________________
- ૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય: - 60 – ૨૭૭ સમ્યક્તનું શોષણ છે. પોતાના અને બીજા અનેકના સમ્યક્તના નાશની એ પ્રવૃત્તિ છે.
છઠ્ઠા ગુણઠાણા જેટલો વર્ષોલ્લાસ ચોથે પાંચમે ગુણસ્થાનકે જાગૃત નથી થયો એ માન્યું; માટે એને સંસારમાં રહેવું પડે છે એ કબૂલ; પણ એને મોક્ષ જોઈએ છે તો સમ્યક્ત તો જાળવવું પડે ને ? એ સમ્યગ્દર્શન જાળવવા શું કરવું જોઈએ એ સમજાવવા સૂત્રકારનો આ બધો પ્રયત્ન છે. દઢ સમ્યક્ત રૂઢ બન્યા વિના ધાર્યું કામ તો ન આપે પણ એના ટકવામાંયે શંકા છે. દોષોથી બચવા માટે ગમે તેના ગુણાનુરાગમાં વાંધો નથી પણ ગુણાનુરાગના નામે ઘેલછા ન જોઈએ. વ્યક્તિને ઓળખ્યા વિના ગમે તેના ગુણની પ્રશંસા કરવાની શાસ્ત્ર ના પાડી. હૈયાથી ખુશ થવાનું કહ્યું-“એનો અમુક ગુણ મારામાં આવે તો સારું' એવું વિચારવામાં વાંધો નથી. પરંતુ વ્યક્તિની પરીક્ષા કર્યા વિના એની મહત્તા ન ગાવી કે જેથી અનેક આત્માઓ ઉન્માર્ગે ન ચઢી જાય. અયોગ્ય વ્યક્તિમાં પણ અમુક સારાપણું હોઈ શકે છે. અને આપણે ઇચ્છીએ તો એ સારાપણું લઈ શકીએ છીએ પણ એના યોગે એ વ્યક્તિ સારી ન કહેવાય કે તેની પ્રશંસા ન કરાય. ગુણનો ઉપયોગ મોક્ષ માટે થાય, પણ સંસાર માટે તો ન જ થાય ?
ગુણો અનેક રીતે આવે છે. જે ગુણ મોક્ષ માટે ઉપયોગી બને છે તે જ ગુણ સંસાર માટે પણ ઉપયોગી બને છે. મોક્ષસાધના માટે જેમ ક્ષમા મેળવવી, કેળવવી અને જાળવવી પડે છે તેમ સંસારસાધના માટે પણ ક્ષમા મેળવવી, કેળવવી અને જાળવવી પડે છે. ક્ષમા બેય સ્થાને છે. પણ સંસારસાધના માટેની ક્ષમાં જોઈ હૃદયમાં આનંદ અનુભવાય અને એવું જરૂર વિચારાય કે આવી ક્ષમા મને મોક્ષમાર્ગની સાધના માટે આવે તો બહુ સારું પણ એ ક્ષમા જોઈને એ વ્યક્તિની પ્રશંસા ન કરાય. અયોગ્યમાં ગુણ ન જ હોય એવું આપણે માનતા નથી. ગુણ અમુકમાં જ હોય એવું પણ આપણે કહેતા નથી. ઓછાવત્તા અંશે ગુણ તો દરેકમાં હોય પણ એ ગુણ શા માટે છે તે જોવું જોઈએ. મુનિની ક્ષમા શા માટે અને વેપારીની ક્ષમા શા માટે એ ભેદ પાડવો પડશે. ગુણ જ્યાં દેખાય ત્યાંથી લેવા એ ફરજ, ખરાબમાંથી પણ સારું લેવું એ ધર્મ, પણ નહિ જેવા સારા ગુણને જોઈને ગુણાનુરાગના નામે કોઈ વ્યક્તિનાં ગુણગાન ગાવાના યોગે તો એના દોષોની બીજા પર છાયા પડે, જગતભરમાં ગુણના નામે દોષો ફેલાય અને ભોળા લોકો ગુણ ભૂલી દોષ પ્રત્યે ખેંચાય, એ પરિણામ આવે. માટે સમ્યગ્દષ્ટિએ ગુણાનુરાગની પ્રમોદભાવના જરૂચ જાળવવી પણ અયોગ્યના ગુણ ગાવાના દોષથી જરૂર બચવું.