________________
૨૬૩
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - છે, આરાધ્ય છે, પચીસમા તીર્થંકર સમો છે એ બધી સાચી વાત પણ તે કયો સંઘ ? એ સમજાવવા સૂત્રકાર મહર્ષિનો આ પ્રયત્ન છે. આ શ્રી સંઘની નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય અને સાગર એ સાતે રૂપકોથી સ્તવના કરી હવે મેરૂના રૂપક દ્વારા એ મહાત્મા શ્રીસંઘને સ્તવે છે.
મેરૂની પીઠ જેમ વજરત્નની છે તેમ શ્રીસંઘરૂપ મેરૂની પીઠ સમ્યગુદર્શનરૂપ વજરત્નની છે. એ પીઠને દઢ બનાવવા માટે શંકાદિ પાંચેય દોષોના પરિત્યાગની જરૂર છે, તે આપણે જોઈ આવ્યા. પીઠ પોલી હોય તો તેમાં કુમતવાસનારૂપ જળ પેસે અને એથી પાયો દાદરો બને, માટે પીઠને દૃઢ બનાવવા પાંચેય દોષોનો પરિત્યાગ કરવો જોઈએ. વળી ગમે તેવા દઢ સમ્યક્તને પણ ઉત્તમ વિચારોના સેવનથી, દિવસે દિવસે સમયે સમયે વિશુદ્ધ બનતી પરિણામની ઉત્કટ ધારાવાળા પ્રશસ્ત વિચારોના સતત સેવનથી રૂઢ નહિ બનાવાય તો એને જતાં વાર નહિ લાગે. દુનિયામાં રહેવું અને સમ્યક્ત જાળવવું એ કઠિન છે. આત્મા સારી ભાવનાઓથી રંગાએલો હોય તો જ દુનિયામાં રહેવાય છતાં સમ્યક્ત જળવાય. * *
સમ્યક્તના પાંચ દોષોના વર્ણનમાં ચોથો દોષ મિથ્યામતિની પ્રશંસા વિષે આપણે જોઈ ગયા કે ગુણાનુરાગ કાયમ જોઈએ પણ એ ગુણાનુરાગના નામે દુર્ગુણીની પ્રશંસા ન થવી જોઈએ.
દઢતામાં જેમ બે વાત સાચવવાની છે કે-એક તો પ્રમોદભાવના જાળવવી અને બીજી-દુર્ગુણીની પ્રશંસા ન થાય તેની કાળજી રાખવી, એમ રૂઢતાને અંગે પણ એવું જ છે. એક તો આસક્તિ છૂટતી નથી માટે સંસારમાં રહેવું પડે છે અને બીજું મોક્ષ જોઈએ છે માટે સમ્યક્ત સાચવવું પડે છે. જો ગુણનો રાગ જાય તો પ્રમોદભાવના જાય અને ગુણાનુસારના નામે ગમે તેની પ્રશંસા કરવાની કુટેવ પડી જાય તો સમ્યક્ત દૂષિત થાય. આ બધી વાતો આત્મગુણની ચાલે છે“એમાં શું ?' એમ દુનિયાદારીમાં કહી શકાય પણ અહીં ન ચાલે. સમ્યક્ત શુદ્ધ બનાવવા માટે પ્રમોદભાવના સાચવવાની જેટલી જરૂર છે તેટલી જ જરૂર સમ્યક્ત દઢ બનાવવા માટે જેના તેના ગુણ ન ગાવાની કાળજી રાખવાની છે. કોઈના ગુણ જોઈ હૃદયમાં આનંદ જરૂર થાય પણ જે વ્યક્તિમાં એ ગુણ છે તેની પ્રશંસા કરવી હોય તો એ વ્યક્તિ કોણ છે, તેની પરીક્ષા કરવી જોઈએ. થોડાશા દેખાતા ગુણને જોઈને બીજા અનેક દુર્ગુણોથી ભરેલી વ્યક્તિની જાહેરાત કરાય, પ્રશંસા કરાય અને એમાં ગુણાનુરાગના નામે સમ્યક્તનું પોષણ થાય છે એમ મનાય તો એ ખોટું છે, એમાં સમ્યક્તનું પોષણ નહીં પણ