________________
૧૧ :.પઢમં નાણું તઓ દયાનું તાત્પર્ય - 51
૧૫૩
જાણે છે ને ?’ સ્ટીમરમાં બેસનારાને સ્ટીમર કેમ ચલાવવી એ આવડે નહિ. એ તો કપ્તાન જાણે, છતાં એમાં બેસનારા બંદરે પહોંચે. બેસનારા તો અમન ચમન કરતા હોય, ૨મત-ગમતમાં મશગૂલ હોય છતાં સ્થાને આવી જાય ને ? એ જ રીતે જાણકાર ગુરુને શરણે આવેલો ઓછું ભણેલો પણ આરાધક બને. વિધિ છે કે ગીતાર્થ શિષ્યો ગોચરી જાય ત્યાં કોઈ કાંઈ પૂછે તો ‘ગુરુ જાણે’ એમ જ કહે. ગીતાર્થો પણ ગુરુને બતાવ્યા વિના ભિક્ષા ન વાપરે. ગુરુને પૂછ્યા વિના એક કદમ પણ ન ભરાય. અરે ! આંખનું પોપચું પણ ગુરુને પૂછ્યા વિના ઊંચુંનીચું ન થાય. પણ એ પૂછવાનો સમય રહેતો નથી. તેથી રોજ સવારે ‘બહુવેલ સંદિસાહુ, બહુવેલ કશું'ના આદેશ માંગવામાં આવે છે.
723
સભા ‘સાધુ એકલા વિહાર કરતા હોય તો પુછાય ?’
હા. જરૂર પુછાય. જૈનશાસનમાં બે પ્રકારના વિહાર કહ્યા છે. એક ગીતાર્થનો, બીજો ગીતાર્થની નિશ્રાનો, એકલો હોય તો જ્ઞાની જોઈએ અને બેકલામાં એક અજ્ઞાની હોય તો પણ ચાલે. અટવીમાં એક ભીલની પાછળ બધું ટોળું અટવી પાર કરી જાય. કારણ કે ભીલ રસ્તાનો જાણકાર છે. એક દીવો બધાને માર્ગ દેખાડે – માણસ એટલા દીવા ન જોઈએ. ઘણા દીવા હોય તો સારું પણ એક હોય તો ચાલે. એ જ રીતે એક જ્ઞાની ગુરુના યોગે અનેક આત્માઓ સંસાર અટવીને લંઘી જાય.
માટે વિચારો કે દીક્ષા લેનારની યોગ્યતા કેટલી જોવાની ? ‘સંસાર ખોટો, મોક્ષ સાચો અને ગીતાર્થ ગુરુની નિશ્રામાં રહી તેઓ કહે તેમ કરવું.’ આટલી યોગ્યતા હોય તો બીજું બધું આપોઆપ ખેંચાઈ આવે. એ લોકો ‘પઢમં નાળ તો વવા' એ સૂત્રને આગળ ધરે છે. પણ તેના રહસ્યને વિચારતા નથી. જેટલા જૈન એટલા જીવવિચાર જાણે ? જાણે એ ઉત્તમ, પણ ન જાણે તે કીડી મંકોડીની દયા ન-પાળે ? જીવવિચાર ન જાણે એની કીડી મંકોડીની દયા ખોટી એમ કહેવાય ? જૈનશાસનમાં પાંચ વરસના બાળકને પણ હિંસામાં પાપ અને દયામાં લાભ ન થાય ? ન થાય તો કદાચ એ ઉંમરમાં એ મરી જાય તો શુભાશુભ ગતિમાં એ કોના યોગે જાય ? સમજે નહિ એને પાપ-પુણ્ય નહિ. એમ માનો તો એની ગતિ કયા આધારે ? એ તો કહો ! ઓળખ્યા વિના ભગવાનને હાથ જોડાવવાથી બાળકને લાભ થાય કે નહિ ?
શાસ્ત્ર કહે છે કે વગર સમજે દયા પાળનારા સ્વર્ગે ગયા. વગર સમજે જે જે કરી ભગવાનનાં દર્શન કરનારા સ્વર્ગે ગયા. વગર સમજે ‘નમો અરિહંતાણં’ બોલનારા સ્વર્ગે ગયા. નમો અરિહંતાણં ગોખતાં ગોખતાં મરનારા સ્વર્ગે ગયા.