________________
૨૩૭
- ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય :- 60 – ૨૭૯
પ્રશ્નાવલિ એક ન્યાયાધીશની :
સભામાં બહારગામના એક જૈનેતર ન્યાયાધીશ આવેલા હતા. તેમણે અહીં કેટલાક પ્રશ્નો કર્યા હતા. આખા વ્યાખ્યાનમાં મોટા ભાગે તેમના ઘણા સુંદર પ્રશ્નો થયા જેના પૂજ્યશ્રીએ અત્યંત સંતોષકારક ખુલાસા કર્યા હતા એ પ્રશ્નોથી જૈન જનતાને પણ ઘણું જાણવાનું મળ્યું હતું-ન્યાયાધીશ જૈનેતર ગૃહસ્થ હોઈ એમના પ્રશ્નો ચાર આશ્રમોને અનુલક્ષીને હતા. એ ચારે આશ્રમોની યોજના, સંકલના, હેતુઓ વગેરે પૂજ્યશ્રીએ બહુ સુંદર રીતે સમજાવ્યા હતા. તેમાં જૈનદર્શનના પારિભાષિક શબ્દોની વાત સામાન્ય ભાષામાં જૈનેતર પણ સમજી શકે એ રીતે સમજાવી હતી.
ન્યાયાઃ “ગૃહસ્થાશ્રમમાં ઉત્તમ ધ્યેયને અનુલક્ષીને રહી શકે ?”
- રહેવું પડે તો રહે પણ રહેવું જોઈએ એમ નહિ. ત્યાં રહેવા છતાં રહેવામાં હરકત નથી એમ એ માને ?
ન્યાયાઃ “એમ તો ન જ મનાય.” -“પાપથી ક્યારે છૂટું” એ ભાવના સમ્યગ્દષ્ટિની સદા જાગૃત હોય. ન્યાયાઃ “રહેવું પડે તો રહી શકે !'
રહેવું પડે તો રહે શકે પણ રહેવું જોઈએ એમ માનીને નહિ. રહેવું જોઈએ એ ભાવના આવી તો મૂળ વસ્તુ ઊડી ગઈ. પૂર્વસંચિતના યોગે, તીવ્રકર્મના યોગે સંસાર છોડી ન શકે, સંસારથી છૂટે એવા સંયોગો ન હોય તો સંસાર છોડવાની ભાવના મજબૂતપણે રાખીને સંસારમાં રહ્યો હોય તો માત્ર એટલા ઉપરથી એને સંસારનો પિપાસુ કહેવાનો કોઈને અધિકાર નથી. સંસારમાં રહ્યો માટે સંસારનો પિપાસુ એમ ન કહેવાય.
શાસ્ત્ર ત્રણ વસ્તુ માની છે. સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્રસમ્મચારિત્ર એ છેલ્લી કોટિની અને ઊંચી વસ્તુ છે. જે સમ્યફચારિત્ર પામે તેનામાં પહેલી બે હોય જ. સમ્યગ્દર્શન પામે તેનામાં સમ્યકુચારિત્ર ક્રિયારૂપ છે, અમલરૂપ છે. ત્યાગ કર્યો એ બાહ્ય વસ્તુ છે અને ત્યાગની ભાવના એ આંતેર વસ્તુ છે. ભાવના હોય અને વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ બને. સમ્યગ્દર્શન છતાં સમ્યકૂચારિત્ર લઈ શકાતું નથી એટલે વર્ષો સુધી ત્યાગ ન પણ થઈ શકે એ સંભવિત છે. જેમ શ્રેણિક મહારાજા જિંદગી પર્યંત ચારિત્ર ન લઈ શક્યા, પણ એમનું સમ્યગ્દર્શન કેવું? મેલું કે ચોખ્ખું ? અનંત જ્ઞાનીએ એમના સમ્યક્ત્વને ક્ષાયિક કહ્યું, જરા પણ મળ વગરનું જણાવ્યું.
સંસાર ખોટો છે એવી એમની સ્પષ્ટ માન્યતા હતી. “ક્યારે છૂટું એવી પૂરી