________________
૧૨૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
- 690 નાળાનાં ન કહેવાય અથવા નદી નાળાંને રત્નાકર ન કહેવાય. કહેવું જ પડે કે રત્ન તો રત્નાકરમાંથી જ નીકળે પણ બીજેથી હાથ આવે તો પણ માનવું કે પાણીની છોળ ભેગાં આવી ગયેલાં તે નીકળ્યાં. બીજેથી નીકળે જ નહિ એવો આગ્રહ નથી. પણ એ રત્નો નીકળ્યાં તે તો રત્નાકરનાં જ. તેમ અન્ય દર્શનોમાં જે સારાપણું આવ્યું છે. તેમાં પણ પ્રભાવ મૂળ વસ્તુનો છે, પણ જ્યાં સારાપણું આવ્યું છે તેનો નથી. અન્ય દર્શનમાં સારી વસ્તુ છે પણ તે શ્રી જૈનદર્શનની છે. એથી ત્યાં રહેલી વસ્તુ સારી છે પણ તે સ્થાન સારું નથી. અન્ય દર્શનોમાં દેખાતા ગુણો એ એમના પોતાના નથી. પણ શ્રી જૈનદર્શનના ગુણો જ એમાં ગયેલા છે. અન્ય દર્શનોમાં જે સુંદરતાનું દર્શન થાય છે તે તેમનો પોતાનો પ્રભાવ નથી. પણ શ્રી જૈનદર્શનનો જ પ્રભાવ છે. કોઈ કોઈ ગુણ લઈને આગળ કરી દેવા માત્રથી કોઈ પણ કાળે અને કોઈ પણ રીતે કુદર્શન સુદર્શન નથી બનતાં. ગુણમાત્રની ઉત્પત્તિભૂમિ શ્રી જેનદર્શન છે. વિશ્વમાં ગુણમાત્રનું પ્રવર્તન કરનાર એક શ્રી જૈનદર્શન જ છે. એ જ કારણે ગુણરત્નની અપેક્ષાએ રત્નાકર કોઈ હોય તો એક શ્રી જૈનદર્શન જ છે. અન્ય દર્શનોમાં જે જે ગુણ દષ્ટિગોચર થાય છે તે શ્રી જૈનદર્શનની જ મિલકત છે. વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શનમાં જ
એ જ કારણે વસ્તુમાત્રનું સંપૂર્ણ વર્ણન શ્રી જૈનદર્શન સિવાય અન્યત્ર લભ્ય જ નથી. કોઈ પણ ગુણ લો કે કોઈ પણ તત્ત્વ લો એનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન સિવાય જૈનદર્શન અન્ય કોઈ પણ દર્શનમાં નહિ જ મળે એ નિર્વિવાદ છે. જીવતત્ત્વનું સ્વરૂપ જાણવું એ અહિંસાવાદી માત્ર માટે અતિ આવશ્યક છે, પણ તેનું સ્વરૂપ જાણવા ઇતરનાં ગમે તેટલાં પુસ્તકો વાંચો પણ યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન, કોઈ પણ દર્શનમાં નહિ મળે. કારણ કે, કોઈ તો આત્માને વિષ્ણુ અને એક જ કહેશે. કોઈ એને અનેક જણાવીને સર્વવ્યાપી કહેશે : કોઈ, નિત્ય જ તો કોઈ અનિત્ય જ કહેશે : કોઈ, નિર્લેપ જ તો કોઈ લેપવાન જ કહેશે. આથી વધારે સ્વરૂપ કોઈ પણ સ્થળે નહિ મળે. જ્યારે શ્રી જૈનદર્શનમાં જીવોની અનેકતા અને એની દેહપરિમાણતા ઉપરાંત એનું સ્વરૂપ, એનો સ્વભાવ, એના પ્રકાર આદિ એને લગતી એકેએક અવસ્થાનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન મળશે.
જીવતત્ત્વના વિષયમાં જેમ યથાસ્થિત વર્ણન શ્રી જૈનદર્શનમાં જ મળી શકે છે તેમ અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષતત્ત્વનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન પણ શ્રી જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. આથી એ વસ્તુ સુનિશ્ચિત છે કે વસ્તુમાત્રનું યથાસ્થિત અને સંપૂર્ણ વર્ણન એક શ્રી