________________
૩૩ : વફાદારી તો શાસનના ચરણે જ – 73
એવો જ જવાનો.” શ્રાવકના ઘરના અજ્ઞાન અને નોકરો પણ કેવી સુંદર વિચારણા કરી રહ્યા છે ? દૈવયોગે તેમની આ વાતચીત શેઠના સાંભળવામાં આવી ગઈ, અને શેઠ વિચારવા લાગ્યા કે ખરેખર ! આત્માઓ બહુ ઉત્તમ લાગે છે.
1069
૪૯૯
આજના નોકરો આવી સ્થિતિમાં શું વિચારે ? એ એવા જ વિચાર કરે કે‘આપણે આટલી ગધ્ધામજૂરી કરીને મરીએ છીએ પણ આ શેઠને છે એની કાંઈ કદર ? મોટો ધર્મીપણાનો દેખાવ કરે છે. બીજે આટલા પૈસા વાપરે છે પણ આપણને એક પૈસો આપે છે ? આવાને તો સીધા કરી દેવા જોઈએ.' નોકરો
આમ વિચારે છે ત્યારે શેઠિયા પણ ગાંઠ વાળીને બેસે છે કે-‘આ નોકરો લુચ્ચા છે. ગમે તેટલું આપીએ તોયે સુધ૨વાના નથી તેથી પૈસા આપીને મોઢે ચડાવવા જેવા નથી.'
આ શેઠે તો વિચાર્યું કે નક્કી મારા કુળનો એ પ્રભાવ છે કે ઘ૨નો કચરો કાઢનાર અને પશુઓ ચરાવનારમાં પણ આ બુદ્ધિ આવી. પોતે એમને હવે સાધર્મિક માન્યા.
કોઈ એક પર્વ દિવસે શેઠે. એમને બોલાવી સ્નાન કરાવ્યું. સારામાં સારાં વસ્ત્રો પહે૨ાવીને બેયને મંદિર લઈ ગયા. પેલા તો આશ્ચર્ય સાથે બહુ આનંદિત થયા. મંદિરમાં અનેક લોકોને સેવાભક્તિ કરતાં જોઈ તેમની અનુમોદના કરે છે. ૫૨માત્માનાં દર્શનથી બહુ રાજી થયા. પોતાના શેઠની અનુમોદના કરે છે અને વિચારે છે કે અમારો શેઠ કેવો પુણ્યવાન આત્મા છે કે જે અમારા જેવાને પણ અહીં લાવ્યો અને ભગવાનનાં દર્શન કરાવ્યાં ! હવે શેઠ એમના હાથમાં પૂજાની વાટકી આપી પોતે જે રીતે કરે તે રીતે પૂજા કરવાનું કહે છે. પેલા બેય ના પાડે કે-‘પા૨કા કેંસરથી અમે પૂજા કેમ કરીએ ?’ વિચારો ! આમાં પૂજા ન કરવાની ભાવના નથી પણ પારકી સામગ્રીથી પૂજા કેમ કરાય એ ભાવના છે. એ કહે છે કે વસ્તુઓ આપની અને ભક્તિ અમે કરીએ એવો ખોટો દેખાવ અમારાથી કેમ થાય ?
સામાન્ય અજ્ઞાન અને અભણ માણસોની આ વૃત્તિ તો તમારી શી વૃત્તિ ? બાર મહિને કેસર સુખડનો રૂપિયો આપતાં પણ અખાડા કરનારા છે ને ? મંદિરમાં ન્હાવા આવે, ચાર બાલદી પાણી ઢોળે પણ પૈસા આપવામાં છટકબારી શોધે. પછી એ બધા ખર્ચા ક્યાંથી થાય ? સાધારણમાંથી અને એમાં પણ ખાધ હોય તો દેવદ્રવ્યમાંથી ને ? આવી ખોટી દાનતવાળાઓનો કદી ઉદ્ધાર થાય ? ચાહ, પાન, બીડી, સિગારેટ, હોટેલ, નાટક, સિનેમાના પૈસા એમને મળે છે