________________
૨૦ : અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : – 60 — ૨૭૧
આજે શાસ્ત્રનું વાંચન અને શ્રવણ અધૂરું થાય છે. મહિનાઓથી ત્યાગની વાત કરું ત્યાં લક્ષ્ય ન ૨હે પણ જો ધીમેથી એક વાત એવી કરું કે-‘સંસારમાં રહ્યા છતાં અમુક મોક્ષમાં ગયા માટે એ રીતે પણ જવાય' તો તરત એ વાત પકડી લે. આજુબાજુની મહિનાઓ સુધી કરેલી વાતો વ્યર્થ વહી જાય. બાર મહિના સુધી દાંડી પીટી તે નકામી થાય અને આવી વાત પકડી લે. વળી બહાર જઈને બોલે કે-‘મહારાજ પણ કહેતા હતા કે ત્યાગ ઉત્તમ પણ ન થાય તો ઘરે બેઠા મોક્ષ મળ્યાનાં દૃષ્ટાંત છે.' અધૂરા વાંચન-શ્રવણનો આ પ્રતાપ છે. એ દૃષ્ટાંત લખનાર પવિત્ર મહાત્મા પુરુષોનો આશય એ હતો કે ઘ૨માં ૨હેવા છતાં કોઈ વખત મમતાનો એકદમ અભાવ થાય તો ત્યાં રહ્યા છતાં પણ આત્મા તરી શકે છે. જેને ત્યાગ કહેવામાં આવે છે તે હ્રદયમાં રહ્યો હોય તોયે આવો અનુપમ, તો જીવનમાં ઊતરે તેનું તો પૂછવું જ શું ? દૃષ્ટાંત આપવા પાછળનો શાસ્ત્રકારોનો આ ધ્વનિ આખો ઉડાડી મૂક્યો અને ઊલટી લોકોએ કહેતી ઊભી કરી કે
841
‘મન ચંગા તો કથરોટમેં ગંગા’
એ કહે છે કે ‘આત્મા જ્ઞાની પછી ક્રિયાનું પ્રયોજન શું ?' પણ આવું કહેનારા એ નથી વિચારતા કે ‘છતે જ્ઞાને ક્રિયા વિના ડૂબ્યા કેટલા ?' બાહ્યક્રિયા વિના આત્માના તીવ્ર પરિણામના યોગે તર્યાના દાખલા તો આંગળીના વેઢે ગણાય એટલા જ. જો કે ત્યાં પણ તીવ્ર પરિણામ એ પણ ક્રિયા તો છે જ.
દુનિયામાં પણ કહેવાય છે કે ગમે તેવો હોશિયાર માણસ હોય પણ બજા૨માં ન જાય તો એનું પેટ ન ભરાય. ભાગ્યનું માપ ઘેરા બેઠા ન નીકળે. પેઢી ખોલવી પડે, નોકરી કરવી પડે કે મજૂરી કરવી પડે. પછી ન મળે તો કપાળે હાથ દેવાય પણ પહેલેથી જ કાંઈ કપાળે હાથ મુકાય ? વ્યવહારમાં સૌ આ વાત માને છે. શાસ્ત્ર પણ કહે છે કે જ્ઞાન ગમે તેટલું હોય પણ ઉચિત ક્રિયા વિના ધ્યેયપ્રાપ્તિ થાય શી રીતે ? જ્ઞાનથી જ મુક્તિ કે જ્ઞાનક્રિયા ઉભયથી ? કહ્યું છે કે
ज्ञान क्रियाभ्यां मोक्षः ।
જ્ઞાન અને ક્રિયા ઉભયથી જ્યાં મુક્તિ છે ત્યાં એકલા જ્ઞાનથી મુક્તિ થઈ શકે કે નહિ, એ આગ્રહ રહી શકે તેમ નથી. પૂર્વસંસ્કારના યોગે કોઈ આત્માને ગૃહસ્થાશ્રમમાં પણ તથાપ્રકા૨ની ક્રિયા આવી જાય, ક્રિયાનો આવિર્ભાવ એકદમ થઈ જાય તેના ઇન્કાર નથી. સંયોગાધીન ગૃહસ્થપણામાં રહ્યા છતાં જે આત્માઓ તરી ગયાનાં પૂર્વનાં દૃષ્ટાંતો છે ત્યાં પણ એમ માનવું પડ્યું કે એ