________________
: ૩૦૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
82 તમારા ઘરમાંથી કોઈ સાધુ થાય એમાં આશ્ચર્ય છે ? “અમારાં આહાર પાણી લે ને અમારાં જ છોકરાં ઉપાડી જાય ?' એ પ્રશ્ન જ અસ્થાને છે. જ્યારથી ગુરુ માન્યા ત્યારથી બધો હક થઈ ચૂક્યો જ છે. જ્યારથી એમની સેવા ભક્તિ સ્વીકારી ત્યારથી તમારા ઘરમાં સંયમની સુવાસ ન હોય એમ મનાય ? વિધિ સમજો !
લેનાર મુનિ અને દેનાર ગૃહસ્થ, તો પણ મુનિને બોલાવવા ગૃહસ્થ જાય, પાછો મૂકવા પણ જાય; કદી વગર બોલાવ્ય મુનિ આવી ચડ્યો હોય તો ઘરનાં બધાં કામ મૂકી મુનિ પાસે આવે, હાથ જોડે, આનંદ પામે, વહોરાવે અને કહે કેઆજે મારો શુભોદય, મારા મનના મનોરથ ફળ્યા !' એ મનોરથ કયા ? ધર્મી બનવું હોય તો આ બધું જાણવું પડશે. બહારની સફાઈ માટે બધાં સાધનો વસાવો પણ આત્માની સફાઈ માટે કાંઈ નહિ, એ ચાલે ?' સંસારની ભીતિ-ધર્મની પ્રીતિઃ
જેટલા પ્રમાણમાં સંસારની ભીતિ તેટલા પ્રમાણમાં ધર્મની પ્રીતિ શ્રી જિનેશ્વરદેવે પણ કહ્યું કે-સંસારમાં ભટકી ભટકીને થાક્યો. આ વાત સાંભળી છે ને ? આજના કેટલાક તો કહે છે કે-“સંસારથી ડરે તે બાયલા-પાપ પાપ કરીને ડરતા રહે તે બાયલા. સંસારનાં કામ, સંસારના રંગરાગ મોજથી કરે એ બહાદુર.” આ વ્યાખ્યા આજના બહાદુરોની છે. પણ આ વ્યાખ્યાથી તો તમારી બહાદુરીનો ઇલકાબ ચોર લૂંટારા લૂંટી જશે-ધોળે દિવસે તમારી તિજોરી ફાડે કે સ્ત્રીઓને ઉપાડી જાય એ બહાદુર ખરા ને ? પાપથી ન ડરે એ બહાદુર કહો તો એ ન્યાયે આવાને બહાદુર કહેવા પડશે.'
સંસારથી ધર્મી ડરે તે એની નિર્માલ્યતા કે સત્ત્વશાલિતાં ? બંગલામાં પેસતાં ધ્રુજે એ નિર્માલ્ય અને ધડાધડ પગથિયાં ચડે એ બહાદુર એમ ? બહાદુર અને બાયલાની ખરખ કરતાં શીખો ! જો પાપથી ડરવાનું નહિ તો દુનિયામાં ડરવાનું શાથી ? આવા પાડોશમાં ન રહેતા :
એક બાળક ગમે તેવા ઉન્માર્ગે જાય ત્યાં કોઈ કશું ન બોલે, પાડોશી પણ કાંઈ ન કહે, રાતે એક વાગે આવે, કોઈનું ઘર બગાડીને આવે, બાપ પણ કહે કે-છોકરો નાપાક પાક્યો' તોયે પાડોશી કહે કે “હોય ! સંસાર છે, છોકરાં છે, જુવાનિયા છે, એમ જ ચાલે. આપણે પણ એ વયે કેવા હતા ?' આવું આવું કહી બચાવ કરે પણ એ જ પાડોશીને સમાચાર મળે કે “છોકરો રાત્રે સાધુના ઉપાશ્રય ગયો હતો” તો અરધી રાત્રે કમાડ ઠોકી જગાડે અને કહે કે-ધ્યાન રાખ ! તારો છોકરો સાધુ પાસે છે. હું જોઈને આવ્યો. ચેત ! નહિ તો વાત બગડી જશે. જો