________________
933 –– – ૫ : ભવ ભયંકર ઃ મોક્ષ ભટૂંકર - 65 - ૩૩
અર્થ : જન્મ વગેરે ક્લેશોથી રહિત, ભયનાં કારણોથી રહિત અને સદાય દરેક પ્રકારની ઉત્સુકતા વગેરે વ્યાબાધાથી રહિત મોક્ષ પરમ સુખનું કારણ છે.
દુ:ખરૂપ સંસારનું કારણ હિંસા વગેરે છે. કારણ કે હિંસા વગેરેથી વિષય પિપાસા વગેરે દુખની પરંપરા સર્જાતી દેખાય છે અને સુખરૂપ મોક્ષનું કારણ
અહિંસા વગેરે છે; કારણ કે-અહિંસા વગેરેથી વિષય-પિપાસા વગેરે પીડાની નિવૃત્તિ થાય છે.
સંસાર ભયંકર છે અને મુક્તિ ભદ્રંકર છે. સંસારમાં રાખનારાં હિંસાદિ અઢાર પાપસ્થાનક છે. ૧. હિંસા, ૨. જૂઠ, ૩. ચોરી, ૪. અબ્રહ્મ, ૫. પરિગ્રહ (ધનધાન્યાદિ નવ પ્રકારનો), ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. દ્વેષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન, ૧૪. પૈશુન્ય, ૧૫. રતિઅરતિ, ૧૩. પરંપરિવાદ, ૧૭. માયામૃષાવાદ, ૧૮. મિથ્યાત્વશલ્ય. આ અઢારે સંસારના હેતુઓ છે. જે ભવને ભયંકર માને તે હિંસાદિથી ભય પામે. જેને દુ:ખ ન જોઈએ તે ભવથી ડરે-ભવથી ડરે એટલે હિંસાદિથી ડરે.
જ્યાં ભવ છે ત્યાં હિંસા છે. જ્યાં હિસા છે ત્યાં દુઃખ કાયમ છે. આ અન્વય છે. દુ:ખાદિનો સંબંધ હિંસાદિ સાથે છે અને હિંસાદિ, ભવના હેતુ છે. દુઃખ ન જોઈએ તો હિંસાદિ છોડો અને હિંસાદિ છોડવાં હોય તો ભવ છોડો. - હિંસાદિ રાખ્યા તો ભવ રહ્યો અને ભવ રહ્યો તો દુઃખ પણ રહ્યું. પછી બૂમ મારવાથી કાંઈ ન ચાલે. મુક્તિનું સાધન અહિંસાદિ છે, કેમકે એમાં સ્વ-પરની પીડાનો અભાવ છે. -
પૂ.આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા હવે આગળ કહે છે કે- “આ રીતે સંસારના તથા મોક્ષના સ્વરૂપ, હેતુ તથા પરિણામને સમજેલો, સંસારની નિર્ગુણતા-અસારતા અને ભયંકરતા તેમજ મુક્તિની ગુણરૂપતા સમજી વિશુદ્ધ બનેલો આત્મા “કથા' આગમે કહ્યું તેમ, “તર્થ'-મોક્ષ માટે ચેષ્ટા અર્થાત્ પ્રવૃત્તિ કરે.”
ભવને નિર્ગુણ અને મોક્ષને સગુણ માને તો જ આત્મા વિશુદ્ધ બને, મુક્તિને માટે પ્રયત્ન કરે. હવે ક્રિયાની વાત કરે છે એ મુક્તિ માટે ક્રિયા કઈ રીતે કરે ? તો કહે છે કે “યથા મમ્' આગમને અનુસરીને કરે.
કરણીય શું ? ક્યારે થાય અને કેમ થાય ? આ ત્રણ વાતનો જેને નિશ્ચય નથી એ સમ્યગ્દષ્ટિ નથી.