________________
૨૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ -
42
આત્મા ભૂતકાળમાં એવી તીવ્ર આરાધના કરીને આવ્યા હતા કે ત્યાં એમને ગૃહસ્થાશ્રમમાં જ એ ઉદય આવ્યું. એ ઉપરથી તો ઊલટું એ સાબિત થાય છે કે આપણે આ ભવમાં એવી તીવ્ર આરાધના કરવી જોઈએ કે જેથી ભવાંતરમાં કદી વિષમ સંયોગોમાં, સાધ્યસાધક સંયોગો ન સાંપડે તોય આ ઉદયમાં આવે; જેથી ડૂબાય નહિ. કયો ધર્મ મુક્તિ આપે ?
ન્યાયા: ‘ત્યાગની ઇચ્છા છતાં ગૃહસ્થાશ્રમમાં રહી શકાય ?
-ત્યાગની ભાવના હોય, સંસારમાં રહેવાની મનોવૃત્તિ ન હોય છતાં સંસારમાં રહેવું પડે તો રહી શકાય, પણ “રહેવાય, વાંધો નહિ, રહેવું જોઈએ, રહેવાથી ગભરાવું નહિ' એમ કહેવામાં આવે તો ? તો તો બધા જ કહે કે “અમને ત્યાગની ભાવના છે. એટલા માટે તો શાસ્ત્ર ધર્મનું સ્વરૂપ બાંધ્યું. કયો ધર્મ મુક્તિ આપી શકે ? તો કહ્યું કે
जत्थय विसयविराओ, कसायचाओ गुणेसु अणुराओ ।
किरियासु अपमाओ, सो धम्मो सिवसुहोवाहो ।।१।। અર્થ : “જેમાં વિષયનો વિરાગ હોય, કષાયનો ત્યાગ હોય, ગુણોમાં અનુરાગ હોય અને ક્રિયાઓમાં અપ્રમાદ હોય તે ધર્મ શિવસુખનો ઉપાય છે.”
જે ધર્મની સેવાથી વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણનો અનુરાગ અને એ ત્રણેને લગતી ક્રિયામાં અપ્રમત્તાવસ્થા થાય તે ધર્મમુક્તિ આપી શકે. અહીં વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ અને ગુણનો અનુરાગ-આ ત્રણ કહીને શાસ્ત્રકાર થોભ્યા નહિ, કેમકે એ ત્રણમાં ઢોંગ, પ્રપંચ, આડંબર બધું ચાલે. વિષયને ભોગવે છતાં દરેક પોતાને વિરાગી જણાવે અને વિષયને ભોગવવાના કારણમાં પૂર્વસંચિત (કર્મ)ને આગળ ધરે એને પકડવા શી રીતે ? એ ઓળખાય કઈ રીતે ? સો પોતાને કષાયના ત્યાગી જણાવે અને ગુસ્સો કરે ત્યારે કહે કે એ તો સામાના ભલા માટે કર્યો હતો. કહે કે “ગુણનો રાગ તો મારામાં રોમ રોમ ભર્યો છે. હવે આ બધું દેખાય શી રીતે ? કોઈ યંત્ર મૂકીને મપાય એવું છે ? ત્યારે જ્ઞાનીને કહેવું પડ્યું કે એ ત્રણેને લગતી ક્રિયામાં અપ્રમત્તાવસ્થાવાળો ધર્મ જ મુક્તિ આપે. આ એ ત્રણેનું માપક યંત્ર છે. જેને વિષયનો વિરાગ થયો તેને વિષયના ત્યાગની ક્રિયામાં આનંદ કેમ ન આવે ? જેનામાં કષાયનો ત્યાગ આવ્યો તેને કષાય છોડવાની પ્રવૃત્તિમાં જાગૃતિ કેમ ન આવે ? જેને ગુણનો અનુરાગ થયો તેને ગુણ લેવાની વૃત્તિ કેમ ન જાગે ? હીરાનો પરીક્ષક પથરામાં