________________
૨૧ : ભવિષ્યનો વિચાર કરો ! - 61
આ વીસમી સદીના અજ્ઞાનીઓએ ઉદ્ધાર કર્યો એમ ? એમને પૂછો કે અહિંસા એટલે શું ? એના જવાબમાં માથાં એટલા મત સાંભળવા મળશે. કોઈ એક વ્યાખ્યા બાંધે ત્યારે બીજો બીજી બાંધે. અહિંસા એટલે શું ? અહિંસાનો પાયો શું ? અહિંસા શા માટે ? એ બધું પૂછો તો કોઈ સ૨ખો જવાબ નહિ મળે. શાસ્ત્ર કહે છે કે જેને અવ્યાબાધ પદ જોઈએ તેણે પોતાનું જીવન અવ્યાબાધ બનાવવું પડે. વ્યાબાધા એટલે પીડા. જેનાથી કોઈને પીડા ન થાય એ રીતે જીવન જીવવું તેનું નામ અવ્યાબાધ જીવન કહેવાય. એવું જીવન જીવવાથી અવ્યાબાધ પદ એટલે મોક્ષપદ મળે. અવ્યાબાધ જીવન એ જ સાચું અહિંસક જીવન. સાધુ સંસારીના આધારે જીવે ?
871
૩૦૧
બધી વસ્તુ બે રીતે બને છે. નીતિ ધર્મ માટે પણ પળાય છે અને સ્વાર્થ માટે પણ પળાય છે. દશ પ્રકારનો યતિધર્મ મોક્ષ માટે પળાય છે તેમ સંસારની સાધના માટે પણ પળાય છે. મુનિ પણ ક્ષમા પાળે તેમ સંસારી પણ ક્ષમા પાળે. મુનિ મુક્તિ માટે જ્યારે સંસારી સ્વાર્થ માટે ક્ષમા ધારે. સંસારી જુએ કે પોલીસ આવી ઘોદો માર્યો, ક્ષમા નહીં રાખીએ તો બીજા બે પડશે કે તરત ક્ષમા આવે. એ જ સંસારી સાધુ પાસે આવે અને ઉપદેશમાં સાધુ કાંઈક કડક કહે તો તરત આંખ લાલ થાય, તે વખતે ક્યાં ગઈ ક્ષમા ?
સાધુ માટે તો એમની માન્યતા એવી કે ‘એ અમારા પર જીવે છે.' હું કહું છું કે જે સાધુ તમારા પર જીવે એ સાધુ નથી; પણ વેષધારી છે. શ્રાવક શું સાધુના માલિક કહેવાય ? ના. તમે એમ કહો કે સાધુ પ્રભુમાર્ગના અનુયાયી છે અને અમે પણ પ્રભુમાર્ગના અનુયાયી છીએ એટલે અમે પ્રભુમાર્ગના સંયમને ધરનારા સાધુઓના સહાયક છીએ. આ રીતે સહાય કરનારા તમે સાધુ પર ઉપકાર નથી કરતા પણ શ્રમણોપાસક તરીકેનું તમારું કર્તવ્ય બજાવો છો. જો ઉપકાર માનીને તમે એ સહાય કરતા હો તો એ બંધ કરજો; કારણ કે ઉપકાર કરીએ છીએ એમ માનીને સાધુને આહાર, પાણી, વસતિ આદિ દેવાં એ ભક્તિ નથી પણ આશાતના છે.
વળી એવું પણ ન બોલતા કે ‘અમારાં અન્નપાણી ખાય છે ને અમારાં છોકરાં કેમ લઈ જાય ?' હકીકતમાં ગુરુ તરીકે તમે બોલાવ્યા ત્યારથી માલિકી એમની થઈ ચૂકી છે. તમારાં છોકરાંને અમે અહીં નથી લાવી શકતા એટલી અમારી કચાશ ને તમારો પાપોદય. તમારો પુણ્યોદય હોત ને અમારામાં કૌવત હોત તો તમારાં છોકરાંને અમે અહીં લાવ્યા વગર ન રહેત.
અમારામાં વૈરાગ્ય પમાડવાની શક્તિ હોય અને તમે પુણ્યશાળી હો તો