________________
૩૬૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - માર્ગને ન પામે તે ભારેકર્મી પણ માર્ગને અવગણે તે દુર્લભબોધિ. સારા માણસનું સન્માન ન કરે તે મૂર્તો પણ અપમાન કરે તે મહામૂર્ખા. - ઓઘ રીતે એ શબ્દો એકસરખી રીતે વપરાય ભલે પણ અર્થભેદ જરૂર છે. જો અર્થભેદ ન હોય તો શબ્દભિન્નતા ન સંભવે. ભારેકર્મીને આપણે કહી ગયા તે વિચારણા જચતી નથી. “જે સુખ દેખાતું નથી, જે સુખ કદી સાંભળ્યું નથી જેનું વર્ણન કેવળી પણ ન કરી શકે, તેવા મોક્ષસુખને માટે વર્તમાનમાં મળેલા સુખ છોડી દેવાં, એ બને ? આવું માનનારા ભારેકર્મી છે.' જે કર્મ બાંધ્યાં છે, તો ભોગવવા તૈયાર રહો !
સંસારમાં આટલી મહેનત છતાં ઉપદ્રવો આવે છે, એ તો પ્રત્યક્ષ છે ને ? સ્પષ્ટ દીવા જેવું દેખાય છે. “આ સહી શકશે કે નહિ !' એમ કર્મ જોતું નથી. “આના વિના કેમ ચાલે ?” એમ કહેનારાને પણ એવો જ રોગ થાય છે કે એના વિના જ ચલાવવું પડે છે. બાંધેલાં પાવ ઉદયમાં આવે ત્યારે કર્મ સામાની સ્થિતિ જોતાં નથી. છ ખંડના માલિક સનસ્કુમારના શરીરમાં ક્ષણવારમાં કીડા પડી ગયા. ક્ષણ પહેલાં કાંઈ ન હતું અને ક્ષણ પછી કાયા રોગથી ભરાઈ ગઈ. આ કઈ સ્થિતિ ? અશુભોદય કોઈને છોડે ? કર્મ તો કહે છે કે સહન કરવાની શક્તિ ન હતી તો કર્મ બાંધ્યાં કેમ ? બે ગાળ ખાવાની તાકાત ન હતી તો સામાને એક ગાળ દીધી શા માટે ? દુઃખ ભોગવવાની શક્તિ ન હોય તો પાપ રાચીમારીને થાય ? છડેચોક પાપ કરતાં ડરવું નહિ, જેમતેમ બોલતાં ગભરાવું નહિ અને નરકાદિનાં દુઃખ ન જોઈએ, એ ચાલે ? પગ નીચે નાના જંતુને કચડતાં તમને કંપ ન થાય તો તમે કચડાઓ એમાં નવાઈ છે? કચડ્યા પછી કચડાવામાં ભય શા માટે ? અકસ્માતુ, વિના ઇચ્છાએ કોઈ કચડાઈ જાય એ વાત જુદી, પણ એમાં શું ?' એવું કહે એ ચાલે ? જે સ્થિતિ, જે ક્રિયા તમને નથી ગમતી એ આચરણા બીજા પ્રત્યે તમે કેમ આચરો છો ? પાપ કરવું હોય તો તેનો નતીજો ભોગવવા તૈયાર રહેવું જોઈએ.
આપત્તિ વેળાએ સમ્યગ્દષ્ટિ તો વિચારે કે-“પાપ કર્યું છે તો હવે ફરજ છે કે ભોગવવા તૈયાર રહેવું.” આપત્તિને એ આવવા ન દે પણ આવ્યા પછી મૂંઝાય પણ નહિ. એને એ અશુભોદય માને અને વિચારે કે-જેટલા આનંદથી કર્મ બાંધ્યું છે તેટલા આનંદથી વિપાક ભોગવવો જોઈએ, તો કર્મનો નાશ થાય. શ્રી તીર્થંકરદેવોનો એ જ ઉપદેશ છે કે જે કર્મ બાંધ્યાં તે ભોગવી લેવાં અને એ ઉપદેશ તેમણે પોતે પણ અમલમાં મૂક્યો હતો. માટે તો એ પોતે એકાકીપણે