________________
૧૫૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - - 2 જ્ઞાન પહેલેથી જ આવી જાય ? બાળકો પંડિત થયા કઈ રીતે ? વગર આવડત નિશાળે જઈને બેઠા તો ને ? આવડે પછી નિશાળની જરૂર શી ? કક્કો બારાખડી કાંઈ જાણે નહિ; મા-બાપ કહે, “નિશાળે જવું પડે એટલે મને-કમને જાય. ન જાય તો પતાસું કે પીપરમેંટ આપીને મોકલે. એમ કરતાં જતું થઈ જાય. પછી તો એવી લગની લાગે કે વગર ખાધે ટાઇમસર ભાગે. એવું અહીં પણ ન બને ! જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાની પણ તરી જાય !
જ્ઞાનીની પાછળ અજ્ઞાની ન તરી શકે ? પેઢીવાળાની પાછળ પેઢી વગરના નથી રળી ખાતા ? પેઢીવાળા વધારે કે પેઢી વગરના ? પેઢીવાળાની નિશ્રાએ પેઢી વિનાનાઓનાં પેટ ભરાય કે નહિ ? એક પેઢીની પાછળ અનેક માણસો નભે છે. એક કારખાનામાં હજારો માણસો નભે છે. એ રીતે એક જ્ઞાનીની નિશ્રાએ સંખ્યાબંધ આત્માઓ તરે છે. એક જિનેશ્વરદેવની પાછળ અસંખ્યાતા મુક્તિએ પહોંચે છે. ઋષભદેવ ભગવાનના શાસનના યોગે અસંખ્યાતા આત્માઓ મુક્તિએ ગયા. મુક્તિની પરંપરા ચાલી. કારણ તો ભગવાન ઋષભદેવ ને ? એમની ઉત્પત્તિ પહેલાં આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કોઈ મુક્તિએ ગયું? ત્રીજા આરાને અંતે એમને કેવળજ્ઞાન થયું. પછી અંતર્મુહૂર્ત પછી મોક્ષમાર્ગ ખૂલ્યો તે જંબુસ્વામી સુધી રહ્યો. એ મોક્ષમાર્ગના મૂળ નિદાન ચોવીસ તીર્થંકરદેવો. એકની પાછળ અનેક તરે. શ્રી જિનેશ્વરદેવ જેવું જ્ઞાન લઈને આવ્યાં તેવું જ્ઞાન લઈને બીજા કોણ આવે ? એવા એક જ્ઞાનીની નિશ્રાએ અસંખ્યાત અજ્ઞાની મોક્ષ પામે એવાં કાંઈ નવાઈ નથી. .
સંવત્સરી પ્રતિક્રમણ બધા કરે. પણ તેમાં કંઈકને મુહપત્તિ પડિલેહતા નથી આવડતી. એને પડિકમણું કર્યું ન કહેવાય. વ્યાખ્યાનમાં આવનાર બધા સમજે છે ? કેટલાક એવા પણ આવે કે સમજે કાંઈ નહિ પણ માને કે મહારાજનું વ્યાખ્યાન સાંભળવું સારું. એવાને પણ લાભ થઈ જાય. આજે માત્ર શબ્દો સાંભળનારને આઠ-દશ દિવસે એ શબ્દો સમજવાની શક્તિ આપશે. ધીરે ધીરે બોલતા થશે અને છ મહિને સારા જાણકાર બની જશે. સમજેલા હોય તે આવે, એવો કાંઈ કાયદો બંધાય ? હું અહીં નવો આવ્યો ત્યારે સમ્યકત્વ એ વળી શું ?' એમ ઘણા પૂછતા હતા. હવે કોઈ પૂછે છે ? સો સાધુ હોય અને કોઈ આવીને પૂછે કે, “આત્મા શું? તો કહે કે, “ગુરુ પાસે જાઓ.” તે વખતે સામે એમ પુછાય કે “તો સાધુ શું કામ થયા ?' અને પૂછે તો પેલા એમ જ કહે કે “ભાઈ ! તારી પાસે નથી થયા, ગુરુ પાસે થયા છીએ. અમને કાંઈ આવડતું નથી. પણ ગુરુ તો