________________
૨૮૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
- 858 ભાગ્યવાન જ આવે છે. દુ:ખી પણ તે જ અહીં આવે કે જેને પોતાના આત્મા પર થોડો કાબૂ હોય. બાકી એમને એમ દુ:ખથી અહીં અવાતું જ હોય તો મારું તમને બધાને આમંત્રણ છે; કહો તો કંકોત્રીઓ લખું. અરે, ત્યાં તો કહે કે-બધું ખરું. પણ... અમારાથી તો એ કાંઈ બને નહિ.”
કેમ ન બને ? કારણ કે જાણે છે કે-પછી ચોપાટી ફરવા ન જવાય, રાત્રે ચા-નાસ્તો ન મળે, કપડાં સારાં ન મળે, સૂટબૂટ ન ચડાવાય, પટિયા ન પડાય, બધા “શેઠ-શેઠ” કહેતા હોય તે બંધ થઈ જાય, ઉઘાડા પગે ચાલવાનું, માથે લોચ કરાવવાનો, ખાવાનું પણ જે ભિક્ષામાં આવે તે મળે, કાંઈ મિષ્ટાન્નના ડબ્બા ભરી ન રાખ્યા હોય-તો આ બધું શે બને ? જૈનસાધુપણું એટલે કોઈ વાહિયાત વાત ન માનતા. એને વાહિયાત કહેનારાઓ તો પહેલા નંબરના વાહિયાત છે. થોડો પણ પુણ્યોદય હોય તે જ અહીં આવે. સોમાં પાંચ ખોટા પણ આવી જાય એની ના નથી. પચીસ હાંલ્લામાં એક હાંલ્લું ફૂટે પણ ખરું; ત્યાં શું થાય ? દુનિયાના કાબેલ વેપારી પણ કોઈવાર ઉઠાવગીર ઘરાકથી નથી ઠગાતા ? પણ શું કરે ? આસામી તૂટે છે એમ ધીરનારા નથી જાણતા ? છતાં ધીરવાનું બંધ કર્યું ? થોડી સાવચેતી વધારે રાખે. એમ અમે પણ પરીક્ષા બધી રીતે કરીએ. - તેમાં કદી છેતરાઈએ પણ ખરા. પણ એટલા માત્રથી માર્ગ બંધ ન કરાય. પારખું જરૂર કરવું જોઈએ. પણ એ વૈરાગ્યના પારખાં રાગી તો ન જ કરી શકે. પ્રારંભના વૈરાગીની કસોટી જે રીતે કરાતી હોય તે રીતે જ કરાય. ખાણમાંથી નીકળે એ પણ સોનું અને સો ટચની લગડી બને એ પણ સોનું બન્નેની કસોટી એકસરખી રીતે ન થાય. તેમ શરૂઆતનો વૈરાગ્ય અને પછી પ્રબળ થયેલો વૈરાગ્ય એ બેની કસોટી એકસરખી રીતે કેમ કરાય ? : નવો વૈરાગ્ય નાના બાળક જેવો છે, એને પંપાળાય પણ કરમાવાય નહિ?
આજે તો કહે છે કે-જન્મતાં જ ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ. પણ એ બને ખરું ? તમે જન્મતાં જ બોલતાં, ચાલતાં શીખ્યા ? માબાપ જાણે છે કે બાળક જન્મતાં તો ઊ ઊં કરે, એને ખાતાં પીતાં ન આવડે, ઝાડો પેશાબ કરતાં ન આવડે, કપડાં બગાડે, તો પણ એ માબાપ બાળકને મારે ખરાં ? એ વખતે માબાપ એ બાળકનું ગળું દાબે તો એની તાકાત છે કે ચીસ પાડીને પાંચ માણસ ભેગાં કરે ? છતાં બાળકને પંપાળાય છે, પળાય છે ને ? એ જ રીતે નવો વૈરાગ્ય એ તરત જન્મેલા બાળક જેવો છે. એને ટૂંપો દેનાર તો પેલા બાળકનું ગળું દબાવનાર જેવા છે. એ વૈરાગ્યનાં તો મા-બાપ બનો ! એ વૈરાગ્યને જો ન પોષો તો એ મરી જાય એમાં પૂછવું શું ? બાળકને દૂધ ન પાઓ તો કરમાઈને મરી જાય એમાં નવાઈ શું? કોઈ પૂછે કે એ પ્રારંભનો વેરાગ્ય કેવો? તો કહેવું