________________
૨૪૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - -
816 બહુ અનુકૂળ છે. પૂર્વે તો રાજ્યનો ભય હતો. મંદિરમાં ઘંટ ન વગાડાય, ધજા ન ચડાવાય, મૂર્તિને ક્યારેક ભોંયરામાં સંતાડવી પડે. આજે આવું કાંઈ છે ? આજે તો બધું કરી શકો છો. ધર્મમાં પ્રતિબંધક કોઈ વસ્તુ આજે નથી. ફક્ત તમે વિલાસી વાતાવરણમાં ફસાયા છો એ જ મોટામાં મોટું નડતર છે. જમાનાના નામે ધર્મને આઘો કરવા તમે તૈયાર થયા છો.
સભા: “સાચી વાત ગળે ઊતરે તો કોમ થાય !” -
તમે સાચા બનો તો સાચી વાત ગળે ઊતરે ને ? બધી કાયરતા ખંખેરવી પડશે. કાકા-મામાના સંબંધ ગૌણ કરવા પડશે. સાધુએ સર્વથા ત્યાગ કર્યો તો તમારે મર્યાદિત ત્યાગ કરવો પડશે. આટલું કૌવત બતાવશો તો. શ્રાવકપણું ટકશે. સાધુને જાવજીવ ત્રિવિધ ત્રિવિધ ત્યાગ તો તમારે પણ મર્યાદિત ત્યાગ ખરો ને ? વેપારમાં સ્વાર્થ ખાતર ત્યાગ કરતાં તમે અચકાતા નથી. પચાસ વરસના સંબંધી આડતિયા સાથે વાંધો પડે તો સંબંધ કાપી નાખોર્ને ? પેલો કહેશે કે- તારા બાપના વખતનો સંબંધ છે.' તો કહી દો છો ને કે-“તારા બાપ શાહુકાર હતા માટે સંબંધ હતો. તેં શાહુકારી ગુમાવી દીધી છે. એટલે સંબંધ નહીં રહે.” પાંચ હજાર વસૂલ કરવા અવસરે પચીસ હજાર પણ ખર્ચી નાખો ને ? એ કદી ખાતું પાડી આપે, છૂટ માગે, જતા કરવાનું કહે તો તમે કરો. એ વાત જુદી. એ નાતો સચવાય. પણ એ એમ કહે કે-“લેણા જ ક્યાં છે ?” એમ કહીને ચોપડો જ ખોટો ઠરાવવા માગે તો ? ફરિયાદ માંડી કોર્ટે ઘસડી જાઓ અને ચોપડા સાચા સાબિત કરો ને ? એવી છાપ ઊભી કરો કે બધા સમજી જાય કે આના પૈસા નહિ રખાય. એવું ન કરો અને બધા એમ કરવા માંડે તો પેઢી ઊઠી જાય ને ?
ધર્મ તો ફુરસદ હોય તો થાય, એમ ન કહેવાય. આજે તો કહે છે કે “ટાઇમ હોય, માર્ગમાં કોઈ મળી જાય નહિ, બીજો કોઈ અંતરાય ન આવે અને મંદિરે પહોંચાય, ભગવાનને તિલક થઈ જાય તો થઈ જાય; નહિ તો રહી પણ જાય. પણ એટલા માત્રથી કાંઈ જૈનત્વ જતું રહેતું નથી.” લોકોને મૂંઝવનારી આવી વાતો કરે અને વળી કહે કે સાધુઓના વિચારો બહુ સંકુચિત છે. એ બધી ચીજમાં પાપ-પાપ કરે છે. સંસારને ખરાબ જ કહ્યા કરે છે. પાપને પાપ કહે અને સંસારને અસાર કહે માટે સાધુના વિચાર સંકુચિત ? ભગવાન શ્રી તીર્થંકરદેવોએ પણ એમ જ કહ્યું છે. ફુરસદ મળે ત્યારે કરાય એમ બોલવું એ બરાબર નથી. તમે જમાનાનો વાંક જ ન કાઢો. સમજો તો આ જમાનો તો ધર્મ કરવાનું કહે છે. જમાનાની એક એક ચીજ ધર્મ કરવાનું કહે છે. આજનાં