________________
88.
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
૩૦૩
એ જ છોકરો રાત્રે નાટક ચટક જોવા જતો હોય તો એ પાડોશી એને પાછો ન વાળે. આવા પાડોશમાં વસતા નહિ. આવા પાડોશીઓ તો હિતશત્રુઓ છે-સાધુ પાસે જાય તો સત્યાનાશ થઈ જાય અને નાટકચેટક સિનેમાથી ઘરનો ઉદ્ધાર થાય એમ ? ' આજ્ઞા ક્યાં અને કોની લેવાની ?
કેટલા જીવો અકાળે મર્યા ? પાપાચરણથી, વ્યસનોથી, ખોટી કુટેવોથી કેટલા પાયમાલ થયા ? એમના ઉદ્ધાર માટે કોઈ સંસ્થા ખૂલી ? ના. પણ કોઈ સાધુ ન થાય એની તકેદારી રાખવા માટે ઉપકારીઓ ! સંસ્થા ખોલવાની વાતો કરે છે. આ કેવા પ્રકારની મતિ ?
કોઈ પાપનાં કાર્યો કરે ત્યાં એ કહે કે-“સ્વતંત્રતાનો જમાનો છે. કોઈને અટકાવાય નહિ. સૌને પોતાની મરજી પ્રમાણે કરવાનો હક્ક છે' કોઈ ડૉક્ટર થાય, કોઈ વકીલ થાય કે કોઈ ભીખ માગે એને ન રોકાય પણ કોઈ ધર્મ કરવા તૈયાર થાય તો કહે કે-“ઊભો રહે ! અમારી આજ્ઞા લીધી ?'
છોકરો ચોરી કરે, પોલીસ પકડે, છ મહિનાની સજા થાય તો મા-બાપ પણ કહે કે-“કજાત પાક્યો !” પછી જેલમાં ખબર કાઢવા પણ ન જાય. પરંતુ એ છોકરાને જેલમાં પણ સબુદ્ધિ જાગે અને વિચારે કે “મેં કુછંદે ચડી ખોટું કામ કરી નાંખ્યું, જિંદગી બરબાદ કરી પણ અહીંથી છૂટીને સદ્ગુરુના શરણે જાઉં,” જેલમાંથી છૂટી ચાર દાડા પછી ત્યાગી થવાની વાત કરે ત્યારે બધા ભેગા મળી રોકવા તૈયાર થઈ જાય. તે વખતે પેલો પણ કહી શકે કે- જેલમાં ગયો ત્યારે બધાં ક્યાં ભાગી ગયા હતા ?
એ જ રીતે કોઈ માંદી પડ્યો હોય ત્યારે ખબર પૂછવા પણ નહિ જનારા, ભૂખ્યો કે તરસ્યો મરતો હોય ત્યારે સંભાળ પણ નહિ લેનારા, ભાગ્યયોગે એ દીક્ષા લેવા તૈયાર થાય ત્યારે દોડાદોડ કરી મૂકે, આડા પડે અને કહે કે “અમારી આજ્ઞા લીધી ?' એ વખતે સંઘપતિ અને નગરશેઠ પણ દોડી આવે-જૈન સંઘ આ કામ કરે ? શ્રી સંઘ કયાં કામ કરે અને કયાં ન કરે, એ નક્કી કરો. દયા કોની ખાવાની ?
શ્રી સંઘ દયાળુ જરૂર હોય. પણ દયા કોની કરવાની ? સંસારથી નીકળનારની કે સંસારના કીચડમાં ફસેલાની ? વ્યસનોથી છૂટનારની કે વ્યસની બનનારની ? પાપથી છૂટનારની કે પાપ કરનારની ? દુકાન પર બેસી સાચાંખોટાં કરનારની કે એ બધી જંજાળ છોડનારની ? હિંસા, જૂઠ, ચોરી,