________________
875
–
- ૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
-
૩૦૫
ભટક્યો કે કોઈ સ્થાન બાકી રહ્યું નથી. હવે તો થાકી ગયો છું-માતાપિતા જ્યારે નેમનાથ ભગવાનને પરણવાનું કહે છે, ત્યારે ભગવાન આ ઉત્તર આપે છે. પોતે અનંત બળના સ્વામી છતાં આ રીતે કહે છે. માતા-પિતાની પ્રાર્થના છતાં દીકરો આ રીતે કહે છે, ત્યારે આજનો બાપ દીકરા માટે કન્યા શોધે ત્યાં દીકરો કહી દે કે-શોધી લઈશ. તમે વચ્ચે નહિ આવતા.” આ આજની મર્યાદા છે. સંસારમાં કદી બધા સમાન હોય ?
વળી આજે એક સમાનતાનો પવન ફેલાયો છે. સ્ત્રી-પુરુષની સમાનતાની વાત પછી કરશું પણ કહે છે કે-બે હાથ બે પગ વગેરે આકારે બધા સરખા છતાં એક શેઠ અને એક નોકર કેમ ? પણ કુદરતી જે ભેદ છે, તે કઈ રીતે મટી જવાનો ?
કહે કે-નાનો તોયે શેઠ એ“શેઠ.અને કહે કે-મોટો તોયે નોકર એ નોકર ! સુકલકડી તોયે શેઠ અને અલમસ્ત તોયે નોકર એ નોકર ! શેઠ પાશેર ભાર પણ ન ઉપાડે અને પેલો દસ મણ ઉપાડે તોયે નોકર. આજના કહે છે કે “આ ભેદ શા માટે ?” બધા સરખાં જોઈએ. માનો કે કોઈ લખપતિએ બધાને સરખા બનાવવા સો સો રૂપિયા આપી દીધા પણ બધા એ સાચવશે એની ખાતરી છે ? કંઈક કોટિપતિ રંક બન્યા કંઈક રંક રાજા બન્યા એ નથી સાંભળ્યું ? તમે જૈન છો ને ? કર્મ, પુણ્ય, પાપ વગેરે માનો છો કે નહિ ? પુણ્ય-પાપ માનનારો જૈન સમાજ આવી વાહિયાત વાતો કરે ? બધાની સમાનતા લાવવી ક્યાંથી ? એક જ બાપના બે દીકરા પણ સમાન છે ? નહિ. એક કાળો છે, તો એક ગોરો છે. એકની નાસિકા લાંબી, તો એકની બેઠી. એક મેટ્રિક પાસ થાય, તો એક ઠોઠ રહે. આ બધો ફેરફાર કેમ ?
આજે શાબ્દિક ચર્ચા બહુ ચાલે છે. મારી ભલામણ છે કે એ ચર્ચામાં ન પડતા. . . . .
એક નાસ્તિક મતને છોડીને દરેક આસ્તિક દર્શનકારો દેવ-ગુરુ-ધર્મને માને છે, આપણો ભેદ એના સ્વરૂપમાં છે. આપણો સુધારો છે કે દેવ તો તે જ કહેવાય કે જે વીતરાગ હોય, એ લીલા કરનારા ન હોય, એ જગતની ભાંજગડમાં ન પડે. ગુરુ તે જ કહેવાય કે જેણે સંસાર તજ્યો હોય અને બીજાને તજાવવાનો પ્રયત્ન કરતા હોય. ધર્મ તે જ કહેવાય કે જે અઢારે પાપસ્થાનકથી આત્માને બચાવે, આશ્રવથી બચાવે, સંવર સધાવે અને કર્મથી છોડાવી મુક્તિએ મોકલે. આ આપણો સુધારો છે. બીજી કોઈ તકરાર નથી. કોઈ કહે કે ન માનું, તો કહેવું પડે કે-રખડો ! જેવી તમારી મરજી.