________________
૨૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 40 ભાવના હતી. છૂટ્યા વિના મુક્તિ નથી એવું એમના મનમાં નિશ્ચિત હતું. સંસારનો બાહ્યત્યાગ કર્યા વિના આંતરત્યાગની ભાવનાથી બ્રહ્મજ્ઞાની (જને જૈનો કેવળજ્ઞાની કહે છે) થયાનાં શાસ્ત્રોમાં દૃષ્ટાંતો છે. ઉત્તમ ભાવનાથી ક્ષપકશ્રેણિએ ચઢી તેના યોગે કર્મમળને બાળી કેવળજ્ઞાન-પૂર્ણજ્ઞાન પામ્યાના દાખલા શાસ્ત્રમાં જરૂર મળે છે પણ ત્યાં મંતવ્ય કયું ? સ્થિતિ કઈ ? એ જ કે સંસારમાં રહેવું પડે તો રહે, રહી શકે પણ રમી શકે નહિ. રહેવું અને રમવું એ એમાં બહુ ફરક છે. રહેવું પડે એમાં કર્મની પરવશતા છે અને રમવું એટલે આનંદ અનુભવવો, ત્યાં આત્માની લીનતા છે. સંસારમાં આનંદ અનુભવ્યા સિવાય આત્મા નિર્લેપપણે રહે તો જ એને હૃદયનો ત્યાગી મનાય. નિર્વાણનો પ્રધાનમાર્ગ ત્યાગ :
જે આત્માઓ દુનિયાના રંગરાગમાં મજા માને છે તે તો સંસારનાં વખાણ, પણ કરે. એવાઓ તો કહે છે કે “ત્યાગમાં શું પડ્યું છે ? ઘરમાં રહીને ધર્મ ક્યાં નથી થતો ?' આવું કોણ બોલે ? સંસારમાં રમનારા બોલે. રહેવું પડ્યું હોય ને રહ્યા હોય એ આવું ન બોલે. સંસારમાં રમનારા તો એમ પણ બોલે કે-“હૃદય ચોખ્યું હોય તો ગમે તેમ વર્તવામાં હરકત શી ?'
સંસારમાં નહિ રમનારા આત્માઓ ગમે તેવા પ્રસંગે પણ એમ તો ન જ કહે કે- ત્યાગમાં કાંઈ છે જ નહિ”. જે આત્માઓ સંસારમાં રહીને સાધી ગયા તે પણ ત્યાગ તરફ બહુમાન ધરાવીને જ, સંસારને ખોટો માનીને જ અને પોતાની પામરતા સ્વકારીને જ. સંસારમાં રહીને જે પવિત્ર આત્માઓ તરી ગયા તે પણ સંસારની અસારતાની ભાવના રોમ રોમ પરિણમ્યા પછી જ. સંસારની અસારતાની ભાવના જેને રોમ રોમ પરિણમે તે સંસારમાં ક્યારે રહે ? ન છૂટકે જ રહે. નિર્વાણનો પ્રધાનમાર્ગ ત્યાગ જ છે. અધૂરા વાંચન-શ્રવણનો પ્રતાપ ઃ
શરીર વળગેલું છે ત્યાં સુધી આત્માની મુક્તિ નથી એમ તો માનો છો ને ? શરીર સાથે લઈને મુક્તિએ જવાય એમ તો નથી માનતા ને ? એથીયે આગળ ચાલો-શરીરને છોડવું પડ્યું માટે છોડ્યું. પણ એમાં મમતા રહી તોયે મુક્તિ મળવાની નથી. આત્મા સાથેના જડના સંયોગો સર્વથા છૂટે, એ જડ સંયોગોથી આત્મા સર્વથા નિરાળો બને તો જ મુક્તિ મળે, તો પછી એ જંડ સંસર્ગો છોડવાના પ્રયત્નોમાં તત્પર રહેવું ત્યાં આશ્ચર્ય શું ? આજે તો કહે છે કેબંગલામાં રહીને ખાતે પોતે પણ મુક્તિએ જઈ શકાય તો છોડવાનું શું કામ ?” ઇરાદાપૂર્વક દુરુપયોગ થાય છે.