________________
87
• ૨૧ : ભવિષ્યનો વિચાર કરો !- $1 – ૩૦૭ ભુજાઓને મજબૂત બનાવી પણ એ કપાઈ જાય તો ? ન જ કપાય એવી સ્થિતિ માટે શોધ કરી ?
બ્રહ્મદત્ત ચક્રવર્તી છ ખંડનો માલિક પણ એની આંખો એક ગાયો ચરાવતા છોકરાએ ફોડી નાખી. કર્મયોગે બધું બને. જેટલ ખામી એનું પરિણામ આવવાનું જ. પછી તો ચક્રવર્તી ગુસ્સે થયો. છોકરાએ બ્રાહ્મણના કહેવાથી આખો ફોડેલી તેથી બ્રાહ્મણ જાતિ ઉપર ગુસ્સો ઊતર્યો. બ્રાહ્મણ માત્રની આંખો કાઢી કાઢીને લાવવા મંત્રીઓને હુકમ કર્યો. મંત્રીઓ ડાહ્યા હતા. વિચાર્યું કે આ આંધળો હવે દેખવાનો નથી. નાહક બ્રાહ્મણોના પ્રાણ શું કામ લેવા ? એવા પદાર્થો લાવતા કે જેનો સ્પર્શ આંખો જેવો લાગે. એને ચોળીચોળીને પેલો રાજી થાય. મરીને સાતમી નરકે ગયો. આવું સંસારનું સ્વરૂપ !
કહો ! સંસારથી ડરે તે ધર્મ કે એમાં રાચે તે ? જેનો મિથ્યાત્વ રોગ ગયો છે, તે સંસારને યથાર્થ સ્વરૂપમાં જોઈ શકે છે. શરીરના રોગની દવા કરવા માટે કોઈને પૂછવા જવાની જરૂર નથી, તેમ આત્માના રોગની દવા માટે પણ કોઈને પૂછવા જવાની જરૂર નથી. બધાને પૂછીને દવા કરવા જાય એ દર્દી લાંબો થઈ જાય અને રોગ વધી જાય. એ જ રીતે આત્માના રોગની દવા માટે કોઈની રાહ જોવાય નહિ.
વૈદ્ય દર્દીને કહ્યું હોય કે “આ દવા સાથે દૂધ ખાવાની મના છે. ખાઈશ તો મરી જઈશ” હવે મા બાપ કહે કે “વૈદ્ય તો કહ્યા કરે, ખાધા વગર ચાલે ? આજના વૈદ્ય તો ભૂખ્યામારી નાખે એવા છે. ઘરે લગન છે. બધા દૂધપાક ખાય ને તું ન ખાય એ ચાલે ? તું ન ખાય તો અમારા ગળે પણ શી રીતે ઊતરે ? તું ખાય તો જ અમે ખાઈએ.” મા-બાપ આવું કહે તો દર્દી ખાઈ લે ?
સભા: ‘પણ મા-બાપ આવું કહે ?”
-હા. કહે, કેટલાંક. મૂર્ખ મા-બાપ લ્હાવો લેવાના રસિયા હોય છે. લગ્નાદિના લ્હાવા લેનારાં આવાં મા-બાપ ઘણાં હોય છે. કન્યા છોકરાને લાયક ન હોય, ઘરમાં પાલવે તેવી ન હોય, છોકરો ના, ના કહેતો હોય તોયે વહુનું મોં જોવાનો લ્હાવામાં બધું ભૂલી જાય અને પરાણે પરણાવી દે. સંસારનું નાટક વિચિત્ર છે.
પેલો દર્દી છોકરો ડાહ્યો હોય તો દૂધપાક ખાય ? ન ખાય. કહી દે કે-વૈદ્યની દવાથી માંડ. આઠ દાડે તો બેઠો થયો છું. હવે ફરીથી પથારીમાં પડવું નથી. તમે બહુ તો “હે ભાઈ ! હે ભાઈ !” કરશો પણ તેમાં મારું શું વળે ? તકલીફ તો મારે જ સહેવી પડે ને ? માટે મારી પાસે દૂધપાકની વાત કરતા નહિ.