________________
૧૫૪ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1. 724 આનો અર્થ એવો ન માનવો કે છતી શક્તિએ પણ સમજવાનો પ્રયત્ન ન કરે કે સમજવાની દરકાર ન રાખે તો પણ લાભ થઈ જાય. આ સભાઃ “બાળક દયા પાળે, દર્શન કરે વગેરે તો એના પૂર્વના પુણ્યથી ને ?”
પૂર્વના પુણ્યથી તો મનુષ્ય થયો પણ પરભવનું આયુષ્ય તો આ ભવમાં બાંધે ને ? બીજાં કર્મો એવાં છે કે આ ભવમાં ભોગવાય, પરભવમાં ભોગવાય અને લાંબા કાળે પણ ભોગવાય. પણ આયુષ્ય કર્મ એવું છે કે ગયા ભવનું આ ભવમાં ભોગવાય અને અહીં બાંધેલું આવતા ભવમાં જ ભોગવાય તો બાળક આવતા ભવની ગતિ માટેનું આયુષ્ય અહીં બાંધે ને ? આજના સુધારાવાદીઓ કાયદો કરે છે કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને દીક્ષા ન આપવી. તો અઢાર વર્ષની અંદર મરે તેને સદ્ગતિના દ્વાર બંધ ને ? આવી વાતોથી બરાબર સાવધ રહેવા જેવું છે. જન્મથી જ બાળકમાં સંસ્કાર નાંખો:
સંસ્કાર એ બહુ અદ્ભુત ચીજ છે. ઢબુ અને રૂપિયો જુએ ત્યારે બાળક પણ ઢબુ મૂકી રૂપિયો જ ઉપાડે છે. કારણ ? રૂપિયાના ચોસઠ પૈસા, બત્રીસ ઢબુ આવે એવું એ કાંઈ સમજતો નથી. પણ મા-બાપ પહેલો રૂપિયા લે છે એમ એ જાણે છે. મા-બાપની એ ક્રિયા જોઈ એનામાં પણ એ સંસ્કાર પડ્યા. બાળકને એક-બે વખત અગ્નિમાં હાથ નાખતો અટકાવો એટલે સમજી જાય, પછી નહિ નાંખે. મા કહે કે, “બાવો આવ્યો એટલે તરત ચૂપ થઈ જાય. બાવો કેવો હોય એની એને કાંઈ ખબર નથી, પણ એને થાય કે કંઈક ભય પામવા જેવું છે. બાપ હાથ લાંબા કરે એટલે બાળક ઊંચું થાય. આ બધા સંસ્કાર છે કે બીજું કાંઈ ? સંસ્કાર કામ કરે છે માટે સમજો કે મોહમાં પડેલાને કર્મ બંધાય.
માટે જ ભગવાન પાસે “જે' બોલાવતાં બાળકને પુણ્ય થાય. જેવું આયુષ્ય બંધાય તેવી ગતિમાં જાય. અજ્ઞાનનાં પણ પરિણામ સુધારવા એ સંસ્કાર અપાય તેને આધીન છે. કક્કો ભણ્યા વિના બાળક “કાકા' બોલે છે ને ? નિશાળે ગયા પહેલાં કાકા, મામા, બાપા, મા, રોટલો, રોટલી, લાડવો, શીરો, ઘર, બજાર, દુકાન, બધું બોલતાં શીખી જાય છે ને ? “બાપા” કેમ બોલે છે ? માએ શીખવાડ્યું માટે. એટલે બાળક તો ધાર્યું કામ આપે. અરે, પઢાવેલા પોપટ પણ ધાર્યું કામ આપે છે. જનાવરો અને પક્ષીઓ ધાર્યા કામ આપે છે, માણસ કરતાંયે ઉત્તમ નોકરી બજાવે છે તો બાળક સંસ્કાર આપ્ટે તૈયાર થાય એમાં કાંઈ વાંધો? જુવાનિયા ને ઘરડાં તો સંસારમાં પડ્યા પણ બાળક એમાં ન ખેંચે તો વાંધો શો ? સંસારની અસારતા વિષયોની સામગ્રીમાં ડૂબેલાને સમજાવવી કઠિન. બાળકે