________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
જરૂ૨ મળે જ. ધર્મીના હૈયામાં ધર્મ પ્રત્યેની મારાપણાની ભાવના આવે એટલે અધર્મીઓને મોટે ભાગે પીછેહઠ કરવી જ પડે.
૩૪૮
918
શું આજે તમે બળવાન છો ? સામો એક મુક્કી ઉગામે તો ? ચાર જણા તલવાર લઈને આવે તો ? તમે સામનો કરી શકો ખરા ? આમ છતાં ચોર રાત્રે કેમ આવે ? ધોળે દહાડે ધાડ કેમ નથી પાડતા ? કારણ કે એ સમજે છે કે “નબળા નબળા પણ ‘મારું ઘર, મારા પૈસા’ એ ભાવનાથી રંગાયેલા, કીમતી વસ્તુ જતી દેખશે ત્યારે શું કરે એ કહેવાય નહિ. એ માર ખાશે તોય સામનો ક૨શે. મ૨શે તોય જીવતો જવા નહિ દે.” કેમ ? તમે એને તમારું માન્યું છે તેથી. તમારાથી સો ગુણો બળવાન પણ એ ચીજ તમારી આંખ સામેથી ઉપાડી લેવાની હામ ભીડી શકતો નથી. કોનું ઘર ? ફલાણાનું ! માટે હાથ ન મરાય. એ રીતે આ કોનું શાસન ? ભગવાન મહાવીરદેવનું ! ત્યાં કાંઈ ઘાલમેલ ન કરાય, ભલે કોઈ ચોરીચપાટી કરી જાય પણ કોઈ ધોળે દિવસે ધાડ ન પાડી શકે, પણ આજે તો ખાતરી એવી કે મંદિર તો પારસનાથનું..એમાં વાણિયાને શું ?
આજે કહે છે કે-‘અમને કાર્યવાહીની દિશા સૂઝતી નથી.' પણ શાની સૂઝે ? મારાપણું જાગ્યું નથી. નોકર ‘ચોર છે' એમ ખબર પડી જાય તો કાઢવાના કેટલા ઉપાય જડે ? જાણ્યું કે નોકર જામી પડ્યો છે તો પણ તેને કાઢવા શેઠિયાઓએ એવા ઉપાય યોજ્યા કે-માન્યું કે તે માનભેર ગયા અને ન માન્યું તે હાથમાં કડી સાથે નોકરીએથી ઊતરી,ગયા અને શેઠે ચાર્જ સંભાળી લીધો. આ ઉપાયો અને આટીઘૂંટીના આ ઉકેલ શાથી જડ્યા ? ચોપડા તથા પેઢીને પોતાના માન્યા તેથી. એવી રીતે ધર્મ તથા ધર્મની પેઢીને પોતાના માનો તો બધા ઉપાય સૂઝે-આજે તો ધર્મ કરનારા પોતે ધર્મ ઉપર ઉપકાર કરતા હોય એ રીતે વર્તે છે.
તમે મંદિર તથા ઉપાશ્રયો અમારા માટે બંધાવો છો ? જો અમારા માટે જ બંધાવતા હો તો ન બંધાવતા. તમારે મંદિરની ગરજ હોય તો બાંધો. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ વિના જિવાય નહિ એમ લાગે તો ભગવાનની મૂર્તિ ભરાવો, મંદિર બાંધી પધરાવો, ધર્મક્રિયા કરવા માટે સ્થાનની જરૂર લાગે તો ઉપાશ્રયો ઊભા કરાવો, મુનિના પાત્રમાં દેવાથી મોક્ષ માનતા હો તો વહોરાવોવિધિ આ છે. આ બધું કાંઈ બીજા માટે કરવાનું નથી પણ પોતાના આત્માના વાસ્તવિક લાભ માટે કરવાનું છે. આજે તો બોલે છે કે ‘અમારે સાધુઓ માટે આ બધું કરવું પડે છે-' હું કહું છું કે આવાના આધારે જીવવા કરતાં તો બહેતર છે કે ન જિવાય તો સારું. આવાઓ તો સાધુઓનાં છિદ્રો જ શોધ્યા કરવાના.