________________
૧૨૧
691
૯ઃ જૈનદર્શનની સર્વોત્કૃષ્ટતા અને વિશાળતા -49 - જૈનદર્શનમાં જ છે. પણ અન્ય દર્શનોમાં નથી. અન્ય દર્શનોમાં તો, કોઈ પણ વસ્તુનું એકદેશી વર્ણને જ કરવામાં આવ્યું છે અને એને જ સંપૂર્ણ માની લેવામાં આવ્યું છે. એ જ કારણે એને કુદર્શનો માનવામાં આવે છે અને એથી જ એ દર્શનોને યુક્તિયુક્ત કે સુંદર કહેવામાં સમ્યકત્વને દોષ લાગે છે.
આ વિશ્વમાં પરમ વીતરાગ અને સર્વજ્ઞ એવા શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલું શ્રી જૈનદર્શન જ એવું છે કે જેમાં વસ્તુમાત્રનું સ્વરૂપ સર્વદેશીય અને યથાસ્થિતપણે આલેખાયેલું છે.
દ્રવ્યાર્થિકયે આત્માની નિત્યતા અને પર્યાયાર્થિક નયે અનિત્યતા તથા અનાદિસિદ્ધ એનું સ્વરૂપ, એનું પરિવર્તન ક્ષણે ક્ષણે થાય છે તે, કેમ થાય છે તે, કઈ અવસ્થાએ કોના યોગે કેવું પરિવર્તન થાય છે તે, એ પરિવર્તનના પ્રકાર અને ક્યારે તથા કયા યોગે આત્મા, પોતાનું સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરે છે એ વગેરે અને સંસારવર્તી જીવો કેટલા છે અને કેવા કેવા પ્રકારે રહ્યા છે એ તથા સિદ્ધિપદના આત્માઓ પણ કેટલા છે અને કેવી રીતે રહ્યા છે, વગેરે સઘળુંય જાણવા યોગ્ય જીવતત્ત્વને લગતું સ્વરૂપ એક શ્રી જૈનદર્શનમાં જ આલેખાયેલું છે.
જીવતત્ત્વથી વિપરીત તત્ત્વ અજીવ છે. અજીવ કર્મોના યોગે જીવનું સ્વરૂપ દબાયેલું છે. એ કારણે અજીવતત્ત્વનું સ્વરૂપ જાણવું જરૂરી છે તો એનું સ્વરૂપવર્ણન પણ યથાસ્થિત શ્રી જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. એ જ રીતે પુણ્ય અને પાપ તો સર્વદર્શનો કહેશે, પણ એના સ્વરૂપ તથા પ્રકાર આદિનો વાસ્તવિક પ્રકાશ તો એક શ્રી જૈનદર્શન જ પાડશે. પુણ્ય અને પાપના ફળ તરીકે સ્વર્ગ અને નરક તો ઇતરદર્શનો પણ સ્વીકારશે. પણ એક સ્વર્ગ અને નરકના સ્વરૂપ આદિના વર્ણનમાં અન્ય દર્શનો મૂક જેવાં જ છે, જ્યારે સ્વર્ગ અને નરકનું વર્ણન તથા એ સ્થાનોની વિવિધતા, વિશિષ્ટતા, વિચિત્રતા, વિલક્ષણતા અને વિરૂપતા આદિનું તથા એ સ્થાનોમાં રહેલા જીવોની સ્થિતિ આદિનું સઘળુંય વર્ણન તો શ્રી જૈનદર્શનમાં જ મળશે. | ઇતર દર્શનો, પુણ્ય પાપ માનશે પણ પુણ્યપાપમાં ફળ આપવાની શક્તિ નહિ માને. એ જ કારણે એ દર્શનોમાં એનાં ફળને આપનાર તરીકે ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. એ કલ્પિત ઈશ્વરને એ લોકો એવી રીતનો કર્તા માને છે કે જે માનતાં વસ્તુસ્વરૂપના જ્ઞાતાઓને તો એનો ઇન્કાર જ કરવો પડે.
જે કર્મ આત્માને બંધનમાં રાખી શકે છે તે કર્મ આત્માને ફલ પણ આપી શકે એમાં કશો જ પ્રત્યવાય નથી.” આવી સીધી અને સાદી વાત પણ ઇતર