________________
૩૦૪
-
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૨
, 874 પ્રપંચ, અનાચાર આદિ કરનારની કે એ બધું તજનારની ? તુચ્છ વસ્તુઓ માટે ઝઘડનારની કે મિલકત માત્રનો ત્યાગ કરી જનારની ? અઢાર પાપસ્થાનક સેવનારની કે તેને તજનારની ? દયા કોની, એ નક્કી કરો. દયાના ભાવને સમજો ? દસ વરસનું બાળક અનીતિ, જૂઠ, પ્રપંચ આદિથી ભરેલા જીવન વ્યવહારમાં પ્રવેશ કરે એ સારું કે એ બધાંનો ત્યાગ કરે એ સારું ? વાલીપણું કોનું ઝૂંટવવું જોઈએ !
આજના લોકો કહે છે કે જેનો બાપ બાળકને સંયમ અપાવશે એનું વાલીપણું ઝૂંટવી લઈશું.” અઢાર પાપસ્થાનકથી બચાવનારનું વાલીપણું ઝૂંટવી લેવા માગે છે. અમે જો ન્યાયની રીતે એમની જેમ વર્તીએ તો એમાંના એકને એમના બાળકના વાલી કે બાપ તરીકે રહેવા ન દઈએ. આપણા લોકો સરકાર પાસે બરાબર રજૂઆત કરતા નથી.
રાજ્યને શું જોઈએ ?હિંસા,જૂઠ,ચોરી, વ્યભિચાર અને કજિયા કંકાસ જોઈએ ? ન જ જોઈએ ને ? તો પછી એનો ત્યાગ કરાવનારનું વાલીપણું ઝૂટવાય ?
જેઓ બાળકને જન્મથી જૂઠું બોલતાં શીખવે છે, ગ્રાહકને ઊઠાં ભણાવી ખિસ્સાં કાતરતાં શીખવે છે, એ બધી પ્રપંચકળા શીખવનારનું વાલીપણું ઝૂંટવાવું જોઈએ કે એ બધા દુર્ગુણોથી મુક્ત કરનારનું ?
આજે સલાહ આપવાનો ધંધો કરનારા શી સલાહ આપે છે ? કહે કે-બે સાક્ષી ઊભા કર “એ વાત ખોટી છે' એમ કહે તો બચાવ થશે. પેલો કહે કે “વાત તો ખોટી નથી એ બધા જાણે છે.' તોયે પેલો સલાહ આપે કે પાંચ-પચાસ ખર્ચાને પણ સાક્ષી ઊભા કર. આ સલાહથી પેલો જૂઠું બોલે. બીજાને બોલાવરાવે અને સલાહ આપનાર જૂઠાનો પ્રચાર કરે-પેલો ગુનેગાર તો ગાંઠ જ વાળે કે ગુનો કરવામાં વાંધો નહિ, ચાર સાક્ષી ઊભા કરવા અને ફલાણા ભાઈને પચાસ રૂપિયા ફીના આપી દેવા એટલે બસ ! બધું કામ પતી જાય. હવે આવાનું વાલીપણું ઝૂટવાય કે સંસારથી છોડાવડાવે તેનું ઝૂટવાય ?
સભાઃ તો તો વકીલ જ ન રહે.”
નામ ન ઘો-ન રહે તો કામ પણ શું છે ? ગુનો કરો જ નહિ કે જેથી એમની જરૂર પડે. તમે એમના આધારે જીવો છો કે ધર્મના આધારે ? ધર્મ જાય તો બધું જાય-ખરી વાત એ છે કે ધર્મી ધર્મના સ્વરૂપને સમજ્યો જ નથી અને માટે જ પેલાઓની ગાડી ચાલે છે. ધર્મી ધર્મને સમજે તો એમની ગાડી ચાલે નહિ. તો કહો કે સંસારથી ડરે તે બાયલો ?
ભગવાન નેમનાથ, માતાપિતાને કહે છે કે અનાદિકાળથી સંસારમાં એવો