________________
૩૫૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
તો આ બધા પૈસા કોણ આપે છે ?' આટલું જ કામ હતું-એટલે હવે પેલા વ્યવસ્થાપકે કહ્યું કે-પૈસા તો પેથડમંત્રી મોકલે છે-હેમડ વિચારે છે કે ‘મારા જેવા કૃપણને જગતમાં દાનવીર તરીકે મશહૂર બનાવનાર પેથડ મારો ઉપકારી છે. આની પાછળ તેનો જરૂ૨ કાંઈક હેતુ હોવો જોઈએ. વિના કારણ આમ ન કરે’ પોતે પેથડશાહને મળવા એની રાજધાનીમાં ગયો. મંત્રીશ્વરનો મહેમાન બન્યો, વાતચીતમાં પ્રસંગ કાઢી આનો હેતુ પૂછ્યો. મંત્રીશ્વરે ‘એ તો સહજ’ એમ કહી વાત ટાળવા પ્રયત્ન કર્યો. હેમડે કહ્યું-‘આ સહજ ન હોય-પૈસા તમારા ખર્ચાય અને લોકજીભે ગુણ મારા ગવાય-આમ કરવાનું કારણ હોવું જ જોઈએ.’ ત્યારે મંત્રીશ્વરે ખુલાસો કરતા પહેલાં કામ કરી આપવાની કબૂલાત લીધી. અને પછી ત્યાં ગામની મધ્યમાં મોખરાની જગ્યાએ સુંદર જિનમંદિર બન્યું. તરંત બદલો મેળવવાની આશા રાખ-નારાઓથી આવું કામ ન થઈ શકે. હેમડ`મળે અને કામ થાય ત્યારે ખરું પણ ત્યાર પહેલાં મહિનાઓ સુધી હજારો સોનૈયાનો ખર્ચ ચાલુ રાખવો એ નાનુંસૂનું કામ નથી.
ધર્મ ઉપર આપત્તિ આવે ત્યારે...?
પહેલાં દાન ખોબે દેવાતાં, પછી મૂઠીએ દેવાતાં થયાં અને હમણાં તો આંગળીઓ ગણીને અપાવાં લાગ્યાં-આ કઈ દશા આવી ? મૂઠી તો ગઈ પણ આંગળીએ પણ ત્રાંબાનાણું દેવાનું આવ્યું. દાનથી મુક્તિ ખરી પણ તે કયા અને કેવા દાનથી ? આવા દાનથી મુક્તિ થાય ?‘મૂઠી ચોખા આપે એમાંયે દશ દાણા પાછા લઈ લે. જોઈએ મુક્તિ અને દાનમાં યુક્તિ, એ કેમ ચાલે ? શ્રી જિનેશ્વરદેવે કઈ રીતે દાન દીધું ? જેણે જેટલું માગ્યું તેટલું આપ્યું. એવા દાતાર હતા ત્યારે માગનારા મળતાં ન હતા-દાતાર ઘટ્યા તેથી માગનારા તો નહિ પણ ચોર, લૂંટારા અને બદમાશ વધી ગયા.
920
શાસ્ત્ર કહે છે કે માણસ જેવો માણસ ચોર બને એ શાહુકારના પાપે. નહિ તો ઉદાર શ્રીમંતના ઘેરથી ચોર કદી ચોરી કરે ? અરે ! ચોર તો એવાની ચોકી કરે. ચોર જાતિમાં પણ જેમ દુર્ગુણ છે એમ સદ્ગુણ પણ છે. એને અણીના સમયે તમે સહાય કરી હોય તો એ કદી ભૂલે નહિ અને અવસરે માથું આપે. વાણિયો ઉપકાર ભૂલી જાય પણ પેલો ન ભૂલે. જન્મના જૈનોને-નઠોર બની ગયેલા જૈનોને અપાય છે તેટલો ઉપદેશ એમને આપ્યો હોય તો-સો ગણું કામ થાય. વસ્તુ સારી છે એમ ખાતરી થયા પછી પણ બે આના ઓછા આપવાની ભાવનાવાળા વાણિયાથી કદી કેસરિયાં થાય જ નહિ. માટે તો તીર્થંકર દેવો ક્ષત્રિય જ હોય. વાણિયા કદી નહિ. સાચી વાત સમજ્યા પછી વિલંબ ન હોય.