________________
879
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
૩૦૯ કરાવવા માગે છે. હું કહું છું કે દનિયાનાં દરેક કામો ગામની સંમતિ મેળવીને જ કરવાનો ઠરાવ કરશો ? પણ એવી સંમતિ કદી મળી નથી અને કોઈએ મેળવી પણ નથી. ખુદ શ્રી તીર્થંકરદેવ જેવા પણ સાધુધર્મ લેવા નીકળ્યા ત્યારે અનેક સંબંધીઓ રડ્યા છે.
સનતકુમાર ચક્રવર્તીએ તો રાજ્ય ભોગવ્યું, સંસાર ભોગવ્યો, સંતાનો પણ થયાં અને પછી જ્યારે શરીરમાં રોગ પેદા થયા, કીડા પડેલા જોયા ત્યારે પોતે ચાલી નીકળ્યા. તો તે વખતે પણ શું થયું? આખો પરિવાર છ મહિના સુધી રડતો રડતો પાછળ ફર્યો છે. ચક્રવર્તીએ વિચાર્યું કે-“આટલો લાંબો વખત એ બધાંની સારસંભાળ લીધી અને હવે જ્યારે આ શરીર બગડ્યું ત્યારે હું મારા આત્માની સુધારણા કરવા નીકળ્યો તો એ વખતે પણ આ બધા મને નડતર કરી રહ્યા છે, મારો કેડો છોડતા નથી. જે વખતે મને વધાવવો જોઈએ. મારું કલ્યાણ ઇચ્છવું જોઈએ, ત્યારે આવું વર્તન? પણ એ બધાં તો મોહને આધીન છે. હું મોહને જીતવા નીકળ્યો છું. મારે તો એમની સામે પણ ન જોવું જોઈએ. હવે તો નરસિંહ બનું. પશુસિંહ તો સિંહાવલોકન પણ કરે, મારે તો પાછું વાળીને જોવું પણ નહિ.' આ રીતે વિચારી સનતકુમાર ચાલ્યા જાય છે. પાછળ નજર પણ કરતા નથી. પછી શું થયું ? ધીમે ધીમે સૌ પાછા વળવા માંડ્યા. મૃતકની પાછળ ગમે તેટલા હોય પણ ધીમે ધીમે બધા પાછા જાય ને ? નિકટના ચાર રહે, ચાર સ્નેહી રહે અને ચાર ગરજુ નાતીલા રહે, (કેમકે પોતાને ઘેર પ્રસંગ આવે ત્યારે માણસ જોઈએ એવી ગરજ છે.) તે બધી દોડાદોડ કરે, કારણ કે ઝટ લાકડાં ભેગો કરવાની વૃત્તિ હોય. એ રીતે ચક્રવર્તી પાછળના સૌ અંતે પાછા વળી ગયા. ચક્રવર્તી પોતાની સાધનામાં લીન બની અપ્રતિબદ્ધપણે પૃથ્વીતલ પર વિચારવા લાગ્યા.
સંસારના રસિયા જનોને મરતાંયે વૈરાગ્યનો આનંદ ન હોય એવા જીવોને વિરાગીની હાલત કેવી હોય એની શી ખબર હોય ? આજે વિરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા થયો છે. એ મેનીયાનો ભોગ ડાહ્યા ન થાય એવી મારી ભલામણ છે. એ મેનીયાવાળા જીવો દયાપાત્ર છે. એમના પ્રત્યે પણ દુર્ભાવ ન કરવો.
દઢ સમ્યક્તને રૂઢ બનાવવા માટે સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત અધ્યવસાયો વિષે આપણે વિચારણા કરી રહ્યા છીએ. શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં હજી પણ આગળ શું ફરમાવે છે, તે હવે પછી.