________________
878
૩૦૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સભા કદી મા-બાપ ના કહે અને છોકરાનું જ મન થાય તો ?
-તો ડાહ્યાં મા-બાપ ન જ ખાવા દે. પરાણે ખાવા જાય તો હાથ પકડી રાખે. સભા ‘ચારિત્ર માટે મા-બાપ ના પાડે તો ?’
-એ મુદ્દાની વાત સમજાવવા માટે તો આ બધી વાત કરી રહ્યો છું. જે રીતે એ માંદાની સ્થિતિનું બીજાને ભાન નથી, તે રીતે જેને વૈરાગ્ય થયો તેની સ્થિતિનું બીજાને ભાન નથી. જેને સંસા૨ ગમતો હોય તેને વિરાગીના હૃદયની હાલતની શી ખબર ? ભણેલાની પરીક્ષા લેવા અભણ બેસે તો ! ભણેલો હિસાબ ગણવા બેસે તો અભણને થાય કે આ શી ધાંધલ ? ભણેલો વાંચે તો અભણને થાય કે આ શો લવારો કરે છે ? નેમનાથ પ્રભુનાં માતા-પિતાએ કહ્યું કે‘ઋષભદેવ, અજિતનાથ આદિ પણ પરણ્યા હતા,' ત્યારે પ્રભુએ વિનયથી હાથ જોડીને કહ્યું કે-‘પિતાજી ! માતાજી ! હું એ બધું જાણું છું. પરંતુ જેને ભોગકર્મ બાકી હોય તે પરણે. આ તો બધાં મોહનાં કામ છે. મારે ભોગાવલી
બાકી નથી.’
આ સાંભળી માતાપિતા ચૂપ થઈ ગયાં.
વૈરાગ્યની વાત સાંભળવા યોગ્ય હૈયું હોય ત્યાં આટલી પણ વાત કહેવાય ને ?
જૈનકુળમાં જન્મેલા નંગો :
આજે કોઈ ગામના સો માણસને ભેગા કરીને વૈરાગ્યની વાત સંભળાવવી હોય તો ? એમાં દશ તો એવા ઉલ્લંઠ હોય કે ગામેગામ ફરીને એવી ધાંધલ ઊભી કરે કે અવસરે ધર્મીને ત્યાંથી ભાગવું પડે અને દશ વળી એવા હોય કે ઓટલે બેસી ભગવાનની પૂજા કરનારને ભગતડો કહી મશ્કરી ઉડાવે. સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ કરનારને નવરા કહે. તેરસના લાડુ ખાવા માટે પૌષધ કરે છે એમ કહે-હું એવાને કહ્યું છે કે આવો ! ચાર લાડું ખાઓ અને ચાર ભેગા પણ લઈ જાઓ-બોલો ! પૌષધ ક૨વા છે ? તો કહેશે ના રે ના, અમારાથી એ કાંઈ ન બને ! હવે કહો ! એ પૌષધ કરનારા લાડુના લાલચુ ને આ બોલનારા લાડુના ત્યાગી એમ ? ના-એવું કશું નથી પણ એ ધર્મી વર્ગની હાંસી ક૨વાનો ધંધો લઈને બેઠેલા લોકો છે. એ પાછા જૈનજાતિમાં જન્મેલા અને શ્રાવક ગણાતાં નંગો છે.
વૈરાગીને વિમાસણમાં મૂકવાનો મેનીયા ઃ
વળી ધર્મ કરનારે અમારી સંમતિ મેળવી ધર્મ કરવો એવા એ ઠરાવો