________________
- ૨૪ : ધર્મ અને સંવેગ - 64
૩૪૯
પેથડશાહની અનુપમ ઉદારતા ?
સુખમાં દુ:ખ માનવું તે સંવેગ. દુ:ખમાં દુઃખ તો સૌ માને છે. મન વિનાના અસંજ્ઞી જીવો પણ માને. તડકેથી છાંયે તો સૌ જાય છે. છાંયેથી તડકે જવાય ત્યાં નવાઈ. મુક્તિએ જવાની ઇચ્છાવાળાએ છાંયો મૂકી તડકે જવું પડશે. છતે અનાજે ભૂખ્યા રહેવું પડશે. છતે પાણીએ ચૌવિહાર કરવા પડશે.
દુનિયાના સુખમાં દુ:ખ માને તેને આ શાસન ગમે. બાકી એ સુખમાં દુઃખ ન માને તેના માટે અમારી બૂમો નકામી છે. સંવેગ વિના શાસ્ત્રકાર જે વિચારણા કહેવા માગે છે તે આગળ કેવી રીતે ચાલે ? સુખને દુ:ખ માનતા હતા માટે તો આગળના રાજા-મહારાજા, શ્રીમાન શેઠિયાઓ ત્રિકાળ પૂજામાં પૂરો ટાઇમ આપતા હતા; ધર્મરક્ષા માટે ન વર્ણવી શકાય તેવા ભોગો આપતા હતા. મિથ્યામતિઓની નગરીમાં શ્રી જિનમંદિરો બંધાવવા માટે પેથડમંત્રીએ શું શું
કર્યું ?
એ નગરમાં મિથ્યાષ્ટિઓનું જ પ્રભુત્વ હતું-મોટા ભાગની પ્રજા જિનમંદિર અને જિનમૂર્તિની વિરોધી હતી. પણ પેથડશાહની ભાવના એ હતી કે એ રીતે પણ શ્રી જિનમંદિરના નામે એમના મોંમાં જિનનું નામ તો પેસશે ! આ નાનીસૂની વાત નથી. એ રાજ્યમાં મંદિર માટે જગ્યા કેવી રીતે મળે ? પેથડશાહે એ રાજ્યના મંત્રી હેમડના નામે એક દાનશાળા ખોલી-જે આવે તેનો સત્કાર થાય અને આદરપૂર્વક જમાડવામાં આવે. આગતા-સ્વાગતા એવી સુંદર થાય કે એ દાનશાળામાં ગયેલો મરતાં સુધી યાદ કરે-રોજના હજારોનો ખર્ચ કરે પોતે, પણ નામ હેડનું મંદિર તો બનશે ત્યારે ખરું પણ અત્યારે મંદિરને માટે પૈસા વેરવા શરૂ કરી દીધા. શાસ્ત્ર કહે છે કે મંદિર બનાવી શકે એ પહેલાં પણ જો એ મંત્રી મૃત્યુ પામે તો પણ મંદિર બંધાવવાના પુણ્યનો લાભ એને મળી જાય; કેમકે મર્યનો આરંભ થઈ ચૂક્યો છે.
આ વાત વહેતી વહેતી હેમડના કાને પહોંચી. એ વિચારે છે કે આ શી વાત ? હું કૃપણનો શિરોમણી અને મારા નામે આ દાનશાળા ! આ બધી ધાંધલ શી છે ? વાત મગજમાં ઊતરતી નથી. પણ એકે કહ્યું , બેએ કહ્યું, ત્યારે કહ્યું, ચૌદે કહ્યું, બધા એક જ વાત કરે. નોકરને ખાનગી તપાસ કરવા મોકલ્યો. પણ ત્યાં વ્યવસ્થા એવી કે હેમડ સિવાય કોઈનું નામ જ ન લેવાય. નોકરે આવીને કહ્યું કે- સંભળાય છે તે વાત સાચી છે. આશ્ચર્ય પામી મંત્રી પોતે ત્યાં ગયો. તો તેને પણ બધા પાસે એ જ વાત સાંભળવા મળી-આખરે ત્યાંના મુખ્ય વ્યવસ્થાપકને ખાનગીમાં બોલાવીને પૂછ્યું કે-“સાચી વાત બોલ ! હેમ તો હું છું-હું પૈસા મોકલતો નથી