________________
૨૫ : ભવ ભયંકર : મોક્ષ ભદ્રંકર 65
૩૭૧
વિચરતા હતા. ગમે તેટલી આપત્તિમાં પણ અડગ રહ્યા છે; ઇંદ્રે સેવામાં ૨હેવાનું કહ્યું ત્યારે એને પણ કહ્યું છે કે- તીર્થંકરો પારકા બળે કેવળજ્ઞાન મેળવતા નથી.
931
સમ્યગ્દષ્ટિ આત્મા માને છે કે અશુભોદય વિના આપત્તિ આવતી નથી. હવે જ્યારે કર્મ બાંધ્યું છે, ઉદયમાં આવ્યું છે, તો ભોગવતાં બૂમરાણ શી ? ભવિષ્યમાં ભોગવવું ન હોય તો સાવધ થા. આ તો દશા એવી છે કે પાપના યોગે દુઃખ આવે અને એ દુઃખના નાશ માટે ફરી પાપ કરવું, એ શું ? પાપ ન કરો. કરેલું કર્મ વિપાકમાં આવ્યું તે ભોગવી લો. આસક્તિના યોગે હિંસક ક્રિયા કરી પણ પછી શું ? કર્મ કહે છે કે હવે તું પણ એ ભોગવવા તૈયાર થા. મરજી મુજબ પાપો બાંધ્યાં હોય અને હવે ભોગવતી વખતે આનાકાની કરે તો તે સમ્યગ્દષ્ટિ નથી-એ તો પોતાના આત્માને કહે કે બાંધેલા પાપને વિચારીને ભોગવવા સાવધ થઈ જા !
જીભને આધીન થઈને વધારે પડતું ખાઈ નાંખે એને ઝાડા કે ઊલટી થાય તો એમાં નવાઈ શી છે ? પેટમાં ભરાવો થયો તે આગળથી કે પાછળથી નીકળે ત્યારે જ શાંતિ થાય-ખાતી વખતે ધ્યાન કેમ ન રાખ્યું ? માલ પારકો હતો પણ પેટ પારકું ન હતું ને ? સ્વાદ બહુ કર્યો તો બદલો પણ સહન કરવો પડે. નાખ્યું એટલું કાઢવું પડે-અરે, એથી અધિક પણ કાઢવું પડે. નાખતાં વાર ન લાગે પણ કાઢતાં વાર લાગે-વખતે ભયંકર વ્યાધિ પણ લાગુ થઈ જાય તો મરતાં સુધી ભોગવવો પડેઃ જરા જીભને આધીન થઈને ખાઈ નાખવાથી અહીં પ્રત્યક્ષ આ દશા ભોગવવી પડે છે,તો પાપના નતીજા નહિ ભોગવવા પડે ? પાપ, અનીતિ આદિનો નતીજો કેવો અને કેટલો ? તમારા પાપને વખાણનાર તમારા આત્મહિતની કતલ કરનારા છે, તમારા ભાવપ્રાણનો નાશ કરનારા છે.
સંસારમાં પડેલા અને પાપ આચરી રહેલાને ‘હશે હવે, એમાં હરકત શી ?’ એમ કહેવાય ? ‘સંસારમાં તો પાપ વિના ન ચાલે’ એમ કહેવામાં આવે તો તો એ પાપમાં પાવરધા થાય. તમારી ઢીલાશને પુષ્ટિ મળે તો તો તમારી હાલત વધારે બગડે. ‘ચોરી વિના ન ચાલે' એમ ચોર બોલે, અને ‘હોય, એમ જ ચાલે’ એમ કહીને શાહુકાર પુષ્ટિ કદી આપે ? અયોગ્યને અયોગ્ય કાર્યવાહીની સલાહ દેવાય ? નાની પણ ભૂલનો નતીજો અહીં જો ભયંકર દેખાય છે તો પાપનો નતીજો કેવો આવશે ? નહિ જેવા સ્વાદ માટે ધર્મ ભૂલી અધર્મ આચરો, તો એના વિપાક વખતે દુ:ખ નહિ ભોગવો તો જશો ક્યાં ? વ્યાધિના કારણે ખાવાપીવાનું બંધ થાય, તો ત્યાગ કરો ને ? ભૂખ તરસ વેઠો ને ? શાસ્ત્ર કહે છે કે એ રીતે ભૂખે મરવા કરતાં રાજીખુશીથી અન્નનો ત્યાગ કરો ને ? ભાગ્યયોગ પલટાય અને સુક્કા રોટલા ખાવાનો વખત આવે ત્યારે ત્યાગવૃત્તિ કેળવી