________________
કકક - ૨૦: અનુમોદના, પ્રશંસા, ચાર આશ્રમ અને વૈરાગ્ય : - 60 – ૨૮૫ કે વૈરાગ્યની પરીક્ષા વિરાગી કરે કે રાગી ? રાગી, વિરાગીની પરીક્ષા કરે એ વાત ભૂલી જાઓ! શુભ કે અશુભ કર્મનો ઉદય આત્માને પૂછીને નથી આવતો. વડોદરાના ગાયકવાડ નરેશ પહેલે દિવસે ઢોર ચારતા હતા અને બીજે દિવસે મોટા રાજા બની ગયા. શુભોદય એમને પૂછવા ન ગયો કે હું આવું ? એ જ રીતે પૂર્વસંસ્કારના યોગે બાળકને વૈરાગ્ય આવે છે. એ પણ કાંઈ પૂછીને નથી આવતો. ચાર-ચાર મોટી હત્યા કરનાર દૃઢપ્રહારીને હત્યા કરી તે જ વખતે વૈરાગ્ય થાય છે ને ? હજી તો હાથમાં તલવાર છે અને હૈયામાં વૈરાગ્ય થાય છે. ત્યાં કાલે કેવો હતો એ પુછાય ? અરે, કલાક પહેલા કેવો હતો એ પણ ન પુછાય. કલાક પહેલાંના રંક, રાજા નથી થતા ? અને રાજા રંક પણ નથી થતા ? શ્રી જિનેશ્વરદેવનો માર્ગ સમજનારે વૈરાગ્યનું સ્વરૂપ સમજવું પડશે.
સભાઃ કેવા પ્રકારે અને કઈ રીતે વૈરાગ્ય આવે તો યોગ્ય ?”
ગમે તે રીતે આવેલો વૈરાગ્ય યોગ્ય જ છે. નિમિત્તે સારું કે નરસું ગમે તેવું હોય પણ એનાથી જો વૈરાગ્ય પોષાય તો એ સફળ છે. ખરાબ નિમિત્તોથી પણ વૈરાગ્ય આવે કોનો ? વૈરાગ્ય આવવો સહેલો છે ? ખાવાપીવા ન મળે તેવા જગતમાં કેટલાં ? સ્ત્રી વિનાના વાંઢા રખડનારા કેટલા ? કુભાર્યાના ક્લેશથી કંટાળેલા કેટલા ? પૂછો ! એમને વૈરાગ્ય આવ્યો ? ખોટા નિમિત્તે પણ વૈરાગ્ય આવે એ કાયદો છે ? - ખાવા માટે પણ અહીં આવવા તૈયાર કેટલા ? કેમકે એ સમજે છે કે ચોવીસે કલાકે એક સ્થાનમાં રહેવું પડશે અને આટલું આટલું પાળવું પડશે. જો જૈન સાધુપણામાં બીજી કશી ફરજ ન હોત અને ગાડી મોટરની મોજ હોત તો વળી વાત જુદી હતી.
ન્યાયા: “એમ તો નથી. જૈન સાધુઓની ક્રિયા ઊંચી અને બહુ ઠિન છે.”
જૈન સાધુ બને તે ખાય તો ખરા, પણ શું ? જે ભક્ષ્ય હોય અને ૪૨ દોષથી રહિત હોય તે અને તે પણ રાત્રે તો નહિ જ. આ બધી તેને ખબર હોય એટલે એ અહીં આવે જ નહિ. દુ:ખથી બચવા માટે પણ અહીં આવનારા નથી. જો આવતા હોય તો તમે પણ આવી જાઓ ! તમને દુનિયામાં જેટલું દુ:ખ અને ચિંતા છે કે નહીં રહેવા દઉં. તમારે સંસારમાં ઓછું દુઃખ છે ? ઘરે દુઃખ, બજારમાં દુ:ખ અને તેજીમંદીમાંયે દુ:ખ. પરમ દિવસે કોઈ બોલતું હતું કે ભાવની ઊથલપાથલથી બજારમાં ગભરાટ છે. એ બધાથી બચવા તમે અહીં આવી જાઓ! તમારા આહારપાણી પણ મારે જાતે લાવી આપવા અને તમારા બધાની મારે પૂરી કાળજી રાખવી, છો તૈયાર ? દુ:ખના કારણે પણ અહીં