________________
૩૫૯
૨૫ : ભવ ભયંકર ઃ મોક્ષ ભદ્રંકર
પેલો કહે તારો કાકો દશ રૂપિયા આપી લઈ ગયો. વાણિયો કહે-‘મૂર્ખ, તું છેતરાઈ ગયો-એ તો દશ હજારની કિંમતનો મણિ હતો.' રબારી કહે-‘હું મૂર્ખ પણ પણ તું તો મહામૂર્ખ ! હું તો અજ્ઞાન હતો પણ તું તો જાણવા છતાં લોભમાં મર્યો અને રૂપિયા ખાતર દશ હજા૨નો મણિ ગુમાવ્યો.’
929
65
જે આવા લોભી હોય તે ગમે તેવા લાભ ગુમાવી નાખે. એ રીતે તમે પણ વિષયના લોભમાં પેલી બધી વાત ધ્યાનમાં લેતા નથી અને નાશવંત વસ્તુઓ પાછળ ખેંચાયા કરો છો. પણ હવે દૃષ્ટિ ફેરવો. મોક્ષમાં જ સંપૂર્ણ સુખ માન્યા પછી સંસાર જીવંત રહે એવી ભાવના હોય ? એને તો સંસાર ન જ ગમે. સમ્યગ્દષ્ટિ ગણાતાને આ ભાવના (જે કહી ગયા તે) ન રૂચે તો કહેવું પડે કે એ સમ્યક્ત્વ પામ્યા જ નથી; અથવા માનો કે કિંમત છે તો પણ નાશવંત વિષયોની આસક્તિને લઈને એમની મતિ મૂંઝાઈ ગઈ છે, જેથી વિચાર કરી શકતા નથી. પેલા વાણિયાને તો તમે મૂખ્ખ કહ્યો પણ તમારી જો આવી દશા હોય તો તમે કેવા ?
સભા : ‘મહામૂર્ખ !'
-એ તમે જાણો-પણ એનાથી તમે ઊંચા કઈ દૃષ્ટિએ ?
લઘુકર્મી, ભારેકર્મી અને દુર્લભબોધિ :
આપણે મેરૂ ઊભો ક૨વો છે. એની પીઠ દૃઢ જોઈએ. દૃઢતા ટકાવવા રૂઢતા જોઈએ. એ માટે સૂત્રકારે છ ગાથા કહી છે એમાં પહેલું પદ ચાલે છે. પીઠ કેવી જોઈએ ? આખા સંઘસ્વરૂપનો વિચાર ચાલે છે. એ સંઘસ્વરૂપને પામેલા, એ સંઘસ્વરૂપના પૂંજારી, એ સંઘસ્વરૂપને ઇચ્છનારા-આ બધા લંઘુકર્મી છે. પામેલા તો લઘુકર્મી છે, પણ પામવા ઇચ્છે છે, તે પણ લઘુકર્મી છે. પામેલા તરફ સન્માન રાખનારા પણ લઘુકર્મી છે.
આથી વિપરીત આચરણાવાળા, વિરુદ્ધ વિચારવાળા ભારેકર્મી છે. સંસાર કેવળ દુઃખમય છે એમાં શંકા છે ? શાસ્ત્રકારને આ બધું કહેવામાં કોઈ સ્વાર્થ છે ? કેવળ હિતદૃષ્ટિએ હિતૈષીએ કહેલી આ વાતો હ્રદયમાં ન જચે, ન સ્થિર રહે તો કેટલો પાપોદય ? સંવેગ પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા નીરોગી બનેલો હોઈ, સંસારના સ્વરૂપને યથાર્થ જોતો હોઈ એક જ ચિંતા કરે છે કે-ભવોદધિ ભયંકર છે.
•
સભા ભારેકર્મી અને દુર્લભબોધિમાં ભેદ ?’
-હા ! ભેદ છે. ભારેકર્મી ઘણાને કહેવાય, દુર્લભબોધિ અમુકને કહેવાય.