________________
876
૩૦૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
સમાનતા ક્યાં થાય ? એક જગ્યાએ થાય. મોક્ષમાં-કેવળજ્ઞાની આત્માઓમાં પણ પૂરી સમાનતા નથી, કેમકે ચાર ઘાતી કર્મો ક્ષય થયાં પણ ચાર અઘાતી કર્મો બાકી છે, તેમાં કોઈનાં કેવાં હોય તો કોઈનાં કેવાં હોય. સર્વ રીતે સમાનતા મોક્ષમાં છે.
સમાનતા જોઈએ છે પણ સંસાર છોડવો નથી તો સમાનતા ક્યાંથી આવવાની છે ? આજનાઓને તો કહે છે કે રાજ્ય મળશે ત્યારે મળશે પણ હમણાં તો ડફણાં પડે છે. દુનિયાની નીતિ છે કે મૂર્ખાને સમજાવવાની રીત જુદી છે. ગધેડા ૫૨ ચાર મણનું છાલકું ચડાવે ત્યારે એને ભાર લાગે એટલે ચાલે નહીં પછી કુંભાર એના પર ચડી બેસે એટલે સાડા સાત મણ ભાર થાય. પછી ધીરે ધીરે ચલાવી થોડે જઈ કુંભાર ઊતરી જાય એટલે ગધેડું માને કે ભાર ઊતરી ગયો અને સારી રીતે ચાલવા માંડે. ચાર મણ ભાર તો હજી છે જ પણ મૂર્ખાને સમજાવવાની આ રીત છે. આ પ્રાણી જેવી અક્કલ વગરની કોઈ જાત નથી. જે બળ મળ્યું છે, તેનાથી જ સાધના કરી લો !
આજના લોકોની પણ લગભગ આવી દશા છે. આપણે સમજાવીએ કે જુઓ ! વર્તમાનમાં આવું આવું દુ:ખ છે તો કહેશે કે ‘વાંધો નહિ, પણ સ્વરાજ આવવા દો, પછી જુઓ ! કેવા સુખના ઢગલા થાય છે.’ બસ આવી જ મિથ્યા કલ્પનામાં રાચે છે. પણ જરા વાસ્તવિક સ્વરૂપ વિચારો ! બાકી તો દુનિયાની નીતિ ચાલે તેમ ચાલવા દો, એમાં વચ્ચે આવવાનું આપણું કામ નથી. આપણી તો જીવનના બચાવની વાત ચાલે છે. ચાર જણની સાથે ઊભા રહેવું પણ પડે, દઈને છૂટવું પણ પડે એ વાત જુદી પણ નિશ્ચય શો ? એ નક્કી કરો અને એટલા માટે જ્ઞાની સંસારની અસારતા વર્ણવે છે. શ્રી જિનેશ્વરદેવે પોતાના બાળકનો ઉપયોગ ધ્યેયની સિદ્ધિમાં કર્યો. બીજામાં એ બળનો ઉપયોગ કર્યો હોત તો કેવળજ્ઞાન થાત ? આજે જે બળ મગાય છે તે શા માટે ?
આજે તો કહે છે કે-‘અત્યારે મળેલી શક્તિથી દુનિયાની સાહ્યબી સાધી લો, પછી ધર્મનું તો થઈ ૨હેશે’-હવે પચાસની આવક વખતે જે ધર્મ નથી કરતો એ પાંચ લાખની આવક વખતે કરશે ? અત્યારે જે શક્તિ મેળવવા પ્રયત્ન કરાય છે, તે ધર્મ માટે ? જરા હૈયાને પૂછો તો ખબર પડે. જ્ઞાનીઓએ બળ મળ્યા પછી જ ધર્મ ક૨વાનું કહ્યું છે ? પોતે પણ એમ કર્યું છે ? ના. એમણે તો જે બળ મળી ગયું તેનાથી સધાતો ધર્મ સાધતા જઈ અધિક અધિક બળ મેળવી અધિક અધિક ધર્મ સાધ્યો તો પરિણામે અનંત બળી થયા. બાકી તો ગમે તેટલી કસરત કરી