________________
૨૧૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
= 888 ખરાબ વ્યક્તિમાં રહેલા પણ ગુણ આંખો છે માટે દેખાય જરૂ૨, બુદ્ધિ છે માટે પરખાય પણ ખરા, શક્તિ છે માટે ઓળખાય પણ ખરા પણ એ વ્યક્તિની પ્રશંસા ન થાય. એકલા ગુણનું વર્ણન ગમે તેટલું કરો તેમાં વાંધો નથી પણ વ્યક્તિના નામ સાથે વર્ણન કરવું હોય તો વ્યક્તિને ઓળખ્યા વિના એ વર્ણન ન કરાય. વ્યક્તિને ઓળખ્યા વિના ગુણ ગાવા એ પોતાને, એ વ્યક્તિને તેમજ બીજા અનેકને ઉન્માર્ગે લઈ જવાનું કારણ છે. સમ્યગ્દષ્ટિને સંસારમાં રહેવું પડે તો નિર્લેપ ભાવે રહેઃ
મોક્ષ જોઈએ છે અને સંસાર છૂટતો નથી તો સમ્યગ્દર્શન સાચવવું જોઈએ. કોઈ પોતાને સમ્યગ્દષ્ટિ જણાવે તો તે વાત બરાબર છે પણ એની ખાતરી શી? શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે કે-જે પોતાને સમ્યગ્દષ્ટિ હોવાનું, તત્ત્વની શ્રદ્ધા પૂરી થઈ હોવાનું જણાવે તેની પાસે શરત મૂકવી. એ શરત. સ્વીકાર્યા વિના તેની વાત માની ન લેવી એ શરત કઈ ?
भवोदधौ न रमते । એ આત્મા સંસારમાં રમે નહિ. સંસાર પણ મજેનો લાગે અને તત્ત્વરુચિ પણ છે, એ બે વાત બને નહિ-તાવ પણ છે અને ખાવું પણ ભાવે, એ બે વાત બને ? તાવના વિકારમાં સારી પણ ચીજ કડવી લાગે તેમ તત્ત્વની શ્રદ્ધા થયા પછી સંસાર ગમે ? સંસાર રૂચે અને તત્ત્વ ગમે એ કેમ બને ? સમ્યગ્દષ્ટિની પરીક્ષા માટે જૈનશાસનમાં આ રૂઢ વાત છે. સમ્યગ્દર્શન હોવાનું આ પ્રમાણ છે કે એ આત્મા સંસારમાં રમે નહિ, અર્થાત્ સંસાર એને ગમે નહિ. સંસારમાં રમે કોણ ? જેને સંસારમાં ગમે તે. રહે કોણ ? એ પ્રશ્ન ન થાય. રહેવું પડે માટે પણ રહે. પણ રમવું પડે એવું ખરું ?
જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ, જેને શ્રી જિનેશ્વરદેવે કહેલાં તત્ત્વોની રુચિ થઈ, જેને આત્મા, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વોની પિછાન થઈ, જેને સ્વર્ગ-નરકાદિ ગતિઓની જાણ થઈ તેને સંસાર પર પ્રેમ થાય કઈ રીતે ?
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી એ ચાર ગતિ છે. જડના સંસર્ગના સર્વથા અભાવ વિના ચેતન પોતાના સ્વરૂપને કદી પામી શકવાનો નંથી. જડના સંયોગથી છૂટ્યા વિના આત્માને એનું અનંત સુખ કદી,મળવાનું નથી. આવું તત્ત્વ જાણ્યા પછી એ આત્મા જડના સંસર્ગમાં રાચે શી રીતે ? જડના સંસર્ગમાં રહેવું પડે એ વાત જુદી પણ રહેવાની ઇચ્છા કેમ હોય ?