________________
૩૬૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
આયંબિલ ક૨વામાં વાંધો શો ? પણ એ ન સૂઝે. પાંચેય ઇન્દ્રિયના વિષયોમાં આમ ને આમ પડી રહ્યા અને પાપનો ઉદય આવશે ત્યારે એમાંનું કશું નહિ મળે. તે વખતે બૂમરાણ કરશો એ કોઈ સાંભળશે નહિ. પણ તમને આ વાતમાં શ્રદ્ધા નથી. કેટલાક તો કહે છે કે ‘કાલનો વિચાર શો ? ભાણામાં રેડાતી ઘીની ધારને કેમ છોડાય ?' પણ આ પ્રમાણે ‘કાલની વાત કાલ' એમ કહેનારની હાલત શી થવાની ? સંસાર ભયંકર છે એમાં શંકા છે ?
932
સભા આ જમાનામાં આ બધી વાત જચે ?
-આ જમાનામાં સંસાર ભયંકર છે એ વાત ન જચે તો ક્યારે જચશે? આ જમાનામાં તો ડગલે ને પગલે સંસારની ભયંકરતા દેખાય છે. પૂર્વકાળ કરતાં તો અત્યારે બહુ સ્પષ્ટ જણાય તેમ છે. જો આ ખાતરી ન હોય,તો સમ્યક્ત્વ આવે અને ટકે કઈ રીતે ?
જે ભવને ભયંકર ન માને અને,ભદ્રંકર માને તે ધર્મને લાયક નથી. ધર્મ માટે તે અનધિકારી છે. ધર્મીપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ નકામાં છે તેમ ધર્મ વગરના કહેવાતા ધર્મી નકામા છે. ધર્મી સંસારની ક્રિયા રાચીમાચીને કરે ? ‘રાચીમાચીને થાય' એમ બોલે ? જો એવું બોલે તો કહેવું પડે કે શ્રી જિનેશ્વરદેવની પૂજા, સાધુનો સહવાસ, વ્યાખ્યાન શ્રવણ વગેરે એણે કર્યું જ નથી. એ બધું કરવા છતાં સંસાર ખોટો અને ત્યાજ્ય ન માને તો એની પૂજા વગેરે બધું એળે ગયું સમજવું. ત્યાં” લાંચરુશવત નહિ ચાલે-તમે સાથિયો કરો છો એમાં શી ભાવના છે ? ચારેય ગતિને ચૂરવાની ને ? એમાં કાંઈ પોલ છે ? એ કાંઈ રમકડાં કાઢો છો ? રૂઢતા માટે જણાવાતા આ વિચારો રૂઢ ન થાય તો સમ્યક્ત્વની પીઠ મજબૂત કેમ બને ?
સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મ શા માટે અને કઈ રીતે કરે ?
સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે-તત્ત્વશ્રદ્ધાળુ આત્મા સંસારમાં ૨મે નહિ. એના મિથ્યાત્વરોગ જવાથી સંસારને યથાર્થ રૂપમાં જોવાથી સંસાર એને ગમે નહિ. ભવને એ ભયંકર માને અને મોક્ષને ભદ્રંકર માને. सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधावर्जितः सदा ।। १२ ।।
हेतुर्भवस्य हिंसादिर्दुःखाद्यन्वयदर्शनात् । मुक्तेः पुनरहिंसादिर्व्याबाधाविनिवृत्तितः ।। १३ ।।
-શાસ્ત્રવાર્તા સમુચ્ચય