગ બહુ ભયંકર છે અને તે આ વૈદ્ય જ મટાડશે.
વ્યાધિથી ખૂબ પીડાયા પછી આરોગ્યના લેશનો જેણે અનુભવ કર્યો છે એવો ડાહ્યો આદમી હવે ગમે તેવી કષ્ટકારી ક્રિયામાં પણ ધીર બનેલો સમ્યક્ પ્રકારે પ્રીતિથી પ્રવર્તન કરે છે. કેમ ? એને વ્યાધિનું ભાન છે, ઔષધથી કિંમત સમજાઈ છે, કિંચિત્ અનુભવ થયો છે માટે હવે એ બધું કરવા તૈયાર છે. દિવસમાં દસ વાર દવા પીવી પડે તો એ પ્રેમથી પીશે, ના નહિ પાડે. એ જ રીતે સંસારવ્યાધિથી પીડાતો ઉત્તમ આત્મા સમતારૂપી આરોગ્યના લેશને પામીને પછી એ ગુરુ કહે તેમ કરવામાં ભાવપૂર્વક-પ્રીતિપૂર્વક તૈયાર થાય જ. સમ્યગ્દષ્ટિ આત્માને ઉપાદેયની સિદ્ધિ ન થવાથી દુ:ખ થાય અને હેયની સિદ્ધિ
Page #482
--------------------------------------------------------------------------
________________
1091 ——- ૩૧: જેનાથી ડૂબ્યા એનાથી તરવાનું - 71 – – ૪૬૧ થાય તેમાં પણ દુ:ખ થાય. એને સંયમ કઠિન ન લાગે. ન બની શકે ત્યાં પોતાની પામરતા લાગે, તે વખતે પોતાને ઢીલો માને પણ સંયમને કઠિન કે અશક્ય ન માને. આ દરેક વાત યુક્તિથી અને દૃષ્ટાંતથી બરાબર સંગત થાય તેવી છે. બીજરૂપ ભાવના :
સમ્યગ્દષ્ટિની આ ભાવના અને વિચારણા ચાલુ રહે તો સમ્યગ્દર્શન રૂપ પીઠ રૂઢ બને. આજે તો ધર્માનુષ્ઠાનની વાત આવતાં માથું દુખવા આવે, કેડ ભાંગે, શરીરમાં આળસ ઊભરાય, શાથી ? સંસાર વ્યાધિરૂપ ભાસ્યો નથી માટે. સંસાર વ્યાધિરૂપ ભાસે ત્યારે જ સંયમરૂપ ઔષધનો ખપ સમજાય. રોગને રોગ ન માને તે દવા પીવે ? પીવે તો પણ એને શ્રદ્ધા હોય ? અને શ્રદ્ધા વિના વ્યાધિ મટે ?
જેને સંસાર વ્યાધિ લાગે તે સમ્યગ્દષ્ટિ. જ્ઞાનીના વચનની આંશિક આરાધનાના યોગથી એને કાંઈક આરોગ્યની પ્રાપ્તિનો અનુભવ થાય છે. પછી એને ગમે તેવી કઠિન પણ ધર્મક્રિયામાં આનંદ આવે છે અને દુનિયાની કોઈ પણ કાર્યવાહી કરતાં એ કંપે અનુભવે છે. “સવિ૬િ નવો’વાળી ગાથા હવે લાગુ પડે છે; અત્યાર સુધી તો માત્ર બોલવામાં જ હતી નિપ્કસ પરિણામ ક્યારે ન થાય ? સંસારમાં દુઃખ લાગે તો ને ? સંસારમાં આનંદ જ હોય તો નિર્ધ્વસ પરિણામ થાય જ.
. . આ સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાન તથા સમ્યક્યારિત્ર છે કે નહિ ? સમ્યજ્ઞાન તથા સમ્યકૂચારિત્ર બાજુ પર રાખીએ તો સમ્યગ્દર્શન જળવાય ? આ ભાવનામાં સ્થિર આશયવાળાને આ વસ્તુની પ્રાપ્તિ દુષ્કર નથી. એને તો પછી અનંતજ્ઞાન (કવળજ્ઞાન) પણ દુષ્કર નથી. બીજ છે તો ફળ જરૂર આવવાનું. બીજરૂપ આ ભાવના છે. બીજ એવી જમીનમાં અને એવી રીતે વાવવું જોઈએ કે એ ફળે, ભવ્ય આત્માના હૃદયમાં આ બીજ પડ્યા પછી એની આખી સ્થિતિ ફરી જાય છે.
સમ્યગ્દષ્ટિ આત્માને દાન, શીલ, તપ, ભાવ, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સંબંધી સઘળાં અનુષ્ઠાનોમાં કાંઈ તકલીફ ન લાગે. એને
જ્યાં તકલીફ દેખાય ત્યાં એ સમજે કે હજી વસ્તુનું ભાન થયું નથી. એને કદી ઉપવાસાદિ તપથી મૂંઝવણ થાય પણ સમ્યગ્દષ્ટિ આત્મા એ મૂંઝવણનો આરોપ તપ ઉપર ન મૂકે; આરોપ એ પોતાની આહારની આસક્તિ ઉપર, પોતાની નબળાઈ ઉપર, પોતાના દોષો ઉપર મૂકે.
સમ્યગ્દષ્ટિને છાજતા વિચારો ત્યારે આવે કે જ્યારે આ વસ્તુ હૈયામાં કોતરાઈ જાય, પરંતુ જ્યાં સંસાર જ વ્યાધિરૂપ લાગતો નથી ત્યાં શું થાય ? જે
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સંસા૨ને સારો માને તેને આ શાસનમાં સ્થાન નથી, એ ગોખી રાખો. સંસાર સારો લાગે અને શ્રી જિનેશ્વરદેવની વાણી ગમે એ બને ?
1032
સભા એવાઓ પણ અહીં સ્થાન તો મેળવે છે !’
ઓઘ દૃષ્ટિએ એ ભલે મેળવતા હોય પણ વસ્તુતઃ તેમનું સ્થાન અહીં નથી. એક પોસાતીની પાછળ બે બાળકો જમી જાય કે એક માલિકની પાછળ ચાર હજૂરિયા જમી જાય એ વાત જુદી છે. જ્ઞાનીના વચનની રુચિ સહેલી નથી. ...એમાં ખામી કોની ?
રૂઢતા માટેની આ ભાવના રૂઢ ન થાય તો શંકાદિ પાંચેય દોષોના ત્યાગથી દૃઢ બનેલું સમ્યક્ત્વ ચાલ્યું જતાં વાર ન લાગે, આવી રૂઢતાવાળો સમ્યગ્દષ્ટિ આત્મા મુક્તિસાધક ગમે તેવી ક્રિયામાં આનંદ જ માને, મુક્તિના કારણરૂપ તપને એ આર્તધ્યાનનું કારણ ન માને. તપને જે આર્તધ્યાનનું કારણ માને છે તે મિથ્યાદ્દષ્ટિ છે. દાન દેતાં જેનો હાથ નચાલે અથવા દીધા પછી પશ્ચાત્તાપ થાય તો કહેવું પડે કે એ વસ્તુતત્ત્વ સમજ્યો જ નથી. શીલપાલનમાં મૂંઝવણ થાય એ ખામી એ સુંદર આચારની કે વિષયની અસક્તિની ? તપ શેં બને ! એમ થાય કે કર્યા પછી મૂંઝવણ થાય એ ખામી તપની કે ખાવાપીવાની ગુલામીની ? મંદિરઉપાશ્રયમાં કે સામાયિક પ્રતિક્રમણમાં કે પૌષધાદિ ધર્માનુષ્ઠાનોમાં ભાવના ટકતી નથી એ ખામી કોની ? મંદિરમાં રહેલા વીતરાગદેવની, ઉપાશ્રયમાં રહેલા ગુરુમહારાજની કે તે તે ધર્મક્રિયાઓની કે મનમાં રહેલી મલિન ભાવનાઓની ? મલિન ભાવનાઓ તમે નિરંતર સેવી રહ્યા છો તેની જ એ ખામી સમજવી. ‘લખ પૂરે મન આશ' :
મનની મલિન ભાવનાઓ ખસે નહિ ત્યાં સુધી ભગવાન પણ શું કરે ? ભગવાન પણ કાંઈ તમને વસ્તુ ઘોળીને પાવા ન આવે. વ્યાખ્યાનમાં પણ તમે માગો તે ન આવે તો તમને ગમે ? તમારે શું જોઈએ ?
સભા ‘સંસારની લીલા.’
હવે, અહીં વાત ચાલે વૈરાગ્યની, એ લીલાના પીપાસુઓને ગમે ? આનંદઘનજી મહારાજાએ કહ્યું કે :
કોઈ કહે લીલા રે, અલખ અલખ તણી રે,
લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.
Page #484
--------------------------------------------------------------------------
________________
1os૩ - ૩૧: જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 71 – ૪૯૩
પહેલા પદમાં લોકની માન્યતા જણાવી. એ પદનો અર્થ કરવામાં કેટલાય ભૂલે છે અથવા તેમાંથી ફાવતો અર્થ કાઢે છે. પછી બીજા પદને તો એ અડતા જ નથી. પહેલા પદને પકડીને કહી દે છે કે- “આનંદઘનજી પણ કહે છે કે-લખ પૂરે મન આશ'-મનની લાખો આશા પૂરે છે; તો પછી એમની પાસે પાંચ-પચીસ આશાઓ પૂરી કરવાનું માનવામાં હરકત શી ?”
સભાઃ “પણ ત્યાં “કોઈ કહે” એમ સ્પષ્ટ કર્યું છે ને ?”
સ્પષ્ટ તો જે જુએ તેને ને ? એ તો કોઈ કહે” એમ લખ્યું છે પરંતુ ન પણ લખ્યું હોય તોયે સમ્યગ્દષ્ટિ તો “લખ પૂરે મન આશ” એવા આશયથી વિચાર જ ન કરે. આ તો કહે છે કે- “લાખો આશા પૂરે તેની પાસે પાંચ-પચાસ વસ્તુઓ માગવામાં હરકત શી ?' હવે પચાસ માગણી કરે એમાં પાંચ ફળે અને બાકીની ન ફળે એટલે વરાળ કાઢે કે-ચમત્કાર છે જ ક્યાં ? કેટલાક તો એમ પણ કહે છે કે મંદિરમાં આટલી મૂર્તિઓ અને ઉપાશ્રયમાં આટલા સાધુઓ છતાં આટલી બેકારી કેમ ?” હવે સાધુઓને અને એમની બેકારીને મેળ શો ? મંદિરના દેવ અને એમની બેકારીને શો સંબંધ ? સાધુઓ એમની બેકારી ટાળવા કે એમની નોકરી કરવા નીકળ્યા છે ? આવી અધૂરી વાતો પકડે તો સમ્યકત્વ જાય અને મિથ્યાત્વ લાગે.
આનંદઘનજી મહારાજાની માન્યતા તો બીજા પદમાં છેદોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ.”
- દોષરહિત આત્મામાં લીલા હોવી ઘટે નહિ કેમકે લીલા એ તો દોષનું સ્થાન છે. એમની માન્યતા કહો કે એમના કહેવાનું તાત્પર્ય કહો-તે આ છે. શું બધાને ભિખારી બનાવવા છે?
લીલાની માગણીમાં પડેલાને મંદિરમાં મજા આવે ? જ્યાં વૈરાગ્યનાં ઝરણાં વહેતાં હોય ત્યાં એનો રસ ઊડી જાય. એ તો કહે કે-“શું છે તે આ છોડાવવાની વાતો લાવો છો ? અમારી પાસે શું દેખી ગયા છો ? અમને આપ્યું હોત અને પછી છોડવાનું કહેતા હોત તોયે ધૂળ નાખી. દાન ઘો, એમ કહ્યા કરો છો પણ અમારી પાસે છે શું ? દાતાર બનાવવા હોય તો કોઈ સુવર્ણસિદ્ધિ કે ચિત્રાવેલી આપો. તિજોરી તર થાય તો હમણાં દાન આપવા માંડીએ. પહેલાંના રાજા મહારાજાઓએ ભલે ત્યાગ કર્યો પણ બધું ભોગવીને ને ? ત્યાગ કર્યા પહેલાં ઓછું ભોગવ્યું છે ? અમને તો મહામુશીબતે આ થોડું ઘણું મળ્યું છે એય રોજ છોડાવવાની જ મથામણ કરો તે કેમ પાલવે ?' આવી ભાવનાવાળાઓને મંદિર
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કે ઉપાશ્રય ગમે ? એને તો હ૨વા ફરવાનાં સ્થાનો ગમે, નાટક-સિનેમા ને મોજશોખમાં સાધનો ગમે. એને માટે વાતે વાતે પૈસા જોઈએ. એમાં ખૂટે એટલે મૂંઝવણ મટે જ નહિ. જ્યારે સામાયિકમાં શું જોઈએ ? અઢી હાથનું પંચીઉં, એક હાથનું કટાસણું, ચોવીસ આંગળની મુહપત્તિ અને એક ચરવલો હોય એટલે બસ. આથી વધારે કાંઈ જોઈએ ?
1034
સભા : બધાને ભીખ માગતા કરવા છે ?’
આ ભીખ પણ એવી છે કે જેની ચોમેર લક્ષ્મી આંટા મારે છે. ગાળો ખાતાંયે કાંઈ ન મળે એવી આ ભીખ નથી. આ ભીખ જો સાચી હોય તો એની આગળ પાછળ તો લક્ષ્મીના ઢેર પડ્યા છે. બાકી એમાં ઢોંગ ન ચાલે. માટે તો પુણિયા શ્રાવકને ઘે૨ શ્રેણિક મહારાજા પોતે સામાયિક લેવા આવ્યા હતાં; અર્થાત્ પોતાનો ભંડાર આપીને સામાયિકનું ફળ ખરીદવા આવ્યા હતા. પુણિયો કહે છે કે-મારે ભંડાર ન જોઈએ. સામાયિક પાસે એને મન ભંડારની કોઈ કિંમત ન હતી.
માનો કે તમે પૈસા માટે બરાબર મહેનત નથી કરતા માટે તમને નથી મળતા પણ ચોવીસે કલાક દોડધામ કરનારાને મળી ગયા ? પૈસા પાછળ ગાંડાઘેલા થયેલાને પૈસા મળી જ ગયા ? બહુ દોડધામ કરનારાને એક ઠોકર એવી લાગે છે કે ત્યાં જ કપાળે હાથ દઈને બેસી જવું પડે છે. તમે એમને પૂછજો કે-‘ભાઈ ! અમે તો મહેનત નથી કરતા ને ન મળે પણ તમે તો આટલી મહેનત કરો છો છતાં આમ કેમ ? અમે તો કલાક પૂજામાં ગાળીએ અને આ એક સાધુ આવ્યા છે ત્યારથી બીજા બે કલાક એમની પાછળ ગાળીએ છીએ એટલે અમારો ધંધો ઓછો ચાલે એ બને, પણ તમે તો ચોવીસે કલાક મહેનત કરો છો પછી તમને કેમ ન મળે ?’ તમે આવું તેમને પૂછી શકો છો અને એવું પૂછશો એટલે એ કપાળે જ હાથ દેવાના. વ્યાખ્યાનમાં આવનારા રહી ગયા અને ગાદીતકિયે બેસનારા ફાવી જ ગયા એવું નથી.
પાપ પુણ્યને નહિ માનનારાને કપાળે હાથ મૂકીને કહેવું પડે છે કે-‘અમારું નસીબ ફૂટ્યું.' પાપ પુણ્યને ન માને તો જાય ક્યાં ? તમારામાં તે જાતની ભાવના જાગવી જોઈએ. તમે પણ જો સામાયિકમાં બેસીને લાખોપતિ બનવાની ઇચ્છા કરો તો તમે પણ ગયેલા વીતેલા જ છો. સામાયિક ક્યારે ફળે ? ‘સાવજ્યું જોગં’નું પચ્ચક્ખાણ જળવાય તો. પચ્ચક્ખાણ ‘સાવર્જા જોગં’નું કરો ને મનમાં ગોટાળા વાળો તે ન ચાલે. નિસ્સિહી કહીને મંદિરમાં પેસો અને
Page #486
--------------------------------------------------------------------------
________________
1035 - ૩૧: જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 1 - - - ૪૬૫ એનું પાલન ન કરો તો પૂજા સારી થાય ? તપ કરો અને ઇચ્છાનિરોધને ન સચિવો તો શરીરને મૂંઝવણ થાય એ બને. કર્તવ્ય સમજાય તો આર્તધ્યાન ન થાય?
સભાઃ “શક્તિનું માપ કેવી રીતે કઢાય ?
ચાર કદમ પણ નહિ ચાલનારા ચાર માઈલ ચાલતા થયા કે નહિ ? શી રીતે થયા ? ચાલતાં ચાલતાં થયા ને ? એ રીતે અહીં પણ સમજવું. નાનામાં નાનો તપ નવકારશી છે. બે ઘડીનો એ તપ છે. બાળક પણ બે ઘડી તો દૂધ પીધા વિના રહી શકે છે. કેવો સુંદર તપ ! પછી ક્રમે ક્રમે આગળ વધો. છ મહિનાના તપ સુધી વધવાની છૂટ છે. બાળક ચાલતાં શી રીતે શીખ્યું? પહેલાં પગ માંડી શકતો ન હતો. કેટલી મહેનતે પડતાં આખડતાં ચાલતાં શીખ્યો. આજે કેટલી શક્તિ ? ધારો તો છ કલાક ઊભા રહો ને ? શરીરમાં થાક લાગ્યો હોય પણ ધાડ આવે તો ભાગવાની શક્તિ આવી જાય ને ? એ શક્તિ ક્યાંથી આવી જાય છે? શક્તિ કેળવવી જરૂરી માને તો એના માટે પ્રયત્નો થાય અને એ આવે. મિલકત સાચવવા હવે દોડવું જોઈએ એમ સમજનારને દોડવાની ક્રિયા માટે આર્તધ્યાન ન થાય. એ તો આંખો મીંચીને ભાગવા જ માંડે. અહીં પણ મેળવવા જેવું લાગે તો આર્તધ્યાન ન થાય. ઉપવાસને સ્વરૂપ પ્રાપ્તિનું - સાધન માન્યું નથી માટે આર્તધ્યાન થાય એમ લાગે છે. જો તપથી જ આર્તધ્યાન થતું હોય તો શ્રી ઋષભદેવ સ્વામીને કેમ ન થયું ? મુક્તિની સાધનામાં વિદનભૂત ન બને. પણ સહાયભૂત થાય એવો તપ કરવો ! 1. હેય અને ઉપાદેયનો વિવેક આવે અને અભ્યાસ કેળવાય તો આર્તધ્યાન ન થાય. ઘણા એવા પણ છે કે-ઉપવાસ કરે, શરીરે ક્ષીણ પણ થાય, સૂએ પણ ખરા પણ કહે કે ફીકર નહિ. એ અશક્તિ ન કહેવાય. ધન્ના કાકંદી અને અંધકમેનિના તપના વર્ણનને સાંભળ્યું છે ને ? સ્કંધનમુનિ ચાલતા ત્યારે શરીરનાં હાડકાં ખખડતાં હતાં. પગ પણ ધારે ત્યાં નહોતો પડતો. કેવો તપ કર્યો હશે ? છતાં એ ઉંઝ વિહાર કરતા અને તપ તો ચાલુ જ. તપ કરતાં શરીર સુકાય તે ન જોવાય પણ મુક્તિસાધક અનુષ્ઠાનને હાનિ ન થવી જોઈએ તે જરૂર જોવાય. તપ કરીને જે સાધવું છે તે સદાય નહિ એ તો જોવું જોઈએ ને ? - મુક્તિની સાધના જેનાથી હણાય તે ન થાય. મન, વચન, કાયાના યોગોને જે દિશાએ વાળી જે મેળવવું છે તે ઇષ્ટફળમાં જે વિકર થાય એ ન કરવું. મન, વચન અને કાયા-એ ત્રણ યોગથી આપણે રત્નત્રયીની આરાધના કરવી છે. એ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - 1035 આરાધનામાં હાનિ પહોંચે એવી ક્રિયા ન કરાય. એક અનુષ્ઠાન એવું ન થાય કે જે બીજાને બાધ કરે. બીજું ન થઈ શકે તે વાત જુદી પણ બીજાને બાધક ન થવું જોઈએ. પણ એ યોગ, એ વાત કે એ ઘટના સંસારની સાથે લાગુ ન કરાય. છ મહિનાના ઉપવાસનું પચ્ચખાણ લઈ લીધું અને આઠ દિવસના ઉપવાસની પણ શક્તિ નથી તો પરિણામે મન-વચન-કાયાના યોગોની કઈ સ્થિતિ થાય ? માટે તો જ્ઞાની વિના અને આયુષ્યના જ્ઞાન વિના અનશનનો નિષેધ છે. અશન કરી નાખે અને આયુષ્ય બાર મહિનાનું બાકી હોય તો શું થાય ? શ્રી જિનેશ્વરદેવ પણ આહાર લેતા. શ્રી ઋષભદેવ ભગવાન પણ રોજ ભિક્ષાએ ફરતા. કારણ ? આહાર વિના દેહ ટકે નહિ અને દેહ ન ટકે તો ધર્મની આરાધના કઈ રીતે થાય ? સંયમમાત્રા માટે આહાર લેવા છતાં એ તપસ્વી જ હતા. જેનાથી ડૂળ્યા એનાથી જ તરવાનું છે?
* મન-વચન-કાયાના યોગોથી ધાર્યું કામ ન લેવાય તો આરાધના કઈ રીતે થાય ? જિનકલ્પ કોણ અંગીકાર કરે ? છ મહિના સુધી આહારપાણી વિના જેની સ્વસ્થતા ટકે તે. એ અગ્લાનપણે વિચરે, દુર્બાન ન કરે. આવું સામર્થ્ય હોય તે જ જિનકલ્પ અંગીકાર કરે. એને પણ છ માસનો જ તપ કહ્યો. તેથી વધારે નહિ. છ મહિને આહારનો યોગ મળે જ. કસોટી કહી, શક્તિ માની પણ છ મહિના સુધીની જ આ વાત. કામ તો મન-વચન-કાયાથી જ લેવું છે ને ? જેનાથી અધર્મ થાય છે તેનાથી જ ધર્મ કરવો છે ને ?
આત્મા હજી પરતંત્ર છે, સ્વતંત્ર થયો નથી. જ્યાં સુધી એ પરતંત્રતામાં ફસાયેલો છે ત્યાં સુધી કળાથી કામ લેવાનું છે. જે યોગો આત્માને સંસારમાં બાંધે છે તે જ યોગોથી આત્માએ છૂટવું છે. જે યોગોથી આત્મા અનાદિકાળથી સંસારમાં રૂલે છે તે જ યોગો દ્વારા તરવું છે. વાત એ છે કે અત્યાર સુધી એ મન-વચન-કાયાની ગુલામી હતી તે હવે શેઠાઈ કરવાની છે.
પેઢી ચલાવનાર હોશિયાર તુનમને શેઠ એકદમ કાઢી ન મૂકે. શેઠ ને માને નોકર પણ સાથે જ સમજે કે-એ છે તો પેઢી છે. ભાવ-તાલ-1ની જાત, લેવડ-દેવડ, ખરીદી-વેચાણ વગેરે બધું એ જાણે છે. એને રજા આપે કેમ પાલવે ? ડાહ્યો શેઠ કદી એવી મુર્ખાઈ ન કરે. એ-રીજી રાખી એની પાસેથી લેવાય તેટલું કામ લે અને પોતે શેઠ બન્યો છે. બાર મહિના થાય નોકર નીકળી જવાની વાત કરે તો શેઠ એનો પગાર વધારી આપે. પાંચસોના સાતસો કરી આપે. અને ઉપરથી કહે કે “તારા વિના કાંઈ ચાલે ?” પેલો કહે કે પણ મારે નોકરી કરવી જ નથી તો શેઠ એને ચાર આની ભાગ પણ કરી આપે, કારણ
Page #488
--------------------------------------------------------------------------
________________
ડૂબ્યા
એનાથી તરવાનું - 71
૪૭૭
૩૧ : જેનાથી કે-સમજે છે કે, આ છે તો કમાણી છે, નહિ તો પેઢી ઊડતાં વાર લાગે તેમ નથી હા ! એક વાતની કાળજી શેઠ જરૂર રાખે કે-એ છે મુનીમ ૨ખે માલિક ન બની બેસે.
1037
એ જ રીતે મન-વચન-કાયાની ગુલામી છોડી આત્માએ એના માલિક બનવાનું છે. કાયા ન જોઈએ, એમ ગુસ્સો કરી ગળું દબાવીએ કે પેટમાં છરી ખોસી દઈએ તો મોક્ષમાં જવાય ? આ કાયાનો એમ નાશ ન કરાય. તીર્થંકર બનનારાને પણ મનુષ્યભવની નિશ્રા લેવી પડી. દેવલોકમાં સ્ફટિક જેવું શરીર પણ ત્યાં કેવળજ્ઞાન નહિ. એ માટે તો અહીં આ ગંધાતી ગટ૨માં જ આવવું પડે. દેવલોકમાં કેવળજ્ઞાનની સામગ્રીનો અભાવ છે. ત્યાં દિવ્ય એવા પૌદ્ગલિક સંયોગોનો યોગ અને ભૌતિક સુખ પુષ્કળ છે. તેત્રીસ તેત્રીસ સાગરોપમ સુધી સતત ષડૂદ્રવ્યનું ચિંત્વન કરે તો પણ એક સમય માટે પણ સર્વવિરતિના પરિણામ ન જ આવે. જ્યારે અહીં તો એક મિનિટમાં વૈરાગ્ય પણ આવે અને સર્વ વિરતિના પરિણામ પણ આવે. જ્ઞાનીઓએ કહ્યું કે-દેવો વિષયમગ્ન છે, નારકીઓ દુ:ખમગ્ન છે અને તિર્યંચો વિવેક વિકલ છે. માત્ર મનુષ્યલોકમાં ધર્મસામગ્રી છે. મુનિને પણ શરીર સાચવવાની આજ્ઞા છે પણ તે સંયમ માટે; મોજ મજા માટે કે સારા દેખાવા માટે નહિ. કહ્યું છે કે:
'येन योगा न हीयन्ते'
તપ એવો ક૨વો કે જેથી યોગો ન સીદાય. મોક્ષની તાલાવેલી તો બહુ લાગી પણ મનને વશ કેમ કરવું ? ઘોડેસવાર ગમે તેવો પણ લગામ ન છોડે. મોટર ચલાવનારો સ્ટીઅરીંગ ઉપરનો કાબૂ ન છોડે.
...તો પ્રાણત્યાગ કરાય પણ આંખો ન ફોડાય :
(અહીં સભામાંથી કોઈએ સુરદાસે આંખો ફોડ્યાના પ્રસંગની વાત કરી.)
આ ઇતરની વાત છે. એમ આંખો ફોડવી એ અજ્ઞાનતા છે. પરંતુ એમાંથી એ ગુણ લઈ શકાય કે એને વિષયો પ્રત્યે કેટલી નફરત જાગી હતી ? પણ તેથી આંખો ફોડવી યોગ્ય ન કહેવાય. આંખો ગયા પછી પ્રભુ મૂર્તિનાં દર્શન, શાસ્ત્રોનું વાંચન, જીવદયાનું પાલન વગેરે ક્યાં રહ્યું ? આંખો વિનાનો તો સંયમનો અધિકારી પણ નથી. આંખો અયોગ્ય સ્થાને જાય તો પાછી ફેરવવાનું જ્ઞાનીઓનું વિધાન છે પણ ફોડી નાંખવાનું વિધાન નથી. વ્રતભંગ પ્રસંગે પ્રાણત્યાગનું વિધાન ખરું પણ એક પણ ઇંદ્રિયનો નાશ કરવાનું વિધાન નથી. મોક્ષમાર્ગને અનુકૂળ ન થાય એવી મન-વચન-કાયાની પ્રવૃત્તિ ન થાય. મુક્તિનું અનુષ્ઠાન સિદ્ધ થાય એવી ક્રિયા મન-વચન-કાયાના યોગોથી થાય.
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કોઈ પણ યોગ ન સીદાય તેવા જૈનશાસનનાં વિધાનો
મન-વચન-કાયાના યોગો અશુભને શુભ તથા અશુદ્ધને શુદ્ધ બનાવવા છે. એ યોગો શુભ અને શુદ્ધ બને તો સાધવાનું સધાય માટે એ યોગોને શુભ તથા શુદ્ધ બનાવવાની કાળજી રખાય. પૂર્વકાળમાં પણ જિનકલ્પ અને સ્થવિરકલ્પ એમ બે કલ્પ હતા. જિનકલ્પી તે કે કોઈ પણ સંયોગોમાં શરીરની શુશ્રુષા ન કરે. આંખમાં પડેલું તરણું પણ ન કાઢે. છ મહિના સુધી આહાર પાણી ન મળે તો પણ અચ્લાનપણે વિચરે. ગમે તેવા વ્યાધિમાં પણ ઔષધ ન કરે' જિનકલ્પી માટેનાં આ વિધાનો સ્થવિરકલ્પી માટે કેમ નહિ ? જિનકલ્પીમાં જે સામર્થ્ય છે તે સ્થવિરકલપીમાં નથી માટે. પરંતુ જિનકલ્પીની કાયા, તેની ઇંદ્રિયો કિંમત વગરની અને સ્થવિરકલ્પીની કિંમતવાળી એવું નથી-જ્ઞાનીઓએ આજ્ઞા એવી જ કરી કે જેથી મન-વચન-કાયાના યોગો મોક્ષની સાધનાંમાં વિકલ ન બને.
1038
સાવઘયોગનું પચ્ચક્ખાણ બે ઘડીનું પણ છે, ચોવીશ કલાકનું પણ છે અને જાવજીવનું પણ છે પરંતુ તપનું પચ્ચક્ખાણ જાવજ્જીવનું છે ? નહિ. નવકારશી, પોરશી, સાઢ પોરશી, પુરિમટ્ઠ, અવઢ, બિયાસણું, એકાસણું, નીવી, આયંબિલ, ઉપવાસ અને પછી એકથી માંડીને સોળ ઉપવાસ સુધીનું પચ્ચક્ખાણ રાખ્યું. તેથી વધુ કેમ નહિ ? જે જ્ઞાનીએ સાવદ્યયોગનું પચ્ચક્ખાણ જિંદગીભરનું કહ્યું તેમણે તપનું આટલું જ કેમ રાખ્યું ? દીક્ષા લેતાંની સાથે જિંદગી સુધી ચારેય આહારનો ત્યાગ કેમ ન રાખ્યો ? કારણ કે શક્તિ નથી. શાસ્ત્રે કહ્યું કે જિંદગીભર સાવઘયોગનું પચ્ચક્ખાણ પળે તેમ છે જ્યારે ચારેય આહારના ત્યાગનું પચ્ચક્ખાણ જિંદગીભરનું પળે નહિ. મન-વચન-કાયાના યોગો મોક્ષની સાધનામાં કુંઠિત ન બનવા જોઈએ. જિંદગીભરના સાવઘ યોગના પચ્ચક્ખાણથી એ યોગો મોક્ષની સાધનામાં કુંઠિત બનતા નથી પરંતુ જિંદગીભરના ચારેય આહારના ત્યાગથી મોક્ષસાધનમાં એ યોગો કુંઠિત બને છે.
તપનું પચ્ચક્ખાણ વિહિત કરનારા શ્રી જિનેશ્વરદેવોએ દીક્ષાની સાથે જ ચારે આહા૨ના ત્યાગનું વિધાન કર્યું હોત તો પરિણામે મોક્ષમાર્ગ બંધ થયો હોત. સાવઘયોગના જાવજીવના પચ્ચક્ખાણમાં મન-વચન-કાયાના યોગો હીન ન થાય. કદી મનથી બીજો વિચાર થાય તો અતિચાર લાગે. પણ જિંદગીભરના ઉપવાસના પચ્ચક્ખાણમાં તો ભંગ જ થાય કેમકે પેટમાં રોટલા જાય ત્યારે જ મામલો પતે તેમ છે.
પાંચેય મહાવ્રતોનો નિયમ કેવો ? ‘તિવિહં તિવિહેણું’મન, વચન અને
Page #490
--------------------------------------------------------------------------
________________
1039
– – ૩૧ : જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું – 71 – ૪૬૯ કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું, એ રીતે ઉપવાસ તો ચોવિહાર થાય તો ભલે, નહિ તો તિવિહાર પણ થાય એટલી છૂટ કેમ ? ત્યાં મહાવ્રતોમાં એકેયમાં દ્વિવિધની છૂટ નહિ અને તપની વાતમાં આમ કેમ ? એ જ સમજવાની વાત છે. એવી સુંદર યોજના છે કે જો બરાબર વિચારાય નહિ તો અથડાઈ મરવાનું જ થાય. આ શાસ્ત્ર જેટલું સુંદર અને સહેલું છે તેટલું જ ગહન છે. જેટલું મનોહર છે તેટલું જ કઠણ પણ છે. સ્વેચ્છાચારીને એનો અમલ કરવો પાલવે જ નહિ.
ગજસુકુમાલને સ્મશાનમાં ધ્યાન કરવા જવું હતું તો પણ ભગવાનની અનુમતિ માગી. આ શાસનમાં માણ માં - આજ્ઞામાં જ ધર્મ કહ્યો છે. આજ્ઞા બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય તો પણ તેમાં ધર્મ નથી. ચાર જ્ઞાનના ધણી, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, તીર્થંકરદેવની ગેરહાજરીમાં બીજી પોરશીમાં પોતે દેશના દે, કેવળજ્ઞાની સિવાય આ છદ્મસ્થ છે એમ કોઈ જાણી શકે નહિ-એવા ગણધર મહારાજાઓ પણ મ્રાજ્ઞા વિના પર્વ ન ચરિત - ભગવંતની આજ્ઞા વિના એક પગલું પણ ન ભરે. એ પણ આજ્ઞાના બંધનને સહર્ષ સ્વીકારે છે એટલે તપ પણ ભગવાનની આજ્ઞા મુજબ કરવાનો છે અને ભગવાનની આજ્ઞા છે કે કોઈ પણ યોગ ન સીદાય તે રીતે તપ કરવો. •
તપ કરતાં મન-વચન-કાયાના યોગો સાચવવા પડશે પણ તે શા માટે ? વિષયભોગ માટે નહિ, પણ સંયમસાધના માટે. તપ કરતાં શરૂમાં જરા તકલીફ પણ લાગે પણ અભ્યાસ ચાલુ રાખો. પહેલા ઉપવાસે પડિક્કમણામાં જરા ચેન ન પડે એમ પણ બને. જરા ટેકોં પણ લેવાય પણ ક્રિયા ચાલુ રાખો. અભ્યાસના યોગે ધીમે ધીમે એકવીસમા ઉપવાસે પણ કઠિન નહિ લાગે. આપણો મુદ્દો એ છે કે મુક્તિના અનુષ્ઠાનમાં બાધ ન આવે તે રીતે તપ કરવો. તપમાં મૂંઝવણ થાય તો એવું ચિતવો કે-અનાદિથી પડેલી ખાવાની કુટેવના કારણે જ આ દશા છે.
ધન્ના કાંકદીના તપનું વર્ણન શ્રેણિક મહારાજા પાસે ભગવાન મહાવીરદેવે એવું કર્યું છે કે સાંભળતાં પણ ધ્રુજારી પેદા થઈ જાય. સાર્થવાહનો એ દીકરો, કેવળ ભોગ-સુખમાં ઊછરેલો, એણે નવ મહિનામાં એવી સાધના કરી કે સર્વાર્થસિદ્ધ વિમાને ગયો. એવો તપ કર્યો તો એ પદ મળ્યું - શરીર કેવું બનાવ્યું ? જીભ તો તાડના પાંદડાં જેવી અને માથું સૂકી તુંબડી જેવું થયું હતું. આ વર્ણન સાંભળતાં શ્રેણિક મહારાજાના રૂંવાડાં ઊભાં થઈ ગયાં હતાં. જંગલમાં શોધવા પણ મુશ્કેલ થઈ ગયા હતા.
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
| 1040 આમ શરીર સુકાય તેનો જરાયે વાંધો નથી પણ મુદ્દો એ છે કે મન-વચનકાયાના યોગોથી એવી ક્રિયા ન કરાય કે જેથી મુક્તિની સાધનામાં વાંધો આવે. અપવાદ ઉત્સર્ગની રક્ષા માટે છે: | ગીતાર્થો ઉત્સર્ગ તથા અપવાદ બેય જાણે પણ પોતે પોતાની જાતે અપવાદ સેવે ? શાસ્ત્ર કહ્યું કે અપવાદ જાણીને પોતે જાતે જ અપવાદ સેવે તો મોટા ભાગે પતિત થાય. જેવા જેવા આત્મા જુએ તેને ટકાવવા એ અપવાદનો ઉપયોગ કરે. બધી બારીઓ એમના હાથમાં છે માટે એ ગીતાર્થ પોતે પોતાના માટે જરૂર સિવાય એનો ઉપયોગ ન કરે. પરંતુ અપવાદ જાણતા હોઈ બીજાને ટકાવવા માટે જરૂર એનો ઉપયોગ કરે. બધી જાતના પરિણામની ધારા તપાસીને આગળ ચાલે તે સાધના સાધી શકે. અપવાદ એ ઉત્સર્ગની રક્ષા માટે છે. . . ઔચિત્ય વિના ધર્મ નહિ?
ગૃહસ્થ ઊઠીને એમ કહે કે-મારે સંસાર છોડવો નથી, ઘરમાં રહેવું છે, વેપારધંધો કરવો નથી. મુનિની જેમ ભિક્ષા લાવીને ખાઈશ, તો એ ચાલે ? શાસ્ત્ર કહે છે કે એથી તો ધર્મ હણાય. એવા ને હું મારી સાથે ભિક્ષા માટે ફેરવું તો ? લોક કેટલા દિવસ ખવડાવે ? ચાર દહાડા ખવડાવે પણ પછી ? પછી એની ગાડી આગળ ન ચાલે. ભિક્ષા ધર્મ કોના માટે ? જેમ હું પાત્રો લઈને ભિક્ષાએ ફરું છું, તેમ એનાથી થાળી લઈને ભિક્ષાએ ફરાય ? ન ફરાય. ત્યાં જ્ઞાની એને ઔચિત્ય જોવાનું કહે, પણ પછી જ્ઞાની એથી આગળ ન વધે. કોઈને ઘેર જઈ “ધર્મલાભ” કહેવાનું કામ મુનિનું છે પણ ગૃહસ્થનું નહિ. શ્રાવકો થાળી લઈને ભીખ માગવા નીકળે તો ધર્મનું અપમાન થાય. દુનિયા કહે કે આ જૈનોને નભાવવા કેવી રીતે ?
ધર્મ કે જે ઔચિત્યનો ત્યાગ કરે. ઔચિત્યનો એ જાણ હોય. જે ઔચિત્યને ન સમજે તે ધર્મને લાયક નથી. જે મન-વચન-કાયાના યોગો સંસારમાં રૂલાવનારા છે તેના દ્વારા જ મુક્તિ મેળવવાની છે. પુણ્ય ત્યાજ્ય કહ્યું છતાં પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય કહ્યું. મુક્તિ મળે પહેલાં સંઘયણથી. મોક્ષસાધક પહેલું સંઘયણ પુણ્યાનુબંધી પુણ્ય વિના મળે ? મુક્તિએ જવા માટે ઉત્કટ મનોબળ, ઉત્કટ વામ્બળ, ઉત્કટ કાયબળ, પ્રથમ સંવનન વગેરે મેળવવું જોઈએ. એના વિના મુક્તિ ન થાય.
શ્રી જિનેશ્વરદેવના શાસનની ક્રિયાઓ છે નિર્જરા માટે પણ પુણ્યબંધ ન થાય એમ નથી. નિર્જરા ન થાય ત્યાં પુણ્યબંધ તો બેઠો જ છે. મુનિને એકાંત નિર્જરા માટે જ ક્રિયા છે પણ નિર્જરા થાય ત્યાં પણ પુણ્યબંધ તો છે જ. ગૃહસ્થ
Page #492
--------------------------------------------------------------------------
________________
141
- ૩૧જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 11 - ૪૭૧ માટે પણ નિર્જરાનો ઇન્કાર નથી. છતાં એમાં ભેદ તો છે જ. ગમે તેટલી ઊંચી ભાવના હોય તો પણ સમ્યગ્દષ્ટિને સર્વવિરતિ કહ્યો ? એ વેપાર ન કરે કે કાચા પાણીને ન અડે એમ કહ્યું ? કેમકે એ એનાથી બનવું શક્ય નથી. સમ્યગ્દષ્ટિની ભાવના કેવી હોય ? દુનિયાની કાર્યવાહી એને દુ:ખરૂપ લાગે અને મુક્તિની કઠિન ક્રિયા પણ એને સુખરૂપ લાગે.
સભાઃ “સમ્યગ્દષ્ટિ આત્મા દુનિયાના દુ:ખને ઇચ્છે ?'
હા ! કર્મનિર્જરામાં સહાયક એવા દુ:ખને એ જરૂર ઇચ્છે. ન ઇચ્છે તો ઉપવાસ કરે ? ઉપવાસ પણ કાયાને તો દુઃખરૂપ જ છે ને ?
સમ્યગ્દષ્ટિની ભાવનાની વાત ચાલે છે. એની ભાવના ઊંચી હોય તેમ છતાં સમ્યગ્દષ્ટિ અને સર્વ વિરતિમાં મોટો તફાવત છે. ઊંચામાં ઊંચી કોટિના શ્રાવક કરતાં નીચામાં નીચી કોટિંનો મુનિ અનંતગુણ વિશુદ્ધ છે. ક્ષાયિક સમકિતી અને દેશવિરતિ પણ મુનિના ચરણોમાં માથું મૂકે. અવધિજ્ઞાની ઇંદ્રો, ક્ષાયિક સમકિતી શ્રેણિક મહારાજા જેવા રાજાઓ અને પ્રતિમા પાલનથી પવિત્ર બનેલા બાર વ્રતધારી આનંદ, કામદેવ જેવા શ્રાવકો પણ એક દિવસના મુનિના ચરણોમાં નમે છે. પાણીમાં નાવડી તરતી મૂકનાર અતિમુક્તક મુનિના ચરણોમાં પણ એ બધા મસ્તક નમાવે. કેમકે ત્યાં અનંતગુણ વિશુદ્ધિ છે. શ્રાવક ગમે તેવો હોય, દર પર્વે પૌષધ કરે પણ મૂડીનું વ્યાજ ખાય કે નહિ ? જ્યારે સાધુની વાત જુદી. એને તો જરા બીજનો કણીયો ચંપાય તો અતિચાર લાગે, જરા પાણીનો છાંટો અડે તો આલોયણ અને તમને એવું નહિ એનું કારણ ? તમને પાપ ન લાગે માટે ? ના એવું નથી. પાપ તો લાગે પણ મર્યાદા જુદી છે. તમારે માટે એ બધી બંધી ફરમાવવામાં આવે તો કેટલા ટકે ?
આ રીતે સ્થિર આશયવાળાનું સમ્યક્ત રૂઢ થાય. વ્રતધારી ન પણ હોય છતાં સમ્યગ્દષ્ટિ કહેવાય, કારણ કે વ્રતધારી બનવાની ભાવના તો એની હોય જ.
દાન, શીલ, તપ અને ભાવ સાધીને અનંતા આત્મા મુક્તિએ ગયા એ વાત ખરી પણ ક્યારે ? કોઈ પણ એકની સાધના કરતાં બાકીના ત્રણ પ્રત્યે પ્રેમવાળા અને આદરવાળા હોય તો જ. ભાવ શુદ્ધ છે તો મંદિરમાં ગયા તોયે શું અને ન ગયા તોયે શું ? સાધુ પાસે ગયા તોયે શું અને ન ગયા તોયે શું ? આવું શુદ્ધ ભાવનાવાળા કદી ન બોલે. સારો શ્રાવક તો અઢી ગાઉ દૂર સાધુ હોય ત્યાં સુધી અલગ પડિક્કમણું ન કરે.
Page #493
--------------------------------------------------------------------------
________________
૪૭૨
12
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ સભા: “આજે પોતાને બહુ વિદ્વાન માનનારા સાધુ સાથે પ્રતિક્રમણ નહિ
કરતાં અલગ જ કરે છે.' ' એ અજ્ઞાનતા છે. બહુ વિદ્વત્તાનું ફળ શું ? પોતાને અલગ બેસવામાં વધુ આનંદ આવતો હોય અને કરે એ વાત જુદી પણ જુદું કરવાની એનાથી બીજાને સલાહ ન અપાય. અભયકુમાર વિદ્વાન કે કઠિયારો ? છતાં અભયકુમાર એ કઠિયારા નૂતન મુનિને બહુમાનપૂર્વક વંદન કરે છે ને ? ઇંદ્રો નિયમ સમ્યગ્દષ્ટિ અને અવધિજ્ઞાની છતાં સિંહાસન પર બેસતાં પહેલાં વિરતિને પ્રણામ કરે. શ્રી જિનેશ્વરદેવ ક્યારે જન્મ, વગેરે ઇંદ્રો જાણે અને મુનિ ન જાણે છતાં એ ઇંદ્રો મુનિને નમે છે. આ વાત સમજવી ઘટે છે. ઘરમાં બેઠેલા ક્રિયા કરનારની ભાવનામાં અને ઉપાશ્રયમાં બેઠેલા ક્રિયા કરનારની ભાવનામાં ફેર ન પડે ? ઘરમાં તરત સમાચાર મળે જ્યારે અહીં તો સમાચાર આવે ત્યારે જાણે.
વચમાં એક કુપંથ નીકળ્યો હતો. કોઈએ કહ્યું હતું કે વિધિપૂર્વક આજનાં મંદિર નથી માટે એનો ત્યાગ કરવો જોઈએ. આ સાંભળી કંઈક લોકોએ મંદિરોનો ત્યાગ કરી દીધો. પંથના પ્રણેતાને કોઈ મહાત્મા કે સદ્ગુરુ મળ્યા અને સમજાવ્યું કે-તું શાસ્ત્રો માને છે ? જ્યારે ત્રણ લોકના નાથ વિદ્યમાન હતા ત્યારે પણ બધાં મંદિરો સંપૂર્ણ વિધિપૂર્વકનાં જ હતાં. એમ કહી શકાશે ? વિધિ એ આદર્શ છે. સંપૂર્ણ હોય તે સંપૂર્ણ પાલન કરી શકે. ન કરી શકે તેણે વિધિના આદર્શને સામે રાખીને ક્રિયા ચાલુ રાખવી જ જોઈએ. અવિધિવાળી કિયાનો પણ ત્યાગ ન થાય. વિધિનો રાગ ન જવો જોઈએ એ વાત ખરી. મહાત્માએ સમજાવવાથી પેલો તો સમજ્યો અને પોતાના ભક્તોને કાગળ લખ્યા કે “મારી ભૂલ હતી.” ભક્તોએ સાફ જણાવી દીધું કે- તમે ભલે બેવકૂફ હો ને ફરો, અમે બેવકૂફ નથી કે ફરીએ ! કોઈપણ નવી વાતનો સમજ્યા વગર પ્રચાર કરવામાં મોટું જોખમ છે. પ્રચારક પ્રસંગે સુધરે પણ તેની પાછળ ઘસડાયેલા જલદી ન સુધરે.
પોતે પ્રતિક્રમણ અલગ કરે તેનું એ જાણે પણ બીજાને અલગ કરવાની સલાહ ન અપાય. “આજના સાધુ તો પડિક્કમણામાં ગોટાળા વાળે છે. એના કરતાં અમે સારું કરીએ છીએ માટે ત્યાં ન જાઓ; -આવું કહેનારા મિથ્યાદૃષ્ટિ છે. એક ભાઈને મેં પૂછ્યું કે-“પ્રતિક્રમણમાં કેમ નથી આવતા ?' એમણે કહ્યું કેમને ત્યાં આનંદ આવે છે. બે-અઢી કલાક લઉ છું” વગેરે. મેં કહ્યું, “બહુ સારી વાત છે. તમારી ભાવના ઊંચી છે. પણ અહીં કરતાં ત્યાં વધારે યોગ્ય છે એવી ભાવના ન સેવતા.'
Page #494
--------------------------------------------------------------------------
________________
1043 – ૩૧ : જેનાથી ડૂળ્યા એનાથી તરવાનું - 71 – ૪૭૩ - સ્તવનો અને સક્ઝાયોને કેવળ ભાષાની કળાનો સંગ્રહ ન માનતા. એમાં તો આગમનાં ઝરણાં વહે છે. પૂર્વાચાર્યોની બધી કૃતિઓ તત્ત્વથી ભરપૂર હોય છે. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાની કૃતિઓ મહા અર્થગંભીર છે. એમાંથી “શું મુંડે શું લોચે રે” એવી અર્ધી વાત પકડે તો ? કહેવું પડે કે એને વસ્તુની સમજ નથી. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે ‘દ્રવ્યલિંગની મહત્તા ન સમજે તે અજ્ઞાન છે. શાસ્ત્રકારો ફરમાવે છે કે કેવળજ્ઞાન થયા પછી અન્યલિંગે એ આત્મા ન જ રહે. સાધુનો વેષ સ્વીકારે જ. અંતકૃત કેવળી જ અન્ય લિંગે મુક્તિમાં જાય. કેવળજ્ઞાન થયા પછી છ માસથી અધિક આયુષ્ય બાકી હોય તે આ લિંગનો સ્વીકાર કરે જ. રાજમાર્ગને એ ન લોપે. કેવળજ્ઞાનીને પણ ઓઘાની જરૂર ? હા.. લિંગ છે માટે જરૂર છે જ. - પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે-વિધિમાર્ગની સ્થાપના કરવાના સામર્થ્ય વિના અવિધિમાર્ગનું ઉમૂલન કરનારો શાસનનો નાશક છે. અવિધિ ઉખેડી વિધિનું સ્થાપન કરે તેને તો વંદન છે. પણ વિધિ સ્થાપવાની તાકાત વિના અવિધિયુક્ત અનુષ્ઠાનોને ઉખેડે તો એ આત્મા માર્ગનો નાશ કરે છે. એ પાપાત્મા છે. “ઊભાં ઊભાં-પડિક્કમણું કરવું હોય તે જ કરે, બીજા બહાર જાય.” એમ કહેવામાં આવે તો કેટલા રહે ? એમ કહેનારને શાસ્ત્રકાર કહે છે કે-અરે ભાગ્યશાળી ! આ તું શું બોલે છે ? એક હજારમાં માંડ સો જણા ઊભા ઊભા કરનારા હોય, બાકીના નવ તો તો “પડિક્કમણું કરવું જ જોઈએ એ પણ સમજ્યા નથી. પર્વતિથિએ કરીએ તો ઠીક આવી સામાન્ય ભાવનાએ આવે છે. એને કહેવામાં આવે કે “ઊભા ઊભા ન કરવું હોય ચાલ્યો જા,” તો પેલો કહેશે કે સારું મહારાજ ! આ ચાલ્યો' પછી ? આપણે એમ કાઢી મૂકવા નથી પણ સમજાવીને વિધિમાર્ગે ચઢાવવા છે.
મુનિ બીમાર હોય અને જલદી પ્રતિક્રમણ કરાવવાનું કહે તો એમ . કરાવવામાં પણ લાભ છે. કેમકે “મારું પ્રતિક્રમણ રહી ગયું” એમ એને ન થાય. એના પરિણામ ટકે એની કિંમત છે. કોઈ શ્રાવક પણ વહેલું પ્રતિક્રમણ કરવા માગતો હોય અને એ રીતે ટકતો હોય તો ટકાવવામાં લાભ છે. સ્થિરતાવાળા જીવો ઓછા હોય છે. કેટલાક તો બહુ વાર લાગે તો મનમાં કચવાટ કરતા હોય કે “કેમેય પૂરું જ થતું નથી !' વિધિનો રસ હોવો જોઈએ એ નક્કી, પણ નવા આવેલાને તો રસ રહે એ રીતે ટેવાય એમ કરવું જોઈએ. નવો માણસ પડિક્કમણામાં ઊભો ન થાય તો એને એમ કહેવાય કે “ભાઈ ! તમને ટેવ નથી એટલે ઊભાં ઊભાં કરવું કઠણ જરૂર લાગે પણ વિધિ એ છે હોં.” તો પેલો પણ
Page #495
--------------------------------------------------------------------------
________________
1044
૪૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પગે લાગીને એ વાત સ્વીકારે. પરંતુ ‘બસ, ઊભા થાઓ, નહિ તો ચાલ્યા જાઓ’ એમ કહો તો લાભ થાય ?
તમે શુદ્ધ કરતા હો તે સારી વાત પણ તેથી તમને અન્યની ટીકા કરવાનો હક્ક નથી. તમે ત્રણ કલાકે પ્રતિક્રમણ કરો તે સારી વાત છે પણ તેથી બીજા પણ ત્રણ કલાક કરે જ એવો આગ્રહ ન હોવો જોઈએ. બધાના ભાવ ટકાવવા ખાતર સમયસ૨ પ્રતિક્રમણ પૂરું કરે અને પછી બેત્રણ કલાક શાંતિથી સ્વતન સજ્ઝાય બોલે તો એનો ઇન્કાર નથી. તમે એ જરૂ૨ કહી શકો કે ભાષ્યકારે ફરમાવેલી વિધિ મુજબ જ્યાં જ્યાં સંપદા હોય ત્યાં ત્યાં અટકવાપૂર્વક સૂત્રો બોલવાં. દરેક વિધિ સાચવવી. પણ અવિધિએ કરનારની અવગણનાં ન કરાય.
શાસ્ત્ર કહ્યું કે જે જે વિધિ જે જે કાળે કહી તેમ કરવું જોઈએ. ભાષ્યમાં કહેલી વિધિ જાળવવી. સંપદાદિ જાળવવાં. એમાં જેટલી ભૂલ એટલી ખામી. પરંતુ જેમ એ બધી વિધિ છે તેમ અઢી ગાઉમાં સાધુ હોય ત્યાં સુધી શ્રાવક અલગ પડિક્કમણું ન કરે એ પણ વિધિ છે. બીજી વિધિ જાળવનારે આ વિધિ પણ ન જાળવવી જોઈએ-અસ્તુ.
હવે રૂઢતાને અંગે આગળ શું કહે છે તે હવે પછી.
Page #496
--------------------------------------------------------------------------
________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, મહા વદ-૧૧, સોમવાર, તા. ૨૪-૨-૧૯૩૦
·
દૃઢ અને રૂઢ બનેલા સમ્યક્ત્વને ગાઢ શી રીતે બનાવશો ?
♦ દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કોણ કરી શકે ?
♦ પુષ્પશય્યા અને કંટકશય્યા :
♦ સંયોગ-સામગ્રીનો પ્રભાવ :
સારા હેતુથી સત્ય કહેવું એ ગુસ્સો નથી :
·
♦ શિક્ષકને શિક્ષા કરવાનો હક હોય તો જ શિક્ષણ આપી શકાય : અજ્ઞાન પણ સદ્ગુરુના યોગે તરી જાયં :
♦ તો-જ તે ક્રિયા સદ્ગુરુના યોગે તરી જાય :
તો-જ તે ક્રિયા આધ્યાત્મિક ગણાય :
શાસ્ત્ર-સિદ્ધાંતની રક્ષાના સમયે મૌન રહેવું તે પાપ છે :
• રક્ષા માટે ઝઘડો પણ જરૂરી :
♦વંદનિક-અવંદનિક :
•
72
દૃઢ અને રૂઢ બનેલા સમ્યક્ત્વને ગાઢ શી રીતે બનાવશો ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર હવે શ્રીસંઘરૂપ મેરૂની સમ્યગ્દર્શન રૂપ વજરત્નમય પીઠની ગાઢતાનું વર્ણન કરે છે. ગ્રંથકાર મહર્ષિ વર્ણન કરી ગયા કે દૃઢતામાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા અને એનો પરિચય ન જોઈએ. સમયે સમયે શુદ્ધ થતા પ્રશસ્ત અધ્યવસાય વિષે આત્મા ચિરકાળ વર્તે ત્યારે દૃઢ સમ્યક્ત્વ રૂઢ થાય. દુનિયામાં રહેલા સમ્યગ્દષ્ટિના પરિણામ આ હોય. અત્યાર સુધી જણાવી ગયા તે વિચારણા કરીને સમ્યગ્દષ્ટિ આત્મા દૃઢ સમ્યક્ત્વને રૂઢ બનાવે. હવે ગાઢતા ક્યારે આવે ?
તત્ત્વના વિષયની રુચિ તીવ્રતર થાય ત્યારે સમ્યક્ત્વ ગાઢ થાય. તત્ત્વ કયાં ? જીવાદિ નવેય તત્ત્વ છે અને દેવ-ગુરુ-ધર્મ પણ તત્ત્વ છે. અહીં દેવગુરુ-ધર્મની વાત વિચારવાની છે. આ ત્રણ તત્ત્વો શ્રી જિનેશ્વરદેવની હયાતી સુધી જ રહે કે શાસન રહે ત્યાં સુધી હોય, કોઈ કાળમાં દેવ-ગુરુ તત્ત્વ હોય
Page #497
--------------------------------------------------------------------------
________________
- 15
૪૭૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - અને ધર્મ તત્ત્વ ન હોય, કોઈ કાળમાં દેવ-ધર્મ તત્ત્વ હોય અને ગુરુ તત્ત્વ ન હોય, કોઈ કહે તો એ સાચું છે ! ના. એ ત્રણે સાથે જ હોય અને શાસન રહે ત્યાં સુધી રહે.
દેવ તો તે જ કે જે વીતરાગ હોય. આ વાત સર્વ કાળ માટે સરખી. એમાં શાસ્ત્ર ભેદ ન પાડ્યો. પણ ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વમાં શાસ્ત્ર કાલાનુસાર ભેદ પાડ્યો. ગુરુ અને ધર્મ કોને કહેવાય ? સંયમ ધરે તે ગુરુ અને સંયમ તે ધર્મ. દેવને તો ક્ષાયિકભાવે ચરિત્ર થઈ ગયું એટલે એમાં હવે કાંઈ વધઘટ થવાની નથી. જ્યારે ગુરુ સંયમધર એ સાચું પણ કયા સંયમને કોણ ધરે એ ભેદ પાડવા
પડ્યા.
ચારિત્ર પાંચ પ્રકારનાં છે. ૧. સામાયિક, ૨. છેદોપસ્થાપનીય ૩. પરિહારવિશુદ્ધિ, ૪. સૂક્ષ્મ સંપરાય, ૫. યથાખ્યાત. આમાં પાછળના ત્રણ આજે છે ? નથી. સામાયિક અને છેદોસ્પસ્થાપનીય એ બે પ્રકારનાં ચારિત્ર આજે છે. એમાં પાછાં એને ધરનારાના પાંચ ભેદ પાડ્યા. એમાં આજે ફક્ત બકુશકુશીલ છે. એમાંયે તરતમતા હોય-જેવી સામગ્રી, જેવો સંયોગ, જેવું સહન, જેવી પરિણામની ધારા, તેવું તેવું સંયમ હોઈ શકે. એ સંયમી ખરા કે નહિ ? ભગવાનની હયાતીમાં પણ બધા સાધુ તથા શ્રાવક એકસરખા જ હતા અને ભેદભાવ નહોતા એમ ન માનતા.
જેનું સમ્યક્ત દૃઢ અને રૂઢ થાય તેની તત્ત્વની રુચિ બહુ તીવ્ર હોય. એ આત્મા જેટલા પ્રમાણમાં તત્ત્વ દેખે તેટલા પ્રમાણમાં તથાવિધ પૂજે. આઠ પ્રકારના પ્રભાવકમાં પહેલા પ્રકારના પ્રભાવક પ્રાવચનિંકને કહ્યા છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ પ્રાવચનિકની વ્યાખ્યા કરતાં કહ્યું કે
વર્તમાનમાં જેટલું પ્રવચન હોય તેને અર્થ અને સૂત્ર સાથે જાણે'. ત્યાં શ્રી જિનેશ્વરદેવે કહેલું બધું જાણે એમ ન કહ્યું. બધું લાવે ક્યાંથી ? દ્વાદશાંગી પૂરી હતી ત્યારે પૂરું જાણનારા પ્રવચનિક કહેવાતા. જેમ જેમ ઘટતું ગયું તેમ તેમ જ કાળે જેટલું રહ્યું તેટલું જાણનારા તેટલા પ્રાવચનિક કહેવાયા. દશપૂર્વ હતાં ત્યારે દશપૂર્વી, એક પૂર્વ વખતે એક પૂર્વી, પૂર્વ માત્ર ગયાં અને અગિયાર અંગ રહ્યાં ત્યારે અગિયાર અંગના પાઠી પ્રાવચનિક કહેવાયા. અત્યારે તો એ પણ પૂરાં નથી. અત્યારે હોય તેટલું જાણે તે પ્રાવચનિક કહેવાય. અત્યારે તો પિસ્તાલીસ આગમ, ભાષ્ય, ટીકાદિ છે પણ દુપ્પસહસૂરિ મહારાજને તો દશવૈકાલિકના ચાર અધ્યયનનું જ જ્ઞાન, છતાં એ પ્રાવચનિક કહેવાયા. અત્યારે તો એ પણ પૂરાં નથી. અત્યારે હોય તેટલું જાણે તે પ્રાવચનિક કહેવાય.
Page #498
--------------------------------------------------------------------------
________________
1047
- ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 – ૪૭૭ અત્યારે તો પિસ્તાલીસ આગમ, ભાષ્ય, ટીકાદિ છે પણ દુપ્પસહસૂરિ મહારાજને તો દશવૈકાલિકના ચાર અધ્યયનનું જ જ્ઞાન, છતાં એ પ્રાવચનિક.
એ વખતે કોઈ કહે કે-“ક્યાં દુપ્પસહસૂરિ અને ક્યાં પૂર્વના આચાર્યો ?' તો એને પણ કહી શકાય કે “ક્યાં પૂર્વના શ્રાવકો અને ક્યાં તું ?' હજી તો ઘણા વિધિમાર્ગ અને અપવાદમાર્ગને સમજતા નથી અને માત્ર શબ્દથી જ અથડાય છે. મુખ્યની અપેક્ષાએ સામાન્ય વસ્તુ અપવાદમાં ગણાય પણ એ સેવવા યોગ્ય ખરી કે નહિ ? એ પણ વિધિ કે અવિધિ ? એ જાણવું જોઈએ.
શ્રાવક માટે ત્રિકાળપૂજાનો કાળ નિયત કર્યો એ વિધિ, એ ઉત્સર્ગ માર્ગ. પણ જિનપૂજા વિના રહેવું નથી અને ત્રણે કાળનો સમય મળતો નથી એ નક્કી છે, અરે, એક કાળની પૂજા પણ નિયત સમયે ન કરી શકાય એવા સંયોગો છે તો એવો માણસ કોઈ પણ કાળે જિનપૂજા કરી આવે એ અપવાદ જ છે ને ? મુખ્યની અપેક્ષાએ એનાથી ઊતરતો એ અપવાદ. એની અપેક્ષાએ એનાથી ઊતરતો એ અપવાદ. પણ એ અપવાદ એ વિધિમાર્ગ કે અવિધિમાર્ગ ? કોઈ કહે કે “પૂજાના સમયે થાય તો જ પૂજા કરે, તો એ ચાલે ? જરૂ૨, મુખ્ય વિધિમાર્ગ ઊંચો ખરો. શાસ્ત્ર વસ્તુનું નિરૂપણ ઊંચું જ કરે. એમ ન બને તો આમ, એમ પણ ન બને તો આમ કરવું, એ બધા ચડતી ક્રિયાની અપેક્ષાએ અપવાદ ખરા પણ એ સેવ્ય છે, વિધિમાર્ગ છે. એ રીતે પણ પૂજા કર્યા વિના નહિ ખાનારો વિધિને લંઘતો નથી. હા, પૂજા કર્યા વિના ખાનારા વિધિ સંઘે છે. હવે એથી પણ આગળ-કદાચ ખાય પણ પૂજા કર્યા વિના તો ન જ રહે, એ પણ એટલે અંશે વિધિપાલક છે. બધાને અપવાદ માર્ગ કહી ન સેવવા યોગ્ય કહો તો પરિણામ શું આવે ? દેવ, ગુરુ, ધર્મની પરીક્ષા કોણ કરી શકે ?
તત્ત્વ પ્રત્યે આસ્થા હોય અને પોતાથી નાનો કે મોટો છતાં ગુણવાન હોય તો તેને નમી પડવાની પોતાનામાં લઘુતા હોય, તો, તે મુનિની પરીક્ષા કરી શકે. મુનિની પરીક્ષા કરનાર મુનિ સામે છાતી કાઢીને ન આવે. મુનિપણાની પરીક્ષામાં જ્ઞાન નિયત નથી કર્યું. અમુક જ્ઞાન હોય તે જ મુનિ, એવું છે ? ચૌદ પૂર્વધર પણ મુનિ કહેવાય, દ્વાદશાંગીના જાણનાર પણ મુનિ કહેવાય, એક પૂર્વ જાણનાર અને અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન ધરાવનાર પણ મુનિ કહેવાય. મુનિને કોઈ પૂછે કે- “ષદ્રવ્ય જાણો છો ? “આગમસાર' વાંચ્યો છે ? “મુનિ' ના કહે તો પેલો કહે કે-“તો મુનિ શાના ?' પણ એમ કહેવાય ? જ્ઞાનમાં જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે અને ચારિત્રમાં ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ છે. એનું કામ જુદું
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
છે. એ મેળ કઈ રીતે મળે ? ‘મા રુષ મા તુ' શબ્દ ગોખવા જેટલી પણ મુનિમાં શક્તિ ન હતી. પણ ન આવડે ત્યાં સુધી આયંબિલ કર્યાં. છોકરાં મશ્કરી કરતાં તો એમને ઉપકારી માન્યા. મશ્કરીમાં પણ સાચા શબ્દો છોકરાં બોલતા તો મુનિ કહેતા કે-મારા ઉપકારી છે કે મને સાચા શબ્દો યાદ કરાવે છે. કેવો ઊંચો ગુણ ? દર્શનમોહનીય તથા ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો છે, અને એ આત્મા નિર્મલ થયો છે; એથી એ મશ્કરી કે ઠપકાને ગણે નહિ; પણ મશ્કરી કરનાર કે ઠપકો દેનારને પોતાના ઉપકારી માને. જ્ઞાન તો ઘણુંયે હોય 'પણ વાત વાતમાં પિત્તો ખસે તો ? સહનશીલતા અને સમતાભાવ હશે તો જ્ઞાન પણ આવશે પરંતુ એ નહિ હોય તો હશે તે પણ જ્ઞાન જશે.
1048
શાસ્ત્રકારે વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. લઘુતા વિના વૈયાવચ્ચ ન થાય. હાથ જોડવા પડે, માથું ઝુકાવવું પડે, એ લઘુતા આવ્યા વિના થાય ? વિનય એ ધર્મનું મૂળ છે. એવા વિનયના યોગે વગર ભણેલા પણ કેવળજ્ઞાન પામ્યાનાં દૃષ્ટાંતો છે ને ? અમુક કર્મના ક્ષયોપશમે અમુક ગુણ થાય. તેને બીજા સાથે ભેળવાય નહિ.
પુષ્પશય્યા ને કંટકશય્યા :
સંયમના પરિણામ પોષાય ક્યાં ? એ લોકો કહે છે કે-અહીં ઘરમાં રહે, ઘરમાં રહીને સંયમના પરિણામ મજબૂત ક૨, પછી જા, તો એ વાત વાજબી છે ? દયાળુને કતલખાનામાં રહી અહિંસાના પરિણામ કેળવવાનું કહેવા જેવી એ વાત છે. ચઢી રહેલાને પાડવાની એ મનોવૃત્તિ છે. શાસ્ત્ર તો કહે છે કે સારા પરિણામ થયા કે સારી જગ્યાએ બેસાડી જ દેવો. શુમરૂં શીઘ્ર ગતિઃ । ધર્મસ્થ ત્વરિતા ગતિઃ । અનંતકાળે કોઈ જીવને કોઈ વખતે આ પરિણામ આવે. એને જરા થંભાવ્યો તો પડતાં વાર કેટલી ?
સભા ‘એને એ લોકો દયા કહે છે.’
શાસ્ત્ર એને ઘોર નિર્દયતા કહે છે. પુષ્પની શય્યામાં સૂતેલું બાળક ગમે તેમ આળોટે તોયે વાગે ખરું ? અને કાંટાની શય્યામાં સૂતું હોય તો ? જરાક પડખું ફરે ત્યાં હાથ પગ છોલાય અને કાંટા ભોંકાય. સાધુજીવન એ પુષ્પની શય્યા જ્યારે ગૃહસ્થવાસ એ કાંટાની શય્યા છે. અહીં ૨મે તોય શાનાથી ? અહીં સંયોગ કયા ? અહીં વચનો કયાં સંભળાય અને ત્યાં કયાં સંભળાય ? તત્ત્વમય આત્મા વસ્તુની પરીક્ષા કરી શકે. વસ્તુની પરીક્ષા વિના સમ્યક્ત્વ દૃઢ અને રૂઢ હોય તોયે ગાઢ ન બને.
સભા : ‘વિનય વૈયાવચ્ચવાળો ન પડે ?’
Page #500
--------------------------------------------------------------------------
________________
1049
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72
મોટે ભાગે ન પડે. બનાવટી પડે તેની ના નહિ પણ સાચો વિનયશીલ ન પડે. બાકી બનાવટી વિનીતો ઘણા પડ્યા. હજી તો દૃઢતામાંયે પોલાણ છે. મિથ્યાદ્દષ્ટિની પ્રશંસા અને તેનો પરિચય આ બે દોષોનું હજી સામ્રાજ્ય છે. કોના ગુણ ક્યારે, ક્યાં, કઈ રીતે અને કેટલા પ્રમાણમાં ગવાય કે ન ગવાય તેનો હજી કાંઈ ખ્યાલ જ નથી.
૪૭૯
સંયોગ-સામગ્રીનો પ્રભાવ
ઘણા કહે છે કે-‘અમુક શ્રાવક તો સાધુ કરતાંયે ઊંચો' હવે આવું બોલાય ? હું કહું છું કે સાધુ કષાયવાળો હોય અને શ્રાવક સમતાનો સાગર હોય તો પણ આવું બોલનાર મિથ્યાત્વ પામે. માન્યું કે સાધુને કર્મના ઉદયે કષાયનો આવિર્ભાવ છે પણ એનાં સ્થિતિ, સ્થાન અને સંયોગો એવા છે કે-એને દૂર થતાં વાર કેટલી ?અને શ્રાવકની સમતામાં આગ લગાડનારી ત્યાં સંસારમાં સામગ્રી કેટલી ? ભાંગ્યું તોયે આ તો ભરૂચ-ગમે તેવું તોયે ગામંડાથી તો એ સારું. શાસ્ત્ર કહે છે કે ગયેલો (ઉત્તરગુણમાં ખામીવાળો) તોયે મુનિ. યાદ રાખો કે મુનિની આ વાત છે. કેવળ નાટકિયા કે વેષધારીની વાત નથી કરતો. એની પુષ્ટિ નથી કરતો. મૂળ ગુણની ખામીની વાત નથી કરતો પણ આ તો ઉત્તરગુણની ખામીની વાત છે. મુનિવેષે ઉત્તરગુણમાં ઢીલો હોય પણ માર્ગનો રાગી હોય તેની આ વાત છે, જેઓ મુનિ વેષમાં છે પણ માર્ગના રાગી નથી, બોલ્ટના ચાલવાનો જેને ખ્યાલ નથી, મુનિ છતાં જે સંસારની વાતો કરે છે, રાાસ્ત્ર ના કહે છતાં ‘એમાં હરકત શી ?’ એમ જેઓ કહે છે તેમની વ છોડી દો. એ તો શ્રાવકથી પણ ગયેલા છે. ગતો ભ્રષ્ટસ્તતો ભ્રષ્ટઃ છે. એનાન તો શાસ્ત્ર અલીક છાપરા- એટલે એનું મોઢું ન જોવામાં જ કલ્યાણ છે એમ કહ્યું છે. એવાઓ કદી જોવા કે સંઘરવા લાયક નથી.
ચંડરૂદ્રાચાર્યને કેટલો ગુસ્સો હતો ? પોતે પોતાની એ સ્થિતિ સમજી શકતા અને મૂંઝાતા હતા; માટે તો સમુદાયથી અલગ બેસતા હતા. કોઈની જરા પણ ખામી જુએ ને ગુસ્સો આવે ત્યાં થાય શું ? ઉત્તરગુણની કેવી ખામી ? છતાં મુનિપણા પ્રત્યેનો રાગ કેવો ? વળી આ સ્થિતિ, સ્થાન, સંયોગ હતા તો કષાયો કાઢી કેવળજ્ઞાન પામવામાં કેટલો સમય લાગ્યો ?
આપણો મુદ્દો એ છે કે તે કાળમાં પણ આવા આત્માઓ હતા. મૂળગુણ સાથે ઉત્તરગુણ પણ સારા હોય તો એ ઉત્તમ છે. પણ એ ન પણ હોય એમ બને: ક્રોધ, માન, માયા, લોભની માત્રા અધિક પણ હોય, અપ્રશસ્ત કષાય પણ આવે અને સંજ્વલનના કષાયો અનંતાનુબંધીનો ભાસ કરાવે, એવું પણ બને પણ એ સ્થિતિ, સ્થાન અને સંયોગ એને પલટાવવા સમર્થ છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
150
૪૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શિષ્યના માથામાં લોહી જોયું કે તરત ચંડરૂદ્રાચાર્યે વિચાર્યું કે “અરે ! આ એક દિવસનો સાધુ, એનામાં આવી ક્ષમા ? આટલા પ્રહારો છતાં એક હરફ ન ઉચ્ચાર્યો ! કેવી અનુપમ ક્ષમા ? અને હું વર્ષોથી દીક્ષિત છતાં મારી આ દશા ? ધન્ય છે એને અને ધિક્કાર છે મને !” આ ભાવનાના યોગે કષાયો ગયા. કષાયો કેમ ન જાય ?' એવું થયું કે કષાયો મંદ પડ્યા, ક્રોધ ગયો, ક્ષપકશ્રેણિ માંડી અને કેવળજ્ઞાન પામ્યા.
અષ્ટ પ્રવચનમાતા એ ઉત્તરગુણ છે, પંચ મહાવ્રત એ મૂળ ગુણ છે. સારા હેતુથી કહેવું એ ગુસ્સો નથીઃ
કોઈ આંખ લાલ કરે એટલા માત્રથી ગુસ્સો ન માનતા પણ હેતુ જોજો. અભણ છોકરાને બાપ વઢે એટલે કડવો લાગે. . .
સભા: “ભણેલા પણ એવા દેખાય તો ?” .
તમારી દૃષ્ટિએ ભણેલા, પણ શાસ્ત્રની દૃષ્ટિએ એ ભણેલા નથી. ભગંવાન મહાવીરદેવને ગોશાળાએ જ્યારે કહ્યું કે-“તારો શિષ્ય શંખલીપુત્ર ગોશાળો બીજો, હું નહિ,” ત્યારે ભગવાને કહ્યું કે-તણખલું આડું ધરવાથી ચોર ન છુપાય. તું તે જ મંખલીપુત્ર ગોશાળ છે. વૃથા તારી જાતને છુપાવવાના પ્રયત્ન કરે છે.” આ સાંભળી ગોશાળો ક્રોધે ભરાયો રે ? ભગવાનને કષાય હતો ? નહિ જ. પરંતુ સત્યનું સ્વરૂપ જ એવું છે કે એ સાચા શબ્દો જુઠ્ઠાને બાળીને ખાક કરે.
મિથ્યાષ્ટિને ઓળખાવવા માટે ભગેવાને પોતે કહ્યું કે- “છાયા રૂ I ક્ષમાના સાગરે પણ મ્લેચ્છ કહ્યા ને ? કરે શું ? વસ્તુને યથાસ્વરૂપે ઓળખાવવા શબ્દ ન વાપરે તો શું કરે ? ઉત્સુત્રભાષીને અદીઠકલ્યાણકરા કહેવામાં ગુસ્સો નથી. હીરાને હીરો કહેનાર ઝવેરી, પથ્થર માટે કયો કોમળ શબ્દ વાપરે ? વિંધ્યા સ્ત્રીને ઓળખાવવા માટે વંધ્યા કહેવી જ પડે. કદી કોઈ કહે કે “પુત્ર નથી થતો એમ કહીને ઓળખાવો તો સામો કહેશે કે થશે, આશા રાખો.” ત્યારે ખુલાસો કરવો પડે કે “ભાઈ ! થાય એમ નથી, એ વંધ્યા જ છે.” ઝવેરી કહે કે “આ હીરો નથી ત્યારે પેલો પૂછે કે “પણ છે શું ?” તો પથ્થર છે એમ કહેવું પડે ને ? કોઈ કહે કે હાથી શબ્દનો પ્રયોગ કરો કારણ કે તે સારો લાગે છે પણ મહેરબાની કરી “ગધેડો' એ શબ્દનો પ્રયોગ ન કરતા. સારી વાત છે. પણ સામે ગધેડો જ દેખાય ત્યારે શું કરવું ? શાસ્ત્ર ત્યાં પણ “પ્રજાપતિનો હાથી એમ વર્ણન કર્યું તોયે પેલો ન સમજ્યો. તે વખતે પ્રજાપતિનો અર્થ એ રાજા કરે ત્યારે
Page #502
--------------------------------------------------------------------------
________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72
કોષ કાઢીને એને સમજાવવો પડે કે જેમ રાજા થાય તેમ કુંભાર પણ થાય. અને એ કુંભારનો હાથી એટલે આ સામે દેખાય છે તે ગધેડો સમજવો. આમ વસ્તુને યથાસ્વરૂપે ઓળખાવવા માટે તેને અનુરૂપ શબ્દો વાપરવા પડે તેથી એમાં કટુતા કે ગુસ્સો છે એમ ન સમજવું.
સભા વાણિયો મગનું નામ મગ ન પાડે એવી કહેતી છે ને ?”
1051
૪૮૧
છે, પણ એ એનો ગુણ નથી પણ ખામી મનાય છે. વળી એ વાણિયો છે તે કદાચ એમ કરે પણ અમે તો સાધુ છીએ. હઠીલાને બેસાડવા બે શબ્દ જોરથી પણ બોલવા પડે તો એ ઉગ્રતા નથી પણ સામાના હિતની ભાવના છે. શિક્ષકને શિક્ષા કરવાનો હક હોય તો જ શિક્ષણ આપી શકાય :
શિક્ષક બધા વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમ તો સરખો જ રાખે પણ ઘણા વિદ્યાર્થી પ્રત્યે એને કરડા થવું પડે છે. ઘણાને માટે હાથમાં સોટી કે ફુટપટ્ટી રાખવી પડે છે. શિક્ષકને શિક્ષા કરવાનો હક્ક છે. જો એ હક્ક શિક્ષક ન ધરાવે તો એના શિક્ષકપણાને એ જાળવી ન શકે. વિદ્યાર્થી ગમે તેમ વર્તે તોયે નભાવી લે, એ શિક્ષક શિક્ષકપણાને લાયક નથી. એ રીતે વિદ્યાર્થીને છૂટ આપી તેથી તો પ્રોફેસરોની ઠેકડી ઉડાડતા થયા. એવા પ્રોફેસરોની કમબખ્તી જ થાય છે. એને અવર પૂએ કરવો કઠિન પડે છે. એની દશા તો એ જ જાણે છે.
કેટલાક પ્રોફેસરો તો તૈયાર કરીને લાવેલું ઝપાટાબંધ બોલી જ જાય છે. વચમાં વિદ્યાર્થીઓ હુરે ! બોલાવે પણ પેલો તો જેમ તેમ પૂરું કરીને ઝટ છૂટવાની વેતરણમાં જ હોય. જેને પોતાનું સ્થાન અને માન જાળવવું છે એ તો કડકાઈ રાખે જ છે. જેને નોકરી વહાલી છે અને વિદ્યાર્થીઓ સાચી ખોટી અરજીઓ કરી કઢાવી મૂકશે તો પોતે રખડી પડવાનો ભય છે, તેઓ તો વિદ્યાર્થીઓનાં તોફાન નભાવી લે છે પણ જેઓ પાવરધા બન્યા છે, નોકરીની જેમને દરકાર નથી એવા પ્રોફેસરો તો પોતાના સ્થાન અને માનને સાચવે જ છે. નથી સાચવતા તેમને સહન કરવું પડે છે. આ બધાં ઝે૨ આજની શિક્ષણપદ્ધતિનાં છે.
શિક્ષક એ ગુરુ કે નોકર ? આજના વિદ્યાર્થીના માનસમાં તો એ જ છે કે આ તો પગારદાર છે માટે નોકર છે. હવે જેની પાસે ભણે તેને નોકર માને એ ભણનારમાં વિદ્યા આવે ? શિક્ષક ઊભા હોય ને પેલો બાદશાહની જેમ અઢેલીને બેઠા હોય ત્યાં જ્ઞાન શી રીતે આવે ? આજના પરીક્ષા પાસ કરી જનારાઓની પછી થોડા દિવસો બાદ પરીક્ષા લો તો મોટા ભાગે નપાસ જ થવાના. પરીક્ષાના
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1052
પાંચ દિવસ માટે જ તૈયાર થયા હોય. સોમાંથી પંચોતેરને તો પાસ કરવા એવું અગાઉથી નક્કી થયું હોય-નાપાસ કરે તો વિરોધનાં સરઘસો નીકળે. હવે આવા જેમતેમ કરી જબરદસ્તીથી પાસ થયેલાઓમાં વિદ્યાનું પરિણમન ક્યાંથી હોય ?
પરિણત વિદ્યાર્થીઓનો તો શિક્ષક પ્રત્યે અખંડ બહુમાનભાવ હોય છે. એ તો મરતાંયે શિક્ષકનું ઋણ ભૂલતો નથી. એવાઓ તો આજે સમાજને શોભાવે છે. બાકી સેંકડે નેવું ટકા તો મૂર્ખ છે. એ તો જ્યાં ત્યાં ડહોળવાનું જ કામ કરે છે. એમને ન કમાતા આવડે, ન જીવતાં આવડે. બોલતાં પગ ધ્રૂજે અને લખતાં કલમ કંપે, વાંચવું કેમ, તે પણ પૂરું ન જાણે. અજ્ઞાની પણ સદ્ગરના યોગે તરી જાય?
“જેવો તેવો પણ સંયમી' એ શબ્દો યાદ છે ને ? શબ્દ.બરાબર યાદ રાખો. અહીં સંયમીની વાત છે, કોઈ વેષધારી નાટકીઆની વાત નથી. “જેવા તેવા સંયમી કરતાં શ્રાવક સારો” એમ બોલવામાં ગુણપ્રશંસા નથી. વારુ, જેવો તેવો સંયમી ન ગમે તો જેવો તેવો પણ શ્રાવક કેમ. ગમે ? પૂરો શ્રાવક, પાકો શ્રાવક ક્યારે કહેવાય ? ત્રણ કાળ પૂજા કરે, ઉભય કાળ આવશ્યક કરે, બાર વ્રત ઉચ્ચર્યા હોય, નિત્ય ગુરુવંદન કરે, નિરંતર જિનવાણી સાંભળે, પર્વતિથિએ પૌષધ કરે, આત્મસાક્ષીએ-દેવસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ પચ્ચકખાણ કરે, આત્મસાક્ષીએ-દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ પચ્ચકખાણ કરે, એ પાકો શ્રાવકને ? આમાં ન્યૂનતા હોય તો ? પૂજા ત્રિકાળને બદલે એક કાળ કરે તો ? તો એ ચાલે ને ? ત્યારે શ્રાવક જેવો તેવો ચાલે અને મુનિ જેવો તેવો ન ચાલે, આ કઈ મનોદશા બતાવે છે ?
બાર વ્રતધારી શ્રાવક ભાંગા ન જાણે તોયે શ્રાવક ખરો ને? આજે ભાંગા જાણનારા શ્રાવક કેટલા ? સમ્યગ્દર્શનના ભાંગા પણ એ જાણે ખરો ? બોલવા ઊભા કરો તો બોલી શકે ? છતાં એ શ્રાવક ખરો ને ? અને એવો શ્રાવક પાછો મુનિને પૂછે કે શું ભણ્યા ? ત્યાખ્યાન નથી આવડતું ? પડિક્કમણું નથી આવડતું? તો મુનિ શાના ? આવું આવું બોલે એ શાથી ? સભાઃ “એ વર્ગની એવી માન્યતા છે કે સવાલ પૂછે અને જવાબ ન આપી શકે
તો એ મુનિ નહિ.” સવાલ પૂછનાર તો ઘણા એવા હોય છે કે સારા સારા સમર્થ પુરુષોને પણ એને હાથ જોડવા પડ્યા, મૌન સેવવું પડ્યું. શું કરે ? ભગવાન દુનિયાને અનાદિ કહે, ત્યારે પેલો પૂછે કે એ કેવી રીતે ? તો કહે કે જેવી રીતે છે તેવી રીતે. પેલો પછી ? પછી ? એમ પૂછ્યા જ કરે એનું પછી, માટે જ નહિ, ત્યાં થાય શું ?
Page #504
--------------------------------------------------------------------------
________________
૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી – 72
વળી ઉત્તર આપવાની અશક્તિનો આરોપ મહાવ્રતમાં હોય ? પરીક્ષા તો તે કે જે કાળે જ્ઞાનીએ જેટલા ગુણ વિહિત કર્યા છે તે કાળે ગુણ હોય તો મનાય. શ્રાવકમાં બાર વ્રતધારીને લીધા તેમ એક વ્રતધારી અને વ્રત વગરના શ્રદ્ધાળુને પણ લીધા કે નહિ ? સંઘ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. શ્રાવકશ્રાવિકામાં વ્રત વગરનાનો પણ સમાવેશ કર્યો કે નહિ ? કેમ કર્યો ? ત્યાં એ પ્રશ્ન નથી ઊઠતો તો સાધુ-સાધ્વીમાં જ વાંધો કેમ લેવાય છે ?
1053
૪૮૩
વારુ ! આગળ ચાલો. શાસ્ત્ર કહ્યું કે મિથ્યાદ્દષ્ટિને પણ દ્રવ્ય સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા અપાય. એને પણ ઓઘો આપીને જગત પાસે પૂજાવે, ત્યાં શું કહેશો ? હજી દ્રવ્યસમ્યક્ત્વનો આરોપ છે, હૈયામાં કાંઈ નથી માત્ર સંસાર અસારની ભાવના જાગી છે અને સંયમ ઠીક લાગ્યું છે એટલું જ, છતાં દીક્ષા આપીને પૂજ્ય બનાવે છે ને ? હજી તો એ આત્માએ શ્રી જિનેશ્વરદેવને પૂરા ઓળખ્યા પણ નથી, નિગ્રંથગુરુનું વિશેષ કાંઈ સ્વરૂપ જાણ્યું પણ નથી. ષડૂદ્રવ્યને સમજતો નથી, જીવાદિ તત્ત્વોનો પૂરો ખ્યાલ પણ નથી, તો પણ શાસ્ત્ર કહે છે કે એવા તો અનંતા આત્માઓ ગુરુસંયોગે વીર્યોલ્લાસના યોગે કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી મુક્તિમાં પહોંચી ગયા.
-
તો... જે તે ક્રિયા આધ્યાત્મિક ગણાય :
જૈનકુળમાં જન્મેલાને દીક્ષા સામે આટલો વિરોધ, એનું કારણ શું ? અરે, દીક્ષાના ઉમેદવા૨ને સલાહ આપે છે કે-બેચાર વરસ કાઢી નાખ, અહીં રહીને પાળ, પછી ભવિષ્યમાં લેજે; આવી સલાહ અપાય ? એવી સલાહ આપનારા પાછા વર્ષોથી ક્રિયાકાંડ બહુ કરે છે. એમને પૂછો કે વર્ષોથી આટલી બધી ક્રિયાઓ કરો છો છતાં તમને વૈરાગ્ય કેમ નથી થતો ? તો કહેશે કે ‘એ તો ભોળાઓને થાય. સમજદારને એમ વૈરાગ્ય થઈ જતા હશે ?' હવે આવા સમજદારને સમ્યગ્દષ્ટિ કહેવા કે મિથ્યાદ્દષ્ટિ ? કોઈ એને કહે કે ‘અમુક પુણ્યાત્મા હજી થોડા સમયથી મંદિર, ઉપાશ્રયે જતો થયો અને એને વૈરાગ્ય થઈ ગયો અને તમે તો વર્ષોથી ક્રિયામાં ઊંડા ઊતર્યા છો, લાંબો સમય ક્રિયામાં ગાળો છો છતાં તમને હજી વૈરાગ્ય કેમ નથી આવતો ?' તો કહેશે કે ‘એ બધા કાચા મનના, અમે એવા નહિ.’
શાસ્ત્ર ફહે છે કે-આ એક પ્રકારની ધીડ્ડાઈ છે. ક્રિયાઓને એ ઘોળીને પી ગયા છે તેથી એ ક્રિયાઓની એમને કાંઈ જ અસર નથી. પહેલે ગુણઠાણે આધ્યાત્મિક ક્રિયાની શરૂઆત થાય તેની પણ એ ક્રિયા ખ્યાતિ કે માનપાન માટે ન હોય. આત્માને ઉદ્દેશીને કરે તો જ એ ક્રિયા આધ્યાત્મિક ગણાય.
Page #505
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સૂત્રોના જાપ કલાકોના કલાકો કરે, અનેક ક્રિયાઓમાં લાગ્યા જ રહે છતાં એને વૈરાગ્ય કેમ ન થાય ? ન થાય તો એનું દુ:ખ પણ ન હોય ? મુનિના દર્શનથી એના રોમાંચ ખડાં કેમ ન થાય ?
૪૮૪
1054
શાસ્ત્રસિદ્ધાંતની રક્ષાના સમયે મૌન રહેવું તે એક પાપ છેઃ
પૂર્વે પરીક્ષકો હતા પણ એ આવા ન હતા. એ સમજી શકતા કે આ ઉગ્રતા કોના ઘરની છે ? બાપ દીકરાને શિક્ષા કરે ત્યારે કાળ જેવો લાગે પણ કોઈ એમ ન કહી શકે કે આ દુશ્મન મારે છે. જો કોઈ એમ કહે તો છોકરો જ તેને કહી દે કે-‘ચૂપ રહે, એ મારો બાપ છે.’
સભા ‘આજે એવા દીકરા ક્યાં છે ?’
એ પણ ન રહ્યા-કા૨ણ બાપે હાથ ચલાવ્યો પણ હેતુ સાચો,ન હતો. હેતુ ન પરખે તે પરીક્ષા ન કરી શકે. આ તો દશવૈકાલિકની એક ગાથા ગોખી રાખી કે‘ચોરને ચોર ન કહેવાય. કાણાને કાણો ન કહેવાય-એમ કહેવામાં મૃષાભાષણ છે અને ભાષાસમિતિનું ખંડન છે.’ એને પૂછો કે-ભાષાસમિતિના ભેદ કેટલા ? તો કહેશે-ભગવાન જાણે !
વારુ ! જે શાસ્ત્ર ચોરને ચોર કહેવાની ના પાડી તે જ શાસ્ત્ર મિથ્યાદ્દષ્ટિને મિથ્યાદ્દષ્ટિ કહ્યા કે નહિ ? કેમ કહ્યા ? તો કહે કે-‘હોય નહિ.' પાનાં બતાવો તોયે કહેશે કે-‘હું એ ન માનું.’ હવે આવા એ વિદ્વાનોને ન માલૂમ કોણે આવું ભૂત વળગાડ્યું.
એક વાત ગોખી રાખી કે ‘કષાય કરે તે નરકે જાય.’ પણ એ વાત યાદ કરે ફક્ત મંદિર-ઉપાશ્રયમાં, પેઢી, ઘર, બજારમાં યાદ ન કરે. ત્યાં તો કષાય એવા કરે કે ન પૂછો વાત. ખાવામાં જરા ઓછાપ હોય તો થાળી પછાડે અને સ્ત્રીને સત્તર વચનો સંભળાવે. લોક પણ તમાશો જુએ-કલાકો સુધી દુર્ધ્યાન કરે. ત્યાં કષાયોનો કાંઈ ખ્યાલ જ નહિ અને અહીં મુનિ જરા કડક કહે તો કહી દે કે ‘કષાય કરે તે નરકે જાય’ ગ્રાહક સાથે વાંધો પડે તો મોટો ઝઘડો કરે, પૈસાની લેણદેણ માટે ત્રણ કોર્ટ સુધી જાય, ત્યાં કષાયના કટુ વિપાક યાદ ન આવે અને અહીં મુનિ કહે કે-‘શાસનના કામમાં કાંઈક કરવાની જરૂ૨ છે, આમ ઢીલા રહ્ય ન ચાલે.’ તો તરત કહે કે-મુનિ તપી ગયા-શાંતિ રાખવી જોઈએ. ક૨શે તે ભ૨શે-આપણે શું કામ તપવું જોઈએ. કષાય કરે તે નરકે જાય-વગેરે.’ આવાને સમ્યગ્દષ્ટિ મનાય ? ઘરબાર, બજાર, પેઢી માટે કષાય કરનારા શાસનરક્ષાના પ્રસંગે સમતાના પાઠ ભણાવે એ અજ્ઞાન નથી ?’ ઘર સળગ્યું' એમ સાંભળે તો દોડી જનારને કોઈ કહે કે-‘ભાઈ ! શાસ્ત્ર કહ્યું છે કે ઘર તો પારકું છે, નાશવંત
Page #506
--------------------------------------------------------------------------
________________
1055
- ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 = ૪૮૫ છે, એમાં આટલી દોડાદોડ શી ?” તો તરત કહેશે કે-“બેસ, બેસ, તું શું સમજે ? એમ કહીને તરત પહોંચે. એ જ માણસ મંદિર-ઉપાશ્રયની આપત્તિ વખતે શાંતિની વાતો કરે, સમતા વિના મુક્તિ નથી એમ બોલે, એ સમજદારી છે ? પોતાના ચોપડા ખોટા કહેનારને કોર્ટે ખેંચી જાય અને આગમોને ખોટાં કહે ત્યાં સમતાના જાપ જપાય, એ કઈ હાલત છે ? એવાઓના તો સહવાસમાં પણ ન રહેવાય. એવાની પ્રશંસા કરવી એ પણ પાપ છે.
ધર્મના નાશ વખતે જેનામાં ઉગ્રતા ન આવે તેને માટે શાસ્ત્ર કહે છે કે-એ ધર્મ પામ્યો જ નથી. મુક્તિ માટે રત્નત્રયી પાળવાની છે. જે રત્નત્રયીના યોગે મુક્તિ મળવાની છે, જેના યોગે આટલે સુધી અમે પહોંચ્યા, એ રત્નત્રયીને ઉઠાવી જતું હોય તોયે જોયા કરીએ ? કાંઈ બોલીએ નહિ ? અમારા ગુરુને કોઈ ડાંગ લઈને મારવા આવે તોયે કાંઈ કરીએ નહિ ? એ ચાલે ? તે વખતે તો રક્ષા માટે જે આવડે તે બધું કરીએ. જો જોયા કરીએ તો મહાવ્રત જાય.
આચાર્ય પાસે શક્તિસંપન્ન સાધુ જોઈએ એમ શાસ્ત્ર શા માટે કહ્યું ? રોટલા ખાવા માટે ? ના. અવસરે રક્ષા કરવા માટે. આચાર્ય પાસે વાદી પણ હોય. કેમ ? એમની સામે વાદ કરવા આવનારા ઘણા હોય. આચાર્ય પાસે એવા વાદી હોય કે એ બારણે બેઠા જ હોય. આવનાર વાદીને એ જ પહેલાં ઊભો રાખે અને કહે કે પહેલાં મને તો જીત ! પછી આગળ વધજે. જરા આડો ચાલે તો ત્યાંથી બહાર રવાના કરી દે. આચાર્ય તો શાસનના સમ્રાટ ગણાય છે. ભગવાનની સભામાં પણ સંખ્યાબંધ વાદીઓ આવતા. એ એવા હતા કે દેવોની સભામાં પણ અજેય ગણાતા. એવા પણ વાદીઓ આચાર્યની પરિષદમાં પણ આવે ત્યારે. આચાર્ય કાંઈ મૌન રહે ? આચાર્યો દેશના દેતા ત્યારે પણ શક્તિવંત સાધુઓ પડખે રહેતા. તાકાત નહિ કોઈની કે આચાર્ય સામે ગમે તેમ વર્તે-આજે તો દર્શનવાદીઓ ક્યાં છે ? તે વખતે પ્રખર દર્શનવાદીઓ આવતા અને દેશનામાં પણ કુદર્શનોનું ખંડન બરાબર થાય-સામો ગમે તેટલો ગુસ્સે ભરાય તો પણ સત્યના પ્રતિપાદનમાં જરાય કચાશ ન રાખતા. રક્ષા માટે ઝઘડો પણ જરૂરી:
તેઓ “દંત મન્ગવ'ની ગાથા બતાવે છે. હું પૂછું છે કે એ ગાથા એ લોકો જ ભણ્યા છે કે સાધુ પણ ભણ્યા છે !
સભા: ‘કષાયો સર્વથા ક્યારે જાય ?' દશમા ગુણઠાણે.
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૯
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
1056
સભાઃ “તો પછી એ પ્રશ્ન રહ્યો જ ક્યાંથી ?
સાધુ કરતાં પોતાને ઊંચા મનાવનારા શ્રાવકો તો એ પ્રશ્ન ઊભો કરે ને ? એથી તો બોલે છે કે-ક્રોધે ક્રોડ પૂર્વતણું સંજમ ફળ જાય.'
સભાઃ “આવું બોલવાથી તો એ લોકો ઉઘાડા પડે છે !”
એ ઉઘાડા પડે એમાં જ લાભ છે. અત્યાર સુધી ઉઘાડા ન પડ્યા અને ન પાડ્યા એની તો આ બધી પંચાત છે. કંઈક ભોળાઓ એથી ભ્રમિત થયા અને સાધુના સમાગમથી વંચિત રહ્યા. ઉઘાડા પડ્યા હોત તો આ દશા ન થાત. આ તો એમને જોનારા મૂંઝાય છે અને કહે છે કે “શું સમતા ?' પણ દંભીઓ સમતા વિના જીવે નહિ. નીતિશાસ્ત્ર કહે છે કે-સર્જનના હૈયામાં અમૃત હોય છે
જ્યારે જીભે ક્વચિત્ ઝેર પણ હોય છે; જ્યારે દુર્જનના હૈયામાં ઝેર હોય છે અને જીભે અમૃત હોય છે. જેટલા કુમતવાદીઓ છે એમને મોઢામાં સાકરથી પણ વધારે મીઠાશ લાવવી પડે છે. ખોટી વાત કરવી અને પૂજાવું એ કાંઈ એમ ને એમ બને ? કાં તો જનતા સત્ય પર ઝૂકે અને કાં તો આડંબર પર ઝૂકે. અજ્ઞાન જનતા તો આડંબર પર જ વધુ ઝૂકે-સત્ય કહેનારને આડંબરની પરવા નથી. અને અસત્ય કહેનારને આડંબર વિના છૂટકો નથી. મધુરતા તો એને જ વરેલી હોય. સમતા અને સાત્તિના ફુવાચ એ જ ઉડાડે-એ વિના એનું ટટ્ટ ચાલે ક્યાંથી ?
કોઈની પેઢી પચાવી પાડનારા ઉસ્તાદ લોકો શું શું કરે ? એ હાથ જોડે, આંખોમાં પાણી લાવે અને સામાને કહે કે-ભલા માણસ ! નિકટનો સંબંધી અને સારો આદમી જાણી બે લાખ આપ્યા, વિશ્વાસ મૂક્યો અને દસ્તાવેજ પણ ન કર્યો એનો હવે આ બદલો ? આવું ખોટું સાંભળી પેલા સાચા વેપારીને કેટલો ગુસ્સો આવે ? તોયે આ નામદાર તો સમતા જ રાખે, જોનાર ગમાર હોય એ તો એમ જ કહે કે-વાહ ! કેવી સમતા ? ત્યારે પેલો ખરો માલિક હોય તે એને કહે કેભાઈ ! તારું કામ નથી. તું તારે માર્ગે ચાલ્યો જા.” પેલો ઉસ્તાદ તો મનમાં સમજે કે-રાતી પાઈ આપણે તો આપી નથી એટલે આપણે તો સમતા જ રાખવાની છે. કાંઈ ને કાંઈ મળશે તો છ-બાર મહિના ટૂંકા થશે. નહિ મળે તો આપણી કાંઈ આબરૂ જવાની નથી. પાંચ-પચાસ જણા કાંઈ વાંકું બોલશે તો એનું જ બોલશે, આપણું કાંઈ બગાડવાનું નથી. આવા ઉસ્તાદ લોકો તો સમતા રાખે જ.
આજે કહે છે કે-“મૂર્તિ માટે ઝઘડા શા ? સ્ત્રી મોક્ષે જાય કે નહિ એ વાતની ખેંચતાણ શી ? આ તો અનેકાંત દૃષ્ટિવાળો સ્યાદ્વાદમાર્ગ, ત્યાં આવી નાહકની
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૮૭
1057 -- ૩૨ ઃ રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 ચર્ચા શી ? એક જણ તો વળી સલાહ આપે છે કે-“અત્યારે ક્યાં કોઈ મુક્તિએ જવાના છે ? મુક્તિમાર્ગ ખૂલે ત્યારે આ બધી પંચાત કરજો.” વળી એ સમજાવે છે કે-“સ્ત્રી મોક્ષે ન જાય તો એ “સ્ત્રીમાં પુરુષત્વ માનો પણ ઝઘડો શા માટે ? એ બધા મને શાંતિના પાઠ ભણાવવા આવે છે. ચર્ચાની સમાધાન કરનાર કોઈ આવી પણ પંચાત કરે છે, સમજ્યા ?
એ કહે છે કે-આગમ ઠીક છે. પણ પૂર્વાચાર્યોએ એ વખતે ધર્મનો ખપ હતો તેથી ધર્મ માટે એ લખ્યાં. આજે અર્થકામનો ખપ છે માટે તેવાં શાસ્ત્રો લખાવાં જોઈએ. એ વખતે સંમતિતર્ક અને ન્યાયશાસ્ત્ર આદિની જરૂર હતી, આજે સમાજના ભલા માટે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની જરૂર છે.” આગળ વધીને કહે છે કે- સમાજના રોટલા ખાનારાએ પોતાના મહાવ્રતમાં જરા બાંધછોડ કરીને પણ સમાજનું કાંઈક કલ્યાણ કરવું જોઈએ.
વળી મુનિપણા માટે ઓઘો જ શા માટે જોઈએ ? એમ પણ તેઓ દલીલ કરતાં ચૂક્યા નથી. મુનિનો ફોટો કોટપાટલૂનમાં આવી ગયો છે. ભવિષ્યનો ઇતિહાસકાર લખશે કે જૈનમુનિ કોટપાટલૂન પહેરતા હતા. એ બધા કહે છે કે વેષના ઝઘડા શા ? ટ્રેડમાર્ક માટે દુનિયામાં ઝઘડા થાય છે. એક ટ્રેડમાર્કનો બીજાએ ઉપયોગ કર્યો તો એવા કંઈક દંડાયા. પણ આપણે પૂછીએ કે કોટપાટલૂન પહેરેલાને “મુનિશ્રી' લખાય ? તો કહેશે કે હવે આ નવો ઝઘડો શરૂ કર્યો ? વંદનિક અવંદનિક
અવગાઢતા એટલે જીવાદિ પદાર્થોનો સમ્યક પ્રકારનો બોધ થવો તે. એ પદાર્થોનો પૂરો બોધ કોને હોય ? કેવલીને કે શ્રુતકેવલીને, શ્રદ્ધા પૂરી હોય તેને પણ શાસ્ત્ર બોધ કહ્યો પણ એ દરેકના બોધમાં ફેર કેટલો ? આ ચારેય વિશેષણ વિશિષ્ટ સમ્યક્ત બને ત્યારે સંઘમેરૂની પીઠ મજબૂત થાય. હવે એના પર ઇમારત ગણાય.
જે સંઘની પીઠ આવી હોય તેની કાર્યવાહી કેવી હોય ? એના વિચારો કેવા હોય ? એની સલાહ કેવી હોય ? એની આજ્ઞા કઈ હોય ? પોતાની પાસે આવનારને એ શું કહે ? પ્રભુના શાસનમાં જ્ઞાની-અજ્ઞાની બેય તરે છે. જ્ઞાની ક્રિયાનો અમલ કરીને તરે છે. અજ્ઞાની જ્ઞાનીની નિશ્રાએ તરે છે. જે સમુદાયના એક ગીતાર્થ વંદ્ય તો એની નિશ્રામાં રહેનારા અર્થાત્ એ ગીતાર્થની આજ્ઞા મુજબ વર્તનારા બાકીના વંદ્ય જ છે. “નાયકને જ વાંદુ, બીજાને ન વાંદુ” એમ કહેનારા મિથ્યાષ્ટિ છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 1958 સભાઃ “એક વર્ગ એવો છે જે સ્વર્ગવાસ પામેલાને માને છે, જીવતાને નહિ.”
એટલે કોઈને અભુઢિયો ન ખાવો પડે એમ ને ? મુખ્ય ગીતાર્થ વંદ્ય તો એની આજ્ઞામાં વર્તતા સાથે રહેનારા વંદ્ય છે જ. નિશ્રામાં રહેનાર આઠ વર્ષનો પણ મહામુનિ અને કાંઈ ન આવડે અર્થાત્ બહુ ઓછું ભણેલો છતાં કહે તેમ કરનારો પણ મહામુનિ છે, જે એમ કહે કે ગીતાર્થને જ વાંદુ, બીજાને નહિ તે વસ્તુત: ગીતાર્થને માનતો જ નથી. શાસ્ત્રમાં બે પ્રકારના વિહાર કહ્યા છે.
पढमो गीयत्थविहारो, बीओ गीयत्थनिस्सिओ भणिओ ।। એક ગીતાર્થનો વિહાર અને બીજો એની નિશ્રાનો વિહાર. જો આગેવાન ગીતાર્થ ન હોય તો એની સાથેના પણ નકામા છે.
એક સાધુનો સમુદાય હતો. તેમાં એક સાધુને એવી ટેવ પડી.કે રોજ દોષ કરે ને રોજ આલોચના લે. રોજ એના એ જ દોષ કરે અને આલોચના પણ લીધા કરે. નાયક પણ એવા મૂખ હતા કે એને રોજ એકને એક દોષની આલોચના આપે અને ઉપરથી રોજ પ્રશંસા કરે. કહે કે-“જુઓ ! દોષ કરવા સહેલા પણ આલોચના લેવી કઠિન.કેવો ભાગ્યશાળી છે આ ? રોજ આલોચના લે છે.' પેલો પણ સમજ્યો કે આ ઠીક છે. દોષ કરાય છે, આલોચના થઈ જાય છે ને નામના પણ વધે છે. આ કીમિયો ખોટો નથી.
થોડા સમય પછી કોઈ બીજા સાધુનો સમુદાય આવ્યો. એના નાયકે આ જોઈને પેલા સમુદાયના બાકીના શિષ્યોને કહ્યું કે તમારા ગુરુ અગીતાર્થ છે. જો આમ ને આમ ચાલશે તો બધા સાધુઓ માનશે કે દોષ કરવામાં હરકત નથી, પણ આલોચના લેવી કઠિન છે માટે તે લેવી. તો પરિણામ શું આવશે ? માટે તમારા ગુરુને સમજાવો અગર એની નિશ્રા મૂકી દો.”
શાસ્ત્ર કહે છે કે-અગીતાર્થની નિશ્રા છોડીને ગીતાર્થની નિશ્રામાં જવું જોઈએ. એ રીતે ગીતાર્થની નિશ્રામાં રહેનારો આખો સમુદાય વંદનિક છે. એવા સમુદાયના પણ નાયકને વાંદીને બીજા નિશ્રામાં રહેનારને ન માને તે મિથ્યાત્વી છે. અને આટલું છતાં “હું ગીતાર્થને વાંદું છું –કહેનાર કેટલો અજ્ઞાન ગણાય ? એ સમજો !
મેરૂની પીઠ, થઈ ગઈ, હવે આવી મેખલાની વાત. જમીન એ પીઠ, એની ઉપર પાટલા હોય. પાટલાની ઉપર એનાથી ઓછો પહોળો પાટલો હોય ત્યારે એ બે પાટલા વચ્ચે ખુલ્લી પડતી પહોળાઈ એ મેખલા કહેવાય.
Page #510
--------------------------------------------------------------------------
________________
1059 - ૩૨ : રક્ષા માટે રોષ પણ જરૂરી - 72 – – ૪૮૯
મૅરૂની વજરત્નમય પીઠને સ્થાને તો સમ્યગ્દર્શનને મૂક્યું. હવે મેખલાના સ્થાને શું? શ્રેષ્ઠ ધર્મ.
પાયો પુરાયા વિના મકાન ન બંધાય. પીઠ બંધાયા વિના ઇમારત ન થાય. પીઠ વિના જે ક્રિયા કરે તે મેખલા મેળવવા ન પામે અર્થાત્ તે મેખલારૂપ ન બને. સમ્યક્ત આવે તો શ્રેષ્ઠ ધર્મ આવે. શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમય મેખલા શ્રી સંઘરૂપ મેરૂને જોઈએ. બધા કહે છે કે-ધર્મ-કહો પણ અહીં શ્રેષ્ઠ ધર્મની વાત કહે છે. સમ્યગ્દર્શનરૂપ પીઠ વિના શ્રેષ્ઠ ધર્મરૂપ મેખલા મેળવવા ન દોડતા. એમાં સાધુ, શ્રાવક તથા આચાર્ય આદિના આચારો આવશે. હશે તેવું કહેવાશે. ગુસ્સો કર્યે કામ નહિ આવે.
સભાઃ “એ સાંભળતાં જેને અકળામણ થાય તે ન આવે !”
હવે સમજ્યા. અકળામણ કર્યું ન ચાલે. જે હોય તે કહેવું જ પડે. એ મેખલાના વિષયમાં આગળ શું કહે છે તે હવે પછી.
Page #511
--------------------------------------------------------------------------
________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ
7:
વીર સં. ૨૪૫૭, વિ. સં. ૧૯૮૦, મહા વદ-૧૨, મંગળવાર, તા. ૨૫-૨-૧૯૩૦ ,
• લીન અને દીન ન બનો !
ઈર્ષ્યાના પાપથી બચો !
મા-બાપની સેવા પણ નિ:સ્વાર્થભાવે : • બેકારી ને ગરીબીનું મૂળ : • વહીવટ કરવાનો હક્ક કોને ?
એવા આત્માઓની દયા ખાઓ ! • એના ત્રણેય સુધર્યા, આપણા ત્રણેય બગડ્યા : • ભણેલા બેકારો વધે એના કરતાં અભણ શ્રદ્ધાળુ પાકે તે સારા : • ...તો અમારા મોઢે તાળાં મારવાની છૂટ છે : • શું બીજાના આધારે જ જિવાય ?
લીન અને દીન ન બનો !
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની વજરત્નમય પીઠની દઢતા અને રૂઢતાનું વર્ણન કરી ગયા પછી ગાઢતા તથા અવગાઢતાનું હવે વર્ણન કરે છે.
શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગથી દઢતા આવે છે અને દરેક સમયે શુદ્ધ બનતા પ્રશસ્ત અધ્યવસાયના ઉત્કટ પરિણામની ધારામાં ચિરકાળ વર્તવાથી રૂઢતા આવે છે. તત્ત્વની તીવ્ર રુચિથી સમ્યક્ત ગાઢ બને છે અને જીવાદિ પદાર્થોનો સમ્યક પ્રકારે સંપૂર્ણ બોધ થવાથી સમ્યક્ત અવગાઢ થાય છે. આ સમ્યગુ દર્શનરૂપ પીઠ મજબૂત થાય તો જ ઉપરની વસ્તુ સફળ થાય. તે સિવાયના ગુણો નિષ્ફળ છે. નિષ્ફળ છે એટલું જ નહિ પણ ઊલટું નુકસાન પણ કરે છે. સમ્યક્ત વિના ગુણો સફળ થતા નથી. એના વિના નિયાણાના યોગે કે સંસારના પદાર્થોની વાસનાના યોગે સંસાર ઘટવાને બદલે ઊલટો વધે છે. જે ધર્મક્રિયા સંસાર ઘટાડનારી તે જ ક્રિયા સંસાર વધારનારી થાય છે. ધર્મના પ્રતાપે મળે એ વાત જુદી પણ મગાય નહિ.'
શ્રાવક કદી દીન ન બને. પુણ્યયોગે મળે તે ભોગવે એ વાત જુદી પણ એ
Page #512
--------------------------------------------------------------------------
________________
.૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
દીન ન બને. જેમ એ મળેલું ભોગવવામાં લીન ન બને તેમ ન મળવાથી દીન ન બને. આજે તો દીનતા દેખાય છે. લાખોની સખાવત કોઈ કરે પણ દુ:ખીને સહાય ન કરે. દુ:ખી પણ એને કૃપણનો કાકો કહે પણ પોતાનો લાભાંતરાય ન સમજે. ઢંઢણમુનિને ભિક્ષા ન મળી તો દ્વારિકામાં કોઈ દાતાર જ નથી એમ એમણે કહ્યું ? લાભાંતરાયના ઉદયે દાતારને પણ એને આપવાનું મન ન થાય. શ્રી જિનેશ્વરદેવના ધર્મને સમજનારો દીન ન હોય.
1061
૪૯૧
ઈર્ષ્યાના પાપથી બચો !
સંઘમાં પાંચ લાખ કોઈ ખર્ચે ત્યારે કેટલાક કહે છે કે ‘અમારું શું કર્યું ?' શ્રાવકના આ વિચાર હોય ? આ બધા વિચારોના પ્રચારનું મૂળ તો આજના ભણેલા ગણાતા છે. સામાન્ય લોકોની બુદ્ધિ બગાડનારા પણ એ જ છે. પહેલાં એવું કોઈ નહોતું બોલતું. આજે તો ભગવાનના ઉત્સવ જોઈને, ભગવાનના અલંકારો જોઈને પેટ બાળનારા ઘણા છે. વિચારો કે આ કઈ હાલત છે ? જૈનના વિચારો આવા હોય ? દેવ-ગુરુ-ધર્મની ભક્તિમાં થતો ધનવ્યય જોઈને એ વ્યય પોતાને માટે થાય તો ઠીક, એવો વિચાર જૈનશાસન પામેલાને થાય ? પાત્રાપાત્રનો ભેદ સમજનાર આવું કદી વિચારે ? શ્રી તીર્થંકરદેવની સેવામાં અસંખ્યાતા દેવો તથા ઇંદ્રો હોય છે એ જોઈને સામાન્ય મુનિ એમ કહે કે‘એમની સેવામાં ક્રોડો દેવતા અને મારી સેવામાં એક પણ કેમ નહિ ?’ તો એ ચાલે ? એ પુણ્ય ઉપાર્જન કરીને આવ્યા છે માટે દેવો એમની સેવા કરે છે. વગર પુણ્યે સેવા ઇચ્છે તે મળે ?
તીંર્થંકર પણ ધર્મચક્રી છે. એક ઘરમાં બેય જન્મે, તીર્થંકર તથા ચક્રવર્તી. બેયની માતાને ચૌદ સ્વપ્ન આવે પણ અભિષેક માટે ઇંદ્રો મેરૂ પર કોને લઈ જાય ? શ્રી તીર્થંકરદેવને જ, ચક્રવર્તીને નહિ. શ્રી તીર્થંકરદેવને દેવીઓ રમાડે અને ચક્રવર્તીનું પાલન સ્ત્રીઓ કરે, પુણ્યમાં ભેદ ખરો કે નહિ ? અજીતનાથ ભગવાન અને સાગર ચક્રવર્તી બેય એક જ ઘરમાં જન્મ્યા, બેય સગા ભાઈ પણ મેરૂ પર અભિષેક તો શ્રી અજીતનાથનો જ થયો. દેવીઓ તેમને જ ઉછેરે. ત્યાં સગર ચક્રવર્તીએ ‘મને કેમ નહિ ?’ એમ ન કહ્યું. સુપાત્રમાં પણ ભેદ પડે છે. શ્રી જિનેશ્વરદેવ રત્નપાત્ર. ગણધર-ભગવંતો એમનાથી ઓછું પાત્ર, વિશિષ્ટજ્ઞાની એમનાથી ઓછું અને ચૌદ પૂર્વધર એમનાથી ઓછું, એમ પાત્રભેદ ખરા ને ? એટલે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ જોઈ ‘અમને કેમ નહિ ?’ એવું શ્રાવક વિચારે ?. અને એવું વિચારે તો એ દીનતા વધા૨વાનો રસ્તો કે સુખી થવાનો રસ્તો ?
પોતાને માટે ધર્મક્રિયાને ગૌણ બનાવવાનો વિચાર જ પોતાની ગૌણતાને
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1062
સૂચવે છે. સમ્યક્ત્વ સ્પર્શે તો જૈનકુળમાં જન્મેલાને આ વિચાર હોય નહિ. આ વિચાર તો સૂચવે છે કે જૈનકૂળમાં મળ્યું પણ મૂળ ગયું. આ વિચાર કરનારા તો ભયંકર પાપ બાંધી રહ્યા છે. એવા આત્માઓ કદી સેવાપૂજા કરતા હોય તો પણ શાસ્ત્ર કહે છે કે એ ક્રિયા એ દંભ છે; એમાં ગુણ નથી. બીજાની સારી સ્થિતિ કે સારી ધર્મક્રિયા જોઈને જૈનને તો આનંદ જ થાય. જૈન તે કે પોતે દરિદ્રી હોય પણ બીજાને શ્રીમાન જોઈને એને હર્ષ જ થાય પણ એની આંખમાં કદી ઈર્ષ્યાનો અગ્નિ ન પ્રગટે. કોઈ દરિદ્રી શ્રીમાનને જોઈને બળે તેથી એને લક્ષ્મી મળી જાય ? મળે નહિ એ નક્કી વાત, તો પછી બળતરા શા માટે ? એક બુદ્ધિમાન રોજની સો ગાથા કરે અને બીજો મંદબુદ્ધિવાળો માંડ એક કરે, તો પેલો ‘સો કેમ કરે છે ?’ એમ કહે તો ઉપરથી જ્ઞાનાવરણીય બાંધે ને પછી તો એક આવડતી હતી તે પણ ન આવડે. સો ગાથા ક૨ના૨ની ઈર્ષ્યા કરવાથી એ શક્તિ પણ ગુમાવે. જેને માનપાન જોઈએ તેણે બીજાનાં માનપાન જોતાં શીખવું જોઈએ. નામનાની ઇચ્છાવાળાએ બીજાની નામના ખમતાં શીખવું જોઈએ. કોઈની પૂજા જોઈને ઈર્ષ્યાથી બળશો તો પોતાની પૂજા પહેલી નષ્ટ થવાની. જ્ઞાનીને જોઈને તો અજ્ઞાનીએ રાજી થવું જોઈએ.
સભા ‘કોઈની ખોટી પૂજા થતી હોય તો ચાલવા દેવાય ?'
ખોટી પૂજાની નહિ, અહીં તો સાચી પૂજાની વાત છે. ખોટી પૂજા કરનારા અને કરાવનારા વેષધારીઓની વાત નથી. તેવાને તો જરાયે ટેકો ન આપવો એમ શાસ્ત્ર કહે છે. ધર્મ ન હોય અને ધર્મ કહેવરાવે એવાને તો ખુલ્લા પાડવા જોઈએ. પૂર્વના પાપોદયથી દરિદ્રી બનેલાની તો ફ૨જ છે કે બીજાને શ્રીમાન જોઈ દુઃખી ન થાય. પોતાની દરિદ્રતામાં પૂર્વની આરાધનાની ખામી માને.
મુનિના બાવીસ પરિષહમાં જ્ઞાન અને અજ્ઞાન બેય પરિષહ છે. પ્રજ્ઞા (જ્ઞાન)ને પરિષહ કહ્યો અને અજ્ઞાનને પણ પરિષહ કહ્યો. બુદ્ધિ વધે ને ઘમંડ આવે, ‘હું જ વિદ્વાન' એમ બોલે તો જ્ઞાની એને મૂર્ખ કહે છે અને એનાથી કેટલાય ગુણા જ્ઞાની એવા પૂર્વના અનંતજ્ઞાની ત૨ફ નજર કરવાનું કહે છે. બીજી તરફ અજ્ઞાનીને લમણે હાથ દેવાની જ્ઞાની ના પાડે છે. જ્ઞાની ફરમાવે છે કે પૂર્વના તીવ્ર કર્મનો આ પ્રભાવ છે. એ કર્મ ખપાવવાના પ્રયત્ન કરવાનું કહે છે પણ ગભરાવવાની ના પાડે છે. જ્ઞાની ઘમંડ કરે અને અજ્ઞાની લમણે હાથ દઈને બેસે તો બેય મરે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આવેલો ગમે તે અવસ્થામાં પણ નિર્જરા જ કરે. એ એના શુભ પરિણામને ગમે તેવા સંયોગોમાં પણ સાચવે જ. મૈત્રી,
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૩
103
- - ૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73 પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવમાં કદી ખામી આવવા દે જ નહિ. આજના દરિદ્રીઓ તો અવળા વિચારે ચડ્યા છે, માટે ભયંકર દરિદ્રતાથી લેપાયા કરે છે. પૂર્વની ધર્મારાધનાના અભાવે હાલ ખીસામાં રાતી પાઈ પણ નથી એવામાં કોઈને સુખી ભાળે તો પાછા હૈયામાં સળગે છે. શાસ્ત્ર કહે છે કે વધારે દુઃખી થવાનો આ રાજમાર્ગ છે. આટલો દુ:ખી તો આ ભવમાં છે જ, ભવાંતરમાં એ વધારે દુ:ખી થવાનો.
આજના ભણેલાઓ કપડાં અપટુડેટ પહેરતાં શીખ્યા, એટીકેટ-પોઝિશન, ખુરશી ટેબલ પર બેસતાં, છાતી કાઢીને ફરતાં, બીજા પર હુકમ કરતાં શીખ્યા પણ એ બુદ્ધિમાનો (!)ને એ વિચાર નથી આવતો કે આવી રીતે રહી કોણ શકે ? બધાની ઇચ્છા હોય પણ બધાને એવી સાહ્યબી મળે ખરી ? “અમેરિકામાં આટલી સાહ્યબી અને અહીં કેમ નહિ ?' આ દેશમાં આટલા કરોડપતિ ને હું કેમ નહિ ?” આવું વિચાર્યા કરે પણ એ થાય ક્યાંથી ? સમ્યગ્દષ્ટિને આવા વિચાર આવે ?
સભા: ‘મહત્ત્વાકાંક્ષા હોવી એ ગુણ નથી ?'
કઈ મહત્ત્વાકાંક્ષા ? “પંચમ જ્યોર્જ શહેનાશાહ અને હું કેમ નહિ ?'એમ ? શહેનશાહત પણ પૂર્વે ધર્મની આરાધના કરી હોય તેને જ મળે છે. પણ એ ઇચ્છવા જેવી ચીજ નથી. ધર્મ આરાધો તો મુક્તિ મળશે. અવળા વિચારો કરવા મૂકી દો. મહત્ત્વાકાંક્ષા એ દુર્ગુણ છે. એ દુર્ગુણમાં સમ્યક્તનો અભાવ છે. આવાનું ભણતર ઊંધી દિશામાં જાય છે. એક જ વર્ગ, એક જ શિક્ષક અને એક જ પુસ્તક છતાં એક વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થાય, એક છેલ્લા નંબરે પાસ થાય અને કેટલાક ઠોઠ નાપાસ થાય છે એનું કારણ ? એક વિદ્યાર્થી એવો કે વર્ગમાં બરોબર સાંભળે. ઘેર આવીને પુસ્તક જુએ પણ નહિ, છતાં પાસ થાય અને એક એવો કે વાંચી વાંચીને મરી જાય તોયે માંડ પાસ થાય, કદાચ નપાસ પણ થાય. આનો હેતુ શો ? એ વિચાર આ શાસન કરાવે. પછી એના માટે પ્રયત્ન થાય પણ ઈર્ષ્યા ન થાય. આજે તો પ્રયત્ન ગયો ને ઈર્ષ્યા આવી.
કેટલાક તો કહે છે કે-“શ્રી જિનેશ્વરદેવની પૂજામાં આટલો ખર્ચ કેમ ? શ્રાવકનો આ પ્રશ્ન હોય ? શ્રાવકની તો મનોદશા એ હોય કે ઓછું મળશે તો ઓછામાં નભાવીશ પણ પરમાત્માની પૂજાભક્તિ તો અખંડિત રહેવી જોઈએ. પોતાને ભલે કદાપિ માગીને ખાવું પડે પણ ભક્તિમાં ખામી ન આવવી જોઈએ. આવી મનોદશા શ્રાવકની હોય. એના બદલે આવી હીન મનોદશા કેમ થઈ
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1084
ગઈ ? ખાવા-પીવાનું ખૂટી ગયું કે જેથી દૃષ્ટિ ભગવાનની પૂજામાં થતા પૂન વ્યય ઉપર જાય છે ? વેપાર ધંધા ચાલુ છતાં ચોરી કરવાનું મન કોને થાય ? લુચ્ચાઓને જ થાય ને ? વ્યવહાર આમ કહે છે. જેમ વ્યવહારમાં એ લુચ્ચો ગણાય તેમ બધું હયાત છતાં દૃષ્ટિ અહીં દેવદ્રવ્ય ઉપર કે ધર્માનુષ્ઠાનોમાં થતા ધનવ્યય ઉપર જાય એ કેવા કહેવાય ? એ તમે નક્કી કરી શકો છો. મા-બાપની સેવા પણ નિઃસ્વાર્થભાવે :
બાપના આધારે જીવનારાને નીતિશાસ્ત્ર અધમ કહ્યા છે. બાપની લક્ષ્મી ભોગવનારને નીતિકારોએ બહુ હલકી ઉપમા આપી છે. આ વાતને ઊંધી ન લેતાં પણ એમ કહેવામાં નીતિકારનો આશય એ છે કે-એવાઓએ હાડકાંના હરામ ન થવું જોઈએ. પોતાની આજીવિકા માટે પોતે મહેનત કરવી જોઈએ. નીતિકારના કહેવાનો આશય એ છે કે-“પારકી આશાએ ન જીવ પણ હાથે પેદા કર.” જ્યારે નીતિમાં પણ આવી મજા તો શ્રી જિનેશ્વરદેવને ભકિતથી અર્પિત થયેલ દ્રવ્ય ખાવાનું મન થાય ત્યાં હાલત શી ? બાપનું ધન ભોગવવાની નીતિએ મના કરી. સાચા દીકરા તે કે જે વડીલને કહી દે કે-“આપે પેદા કર્યું તે આપના હાથે જ વાપરી દાન-પુણ્ય કરો, અમારી ચિંતા ન કરો. અમને આપે નાનાથી મોટા કર્યા, દૂધ પાઈને પાળ્યા પોષ્યા એ આપનો નાનોસૂનો ઉપકાર નથી. એ ઉપકાર અમારાથી ભુલાય તેમ નથી.”
માતા-પિતાના ઉપકારનો બદલો શો ? એમનું પેદા કરેલું ખાઈ જવાનો ? માતા-પિતાની ભક્તિની બાંગ પોકારનારાઓને મારે કહેવું છે કે જો બાપના સાચા ભક્ત હો તો તેમને કહી દો કે- “તમે હવે ધર્મ સાધો. લક્ષ્મીનો ઠીક લાગે તેમ સવ્યય કરો.' પરંતુ આજે તો ત્યાં ભાગ મંગાય છે. પોતાનું પાસે રાખે ને બાપની મિલકતનો “વડીલોપાર્જિત' કહીને ભાગ માગે. એને પૂછો કે-“તું પોતે શાથી ઉપાર્જિત ?
સભા: ‘કાયદો એવો છે ને ?
કાયદો તો કરનારે કર્યો પણ આપણે ઉત્તમતા કેળવવી હોય તો કોઈ ના પાડે છે ? બેકારી ને ગરીબીનું મૂળ
આજે તો ત્યાં સુધી કહે છે કે “ભગવાનના મુગટના ચડાવામાં પાંચ હજાર થાય તો તેમાંથી એક હજાર શ્રાવકોને આપવામાં વાંધો શો? એવાને હું કહું છું કે ઝોળી લઈને બહાર નીકળો તો ખરા ? કેટલા મળે છે તે ખબર પડશે. આ તો
Page #516
--------------------------------------------------------------------------
________________
10:5
-
- ૩૩: વફાદારી તો શાસનના ચરણે જ - 73
-
૪૯૫
પરમાત્માનું પુણ્ય છે માટે ત્યાં ભક્તિમાં ધનના ઢગલા થાય છે. મંદિરના પૈસા ખાઈને સુખી નહિ થાઓ. મંદિરની એક પાઈ પણ ઘરમાં આવી તો પાયમાલ થઈ જશો, એ લખી રાખો. જૈનોમાં આવા વિચારો ક્યાંથી ઘૂસ્યા ? ઘણા તો ઘીની બોલીના પૈસાનું વ્યાજ ખાય છે એ જાણો છો ને ? બોલીમાં પાંચસો બોલ્યા એટલે એ મિલકત હવે પોતાની નથી, એનું વ્યાજ ખવાય ? દેરાસરનો વહીવટ કરનારા દરેક ખાતાઓની થેલીઓ અલગ રાખે. એ પૈસા પોતાના ઉપયોગમાં લેવાની કે એનું વ્યાજ ખાવાની દાનત ન રાખે. એ પારકી મિલકત કહેવાય. એનું વ્યાજ ખાવાની વૃત્તિ એ તો હરામનું ખાવાની દાનત કહેવાય.
સભા: “વ્યાજ ખાવાનો ઇરાદો ન હોય તો ?' '
માનો કે ઇરાદો ન હોય અને અજ્ઞાનથી એમ થતું હોય; પણ અજ્ઞાનથી પણ ઝેર ખવાય તો ન મરાય ?-ઝેરી ઝાડની છાયામાં અજાણપણે પણ સૂનારને ચક્કર આવે, મૂર્છા આવે અને તાત્કાલિક ઇલાજ કરનાર વૈદ્ય ડૉક્ટર ન મળે તો મરી પણ જાય. જાણ્યા પછી સાવધ થવાની આવશ્યકતા ખરી ને ?
દિવસે દિવસે આવતા દારિત્ર્ય તથા વધતી જતી દીનતાનાં નિદાન આ છે. એ લોકો આમ કરીને નાશના દરવાજા ખોલી રહ્યા છે. આમ કરવામાં આપણા કરતાં એમને જ હાનિ વધારે છે. જો કે તેઓ કરવા ધારે છે એ બનવાનું જ નથી; પણ માનો કે શ્રદ્ધાળુઓની શક્તિ ઘટી અને એ લોકો એમનું ધાર્યું કરી ગયા તો એ સુખપૂર્વક જીવી શકશે ખરા ? હજી તો બોલ્યા કરે છે ત્યાં આ હાલત છે તો કરશે ત્યારે શી હાલત થશે ! ચોરને ચોરી કરવા નીકળે ત્યાં જ મનમાં ધડકારો થવા માંડે. ચોરી ન કરે તોયે મૂંઝવણ થાય છે. ઘેરથી નીકળે ત્યારથી જ આંખો કાગડાની જેમ ચકળવકળ થતી હોય. એની ચાલમાં પણ ચોરી છૂપી વર્તાઈ આવે.
આટલા ભણેલા છતાં બેકાર કેમ ? ભણેલા ભૂખે મરે ? જેને લખતાં બોલતાં આવડે તે પોતાનું પેટ પણ ન ભરી શકે ? એવા ભૂખે કેમ મરે ? પણ એ દાનતના ચોર છે તેથી જ ભૂખે મરે છે. પોતાના સહવાસમાં આવનાર સુખી થાય એવી મનોવૃત્તિ નથી. એ વકીલાત કરતા હોય તો અસીલની પૂરી વાત સાંભળીને પછી યોગ્ય સલાહ આપી ફી લેવાની ભાવનાવાળા નથી. એ તો પહેલી પોતાની ફી લઈને જ અસીલની વાત સાંભળે.
સભા: “વાદી પ્રતિવાદી સેટલમેંટ કરે તોયે મોટું બીલ મોકલી આપે.”
એ બતાવે છે કે એમનાં હૈયાં સાફ નથી. દાનત આવી હશે ત્યાં સુધી દુ:ખ મટવાનાં નથી. ગમે તેટલું મળે તોયે એમનું પૂરું થવાનું નથી. એટલે તો હવે
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૯૭
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 1066 એમની દૃષ્ટિ ધર્માદા ટ્રસ્ટ ઉપર ગઈ છે. દ્રવદ્રવ્યના ભંડાર હવે એમની નજરે ચડ્યા છે. - આજે ધાર્મિક સંસ્થાઓનો વહીવટ કરનારાઓમાં પણ સાચા શ્રદ્ધાળુ કેટલા ? દેવ-ગુરુને નમનારા કેટલા ? જેઓને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે શ્રદ્ધા નથી એમને દેરાસરનો વહીવટ ચલાવવાનો, દેરાસરની માલિકીની વાતો કરવાનો હક્ક ક્યાં છે ? કંપનીમાં ભાગીદાર કોણ રહી શકે ? નફા તથા તોટામાં-બેયમાં ઊભો રહે છે. જેને પેઢીનું હિત હૈયે હોય તે પેઢીનો ભાગીઓ. પોતાના ઘરના કાઢીને પણ પેઢીની આબરૂ બચાવનારા વહિવટ કરવાનો હક્ક ધરાવે છે. દેવદ્રવ્યને વધારનારા, એનું રક્ષણ કરનારા મંદિરનો વહિવટ કરે કે દેવદ્રવ્યને ખાઈ જવાની ઇચ્છાવાળા એનો વહિવટ કરે ?
દેરાસર વગેરેના વહિવટેમાં હિસ્સો બધા જૈનોનો છે. નાનું બાળક પૂછવાને હક્કદાર છે. પણ એમની ભાવના એના રક્ષણની અને એની વૃદ્ધિની જોઈએ. અને સાચવવા તન-મન-ધનનો ભોગ આપનારા એ હોવા જોઈએ. ખાઈ જવાની વૃત્તિવાળાને કશો હક નથી. હવે સમય એવો આવ્યો છે કે આને માટે કેસો લડવા પડશે. સ્ટેટમેંટો રજૂ કરવા પડશે. હૃદયપૂર્વક કબૂલાતો કરાવવી પડશે. વહિવટ કરનારને જેનો વહિવટ કરવા માગે છે તેની પૂજ્યતા માન્ય છે ? તેનાં ફરમાન માન્ય છે ? એમ પૂછવું પડશે. જે આગમમાં દેવદ્રવ્યનાં વિધાન છે તે આગમ તેને માન્ય છે કે નહિ, એ નક્કી કરવું પડશે. વહિવટ, જેની પેઢી તેની આજ્ઞા મુજબ ચાલે, મુનીમની મરજી મુજબ ન ચાલે. માલિક કહે કે મારે તો જૂના આસામી સાથે વ્યવહાર સાચવવાનો છે તો મુનીમે સાચવવો જ પડે.
જે સ્થાનનો જે વહીવટ કરવા માગે ત્યાંના કાનૂન મુજબ એને ચાલવું પડે. ઉપાશ્રયમાં શાની મીટિંગ બોલાવાય એ ઉપાશ્રયનો વહિવટ કરનાર ધ્યાન ન રાખે ? જગ્યા ખાલી છે માટે વેપારની કે વ્યવહારની મીટિંગો ત્યાં બોલાવે એવા વહિવટદારો વહિવટ કરવા માટે લાયક નથી. તેમનું એ કાર્ય ગેરકાનૂની છે. એની સામે ન્યાય માગવામાં આવે તો રાજ્યસત્તા પણ બરાબર ન્યાય આપે. રાજ્યસત્તાને બરાબર વાત સમજાવવામાં આવે તો એવાઓ કદી ન ફાવે. ઉપાશ્રયમાં ભોજનાલય કરવાની રાજસત્તા જ ના પાડે. ટ્રસ્ટડીડ માંગે અને મકાન શા માટે બંધાયું, બંધાવનારનો ઉદ્દેશ શો હતો, એ બધું પૂછે. અમુક હેતુ માટે જ એ બંધાયું છે એવું પુરવાર થાય તો ખાલી રહે એ બને પણ એનો બીજો ઉપયોગ તો રાજસત્તા પણ ન થવા દે. મંદિર ખાતાની લક્ષ્મી તિજોરીમાં રડી રહે
Page #518
--------------------------------------------------------------------------
________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
એ બને પણ વપરાય તો મંદિરમાં જ, બીજે નહિ. વ્યવહારમાં પણ દીકરીનું ધન પડ્યું રહે તે હા, પણ બાપથી એ ખવાય નહિ. લોકમર્યાદા મૂકી હોય એવા શરમ વિનાના હોય એની વાત જુદી. શાહુકારો લૂંટવાનું ધ્યેય કરે ત્યાં ઉપાય નથી. ધર્મનીતિ જે રીતે જળવાવી જોઈએ તે રીતે જળવાય તો જ એ વહિવટને યોગ્ય ગણાય.
1067
622
એવા આત્માઓની,દયા ખાઓ !
શ્રી સંઘમાં દરિદ્રી અને શ્રીમાન બેય હોય. દરિદ્રી પણ સંતોષી જ હોય, પણ ક્યારે ? સમ્યક્ત્વ દૃઢ હોય તો ને ? આજના દરદ્રીઓની વાત જુદી છે. કોઈ સંઘ કાઢે કે ઓચ્છવ કરે તો એ તરત કહેશે કે-આમ પૈસાનાં પાણી કરે છે પણ અમારું કાંઈ કરતા નથી.’ આવું બોલનારા શ્રાવક કહેવાય ? એ સંઘમાં રહે ? આપણે તો એ કચરો દૂર કરવો છે. ગમે તેવો શ્રાવક દરિદ્રીમાં દરિદ્રી હોય પણ એને પ્રભુની ભક્તિથી આનંદ જ થાય. જિનમૂર્તિની શોભા જોઈને એનું હૈયું ઉલ્લસિત થાય. આજે તો કેટલાક નામદારો ! એ ઉલ્લાસના દરવાજા જ બંધ કરવા માગે છે. ભગવાનને મોટો મુગટ ચડે તો એ કમનશીબોને થાય છે કે-‘અમારા માથે કાળી ટોપીનાં પણ ઠેકાણાં નથી અને ભગવાનને આવો મુગટ ?’ શ્રી સિદ્ધગિરિજીનો ચાર લાખનો મુગટ જુએ ને એમને કાંઈનું કાંઈ થઈ જાય છે.
સભા ‘એમાં એ વ્યાજખાધ ગણે છે ! એ કહે છે કે એનું વ્યાજ.’
જરૂરિયાતવાળાને વહેંચી આપો તો સમાજનો ઉદ્ધાર થાય. એ સમાજના ઉદ્ધારકોથી તો· સાવચેત રહેવા જેવું છે. એક મહર્ષિએ પૂજામાં લખ્યું છે કે પ્રભુની અંગરચના એ અંગરચના નથી પણ અંગરચનાના બહાને શ્રી મોક્ષપુરીમાં પત્ર પાઠવાય છે કે-‘ઝટ બોલાવો !' એ હીરા-માણેક-પન્ના નથી પણ એક પ્રકારનો પત્ર છે. જેવું સ્થાન તેવો પત્ર હોય ને ? ચાલુ કાગળ કાળી શાહીથી લખો પણ કંકોત્રીમાં તો લાલ શાહી હોય ને ? તો પછી આ તો સિદ્ધિપુરીમાં પત્ર લખવાનો છે. તેમાં તો બધું અનુપમ જ જોઈએ. આવી ભાવનાવાળો શ્રાવક ભગવાનની આંગી જોઈને-આ બધી ધાંધલ શા માટે ?’ એમ બોલીને બળતરા કરે ?
શાસ્ત્ર કહે છે કે ધર્મી આત્માને જેટલાં તરવાનાં સાધન તેટલાં જ પાપી આત્માઓ માટે ડૂબવાનાં સાધન ઃ જેનાથી સમ્યગ્દષ્ટિ આત્માઓ કર્મની નિર્જરા કરે તેનાથી જ આવા આત્માઓ કર્મનાં બંધન કરે. એવાને તો કહેવું પડે કે તમારે માટે તો મંદિરમાં આવવું નકામું છે કારણ કે તમને એ ગમતું જ નથી.
Page #519
--------------------------------------------------------------------------
________________
1068
૪૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અમને તો ત્યાં ભક્તિ છે માટે જઈએ, ભગવાનને મોટા મુગટ પણ પહેરાવીએ અને અમારું સર્વસ્વ ત્યાં સમર્પણ કરીએ; પરંતુ તમને એ બધું ગમતું નથી તો તમારે મંદિરમાં આવવું ન ઘટે. તમે તો આવીને પણ ફોગટ કર્મ જ બાંધવાના છો.
હવે તો વહીવટદારોએ ઉત્સવ પ્રસંગોએ એવો ફતવો બહાર પાડવો પડશે કે-‘આજ રોજ શુભ દિવસ હોવાથી શ્રી સિદ્ધગિરિજી પર -દાદ્દાને મુગટ ચડાવવાનો છે; તો જેઓ એ જોઈને રાજી થાય તેઓએ જરૂ૨ આવવું પણ એ જોઈને જેમનાં હૈયાં બળે તેમણે બહેતર છે કે એ દિવસે આવવાનું મુલતવી રાખવું.' આમ કરવાથી એ બિચારા દુર્ભાવ કરતાં બચી જશે. નહિ તો તેઓ એ જોઈને એમ જ બોલવાના કે-‘અમને પૂરા પચાસ પણ નથી મળતાં અને અહીં આ ?’
પૂર્વના પાપના ઉદયે આ દશા છે અને આ ભવમાં આવી કાર્યવાહીથી ભવિષ્ય ખરાબ નક્કી છે. એમના પર દયા રાખો પણ ગુસ્સો ન કરો; પાપોદયે એમની મતિ બગડી છે, માટે એમના ઉપર કરુણા રાખો. એમણે પૂર્વે ધર્મ કર્યો નથી, વર્તમાનમાં કરી શકતા નથી અને એથી ભવિષ્યમાં કરી શકવાના નથી માટે એવા આત્માની દયા ખાઓ. જેવો પોતે ધર્મ કરતા નથી અને કરનારાને ક૨વા દેતા નથી, એમનું ભવિષ્યમાં થશે શું ?
એના ત્રણેય સુધર્યા, આપણા ત્રણેય બગડ્યા -
અત્યંકર શેઠ એક ધનાઢ્ય અને ધર્મ શ્રાવક હતા. અઢળક લક્ષ્મીના માલિક હતા. મુનીમ વગેરે નોકરો ઘણા હતા પણ બે નોકર બહુ સામાન્ય હતા. એક ઢોર ચારનારો હતો અને બીજો વાસીદું વાળનારો હતો. બેય આખો દિવસ કામમાં ૨હે. નવરા ભાગ્યે જ પડે. એક દિવસ દૈવયોગે બંનેને જરા નવરાશ મળી અને ભેગા થઈ ગયા, ત્યારે પરસ્પર વાતો કરવા લાગ્યા કે-“આપણે કેવા કમનશીબ કે આ કામકાજમાંથી નવરા જ પડતા નથી. આજે વળી આ આટલી વાત ક૨વા ભેગા થઈ ગયા. આપણા શેઠ કેવા પુણ્યશાળી છે કે જે ગાદીકિયે બેસે છે, ઘરે લક્ષ્મીનો પાર નથી અને નોકરચાકર સેવામાં એટલા છે કે પાણી માગતાં દૂધ હાજ૨ કરે છે. એમણે તો ખરેખર ગયા ભવમાં બહુ પુણ્ય કર્યું છે એટલે આ ભવમાં આટલી ઋદ્ધિસિદ્ધિ મળી છે અને આ ભવમાં પણ એટલું દાન પુણ્ય કરે છે કે આવતા ભવમાં આથી સવાયું પામશે. એમનો તો ગયો ભવ સુધર્યો, આ ભવ સુધરી ગયો અને આવતો ભવ સુધ૨વાનો; જ્યારે આપણો તો ગયો ભવ નકામો ગયો, આ ભવ પણ એળે જાય છે અને આવતો ભવ પણ
Page #520
--------------------------------------------------------------------------
________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
એવો જ જવાનો.” શ્રાવકના ઘરના અજ્ઞાન અને નોકરો પણ કેવી સુંદર વિચારણા કરી રહ્યા છે ? દૈવયોગે તેમની આ વાતચીત શેઠના સાંભળવામાં આવી ગઈ, અને શેઠ વિચારવા લાગ્યા કે ખરેખર ! આત્માઓ બહુ ઉત્તમ લાગે છે.
1069
૪૯૯
આજના નોકરો આવી સ્થિતિમાં શું વિચારે ? એ એવા જ વિચાર કરે કે‘આપણે આટલી ગધ્ધામજૂરી કરીને મરીએ છીએ પણ આ શેઠને છે એની કાંઈ કદર ? મોટો ધર્મીપણાનો દેખાવ કરે છે. બીજે આટલા પૈસા વાપરે છે પણ આપણને એક પૈસો આપે છે ? આવાને તો સીધા કરી દેવા જોઈએ.' નોકરો
આમ વિચારે છે ત્યારે શેઠિયા પણ ગાંઠ વાળીને બેસે છે કે-‘આ નોકરો લુચ્ચા છે. ગમે તેટલું આપીએ તોયે સુધ૨વાના નથી તેથી પૈસા આપીને મોઢે ચડાવવા જેવા નથી.'
આ શેઠે તો વિચાર્યું કે નક્કી મારા કુળનો એ પ્રભાવ છે કે ઘ૨નો કચરો કાઢનાર અને પશુઓ ચરાવનારમાં પણ આ બુદ્ધિ આવી. પોતે એમને હવે સાધર્મિક માન્યા.
કોઈ એક પર્વ દિવસે શેઠે. એમને બોલાવી સ્નાન કરાવ્યું. સારામાં સારાં વસ્ત્રો પહે૨ાવીને બેયને મંદિર લઈ ગયા. પેલા તો આશ્ચર્ય સાથે બહુ આનંદિત થયા. મંદિરમાં અનેક લોકોને સેવાભક્તિ કરતાં જોઈ તેમની અનુમોદના કરે છે. ૫૨માત્માનાં દર્શનથી બહુ રાજી થયા. પોતાના શેઠની અનુમોદના કરે છે અને વિચારે છે કે અમારો શેઠ કેવો પુણ્યવાન આત્મા છે કે જે અમારા જેવાને પણ અહીં લાવ્યો અને ભગવાનનાં દર્શન કરાવ્યાં ! હવે શેઠ એમના હાથમાં પૂજાની વાટકી આપી પોતે જે રીતે કરે તે રીતે પૂજા કરવાનું કહે છે. પેલા બેય ના પાડે કે-‘પા૨કા કેંસરથી અમે પૂજા કેમ કરીએ ?’ વિચારો ! આમાં પૂજા ન કરવાની ભાવના નથી પણ પારકી સામગ્રીથી પૂજા કેમ કરાય એ ભાવના છે. એ કહે છે કે વસ્તુઓ આપની અને ભક્તિ અમે કરીએ એવો ખોટો દેખાવ અમારાથી કેમ થાય ?
સામાન્ય અજ્ઞાન અને અભણ માણસોની આ વૃત્તિ તો તમારી શી વૃત્તિ ? બાર મહિને કેસર સુખડનો રૂપિયો આપતાં પણ અખાડા કરનારા છે ને ? મંદિરમાં ન્હાવા આવે, ચાર બાલદી પાણી ઢોળે પણ પૈસા આપવામાં છટકબારી શોધે. પછી એ બધા ખર્ચા ક્યાંથી થાય ? સાધારણમાંથી અને એમાં પણ ખાધ હોય તો દેવદ્રવ્યમાંથી ને ? આવી ખોટી દાનતવાળાઓનો કદી ઉદ્ધાર થાય ? ચાહ, પાન, બીડી, સિગારેટ, હોટેલ, નાટક, સિનેમાના પૈસા એમને મળે છે
Page #521
--------------------------------------------------------------------------
________________
૫૦૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1070 પણ પૂજાની સામગ્રી માટે પૈસા ન મળે તો એમાં નિર્ધનતા માનવી કે નિર્માર્ગીપણું માનવું ? પૂજાની સામગ્રી ઘરની વાપરનારા કેટલા ? “દેરાસરમાં ખર્ચા કેટલા થાય છે ?' એવી બૂમો મારનારા પોતે એ ખર્ચા માટે શું આપે છે ? સંસારમાં ઉડાઉ ખર્ચા મજેથી કરનારાઓને અહીંના ધર્મના ખર્ચા નથી પાલવતા એ દરિદ્રી બનવાની નિશાની છે. પૂર્વના પુણ્યોદયે આ ભવમાં ન થાય તો આગામી ભવમાં દરિદ્રી બનશે. એવાઓ પ્રત્યે હિતબુદ્ધિથી આ કહેવાય છે કે તમારા પાપમાર્ગે થતા ખોટા ખર્ચા બંધ કરો અને-ધર્મમાર્ગે શક્તિ મુજબ ખર્ચતા થાઓ, તેમાં જ તમારું કલ્યાણ છે. પુણ્યવાન આત્માઓના ધર્મમાર્ગે જેટલા પૈસા જાય છે તેનાથી અનેક ગણા પૈસા જૈન સમાજના પાપના માર્ગે ખર્ચાય છે. જૈનસમાજનો ઉદય કરવો હોય તો એ પાપમાર્ગે થતા ખર્ચા બચાવો અને ધર્મમાર્ગે વાળો તો ઉદય વહેલો થશે. દેવદ્રવ્યાદિ ધર્માદા દ્રવ્ય સામે નજર ના નાખો. પારકે પૈસે પરમાર્થ કરવા નીકળેલાઓને તેઓ જેવા છે તેવા ઓળખાવી દો, જેથી એમની વાતોમાં બીજા ન ફસાય.
ધર્મના ખર્ચાની બૂમો પાડનારાઓને અઢાર પાપસ્થાનકોમાં પૈસા ખર્ચાય તે ખટકતા નથી, એ તેમની લાયકાત કેવી છે એ બતાવે છે. તમારાથી ઉપવાસ ન થાય કે તમે ઘી દૂધ ખાઓ તેની ટીકા ન કરું પણ તમે ચાહ, પાન, બીડી, નાટક, ચેટક, હોટેલ આદિના ખોટા ખર્ચા શા માટે કરો ? તમે તમારા વાહિયાત ખર્ચા બંધ કરી એ પૈસાથી સાધર્મિક ભક્તિ કરો તો વાત કરતાં પચીસ લાખ આજે ભેગા થઈ જાય. જૈન કોમ કાંઈ ભિખારી નથી. પચાસનો પગારદાર નકામા ખર્ચા શા માટે રાખે છે ? એ ખોટા ખર્ચા રાખે પછી ભીખ માગવી પડે તેમાં કાંઈ નવાઈ છે ? રોટલી ઘીમાં બોળીને ન ખવાય તો ચોપડીને ખાય. “પાડોશી બોળીને ખાય તો હું કેમ ન ખાઉં ?' એવા વાદ ન થાય. રોજ ચોપડીને ન ખાઈ શકે તો એકાંતરે ઘી ખાય પણ કોઈની ઈર્ષ્યા ન કરાય.
આજની દશા જુદી છે. ચાર મિત્રો સાથે નીકળે એટલે ઝટ હોટેલમાં પેસે. પણ વિચાર ન કરે કે સામો તો ચાહ પાઈ શકે એમ છે પણ હું પાઈ શકીશ કે કેમ ? આ સ્થિતિમાં ન પીવે તે ડાહ્યા કહેવાય. એ કહી દે કે હું નથી પી શકતો. આ નીતિની વાત છે. આવું થાય તો બેકારી ન રહે. દેવદ્રવ્ય તરફની બદદાનત આપોઆપ ફરી જાય. આજે તો ધર્મભાવના તો ગઈ પણ નીતિયે રહી નથી. આજના સિનેમાનાં દૃશ્યોના છાપામાં ફોટા આવે તે કેવા ભયંકર છે ? એમ છતાં પૈસા ખર્ચીને સિનેમા જોવા જનારા ઘણા છે. પરંતુ ત્યાગીઓ વગર પૈસે ધર્મદેશના દે તે ઘણાને ન ગમે તેનું કારણ? આ ધાર્મિક સાહિત્ય કેમ નથી ગમતું?
Page #522
--------------------------------------------------------------------------
________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73
૫૦૧
પેલા શેઠે કહેવા છતાં નોકરોએ પૂજા ન કરી. શેઠે પૂજા કરી અને નોકરે દર્શન કરી અનુમોદના કરી. પછી શેઠ નોકરને ગુરુ પાસે લઈ ગયા અને એ આત્માની ઉત્તમતા જણાવી. ગુરુ એમને ધર્મ સમજાવે છે.
1071
એમાંથી એક જણા પાસે પાંચ કોડી હતી. ગુરુ મહારાજ તે વખતે કોઈ શ્રાવકને સમજાવી રહ્યા છે કે-શક્તિ મુજબ ભક્તિ થાય. લાખવાળો લાખ વાપરે અને ઓછાવાળો ઓછા વાપરે.” આ સાંભળી પેલા બેમાંનો એક નોકર પૂછે છે કે પાંચ કોડીથી ધર્મ થાય ? ગુરુ કહે-ઉત્તમ ધર્મ થાય. ત૨ત એ ઘે૨ લેવા ગયો. શેઠ પણ ઘેર ગયા. પેલો બીજો નોકર હજી ગુરુ પાસે બેઠો છે. એવામાં કોઈ શ્રાવકે ત્યાં આવી ગુરુ પાસે ઉપવાસમાં પચ્ચક્ખાણ લીધાં. પેલાએ ગુરુને પૂછ્યું કે, ભગવન્ ! આમણે શું કર્યું ? ગુરુ મહારાજે એ ભદ્રિક આત્માને સમજાવ્યું કે-એમણે આજે ઉપવાસ કર્યો એટલે આજનો દિવસ ખાવાપીવાનું બંધ કર્યું. પેલાએ પૂછ્યું કે એમ કરવાથી શું થાય ? ગુરુ કહે-ધર્મ થાય. એ સાંભળી એણે પણ ગુરુ પાસે ઉપવાસનું પચ્ચક્ખાણ માંગ્યું. પૈસા નહોતા તેથી પારકી સામગ્રીથી ધર્મ ક૨વાની એની મરજી ન હતી પણ આ તો પોતાના હાથની વાત હતી. પેલા નોકરે પાંચ કોડી લાવી તેનાં ફૂલ ખરીદી ભગવાનની પૂજા કરી સાર્થકતા માની. આ ઉપવાસના પચ્ચક્ખાણ લઈ ઘેર ગયો. શેઠે તે દિવસે બેય નોકરોને પોતાની સાથે જમવા બેસાડ્યા. બેયનાં ભાણાં પીરસાઈને આવ્યાં. એવામાં ત્યાં મુનિરાજ ગોચરી પધાર્યા. પેલા ઉપવાસવાળો નોકર ઊભો થયો અને મુનિને વિનંતી કરી કે ‘મહારાજ ! આજે મને જ લાભ આપો કારણ કે મારે આજે જમવું નથી પણ ઉપવાસ કરવો છે અને આ ભાણું મારુંએટલે મારા હકનું છે. મુનિએ પણ તેની ભાવના જોઈ તેને લાભ આપ્યો. મુનિ ગયા પછી શેઠે બીજું ભાણું તેના માટે મંગાવ્યું ત્યારે તેણે કહ્યું કે-મારે ન જોઈએ કારણ કે મેં આજે ઉપવાસ કર્યો છે. શેઠ કહે તો તેં પહેલાં ભાણું કેમ લીધું ? તો કહ્યું કે એ મારા હકનું હતું. મેં એ લીધું તો મહાત્માનો લાભ મને મળ્યો. બેય ભદ્રિક આત્માઓ આરાધના કરવાથી મરીને રાજકુમા૨ થઈ ત્યાં ધર્મ પામી કેવળજ્ઞાન મેળવી મુક્તિએ પહોંચી ગયા. શ્રાવકના ઘરના નોકરોના આવા વિચારો હોય તો શ્રાવકના વિચારો કેવા હોય ?
ભણેલા બેકારો વધે એનાં કરતાં અભણ શ્રદ્ધાળુ પાકે તે સારા ઃ
આત્માને બે ઘડી શાંતિ આપે એવા આ શ્રી જિનેશ્વરદેવના મંદિર અને ઉપાશ્રય જેવાં બીજાં કયાં સ્થાનો છે ? અને આત્માને પેલા અભણ નોકરોમાં પણ જે સંસ્કારો હતા એવા સંસ્કારો કયું શિક્ષણ આપે ? જૈનો શિક્ષણ ઇચ્છે,
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
વિદ્યા ઇચ્છે પણ એ શિક્ષણ કે વિદ્યા બેકારી વધારે એવાં ન હોય. સંસ્કારહીન ભણેલાઓ તો સમાજને બોજારૂપ છે. એ ઉપયોગી થયા નથી અને થવાનાયે નથી. સમાજના પૈસે મોટા થયા, સમાજના પૈસે ભણ્યા અને ડીગ્રીઓ મેળવી અને સમાજના પૈસે જીવનારા આજે સમાજને હજી કહે છે કે-‘અમારું પૂરું કેમ કરતા નથી ?' સમાજ એમને કહે છે કે ‘અમને આવી ખબર નહોતી કે આટલું કર્યા પછી પણ તમારી ભૂખ મટશે જ નહિ.'
1072
શ્રદ્ધાળુ જૈનસમાજને પોતાના પૈસા ખર્ચ્યાનું આ ફળ મળશે એ ખબર ન હતી. એમણે જેટલા પૈસા એ સંસ્કારવિહીન શિક્ષણ પાછળ ખર્ચ્યા તેટલા આ સુસંસ્કારો રેડવા પાછળ ખર્ચ્યા હોત તો આ શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબનો ભલે નાનકડો પણ આદર્શ સંઘ કરીને આપણે બેસી ગયા હોત, કે જે સંઘને આખી દુનિયા ઝૂકવા આવત. હજી પણ દ્રવ્યવ્યયનો પ્રવાહ આ તરફ વાળે તો એક દશકામાં એવો સંઘ થાય.
છોકરો મોટો થાય ત્યારે પોતાની સેવા કરશે એવી આશા બાપું રાખે એ દુનિયાનો વ્યવહાર છે. આ લોકોને પૈસા અપાયા ત્યારે એવી આશા હતી કે એ લોકો ધર્મની સેવામાં ઊભા રહેશે. એ પૈસા આપનારા સ્વપ્નેય એવું નહોતા જાણતા કે તેમના પૈસાથી જ આગળ વધનારા ધર્મને હમ્બગ કહેશે, દેવદ્રવ્ય ત૨ફ બદદાનત ક૨શે, મુનિઓને સમાજ માટે ભારરૂપ કહેશે અને પવિત્ર દીક્ષા માટે એલફેલ બોલશે. સમાજની સેવા કરવાને બદલે સમાજને વિમાસણમાં મૂકશે એવી ખબર હોત તો સમાજ એમની પાછળ રાતી પાઈ પણ ન ખર્ચત. પૈસા લેતી વખતે તો એમ કહેવાયું હતું કે આ લોકો ભણીને શાસનના કલ્યાણમાં ઊભા રહેશે, શાસન પરનાં આક્રમણો અટકાવવા પ્રયત્ન કરશે, વગર પૈસે કોર્ટ વગેરેના કામમાં ઊભા રહેશે. આ સાંભળી ભોળાઓ ભોળવાઈ ગયા અને પૈસા આપ્યા. એ પૈસા આપનારને જ આજે એ લોકો મૂર્ખ અને અંધશ્રદ્ધાળુના ચાંદ આપે છે. આ સમાજમાં આજે વકીલ કેટલા છે ? ધર્મના કામમાં વગર ફીએ ઊભા રહેવાનું કોઈએ કહ્યું ?
સભા ઊલટા એ તો દોઢા પૈસા માગે છે અને બીલ પોતે ન મોકલે ને પોતાના ભાગીદાર મારફત મોકલે છે !'
એ બહુ મજાની વાત છે. પોતાનો ભાગ તો અંદર ખરોને ?-આવું શિક્ષણ આપી બેકારો વધારવા કરતાં શ્રદ્ધાળુ વધે તેવી કેળવણી આપો, કે જે કેળવણી પામેલા આદર્શરૂપ જીવન જીવે અને કહે કે પ્રભુના માર્ગ પર આક્રમણ આવે ત્યારે બચાવ અમે કરીશું. આવા પાછળ ગમે તેટલા પૈસા ખર્ચો તો પણ તે સફળ
Page #524
--------------------------------------------------------------------------
________________
1073 - ૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ - 73 - ૫૦૩ થાય. આજે તો શ્રદ્ધાળુ સમાજના પૈસે ભણેલા જ પ્રભુમાર્ગ સામે છડેચોક આક્રમણ કરી રહ્યા છે. ...તો અમારા મોઢે તાળાં મારવાની છૂટ !
સાધુ શિક્ષણના વિરોધી છે એવું ન માનતા. સાધુ તો કહે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર વિના મુક્તિ નથી. જ્ઞાન વિના મુક્તિ ન માને એ સાધુ જ્ઞાનનો વિરોધ કરે ? એનો નિષેધ કરે ? કદી નહિ; પણ અજ્ઞાન વધારે એવા જ્ઞાનનો તથા મિથ્યાજ્ઞાનનો તો એ ભારપૂર્વક નિષેધ કરવાના જ. ત્યાં મૂંગા કદી ન રહેવાય. અમને ભય બતાવે છે કે “તમે બોલી બોલીને ક્યાં સુધી બોલવાના ?' અમે કહીએ છીએ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી બોલવાના. જે શાસનના બળે આ દેહ પોષાય છે તેને માટે શરીર, વાણી અને મનનો ઉપયોગ કરવાના જ. તમારા રોટલાથી અમે નથી નભતા પણ આ શાસનના પ્રભાવે જ અમે નભીએ છીએ. જેઓ તમારા રોટલાના આધારે એમનું જીવન માનતા હોય તે ભલે એમ કહે. હું તો કહું છું કે અમે આ શાસનના આધારે જ જીવીએ છીએ, એના પ્રભાવે જ અમને રોટલા મળે છે. અમારું જીવન સ્વતંત્ર નથી, પરતંત્ર છે; પણ જેના પ્રભાવે આ જીવન છે, આ સ્થિતિએ પહોંચ્યા છીએ અને વર્ષોથી નિર્ભયપણે ગામેગામ ફરીએ છીએ, તેના પ્રત્યેની ફરજ તો છેલ્લા શ્વાસ સુધી બજાવવાના. આ શાસનને વફાદાર રહેવા માટે પ્રમાદી જીવોને જગાડવા બૂમરાણ કરવાના જ, જેમ રોણીયા રાત્રે બૂમો મારે છે તેમ. ઊંઘનારો પ્રમાદી મોટો ચમરબંધી હોય તો પણ રોણીયાને બૂમ મારતા અટકાવવાની એને સત્તા નથી. એની સામે એની ફરિયાદ ચાલે જ નહિ. તેમ અમને પણ અટકાવવાની કોઈની તાકાત નથી. પણ હા ! શાસનને વફાદાર રહેવાની ગેરંટી ખરી. જો એ વફાદારીને આઘી મૂકીએ તો અમારા મોઢે તાળાં લગાવવાની તમને છૂટ છે.
સભા: તમને ગામમાં જ ન પેસવા દે તો કોને સંભળાવે ?
ગામની ભાગોળે લોકોને ભેગાં કરીને સંભળાવીશું. ત્યાં પણ ભેળાં કરવાની તાકાત છે. કળાનો જાણનાર વાંસળી વગાડે કે ત્યાં હરણિયાં ભેગા થાય જ.
સભાઃ ગોચરીનું શું ?
એવાને ત્યાં ગોચરી નહિ જઈએ, ફીકર ન કરો. “સાધુઓ અમારા રોટલા પર જીવે છે' એમ માનનારા ને કહેનારા વાણિયાઓ અજ્ઞાન અને મૂર્ખ છે. એમના કરતાં જૈનેતરો કંઈ ગુણી ભક્તિ કરવા તૈયાર છે. સાધુ સાથે ફરો તો ખબર પડે.
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૦૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
– 1074 સમ્યક્તના અભાવે આજે જે કાંઈ બની રહ્યું છે તે તમારા ધ્યાન પર લાવું છું. હવે ધનના વ્યયની દિશા ફેરવો. મિથ્યાજ્ઞાનને બદલે સમ્યગુજ્ઞાનમાં પૈસા ખર્ચો. પ્રભુમાર્ગના સંસ્કાર ફેલાવવામાં ધનનો વ્યય કરો. શું બીજાના આધારે જ જિવાય?
કોર્ટમાં બચાવ માટે વકીલ જોઈએ જ એવો કાયદો નથી. વકીલ હોય તો જ કેસ જિતાય એમ ન માનતા. લુચ્ચાઈ કરવી હોય તેને બધું જોઈએ. સાચેસાચી વાત રજૂ કરનારને કાંઈ ન જોઈએ. ગુનેગાર પોતાને છોડી દેવાનું કહે તોયે કોર્ટ ન છોડે. બીનગુનેગાર બચાવ ન કરે પણ “ઈશ્વર મારો બેલી છે” એમ કહે અને કહી દે કે-કોઈ પુરાવો પણ નથી લુચ્ચાઓમાં ફસાયો છું, મારો આધાર ઈશ્વર છે, તો કોર્ટને માથે પાંચ શેરી પડે. એકંદમ ન્યાય ન આપે. રાજ્યના બૅરિસ્ટરને એનો બચાવ કરવા રોકે અને ફરીને ફરિયાદીને છ કલાક પાંજરામાં ઊભો રાખે. સો સવાલ પૂછે અને જરા પણ શકનો લાભ મળે તો આરોપીને છોડી દે.
વસ્તુ હોય તેનો લાભ લો તે જુદી વાત છે. બાકી એના આધારે જ જિવાય અને જિતાય, એવું કાંઈ નથી.
વગર વૈદ્ય પહેલાં ચાલતું હતું. ત્યારે રોગો એટલા ન હતા. આજે ચાર મકાન મૂકીને એક ડૉક્ટરના પાડોશીને ત્યાં જ બીમારીના ખાટલા પડ્યા હોય અને એ ડૉક્ટરને ખબર લેવાની ફુરસદ ન હોય?
હવે પીઠ પર મેખલા વગેરેનું આગળ શું વર્ણન આવે છે તે હવે પછી.
Page #526
--------------------------------------------------------------------------
________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા વદ-૧૩, બુધવાર, તા. ૨૭-૨-૧૯૩૦
74
• ધર્મનું સ્વરૂપ શું ? • મનને જીતવા વચન અને કાયાને કાબૂમાં રાખો ! • અભ્યાસથી મન જિતાય : • છૂપા નાસ્તિકો : • શું અમે તમારા આધારે જીવીએ છીએ ? • શાસ્ત્રોમાં શું આવે ?
ધર્મોપદેશક ભાટ બને ત્યારે ! “ • ભોગવ્યા પહેલાં જ છોડે એ વધુ સમજુ : • ખામી દર્શાવવાની ખૂબી : • ભાટ બનેલા સાધુઓ રોટલા માટે સાધુતાનું લિલામ કરે છે :
ધર્મનું સ્વરૂપ શું?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ રત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કરી ગયાં. હવે જેમ મેરૂ પર્વતને રત્નજડિત સુવર્ણમય મેખલા હોય તેવી રીતે શ્રી સંઘમરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠ પર રત્નમય સુવર્ણમેખલા હોવી ઘટે. એ રત્ન અને સુવર્ણના સ્થાને શું ? તે હવે કહે છે- શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમેખલા હોવી જોઈએ, એમ કહ્યા બાદ હવે એ મહાત્મા ધર્મની વ્યાખ્યા કરે છે :
दुर्गती प्रपतत्प्राणीधारणार्द्धर्मरुच्यते । દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે તે ધર્મ. અર્થાત્ દુર્ગતિમાં પડતા આત્માને બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે તે ધર્મ. જે દુર્ગતિમાં પડતા બચાવી ન શકે અને શુભ સ્થાનમાં સ્થાપી ન શકે તે ધર્મ નહિ. દુનિયામાં જો કોઈ એવી વસ્તુ હોય કે જે આત્માને દુર્ગતિમાં પડતા બચાવે તો કહો. જે પરલોક માને તેને સુગતિ-દુર્ગતિ માનવી જ પડશે, સ્વર્ગ-નરક માનવાં જ પડશે, સદાચારઅનાચાર માનવા જ પડશે. અને ખરાપણું-ખોટાપણું પણ માનવું જ પડશે.
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 1075 અહીંની કાર્યવાહી પર પરલોકનો આધાર છે.
આ લોકોની કાર્યવાહી સારી તો પરલોક સારો. આ લોકની કાર્યવાહી ખરાબ તો પરલોક ખરાબ. દુર્ગતિથી બચાવનાર ધર્મ છે એમ માને તેને પરલોક માનવો જ પડે. ઘર-બાર, કુટુંબ-પરિવાર, ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિ, ધન-ધાન્ય, વકીલ-ડૉક્ટર, ઝવેરી કે કાપડિયો કોઈ દુર્ગતિથી બચાવી શકશે ? હોય તો કહો, આપણે જરા ઊભા રહીએ, આગળ પછી વધીએ. દેવ, ગુરુ અને ધર્મ વિના ચોથી ચીજ દુર્ગતિથી બચાવનારી છે ? ગુરુપદે બેસીને જો કોઈ આડીઅવળી વાત કરે તો એમને આવું પૂછવું જોઈએ. દુર્ગતિમાં પડતા બચાવનાર જે હોય તે આપણને કબૂલ મંજૂર છે. આપણે આને જ પૂજીએ એમ નહિ, પણ બીજા હોય તો બતાવો.
અમે તો અમારા અને તમારા પરલોકની જ ચિંતા કરીએ, આ લોકની ના કરીએ. આ લૌકની ચિંતા કરનારા તો ઘણા પડ્યા છે. જ્યાં સ્વની ચિંતા છે ત્યાં પરની અને જ્યાં પરની ચિંતા છે ત્યાં સ્વની છે. પણ મુદ્દો એ કે પરની હિતચિંતા જોઈએ. જે હિત ન સમજી શકે તે પરોપ્રકાર ન કરી શકે. પરોપકાર થાય ત્યાં સ્વ-ઉપકાર હોય. આત્માને અને આત્માના સ્વરૂપને સાચી રીતે સમજનારો સ્વ-પરનો ઉપકાર કરી શકે.
જે હિત જાણે અને પારકાનું હિત કરે તે પોતાનું ભૂલે ? હિત ન સમજે અને પારકાના ભલાનો દાવો કરે તે ખોટો ઢોંગ છે. આ લોકની ચીજોમાં તો દુનિયા આખી ચકચૂર છે. માબાપ વગેરે તમામ એ તો શીખવાડે. વેપાર રોજગાર, કમાવાનું, ખાવા-પીવાનું તો દુનિયામાં બધા શીખવાડે છે. પરલોકની વાત કોઈ કરતું નથી. એ તો ફક્ત દેવ, ગુરુ અને ધર્મ જ કરે છે. પરલોકમાં સુગતિ-દુર્ગતિ બેય છે. આ લોકની ચીજમાં ખૂબ રાચ્યામાચ્યા, પૈસા પણ મેળવ્યા, પછી શું ? પછી દુર્ગતિમાં જતાં એ બચાવશે ? “ગૃહસ્થને પૈસા પણ જોઈએ-એવો ઉપદેશ આપનારને એ જરા પૂછો કે કમાતા કમાતાં કે રૂપિયા ગણતાં ગણતાં નહિ મરાય, એવું નક્કી છે ? એમ કરતાં કરતાં ખપી ગયા તો બચાવે કોણ ? ડૉક્ટર, વકીલ, સોલિસિટર કે બૅરિસ્ટર બન્યા, અરે ! માનો કે પંચમ જ્યોર્જનું સિંહાસન પણ બચાવી પાડ્યું, પણ પછી શું ? અહીંથી ગબડ્યા તો એ રત્નજડિત સિંહાસન આડું પડશે ? નરકે જતાં બચાવશે ? આવું આવું પૂછો તો આ લોકની પંચાતમાં પડેલા અને આ લોકની વાતો કરનારા સાધુઓ જરૂર ઠેકાણે આવી જાય.
તેમને કહેવું જોઈએ કે “આ લોકની પંચાત કરવી હોય તો સાધુતાના
Page #528
--------------------------------------------------------------------------
________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
――――――――――――― ૫૦૭
સ્વાંગના ઢોંગ શું કામ ? આ લોકની ફીકર અને પ્રવૃત્તિ તો અમે સારી રીતે કરી શકીએ તેમ છીએ.’ આ સ્વાંગ કેવો ? આ સ્વાંગ જગતને જણાવે કે આ તો સંસારના ત્યાગી. આ સ્વાંગધારી પાસે પૈસા, ખાનપાન કે કોઈ પણ દુન્યવી પદાર્થ કે રંગરાગની વાત મળે એવું કોઈ સમજે ? અહીં તો ધર્મ જ મળે એમ સહેજે સૌ સમજે. આ લોકની વાતો કરનારા માટે આ સ્વાંગ ધરવો સૌ સમજે. આ લોકની વાતો કરનારા માટે આ સ્વાંગ ધરાવો એ ઢોંગ છે. ‘દુર્ગતિથી આત્માને બચાવે તે ધર્મ’ આ વાત દરેક દર્શનકારને માન્ય છે; આમાં મતભેદ છે ? આ તો સર્વસામાન્ય વ્યાખ્યા છે. આ વ્યાખ્યા જે માને તેને પરલોક, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક એ બધું માન્ય હોય જ. આ વ્યાખ્યા ન માને તે નાસ્તિક. આ વ્યાખ્યા માની કે દુર્ગતિ આંખ સામે દેખાય જ. જેની આંખે દુર્ગતિ દેખાય તે પાપ કઈ રીતે કરે ? પાપ કરવાનો ઉપદેશ એ કઈ રીતે આપે ? ‘પૈસા હશે તો બધું થઈ ૨હેશે' એવું એ શી રીતે બોલે ?
1077
દુનિયાની લડત આજે કંચનકામિની માટે છે. જર, જમીન, અને જોરુ પાછળ જ દુનિયાની બધી ધમાધમ છે. આ લોક એટલે જર, જમીન અને જોરુ. કહેવત પણ છે કે જ૨ જમીન અને જોરુ, એ ત્રણ કજિયાનાં છોરું. આ ત્રણ જેની પાસે ઘણા તે મોટો શેઠ. આ ત્રણ મેળવવાના, વધારવાના ઉપદેશ દે તે ધર્મોપદેશક કે પાપોપદેશક ? આ ત્રણ ઝઘડાનું મૂળ છે એમ તમે કહો છો પણ એ મળે તો તમને ગમે છે એટલે તમને એનો ઉપદેશ પણ ગમી જાય છે. પણ ધર્મોપદેશક એવો ઉપદેશ ન આપે. એને મેળવવાના માર્ગ ન બતાવે. એવું બતાવે તો એ પાપોપદેશક છે.
અત્યાર સુધી આપણે પીઠમાં હતા, હવે ઉપર મેખલામાં આવ્યા. પીઠ દૃષ્ટિથી ન જોઈ શકાય પણ મેખલા તો જોઈ શકાય. અત્યાર સુધી માન્યતાની વાત હતી, હવે અમલની વાત છે. હવે માત્ર ‘હાજી-હાજી’ કરશો તે નહિ ચાલે. મજબૂતાઈમાં પણ મહેનત અપૂર્વ છે પણ હવે મેખલામાં તો એથીયે અધિક મહેનત છે. પહેલાં કેવળ રુચિની વાત હતી, માત્ર માન્યતા પૂરતી વાત હતી પણ હવે તો અમલની વાત છે. દુનિયાને અર્થ-કામ તો ગમે છે પણ ધર્મ નથી ગમતો એવી શાસ્ત્રકારની રૂઢ માન્યતા છે. સમ્યગ્દષ્ટિને અર્થ-કામ નથી ગમતા, કદાચ અવિરતિના તીવ્ર ઉદયે ગમી જાય તોયે ઉપાદેય તો ન જ લાગે.
સભા ‘આ બધું સમજાય ખરું પણ અમલ થઈ ન શકે તો ?’ તો તીવ્ર પાપોદય માની પાપ ખસેડવાના પ્રયત્ન ચાલુ રાખવા.
Page #529
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
મનને જીતવા વચન અને કાયાને કાબૂમાં રાખો :
એ પ્રયત્નો ચાલુ રાખવા માટે ઉત્તમ ભાવના ભાવો, ઉત્તમ આચરણ આચરો, ઉત્તમ ક્રિયા કરો, ઉત્તમ સહવાસ સેવો. ક્રિયામાં રહો પછી મન ભલે ફરે, એનું ગજું કેટલું ? મન ભલે અમુક ક્રિયા ઇચ્છે પણ તમે કરો જ નહિ તો ? વચન અને કાયા એ બે જો તમે કાબૂમાં રાખી શકો તો મન ગમે તેવી દોડાદોડ કરે પણ એનું વળે શું ? એ થાકીને હેઠું બેસી જાય. એકલી ફાર્મા અને વચનના અંકુશથી પણ ઘણા તરી ગયા. મન સાથે વચન અને કાયા એ ખોટા માર્ગે એકાકાર થાય તો સત્યાનાશ વળે. મન ખોટા માર્ગે જાય છે એમ પહેલાં લાગવું જોઈએ, પછી વચન અને કાયાને તાબામાં લો તો અંતે મનને વશ થયા વિના છૂટકો નથી.
૫૦૮
1078
જેટલા માણસ તેટલાં મન, મન તેટલા વિચાર, ક્ષણે ક્ષણે વિચાર જુદા. ત્યાં કશી મર્યાદા ન બંધાય. છેલ્લી હદએ કે મનશુદ્ધિથી આત્મશુદ્ધિ થાય પણ વચન અને કાયા ઉપર અંકુશ આવે તો મનશુદ્ધિ થાય. મન ભલે વિલાયત જાય પણ કાયા ન જાય તો ? બાટલો હાથમાં લઈને મોંએ માંડે તો દારૂ પીધો કહેવાય ને ? મન વિલાયત ગયું પણ કાયા ન ગઈ તો ત્યાંના માંસ મદિરા વાપર્યાં ? નહિ જ. આત્માના ત્રણ દુશ્મન છે. મન, વચન અને કાયા. માની લીધું કે એ ત્રણમાં મન એ વધારે બળવાન છે. તો તે સિવાયના બેને તો જેટલાં દબાય તેટલાં દાબવાં. શરૂઆતમાં લાભ ઓછો પણ થાય. પેઢીને પહેલાં જ લાભ થઈ જાય ? હજી તો શરૂઆત છે. થોડી જ મહેનત કરી છે ત્યાં વધારે લાભ થાય ક્યાંથી ? અનાદિ કાળથી ગુલામી ખરીદી લીધી છે. હવે એકદમ છૂટવા માગો તે થાય શી રીતે ? પ્રયત્ન કરો તો તે સમય પણ જરૂ૨ આવશે. જેટલો મેલ ચઢ્યો છે તે કાઢવો તો પડે ને ?
સભા પણ રાત થોડી ને વેષ ઘણા, તેનું શું ?’
માટે જલદી ચેતો એમ જ્ઞાનીઓ કહે છે. હૈયામાં એ વાત જચી હોય તો આ બધું બંધ કરો અને અહીં આવી જાઓ. વર્ષોનો કાટ જલદી કેમ નીકળે ? વાસણ ઉપર કાટ ચડી ગયો હોય તો આંબલીનાં પાણી તૈયાર કરવાં પડે, ઘરની સ્ત્રીથી ન નીકળે તો ઘસવા માટે મજૂર રાખવા પડે, કાથીનાં ગૂંચળાં લઈને ચાર-છ દિવસ ખૂબ ઘસે ત્યારે એ કાટ નીકળે ને વાસણ ઊજળું થાય. અનાદિકાળની વાસના એકદમ જાય શી રીતે ? વસ્તુ સમજાય અને વચન તથા કાયા અંકુશમાં આવે તોયે કામ થાય. માટે તો દ્વિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ રાખ્યું.
Page #530
--------------------------------------------------------------------------
________________
1079 – ૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !-74 –– ૫૦૯ અનુમોદના રહી પણ કરવું-કરાવવું તો બંધ થયું ને ? જો એમ ન કરે અને ત્રણેય સાથે કાબૂમાં આવે ત્યારે જ ક્રિયા આદરું એમ નક્કી કરે તો એ રખડે. અભ્યાસથી મન જિતાય.
બાળકને સામાયિકમાં બેસાડો અને કહો કે અડતાલીસ મિનિટ બેસી રહેવાનું. એ બોલે, ચાલે, ઊંચોનીચો થાય પણ ત્યાં જ બેઠો બેઠો ને ? એવું થોડા દિવસ કરે પછી હલચલ ઓછી કરે, હાથમાં માળા લેતો થાય, પછી પુસ્તક ઉઘાડી વાંચતો થાય પછી મહિને દહાડે એ પોતે કહે કે સામાયિકમાં કોઈ ગાળ દઈ જાય તોયે આપણે ન બોલાય. આ સ્થિતિ શાથી ? અભ્યાસથી. અભ્યાસના યોગે આત્માનો ગુણ ખીલે. શરૂઆતમાં જ કાંઈ બધા ગુણ ન ખીલે. કોઈ કોઈ શ્રી તીર્થકર દેવનો આત્મા પણ ચડ્યો, પડ્યો, ચડ્યો, પડ્યો, એમ કરતાં એ તીર્થકર થયા, તો આપણે કોણ ?.
સભા: “કાંઈક આકરો ઉપાય બતાવો !”
ચૂંટી ખણીને મનને મનાવવું એ જ આકરો ઉપાય છે. શ્રી આનંદઘનજીએ કહ્યું કે :
સુરનર પંડિત જન સમજાવે,
સમજે ન માહરો સાલો.. જંગલી જાનવરો પણ મનુષ્ય સાથે ગેલ કરતાં શીખ્યાં એ કોણે શીખવ્યાં ? એ કામના કસબીઓએ. સિંહ, વાઘ કે ચિત્તો મનુષ્યની ગંધ સહે ? છતાં મનુષ્ય સાથે ગેલ કરે છે એ શાથી ? મનુષ્ય સિંહની છાતી પર ચડી બેસે, સિંહને જીત્યો એમ બતાવે, જોનારા હજારો તાલીઓ પાડે છતાં સિંહ એ બધું સહે છે એ શાથી ? ઊઠ કહેતાં ઊઠે છે અને બેસ કહેતાં બેસે છે; એની ક્રૂરતા, એનો ગુસ્સો અને એની હિંસા વગેરે ક્યાં ગયાં ? એનું નખનું, દાંતનું, દાઢનું ઝેર ક્યાં ગયું ? મદારી સર્પને ફોવે તેમ રમાડે છે ! હજારોની વચ્ચે માણસ એ સિંહનો આજે જેમ કાન પકડે છે તેમ પહેલાં પકડ્યો હોત તો ? છૂટો મૂકે તોયે કાંઈ ન કરે, હજારો લોકો “વન્સ મોર' કરે તોયે અને તાલીઓ પાડે તોયે એવો ન એવો શાંત રહે. જાણે એને કાંઈ અસર જ નહિ. જંગલમાં મળ્યો હોય અને એમ કર્યું હોય તો ?
સભાઃ “એ તો ટેવાયેલા સાથે જ એમ વર્તાય ને ?”
જેમ વધુ ટેવાય તેમ એ સિંહ પણ કૂતરા જેવો થાય. ઉંદર બિલાડી અને કૂતરાને જન્મજાત વૈર હોય છે પણ ઘણા ગૃહસ્થોને ત્યાં કૂતરાં-બિલાડાં ભેગાં રમે છે. શાથી ? જાતિ વૈરવાળાંને પણ જન્મથી એકબીજા સાથે ગોઠવી દીધાં
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૧૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ –
1980 તેથી. એ રીતે ક્ષમાની ટેવ પડે પછી તો બાપ ગાળ દે તોયે ન બોલે, મા આકરાં વેણ કાઢે તોયે ન બોલે, ગુરુ બે શબ્દ સંભળાવે તોયે સહનઅને કોઈ બીજા ગમે તેમ બોલે તોયે શાંતિ રાખે. એ ટેવ એવી પડે કે ગાળ દેનારા દુશ્મનનું પણ એ કલ્યાણ જ ઇચ્છે. વગર અભ્યાસે એકદમ એ સમતા આવે ?
પાંચ વરસનો જૂનો તાવ એકદમ મટે ? છ મહિના ઉકાળા પીવા પડે ત્યારે એ મટે. મોટો તાવ જલદી ઊતરે પણ ઝીણો તાવ કાઢવા ભારે મહેનત કરવી પડે. શેર પાણીમાં કડવા ઉકાળા ઊકાળી બે રૂપિયા ભાર પાણી રહે ત્યારે પીવાનાં. એ પીતાં તો માથાના વાળ પણ ઊંચા થઈ જાય એવા કડવા હોય. છ મહિના એવા ઉકાળા પીવે ત્યારે હાડ, માંસ અને લોહીમાં પેસી ગયેલો એ તાવ શરીરમાંથી નીકળે. ભટકતા મનને ઠેકાણે લાવવાનો ગુણ વેષમાં, ક્રિયામાં અને ભાવનામાં છે. સામાયિકમાં બેઠેલાને ગુસ્સો કદી આવે પણ તરત વિચાર આવે કે અરે ! હું તો સામાયિકમાં છું. જેનો અમલ નથી કરવાનો એનો વિચાર કરવાનું કામ શું? પણ એ વિચાર સામાયિકમાં બેઠો હોય એને આવે ને ? ઘરમાં કે દુકાનમાં બેઠો હોય અને મન ચળવિચળ પણ કદી થાય પણ જાય ખરો ? પછી થોડા દિવસના વધુ અભ્યાસ પછી એમ પણ થાય કે જવું નહિ તો ભાવના પણ શા માટે બગાડવી ? પણ આ બધું અભ્યાસથી થાય.
સ્ત્રી જાતિ કેટલું સહન કરી શકે છે ? શાથી ? અનુભવ, અમલ અને અભ્યાસથી. વેઠાય કે ન વેઠાય પણ વેઠી લે છે ને? વ્યાધિની વાત વિચારો. તાવ લાગુ પડે ત્યારે શરૂઆતમાં બહુ અકળામણ થાય. પણ થોડા દિવસ જાય પછી દર્દીને એ કોઠે પડી જાય છે. “આ તો રોજનું થયું' એમ એને થાય છે. શરૂઆતમાં સૂઈ રહેતો હોય એ પછી ઊઠે, બેસે, ખાય, પીવે અને કામ પણ કરે. કોઈ પૂછે કે તાવમાં ઊઠ્યો ? તો કહે કે “એ તો રોજનું થયું, ક્યાં સુધી પડ્યા રહેવું ?” આમ વ્યાધિ સાથે પણ માણસને દોસ્તી થઈ જાય છે તો ઉત્તમ ચીજ સાથે પ્રેમ ન થઈ જાય ? તમને ઘેર ન ગમે એવું અમને આ ઓઘા સાથે ગમે છે, તમે માનશો ? અમને આની સાથે દોસ્તી થઈ ગઈ. તમને આ બગલમાં ઘાલવાથી મૂંઝવણ થાય અને અમને એ બગલમાં ન હોય તો મૂંઝવણ થાય. ઊંઘમાંયે અમારા મોંમાથી “ધર્મલાભ” નીકળે, તમારે જાગતાંયે “કર્મલાભની જ વાત નીકળે. આ બધું અભ્યાસનું કારણ છે. બાળક “મા, મા જ કરે એ શાથી? ટેવથી. ઘણા બીમાર દર્દમાં ‘હાય બાપ” કરે અને ઘણા “અરિહંત-અરિહંત' કરે, એમાં કારણભૂત અભ્યાસ છે. કેળવો તો ગુણ આવશે. પરંતુ હજી તમને વસ્તુતત્ત્વ જડ્યું નથી.
Page #532
--------------------------------------------------------------------------
________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
૫૧૧
દુર્ગતિમાંથી આત્માને બચાવે કોણ ? ધર્મ. હીરો કીમતી છે એ હૃદયમાં બેઠું છે તેથી કાદવમાંથી હાથ બગડે તોયે એ લેવાય છે. આવી માન્યતા અહીં થવી જોઈએ. એ થાય તો રાત્રે ન ખવાય, વ્યસનો ન સેવાય, હોટલમાં ન જવાય, નાટક-સિનેમા ન જોવાય, એ બધું સમજાવવામાં મહેનત ન પડે. પોતે જ કહેતા આવે કે અમે આમ નહિ કરીએ. આ તો કહે છે કે-‘રાત્રે ખાવામાં પાપ શું ? શું એથી સદ્ગતિ અટકી જાય ?' આવા પ્રશ્નો કરે છે. સદ્ગતિ શાથી અટકે અને આત્માને દુર્ગતિમાં પડતાં બચાવનાર કોણ ? એ નક્કી કરો. એ નક્કી નથી કર્યું એની જ આ બધી મોંકાણ છે અને એનું નામ જ નાસ્તિકતા છે. એવી નાસ્તિકતામાં ફસાયેલા પામશે. આજે વેષને પણ લજવે છે. તેઓ પરલોક સુધા૨વાની વાત મૂકી આ લોકની વાહિયાત વાતો કરવામાં પડી ગયા છે. મોઢે સારું સારું બોલે પણ અંદર બધું પોલું છે. માટે તોં શ્રી મલયગિરિજી મહારાજા કહી ગયા કે પરલોકની ક્રિયાને ગૌણ કરી આ લોકની ક્રિયા વધારવા ઇચ્છનારા, વધારનારા છૂપા નાસ્તિકો છે. આ ખાવાથી મૃત્યુ થાય એ જાણ્યા પછી મરે તોયે એ, એ વસ્તુ ખાય ? અરે અમુક માત્રા ખાનારાને જીવનભર અમુક વસ્તુ ન ખવાય તો એવા માણસો પોતાની રસોઈ અલગ બનાવે છે. સારા સારા શેઠિયાઓની આ વાત કરું છું. એના રસોયા અલગ અને રસોઈ પણ અલગ-જાતે પોતે અનાજ તપાસે કે ૨ખે ન વા૫૨વા યોગ્ય વસ્તુ અંદર ન આવી જાય. આનું કારણ ? જીવન વહાલું છે માટે. એ જ રીતે પરલોક માને, નક માને એ પાપ કરે ?
1081
છૂપા નાસ્તિકો
સભા : ‘છૂપા નાસ્તિક અને ખુલ્લા નાસ્તિકમાં શો ફેર ?’
ખુલ્લા નાસ્તિક તો એટલા પૂરતા સારા કે મોઢે જ કહે કે અમે નથી માનતા; પંચાત .મટી, કોઈ ફસાય તો નહિ ? આ તો કહે કે અમે પરલોક માનીએ છીએ પણ...! એ પણ...કહીને જ બધા ગોટાળા વાળે. ખુલ્લા દુશ્મન સારા પણ છૂપા દુશ્મન હૂંડા. ખુલ્લા દુશ્મન તો કહી જાય કે ‘હું જોઈ લઈશ !’ એટલે માણસ એનાથી સાવચેત રહે. એને કળથી જિતાય. કદાપિ એનાથી હારીએ તોયે મૂંઝવણ નહિ કારણ કે એણે આપણને સાવચેત તો કર્યા હતા. પણ સાહેબજી કહી હાથ મિલાવી પડખામાં પેસી ઘા મારે એને કેમ પહોંચાય ? એ છૂપા કહેવાય. સાધુ તરીકે ઓળખાવું, ધર્મદેશના દઈએ છીએ એમ કહેવડાવવું અને લોકને આ લોકના પાપમાં જોડવાની વાતો ક૨વી એ કઈ નાસ્તિકતા ? આ લોકમાં પૈસા કમાવાના કે લગ્ન કરી ઘર માંડવાના ઉપદેશની લોકને જરૂર છે ?
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૧૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ – - 102 એ કોણ નથી કરતું ? રંગરાગ માણવાના ઉપદેશ આપવાની જરૂર છે ? “આ બધું ન કરવું જોઈએ” એ સમજાવવાની, એનો ઉપદેશ આપવાની જરૂર છે. ધર્મોપદેશકે આ ચાવી બરાબર હાથમાં રાખવાની જરૂર છે. આ ચાવી એવી સુંદર છે કે એ મળ્યા પછી ઊંઘમાં બોલે તોયે માર્ગને અનુસરતું જ બોલાય. સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષનું ધ્યેય જેને પરિણમ્યું તેના મોંએથી ખોટું નીકળે જ નહિ. જેને પોતાના મનમાં ખૂણે ખૂણે પણ સંસાર ઠીક લાગે છે, સંયમ ખરું પણ લેવાય તો ઠીક-ન લેવાય તો સંસારમાં રહીને ક્યાં ધર્મ નથી થતો ? અને મોક્ષ તો અત્યારે ક્યાં છે ?- એમ થાય, એવાઓ કાળજીથી અને જાગતાં બોલે તોય એનાથી ખોટું બોલાય. જેને સંસારની અસારતા ભાસી તેને તો કોઈ કહે કે “ઇંદ્રો અને અહમિંદ્રો મહાસુખી છે' તોયે એ કહે કે “ના, એ પણ દુઃખી છે. એનું પણ મરણ નિશ્ચિત છે. એને સંસારના ગમે તેવા સારામાં સારાં સુખો બતાવે તોયે એ કહે કે બધેય દુઃખ છે. સંસારની અસારતાના રોમ રોમ પરિણમન વિના સંયમની સુંદરતા ભાસતી નથી. એટલે “સંસાર અસાર છે, મોક્ષ સાર છે અને સંયમ એ જ એનો ઉપાય છે આ ચાવી જેના હાથમાં આવી એ બધે ફાવી શકે છે. શું બોલવું, શું કરવું એ બધું તે સમજી શકે છે. “શું અમે તમારા આધારે જીવીએ છીએ ?'
ગુરુ, ગુરુ મટી યાચક બને એટલે કૃપણના કાકાને એ દાતાર કહે. જાતજાતના આશીર્વાદ આપે પણ એ ફળે ક્યાંથી ? એ આશીર્વાદ દેનારને ભાન નથી કે પેલા કમનસીબના ભાગ્યમાં જ એ નથી. એને એવું વિચારવાની પંચાતમાં પડવું જ નથી. એને તો સામાને રાજી કરી પૈસા કે છેવટે મનગમતું કંઈક લેવું છે. એવા ભિખારી, કૃપણને દાનવીર કહે, કાયરને શૂરવીર કહે અધર્મીને ધર્મવીર કહે; પ્રાચીન બધા મહાપુરુષોના નામે એને ઓળખાવે અને આગળ વધીને એમ પણ કહે કે “તમે ન હોત તો અમારું થાત શું ? તમારે વડે જ અમે છીએ.” એ કમનશીબને પોતાના ભાગ્ય પર પણ વિશ્વાસ નથી.
શ્રી જૈનશાસનમાં શ્રીમતી મયણાસુંદરીની વાત પ્રસિદ્ધ છે. પોતાના પિતાને એ શું કહે છે ? કહે છે કે-વ્યવહારથી આપ મારા પિતા ખરા, વડીલ અને પૂજ્ય પણ ખરા, આપને પગે લાગું એ કબૂલ, આપે મોટી કરી ભણાવીગણાવી એ બધી વાત સાચી પણ આપ કહેતા હો કે-“આપના આધારે જ હું જીવું છું તો એ આપની માન્યતા ખોટી છે. હું મારા પુણ્યબળે જ જીવું છું. દીકરી બાપને પણ આ રીતે સાચી વાત કહે, એ આ જૈનશાસન છે. એ શાસનના સાધુઓ “અમે તમારા વડે જીવીએ છીએ', એમ શ્રાવકને કહે ?
Page #534
--------------------------------------------------------------------------
________________
1083
— ૩૪ઃ ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !- 74
-
૫૧૩
શાસ્ત્રોમાં શું આવે?
વર્ષમાં બે વખત શ્રીપાળ રાજાનો રાસ વંચાય છે. એમાં ત્યાગવૈરાગ્યની વાતો આવે છે એ યાદ છે કે આટલી સ્ત્રીઓને પરણ્યા, એ જ યાદ છે ? કેટલાક મારા માટે કહે છે કે-“આ મહારાજને તો બધામાં ત્યાગની જ વાત લાવવાની પણ શ્રીપાળ ચરિત્રમાં ત્યાગ લાવે ક્યાંથી ?” આ વખતે ચૈત્રમાસમાં જો હું અહીં રહું તો મારે એ જ વાંચવું છે અને એમાં ત્યાગ કેટલો ભર્યો છે એ બતાવવું છે. સંસારના રસિયાઓ એ રાસ કે ચરિત્ર વાંચે અને એમાંથી ત્યાગ ન કાઢે તેમાં હું શું કરું ? એમની નજર જ ઋદ્ધિ સિદ્ધિ અને સ્ત્રીઓ આદિ ઉપર જ હોય તેમાં આપણો શો ઉપાય ? સિદ્ધાંતમાં મક્કમતા, વિધિ-અવિધિનું જ્ઞાન, શીલવતીઓનો ધર્મ, સદાચારીઓના સુંદર આચાર, એ બધી વાતો એમાં આવે છે. પણ વસ્તુસ્વરૂપના જ્ઞાન વિના શ્લોકના અર્થો બોલી રાજા-રાણીની વાર્તા કહીને લોકોને જ રાજી કરવાના ધ્યેયવાળા હોય એ એમાંથી વૈરાગ્ય કાઢે ક્યાંથી ? ભગવાનનાં ચરિત્રોમાંથી પણ રંગરાગની વાતો શોધી કાઢનારાઓને આમાં વૈરાગ્ય દેખાય ક્યાંથી ? એ તો આવાં ચારિત્રોમાંથી પણ “ઇદં તૃતીય
કાઢે.
સભા “એ તો કહે છે કે આ બધાં કથાનકો કલ્પિત અને બનાવટી છે.” ભાગ્યહીનો માટે તો ભગવાન મહાવીર પણ કલ્પિત અને બનાવટી છે. સભા: ‘અમુક વાતો શાસ્ત્રોમાં નથી, એમ કહે છે.”
શાસ્ત્રોમાં તો વીસ વિહરમાન ભગવાન પણ ક્યાં છે ? બજારના ભાવ ચોપડે હોય જ એમ ? જ્ઞાનીની પરંપરાએ ઘણી વાતો આવી છે. બાપના બાપ આ વાત કહેતા હતા એમ તમે પણ કહો છો ને ? દાદા તો કુટુંબમાં પિસ્તાલીસ માણસ હોવાનું કહેતા હતા અને આજે પાંચ છે તો એ ગડું મારતા હતા ? અરે બાપા કહેતા હતા કે એમને બાપા હતા તો એ પણ ગમ્યું ? બસ ! પ્રત્યક્ષ હોય એ જ માનો ? આવા અક્કલના ઇજારદારોને કેમ પહોંચાય ?
શાસ્ત્ર તો દિશા બતાવે. શ્રી જિનેશ્વરદેવનું આગમ તો આંગળી ચીંધે. જ્યાં સુધી દૃષ્ટિ ઊંધી છે ત્યાં સુધી ઉત્તમ વસ્તુમાંથી પણ ત્યાગ નહિ મળે. આ દર્શનમાં નાનામાં નાનું પણ કથાનક એવું નથી કે જેમાંથી સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મુક્તિ એ જ સાધ્ય એમ ન નીકળે. પણ જોનારને માત્ર નગર, રાજા-રાણી, ધનધાન્ય અને સુંદરીઓ જ જોવાં હોય ત્યાં શું થાય ?
Page #535
--------------------------------------------------------------------------
________________
1984
૫૧૪.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ધર્મોપદેશક ભાટ બને ત્યારે !
એક મહાત્મા પોતે રચેલા શ્લોકમાં કહે છે કે-પોતાના સ્વાર્થ માટે લુચ્ચાને પણ શાહુકાર કહે, ઠગને પણ ધર્માત્મા કહે અને કૃપણને પણ દાનવીર કહે એવા ધર્મોપદેશકને ભાટ સિવાય શી ઉપમા અપાય ?
સભા: એ શ્લોકના કર્તાનું નામ ? નામ અત્રે નથી આપ્યું પણ લખે છે કે કોઈ પ્રાચીન સૂરિ કહે છે. સભા: ‘કોઈ કહે છે કે-એ રામવિજયજીએ નવો બનાવ્યો છે.” . .
તો મારી પાસે પાનાં તૈયાર છે. જોવાં હોય તો બતાવું. વળી આ શાસનમાં નવું બનાવવાની છૂટ છે. ફક્ત એ આગમાનુસારી જોઈએ. આગમાનુસારી નવાં સૂતકો રચનારા મહાકવિઓને આ શાસનમાં પ્રભાવક કહ્યા છે. હું હજી એવો કવિ બનવાને ભાગ્યવાન નથી થયો પણ એ શક્તિ આવે તો રાજી જરૂર થાઉં. આ તો પ્રાચીન સૂરિની કૃતિ છે અને માગશે તો પ્રમાણ આપીશ.
સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતર્ગત ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત બાળ. કહો, આ દોહરામાં શું આવ્યું ? સંસારની અસારતા, સંયમની સુંદરતા અને ધ્યેયરૂપ મુક્તિની નિશ્ચિતતા આ ત્રણે દોહરામાંથી નીકળે. જૈનશાસનમાં દોહરે દોહરે આ જ વસ્તુ ભરી છે. જેમાં આ ત્રણ ન હોય એ શાસનનું સૂક્ત
નથી.
સભાઃ “છે ખરું, પણ આપ બહુ ભાર મૂકીને બોલો છો.”
ભાર મૂકવા માટે તો ભગવાને અમને આ સ્થાને બેસાડ્યા છે. ચાર પ્રકારના સંઘમાં પાછળના બે તો સંસારમાં બેઠા છે; સાધુ ભાર મૂકનાર હોય તો આ શાસન ટકે. સાધુથી ધર્મ ટકે છે. સાધુ વિના તીર્થ ટકે નહીં.
સભાઃ “ભાટ અને ભાંડમાં ફેર શો ?'
ભાટ થાય એનામાં પછી ભાંડપણું પણ આવે. હવે શ્લોકના રચયિતા કહે છે કે એવા ભાટ બનેલા ધર્મગુરુઓ શ્રાવકોની સ્તુતિ કરીને દાનાર્દિક મેળવે છે. તમે ન હોત તો અમારું શું થાત ? અમારો ગુજારો તો તમારા ઉપર છે ને ? તમે છો તો અમે છીએ અને આ ચંદરવા પૂંઠીયા બધું છે.” આવું કોણ કહે ? ભાટ બનેલા ગુરુઓ આવું કહે એમ આ મહાત્મા ફરમાવે છે. એવા આ રીતે
Page #536
--------------------------------------------------------------------------
________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! – 74
૫૧૫
શ્રાવકોની પ્રશંસા કરી કરીને ઇચ્છિત મેળવે છે. પછી એ શ્લોકના કર્તા આચાર્ય, એ ધર્મગુરુ માટે તથા સ્તુતિ સાંભળનાર, સાંભળવા ઇચ્છનાર શ્રાવકો માટે પોતાનો અભિપ્રાય આપે છે.
1085
શ્રી સંઘસ્વરૂપના વર્ણન માટે આ બધું શોધવું પડે છે. તમે માર્ગમાં સ્થિર થાઓ એ હેતુ છે. તમારી સ્તુતિ સાધુ કરે તો તમારે એમને રોકવા જોઈએ. અમે કરીએ તો અમને પણ રોકો. તમારી સ્તુતિ સાધુ કરે તો તમને લજ્જા આવવી જોઈએ. ‘તમારા વડે અમે' એમ સાધુ કહે અને એ સાંભળી રહે, તો એ શ્રાવક પોતાના શ્રાવકપણાનું લિલામ કરે છે. શ્રાવક તો કહે કે-‘આપ એ શું બોલ્યા ? અમારા વડે આપ નહિ પણ આપના વડે અમે. અમને લાગે છે કે આપ અમારી કસોટી ક૨વા જ આમ બોલ્યા હશો ! પરંતુ ભગવંત ! હવે એવું ન બોલશો. આપ આવું બોલશો તો અમે તો આપના માથે ચડી બેસીએ એવા છીએ.’ જ્યાં ભાટપણું આવ્યું ત્યાં તો રોટલા માટે જ સાધુપણું રહે છે.
કોઈ પૂછે કે-‘કોટ પાટલૂન પહેર્યાં, સ્ટીમરમાં મુસાફરી કરી પછી ‘મુનિ’ શબ્દોનો મોહ શા માટે ?' કહેવું પડે કે એમાં રોટલાનો હેતુ છે. પેલું કરવામાં ફાવટ આવી અને પેટનું ટટ્ટુ નળ્યું તો તો ઠીક છે પણ એમાં કદી ન ફાવ્યા તો ‘મુનિ’ના નામે રોટલા મળે ને ? મુનિવેષ તો અનેક રીતે રખાય છે. નામના માટે, રોટલાં માટે, માનસન્માન માટે પણ રખાય છે અને ટકાવાય છે. ભાટપણું આવ્યું કે મુનિપણાની કિંમત એને મન ઘટી અને દુનિયાના પદાર્થો અને દુનિયાની વાહ વાહની કિંમત વધી.
શું મુંડે, શું લોચે રે – એ એવા માટે કહ્યું ?’
સભા :
એમ જ સમજો ! બાકી તો મુંડન અને લોચથી તો કેવળજ્ઞાન પામી ઘણા તરી ગયા. સારા માટે એવું બોલનારા તો મિથ્યાદૃષ્ટિ છે. સારા સાધુ માટે એવું બોલનારા શ્રાવકો પોતાના શ્રાવકપણા ઉપર અગ્નિ મૂકે છે. ભાટપણું આવ્યું પછી તો ‘મગનભાઈ’ ને ‘છગનભાઈ’ કરવાનું શરૂ થઈ જાય. એક શેઠિયો આવતો દેખાય કે છાતીમાં થડકારા થવા માંડે. ઠીક છે, કોઈ નવો આવે અને એને માર્ગે ચડાવવા યોગ્ય શબ્દોમાં કહેવું પડે તે જુદી વાત પણ રોજ આવનારા શ્રાવકને સાધુ ઊઠીને માનપાન શા માટે આપે ?
કોઈ પૂછે કે આઠ વર્ષની ઉંમરનાને અપાતી દીક્ષા વાજબી છે કે નહિ ? એના જવાબમાં ‘આપે તે જાણે’ એવા ઉડાઉ જવાબ વાજબી છે ? જેની પાસે જાય તે દીક્ષા આપે અને જેની પાસે ન જાય તે ન આપે એ બીજી વાત છે પણ
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧૬
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 1086 અપાય કે નહિ, એનો જવાબ તો બરાબર આપવો જોઈએ ને ? પરંતુ ભાવના જુદી છે તેથી ગમે તેવા જવાબ અપાય છે. સાધુ પાસે આવનાર આત્મા પણ ઘરે જઈને પસ્તાવો કરે કે “અરે ! આપણી મમતા છૂટતી નથી.” પણ આવું
ક્યારે બોલે ? ગુરુ તરફથી એવો ઉપદેશ અપાય તો ને ? નિરંતર જિનવાણી સાંભળવાની વિધિ છે. શા માટે ? સંસારમાં રહેવા છતાં ફસાઈ જવાય નહિ માટે ને ? સંસારનો મોહ ઉતારવા શ્રી જિનેશ્વરદેવની વાણી ગારૂડી મંત્ર જેવી છે. સંસારનો મોહ એ જ મોટી પીડા છે. સંસારની અનેક અનુકૂળ સામગ્રી મળી એ તો આત્માનો સંહાર કરે છે. પ્રતિકૂળ સામગ્રીમાં તો હજી ધર્મ કરનાર મળે. ભોગવ્યા પહેલાં જ છોડે એ વધુ સમજુ
કેટલાક એમ બોલે છે કે “વગર પરણેલા બ્રહ્મચર્યનો નિયમ લે તેની કિંમત શી ? હોય અને તજે તો કિંમત !” કેવા અક્કલવાન છે ? એ પૂછે છે કે “ન હોય ત્યાં તર્યું શું?’ એને ખબર નથી કે એ તજનારને હવે મળે તોય એ એની સામું જોવાનો નથી. વસ્તુના સંયોગમાં આવ્યા વિના ત્યાગ કરનારો વધારે પરાક્રમી અને ડાહ્યો છે. કાદવવાળો હાથ થયો તો ધોવો એ ઠીક છે પણ કાદવમાં હાથ જ ન નાખે એ કેવો ? મળેલું તજે તે બહાદુર એમાં ના નહિ પણ સંસારનો રસ ચાખ્યા વિના નીકળે એ અનુપમ છે. શાસ્ત્ર લખ્યું કે બાલ્યવયમાં દીક્ષા લે તેને ધન્ય છે અને પછી એટલે સંસારનો રસ ચાખ્યા પછી નીકળે તેને પણ ધન્ય છે. બે જણા કોઈના મકાનમાં પેસવા ગયા. એક તો દૂરથી રંગ જોઈને બહાર જ ઊભો રહી ગયો. બીજો અંદર પેઠો. બારણામાંથી ડોકિયું કર્યું ત્યાં ભય જણાયો તેથી પાછો ફર્યો અને છજામાંથી કૂદીને ભાગ્યો. ભયમાંથી છટકીને ભાગ્યો એ બહાદુર તો ખરો પણ પેલો બહાર જ ઊભો રહી ગયો એને શું કહે ? કહે કે-તું હોશિયાર કે રંગ જોઈને દાખલ જ ન થયો. પરિસ્થિતિ સમજી ગયો. આમ પહેલાંથી સમજનાર વધારે જ્ઞાની અને પાછળથી સમજનાર ઓછો જ્ઞાની, એમાં શંકા છે ? પેલો છટકનાર બહાદુર અને મહેનતુ ખરો પણ ન ફરનાર વધારે ઉત્તમ છે. વિષયવાસના આત્મા સાથે રૂઢ છે. એ રૂઢ વાસનાને ન ગણકારી પહેલેથી જ ત્યાગ કરે એ ઉત્તમતા ઓછી નથી.
સભાઃ “આ તો વગર ચીજે ત્યાગ કરનાર ઉપર પણ આક્ષેપ અને વસ્તુ હોય - તેનો ત્યાગ કરે ત્યાં પણ આક્ષેપ ! એનું કારણ ?”
કારણ સ્પષ્ટ છે કે એ લોકો વસ્તુના પ્રેમી નથી. વસ્તુનો પ્રેમી હોય તેની ભાવના જ જુદી હોય. આ તો વસ્તુને માનતા જ નથી.
Page #538
--------------------------------------------------------------------------
________________
1087
- ૩૪ ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે !- 74
-
૫૧૭
ખામી દર્શાવવાની ખૂબી :
કોઈ પૂજા કરતો હોય અને તેમાં અવિધિ દેખાય તો તેને એમ કહેવાય કે ભાગ્યવાન ! તું પુણ્યશાળી છો કે પ્રભુની પૂજા કરે છે, બે કલાક એ માટે કાઢે છે; પણ તારે આટલો સુધારો કરવા યોગ્ય છે ! પણ, “કરી હવે પૂજા !” એમ કહેવાય ? કોઈ વ્યાખ્યાન સાંભળનારમાં ખામી દેખાય તો એમ કહેવાય કે ‘ભાગ્યવાન ! અહોભાગ્ય છે આપનું કે નિરંતર શ્રી જિનેશ્વરદેવની વાણી સાંભળો છો, માટે જ આપનામાં આ ન ઘટે' પણ “સાંભળ્યું, સાંભળ્યું એણે વ્યાખ્યાન !” એમ કહેવાય ? એવું બોલનારા વસ્તુના પ્રેમી નથી પણ ખરેખર તો વસ્તુના વિરોધી છે; એટલે જ તેઓ એમ બોલનારા છે.
સભા: “એમની પાસે દલીલ નથી.”
આજની નહિ, જન્મથી નથી. પણ જડબાતોડ જવાબો અપાતા હોય તો એ વહેલા બોલતા બંધ થઈ ગયા હોત. લત્તે લત્તે, શેરીએ શેરીએ એક એક આવા જવાબો આપનારા આપણે ઊભા કરવા છે. એ સાંભળી પેલાને બોલતા બંધ જ થઈ જવું પડે-સંસારને અસાર તથા સંયમને સુંદર માનનારો અને એકાંત સુખ મુક્તિમાં જ માનનારો ઘર દીઠ એક તો જોઈએ જ. એ ફોજ ઊભી કરવાની છે. એ કહી જ દે કે સંસારની અસારતામાં શંકા શી ? પ્રત્યક્ષ છે. સંયમની સુંદરતામાં બે મત હોય જ નહિ; અને સુખ તો મુક્તિમાં જ નિશ્ચિત છે, એમાં ચર્ચાને અવકાશ જ નથી. ભાટ બનેલાં સાધુઓ રોટલા માટે સાધુતાનું લિલામ કરે છે?
આ મહાત્મા કહે છે કે આ દૂષમકાળમાં ગુરુ ભાટ થયા. હું તો સંભાળી સંભાળીને બોલું છું પણ આ મહાત્મા તો બહુ કડક કહે છે. હું કડક નથી કહેતો કારણ કે સાંભળવાની તમારામાં તાકાત નથી આવી પણ આ મહાત્માએ તો પૂરું જ કહી નાખ્યું છે. એ કહે છે કે એવા ભાટ થયેલા ગુરુઓ શ્રાવકની સ્તુતિ કરી દાનાદિક લે છે. જૈનશાસનમાં સાધુઓને મુવાલાથી મુધાનીવી કહ્યા છે. જેના સાધુની ધર્મદેશના પણ પીગલિક સ્વાર્થ વિનાની હોય. સાધુ અન્નાદિક લે ત્યાં પણ ધર્મલાભ જ આપે. કચ્યું હોય તો લે. પેલો ન આપે અગર ન મળે તો જે મુદ્રાએ ત્યાં પેઠો હોય તે જ મુદ્રાએ પાછા નીકળી જાય. પણ ત્યાં પેલાનાં વખાણ કરવા ન બેસે.
ભાટ સાધુઓ સાધુપણાને કલંક લગાડે છે. સ્તુતિ ઇચ્છનારા શ્રાવકો પોતાના શ્રાવકપણાનું લિલામ કરે છે. એવા સાધુઓ શ્રાવકને તેની ભૂલ ન
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1088 બતાવે પણ ધર્મવીર, કર્મવીર, દાનવીર, શૂરવીર એવાં એવાં બિરુદો આપે એમાં નવાઈ નથી. એવા સાધુ અને શ્રાવક કેવા છે તે બતાવતાં આ મહાત્મા કહે છે કે-ઊંટના વિવાહમાં ગર્દભો ઊંટને કહે છે કે વાહ ! શું આપનું રૂપ છે ? ત્યારે ગર્દભોને ઊંટ કહે છે કે વાહ ! શું આપનું ગીત છે ? આમ પરસ્પરની મિથ્યા પ્રશંસામાં રાચતા એ સાધુ અને શ્રાવક બન્ને શાસ્ત્રના તત્ત્વને નહિ સમજતાં ભવસાગરમાં ડૂબે છે.
આ આક્ષેપ કોઈ અમુક ઉપર નથી એ સમજી રાખજો. આવું જે કરે તે બધાને લાગુ પડે છે. અમે કરીએ તો અમે પણ એવા. જે કરે તે તેવા. તમે કરો તો તમે પણ તેવા. એમ રોટલા માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આપી મૂકે તે સાધુ, સાધુ મટી ભિખારી બને છે. રોટલાના ટુકડા માટે કોઈને દાનવીર તો ભિખારી કહે, સાધુ તો “ધર્મલાભ” જ કહે. કિંમત રોટલાની કે આજ્ઞાપાલનની ? આજ્ઞાપાલનમાં રોટલા નથી ? “રોટલા આપનારના આધારે સાધુ જીવે છે.” એમ બોલનારા જૈનશાસનના સિદ્ધાંતનો નાશ કરે છે. ઇતરો પણ માને છે કે જૈનશાસનમાં સાધુઓ તો પરમ ત્યાગી. એવા ત્યાગી સાધુઓ ઉપર ગૃહસ્થો આજ્ઞા ચલાવે ? અને તે પણ પોતે એમને રોટલા વહોરાવે છે માટે ? ગૃહસ્થો માટે તો એ વિધિ છે કે સાધુને લેવા જવા, મકાનમાં આવે તો ઊભા થવું, “પધારો' કહેવું, આસન આપવું, વંદન કરવું, તમામ ચીજો એમની પાસે ધરી “અનુગ્રહ કરો” એમ કહેવું, મુનિ જે ચીજ લે તેમાં આનંદ થાય, ન લે ત્યાં ખેદ થાય, પછી સાધુને મૂકવા જાય. આ બધો વિધિ જ્યાં હોય ત્યાં તેમની પર આજ્ઞા હોય ?
આ બધી વાતો તમે બરાબર સમજો. જેઓ એવી વાતો ચલાવતા હોય તેમનાથી સાવધ રહો. જ્ઞાનીઓ ગમે તેવી પ્રવૃત્તિને ધર્મ નથી કહેતા. જ્ઞાનીઓ તો ધર્મ તેને જ કહે છે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપન કરે.
શ્રી સંઘમેરૂની મેખલાનું વર્ણન કરતાં એ ધર્મના વિષયમાં આગળ શું ફરમાવે છે તે હવે પછી.
Page #540
--------------------------------------------------------------------------
________________
૩૫ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથીઃ
75 વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૭, મહા વદ-૧૪, ગુરુવાર, તા. ૨૭-૨-૧૯૩૦
• ધર્મ કોને કહેવાય ? • તે બધા ભાટ કહેવાય ? • ધર્મના પ્રકાર : • સંઘત્વ વિશિષ્ટ સંઘ : . • એવાં ટોળાં સંઘમાં ન ચાલે : • છતા પરલોકમાં શંકા કેમ ?
એવા ગરુને વોસીરાવી દેજો ! ધર્મ શા માટે અને ધર્મનું મુખ્ય તથા ગૌણ ફળ કયું ?
એકલી ક્રિયાથી લાભ કોને ? • આવાઓને વ્યાખ્યાન ફળે ?"
ધર્મ કરવાની જવાબદારી છે . * • સંસારની ભયંકરતા કઈ રીતે વિચારશો? • ધર્મમાં સર્વત્ર ત્યાગ : • ત્યાગ, ત્યાગ ને ત્યાંગ : --- ૦ –એવો ત્યાગ એ ત્યાગ નંથી :
ધર્મ કોને કહેવાય ?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કર્યા પછી હવે રત્નમંડિત સુવર્ણમેખલા, જેમ મેરૂને છે તેમ, શ્રી સંઘની શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરે છે.
શ્રી સમ્યગ્દર્શનરૂપ પીઠને દૃઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષો. ન જોઈએ. પાંચેય દોષોના પરિત્યાગથી સમ્યગ્દર્શનરૂપ પીઠ દૃઢ બને. સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયોમાં વર્તવાથી એ દૃઢ પીઠ રૂઢ બને. તત્ત્વની રુચિની તીવ્રતાથી એ ગાઢ બને અને જીવાદિ તત્ત્વોનો સમ્યક્ પ્રકારે બોધ મેળવવાથી એ પીઠ અવગાઢ બને.
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૨૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
–
1090
આવી પીઠ બન્યા પછી ઉપર મેખલા થાય. પીઠ ઉપરની ઊંચી જમીન તે મેખલા. પીઠમાં માત્ર વિચાર પૂરતી વાત હતી. મેખલામાં હવે અમલની વાત આવે છે. એ અમલ સર્વીશે કે અલ્પાંશે પણ હોય. આ મહર્ષિ ધર્મસ્વરૂપની પીઠિકમાં મેખલાની પીઠિકા બાંધતાં ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે
- સુર્તિ પ્રાન્ત નતુvi ઘરતીતિ ઘર્મ |
દુર્ગતિમાં પડતા પ્રાણીગણને બચાવે તે ધર્મ.' ધર્મની આ વ્યાખ્યા આ જ ધર્મ માનવો એવું શ્રી જિનેશ્વરદેવે ન કહ્યું પણ આ વ્યાખ્યા સંગત હોય તે ધર્મ માન્ય કહ્યો. આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે એવી દુનિયાની કોઈ પણ ચીજ હોય તો તે માનવામાં હરકત નથી; હોય તો બતાવો. ધર્મ માન્યો તેને સદ્ગતિ દુર્ગતિ માનવી જ પડે, પરલોક માનવો જ પડે. સદ્ગતિ પુણ્યથી થાય અને દુર્ગતિ પાપથી થાય માટે પુણ્ય-પાપ માનવાં જ પડે. સદ્ગતિદુર્ગતિમાં જનાર તથા અહીં રહેનાર આત્મા છે, તે માનવું જ પડે. જેને આત્મા, પુણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ, પરલોક પર શ્રદ્ધા નથી તેને આ વ્યાખ્યા માનવામાં વાંધો આવશે.
જવાનું દરેકને નિશ્ચિત છે; જવું પણ સદ્ગતિમાં એવી દરેકની ભાવના છે; દુર્ગતિમાં કોઈને જવું નથી એ પણ નક્કી છે; પણ દુર્ગતિથી બચાવી સદ્ગતિએ લઈ જાય કોણ ? જે સદ્ગતિમાં લઈ જાય તે જ ધર્મ. દુનિયા આખી કાંઈ આળસુ નથી, ચોવીસે કલાક મહેનત કર્યા જ કરે છે. એમાંનું કાંઈ પણ જો દુર્ગતિથી બચાવતું હોય તો હરકત નથી. સદ્ગતિ દુર્ગતિને નિહાળી રહેલો મુનિપણામાં રહેલો આત્મા દુનિયાને કઈ ચીજ આપે ? જે ચીજથી જનતા દુર્ગતિમાં ગબડતાં અટકે તે જ આપે ને ? જેથી એ સદ્ગતિમાં પહોંચે. આ સિવાય મુનિ બીજી વસ્તુ આપે ?
આ વ્યાખ્યા સર્વ દર્શનમાન્ય છે. સર્વને સ્વીકાર્ય છે. આમાં કોઈને તકરાર નથી. તકરાર કરે તો નભી શકે તેમ નથી એવી આ વ્યાખ્યા છે. “ધર્મ તે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે' આમાં તકરાર કેવી ? આ વ્યાખ્યા માનનારનું હૃદય, એનાં પરિણામ, વર્તાવ, ભાવના વગેરે કેવાં હોય ? આજનાઓ શું કહે છે ? એ કહે છે કે “એમ પરલોક માનીએ, પુણ્ય-પાપ માનીએ પણ આ તમારા હુકમો ન માનીએ, કેમકે આ જમાનામાં એવી ધર્મક્રિયાઓની જરૂર નથી કે જેમાં લક્ષ્મીનો વ્યય થાય; તેમજ વગર લક્ષ્મીએ થતાં સામાયિક, પૌષધ, પૂજા પ્રતિક્રમણ ખરાં, પણ એમાં સમયની બરબાદી છે, એટલે એ પણ આ જમાનામાં ન પાલવે. વળી આ ન ખવાય અને તેને પીવાય એ તો બધું આત્મવંચના જેવું છે. મળેલી સામગ્રીનો ઉપભોગ ન કરવો એ મૂર્ખતા છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
1091 – ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 – ૨૨૧
કહો ! હવે બાકી રહ્યું શું ?
જેઓ ધર્મની આ વ્યાખ્યા કરે તેણે દુનિયાના પદાર્થો તરફની સ્વ-પરની દૃષ્ટિને પાછી વાળવી જ પડે. જો ન વાળે તો તે આ વ્યાખ્યા પ્રમાણે ધર્મદેશના આપી શકતો નથી. અમુક ધર્મ એમ નહીં પણ દુર્ગતિમાં પડતા પ્રાણીગણને બચાવે તે ધર્મ. આમાં વાંધો છે ? આવી કોઈ ચીજ તમારી પાસે હોય તો બોલો, નહિ તો આ કબૂલ કરો. આ વ્યાખ્યા કહેનારો ધર્માનુષ્ઠાનોને આઘા કરી દુનિયાની ક્રિયાને પોષે કઈ રીતે ? દુનિયાનાં ઘરબાર, બંગલા, બગીચા, પેઢીઓ, કંપનીઓ વગેરે. જો કોઈ દુર્ગતિથી બચાવતાં હોય તો તે સાબિત કરવું જોઈએ. આમ છતાં જેઓ સાધુના વેષમાં રહીને અર્થ-કામનો ઉપદેશ આપે છે તેમને માટે આપણે નવો શ્લોક પ્રાચીન સૂરિવરનો લાવીને મૂકવો પડ્યો. તેમાં કહ્યું કે “જેણે ધર્મની બાબતમાં ગુરુતા નથી કેળવી તે ગમે તેવો મોટો હોય તો પણ જેનશાસનમાં એની કિંમત ભાટથી વધારે નથી.
પીઠ પછી હવે આપણે મેખલા બાંધવી છે. પીઠ તો ઢંકાયેલી છે. મેખલા દેખાવમાં આવે છે. હવે “હા-હા' કર્યું નહિ ચાલે. હવે તો અમલની વાત આવી. દઢતા, રૂઢતા, ગાઢતા, અવગાઢતામાં “હા એ હા’ કર્યો નભ્ય કેમકે એ દેખાય એવું ન હતું. પણ જો મેખલામાં ન ટકે તો સમજાય કે પીઠ પોલી છે. તે બધા ભાટ કહેવાય? - શ્રી સંઘનું આ વર્ણન ચાલે છે. એની સમ્યગ્દર્શનરૂપી પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય, તે હવે બહાર જણાવી જોઈએ. ઉપર જેટલી ચંચળતા તેટલી જ ભીતરમાં પોલાણ. આ શાસનમાં એક વાત પરાણે મનાવવાનો આગ્રહ નથી, સાચી લાગે અને હૃદયમાં જચે તો માનો. આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. તમે આ વિષે ચોવીસ કલાકમાં કાંઈ પણ વિચાર્યું હોય તો બોલો, કેમકે આ વાત ગઈ કાલે તમને કરી હતી અને વિચારવાનું કહ્યું હતું.
આ વ્યાખ્યા માનનારંથી, કહેનારથી, આ લોકની કોઈ કરણી સારી મનાય નહિ. ‘જરૂરી, માટે કરવામાં હરકત નહિ' એમ બીજાને કહેવાની એને છૂટ નથી. જેની જરૂર છે તે મેળવવામાં તો લોક હોશિયાર છે. દુનિયાની કાર્યવાહી કોઈ પણ એવી હોય તો બતાવો કે જે કરવા માટે સાધુની સલાહ લેવા તથા શાસ્ત્રનો અભિપ્રાય જોવા માટે કોઈ થોળ્યું હોય. એ કાર્યવાહીમાં કોઈ કશાની રાહ જોતું નથી. જે કાર્યવાહી માટે શાસ્ત્રની અપેક્ષા નહિ તેને માટે શાસ્ત્ર વચ્ચે શું કામ આવે ? બંગલા, બગીચા બંધાવતી વખતે, વિવાહ, લગ્નાદિ કરતી વખતે કે પૈસા કમાતી વખતે શાસ્ત્રને પૂછો છો ? એ તો આપોઆપ કરો છો.
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૨૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઘરબાર બંધાવવા. કડિયા, મજૂર આપોઆપ મેળવી લો છો. એ ક્રિયામાં સાધુનો કે શાસ્ત્રનો ખપ પડતો નથી. શાસ્ત્રનો ખપ શામાં ? પરલોકનાં કાર્યોમાં. ૫૨લોકની વિધિ માટે શાસ્ત્ર છે. આ લોક માટે શાસ્ત્ર ઉપયોગી ખરું પણ કેટલા પૂરતું ? આ લોકની કાર્યવાહીથી લોકને જેટલા અંશે બચાવાય તેટલા પૂરતું. જે આત્માઓ પરલોક સુધારવાની કાર્યવાહીમાં ન જોડાઈ શકે તેવાઓ પણ ત્યાં વધારે ન ગબડે તેટલી કાળજી રાખવા પૂરતું.
આ વ્યાખ્યા ભૂલે તેમને માટે જ કહ્યું ગુરુળો મટ્ટા ખાવા- ગુરુ તે ભાટ થયા. એવાઓ શ્રાવકની સ્તુતિ કરે અને પોતાની સ્તુતિના રસિયા શ્રાવકો તે સાંભળે. એ બેય ભેગા થઈને ડૂબે એમ આ મહાત્મા કહે છે.
1092
ધર્મના પ્રકાર ઃ
જે દુર્ગતિમાં પડતાં બચાવવા શક્તિમાન નથી તે ધર્મ પણ નથી. હોય તો બોલો ! હવે આગળ ચાલું ?
સભા : ‘હાજી !'
એ ધર્મના એટલે કે દુર્ગતિમાં પડતાં આત્માને બચાવનાર ધર્મના બે પ્રકાર છે. મૂળગુણ રૂપ અને ઉત્તરગુણ રૂપ.
મૂળગુણ આ પ્રકારે છે.
सव्वाओ पाणाइवायाओ वेरमणं... ૧. સર્વથા પ્રાણાતિપાત વિરમણ.
૨. સર્વથા મૃષાવાદ વિરમણ. ૩. સર્વથા અદત્તાદાન વિરમણ.
૪. સર્વથા મૈથુન વિરમણ.
૫. સર્વથા પરિગ્રહ વિરમણ.
આ મૂલ ગુણો છે. આ પાંચે મૂલ ગુણોને જે પોતે દીપાવે, મજબૂત બનાવે, તે બધા ઉત્તરગુણ. શ્રાવકધર્મ આની અંતર્ગત. આ સંપૂર્ણ તો પેલું થોડું પણ વાત તો એક જ ને ? પેલાં મહાવ્રતો ને આ અણુવ્રતો. જેનાથી મહાવ્રતો ન થાય એ અણુવ્રતો કરે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ-આ પાંચેથી સર્વથા અને દેશથી વિરમણ તથા સમ્યક્ત્વ અને દયાદિ ધર્મો વિના દુર્ગતિમાં જતાં કોઈ બચાવે તેમ નથી, એમ લાગે છે કે નહિ ? પ્રાણાતિપાત આદિ પાંચેય જીવને દુર્ગતિમાં લઈ જનારાં છે. આ પાંચેથી વિરમવું એ જ ધર્મ
Page #544
--------------------------------------------------------------------------
________________
૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી : - 75
૫૨૩
કે બીજો ! આ પાંચેયના વિરમણ રૂપ ધર્મ પેદા કરવામાં જે જે વસ્તુ સહાય કરે તે બધો ધર્મ. દેવ તે કે જેની મૂર્તિ આ પાંચેના વિરામ તરફ લઈ જાય; ગુરુ તે કે જે આ પાંચેના વિરામ તરફ દૃષ્ટિ ખેંચે; અને ધર્મ તે કે જે આ પાંચેના વિરમણમાં રક્ત બનાવે અર્થાત્ આ પાંચેથી વિરક્ત બનાવી એના વિરમણમાં રક્ત બનાવે.
1093
શ્રી વીતરાગ ૫રમાત્માની મૂર્તિ જોઈને આ પાંચે પાપોમાંથી એક પણ કરવાનું મન થાય ? ગુરુ આ પાંચમાંથી એક પણ ક૨વાનું કહે ?
‘પ્રાણાતિપાતમાં વાંધો નહિ, જૂઠ વિના આ જમાનામાં વેપાર કેમ ચાલે ? મૈથુન તથા પરિગ્રહ-તો જરૂરી ગણાય' આવું ગુરુ કહે ? પ્રાણાતિપાત આદિ પાંચે વિના કોઈ જીવી શકતો ન હોય તો તેને માટે ગુરુ આ પાંચેની હા પાડે ?
મેખલાનું વર્ણન હવે કરવું છે. પીઠના રૂપકને બહાર લાવવું પડશે. દુર્ગતિમાં પડતા આત્માને બચાવે તે ધર્મ. ધર્મગુરુને ધર્મ જ કહેવાનો અધિકાર છે. ધર્મ સિવાય બીજી વાતો કરે એ ધર્મગુરુ, ધર્મગુરુ મટી, આ મહાત્માના કહેવા મુજબ ભાટના ઉપનામને પામે છે. આ મહાત્મા કહે છે કે આવા ભાટ બનેલા એ ગુરુઓ શ્રાવકોની પ્રશંસા કરી દાનાદિક લે છે અને એ બેય તત્ત્વને નહિ સમજતાં, સંસારમાં ડૂબે છે આ વાત આપણે ગઈ કાલે કરી ગયા.
મોઢેથી એમ બોલે કે દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ પણ આ વ્યાખ્યાનમાં શ્રદ્ધા ન હોય માટે વાત કરે બીજી, ત્યાં મેળ મળે કઈ રીતે ?
આ વ્યાખ્યામાં શ્રદ્ધા ન આવે તો સમ્યગ્દર્શન ખંડિત થાય છે, જ્ઞાન અજ્ઞાન બને છે અને ચારિત્ર કુચારિત્ર થાય છે. આમ બધો ગોટાળો થઈ જાય છે.
દુર્ગતિ-૧ તેમાં પાત એટલે પડવું -૨ અને તેનાથી બચાવ -૩. આ ત્રણ વસ્તુને ધર્મ સમજાવનારે જોવી જોઈએ. બધા દર્શનકારોએ આ ત્રણ ચીજ જોઈને શોધ કરી. જો કે શ્રી જિનેશ્વરદેવના શાસને છેલ્લી હદની વાત કરી પણ દરેક દર્શનકારે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચને ધર્મરૂપ માન્યાં. બધાને આ પાંચ વાત માનવી પડી. એ માન્યા વિના કોઈનો છૂટકો થયો નહિ. એ પાંચેમાં દરેકે ભલે પોતે માન્યું તેટલા અંશે તે તે અંગે કહ્યું. અહિંસાને અંગે જીવાદિના જ્ઞાન અને ભાન પૂરતું કહ્યું, જૂઠમાં પણ પોતાની માન્યતા મુજબ કહ્યું, ચોરીમાં જેટલું માન્યું તેટલું કહ્યું. એ જ રીતે બ્રહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ પોતાની દૃષ્ટિ પ્રમાણે કહ્યું પણ હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહની ખાસ છૂટ ન આપી. આ પાંચેય પાપ છે, એ પાપને સેવવા માટેનું ભણતર એ અજ્ઞાન છે અને એના માટેનો પ્રયત્ન એ કુચારિત્ર છે. હિંસા
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૨૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સારી રીતે કરી શકાય, જૂઠું કેળવીને બોલી શકાય, ચોરી કળાપૂર્વક કરી શકાય, સ્ત્રી પોતાને આધીન થાય અને મનમાન્યો પરિગ્રહ મળે એના માટે જેટલું ભણે, જેટલાં પુસ્તક વાંચે, એ બધું અજ્ઞાન. એની ખિલવણી એ બધી અજ્ઞાનની ખિલવણી છે. જૂઠ વગેરેનો ઉપયોગ ભણેલા વધારે કરે છે કે અભણ ? સભા : ‘ભણેલા ?’
એવા ભણેલા આશીર્વાદરૂપ કે શ્રાપરૂપ ?
1094
આમાં હું ભણતરનો નિષેધ કરું છું એમ ન સમજતા; પણ શા માટે ભણવું એ કહો ! હોશિયાર થવું એ કબૂલ પણ એ હોશિયારી શાના માટે એ સમજાવો !
માટે કોઈ પણ પ્રકારનો જેમાં વિવાદ ન થાય એવું ધર્મનું ટૂંકું સ્વરૂપ (લક્ષણ) બાંધ્યું કે આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. આત્મા, પુણ્ય, પાપ, પરલોક, સદ્ગતિ, દુર્ગતિ માને નહિ તેનાથી. આ લક્ષણ મનાય જ નહિ. ૫૨લોક માને અને દુર્ગતિ આંખ સામે દેખાય તેં આ પાંચમાંથી એક પણ પ્રાપ નિ:શંકપણે કઈ રીતે સેવે ? આ વિચારવાળા શ્રી સંઘમાં છે અને આ વિચાર વગરના શ્રી સંઘ બહાર છે.
સંઘત્વ વિશિષ્ટ સંઘ ઃ
પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, મૈથુન અને પરિગ્રહ (બંગલા, વાડી, વજીફા, ફર્નિચર વગેરે) આ પાંચને સેવવાની તથા મેળવવાની કળામાં, એની ખિલવણીમાં શ્રી સંઘનો ઉદય ? શ્રી સંઘની હયાતી અને શોભા ક્યારે હોઈ શકે ? કયા સંઘની આજ્ઞા સર્વને માન્ય હોઈ શકે ? સંઘની આજ્ઞાનું પ્રકરણ નીકળ્યું છે ત્યારે આપણે શ્રી સંઘનું પ્રકરણ કાઢવું પડ્યું છે. શ્રી સંઘની આજ્ઞાનો ખોટો આડંબર ન કર્યો હોત તો આપણે હાલ આ ન વાંચત. પરંતુ કેટલાકોએ જ્યારે બૂમરાણ મચાવી કે ‘અમે સંઘ છીએ, સંઘની આજ્ઞા કેમ ન માને ?’ ત્યારે આપણે આ સંઘનું સ્વરૂપ વિચારવું પડે છે. આજ્ઞા માન્ય ખરી પણ કોની ?
છ મહિનાની જેલનો હુકમ કબૂલ પણ એ હુકમ કોનો ? જેલ૨ પણ જેના તેના હુકમથી જેલમાં ન રાખે. રસ્તે ચાલનારાના હુકમ ન ચાલે. નાનામાં નાના હુકમ માટે પણ યોગ્ય રીતે મળેલી સત્તા જોઈએ. એ સત્તાની રૂએ યોગ્ય સ્થાને બેસીને આજ્ઞા થાય, જ્યાં ત્યાં ન થાય. સંઘ આજ્ઞા કરે પણ તે સ્થાને કે જ્યાં ત્યાં ? ‘સંઘ’ શબ્દનો ઉપયોગ કરો તો સંધત્વ સ્વીકારો. એ ન સ્વીકારોં તો ‘સંઘ શબ્દને આઘો કરો, પડતો મૂકો, ભૂલી જાઓ. જેના નામે અમલ કરાવવો છે તે વસ્તુ તો જોઈએ ને ? એ વસ્તુને સમજાવવા માટે સૂત્રકા૨ને આટલી બધી
Page #546
--------------------------------------------------------------------------
________________
1095 – ૩૫: અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 – ૫૨૫ મહેનત કરવી પડે છે. સૂત્રકાર મહર્ષિ શ્રી સંઘને વંદ્ય અને પૂજ્ય કહે છે, એની સ્તુતિ કરે છે, એને જયવંતો અને શાશ્વત જોવા માગે છે.
સભાઃ “સમૂહબળ એ સંઘ.”
આ વીસમી સદીને પણ એ વ્યાખ્યા માન્ય નથી. આ યુગમાં પણ જો સમૂહબળ પર કાયદાનો આધાર હોય તો એક જ મૅજિસ્ટ્રેટ હજારો ગુનેગારોને કેદમાં કેમ નાખે ? સમૂહબળ તો ગુનેગારો પાસે છે. કોર્ટમાં વાદી પ્રતિવાદીના માણસ વધારે કે ન્યાયાધીશની સંખ્યા વધારે ? ન્યાયાધીશના તો બે પટાવાળા ને બહુ બહુ તો પાંચ-સાત પોલીસ પણ વધુમતી કોની ? જો સમૂહથી જીત થતી હોય તો વાદી હજાર માણસ લઈને જાય નહિ ? ઘણા માણસ લઈ જવાથી કોર્ટ તરફેણમાં ચુકાદો આપી દે? ઘણા માણસોને લઈ જાય તોયે કોર્ટ ગુનેગારને તો ન જ છોડે. સાબિત થાય તે પ્રમાણે કાયદા મુજબ ન્યાય આપે. પાંજરામાં ઊભો રહેલો મારવાનો ભય બતાવે તેથી ન્યાયાધીશ ડરી જાય ? એની ખુરશીની કિંમત જે સમજે છે તે ગમે તેમ થાય તોયે અન્યાય ન કરે, ન્યાય જ કરે.
શ્રી સંઘના નામે આજ્ઞા ચલાવવી હોય તો પહેલાં સંઘત્વ વિશિષ્ટ બનો. ટોળાંનાં હુકમ ન મનાય. શ્રી સંઘની પીઠની મજબૂતાઈમાં આપણે જોઈ ગયા કે સંઘ તે કે જે શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કરે જ નહિ, શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય મતની અભિલાષા કરે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ વિના અન્ય મતની અભિલૌષા કરે જ નહિ, શ્રી જિનેશ્વરદેવે કહેલાં ધર્માનુષ્ઠાનના ફળમાં સંદેહ કરે જ. નહિ, શ્રી જિનેશ્વરદેવને ન માનનારી પ્રશંસા કરે જ નહિ અને એનો પરિચય પણ કરે નહિ. શ્રીસંઘને તો સંસાર ભયંકર લાગે અને મોક્ષ જ સુંદર લાગે. શ્રી સંઘ સંસારને નિર્ગુણ અને મોક્ષને સગુણ માને. શ્રી સંઘ મુક્તિ માટે જ મહેનત કરે અને એ મહેનત આગમ કહે તે રીતે જ કરે. સાધવા યોગ્ય ન સધાય ત્યાં શ્રી સંઘને દુ:ખ થાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન શ્રી સંઘને સહેલું લાગે અને દુનિયા જે માર્ગે જાય છે તે શ્રી સંઘને ભયંકર લાગે. શ્રી જિનેશ્વરદેવે જેને દેવ કહ્યા છે તેને જ દેવ, ગુરુ કહ્યા છે તેને જ ગુરુ અને ધર્મ કહ્યો છે તેને જ ધર્મ મનાય. શ્રી સંઘમાં આ વિચાર છે. એવાં ટોળાં સંઘમાં ન ચાલે?
આપણી સદ્ગતિ-દુર્ગતિનો આધાર શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના આરાધન અને વિરાધન પર છે. એ આધાર કાંઈ સમૂહની સહીઓ પર નથી.
Page #547
--------------------------------------------------------------------------
________________
૫૨૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1096
સભા ‘એ સાચી વાત.’
હવે સમજી ગયા. સદ્ગૃતિ-દુર્ગતિનો આધાર આપણી કાર્યવાહી ઉપર છે. રાજાને સ્વર્ગ મળે અને ટંકને નરક મળે એવું નથી. સહી માત્રથી મુક્તિ મળે ? સ્વર્ગ, નરક કે મુક્તિનો આધાર કાર્યવાહી પર છે. પીઠિકાના વિચારો આપણે કરી ગયા. હવે મેખલા આવે છે. મેખલામાં પહેલો ઓઘો આવે છે. પણ હજી તો પીઠનું ઠેકાણું નથી, ત્યાં શું થાય ? આજના એ લોકો કહે છે કે ‘શ્રી જિનેશ્વરદેવ ખરા પણ એમની બધી વાત ન મનાય.' ત્યારે કહેવું પડે છે કે ‘અરે ભલા ભાઈ ! તો એમ જ કહી દે ને કે એ ખોટા નાહક ખરા કહીને લોકોને ભ્રમમાં કાં પાડો છો ?' જો ખરા કહે છે તો એમની આજ્ઞા કબૂલ કરવી જોઈએ ને?.
આ શાસ્ત્રકાર તો ખુલ્લેખુલ્લું જાહેર કરી ગયા કે જો શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા હોય તો આ શાસનમાં સ્થાન નથી. દુનિયાની ચીજો સારી લાગે એને અહીં આવવાનું કામ શું ? આ લોકો તો વાતવાતમાં શંકા કરે છે અને છે કે-‘ખાવા-પીવામાં, ખેલવા-કૂદવામાં નાટક-ચેટકમાં, દુનિયાના રંગરાગ ક૨વામાં એને ખાતર થોડી હિંસા થતી હોય તો તેમાં,-થોડું જૂઠું બોલવામાં આ બધામાં વાંધો શો ?’ આવું બોલનારા અને માનનારા સંઘમાં હોય ? શ્રાવકને તો ઊંઘમાં પૂછો તોયે સંસારને અસાર અને મુક્તિને સાર કહે. જેને સંસારની અસારતામાં મતભેદ હોય, સંયમની શ્રેષ્ઠતામાં શંકા હોય અને મુક્તિ મેળવવાનો વિચાર કરવાનું હજી બાકી હોય, તેનું અહીં કામ શું છે ? જેને મુક્તિ ન ગમે, જેને સંયમ સુંદર ન લાગે અને જેને સંસારની અસારતાનું ભાન ન થાય, એવાં ટોળાંને સંઘમાં ભેળાં કરાય તો ધાંધલ જ થાય ને ? એ તો એક જ સારો રસ્તો કે આ ગેરંટીવાળાને જ ભેળા કરવા.
સભા ‘એવું નક્કી કરવાનો દિવસ ક્યારે ?’
એ દિવસને હજી વાર છે. હજી તો આ વિચાર અહીં આટલામાં જ છે. અહીં પણ સડો હશે ? શી ખાતરી કે અહીં તદ્દન સડો નથી ? અહીં બેઠેલામાંથી પણ અવસરે કેટલા ઊભા રહે ? બહાર જઈને ગમે તેવા સંયોગોમાં પણ આ શાસ્ત્રને જ સાચું કહેનારા કેટલા ? અરે, હજી એવા પણ છે કે-‘જે કહે કે સાચું આ પણ મૂંગા રહો.’ આપણા વિચારો આ મકાનમાં ગુંજે છે એમાં પણ કેટલાક માથાં હલાવી બહાર કાઢી નાખતા હશે.
છતાં પરલોકમાં શંકા કેમ ?
બાળકને વૈરાગ્ય કેમ થાય ! એવી શંકા પરલોક માનનારને થાય ? બાળકને વગર સમજ્યે ધર્મ ક૨વાનું મન કેમ થાય ? એવી શંકા પૂર્વજન્મ
Page #548
--------------------------------------------------------------------------
________________
1097
– ૩૫ ઃ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75
-
૫૨૭
માનનારથી કરાય ? છાપામાં આવ્યું હોય કે ત્રણ વર્ષની છોકરીએ જૂની વાત કહી તો એ માને, આશ્ચર્ય પામે, ત્યાં જોવા જાય અને એ વાતને સાચી મનાવવા પ્રયત્નો કરે. ત્યાં એ છાપાની વાત મનાય અને અહીં ન મનાય તેનું કારણ શું? “આમ કેમ થયું ?” એવું પરલોક માનનાર પૂછી ન શકે. પરલોકના સંસ્કાર પ્રગટ થાય ત્યારે સ્થિતિ અને ભાવના ફરતાં વાર શી ? અરે, અહીં જ જુઓ ને ? એક લક્ષાધિપતિ અને એકને એક પૈસાનાં ફાંફાં, એકને હીરાની વીંટી અને એકને ત્રાંબાની વીંટી પણ નહિ એનું કારણ ? જો તમારી બુદ્ધિ પર કમાણીનો આધાર માનતા હો તો એ ભેદ કેમ ?-એ બતાવો. આ ભેદ અત્યારની કાર્યવાહીને આભારી છે કે પૂર્વની ? એક પચાસ વર્ષનો ને બીજો પચીસ વર્ષનો કેમ ? બધા સાથે કેમ ન જન્મ્યા ? આટલા બધા પલટા આંખ સામે દેખાય છે છતાં પરલોકમાં શંકા કેમ ? સભાઃ “આ બધા ફેરફાર પરલોકના કારણે જ કે આ લોકમાં નવા ફેરફાર
પણ થાય ?' બેય બને. સમ્યક્ત થાય, દેશવિરતિ કે સર્વવિરતિ થાય એ નવું ને ? વહેલું મોડું થાય એમાં પરલોકની કાર્યવાહી કારણભૂત છે. પૂર્વભવમાં મુનિ ન થયો હોય તે આ ભવમાં થાય કે નહિ ? પૂર્વના સંયોગે સગુરુનો યોગ થાય પછી પરિણામ ને પ્રવૃત્તિ નવાં થાય, પરલોકની કાર્યવાહી ન માને એ જીવી કેમ શકે છે? મોટો સો વરસનો પણ જીવે છે અને નાનો માંદો પડી વહેલો મરે છે, કારણ ? સાથે જૂન્મેલા બેમાં એક ખુરશી ટેબલ પર બેસે છે અને બીજાને ઊભા રહીને પગે પાણી ઊતરે છે, એનું કારણ ? એક મોટર નીચે પગ નથી મૂકતો ને બીજો ટાંટિયા ઘસ્યા જ કરે છે, એનું કારણ ? બુદ્ધિમાન રખડે છે અને બેવકૂફ મોટરમાં ફરે છે, એવું પણ દેખાય છે ને ? શેઠિયાનો દીકરો ગાંડું બોલે તોયે ડાહ્યું ગણાય. અને બુદ્ધિનો નિધાન યોગ્ય સલાહ આપે તોયે કોઈ સાંભળે નહિ, કારણ ? જે પરલોક માને તેને અહીં થતાં શુભાશુભ પરિણામમાં શંકા કેમ ? પણ હજી શ્રદ્ધા ક્યાં છે? એવા ગુરુને વોસિરાવી દેજો! - આજના જૈનોમાં શ્રદ્ધા નથી. અનુભવનો ઉપયોગ કરતાં એમને ઓછો આવડે છે. એથી આખી જિંદગી દુ:ખમય ગાળવામાં આવે છે. છતી સુખની સામગ્રીએ દુઃખમય જીવન બનાવાય છે. પોતાની લાલસાના યોગે સુખ ઝડપાઈ ગયું છે. સેંકડોપતિ, હજારોપતિ, લાખોપતિ કે કરોડપતિ બધાની એક જ હાલત છે. સેંકડોપતિ કહે છે કે સોનો પગાર તો છે પણ બાર કલાક નોકરી
Page #549
--------------------------------------------------------------------------
________________
• ૫૨૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ભરવી પડે છે. હજારોપતિ વેપારમાં વીંટાયો છે. લક્ષાધિપતિ કહે. છે કે પેઢીમાંથી ટાઇમ જ મળતો નથી. કરોડપતિ કહે છે કે ‘ઑફિસો અને કંપનીઓ એટલી બધી છે કે પહોંચી શકતો નથી.' મોટ૨માં બધે દોડું છું. તોયે કેટલાંયે કામ રખડે છે. તાર ટપાલના થોકડા ભેગા થાય છે, વાંચવા માટે પગારદાર નોકરો રાખ્યા છે ! અગત્યની વાતો નોંધ કરી મારી પાસે મૂકે છે. મગજ પર બોજો એટલો રહે છે કે એ લોકો કહે છે તે પણ યાદ રહેતું નથી,’-કરોડપતિની પણ આ દશા છે. બતાવો. સુખી કોણ છે ? કરોડપતિને કહેવામાં આવે કે ભાઈ! તારી મૂડીના વ્યાજમાંથી સાત પેઢી ખાઈ શકે એમ છે માટે ઉપાધિ શા માટે ! તો એ કહેશે કે ‘ઉદ્યમ તો કરવો જોઈએ ને ? નિરુઘમી રહેવું એ તો મહાપાપ છે.’ હવે એને કોણ સમજાવે કે ભલા ભાઈ ! ઉદ્યમનો ક્યાં તોટો છે ? ત્રિકાળ પુજન, ઉભયટંક આવશ્યક પૌષધ, સ્વાધ્યાય, ભણવાનું, ગોખવાનું આ બધા ઉદ્યમ નથી ? પૈસા કમાવા એ જ એક ઉદ્યમ છે ? મોટરોમાં દોડાદોડ કરી મજૂરી કરવી એ જ ઉદ્યમ ? મોટરો દોડાવી મજૂરી કરવી એ મોટો ઉદ્યમ કે આ મોટો ઉદ્યમ ? એક ક્રોડના બે ક્રોડ કરતાં એક થપ્પડ઼ એવી લાગે કે બધું સાફ થઈ જાય. એ વખતે અમારી પાસે આવીને ‘મરી ગયો' એમ પોક મૂકે, ત્યારે અમારે કહેવું પડે કે, ‘ભાઈ ! તું મરવા જ જન્મ્યો હતો, આટલા દિવસ જીવ્યો એ જ આશ્ચર્ય !' ધર્મને જેઓ નથી પામ્યા એ, તો ગમે તેમ વર્તે પણ તમે ધર્મ પામવાનો દાવો કરનારા ગમે તેમ કઈ રીતે વર્તી શકો ? દુનિયાની પ્રવૃત્તિમાં મશગૂલ રહેવાનું કહેનારા ગુરુ મળ્યા હોય તો હું કહું છું કે વહેલા વોસિરાવી દેજો, નહિ તો છતી સામગ્રીએ ડૂબી મરશો, છતી આંખે અંધ બની ભટકાઈ મરશો. એવાને પૂછો કે અમને ક્યાં લઈ જવા છે ? એટલું પણ નહિ પૂછો ?
1098
આજના ઉદ્યમવાદીઓએ એવો ઉદ્યમ ઊભો કર્યો છે કે ધર્મ, એ તો નિરુઘમીનું જ કામ ન હોય. એ લોકો કહે છે કે નવરાશ જ ક્યાં છે કે પડિક્કમણું કરીએ ! ધર્મનું ભણવાનો કે સેવા-પૂજા ક૨વાનો સમય જ ક્યાં છે ? એ સમય મળે કે મેળવવાનો ? અગિયાર વાગે નોકરીએ પહોંચવાનો ટાઇમ મળે કે મેળવવાનો ? દુનિયાની ધમાલ મચાવવા ટાઇમ મળે છે કે મેળવો છો ? વ્યાખ્યાનમાં નિયમિત સમયે કેટલા આવે ? અહીં બધા અનિયમિત અને ત્યાં બધા નિયમિત કેમ ? આ બધા પરલોક માનનારા કહેવાય ? પરલોક માનનારાની આ હાલત હોય ? આમાંથી જ પરલોકની માન્યતાની શંકા પેદા થાય છે, પરલોકની શ્રદ્ધા અચૂક જામે તો સંસારનો ભય લાગે ને ? જેને સંસારનો ભય નથી તેની પરલોકની શ્રદ્ધા એ ઢોંગ છે. કહે છે કે ‘માનીએ બધું પણ કરીએ મનગમતું' તો એ ચાલે ? ખરેખર એ માનતો જ નથી. ગમે તેવો
Page #550
--------------------------------------------------------------------------
________________
1099 – ૩૫ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૨૯ શાહુકાર પણ પેઢી ડૂબતી લાગે કે તરત કંપી ઊઠે. બચવાના તનતોડ પ્રયાસ કરે, છતાં દેવાળું નીકળે તો આઘાત અનુભવે, કારણ કે એ સમજે છે કે આબરૂ ગઈ. આબરૂમાં એ શ્રદ્ધાવાળો છે માટે કંપે છે, તેમ પરલોકમાં શ્રદ્ધાવાળો હોય તેને ધર્મમાં જરા ખામી દેખાય કે કંપે.
“દુર્ગતિમાં પડતા જીવોને બચાવે તે ધર્મ” આ લક્ષણ ધર્મનું માને અને કહે, તેની રીતભાત કેવી હોય ? એ સમજાવે શું ? એના ઉદ્દેશ ક્યા હોય ? સાધુ વાતવાતમાં શું બોલે ? ૧. સંસારની અસારતા, ૨. સંયમની સુંદરતા અને ૩. મુક્તિ જ સુખનું સ્થાન તથા એનું જ ધ્યેય. આ ત્રણ વાત તો એ રોજ બોલે જ. આ ત્રણ વાત જે દિવસે બોલવામાં ન આવે તે દિવસ નકામો. તમને પણ આ ત્રણ વાત જે દિવસે ન સંભળાય તે દિવસ વાંઝિયો ગયો એમ તમારે માનવાનું. વ્યાવહારમાં પણ જે દિવસે પાંચ-પચીસની કમાણી ન થાય, તે દિવસ વાંઝિયો ગયો માનો છો ને.? આ તો નાના માણસની વાત પણ જેમ માણસ મોટો તેમ મળતર વધારે હોય ને ? એ ન મળે તો દિવસ વાંઝિયો ગયો એમ સમજે છે ને ?
જે પરલોકને માને અને દુર્ગતિથી ડરે તે સુખી. બાકીના બધા દુ:ખી. સમ્યગ્દષ્ટિ તો ન મળે ત્યાં પૂર્વનું પાપ માને અને મળે તો પુણ્ય માને. છોકરો મરે તો એનું આયુષ્ય પૂરું થયું એમ માને અને સંબંધ એટલો જ હતો એમ માને. એ પોતે માંદો પડે તો પાપોદય માને પણ હાય બાપ !ન કરે. બીમારી શાથી આવે છે ? પારકાને ત્રાસ આપવાથી, જીવોની હિંસાથી આવે છે. જે પરલોક માને તેને દુ:ખ નથી. એ દોડધામ કરે જ નહિ.
શ્રી જિનેશ્વરદેવના શાસનને પામેલો ધર્મક્રિયાથી પરવાર્યા પછી જ અર્થકામની ચિંતા કરે. તમારી કઈ હાલત છે ? મંદિરમાં પણ અર્થકામની ચિંતા કરો ને ? મોટે ભાગે આ દશા છે. કોઈક પુણ્યવાનને મંદિરમાં અર્થકામના વિચાર ન આવે, વૈરાગ્યના જ વિચાર આવે. આવા અપવાદ હોય, કેમકે ભગવાનનું શાસન જયવંત છે. અર્થકામની ચિંતામાં પડેલાને પરલોકનું ભાન ન હોય. પોતાને પચાસ હજાર મળતા હોય તો ભલેને પચાસનાં પેટ ફૂટતાં હોય એની એને કંપારી ન આવે. એ તો લઈને જ જંપે. કોઈ પૂછે કે “આવું કરીને જઈશ ક્યાં ?' તો કહી દે કે “એવો ભય રાખે એ બીજા ! અમે નહીં.' આવાઓ પરલોકથી ડરે ? એ મંદિર કે ઉપાશ્રયે આવે છતાં સાધે શું ?
જેઓ પરલોક ભૂલ્યા એવા ધર્મગુરુઓ ભાટ બન્યા અને શ્રાવકો પોતાની સ્તુતિના રસિયા બન્યા. પેલા ભાટ બનેલા સ્તુતિ કરે અને આ શ્રાવકો પ્રશંસાના રસિયા સ્તુતિ સાંભળી આનંદ અનુભવે. શ્રી જિનેશ્વરદેવે કહેલા
Page #551
--------------------------------------------------------------------------
________________
1100
૫૩૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પરલોકને ભૂલેલા એ બંને સંસારસાગરમાં ડૂબે. શ્રાવકોને ધર્મગુરુ પાસે શેઠિયા થવાની ભાવના એ શું ? પેલા ભાટ બનીને કહે છે કે-‘શાસનની પ્રભાવના તમારાથી થાય છે. તમે છો તો અમે શોભીએ છીએ. તમારાથી જ અમે.' શ્રાવક આ સાંભળી રાજી થાય છે. એ બેય પરલોક ભૂલ્યા. અહીં એક માણસને લાખ જણા માને કે સલામ ભરે, ‘ઘણી ખમ્મા' કરે, પણ પછી ? લાખનાં વખાણ મેળવે પણ ધર્મ ચૂકે તો ગતિ કઈ ? એને સદ્ગતિ-દુર્ગતિનો ખ્યાલ જ નથી.
કલ્પસૂત્ર દર વર્ષે સાંભળો છો. એમાંની વાત યાદ છે ? ત્યાં' કંહ્યું કેમહારંભી, મહાપરિગ્રહી અને રૌદ્રધ્યાની નરકે જાય. વાંરુ ! એની અનુમોદના કરે તે ક્યાં જાય ? એનાં વખાણ કરે તે ક્યાં જાય ? કહો કે એ પણ નરકે જાય. જોઈએ છે દેવગતિ પણ મળે શી રીતે ? વિષયવાસનામાં લાગ્યો જ રહે; એમાં જ જીવન પૂરું કરે એને દેવગતિ મળે ? શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા છતાં હજી આ દશા રહે તો કહેવું પડે કે-સ્ટીમર મળી છતાં મધદરિયે ડૂબ્યા. સ્ટીમર ન ડૂબી પણ આ ભાઈબંધ પાણી જોવામાં લીન બની ઊંચોનીચો ને ગાંડોઘેલો થઈ કૂદી પડ્યો ને ડૂબી મૂઓ, ગબડી ગયો ને નીચે ગયો. એ જ રીતે અહીં ધર્મક્રિયાને મૂકી સોના-ચાંદી, હીરા-માણેક, બૈરા-છોકરાં અને પોતાનું શરીર જોવા, સાચવવા, સંભાળવામાં, મોજમજા કરવામાં રહ્યા, ડૂબ્યા ને તળિયે પહોંચ્યા. એક ગમારને ચિંતામણી રત્ન મળ્યું હતું. તે વહાણમાં તૂતક ઉપર બેસી હાથમાં લઈ આમ તેમ જોવામાં મશગૂલ બન્યો. કેવું છે, કેવું છે, એમ બોલવામાં અને જોવામાં ગાંડો થયો. રત્ન હાથમાંથી સરી ગયું અને સમુદ્રના તળિયે પહોંચ્યું. આમ ઘણા તો પોતાનું મોં વારંવાર જોવામાં અને પટિયાં પાડવામાં જ ઘણો સમય બગાડે છે. આ જિંદગી શા માટે ! એ કહો. નાહી ધોઈ મોં જોવાં, પટિયાં પાડવાં, પૈસા કમાવા, સ્ત્રી પરણવી, રંગરાગ માણવા, નાટક ચેટક જોવાં, બાબો બેબી પેદા કરી એની પાછળ કાલાંઘેલાં કરવાં એમ ? સવારમાં ઊઠ્યા પછીની તમારી કાર્યવાહીનું સમયપત્રક લાવો. વિદ્યાર્થી સારા કે પોતાનું ટાઇમ ટેબલ રાખે અને શિક્ષકને બતાવે.
સભા ટાઇમ ટેબલ આપતાં તો શરમ આવે એવું છે.’
જેવા છો તેવા ઓળખાવામાં શ૨મ શી ? શ્રાવકપણું ન હોય છતાં શ્રાવક તરીકે ઓળખાવાના કોડ શા માટે ? તમારી કાર્યવાહી બતાવો. તમને સારા કહેનારા તમને ગમે તો છે પણ એ તો તમારો ઘાત કરનારા છે. તમને સારા કહેનારાના તમે સ્નેહી ન બનો. વાત વાતમાં હાથતાળી આપનારનો વિશ્વાસ ન કરો. ‘આય ઠીક ને તેય ઠીક' એવા ભેળસેળિયાની ભેગા તમે ન ભળો. જરા
Page #552
--------------------------------------------------------------------------
________________
1101 ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૧ ડાહ્યા બનો. બસ ! ખાવું, પીવું, કમાવું, પરણવું, પછી એક મરે તો બીજી ને બીજી મરે તો ત્રીજી. આ ને આ સ્થિતિમાં જિંદગી પૂરી થાય તો મર્યા પછી ગતિ કઈ ? હમણાં કહેશે કે-“આવી વાતો કરી લોકોને ભડકાવી મારે છે, જેપીને ખાવાપીવા પણ દેતા નથી. પરંતુ મેખલા માટે આ બધી મહેનત છે. પીઠમાં મક્કમતા વિના મેખલાની ઉતાવળ નકામી છે. “દુર્ગતિમાં પડતા આત્માને બચાવે તે ધર્મ.' કેટલી સીધીસાદી વ્યાખ્યા છે ! ઘણા સાધુઓએ કહી હશે અને તમે ઘણી વાર સાંભળી હશે. આ વ્યાખ્યામાં શંકા છે ?
આટલું સાંભળ્યા પછી આ વાત ગળે ઉતારવામાં આટલી મહેનત કેમ ? ગતિ ચાર છે. નારકી, તિર્યંચ, દેવ અને મનુષ્ય. હવે તમારી આવી કાર્યવાહીથી તો તમારી ગતિ કઈ કહેવાય ? નરક કે તિર્યંચ ને ? દેવ અને મનુષ્ય ગતિ કોણ પામે ? સરળ હોય, ધર્મપ્રેમી હોય, દાન-શીલ-તપ અને ભાવરૂપ ધર્મનો આરાધનાર હોય, ધર્મમાં દૃઢ હોય, ધર્મરક્ષા માટે પ્રાણાર્પણની તૈયારીવાળો હોય તે એ ગતિ પામે. જનાવરની જેમ આખો દિવસ ખા ખા કરે છતાં પેટ જેનું ખાલી જ હોય તેને એ ગતિ મળે ? તમે કહો છો તો ખરા કે નરક-તિર્યંચ ગતિ ન જોઈએ પણ કાર્યવાહી એવી હોય તો એ ગતિઓમાં ગયા વિના છૂટકો છે ? આ ન ખાવું, આ ન પીવું, આ ન કરવું એ બધું શ્રી જિનેશ્વરદેવે તમારા ભલા માટે જ કહ્યું છે, તમારી દયાથી જ કહ્યું છે. ધર્મ શા માટે અને ધર્મનું મુખ્ય તથા ગૌણ ફળ કયું ?
સભા: ‘દેવપૂજાથી સ્વર્ગ મળે માટે એ જ કર્યા કરીએ તો ?
તમારા પ્રશ્નનો ભાવ શો છે ? આટલી જ વાત છે કે આગળ કાંઈ બોલવાનું છે? પેઢી ખુલ્લી મૂકીને રખડ્યા કરે તેને પૈસા મળે? પેઢી ખોલનારા કંઈક એવા છે કે જે પછી કપાળ કૂટે છે. દેવપૂજા એ સાધન ખરું પણ જે દેવની પૂજા કરે એમને માને જ નહિ તો ? દેવને ચાંલ્લા કરે પણ બોલતો જાય કે “આ તો પચીસસો વર્ષ પહેલાં થઈ ગયા. એમની વાત તે વખતે ભલે ચાલતી હોય પણ આજે ન ચાલે, તો શું ? આવા એક માણસને કોઈએ પૂછુયું કે “તમારા આવા જ વિચારો છે તો મંદિરે આવો છો શું કામ ?” ત્યારે પેલો કહે કે મારે સમાજમાં રહેવું છે ને ધર્મીમાં ખપવું છે એટલે આવું છું, એટલું જ નહિ પણ પગે ઘૂઘરા બાંધીને નાચું પણ ખરો.”બોલો હવે સમાજમાં રહેવા માટે આટલે સુધી બોલનારા પણ આવા પૂજારીઓ છે ને ?
સભા “એને કંઈ લાભ નહિ ?” લાભ તો નહિ પણ હાનિ ખરી. પેટ, નામના કે પ્રતિષ્ઠા ખાતર, સમાજમાં
Page #553
--------------------------------------------------------------------------
________________
૫૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
રહેવા માટેની આ ક્રિયામાં લાભ શો ? જો એમ લાભ હોત તો કોઈ એકાંતમાં બેસી ધ્યાન કરે અને એમાં કોઈના ખૂનના જ વિચાર કરે તો એને લાભ થાય ? એની ગતિ કઈ ? રાજા ઉદાયિનું ખૂન કરવાના વિચારે એક માણસ જૈનાચાર્ય શ્રી કાલિકસૂરિજી પાસે આવ્યો. સંસારની અસારતાનો દેખાવ બતાવી, વૈરાગ્યનો ઢોંગ કરી દીક્ષા લીધી. ચારિત્ર લઈને એવું પાળ્યું કે ન પૂછો વાત. એવો વિનીત બન્યો કે ગુરુએ એને વિનયરત્નની પદવી આપી. પણ આ બધું પેલા રાજાનું ખૂન કરવા માટે હો ! ઓઘામાં છરી છુપાવી રાખેલી. રોજ પડિલેહણા કરે પણ કોઈ જુએ નહિ એ માટે પૂરો સાવધ. ગુરુને એવો વિશ્વાસ પમાડ્યો કે જ્યાં પોતાની સાથે ગુરુ કોઈને ન લઈ જાય ત્યાં એને લઈ ગયા. રાજાને ત્યાં એક વાર ગુરુ એને લઈને ગયા. તક જોઈને મધ્યરાત્રિએ રાજાનું માથું કાપી ચાલતો થયો. બાર વર્ષ સંયમ પાળ્યું તો આટ્ટલા જ માટે. બતાવો આમાં લાભ કે હાનિ ?
1102
આજે કહે છે કે ‘દેવલોકમાં હજારો દેવાંગના મેળવવા જ અહીં એક સ્ત્રી સાથે સંગ ત્યાગ કરી બ્રહ્મચર્ય પાળે એ પણ ધર્મ. એમાં વાંધો શો ?' જૈનશાસન આને બ્રહ્મચર્ય નથી કહેતું પણ અનર્થ, અધર્મ, અનાચાર કહે છે. આવી માન્યતાના યોગે પ્રભુની પૂજામાં પણ આવાં વાક્યો ઘૂસ્યાં છે. કહે છે કે
'वर्तमान दशा देशकी विचारो, बलदेहके कारण ब्रह्मचर्य को धारो'
સમજાય છે કે-‘દેશની વર્તમાન દર્શા વિચારી ને દેહના બળને ખાતર બ્રહ્મચર્યને ધારણ કરો.' દેહમાં બળ મળે પછી શું ? પછી નિર્બળનો ખોડો કાઢો એ જ ને ? બીજું શું ? બ્રહ્મચર્ય કદી દેહ કે બળ માટે હોય ? એ તો મુક્તિ માટે જ હોય.
મુનિએ બ્રહ્મચર્ય શા માટે પાળવું એ કહો ? આવી માન્યતાથી ધર્મના સિદ્ધાંત જ ફરી જાય.
સભા : અને બ્રહ્મચર્યનો હેતું પણ માર્યો જાય !'
શ્રી જૈનશાસનમાં લખ્યું કે ધર્મથી આમ થાય, આમ થાય, ગૌતમ નામે આવું આવું થાય એ વાત સાચી પણ ગૌતમ મહારાજાનું નામસ્મરણ કરવાનું શા માટે ? ધર્મ કરવાનો શા માટે ? ત્યાં તો લખ્યું કે કેવળ મુક્તિ અર્થે જ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ લખ્યું કે ધર્મ એ ધનાર્થીને ધન આપે, કામાર્થીને કામ આપે પણ ધર્મ ક૨વો શા માટે ? ત્યાં સારું લખ્યું કે મુખ્યર્થમેવ-મુક્તિ માટે જ. બ્રહ્મચર્યથી દેહબળ મળે, કાન્તિ મળે, મળે બધું પણ એ બ્રહ્મચર્યનું પાલન તો મુક્તિ માટે જ.
Page #554
--------------------------------------------------------------------------
________________
1103 – ૩પ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૩
શ્રી જિનેશ્વરદેવના શાસનની દરેક ક્રિયા એવી છે કે જ્યાં સુધી મુક્તિ ન પમાડે ત્યાં સુધી સંસારમાં રખડાવે નહિ, દુ:ખી થવા દે નહિ પણ એ ક્રિયા કરવાની છે તો મુક્તિ માટે જ. પૈસા અને સ્વર્ગ માટે જ ધર્મ સેવાય અને એમ સેવવાથી જ એ મળે તો મુક્તિ માટે એને સેવત કોણ ? હજી તો મુક્તિના સુખની પણ ઘણા લોકોને ખાતરી નથી. ઘણા એવા છે કે જે મોટર, બંગલા, બગીચામાં જ સુખ માને છે. પણ ધર્મથી મળતાં એ સુખ તો ઘાસ જેવાં છે. ધર્મના યોગે મુક્તિ ન મળે ત્યાં સુધી વચ્ચે આવાં સુખ મળે તે બધું ઘાસ, એ ફળ નહિ. ફળ તો મુક્તિ જ.
દુનિયા જ્યાં ઝૂકી છે ત્યાં જ ઝૂકવાથી હાલત શી ? એક પણ ધર્મક્રિયા આ લોક માટે સર્જી નથી, નીર્મી જ નથી. આ લોકમાં એનાથી આબાદી, શાંતિ, સમાધિ મળે પણ અંતિમ ફળ તો મુક્તિ જ. પરલોકમાં શ્રદ્ધા વગરનો, આ લોકની ભાવનાએ, સમાજમાં રહેવા વગેરે માટે ધર્મક્રિયા કરે, એ કદી મંદિરમાં બે કલાક શાંતિ પણ રાખે પણ એ શાંતિના ગર્ભમાં શું ? કેસરિયા મોદકના એક જ ભાગમાં વિષનો કણિયો હોય તો એ ખવાય ? એ કેસરિયા મોદકથી પેટ ભરાય કે મરી જવાય ? એ મીઠાશ તો સુંઘવા જેવી પણ નથી. પેલી ક્રિયામાં રહેલી શાંતિની ભીતરમાં શું છે ? એકલી ક્રિયા જ જોવાની ? એકલી એવી ક્રિયામાં લાભ કોને ? એ બે કલાક પણ બહારના પાપથી બચવાનો લાભ કોને ? અથવા એ ક્રિયા પણ ફળે કોને ? એકલી ક્રિયાથી લાભ કોને ?
જેને કશો વિચાર નથી પણ માત્ર ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે છે, મુક્તિની ગમ નથી કે સંસારની અસારતાનું પણ ભાન નથી, માત્ર બાપાજી, કાકાજી અગર બધા કરે છે માટે કરવી એમ ધારીને જે ક્રિયા કરે છે તેને લાભ ખરો. શાસ્ત્ર કહે છે કે એ ક્રિયા એને ફળી પણ જાય, કેમકે એનામાં જેમ સારી વૃત્તિ ન હતી; તેમ ખોટી પણ ન હતી. પરંતુ ઇરાદાપૂર્વક ખોટી વૃત્તિએ સેવા કરનારને એ ક્રિયા લાભ આપે કઈ રીતે? હાનિ જ નીપજે.
આવશ્યકના ગુરુવંદન અધિકારમાં આવી વાતોના સમાધાન અંગે આવો પ્રશ્ન ચર્યો છે. ત્યાં પ્રશ્ન કર્યો કે “કુગુરુવંદનમાં હરકત શી ? એની ક્રિયા અને ભારે પણ વેષને વંદન કરવામાં વાંધો શો ? વેષ તો છે ને ? જેમ ભગવાનની પ્રતિમામાં ગુણ નથી, એ તો જડ છે, છતાં એને જેમ વંદન-પૂજન થાય છે તેમ લંગને (કુગુરુના વેષને) વાંદવામાં હરકત શી ?'
મહર્ષિ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે “મૂર્તિમાં જેમ ગુણ
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૪.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–– 1104 નથી તેમ દુર્ગુણ પણ નથી માટે એ વંદ્ય છે; પણ અહીં તો વેષ છે પણ સાથે દુર્ગુણ છે માટે એને ન વંદાય. જો કોઈ જાણવા છતાં વાંદે તો તે એના દોષનો પોષક થાય અને પોતાનો અનંત સંસાર પણ વધારે. જેને સંસારની અસારતાની ભાવના નથી, મુક્તિનો પ્રેમ નથી પણ ઓઘદૃષ્ટિએ ક્રિયા કરે છે, બે કલાક ગાળે છે તેને તો એટલી શાંતિનો લાભ છે કેમકે એના હૃદયમાં જેમ સારી વૃત્તિ નથી તેમ મલિન વૃત્તિ પણ નથી; પણ જે ખરાબ વૃત્તિએ ક્રિયા કરે છે તે તો ત્યાંના બે કલાકમાં પાપની યોજના કરે છે. બહાર ચાળા ગમે તેવા કરે પણ હૈયામાં ભાવના કઈ ? જિનપૂજનમાં એનો હેતુ નામનાનો છે, સમાજમાં રહેવાનો છે, પોતાનું ટટ્ટ નભાવવાનો છે. એવાને એ ધર્મક્રિયાથી કશો જ લાભ નથી. એણે તો માત્ર ત્યાં સ્વાર્થની જ યોજના ઘડી છે. પોતે જૂઠો છતાં ગ્રાહક પાસે સાચો મનાવવા મોટું તિલક કરે એ શું ? મંદિરમાં આવનારા આવા પણ હોય છે. એને ફળ્યું શું ? આવાઓને વ્યાખ્યાન ફળે ? "
એક વેપારી શ્રાવક મહાશ્રોતા ગણાતો હતો. જ્ઞાનદૃષ્ટિએ નહિ પણ બાહ્ય દેખવાની દૃષ્ટિએ એ ઠીક ગણાતો હતો. વ્યાખ્યાન બરાબર સાંભળે. ક્યારેક ડોલી ઊઠે, ક્યારેક આંખમાં પાણી પણ લાવે. આવી કોટિનો એ હોઈ એ એક સારો શ્રોતા મનાતો. નિયમિત આવનારો હોઈ ક્યારેક પાંચ-દશ મિનિટ મોડો થાય તો ગુરુ પણ એના આવવાની રાહ જુએ. તે દિવસે વ્યાખ્યાન એટલું મોડું શરૂ થાય, આવી એની છાપ હતી. એની ક્રિયા કોઈ જુએ તો એને એ પરમશ્રાવક લાગે. મંદિરમાં બબ્બે કલાક કાઢે. આવો એ પરમ શ્રોતા એક દિવસ વ્યાખ્યાનમાં ન આવ્યો અને વ્યાખ્યાન પણ તે દિવસે ન થયું. બીજે દિવસે આવ્યો ત્યારે ગુરુમહારાજે આગળને દિવસે ન આવ્યાનું કારણ પૂછ્યું. આવો મુખ્ય શ્રોતા ગણાતો હોય તેને પુછાય તો ખરું ને ? શેઠે જણાવ્યું કે “સાહેબ ! ગઈ કાલે તો એક એવું મોટું વિઘ્ન ઊભું થઈ ગયું કે જેથી આવી જ ન શક્યો.” ગુરુ કહે “એવું શું વિઘ્ન આવી ગયું ?” શેઠ કહે “સાહેબ ! મારા દીકરાના દશ જ વરસના છોકરાએ મારી સાથે આવવાની હઠ લીધી. ઘણો સમજાવ્યો પણ કોઈ વાતે માને નહીં. એને સમજાવતાં સમજાવતાં જ વ્યાખ્યાનનો સમય પસાર થઈ ગયો એટલે અવાયું નહિ.' ગુરુ મહારાજ કહે “અરે, એમાં શું ? એને સાથે લઈ આવવો હતો ને ?” શેઠ કહે “મહારાજ ! આપ તો ભદ્રિક છો. અમારા જેવા પથ્થર પણ આપની દેશનાથી પીગળી જાય તો એ કુમળા બાળકનું શું ગજું? એ તો જ્યારે બરાબર પાક્કો થઈ જાય ત્યારે લવાય. આપની પાસે તો પાક્કા ઘડાનું કામ કે જે કદી વાત
Page #556
--------------------------------------------------------------------------
________________
1105 – ૩૫ઃ અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 –– ૫૩૫ વાતમાં ભીંજાય નહિ.” ગુરુએ મનમાં વિચાર્યું કે “વાહ રે વાહ ? આ તો ખરો નંગ નીકળ્યો. આંખમાં પાણી લાવી કેવા ઢોંગ કરતો હતો !ખરેખર એની રાહ જોવામાં તો મૂર્ખાઈ જ થઈ.”
આવાઓ રોજ વ્યાખ્યાનમાં આવે, નમ્ર બનીને સાંભળે, ડોલે અને આંખમાં આંસુ પણ લાવે, છતાં એ વ્યાખ્યાન એને ફળે શું ? | સ્વાર્થવૃત્તિનો નાશ થાય તો જ શ્રી જિનેશ્વરદેવના શાસનની દેશના ફળે. મુનિને માટે તો કાયદો છે કે આચાર્યો જ્યારે વાચના આપે ત્યારે જે મુનિગણ એ સૂત્રની વાચના લઈ રહ્યો હોય તેમાં એ વાચના સાંભળતાં જે મુનિને વૈરાગ્યના અંકુરા ન ફૂટે અને આડુંઅવળું જોયા કરે તેને મંડળીમાંથી ઉઠાડી મૂકવો, નહિ તો એ બીજાને પણ બગાડે. આ વિધિ છે. ધર્મ કરનારની જવાબદારી :
પોદ્ગલિક સ્વાર્થ માટે કરાતો ધર્મ એ અધર્મરૂપ છે. પ્રપંચ માટે કરાતા ધર્મનાં અને એ ધર્મ કરનારનાં વખાણ ન થાય. ખબર ન હોય ત્યાં સુધી બોલીએ કે ફલાણા શેઠ મંદિરમાં બબ્બે કલાક બેસે છે પણ અંદરનો ભેદ જણાય તો બોલવું બંધ કરવું પડે. શાસ્ત્રમાં કહ્યું છે કે અનાચારીઓ ધર્મને કલંકિત કરે છે. ધર્મીથી ધર્મક્રિયા ઓછી થાય તે નભે પણ એનાથી એવો અનાચાર તો ન જ થાય કે જે જોઈ બીજો અધર્મ પામે.
ત્રિકાળ પૂજા કરે, નિરંતર વ્યાખ્યાન સાંભળે, પૌષધ, પ્રતિક્રમણ, સામાયિક કરે, ઉકાળેલું પાણી પીતો હોય, હવે એવાને કોઈ વેશ્યાના ઘરમાં જુએ તો ? જોનારને તરત એની ક્રિયા ઢોંગ જ લાગે ને ? એ લોકવિરુદ્ધ ક્રિયા છે. લોકવિરુદ્ધનો ત્યાગ કરવાનો કહ્યો તે આ. લોકોને ઠગવા ધર્મક્રિયા હોય ? લોકોને ધર્મ તરફ ખેંચવા છે પણ તે કેવળ લાડુ બતાવીને નહિ. અહીં આવ્યા પછી ધર્મ ન પાળે તે રીતે ન ખેંચાય. ખોટીવૃત્તિએ ધર્મસ્થાનમાં બે કલાક ગાળનારની શાંતિની કશી જ કિંમત નથી. પરલોક સામે આંખ જોઈએ. “હું કોણ ? અહીં ક્યાંથી આવ્યો ? મારાં કુળ, જાતિ, આચાર શાં ? અહીંથી જવું છે
ક્યાં ?' આ વિચારો જે નિરંતર કરતો નથી તે ધર્મને લાયક નથી. બે-ચાર બંગલા બંધાવવા, ક્રોડ, બે ક્રોડ ભેળા કરવા એ કર્તવ્ય કે ત્રિકાળ પૂજનાદિ કર્તવ્ય ? દુર્ગતિમાં ન જવું હોય અને સદ્ગતિમાં જવું હોય તો કરણી સુધારો. વિચારો સુધારો. સમ્યગ્દષ્ટિના વિચારો કર્યા હોય ? ભવ કેવો ? ભયંકર. બોલવામાં ઉતાવળ ન કરતા, ભવને ભયંકર કહ્યો એટલે પછી આ ઓઘો જ રહેશે; સિવાય બાકી કાંઈ નહિ રહે.
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1106 જેને ભવ ભયંકર લાગે તેનો ચહેરો કેવો હોય ? એ ઝગારા મારે. એને કશી ચિંતા ન હોય. એ વિચારે કે ભવ જ ભયંકર છે તો ભવમાં બેઠેલો હું ભય વગરનો ક્યાંથી હોઉં ? સાગરમાં રહે તેને મગરથી ડર્યે પાલવે ? મગર ત્યાં હોય જ, એમાં નવાઈ શી ? અટવીમાં વાઘ, વરુ, સિંહ, શિયાળ એ બધાની ત્રાડ અને અવાજ સાંભળવા જ પડે. એ બધા તો વનમાં હોય જ. ભવને ભયંકર નહિ મનાવનાર સાચો દર્શનકાર કે સાચો ત્યાગી નથી. કહેનારા કહેશે કે ભવને ભયંકર કહી કહીને જનતાને નમાલી કરી.” એ લોકો કહે છે કે “ભવથી ડરીને ભાગે તે બાયેલા અને ભવમાં નિર્ભય બનીને રહે તે બહાદુર.” આ વાત તમને માન્ય છે ? કોઈ પણ સિદ્ધિપદે ગયેલો આત્મા એવો છે કે જે ભવથી ન
ર્યો ? બધા ડર્યા. તમે બહાદુર.' આ વાત તમને માન્ય છે ? કોઈ પણ સિદ્ધિપદે ગયેલા આત્મા એવો છે કે જે ભવથી ન ડર્યો ? બધા ડર્યા. તમે બહાદુર કે ન ડરો. દરેક ધર્મગુરુએ અગર દરેક શ્રી જિનેશ્વરદેવે ધર્મદેશનાની શરૂઆત જ સંસારની અસારતા બતાવવાથી કરી છે. મા વહોત અચ્છા - એમ કહ્યું ? ભવમાં રહો, ખાઓ, પીઓ અને મહાલો' એમ કહ્યું ? ભવ રહેવા લાયક નથી, એ વાત તમને જચી ? - મૂલગુણ અને ઉત્તરગુણરૂપ, એમ ધર્મ બે પ્રકારનો છે. સમ્યક્તનો મૂલ ગુણ કયો ? આસ્તિક્ય. એ પછી ગુણ કયો ? અનુકંપા. અનુકંપા કોની ? પોતાના આત્માની તેમજ પારકાઓની. પછી ? પછી નિર્વેદ, સંવેગ અને ઉપશમ.
આસ્તિક્ય નક્કર હોય કે પોલું? આસ્તિક્યવાન બોલે શું? પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કહેલી વિચારણા ક્રમસર બોલો.
તત્ત્વશ્રદ્ધાથી પવિત્ર થયેલો આત્મા સંસારસાગરમાં રમે નહિ. કેમ ન રમે ? - મિથ્યાત્વરોગ નાશ પામવાથી એ આત્મા સંસાર જેવો છે તેવો જોઈ શકે છે. સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકવાથી એ આત્મા પ્રશાંત બને છે.
પ્રશાંત બનવાથી પછી બહિરાત્મા મટી અંતરાત્મા બને છે. અંતરાત્મા બનવાથી સંવેગવાળો થાય છે. એટલે એને વિચાર આવે છે કે
રાનવનચરિત્ર-નંત્રિત મનને | - मनुजत्वे भोगकर्म, स्वर्णपात्रेसुरोपमम् । .
Page #558
--------------------------------------------------------------------------
________________
1107 – ૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી - 75 - ૫૩૭
મનુષ્યજીવન એ જ્ઞાનદર્શન ચારિત્રરૂપ રત્નત્રયીની આરાધનાનું સુવર્ણમય ભાજન છે. તેમાં વિષયભોગ એ મદિરા છે. સુવર્ણપાત્રમાં મદિરા ભરાય ?
સંવેગ થાય તે સંસારના સુખને પણ દુ:ખ માને. સંસારના દુઃખને તો સૌ દુ:ખ માને પણ સંસારના સુખને પણ સંવેગવાન્ આત્મા દુઃખ માને છે. જો એમ ન હોય તો દરિદ્રી તો સંસારને ભયંકર માને, પણ શ્રીમંત કેમ માને ? રોટલા ન મળે તે તો કપાળ ફૂટે પણ મિષ્ટાન્ન મળે તે કપાળ કૂટે ? સંસારની ભયંકરતા કઈ રીતે વિચારશો !
સુખી-દુઃખી સૌને સંસાર ભયંકર મનાવવો હોય તો કઈ રીતે ? સંસારના સુખને પણ દુઃખ મનાવવાની દૃષ્ટિએ ને ? શ્રી તીર્થંકરદેવોએ ચક્રવર્તીને તથા રાજા, મહારાજા, શાહુકારોને સંયમના રસિયા કઈ ભાવનાએ બનાવ્યા ? ચક્રવર્તીઓ પણ છોડી છોડીને ચાલી નીકળ્યા એ શાથી ? ઇંદ્રોની કઈ સાહ્યબી ? અસંખ્યાતા દેવો જેની સેવામાં, શરીરમાં રોગનું નામ નહિ, મહિનાઓ સુધી જેને ભૂખ લાગે નહિ, જ્યારે ભૂખ લાગે ત્યારે ઇચ્છા થતાં જ તૃપ્તિ અનુભવે, એવો ઇંદ્રો પણ પણ એ ભાવનામાં રમે છે કે “ક્યારે આ છૂટે અને મનુષ્યભવમાં શ્રાવકને ઘેર જન્મ મળે ! જૈનધર્મથી રહિત ચક્રવર્તીપણું ન જોઈએ પણ જૈનધર્મયુક્ત દરિદ્રપણું ભલે હો !” ઇંદ્રોની પણ આવી ભાવના શાથી ? સંસારના સુખને દુ:ખ મનાય ત્યારે ને ?
આની સામે આજે તમારી કઈ દશા છે એ વિચારો. આજે સંઘમાં સંઘત્વ અને જેનોમાં જૈનત્વ અખંડિત હોત તો ધર્મદેશનામાં આટલી મુશ્કેલી ન હોત. કેઈ ગૂઢ તત્ત્વોની વિચારણા ચાલતી હોત. તેને બદલે આજે તો હજી પીઠિકામાં રમીએ છીએ, કારણ કે મૂળ વસ્તુ જ ઊડી ગઈ છે. ધર્મમાં સર્વત્ર ત્યાગ : * *
સમ્યગ્દષ્ટિ આત્માને તો માણસની પરીક્ષા સહેલી છે. એની પાસે દેવગુરુ-ધર્મની પરીક્ષાની સુંદર ચાવી છે. એક દાણો હાથમાં લઈને બાઈ ચોખા ચડ્યા છે એમ પારખી શકે છે; તેમ સમ્યગ્દષ્ટિ આત્મા કહે કે મારા દેવ તે જ કે જે સંસારથી તરી ગયા, સંસારને પેલે પાર ગયા, એ હવે ફરી અવતરે નહિ, એ અમને કંઈ આપે નહિ, એમની ભક્તિથી મળે તોયે અમે લઈએ નહિ. એમની પૂજા ભક્તિ તો અમારું આત્મસ્વરૂપ પ્રગટાવી એમના જેવા થવા માટે છે. એમની પાસે હીરા માણેક ન માગીએ પણ માત્ર મુક્તિ જ માગીએ. મારા ગુરુ
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
1108
તે કે જે સંસારથી ભય પામીને તેનો ત્યાગ કરી ગયા. એ અમને સંસારમાં રમવાનું કહે જ નહિ. મારો ધર્મ છે કે જે અમને સમજાવીને, ખેંચીને, આંગળી પકડીને પણ સંસારથી છોડાવીને મોક્ષમાં લઈ જાય. મારા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે સંસારના પ્રતિપક્ષી છે.
આવું બોલતા થાઓ. સમ્યગ્દષ્ટિ આત્મા કહે-મારા દેવની મૂર્તિ જ એવી કે જે મને સંસાર છોડવાની પ્રેરણા આપે, મારા ગુરુ સંસાર છોડી ગયેલા, એ અમને સંસાર છોડવાનું જ કહે, ઓઘો આપવાની જ વાત કરે. એ અમને બંગલા બંધાવવાનું ન જ કહે. એ ભણવાનું કહે પણ કયું ભણવાનું ? વકીલ, ડૉક્ટર કે સોલિસિટર થવાનું, નામું શીખીને ચોપડા લખવાનું ને વ્યાજના હિસાબ માંડવાનું ? ના. એ તો નવકાર, સામાયિક, પ્રતિક્રમણ, જીવંવિચાર. નવતત્ત્વ વગેરે ભણવાનું કહે અને પછી બધું મૂકીને સંસારથી ભાગવાનું કહે: સંસારનું ભણાવવા તો માસ્તર ઘણા છે, પગાર લઈને ઘરે ભણાવવા આવનારા પણ છે, પરંતુ અમારા ગુરુ જુદા; અને મારો ધર્મ તો સંસારથી છોડાવે તે જ. આમાં કોઈ જરા પણ ફેરફાર બોલે તો ઊભા રાખજો. ત્યાગ, ત્યાગ ને ત્યાગ :
અહીં ધર્મમાં ત્યાગ જ છે. જિનપૂજનમાંયે ત્યાગ, ગુરુસેવામાંયે ત્યાગ, નિરંતર જિનવાણી સાંભળવામાંયે ત્યાગ, દાનમાં લક્ષ્મીનો ત્યાગ, શીલમાં ભોગનો ત્યાગ, તપમાં ખાનપાનની મૂર્છાનો ત્યાગ, અને ભાવમાં આખા સંસારનો ત્યાગ, આ ગોખી રાખો. એવો ત્યાગ એ ત્યાગ નથી?
લક્ષ્મી ગયા કરે, રખે મારા પર ધાડ આવે” એવી ચિંતા રાખ્યા કરે એનાથી ધર્મ ન થાય, દાન ન દેવાય. એવાનું દાન પણ દાન નથી. શરીર સાચવવા કે શરીરબળ મેળવવા પળાતું શીલ એ શીલ નથી. તપ કરવાથી શરીર સારું રહે માટે તપ કરીએ એમ વિચારી તપ થાય એ તપ નથી. આપણા ભગવાન કહી ગયા કે પંદર દિવસે પ્રાયશ્ચિત્તરૂપે એક ઉપવાસનો તપ કરવો. આ વાત મેં કરી ત્યારે કેટલાક મશ્કરી કરવા લાગ્યા. થોડા વખત બાદ કોઈ ડૉક્ટરનો લેખ આવ્યો કે પંદર દિવસે એક ઉપવાસ કરવાથી શરીરે સારું રહે છે ત્યારે પેલા મશ્કરી કરનારા કહેવા લાગ્યા કે આપણા શાસ્ત્રની વાત સાચી. શ્રી જિનેશ્વરદેવની વાતની પણ સત્યતા માટે પ્રમાણપત્ર આજના ડૉક્ટરનું ! બોલો-આવી તો એ લોકોની શ્રદ્ધા!
Page #560
--------------------------------------------------------------------------
________________
૩૫ : અર્થ-કામના લક્ષ્યવાળો ત્યાગ, ત્યાગ નથી : - 75 — ૫૩૯
શરીર માટે ત્યાગ કરાવવો બહુ સહેલો છે. શ૨ી૨ના કા૨ણે ચાહ, બીડી અને નાટકાદિનો ત્યાગ સહજમાં કરાવાય. ક્ષયના દર્દીને બીડી બંધ કરાવે છે અને એ તરત કરે છે. તે વખતે એની તલપ ક્યાં ગઈ ? શરીર માટે તો આખી દુનિયા ત્યાગ કરવા તૈયાર છે. આજે મૂઠીમાં કાંઈક બતાવનારાની પાછળ હજારો ફરે છે. લખપતિઓ પણ શાંતિથી ખાતા-પીતા નથી, ખાતાં ખાતાં પણ હાથમાં ટેલિફોનનું ભૂંગળું ને ‘આવ્યો, આવ્યો' કરે આ બધું શાથી ? અર્થકામ માટે તો દુનિયા બધું કરવા તૈયાર છે. એ માટે તો ઢગલાબંધને ત્યાગી બનાવી શકાય. મોક્ષ માટે જ ત્યાગી બનનારાનો તોટો છે. અર્થકામના ઉપદેશથી પણ ત્યાગી ન બનાવી શંકે એ તો ભારે કમજોરી કહેવાય. બોલતાં ન આવડે તો લાચાર. નહિ તો એ માટે તો કંઈકને ત્યાગી કરી શકાય. લોકોને કહો કે દાઢી રાખવાથી લાખ મળશે તો બધા દાઢી ન મુંડાવે. બાકી આજે તો અસ્ત્રા સાથે રાખીને જ ફરે છે ને રોજ દાઢીઓ ઘસે છે. આજે ઘણા મૂછો મુંડાવે છે પણ એમને કહો કે ‘મૂછ મુંડાવવાથી લક્ષ્મી ગઈ, લક્ષ્મી જોઈએ તો મૂછ રાખો' તો તરત મૂછ કપાવવાનું બંધ ક૨શે. અરે ! વેચાતી લાવીને પણ વળગાડશે.
1109
અર્થકામના ઉપદેશથી ત્યાગી બનાવવા એ તો બચ્ચાંની રમત છે. મૂઠીમાં ‘કઈક છે’ એમ કહો એટલે પાછળ હજ઼ારો ભટકે. કઠિનતા મુક્તિ માટેના ત્યાગમાં છે..
અર્થકામ માટે થતો ત્યાગ એ ત્યાગ નથી પણ આત્મકલ્યાણ માટે થતો ત્યાગ તે ત્યાગ છે. શરીર-સુધારણાર્થે થતો તપ તે તપ નથી. સ્વાર્થ માટે સેવાતી ભાવના તે ભાવ નથી.
દુર્ગતિમાં પડતાં બચાવે તે ધર્મ. એ બે પ્રકારનો મૂળગુણ અને ઉત્તરગુણ રૂપ. મૂળગુણ મુનિના કહેવાશે તેમાંથી શ્રાવકના તેમજ સમ્યગ્દષ્ટિના પણ સમજાવીશું. મુનિ, દેશવિરતિ કે સમ્યગ્દષ્ટિ બધાનું ધ્યેય મુક્તિ. મેખલામાં સાધુ આવશે. સંઘમાં મુખ્ય કોણ ? સાધુ. સાધુ વિના સંઘ હોય ? સાધુની નિશ્રા વિના સંઘ હોય ? હોય તો એ સંઘ સંઘ નથી. એવાઓ ભેગા થઈને ગમે તેટલી ક્રિયાઓ કરતા હોય તેની કશી કિંમત નથી. મૂળગુણને દીપાવે, પોષે તે ઉત્તરગુણ, એ વિષે આગળ શું કહે છે તે હવે પછી.
Page #561
--------------------------------------------------------------------------
________________
૩૬ ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : વીર સં. ૨૪૫૬, વિસં. ૧૯૮૯, મહા વદ-0)), શુક્રવાર, તા. ૨૮-૨-૧૯૩૦
76
• પીઠમાં વૃત્તિ અને મેખલામાં પ્રવૃત્તિ જોવાની : • સમ્યગ્દષ્ટિને ધર્મીકરણીનું વ્યસન હોય : • જે આગમને ન માને તે અમારા નહિ : • મૂર્તિના આલંબનની અનિવાર્યતા : • સાક્ષાત્ તીર્થંકર પાસે છતાં ગૌતમસ્વામી અષ્ટાપદ કેમ ગયા ? • અમે “ક-ખ' કયા બાળકને ભણાવીએ ?
તમે જેને માનો એનાં વખાણ કરનારને પણ ઓળખી લેજો ! • ઉપકારીનો ઉપકાર પણ વિવેકપૂર્વક મનાય : -
મને ઉથલાવતાં રખે તમે ન ઊથલી પડો ! • આગમ અને આગમની વાત ન માને તે જૈન નહિ : • તો જ મારો-તમારો મેળ જામે ! • એવા જૈનો બે ક્રોડ હોય તોયે શું ? • શાસનની હીલના કોણ કરે છે?
હું મુંબઈ આવ્યો તે પહેલાં.... : : • જરૂર પડશે તો રસ્તા વચ્ચેય વ્યાખ્યાન કરીશું .
પીઠમાં વૃત્તિ અને મેખલામાં પ્રવૃત્તિ જોવાની
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર ફરમાવે છે કેજેમ શ્રી મેરૂપર્વતની પીઠ વજ રત્નમય છે તેમ શ્રી સંઘરૂપી મેરૂ શૈલની વજ રત્નમય પીઠિકા શ્રી “સમ્યગ્દર્શન' છે. મેરૂની પીઠની જેમ એ પીઠ પણ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોવી જોઈએ. શંકાદિ પાંચે દોષોના સર્વથા ત્યાગથી એ પીઠ દૃઢ બને છે. પ્રતિસમયે વિશુદ્ધ બનતી પ્રશસ્ત અધ્યવસાયના પરિણામની ધારાનું સતત સેવન કરવાથી એ રૂઢ બને. એ રીતે દઢ અને રૂઢ બનેલી એ પીઠ તત્ત્વની તીવ્ર રુચિથી ગાઢ બને અને તત્ત્વના સમ્યગુ અવબોધથી અવગાઢ બને છે.
હવે મેરૂની પીઠ પર જેમ રત્નજડિત સુવર્ણમય મેખલા છે તેમ અહીં પણ
Page #562
--------------------------------------------------------------------------
________________
1111
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
શ્રી સંધમેરૂની સમ્યગ્દર્શનરૂપ વજરત્નમયી અને દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ પીઠ ૫૨ શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નજડિત સુવર્ણમેખલા હોવી જોઈએ. પીઠ તો ભીતરમાં છે જ્યારે મેખલા બહાર છે, દેખાવમાં છે. પીઠ માટે કોઈ કહે કે ‘જ્ઞાની સિવાય હૃદયની શું ખબર પડે ?' તો કહી શકે છે પણ મેખલાની વાતમાં શું કહે ? જો કે પીઠની પરીક્ષા માટે પણ એવી સુંદર વસ્તુઓ બતાવી છે કે જે દ્વારા એ નક્કી કરી શકાય. પીઠની દૃઢતામાં શંકાદિ પાંચે દોષ ન જ હોય. દૃઢ પીઠવાળો શ્રી જિનેશ્વરદેવના એક પણ વચનમાં શંકા કરે ? ન જ કરે. એ અન્ય મતની અભિલાષા કરે જ નહિ. શ્રી જિનેશ્વરદેવે કહેલા ધર્માનુષ્ઠાનમાં એને સંદેહ હોય જ નહિ. મિથ્યાદૃષ્ટિની પ્રશંસા (પ્રશંસા કહું છું-ગુણની અનુમોદનાનો નિષેધ નથી.) તથા પરિચય એ ન જ કરે. આજે તો વાત વાતમાં શંકા, ડગલે ડગલે કાંક્ષા, વિચિકિત્સા પણ વાતે વાતે, ગુણાનુરાગના નામે મિથ્યાદ્દષ્ટિની પ્રંશસા ચાલુ અને પછી પરિચયનું પૂછવું જ શું ? આ પાંચે દોષ ન હોય તેનું સમ્યક્ત્વ દૃઢ ગણાય. આ જોવું મુશ્કેલ નથી. છતાં આમાં કદાચ કોઈ એમ કહી શકે કે ‘તમે હૃદય ન પારખી શકો, હૃદય તો જ્ઞાની પારખી શકે, તમે માત્ર મને હલકો પાડવા કહો છો,' તો એ ઘડીભર ચાલે પણ મેખલામાં શું કહે ? ત્યાં ચાલે ? પીઠ ૫૨ની ઊંચી જમીન તે મેખલા. એ તો દેખાવામાં જોઈએ ને ? જો કે સમ્યગ્દર્શન જાણવા માટે પણ જ્ઞાનીઓએ બાહ્ય લક્ષણ એટલાં બધાં બાંધ્યાં છે કે એમાં દંભ કે પોલ નભી શકે તેમ નથી. કોઈ આત્મા ગમે તેમ બોલે, ગમે તેમ વર્તે અને છતાંય પોતાને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવવા માગે તો તેને આ શાસનમાં એ રીતે ઓળખાવી શકાય તેમ નથી. સમ્યક્ ચારિત્રમાં ચરણને યોગ્ય અને સમ્યજ્ઞાનમાં જ્ઞાનને યોગ્ય જેમ પ્રવૃત્તિ જોઈએ, તેમ સમ્યગ્દર્શનમાં પણ તેને યોગ્ય પ્રવૃત્તિ જોઈએ.
૫૪૧
સમ્યગ્દષ્ટિને ધર્મકરણીનું વ્યસન હોય ઃ
સમ્યગ્દષ્ટિ એમ તો કદી ન જ કહે કે પૂજા થઈ તોયે શું અને ન થઈ તોયે શું ? પથ્થરની મૂર્તિમાં શું પડ્યું છે ? આત્મા પોતે જ અરિહંત છે, જો પોતે જ અરિહંત છે તો ભટકે છે કેમ ? અરિહંત ખરો પણ ક્યારે ? યોગ્યતા પ્રગટે ત્યારે ને ? દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણે તત્ત્વ આત્મામાં છે એ વાત સાચી, પણ ક્યારે ? પ્રગટાવે ત્યારે ને ? શ્રી જિનેશ્વરદેવના આત્માએ પણ અરિહંતપદની પૂજા કરી કે નહિ ? એમનો આત્મા અરિહંત નહોતો ? અરિહંત બનનાર હતા તોયે અરિહંત આદિ પદની પૂજા એમણે કરી તો આપણે નહિ કરવાની ? કોઈપણ ધર્મકરણી બાબતમાં ‘કરી તોયે શું અને ન કરી તોયે શું !'
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૪૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એમ ધર્મીથી (સમ્યગ્દષ્ટિથી) બોલાય ? ‘શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી તોયે શું અને ન કરી તોયે શું ? ગુરુને વાંઘા તોયે શું અને ન વાંઘા તોયે શું ? જિનવાણીનું શ્રવણ કર્યું તોયે શું અને ન કર્યું તોયે શું ?' આ રીતે સમ્યગ્દષ્ટિ કદી ન બોલે. બોલે તો કહી શકાય કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ એને થઈ નથી. સમ્યગ્દષ્ટિ કહેવરાવીને ઊંધી પ્રવૃત્તિ કરવી એના કરતાં બહેતર છે કે પોતાને સમ્યગ્દષ્ટિ ન કહેવરાવવું. એમ ન માનવું કે પીઠની પરીક્ષા નથી. આપણે ઝીણી પરીક્ષાની વાત નથી કરતા પણ મોટી પરીક્ષાની વાત છે. ઝીણી પરીક્ષામાં તો ઘણા આત્મા પસાર ન થાય. એ પરીક્ષા તો આજની તમારી યુનિવર્સિટીની પરીક્ષાથી ઘણી કઠણ છે, મુશ્કેલ છે; પણ મોટી પરીક્ષા મુખ્ય પ્રવૃત્તિથી થાય.
1112
સમ્યગ્દષ્ટિ આત્માને શ્રી જિનેશ્વરદેવે કહેલાં અનુષ્ઠાન પ્રત્યે અભાવ ન હોય. એ ન થાય એમાં એ કદી બચાવ ન કરે. ન થાય તે માટે પોતાને કમભાગી માને અને તેવો જ જાહેર કરે પણ ‘આ કારણ અને તે કારણ' એવો બચાવ ન કરે. ખાવા-પીવામાં, પહે૨વા-ઓઢવામાં, સૂવા-બેસવામાં કે હ૨વા-ફરવા જવામાં ક્યાંય બચાવ કરો છો ? ત્યાં તો બધાં કામ સમયસ૨ કર્યે જ જાઓ છો ને ? જેમ ત્યાં ખાધાપીધા વિના, ઊંઘ્યા વિના, બેઠા ઊઠ્યા કે ફરવા ગયા વિના ન ચાલે તેમ અહીં સમ્યગ્દષ્ટિ આત્માને જિનપૂજા, ગુરુવંદન અને જિનવાણી શ્રવણ વિના ચાલે નહિ. એમાં વેપાર ધંધાને કારણે ટાઇમ ન મળવાનો બચાવ થાય તો કહેવું જ પડે કે ધર્મક્રિયાઓ પ્રત્યે લાગણી ઓછી છે. કામ તો બધાને રોજ છે. કામનાં બહાનાં કાઢવાં હોય તો રોજ એકસો એક બહાનાં નીકળે. રોજ એવાં બહાનાં કાઢી જિનપૂજન, ગુરુવંદન કે જિનવાણીનું શ્રવણ ન થાય તો મુક્તિ શી રીતે મળે ? અને ક્યારે મળે ? સમ્યગ્દષ્ટિ તો એ ત્રણેનું વ્યસન હોય. જેમ સંસારી જીવને ખાવાપીવા આદિનું વ્યસન છે તેમ સમ્યગ્દષ્ટિ આત્માને જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણી શ્રવણનું વ્યસન હોય.
વ્યસન એટલે તેના વિના ન ચાલે એવી દશા. વ્યસનીને એ વસ્તુ વિના ચેન જ ન પડે. ચાહના વ્યસનીને ચાહ વિના ચાલે જ નહિ. એને સ્ફૂર્તિ જ ત્યારે આવે કે જ્યારે ચાહ મળે. પાનના વ્યસનીને ખાધા પછી પાન જોઈએ જ. તેમ સમ્યગ્દષ્ટિને દિ' ઊગ્યે જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણીનું શ્રવણ જોઈએ જ. એના વિના એને ઉદ્વેગ રહ્યા જ કરે. એને ચેન જ ન પડે. આવો એ મજબૂત વ્યસની છે. એ વિના સમ્યગ્દષ્ટિ કહેવરાવવું એ ઢોંગ છે. તમે સંસારી છો. તમારાથી જિનપૂજન, ગુરુવંદન કે જિનવાણી શ્રવણ ન થયું તો શું થઈ
Page #564
--------------------------------------------------------------------------
________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : – 76
૫૪૩
ગયું ? ચાલે, એમાં વાંધો નહિ. ભાવના તો છે જ ને ?' આવી તમારી દયા ખાનારા દયાળુ નથી પણ નિર્દય છે, એ તમારા હિતના ઘાતક છે. છોકરો જરા ન ખાય તો માબાપને ચિંતા થાય, ‘શું છે, શું થયું ?' એમ પૂછે, ડૉક્ટરને બોલાવે, દવા પાય, માબાપ હોય એ બધું કરે ને ? એ રીતે જિનપૂજનાદિ ક્રિયા ન થાય કે તરત સાધુ પૂછે કે ‘કેમ ! શું થયું ?’ તમે પણ સાધુ પાસે ‘હશે હવે’ એમ કેમ કહેવરાવવા માંગો છો ? માબાપ કરતાં સાધુ ઓછાં હિતૈષી ?
1113
આજના શ્રાવકો સાધુને કહે છે કે અમુકે ક્રિયા ન કરી તો હશે હવે ! એની માથાફોડ શી ?' સાધુ પણ કહી દે કે ‘હા ઠીક છે. હશે ત્યારે.' કહેવું પડે એ સાધુ નહિ ને એ શ્રાવક નહિ. જો સમ્યગ્દષ્ટિને આ ત્રણ ચીજનું વ્યસન ન લાગે તો સમ્યક્ત્વમાં જ ફાંફાં સમજવાં. ભોજનમાં જરા મીઠું-મરચું ઓછું હોય તો અકળાઈ ઊઠો છો ને ? તો જિનપૂજન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણને ભેં ભુલાય ? એમાં આવતી ખામી માટે અરેકા૨ો ન થાય તો સમ્યગ્દષ્ટિ શાની ? જે આગમને ન માને તે અમારા નહિ
આજના કેટલાક લોકોએ તો માન્યું છે કે ‘જિનપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ એ તો ઘેલા અને નવરા લોકોનું કામ છે. જે ઘરડા થયા હોય, જીવનને છેલ્લે આરે બેઠા હોય, મરવાની આળસે જીવતા.હોય, એવાને માટે એ બધું છે. બાકી જવાનિયાને શું છે ? એ તો ખાય પીવે ને મજા કરે. ‘જુવાનિયાઓ માટે આ બધા ધર્મનાં ધતીંગ શાં ?' સમાજમાં આવી ભાવના વર્ષોથી ફેલાઈ રહી છે અને એ ભાવનાને પોષણ પણ મળ્યું અને એ પોષણ આ સાધુવેષમાં રહેલાઓએ પણ આપ્યું છે.
સાધુ પાસે આવનારો આગમને ન માનતો હોય તો એ પોતાની પાસે શા માટે આવે છે, એ કદી એને પૂછ્યું ? રોજ મારી પાસે આવે છે અને આગમને માનતો નથી તો શું લાંચબાંચ આપવા આવે છે ? એ કદી વિચાર્યું ? આગમને ખોટાં કહેનારો સાધુ પાસે કઈ રીતે આવી શકે ? આવે તો સાધુ એને ત્યાં બેસવા જ શું કામ દે ? હા, જો એને આગમ ન સમજાતું હોય ને સમજવા આવે તો સમજાવાય. આગમ સમજવા માટે શંકા કરતો આવે તો એનું સમાધાન પણ કરાય. પણ આગમ માટે એલફેલ બોલે અને સાધુ પાસે નિર્ભયપણે આવે ? એમ આવી શકે એ બને ? આગમ માટે યથેચ્છ બોલનારા પોતાને સાધુના ભક્ત કહેવરાવે તો એ જે સાધુના ભક્ત કહેવરાવે એ સાધુને પણ લાંછન છે. એ સાધુએ જાહે૨ ક૨વું જોઈએ કે ‘આગમના યોગે તો અમે અટલે સુધી આવ્યા છીએ. એ તારક આગમો માટે ગમે તેમ બોલનારા અમારા ભક્તો નથી,
Page #565
--------------------------------------------------------------------------
________________
1114
૫૪૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એવાઓ પોતાને જો અમારા ભક્ત કહેવરાવતા હોય તો એવા તે ભક્તોને અમે ત્રિવિધે ત્રિવિધે વોસિરાવીએ છીએ.'
પેલા ભક્તો કહે છે કે-‘એમ આપને જરૂ૨ માનીએ છીએ પણ ભૂતકાળના આચાર્યોની વાતમાં અમને શ્રદ્ધા નથી.' ત્યારે આવું સાંભળનાર સાધુ મૌન રહે ? એ એને કહી દે કે ‘ભાઈ ! તું પૂર્વાચાર્યની વાત માનવા તૈયાર નથી તો અમને તેં કેવી રીતે માન્યા ?
સભા પૂર્વાચાર્યોની વાતોને તો એ ગપ્પાં માને છે.’
તો અમે પણ ગપ્પાં જ ને ? અમારો જન્મ ક્યાંથી ? મનુષ્યપણાનો જન્મ જેમ મા-બાપના યોગે તેમ સાધુપણામાં જન્મ ગુરુના યોગે, આગમના યોગે, પૂર્વાચાર્યોના યોગે જ ને ? જો એ બધાં ગપ્પાં તો અમે એ ગપ્પાંના જ સંતાન. પછી એ લોકો અમારા ભક્ત શાથી એ એમણે જાહેર કરવું પડે. ‘જેઓ પૂર્વાચાર્યોને અને આગમોને ગપ્પાં માને છે તે અમને પણ નથી માનતા.’ આવું ન માને અને જાહે૨ ન કરે એમાં સાધુતા નથી. તમારું જિનપૂજનાદિનું વ્યસન અને અમારી મૂલગુણોની પ્રવૃત્તિ અખંડ જોઈએ. જિનમૂર્તિ માનીએ અને દર્શન પૂજન થાય તો યે શું, ન થાય તોયે શું ? એમ બોલાય ? ‘ગમે તેમ બોલવામાં હ૨કત શી ?’ એમ માનવું અને સાધુના ભક્ત કહેવરાવવું એ બને ? વ્યવહારમાં શાહુકારનો દીકરો કોણ કહેવાય ? લેણદાર ઉઘરાણીએ આવે ત્યારે એની આંખમાં પાણી આવે, હાથ જોડે, શીર ઝૂકાવે, પેલાના ચોપડે કદાચ ન હોય તો પણ લાવેલા પાંચસો પોતાને યાદ હોવાનું જ કહે અને લાચારી દર્શાવે, વખત આવ્યે આપવાનું જ કબૂલે પણ દેણાનો કદી ઇન્કાર ન કરે, કુલીન-અકુલીનમાં ભેદ ખરો ને ? ઉત્તમ જાતિ અને અધમ જાતિમાં તફાવત ખરો કે નહિ ? જેમ ત્યાં ભેદ પડે તેમ અહીં પણ ભેદ પડે જ. જે સમ્યગ્દષ્ટિ બન્યો તે આવશ્યક કરણી માટે ગમે તેમ બોલે ? આજની તો મોટી ચર્ચા જ એ છે. કહે છે કે-જિનપૂજન ન થયું, સાધુને ન વાંઘા અને વ્યાખ્યાન ન સાંભળ્યું એમાં સમ્યક્ત્વમાં શો બાધ આવી ગયો ? હું પૂછું છું કે પેઢી ખોલી ને પછી ત્યાં ન ગયા, થડા ઉપર ન બેઠા અને ઘેર પથારીમાં પડ્યા રહ્યા તો એમાં વાંધો શો આવી ગયો ? ત્યાં તો કહે છે કે એવું કરે તો તો મહોંકાણ મંડાઈ જાય. ત્યારે અહીં જ બધું ચાલે એમ ને ?
મૂર્તિના આલંબનની અનિવાર્યતા :
સભા ‘મૂર્તિને ન માને એનામાં સમકિત હોય ?'
જે પોતાના તારકની આકૃતિને નથી માનતો એ તા૨કને માને છે એમ કઈ રીતે કહેવાય ? તારકનું નામ સાંભળીને તો આનંદ થાય, તારકનો પડછાયો
Page #566
--------------------------------------------------------------------------
________________
1115
– ૩૬ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ - 76 – ૫૪૫ જોઈને હર્ષના ઉછાળા આવે, તારકની આકૃતિ જોઈને તો રોમાંચ ખડાં થાય. મિત્રનો ફોટો જોઈને “મારો સ્નેહ, મારો સ્નેહી' એમ હૃદય ઉછાળા મારે છે. શ્રી વીતરાગદેવની આકૃતિ જોઈને જેને આનંદ ન થાય તેને સમ્યગ્દષ્ટિ કહેવાય કઈ રીતે ?
સભાઃ “મૂર્તિના આલંબન વિના ભક્તિ ન થાય ?
શી રીતે થાય ? આલંબન છતાં સ્થિરતા ટકતી નથી તો વગર આલંબને ટકે ? શ્રી જિનેશ્વરદેવની પ્રશમરસ વહેરાવતી વીતરાગ દશાની મૂર્તિ આંખ સામે વિરાજમાન છતાં મન ટકતું નથી તો વગર આલંબને કેમ ટકે ? તમે ભણ્યા શાથી ? કક્કો ભણ્યા એ આલંબન નહિ ? “ક”નું આલંબન ન લીધું હોત તો કાકા” વાંચતા થયા હોત ? નહિ જ. શ્રી વીતરાગદેવની મૂર્તિ આંખ સામે છતાં જરા રૂપરંગ દેખાય કે આંખ તે તરફ દોડે, જરા શબ્દ કાને પડે કે તરત કાન તે તરફ ખેંચાય, જરા ઘોંઘાટ થાય કે માથું ફરી જાય, અરે ! પ્રભુની મૂર્તિ સામે છતાં જરા કોકની કોણી વાગી જાય તો એને મારવાનું કે તેની સાથે ઝઘડો કરવાનું મન થઈ જાય છે, તો એ મૂર્તિના આલંબન વિના દશા શી ? શિક્ષકની હાજરીમાં જે વિદ્યાર્થી નથી માનતો અને તોફાન કરે છે તે ગેરહાજરીમાં શું ન કરે ?
સભાઃ “અસલને પગે લગાય કે નકલ ને ?'
અસલ શું અને નકલ શું ? ભગવાન વિચરે ત્યારે પણ પગે લાગે તે કોને ? શરીરને ને ? શરીર એ શું ? એ પણ આકૃતિ. આત્મા તથા એના ગુણો તો અરૂપી છે. મુનિને મુનિ કેમ માન્યા ? શરીર એ મુનિ કે આત્મા એ મુનિ ? માટે શ્રી વીતરાગદેવની આકૃતિ એ જ અસલ. “પ્રશમરસ નિમગ્ન..” માં જણાવેલા ભાવ બતાવે એ મૂર્તિ એ જ અસલ. એ વીતરાગ આવા હતા, એવો ખ્યાલ એ મૂર્તિ જ આપે છે. ફોટો અસલ કે નકલ ? ફોટા વિના વ્યવહાર ચાલે છે ? સભા: ‘મહારાણીના બાવલાને કોઈએ કાળું કર્યું હતું એમાં અપમાન મનાયું
હતું.' દુનિયાના વ્યવહારમાં તો ચાલતું જ નથી. અહીં જ બધી દલીલો થાય છે, પણ તે ખોટી છે. વિદ્યાર્થીને ભૂગોળ આખી વંચાવે પણ નકશા ન રાખે તો ? એમાં હરકત શી ? એવું પુછાય ? પેઢી ખોલ્યા પછી બધું કરવું જ પડે. અગિયાર વાગે જવું પડે, નોકર-ચાકર પર દેખરેખ રાખવી પડે, માલની ખરીદી-વેચાણનું ધ્યાન રાખવું પડે, ગ્રાહક તરફ નજર રાખવી પડે, ઉધારનું જમા અને જમાનું ઉધાર ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવું પડે. આ બધું ધ્યાન ન રાખે તો હરકત શી એમ પુછાય ? એ ધ્યાન ન રખાય તો પેઢી ઊઠી
Page #567
--------------------------------------------------------------------------
________________
1116
૫૪૯
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૨ જાય. એક વેપારી થવામાં કે એક સામાન્ય એવી નોકરી કરવામાં જો ઘણી જાતની જોમબદારી રહે છે તો ધર્મી થવામાં કાંઈ જોખમદારી જ નહિ ? આ તો ભગવાન મંદિરમાં, ગુરુ ઉપાશ્રયમાં, ધર્મ પુસ્તકના પાનામાં અને અમે ધર્મી, એ ચાલે ? સમ્યગ્દષ્ટિને કશી જોખમદારી નહિ ? એ ગમે તેમ બોલી શકે ? વેપારી પણ ગમે તેમ બોલે તો ત્રણ દિવસમાં પાખડી ફેરવવાનો વખત આવી જાય. જે સોદામાં ગઈ કાલે હા પાડી હોય તેમાં આજે ના પાડે તો એની શાખ જાય. એના નામે સોદા લખવા બંધ થાય. બોર્ડ પણ એના માન ઉપર ચોકડી મૂકે ને બજારમાં જાહેર કરે. એ જ રીતે ધર્મીની જોખમદારી માટે પણ સમજવું જોઈએ. એનાથી “જિનપૂજન આદિ ન થયું તો શું?” એવું ન બોલાય. બોલે તો એ સૂચવે છે કે એને તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા નથી.
સભા: “માનસિક પૂજા કરે તો ?
શાસ્ત્ર કહે છે કે ચોથે પાંચમે અને છહે ગુણસ્થાનકે આલંબનના અભાવની વાત કરનારા મિથ્યાદૃષ્ટિ છે, અનાવલંબનની વાત તો સાતમે. ત્યાં પણ ધર્મધ્યાન કહ્યું તેમાંયે ચાર આલંબન કહ્યાં. શ્રી જિનાજ્ઞા વિચારનું આલંબન, કર્મવિપાક વિચારનું આલંબન, અપાય વિચારનું આલંબન અને લોકસ્વરૂપ વિચારનું આલંબન. આ ચાર આલંબન હોય ત્યારે ધર્મ-ધ્યાન થાય. આલંબન વિના તમારે ચાલે છે ? બૂટ પહેર્યા વિના ધરતી પર પગ નહિ મૂકનારા આલંબનની જરૂરિયાત શી, એમ કયા મોઢે બોલે છે ? ડગલે ડગલે આલંબન જોઈએ. છછું ગુણસ્થાનકે રહેલા મુનિ માટે પણ વિધિ એ કે, એ એકલો ન જાય. ચોથે ગુણસ્થાનકે જિનપૂજનાદિ ક્રિયા તે અધ્યાત્મ, પાંચમે ગુણઠાણે દેશવિરતિની ક્રિયા તે અધ્યાત્મ અને છઠ્ઠ ગુણસ્થાનકે મુનિની ક્રિયા તે અધ્યાત્મ. પરંતુ તે તે ક્રિયા મૂકીને આંખો મીંચીને બેસે તે અધ્યાત્મ નહિ પણ અંધાત્મ છે.
અધ્યાત્મનો અર્થ શો ? આત્માના કલ્યાણને ઉદ્દેશીને જે ક્રિયા કરાય છે. કેવળ આંખો મીંચીને બેસી રહેવું તે અધ્યાત્મ નથી. શ્રી વીતરાગદેવની મૂર્તિ સામે જોતાં છતાં ગોટા વળે છે તો આંખો મીંચ્યા બાદ શા ગોટા ન વળે ? જે “સોદનો અર્થ ન સમજે એ એના જાપથી શું મેળવે ? વીતરાગની આકૃતિ સામે હોવાથી શ્રી વીતરાગદેવનું જીવન આખું નજર સામે તરે છે. ભગવાન મહાવીરદેવ આવા હતા, એમણે આવો ત્યાગ કર્યો, આવો તપ કર્યો, કેવળજ્ઞાન પામ્યા, આવો ઉપદેશ આપ્યો, આવી આજ્ઞા ફરમાવી ગયા અને મુક્તિમાં
Page #568
--------------------------------------------------------------------------
________________
1117 – – ૩૯ઃ સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ - 76 - ૫૪૭ પહોંચ્યા, એ બધું મૂર્તિનાં દર્શનથી જ તાજું થાય છે. ગૃહસ્થને ચોવીસે કલાક વિચારો કયાં આવે ? આલંબન વગર જિવાય ? જો આલંબન વગર જિવાય તો ઘર, બજાર, દુકાન બધું શા માટે ? મારું મારું શા માટે ? બધાં ઘર પોતાના માની, જ્યાં ત્યાં પેસવા જાઓ તો ? રહેવા કોટડી વિના ન ચાલે, વેપારમાં ચોપડા વિના ન ચાલે, માત્ર ધર્મમાં જ આલંબન ખટકે, એ શું ? દશ ગ્રાહકની વાત યાદ નથી રહેતી ને તેથી રોજમેળ, ખાતાવહી, આવક, વ્યાજવહી, જમા નોંધ, ઉધાર નોંધ બેઠો મેળ, રોકડ મેળ આ બધું જોઈએ. પાંચસો હજારના વેપારમાં પણ આલંબન જોઈએ અને આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોને ખીલવવાની ક્રિયામાં આલંબન નહિ ? અધ્યાત્મના નામે અંધાત્મ ન ચલાવો. અંધારે અથડાશો તો માંગુ ફૂટશે, લોહી નીકળશે અને જોનારા ગમાર કહેશે. સાક્ષાત્ તીર્થંકર પાસે છતાં ગૌતમસ્વામી અષ્ટાપદે કેમ ગયા ?
સભાઃ “માનસિક પૂજાથી લાભ ન મળે ?''
માનસિક ભોજન કરી સંતોષ માનો તો ? પેટપૂજામાં માનસિક રોટલીથી ચલાવી લો ને ? ચૂલો સળગાવવા વગેરેની માથાફોડ શી ? ત્યાં માનસિક નહિ અને પ્રભુપૂજામાં માનસિકની વાતો કરવી એમાં છેતરપિંડી નથી ?
સભાઃ “નામસ્મરણથી ભક્તિ ન થાય ?
રોટલીના નામસ્મરણથી પેટ ભરાય ? સાક્ષાત્ પ્રભુ આવે તોય શા માટે જાય ? કહી દે કે નામ સ્મરું છું, એવી રીતે માત્ર નામસ્મરણવાળા તો એમને ઓળખે પણ નહિ. ગરીબના છોકરા પેંડાનું સ્મરણ કરે પછી કઈ પેંડો આપે તો મોઢામાં ન મૂકે? મૂર્ખ છોકરાને પેંડાની આકૃતિ પણ સમજાવવી પડે. તમને પણ એકડાની અને કક્કાની આકૃતિ જણાવવી પડી હતી. ક-ખ-ગ-૧ એમ બધા અક્ષરો મોઢે જ બોલાવ્યા હોત અને આકૃતિઓ ઓળખાવી ન હોત કે આને “ક” કહેવાય, તો પુસ્તક વાંચી શકત ? નહિ જ. આકૃતિથી વસ્તુનો ખ્યાલ આવે છે. સાક્ષાત્ જિનેશ્વરદેવ તો અમુક કાળ જ રહે. ઋષભદેવ ભગવાન ચોરાશી લાખ પૂર્વ રહ્યા પણ તેમનું શાસન ક્યાં સુધી રહ્યું ? પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી એમનું શાસન રહ્યું તે શાના આધારે રહ્યું ? અસંખ્યાતા આત્માઓ મુક્તિમાં શાના આધારે ગયા ? ભગવાનની સાથે વિચરતા તે પણ આકૃતિને સાચવતા હતા. સાક્ષાત્ મહાવીરદેવ પાસે છતાં ગૌતમસ્વામી મહારાજ અષ્ટપદે કેમ ગયાં ? કોને વાંદવા ગયા ? ભગવાનની આકૃતિને જ ને ?
તમારું અહીં જ કલ્યાણ' એમ ઋષભદેવ સ્વામીએ ગણધર પુંડરિક
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૪૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સ્વામીને કહ્યું અને એમને ત્યાં જ મૂકીને ગયા પણ તમારા વિના નહિ રહું ‘એમ પુંડરિક સ્વામીએ ન કહ્યું. એ રીતે સાક્ષાત્ને મૂકીને રહ્યાને ? તેનો હેતુ શો ?
1118
હજી તો સાક્ષાત્-અસાક્ષાત્નો પણ ખ્યાલ નથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપો છે. એમાંના એકને પણ ન માને તે મિથ્યાદૃષ્ટિ છે, એકલા ભાવને માને અને નામ, સ્થાપના, દ્રવ્યને ન માને તે પણ મિથ્યાદૃષ્ટિ છે. એકલા ભાવને માનવાનું કહે અને બાકીના ત્રણને માનવાની ના પાડે એ આત્મા ભાવની સાથે બેઠા છતાં પણ અકલ્યાણ સાધે. વસ્તુને વસ્તુ તરીકે માન્યા સિવાય કલ્યાણ ન થાય. જેનાથી મૂળ વસ્તુનું ભાન થાય તેની સેવા તો ખાસ કરવી જોઈએ.
અમે ‘ક' ‘ખ' કયા બાળકને ભણાવીએ ?
સ્વર અને વ્યંજનથી દ્વાદશાંગી રચાણી માટે કહ્યું કે સ્વર તથા વ્યંજનની પણ આશાતના ન થાય. અક્ષર ભૂંસીએ તોયે જ્ઞાનાવરણીય કર્મ બંધાય. ‘ક’ પર પગ ન મુકાય કેમ કે, દ્વાદશાંગી એનાથી બની છે.
સભા મિથ્યાશ્રુત માટે પણ એમ કેમ ?’
આપણને ‘ક’ ‘ખ’નો વિરોધ નથી પણ એના દુરુપયોગનો વિરોધ છે. એ દ્વારા થતા દુનિયાને નુકસાન સામે વિરોધ છે. એ નુકસાન કરનાર વસ્તુ સામે વિરોધ છે. દુનિયાના અનેક આત્માના નાશના બચાવની ત્યાં ભાવના છે.
સભા ‘મિથ્યાશ્રુતને પાણીમાં નખાય ?’.
જેવો સમય તેવું થાય. કયા શિક્ષણનો વિરોધ ? ‘ક' ‘ખ’નો નહિ પણ અયોગ્ય પરિણામ લાવે તે શિક્ષણનો વિરોધ છે.‘ક’ ‘ખ’ તો જેમ તમે ભણ્યા તેમ અમે પણ ભણ્યા. તદ્દન અભણ બાળક તમે અમને સોંપી જાઓ તો અમે પણ એને કક્કો ભણાવીએ, કેમકે હવે એના હાથે એનો સદુપયોગ થવાનો નિશ્ચિત છે. પણ જો તમે એને પાછો લઈ જવાના હો તો ન ભણાવીએ કેમકે ફક્કા દ્વારા થનાર સુંદર ઉપયોગની નિશ્ચિતતા ત્યાં નષ્ટ થાય છે. આલંબન ક્યાં ન જોઈએ ? જ્યારે આલંબનહીન થવાય ત્યારે ન જોઈએ. જે મહર્ષિઓને શરીરની પણ પરવા નથી તેમને આલંબન ન જોઈએ. શરીરને ટકાવવા અનાજ, પાણી, નિદ્રા વગેરે બધાં આલંબનો સ્વીકારનાર, તા૨કની ભક્તિ માટે આલંબન (મૂર્તિ, પૂજા, ક્રિયા આદિ) ન સ્વીકારે ? માનસિક શુદ્ધિ વિના દ્રવ્યપૂજા બરાબર ફળતી નથી એ વાત જેમ ખરી છે તેમ દ્રવ્યપૂજા વિના માનસિક શુદ્ધિ આવતી નથી એ વાત પણ એટલી જ ખરી છે. મીઠાઈનો સ્વાદ જાણવા માટે એનો અનુભવ કરવો જ પડે. વસ્તુના સાચા ખ્યાલ માટે અનુભવ જરૂરી છે.
Page #570
--------------------------------------------------------------------------
________________
1119
– ૩૯ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ :- 76
૫૪૯
તમે જેને માનો એનાં વખાણ કરનારને પણ ઓળખી લેજો!
સભાઃ “આનંદઘનજીનું અધ્યાત્મ કેવું ?'
આનંદઘનજીના નામે લોકો ગપ્પાં ચલાવે છે. આજે તો ગપ્પાંનો પાર નથી. આનંદઘનજીનાં સ્તવનો એ કેવા હતા એની પ્રતીતિ કરાવે છે. એમનાં સ્તવનોમાં વર્ણવેલા આચારવાળા એ હોય તો જ એ આપણને માન્ય છે અને લોકો કહે છે તેમ અગડંબગડું ચલાવનારા હોય તો આપણને માન્ય નથી; પણ એ એવા હોય ? તેઓ શું કહે છે ?
પાપ. નહિ કોઈ ઉસૂત્ર ભાષણ કિસ્યો...' આવું કહેનારા એ મહાપુરુષ એક પણ અયોગ્ય પ્રવૃત્તિ કરે ? લોકોનાં ગપ્પાં ન મનાય. આજનાં મોટા ભાગનાં સાહિત્ય બને ત્યાં સુધી દેશવટો દેવા જોગાં છે. એ લોકો આનંદઘનજીને માને છે ? નહિ. એ તો કોઈને જ માનતા નથી. એ લોકો જો આનંદઘનજીને માને છે તો એ આનંદઘનજી જે આગમોને માને તેને કેમ ન માને ? પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિ મ.ને માને તેઓ એ મહાપુરુષ જે આગમોને માને અથવા એમણે જે આગમ (શાસ્ત્રો) લખ્યાં તેને કેમ ન માને ? એ લોકો કહે છે કે “હરિભદ્રસૂરિ ભાવાચાર્ય હતા.'કબૂલ છે કે એ ભાવાચાર્ય અને પરમ મધ્યસ્થ હતા; પરંતુ એમની તો બધી વાત કબૂલ છે ને ? એમ પૂછીએ તો પાછા ત્યાં “હા” નથી કહેતા. એ વાતમાં આઘાપાછા થાય છે; ત્યારે શ્રી હરિભદ્રસૂરિ મની પ્રશંસા કરવાનો હેતુ લોકોને એમના નામે ભોળવવાનો છે. એક પણ પ્રામાણિક આચાર્યને માને તેને તમામ જિનેશ્વરોને, પૂર્વાચાર્યોને, આગમોને, જીવાદિ નવ તત્ત્વોને, દેવ-ગુરુ-ધર્મને, સમ્યગ્દર્શન; જ્ઞાન-ચારિત્રને, ધર્માનુષ્ઠાનોને માનવાં જ પડે એવી સુંદર યોજના આ શાસનની છે.
અમુકને પ્રામાણિક માને અને બાકી બધું ન માને તે નાસ્તિક છે, મિથ્યાદૃષ્ટિ છે, કાઢી મૂકવા જેવો છે, પછી ભલે એ ગમે તેવો મોટો ગણાતો હોય. જમાલી ભગવાનનો જમાઈ, ભાણેજ અને શિષ્ય, પાંચસો શિષ્યોનો ગુરુ અને અગિયાર અંગનો પાઠી પણ એણે જ્યારે ભગવાન ભૂલ્યા” કહ્યું કે તરત સંઘ બહાર મુકાયા. પાંચસો શિષ્યો એમનો ત્યાગ કરી ભગવાનને શરણે ગયા. “આ તો ભગવાનના જમાઈ !” એ વાત ત્યાં ન ચાલે; ભગવાને ભવચક્રમાં એવા તો ઘણા જમાઈ કર્યા, તેને મનાય ? ભગવાનના એવા તો ઘણા શિષ્યો ભવચક્રમાં થયા પણ તેથી કાંઈ એમને મનાય ? ભગવાનની આજ્ઞા, ભગવાનના આગમ, ભગવાનના સાહિત્યને જે માને તેને માનીએ, બીજાને નહિ. આજે તો પોતાની એક વાત સિદ્ધ કરવા ગમે તેવી ભળતી વાતો લખાય છે.
Page #571
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
દેવચંદ્રજીને માનનારાઓએ એમને બા૨પૂર્વી સિદ્ધ કરવા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાને ચૌદપૂર્વી લખ્યા. જો એમને ચૌદપૂર્વી ન લખે તો આમને બારપૂર્વી કોણ માને ? એમ ધારી ઉપાધ્યાયજીને ચૌદપૂર્વી લખી તો નાખ્યા પણ એમ લખનારને પૂછો કે ભગવાનના શાસનમાં ભગવાનના નિર્વાણ પછી પૂર્વનું જ્ઞાન રહ્યું ક્યાં સુધી ? ભગવાનના નિર્વાણથી હજાર વર્ષે પૂર્વનો વિચ્છેદ થયો છે, ત્યારે દેવચંદ્રજી મહારાજને તો હજી અઢીસો વર્ષ જ થયાં છે. પણ લખનારને એ ભાન હોય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજ પણ જો આ વાત સાંભળે તો એવું લખનારને ગમાર કહે કે ‘ક્યાં ચૌદ પૂર્વધર અને ક્યાં હું ?’
• ૫૫૦
1120
પૂ. ઉપાધ્યાયજી મહારાજાના સમકાલીન પૂ. ઉ. શ્રીમાનવિજયજી મહારાજાએ લખ્યું કે ‘શાસ્ત્રમાં પૂર્વધરની વાત વાંચીએ છીએ પણ પૂર્વધર કેવા હોય એની ઝાંખી પૂ. ઉપાધ્યાયજી મહારાજા કરાવે છે.’ આમ એમણે કહ્યું, એ શાસનનું માર્ગાનુસારીપણું છે. વાત પ્રણ કહી અને મર્યાદા પણ સાચવી. શાસ્ત્રાનુસા૨ી વાત ક૨ના૨ સાપેક્ષ વર્ણન કરે જ્યારે ઉન્માર્ગગામીઓ નિરપેક્ષપણે કરે. તમે જેને માનો એનો પણ એ ખૂબ વખાણ કરે ત્યારે રાજી ન થવું, કેમ કે એમાં પણ હેતુ તમને ફસાવવાનો છે. તમે જેને માનો તેને એ જિનેશ્વરદેવ જેવા વખાણી નાખે તો સમજી લો કે એ તમારામાં કાંઈક ઝેર રેડવા માગે છે. તમે એમને કહી ઘો કે ‘અમે જેને માનીએ છીએ, એ જેવા છે તેવા વખાણો ત્યાં સુધી ઠીક પણ એને જિનેશ્વરદેવ કહી દો છો તો લાગે છે કે એની પાછળ કાંઈક બીજો જ હેતું છે.
ઉપકારીનો ઉપકાર પણ વિવેકપૂર્વક મનાય... :
કોઈ આદમી ઉપકારી ગુરુને બહુ ભક્તિથી પૂજે એમાં વાંધો નહિ, એનો આ શાસનમાં ઇન્કાર નથી. એને કેટલીક વખત એમ પણ થાય કે શ્રી જિનેશ્વરદેવ ઉપકારી પણ એ તો દૂર; મારા તો આ નજીકના ઉપકારી, તો ત્યાં પણ વાંધો નહિ પણ એ એમ કહી દે કે-‘આ જ જિનેશ્વર,’ તો ન ચાલે. એમ કહે તો સત્યાનાશ વળે.
શ્રી જિનેશ્વર કેટલા ? ચોવીસ જ. આ પચીસમા, એમ ન કહેવાય. કોઈને કોઈ ગૃહસ્થનો ઉપકાર હોય તો એને એ ઉપકા૨ી માને પણ એને કહેવાય તો શ્રાવક જ, સાધુ નહિ. નહિ તો નવકાર પણ ફેરવવા પડે. એ લોકો કહે છે કે ‘ઉપકારના કારણે અરિહંતને સિદ્ધપદની પહેલાં મૂક્યા એમ જેને જેનાથી ઉપકાર તે તેને પહેલા મૂકે એમાં વાંધો શો ?' તો પછી કોઈને આચાર્યથી ઉપકાર થાય, કોઈને ઉપાધ્યાયથી અને કોઈને સાધુથી થાય તો દરેક પહેલું પદ
+
Page #572
--------------------------------------------------------------------------
________________
1121
– ૩૯ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ :- 76
-
પપ૧
તેને તેને આપે એમ ? કોઈને ગૃહસ્થથી ઉપકાર થાય તો તે “નમો દિત્યાનું બોલે ? કોઈને પત્નીથી ઉપકાર થાય તો ? ઉપકારી ઉપકારી તરીકે મનાય પણ વસ્તુને વસ્તુ તરીકે સાચવીને. ઘણા કુમત આ રીતે ચાલ્યા છે. ઉપકારીની બહુ ભક્તિ કરવાનું મન થાય એમાં વાંધો નથી, જિનેશ્વર કરતાંયે વધુ સ્મરણ થઈ જાય છે એમ કહે ત્યાં સુધી વાંધો નથી પણ “આને જિનેશ્વર કેમ ન માનીએ ? એમ કહે ત્યાં વાંધો. આવી ભક્તિના પરિણામે તો શ્રી જિનેશ્વરદેવની આશાતના થવા માંડી. પોતે જેને માને તેના ફોટા વચ્ચે રાખે અને શ્રી જિનેશ્વરદેવના ફોટા આજુબાજુ રાખવા લાગ્યા. પછી એથી આગળ વધ્યા. પૂજા ભણાવતાં બોલે કે “આ જિનને પૂજીયે ભવિકા -તે એ પદ બોલતાં આંગળી વચલા ફોટા સામે જ કરે. આ ચાલે ? એના ઉપકારી ભલે હોય પણ તેથી એ જિન હોય ? આ ભાઈનો અમુક શેઠ છે પણ એનાથીયે કોઈ મોટો શેઠ આવે ને આ ભાઈ કહે કે ગાદી પર તો મારો શેઠ બેસે, પેલા મોટા શેઠને ન બેસવા દઉં, તો એ ચાલે ? મને ઉથલાવતાં રખે તમે ન ઊથલી પડો !
આલંબન ન માને તો ચોથું, પાંચમું, છઠ્ઠ ગુણસ્થાનક ન ટકે. શ્રી જિનમંદિર હોય ને સાધુ દર્શન કરવા ન જાય તો એને છઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. વિહાર કરતા હોય, વચ્ચે ગામ આવે, ભલે જવું આગળ હોય પણ એ વચ્ચેના ગામમાં જિનમંદિર હોય અને દર્શન કર્યા વિના જાય તો પ્રાયશ્ચિત્ત આવે.
સભાઃ “સાધુને પ્રાયશ્ચિત્ત આવે અને શ્રાવકને નહિ ?'
જિનપૂજન એ શ્રાવકની કરણી છે, એને પ્રાયશ્ચિત્ત કેમ ન લાગે ? ફરજ ન બજાવે એ ગુનો તો ખરો ને ?
સભા: “સૂતક હોય તો ?
સૂતકમાં દર્શન-પૂજન જ નહિ એમ કોણે કહ્યું ? એક વાત તો એ અને બીજી વાત એ કે દર્શન અને પૂજન કર્યા વિના ગમે તેવા સંયોગોમાં રહેવું નહિ અથવા તો એના વિના અન્નપાણી લેવું નહિ એવો નિયમ છે ? તો શાસ્ત્રકારે માર્ગ બધા રાખ્યા છે.
જિનપૂજન, ગુરુવંદન અને વ્યાખ્યાન શ્રવણ એ શ્રાવકની કરણી છે, સમ્યગ્દષ્ટિની અવશ્ય કરણી છે; “એ ન થાય તોયે શું ?' એમ બોલાય ? સમ્યગ્દષ્ટિ આમ બોલે ? ન થાય તો પશ્ચાત્તાપ થાય, એને બદલે આજે તો કહે છે કે “ન થાય તોયે શું ? આજે તો આવું બોલાય છે, લખાય છે, વંચાય છે,
Page #573
--------------------------------------------------------------------------
________________
-
112
૫૫૨
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨ વંચાવાય છે, ફેલાવાય છે અને આની સામે અમારો વિરોધ છે, વિગ્રહ છે, એનું ખંડન કરીએ છીએ માટે અમને કજિયાખોર કહેવાય છે. આ વિરોધ હું મૂકી દઉં તો હું કજિયાખોર મટી જાઉં, પછી મારું કોઈ નામ ન લે. એ કહે છે કે-તમે શાસ્ત્રનાં પાનાં વાંચો પણ અમારી સામે આંગળી ન ચીંધો. હું જો માત્ર પાનાં વાંચી જાઉં અને ત્રિકાળ પૂજન કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ એમ માત્ર સંભળાવી જાઉં તો એમને કાંઈ વાંધો નથી પણ હું તો ત્રિકાળ પૂજન કરવા જેવું કહી “જેઓ એની જરૂર નથી એમ કહે છે તે ખોટા છે” એમ કહું છું, એ એમને ખટકે છે. એ કહે છે કે “આ સાધુ અમારી પાછળ પડ્યા છે.'
એ લોકો કહે છે કે “આ સાધુ પાનામાંથી એક ઉક્તિ લઈને વિવેચન એવું કરે છે કે અમારી માન્યતાને, વિચારને ભાવનાને, પ્રચારને; કાર્યને, કાર્યક્રમને ખાંડી ખાંડીને ભુક્કો કરે છે માટે એ સાધુ અમને ભયંકર લાગે છે, તેથી અમારે એમને ઉથલાવવા પ્રયત્ન કરવો જોઈએ.” એ લોકો એટલા માટે તો મને ઉથલાવવાનો વારંવાર પ્રયત્ન કરે છે. છેટેથી બધું કરે છે પણ ફાવતા નથી. હું કહું છું કે “તમે મને ઉથલાવવાનો પ્રયત્ન કરો અને હું તમને ઉથલાવવાનો પ્રયત્ન કરું; જે ફાવે તે ખરો. મને ઉથલાવવાની તમને છૂટ છે પણ ધ્યાન રાખજો એવી રીતે ન ઉથલાવતા કે રખે તમે જ પડો. માટે તમે ઊથલી ન પડો એ સાચવજો. મારા ખંડનથી તેમને ગુસ્સો બહુ આવે છે અને એ ગુસ્સાના યોગે પોતે શું કરે છે એનું પણ ભાન તેઓ ભૂલી જાય છે.” આગમ અને આગમની વાત ન માને તે જૈન નહિ?
હું શાસ્ત્રમાંથી વાત કરું છું એટલે એમણે સીધો હલ્લો શાસ્ત્ર ઉપર કર્યો. શાસ્ત્રને ખોટાં કહી દીધાં એટલે પંચાત જ ન રહી. પણ એમાં ગયું કોનું ? છોકરાને કોઈએ શિખામણ દીધી કે “તારા બાપની આજ્ઞા કેમ માનતો નથી ?' ત્યારે એણે વિચાર કર્યો કે બાપને બાપ માનું તો આ પંચાત ને ? એના કરતાં છાપામાં જાહેર કરી દઉં કે “આ મારો બાપ જ નથી, હું એને બાપ માનતો જ નથી તો વાત એટલેથી જ પતી જાય ને ?
સભા: “પણ એમ જાહેર કર્યા પછી બાપની મિલકતમાં ભાગ રહે ?'
મિલકતના ભાગની વાત તો પછી, પણ દુનિયા પૂછે કે દીકરો કોનો ? ભૂત, પ્રેત, પિશાચ છે ? અથવા નબાપો છે કે શું ? શિખામણ ન માનવા માટે બાપને પણ બાપ ન માનનારા કેવા ગમાર ? આ લોકો પણ કંઈક એવા જ ઉન્મત્ત બન્યા છે. મારી વાતને તોડવા સીધું આક્રમણ શાસ્ત્ર ઉપર કર્યું. એથી તો હવે મારી મહેનત મટી-મારું કામ સરળ બન્યું. એ જૈન છે એવું પુરવાર
Page #574
--------------------------------------------------------------------------
________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
૫૫૩
કરવાનું હવે એમને બાકી રહ્યું. આ જૈન કેમ હોઈ શકે ! એમ કહેવું પડતું હતું તે હવે નહિ કહેવું પડે, કેમ કે આગમ માનતા નથી માટે જૈન નથી એ સાબિત થઈ ગયું. આગમ માટે એલફેલ બોલવાથી આગમના વિરોધી સાબિત થઈ ગયા. આવી કાર્યવાહીથી નામના કોની બગડી ?
1123
આપણે કોઈને ‘એ આવા છે' એમ કહેવાની ઉતાવળ કરીએ જ નહિ. આપણા માટે એ ગમે તેમ કહે તેની પરવા નહિ; પણ કોઈ ડાહ્યા માણસને આપણે કાંઈ કહેવું પડે તેવું કારણ આપણે આપીએ જ નહિ. ‘આ જૈન નથી’ એવું આપણે ન બોલીએ; પણ, આવા હોય તે જૈન, આગમને માને તે જૈન અને આગમને ન માને તે જૈન નહિ' આ કહીએ એટલે કાંઈ બાકી રહે ? જૈનેતર હોય તે પણ સમજી શકે.
શાસ્ત્ર કહે છે કે જિનપૂજા એ સમ્યગ્દષ્ટિની કરણી છે. જિનપૂજન વિના સમ્યક્ત્વ રહે ? આટલી ખુલ્લી વાત કર્યા વિના ચાલે ? જો વગર ક્રિયાએ એમ ને એમ જ બધા સમ્યગ્દષ્ટિ કહેવાતા હોત તો તો બધા સમ્યગ્દષ્ટિ કહેવડાવવા તૈયાર થાત. કોઈ દર્શનનો અનુયાયી પોતાને મિથ્યાદ્દષ્ટિ કહેતો નથી પણ સમ્યગ્દષ્ટિ જ કહે છે. સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધદષ્ટિ. મિથ્યાદૃષ્ટિને પૂછો તો એ પણ પોતાને સમ્યગ્દષ્ટિ જ કહેશે અને પોતાંના દેવને સર્વજ્ઞ અને વીતરાગ જ કહેશે. પછી કોઈ પૂછે કે દેવને આ બધી ધમાલ શી ? તો કહેશે કે એ તો લીલા, આગળની કાર્યવાહીની પંચાંતમાં ન ઊતરે એ વાત જુદી. આ રીતે વિરોધી પણ પોતાને ‘સુ' માને એને કેમ રોકાય ? આપણું કામ તો ‘સુ'નું સ્વરૂપ બતાવવાનું છે.
તો જ મારો-તમારો મેળ જામે !
આલંબન વિના કાર્યસિદ્ધિ નથી. ગૃહસ્થ થવામાં કે વેપારી થવામાં કે નોકરી બજાવવામાં જેમ જોખમદારી સમજો છો તેમ ધર્મી થવામાં જોખમદારી સમજો, તો તમારે અને અમારે મેળ જામે. પછી તમે શિષ્ય થવા માગો તોયે રાખું અને શ્રાવક તરીકે રહેવા માગો તોયે રાખું. અરે ! મા-બાપ તરીકે, ભાઈ તરીકે, સ્નેહી તરીકે, શિષ્ય તરીકે, જે રીતે રહેવા માગો તે રીતે રાખું; પણ ક્યારે ? ધર્મી થવા માટે જોઈતી જોખમદારી સમજો તો. સમ્યગ્દષ્ટિ ઘરબાર કુટુંબ પરિવારમાં જ પોતાનું ન ગુમાવે. એ બધું છોડ્યા વિના શ્રેય નથી એમ કહ્યા વિના સમ્યગ્દષ્ટિ આત્મા ન જ રહે. જિનપૂજન, ગુરુવંદન, જિનવાણી શ્રવણ ન થાય, તે દિવસને એ આત્મા વાંઝિયો માને. આટલું થાય તો તો તમારો અને અમારો સંબંધ ચાલુ ૨હે.
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
...
1124
એવા જૈનો બે ક્રોડ હોય તોયે શું ?
‘હશે હવે ! પૂજા થઈ તોયે શું ને ન થઈ તોયે શું ?’ એમ સમ્યગ્દષ્ટિ ન કહે. શ્રેણિક મહારાજા તથા કૃષ્ણ મહારાજા ત્રિકાળપૂજા કરતા હતા એ યાદ છે ને ? ગુરુવંદન નિત્ય કરતા હતા ને ? તમને ટાઇમ ન મળે ? અહીં બેઠા છે એમાંથી નિરંતર જિનપૂજન કરનારા કેટલા ? વ્રતો લેવાની અશક્તિ કહે, મુનિપણું કે દેશવિરતિ લેવામાં અશક્તિ બતાવે, એ બધું હજી નભે પણ જૈન નામ ધરાવી જિનપૂજન ન કરે એ નભે ? જૈન નામ ધરાવે અને ‘જિનપૂજા થઈ તોયે શું અને ન થઈ તોયે શું ? ન થાય તો હરકત શી ?' એમ બોલે એ ચાલે ? પૂજા ન કરે તે તો ઠીક પણ પૂજા કરનારની ટીકા કરે એવા પણ ઘણા પાક્યા છે. એવા પોતાને જૈન કહેવડાવે તેથી ફાયદો શું ? જેને પેઢીની કાંઈ દરકાર જ નહિ એવાને ભાગીદાર તરીકે રાખવાથી પેઢીને લાભ શો ? જેને જૈનત્વની દરકાર નહિ એવા બે ક્રોડ જૈનો હોય તોયે કામના શા ? એવાથી તો જૈનશાસન વગોવાવાનું જ છે. ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા અને કોઈ પૂછે કે ‘ઉપાશ્રયમાં શું હતું ?' તો એવાઓ તો કહેશે કે ‘કોઈને ઉપાડી લાવ્યા ને દીક્ષા આપી દીધી.' આવું જૈન બોલે ? પેલો તો આવું બોલીને ચાલતો થાય પણ કોઈ અજૈન આવું સાંભળે ત્યારે એને જૈન સાધુ માટે કેવા વિચાર આવે ? અને એમાં એનો દોષ પણ શો ? પણ કોઈ વિવેકી જૈન કહે કે ‘ના ભાઈ ના, કોઈને ઉઠાવી નથી લાવ્યા. આ તો અમુક કુટુંબના અમુક ભાઈએ ઉલ્લાસથી દીક્ષા દીધી છે અને તેમના કુટુંબીઓએ અપાવી છે તેની ધામધૂમ હતી,' તો પેલો પણ સાંભળીને પ્રશંસા કરે. કોઈને નિંદા ક૨વાના વિચાર ન આવે. શાસનની હીલના કોણ કરે છે ?
છાપાંઓમાં નિંદા કેમ આવે છે ? એની મેળે ? ના. પેલા નામદારો જ બનાવટી લેખો આપી આવે છે માટે ને ? વળી પાછા એ જ નબીરાઓ હીલના થવાની બૂમો મારે છે. હીલના કરનારા પણ એ અને બૂમો મારનારા પણ એ જ. નાટક તો એવું ચાલે છે કે ન પૂછો વાત ! એક ગામમાં કોઈને દીક્ષા અપાતી હોય ત્યાં ઉપાશ્રયમાં જ જો બધી વાટાઘાટ કરવામાં આવે તો તો ત્યાં જ બધું પતે પણ આજે તો શું થાય છે ? ગામમાં ચાર પંચાતિયા તદ્દન ફુરસદવાળા હોય. કોઈની દીક્ષાની ખબર પડે કે એ પરગજુઓ આળસ ખંખેરી ઊભા થાય. તપાસ કરે ત્યારે ખબર પડે કે માબાપની તો અનુમતિ છે. એટલે પૂછે કે પણ સાત પેઢીમાં કોઈ વાંધો લેનાર છે કે નહિ ? એવાં એક-બે નામ શોધી કાઢે પછી બહારગામ પેલાનાં સગાંવહાલાંઓને એ નામે તા૨ા કરે. તા૨માં શબ્દો કેવા લખે ! ‘ભયંકર જુલમ, સાધુઓનો અત્યાચાર, જલદી આવો.' તાર મળે એને ન આવવું હોય તોયે લોકલાજે સ્નેહી તરીકે ગણાવવા આવવું પડે. એને થાય કે ચાલ, ત્યારે જઈ
Page #576
--------------------------------------------------------------------------
________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
આવીએ. ગયા કહેવાશે અને તાલ પણ જોવાશે. એ જાય એટલે પેલા ફુ૨સદિયા એને સામે લેવા આવે. વાતો વધારી વધારીને કરે, આંખમાં આંસુ પણ લાવે. ત્રાસ ત્રાસ થઈ ગયો એમ જણાવે. પછી કહે કે ચિંતા નહિ કરતા. અમે તમારી સાથે છીએ. આવા સાધુની તો બરાબર ખબર લો. વકીલ કરી આપશું. ખર્ચની ચિંતા ન કરો. અમે બેઠા છીએ. પણ સાધુની સાન ઠેકાણે લાવો.' આમ કહીને ચડાવે. ઘેર લઈ જઈ એને જમાડે. પેલા કહે કે પણ એનાં માબાપ રાજી છે ત્યાં શું થાય ? તો કહે કે ‘તમે એકવાર કોર્ટે ચંડો. પછી બધું થઈ પડશે. એનાં માબાપને સમજાવી લેવાશે;’ આમ કહી પેલાને આગળ કરે. સમજે છે કે મારા બાપનું શું જાય છે ? ફાવે તો ઠીક છે, નહિ ફાવે તો આબરૂ કોર્ટે ચડનારની જવાની છે, મારી થોડી જવાની છે ? અને જવાની હોય તો હતી પણ કે દી ?'
1125
૫૫૫
આવાઓ જ શાસનની હીલના કરે છે કે બીજા ? છાપામાં આંધળો વાંચે એવાં મથાળાંથી છપાવે. લખે કે ‘ભયંકર અત્યાચાર ! સાધુઓનો જુલમ !' વગેરે વગેરે. કોઈ પૂછે કે ‘છે શું ?' તો વાતમાં કાંઈ ન હોય. મેં આપેલી દીક્ષાઓના લગભગ બધા પ્રસંગોમાં આવાં હેડિંગો મેં જોયાં છે. એ લોકોની દૃષ્ટિએ અમે અત્યાચારી ગણાઈએ છીએ. એ લોકો અમને અત્યાચારી કહે છે. પરંતુ આવું લખી લખીને, થાકી થાકીને હાર્યા. કોર્ટની ધાંધલ-ધમાલમાં ભળ્યા અને ત્યાં પણ હાર્યા. હારે તે દી’ ગામમાં શોધ્યા ન જડે, બે દી’ આમ તેમ જઈ આવે. વાત જરા ઠંડી પડે પછી આવે: કહે કે અમે તો અહીં જ હતા. ક્યાંય ગયા ન હતા. કોર્ટમાંયે મૅજિસ્ટ્રેટ પૂછે ત્યારે આમતેમ ગલ્લાંતલ્લાં કરી ખસી જાય અને ત્યાંથી રવાના થઈ જાય. આવા બેજવાબદાર સ્વાર્થીઓ ધર્મની હીલના કરાવે છે. ધર્મીથી ધર્મની હીલના હોય ? ન જ હોય.
આવા ધર્મની હીલના કરાવનારાઓ જૈન ગણાય ? એ જૈન હોત, એમનામાં જૈનત્વ હોત તો આવો ઘોંઘાટ ન હોત. આવાઓને ખુલ્લા કરી સમાજને ઓળખાવવા પડશે. હવે ગોળ ગોળ વાતો કર્યે ક્યાં સુધી ચાલશે ? હીલના એટલે શું ? કેમ થાય છે ? કોણ કરે છે ? કઈ રીતે કરે છે ? એ બધું જાણો. જૈન નામ ધરાવે પણ ગમે તેમ લખે, છાપે, પ્રચાર કરે, એવો પ્રચાર કરે કે રાજ્યના અમલદારો પણ મૂંઝાય. અમલદારો પણ સર્વજ્ઞ નથી. એમની પાસે અરજીઓના થોકડા જાય, તે પણ જૈનોના એ વાંચે તો ખરા ને ? હવે વાંચીને અસર પણ થાય તો એમાં એમનો શો દોષ ? અમને ઘણા અમલદારો મળવા આવીને આ બીના કહી ગયા. ગામમાં પેસીએ તે પહેલાં એમની પાસે અરજીઓ આવી જ ગઈ હોય. એક લખે કે-એ લુચ્ચા છે. બીજો લખે કે ‘એ બદમાશ છે.’ ત્રીજો લખે કે ‘એ ઉઠાવગીર છે.’ ચોથો લખે કે-‘એ ખોજા જેવા છે. છોકરાઓ
Page #577
--------------------------------------------------------------------------
________________
1126
૫૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઉઠાવી જાય છે. ન માલૂમ એ એ છોકરાઓનું શું કરે છે ? તેનો પત્તો જ નથી.’ આવી આવી અરજીઓ અમારા માટે કરાઈ છે. અમલદાર કહી ગયા કે-અમે કરીએ શું ? આવી અરજીઓના થોકડા છે. અમે કાંઈ સર્વજ્ઞ નથી કે મગજ ન ફરે. પણ હવે તમને મળ્યા, વસ્તુ જાણી; માટે એ તમામ ફરફરિયાંને હવે કચરાની ટોપલીને સ્વાધીન કરશું.'
હું મુંબઈ આવ્યો તે પહેલાં...
અમે મુંબઈમાં આવ્યા એ પહેલાં કહેવામાં આવતું હતું કે ‘એમને મુંબઈમાં પણ પેસવા દેવામાં નહિ આવે, જામીન લેવામાં આવશે.' કોઈ જામીન લેવા આવ્યું નહિ. આવ્યું હોત તો સારું હતું. વાતચીત તો થાત ! જામીન લેવરાવવાની પેરવી પૂરી કરી હશે પણ એમાં ફાવ્યા નહિ હોય, વ્યાખ્યાન બંધ કરાવવાની મહેનત ઘણી કરી, એમાં પણ ફાવ્યા નહિ. વ્યાખ્યાન બંધ કરાવવા સુધી ગયા એમણે જામીન માટે શી મહેનત ન કરી હોય ? પણ એમને ખબર નથી કે જામીન એમ ને એમ શા માટે લે ? જેને અરજી કરી હોય તે પણ પૂછે કે જામીન શા માટે ? ચોરી કરી છે ? ખૂન કર્યું છે ? કોઈ આરોપ છે ? પેલા કહે કે છોકરાં ઉપાડ્યાં છે. તો પૂછે કે પુરાવો શો ? ત્યારે કહે કે ‘કોર્ટે ગયા હતા.' તો અધિકારી પૂછે કે-કોર્ટમાં દંડ કે સજા થઈ હતી કે છૂટી ગયા હતા ? ત્યાં ચૂપ થઈ જાય. બધે નિર્દોષ છૂટ્યા હોય ત્યાં જામીન શી રીતે લેવાય ? નવલોહિયા જુવાનિયા ઉધમાત મચાવી બધું કરે પણ અમલદાર ગાંડા થોડા હોય ? એ તો બધું સમજે ને ? અમલદારોનો આમાં દોષ નથી. અરજીઓ કરનારાનાં નામ પણ કેવાં ? એ. એફ. શાહ અને કે. પી. શાહ - નામ ઠામ બધું જુદું. લખે પ્રિન્સેસ સ્ટ્રીટ ને હોય નળ બજારમાં. નામ ઠામ બેય એવાં ખોટાં હોય કે શોધ્યાં મળે નહિ. હીલના કરાવનારો આવો વર્ગ સમાજમાં વર્ષો થયાં ઊભો થયો છે; અને તેઓ થઈ શકે તેટલું ખોટું પ્રચારકાર્ય કરી રહ્યા છે.
જરૂર પડશે તો રસ્તા વચ્ચેય વ્યાખ્યાન કરીશું :
સભા : ‘હવે તો બીજે પણ વ્યાખ્યાન અટકાવવા પ્રયત્ન કરાય છે.’
દીક્ષાની મહેનતમાં ન ફાવ્યા એટલે હવે એ કામમાં પડ્યા. પણ ત્યાંયે પાછા પડે છે. દીક્ષા થાય તો વ્યાખ્યાનથી ને ! એટલે હવે વ્યાખ્યાન પાછળ પડ્યા છે. ભલે પડ્યા, પડવા દો. પડે એટલા માત્રથી ફાવવાના નથી. હજી તો સ્થળ જ સાચવીએ છીએ. બાકી અમને યોગ્ય જણાશે ત્યારેં રસ્તા વચ્ચે પણ વ્યાખ્યાન કરીશું. જેમ વધારે નિષેધ કરશે તેમ વધારે વ્યાખ્યાન આપીશું એ લખી રાખવું. ઉત્તમ વસ્તુ સામેની અટકાયત ચલાવી લેવાય નહિ.
Page #578
--------------------------------------------------------------------------
________________
૩૬ : સમ્યગ્દષ્ટિનું વ્યસન ધર્મ : - 76
૫૫૭
મદારીને સાપ અને રમકડાથી લોક ભેળાં કરતાં આવડે છે તો અમે નહિ ભેળાં કરી શકીએ ? અમને સાધુને ખોટી રીતે છેડવામાં ફાયદો નથી. અમારે ગામમાં ઘ૨ નથી, બજારમાં પેઢી નથી, સીમમાં જમીન નથી, પાસે ફૂટી કોડી નથી, આગળ ઉલાળ નથી, પાછળ ધરાળ નથી; અમારે ભય શો ? અમારી ભાવના કઈ ?
1127
गोऽहं नत्थी मे कोई, नाहमन्नस्स कस्सई ।। હું એકલો છું, મારું કોઈ નથી અને હું કોઈનો નથી.
અમારે ઘર નથી.. કાયા ત્યાં છાયા, પછી ભય શો ? સાધુપણું હશે તો દુનિયાની કોઈ સત્તા અમને નડી શકે તેમ નથી. લૂંટારો પણ અમારી પાસેથી શું લૂંટે ? સાધુ તો લૂંટારાને પણ શાહ બનાવે. ચોરની પલ્લીમાં પણ સાધુ જાય અને ચોરને એ શાહુકાર બનાવે. સામો માગે તો પોતાની પાસે જે છે ત જઆપે અને સામો કોઈ પણ સંયમોપયોગી ચીજ આપે તો પણ બદલામાં ‘ધર્મલાભ’ જ કહે. આવા સાધુને છેડ્યા નકામા છે. સાધુ સામે મોરચા ન માંડો. આ સાધુની વાત છે હો ! હિંમત હોય તો કુસાધુ સામે મોરચા માંડો. સારા સાધુ સામે મોરચા માંડ્યા તો પરિણામ ભયંકર છે.
ઘર મૂકીને નીકળ્યા પછી અમારે ભય કોનો ? તમારે બધી વાતની ચિંતા, અમારે ચિંતા શી ? મુંબઈમાં પચીસ વરસ કદાચ રહેવું પડે તોયે મને શો વાંધો ? વધુ રહીશ અને સાંભળનારા વધુ આવશે તો વધુ લાભ. નહિ આવે તો એમનું એ ખોશે. અમારું શું જાય ? શાસ્ત્ર કહે છે કે અમને તો એકાંતે લાભ જ છે, જો હિતબુદ્ધિ હોય તો. હિતબુદ્ધિની ગેરંટી જોઈએ, ઉપકારબુદ્ધિની શરત પહેલી. જેનું ખંડન કરીએ તેનું પણ ભૂંડું ન ઇચ્છાય. એ દુઃખી થાય કે નરકે જાય એ ઇચ્છા ન થાય, પણ એના આત્માનું કલ્યાણ જ ઇચ્છાય અને એના કલ્યાણ માટે જ આ બધી મહેનત છે અને હોય.
જિનપૂજન, ગુરુવંદન અને જિનવાણી શ્રવણનો તો સમ્યગ્દષ્ટિ આત્મા વ્યસની હોય. સમ્યગ્દષ્ટિની પરખનું આ ચિહ્ન છે. આ વ્યસન જેનામાં ન હોય ત્યાં માનવું કે સમ્યક્ત્વ નથી. પીઠ પરની મેખલાનું વર્ણન હવે આવવાનું છે. શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરતાં આગળ શું કહે છે તે હવે પછી.
Page #579
--------------------------------------------------------------------------
________________
૩૭ : સંઘની મર્યાદા
વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, ફાગણ સુદ-૧, શનિવાર, તા. ૧-૩-૧૯૩૦
સાચા ધર્મને ઓળખો !
સંઘમાં કોણ ગણાય ?
♦
♦ મર્યાદાનું મહત્ત્વ :
♦ સાધુ અને શ્રાવકનો સંબંધ :
♦ દાક્ષિણ્યતા :
૦ સંઘમાં રહેવાની શરત:
♦ એવાઓ સંઘમાં રહી શકે ?
♦ સાધુ-શ્રાવકની મર્યાદા :
♦ એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું :
વ્યાખ્યાન એટલે ટીકા :
રજોહરણ એ મુનિનું ભ્રષણ :
77
સાચા ધર્મને ઓળખો !
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘરૂપ મેરુની સમ્યગ્દર્શનરૂપ વજ્રરત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાને વર્ણવી હવે મેખલાના સ્વરૂપને કહે છે: એ મેખલા શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણની છે.
‘આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપે તથા છેલ્લે મુક્તિપુરીએ પહોંચાડે તે ધર્મ, એમ આ મહર્ષિ પરમાર્થરૂપ ફરમાવી ગયા. શાસ્ત્રકારોએ એ પણ સૂચવ્યું કે-અમુક જ ધર્મ એવો આગ્રહ નથી; પણ જેના યોગે આત્મા દુર્ગતિમાં પડતાં બચે તે ધર્મ અને તે કરણીય. એ સિવાય બીજું કશું કરણીય નથી; એ આગ્રહ તો ખરો. એ સિવાયને ક૨ણીય માનવું તે જ મિથ્યાત્વ.’
જ્યાં સુધી દુનિયા ધર્મને ધર્મ તરીકે ન સમજે ત્યાં સુધી એ ધર્મને સેવી ન શકે, માટે ધર્મનું સ્વરૂપ બાંધવું પડશે. એ ધર્મનું સ્વરૂપ સમજાય ક્યારે ? દુનિયાની ચીજો આત્માને દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એમ ખાતરી થાય તો
Page #580
--------------------------------------------------------------------------
________________
119
પપ૯
– ૩૭ : સંઘની મર્યાદા - 7 - આ ધર્મ સમજી શકાય, નહિ તો ઘરબાર, કુટુંબ પરિવાર વગેરે પ્રત્યક્ષ સામગ્રી મૂકી પરોક્ષ સામગ્રીને સારી માને કોણ ? જેને એ સામગ્રી દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એવી ખાતરી થાય તે.
આજે ઘણા કહે છે કે-પ્રભુની પૂજા કરીએ એથી દુર્ગતિ શી રીતે અટકે ? આવાઓને ધર્મના ભેદ, પ્રભેદ, સામગ્રી એ બધું નકામું જ લાગે. દુનિયાના પદાર્થો આત્માને સહાય કરી શકે તેમ નથી એમ લાગે તો જ ધર્મ સમજાય. ગમે તેવો કોટ્યાધિપતિ માંદો પડે ત્યારે તેની ગમે તેટલી સામગ્રી પણ શા કામની ? દુનિયાના પદાર્થો દુર્ગતિથી બચાવી શકે તેમ નથી એવું લાગે તો જ ધર્મના મૂળગુળ, ઉત્તરગુણના ભેદ-પ્રભેદ રુચિકર થાય.
શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ અર્થ એ જ છે કે શાસન કરે અને ત્રાણ-રક્ષણ કરે. અર્થશાસ્ત્ર અને કામશાસ્ત્ર તે તે વિષયમાં શાસન અને ત્રાણ કરે છે, પરંતુ એ રક્ષણ કેટલા પૂરતું ? એમાંય ધર્મની સહાય હોય તો જ રક્ષણ મળે. માટે દુનિયાના પદાર્થોથી રક્ષણ મળતું નથી એમ જ્યાં સુધી આત્માને ન લાગે ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ જાગતો નથી.
સમ્યગ્દર્શન એ પીઠ છે. એ પીઠ પહેલાનો ધર્મ લુખ્ખો. સાચો ધર્મ ત્યારે જ આવે કે જ્યારે સમ્યગ્દર્શન આવે, સમ્યગ્દર્શન વિના ધર્મ વાસ્તવિક ધર્મસ્વરૂપે સેવી શકાતો નથી. સમ્યગ્દર્શન પ્રગટ્યા પહેલાં ધર્મ સેવનારની દૃષ્ટિ મોટે ભાગે દુનિયા તરફ હોય છે. સમ્યગ્દર્શન આવે ત્યારે એનામાં સાચું જ્ઞાન પેદા થાય છે, એટલે એની દૃષ્ટિ દુનિયા પરથી ઊઠી જાય છે.
આજે મોટા ભાગે ધર્મ શા માટે સેવાય છે? મળેલું સચવાય અને વધે એ માટે. ભગવાનનાં દર્શન કરવાની માન્યતા એ કે દર્શન કરવાથી ધંધા-પાણી સારાં ચાલશે અને જાહોજલાલી વધશે. દુન્યવી સુખ ધર્મથી જ છે એ વાત સાચી પણ ધર્મ ક્રનારો એ સુખ માટે જ ધર્મ કરે છે તેથી એને શ્રી વીતરાગ પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ નથી જાગતો અને ગુરુ પ્રત્યે કે ધર્મ પ્રત્યે પણ સાચો પ્રેમ નથી પ્રગટતો. પ્રભુની સેવા કરવા તૈયાર થાય પણ વચ્ચે કોઈ કામ આવે તો પૂજા રહી જાય. સંયોગવશાત્ રહી પણ જાય; પરંતુ તે વખતે એ પોતાને પામર માને. એ પામરતાનું દુ:ખ અનુભવે. પણ એવું થતું નથી. કારણ ? લોકો ધર્મ જુદી દૃષ્ટિ કરે છે. જ્યારે આ શાસ્ત્ર ધર્મ જુદી દૃષ્ટિએ કરવાનું કહે છે.
આજે ધર્મના વિષયમાં સૌ સૌની માન્યતા જુદી અને કલ્પના પણ જુદી. આ શાસ્ત્ર બધાને એક ખીલે બંધાવાનું ફરમાવે છે. જો એક ખીલે બંધાય તો જ સાચો ધર્મ થાય. બાકી, ખાલી ધર્મનાં વર્ણન નકામાં. એ ખીલો છે શ્રી
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૯૦.
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
–
1130
જિનેશ્વરદેવની આજ્ઞા. એ ખીલે જે બંધાય, એ આજ્ઞા જેને સમજાય, એને પછી દુનિયાના પદાર્થોમાં આત્માનું શ્રેય ન જ લાગે. એની પાસે લાખો રૂપિયા આવે કે જાય એમાં એને મઝા કે મૂંઝવણ ન થાય.
આજે તો સવારે નવકારશી કરી કે ભગવાનનાં દર્શન કર્યા એટલે ધર્મ થઈ ગયો અથવા તો “ભગવાનનું મોટું જોઈએ તો દહાડો સારો જાય એવી ભાવનાથી ભગવાનનું મોં જોયું એટલે ધર્મ થઈ ગયો, આવી જ કલ્પનામાં મોટો ભાગ રાચે છે. શ્રી વીતરાગ પરમાત્માનાં દર્શન વિના ન જ રહેવય એવી ભાવના કેમ પેદા થતી નથી ? કારણ કે ભાવના ફરી ગઈ છે.
ધર્મનાં કલ્પિત વર્ણન કરનારાને ધર્મનાં આ વર્ણન ખટકે છે. એટલે એ પ્રશ્ન કરે છે કે – “ધર્મ કરવામાં ત્યાગનું કામ શું ? ઘરબાર મૂકવા જેવાં એમ માનવાની જરૂર શી ? સંસાર ખોટો, એમ કહેવાની જરૂર શી ? બસ, મંદિર ઉપાશ્રયે જઈ આવ્યા એટલે ધર્મ થઈ ગયો !” શાસ્ત્ર કહે છે કે મંદિર ઉપાશ્રય અને ત્યાંની ક્યિા, એ તો બધાં ધર્મનાં સાધન છે. ધર્મ તો દૂર છે. જ્યાં સુધી આત્માને સંસારનો ભય ન લાગે અને મુક્તિ મેળવવાની ઇચ્છા ન જન્મે ત્યાં સુધી એ ક્રિયાઓ અનંતવાર કરવા છતાં પણ ધર્મ પ્રગટતો નથી અને આત્માને સાચો લાભ થતો નથી.”
રત્નજડિત સુવર્ણમેખલાનું વર્ણન ચાલે છે. દુનિયામાં રસ્તે ચાલતાં સોનું કાંઈ પગમાં નથી અથડાતું-ડગલે ડગલે સોનાની ખાણ નથી હોતી. રત્નો જ્યાં ત્યાં નથી મળતાં ત્યાં રત્નજડિત સુવર્ણમેખલા ક્યારે બને ? કોઈ સોનાની ખાણ હાથ લાગે, માટીમાં મળેલું એ સોનું કારીગર જુદું પાડે, એને તદ્દન શુદ્ધ સો ટચનું બનાવે, પછી એનો ઘાટ ઘડી એમાં રત્નો જડે, ત્યારે એ દીપે. એ જ રીતે આ ધર્મને રત્નજડિત સુવર્ણમય મેખલા જેવો બનાવવો એ નાનુંસુનું કામ નથી. એ ધર્મ કયો ? તે જ કે જે દુર્ગતિમાં પડતાં આત્માને બચાવે. એટલે કે મોહ, મમતા અને વિષય કષાયથી આત્માને પાછો હઠાવે અને પરિણામે સદ્ગતિની પરંપરા સરજી મોશે પહોંચાડે. ધર્મ રોજ કરે અને મોહ મમતા વધે તો ? વસ્તુ પરિણમી ક્યારે કહેવાય ? કે જ્યારે એનાથી પલટો દેખાય. સંઘમાં કોણ ગણાય ?
જો જીવન છે તેવું જ ચાલુ રહે અને સંઘમાં ગણાવાતું હોત, તો ભગવાને સંઘમાં અમુક જ સંખ્યા કેમ લીધી ? મનુષ્ય માત્રને સંઘમાં કેમ ન ગણ્યા ? સમવસરણમાં તો બધા આવ્યા હતા ને ? એમાંથી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર પ્રકારનો જ સંઘ કેમ ? મનુષ્ય માત્ર સંઘમાં કેમ નહિ ?
Page #582
--------------------------------------------------------------------------
________________
1131 - ૩૭ : સંઘની મર્યાદા - 7 -
૫૧ મુંબઈની બાર લાખની વસ્તીમાંથી જૈન સંઘમાં વીશ હજાર જ કેમ ? આ તો ઓઘથી વીશ હજાર કહું છું બાકી એમાંયે સારી રીતે સંઘમાં ગણવા લાયક કેટલા ? એમાં પણ ભેદ પાડવા પડશે.
સભાઃ “આ બધી સંકુચિત દૃષ્ટિ નથી ?'
ભગવાને ચાર જ પ્રકારનો સંઘ કહ્યો એ સંકુચિત દૃષ્ટિ નથી ? માટે ભગવાનને જઈને પૂછો કે આપે આમ કેમ કર્યું ?
જેને ધર્મ ગમે તેને ધર્મનું વર્ણન ગમે. ધર્મ તે કહેવાય કે જે આત્માને દુર્ગતિમાં પડતાં બચાવે. ઘર, કુટુંબ, પરિવાર, પૈસાટકા, લાડી, વાડી, ગાડી, બંગલા, બગીચા, નાટક, ચેટક, સિનેમા, હોટેલ એ બધું દુર્ગતિથી બચાવી શકે તેમ નથી, એમ જેને લાગે તે ધર્મની ગવેષણા કરે ને ? કે બીજો કરે ? જે એ બધામાં સુખ માને તે ધર્મ શોધવા નીકળતો જ નથી.
સમજવા છતાં જે દુન્યવી સુખની ઇચ્છાએ ધર્મ કરે છે તેને ધર્મના પ્રભાવે એ સુખ મળે છે ખરું પણ પછી એવી થપ્પડ વાગે છે કે એનો પત્તો લાગતો નથી. ધર્મના પ્રભાવે મળેલી સામગ્રીમાં એ આત્મા એવો લીન થાય છે કે ત્યાંથી દુર્ગતિમાં ગબડી જાય છે. ધર્મના પ્રભાવે દેવલોક ઇચ્છળ્યો અને મળ્યો, પણ એને પરિણામે જે સામગ્રીમાં એ રમે છે, તેમાં જ મરીને ઉત્પન્ન થાય છે. પંચેંદ્રિય મટી એકેંદ્રિય પણ બને છે.
સભાઃ “ભવોભવ તારી ભક્તિ હોજો-એમ તો મગાય ને ?'
હા એ મગાય, પણ ક્યારે ? દુન્યવી સામગ્રી કરતાં ભક્તિની કિંમત વધારે લાગે ત્યારે ને ?
શ્રી જિનેશ્વરદેવની ભાવના તો “સવિ જીવ કરું શાસનરસી' હતી, પણ, પછી સંઘ સ્થાપ્યો ત્યારે એમાં અમુક જ લીધા એનું કારણ ? ઘરમાં બધાને પ્રવેશવા દેવાય ? જે ઘરની રીતે રહે એવાને જ પ્રવેશ અપાય ને ? બધાયે સમાન, એવી ઉદારતા બતાવી કહ્યું હોત કે-“ગમે તેમ વર્તે પણ આવો' તો પરિણામ શું આવત? વ્યવહાર પણ જાણો છો કે નહિ ? શાહુકાર ચોરથી આઘો રહે છે ને...? કેમ...? ચોર ગમે તેવો માલદાર હોય પણ એની સાથે હાથ મિલાવવાની ઉદારતા શાહુકારથી બતાવાય ? એ ઉદારતાનું પરિણામ કેવું
આવે ?
.
સભા: ‘ચોરને શાહુકાર બનાવવાની ઉદારતા શાહુકાર ન બતાવે ? શાહુકાર ચોરને એમ કહી શકે કે- મારી સાથે રહેવું હોય તો તારાં
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૨.
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
1132 લક્ષણો સુધાર.” ત્યાં સુધી તો ઠીક, પણ-“તું તારે ગમે તેમ વર્તજે, હર કત નહિ, પણ મારી સાથે આવીને બેસ.” એમ કહે તો નુકસાન કોને થાય ? પૂ. ઉપાધ્યાયજી મહારાજા ફરમાવે છે કે- સાગરની એક છોળથી આખી ગંગા ખારી થાય પણ આખી ગંગા સાગરમાં જાય તોયે સાગરનું એક ટીપું પણ મીઠું ના થાય. વિષના ભાજનમાં સો મણ દૂધના કુંડામાં વિષનો એક કણિયો પડે તો બધું વિષ બની જાય. આ રીતે કહીને એ મહાપુરુષ મૂર્ખાઈભરી ઉદારતા કરવાની સાફ ના પાડે છે. ચોરને એનો દુર્ગુણ મૂકવાનું, એની આદત છોડવાનું કહેવામાં આવે, એ એને છોડે, પછી આવે તો હરકત નથી. પછી એનો બચાવ પણ કરાય. પરંતુ ગમે તેવો, તેમાં મને શી હરકત ?' એમ કહી ભેગો રાખ્યો તો એના ભેગી તમારી આબરૂ પણ ખલાસ. ખોટાનો એ ગુણ છે કે સારાપણાને સહેલાઈથી બગાડે. ખોટાને સુધારવું એ સારા માટે દુષ્કર છે. માટે કહ્યું છે કે
___न मूर्खजनसंसर्गः सुरेन्द्रभवनेष्वपि ।
वरं पर्वतदुर्गेषु, भ्रान्तं वनचरैस्सह ।।१।। “જો મૂર્ખના સંસર્ગમાં રહેવાનું થતું હોય તો તેવું ઇદ્રભવન પણ ન જોઈએ, એના કરતાં તો ડુંગરાઓમાં જઈ વનનાં પશુઓ વચ્ચે રહેવું સારું-”.
પેલો એક જ મૂર્ખ આખા ઇંદ્રભવનને પણ નર્કાગાર બનાવે. એક જ મૂખ હજારોની શાંતિમાં અગ્નિ સળગાવે. મકાન બાંધવામાં ઘણા કારીગર અને સંખ્યાબંધ મજૂરો જોઈએ પણ એને સળગાવવામાં તો એક જ દીવાસળી બસ થઈ જાય. પછી પેલો સળગાવનારો કહે કે “મને સળગાવતાં વાર નહિ અને તમને બાંધતાં આટલી વાર ?' તો એને કહેવું પડે કે ભાઈ ! અમારે તો બાંધવું છે અને તારે તો બાળવું છે. અગ્નિ સાથે રમતની ઉદારતા ડાહ્યો માણસ ન કરે, કેમકે, એ ઉદારતા ભયંકર છે. પરિણામે કોઈ વાર કપડાં સળગે ત્યારે કાઢવાનોયે સમય ન રહે. દિવાળીમાં દારૂખાનું ફોડતાં ઘણા સળગી મર્યા છે. આવું જ દુર્જનની સોબતનું સમજવું.
સજ્જનની ભાવના ભલી હોય માટે એ દુર્જનને સુધારવા પ્રયત્ન કરી શકતો હોય તો કરે પણ એની સાથે એનો સંબંધ દૂરથી જ હોય. એ એની સાથે હાથમાં હાથ મિલાવીને ન ફરે, એની સલામ ઝીલી રાજીપો ન અનુભવે, એની સાથે એની રમત કદાપિ ન હોય. એમ કરે તો એનાયે સજ્જનપણામાં શંકા થાય.
જુગારીઓના અડ્ડામાં સજ્જન શેઠીઓ બેસે તો કોઈને પણ શંકા થાય કે
Page #584
--------------------------------------------------------------------------
________________
1133 - ૩૭ : સંઘની મર્યાદા - 7
પ૬૩ એ પણ જુગારી હશે ! સટોડીઆ સાથે બેસનારો ક્યારે સટ્ટે ચઢી જાય એ કહેવાય નહીં. ચોટ્ટાઓને શાહુકારની પેઢીમાં સ્થાન ન હોય અને ચોરી કરી માલદાર બનેલાને મહાજનમાં સ્થાન ન હોય. એ બધાને દૂર જ રાખવા પડે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવના આગમના વિરોધીઓ સાથે આપણે મેળ ન હોય. એની સાથેનો મેળ તો આપણા જૈનપણામાં કલંકરૂપ બને.
ઉદારતાની પણ હદ હોય. ઉદારતા એવી ન હોય કે જે ઉડાઉપણામાં જાય. ઉદાર જે રીતે આપે એમાં લાભ થાય. ઉડાઉ જે રીતે આપે એમાં નુકસાન થાય. આપે તો બેય, પણ બેયની રીત જુદી. ઉદાર વિવેકી હોય. ઉડાઉમાં વિવેક નથી. ઉદારતા એ ગુણ છે, ઉડાઉગીરી એ દોષ છે. મર્યાદાનું મહત્ત્વઃ *
શાસ્ત્ર કહ્યું કે કલ્યાણાર્થી પ્રયત્ન જરૂર કરે પણ શક્તિમાં રહીને કરે. જેમ શક્તિ ગોપવવામાં વીર્યાતરાયનો દોષ છે, તેમ શક્તિ ઉલ્લંઘવામાં પણ પાછા પડવાનો દોષ છે. શક્તિની પણ મર્યાદા બતાવી છે.
વિરકલ્પ અને જિનકલ્પ એમ બે પ્રકારની મર્યાદા શાસ્ત્ર કહી છે. એ પણ ટકે ક્યારે ? બંને પોતપોતાની મર્યાદા જાળવે તો સ્થવિરકલ્પી પોતાની મર્યાદા મૂકે તો એનું મુનિપણું જાય. કલ્યાણની ઇચ્છાનું બહાનું ત્યાં ન ચાલે. ભલે ઇચ્છા કલ્યાણની હોય પણ પ્રવૃત્તિમાં યોગ્યતા જોઈએ ને ?
નિસરણી મૂકીને કાંઈ મુક્તિએ નહીં જવાય. ચારે ઘાતીનો નાશ કરીને કેવળજ્ઞાની થયા બાદ મુક્તિ નજરે દેખાય, છતાં આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી મુક્તિમાં જઈ શકતા નથી. આઠેય કર્મનો ક્ષય થાય ત્યારે જ મુક્તિમાં જવાય. કર્મનો એક અંશ પણ બાકી હોય ત્યાં સુધી મુક્તિ મળે ? અરે ! બીજાં કર્મ વધારે બાકી હોય અને આયુષ્ય ઓછું હોય તો કેવલીને પણ સમુદ્ધાત કરવો પડે; એટલે કે એવી ક્યિા કરવી પડે કે જેના યોગે બધાં કર્મોની સ્થિતિ “સમ' બને. કેવળજ્ઞાન થયા પછી તો અનંત શક્તિ છે ને ? અનંતજ્ઞાનીમાં અનંત શક્તિ ખરી પણ કર્મનો સંપૂર્ણ ક્ષય થયા પહેલાં મુક્તિએ જવા જોગી શક્તિ નથી. આયુષ્ય બાકી હોય ત્યાં સુધી સંસારમાં રહેવું જ પડે.
આ શાસનમાં મર્યાદા વિના એક કદમ ભરવાનું નથી, સાગરને પણ મર્યાદા. હાથીને પણ અંકુશ, સિંહને પણ પાંજરું. સિંહ ગમે તેવો પાળેલો હોય પણ ઘરના આંગણે એને ન બંધાય, કેમ કે એ જાત જુદી. લોહીનો છાંટો દેખ્યો કે બંધનને ન ગણતાં એ ઉછાળો મારે. ગૃહસ્થ પાસે આગમ કેમ નહિ ? કારણ
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કે એની એ માટે યોગ્યતા નથી. તેમાંય આજના કેટલાક ગૃહસ્થો તો આગમોનેય ચાવી ખાય એવા છે. કેમકે એ વાઘની જાત છે. વાઘની જાત જ ખાઉધર હોય છે.
1134
સભા ચાવી જવાની ભાવના હોય ત્યાં સુધી તો ખાઉધર જાત, પણ સળગાવવાની ભાવના આવે એ કઈ જાત ?’
એવી જ બીજી ભયંકર જાત સમજો. એવો વોની તો વાત જ ન થાય. બાકી ગમે તેવા શુદ્ધ પરિણામવાળો પણ અંતે તો ગૃહસ્થ ને ? માથે તો પાઘડી ને ? અભ્યાસ જાય ક્યાં ? જમણા હાથનો કોળિયો આંખો મીંચીને મૂકો તોયે મોંમાં જ જાય, કેમકે અભ્યાસ છે; પણ ડાબા હાથે કોળીયો લીધો હોય તો મુશ્કેલી પડે. એ હાથનો એ અભ્યાસ નથી. યોગ્યતા વિના આગમ દેવાય તો અનર્થ જ થાય.
યોગ્યતાનુસા૨ ક૨ણી હોય તો ફળે, નહિ તો ફૂટે. પાળેલો સિંહ છતાં પાંજરું જોઈએ. અવસરે બહાર કાઢવો પડે તોયે સાવચેતી પૂરી રાખવી પડે. કદાચ વિફરે, માટે બધી તૈયારી રાખે. સિંહનો જાતિસ્વભાવ જ એવો છે. અહીં પણ સાધુ અને શ્રાવક, ત્યાગી અને ગૃહસ્થ, એ બેમાં સ્વભાવનો ભેદ પાડવાનો જ. સાધુને નાનો કાંકરો ફેંકતાં પણ આંચકો આવે અને ગૃહસ્થ તક આવે તો પથરાનો પણ ઘા કરે. કોઈ સમજદા૨ની વાત જુદી, પણ સામાન્યની આ વાત છે. અરે ! ગૃહસ્થમાં પણ પાઘડીવાળા ને ટોપીવાળામાં ફેર પડી જાય. ટોપીવાળાને બાંહ્ય ચઢાવતાં વાર ન લાગે. પાઘડીવાળો જરા થોભે. ટોપી ઊછળે એની કિંમત નહીં પણ પાઘડી ઊછળે એની બહુ કિંમત-માટે સમજો કે ચોરને શાહુકારના પાઠ ભણાવાય, પણ સાથે ન બેસાડાય.
સાધુ અને શ્રાવકનો સંબંધ :
અરે ! એ વાત જવા દો, પણ તમારે ને અમારે સંબંધ કેવો ? છતાં કદી સાથે જમીએ ખરા ? ના, ચીજ તમારા ઘરની, છતાં તમારાથી છૂપી રાખી વાપરીએ; એનું કારણ ? જાત જુદી માટે.
સભા ‘કેટલાક સાથે વાપરે છે.’
એ ગયેલા વીતેલાની વાત ન કરો. રાત્રે આચાર્યે મુનિને વાત કરવી હોય તો પાઘડીવાળો કોઈ છે કે નહિ, તે તપાસીને વાત કરે. કેમકે તમારા કાને ગયેલી વાતનો તમે કેવો ઉપયોગ કરો ? તમે તો ગૃહસ્થ. તમે કાંઈ એકલા જિનેશ્વરદેવના જ છો ? નહિ. તમે તો ઘરના, સ્ત્રીના, કાકા-કાકીના, એ
Page #586
--------------------------------------------------------------------------
________________
1135
- ૩૭ : સંઘની મર્યાદા - 7
૫૩૫ બધાના પણ છો ને ? અહીં એક વાતની “હા” પાડો પણ ઘેર “ના” પાડે તો વાત પતી જાય. “મૂકો પંચાત !” એમ થઈ જાય. તમે હજી એવા (વિશ્વાસપાત્ર) સમર્પિત નથી, માટે તમને આઘા રખાય છે. જ્યારે સાધુ તો તમે તેની પાસે આવો તોયે “ધર્મલાભ” કહે અને એ તમારી પાસે આવે તોયે “ધર્મલાભ” કહે. સાધુ કહે શું ? આ જ, ધર્મ' જ.
આજ્ઞા જેટલી આઘી મુકાય તેટલો માર પડે છે. નતીજો સાક્ષાત્ છે. ઇરાદાપૂર્વક ભૂલ ન જુએ તેનો ઉપાય નથી. આજે તો એમ કહેનારા પડ્યા છે કે “આ મહારાજ તો મારા પરિચિત છે. કાંડું પકડીને કહી શકું એમ છું. ધારું તો આમ ફેરવી નાખું.” જો કોઈ શ્રાવક કોઈ સાધુ માટે આવું બોલે તો ત્યાં સમજવું કે બેયમાં પોલાણ છે. બાકી વિચાર કરો કે કોણ કોને ફેરવે ? શ્રાવકને તો ખાતરી હોય કે સાધુ જ શ્રાવકને ફેરવે. પેલો કહે કે “સાધુ મારા છે. પણ સાધુ તારા કહ્યા કોણે ? તારા તો ગુરુ, અને સાધુ તો ભગવાન શ્રી મહાવીરદેવના. શ્રાવક એમ જરૂર કહી શકે કે હું વિનંતિ કરી જોઈશ અને એમને હિતકર દેખાશે તો વાત જુદી !હિત લાગશે તેમ કરશે. શ્રાવકે સાધુને ખિસ્સામાં રાખવાની વાત હોય ?
સભા: “આજે તો એવું ચાલે છે. • . એ ચાલે છે એમાં મર્યાદાનો ભંગ છે. મર્યાદાપાલનની ખામી છે. દાક્ષિણ્યતા :
જૈન સાધુ જેટલા સરળ અને નમ્ર હોય તેટલા જ ભગવાનની આજ્ઞા મુજબની વાતમાં નિશ્ચલ અને અડગ હોય.
સભા: દાક્ષિણ્યતા ન રાખે ?
સુદાક્ષિણ્યતાં જોઈએ. કોઈનાથી અંજાઈ જાય એવી દાક્ષિણ્યતા એમનામાં ન હોય. જે દાક્ષિણ્યતા બતાવવાથી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વધારે દીપે એવી દાક્ષિણ્યતા બતાવાય પણ જેનાથી આગમ ઊંચે મૂકવું પડે એવી દાક્ષિણ્યતા તો ન જ રખાય. શ્રી જિનેશ્વરદેવનું શાસન સંસારદૃષ્ટિએ જોનારા ગાંડા છે. સંઘમાં રહેવાની શરતઃ
શ્રી જિનેશ્વરદેવે ફરમાવ્યું કે નાના, મોટા, વૃદ્ધ, જુવાન બધા મારા સંઘમાં રહી શકે છે. સર્વવિરતિ તરીકે, દેશવિરતિ તરીકે, સમ્યગ્દષ્ટિ તરીકે અગર તો માર્ગાનુસારી તરીકે પણ સંઘમાં રહી શકે છે, પણ આ શરતો માને તો. પછી એમાં કુળ-જાતિ જોવાનાં નહિ. કુળ સારું હોય તો સારું, કુળ સારું ન જોઈએ
Page #587
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1136
એમ નહિ પણ કદાચ હીનકુળ હોય પણ આ શરતો માને તે સંઘમાં આવી શકે છે. “સંસારને નિર્ગુણ માને, મુક્તિને સગુણ માને, પ્રવૃત્તિ મુક્તિ માટે જ કરે અને તે પણ આગને કહ્યા મુજબ.” આ શરતો માન્ય હોય તે બધા સંઘમાં બાકીના સંઘ બહાર સમજવા.
જેને સંસાર મજાનો લાગે, “મુક્તિ કોણે જોઈ ?' એમ જે. કહે, પ્રવૃત્તિ ઇચ્છા મુજબ કરે અને “આગમનું કામ શું ?' એમ જે બોલે-એવાઓનું સંઘમાં કામ શું?
ઉપર કહી આવ્યા એ શરતો માન્ય હોય તેને સંઘમાં ગણવામાં હરકત શી? એ શરતનાં બોર્ડ બનાવી ઘરમાં લગાડો. એ બોર્ડ આંખ સામે હોય તો શાસ્ત્રવિરુદ્ધ એક અક્ષર ન બોલાય; કદી ભૂલથી બોલે તો “
મિચ્છામિ દુક્કડ'
આપે.
એવાઓ સંઘમાં રહી શકે? '
આગમોનું કામ શું છે ? આપણી ઇચ્છાનુસાર કેમ ન વર્તાય ? મોક્ષ ક્યાં છે ? બતાવો હોય તો ! સંસાર ખોટો કેમ ?” આવી વાતો કરનારા સાથે માથાફોડ કોણ કરે? મુક્તિ નજરે જોવા માગે એને પહોંચાય ? એ લોકો તો કહે છે કે-“અમે મુક્તિ નથી માનતા. હોય તો બતાવો. આ સૂક્ષ્મદર્શક યંત્ર લો અને એમાં તમારી મુક્તિ બતાવો તો માનીએ. સંસાર ખોટો શાથી ? બૈરી, છોકરાં, પૈસા, ટકા, બંગલા, બગીચા, ખાનપાન, રંગરાગ, નાટક, સિનેમા, હોટેલ, પાનપટ્ટીની લહેજત, નાકમાંથી ધુમાડા કાઢવાની કળામાં રહેલી મજા- આ બધું જેમાં છે એવો સંસાર ખરાબ શાથી ? તમે શાસ્ત્રને નામે ગમે તેમ ચલાવો એ નહીં માની લઈએ;” આવું કહેનારા અને ફાવે તેમ બોલનારા સંઘમાં રહી શકે ?
પાંચસોની સભામાં પાંચ આવા ઉલ્લંઠો પેસી જાય તે ભયંકર છે. પતિતો જ્યાં સુધી સંઘમાં છે, ત્યાં સુધી આખા સંઘને ઉપદ્રવ રહેવાનો, બહેતર છે કે એવા ન હોય. પાંચ-પચીસ માણસોની સભા સારી પણ આવાં મોટાં ટોળાંને શું કરે, કે જ્યાં “આગમનું કામ શું ? મુક્તિ કોણે જોઈ છે ? ધર્મ તો હંબગ છે, સંસાર ખોટો શાથી ?' આવાં ચૂંથણા ચૂંથાતાં હોય ! આવા લોકો શ્રી જિનેશ્વરદેવને માનવાની વાત કરે પણ શ્રી જિનેશ્વરદેવનું કહેવું માનવામાં અખાડા કરે. મુક્તિને સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા માગે. આવાને સંઘમાં ગણવા તે આપણી ભૂલ નથી ?
એ લોકો આગળ વધીને કહે છે કે-“બટાટા કેમ ખાઈએ ? ખાવાના ન હોય
Page #588
--------------------------------------------------------------------------
________________
૩૭ : સંઘની મર્યાદા - 77
૫૭૭
તો દુનિયામાં પાક્યા કેમ ? જેના ભાગ્યમાં ન હોય તે ન ખાય. ખાવા ન મળે તે તપ કરે.’ આવા બેજવાબદાર ઉદ્ગારો તેમના ચાલુ જ છે. એમની થાળીમાં અભક્ષ્ય જોઈને કહીએ કે ભાઈ ! આ શું ? તો કહેશે કે, ‘એ પાક્યું કેમ ?’ તરત એમ કહીએ કે-‘તું આવું બોલે છે માટે જૈન નથી.’ તો એ સામેથી કહે છે કે ‘જૈન બનાવવા હોય તો આવી ઝીણી વાતમાં ટકટક ન કરો.’
સભા : એ તમને ગણે શાનો ?’
1137
અમને તે ગણે તેની પરવા નહિ પણ ભગવાનના સિદ્ધાંતોને તો ગણે કે નહિ ? બીજા કરતાં જૈનોમાં વિશિષ્ટતા શી ? મર્યાદા ઊંચી, એ જ આ દર્શનની વિશિષ્ટતા છે. સધ્ધર વેપારીનો ચેક તરત સ્વીકારાય છે, પછી ભલે એને ત્યાં કચરો કાઢનારો એનો નોકર એ આપી ગયો હોય. પૈસા આપનારને જેના નામનો એ ચેક છે તેની શરાફી માટે પૂરી ખાતરી છે, કે-૨ખે કાંઈ ગૂંચ આવે તોયે પૈસાને વાંધો નથી. જેમ સામાન્ય માનવી અને પ્રતિષ્ઠિત શાહુકારમાં આ ભેદ છે, તેમ બીજા કરતાં જૈન તરીકેની તમારી વિશિષ્ટતાનો ભેદ શો ? તમે જૈન કેમ ? રાજાને ત્યાં જન્મેલો જૈન નહિ અને કંગાળને ત્યાં જન્મેલો જૈન શાથી ?
સભા એ જન્મસિદ્ધ હક્ક છે.' .
પરંપરાએ જન્મસિદ્ધ હક્કથી મળેલી ગાદી પણ લાયકાત વિના હાથમાં રહેતી નથી. શ્રી કુમારપાળ રાજાને જ્યારે મંત્રીઓએ પૂછ્યું કે, રાજ્ય કેવી રીતે કરશો ? તરત તેમણે કહ્યું કે-વસ્વ મૂળાવનું તસ્ય રાખ્યમ્। – જેનું ભુજાબળ તેનું રાજ્ય,-માટે મારી ભુજાના બળે રાજ્ય કરીશ-કપડાં સંકોચે અને ‘આપ કહેશો તેમ કરીશ' એવાં નમાલાં વચનો બોલે તે રાજ્યનો અધિકારી નથી.
આજની સરકાર પણ કહે છે કે-એમ રખડતાઓ રાજા થતા હોત તો અમે જામત જ નહિ. ‘અમે તમને ઉઠાડી મૂકશું' એમ બોલનાર સામે એ સત્તાધીશો હસે છે. કયા બળે ઉઠાડે ? જરા આગળ ધપે કે સીધી હાથકડી પડે અને જેલ ભેગા કરે. વગર બળે દોડે તો શું થાય ?
સભા: ખસી જવાની ભાવના હોય તો ?’
તો પતંગીઆં જેવી હાલત થાય. એથી લાભ શો થાય ? માણસે દીર્ઘદર્શી બનવું જોઈએ. પરિસ્થિતિ, રક્ષણની સ્થિતિ વગેરે બધું જોવું જોઈએ. રાજ્યના મોટા સેનાધિપતિઓ, કે જેમની પાછળ લાખોની સેના હોય છે, તે પણ સામાનું બળ જોઈને પછી કૂચ કરે છે. જરૂર પડે તો પીછેહઠ પણ કરે. સેનાની વહેંચણી પણ કરે અને ટુકડીઓ પણ પાડે. હજારો માણસોને વિના કા૨ણ મોતના મોમાં
Page #589
--------------------------------------------------------------------------
________________
પ૬૮. સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1138 ધકેલી દેવામાં ડહાપણ ન કહેવાય. એ મોટા સેનાધિપતિઓ પણ આમ માનતા. મૂઠીભર માણસો દ્વારા બે હજાર ગાઉ દૂર સત્તા જમાવવી છે. એ મૂઠીભર માણસોને જેમ તેમ કરવા દેવાય ? બળનો ઉપયોગ પણ બધું જોઈને, ચારે તરફનો વિચાર કરીને કરાય. કોટિપતિ પણ આંખ મીંચીને ખર્ચે જ જાય; તો ચાર દહાડામાં ભીખ માગે. આવક જોઈને વ્યય કરાય; અને બળ જોઈને મૂઠી ઉગામાય.
એક પોલીસ સામે પચાસ આદમી પણ હલ્લો કરતાં વિચાર કરે અને કરે તોય પોલીસ ડગે ? નહીં. કેમકે એની પાછળ રાજ્યનું પીઠબળ છે. એનો એને વિશ્વાસ છે. એક સીટી વગાડે તો બીજા આજુબાજુના પચાસ પોલીસ ભેગા થઈ જાય. વાતાવરણ વધારે બગડતું લાગે તો ફોન કરી બીજા બસો ક્ષણવારમાં ભેગા કરે. પોતાની પાછળ આખું રાજ્ય ઊભું છે, માટે એ પોલીસ અડગ છે. તમારી પાછળ શું છે ? તમારા હાથમાં શું છે ? તમારી હિંમત કેટલી ? માટે જ્ઞાની કહે છે કે વિચાર્યા વિના, પોતાની મર્યાદાનો ખ્યાલ કર્યા વિના, પરિણામ જોયા વિના જેમ તેમ કદમ ભરનારાની કિંમત નથી.
જૈન એ વિશિષ્ટ વર્ગ છે. પ્રભુનો સંઘ અનુપમ છે. મનુષ્ય બધા, પણ સંઘમાં બધા નહિ. સંઘમાં તો ખાલી જૈનો. પણ એ જૈન કોને કહેવા ? ખોટી ઉદારતા કે દહીં-દૂધિયા નીતિ ત્યાં ન ચાલે. નોકરને જો શેઠ સાંજે વેળાસર ખાવા જવા ન દે, તો નોકર કહી શકે કે “તમે જૈન કહેવડાવો ભલે પણ હકીકતમાં જૈન નથી; લાચાર છું કે નોકરી કરવી પડે છે.” પૂજા ન કરતા નોકરને શેઠ કહી શકે છે કે- “તું જૈન છે અને પૂજા નથી કરતો ? આ કેમ ચાલે ?
સભા: “આજે તો ધર્મક્યિા ન કરનારને જ નોકરી માટે પહેલી પસંદગી આપે.'
માટે તો હું કહું છું કે આ બધી તમારા જૈનપણાની કસોટી છે. સાધુ-શ્રાવકની મર્યાદા :
આપણે શ્રી સંઘનું વર્ણન કરી રહ્યા છીએ. શ્રી સંઘ એ ત્રિકાળ પૂજ્ય છે, પણ સંઘત્વ હોય તો. મુનિ અને શ્રાવક સંઘનું જ અંગ પણ મર્યાદા અલગ છે. ગૃહસ્થના ઘરની ભિક્ષા લાવે છતાં પ્રમાદથી પણ મુનિ જો ગૃહસ્થના દેખતાં એ વાપરે તો શાસ્ત્ર અને આજ્ઞાભંજક કહ્યો છે. મુનિ એકાસણું કરતા હોય, ગૃહસ્થ આવી ચડે, સ્થળ સગવડની ખામીને કારણે ગૃહસ્થ જોઈ જાય તેમ હોય, તો મુનિ ચાલુ એકાસણું કરતાં ઊઠીને આઘે જાય તોયે એકાસણાનું પચ્ચખાણ ન ભાંગે.
Page #590
--------------------------------------------------------------------------
________________
1139
- ૩૭ : સંઘની મર્યાદા - 7 !
૫૬૯
સભાઃ “મુનિ ગૃહસ્થના દેખતાં ન ખાય તેનું કારણ ?'
કારણ ઘણાં છે. ગમે તેવો તોયે ગૃહસ્થ. સાધુના પાત્રમાં સામાન્ય ચીજ પણ હોય અને સારી પણ હોય. પેલો ગૃહસ્થ પરિણત પણ હોય ને અપરિણત પણ હોય-તેને ક્યારે કયા વિચાર આવે તે શું કહેવાય ? માટે આ બાબતમાં વધુ ન બોલાવો-સાનમાં સમજો. ગમે તેવો શ્રાવક તોયે ગૃહસ્થ. શાસ્ત્રકારે એને તપાવેલા લોઢાના ગોળા જેવો કહ્યો. ચપટો પણ ન કહ્યો પરંતુ ગોળો જ કહ્યો, કેમકે એ ગબડે જ. ગોળો પણ તપાવેલા લોઢાનો, એટલે લાલઘૂમ હોય. જ્યાં ગબડે ત્યાં બાળે. બાળે એટલે કાળું કરે. એ ગોળો ઢાળમાં બહુ ગબડે. ઘણા ગોળા તો ઢાળ પર જ છે. કોઈક જ ખાડા ઉપર રહી ટકેલા છે. આવા ગોળાઓથી સાધુએ સાવધ રહેવું ઘટે. એ ગોળાના સંપર્કમાં આવી જે સાવધ ન રહ્યા અને પોતાની ફરજ ચૂક્યા તે ચંપાયાં. પાળેલાં જંગલી જાનવરોએ કેટલાય માલિકનાં અંગો ફાડી ખાધાં, એ જાણો છો ને ? પેલો માલિક “હું છું, હું છું” કરે પણ તે પેલો સાંભળે ? એ તો કહે કે “મને તારા લોહીના સ્વાદની ગંધ આવી ગઈ છે. હવે ન છોડું.” કઈ બળવાન હોય ને જડબું મજબૂત હાથે પકડી રાખી છટકીને બચી જાય, તો એ વાત જુદી. એ બધા ભયને હું ઘોળીને પી ગયો છું
શ્રાવક ગમે તેવો તોયે આરંભી, મહારંભી, પરિગ્રહી, મારાતારામાં પડેલો, એ શું ન કરે છે. જે સાધુ મર્યાદા ચૂક્યા તેને ગૃહસ્થોએ પોતાના જેવા બનાવ્યા. આજ્ઞા જેમની માનવી પડે તેમને પોતાની આજ્ઞા મનાવવા લાગ્યા. ગુરુને ગુરુ મટાડી શિષ્ય બનાવ્યા. પોતાના જેવી કાર્યવાહી એ ગૃહસ્થો તે સાધુઓ પાસે કરાવી રહ્યા છે. .
અભિમાનનાં પૂતળાં બનેલા કેટલાક ગૃહસ્થો તો આજે એમ પણ બોલે છે કે-“સાધુઓ અમારું કેમ ન માને ?' આવી માન્યતા તેમના હૈયામાં હોય અને પછી કોઈ તેમનું માનનાર મળે તો શું થાય, એ પૂછવા જેવું છે ? એ તો જ્યાં ત્યાં કહેતા ફરે કે “જે સાધુને હજારો માને છે તે પણ અમને માને છે.” આ દશા આવી ત્યાં બાકી શું રહે ? એવા ગૃહસ્થોને કોઈ એમ કહે કે-“તમારા વિના ઘણાં કામ અટકી પડ્યાં છે,” તો એ તરત આવે. અહીં આવે અને અમે પણ કહીએ કે ભાગ્યશાળી ! તમે બહુ પુણ્યવાન છો, તમારા વિના તો બધું અટકી પડ્યું છે, તમે હતા તો બધું નભતું હતું.” બસ, પછી પૂછવું શું ?
સભા: “એવા ગૃહસ્થો અહીં કેમ નથી આવતા ?”
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ એ સાધુઓમાં ખામી છે કે-એમનાં વખાણ નથી કરતા. એ તો કહે છે કે“અમને જોઈને વ્યાખ્યા કરો. શાસ્ત્રનાં પાનાં જોઈને એકલું ન વંચાય. અમારી પરિસ્થિતિ તથા વર્તમાન સંયોગ સામે જુઓ ! એ પાનાંઓમાં તો ગમે તે લખ્યું હોય. તમે અમને નવકારશી, પૂજા, સામાયિક વગેરેની વાતો કરો પણ જરા નજર તો ફેરવો કે અમને એ બધાનો સમય છે ? ખીસામાંથી ઘડિયાળ કાઢવાનો પણ ટાઇમ નથી એટલે તો કાંડે બાંધીને ફરીએ છીએ. કામધંધા આડે ખાવાની પણ ફુરસદ નથી, ને તમે પૂજા, પ્રતિક્રમણની વાતો કરો છો. એ બધું આ જમાનામાં નહીં ચાલે. પૂજા, પડિક્કમણાં વગેરે બધું ફુરસદવાળાઓ માટે છે. અમે તો આ બાર મહિનામાં બે દિવસ આવીએ છીએ-તે પણ અમારી પાડ માનો. બાકી “બહુ ટીકા-ટિપ્પણ કરશો તો એમાં મજા નથી,' એવો પણ ભય અમને બતાવે છે, પણ એ બધાના ભયને હું પી ગયો છું, એટલે જ આટલું કહી શકું છું.
નિર્ભયતા મેળવ્યા સિવાય સાચો ધર્મોપદેશ આપી શકાતો નથી. આ શાસનની વ્યાખ્યાઓ-જૈન સાધુનું વ્યાખ્યાન કોને ગમે ? સંસારના પ્રેમીઓ તો અહીં મોટે ભાગે આવે જ નહીં-લક્ષ્મીના મદમાં છકેલા અને લક્ષ્મીની લાલસાવાળાને આ બધી વાતો ગમે નહીં. એને તો આ શાસ્ત્ર, સાધુ, ધર્મ અને ભગવાન શ્રી મહાવીરદેવ પણ નથી ગમતા, એ મારી માન્યતા છે. આવો મારો વિશ્વાસ છે. તમને આમાં શંકા છે ? વ્યાખ્યાન એટલે ટીકા :
ઘણાં કહે છે કે-“મહારાજ ઘણું કડક બોલે છે, ટીકા બહુ કરે છે. હું કહું છું કે, એ ટીકા એ જ વ્યાખ્યાન અને વ્યાખ્યાન એ જ ટીકા. વ્યાખ્યાન શા માટે, એ કહો. વ્યાખ્યાન એ બે કલાક બોલી જવાની ફરજે માત્ર નથી. વ્યાખ્યાનમાં સમજાવવાનું શું એ કહો-વ્યાખ્યાન તમારી ટોપી અને પાઘડી ઉતરાવવા માટે જ અમે કરીએ છીએ. અમારું અંતિમ ધ્યેય તો આ બધું ઉતારી અંતે મુક્તિ પામો એ જ છે ને ! શું બોલીએ કે શું સમજાવીએ તો એ ધ્યેય સિદ્ધ થાય ?
તમને બહાર કોઈ પૂછે કે આ મહારાજ રોજ ત્યાગની વાત કેમ કરે છે ? તો શું કહેશો ? વ્યાખ્યાન એ શું, શા માટે, કોણ વાંચે, એમાં શું કહેવાય, એ બધું નક્ક કરો. તમે એ નક્કી ન કરો તો આપણો આઠ મહિનાનો સંબંધ છતાં અવસરે એ તૂટતાં વાર નહીં લાગે. બેય તરફના આંકડા સામસામાં વળેલા એક બીજામાં ભેરવાયેલા રહે તો ભેળા રહેવાય-તમે ધ્યેય ભૂલો તો એ આંકડા તૂટતાં વાર ન લાગે. તમને તમારા પાડોશી સાથે સંબંધ તૂટતાં વાર ન લાગે તો મારી
Page #592
--------------------------------------------------------------------------
________________
૩૭ : સંઘની મર્યાદા - 77
૫૭૧
સાથે કે મારેં તમારી સાથે તૂટતાં વાર શી ? તમે સ્વાર્થ માટે તોડવાના, હું શાસન માટે તોડવાનો. આ ભેદ તમને હૃદયમાં જચે છે ? માટે મર્યાદા સમજો અને સાચવો. શ્રી જિનેશ્વરદેવના શાસનની મર્યાદા સ્વીકાર્યા વિના છૂટકો નથી.
1141
તમે એટલું બરાબર સમજી લો કે-તમે અમે કીમતી નથી પણ આ શાસનના યોગે આપણે કીમતી બન્યા છીએ. વ્યવહાર પણ તમારો ચોપડાના આધારે ચાલે છે ને ? ચોપડામાં ગોલમાલ કરો તો હાથમાં કડી પડે ને ? અહીં આગમ સાથે ચેડાં કરો તે ચાલે ? અહીં કોણ બેડી પહેરાવનાર છે, એમ કહો તે નભે ?
કોઈ વિરોધીએ તો લખી નાખ્યું કે ‘આ પક્ષનો (શાસન પક્ષનો) સૂર્ય આથમ્યો !' કારણ કે તમે એમના સંમેલનમાંથી વોક આઉટ કરીને પાછા આવ્યા ને ? પણ એને ખબર નથી કે શાસન પક્ષનાં મૂળિયાં ઊંડાં છે. લૂંટારાની જમાતમાંથી તો ગમે તેમ કરીને પણ શાહુકારોએ નાસી છૂટવું, એ નીતિ છે. આપણે મર્યાદાશીલ બનીએ તો બધું સીધું થાય. પ્રભુઆજ્ઞામાં જ કલ્યાણ છે એવો નિર્ધાર કરીએ, એ આજ્ઞાના ભેદ-પ્રભેદ જાણીએ, જાણીને એને હૃદયથી માનીએ તો કશો વાંધો ન આવે. આપણાં મન-વચન-કાયા એક જોઈએ. પ્રભુઆજ્ઞામાં તન્મયતા જોઈએ.
રજોહરણ એ મુનિનું ભૂષણ :
શ્રી સંઘને મેરૂની ઉપમાની વાત ચાલે છે. દુર્ગતિમાં પડતા આત્માને જે બચાવે, સદ્ગતિમાં સ્થાપે અને પરિણામે મોક્ષે પહોંચાડે તે ધર્મ. એ ધર્મ બે પ્રકારનો. મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂળગુણો એ સુવર્ણ છે અને ઉત્તરગુણો એ એમાં જડવાનાં નંગ છે. સુવર્ણને એ દીપાવે છે. આંગળીમાં મુદ્રિકા પહેરાય તે હોય સોનાની અને એને ઝળકાવે વચ્ચેનું નંગ. અહીં મુનિના, શ્રાવકના અને સમ્યગ્દષ્ટિના મૂળગુણ તથા ઉત્તરગુણ કહેવાશે. મૂળગુણ બધાના એક જ પણ મુનિને સર્વથા પાલન, શ્રાવકને યથાશક્ય પાલન અને સમ્યગ્દષ્ટિમાં ભાવના રૂપે છે. પરંતુ, ‘અમલ ન કરવો’ એવું પચ્ચક્ખાણ તો કોઈને ન હોય ને ?
‘અમારાથી અમુક ક્રિયા ન થાય તો હ૨કત શી ?’ એમ સમ્યગ્દષ્ટિ પૂછે ? રિદ્રીની ભાવના પણ લક્ષાધિપતિ થવાની હોય ને ? ભૂખ વિના ખાવાનું મન થાય ? સમ્યગ્દષ્ટિને પૈસાની ભૂખ હોય કે મોક્ષની ? જેનું પેટ ભરેલું હોય તેને કેસરિયા મોદક આપો તોયે ના પાડે. તમને ભૂખ લાગી છે ? વિચા૨ીને બોલજો. ભૂખ લાગી કબૂલશો તો પછી મને જો શરમાળ લાગશો તો પરાણે પણ આ ઓઘો બગલમાં મૂકીશ. શરમના માર્યા તમે ભૂખ્યા રહો એવું નહીં થવા દઉં.
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
_1142
જમાડનારમાં જોર જોઈએ. જમનાર કેવો છે, તે પણ એ જોઈ શકે-તેમ ભૂખ કબૂલશો તો હું મારી પેરવીમાં રહીશ. હું માનીશ કે અમને ભૂખ તો છે પણ શરમાળ છે, માટે પરાણે આપવું જોઈએ. ખરો જમાડનાર ભૂખ્યા જમનારને ભૂખ્યા રહેવા દે? એવા પણ શરમાળ આદમી હોય છે કે દોઢ કલાક “ના, ના,” કહે પણ એ બધું શરમથી કહે છે. જમાડવાની સાચી દાનત હોય તો એની શરમનો ખોટો લાભ ન લેવાય.
સભાઃ “પણ મોસાળમાં જમવાનું ને મા પીરસનારી હોય તો ?'
આ મોસાળનો પરિચય ઘણા કાળથી નથી અને એવાં પણ છોકરાં હોય છે કે મા પાસે પણ ન માગે. તમે ભૂખ લાગી છે એમ કબૂલશો તો હું ભોજન કરાવવાની પેરવીમાં રહેવાનો.
હું તો કહું છું કે-હું દીક્ષા આપવા આવ્યો છું. બધા દીક્ષા લે એ મારી ઇચ્છા-જેમ ઘણા દીક્ષા લે તેમ મને ઘણો આનંદ. જ્યાં જાઉં ત્યાં એ વાત પહેલાં જ કરું છું, એમાં કાયદો પણ અમને નડી શકતો નથી. જેમને ફાવે તે સાંભળવા આવે. અમને ઓળખે, પછી આવે. અમારો વેષ જ અમને ઓળખાવે છે. ઊંચા અને સારા લાગીએ તો જ સામા લેવા આવજો અને બેંડવાજાં વગાડજો; નહિ તો કશું ન કરતા. અમારો વેષ જ બોલે છે-“આ સાધુ છે અને બીજાને સાધુ બનાવવા ફરે છે. આમાં નવું શું છે ? અમારી ખ્યાતિ જ એ.
ઓઘો તો અમારી પાસે આગળ જ હોય. રોજ એ જ બતાવું. બગલમાં રાખ્યો છે જ બતાવવા. ઘણા કહે છે કે-રોજ બતાવાય ?' હું કહું છું કે-હા, રોજ બતાવાય અને માગનાર યોગ્ય હોય તો તેને ઝટ અપાય. એટલે જ બગલમાં એવી રીતે રાખીએ કે જોનારને ઝટ પહેલો નજરે ચઢે. મોં પર નાકનું સ્થાન ઊંચું હોય છે ને ? એ નીચું હોય તો ચીબો કહેવાય. નક્ટો એ મોટી ગાળ છે. શરીરનું ભૂષણ જેમ નાક છે, શેઠનું ભૂષણ જેમ શાખ છે, તેમ મુનિનું ભૂષણ ઓઘો છે. ભૂષણ સાથે જ હોય, આવું ન હોય. આ રજોહરણ રક્ષક છે કે ભક્ષક ? રક્ષક. એ ભારે કે હલકો ? હલકો ફૂલ જેવો; પામરોને માટે ભારે.
મેખલાના વર્ણનમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે, તે હવે પછી.
Page #594
--------------------------------------------------------------------------
________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬. ફાગણ સુદ-૨, રવિવાર, તા. ૨-૩-૧૯૩૦
78
• મૂળગુણોમાં પોલ ન ચાલે : • સંસારનો ભય એ નિર્બળતા નથી :
-એમ સ્થૂલિભદ્રજીનું દગંત ન લેવાય : • ...એ ડહાપણ નથી પણ બેવકૂફી છે : • સાધુ આવું ન કરે છે, • રોજ પાંચ-પચાસ ગાળો જમા કરવી પડે છે : • વાત તો જે હોય તે જ સમજાવવી પડે : • કાળજું ઠેકાણે રાખીને બોલું છું:
મૂળગુણોમાં પોલ ન ચાલે ?
અનંત ઉપકારી સૂત્રકાર, મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠનું વર્ણન કરી ગયા બાદ હવે શ્રેષ્ઠ ધર્મરૂપ રત્નોથી મંડિત સુવર્ણમેખલાનું વર્ણન કરે છે. • - દુર્ગતિમાં પડતા બચાવે તે ધર્મ છે. એ ધર્મ બે પ્રકારનો છે. મૂળગુણરૂપ અને ઉત્તરગુણરૂપ. મૂળગુણરૂપ ધર્મસુવર્ણ ઉત્તરગુણરૂપ રત્નો વિના શોભે નહિ. ઉત્તરગુણ એ મૂળગુણનાં ભૂષણ છે. સર્વ પ્રકારે હિંસા, મૃષા, ચોરી (પારકી તણખલા જેવી પણ ચીજ આપ્યા વિના લેવી તે), અબ્રહ્મ અને પરિગ્રહનો ત્યાગ એ મૂળગુણો છે. આ પાંચેય પાપોનો સર્વથા ત્યાગ મુનિથી જ થઈ શકે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વગેરે ઉત્તરગુણો છે. આ બે પ્રકારનો ધર્મ સંસારમાં રખડતા આત્માને દુર્ગતિથી બચવવા સમર્થ છે.
શ્રાવક માટે પણ હિંસાદિના ત્યાગરૂપ આ પાંચ મૂળગુણો છે; પરંતુ, એમાં પાડવા હોય તેટલા ભેદ પડે. મુનિને તો પાંચેય મહાવ્રત સર્વથી સ્વીકારવા પડે, તે પણ મન-વચન-કાયાએ અને કરણ-કરાવણ અને અનુમોદન રૂપ ત્રણેય પ્રકારે, તેમજ જીવનભરને માટે હોય. કોઈ કહે કે “કાયાથી પાલન થાય છે પછી વચનથી બોલવામાં કે મનથી વિચારવામાં ન થાય તો તેમાં હરકત શી ?' તો એ ન ચાલે. મુનિથી એક પણ યોગ ખુલ્લો ન રખાય. એક પણ કરણ એનું
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1144
છૂટું ન હોય. આ મૂળગુણોને શોભાવવા ઉત્તરગુણોનું અખંડિત સેવન મુનિ કરે. આ મૂળગુણો ગૃહસ્થ તો દેશથી પણ પાળે. દેશથી પાળવામાં ગૃહસ્થને હ૨કત નથી. જેટલા અંશે પાળે તેટલા અંશે ધર્મ. એ ગુણને સંપૂર્ણપણે પાળવા જેવા માને અને એ રીતે પાળવાનો સમય ક્યારે આવે ! એવું ઇચ્છે, એ બધા સંઘમાં રહી શકે. પરંતુ જ્યાં એના પ્રત્યે સદ્ભાવ નથી ત્યાં સમ્યક્ત્વ પણ નથી. પીઠિકામાં સામાન્ય પ્રકારે પ્રવૃત્તિ હતી. અહીં વિશિષ્ટ પ્રકારે પ્રવૃત્તિ છે. સંસારને સા૨ો માનીને પાલન કરાય એવો એક પણ મૂળગુણ નથી.. બેંકમાં ગરબડ થાય એટલે પાંચેયમાં થાય. શ્રાવકના મૂળગુણમાં અનેક ભેદ પડે. એ બાર વ્રત પણ લે અને યાવત્ એક વ્રત પણ લે. મનથી, વચનથી કે કાયાથી એમ ગમે તે એક યોગથી, ફાવે તે રીતે પાળી શકે; પણ મુનિના મૂળગુણમાં ભેદ નહિ. એને તો પાંચેય મહાવ્રત ત્રણેય યોગથી અને ત્રણેય કરણવડે જિંદગીભર પાળવાનાં. એના પાલનમાં કોઈ શિથિલ પણ થાય તોયે તે પોતાની પામરતા જાહેર કરે તો તેને અહીં સ્થાન છે પણ ‘જેવો સમય’ એમ કહે તો એવી પોલ અહીં ન ચાલે. ‘પળાતું નથી, પાળે તેને ધન્યવાદ, પણ વસ્તુ તો એ જ સાચી' એમ કહે એ નભે પણ સમયનું બહાનું ન નભે. ‘મહાવ્રત પાળવાનો આ કાળ નથી, પાંચ મહાવ્રતમાંથી કોઈ ઓછું વધુ પાળે તો વાંધો શો ?' એવું બોલનારો આ શાસનમાં ન નભે. અરે ! પાળવા છતાં પણ હૃદયમાં એમ માનતો હોય કે ‘નથી પાળતા તો મુનિ તરીકે પંકાતા નથી માટે પાળવું પડે, બાકી આ જમાનામાં આવું બધું કાંઈ પાળી શકાય નહિ;' તો આવી માન્યતાવાળો તો નહિ પાળવાવાળા કરતાંયે ભયંકર છે કેમકે એ તો એક રીતે ઝેર જ વરસાવે છે. પેલા તો નથી પાળતા એટલું જ પણ આ તો દેખાવ પાળવાનો કરે છે અને ‘એમાં છે શું ?’ એમ માને છે.
ન
સભા : પાંચ મહાવ્રત ખંડિત થયાં હોય એવો પણ સાધુ શ્રાવક કરતાં તો સારો
ખરો ને ?’
કોટ્યાધિપતિ દેવાળું કાઢે છતાં સેંકડોપતિ કરતાં તો સારો ને, એમ કહેવાય ? સારાપણું ક્યાં સુધી, એની પણ મર્યાદા હોય ને ? શાસ્ત્ર કહ્યું કે ઉત્તરગુણમાં શિથિલતા નભાવી લેવાય, વખતે દ્રુધ-માન-માયા-લોભની માત્રા વધી જાય કે એમાં તરતમતા હોય તે નભે પણ મૂળગુણમાં જરા પણ પોલ ન ચાલે.
સભા ખોરું થી દીવેલથી પણ જાય ?’
દીવેલ તો કામમાં લેવાય એને ખોરું ઘી ફેંકી દેવું પડે. ખોરા ઘીની ચીજને
Page #596
--------------------------------------------------------------------------
________________
1145
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : - 78
૫૭૫
કોઈ ન અડે. ખાવા ઔપો તો ખાનારો મોઢામાં નાખે અને નારાજ થાય અને કોઈ તો એવા ઘીના ઉપયોગ કરનાર માટે તિરસ્કાર પણ વ્યક્ત કરે. હજી સહેજ ખોરું હોય તો ચાલ્યું જાય પણ જો વાસ પેસી ગઈ હોય તો તો ન જ ખવાય. જમણવાર કર્યો હોય પણ કોઈ જમે જ નહિ એવું બને-એ રીતે ઉત્તરગુણમાં શિથિલતા નભી જાય, મૂળગુણમાં ન નભે. જેના વડે જ મુનિપણું છે, તે જ જાય તો પછી રહ્યું શું ? અબજો મળ્યા પણ શાખ ગઈ તો રહ્યું શું ? શેઠાઈ પણ શાખને આધીન છે. મૂળગુણ હોય તો મુનિ-મૂળગુણ જાય તો મુનિપણું જાય. સંઘમાં એકલી પીઠ ન ચાલે.
મેરૂની પીઠ ભલે મજબૂત છે પણ ઉપરની બધી વસ્તુઓ (મેખલા, ઉદ્યાન, નંદનવન વગેરે) ન હોય તો આટલી પંકાત નહિ. પાયો ગમે તેટલો મજબૂત હોય, અરે એમાં ભલે હીરા, માણેક કે મોતી ભર્યાં હોય પણ ઉ૫૨ એક માળનું પણ ચણતર ન હોય તો કામનું શું ?
સભા : ‘ત્યાં તો પછી જનાવરો આળોટે.’
માટે સમજો કે એકલી પીઠથી ન નભે. આજના એકલા જ્ઞાનઉદ્યોતવાદીઓ તો વળી પાયા/પીઠ વિનાના જ મહેલ ચણે છે, પરંતુ, પીઠ વિના મકાન ન હોય અને જમીન વિના અંકુર ન હોય, એ વાત તેમને કોણ સમજાવે ? સંસારનો ભય એ નિર્બળતા નથી :
પીઠ મજબૂત થઈ હોય તો શું શું જણાય ? શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા ન થાય, અન્ય દર્શનની અભિલાષા ન થાય, શ્રી જિનેશ્વરદેવના અનુષ્ઠાનના ફળમાં સંદહે ન થાય, મિથ્યાદષ્ટિની પ્રશંસા ન થાય અને એનો પરિચય ન થાય. એ જીવને સંસારમાં મજા ન આવે. સંસાર એને ભયંકર જ લાગે. સંસાર ભયંકર લાગવો એ નિર્બળતા નથી. ઘણા કહે છે કે ‘સંસારનો ભય બતાવી, શાસ્ત્રકારોએ બધાને નમાલા કરી દીધા, હું કહું છું કે જેઓ સંસારથી નથી ડરતા તે જ નમાલા છે. દુનિયાનું સત્યાનાશ તેમણે જ વાળ્યું છે કે જેમને સંસારનો ભય નથી અને તેથી જ પાપનો ડર નથી. એવાઓ જ દુનિયાને માટે શ્રાપરૂપ છે. સંસારથી ડર્યા તે તો સાચા બહાદુર છે. દુર્જનથી ડરવું એ કાંઈ સજ્જનનું અપલક્ષણ નથી.
–એમ સ્થૂલિભદ્રજીનું દૃષ્ટાંત ન લેવાય :
આજે તો કહે છે કે-‘તમે સજ્જન છો તો દુર્જનથી ડરો છો કેમ ? સજ્જનો દુર્જનના ટોળાથી દૂર કેમ ભાગે ? નૈષ્ઠિક બ્રહ્મચારીને વેશ્યાને ત્યાં
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૭૬ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 116 પણ જવામાં હરકત શી ?' શાસ્ત્ર કહે છે કે સજ્જને દુર્જનના સંસર્ગથી દૂર રહેવામાં જ લાભ છે. જ્યાં ત્યાં ભટકનારો બ્રહ્મચારી રહી શકતો નથી. જ્યાં
ત્યાં ભટકવાની ઇચ્છા એ જ બ્રહ્મચર્યને કલંકરૂપ છે. વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ? એવું બ્રહ્મચર્યનો પ્રેમી ન બોલે. બ્રહ્મચારીને “વેશ્યાને ત્યાં જવાનું મન જ કેમ થાય ?” એ લોકો કહે છે કે-“સ્થૂલિભદ્રજીને કેમ મન થયું હતું ?”. સ્થૂલિભદ્રજીને શાનું મન થયું હતું, તે બરાબર સમજો. તેમને બાર બાર વર્ષનો એ વેશ્યા સાથે સંબંધ હતો. વેશ્યા પણ એવી કે સ્થૂલિભદ્રજી સિવાય બીજે દૃષ્ટિ પણ ન કરે. તેમને થયું કે જેની સાથે બાર વર્ષ રહ્યો તેને કાંઈ પમાડું તો ઠીક.” એવી ભાવનાથી પણ પોતાની મરજીથી નથી ગયા પણ ગુરુઆજ્ઞા લઈને ગયા છે. ગુરુએ પણ તેમની યોગ્યતા જોઈને જ આજ્ઞા આપી છે. સિંહગુફાવાસી મુનિએ જ્યારે આજ્ઞા માગી ત્યારે ગુરુએ સાફ ના પાડી છે. કહ્યું છે. કે-એ તો સ્થૂલિભદ્ર એક જ, એના વાદ ન હોય. એ મુનિ ન માન્યા તો શું થયું, તે તમે . સાંભળ્યું છે. આ દૃષ્ટાંત અહીં પહેલાં કહેવાઈ ગયું છે.
સ્થૂલિભદ્રજી મુનિવેષમાં વેશ્યાને ત્યાં ગયા ત્યારે દૂરથી એમને જોઈને વેશ્યાને થયું છે કે-મુનિપણું લઈ તો લીધું પણ પાળવું ક્યાં સહેલું છે ? ન પળાયું માટે આવ્યા.” સ્થૂલિભદ્રજીએ ચાતુર્માસ રહેવા વસતિ માગી. વેશ્યા કહે
આ બધું આપનું જ છે. ફાવે ત્યાં રહો. પૂછવાની શી જરૂર છે?' સ્થૂલિભદ્રજી કહે-“એ જૂની વાત બધી ભૂલી જા. હવે એ સ્થૂલિભદ્ર હું નથી. આ કોઈ ચીજને હું મારી માનતો નથી. હું ફક્ત ચાતુર્માસ રહેવા માટે સ્થાન માગું છું. અનુમતિ હોય તો રહું તે પણ સાડાત્રણ હાથ તારે મારાથી દૂર રહેવું-એ શરત માન્ય હોય તો જ.” વેશ્યાએ માન્યું કે “મુનિ બનીને નવા નવા આવ્યા છે, હજી શરમાય છે એટલે એમ જ બોલે ! સમય જશે એટલે આપોઆપ ઠેકાણે આવશે.” બધી વાત કબૂલ રાખી ચિત્રશાળા ખોલી આપી.
એ ચિત્રશાળા પણ એવી કે જે જોઈને પાવૈયાને પણ પાનો ચડે. પણ આ મહાત્માને તો હવે બધું સમાન હતું. વેશ્યાને પ્રતિબોધ પમાડવા જ આવ્યા હતા. વેશ્યાને કહ્યું કે-“તું ને હું સમાન છીએ પણ પ્રભુશાસનના યોગે હું આ પામ્યો અને તારી હાલત કઈ છે તે જો !” ચાર મહિના સુધી વેશ્યાએ સ્થૂલિભદ્રજીને આકર્ષવામાં કોઈ ઓછપ ન રાખી પણ આખરે એ હારી, સ્થૂલિભદ્રજીને શરણે ગઈ અને ભગવાનનો ધર્મ પામી ગઈ. આવાં દૃષ્ટાંતો લઈને “ખરા બ્રહ્મચારીને વેશ્યાને ત્યાં જવામાં હરકત શી ?' એમ કહેનારનું બ્રહ્મચર્ય પોલું સમજવું. એ માત્ર આનંબર છે એમ શાસ્ત્ર કહે છે.
Page #598
--------------------------------------------------------------------------
________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ ઃ - 78
૫૭૭
આ બધા જણાવેલા ગુણોની પ્રતીતિ અને પ્રાપ્તિ તેને જ થાય કે જેની પીઠ મજબૂત હોય અને જેને પીઠ પ્રત્યે અનુરાગ હોય. એ પીઠની રૂઢતા માટે મહર્ષિએ જણાવેલી વિચારણા કરવાની છે. એ વિચારણામાં ભીરુતા નથી. સંસાર નિર્ગુણ છે, મુક્તિ સગુણ છે, સમ્યગ્દષ્ટિ આત્માની પ્રેમપૂર્વકની પ્રવૃત્તિ મુક્તિ માટે જ હોય અને આગમ કહે તેમ જ હોય. સંસાર જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ શોક આદિ ઉપદ્રવોથી ભરેલો છે. એનાથી ડરીને છૂટવા પ્રયત્ન કરવામાં ભીરુતા નથી. દુર્જનથી ચેતીને ચાલે એ જ સજ્જન. દુર્જન સાથે મજેથી બેસે તે સજ્જન નથી. સારામાં સારા ચિત્રને પણ શાહીના છાંટાથી બગડતાં વાર કેટલી ? ખોટી ચીજને સુધારવામાં વાર લાગે. દૂધને ખાટું ક૨વામાં જરા જેટલી છાશ બસ છે.
1147
સભા ‘તત્ત્વજ્ઞાનાદિ માટે આ દેશની સ્ત્રી નહિ, પણ પરદેશી સ્ત્રીનો પરિચય રાખવામાં વાંધો ખરો ?’
તત્ત્વજ્ઞાન માટે વળી સ્ત્રીના પરિચયની શી જરૂર ? આ દેશની સ્ત્રી કરતાં પરદેશી સ્ત્રીઓ વધારે છૂટછાટવાળી હોઈ તેનો પરિચય વધારે ભયંકર છે. ક્વચિત્ કોઈ અર્થે આવે તો પાંચ-પચીસ જણાની હાજરીમાં તત્ત્વ સમજાવવામાં હ૨કત નથી; પણ એના માટે પરિચય જ જોઈએ, એવું શા માટે ?
સભા : ‘પરંતુ, એ પ્રોફેસર હોય તો ?’
પ્રોફેસર હોય તેથી શું ? એ વાતનું મહત્ત્વ નથી. જે મર્યાદા આ દેશની સ્ત્રીઓમાં છે તે મર્યાદા પરદેશની સ્ત્રીઓમાં મહેનત કરો તોયે આવતાં વાર લાગે.
સભા ‘એનામાં પૂરતો વૈરાગ્ય હોય તો ?’
સાચો વૈરાગ્ય હોય તો મર્યાદા આવતાં વાર ન લાગે. પછી પરિચયની વાત રહેતી નથી. બાકી. વૈરાગ્ય કાંઈ રસ્તામાં નથી પડ્યો. એ પરદેશી સ્ત્રીઓએ કેવાં કામ કર્યાં છે એ તમે જાણો છો ? દશબાર વર્ષ પહેલાં થઈ ગયેલા વિશ્વયુદ્ધની વાત છે. તે વખતે જર્મનીની સ્ત્રીઓ જાસૂસી કરવા ઇંગ્લૅન્ડમાં પહોંચી ગઈ હતી. ત્યાંના મોટા મોટા માણસો ને અફસરોની સ્ત્રીઓ બનીને રહી અને તેમની પોતાની બનીને તેમનો નાશ કર્યો. છેવટ સુધી પરખાઈ નહીં. દરેક મોટા અમલદારના ઘરમાં દાખલ થઈ ગઈ અને નાનામાં નાની બાતમી જર્મનીમાં પહોંચાડી દેતી. ઇંગ્લૅન્ડમાં જે વ્યૂહ રચાય તેના સમાચાર વિના વિલંબે જર્મનીમાં પહોંચી જાય. આવી સ્ત્રીઓમાં વૈરાગ્ય આવી
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૭૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 114 ગયાની વાત માની લેવામાં ઉતાવળ કરવા જેવી નથી. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળમાં જે જમાનામાં વૈરાગ્યનાં સાંસાં હોય તે કાળમાં અનાર્યદેશ-જાતિકુળમાં તીવ્ર વૈરાગ્યની કલ્પના કરવામાં ડાહ્યા માણસે વિચાર કરવા જેવું છે; નહિ તો મૂર્ખ બનતાં વાર નહિ લાગે. પરિચયથી એનામાં વૈરાગ્ય આવે પણ ખરો, પણ એ પરિચયમાં મર્યાદા કેવી હોય ? મુનિની મહત્તા આચારમાં છે. શાત્રે કહ્યું કે વાતઃ પતિ નિમ્ા બાલજીવો લિંગને જોનારા હોય છે. - પૂ. આ. શ્રીમાન હરિભદ્રસૂરિ મહારાજાએ જીવોના ત્રણ પ્રકાર બતાવ્યા. બાલ, મધ્યમ અને પંડિત. બાલ જીવો લીંગ જુએ. માર્ગ ન સમજી શકે તે બધા બાલજીવો ગણાય. એ બધું બહારનું જુએ. એમને ધર્મ પમાડવાં માટે આચારનિષ્ઠ બનવું જોઈએ. એ જૈન કે જૈનેતર પણ હોય. એ મહાવ્રતો સમજવા માગે તો તેમને સમજાવાય. એમાં ચોથા વ્રતની વાતમાં નવવાડનું વર્ણન આવે. તેમાં વિજાતીય સાથે એકાંત ન સેવવાની વાત આવે ત્યારે ઇતર સાંભળનારો પણ હોશિયાર હોય તો મોઢે ન કહે પણ મનમાં ગાંઠ વાળે કે અહીં પણ પોથીમાંનાં રીંગણાં છે. એ છાયા કેવી પડી ? તત્ત્વજ્ઞાન આપવા માટે સ્ત્રી સાથે પણ એકાંતમાં બેસે તો જ અપાય ? જેમ બે કલાક વ્યાખ્યાનમાં નિયત તેમ તત્ત્વજ્ઞાન માટે પણ સમય નિયત રખાય અને તેમાં બીજા પણ આવીને બેસે તો હરકત શી આવે ?
સભાઃ “શીખવવાની ખાસ પદ્ધતિ છે, એમ કહે છે.”
એ અયોગ્ય છે. તત્ત્વગોષ્ઠિ બીજાઓ સમક્ષ ન થાય એવું જૈનદર્શનમાં કહ્યું નથી. એ કાંઈ ગુહ્ય વસ્તુ નથી. માત્ર આલોચના જાહેરમાં ન થાય. તત્ત્વગોષ્ઠિ એકાંતમાં જ થાય એવી વાતોનો આરંભ થશે તો મહાવ્રતની રક્ષા માટેની દીવાલમાં છીદ્રો પડશે. માનો કે એકવાર બેવાર કે પાંચ-પચીસવાર અગર એકને, બંને કે દશને વાંધો ન પણ આવે, વ્યક્તિઓ સારી પણ રહે પણ એનું પરિણામ શું? માટે તત્ત્વગોષ્ઠી માટે કલાક બે કલાકનો બીજો સમય જરૂર રાખે પણ એકાંતમાં રાખવાનું કારણ નથી.
સભાઃ “સામાના સમયની સગવડ જોવી પડે ને ?
જોવી પડે તો ભલે જૂઓ, પણ એક વાત સમજો કે ઘર વેચીને વરો ન થાય. એ તો રાત્રે કહે તો રાત્રે સ્ત્રી સાથે મુનિથી બેસાય ? મુનિના આચાર શ્રાવકે જાણવા જોઈએ. જ્ઞાનીઓએ બાંધેલી મર્યાદાઓ લંઘીને ઉદ્ધારની વાતો કરવા માગો કે તત્ત્વ પ્રચારવા માગો તો એ ન ભૂતો ન ભવિષ્યતિ !'
Page #600
--------------------------------------------------------------------------
________________
119
– ૩૮ : મુનિજીવનની મર્યાદાઓ :- 78 – ૫૭૯ પૂજ્ય આચાર્ય શ્રી હીરવિજસૂરિજી મહારાજા પગે ચાલીને ગયા, બાદશાહે મોકલેલાં વાહન ન સ્વીકાર્યા, તો પહોંચતાં પહેલાં જ અકબર બાદશાહના હૃદયમાં એ મહાપુરુષની યોગ્યતા અંકિત થઈ ગઈ. પછી તો માત્ર બીજા વાવવાની જ મહેનત રહી. હાથી પર બેસીને ગયા હોત તો બાદશાહને થાત કે જેવો હું એવા એ.’ આચાર વિનાની વિદ્વત્તાથી કદી સામો ઘડીભર મુગ્ધ બને પણ સરવાળે એને આદરભાવ ન થાય, બહુમાન પેદા ન થાય. વર્તન વિનાનું જ્ઞાન, આચાર વિનાની વિદ્યા, આગમાનુસારી પ્રવૃત્તિ વિનાની વિદ્યા તે ગધેડા પર બોજા જેવું છે. ભારનો એ ભાગીદાર થાય પણ ખુબોનો નહિ, પછી ભલેને એ ચંદનનો ભાર હોય.
તત્ત્વજ્ઞાની પણ ઇચ્છા મુજબ વર્તવાનું કહે, તો અજ્ઞાની ને તત્ત્વજ્ઞાનીમાં ભેદ શો ? મોટો પણ અશુચિમાં હાથ નાખે, તો નાના મોટાનો ભેદ શો ? તત્ત્વજ્ઞાની ગમે તેમ વર્તી શકે એવી છૂટ અપાય તો જેટલા સાધુ એટલાં ઘર મંડાય. તત્ત્વજ્ઞાનના નામે એકાંત સેવવાની છૂટ હોત તો આજે સાધુ શોધ્યા ન જડત. શ્રી જિનેશ્વરદેવનું જીવન સંપૂર્ણતયા અપવાદહીન હોય છે. જમીન પર પગ વાળીને એ કદી બેસતા નથી. શરીર તો એમનું ઘણું ઉપકારી છે છતાં અપવાદ એક નહિ. આપણે તો અપવાદથી ભરેલા છીએ તો પણ પાંચ મહાવ્રતમાં બાકીનામાં ભલે અપવાદ હોય, ચેંથામાં જરાય અપવાદ નથી. અપકાયની વિરાધનાની મના, તો પણ નદી ઊતરવાનો અપવાદ પહેલા વ્રતમાં રાખ્યો પણ ચોથે કેવલ નિરપવાદ. વિજાતીય સાથે એકાંતની કોઈ પણ કારણે છૂટ નથી. અગ્નિ પાસે મીણના ગોળાને રાખવાથી પરિણામ શું આવે? મીણના ગોળાને છૂટાં મારો તો લોહી કાઢે, પણ અગ્નિ પાસે મૂકો તો તરત પીગળવા માંડે-ટકી શકે જ નહિ. બૂટ પહેર્યા માટે ખીલા ઉપર પગ ન ઠોકાય. બૂટ ચીરીને પગમાં ભોંકાતાં વાર ન લાગે. એ જ રીતે તત્ત્વજ્ઞાનના બહાને વિજાતીય સાથે એકાંત સેવાયં તમે માનીએ કે વર્તમાનમાં કદાચ દોષ ન પણ હોય પરંતુ દોષને આવવાના દરવાજા ઉઘાડા તો મુકાય છે. એ કાર્યવાહી વાજબી નથી. એનું પરિણામ ભયંકર છે. એકાંતમાં વિદ્યા ગ્રહણ કરવાનો સાધ્વી માટે નિષેધ છે. મહાપુરુષો વાચના આપે ત્યાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચારે પ્રકારનો સંઘ સાંભળે. સાધ્વીને પૂછવું હોય તો આડા મુખે પૂછે. તત્ત્વજ્ઞાનની આપ-લે માટે એકાંત જ શા માટે જોઈએ ? આવી પોલ શ્રી જૈનશાસનમાં નથી. ... એ ડહાપણ નથી પણ બેવકૂફી છે?
આજ વિતંડાવાદ વધી પડ્યો છે. શાસ્ત્ર વિતંડાવાદની મના કરે છે. કોઈ
Page #601
--------------------------------------------------------------------------
________________
૫૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઇતર સમજવા માગે તો તો જરૂર સમજાવીએ. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી વાતો જાહે૨માં સમજાવવા તૈયાર છીએ પણ મર્યાદા મૂકીને નહિ. યાચકને ઘરના આંગણે આવવા દેવાય પણ ઉઠાવગીરને આંગણું ન દેખાડાય. એને તો રસ્તામાં જ પાંચ-દશ રૂપિયા આપી વિદાય કરાય. એને જો ઘરમા પેસવા દો તો બધું જોઈ જાય અને ગમે ત્યારે આવીને ધાપ મારી જાય. માટે તો કહેવત પડી કે રોટલો કોઈને પણ આપવો પણ ઓટલો તો માણસ ઓળખીને જ આપવો. દરેકની મર્યાદા જુદી. બધા સાથે એક સરખો વર્તાવ આ શાસનમાં ન નભે. સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અથવા સાધુ નમે કોને ? શ્રી વીતરાગદેવને, નિગ્રંથ ગુરુને, સત્ય ધર્મના અનુયાયીને. બીજાને ન નમે. ન નમે માટે કોઈ અભિમાની કહે તો ભલે કહે. તિજોરીમાં ખોટા સાચા બંને પ્રકારના રૂપિયા મુકાય ? કેમ નહિ ? સમતાભાવ રાખી બન્ને મૂકો તો શો વાંધો ? મૂર્ખમાં ખપવું પડે અને કોઈ વિશ્વાસ ન મૂકે. જે આવે તે મૂકો, એવી ઉદારતા બતાવે ને આપે એવા લેવા માંડે તો આપનારનું તો કામ,થાય પણ લેનારને ધોળે દહાડે આબરૂ ગુમાવવાનો વખત આવે અને ભીખ માગતા થવું પડે. આવી ઉદાર્તા, સમતા અને શાંતિમાં ઉદયની વાતો કરવી એ ડહાપણ નથી પણ બેવકૂફી છે, સાચા ખોટાની ચોકસાઈ કરીને લેવા દેવા એ વિચક્ષણતા છે.
1150
સાધુ આવું ન કરે :
આજે ઘણા કહે છે કે-‘સાધુ શા માટે ગૃહસ્થ સાથે ફરવા ન જાય ? ગમે ત્યાં રહે તો શો વાંધો ? ગમે તે ખાય પીયે તો શું બગડી જાય ?’ આ બધી કેવી વાહિયાત વાતો છે ? આ શાસનમાં એ ન ચાલે. અહીં તો સાધુ બનનારે તો અંકુશમાં રહેવું જ પડે. એનાથી જેમ તેમ ન બોલાય, જે તેં ન ખવાય, જ્યાં ત્યાં ન જવાય. આજે તો કહે છે કે-‘સાધુ લૉન ઉપર કેમ ન બેસે ? વનસ્પતિ ૫૨ ચાલવામાં શું વાંધો ? આમેય બીજા તો એના ઉપર ચાલવાના જ છે ને ? સાધુ ચાલશે તો ઉપયોગપૂર્વક ચાલશે એટલે હિંસા ઓછી થશે.’ આવું કહે માટે સાધુ વનસ્પતિ પર બેસે ? એમ તો ગૃહસ્થાવાસનાં ઘણાં કાર્યો સાધુ આપે ? સાધુ કાષ્ઠ પૂંજીને વાપરવાનો ઉપદેશ આપે પણ કોઈના ઘરે જઈને પૂંજી આપે ખરા ? ગૃહસ્થને ચંદ૨વો બાંધવાનો ઉપદેશ આપે પણ ન બાંધે તો એને માટે ક્યાંયથી લાવી આપીને પોતે એના ઘરે બાંધવા જાય ? શ્રી જિનપૂજાની વિધિ બધી સાધુ બતાવે પરંતુ કેસરની વાડકીમાં આંગળી બોળી પૂજા કરી બતાવવા સાધુ ન આવે.
જો આ બધી વાતમાં મના હોય તો તત્ત્વગોષ્ઠિ માટે સ્ત્રીઓ સાથે એકાંતની
Page #602
--------------------------------------------------------------------------
________________
1151
– ૩૮ : મુનિજીવનની મર્યાદાઓ :- 78 – ૫૮૧ છૂટ હોય ? યુવાન સ્ત્રી અને તે પણ પરદેશી, જેનાં અંગોપાંગ વધારે ખુલ્લાં દેખાય તેવો વેષ ધરાવનારી સ્ત્રી સાથે તત્ત્વજ્ઞાન માટે એકાંત, એ તો પતનનો માર્ગ છે. “યુરોપમાં તો આમ હોય અને તેમ હોય, ત્યાંના રિવાજ તમે ન જાણો.” એવી એવી વાતો કરી પરદા રાખી લોકથી અલગ પડી એકાંત સેવવું એ ઈષ્ટ નથી. આ બધી વાતો યોગ્ય નથી. એમાં ઊંડા ઊતરવામાં માલ નથી. મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ઉપદેશ કે ઉપકારને બહાને પણ કોઈ વર્તન કરાય નહિ.
મુનિને સંયમપાલનમાં બાધ આવતો હોય તો શાસ્ત્ર ચોમાસામાં પણ મુનિને વિહારની છૂટ આપી છે. સામાચારીમાં જણાવ્યું છે કે-મુનિ ભિક્ષાએ ગયા હોય, માર્ગમાં વરસાદ આવે, તો મુનિ કોઈ મકાન તળે ઊભા રહે; ત્યાં કોઈ સાધ્વી આવી ચડે, બીજું મકાન પચાસ કદમ દૂર હોય તો ભરવરસાદમાં પણ એ સાધ્વી ત્યાં જાય પણ અહીં ન ઊભી રહે. એક સાધુ અને એક સાથ્વી અથવા બે સાધુ ને બે સાધ્વી સાથે ઊભાં ન રહી શકે. ત્યાં કોઈ પાંચમું જોઈએ. પાંચમો કોઈ સાધુ, અથવા કોઈ સાધ્વી, અથવા કોઈ શ્રાવક કે શ્રાવિકા આવી જાય તો પાંચ જણા થાય એટલે ત્યાં ઊભા રહી શકે. નહિ તો ભરવરસાદમાં પણ સાધુ કે સાધ્વી ત્યાંથી આગળ જાય, પણ ત્યાં સાથે ઊભાં ન રહે. આ બધી મર્યાદાઓ બતાવનારા શાસ્ત્રકારો બહુ બુદ્ધિશાળી હતા. આ મર્યાદાઓ સંયમની રક્ષા માટે છે, નાશ માટે નથી. મુનિનાં દર્શન કરવા માટે તમે ભરવરસાદમાં આવી શકો પણ તમને દર્શન આપવા કે ઉપદેશ આપવા અમારાથી વરસાદમાં સામે ન અવાય. - રોજ પાંચ-પચાસ ગાળો જમા કરવી પડે છે :
દુનિયા ગમે તેમ વર્તે તેમાં અમારું કાંઈ બગડતું નથી. તેમ છતાં આ બધું શા માટે કહેવું પડે છે ? આટલા વિરોધીઓ છે તેમાં કોઈની સાથે અમારે અંગત વિરોધ નથી: કોઈ પરાયા કે દુશમન નથી. કોઈની સાથે કાંઈ લેણુદેણું નથી. સાચી અને હિતકર વાતો સંભળાવીએ છીએ; છતાં ગાળો આપે છે તો ગાળો ખાઈને પણ કહ્યા કરીએ છીએ તે શા માટે ? તમને સાચું સમજાવવા. આ પાટે બેસીને સાચું ન સમજાવીએ તો ગુનેગાર ઠરીએ. ઘણા કહે છે કે દ્વેષથી બોલે છે. પણ એમ દ્વેષથી બોલવામાં લાભ શો ? બદલામાં ઇનામ તો ગાળોનું મળે છે ને ? અમને ઇલ્કાબ ઘણા મળે છે. દી' ઊગ્યે સંખ્યાબંધ ગાળો જમા કરવી પડે છે. એ ગાળો પણ કેવી ? દેનારને જ વળગે એવી. મારે તો મા, બેન કશું નથી. પછી લાગે ક્યાં ? જ્યાંથી આવે ત્યાં જ પાછી જાય. ભાષા પણ કેવી ? એમના મોંમાં જ શોભે એવી-અમારી ખબર લઈ નાખવાના કાગળો આવે છે. અમે તો
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૮૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કહીએ છીએ કે ‘ભાઈ ! વહેલો આવજે.’ આ બધું જોખમ અમે વહોરીએ છીએ. શા માટે ? તમે અહીં આવનારા સાચું સમજો માટે. -વાત તો જે હોય તે જ સમજાવવી પડે
1152
સભા : ‘કહે છે કે આગળ-પાછળનાં વિદ્વત્તાનાં અને પદવીનાં વેરઝેર છે.’ વિદ્વત્તાનાં કદી વેરઝેર ન હોય અને ન પદવી કોઈ રોકી શકતું નથી. અરે, કોઈ રસ્તે ચાલનારો પોતાને બાદશાહ કહે ત્યાંયે કોઈ રોકવા 'જંતું નથી. વીસમી સદીમાં કોઈ કોઈની પદવી છીનવી શકે ખરું ? વસ્તુનું વર્ણન આવે ત્યાં એ વસ્તુ જેનામાં હોય તેને દુ:ખ પણ થાય ત્યાં ઉપાય શો ? શ્રી જિનેશ્વરદેવ પણ કરે શું ? સમવસરણમાં દેશના દે ત્યાં આત્માને નિત્ય પણ કહે અને અનિત્ય પણ કહે. ત્યાં કોઈ બૌદ્ધધર્મી ઊભો થાય ને કહે કે-આ દ્વેષથી બોલો છો. હવે દ્રવ્યાદિકનયે અને પર્યાયાર્થિકનયે જેવું હોય તેવું ભગવાન કહે એમાં દ્વેષ ક્યાં આવ્યો ? પેલા પૂછે એટલે ભગવાન સમજાવે કે આ રીતે નિત્ય અને આ રીતે અનિત્ય. હેતુઓ આપર્તા જાય તેમ તેમ પેલાથી સહન ન થાય અને પછી મૂંઝાય પણ તેથી થાય શું ? જેવું હોય તેવું કહ્યા વગર ચાલે ? બે ને બે ચાર, એમ સમજાવવામાં કોઈ અકળાય ત્યાં શું થાય ? સંયમરક્ષાની વાતમાં વરસાદમાં મુનિથી જવાય નહીં એ વાત આવે ત્યાં ઝટ કહે કે ફલાણા ગયા હતા એનું ખંડન આવ્યું. સાધુને રોટલાની ચિંતા ન હોય એમ કહીએ એટલે તરત કહે કે અમુક માટેની વાત આવી. જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ ન થાય એમ કહું એટલે કહે કે-જોયું ? જમાનાનું ખંડન આવ્યું ! પણ ત્યારે કરું શું ? વરસાદમાં મુનિથી જવાય, એમ કહ્યું ? સાધુને રોટલાની ચિંતા હોય, એમ કહું ? જમાનો જોઈને ધર્મક્રિયા ગૌણ કરવાનું કહું ? વિદ્યાના વર્ણનમાં રહું કે શ્રી જિનેશ્વરદેવના સાધુ વિદ્યાનો નિષેધ ન કરે, વિદ્યાનું અનુમોદન કરે, પણ તે વિદ્યા એવી ન હોય કે જેનાથી પાપનો પ્રચાર થાય. એટલે તરત કહે કે વિદ્યાલયનું ખંડન આવ્યું. ચાલે ત્યાં સુધી વસ્તુને ગોળગોળ કહીને વસ્તુનું પ્રતિપાદન કરું છું; તેમ છતાં કોઈને વાંધો આવે ત્યાં આપણો ઉપાય શું ? કાળજું ઠેકાણે રાખીને બોલું છું :
સમ્યગ્દષ્ટિ કોણ ? શ્રી જિનેશ્વરદેવ, નિગ્રંથ ગુરુ અને પ્રભુએ પ્રરૂપેલો ધર્મ, આ ત્રણને શ્રદ્ધાપૂર્વક માને તે. જે આ ત્રણને ન માને એટલું જ નહિ પણ તેની વિરુદ્ધ બોલે તે તો મિથ્યાર્દષ્ટિ કરતાંયે અધમ છે. પછી એ અણુવ્રતધારી કે મહાવ્રતધારી રહ્યો ક્યાં ? દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલાય ત્યારે ‘હું શું કરું ? ’ એમ વિરતિધર પણ કહે ? આજે જમાનાના નામે કેવી પ્રવૃત્તિ ચાલે છે તે જુઓ.
Page #604
--------------------------------------------------------------------------
________________
૩૮ : મુનિજીવનની મર્યાદાઓ : - 78
૫૮૩
- કહે છે કે ‘સ્વતંત્રતાની રૂએ અમને ઠીક લાગે તેમ બોલીએ. આગમોમાં પણ જે વાત અમને ખોટી લાગે તે વાતને અમે ખોટી કહેવાના. ‘આગમ કહે તે જ પ્રમાણ ’ એ આ જમાનામાં નહિ ચાલે. હું કહું છું કે ‘તમે આગમની વાતો ખોટી પુરવાર કરી બતાવો.’ તો કહે છે કે-‘એ પુ૨વા૨ ક૨વી ન કરવી તે અમારી મરજીની વાત છે. અમે કાંઈ બંધાયેલા નથી.’ આવું બોલનારાને બેજવાબદાર કે અયોગ્ય કહીએ ત્યારે કહે છે કે ‘તમે અંગત વિરોધ અને ટીકા કેમ કરો છો?' તમામ આગમ, આગમધરો અને અનંતા જિનેશ્વરદેવો તથા ગણધરદેવો માટે તેમને ગમે તેમ બોલવા માટે સ્વતંત્રતા ખરી પણ એવા શ્રદ્ધાહીન ટોળાંને શાસ્ત્રનાં વચનોના આધારે હાડકાંનો ઢગલો કહેવાની સાધુને છૂટ નહિ; આ તેમની એકતરફી સ્વતંત્રતા કેવા પ્રકારની ? સાધુને તો તેઓ પૂછે કે-‘તમારી ભાષાસમિતિ ક્યાં ગઈ ?’ કહેવું પડે કે ‘ ભાઈ ! એ તમે ફેલાવેલો કચરાનો ઢગલો સાફ કરવા ગઈ,
એ કચરાને જલાવી દેવા ગઈ.’
1153
ન
અનંતા જિનેશ્વરદેવો માટે જેમતેમ બોલે, આગમો માટે ન બોલવાનું બોલે, ત્યારે, ‘એનું એ જાણે, આપણે શું ? ક૨શે તે ભોગવશે !’ એમ બોલી સંતોષ ન વળાય. એવો અહીં આવે તો એવાની સુખશાતાયે ન સ્વીકારાય. બધા ઉપર હલ્લો લાવતા હોય, બધું લુંટાતું હોય, ત્યારે સાધુ નહિ બોલે તો કોણ બોલશે ? સાધુથી બેઠા બેઠા જોતા રહેવાય ? માણસ લુંટાયા પછી ‘પેલો જાય, પેલો જાય’ એમ બૂમો મારે પણ ‘એ ચોર છે’ એમ ન બોલે ત્યાં સુધી પોલીસ એને પકડે શી રીતે ? પોલીસને એ રીતે પકડવાની સત્તા નથી. ગ્રાહક હજારોનો માલ ઉઠાવીને ચાલતો થાય તોયે મુનીમ શાંતિ રાખે ત્યારે શેઠ કહે ને કે, પગાર શાનો ખાય છે ? પેલો માલ ઉઠાવીને ચાલતો થાય છે. તોયે શાંતિથી બેઠો બેઠો જોયા કરે છે ? આવો ગમાર પહેલેથી જાણ્યો હોત તો નોકરીમાં રાખત જ નહિ. પગાર ખાવો ને ધ્યાન ન રાખવું એ નહિ ચાલે. એ જ રીતે આગમ અને મૂર્તિ માટે ગમે તેમ બોલાતું હોય તે વખતે પણ મૂંગા રહે તો એ શ્રી જિનશાસનના આચાર્ય શાના ? સાધુ શાના ? એમને તો કહેવું પડે કે ‘ઘર ભેગા થાઓ, નાહકના શ્રાવકોના રોટલા ન બગાડો.' ઘરમાં ચોર પેસે ને નોકર કદી ભય પામે તો ઘરમાં ન જાય પણ રાડ તો પાડે ને ? લોક તો ભેળું કરે ને ? તમને લાગશે કેમહારાજ ગરમ થયા. પણ હું ભલે ગરમ થયો છતાં કાળાં ઠેકાણે રાખીને બોલું છું. આચાર્યો તથા મુનિઓ જૈનશાસનની પેઢીના રક્ષકો છે. અવસરે તેમણે. તેમની ફરજ બજાવવી જ જોઈએ. શાંત બેસી રહે ન ચાલે. કોઈ ડાહ્યો માણસ કારણસર બે શબ્દો ગમે તેમ બોલતો આવે ત્યાં નમ્રતા રાખીને તેને શાંત પાડીએ
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૮૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
એ જાદી વાત છે. એ નમ્રતા પણ સાર્થક છે. પણ ઉન્મત્તોને શાંત પાડવા તો એ જેટલા જોરથી આવતા હોય, તેની સામે ડબલ જોર બતાવવું પડે. તો જ એ નરમ થાય. સામો જાતવાન હોય તો તેની સાથે એ રીતે વર્તાય પણ જાતવાન નથી એમ માલૂમ પડે તો એને બોલતાં જ દબાવવો પડે; આ નીતિ છે. સીધા પ્રશ્ન પૂછનારને મજેથી શાંતિપૂર્વક સમજાવાય પણ આડાટેડા પ્રશ્ન પૂછનારને તો એવો ઉત્તર અપાય કે એ પણ ગભરાય. પૂર્વે પણ વાદી આવે ત્યારે સીધી રીતે વાદ કરે તો પૂર્વાચાર્યો એ રીતે ઉત્તર દેતા પણ જો આડો ચાલે તો ઉપરાઉપરી પ્રશ્નોના ધોધ એની સામે એવા વરસાવે કે પેલો મૂંગો બનીને ચાલતો જ થઈ જાય.
1154
શ્રી સંઘમેરૂની શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણમય મેખલાનું વિશેષ વર્ણન કરતાં શાસ્ત્રકાર ભગવંત હજી પણ આગળ શું કહે છે તે હવે પછી.
Page #606
--------------------------------------------------------------------------
________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ-૩ સોમવાર, તા. ૩-૩-૧૯૩૦
79
• પાંચ મહાવ્રતનું સ્વરૂપ : • આગમનાં રહસ્યો કોને અપાય ? • જૈનદર્શનનું અપૂર્વ તત્ત્વ અને ઉપકારીઓનો ઉપકાર : • દયા જ્ઞાનીની અને અજ્ઞાનીની :
સહન કરવાની ટેમ પાડો ! "
આત્મસેવાના અર્થીને શરીરની સેવા ભયંકર લાગે : • સેવા, નાશવંતની કે શાશ્વતની..? '
વ્યાયામ-અખાડા શા માટે ? • પ્રચારની પોકળતા : .
એવાઓને મદદ ન કરાય : ૦. અમારો વિરોધ ક્યાં ? • બોલવાના સમયે બોલ્યા વિના ન ચાલે :
પાંચ મહાવ્રતનું સ્વરૂપ - અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠનું વર્ણન કરી ગયા બાદ, એ પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાના સ્વરૂપને બતાવી ગયા અને હવે તેની મેખલાનું સ્વરૂપ વર્ણવે છે.'
શ્રેષ્ઠ ધર્મરત્નોથી મંડિત સુવર્ણમય મેખલા જોઈએ. મૂળગુણો સુવર્ણ છે અને ઉત્તરગોણો એ રત્નો છે. ઉત્તરગુણો વિના મૂળ ગુણો શોભતા નથી. માણસ ગમે તેવો રૂપાળો હોય પણ વસ્ત્ર વિના શોભતો નથી. વસ્ત્ર વિના એને છુપાઈને જ રહેવું પડે. ઘણા કહે છે કે-“જરા આમતેમ બોલાય, થોડું ઓછુંવતું બોલાય તેમાં બીજાં મહાવ્રતને શી હાનિ ?” શાસ્ત્ર કહે છે કે એ ન નભે. હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંગ, પરિગ્રહ આ પાંચેય ન કરવાં, ન કરાવવાં ન અનુમોદવાં; તેનાં મન, વચન, કાયાના યોગે; એ રીતે નવકોટિ પચ્ચકખાણ કર્યા છે. નવકોટી પચ્ચખાણ કર્યા પછી ગમે તેમ બોલવાનું કહે એ ચાલે ? મુનિપણાના
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૮૭
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૨
-
1158 .
મૂળગુણમાં બારી નથી. એમાં આશ્રવના બધા દરવાજા બંધ છે. આશ્રવ રોક્યા વિના નિર્જરા કામ ન આપે. આશ્રવની ધમચકડી ચાલુ હોય તો, જાય થોડું ને વળગે ઘણું. એ આત્મા નિર્મળ થાય ક્યારે ? આગમનાં રહસ્યો કોને અપાય?
કોઈ કહે કે “અમે ક્યાં સ્ત્રી રાખી છે ? પછી વ્રતભંગ કેવી રીતે ?” કહેવું પડે કે રાખી નહિ તે ઠીક છે પણ રખાવવાની પેરવી કરી હોય તો ? એ પણ ન ચાલે.
સભા: “એવું કરવું હોય તો સાધુપણામાં રહીને લાભ શો ?”
લાભ એ કે અર્થીજનો પ્રશંસા કરે. સાધુ થયા પછી જેમ જેમ ડીગ્રી વધે તેમ તેમ આગમની ચાવી એના હાથમાં આવે.
તિજોરીની ચાવી કોને અપાય ? શાસ્ત્રરૂપી ખજાનાની ચાવી જેને તેને ન અપાય. શેઠિયાઓ તિજોરીની ચાવીનો ઝૂમખો નોકરને સોંપતાં પહેલાં પરીક્ષા કરે છે. પહેલાં તો ઘરમાં બે-ચાર વખત પૈસા જ્યાં ત્યાં રખડતા મૂકે અને તપાસ કરે. બે-પાંચ વાર પરીક્ષા કર્યા બાદ સો ટચનું સોનું જણાય તો ઝૂમખો આપે. મોટા શેઠિયાઓને ત્યાં રૂપિયા પણ તોલીને અપાય લેવાય છે. લાખો રૂપિયાની લેતી દેતી હોય, ત્યાં ગણવા બેસે તો આરો આવે ? એમાંથી રોજ પાંચ-પચીસ ઉઠાવવા ધારે તો ઉઠાવી શકે. માટે જ ચાવીનો ઝૂમખો શેઠિયાઓ પરીક્ષા કર્યા પછી જ સોંપે છે.
આગમની ચાવી પણ એના હેતુ, રહસ્યો જાણ્યાં હોય એને અપાય. હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંગ, પરિગ્રહ આ પાંચેય ન કરવાનાં નવકોટિથી જેને પચ્ચકખાણ હોય તેને આગમની ચાવી અપાય. કોઈ કહે કે “અમે આવા બંધનમાં આવવા નથી માગતા.” તો તેમને કહેવું પડે કે-“તો ઘેર જાઓ !” મેખલા પોલી ન ચાલે. થાંભલા સારા ને મજબૂત ન હોય તો તેના પર મોટું મકાન ન થાય. પ્રતિજ્ઞા પૂરી પાળવી હોય તો આવો, નહિ તો ચાલ્યા જાઓ. પહેલી મેખલા પર આખા સંઘનો આધાર છે.
જેના ધર્મગુર ઢીલા, જેનો સેનાપતિ આંધળો, એનું કટક કૂવામાં. મેખલામાં મુખ્ય કોણ? મૂળગુણ ને ઉત્તરગુણ. એ કોનામાં હોય ? સાધુમાં. જૈનદર્શનનું અપૂર્વ તત્ત્વ અને ઉપકારીઓનો ઉપકાર: .
હવે મેરૂ ઉપર ચિત્રકૂટો છે. ચિત્રકૂટો એટલે શિખરો. જે પહાડ મોટો તેને શિખર ઘણાં હોય. તેમાં એક મોટું શિખર તો હોય જ. પથ્થરનાં પહાડનાં શિખર
Page #608
--------------------------------------------------------------------------
________________
117 –– ૩૯ સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79 – ૫૮૭ , સામાન્ય હોય જ્યારે મેરૂ તો સુવર્ણનો છે, તેથી એનાં શિખરો પણ કાત્તિમાન અને દીપ્તિમાન હોય છે. જ્યાં દેવો અને વિદ્યાધરો ક્રિડા કરવા આવે, એ જગ્યા અને એનાં શિખરો અનુપમ હોય તેમાં નવાઈ નથી. શ્રી સંઘમેરૂમાં હવે કૂટો ઘટાવવાનાં છે.
આ શાસ્ત્રકારો જેવા ઉપકારી ક્યાંય મળવાના નથી. તેઓ આપણા ભલા માટે બધું કહી ગયા છે. આપણે શું ખાવું, શું પીવું, એનો વિચાર પણ એમણે કર્યો છે. જો કે એમની ઇચ્છા તો બધાને અણાહારી બનાવવાની છે પણ જો જાણતા હતા કે બધા એમ એકદમ અણાહારી બની જાય તેવા નથી. એટલે ભક્ષ્ય, અભક્ષ્ય વગેરે સમજાવીને એવી સ્થિતિ કરી કે જેના પરિણામે આત્માઓ અણાહારી બને. આ ભક્ષ્ય છે અને આ અભક્ષ્ય, કારણ કે એમાં જીવોત્પત્તિ થાય, વગેરે બધું આ ઉપકારીઓએ બહુ ઝીણવટથી બતાવ્યું છે.
જીવોનાં ઉત્પત્તિસ્થાન, નાશની સ્થિતિ વગેરેનું જેવું વર્ણન અહીં છે તે બીજે જોવા નહિ મળે. બીજે તો કોઈએ આત્મા એકાંત નિત્ય કહ્યો તો કોઈએ એકાંત અનિત્ય કહ્યો, કોઈએ એક કહ્યો તો કોઈએ અનેક કહ્યો, કોઈએ વળી એકાંત નિર્મળ કહ્યો પણ પછી આગળ કાંઈ નહિ. એકેંદ્રિય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય, સ્થાવર, ત્રસ, સંજ્ઞી અસંજ્ઞી, સંમૂચ્છિમ, ગર્ભજ, પર્યાપ્તા, અપર્યાપ્તા, આ બધી ઝીણવટભરી વાતો આ શાસ્ત્રકારોએ બતાવી છે. જીવો કેટલા પ્રકારના, કયા જીવ ક્યાં અને ક્યારે ઉત્પન્ન થાય, એ બધી વાતો બીજે જઈને પૂછો તો માથું ખંજવાળશે. વસ્તુનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ વર્ણન તો આ ઉપકારીઓએ કર્યું છે. એ બધું સ્વરૂપ જામે તે વાસ્તવિક દયા પાળી શકે.
તત્ત્વજ્ઞાન થાય ત્યારે આત્માને વસ્તુની ઓળખ થાય; એ થાય પછી તથાવિધ એનો અમલ થાય; પરિપૂર્ણ અમલના યોગે આત્મા વિશુદ્ધ બને; આત્મવિશુદ્ધિ યોગેય કર્મમળનો વિગમ થાય; સંપૂર્ણ કર્મમળનો નિગમ થાય ત્યારે મુક્તિપદ મળે. માટે મુક્તિસુખના અર્થીએ આ બધું જાણવું પડશે અને જાણીને આચરવું પડશે. મુક્તિ તરફ એકલી આંગળી ચીંધે નહિ ચાલે; પરંતુ એના સાધક-બાધક તમામ તત્ત્વો જાણીને, બાધક ખસેડી સાધક સાધવાં પડશે ત્યારે સાધ્ય સિદ્ધ થશે. જૈનશાસનની આ ખૂબી છે; બીજે એક વાત પૂરી નહિ મળે. -
જગત કેટલું ? તો બ્રહ્માંડનો ગોળો, એમ બીજે કહી દીધું; પણ તેના પ્રમાણ વિષે બીજી કાંઈ વિગત ન જણાવી. કેટલું લાંબુ, કેટલું પહોળું, કેટલું ઊંડું વગેરે પૂછવા માંડો તો ત્રીજા પ્રશ્ન મૂંગા થવું જ પડે. જ્યારે અહીં તો ગમે તેટલા પ્રશ્નો
Page #609
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પુછાય તો પણ એક પછી એક તેના મસર ઉત્તરો મળ્યે જ જાય. જમીન કેટલી, પાણી કેટલું, નદી-નાળાં-દ્વીપ-સમુદ્ર-સરોવ૨-દ્રહો કેટલા, લાંબાપહોળા-ઊંડા કેટલા, એની પરિધિ કેટલી, એનું ઘનમૂળ, એનું વર્ગમૂળ વગેરે બધું આ દર્શને કહ્યું. ગણિતના પ્રોફેસર પાસે ગમે તેવા મોટા સરવાળા બાદબાકી મૂકો પણ તરતમાં એ એની ભૂલ પકડી આપે; કારણ કે વસ્તુ એની નજરે તરે છે. તમારો ત્યાં પત્તો પણ ન લાગે. એ જ રીતે સર્વજ્ઞ આ બધું જ્ઞાનચક્ષુથી જુએ છે. બીજા તો દેખાય તે જ કહે. તેમાં આગળનું કહે તો પાછળનું રહે અને પાછળનું કહેવા જાય તો આગળનું રહી જાય. અહીં આગળપાછળ, ઉપર-નીચે, આજુબાજુ, એ તમામ સ્થાને જે હોય તે કહે.
૫૮૮
1158
સર્વજ્ઞતાની પરીક્ષા અજબ છે. એના ગણિતમાં ફેર ન પડે.. એકએક વસ્તુનાં પ્રમાણ મસર નિરૂપણ કરે. જૈનશાસનની ભૂગોળ સમજાવનાર બરાબર સમજાવે તો એ સમજાવવામાં વર્ષો વહી જાય. દુનિયાની વર્તમાનની ભૂગોળ કેવી ? પૃથ્વી કેવી ? તો કહે ગોળ દડા જેવી; કારણ એક જગ્યાએથી નીકળ્યા ને ચાલ્યા જઈએ તો મહિનાઓ પછી ફરી ફરીને પાછાં ત્યાં આવીએ. આટલું કહી દે ત્યાં વાત અટકે. વડોદરામાં ભુલભુલામણીનો બાગ છે. એ બહુ તો પા માઈલના વિસ્તારમાં હશે. પણ એમાં ભૂલો પડેલો કલાકો સુધી બહાર નીકળવા મથે પણ ફરી ફરીને પાછો ત્યાંનો ત્યાં જ આવે. અમુક જગ્યા એવી હોય કે જ્યાંથી જુદું ફંટાવાનું હોય પણ એ એના ખ્યાલમાં આવે જ નહિ ત્યાં સુધી આંટા માર્યા જ કરે. એ ખ્યાલમાં આવે કે તરત બહાર આવે. અગર બૂમો મારે ને કોઈ હોશિયાર આવીને બહોંર કાઢે તો બહાર આવે. .
આજની દુનિયાના વર્ણનમાં પણ આ વાત ઘટે છે. અમુક સ્થાનેથી અલગ પડતાં બીજે જવાતું હોય પણ એ દેખાય જ નહિ ત્યાં શું થાય ? ફરી ફરીને અહીં આવે અને પછી એ જ રીતે માને. એનો ઉપાય નથી. ડાહ્યા શિક્ષકો ભણાવે છે ખરા પણ કહી દે છે કે ભાઈ ! એ લોકો આમ કહે છે. ભણાવે છે ખરા પણ કહી દે છે કે ભાઈ ! એ લોકો આમ કહે છે. સંશોધકો પણ કહે છે કે આટલો મેળ મળે છે; આટલું દેખાયું છે; એમાં ભૂલ પણ હોય; કાંઈક રહી પણ જતું હોય; એટલે એ ડાહ્યા છે; કોઈ વાત આખરી છે એમ કહેતા નથી.
પાણીના એક બિંદુમાં છત્રીસ હજાર વો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈને મનાવનારે મનાવ્યા. અને હવે કેટલાક જૈનો પણ માને છે. અને કહે છે કે ‘ભગવાન પાણીમાં જીવ કહેતા હતા તે સાચું. વૈજ્ઞાનિકો નજરે બતાવે છે.’ . .’ સાધુ પણ કેટલાક એમ જ બોલવા લાગ્યા છે. વારુ ! એ નજરે જોઈને માને છે તે
Page #610
--------------------------------------------------------------------------
________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
૫૪૯
જીવ કયા ? એ જીવ તો બીજા. એ કાંઈ અપ્લાયના જીવ નથી. દૃષ્ટિમાં આવે તે તો ત્રસ જ્હો હોય. અકાયના જીવો તો સ્થાવર છે. એ દેખાય ખરા ? હાલેચાલે ખરા ? હાલેચાલે એ જીવો બીજા. વળી જેમ જીવ હાલે તેમ જડ પણ હાલે ને ? પાણીમાં કચરો હોય તે પણ હાલેચાલે. એટલે જીવ અને જડ બેય હાલે. પાણીના એક બિંદુમાં છત્રીસ હજાર સ્ક્વો છે એમ જૈનો પણ આજે બોલતા થઈ ગયા. શ્રી જિનેશ્વરદેવે તો અસંખ્યાતા જીવો કહ્યા છે; પણ એ વાત એમને ગળે ન ઊતરે. એ તો કહેશે કે-‘છત્રીશ હજાર જ છે' કેમ ? તો કહેશે કેવૈજ્ઞાનિકો કહે છે માટે.’
1159
ભગવાને કહેલા અસંખ્યાત વો એ પાણીરૂપ જીવો છે. પાણીરૂપ વો અને પાણીમાં જીવ એ બેમાં ભેદ છે. શાસ્ત્રકારોએ પાણીને જ સ્વયં સ્વરૂપ માનેલ છે. આપણું શ૨ી૨ જીવવાળું છે. એમાં આત્મા રહ્યો છે; એ જ રીતે પાણી પણ અકાય જીવોનું શરીર છે. પાણીના એક બિંદુમાં એવા અસંખ્યાતા જીવો છે. એના સેંકડો કણિયા પડે. તેવા એક કણિયાના પણ અસંખ્યાતા જીવો અને આખા સમુદ્રમાં પણ અસંખ્યાતા જીવો. એ અસંખ્યાતાના પણ અસંખ્યાત ભેદ પડે છે. આ દર્શનનું સંખ્યાતુ, અસંખ્યાતુ, અનંતુ, એ બધું જુદું. ગણાય તે જ સંખ્યાતુ એમ નહિ. પાય તે પણ સંખ્યાતુ હોય. બધાની જુદી જુદી મર્યાદાઓ છે.
કંદમૂળ કે અનંતકાય (બટાટા વગેરે)ના સોયના અગ્રભાગમાં જેટલા વો છે તેના કરતાં જ્ઞાની કહે છે કે દુનિયાના તમામ પાણીના, પૃથ્વીના, વાયુના, અગ્નિના, પ્રત્યેક વનસ્પતિના, મનુષ્યના, દેવના અને તિર્યંચના (સાધારણ વનસ્પતિ સિંવાયના) તમામ જીવો ભેગા કરો તો પણ તે કેટલા ઓછા છે, તે જાણો છો ? અનંતગુણા ઓછા છે.
સભા : ‘આજના બુદ્ધિવાદીઓ આ ન માને.’
એ ન માને તે એમની મરજી. એ ભલે ન માને તો પણ યુક્તિસંગત તો છે જ. ઘઉંના આટાની ભરેલી માટલીમાં દ્રવ્ય તો એક જ ને ? અને બ્રેડ વસ્તુઓ ભેગી લસોટી રતિભારની ગોળી બનાવી હોય તો એવી ગોળીમાં પણ બ્રેડ દ્રવ્ય ખરાં કે નહિ ? કોઈ કહે કે આવડી મોટી માટલીમાં એક દ્રવ્ય અને આટલી નાની ગોળીમાં બ્રેડ દ્રવ્ય ? એમ કેમ બને ? નજરે બતાવો. તો કહેવું પડે કે વાત યુક્તિસંગત છે પણ તું ન માને તો તારી મરજી. શ્રી જિનેશ્વરદેવે તો કહ્યું કે ઘણા પદાર્થો અતીન્દ્રિય છે, જે આંખથી ન દેખાય.
ભગવાને અનંતકાયનો નિષેધ કર્યો તેનું કારણ એક જ છે કે શરીરને
Page #611
--------------------------------------------------------------------------
________________
1160
૫૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
પોષનારાં સાધનો ઘણાં છે, હિંસા તો દરેકમાં છે જ, છતાં ઓછી હિંસાએ નભે તો વિનાકારણ અનંતકાયના અનંત આત્માનો ઘાણ શા માટે કાઢે ! અને સંસારમાં શા માટે રખડે ? જૈનદર્શન વિશિષ્ટ કોટિનું છે, અનુપમ છે. દુનિયાના જીવો સંસારના પારને પામે માટે જ ઉપકારીઓએ ઉપકાર દ્દષ્ટિએ આ બધી વાતો કરી છે.
શ્રી જિનેશ્વરદેવો એ પણ જાણતા હતા કે આ વાતની ઘણા શ્રદ્ધાહીને લોકો મશ્કરી પણ કરશે. પણ સત્ય એ એવી ચીજ છે કે તેની સામે લાખો આક્ર્મણ આવે તો પણ એ ટકી રહે છે. આજે તો ઘણા એવા ડાહ્યાઓ (!) પણ છે, જે નજરે જોયેલી વાતને પણ માનવા ના કહે; પણ તેથી એ વાત કાંઈ ખોટી કહેવાય ? છપ્પન માળના બિલ્ડિંગની વાત જંગલનો ભીલ માને ? ગમે તેટલું સમજાવો તોયે એ ન માને. એ તો હાથ ઊંચો કરીએ એટલું મકાન ઊંચું હોય, એમ માને. ઘાસની ઝૂંપડીમાં એ ૨હે. ત્યાં સુતારની નિસરણીની જરૂર જ ન પડે. છપ્પન માળની હવેલીની વાતને એ ગપ્પુ જ માને. એ પૂછે કે એના ઉપર ચઢાય જ શી રીતે ? પેલો કહે કે પણ અમે એમાં રહીંએ છીએ, ભાઈ ! તો કહે કે ‘ગપ્પાં મારો છો ! કદી શહે૨માં એને લાવો તો દૂરથી જ શહે૨ની ધમાલ જોઈને એ ભાગે. પણ એ ભીલ ન માનેં માટે છપ્પન માળના મકાનની વાત ખોટી કહેવાય ?
આ દેશમાં રેલગાડી નવી આવી ત્યારે ગામડાના લોકો વાંકા વળીને જોતા હતા કે આને બળદિયા ક્યાં બાંધ્યા છે ?’ રેલમાં બેસતાં પણ ગભરાતા હતા.
છપ્પન માળના મકાનને નહિ માનનારો ભીલ જેવો તમારી નજરે છે, તેમ જ્ઞાનીઓની નજરે તમે એ ભીલ જેવા છો. સ્થૂલબુદ્ધિના ધણીથી લાંબુ ન જણાય. શ્રદ્ધાથી માનવું જોઈએ, નહિ તો સર્વજ્ઞ જેવી શક્તિ કેળવવી જોઈએ. ભગવાન સર્વજ્ઞોએ કહ્યું કે કાં તો અમારું માનો, નહિ તો અમારા જેવા બની નજરે જુઓ. અમારા જેવા થાઓ નહિ, અમારું કહ્યું માનો નહિ, તો સંસારનું ચોગાન પરિભ્રમણ કરવા ખુલ્લું છે.
દયા-જ્ઞાનીની અને અજ્ઞાનીની
જેમ જેમ જ્ઞાન વધે તેમ દયામાં ભેદ પડે. આપણી દયામાં અને એમની દયામાં આસમાન જમીનનું અંત૨. તમે તો વાતવાતમાં કોઈ દુ:ખિયાને જોઈને કંપી ઊઠો, જ્ઞાની એમ ન કંપે. જ્ઞાની જ્ઞાનદૃષ્ટિએ જગતના એક એક દુ:ખી જીવને જુએ અને કંપ્યા કરે તો એ વે કેટલા દિવસ ? સૌ આત્માઓ કર્માધીન છે એમ એ જોઈ રહ્યા છે માટે એને બચાવવા કર્મના સ્વરૂપ આદિ બતાવી
Page #612
--------------------------------------------------------------------------
________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
તેનાથી મુક્ત બનવાના ઉપાય બતાવે છે. એ જ એમની દયા.
છોકરો દૂધ માંગે ને ન મળે તો માબાપની આંખમાં પાણી આવે પણ સાધુની આંખમાં પાણી ન આવે. સાધુ તો એની ઇચ્છાને રોકવાનું સમજાવે. દુનિયાના સર્વ પ્રાણીઓ કરતાં સાધુ કોમળ ખરા, પણ ડાહ્યા હોય. એની દયા વિવેકવાળી હોય. તમને પણ જેવી મોહજનિત દયા તમારા દીકરા માટે આવે, એવી બીજા માટે ન આવે.
1161
૫૯૧
તમારી દયા ઘોલકીની છે, સંકુચિત છે. સાધુની એવી નથી. સાધુની દયા વિશાળ છે. સાધુ તમને કઠોર લાગે પણ એમ તો તમે પણ કઠોર બનો છો. ડૉક્ટરો મના કરે તે ચીજ કઠોર બનીને, બાળકને રડવા છતાં પણ નથી આપતા. પાડોશી કહે તોયે ન આપો. તમે એ રીતે કઠિન અને અમે આ રીતે કઠિન. જ્ઞાનીની દયા તાત્ત્વિક હોય છે.
બાળક દૂધ માટે રોવે ત્યારે દૂધ આપી છાનું રાખવું એ વ્યાધિ શમાવ્યો નહિ પણ વ્યાધિ વધવાનો રસ્તો બતાવ્યો કહેવાય. સાચાં માબાપ કદી બાળકની લતને આધીન ન થાય. એ તો બાળકને એવા બનાવે કે એ બાળક માબાપ આપે તે જ લે; બીજું માગે જ નહીં. બાળક માગે, હઠ કરે તે માબાપ ન જ આપે, કેમકે માગવાની કુટેવ પડવાથી બાળક દુ:ખી થાય. માબાપ સારી ચીજ બાળકને આપ્યા વિના ન રહે પણ બાળક હઠ કરે તો ન જ આપે, બાલ્યકાળમાં એવી ટેવ પડે પછી માગ્યું રોજ મળે એમ લખી આપ્યું છે ? ન મળે ત્યારે રૂવે કોણ ? એ તો બાળકને દુ:ખી કરવાનો રસ્તો છે. બાળકને જ્યાં ખાતરી થઈ કે માબાપ આપ્યા વિના રહે તેવાં નથી પણ માગ્યું તો આપે જ નહિ એવાં છે, તો એ બાળક.કદી માગશે નહિ. આવું બાળક બહાર ફરવા જાય ને અનેક વસ્તુઓ જુએ તો પણ એને કોઈ મન ન થાય. આજે તો બહાર ફરવા જાય ત્યાં મોટાઓ પણ જ્યાં ત્યાં નજ૨ નાખ્યા કરે. આવાને જ મુંબઈનું પાણી લાગે છે. જે જુએ તે એને ખાવા જોઈએ. શરીર મોટું, ચીજો ઘણી. આંખો જ્યાં ત્યાં ફર્યા કરે અને ઇચ્છાનો અંત નહીં; જેટલું નવું દેખાય તેટલું લેવાની ટેવ પડી હોય, પછી એ દુ:ખી ન થાય તો થાય શું ? માબાપે એને કેળવ્યો એવો, માટે એની એ દશા થઈ.
આજે તો શેઠાઈ છે પણ કાલે કંગાલિયત આવે ત્યારે શું ? શેઠિયાઓએ આ વિચારવાનું છે. સદા સરખી સ્થિતિ કોઈની રહેતી નથી. શેઠ માની બાળકને જ્યાં ત્યાં હાથ નાખવા દેવાની ટેવ ન પાડો. ડાહ્યા અને સમજદાર માણસો તો જેઓ પૂર્વે કંગાળ સ્થિતિમાંથી મોટા શેઠ શાહુકાર કે રાજા મહારાજા
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૯૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
બન્યા ત્યારે ગમે તેવા ઉત્તમ ભોજનો ભાણામાં આવે તો પણ પહેલાં તો રોટલાનું બટકું ખાય પછી જ જમે, જેથી પૂર્વની સ્થિતિ ભુલાય નહીં. એ વિચાર કરે કે ભલે આજે તો શીરાપુરીના ઝાકઝમાળ છે પણ કાલે કદાચ ચાલ્યા પણ જાય; જ્યારે, આ રોટલો તો હંમેશનો છે; ગમે ત્યારે પણ મળી જવાનો; માટે આને ભૂલવો નહિ, જેથી એવા વખતે મૂંઝવણ ન થાય. કહે છે કે વડોદરા નરેશ હજી પણ રોજ જમતાં પહેલાં કે જમ્યા પછી થોડો રોટલો ને ભૈડકું ખાય જ છે. આમ પૂર્વની સ્થિતિ યાદ રાખે એ જ ડાહ્યો. ભવિષ્યની આપત્તિ વખતે મૂંઝવણ ન થાય એવું જીવન જીવતાં શીખી રાખે તે સમજદાર કહેવાય. સારા માણસોએ પણ તકલીફ ભોગવવાની ટેવ પાડવી જોઈએ.
સહન કરવાની ટેવ પાડો :
1162
શાસ્ત્ર મુનિને પણ શીતકાળમાં ઠંડી સહેવાની અને ઉષ્ણકાળમાં આતાપના લેવાની ટેવ પાડવા કહ્યું. વખતે વસ્ત્રો ન મળ્યાં કે અટવીમાં લૂંટાઈ ગયા અને શીતકાળ હોય, ત્યારે જો મુનિએ ટેવ ન પાડી હોય તો દુર્ધ્યાન થાય. એ દુર્ધ્યાન થવાનો વખત ન આવે માટે ટેવ પાડવી જોઈએ. બહુ ઠંડી પડતી હોય ત્યારે મુનિ શું કરે ? ઝાઝાં કપડાં ન ઓઢે, પણ પહેર્યાં હોય તે પણ કાઢી નાખે. જરા વાર ઠંડી સહન કરે અને પછી જરૂર લાગે તો એકાદ બે ઓઢી લે. આમ કરવાથી ઠંડી આપોઆપ ઓછી થઈ જાય. આ શરીરનો સ્વભાવ તો ગધેડા જેવો છે. એને જેમ પંપાળો તેમ વાંકું જ ચાલે અને ડફણાં મારો તો સીધું ચાલે. એ શરીરને એક ગોદડું ઓઢાડે એટલે બીજું માગશે અને બીજું ઓઢાડો એટલે ત્રીજું માગશે; પણ તમામ કાઢી નાખો પછી એક જ મળશે તોયે ‘હાઆશ’ એમ ક૨શે. ઉપસર્ગ તો ક્યારેક થાય ત્યારે વેઠી લેવાના પણ પરિષહ તો સહેવાની રોજ અભિલાષા રાખવાની. ઉપસર્ગ સહેવાની શક્તિ મેળવવા સાધુઓએ પરિષહ સહેવાની ટેવ પાડવી જોઈએ. એવી ટેવ રાખવી જ જોઈએ. રોજ સહેવા યોગ્ય, એ જ પરિષહ.
મહાપુરુષોએ ભયંકર ઉપસર્ગો સહ્યા તે શાથી ? પાડેલી ટેવના બળે. ભૂખ સહેવાની પણ ટેવ પાડવી જોઈએ. આહાર આવ્યા પછી પણ મુનિપુંગવો એક કલાક આહાર નહિ લેતા; ક્યાં સુધી નભે છે તે જોવા માટે. એ રીતની ટેવ પડી હોય તો કોઈ વખત તદ્દન ન મળે તો પણ ગભરામણ ન થાય. સ્વકારશી, પોરસી, સાઢપોરસી, પુરિમઢ, અવઢ, એકાસણું, આયંબિલ, ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ કરવાના અભ્યાસવાળો અટવીમાં ભૂલો પડે તોયે ગભરાય નહિ કેમકે ત્રણ દિવસ ભૂખ્યા કાઢવા તે ટેવાયેલો છે. પણ સવારના સાત વાગ્યામાં જેને
Page #614
--------------------------------------------------------------------------
________________
1163 – ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વકરની ? – 79 – ૫૯૩ ચાહ વિના ન ચાલે. એની ત્યાં શી દશા થાય ? એ તો ટાંટિયા ઘસે અને લથડિયાં ખાય. ઓછા ખાનપાનથી નભે એવી ટેવ પાડવી જોઈએ. અહીં શરીરસેવાની વાત નથી પણ આમસેવાની વાત છે. આહાર આવી ગયા પછી એકદમ લેવાની ઇચ્છા ન થાય અને કલાક સુધી થોભાય એમાં ઓછું આત્મબળ નથી. આત્મસેવાના અર્થીને શરીરની સેવા ભયંકર લાગે
ડૉક્ટરોની વાત સાથે આ વાતનો મેળ નહિ મળે. ડૉક્ટર તો આ વાત સાંભળીને ગુસ્સે થશે. મૂર્ખ માનશે. કહેશે કે આમ ટાઢું કરીને ખાવાથી તો રોગ વધે. એને કહેવું પડે કે જે તમારી સહાય લેવા આવે એની પાસે આ બધી પીંજણ કરજો. બાકી તો તમે શરીરના ડૉક્ટર, આત્માની વાતમાં તમારે વચ્ચે આવવાનું નહિ.
સનકુમાર ચક્વર્તી પાસે બે દેવો ધન્વન્તરી રૂપે આવ્યા. તેમના રોગના ઔષધ ઉપચાર માટે રજા માગી. ત્યારે એ ચક્ર મહાત્માએ જણાવ્યું કે “રોગ બે પ્રકારના છે. કર્મરોગ ટાળવાનું સામર્થ્ય હોય તો પ્રયત્ન કરો. શરીરના રોગ ટાળવાનું સામર્થ્ય તો આ રહ્યું, જુઓ !” એમ કહી આંગળી મોંમાં ઘાલી એના જેવી કરી બતાવી. પણ એમને શરીરના રોગ ટાળવાની પરવા જ ક્યાં હતી ? શરીરના રોગને તો કર્મક્ષયમાં એ સહાયક માનતા હતા. દેવતાએ પણ ભૂલની ક્ષમા માગી, નમીને ચાલ્યા ગયા. આત્માની સેવાના અર્થીને શરીરની સેવા અકારી લાગે.• સેવા, નાશવંતની કે શાશ્વતની ? - શરીરના ઉપાસકો જેમ અમને મૂર્ખ કહે છે તેમ અમે એમને મૂર્ખ કહીએ છીએ. ડૉક્ટર અમને મૂર્ખ કહે, અમને એ મૂર્ખ લાગે. બેયની દૃષ્ટિમાં ફેર છે. અમે તો એને એની મૂર્ખાઈ કબૂલ કરાવીએ. અમે એને કહી શકીએ કે “તું શરીરની ગમે તેટલી સેવા કર પણ બચ્ચાજી ! એ શરીરને એક દિવસ બધા બાળી ન મૂકે તો મારું નામ કાઢી નાખજે !' એ શું કહે ? અમે કહીએ કે નાશવંત શરીરની પાછળ પાપની આચરણા પાપનો ભય મૂકીને કરવી એ મૂર્ખાઈ નહિ ? અમે તો શાશ્વત વસ્તુની સેવા કરીએ છીએ. અંતે તો શાશ્વત વસ્તુની સેવા કર્યા વિના છૂટકો જ નથી. શાશ્વત વસ્તુ પાછળ મહેનત કરવી એમાં ડહાપણ ? કે નાશવંત વસ્તુ પાછળ મહેનત કરવી એમાં ડહાપણ ? જેટલી શરીરની સેવા કરો છો તેટલી આત્માની સેવા થાય તો ? જ્ઞાની કહે છે કે એવી પદ્ધતિથી શરીરને કેળવો જેથી દુ:ખને પણ સુખ મનાય.
શ્રી જિનેશ્વરદેવે સહેલા ઉપસર્ગ આપણાથી ખમાય તેમ નથી. વગર ટેવે
Page #615
--------------------------------------------------------------------------
________________
પ૯૪
-
1164
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ ક્યાંથી ખમાય ? પાપાત્મા સંગમે પરમાત્મા મહાવીરદેવને એક રાત્રીમાં વીસ ભયંકર ઉપસર્ગ કર્યા હતા જેનું વર્ણન સાંભળતાં પણ આપણને ત્રાસ થઈ જાય. એમણે જે સહન કર્યું તે સાંભળતા આપણાં હૈયાં હચમચી ઊઠે છે. જે સાંભળવું પણ આપણા માટે મુશ્કેલ, તેને એ સહી કેમ શક્યા હશે ? એવી અનુપમ શક્તિ કઈ રીતે મેળવી હશે ? એ અભ્યાસનું પરિણામ છે. એવો અભ્યાસ નથી કેળવાયો, એવો અભ્યાસ કરવાની મનોવૃત્તિ નથી કેળવાઈ, ત્યાં સુધી બધું કઠિન જ લાગે. દુનિયાની સેવા માટે જે અભ્યાસ થાય છે તે આત્મગુણ કેળવવા, ખીલવવા થાય તો કામ થાય, બેડો પાર થાય. વ્યાયામ, અખાડા શા માટે? સભાઃ “અખાડામાં વ્યાયામ કે કસરત દેવગુરુ ધર્મની રક્ષા માટે ફરતા હોય તો
વાંધો ખરો ? દેવ, ગુરુ, ધર્મની રક્ષા માટે એ વ્યાયામ કરનારાને પૂછો કે, દેવ, ગુરુ, ધર્મને તમે ઓળખ્યા છે ? સમજ્યા છે ? દેવને રોજ નમો છો ? ગુરુ પાસે ઝૂકો છો ? ધર્મને માનો છો ? કે એ ત્રણેને હમ્બગ કહો છો ? કાલે તો વેપારી પણ કહેશે કે મેં પેઢી દેવ, ગુરુ ધર્મની સેવા માટે ખોલી છે તો માની લેવું ને ? પછી બધા જ એમ કહેવા લાગે કે અમે મિલો, કારખાનાંઓ, કંપનીઓ દેવ, ગુરુ, ધર્મની સેવા માટે ખોલી છે તો એ પણ સાચું ? એ બધા ઢોંગ-ધતૂરા જવા દો, જ્યાં દેવ, ગુરુ, ધર્મની રક્ષાનું ધ્યેય હોય ત્યાં દેવપૂજા વિના ખાવું ભાવે ? સભા: “હુલ્લડ વખતે કોઈ દેખાતા નહોતા ?
ક્યાંથી દેખાય ? એ બધી.વાહિયાત વાતો છે. વેપારી કહે કે હું દેવ, ગુરુ, ધર્મ માટે વેપાર કરું છું તો એને પૂછો કે દેવ-ગુરૂની સેવા માટે આપ્યા કેટલા એ આપવાની વાત આવે ત્યાં તો કહે કે-ફાવે તો આપીએ. કાંઈ બંધાયેલા થોડા છીએ ? પણ પાછા બોલે એમ કે પેઢીમાં આવક થાય તો કેસર સુખડમાં અપાયને ? કદી કેસર સુખડમાં પાંચ આપે પણ ખરો પરંતુ હજારો તિજોરીમાં કેમ મૂકે છે ? પાંચ આપે એ પુણ્યોદય પણ પેઢી દેવ, ગુરુ, ધર્મ માટે કહેવાય ? પ્રચારની પોકળતાઃ
સભાઃ “બોર્ડ તો દેવ-ગુરુ-ધર્મની રક્ષાનાં લટકાવાય છે !' .
બોર્ડની વાત જવા દો. આજના બોર્ડોની કિંમત કેટલી ? “તાજો માલ' અને “એક ભાવનાં બોર્ડ વાંચી એ દુકાનમાં ખરીદી કરવા જનારા મોટા ભાગે માર ખાઈને આવે છે. “તાજી ચાહ” ને “ઉત્તમ ભોજનનું બોર્ડ વાંચી એ હોટલમાં
Page #616
--------------------------------------------------------------------------
________________
1165 – ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79 - ૫૯૫ જનારા બહાર આવી ફરિયાદ કરે છે કે “પૈસા ગયા. ભંગાર જેવી ચહા અને વાસી ઠેકાણા વગરનું ભોજન હતું.” બોર્ડ તો મૂર્ખાઓને ઠગવા માટે જ લગાડ્યાં હોય છે.
એક વૈદ્યને કોઈએ પૂછ્યું કે એક મામૂલી દવાની આટલી બધી જાહેરાત પેપરોમાં કેમ આપો છો ? વૈદ્યરાજ કહે-એ જાહેરાતથી જ મારો ધંધો ચાલે છે. આ દેશની ક્રેડોની વસતિમાં લાખ બે લાખ મૂખ ન મળે ? એ મળે એટલે જાહેરાતના પૈસા વસૂલ. જાહેરાત કરતાં ન આવડી એવા કીમતી દવા બનાવનારા વૈદ્યો એવા ને એવા રહ્યા અને પૈસાની ગોળી બનાવી રૂપિયો લેનારો હું આ જાહેરાતના પ્રતાપે માલદાર બની ગયો.
એવા મૂર્ખ ઘણા છે કે જે ઊઠીને દાતણ કર્યા પહેલાં ભગવાનનું નામ નથી લેતા પણ પહેલાં છાપું હાથમાં લે છે. એ શાસ્ત્રની વાતને હંબગ માને અને છાપાની વાતને બ્રહ્મવાક્ય માને. ત્યાગીઓની વાતને હંબગ માને ને વેપાર કરવા બેઠેલા છાપાવાળાઓની વાતને સાચી માને, એ મૂર્ખ નથી ? આવા મૂર્નાની સંખ્યા આજે ઓછી નથી. એટલે બર્ડોએ તો કંઈક ડાહ્યાને મૂર્ખ બનાવ્યા છે. બોર્ડો તો ધર્મીઓનાં ખિસ્સાં કાણાં કરવા પણ લગાડાય છે. ભોળા ધર્મીઓ ધર્મના નામે તરત પૈસા કાઢે છે. બાકી તો વ્યાયામ અને કૂદાકૂદ કરનારો દ્િવ-ગુરુ-ધર્મની રક્ષાના પ્રસંગે ક્યાં ખોવાઈ ગયા એનો પત્તો નથી. નબળાને મારે ને સબળાથી ભાગે એવા એ મગતરાંને ચોળી નાખનારા તીસમારખાં' જેવા હોય છે એવાઓને મદદ ન કરાય ?
એક મિયાં હતા. ગોળની બરણી ઉપર માખીઓ બણબણતી હતી. મિયાંએ મૂઠીમાં ઝપટ મારી માખીઓ પકડી મસળી નાખી અને પછી ગણી તો ત્રીસ થઈ. મીયાં બોલી ઊઠ્યા કે મેં એકલાએ ત્રીસ માખી મારી માટે મારું નામ તીસમારખાં. ઘેર આવી બીબીને પણ બહાદુરી બતાવતાં કહ્યું કે “અબે બીબી ! મેરા નામ તીસમારખાં કહીયો. મૈંને અકેલેને ત્રીસ મમ્મી મારા.” બીબી કહે “ચૂપ રહો-નહિ તો કોઈ ગમાર કહેશે.” એવા એ બધા તીસમારખાં નબળા પર કૂદે. બાકી “અહીં આવ” એમ કહેનારથી તો દૂર ભાગે એવા છે.
દેવ-ગુરુ-ધર્મ માટે અમે અખાડામાં ખેલકૂદ કરીએ છીએ' એમ કહેનારા આચારમાં કેવા હોય ? એ ધ્યેયવાળા આવા સ્વચ્છંદી કદી હોય ખરા ? એ દેવવંદન, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ ન કરે ? ધર્મનાં ફરમાન ન માને ? આ બધું હંબગ છે એવું બોલે ? દેવ-ગુરુ માટે શું બોલાય, શું ન બોલાય એ ન
Page #617
--------------------------------------------------------------------------
________________
પ૯૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
– 1166 સમજે ? માટે આ બધા દેવ-ગુરુની રક્ષા માટે અખાડામાં જાય છે એ ભોળાઓને સમજાવવાની વાતો છે. લોકોને ફસાવવાની વાતો છે. એવાઓને સાચી રીતે ઓળખાવી જનતાને ચેતવો-બધું ખુલ્લું મારી પાસે જ ન કહેવરાવો. તમે પણ બુદ્ધિશાળી છો, તો મળેલી બુદ્ધિનો ઉપયોગ કરી સન્માર્ગનું રક્ષણ કરો.
મંદિરની બાજુમાંથી નીકળે પણ દર્શન કરવા ન જાય; અહીંથી નીકળે તો વ્યાખ્યાન ડહોળાવતા જાય; એને શાંતિ રાખવાનું કહેવામાં આવે તો સામા થાય; એ બધા બળવાન બની દેવ-ગુરુ-ધર્મની રક્ષા કરશે એમ ? ઊંધા બળ અને ઊંધી કેળવણીથી કદી લાભ નહિ થાય. તમારી તિજોરીઓ ખુલ્લી રાખો, તિજોરી ખુલ્લી હોવાનું જાહેર કરો. પણ એ ધર્મ માટે, ધર્મની સામે થનારા માટે નહિ-એવાને તો રાતી પાઈ પણ ન અપાય. મૂર્તિને, સાધુને, દિક્ષાને, ધર્મને હિંબગ કહેનારા કદી દેવ-ગુરુની રક્ષા નથી કરવાના. એમને તો ગળથુથીમાં જ ઊંધું શિક્ષણ મળ્યું છે કે દેશ પહેલો ને ધર્મ પછી.” આ ઝેર જ્યાં સુધી હૈયામાંથી નીકળે નહિ ત્યાં સુધી તેઓ સાચે રસ્તે આવે નહિ.
સભાઃ “પારસીઓએ ધર્મ માટે દેશ જ્યો.” ,
અરે ! દુનિયાના દર્શનકારો કહે છે કે “ઘર્થ રામપિ ત્ય’ ધર્મ માટે રાજ્ય પણ છોડવું પડે તો છોડવું. ધર્મ માટે તો સર્વસ્વનો ત્યાગ થાય. પહેલાંના રાજા મહારાજાઓ યુદ્ધમાં જતા તો ત્યાં પણ પોતાની ધર્મક્યિા ચૂકતા નહિ. સંઘમાં જેમ મંદિર સાથે હોય તેમ યુદ્ધમાં પણ મંદિર સાથે રાખતા. પૂજા વિગેરે આવશ્યક વિધિનું પાલન યુદ્ધમાં પણ ન ચૂકે.
સભાઃ “યુદ્ધમાં જય મળે તે માટે ? "
ના, ધર્મના પાલન માટે – આવશ્યક ફરજ માટે. કુમારપાળ મહારાજાનાં વાહનોમાં પણ પૂંજણી રહેતી. તેમના અગિયાર લાખ ઘોડાઓને પાણી ગાળીને પવાતું. એને માટે ખાસ નોકરો રાખ્યા હતા. એક વાર મહારાજા કુમારપાળની પૂજવાની ક્યિા જોઈને એક સેનાના નાયકને હસવું આવી ગયું. એનાથી બોલાઈ ગયું કે આવી રીતે પૂજવામાં પડેલા મહારાજા લડાઈ કેવી રીતે કરશે ? કુમારપાળ આ સાંભળી ગયા. પેલાને પાસે બોલાવી પોતાનું બળ બતાવ્યું. લોખંડના કડાયામાં બાણનો ઘા મારી કડાયું તોડી નાખ્યું; અને પછી કહ્યું કે મૂર્ખ ! આ બળ નિર્બળ અને પામર જીવોના નાશમાં ન ખર્ચાય. એના તો રક્ષણમાં જ ખર્ચાય. બળ તો દુશ્મનને બતાવાય કે જેથી દુશ્મન પણ સમજી જાય કે આને છેડવા જેવો નથી.
Page #618
--------------------------------------------------------------------------
________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? - 79
૫૯૭
ભગવાન શ્રી મહાવીરદેવના જીવે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં સિંહને ચીર્યો હતો એ પ્રસંગ યાદ છે ને ? શાલિના ક્ષેત્રની રક્ષા માટે બીજા રાજાઓ પણ જતા; પરંતુ, એ શું કરતા ? આગળ હાથીઓ રાખે, પાછળ સૈન્ય ગોઠવે, છેલ્લે પોતે રહે. પેલો સિંહ હાથીઓને અને સૈનિકોને મારી ખાય, ત્યાં સુધીમાં સમય પૂરો થાય એટલે પોતાની રક્ષા ક૨વાનો કાળ પૂરો કરી એ રાજાઓ જાતને બચાવી પાછા ઘરે પહોંચી જતા.
1167
ત્રિપૃષ્ટનો વારો આવ્યો અને તેણે જ્યારે આ વાત જાણી, ત્યારે એને આશ્ચર્ય થયું. એ કહે છે કે- ‘શું આવા ક્ષત્રિયો ? એ સૈન્ય લઈને ત્યાં પહોંચ્યો ત્યારે મરેલા હાથીઓ ને મનુષ્યોનાં હાડકાંના ઢગલા પડેલા જોયા. સેનાને એક બાજુ રાખી પોતે ૨થમાં બસીને સિંહ જે સ્થાને રહેતો ત્યાં સામો ગયો. સિંહને બહાર આવવા પડકાર કર્યો. ગુફામાં પડેલા સિંહે આંખો ઊંચી કરી તિરસ્કારપૂર્વક તેની સામે દૃષ્ટિ કરી. એને થયું કે આ વળી. કોણ નવો આવ્યો ? બાળક જેવો જોઈ મૂર્ખ સમજી આંખો પાછી મીંચી દીધી. સિંહ પણ વનરાજ છે. પરંતુ જેવો એ સિંહ છે તેવો આ પણ નરસિંહ છે.’
ત્રિપૃષ્ઠે ફરી સિંહને પડકાર્યો અને કહ્યું કે - ‘આળસુ થઈને કેમ પડ્યો છે ? તારો દુશ્મન સામો આવ્યો છે તો ઊભો થા અને બતાવ તારું પરાક્રમ !'
હવે સિંહ ઊઠ્યો. ધીમે ડગલે ગુફામાંથી બહાર આવ્યો. સામે આવી રહ્યો છે ત્યારે ત્રિપૃષ્ટ વિચાર્યું કે સિંહ પગે ચાલીને સામો આવે છે ત્યારે મારાથી વાહનમાં ન બેસાય. તરત પોતે પણ વાહનથી નીચે ઊતર્યા. વળી વિચાર્યું કે સિંહ હથિયાર વિનાનો છે તો મારે પણ હથિયાર ન રખાય. એટલે હથિયાર પણ એક બાજુ મૂકી દીધાં. સિંહ પણ આશ્ચર્ય પામે છે. એને થાય છે કે-‘કેવો ગમાર છે ! ઊગીને ઊભો થતો આ બાળક કેટલું સાહસ ખેડે છે ?'
આપણો મુદ્દો એ છે કે આવા બળવાન અને ક્રૂર દુશ્મન સામે પણ સાચા વીરપુરુષો આ રીતે ન્યાયપૂર્વક લડતા. લડનારા તે આનું નામ. તમે હો તો શું કરો ? દુશ્મનની પીઠ પાછળ ઘા કરાય ? પીઠ પાછળ ઘા કરનારા તો બાયલા છે. છૂપું નામ રાખી ગાળો દેનારા પણ એવા જ બાયલા છે. ‘મારી નાખું, મારી નાખું' એમ બળવાન ન બોલે, ભસતાં કૂતરાં કરડે નહિ અને ગાજ્યા મેઘ વરસે નહિ. બળવાન કદી બોલ બોલ ન કરે. એ તો પડકાર કરીને કહે કે શૌર્ય બતાવ !'
ભરત મહારાજાએ બાહુબલિ પર ચક્ર મૂક્યું ત્યારે ‘હાહાકાર’ થઈ ગયો છે. દેવો ને વિદ્યાધરો પણ ભાગાભાગ કરવા લાગ્યા છે; પરંતુ ચક્ને પોતાની
Page #619
--------------------------------------------------------------------------
________________
1168
૫૯૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સામે આવતું જોઈને પણ બાહુબલિ ગભરાયા નથી. એ મનમાં વિચારે છે કે ‘હમણાં મૂઠી મારી ચનો ભુક્કો કરી નાંખું છું.' જેવા વીર હતા તેવા જ ધીર હતા. સાચા બળવાનને ગુસ્સા સાથે વૈર હોય. સાચા બળવાનને કોઈના બૂરાની ભાવના સાથે મેળ જ ન હોય.
સાચા બળવાન કદી ઉગ્ર થઈને દુશ્મનને ઉછાળે પરંતુ પાછા એને બચાવવા એ જ ઊભા રહે. ભરત મહારાજાને બાહુબલીએ આકાશમાં ઉછાળ્યા પણ પછી તરત થયું કે, મોટી ભૂલ થઈ ગઈ. આટલા ઊંચેથી ભાઈ નીચે પછડાશે તો હાડકાં ભાગીને ભુક્કો થઈ જશે. આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તરત હાથ લાંબા કરી પોતે જ ભાઈને ઝીલી લીધા. આજે આવો બળવાન હોય ને કોઈને ઉછાળે તો પછી ઝીલવા તૈયાર થાય ?
સભા : 'આજે તો ઝીલવાને બદલે નીચે ભાલા ગોઠવે.'
પામી આવા હોય ? તલવાર તેને દેવાય કે જેને મ્યાન કરતાં આવડતી હોય. ક્યાં વાપરવી, ક્યાં ન વાપરવી, એની જેને ગમ ન હોય તેના હાથમાં તલવાર ન અપાય. બાળકના હાથમાં ચપ્પુ રમવા ન અપાય. એ તો લોહી કાઢે, ને વખતે પ્રાણ પણ ગુમાવે. બળવાનની વાત જુદી અને નબળાની વાત જુદી અને અજ્ઞાનીની વાત પણ જુદી.
વાણિયા લડવા ભેગા થાય તો આખું ગામ જાણે અને બે ક્ષત્રિય લડે તો એ બે જ જાણે, ને હિસાબ ચૂકતે કરે. વાણિયો તો મુક્કી મારવી હોય ત્યાં બાંહ્યો ચઢાવે. હવે મુક્કી મારવી એમાં બાંહ્યો ચઢાવવાની શી જરૂર ? પણ મનમાં ભય કે એક મારું ને બે પડશે તો ? એટલે બાંહ્ય ચઢાવી દેખાવ કરીને જ સંતોષ માને.
આપણું કહેવાનું એ છે કે જેઓ દેવ-ગુરુ-ધર્મના રક્ષક હોય, સેવક હોય, તેનાં લક્ષણ જુદાં હોય. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય અને વહુનાં લક્ષણ બારણમાંથી જણાય. એ બારણામાં પગ મૂકતાં જ ધડાકા કરે તો સમજવું કે કુલીન નથી. મર્યાદાશીલ હોય તો સમજવું કે કુળવધૂ છે; કુળની શોભા વધારનારી છે. અકુલીન હોય તો આવતાંવેંત ધણીને મા-બાપથી જુદો કરે . માબાપ કહે કે પાળી પોષીને મોટો તો અમે કર્યો અને હવે આમ ? તો પેલો કહે કે- ‘એ બધું હવે ભૂલી જાઓ. અત્યારે તો હું એનો છું, તમારો નથી.' માબાપ સમજી જાય કે ‘લહાવા લેવાઈ ગયા. આવી ખબર પહેલી પડી હોત તો ઘોડે જ ન ચડાવત, વાજાં ન વગડાવત અને માંડવો ન બંધાવત..પણ આ તો રાંડ્યા પછીનું ડહાપણ થયું. એ કામનું શું ? આ દશા છે.
Page #620
--------------------------------------------------------------------------
________________
1169
- - ૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79
– ૫૯૯
અમારો વિરોધ ક્યાં?
દેવ-ગુરુ-ધર્મની રક્ષા કરનારાની પ્રવૃત્તિ, ભાવના અને ભાષા કેવા પ્રકારની હોય ? એમને પૂછો કે તમારો મૂળ વાંધો ક્યાં છે ? એ કહેશે કે આ સાધુઓ તો દુનિયાની પ્રગતિની આડે આવે છે. હું કહું છું કે તમારી પ્રગતિની નહીં પણ અવગતિની આડે આવીએ છીએ. તમારી શક્તિનો વિકાસ થાય તેમ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તમને પ્રેમ વધતો હોય તો રાજી થાત. કહેત કે ખરેખર ! જૈન સમાજમાં આ હીરા પાક્યા છે. પણ આ તો ભક્તિમાં અંતરાય નાંખે અને બાવળિયા જેવા થાય તેને ક્યાં નાખવા ? હવે તો વંદન કરવા આવનારને પણ
ઓળખવા પડે. પગમાં માથાં મૂકનારા પણ એવા હોય છે કે વંદના કરતાં કરતાં પણ વેર વાળી લે. આવા ભાગ્યશાળીઓ પણ અમારા જોવામાં આવી જાય. તમે તો સુરતથી બેઠા એટલે સીધા મુંબઈ ઊતરો. અમે તો ગામેગામની હવા લેતા આવીએ, એટલે બધાને ઓળખીએ. સાધુને વાણિયા ઠગી જાય એવું ન માનતા. બાકી સાધુ ડાહ્યા હોય બોલે તો બોલે નહિ એ વાત ખરી. આ તો જ્યારે ધર્મના નામે ધમાલ થાય ત્યારે બોલ્યા વિના ચાલે નહિ. ઘેર કે બજારમાં તમે ગમે તેમ કરતા હો તો ત્યાં હું કહેવા ન આવે. સમજું કે બધા જીવો કર્માધીન છે. પછી ત્યાં બોલવાનું શું ? સમજે તેને સમજાવીએ. બોલવાના સમયે બોલ્યા વિના ન ચાલે. •
- મોહની ચેષ્ટાને જ્યારે ધર્મના નામે ચડાવવામાં આવે ત્યારે બોલ્યા વિના રહેવાય ? જો તેઓ એમ કહે કે “અમે અમારા શરીરના વિકાસ માટે, વ્યવહારુ અગવડ ટાળવા માટે આ ખેલકૂદ કરીએ છીએ અને પ્રસંગે ધર્મરક્ષા માટે પણ ઊભા રહીશું.” તો તો માનીએ કે એ વાત ઠીક છે. જેટલા અંશે ધર્મ કરે તેટલા અંશે પુણ્યવાન. પણ એ ધમાચકડીની ક્રિયાને ધર્મનું ઉપનામ આપે તો બોલ્યા વિના કેમ રહી શકીએ ?
કોઈ કહે કે પાંચ લાખ કમાયો ને પાંચ હજાર ધર્મમાં વાપર્યા, તો કહું કે તું પુણ્યવાન કે તને પાંચ હજાર ધર્મમાં વાપરવાનું મન થયું પણ એ એમ કહે કે ધર્મમાં વાપરવા માટે ધંધો કરું છું' તો કહું કે “એવો ઢોંગ ન કર.”
આ બધા બળ શા માટે મેળવે છે ? આજના એ બળવાન જાત્રાએ જતા હોય ને રેલવેમાં બે બીજા બેસવા આવે તો જો પેલા નબળા હોય તો ડબામાં પેસવા દે કે આગળ રવાના કરે ? પેલો જોર કરી બેસવા જાય તો ઠોંસા મારીને ઊભો કરે. આ બળવાન કહેવાય ? સાચો બળવાન તો ત્યાં એમ કહે કે-“મારું શરીર કસાયેલું છે તેથી હું ઊભો રહી શકું છું, માટે આપ બેસો !”
Page #621
--------------------------------------------------------------------------
________________
૯૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
-
1170
સભાઃ “આજે તો બાઈઓ ઊભી હોય ને મરદો બેઠા હોય તોયે બાઈઓને
બેસવા જગ્યા ન આપે.” એટલે તો કહું છું કે આજનો જમાનો ભયંકર છે. માણસાઈ ભુલાતી જાય છે. એવા બળવાન થઈને પણ બીજાનું શું ભલું કરવાના ?
સભાઃ “જૈનેતરોમાં હજી આવું ઓછું જોવા મળે છે.”
જૈનેતરો ધર્મના નામે આવો દંભ નથી કરતા. આ તો ધર્મના નામે બધું ચલાવવા માગે છે. બહારના દુશ્મન કરતાં અંદરના દુશ્મન જલદી નુકસાન કરે. બહારના દુશ્મનને તો આવતાંયે વાર લાગે, પેસતાંયે વાર લાગે, ચાવી શોધતાંયે વાર લાગે, માલમત્તા ગોતતાંયે વાર લાગે અને એ બધામાં ચાર-છ કલાક નીકળી જાય. એવામાં કોઈ આવતું જણાય તો જે મળે તે લઈને ભાગે; પણ ઘરનો દુશ્મન તો અવસર સાધી સઘળો માલ ઉઠાવી એવો ગુમ થઈ જાય કે પછી પત્તો જ ન લાગે. સભા: “મહારાષ્ટ્રીયન પ્રશ્નકાર ‘તમે ક્યાં સર્વજ્ઞ છો કે તમને આવું બધું કહી
જનારના હૃદયને જાણી શકો ! વખતે નિંદક હોય ને આવી ખોટી વાત
ચલાવતો હોય તો? ગવર્નમેન્ટે ગુનાઓ શોધવા માટે પોલીસ રાખેલ છે. પોલીસ ખોટો કેસ લાવે તો ગવર્નમેન્ટ એની ટીકા કરવાનું પણ ચૂકતી નથી; પરંતુ, સાચા ગુના શોધી કાઢનારને ઇનામ પણ અપાય છે. એ રીતે શાસનમાં પણ ચોકીદારો હોય છે. ગુનાને કે ગુનેગારને શોધી કાઢે તેથી તેને નિંદક ન કહેવાય. એ નિદક નથી પણ રક્ષક છે.
વળી અમે સર્વજ્ઞ નથી એ વાત સાચી, પરંતુ કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જેમ જુએ તેમ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનથી જુએ અને કેટલીક વાત બીજાના કહેવાથી પણ જાણે. વેપારી ગ્રાહકને નાણાં ધીરે છે, તે ઓળખીને કે ઓળખ્યા વિના ? વેપારી સર્વજ્ઞ છે ? તેમ છતાં વગર ઓળખે આપ્યું જાય તો વેપારી નથી ગણાતો પણ કુંભારમાં ખપે છે અને આપવાનું જ બંધ કરે તો વેપાર પડી ભાંગે છે. માટે મતિ અનુમાન વગેરેથી જ વ્યવહાર ચાલે છે. મતિ, અનુમાન વગેરેને ન માનનાર અને કેવળ પ્રત્યક્ષને જ માનનારને આ શાસ્ત્ર મિથ્યાદૃષ્ટિ કહે છે. એવાને આ શાસનમાં સ્થાન નથી.
વળી, એવો આદમી તો પોતાની પત્નીનો પતિ પણ થઈ શકતો નથી. ઘણી પત્નીઓએ પતિને ઝેર આપ્યા છતાં પત્નીનું રાંધેલું વિશ્વાસથી ખવાય છે ને ?
Page #622
--------------------------------------------------------------------------
________________
૩૯ : સેવા વિનશ્વરની કે અવિનશ્વરની ? – 79 અનુમાનથી તો સઘળો વ્યવહાર ચાલે છે. એમ ન માનો તો વ્યવહાર પણ ન ચાલે.
1171
―
૬૦૧
ન્યાયાધીશ સર્વજ્ઞ હોય છે ? છતાં ન્યાય તોળે છે ને ? ૨માબાઈનો કેસ જાણો છો ને ? જજ ફરિયાદીની ટીકા કરે છે, આરોપીને છોડી મૂકે છે, ફરિયાદી પર ફરિયાદ કેમ ન થાય તેવી ટકોર કરે છે અને જેટલા પર ફરિયાદ માંડી છે તે બધાને ખર્ચના રૂપિયા ફરિયાદીએ ચૂકવવા તેમ ફરમાવે છે. નીચલી કોર્ટના આવા કેસમાં બનતા સુધી હાઈકોર્ટ પણ આડે આવતી નથી. સમજે છે કે પુરાવાઓ અને ફરિયાદી, આરોપી અને સાક્ષીઓની ચેષ્ટા પરથી મૅજિસ્ટેટે જે અનુમાન કર્યું તેની આડે અવાય નહિ, હાઈકોર્ટ જજને કદી અપીલ દાખલ કરવી ઠીક લાગે તો પણ પેલા આરોપીને તેનું મોઢું જોવા રૂબરૂ બોલાવે અને પછી પેલાની વાત સાંભળે.
માટે મતિજ્ઞાન એ જેવો તેવો વિષય નથી. ઇંગિતાકારથી શિષ્યો પરિચયના કારણે ગુરુના મનના ભાવ જાણી શકે છે. વિદ્યાર્થી શિક્ષકની ઇચ્છા જાણી શકે છે.
આ બધી વાતો બરાબર વિચારીને સમજો. મેરૂની મેખલા સંબંધમાં શાસ્ત્રકાર હજી પણ આગળ શું કહે છે. તે હવે પછી.
Page #623
--------------------------------------------------------------------------
________________
૪૦ મુક્તિ માટે જીવનનો સટ્ટોઃ
80
વીર સં. ૨૪૫૯,વિ.સં. ૧૯૮૭ ફાગણ સુદ-૪, મંગળવાર, તા. ૪-૩-૧૯૩૦
વફાદારીના સોગંદ : • નિયમરૂપ શિલા ઉપર ઉજ્વળ ચિત્તરૂપ શિખરો : • આજ્ઞા ન પળાય એ બને પણ એનાથી વિરુદ્ધ તો ન જ બોલાય :
છા ગુણઠાણે પ્રમાદ સેવે પણ સેવવા જેવો ન માને :
સ્વતંત્રતાવાદીઓને આવાં બંધનો કેમ ગમે છે ? • પૂર્વજોની ખ્યાતિના પ્રતાપે : • મુક્તિ માટે જીવનનો સટ્ટો ખેલતા રાજર્ષિ કુમારપાળ : • અહિંસાથી સ્વરાજ મેળવવાની વાતો અને તેનું પરિણામ : • આ વેશથી પણ ધર્મ કોણ કરી શકે ? • ...એ અહિંસાદિ ધર્મ નથી :
મરવા પડે ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે : બળાબળ જોઈને કામ થાય :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રીદેવવાચક ગણિવરજી શ્રી સંઘરૂપ મેરૂ પર્વતની સ્તુતિ કરી રહ્યા છે. તેઓશ્રી મેરૂગિરિ સાથે શ્રી સંઘની સરખામણી કરે છે. તેમાં પીઠનું વર્ણન આપણે જોઈ ગયા. શ્રી સંઘરૂપ મેરૂને સમ્યગ્દર્શનરૂપ પીઠ હોવી ઘટે અને તે પણ દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય. એ દઢતા આદિ કેમ આવે તે આપણે બતાવી ગયા. તે પછી મેખલાનું સ્વરૂપ બતાવ્યું. શ્રી સંઘમેરૂની શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમય મેખલા હોય એ વાત આપણે કરી ગયા. તેમાં મૂલગુણો સુવર્ણને સ્થાને છે અને ઉત્તરગુણો રત્નના સ્થાને છે. મૂલગુણ અને ઉત્તરગુણરૂપી ધર્મ આત્માને દુર્ગતિથી પડતાં બચાવી શકે છે અને સદ્ગતિ સરજી શ્રી મુક્તિપદે પહોંચાડે છે.
એ રીતે ધર્મરૂપ મેકલાનું વર્ણન કર્યા બાદ હવે ચિત્રકૂટનું વર્ણન કરે છે. મેરૂના તમામ પદાથો સાથે સરખામણી કરવાની છે. મેરૂપર્વત આખો સોનાનો છે. એની સુવર્ણમય શિલાતલ પર અનેક ચિત્રકૂટો (શિખરો) ગોઠવાયેલાં છે જે સ્વચ્છ અને દીપ્તિમાન હોઈ ઝળહળી રહેલાં દેખાય છે. એ જ રીતે શ્રી સંઘરૂપ
Page #624
--------------------------------------------------------------------------
________________
1178 - ૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – ૬૦૩ મેરૂ ઉપર ચિત્તરૂપ સુંદર કૂટો રહ્યા છે. શ્રી સંઘને મેરૂની ઉપમા આપે છે માટે અમુક રૂપકો લઈ તે તે વાતને જીવનમાં ઉતારવાનું આ મહર્ષિ કહી રહ્યા છે. ઊંચા પહાડની ઉપરનાં શિલાતલો પર કૂટો રહેલા હોય છે.
શ્રી સંઘરૂપ મેરૂને પણ ચિત્ત-(મન) રૂપ કૂટો-(શિખરો) હોય તે કેવાં હોય એ જણાવતાં કહે છે કે – પાંચે ઇંદ્રિયો અને નોઇંદ્રિય-(મન) એ છએ જે નિયમોથી દબાય તે નિયમરૂપી સુવર્ણતલ પર ગોઠવાયેલાં ચિત્તરૂપી કૂટો ઉજ્વલ અને કાંતિમાન હોય છે. શ્રી સંઘમાં રહેનારા દરેક આત્માનું
અંત:કરણ નિયમરૂપી શિલાતલ પર ગોઠવાઈ જવું જોઈએ. સંઘમાં રહેનારાનાં ચિત્ત નિયમશિલા પર આરૂઢ જ હોય..
આ વાતમાં આજે મોટી પંચાત ઊભી થઈ ગઈ છે. કહે છે કે “માણસને વળી આટલાં નિયમોનાં બંધન શા ?' એ લોકોની વાતો સાંભળો તો આશ્ચર્ય પામશો. એ કહે છે કે-“સંપૂર્ણ સ્વતંત્રતાના વાતાવરણમાં ઊછરેલા ગગનવિહારી એવા અમારા માથે આ બધાં બંધન શાં ?' વળી પોતાની અલનો વિશેષ ઉપયોગ કરતાં આગળ વધીને એ લોકો કહે છે કે – “પક્ષીને પાંજરે કોણ પૂરે ? ગગનવિહારી; સ્વતંત્ર એવા પક્ષીને પાંજરે પૂરવામાં તો શાસ્ત્ર પણ પાપ કહ્યું છે. તો જે શાસ્ત્ર પક્ષીને પાંજરે પૂરવામાં પાપ કહે તે શાસ્ત્ર મનુષ્યને પાંજરે પૂરવાનું કહે ? પક્ષી સ્વતંત્ર છે. ગમે તે ઝાડની ડાળે બેસે, ગમે તે સરોવરનું પાણી પીએ, એને જો પાંજરું નહિ તો વળી મનુષ્યને બંધન શું કામ ?” આવો તેમનો પ્રશ્ન છે. વફાદારીના સોગંદ :
આગમને વફાદાર રહેવાની સલાહને એ લોકો મૂર્ખાઈ માને છે. ધારાસભામાં જનારે સરકાર પ્રત્યેની વફાદારીના સોગંદ લેવા પડે છે. એ રીતે જૈનોએ આગમ પ્રત્યેની વફાદારીના સોગંદ લેવા જોઈએ, આ કહેવાયેલી વાત એ લોકોને રૂચી નથી એટલે તે અંગે અવળી રજૂઆત કરતાં તેઓ દલીલ કરે છે કે – બ્રિટિશ ગવર્નમેન્ટ એ તો પ્રપંચી રાજતંત્ર છે. એ સ્વાર્થીઓનું તંત્ર હોઈ પ્રજાને વફાદારીના સોગંદ લેવાનું કહે પણ પરમાર્થી શાસનમાં એમ હોય ?' આ કેવા કુતર્ક ? ત્યાં વાતનો મુદ્દો શું હતો ? આગમની વફાદારી પરત્વે આપણે એ સમજાવવા માગતા હતા કે જેણે જે તંત્ર ચલાવવું હોય તેણે તેમાં ભાગ લેતાં પહેલાં તેના પ્રત્યેની વફાદારી પ્રતિજ્ઞા લેવી ઘટે; એ રીતે આગમ પ્રત્યે પણ વફાદારીના સોગન લેવા ઘટે. એ વાતમાં ધારાસભામાં લેવાતં વફાદારીના સોગંદનું એકદેશીય દૃષ્ટાંત લીધું હતું. આની સામે અવળી રજૂઆત કરતાં તેઓ
Page #625
--------------------------------------------------------------------------
________________
૩૦૪
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1174 કહે છે કે - “બ્રિટિશોનું તંત્ર તો પ્રપંચી અને સ્વાર્થી હોઈ તેને ભય હોય માટે તે વફાદારીના સોગંદની સ્કીમ ગોઠવે પણ શાસન જો સાચું હોય, કદી ડોલાયમાન ન થાય તેવું હોય તો એને રક્ષણની કે આવા વફાદારીના સોગંદ લેવરાવવાની શી જરૂર ?' આ કેવી ઊંધી વાત છે ? સોગંદ લેવરાવે છે કોણ? જે જેને માને તેણે પોતે વફાદારીના સોગંદ લેવા જોઈએ. આટલી સાદી અને સીધી વાતને પણ પ્રપંચથી કેવી રીતે ઉલટાવે છે ! નિયમરૂપ શિલા ઉપર ઉજ્વલ ચિત્તરૂપ શિખરો?
મુદ્દો એ છે કે આજના સ્વતંત્રતાવાદીઓને પોતાના જીવન ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ પાલવતો નથી; જ્યારે આ મહર્ષિ કહે છે કે – પાંચેય ઇંદ્રિયો અને મન એ છને અંકુશમાં રાખે, આડાંઅવળાં ન જવા દે, તેવી તાકાતવાળા નિયમને આધીન થનાર આત્માનાં ચિત્ત જ શ્રી સંઘરૂપ મેરૂના ચિત્રકૂટની . ઉપમાને પામે છે.
મેરૂ પર્વત કૂટોથી જ શોભે છે: કૂટ વિનાનો પહાડ બાંડો લાગે. એ રમણીય ન દેખાય. કૂટ વડે રમણીય લાગતો એ પહાડન્ચોમેર ઝળહળતો દેખાય છે. જેમ મેરૂ પર્વત પર અનેક કૂટો ગોઠવાયેલા હોય તેમ શ્રીસંઘમેરૂ પર પણ અનેકાનેક શિખરો શોભાયમાન હોય; પણ એ ક્યારે ? નિયમોરૂપ શિલા હોય તો ને ? એ શિલા જ ન હોય અગર હોય તો ભાંગેલી હોય, તો? એ શિલાની જગ્યાએ આ મહર્ષિ ઊંચા પ્રકારના નિયમોની વાત મૂકે છે. એ વાત કરું તે પહેલાં વર્તમાનમાં એ વિષે શી વાતો ચાલી રહી છે તે તમારી પાસે મૂકું છું.
એ લોકો કહે છે કે – આવું સુંદર માનવજીવન મળ્યું, તેમાં આવાં સુંદર ભોગનાં સાધનો મળ્યાં, પછી તેના ઉપર આવા અંકુશનાં બંધન શા માટે ? બંધન તો ભય હોય તે ઊભાં કરે. જૈનશાસનને ભય શો છે ? ધર્મશ્રદ્ધાળુને બીક શાની ? યમ, નિયમ, તપ આ બધું શા માટે ? જ્યાં સ્વતંત્રતાનું હરણ થાય ત્યાં ધર્મ કઈ રીતે રહે ?” આજના ગગનવિહારી સ્વતંત્રતાવાદીઓના આ ઉદ્ગારો છે. આજ્ઞાન પળાય એ બને પણ એનાથી વિરુદ્ધ તો ન જ બોલાય?
એ લોકોનો પ્રશ્ન છે કે-“શું વાતવાતમાં આગમની જ આધીનતા ? ખાતાં આગમ જોવું, પીતાં આગમ જોવું, બોલતાં પણ આગમ સામે દૃષ્ટિ રાખવી, અરે ! દુનિયાની પ્રવૃત્તિ માત્ર કરતાં આગમ સામે જ દૃષ્ટિ રાખવી, આગમાનુસાર થાય છે કે નહિ અથવા વિરુદ્ધ તો નથી થતું ને.? આ કાળજી દરેક વાતમાં રાખ્યા કરવી, એ બધું કેમ પાલવે ?” આપણે કહ્યું કે-“આગમની બધી આજ્ઞા ન પાળી શકાય એ બનવાજોગ છે. ત્યારે એને ઊંધી રીતે લઈને અવળો
Page #626
--------------------------------------------------------------------------
________________
1175
- ૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – ૯૦૫ પ્રચાર શરૂ કર્યો કે જોયું ? એ પોતે જ કહે છે કે, “આગમાનુસાર વર્તવાનું ન બને” આ વાત કેટલી સાચી છે ? તે વિચારો. | હું રોજ કહું છું કે આગમની બધી આજ્ઞા ન પળાય તે બનવાજોગ છે. છદ્મસ્થ જીવન-પ્રમાદી જીવન-વિષયકષાયથી ઘેરાયેલું જીવન-અનેક પ્રકારની કર્મની આધીનતાનો ભોગ બનેલું જીવન એવા આ જીવનમાં આગમની બધી આજ્ઞાનું પાલન ન થઈ શકે એ બનવાજોગ છે, કેમકે, અનાદિની દુષ્ટ વાસનાઓ આત્માને ઘેરીને પડેલી છે. શાસ્ત્ર પણ કહે છે કે એવા સંયોગોમાં આત્મા શ્રી જિનેશ્વરદેવની બધી આજ્ઞાનું પાલન ન પણ કરી શકે પરંતુ એટલો નિર્ણય તો કરવો જ પડે કે એનાથી વિરુદ્ધ વર્તવું હોય, વિરુદ્ધ ન વર્તવામાં ભય લાગતો હોય, વિરુદ્ધ ન વર્તવાની વફાદારી ન સ્વીકારી શકતો હોય, તે જૈનસંઘમાં ન રહી શકે એ સીધી વાત છે.
જ્ઞાતિના બંધારણમાં જમણવાર બધા કરે જ એમ ન હોય, કોઈ અનેક પ્રકારના ઠાઠથી જમણ કરે, કોઈ પોતાની શક્તિ મુજબ સાદું જમણ કરે અને કોઈ ન પણ કરે તો એ બનવાજોગ છે. એને નભાવી લેવાય. પણ કોઈ જ્ઞાતિના નિયમોથી વિરુદ્ધ આચરણ કરે તો એને જ્ઞાતિ નભાવી લે ? કાંઈક બંધારણ તો જોઈએ ને ? શેઠિયો દાન ન દે તે ચાલે, એવો પણ શેઠિયો પણ ગામમાં રહી શકે, પણ દી' ઊગ્યે કોઈનાં ઘર ફાડે એ રહી શકે ? દાન દેવું, ન દેવું એ મરજીની વાત છે, પણ યાચકે એનું ઘર ફાડીને પણ લઈ લેવું એવો કાયદો કરાય ? કોઈ કહે કે અમે દાન તો નહીં કરીએ અને જરૂર પડ્યે બીજાનાં ઘર ફાડીએ તો તેમાં હરકત શી ? તો એને કહેવું પડે કે- ભાઈ ! તું નગરમાં વસવાને લાયક નથી. પૂર્વે ચોરની પલ્લીઓ નગરની બહાર દૂર જંગલોમાં રહેતી. તે કાળના શાહુકારો શાહ હતા માટે ચોરોને નગરમાં વસવું ભારે હતું. એ શાહુકારો ચોરને કહેતા કે તારે શાહ ન થવું હોય તો ભલે પણ તારી ઉઠાઉગીરી અહીં ચલાવી નહિ લેવાય. આથી સમજીને એ લોકો નગરથી દૂર દૂર પલ્લીઓમાં જઈને રહેતા.
રાજના ભાયાતોમાં કોઈ બળવાખોર થતો તો તે રાજ્યનો ત્યાગ કરીને, નગરનો-ઘરબારનો ત્યાગ કરીને વગડામાં દૂર દૂર વસીને બહારવટું ખેડતો. એ બહારવટિયા બન્યા એટલે નગરમાં ન રહી શકે, રાજ્યસભામાં ન બેસી શકે. એ પોતે પણ સમજતા કે બહારવટું કરવું અને નગરમાં રહેવું-રાજ્યસભામાં બેસવું, એ ન બને. એ ક્યારે બને ? બધા બહારવટિયા હોય તે બને. પ્રમુખ બહારવટિયો, મંત્રી પણ બહારવટિયા હોય તો એ બધા સાથે બેસી શકે એમ
Page #627
--------------------------------------------------------------------------
________________
૯૦૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
(1176 બને. બાકી તો રહેવું રાજમાં, બેસવું રાજસભામાં આજે કરવું બહારવટું એ કેમ બને ? બહારવટાનો અર્થ જ એ છે કે બહાર ભટકવું અને રખડી ખાવું. એને ગામ કે નગરમાં રહેવાનો કાયદો નથી.
શ્રી જિનેશ્વરદેવોએ તો સંખ્યાબંધ આજ્ઞાઓ કરી છે. એ બધી આજ્ઞાઓનું પાલન ન કરી શકો એ બનવાજોગ છે. ભલે સૌ પોતપોતાની ભૂમિકા મુજબ આજ્ઞા પાળે. છઠ્ઠા ગુણઠાણાવાળો એની ભૂમિકા મુજબ આજ્ઞા, પાળે, પાંચમાવાળો એની મર્યાદા મુજબ અને ચોથાવાળો એની મર્યાદા મુજબ પાળે. જે જે ગુણઠાણે રહેલા હોય તે ત્યાંના ગુણ મુજબ; ભૂમિકા મુજબ અને પોતાની શક્તિની ખિલવટ મુજબ આજ્ઞા પાળે, પણ આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તવાનું તો બધાથી બને ને ? છઠ્ઠા ગુણઠણે પ્રમાદ સેવે પણ સેવવા જેવો ન માને !
મુનિ કહે ગુણઠાણે છે. એ ગુણસ્થાનકનું નામ જ પ્રમત્ત ગુણસ્થાનક છે. મુનિ પ્રમાદ સેવે એ નભે પણ પમાદ સેવવા જેવો છે એમ કહે તો એ નભે ? ન જ નભે.
સભાઃ મુનિથી પ્રમાદ સેવાઈ જાય કે સેવે ?
સેવે. જે વાત જેવી હોય તેવી ખુલ્લી કરવાની. એ ગુણસ્થાનકનું નામ જ પ્રમત્તગુણસ્થાનક છે. “સેવાઈ જાય એવું ક્યાં કહેવાય ? ભગવાન મહાવીરદેવ માટે એ કહેવાય. સાડા બાર વર્ષના છદ્મસ્થ કાળમાં બે ઘડીની નિદ્રા આવી ગઈ, ત્યાં સેવાઈ જાય એમ કહેવાય. એ બે ઘડીની નિદ્રા લીધી નથી પણ આવી ગઈ છે. જ્યારે અહીં તો રોજ ચાર-છ કલાક ઊંઘવા જોઈએ, રોજ એ રીતે ઊંઘીએ ત્યાં સેવાઈ જાય એમ કેમ કહેવાય ? “સેવીએ છીએ' એમ જ કહેવું પડે. ઊંઘવા માટે તો સૂઈએ છીએ ને ! જાગવા સૂઈએ કે ઊંઘવા ? કહેવું જ પડે કે ઊંઘવા.
શ્રી ઋષભદેવ ભગવાનને એક હજાર વર્ષમાં એક અહોરાત્રીની નિદ્રા. ત્યાં સેવાઈ જાય” એમ કહેવાય. ભ. મહાવીરદેવ માટે એમ કહેવાય. પણ અમે મુનિઓ તો રોજ ઊંઘીએ, રોજ ઊંઘવા જોઈએ, ત્યાં નિદ્રા સેવીએ છીએ એ ખુલ્લી વાત છે. પ્રમાદ જરૂર સેવીએ છીએ. છઠ્ઠા ગુણઠાણાનું નામ જ પ્રમત્તગુણસ્થાનક છે. ભગવાનનું ગુણસ્થાનક પણ છઠું પણ તે ઉચ્ચ કોટિનું. સાતમાની સાથે ગેલ કરતું હોય એવું, એ છહું પણ સાતમા જેવું, એમ કહેવામાં વાંધો નથી. એકેક મહિનો, બબ્બે મહિના, ચાર-ચાર મહિના કે છ-છ મહિના અરે બાર મહિના સુધી આહાર-પાણીની પરવા વિના વિહરનારા અને એક સ્થાને મહિનાના મહિનાઓ સુધી અડગપણે ધ્યાનમાં ઊભા રહેનારા, એ તારક
Page #628
--------------------------------------------------------------------------
________________
૩૦૭
૪૦: મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80
૫૨માત્માઓની વાત શી કરવી ? તોયે ત્યાં ગુણસ્થાનક તો છઠ્ઠું જ કહ્યું. અને રોજ ચાર-છ કલાક ઊંઘનાર મુનિનું ગુણસ્થાનક પણ છઠ્ઠું કહ્યું.
1177
એ જ રીતે બાર વ્રત પાલન ક૨ના૨નું તેમ જ ઓછાં વ્રત યાવત્ એક વ્રત પાલન કરનારનું પણ ગુણસ્થાનક પાંચમું કહ્યું.
શ્રી જિનેશ્વ૨દેવ જેવા અથવા એવા મહાપુરુષો માટે પ્રમાદ સેવાઈ જાય એમ કહેવાય. આપણે તો સેવીએ છીએ. એમ મહાત્માઓ પારણું પણ તપ માટે કરતા હતા. માસખમણને પારણે માસખમણ, છઠ્ઠને પારણે છઠ્ઠ, અઠ્ઠમને પારણે અઠ્ઠમ કરતા હતા પરંતુ તેમનું એ પા૨ણું પણ બીજા તપ માટે હતું. કંઈક તપસ્વીઓ પા૨ણે આયંબિલ કરતા, તેમાંયે રસકસ વિનાનો આહાર અને જે અવસરે જે મળે તે, લઈને વાપરતા હતા. એ પારણું શા માટે કરતા હતા ? આટલો ટેકો નહિ મળે તો બીજો તપ નહિ થાય એ માટે. એમના આવા પ્રકારના આહા૨ને રુચિપૂર્વકનો આહાર ન કહેવાય.
શ્રી શાલિભદ્ર અને શ્રી ધનાજી માસખમણને પારણે ભિક્ષાએ ગયા, માતાને ત્યાં ભિક્ષા ન મળી, પાછા વળ્યાં. ત્યાં ગામને દ૨વાજે રબારણ (શાલિભદ્રની પૂર્વભવની માતા) પાસેથી દહીંની ભિક્ષા મળી. માત્ર એ દહીંથી જ પારણું કરી અણસણ લઈ વૈભારગીરી પર જઈને સૂતા. અંત૨પારણું કહો કે ઉત્તરપારણું કહો, બધું એ દહીંથી જ. એ આહાર ગણાય ? કહો કે આહાર નહિ પણ ટેકો.
તમે એક ઉપવાસ કરો ત્યાં પારણે કેટલી ચીજો ? ઉપવાસની આગલી સાંજે અને ઉપવાસની બીજી સવારે કેટલી ધમાધમ ? આપણી સ્થિતિ જ જુદી છે. એ મહાપુરુષો માટે ‘પ્રમાદ સેવાઈ જાય' એમ કહેવાય. આપણે તો સેવીએ છીએ. પોતાની જાતને જેવી હોય તેવી ઓળખાવવામાં જરા પણ ભય રાખવો નહિ. છેલ્લાં કાળમાં જન્મવું, પડતા કાળમાં રહેવું, પાંગળા થઈને ફરવું અને બહાદુરીનાં બણગાં ફૂંકવાં એમાં ડહાપણ નથી પણ મૂર્ખાઈ છે.
મુનિ પ્રમાદ સેવે છે પણ એ સેવવાથી એનું છઠ્ઠું ગુણ જતું નથી પણ ‘પ્રમાદ સેવવો જોઈએ, કેમ ન સેવીએ ? એમાં શું થઈ ગયું ? કોણ નથી સેવતું ?' આવું આવું બોલે તો છઠ્ઠું તો જાય, પણ પાંચમું અને ચોથુંયે જાય, યાવત્ પહેલું આવે. પ્રમાદ ન સેવવાની આજ્ઞા છઠ્ઠ ગુણસ્થાનકે રૂઢ નહિ. એ ગુણસ્થાનકે ‘પ્રમાવા હૈયાઃ' પ્રમાદો ત્યાજ્ય કહ્યા, પણ- ‘નેવ સેવનીયાઃ’‘ન જ સેવવા’-એમ ન કહ્યું. ‘ન જ સેવવા’ એ વાત સાતમે ગુણસ્થાનકે કહી..
Page #629
--------------------------------------------------------------------------
________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સ્વતંત્રતાવાદીઓને આવાં બંધનો કેમ ગમે છે ?
અમારે બંધન ન જોઈએ' એવું બોલનારા આજના સ્વતંત્રતાવાદીઓ પોતાનું આ જીવન પૂરું કરવા કેટલાં બંધનો સ્વીકારે છે તે વિચારો ! જન્મથી, અરે ગર્ભથી માંડીને જીવનના અંત સુધી બંધન વિનાનો કોઈ સમય છે ખરો ? માતાના ગર્ભમાં નવ મહિના કે થોડો ઓછો વત્તો સમય જે રહે તે-બંધન ઓછું છે ? એ જગ્યા બહુ સારી રહેવા જેવી છે ? પછી જન્મે ત્યારે દૂધ ક્યાંથી પીએ ? માતાના શરીરમાંથી ને ? એ બંધન નહિ ? પછી સુવાડે ત્યાં સૂએ, ઉઠાડે ત્યારે ઊઠે, ધવડાવે ત્યારે ધાવે, આપે તો લે, આ બધાં બંધન નથી ? ઘોડિયામાં રોયા કરે પણ કોઈ લે નહીં તો શું કરે ? ઘોડિયામાંથી બહાર નીકળવાની એના દેહમાં શક્તિ છે ? સાત-આઠ વરસ સુધી તો કપડાં વિના નાગો પણ ફરે. પણ પછી ?' મારી મરજી, ગ૨મી થાય છે માટે કપડાં નથી પહેરવાં, નાગો જ ફરીશ' એમ કહે તો ચાલે ? એ પણ બંધન જ છે ને ? મોટો થાય એટલે સ્કૂલે સમયસર પહોંચવાનું અને શિક્ષક કહે તેમ કરવાનું બંધન. નોકરીએ ચઢે ત્યારે નોકરીનું બંધન, વેપાર કરે તો દુકાનનું બંધન, સાત વાગે ઊઠીને ચાહ જોઈએ એ પણ બંધન. એ રીતે ખાવામાં, પીવામાં, બોલવામાં, ચાલવામાં, વેપારધંધાની લેતી દેતીમાં, તાર, ટપાલ, હૂંડી, ચેક, આપેલા વાયદા પૂરા કરવા, દીકરા દીકરી વરાવવાં, વેવાઈવેલા સાચવવાં, વ્યવહારિક પ્રસંગો પાર પાડવા વગેરે ક્યાં ક્યાં બંધન નથી, એ તો કહો ? એ બધાં બંધન તેમને પરવડે છે પણ નથી પરવડતાં એ બંધનો કે જે આત્માને વિલાસી મટાડી વિરાગી બનાવે.
૬૦૮
1178
ખર્ચ આવક જોઈને કરવો પડે છે. શ્રીમંત માણસ રોજ રસ રોટલી જમે અને સામન્ય માણસ આખી મોસમમાં બે-ચાર વખત જમે, કેમ ? એને નથી ભાવતી માટે ? ભાવે તો છે પણ પૈસા નથી, આ બંધન નથી ? ગમે તેમ વર્તવાથી ઘરેય ન ચાલે અને પેઢી પણ ન ચાલે. પેઢી પર બેસી ભાવ કહેવામાં પણ બજારભાવનું બંધન. ત્યાં પોતાના ઘરના ભાવ બોલે કે ગપ્પાં મારે એ ચાલે ? વળી વેપારીનો વહેવાર આજે કેવી રીતે ચાલે છે ? કોઈના પાંચસોનો વાયદો પૂરો થતો હોય તો બીજાના લાવીને પણ એને આપે, અને પછી મુદત થયે ત્રીજાના લાવી બીજાને આપે, આ રીતે વાયદા સાચવવા પડે એ બંધન નથી ? આ રીતે પેઢી ચલાવી હોશિયારીથી બસો-પાંચસો મેળવે તે પેટખાતે જમા કરે. બે પૈસા ધીરનારને ‘આવો શેઠ’ કહીને ગાદીએ બેસાડવો પડે અને સાચી-ખોટી ખુશામત કરવી પડે, એ પણ બંધન છે ને ? આ બધાં બંધન ગમે છે
Page #630
--------------------------------------------------------------------------
________________
1179.
– ૪૦. મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80 – Sot પણ શાસ્ત્ર કહેલાં આત્મહિતકર બંધનો ગમતાં નથી એનું કારણ ? સ્વતંત્રતાના હિમાયતીઓને આ બધાં બંધન કેમ ગમે છે ? પૂર્વજોની ખ્યાતિના પ્રતાપે !
શ્રી સંઘમેરૂ પર અનેક પ્રકારનાં ચિત્તરૂપી ચિત્રકૂટો હોય પણ નિયમરૂપી કનકશીલાતલ મજબૂત જોઈએ. મેરૂ ઝળહળે શાથી. એનાથી ?
સભાઃ “ધ્યેય સંસારમાં રહેવાનું હોય તો આ કેમ માને ?'
ભલે ન માને પણ પછી એ જૈન ખરો ? જિનનો સેવક તે જૈન. ઝવેરી કહેવડાવે ને તેલ મરચું વેચતો હોય એ ચાલે ?
સભા: “જેનને ત્યાં જન્મ્યા માટે જૈન !'
ઠીક છે. જૈન તરીકે જન્મ્યા માટે જૈન; તો ભલે એ રીતે નામના જૈન તરીકે ! પણ અહીં ન આવો, અહીં ઘાલમેલ ન કરો, મંદિર વગેરેની બાબતમાં ડહાપણ ન ડહોળો. એ બધું કરવાનો તેમને હક્ક નથી. નામના ઝવેરીને ઝવેરીઓની સભામાં બેસવાનો કે બોલવાનો હક્ક નથી. નામના ઝવેરી, એવું ડહાપણ કરવા જાય તો રખડી મરે.
સભાઃ “એંસી ટકા એવી પોલ નભે છે. '
ભલે નેવું ટકા નભે. પણ એ કેમ નભે છે ? એમના પૂર્વજો જૈન હતા માટે નભે છે. પરંપરાથી ચાલી આવતી ગાદી પર કોઈ નાલાયક પણ પાકે પરંતુ એ પણ થોડો વખત તો નભે ને ? ભલે બે-પાંચ વરસે ઊથલી પડે પણ તરત તો વાંધો ન આવે ને ? એ રીતે બાપની આબરૂ પર એવાઓ બે-પાંચ વરસ નથી જાય પણ પછી પરખાય કે આ રત્નો નથી પણ અંગારા છે ત્યારે આપોઆપ સમાજમાંથી એમનું સ્થાન ઊખડી જાય. જેમની પાસે હાલ વહીવટ છે, તેમના પૂર્વજો જૈન હતા. તેમના પૂર્વજોએ તન, મન, ધનનો ભોગ આપ્યો છે, એ પોતાના પૂર્વજોના પુણ્ય તેમને આ જગ્યા મળી છે. હવે એ પૂર્વજોનું પુણ્ય તપે ત્યાં સુધી તો એ નામદારો (!) નભે ને ?
ક્રોડપતિનો દીકરો ભલે બેવકૂફ હોય તો પણ બાપ મરી જાય કે તરત ભિખારી ન થાય. વરસ બે વરસ લહેર કરી લે. બધી લક્ષ્મી લૂંટાઈ જાય પછી ભીખ માગતો થઈ જાય. કોઈ એને તરત બેવકૂફ કહે તો એ સાંભળે ? એ તો કહી દે કે મારી પાસે બે જોડ છે. તારામાં શી અક્લ છે ?' એ બે બ્રેડ ગયા પછી ગમે તે થાય પણ બાપ મરે કે તરત તો ક્રોડની ગાદીનો માલિક ખરો ને ?
એ જ રીતે આમના પૂર્વજોએ સેવા કરવામાં ઓછપ નથી રાખી. એ
Page #631
--------------------------------------------------------------------------
________________
ઉ૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 1180 પૂર્વજોના પુણ્ય આ નભે છે. સારી નામાંકિત પેઢીમાં ખોટો વહીવટ દાખલ થાય તો શરૂમાં બે-પાંચ વરસ વાંધો નથી આવતો, જાનું નામ હોય, વહીવટ સારો હોય, તેમાં છોકરો કુલાંગાર પાકે ત્યારે તરત તો પેઢીને વાંધો નથી આવતો. અમુક વખત જાય. વાયદા ન ચૂકવાય, ત્યારે ધીરે ધીરે વાત ફેલાવા માંડે અને બે-પાંચ વર્ષે વહીવટમાં વાંધા આવે. જે પેઢીની નામના દેશવિદેશમાં ફેલાઈ ચૂકી હોય, સૌ કોઈ સામેથી ધીરવા આવતા હોય, ન રાખે તોયે પરાણે થાપણ મૂકી જતા હોય એવી એવી પેઢીનો કુશળ વહીવટદાર માલિક મરી જાય અને તેની જગ્યાએ એનો મૂર્ખ દીકરો આવે તો પણ પૂર્વની નામનાથી બે-પાંચ વરસ વાંધો નથી આવતો. એ જ રીતે વર્ષોથી ચાલ્યા આવતા આ શાસનમાં એમના પૂર્વજોએ ધર્મબદ્ધિએ સેવા કરી છે તેની રૂએ એ ગાદીએ આવેલા અયોગ્ય હોય તો પણ તેમને આજ ને આજ ન ઉઠાડાય. એ તો પુરવાર કરે કે અમારા બાપદાદાએ આ બધું માંડ્યું હતું ત્યારે તમારે કામ થાય. મુક્તિ માટે જીવનનો સટ્ટે ખેલતા રાજર્ષિ કુમારપાળ :
જૈનશાસનની આજે આ હાલત છે. પંચમ કાળ છે, દિવસ પડતા છે, પુણ્યવાન હોય તે બચે. તે ભાગ્યવાન. ગબડ્યા તે ગયા. પહાડની ટોચ પર ચાલતા હોય ત્યારે ભયંકર વાયુનો ઝપાટો આવે ત્યારે ટકવું સહેલું નથી. માંડ એક એક પગલું મુકાય એવી જમીન છે ત્યાં એ દશામાં કોઈ પડે તો નવાઈ છે ? વગર પચ્ચે ટકીને ચઢી જાય એ નવાઈ; તોફાની સાગરમાં સ્ટીમરમાં બેસીને જનારો હેમખેમ પહોંચે તે નવાઈ, બાકી ડૂબે તો થાય કે જોખમ તો હતું જ. જીવનનો સટ્ટો ખેલ્યા સિવાય સ્ટીમર કે પ્લેનમાં બેસાતું નથી. અર્થકામના ઉપાસકો આવા જીવનના સટ્ટો ખેલે છે તો મોક્ષના ઉપાસકો મોક્ષ માટે જીવનનો સટ્ટો કેમ ન ખેલે ? કઠિન કામ છે એ વાત સાચી. ત્યાં જીવનનો સટ્ટો ખેડનાર ઘણા, અહીં ઓછા, કારણ કે ત્યાં અર્થકામ પ્રત્યે મમત્વ છે, અહીં મમત્વ નથી. એ મમત્વ આવે પછી કહેવું નહિ પડે.
શ્રી કુમારપાળ મહારાજાએ મુક્તિ માટે જીવનના સટ્ટા કેટલી વાર ખેલ્યા, એ જાણો છો ને ? એમણે ત્રણ ત્રણ વખત એવા સટ્ટા ખેલ્યા છે. એક કંટકેશ્વરી દેવી સામે, બીજો છએ ઋતુનાં પુષ્પો માટે અને ત્રીજો તાડપત્રો માટે. ત્રણ લોકના નાથની છએ ઋતુનાં પુષ્પોથી પૂજા કેમ ન કરું? બસ ! છએ ઋતુનાં પુષ્પોથી અંગરચના ન કરી શકે ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ. હવે એક ઋતુમાં છ ઋતુનાં ફૂલ આવે ક્યાંથી ? આવો અભિગ્રહ એ તો જીવનનો સટ્ટો છે ને ? એવાં ફૂલો મળે નહિ તો આહારપાણી વિના જિવાય ક્યાં સુધી ? પણ
Page #632
--------------------------------------------------------------------------
________________
૪૦: મુક્તિ માટે જીવનનો સટ્ટો : - 80
૭૧૧
એવો અભિગ્રહ કરનારા એ તો કહેતા કે ‘જીવવું છે કોને ?’ પણ એવાને મ૨વા પણ કોણ દે ? દેવતા તરત આવીને એને કહે કે-તારા જેવા મુક્તિ માટે જીવનના સર્ટી ખેલનારાને મરવાનું હોય ? જા, તારા બાગમાં રોજ છ ઋતુનાં ફૂલ થશે. દેવતાઓ આવાની પાસે તો તરત દોડી આવે છે. વળી દેવતાઓ આવીને એમને માગવાનું કહે તો એ માગતા પણ નથી. એ તો કહે છે કે-આવા વીતરાગદેવ, નિગ્રંથ ગુરુ અને દયામય ધર્મ મળી ગયો પછી હવે માગવાનું બાકી શું રહે છે કે માગીએ ? એમના આહા૨પાણીના ત્યાગના અભિગ્રહ વખતે દેવતા આવે, એવું નક્કી તો નહોતું ને ?
1181
દેવી કંટકેશ્વરી સામે પણ કેવો જીવનનો સટ્ટો ખેલ્યો છે ? ક્રોધાયમાન અને લાલપીળી થયેલી કંટકેશ્વરી ત્રિશૂળ લઈને આવે છે અને ત્રાડ પાડીને કુમારપાળને ભોગ આપવા કહે “છે. કુમા૨પાળના કપાળ સામે ત્રિશૂળ ધર્યું છે. તે વખતે પણ કુમારપાળ એને કહે છે કે-‘અહીં ભોગ નહિ મળે, અર્હત્ દેવ, હેમચંદ્રસૂરિજી જેવા ગુરુ અને યામય ધર્મ મળ્યા પછી ભોગની વાત જ શી ? આજ સુધી અજ્ઞાન હતો, હવે સમજ્યો છું. તું દેવી હો, માતા હો, કુળદેવી હો, તો મારા ધર્મમાં મને સહાય કર અધર્મના માર્ગે ન લઈ જા, દેવી મારી નાખવાની ધમકી આપે છે. પરંતુ મહારાજા અગ રહે છે. કપાળ સામે ત્રિશૂળ તોળાઈ રહ્યું હોય ત્યારે અડગ રહેનારા કેટલા ? અડગ રહે કોણ ? જીવનની પરવા ન હોય તે. મુક્તિ માટે જીવનનો સટ્ટો તે આ. દેવી કુમારપાળ મહારાજાને ત્રિશૂળ મારીને જતી રહી. એના યોગે કુમારપાળ મહારાજાને આખા શરી૨માં કોઢ વ્યાપી ગયો. અંગ બળવા લાગ્યાં, પણ એ ડગ્યા નહિ. એ તો કહે કે-પૂર્વના પાપોદયે બધું થાય પરંતુ પુણ્યવાન એવા, એમની શક્તિ પણ એવી અને એમને ગુરુ પણ એવા જ મળ્યા હતા. પરિણામે એ દેવીને પણ એમની દાસી થવું પડ્યું. હિંસક દેવી હિંસક મટી અહિંસક બની: અહિંસાધર્મની રક્ષક બની.
જીવનનો ત્રીજો સો ગુરુને તાડપત્ર પૂરાં પાડવા માટે કર્યો. મહારાજાએ વિચાર્યું કે ‘ગુરુદેવ નવા નવા ગ્રંથો રચે અને હું પામર એ લખાવવા માટે તાડપત્ર પણ પૂરાં ન પાડી શકું ? આ તો કેવી ખેદની વાત ? જ્યાં સુધી તાડપત્ર પૂરાં ન પાડું ત્યાં સુધી અન્ન-પાણી બંધ ! અન્ન-પાણીનો ત્યાગ એ તો એમને મન ૨મત. એ સટ્ટામાં પણ ફાવ્યા. એમના ઉદ્યાનોમાં ઢગલાબંધ તાડપત્રો થઈ ગયાં. મુક્તિ માટે જીવનમાં સટ્ટા કરનારા ફાવે જ છે. અર્થકામના ઉપાસકો વનના સર્ટી ખેલે છે તે રીતે પ્રભુશાસનમાં મોક્ષમાર્ગની આરાધના માટે આ રીતે અનેક મહાપુરુષોએ જીવનના સટ્ટા ખેલ્યા છે. અને એમનાં જ પવિત્ર નામો આ શાસ્ત્રોને પાને લખાયાં છે.
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૧૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
અર્થકામના ઉપાસકો ક્યાં સમ્ર નથી કરતા ? પૈસાના, આબરૂના અને જીવનના પણ સટ્ટા ખેલે છે. લાખની મૂડી અને પાંચ લાખનો વેપાર ખેડે એ સો નથી ? એમાં તો આબરૂનો સટ્ટો છે. પાંડવો જેવાએ પોતાની પત્નીને પણ હોડમાં મૂકી હતી ને ? દુનિયામાં અર્થકામના રસિયાઓ જેમ અનેક જાતના સટ્ટા ખેલે છે તેમ મોક્ષમાર્ગ માટે પ્રભુશાસનમાં જીવનનો આવો સટ્ટો ખેલનારા હતા માટે જ આ શાસન ઝળકતું હતું. એવો સટ્ટો ખેલનારા બંધ થયા ત્યારથી જ શાસન ઝાંખું પડવા લાગ્યું. શાસનના દરેક મહાપુરુષોના જીવનમાંથી એ જ મળશે : શ્રી કુમારપાળ મહારાજાએ આહાર-પાણી ત્યાગના અભિગ્રહ ‘કર્યા ત્યારે દેવતા આવશે એવું નક્કી હતું ? ના. આજે તો એવું કાંઈ કરવાંનો સમય આવે ત્યારે મનમાં જ પહેલાં એમ થઈ જાય કે-લાવ, જરા ખાઈ લઉં, પછી અભિગ્રહ કરું !' હૈયાના ત્યાગ વિના કદી દેવતા આવે ?
1182
અરે, ભગવાન મહાવીરદેવનો પણ સંગમ સામે સટ્ટો જ હતો ને ? માનો કે ભગવાનને જ્ઞાન વડે પોતાના જીવનની ખાતરી હતી પણ તે વખતે વેદના કેવી હતી ? અન્ય મહાપુરુષોએ પ્રાણાંત ઉપસર્ગો સમભાવે સહ્યા છે એ પણ જીવનના સટ્ટા ખરા ને ? અવધિજ્ઞાન મુનિઓ પણ આવા પ્રસંગે જ્ઞાનનો ઉપયોગ નથી મૂકતા. ભગવાન મહાવી૨ પરમાત્માએ અભિગ્રહ કર્યો કે-રાજપુત્રી હોય, કેદમાંથી છૂટી હોય, પગમાં બેડી હોય, આંખમાં આંસુ હોય, એક પગ ઉંમરાની અંદર અને બીજો પગ ઉંમરાની બહાર રાખીને ઊભી હોય, પોતાના હાથમાં સૂપડાના એક ખૂણામાં રહેલા અડદના બાકળા વહોરાવે તો એના હાથે ભિક્ષા લેવી. એ ન મળે ત્યાં સુધી આહારપાણી ત્યાગ. જીવનનો આ કેવો મોટો સો ?
સભા ‘એમણે તે વખતે ઉપયોગ મૂકીને અભિગ્રહ નહિ કરેલો ?’
ઉપયોગ મૂક્યો હોય તો તો એ અભિગ્રહની કિંમત ઘટી જાય. ઉપયોગ મૂક્યો હોય તો રોજ રોજ ભિક્ષાએ ફરે ? વાતવાતમાં ઉપયોગ મૂકનારાનું અવધિજ્ઞાન ટકે ? એવાને અવધિજ્ઞાન મળે જ નહિ. વાતે વાતે હાથ ઉપાડનારાને બળ ન મળે. એવાને બળ મળે તો એ શું ન કરે ? અટકચાળાને બળ મળે તો પરિણામ કેવું આવે ? વાંદરામાં બુદ્ધિ હોય તો એક માણસને પણ સુખે બેસવા ન દે. એક માણસે વિચાર કર્યો કે-વાંદરા વાડીનો પાક બગાડે છે માટે તેમને બાણથી વીંધી નાખવા. હવે જો વાંદરામાં બુદ્ધિ હોય તો એની આખી વાડી જ બાળી નાખે. એ પેલાને કહી દે કે-‘યાદ રાખ ! તું અમારા બધાનો નાશ કરવા તૈયાર થયો છે પણ તું સૂતો રહીશ ને તારી વાડી સળગી જશે.' પણ વાંદરા એમ નથી કરતા. કેમ ?
Page #634
--------------------------------------------------------------------------
________________
1183
૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો
સભા એનામાં બુદ્ધિ નથી.’
:
: - 80
૩૧૩
એ બુદ્ધિ કેમ નથી ? કારણ કે એ અટકચાળી જાત છે માટે. અયોગ્ય આત્માઓને તેવી બુદ્ધિ કે બળ મળતાં નથી. અર્થકામ માટે દુનિયા આખી સટ્ટા ખેલે છે. હવે તો મુક્તિ માટે સટ્ટા ખેલવાના છે પણ આજે એ ભાવના જ જોવા મળતી નથી.
સભા બંધા એવા સટ્ટા ખેલવા માંડે તો શું થાય ?’
તમે ગભરાઓ નહિ. આજે તો કોઈ એકદમ સટ્ટો ખેલી નાખવાના નથી. એક અક્રમ કરવો હોય તો બે દિવસ તો આત્માને સમજાવવો પડે. અંતરપા૨ણે ખાટલા પર ખાવા બેસે ત્યાં જ વિચાર કરે કે હવે ત્રણ દિવસ ખાવું નથી. મારે સરખું ખાઈ લેવું એટલે તો ગુંદરપાક બનાવીને ખાય, જેથી શરીરમાં શક્તિ રહે. તીવ્ર આરાધનાનો ભાવ હોય તો જ આવો સટ્ટો થાય. બધા આવો સટ્ટો કરી નાખે એવો ભય રાખતા નહિ. હજારો વાત સાંભળે પણ કરવાની વાત આવે ત્યાં સો વિચાર આવે. ‘આમ થાય તો ? તેમ થાય તો ?’ એવી અનેક ચિંતા મનમાં થાય.
પેથડશાહે પિતાજીની તમામ મિલકત તેમના હાથે જ સાત ક્ષેત્રમાં વપરાવી નાખી. અમુક વર્ષ બાદ પુણ્યયોગે પાછા ધનવાન થયા, મોટા મંત્રીશ્વર થયા અને દાનેશ્વરી પણ થયા. આ વાત તમે સાંભળી ? તેમ છતાં આપી દેવાનું મન થાય છે ? ‘આપ્યા પછી ન આવ્યું તો ?’ આવા વિચાર મનમાં આવ્યા જ કરે. ઊલટું આજે તો એમ પણ કહે કે ‘એમણે વા૫૨ી દેવાની મૂર્ખાઈ કરી તો પાંચદશ વરસ ગરીબાઈમાં કાઢવા પડ્યાં ને ?' માટે કહું છું કે શક્તિ વિનાનાથી આવા સટ્ટા ન થાય.
આજે તો એક ઉપવાસ કરવો હોય તેમાં તો આગલી સાંજે એવું ખાય કે બીજે દિવસે.વાંધો ન આવે. એકાસણું કરે એમાં બમણું તો ન ખાય પણ સવાયું દોઢું તો ખાય. આવાઓથી આવા સટ્ટા કે અભિગ્રહો થાય ? અભિગ્રહમાં તો ‘મળો યા ન મળો' એ એક જ વાત છે. માટે તો પહેલા સંઘયણવાળાને જ કેવળજ્ઞાન થાય છે. પહેલા સંઘયણ સિવાય કેવળજ્ઞાન થાય તેવા પરિણામ જ ન આવે. મોક્ષે જવા જેવા પરિણામ માટે, તેમ સાતમી નકે જવા જેવા પરિણામ માટે પણ પહેલું સંઘયણ જ જોઈએ. નબળાને ગુસ્સો પણ કેટલો ? કૂતરું ભસે ખરું પણ જરા આઘે જઈને પાછું ખસે. કૂતરાને બીજું કૂતરું ગળે બચકું ભરી જાય તો પછી એ જીવી શકે નહિ તેથી કૂતરું એવો વખત આવવા જ નથી દેતું. ભસતું ભસતું બહા૨ના કૂતરા સામે જાય તો ખરું પણ પેલું જરા સામે ઘૂરકે
Page #635
--------------------------------------------------------------------------
________________
૭૧૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
કે તરત પાછું હઠવા માંડે. એવી એ હોશિયાર જાત છે. આવી સા૨મેય વૃત્તિવાળા કોઈ કામ ન કરી શકે. એના પર આધાર જ ન રખાય.
1184
વાણિયો બહાદુર ક્યાં ? પેઢી ૫૨. જંગલમાં કોઈ મળે તો તરત મૂંડી નીચી નમાવી એની ‘હામાં હા' કરી પાછો ફરી જાય. વાણિયાથી કેસરિયોં ન થાય. એ તો ક્ષત્રિયો જ કરે. વાણિયો કોઈને મારે તોયે પાંચ શેરી સીધી ન મારે, કોથળામાં ઘાલીને મારે. પોલીસ જુએ તોયે કહે કે હું તો ખાલી કોથળો મારતો હતો. હ્રદયનું સત્ત્વ હોય તેવા અને તેટલા જ પરિણામ આવે. સત્ત્વહીનને એવા પરિણામ ન આવે. માટે અર્થકામમાં રાચ્યા-માચ્યા રહેનારા, ખાવાપીવાને જ ટેવાયેલા, અનેક પ્રકારની લાલસાઓમાં પડેલા, એવા બધા ભૂલેચૂકે પણ અભિગ્રહ કરી નાખે એવી ગભરામણ ન રાખતા. એવા તો એક નિયમ કરે ત્યાં કેટલી છૂટ રાખે ? ‘સાજે માંદે છૂટ,’ ગામ પરગામ છૂટ’, ‘કોઈને ઘરે ગયા ત્યાં છૂટ’, ‘અકસ્માત્ ભૂલી ગયો તો છૂટ.' આમ ચારે તરફ ‘છૂટ’ - બધા દરવાજા ઉઘાડા. આ હાલતમાં આકરા અભિગ્રહ કે જીવનના સાની આશા રખાય ?
દૃઢપ્રહારી ઘાતકી હતો, પણ એણે દીક્ષા લીધી કે તરત અભિગ્રહ કર્યો કેજે દિવસે મારી હિંસા મને યાદ આવે અગર કોઈ યાદ કરાવે તે દિવસ મારે અન્ન પાણી ન લેવાં.' કેવો અભિગ્રહ ? ‘કોઈ યાદ કરાવે તેમાં હું શું કરું ?' એવી બારી ન રાખી. એમને આહા૨ ક૨વા વખતે ક્યારે આવ્યો ? દીક્ષા લીધી ત્યારથી કેવળજ્ઞાન થયું ત્યાં સુધી આહાર કરી શક્યા જ નહિ. જે જુએ તે એમને ઘાતકી જ કહે, ઘાતકી તરીકે એકબીજાને બતાવે, મારે, પીટે, બધું જ કરે, ત્યાં યાદ ન આવવાની વાત જ કેમ બને ? જીવનનો સટ્ટો તે આનું નામ. કાય૨થી એ બને ? કાયર યુદ્ધમાં જાય ત્યારે ભાગવાના રસ્તા પહેલેથી જ જોતો જાય. ન દેખાય તો બીજાને પૂછતો જાય. શૂરો યુદ્ધમાં જાય તેની તો દુશ્મન સામે જ નજ૨ હોય. એ પોતાના ઉપર પડતા પ્રહારને પણ ન જુએ. જીવનના સટ્ટા એવા શૂરવી૨ જ ખેલે ! સવારના સાત વાગે ત્યાં ચાહ વિના ન ચાલે, બીડી વિના ચેન ન પડે, એ વળી અભિગ્રહો કરે ? એવાને તો એક નાનો એવો પણ નિયમ કરાવતાં નવ નેજે પાણી ઊતરે.
- ચોમાસામાં બ્રહ્મચર્યનો નિયમ કરાવવો હોય તો કેટલી મુશીબત ! ‘આમ થઈ જાય તો ! તેમ થઈ જાય તો !' એમ સત્તર સવાલ પૂછે. મહારાજા કુમારપાલને એક જ રાણી ‘ભોપલદેવી’ હતી. રાજગાદી ૫૨ બેઠા તે વખતે જ ધર્મ પામ્યા અને ત્યારે જ નિયમ કર્યો કે આ એક સ્ત્રી સિવાય બીજી રાણી પરણવી નહિ. થોડા વખત બાદ જ ભોપલદેવીનું મૃત્યુ થયું. ત્યારે મંત્રી વગેરે
Page #636
--------------------------------------------------------------------------
________________
૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો ઃ - 80
ભેગા થઈ કહે છે કે ‘રાણી વગર ન ચાલે. રાજસિંહાસન રાણી વગર ન શોભે, રાજ્યની મંગલ યિાઓ રાણી વગર ન થાય.’ ત્યારે કુમા૨પાલે કહ્યું કે-એ હવે ન બને. ન ચાલે તો ભોપલદેવીની સોનાની મૂર્તિને સિંહાસને બેસાડો અને રાજ્યનાં કામ ચલાવો. બાકી રાજ્ય ગૌણ છે. ધર્મ મુખ્ય છે. મારો ધર્મ સચવાવો જ જોઈએ.
1185
૭૧૫
આવા નિયમો કરવાની ભાવના તો પુણ્યવાનને જ થાય. મહર્ષિઓના અભિગ્રહ મહર્ષિઓ જ કરે.
આવેશથી પણ ધર્મ કોણ કરી શકે ?
સભા : ‘આવેશથી નિયમ કરી નાખે તો ?'
અરે ! આવેશ પણ છે ક્યાં ? કજિયો થાય ત્યારે બાઈ કૂવે પડવાની ધમકી આપીને ઘરની બહાર જાય. પાંર્ચ-પચીસ કદમ ગયા પછી જુએ કે ધણી પાછળ નથી આવતો એટલે આવેશ ઓગળી જાય ને તરત પાછી ફરે. સાચા આવેશ પણ કોને આવે ? બધાને ન આવે. બાપ ધોલ મારે ત્યારે ગુસ્સો આવે પણ પછી ‘આવ ભાઈ !’ કહે એટલે તરત નરમ પડી જાય ને સામે જાય. બેયના ગુસ્સા ક્યાં ગયા ? વિષયવાસનાના ગુલામોને આવેશ પણ નથી આવતા. આવેશમાં સત્ત્વ જોઈએ નાનું બાળક ગુસ્સાથી લપડાક મારે પણ એના આંગળાં ન ઊઠે. નાના બાળકની લાત માતા ખાય છે; કેમ ? એમાં વાગે શું ? દાંત આવ્યા પછી માતા બાળકને સ્તનપાન નથી કરાવતી. કદી કોઈ બાળક ટેવ ન છોડે ત્યાં કડવાશ લગાડીને પણ એ પણ એ ટેવ છોડાવે. કેમકે સ્તનપાન કરવાની મર્યાદા પૂરી થઈ.
હું રોજ દીક્ષાની વાત કરું છું પણ કોઈ ઊભો થયો ? શાનો થાય ? આવેશથી કોઈ દીક્ષા નથી લઈ લેતું. આવેશથી દીક્ષા લેવા આવના૨ને તો અમે એક સેકંડમાં પારખી લઈએ. એવી વાત કરીએ કે -મારાથી એ ન બને' એમ કહીને ચાલવા જ માંડે. સાચા આવેશનો આધાર પણ શક્તિ પર છે. આવેશ પણ શક્તિ અને ભાવનાને અનુરૂપ હોય છે. શ્રી જિનેશ્વરદેવના અભિગ્રહો ઘણાય આચાર્યોએ સાંભળ્યા પણ કરવાનું મન કેટલાને થયું ? ગૌતમ મહારાજાએ પણ ક્યું કે ‘એ તો એ જ પાળે.’ દુનિયામાં પણ કહેવત છે કે બળિયા સામે બાથ ન ભિડાય. ભીડવા જાય તે મરે. કદાપિ મરે નહિ તો માંદો થાય. શ્રી જિનેશ્વરદેવની વાત જવા દો. એમની આજ્ઞા પળાય તોયે વાહ વાહ ! અરે પાળવાની વાત દૂર રહી પણ આજ્ઞાથી વિરુદ્ધ ન વર્તાય તોયે
Page #637
--------------------------------------------------------------------------
________________
૯૧૬
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
– 186 મહાભાગ્ય ! આજે તો કેટલાકને એટલી વાત પણ ખટકે છે, એ તેમની કમનશીબી છે. અહિંસાથી સ્વરાજ મેળવવાની વાતો અને તેનું પરિણામ સભાઃ “અહિંસાથી રાજ્ય મળે ? સ્વરાજ્ય માટેની હાલની કહેવાતી અહિંસક
આ ચળવળ વાજબી ગણાય ?' હાલની વાત જવા દો. એ બધી વાતો બહુ વિષમ અને વિનાશક છે. અહિંસાથી રાજ્ય મળે પણ મેળવાય નહિ. અહિંસા તો મોક્ષ મેળવવા માટે છે. મોક્ષ સિવાય બીજા હેતુએ સેવાતી અહિંસા એ વસ્તુત: અહિંસા જ નથી. આજની કલ્પનાઓ જુદી છે અને આજની સ્થિતિ પણ વિષમ છે. કેવળ સ્વાર્થની જ જેને લગની લાગી હોય તેને આ વાત નહિ જચે. લોક જ્યારે સ્વાર્થમાં તણાય ત્યારે એ બીજું ન જુએ. પરિણામની વાત એને ન રૂચે. પરમાર્થ એ જુદી ચીજ છે. . પરમાર્થની કાર્યવાહી કઈ કહેવાય ? અને એ કોણ કરે છે? ત્યાં હેતુ શો ? એનું ફળ શું? એ બધું જાણવું જોઈએ. દાન બે રીતે દેવાય. એક દાન ત્યાગ માટે દેવાય અને બીજું નામના ખાટી માલદાર બનવા પણ દેવાય. બધામાં આ વાત સમજી લેવી. ધર્મ માટે નીતિ પળાય, પૈસા માટે પળાય, નામના માટે પળાય અને સ્વાર્થ માટે પણ પળાય. અહિંસા, સંયમ અને તપ એ મુક્તિ માટે જ છે. મુક્તિ સિવાય બીજા કોઈ પણ હેતુ માટે એનો ઉપયોગ ન થાય. અને જો બીજા હેતુ માટે ઉપયોગ કરાય તો એ વાસ્તવિક અહિંસા, સંયમ અને તપ છે જ નહિ. ... એ અહિંસાદિ ધર્મ નથી ?
અહિંસા, સત્ય, સંયમ, તપથી અર્થકામ, રાજ્ય અને મોક્ષ એ બધુંયે મળે પણ એને સેવવાનાં છે મુક્તિ માટે. બીજા હેતુએ સેવે તો તે અહિંસાદિ તે તે રૂપે રહેતાં જ નથી. જનપૂજનાદિ કરણી મોક્ષ માટે છે. પૈસા ટકા માટે કે રાજ્યાદિ મેળવવા માટે એ ન કરાય - જિનપૂજા છે કલ્યાણકારિણી. પરંતુ એ પૈસાટકા કે રાજ્યાદિ માટે કરે તો તે વસ્તુઓ મળે ખરી પણ પછી કલ્યાણ ન થાય. જે અહિંસાના યોગે હિંસાની ભયંકર સામગ્રી મેળવાય તે તો હાથી વેચીને ગધેડાની ખરીદી કરવા જેવો ધંધો છે. અહિંસારૂપી મૂલ્ય ખર્ચે ભયંકર હિંસાનાં કારખાનાં મેળવાય એ ઐરાવણને સાટે રાસભ મેળવવા જેવું છે. અસત્ય વિના ક્ષણ પણ ન ચાલે એવી સામગ્રી સત્યની કિંમત ચૂકવી મેળવવી એ ચિંતામણી આપીને કાચના ટુકડાની ખરીદી કરવા બરાબર છે. સંયમથી જ અસંયમની ખરીદી કરવી તે સોનું વેચી કથીર કમાવવાનો ધંધો છે. અહિંસક ધ્યેય વિનાની અહિંસા એ અહિંસા નથી. અહિંસક ધ્યેય પ્રાપ્ત કરવાની ઇચ્છા વિના સેવાતી
Page #638
--------------------------------------------------------------------------
________________
1137
૪૦ : મુક્તિ માટે જીવનનો સટ્ટો :- 80 – ૯૧૭ અહિંસા એ વસ્તુત: અહિંસા નથી. જ્યાં અસત્ય વિના ચાલે જ નહિ તેવી વસ્તુ માટે સેવાતું સત્ય એ વસ્તુત: સત્ય જ નથી. અને જ્યાં અસંયમના ઊબાળા દેખાતા હોય તેવી દશા મેળવવા માટે સંયમની વાતો કરવી તે નાટકિયો સ્વાંગ છે. મરવા પડે ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે:
હું ખંડન ખુલ્લું નહિ કરું, કારણ કે આજે એમ કરવાનું પરિણામ ભયંકર છે. આજે સાચી વાતને ઊંધી રીતે ચીતરનારા ઘણા છે. (વિ.સં.) ચુમોતેરની સાલથી આ વાત હું કરી રહ્યો છું... જેમ જેમ સમય જાય છે, તેમ તેમ મારા એ વિચારો મજબૂત થતા ગયા છે. પરિણામ આજ સુધી ખરાબ જ આવ્યું છે ને આવતું દેખાઈ રહ્યું છે. આંખો મીંચીને ચાલે અને સ્વાર્થવશ પરિણામ જુએ જ નહિ, ત્યાં ઉપાય નથી. મરવાની તૈયારી થાય ત્યારે કીડી-મંકોડીને પાંખ આવે છે. કેટલાક કહે છે કે હવે તો એ લોકો જમીન પર નથી ચાલતા પણ આકાશમાં ઊડે છે. હું કહું છું કે આ છેલ્લી અવસ્થા છે. અર્થકામના રસિયા મરે પણ મોટે ભાગે એના જ સન્નિપાતથી. દેવ-ગુરુ-ધર્મની નિંદા કરનારાને સન્નિપાત થયા વિના રહે જ નહિ. ઊડવા માંડે અને જમીન પરથી ઊંચે ઊડતા દેખાય ત્યારે સમજી લેજો કે એ કીડી-મંકોડીને પાંખ આવી. હવે અંત નજીક છે. બસ ! આટલામાં સમજો.. બળાબળ જોઈને કામ થાય ?
ડાહ્યો માણસ પરિણામ ન જુએ ? કોની સામે કેમ બોલવું, એ ખ્યાલ કોણ ન રાખે ? રોજની બે હજારની ફી લેનારો ધારાશાસ્ત્રી પણ સામે સોના પગારદાર ન્યાયાધીશ સામે કાયદા બહાર ન બોલે. “નામદાર !” કહીને જ વાત કરે. એ સમજે છે કે “ભલે મારી આવક બે હજારની અને એની સોની, કાયદા ભલે હું વધારે જાણું અને એને પણ કાયદા હું બતાવું, ભલે જરૂર પડે તો એ જ મને કાયદો પૂછે, ભલે પ્રસંગે વાઇસરૉયની જોડે હું બેસું અને એને તો વાઇસરૉયનું મોં જોવાની પણ તક ન હોય અને ભલે દેશમાં મારી પાછળ હજારો માણસ ફરતા હોય; પરંતુ આ હોલમાં તો એનું જ સામ્રાજ્ય છે. અહીં મારા હાથમાં કડી નંખાવવી હોય તો ક્ષણવારમાં એ નંખાવે.” આવું એ ધારાશાસ્ત્રી સમજે છે. ભલે પછી એ ગમે તે કરી શકે પણ એક વાર તો એને હાથકડી પડી જાય. માટે તો એ “નામદાર !” કહીને જ બોલે છે. દરેકે પોતાનું બળ જોવું જોઈએ. વસ્તુ સાધવા જતાં પહેલાં સાધનસંપન્નતા અને સાધનહીનતાનો વિચાર બરાબર કરી લેવો ઘટે. હજારો મનુષ્યોના સાર્થવાહ
Page #639
--------------------------------------------------------------------------
________________
૭૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
થઈ નીકળનારે એના પાલનની, રક્ષણની બધી તૈયારી રાખવી જોઈએ. અટવીમાં અધવચ્ચે જો સાર્થવાહ કહે કે અનાજ ખૂટ્યું છે, ધાડ આવે ત્યાં કહે કે ચોકિયાત જતા રહ્યા છે તો સાથે આવેલા પણ કહે કે-અરે મૂર્ખ ! આવી તૈયારી ન હતી તો સાર્થ કાઢ્યો શું કામ ? બત્રીશ ક્રેડના સાર્થવાહ ક્યારે બનાય ?
1188
આ પ્રશ્નને અંગે આટલું કહ્યું છે તે બસ છે. બાકી વિના અવસરે વધારે ન કહેવાય. પ્રસંગે પ્રસંગે એ સંબંધી થોડો છંટકાવ કરાય. .
હવે ચિત્રકૂટ સંબંધી આગળ શું કહે છે તે અવસરે.
[દ્વિતીય ભાગ સમાપ્ત]
Page #640
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
આઘાટ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો
આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ
મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી
મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ
મુંબઈ ૪. પ્રણેકલાલ મોહોલાલ ઝવેરી ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ
અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ
મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ. વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ
મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ: શાહ દિનેશભાઈ જે.
મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર
મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલુભાઈ (પીલુચાવાળા)
સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ . .
ભાભર ૧૭. શાહ બાબુલાલ મંગળજી પરિવાર •
ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી
પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા
મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ
મુંબઈ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા
મુંબઈ. ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ
પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી
અમદાવાદ ૨૬. શાહ જયંતિલાલ આત્મારામ
અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી
મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ ૩૦. સીતાદેવી પોદાર
મુંબઈ
મુંબઈ
મુંબઈ - મુંબઈ
Page #641
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
મુંબઈ
મુંબઈ
સહયોગી * સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી
સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા
. ભાંડોતરા - તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ
, મુંબઈ ૧૦. શાહ પારુબહેન મયાચંદ વરઘાજી :
• જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ
સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા
સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા ' ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ મુંબઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ
મુંબઈ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા).
મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા
મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા)
મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ
આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ
મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હભરતભાઈ
નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી ૨૬. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ ૨૭. વોહરા રામચંદ હકમચંદ પૂ.સા.શ્રી જયપ્રજ્ઞાશ્રીજી
રામપુરા | વિજયપજ્ઞાશ્રીજી સંયમસ્મૃતિ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી
જેતાવાડા-મુંબઈ
મુંબઈ
મુંબઈ
મુંબઈ મુંબઈ
Page #642
--------------------------------------------------------------------------
________________
पुस्तको भाटे मावन सभ्य झी मात्र ३. ५०००/
-
सन्मा/ प्राशन જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ TERET Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net
સારા એરિયામાં માત્ર એક સ્કવેઅર ફુટ જગ્યા મળે એટલી જ રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા અઢળક પુસ્તકો મેળવો !
જન્મા પ્રદાન દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જૈન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે.
દસ વર્ષના ગાળામાં દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કેંકનાં જીવન પલટ્યાં છે. નવી દષ્ટિ આપી છે. મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧000 પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય | धे२४ प्राप्त थशे. .
માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫000/- ભરી જન્માષ્ટl| કિકાત - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો.
सभ्य बनतांनी साथे ४ तमारी ५संगीन ३. १०००/-Fi पुस्तो भेट अाशे. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિઃ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા જ १. जीवनसाफल्यदर्शनम् (श्री विजय रामचन्द्रसूरि) प्रत
५०-०० २. दर्शनशुद्धिप्रकरणम् (बृहद्वृत्ति सह) प्रत •
१००-०० . ३. धर्मोपदेश काव्यम् सटीक (श्री लक्ष्मीवल्लभगणि) प्रत
६०-०० ४. नवस्मरण-गौतमस्वामी रास (मोटा टाइप) प्रत
६३-०० ५. इन्द्रियपराजयशतक सटीक (श्री गुणविनयगणि) प्रत ६. दीपोत्सवकल्प (श्री हेमचन्द्रसूरि) प्रत ।
५०-०० ७. श्रीश्रीपालचरित्रम् (श्री ज्ञानविमलसूरि) प्रत ८. श्रीश्रीपालचरित्रम (श्री सत्यराजगणि) प्रत ।
१००-०० ९. योगविंशिका-प्रकरणम् सटीक (भाषांतर) पुस्तक .
२५-०० १०. हितोपदेशः सटीक (श्री प्रभानंदसूरि) प्रत
३००-०० ११. उत्तराध्ययनसूत्र सटीक प्रत (पं. श्री. भाव वि.) प्रत
३००-०० १२. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-१ पुस्तक
१३०-०० १३. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-२ पुस्तक
१५५-०० १४. हितोपदेशः (मूल-वृत्ति-कथा-तुला-टिप्पणीसमन्वितः) पुस्तक १७५-०० १५. . हितोपदेशः (कथारहित-वृत्तिसमन्वितः) पुस्तक
७५-०० १६. पिंडनियुक्ति पराग
२५-०० १७. ओघनियुक्ति पराग
२५-००
६०-००
६५-००
Page #643
--------------------------------------------------------------------------
________________
- રૂ/
પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા નં. નામ
કિંમત ૧. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોના ચાર સેટ)
(અપ્રાપ્ય) ૨. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોનો પાંચમો સેટ).
Aો ગેટ).
૧૨૫/૩. ભગવાને ભાખ્યા ભાવિના લેખ
(અપ્રાપ્ય) ૪. સમ્યગ્દર્શન
(અપ્રાપ્ય). ૫. આચારાંગ સૂત્રનાં (ધૂતાધ્યયન)-વ્યાખ્યાનો (ભાગ-૧ થી ૧૫) ૨૨00/કિ. જૈનશાસનની મિલકત
(અપ્રાપ્ય) ૭. આત્માની ત્રણ અવસ્થાઓ
(અપ્રાપ્ય) ૮. સનાતન સત્યનો સાક્ષાત્કાર
૪૦/૯. વંદિત્તા સૂત્રનું વિવરણ
. ૫૦/૧૦. રામાયણનો રસાસ્વાદ
(અપ્રાપ્ય) ૧૧. આર્યસંસ્કૃતિનો આદર્શ
(અપ્રાપ્ય) ૧૨. વિંશતિ-વિશિકા
'. ક0/૧૩. નિનશાસન વે પ્રતિ દHIRI ૩ત્તરાયિત્વ
અન્ય પ્રકાશનો * ૧. સન્માર્ગદર્શન ભાગ-૧
(અપ્રાપ્ય) ૨. સન્માર્ગદર્શન ભાગ-૨
(અપ્રાપ્ય) ૩. ગ્રોવન્ય પ્રાણ
(અપ્રાપ્ય) ૪. મૃત્યુની મંગળપળે - સમાધિની સાધના.
૫૦/૫. અરિહંતના અતિશયો .
(અપ્રાપ્ય) ૯. અહંન્નમસ્કારાવલી
૨૦/૭. વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન ,
(અપ્રાપ્ય) ૮. દ્રવ્યસપ્તતિકા
૧૦૦/૯. પ્રેરક પરિવર્તન
૫૦/૧૦. ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો
/૧૧. વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક
૭૦/૧૨. નેમિદૂત કાવ્યમ્
૫૦/૧૩. શ્રાદ્ધવિધિ પ્રકરણ (ગુજરાતી ભાષાંતર)
૧૨૫/૧૪. સૂત્રસંવેદના ભાગ-૧
૫૦/૧૫. સૂત્રસંવેદના ભાગ-૨
૬૦/૧૬. શ્રમણ ઉપયોગી સૂત્ર-સાર્થ
૪૦/૧૭. શ્રાવકધર્મ-ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૧
-૯૦/૧૮. શ્રમણધર્મ-ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨
૫૦/૧૯. પ્રાકૃત-સંસ્કૃત શબ્દો
૪૦/૨૦. અગમ્ય જીવસૃષ્ટિ
(અપ્રાપ્ય) ૨૧. માંદગીમાં મનની માવજત
(અપ્રાપ્ય)
Page #644
--------------------------------------------------------------------------
________________
- પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા + (પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા.) નં. નામ
કિંમત ૧. પ્રવચનનું પ્રતિબિંબ
૫૦/૨. નવપદ ઉપાસના
૬0/૩. નવપદના ઉપાસકો (શ્રીપાળ-મયણા)
૪૦/૪. સાધના જીવનના ચડાવ ઉતાર
(અપ્રાપ્ય) ૫. પ્રાર્થના સૂત્રના માધ્યમે પરમાત્માને પ્રાર્થના
૩૦/૬. જિનાજ્ઞા પરમમંત્ર
(અપ્રાપ્ય) ૭. માર્ગ : દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો
(અપ્રાપ્ય) ૮. આત્મા જ સંસાર, આત્મા જ મોક્ષ
(અપ્રાપ્ય) ૯. અહિંસાનો પરમાર્થ
૨૫/૧૦. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા
૨૦/૧૧. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો...
૨૫/૧૨. સાધના અને સાધક
૨૦/૧૩. આત્મધ્યાનના અવસરે
(અપ્રાપ્ય) ૧૪. સમકિતનો સંગ મુક્તિનો રંગ
૪૦/૧૫. જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
૫૦/૧૬. ઝાણે : (મનને જાણો ! મનને જીતો !) -
૩૦/૧૭. ગમ જાણો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૧).
ઉ૦/૧૮. આતમ જાગો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૨)
ક0/૧૯. બંધન જાણો! બંધન તોડો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા.૩) ૯૦/૨૦. જિનાજ્ઞા જીવનમંત્ર
| (અપ્રાપ્ય)
રૂપ/
* प्रवचनप्रभावक हिन्दी ग्रंथमाला * ૨. નિનાશ પરમમંત્ર २. प्रार्थनासूत्र के माध्यम से परमात्मा को प्रार्थना ३. जैन संघ के अग्रणिओं को मार्गदर्शन ४. आत्मध्यान के अवसर पर ५. नवपद के उपासक - श्रीपाल - मयणा
ર૫/૫૦/રૂ૦/૫૦/
* English Books * 1. Jainism A Glimpse 2. Atma The Self 3. Dēvasia-rāia Pratikramana Sūtra
20/25/30/
Page #645
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિમાન તે જ છે. સાચા-ખોટાની પરીક્ષા કરે,
કહો કે
ભા પ્રકાશન પાઢિવાહિક સમાચાર રાણાવાણા -
. सन्मार्गेणैव गन्तव्यं, नोन्मार्गेण कदाऽपि हि । सन्मार्गाजायते सिद्धि-सन्मार्गाद्धववर्द्धनम् ।। સત્યાનું પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રાકેશ
. • ' દર પંદર દિવસે રીલીફ રોડ, અમદાવાદ-380001. ફોન : 2335 2072
| ગુજરાતી અને હિન્દી ભાષામાં E-mail: sanmargp@icenet.net : 2539 2789
જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક અઅઅઅઅe જન્મા પ્રદાન પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે . દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સ્વામી બનવાનો કિમીયો બતાવતું જા પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણતું. બની ચૂક્યું છે.
વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાલિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે.
તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સત્યાર્થતા ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી. સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે.
વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઓફસેટ પ્રિન્ટીંગમાં છપાતું સભા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યત ઘેર બેઠા મેળવો.
જે ભાષાની આવૃત્તિ જોઈએ તે લખી જણાવશો.
- જન્માળ પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net (માત્ર ૧૦૦૦/- રૂ. માંજિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો.
Page #646
--------------------------------------------------------------------------
________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા 13e પ્રત્યેશ જૈનની ફરજ જૈનસંઘ, જૈનસમાજ, તો જૈનશાસનને દીપિકાના કરવા પૂરતા પ્રયત્નો કરે, પણ જો કોઈ સંસ્થા જૈનશાસનને કલુષિત કરવાના પ્રયત્નો કરે, 'તો એને નાબુદ કરવી એ પ્રત્યેક જૈનની ફરજ છે. او r Satnag (079) 25352072 Title by khushi Designs PA 9228136377 પ્રકાશન ISBN-81-87163-7-3